________________
એક વસ્તુ લાખો અવતાર ભણ ભણ કર્યા કર્યું છે ! આ ભણે છે ને એ પાછું આવરાય છે. અજ્ઞાનને ભણવાનું ના હોય, એ તો સહજ ભાવે આવડે; જ્ઞાનને ભણવાનું હોય. મોટાભાઈ પણ એમને ઠપકો આપે કે “તું વાંચતો નથી, ભણવામાં ધ્યાન રાખતો નથી.” પણ એમને તો સંપૂર્ણ સ્વતંત્ર થયું હતું. છેવટે ૧૯૫૮માં સંપૂર્ણ સ્વતંત્ર થયા. અને કહેતા કે આખા વર્લ્ડનું કલ્યાણ કરવાનું નિમિત્ત લઈને આવ્યો છું અને જગતનું કલ્યાણ અવશ્ય થઈને રહેશે.
સ્કૂલમાં લઘુતમ શિખવાડવામાં આવતા. આ બધી રકમોમાંથી નાનામાં નાની અવિભાજ્ય રકમ દરેકમાં સમાયેલી હોય તે શોધી કાઢો. દાદાજી કહેતા કે એ જમાનામાં હું લોકોને, માણસોને “રકમ' કહેતો હતો.
આ રકમ સારી છે, આ રકમ સારી નથી.” તે ચૌદ વર્ષની ઉંમરે પણ એમને વિચાર આવ્યો કે આ ભગવાન જ એવી નાનામાં નાની ચીજ છે, જે અવિભાજ્ય રૂપે દરેકમાં રહેલી છે. ત્યારથી ભગવાન લઘુતમ છે, ને લઘુતમનું ફળ ભગવાન પદ આવે એવી સમજણ પડી ગઈ.
એમનું નાનપણથી થિંકિંગ (વિચારસરણી) દરેક બાબતમાં પરિણામના બધા જ વિચાર કરી નાખે એવું હતું. દરેક બાબતમાં તેઓ ભણતા નહોતા, પણ સ્ટડી કરતા હતા. એટલું બધું વિચારી નાખે કે એના અંતિમ પરિણામ સમજમાં આવી જતા. લઘુતમની વાત જડી ત્યારથી લઘુતમ તરફ પોતે ઢળતા ગયા ને છેવટે લઘુતમ પદ પામીને રહ્યા.
[૨.૨] મેટ્રિક ફેલ પંદર વર્ષની ઉંમરે એમના ફાધર અને બ્રધરને વાત કરતા સાંભળ્યા કે “આ અંબાલાલ, મેટ્રિક સારી રીતે પાસ થઈ જાય તો એને વિલાયત ભણવા માટે મોકલાવીએ અને ત્યાંથી સૂબો થઈને આવે.” મોટાભાઈ કોન્ટ્રાક્ટનો ધંધો વડોદરામાં કરતા હતા. પૈસાની સગવડ, તે થોડો ખર્ચ કરી વિલાયત ભણવા મોકલાવવાની એમની ઈચ્છા. અંબાલાલને વિચાર આવી ગયા, કે વડોદરા સ્ટેટનો સૂબો બનાવે તોય શું ? ગાયકવાડ સરકારની નોકરી જ કરવાની. એમાં ત્રણસો રૂપિયા પગાર મળે, બહુ મોટું માન મળે. ફાધરને શું ઈચ્છા હશે? એમના શા ફાયદા માટે મને
25