________________
સંસાર ભોગવવા માટે રસ નહોતો, આ જગતની હકીકત જાણવામાં મને ઈન્ટ્રેસ્ટ હતો. માત્ર આધ્યાત્મિક જાણવામાં રસ હતો. સંસારમાં મને કંઈ જોઈતું નહોતું. આ સુખ મને કડવું લાગતું હતું પહેલેથી.’
દાદાશ્રી કહે છે કે આ પૂર્વભવનો હિસાબ આવો લઈને આવેલો, તેથી આવા કુટુંબમાં જન્મ થયો. મૂળ બીજ મારું હતું અને એમનામાં દેખવાથી, એમના નિમિત્તે મારા પૂર્વના પ્રાકૃતિક ગુણો-સંસ્કારો પ્રગટ થયા.
આવા જ્ઞાની પુરુષ આ કુટુંબમાં જન્મે તો કુટુંબને તો લાભ થાય પણ કેટલીય પેઢીને લાભ મળે ! પણ એમાં જો ઓળખાણ પામે કે ‘જ્ઞાની પુરુષ છે,' એમની પાસે જ્ઞાન મેળવે ને આજ્ઞા પાળે તો મોક્ષનો સાંધો મળી જાય. નહીં તો સંસારી લાભ પામે એટલું જ.
એમના કુટુંબની વિશેષતા છ-સાત પેઢીથી કોઈ બહેન જન્મેલી નહીં. કોઈને સાળા થવાનું નહોતું ગમતું. પૂર્વે કંઈક અહંકાર કર્યો હશે કે ‘સાલા’ શબ્દ સાંભળીને અપમાન લાગ્યું હશે, ત્યારથી ગાંઠ વાળી હશે કે કોઈના સાળા થવું નહીં. આવું બન્યું, એ તો પૂર્વભવે કરેલા અહંકારના પરિણામે બન્યું હશે એને પોતાની નબળાઈ તરીકે સ્વીકાર કરે છે.
નાનપણથી એમને ગજબની ખુમારી રહેતી, પોતે પૂર્વભવની કંઈ સિલક લઈને આવેલા છે એવું વર્તતું. કોઈ બાવા એમને ‘વિધિ કરાવવી પડશે’ એવું કહેતા, તો પોતે મધરને કહેતા કે ‘વિધિ કરાવશો નહીં.’ અને પેલા બાવાનેય કહેલું કે “હું તો ‘રામની ચિઠ્ઠી’ લઈને આવેલો છું.’
[૧.૨] નિર્દોષ ગ્રામ્યજીવત
મધરે આઠેક વર્ષ ઘી નહીં ખાવાની બાધા લીધેલ અને અંબામાની ભક્તિ કરતા હંમેશાં, તેથી એમનું નામ અંબાલાલ પડેલું. અને નાનપણમાં ગલગોટા જેવો ચહેરો, તે હુલામણું નામ ‘ગલો’ પાડેલું.
એમના જમાનામાં કપડાંની અછત, તે નાનપણમાં નવ-દસ વર્ષના થાય તોયે કપડાં ના પહેરાવે. એટલે વિષય-વિકાર નાના બાળકોને જાગૃત થયેલા નહીં. ચૌદ-પંદર વર્ષના થાય તોય ગામની છોકરીઓ બેન કહેવાય. એટલે ખરાબ વિચાર જ નહીં. ભોળી-ભદ્રિક પ્રજા, ગામડાનું નિર્દોષ
જીવન જીવતા.
21