________________
આવેલો છે, એને ક્યાં તું ભણાવવા બેઠો ?” આ સાંભળ્યું તેમાં તો પોતાને એવી અસર થઈ, અહંકાર ચડ્યો, તે ભણવાનું અટકી ગયું.
સ્કૂલમાંય જતા તે ઘંટ વાગ્યા પછી દાખલ થવાનું. સાહેબ ચિઢાય તો એમને ગાંઠવાના નહીં. એક જાતનો રોફ, મનમાં આડાઈ કે મોડો જઈશ, શું કરી નાખશે ?
માસ્તરેય ગભરાય એવી તોફાની પ્રકૃતિ. આવું શાથી થઈ જતું કે એમને પરવશતા પહેલેથી ફાવતી નહોતી. અને એટલી બધી હાઈપર (અતિશય) બુદ્ધિ તે અંતરાયેલી, તેથી પછી કંઈક આવું તોફાન થયા વગર રહે નહીં.
મહાપરાણે ક્લાસમાં ભણવા બેસે. સ્કૂલમાં ભણવાનું નહોતું આવડતું. એમાં એકાગ્રતા થતી જ નહોતી ત્યારે બીજી બાજુ કૉમનસેન્સ જબરજસ્ત બધી બાજુની હતી. તેથી એમને પોતાનેય સમજાયું કે ભણતર એક બાજુની લાઈન, એ પૂરી નહીં થાય. આપણને આ નહીં ફાવે. પાછું ભણીને ફળ શું? નોકરી ખોળવાની, એમાંય પાછું પરવશતા લાગે કે આ માથે ઉપરી ના ફાવે.
આવી પાવરફુલ કૉમનસેન્સ, એ બધો પૂર્વનો સામાન જોડે લઈને આવેલા કે જે કૉમન માણસોમાં આવી સૂઝ-શક્તિ જોવા ના મળે.
એમના મોટાભાઈ મણિભાઈના મિત્ર જે માસ્તર હતા, એમણે અંબાલાલને ટૈડકાવ્યા કે “અંબાલાલ, તને આટલા વર્ષ થયા છતાં અંગ્રેજી બોલતા આવડતું નથી. તું બરાબર ભણતો નથી, તારી જિંદગી ખરાબ કરું છું. મને તારા મોટાભાઈનો ઠપકો મળશે.” પછી છેવટે અંબાલાલ માસ્તરને ચોખ્ખું જ કહી દીધું કે “પંદર વર્ષથી ભણ ભણ કરું છું, આ અંગ્રેજી ભાષા શીખવામાં પંદર વર્ષ કાઢ્યા. આટલી જ મહેનત ભગવાન શોધવા પાછળ કાઢી હોત તો જરૂર ભગવાન પ્રાપ્ત કરી બેઠો હોત.” માસ્તરેય સમજી ગયા કે જેને ભગવાન ખોળવા હોય તેને આવું ભણવાનું ના ફાવે.
અંબાલાલની વિચાર શ્રેણી લાંબી ચાલતી કે આ ફોરેનની ભાષા શીખવાની એમાં અડધું જીવન વેડફાઈ જાય છે. પાછું આ અવતારમાં શીખવાનું, બીજે અવતાર આ ભૂલવાનું ને નવી ભાષા શીખવાની. એકની
24