________________
સળગાવી. છતાં હાથ સ્થિર ધરી રાખ્યો, હાલવા ના દીધો અને મોઢાં ઉપરેય અસર નહીં. ક્ષત્રિય પરમાણુ બહુ કઠણ હોય !
ભાદરણ ગામમાં નાટકો જોયેલા. કોઈ ફેરો તો નાટક કંપની પાસેથી કોન્ટ્રાક્ટ લઈ લે. આજની રાતનો અમારો કોન્ટ્રાક્ટ, પછી જે પૈસા વધે તે નફો થાય. જાતજાતના અનુભવો નાની વયથી થયેલા. એ જમાના (૧૯૨૮)માં સિનેમા શરૂ થયેલા. પછી નાટકો ખલાસ થવા માંડ્યા. સિનેમાની ચઢતી થઈ. ત્યારે એમને વિચારણા થઈ કે આ સિનેમાના પરિણામ દુનિયા ઉપર શું આવશે ? આ તો નીચે ઉતારવાની શોધખોળ ! હિન્દુસ્તાનને ખરાબ કરી નાખશે ! આપણા સંસ્કારનું શું થશે ? લોકરસ વધ્યો સિનેમા તરફ, કળિયુગ ઝપાટાબંધ ધસી રહ્યો, અવળી અસરો થશે. પછી છેવટે વિચાર આવ્યો કે આનો ઉપાય છે ? કોઈ સત્તા છે આપણી પાસે ? જો સત્તા ના હોય તો આવા વિચાર કામના નથી. તો હિન્દુસ્તાનનું આમ જ થશે ? પછી એકાંતમાં બેસીને વિચાર કર્યા ત્યારે મહીંથી જવાબ મળ્યો કે “જે સાધન અવળો પ્રચાર જલદી કરી શકે તે સવળો પણ એટલી જ ઝડપથી પ્રચાર કરશે. માટે સવળા પ્રચારને માટે એ સાધનો બહુ સારા છે.” દાદા કહેતા કે આ જે સાધનો ઊભા થયા છે તે જ સાધનો હિન્દુસ્તાનને સુધારશે. તે આજે આપણે જોઈએ છીએ કે ટી.વી.ના માધ્યમથી સત્સંગજ્ઞાન પ્રસાર થઈ રહ્યા છે, જે અનેકોને સન્માર્ગે દોરી રહ્યા છે.
અત્યારે પ્રજામાં મોહ વધી ગયા. એટલે તિરસ્કાર, જ્ઞાતિ-જાતિના ભેદભાવ, આગ્રહો બધું ડાઉન (ઓછું) થઈ ગયું. પ્રજા મોહી થઈ ગઈ. આવી ડાઉન ગયેલી પ્રજાને ઊંચે ચઢતા વાર નહીં લાગે.
૧૯૨૨ના જન્મેલા એ લેંઘાવાળા થયા ને ૧૯૨૧ સુધી જન્મેલા ધોતિયાવાળા રહ્યા. પુરુષોના પહેરવેશમાં આવા બે ભાગ પડી ગયા હતા.
[૪] અણસમજણની ભૂલો નાનપણથી ટીખળ કરવાની ટેવ, તે લોકોની મશ્કરીઓ કરતા. પણ જ્ઞાન પછી સમજાયું કે અરેરે, આ કેવા દોષો ! પણ તે દહાડે ભાન જ નહોતું. મશ્કરી-ટીખળો કેવી કે મોટી ઉંમરવાળા પૈડા ડોસા હોય, એમને આંખે બરોબર દેખાતું ના હોય, તે એની રૂમમાં બે-ચાર કુરકુરિયાં ઘાલી
28