________________
છે, તે જ્ઞાન મતિ વિગેરે પાંચ પ્રકારનું છે, તે પ્ર. તે જ્ઞાન્ય કેવું છે! ઉ–તેવું બીજે નથી, માટે “અનીદશં' છે, અથવા સકલ (બધા) સંશયને દૂર કરવા વડે ધર્મ સંભળાવતા તેજ પિતાનું અનન્ય સદશ (અનુપમ) જ્ઞાન બતાવે છે, (અર્થાત્ સંસારી જ્ઞાનથી તૃષ્ણ વધે, પણ તેમના ઉપદેશના જ્ઞાનથી તૃષ્ણની જડ દૂર થાય માટે તે જ્ઞાન અનુપમ છે) પ્ર. તેઓ કેને ધર્મ કહે છે ! ઉ–તે તીર્થકર ગણધર વિગેરે યથાવસ્થિત ભાવે (પદાર્થો ને ધર્મચરણ માટે યોગ્ય રીતે જે પુરૂષે ઉઠેલા હોય, તેમને કહે છે, અથવા દ્રવ્યથી તથા ભાવથી ઉઠેલા હોય, એટલે દ્રવ્યથી શરીરવડે, અને ભાવથી જ્ઞાન વિગેરેના ઉત્સુક બની વિનય સહિત (ઉભા થયા હોય) તેમને ધર્મ કહે છે,
સસરણને વિનય. સમોસરણમાં સ્ત્રીઓ અને પ્રકારે ઉભી થઈને વિનય પૂર્વક સાંભળે છે, અને પુરૂષે ઉભા થઈને અથવા બેઠા રહીને પણ સાંભળે, પણ ભાવથી ઉત્સુક હોય; તેમજ બીજા ઉઠેલા છે, તથા દેવતા અને તીર્થંચ વિગેરેને ધર્મ સંભલાવે છે. એટલું જ નહિ પણ જેઓ ભાવ વિના ફકત કેતુક વિગેરેથી આવી સાંભળે, તેમને પણ ધર્મ કહે છે, ભાવથી ઉઠેલાનું વિશેષથી કહે છે. - મન વચન કાયાને જેમણે કબજે લીધાં છે, એટલે