________________
તે જમાનામાં શાકભાજી, ચા-દૂધ, તુવેરદાળ, કેરીઓ, કોઠાં બધામાં રસ-કસ એવા સુંદર હતા તેવા અત્યારે મળેય નહીં. એવો સ્વાદેય નહીં ને રસ-કસેય નહીં. ૧૯૮૪માં દાદાશ્રી કહેતા હતા કે છેલ્લા પચાસ વર્ષથી કડવો વરસાદ વરસે છે, તેમાં સ્વાદ બધા ધૂળધાણી થઈ ગયા. હવે થોડો થોડો મીઠો વરસાદ શરૂ થયો છે, તે મીઠું અનાજ પાકશે.
૧૯૨૮માં દાદાશ્રી મુંબઈ આવતા. મુંબઈમાં ત્યારની વસ્તી બાર લાખની, ત્યારે લાઈટના ઝગમગાટ, ચોખ્ખાઈ શહેરની, રૂપાળી નગરી લાગતી. રોડના કૉર્નર પર સરસ મજાની ઈરાની હૉટલની ચા મળતી. ૧૯૩૩માં એક ફેરો તાજમહેલ હૉટલમાં જઈને પણ ચાનો ટેસ્ટ પોતે કરી આવેલા. પછી અનુભવ લઈને સમજી ગયેલા કે આ તો બધા એટિકેટવાળાનું કામ.
તેઓ વિચારશીલ અને હોશિયારીવાળી પ્રકૃતિ. એક ફેરો લગ્નમાં જવા માટે ધોતિયું પહેરવા લીધું તો ફાટી ગયેલું. તો એમનો નિયમ સાંધવાની છૂટ પણ થીગડું મારવાની છૂટ નહીં. તે કળા એવી આવડે કે ફાટેલું ધોતિયું પહેરવું પડ્યું તે ફાટેલું દેખાય નહીં અને વ્યવસ્થિત પહેરેલું લાગે. દરેક સંજોગોમાં એડજસ્ટમેન્ટ લઈને જાગૃતિપૂર્વક રહેતા.
ઘરેથી લાવેલા બધા કપડાં ખેતરમાં પંપમાંથી નીકળતા પાણીથી ધોઈ નાખી, પછી નાહ્યા પછી છેવટનું એક કપડું બચ્યું હોય તે છાંટા ના ઊડે તે રીતે સાચવીને ધોઈ નાખે.
સવારે ઊઠવામાંય નિરાંતે ફાવે બધું. વહેલી ટ્રેન પકડવાની હોય તો રાત્રે મોડે સુધી નાસ્તો કર્યા હોય તો વહેલા ઊઠાય નહીં. પછી વહેલા ઊઠવા માટે કળા કરે. વહેલી સવારે નળમાં પાણી આવે, તે નળ નીચે ડોલ અને થાળી એવું મૂકે તો પાણી આવે તો થાળીમાં અવાજ થાય તો જાગી જવાય. પણ તોય ઊઠાયું નહોતું. વર્ષોથી મોડા સાડા નવ-દસ વાગે નહાવાની ટેવ.
| સોળ વર્ષની ઉંમરે ફળિયામાં આવતા-જતા ચાલવાનું રોફભેર, તે ભોંય ખખડે એવું લાગે.
અહંકારી ગુણ, તે ભાઈબંધોમાં એક ફેરો અંગૂઠો ધર્યો ને દીવાસળી
27