________________
જગ્યાએ આમ બનેલું એ બધું દેખાય. જીવનના દરેક વર્ષમાં શું બનેલું તે બધું સમજી શકે, અને મોટી ઉંમરના થયા હોય તે બધું જેમ છે તેમ લક્ષમાં રહેલું. પૂછે તો વાત નીકળે, તે પછી દેખીને બધું કહી શક્તા.
[૧૪] રમતગમત નાનપણમાં બીજા બાળકો સાથે ભેગા મળી તોફાન-મસ્તી કરતા. મોસાળમાં જાય, તો ગામડામાં ભેંસો તળાવમાં બેઠી હોય તો એની ઉપર બેસી જાય. મોસાળમાં બધા ભાણાભાઈનો રોફ રાખે, માનભેર રાખે.
રમતો રમતા છતાં વિચારશીલ હતા. પતંગ ઉડાડવામાં ક્યારેય ટાઈમ બગાડેલો નહીં. તેઓ કહેતા કે પતંગ ઉડાડવામાં મજા નથી, ફાયદો નથી. ખરેખર મકરસંક્રાંતિના ટાઈમમાં સૂર્ય આંખમાં દેખાય તે હિતકારી છે. માટે લોકો પતંગ ઉડાડે, તે પોતે જોતા. લોકો દેખાદેખીથી કરે તેવું કરેલું નહીં.
ફટાકડા ફોડવામાંય એમણે તારણ કાઢેલું. રાજા પોતે ફટાકડા ફોડે કે નોકર પાસે ફટાકડા ફોડાવડાવે ? કોઈ રાજાએ દારૂખાનું ફોડેલું નહીં, નોકરો પાસે જ ફોડાવે. એ પોતે ફોડે નહીં ફટાકડા પણ પોતે ખુરશીમાં બેસીને જુએ. શેમાં લાભ છે, એ એમની વિચક્ષણ બુદ્ધિમાં તાળો બેસી જ જતો.
એ જમાનામાં નાનપણમાં ભાભી જોડે હોળી રમેલા. ભાભી અગિયાર વર્ષના અને પોતે દસ વર્ષના. તે રાગ-દ્વેષ ભૂલી જઈને હોળી ખેલે. પછી ચોખ્ખું ઘી-ગોળ નાખેલી સુંવાળી સેવો ખાય ને આનંદ કરે, એવું નિર્દોષ ગ્રામ્યજીવન હતું ત્યારે.
[૨] શૈક્ષણિક જીવત [૨.૧] ભણવું હતું ભગવાન શોધવાનું સાત વર્ષની ઉંમરે સ્કૂલમાં દાખલ થયેલા અને ગુજરાતીમાં ચોથા ધોરણ સુધી ભણ્યા અને પછી મેટ્રિક સુધી અંગ્રેજીમાં ભણ્યા. તે ભાદરણ ગામમાં જ ભણતર કરેલું. ભણવામાં એક ફેરો મોટાભાઈ કંઈક શિખવાડવા મંડી પડ્યા, તે જોઈને ફાધર એવું બોલ્યા કે “એ તો બધું ભણીને જ
23