________________
દેવાના. પેલા ડોસા બૂમાબૂમ કરે, કંટાળે. છ-સાત વર્ષની ઉંમરના છોકરાં કેવા તોફાન કરે ! એ તો જ્યારે પોતાની ઉંમર મોટી થાય ત્યારે એ મુશ્કેલી સમજાય.
પોતાની વધારે બુદ્ધિ હોય તેનો દુરુપયોગ શેમાં થાય ? ઓછી બુદ્ધિવાળાની મશ્કરી કરીને ! એ જોખમ સમજાયા પછી એ મશ્કરીઓ એમણે બંધ કરી દીધેલી.
અંતરાયેલી બુદ્ધિ તેથી કુટુંબના ભત્રીજા “સળીયાખોર” કહેતા. બુદ્ધિ અંતરાય ને કંઈ મજા ના આવતી હોય તો એવી સળી કરે. પોતે અહીં બેઠો હોય ને ત્યાં ટેટો ફૂટે ને બધાને મજા પડી જાય.
ગધેડાની પાછળ પૂંછડે ડબ્બો બાંધે. પછી ગધેડું આખી રાત કૂદાકૂદ કરે અને આજુબાજુવાળા લોકોની ઊંઘ બગડે. આવા બુદ્ધિના દુરુપયોગ કરેલા. તેના પછી પોતે ખૂબ પસ્તાવા-પ્રતિક્રમણો કરેલા.
પંદર વર્ષની ઉંમરે બીડી પીવાની ટેવ પડી ગઈ હતી. સિગરેટ પીવાની અને છેવટે સળગતી સિગરેટ ફેંકવાની ટેવ. એક ફેરો તો કોઈ લગ્ન પ્રસંગમાં સિગરેટ આમ ઉપરના માળેથી નીચે સળગતી ફેંકી, તે માંડવો બાંધેલો, ત્યાં નીચે કડાઈમાં તળાતું હતું. તે ઉપર સળગ્યું ને ભડકો મોટો થયો. પછી બધું થાળે પડ્યું. પણ એ પ્રસંગનોય બહુ પસ્તાવો થયેલો કે આપણે આવું નિમિત્ત ક્યાંથી બન્યા ?
દાદાશ્રી પોતાની જીવન કહાની ખુલ્લી કરતા પોતાની બધી જ ભૂલો ખુલ્લી કહી દે છે. જ્યારે એમને પોતાની ભૂલ સમજાઈ ત્યારે એ ભૂલોના જબરજસ્ત પસ્તાવા-પ્રતિક્રમણો કરેલા. એટલું જ નહીં, પણ જાહેર સત્સંગમાં લોકોની આગળ વાત નીકળે ત્યારે જેમ છે તેમ ભૂલો ખુલ્લી કરી દેતા.
અગિયાર-બાર વર્ષની ઉંમરે કોઈની જાનમાં નડિયાદ ગયેલા. તે તીનપત્તી રમતા છેતરાયેલા ને પંદરેક રૂપિયા હારી ગયેલા. મોજશોખની જગ્યા આવે ત્યાં છેતરાઈ જાય. એ અનુભવ પરથી પછી ફરી એ ભૂલ ના કરતા. તે છેતરાયા પછી આખી જિંદગી માટે નિયમ લઈ લીધો કે આવું કામ ફરી કરવું નહીં.
29