________________
સૂબો બનાવે છે ? બાપને મારો દિકરો સૂબો બને તો એની જીવનમાં મજા પડી જાય અને મોટાભાઈને “પોતાનો ભાઈ સૂબો છે” એનો રોફ પડી જાય. પણ મારી શી દશા થશે ? હું સૂબો તો મારે માથે સરસૂબો આવે, એ સરસૂબો પાછો મને ટૈડકાવશે. કોઈ ડફળાવે એ મને ના પોસાય. ત્યારથી ગાંઠ વાળી કે મારે સૂબો થવું નથી. પાનની દુકાન કાઢીશ પણ સ્વતંત્ર રહીશ, પણ આ સૂબો થઈને પરવશતા આપણને ના જોઈએ. માથે ઉપરી કોઈ ના જોઈએ. નોકરી કરીશ નહીં, સ્વતંત્ર જીવન જીવીશ. એટલે છેવટે નક્કી કર્યું કે મેટ્રિક પાસ થઉ તો સૂબો બનાવે ને ! માટે આપણે પાસ જ થવું નથી.
અઢારમે વર્ષે વડોદરા મેટ્રિકની પરિક્ષા આપવા ગયા. ત્યાંયે ઘરે રહેવાનું ટાળી હૉસ્ટેલમાં રહ્યા. હૉસ્ટેલમાં ખાધું-પીધું, મિત્રો સાથે મજા કરી અને છેવટે નિરાંતે મેટ્રિકમાં નાપાસ થયા. એમણે એ પણ વિચારી રાખેલું કે નાપાસ થઈશું તો શું પરિણામ આવશે ! કાં તો ભાઈ એમના કોન્ટ્રાક્ટના ધંધામાં બેસાડી દેશે ને જો ભાઈ ના પાડે તો હું મારી મેળે પાનની દુકાન કાઢીશ પણ સ્વતંત્ર જીવન જીવીશ.
પછી ભાઈએ પૂછયું કે આપણા કોન્ટ્રાક્ટના ધંધામાં તને ફાવશે ? કામ પર પડી રહેવું પડશે. તે પછી ધંધામાં પોતે જોઈન્ટ થઈ ગયા. ઘરનો ધંધો, પાછી સ્વતંત્રતા એટલે અંબાલાલભાઈને ફાવ્યું. બ્રિલિયન્ટ (તેજસ્વી) મગજ એટલે છ મહિનામાં એક્સપર્ટ (નિપુણ) થઈ ગયા.
મોટાભાઈ પણ એમની પર રાજી થઈ ગયા, દોઢ વર્ષમાં તો તેઓ ધંધામાં ફર્સ્ટ નંબર લાવ્યા.
[3] એ જમાનામાં કરી મોજમજા કોન્ટ્રાક્ટના ધંધામાં આવ્યા પછી એમને પૈસાની છૂટ થઈ ગઈ. તે વખતે ગજવામાં બે-ત્રણ રૂપિયા હોય તો પાંચ-છ ભાઈબંધો પાછળ ફર ફર કરે, અને તે પાછા ભાઈબંધો “જી હા, જી હા’ કરે. પોતાને માન-પાન મળે, મજા પડી જાય અને બધા ચા-પાણી-નાસ્તા કરે. ઘોડાગાડીમાં ફરે ને મજા કરે. દાદાજી જલેબી-ભજિયાંના શોખીન, તે બે-ચાર ભાઈબંધો સાથે હૉટલમાં નાસ્તો કરી આવતા.
26