________________
બાળપણમાં શું બનેલું એનું તાદૃશ્ય વર્ણન પોતે ખુલ્લું કરે છે. મનમાં શું હતું, કઈ સમજણથી આવું બની ગયું, વાણી-વર્તન તે વખતે કેવા હતા, લોકોના વિચાર-વાણી-વર્તન કેવા હતા, તે બધું ઝીણામાં ઝીણું તે વખતે નાની ઉંમરમાં નોંધ કરેલું, સમજી શકેલા, તે બધું ઑલ્ઝર્વ કરીને ગામઠી-તળપદી ભાષામાં પોતાના જીવન પ્રસંગો કહી જાય છે.
[૧.૩] તાનપણથી ગણતર ઊંચું લોકોએ નાનપણમાં દાદાશ્રીને “સાત સમોલિયો’ એવું ઉપનામ આપેલું. આમ તો બળદને ખેડવા લઈ જાય ત્યારે સમોલ હળમાં જોતરવામાં આવે છે. તે સાત સમોલિયા બળદની કિંમત ઘણી વધારે આવે. એ બળદ ખેતીવાડીની જમીન ખેડે, કૂવેથી પાણી કાઢવાનો કોશ ખેંચે, બળદગાડું ચલાવે, આંખે દાબડા બાંધીને ચક્કી પીલવાની હોય તો એમાંય કામ લાગે. આમ સાત જાતના કામમાં આવે તેવું અંબાલાલને થાય કે મારામાં કંઈક શક્તિ છે, તેથી બધા મને “સાત સમોલિયોકહે છે, એટલે મનમાં ખુશ થતા.
ભણતરવાળા એક સમોલિયો કહેવાય. એને ભણતર એટલે એક કૉર્નર (ખૂણો) જ ફાવે. એને બીજી બધી બાજુ વિચારવાનું ના ફાવે.
જ્યારે સાત સમોલિયો તો ઘરમાં રહેતો હોય અને ભણતો હોય તોય હિસાબ કાઢતો હોય કે આપણે આવક કેટલી, જાવક કેટલી, મા-બાપને કેટલી તકલીફ પડતી હશે, એ બધા હિસાબ હોય એની પાસે. એવો એ વિચક્ષણ હોય. સામસામી લોકો વાતો કરતા હોય તો સમજી શકે કે શું વાત કરી રહ્યા છે ! દરેક જાતનું ધ્યાન રાખે. મા-બાપની સેવા કરે, પૈસા કેવી રીતે આવે છે, ક્યાં ખોટ જાય છે, મા-બાપની શું સ્થિતિ છે, બધું લક્ષમાં હોય. એવો સાત સમોલિયો કો'ક જ માણસ હોય. અંબાલાલ એવા હતા. તેથી કહેતા ને કે મને ભણતર ના આવડ્યું, મેટ્રિક નાપાસ થયો. ભણવાનું આવડે-કરે નહીં. પણ એમનું ધ્યાન ચોગરદમ ફરતું હોય. ભણતરમાં એકાગ્રતા રહે નહીં, પણ ગણતર-ઘડતર ઊંચું હતું નાનપણથી.
નાનપણથી ચિત્ત ચોંટી જાય એવા મોહ જ નહીં. તેથી નાની ઉંમરે શું બનેલું તે બધું તદન ખ્યાલમાં રહેલું. તે આમ અમુક દિવસે, અમુક