Book Title: Shraddhavidhi Prakaran
Author(s): Ajitshekharsuri
Publisher: Arham Parivar Trust
Catalog link: https://jainqq.org/explore/008938/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ () શ્રી શત્રુંજયમંડન બિષભદેવાય નમઃ | શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ... સિરસા વંદે મહાવીરT ઐ નમ: સિદ્ધમાં વિજય પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-ધર્મજિત-જયશેખર-અભયશેખરસૂરિભ્યો નમ: Life Management Course...) શ્રાદ્ધવિધિષણ પૂજ્ય આચાર્યશ્રી રત્નશેખરસૂરિ મ.સા. રચિત (આંશિક ભાવાનુવાદ) (૪૩) કૃપાદાતા પૂજ્યપાદ ન્યાયવિશારદ આ.દે.શ્રી.વિ. ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ પૂજ્યપાદ ગચ્છાધિપતિ આ.દે.શ્રી.વિ. જયઘોષસૂરીશ્વરજી મહારાજ પૂજ્યપાદ સહજાનંદી આ.દે.શ્રી.વિ. ધર્મજિતસૂરીશ્વરજી મહારાજ પૂજ્યપાદ સૂરિમંત્રસમારાધક આ.દે.શ્રી.વિ. જયશેખરસૂરીશ્વરજી મહારાજ પૂજ્યપાદ વિદ્વદ્વર્ય આ.દે.શ્રી.વિ. અભયશેખરસૂરીશ્વરજી મહારાજ (ભાવાનુવાદક + સંપાદક) $ પૂજ્યપાદ પંન્યાસપ્રવર શ્રી અજિતશેખરવિજયજી ગણિવર મહારાજ સહયોગ પૂજ્યપાદ પંન્યાસપ્રવર શ્રી વિમલબોધિ વિજયજી મહારાજ (પ્રકાશક અહં પરિવાર ટ્રસ્ટ મુંબઈ-બેંગ્લોર-વિજયવાડા-ચેન્નઈ Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશન વર્ષ: સંવત - ૨૦ ૬૪ આવૃત્તિ : પ્રથમ મૂલ્ય: રૂા.૩૨૦/'પૂજ્ય પંન્યાસશ્રી અજિતશેખર વિ. ગણિવર મહારાજ 'લિખિત અહ પરિવારનું ઉપલભ્ય કૃત સાહિત્ય : ૩૩. સમાધિનો સાથી રૂા.૩૦/૩૯. પ્રશ્નની પંક્તિ વાર્તાની મસ્તી રૂા.૩૦/૪૨. કથા હું કહું શ્રી શત્રુંજય નામની રૂ.૩૦/- જિન દર્શન-પૂજા વિધિ-અવિધિ ૧૦૮ નવકાર વિવિધ ડીઝાઇનમાં રૂા.૫૦/-, રૂ.૩૦/ પ્તિસ્થાન : ૦૦૦૮ : પ્રાપ્તિસ્થાન : B 8 દીપકભાઈ ફરીયા : ત્રિશલા એન્ટરપ્રાઈઝ, ૩૦૫/બી, ફોર્ટ ફાઉન્ડેશન, એન.એમ.રોડ એક્સ, ૨ ફોર્ટ, મુંબઈ - ૪૦૦ ૦૦૧. Cell : 98675 80227 ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ રમેશભાઈ ગંગર : ડી.પી.ટ્રેડીંગ કંપની, ન્યુ અનંત ભવન, ભાત બજાર, ફુવારાની સામે, મજીદ બંદર, મુંબઈ. હું Tel. : 23758761, 23757347 ( વિનોદભાઈ દોઢિયા : ૪૦૩-સુરષા એપાર્ટમેન્ટ, ૪થે માળે, સર્વોદય નગર, મુલુંડ (વેસ્ટ), મુંબઈ - ૮૦. દીપકભાઈ ભેદા : ૧લે માળે, મારોતરાવ ભુવન, તલાવ પાળી, જૈન સ્થાનકની પાછળ, થાણા (વેસ્ટ). A હિમાંશુભાઈ : 3 પાવર કંટ્રોલ, ઈસ્માઈલ બિલ્ડીંગ, રજે માળે, રૂમ નં.૪, ૩૩-પાઠકવાડી, લુહારચાલ, મુંબઈ-૦૨. ધર્મેશભાઈ : ૩૧૮ | ૯, મહાવીર બિલ્ડીંગ, જૈન દેરાસર લેન, વડાલા (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૩૧. ફોન : ૨૪૧૪ ૭૭૨૭ | ૯૮૨૦૧ ૯૯૮૯૦ Page #3 -------------------------------------------------------------------------- ________________ છે . || શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ: || || સિરસા વંદે મહાવીર || || નમ: સિદ્ધ // | વિજય પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-ધર્મજિત-જયશેખર-અભયશેખરસૂરિભ્યો નમ: || 'હદયના ઉદગાર ... શબ્દોના સંસ્કાર... એક યુવક કામધંધે લાગ્યાના છ વર્ષમાં તો ઉત્સાહના ધોધમાંથી હતાશાના પ્રવાહમાં તણાવા માંડ્યો. (1) આટલા ગાળામાં કરી લીધેલા વિવિધ વેપારોમાં છેવટની લખાયેલી નિષ્ફળતા ને નુકસાનીથી નાસીપાસ છે થઇ ગયો. શ્રાદ્ધવિધિમાં આવેલા સાગર શેઠના દૃષ્ટાંતના આધારે મેં એને સલાહ આપી – ગયા કોક ભવમાં દેવદ્રવ્યનું નુકસાન તમારા હાથે થયાની સંભાવના છે. તમે અમુક રકમ દેવદ્રવ્યમાં જમા કરાવ્યા પછી જ નફાનો પોતાના માટે ઉપયોગ કરજો. એણે વાત સ્વીકારી. એ મુજબ દૃઢ – આકરો નિયમ પણ લીધો કે એટલી રકમ ન ભરાય ત્યાં સુધી મારે અમુક અમુક ત્યાગ. ચમત્કાર થયો. ખૂબ જ ટુંકા ગાળામાં પકડેલા ધંધામાં અણધારેલી સફળતાઓ મળવા માંડી. શીધ્ર એ રકમ દેવદ્રવ્યમાં જમા કરાવી દીધી. આજે ' એ ભાઇ ધંધામાં ખૂબ સારી રીતે સેટલ થઇ ગયા. એ જ ભાઇના કાકાનો પણ ધંધો ઘણા વખતથી ખોરવાઇ ગયેલો. મોટી આર્થિક મુંઝવણમાં આવી ગયેલા. એ ભત્રીજાએ એ માટે કારણ તપાસ્યા. એવા એક કારણની સંભાવના લાગી કે કાકા દેવદ્રવ્યસંબંધી ચઢાવો બોલેલા. પછી રકમ ભરવાનું ભૂલી ગયેલા... પછી પરિસ્થિતિ બગડી. એણે મને Sિ વાત કરી. મેં શ્રાદ્ધવિધિમાં જ આવેલા શ્રી ઋષભદત્તનું દૃષ્ટાંત બતાવી કહ્યું – દેવદ્રવ્યના ભારથી એમનો ( અનંત ભવિષ્યકાળ બગડે નહીં એ માટે તમે એમને દેવદ્રવ્યના ઋણથી મુક્ત કરાવો. એ ભત્રીજાએ કાકાવતી દેવદ્રવ્યની એ બાકી રહેલી રકમ ઉચિત વ્યાજ સાથે ભરી દીધી ને થયો ચમત્કાર... એ કાકાની ગાડી પાટે ચઢી ગઇ. મને લાગ્યું શ્રાદ્ધવિધિ એ ખરેખર લાઈફ મેનેજમેંટ કોર્સ છે. આ ભવમાં જ બાહ્ય સફળતા અને આંતરિક સ્વસ્થતા માટે શ્રાવક વર્ગ માટે આ ગ્રંથ જ ઉપયોગી છે. શ્રાદ્ધવિધિ ગ્રંથકાર પૂજ્યશ્રી રત્નશેખરસૂરિ મહારાજે શ્રાવકની પણ પ્રત્યેક ક્ષણને વી.આઈ.પી. છે ટ્રીટમેંટ આપી છે. શ્રાવકની દરેક પ્રવૃત્તિને સંશોધિત કરવાનો સફળ-સબળ પ્રયાસ કર્યો છે. માનો કે આ ગ્રંથની દરેક પંક્તિ શ્રાવકના મન-વચન-કાયાના યોગોને શુદ્ધ કરતું પ્યુરીફાયર છે. લગભગ સીત્તેરથી અધિક ગ્રંથોના મંથન પછી નિચોડરૂપે પૂજ્યશ્રીએ વિધિ કૌમુદી ટીકાની રચના કરી છે. એક વાત્સલ્યમયી માતા જે રીતે બાળકની દરેક પ્રકારે માવજત કરે છે ને એની દરેક પ્રવૃત્તિને [ સંસ્કારિત કરે છે.. બસ એજ ભાવથી પૂજ્યશ્રીએ શ્રાવક-શ્રાવિકા વર્ગની માવજત કરવા ને એમની પ્રવૃત્તિઓને સંસ્કારિત કરવા પ્રયત્ન કર્યા છે. તેઓએ શ્રાવકજીવનને છ વિભાગમાં વિભક્ત કરી એ દરેક વિભાગમાં કરવા યોગ્ય કાર્યો કેવી રીતે કરવા તેનું માર્ગદર્શન આપ્યું છે... એ છ વિભાગ છે... ૧. દિવસ ૨. રાત ૩. પર્વતીથીઓ ૪. ચોમાસું ૫. વર્ષ અને ૬. સમગ્ર જીંદગી. સવારે ઉઠે ત્યારથી માંડી રાતે સૂએ ત્યાં સુધીમાં એક ગૃહસ્થ જે-જે કાર્ય કરે, તે ક્યારે? કેવી રીતે? ( કેવી સાવધાનીથી કરવા! ઇત્યાદિ વાતો દૈનિક કર્તવ્યોમાં બતાવી છે. આ જ રીતે રાત વગેરે અંગે સમજી લેવું. અનુક્રમણિકા જોવાથી એમણે શ્રાવકને લાગતી-વળગતી કેટલી બધી વાતો આ ગ્રંથમાં સાંકળી લીધી Page #4 -------------------------------------------------------------------------- ________________ છે, તે ખ્યાલમાં આવે છે. છે એમાં કેટલીક વાતો આ ભવ માટે ઉપયોગી છે... કેટલીક વાતો પરભવ માટે... કેટલીક વાતો સારી રીતે જીવવા માટે જરુરી છે, તો કેટલીક વાતો સજ્જન તરીકે જીવવા! કેટલીક વાતો પોતાને અપેક્ષીને છે, તો કેટલીક વાતો બીજા સાથેના વ્યવહારને અપેક્ષીને છે. કેટલીક વાતો માનવતાની મહેક માટે આવશ્યક | છે, તો કેટલીક વાતો શ્રાવકની શ્રદ્ધા માટે આવશ્યક છે. ધર્મેશ રમેશભાઇ (વડાલા) એ મને કહ્યું - આપ આ ગ્રંથનો પ્રચાર થાય એવું કરો. મને એ વાત Sિ વ્યાજબી લાગી. દરેક શ્રાવક આ ગ્રંથ વાંચે, વારંવાર વાંચે ને એમાંથી શક્ય વાત સ્વીકારે, તો એના જીવનમાં ઘણા ચમત્કાર સર્જાય એ અત્યંત શક્ય છે. તેથી મેં ભાવાનુવાદ સાથે બહાર પાડેલા જુના અનેક સંપાદનોમાંથી એકનું સંપાદન કરવાનો વિચાર કર્યો. એ આશયથી એ બધા સંપાદનો જોયા. પણ કેટલાક મુદ્દામાં સંસ્કૃત પ્રત કરતાં ભાવાનુવાદોમાં ફરક દેખાયો ને ખાસ તો ભાષા વધુ પ્રવાહી થાય એ જરુરી લાગ્યું. તેથી મારી શૈલીમાં જ ભાવાનુવાદ કરી બહાર પ્રકાશિત કરવાનું વિચાર્યું. એમાં શુકરાજની કથાની વિશિષ્ટ લંબાઇ જોઇ શ્રાદ્ધવિધિની અખંડિત ધારા ચાલુ રાખવા એ કથાને છે અલગ પુસ્તકરૂપે પ્રકાશિત કરવા વિચાર્યું. એ મુજબ ‘કથા હું કહું શ્રી શત્રુંજય નામની’ એ પુસ્તક તૈયાર કર્યું. રત્નસારની કથામાં બીજા વર્ણનો ઘણા લાંબા લાગવાથી ભાવાનુવાદમાં એથી કદાચ પ્રવાહ જળવાયેલો નહીં રહે, એમ માની એ વર્ણનો વગેરે ટુંકાવી એ કથા આલેખી. શક્રના સામૈયાની વિગતો પરિશિષ્ટમાં લીધી. આ પ્રમાણે ક્યાંક ક્યાંક મૂળગ્રંથ કરતાં ટુંકાણ વગેરે કર્યું છે. તેથી જ આ ભાવાનુવાદનો આંશિક છે ભાવાનુવાદ તરીકે ઉલ્લેખ કર્યો છે. તે-તે સ્થળે વર્તમાન પરિસ્થિતિને અનુરૂપ વિવેચન જરુરી લાગવાથી એ કૌંસમાં નાના ટાઇપમાં લીધું છે. તેથી એ મૂળગ્રંથનું નથી એમ ખ્યાલ આવી શકે. આમ કરવામાં જિનાજ્ઞા વિરુદ્ધ થયું હોય કે ગ્રંથકારશ્રીના આશય વિરુદ્ધ થયું હોય, તો તે બદ્દલ હું / છે હાર્દિક ક્ષમા માંગુ છું. મિચ્છામિ દુક્કડમ્... પૂજ્ય ગુરુભગવંતોના અનુગ્રહથી અને સહવર્તી મુનિવરોના સહકારથી સર્જાયેલો આ ભાવાનુવાદ સહુનું મંગલ કરો... શ્રાવક-શ્રાવિકાવર્ગ આના આલંબને જીવનપથને સ્વસ્થતા, સમતા, સમૃદ્ધિ અને એ ( સદ્ભાવથી ઉજ્જવળ કરે એ જ શુભેચ્છા... - પંન્યાસ અજિતશેખર વિજય...! જેઠ સુદ ત્રીજ, સં. ૨૦૬૪ – ૩૨ મો વડી દીક્ષા દિવસ ખાસ વાંચો... / આ ગ્રંથ શ્રાવક જીવનમાટે ખુબ ઉપયોગી લાગવાથી શ્રાવકો વારંવાર વાંચન કરી, ગ્રંથમાં આવેલી વાતોને બરાબર સમજી યથાશક્તિ પોતાના જીવનમાં ઉતારી પોતાનો આ ભવ ને પરભવ બંને સુધારે એ આશયથી ઘર બેઠા પરીક્ષાનું આયોજન કર્યું છે. બધાને પેપર ભરવા એટલા માટે ખાસ ભલામણ છે કે જેથી પોતે આ ગ્રંથમાંથી કેટલું સમજી શક્યા છે? હૃદયસ્થ કરી શક્યા છે? જીવનમાં ઉતારવા તત્પર બન્યા છે? તેનો નિર્ણય થઇ ન શકે. અને એ નિમિત્તે ગ્રંથનું ધ્યાનથી, ચોકસાઇપૂર્વક વારંવાર વાંચન કરી શકે. Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રથમવૃત્ય : દિનકૃત્ય ટીકા ગ્રંથનું મંગલ તથા પ્રોજન . ગામડાના કુલપુત્રનું દૃષ્ટાંત . . શ્રાવકના એકવીશ ગુણો . શુકરાજ કથા . . . શ્રાવકનું સ્વરૂપ . . ભાવશ્રાવકના ત્રણ પ્રકાર . શ્રાવક શબ્દનો અર્થ સવારે ક્યારે ઉઠવું? શું કરવું? નાડી અને તત્ત્વ વિચારણા . પાંચ તત્ત્વની સમજ કેટલા પ્રકારે વ્રતો લઇ શકાય! શ્રાવકને ત્રિવિધ-ત્રિવિધ પચ્ચક્ખાણ ક્યારે સંભવે?. ૦૧૦ શ્રાવકના બીજી રીતે ચાર પ્રકાર . .. . ૦૧૧ . ૦૧૨ તત્ત્વોમાં ક૨વાના કાર્યો ચંદ્રનાડી વહેતી હોય ત્યારે કરવા યોગ્ય કાર્યો ઉઠીને પહેલું નવકાર સ્મરણ નવકાર ગણવાની રીત ... જાપની અન્ય પદ્ધતિઓ અ નુ ક્રમ ણિ કા ત્રણ પ્રકારના જાપ નવકારના અક્ષરજાપો અને તેના લાભો પાંચ અક્ષરનો મંત્ર ગણવાની વિધિ ધ્યાન ક્યાં કેવી રીતે ધરવું શ્રી નવકાર મહામંત્રના લાભ . સુદર્શના રાન ધર્મજાગરિકા સ્વપ્નઅંગે કાઉસગ્ગ સ્વપ્ન વિચાર .. ઉઠીને બીજું શું શું કરવું? વિરતિ – પચ્ચક્ખાણના લાભ વિરતિના અભ્યાસ માટે નિયમો નિયમમાં દોષ – અતિચાર અંગે - નિયમ લેવાઅંગે કમળરોઠનું દૃષ્ટાન્ત સમ્યક્ત્વ સંબંધી નિયમો સચિત્ત - અચિત્તનો વ્યવહાર લોટનો કાળ ભક્ષાભક્ષ્ય વિચાર સચિત્ત-અચિત્ત પાણીઅંગે વ્યવહાર સચિત્ત વ્યવહારઅંગે પ્રભુ વીરનો પ્રસંગ અચિત્ત વનસ્પતિની પણ જયણા શા માટે ? . કાયમી ત્યાગમાં લાભ વધારે ૦૦૧ શ્રાવકે પણ સચિત્તનો ત્યાગ કરવો જોઇએ . ૦૦૩ ચૌદ નિયમની સમજણ . ૦૦૫ નવકારશી વગેરે પચ્ચક્ખાણ ક્યારે લેવા? . ૦૦૬ ગંઠસી વગેરે પચ્ચક્ખાણના લાભ ૦૦૮ અશન, પાન, ખાદિમ, સ્વાદિમનું સ્વરૂપ . નિવિહાર - વિહારમાં શું કહ્યું ? ૦૧૦ – અણાહારી ચીજોનાં નામ . . ૦૧૨ દાંત શુદ્ધિની વિધિ . ૦૧૩ સ્નાનઅંગે વિધિ . . ૦૧૪ ૦૧૪ પચ્ચક્ખાણના પાંચ ભેદ . દેહશુદ્ધિની વિધિ . . . સંમૂર્છિમની ઉત્પતિ . . . . ૦૧૫ ૦૧૫ પૂજામાટે સ્નાન માન્ય છે . તીર્થ સ્નાનથી પાપ ધોવાતા નથી . ૦૧૮ પ્રથમ નિસીહી અને પ્રદક્ષિણા . ૦૧૮ બીજી નિસીહી અને પ્રણામ . . ૧૯ અભિષેક આદિ પુજાવિધિ . ા નિર્માલ્યનું લક્ષણ કડવી તુંબડીનું દૃષ્ટાંત . . . . ભોંયપર પડેલા ફૂલથી પૂજાઅંગે પુણ્યસાર કથા . ૦૧૫ અંતરાયમાં પૂજા કરવી નહીં . . ૧૬ પુજામાટેના વસ્ત્ર કેવા હોવા જોઇએ ? ૧૬. નવા ધોતિયાએંગે કુમારપાળરાજાનું દુષ્ટાન્ત ૧૭. પુજાસામગ્રી માટે ચોકસાઇ ૦૪૬ ૦૧૭ ઋદ્ધિથી જિનવંદનઅંગે શ્રીદશાર્ણભદ્રનું દૃષ્ટાન્ત . . . ૦૪૭ ૦૧૭ જિનાલયના પાંચ અભિગમ ૦૪૭ ૦૪૮ ૦૪૮ ૦૪૯ ૦૪૯ . ૦૨૦ અંગપૂજા . . . ૦૫૦ . ૦૫૧ ૦૫૨ ૦૨૧ જણહાક શેઠનું દૃષ્ટાંત . . ૦૨૧ જિનપૂજાનો ક્રમ . . ૦૨૧ મૂળનાયકની પહેલી ને વિશેષપુજામાં કોઇ દોષ નથી . ૦૫૩ ૦૨૨ દેરાસર – પ્રતિમાની શોભા વધે એમ કરવું ... ૦૫૩ ૦૨૩ અભિષેક જળ પરસ્પરને સ્પર્શે એમાં દોષ નથી . . . ૦૫૪ ૦૨૩ અગ્રપૂજા . . ૦૫૫ ૦૨૪ નૈવેદ્યપૂજા રોજ કરવી ૩૬ ભાવપૂજા . . ૨૭. ચૈત્યવંદનના પ્રકારો . ૦૨૮ રોજ સાત વાર ચૈત્યવંદન કરવા જોઇએ . ૦૩૧ ૦૩૨ ૦૩૨ ૦૩૪ ૦૩૪ ૦૩૫ . ૦૩૦ ગીત-નૃત્ય મહાફળવાળા છે . ૦૩૧ અવસ્થા ચિંતન . . . . ૦૩૬ ૦૩૬ ૦૩૭ . ૦૩૮ ૦૪૦ .૦૪૦ . . ૦૪૧ . . ૦૪૨ ૦૪૩ ૦૪૩ ૦૪૩ ૦૪૪ ૦૪૪ . ૦૪૫ ૦૫૫ . ૦૫૬ ૦૫૭ ૦૫૭ ૦૫૮ ૦૫૮ Page #6 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ ૧૦૩ ૧૦૩ ૧૦૪ ૧૦૫ ૧૦૬ ૧૦૯ • • • •. . .. ૧૧૧ ૧૧૩ પૂજાના વિવિધ ભેદો . . . . . . . . ૦૫૮ દેરાસરની વસ્તુઓ અંગે ધ્યાન રાખવા જેવી બાબતો . ૦૯૮ ઉમાસ્વાતિ મહારાજે બતાવેલી પૂજાવિધિ ......... ૦૫૯ મંદિરનો દીવો વાપરવા અંગે ઊંટડીનું દૃષ્ટાંત .....૦૯૮ સ્નાત્રવિધિ ....... . . . . . . . ૦૬૧ લક્ષ્મીવતીનું દૃષ્ટાંત ... . . . . . . . . . . . . . . . . . . ૧૦૦ સ્નાત્રજળ મસ્તક પર છાંટી શકાય . . . . . . . . . . . . ૦૬ર ઘરદેરાસરમાં ચઢાવેલા અક્ષતાદિની વ્યવસ્થા . . . . . ૧૦૧ બલિવિધાન ............................... ૦૬૩ નબળા ક્ષેત્રમાં વાપરવામાં શ્રેષ્ઠ લાભ . . . . . . . . . . ૧૦૨ લવણોત્તર - આરતી - મંગળદીવો ...... ... ૦૬૩ તીર્થયાત્રા અંગે કાઢેલું દ્રવ્ય .............. કઇ જિનપ્રતિમાઓ પૂજનીય?.... ...૦૬૫ શુભ ખાતાનું દેવું માથું રાખવું નહીં........ દેરાસરની સાર-સંભાળ ....... ... ૦૬૫ ગુરુવંદન અને પચ્ચખાણ .......... ગરીબ શ્રાવક માટે વિધિ . ...... . . . . . ૦૬૬ ગુરુવંદનના પ્રકાર અને વિધિ . ........... વિધિનું મહત્ત્વ ..... ......... ૦૬૬ પચ્ચખાણનું ફળ . . . . . . . . . . . . . . . . . . . ૧૦૫ વિધિથી યક્ષ આરાધક ચિત્રકાર પુત્ર કથા ......... ૦૬૭ ગુરુવિનયની રીત ....................... અવિધિમાં અલ્પલાભ અંગે દૃષ્ટાંત ............... ૦૬૮ પ્રવચન સાંભળવાની રીત અને તેનો લાભ ..... ૧૦૫ અનાભોગ દ્રવ્યસ્તવ પણ હિતકર . . . . . . . . . . . . ૦૬૮ પ્રદેશી રાજાનું સંક્ષિપ્ત દૃષ્ટાંત .................. અન્યકૃતજિનપૂજાપર દ્વેષભાવપર કુંતલા રાણીનું થાવચ્ચપુત્રની કથા ... ૧૦૭ દૃષ્ટાંત .. . . . . • • • • • • • • • • .૦૬૯ ક્રિયા અને જ્ઞાન બંને જરુરી ... નિષિદ્ધનો ત્યાગ શ્રેષ્ઠ જિનાજ્ઞાપાલનરૂપ ....... ૦૭૦ સુખશાતા પૃચ્છા અને લાભ માટે વિનંતી દ્રવ્યસ્તવઅંગે કૂપખનન દૃષ્ટાંત .......... ૦૭૦ જીરણ શેઠનું દૃષ્ટાંત .......... દેરાસરે જવાના વિચારવગેરેથી લાભ થાય? ૦૭૧ ગ્લાન સાધુની વૈયાવચ્ચ અંગે ........ ત્રિકાળ પૂજા કરવી ....... .૦૭૧ જૈનના દ્વેષી અને સાધુનિંદકને આપવાની શિક્ષા ....૧૧ર પ્રભુપૂજામાં ચતુર્ભગી ....... .૦૭૧ ગુરુ પાસે અભ્યાસ કરવો . . . . . . . . . . . . . . . પ્રીતિ વગેરે ચાર અનુષ્ઠાન. . . ... ૦૭ર ન્યાયસંપન્ન રાજા ધર્મ અવિરોધી ..... શુદ્ધ-અશુદ્ધ અનુષ્ઠાન ફળ .... ૦૭૨ ન્યાયપર યશોવર્મ રાજાનું દૃષ્ટાંત .... શુદ્ધપૂજા અંગે ધર્મદત્ત કથા ...... ..૦૭૩ ધર્મનો નિર્વાહ જ શાસ્ત્રનું લક્ષ્ય ....... ધર્મદત્તની ધર્મભાવના ........ .૦૭૯ આજીવિકાના સાત ઉપાય ........... જિનાલયની સાર-સંભાળ કેવી રીતે કર ..... ૦૮૩ વૈદનો અને ગાંધીનો ધંધો અનિચ્છનીય . ત્રણ પ્રકારની આશાતનાઓ ..... . . ૦૮૩ ખેતી – પશુપાલન . . . . . . . . . . . . . દેવની જઘન્ય ૧૦ આશાતના ....... ... ૦૮૪ શિલ્પ અને કર્મ ........ , ૧૧૬ દેવની મધ્યમ ૪૦ આશાતના ....... . . . . . ૦૮૪ બુદ્ધિથી કમાનારનું દૃષ્ટાંત . ૧૧૭ દેવની ઉત્કૃષ્ટ ૮૪ આશાતના . . . . ૫. ૦૮૫ સેવામાં સાવધાની ... બૃહદુર્ભાગ્યમાં બતાવેલી પાંચ આશાતના ........ ૦૮૬ શ્રાવક માટે ભીખ માંગી જીવવું તદ્દન અનુચિત ..... ગુરુની તેત્રીસ આશાતના .. .૦૮૬ વેપાર અંગે સમજ .. સ્થાપનાચાર્યની આશાતના .....................૦૮૭ ઉધાર આપવા અંગે મુગ્ધની કથા .......... દેવદ્રવ્યાદિ નાશ-આશાતના કરવાનું ફળ ........ ૦૮૮ દેવાનો ભાર સાથે રાખવો નહીં.......... ચૈત્યદ્રવ્યનાશની સાધુ પણ ઉપેક્ષા કરી શકે નહીં.... ૦૮૯ ભાવડ-જાવડ દૃષ્ટાંત ...................... દેવદ્રવ્યભક્ષણ-રક્ષણ-વર્ધનના ફળ .............. ૦૮૯ પાછી નહીં આવતી રકમ વગેરે વોસિરાવી દેવું .... દેવદ્રવ્યની વૃદ્ધિ યોગ્ય માર્ગે જ કરવી . ......... ૦૯૦ ક્યારેય પણ હતાશ થવું નહીં................ ૧ર૬ સાગર શેઠની કથા .. . . . . . . . . . ..૦૯૦ આભડ શેઠનું દૃષ્ટાંત .................... ૧ર૬ જ્ઞાનદ્રવ્ય અને સાધારણ દ્રવ્ય અંગે ધીરતા - સંતોષ જ શ્રેષ્ઠ મિત્રો છે .............૧૨૭ પુણ્યસાર-કર્મસાર કથા . . . . . . . . . . . . . . . . . . ૦૯૩ ભાગ્યશાળીનો આધાર લેવા અંગે મુનિમનું દૃષ્ટાંત . . ૧૨૮ જ્ઞાનાદિદ્રવ્ય અંગે વિવેક ....... .........૦૯૬ સંપત્તિ સાથે આવતા દોષો છોડી ક્ષમા રાખવી . . . . . ૧૨૮ દ્રવ્યાર્પણમાં વિલંબપર ઋષભદત્તનું દૃષ્ટાન્ત . . . . ૦૯૬ ઉઘરાણી કેવી રીતે કરવી? .................૧૨૯ બોલેલી રકમ શીધ્ર ભરી દેવી . . . . . . . . . . . . . . ૦૯૭ પારકી પંચાત કરનારા શેઠનું દષ્ટાંત . . . . . . . . . . . ૧૩) દેવાદિદ્રવ્યની ઉઘરાણીમાં ઢીલ અંગે દૃષ્ટાંત . . . . . . ૦૯૭ ઈર્ષ્યા વગેરે દુર્ભાવો કરવા નહી . . . . . . . . . . . . . ૧૩૦ . ܩ܂ ૧૧૪ - ܩ܂ - - કરવી? - ܩ܂ 1 - ܩܢ ܩܢ ܩ܂ ܩ܂ ૨ ܩ ૨ જ ܩܢ ܩܢ છે ܩ જે ܩ છે ૧૨૫ - Page #7 -------------------------------------------------------------------------- ________________ * . ૧૬૧ ૧૬૪ ૧૯૯ ૨૦૧ ઘી અને ચામડાના વેપારીનું દૃષ્ટાંત ......... ..૧૩૧ પુત્ર સંબંધી ઔચિત્ય ........ છેતરવાની તરકીબો કરવી નહીં. ......... .. ૧૩૧ સ્વજનો સાથે ઉચિત વ્યવહાર .... ... ૧૬૩ નીતિના પ્રભાવપર હલાક શેઠનું દૃષ્ટાન્ત. .... ૧૩ર પાંચ આંગળીઓનું દૃષ્ટાંત ....... વિશ્વાસઘાતપર વિસેમિરા દૃષ્ટાન્ત . . ૧૩૩ ધર્માચાર્યસંબંધી ઔચિત્ય ........ ૧૬૫ અસત્ય સૌથી મોટું પાપ ......... ૧૩૪ નગરલોકો સાથે ઉચિત આચરણ .............. ૧૬૬ ન્યાય-નીતિનો માર્ગ જ શ્રેષ્ઠ.......... .......... ૧૬૭ પુણ્ય-પાપ ચતુર્ભગી ............ ..........૧૩પ રાજા અધિકારી વગેરે સાથે ધનવ્યવહાર રાખવો નહીં. ૧૬૭ સત્યવચન મહાન ગુણ છે - માહણસિંહ દૃષ્ટાન્ત.... ૧૩૬ પરતીર્થિકો સાથે ઉચિત આચાર ..............૧૬૮ એક સાચો મિત્ર જરુરી .......... .......... ૧૩૭ ઉચિત વચનઅંગે આંબડનું દૃષ્ટાંત ............ સાક્ષી વિના થાપણ મુકવી નહીં-ધનેશ્વર શેઠનું દૃષ્ટાન્ત. ૧૩૮ મૂર્ખના સો લક્ષણ ...... . ૧૬૯ સાક્ષી રાખવાનો લાભ - એક વેપારીનું દૃષ્ટાન્ત.... ૧૩૮ બીજા હિતવચન .......... . ૧૭૧ કેટલીક મહત્ત્વની સૂચનાઓ .................. ૧૩૯ વ્યવહાર શુદ્ધિપર ધનમિત્ર કથા . ૧૭૫ એકના પુણ્યથી બધા બચે . ... ૧૪૦ મધ્યાહ્ન વિધિ.. ૧૭૭ વિદેશપ્રવાસ સંબંધી સૂચનાઓ ... .. ૧૪૦ સુપાત્રદાનની વિધિ ...... ત્રણ પ્રકારની સિદ્ધિઓ . .. ૧૪૨ સુપાત્રદાનમાં ટાળવાયોગ્ય દોષો .... ૧૭૮ રોજે રોજ સુકૃત કરો.......... ૧૪૩ નિર્દોષ-દોષિત ગોચરી વિવેક ...... ઘણો લોભ - મોટી ઇચ્છાઓ રાખવાં નહીં ......... ૧૪૩ સુપાત્રદાનનો મહિમા............ ૧૭૯ ત્રિવર્ગમાં પરસ્પર અબાધા જોવી ........ ૧૪૪ સંતોષ અને સુપાત્રદાન અંગે રત્નસાર કથા .... ૧૭૯ ધર્મપ્રધાન આયઉચિત વ્યય ............. .. ૧૪૫ શ્રાવકની દાનવિધિ.. કંજુસાઇ નહીં, કરકસર અવશ્ય જોઇએ ....... .. ૧૪૬ લોકવ્યવહાર મુજબ કયું ભોજન કરવું નહીં? ...... સુકતથી લક્ષ્મી સ્થિર - વિદ્યાપતિનું દૃષ્ટાંત ........૧૪૬ કયું ભોજન યોગ્ય છે? ........ ૨૦૧ ન્યાયસંપન્ન વૈભવનો લાભ .................૧૪૬ પાણી કેમ અને ક્યારે પીવું?.... .. નીતિમત્તાઅંગે દેવ અને યશનું દૃષ્ટાન્ત....... ૧૪૭ ભોજન પછીના કૃત્યાકૃત્ય ........... ૨૦૨ નીતિ-પરિશ્રમઅંગે લૌકિક દૃષ્ટાન્ત . . . . . . . . . . . ૧૪૭ સિદ્ધાંતમાં બતાવેલી ભોજનવિધિ . . . . . . . . . . . . . ૨૦૩ નીતિનું ધન અને સુપાત્ર સંબંધી ચતુર્ભગી ...... ૧૪૮ એડકાક્ષનું દૃષ્ટાંત ....... ........ ૨૦૫ અનીતિના ધનપર રંક શેઠનું દૃષ્ટાન્ત...... ૧૪૯ દ્વિતીય પ્રકાશ : રાત્રિકૃત્ય-પ્રતિક્રમણ શ્રાવકોમાટે વ્યવહારશુદ્ધિ મુખ્ય ........... ૧૫૧ સામાયિક પ્રતિક્રમણરૂપ નથી ............ દેશવિરુદ્ધનો ત્યાગ . . . . . . . . ૧૫૧ પ્રતિક્રમણ અંગેની દૃઢતા માટે દૃષ્ટાંત ......... ૧૫ર કયું પ્રતિક્રમણ ક્યારે કરવું જોઇએ? . રાજવિરુદ્ધ ત્યાગ ... ૧૫ર પાક્ષિક પ્રતિક્રમણ ચૌદસે કરવું ....... લોકવિરુદ્ધ ત્યાગ .. ૧૫ર પ્રતિક્રમણ વિધિ . . . . . . . . . . . . . નિંદાઅંગે ડોશીનું દૃષ્ટાંત , . ૧૫૩ રાજય પ્રતિક્રમણનો વિધિ. ૨૦૯ નિંદકનું મુલ્ય ... . ૧૫૩ પખી પ્રતિક્રમણનો વિધિ... બીજી લોકવિરુદ્ધ પ્રવૃત્તિઓ . . . ૧૫૩ ચઉમાસી અને સંવર્ચ્યુરી પ્રતિક્રમણનો વિધિ. ..... . ૨૧૦ ધર્મવિરુદ્ધત્યાગ . ૧૫૪ ગુરુની વિશ્રામણા ...... . . . . . . . . ઉચિતનું આચરણ . ........ ૧૫૪ નવકાર આદિની અનાનુપૂર્વી અને તેનું ફળ ... . . ૨૧ર પિતાઅંગે ઉચિત આચરણ .... ૧૫૫ ધર્મદાસનું દૃષ્ટાંત .......... ૨૧૨ માતાઅંગે વિશેષ ઔચિત્ય... . ૧૫૭ ઘરમાં ધર્મસભા ...................... ૨૧૨ ભાઈઓ અંગેનું ઔચિત્ય ...... . ૧૫૭ ધન્ય શેઠનું દૃષ્ટાંત ......... અવિનીત ભાઈ અંગે ઔચિત્ય ... ...૧૫૮ નીતિ શાસ્ત્રવગેરેમાં કહેલી નિદ્રાની વિધિ .... બીજાઓ સાથેનું ઔચિત્ય ....... .. ૧૫૮ અશુચિભાવનાઆદિથી વાસના જીતવી ...... પત્ની સાથેનું ઔચિત્ય, ...... .........૧૫૮ કષાયાદિ જીતવાના ઉપાય .. . . . . . . . . . . . મંથર કોળીનું દૃષ્ટાંત . . . . . . . . . . . . . . . . . . . . ૧૬૧ સંસાર દુ:ખમય છે . . . . . . . . . . . . . . . . . . . . . ૨૧૭ • .. ૨૦૨ ૨૦૬ કાળવિરુદ્ધ . • • • • • • • • • • • ૨૦૭ . ૨૦૮ ૨૦૯ 8. • . ૨૧૧ • • • • •. . ૨૧૩ ૦ = ૦ = ૦ = Page #8 -------------------------------------------------------------------------- ________________ ધર્મના મનોરથો ... તૃતીયપ્રકાશ : પર્વકૃત્ય પર્વદિવસો અને તેનું ફળ આરંભ અને સચિત્તાહારનો ત્યાગ . અઠ્ઠાઇઓની વિચારણા ... ... ... ... તિથિની ગણત્રી કેવી રીતે કરવી?. પર્વતિથિ આરાધવાના લાભ પૌષધવનના ભેદો અને તેની વિધિ પૌષધ વ્રત ઉપર ધનેગાર શેઠનું દષ્ટાંત ચતુર્થ પ્રકાશ : ચાતુર્માસિક વૃ બે પ્રકારના નિયમ દુર્લભના ત્યાગ અંગે મકમુનિનું દાંત પૂર્વાચાર્યોએ કહેલા ચાતુર્માસિક અભિગ્ર ચાતુર્માસિક નિયમઅંગે રાજકુમારનું દૃષ્ટાંત - ચાતુર્માસિક કૃત્યો અંગે લૌકિક શાસ્ત્રોનું સમર્થન . પંચમ પ્રકાશ : વર્ષકૃત્ય સંઘપૂજા . . . સાધર્મિક વાત્સલ્ય . . શ્રાવિકાઓનું સાધર્મિક વાત્સધ્ધ . દંડવીર્ય રાજાનું દૃષ્ટાંત . . . . સંભવનાથ ભગવાન આદિના દૃષ્ટાંતો . યાત્રાઓ . . . સંપ્રતિરાજાની રથયાત્રા . નીર્થયાત્રાનું સ્વરૂપ વિધિ . વિક્રમરાજા આદિના સંઘનું વૃત્તાંત સ્નાત્ર મહોત્સવ . . . દેવદ્રવ્યની વૃદ્ધિ મહાપુજા -રાત્રિજાગરણ શ્રુતજ્ઞાનની આરાધના . . ઉચાપન મહોત્સવ ... તીર્થ પ્રભાવના . . આલોચના ગુહિ આલોચના કેવી રીતે કરવી. આલોચકના દસ દોષ . . . આલોચના કરવાના લાભો . લક્ષ્મણા આર્યાનું દુષ્ટાંત છઠ્ઠો પ્રકાશ : જન્મકૃત્ય નિવાસસ્થાન કેવું અને ક્યાં રાખવું? સારા-નરસા પાડોશની લાભ હાનિ . ભૂમિની પરીક્ષા ... ધ્યાનમાં લેવા યોગ્ય કેટલીક વાતો . . દેરાસરની વસ્તુઓના ઉપયોગથી થતી હાનિ અંગે દૃષ્ટાંત . . . . ૨૧૮ ઘરનું માપ વગેરે . . . શુભ અને અશુભ ચિત્રો . વર્ષોથી થતી સામાનિ ૨૫૪ ૨૫૪ ૨૧૯ ૨૫૫ ૨૧૯ ઘરની બાંધણી ... ... ... ... ૨૫૫ ૨૨૦ વિધિપૂર્વક બંધાયેલા ઘ૨ના લાભ અંગે દૃષ્ટાંતો . . . . ૨૫૬ ૨૫૬ ૨૨૦ ઉચિત વિદ્યાનું ગ્રહણ . . . ૨૨૧ પાણિગ્રહણ ... ૨૫૭ ૨૫૭ ૨૨૨ વર અને કન્યાના ગુણદોષ . . ૨૨૫ વિવાહના આઠ ભેદ . . ૨૫૮ ૨૫૮ પત્નીનું રાજા . ૨૨૯ યોગ્ય મિત્રો વગેરે . ૨૨૯ જિનમંદિર ... જર્ણોદ્વાર. ૨૩૧ ૨૫૯ ૨૫૯ . ૨૬૦ ઉદાયન રાજા તથા જીવિતસ્વામીની પ્રતિમાનું વૃત્તાંત . ૨૬૧ જિનબિંબ . . . ૨૬૫ ૨૬૮ પ્રતિમાની અંજનશલાકા અને પ્રતિષ્ઠા . . ૨૩૫ પુત્રાદિકનો દીક્ષા મહોત્સવ કર ૨૬૯ ૨૬૯ ૨૬૯ ૨૭૦ ૨૭૦ ૨૭૦ ૨૭૨ ૨૭૨ ૨૭૨ ૨૭૩ ૨૭૪ ૨૩૨ . . ૨૩૩ ૨૩૬ પદસ્થાપના ૨૩૭ ચૈતજ્ઞાનની ભક્તિ . ૨૩૭ પૌષધશાલા . . . ૨૩૮ દીક્ષાનો સ્વીકાર . . ૨૩૯ ભાવશ્રાવકો કેવા હોય?. ૨૩૯ આરંભનો ત્યાગ ૨૪૦ બ્રહ્મચર્ય વ્રત પાલન . . ૨૪૨ શ્રાવકની ૧૧ પ્રતિમાઓ . ૨૪૨ અંતિમ આરાધના . . ૨૪૩ ગ્રન્થકારની પ્રશસ્તિ ... ૨૪૩ પરિશિષ્ટ ૨૪૩ પરિશિષ્ટ - ૧) ગ્રંથકર્તાનો પરિચય ... ૨૭૭ ૨૪૪ પરિશિષ્ટ - ૨)માર્ગાનુસારિના ૩૫ ગુણ ૨૭૭ ૨૪૪ સમ્યક્ત્વ મૂળ બાર વ્રતોનું સ્વરૂપ તથા તેના અતિચારો . ૨૭૮ ૨૪૬ ભાવશ્રાવકનાં છ લિંગ ... ... ... ૨૮૦ ૨૪૮ ગુરુવંદન વિધિ ૨૮૦ ૨૪૮ જિનપૂજામાં સાત શુદ્ધિના નામો . ૨૮૦ ૨૪૮ જ્ઞાનસારમાં બતાવેલા ઉત્કૃષ્ટ આરાધકના બત્રીશ ગુણો . ૨૮૧ ૨૪૯ મન્નહજિણાણુંની સજ્ઝાયમાં જણાવેલ શ્રાવકના છત્રીસ ધર્મકૃત્યો . . . ૨૫૧ સુશ્રાવકના બીજા ૨૧ ગુણો . . ૨૫૨ પરિશિષ્ટ - ૩) શકેન્દ્રની સઢિનું વર્ણન ૨૫૩ ૨૫૩ ૨૫૪ ૨૮૧ ૨૮૧ ૨૮૨ Page #9 -------------------------------------------------------------------------- ________________ || ૐ હૂ અહં નમ: | || શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ: || સિરસા વંદે મહાવીરે || એ નમ: સિદ્ધમ્... ! વિજય પ્રેમ-ભુવનભાનુ-ઘોષ-ધર્મજિતુ-જયશેખર-અભયશેખરસૂરિભ્યો નમ: તપગચ્છગગનનભોમણિ - શ્રી રત્નશેખરસૂરિવિરચિત સ્વોપજ્ઞ વિધિકૌમુદી ટીકા સહિત શ્રાદ્ધવિધિ પ્રકરણનો આંશિક ભાવાનુવાદ ટીકા ગ્રંથનું મંગલ તથા પ્રયોજન જેઓ અદ્ભુત માહાત્મથી અને મનવાંછિત વસ્તુના દાનથી; એમ બે પ્રકારે વિદ્વાનોને હંમેશા પાંચ મેરુ પર્વતની (અથવા પાંચ કલ્પવૃક્ષની) યાદ અપાવે છે, તે શ્રી અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુરૂપ પાંચ પરમેષ્ઠીઓ પ્રતિષ્ઠા (પ્રસિદ્ધિ અથવા મોક્ષ)ના સ્થાનભૂત શ્રેષ્ઠ ગૌરવ પ્રદાન કરે... (સુપર્વણાં શિખરિણ: થી મેરુપર્વત અને કલ્પવૃક્ષ બંને અર્થ પ્રાપ્ત થઇ શકે. પણ મેરુપર્વત અર્થ વિશેષ ઉચિત લાગે છે. દેવો મેરુપર્વતના નંદનવન વગેરેમાં ક્રીડા વગેરે માટે જાય છે, તેથી એ દેવપર્વત તરીકે ઓળખાય છે. મેરુપર્વતનો અરિહંતના જન્માભિષેકના કારણે વિશિષ્ટ મહિમા છે. મેરુ પણ પાંચ છે, ને પરમેષ્ઠી પણ પાંચ છે. જેમ પર્વતોમાં મેરુ સૌથી ઊંચા હોવાથી ગરિષ્ઠ છે. તેમ સજ્જનોમાં પંચ પરમેષ્ઠી પોતાના ગુણોથી ગરિષ્ઠ છે. મેરુ પોતાના પર ઉગતા કલ્પવૃક્ષોથી મનવાંછિતના દાતા બને છે, તેમ પાંચ પરમેષ્ઠી પોતાના નામ આદિના જાપ વગેરેથી મનવાંછિત દાતા બને છે.). શ્રી ગૌતમાદિ ગણધરો સહિત શ્રી વીર પ્રભુને, જિનવચનને અને સદ્ગુરુઓને પ્રણામ કરી હું સ્વ-રચિત “શ્રાદ્ધવિધિ” પ્રકરણનું કાંક વિવેચન કરીશ. તપાગચ્છના નાયક યુગશ્રેષ્ઠ ગુરુવર્ય પૂજ્ય શ્રી સોમસુંદરસૂરિના વચનથી તત્ત્વને જાણીને ભવ્ય જીવોના હિત માટે આ વિવેચન માટે હું પ્રવૃત્ત થયો છું. શ્રાદ્ધવિધિ પ્રકરણની પ્રથમ ગાથા આ છે – emees Jegj epeCelteCodiceDe, mepeDesmeensce elełcede me[(elechb j e3ecfi en spei ei ep Cee, penyeccezetDeYe3eHegieb - 1 -- (छा. श्रीवीरजिनं प्रणम्य, श्रुतात् कथयामि किमपि श्राद्धविधिम् , રાનડે નાTI , યથા માતું ગમયપૃન || ૧ ||) ગાથાર્થ : જિનને પ્રકર્ષભાવે નમીને હું શ્રુતમાંથી એ રીતે કાંક શ્રાદ્ધવિધિ કહીશ, જે રીતે જગદગુરુ (= વીરજિને) એ અભયદ્વારા પૂછાવાથી રાજગૃહી નગરમાં કહી હતી. (શ્રી વીર વર્ણન) ‘શ્રી વીર જિન” અહીં ‘શ્રી' તરીકે કેવળજ્ઞાન, અશોકવૃક્ષ વગેરે પ્રાતિહાર્યો, વાણીના પાંત્રીશ ગુણ વગેરે અતિશયોરૂપી લક્ષ્મી ઇષ્ટ છે. આવી “શ્રી” થી યુક્ત વીર શ્રીવીર કહેવાય. આ ‘વીર’ શબ્દથી શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #10 -------------------------------------------------------------------------- ________________ અંતિમ તીર્થંકર પ્રભુ મહાવીરસ્વામીનું સ્મરણ થાય છે. તેઓ “વીર’ શબ્દના તાત્પર્યથી પણ યુક્ત છે. તેથી જ કહ્યું છે કે પ્રભુએ કર્મનો નાશ કર્યો છે, પ્રભુ તપથી વિરાજે – શોભે છે અને પ્રભુ તપવીર્ય (-તપના સામર્થ્ય) થી યુક્ત છે. તેથી ‘વીર’ કહેવાય છે. જગતમાં (૧)દાન (૨)યુદ્ધ અને (૩)ધર્મ આ ત્રણથી વીરતા પ્રસિદ્ધ છે. પ્રભુમાં આ ત્રણે ય પ્રકારે વીરતા છે. કહ્યું જ છે કે (૧) આ જગતના અનિષ્ટ દારિદ્રયને (વરસીદાન વખતે) કરોડો સોનૈયાના દાનવડે દૂર કરીને, (દાનવીર) તેમજ મોહાદિ વંશમાં ઉત્પન્ન થયેલા (મોહનીય આદિ કર્મોની પેટા પ્રકૃતિઓ રૂપ કુલ એકસો અઠ્ઠાવન પ્રકૃતિઓ) તથા ગર્ભમાં – સત્તામાં રહેલા પણ બળવાન શત્રુઓને (કર્મપ્રકૃતિઓને મૂળમાંથી જ) હણીને, (યુદ્ધવીર) તથા કેવળજ્ઞાનમાં કારણભૂત આકરા તો નિ:સ્પૃહ ભાવે તપીને, (ધર્મવીર) આમ ત્રણ પ્રકારના ‘વીરયશ” ને ધારણ કરતા અને ત્રણ લોકના ગુરુ શ્રી મહાવીરસ્વામી જય પામો. પ્રભુએ જીવના રાગ-દ્વેષ આદિ સાચા શત્રુઓને જીત્યા છે, તેથી જિન' પદયથાર્થ છે. શ્રી વીરજિન” પદથી – ૧. અપાયાપરમ (બાહ્ય ક્ષુદ્ર ઉપદ્રવો અને આંતરિક રાગ આદિ અપાય - નુકસાનકારી તત્ત્વોના નાશરૂ૫) ૨. જ્ઞાનાતિશય - ઉત્કૃષ્ટ જ્ઞાન - સર્વજ્ઞતા ૩. પૂજાતિશય (દેવો દ્વારા કરાતી આઠ પ્રાતિહાર્ય શોભા આદિરૂપ) અને ૪. વચનાતિશય (પાંત્રીશ ગુણોવાળી અને જગતના સત્ય સ્વરૂપને બતાવતી વાણી) આ ચાર મૂળભૂત અતિશયો સૂચિત થયા. આમ અતિશયોવગેરેથી યુક્ત શ્રી વીરજિનને પ્રણામ કરીને... અહીં પ્રણામ એટલે સામાન્ય નમસ્કાર નહીં, પણ પ્રકર્ષથી – ભાવપૂર્વક એટલે મન, વચન, કાયાથી નમસ્કાર કરીને (આમ ઉત્કૃષ્ટ મંગલ કરીને) ગ્રંથકાર હવે પોતે શું કહેવા માંગે છે, તે જણાવે છે. શ્રતમાંથી = સિદ્ધાંત - આગમાદિ ગ્રંથોમાંથી અને ‘શ્રત’ શબ્દનો ફરીથી બીજો અર્થ કરીને કહે છે - ગુરુપરંપરાથી આવેલી વાતોને સાંભળીને - આમ શાસ્ત્ર અને ગુરુપરંપરાનો સમન્વય કરી હું શ્રાવકોની સામાચારી કહીશ. આ સામાચારી વર્તમાન તીર્થમાં સહુ પ્રથમ પ્રભુ વીરે વર્ણવી હતી. એકવાર રાજગૃહી નગરમાં પધારેલા જગદ્ગુરુ પ્રભુ વીરને મહામંત્રી અભયકુમારે “શ્રાવકોની વિધિ શું છે?” એમ પૂછ્યું હતું. ત્યારે પ્રભુ વીરે શ્રાવકોની વિધિ બતાવી હતી. એ વિધિ વર્ણનને નજરમાં લઇ આ ગ્રંથકાર શ્રાવકોની વિધિ = સામાચારી સંક્ષેપથી બતાવશે. (આમ આ ગ્રંથ પ્રમાણભૂત સિદ્ધ થાય છે.) (શ્રાદ્ધવિધિમાં આવનારા દ્વારા) ebej ef eHelje@Gcemei eleer j peccelkezoej eFb- me[{eCecej iençe, "me[{elechS' Yeleppele -- 2 -- (छा. दिनरात्रिपर्वचातुर्मासिकवत्सरजन्मकृत्यद्वाराणि | श्राद्धानुग्रहार्थं श्राद्धविधौ भण्यन्ते ।।) ૧. દિન-કૃત્ય, ૨ રાત્રિ-કૃત્ય, ૩પર્વ-કૃત્ય, ૪ ચાતુર્માસિક-કૃત્ય, ૫ વાર્ષિક-કૃત્ય, ૬ જન્મ-કૃત્ય: એ છ દ્વારોનું શ્રાવકવર્ગના અનુગ્રહ માટે આ “શ્રાદ્ધવિધિ” નામના ગ્રંથમાં નિરૂપણ કરાશે. આમ પહેલી ગાથામાં મંગલ અને બીજીમાં ગ્રન્થના વિષયનું નિરૂપણ કરીને ૧ વિદ્યા, ૨ રાજ્ય અને ૩ ધર્મ, આ ત્રણ તે-તે માટે જે યોગ્ય હોય, તેને જ આપવા જોઇએ, એવી નીતિ હોવાથી ‘શ્રાદ્ધ ધર્મને યોગ્ય કોણ છે?” એ બતાવે છે. ૦૨ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #11 -------------------------------------------------------------------------- ________________ (શ્રાવકયોગ્ય ગુણો) medÉCamme psi isYel idlei eFtlemdeGCeceF& veeceiiej Flen o{DeJeeCebuFtflixCel us~~ 3 ~~ (छा. श्राद्धत्वस्य योग्यो भद्रकप्रकृति : विशेषनिपुणमतिः । न्यायमार्गरतिस्तथा दृढनिजवचनस्थितिर्विनिर्दिष्टः ।।) ૧ ભદ્રક પ્રકૃતિ, ૨ વિશેષ નિપુણમતિ, ૩ ન્યાયમાર્ગમાં પ્રેમ અને ૪ દૃઢ નિજપ્રતિજ્ઞસ્થિતિ - આ ચાર ગુણયુક્ત મનુષ્ય શ્રાવકધર્મને યોગ્ય છે, એમ જ્ઞાનીઓ કહે છે. જેનું હૃદય કદાગ્રહવાળું નથી પણ મધ્યસ્થતા વગેરે ગુણોથી સભર છે, તે ભદ્રકપ્રકૃતિવાળો છે. કહ્યું જ છે કે (૧) રાગી (૨) દ્વેષી (૩) મૂઢ અને (૪) પૂર્વે વ્યુાહિત કરાયેલો – ખોટી માન્યતાની પકડવાળો કરાયેલો – આ ચાર જણા ધર્મ માટે અયોગ્ય છે. જે મધ્યસ્થ છે, તે ધર્મમાટે યોગ્ય છે. ૧. અહીં રાગી એટલે દૃષ્ટિરાગી લેવાનો, જેમકે... ભુવનભાનુ કેવલીનો જીવ પૂર્વભવમાં વિશ્વસેન નામનો રાજકુમાર હતા. એ ત્રિદંડી-પરિવ્રાજકમતનો ભક્ત હતો. તેને સદ્ગુરુએ ભારે મહેનત કરી જૈનધર્મ પમાડ્યો. જૈનધર્મ પામવા છતાં અને એમાં દૃઢ કરાયો હોવા છતાં એ રાજકુમાર પૂર્વ પરિચિત પરિવ્રાજકની વાતમાં આવી જઇ દૃષ્ટિરાગના પ્રભાવે સમ્યક્ત્વ ગુમાવી બેઠો ને પછી અનંત સંસાર રખડ્યો. ૨. ભદ્રબાહુસ્વામીના ભાઇ વરાહમિહિર વગેરેની જેમ દ્વેષી પણ ધર્મને અયોગ્ય છે. ૩. શાસ્ત્રમાં વર્ણવાયેલા ગામડિયાની જેમ કહેવાયેલી વાતના ભાવાર્થને જે સમજી શકે નહીં તે મૂઢ છે. ગામડાના કુલપુત્રનું દૃષ્ટાંત એક ગામડાના એક કુલપુત્રને માતાએ ‘રાજાની સેવા કરવી હોય, તો વિનય કરવો જોઇએ’ એવી શિખામણ આપી. ત્યારે તેણે પૂછ્યું - ‘વિનય કેવી રીતે થાય?” માતાએ કહ્યું – ‘જુહાર કરવો, નીચું જોઇને ચાલવું અને રાજાની ઇચ્છા મુજબ કરવું.’ માતાની આ શિખામણ યાદ રાખીને એ રાજાની સેવા માટે નગર તરફ જવા નીકળ્યો. રસ્તામાં એણે મૃગલાઓને હણવા છુપાયેલા શિકારીઓને જોયા. તેથી માતાના વચનને યાદ કરી મોટા સ્વરે જુહાર કર્યો (‘જય રામજી કી’ વગેરે જે બીજાને સંબોધીને હાથ જોડીને માનાર્થે બોલાય, તે જુહાર કર્યો કહેવાય.) આ અવાજ સાંભળી ડરેલા મૃગલાઓ ભાગી ગયા. તેથી તેઓએ તેને માર્યો. ત્યારે તે કહેવા લાગ્યો, ‘મારી માતાએ મને શીખવ્યું હતું, તેથી મેં એમ કર્યું.’ ત્યારે શિકારીઓએ આને ભોળો જાણી મારવાનું બંધ કરી શિખામણ આપી - ‘આવા કાર્યપ્રસંગે મોટેથી બોલવું નહીં, પણ છુપા છુપા જવું.’ શિકારીઓની શિખામણ યાદ રાખીને ત્યાંથી આગળ જતાં માર્ગમાં ધોબીઓને જોઇ તે નીચો વળી છુપાતો છુપાતો ચાલવા લાગ્યો. આ બાજુ કો'ક ચોર રોજ ત્યાં છુપી રીતે આવી વસ્ત્રો ચોરી જતો હતો. તેથી આને છુપી રીતે જતો જોઇ ધોબીઓએ ‘આ જ ચોર છે’ એમ માની પકડીને મારવા માંડ્યો. એણે ત્યારે પૂર્વની બધી હકીકત કહી. ત્યારે એને ભોળિયો માની ધોબીઓએ છોડ્યો ને કહ્યું ‘આવા પ્રસંગે તો ધોવાઇને સાફ થઇ જાવ' એમ બોલવું જોઇએ. એ આગળ ચાલ્યો. ખેતરમાં ખેડુતોને બીજ વાવતા જોઇ એ બોલ્યો ‘ધોવાઇને સાફ થઇ જાવ’ શ્રાદ્ધવિધિ પ્રકરણ ૦૩ Page #12 -------------------------------------------------------------------------- ________________ ત્યારે આના વચનને અપશુકનરૂપ સમજી તે ખેડુતો એને મારવા માંડ્યા. પછી એની પાસેથી સાચી હકીકત જાણી જવા દીધો ને સાથે સલાહ આપી - આવા પ્રસંગે તો એમ કહેવું કે “આ બહુ બહુ થાઓ’ આ વચનને મનમાં ધારી તે આગળ ચાલ્યો. આગળ જતાં એક ગામમાં કોઇક મરણ પામેલાના શબને ઉપાડી જતા લોકોને જોઇ તે બોલ્યો “આ બહુ બહુ થાઓ તે વખતે તે લોકોએ પણ અપશુકનિયાળ સમજી તેને માર્યો. તેમની પાસે પણ બનેલી બીના તેણે કહી. તેથી તેઓએ શિખામણ આપી કે, આવા પ્રસંગે તો “આવું ન થાઓ” એમ બોલવું. રસ્તામાં એક ઠેકાણે વિવાહની વિધિ ચાલતી હતી. ત્યાં જઇ એ બોલ્યો “આવું થાઓ નહીં.” તેથી આ વિવાહવિરોધી વચન સાંભળી ત્યાં રહેલા લોકોએ એને માર્યો. એણે બધાને સાચી વાત જણાવી. ત્યારે તેઓએ કહ્યું - આવા અવસરે તો એમ કહેવું કે ‘આ કાયમ માટે થાઓ.” આ વાત યાદ રાખી આગળ જતાં એક અપરાધીને બેડી બંધાતી જોઇ કહ્યું – “આ કાયમ માટે થાઓ.” ત્યારે એના સ્વજનોએ આને માર્યો. એણે સાચી વાત કહી, તો જવા દીધો ને કહ્યું - આવા અવસરે ‘આનાથી જલ્દી છુટકારો થાઓ.” એમ કહેવું. આગળ જતાં એકસ્થળે મૈત્રી કરી રહ્યાં હતા, ત્યાં જઇ આ બોલ્યો - ‘આનાથી જલ્દી છુટકારો થાઓ.” ત્યારે તેઓએ પણ આવી વિરોધી વાત સાંભળી એને માર્યો. સાચું કહેવા પર છુટેલો એ પછી નગરમાં દણ્ડિકપુત્ર (રાજ અધિકારીના પુત્ર) ની સેવામાં લાગ્યો. એકવાર ભયંકર દુર્ભિક્ષ-દુકાળના અવસરે ધાન્ય ખુટવાથી એ દંડિકપુત્રની પત્નીએ રાબ બનાવી ને આને કહ્યું - તમે આ સમાચાર આપી આવો. ત્યારે એ સભામાં બેઠેલા દડિકપુત્રને જોઇ મોટેથી બોલ્યો - રાબ તૈયાર છે. તમને આરોગવા બોલાવે છે. આથી સભામાં બધા સમજી ગયા, આમના ઘરે ધાન્ય ખુટ્યું છે. દડિકપુત્રને પણ સભા વચ્ચે ઇજ્જત જવાથી ક્ષોભ થયો. ઘરે આવી આને માર્યો ને પછી શીખવાડ્યું - આવી વાત જાહેરમાં મોટેથી નહીં કહેવાની. ખાનગીમાં ધીરેથી કહેવાની. એકવાર ઘરમાં આગ લાગી. ત્યારે સભામાં જઇ છૂપી રીતે ધીમે આવી ખાનગીમાં કહ્યું – ઘરમાં આગ લાગી છે. આમાં ઘણો સમય જવાથી ઘરને મોટું નુકસાન થયું. ત્યારે દડિકપુત્રે સમજાવ્યું - આવા અવસરે કહેવા આવવાની જરુરત ન હોય. તરત જ કચરો-પાણી જે મળે તે નાખી આગ બુઝાવી નાંખવાની. એકવાર દડિકપુત્ર માથાના વાળને ધુમાડો આપી રહ્યા હતા. ત્યારે આ ધુમાડો જોઇ આગ લાગી છે એમ માની દડિકપુત્રની જ વાતને યાદ રાખી, ત્યાં રહેલો કચરો ઉપાડી માથે નાંખી દીધો. વાત આ છે કે આ ગામડિયો કહેલી વાતના તાત્પર્યને અને એ ક્યાં ઉપયોગી છે એ સમજી શકતો ન હતો. આના જેવા મૂઢ જીવો ધર્મશ્રવણ આદિ માટે અયોગ્ય છે. ૪. પહેલાથી કોઇએ ભરમાવ્યો હોય તે પણ ગોશાલાથી ભરમાઇ ગયેલા નિયતિવાદી વગેરેની જેમ ધર્મ માટે અયોગ્ય સમજવા. આમ આ ચારે દોષવાળા મનુષ્ય ધર્મ માટે અયોગ્ય જાણવા. ૦૪ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧. આર્દ્રકુમારાદિની જેમ રાગ-દ્વેષ વિનાનો મધ્યસ્થ જીવ ધર્મને યોગ્ય જાણવો. આ થઇ ભદ્રક પ્રકૃતિ ગુણની વાત. ૨. વિશેષ-નિપુણમતિ-તે વિશેષજ્ઞ :- જેની બુદ્ધિ વિશેષથી ચાલે, તે વિશેષજ્ઞ. અથવા હેયછોડવા યોગ્ય અને ઉપાદેય - ગ્રહણ કરવા યોગ્ય વચ્ચેના અંતરને પારખવામાં નિપુણ-કુશળ બુદ્ધિવાળો વિશેષજ્ઞ છે. ઉપર બતાવેલા ગામડિયાના દૃષ્ટાંત જેવો મૂઢ હોય, તે તો ધર્મ માટે અયોગ્ય જ છે. ૩ ન્યાયમાર્ગ રતિ:- ન્યાય (આગળ વ્યવહાર-શુદ્ધિ અધિકારમાં કહેવાશે તે) માર્ગમાં રતિ (પ્રીતિ) જેને હોય અને અન્યાયમાર્ગે જરા પણ રતિ ન હોય, તે પણ ધર્મને યોગ્ય જાણવો. ૪ દૃઢનિજવચનસ્થિતિ :- દઢ (આકરી) પણ શિથિલ નહીં, એવી નિજ (પોતાની) વચનસ્થિતિ (પ્રતિજ્ઞા) જેની છે. એ પણ ધર્મને યોગ્ય જાણવો. આ ચાર ગુણોના સૂચનથી આગમમાં કહેવાયેલા શ્રાવકના એકવીશ ગુણો પણ અહીં સમજી લેવાના. (શ્રાવકના એકવીશ ગુણો આ છે) (૧) અક્ષુદ્ર - વિશાળ હૃદયવાળો (ઉદાર અને ગંભીર) (૨) રૂપવાનું - પાંચ ઇંદ્રિયોથી સંપૂર્ણ, (બોબડો, લૂલો પાંગળો ન હોય એવો); (૩) પ્રકૃતિસૌમ્ય - સ્વભાવથી જ પાપ કાર્યોથી દૂર રહેનારો તથા નોકરો જેની સેવા સરળતાથી કરી શકે એવો હોય (પણ દૂર સ્વભાવ ન હોય); (૪) લોકપ્રિયદાન, વિનય, શીલ-સદાચારવાળો હોય (૫) અક્રૂર – અક્લિચિત્ત અદેખાઇ વગેરેથી રહિત હોય (૬) ભીરુ - પાપ અને અપયશથી ડરવાવાળો. (૭) અશઠ - બીજાને નહીં છેતરવાવાળો (૮) સદાક્ષિણ્ય બીજાની પ્રાર્થના - વિનંતીને નહીં નકારવાવાળો પ્રાર્થનાભંગભીરુ (૯) લજ્જાળું અકાર્યવર્જક, (અકાર્ય કદી નહીં કરે); (૧૦) દયાળુ - જીવો પ્રત્યે અનુકંપાવાળો; (૧૧) મધ્યસ્થ - રાગદ્વેષ રહિત. તેથી જ સૌમ્યદૃષ્ટિ, મધ્યસ્થ – સોમદષ્ટિ બંને ગુણ એક જ છે. જે મધ્યસ્થ છે તે જ ધર્મના યથાર્થ સ્વરૂપને જાણતો હોવાથી દોષોનો ત્યાગ કરે છે ને તેથી સોમદૃષ્ટિ બને છે. (૧૨) ગુણરાગી - ગુણવંતનો જ પક્ષ લે. અવગુણીની ઉપેક્ષા કરે; (૧૩) સત્કથ - સત્ - ધર્મયુક્ત કથા - વાતો જ જેને ઇષ્ટ છે, તે સત્કથ: (૧૪) સુપયુક્ત - સુશીલ, અનુકુળ પરિવારવાળો: (૧૫) સુદીર્ઘદર્શી - બધા કાર્યોમાં ભવિષ્યમાં આવનારા પરિણામને જોઇ શકતો હોવાથી જે છેવટે બહુ લાભ અને અલ્પ વ્યયવાળું હોય, તેવા જ કાર્ય કરવાવાળો; (૧૬) વિશેષજ્ઞ – પક્ષપાતરહિત હોવાથી ગુણ-દોષનું અંતર સમજી શકે એવો; (૧૭) વૃદ્ધાનુગ-આચારવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને વયોવૃદ્ધ એ ત્રણે વૃદ્ધોની સેવા કરવાવાળો; (૧૮) વિનીત - અધિક ગુણીનું બહુમાન કરનારો; (૧૯) કતજ્ઞ - બીજાએ કરેલા ઉપકારને યાદ રાખનારો; (૨૦) પરહિતાર્થકારી - ઇચ્છા-અપેક્ષા વિના પરોપકાર કરવાવાળો.; (૨૧) લબ્ધલક્ષ - ધર્મકાર્યોમાં નિપુણ થયેલો. આ ગુણોવાળો ધર્મરત્નને યોગ્ય છે. આ ગ્રંથના કર્તાએ બતાવેલા મુખ્ય ચાર ગુણોમાં ઘણું કરીને આ બધા ગુણોનો સમાવેશ થઇ શકે છે. તે આ રીતે : (ચારમાં એકવીશનો સમાવેશ) પહેલા ભદ્રકપ્રકૃતિ ગુણમાં: ૧) અક્ષદ્રપણું ૨) પ્રકૃતિસૌમ્યતા ૩) અક્રુરત ૪) સદક્ષિણત્વ શ્રાદ્ધવિધિ પ્રકરણ ૦૫ Page #14 -------------------------------------------------------------------------- ________________ ૫) દયાળુત્વ ૬) મધ્યસ્થ સૌમ્યદૃષ્ટિ– ૭) વૃદ્ધાનુગ– ૮) વિનીત એમ આઠ ગુણો આવે. બીજા વિશેષ નિપુણમતિ ગુણમાં - ૯) રૂપવંતપણું ૧૦) સુદીર્ધદર્શિત્વ ૧૧) વિશેષજ્ઞત્વ ૧૨) કૃતજ્ઞત્વ ૧૩) પરહિતાર્થકર્તૃત્વ ૧૪) લબ્ધલક્ષત્વ એમ છ ગુણો આવે. ત્રીજા ન્યાયમાર્ગરતિ ગુણમાં - ૧૫) ભીરુત્વ ૧૬) અશઠત્વ ૧૭) લજ્જાળુત્વ ૧૮) ગુણરાગિ– ૧૯) સત્યથત્વ એમ પાંચ ગુણો આવે. ચોથા દ્રઢ-નિજવચન સ્થિતિ ગુણમાં - ૨૦) લોકપ્રિયત્ન ૨૧) સુપયુક્તત્વ, એમ બે ગુણ આવે. આમ એકવીશ ગુણોનો ચાર ગુણોમાં પ્રાયઃ સમાવેશ થઇ શકે છે. માટે આ ગ્રંથકારે ચાર જ ગુણ મુખ્ય લીધા છે. (ચાર ગુણોની મહત્તા) આ ચાર ગુણોમાં પ્રથમ ત્રણ ગુણો ન હોય, તો કદાગ્રહ, મૂઢતા અને અનીતિમાં જ રસ આ ત્રણ અવગુણોના કારણે શ્રાદ્ધધર્મની પ્રાપ્તિ જ થતી નથી. અને જો પ્રતિજ્ઞાપાલનમાં દઢતા ન હોય, તો શ્રાવક ધર્મ મળ્યા પછી પણ ખાસ વિશેષ લાભ થતો નથી. ધુતારાની મિત્રતાથી કેટલો લાભ થાય? ગ્રહિલ = ગ્રહની અસર હેઠળ પાગલ થયેલાના સારા કપડા કેટલા ટકે? અને વાંદરાની ડોકે નાખેલો હાર ક્યાં સુધી એની ડોકમાં રહે? જેમ આ ત્રણે વાત ક્ષણિક છે, ને તેથી વિશેષ લાભકારી નથી; એમ પ્રતિજ્ઞાપાલનની દૃઢતા વિના વ્રત ગ્રહણ પણ અલ્પજીવી બને છે ને તેથી વિશેષ લાભકારી બનતું નથી. ઉપરોક્ત ચાર ગુણોવાળો ગૃહસ્થ જ શ્રાવકધર્મનો અધિકારી છે, કેમકે જેમ સ્વચ્છ-સારી ભીંતપર ચિત્રકામ શોભે છે, ને ટકે છે. સારા દૃઢ પાયાપર મકાન દીર્ઘકાળ અડીખમ ઊભું રહે છે. ને સારી રીતે ઘડાયેલી સોનાની વીંટીમાં માણેક શોભે છે, ને ટકે છે. એમ આવા ગૃહસ્થમાં જ શ્રાવકધર્મ શોભે છે ને ટકે છે. ચક્રીભોજન વગેરે દસ દૃષ્ટાંતોથી અત્યંત દુર્લભ ગણાતાં પણ સમ્યગ્દર્શનાદિગુણો ગુરુદેવઆદિના અનુગ્રહથી પ્રાપ્ત થાય છે. પછી એનો શુકરાજાએ પૂર્વભવમાં કરેલા નિર્વાહને આદર્શ ગણી એ રીતે નિર્વાહ કરવો. અહીં ત્રીજી ગાથાનો અર્થ સમાપ્ત થયો. શુકરાજ કથા (ગ્રંથકારે આ કથા ખૂબ વિસ્તારથી લીધી છે. મેં એ કથાને અલગ કરી ‘કથા હું કહું, શ્રી શત્રુંજય નામની'એ નામના પુસ્તકમાં વણી લીધી છે. ત્યાં વાંચી લેવા ભલામણ છે. અહીં અતિ સંક્ષેપમાં સાર વણી લીધો છે.) આ ભરતક્ષેત્રના ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના મૃગધ્વજ નામના રાજાને પોપટના રૂપમાં આવેલો દેવ કાશમીર પાસેના જંગલમાં શ્રી ઋષભદેવ ભગવાનના ભવ્ય જિનાલયમાં લઇ જઇ ત્યાં શ્રી ઋષભદેવ ભગવાનના દર્શન કરાવે છે. પછી ત્યાંના આશ્રમમાં રહેલા ગાંગલિ ઋષિ પોતાની કમલમાળા નામની કન્ય રાજાને પરણાવે છે. પછી પોપટ રાજાને એના નગર તરફ પાછા લાવે છે. આ બાજુ રાજાની ચંદ્રવતી રાણી પોતાના ભાઇ ચંદ્રશેખરને આ રાજ્ય પડાવી લેવા બોલાવે છે. એ ચંદ્રશેખર નગરને જીતે એ પહેલા મગધ્વજ રાજા આવી જવાથી એ પાછો પડે છે. પણ દેખાવ એવો કરે છે કે પોતે તો ખાલી પડેલા નગરને સાચવવા આવ્યો હતો. સરળ સ્વભાવી મગધ્વજ રાજા એની વાત માની લે છે ને દાક્ષિણ્યથી પોતાની ચંદ્રવતી રાણીને શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #15 -------------------------------------------------------------------------- ________________ પણ માફ કરી દે છે. પછી ધર્મપ્રભાવે અને ઋષિએ આપેલા મંત્રના કારણે કમલમાળાને સ્વપ્ન આવે છે કે શ્રી ઋષભદેવ ભગવાન પોતાને પોપટ (શુકરાજ) ભેટ આપે છે ને ભવિષ્યમાં હંસ આપવાનું વચન આપે છે. આવા સુંદર સ્વપ્નથી સૂચિત પુત્ર જન્મે છે. એનું નામ શુકરાજ રાખવામાં આવે છે. એ પાંચ વર્ષનો થયો ત્યારે ઉપવનમાં આમ્રવૃક્ષનીચે મૃગધ્વજ રાજાના ખોળામાં બેઠો છે ત્યારે રાજા રાણીને તમે મને કેવી રીતે મળ્યા?’ એ અંગે વાત કરે છે ને પોપટને યાદ કરે છે. આ સાંભળી શુકરાજને જાતિસ્મરણ જ્ઞાન થવાથી એ મૌન થઇ ગયો. છ મહિના પછી એ જ વૃક્ષ નીચે બેસેલા ને ત્યાં જ કેવળજ્ઞાન પામેલા શ્રીદત્ત મુનિના કહેવાથી શુકરાજ એમને વંદન કરે છે. આ કેવળજ્ઞાની શુકરાજનો પૂર્વભવ બતાવે છે કે તે ભક્િલપુરમાં જિતારિ રાજા હતો. સ્વયંવરમાં એને બે સગી બેન રાજપુત્રીઓ - હંસી અને સારસી પરણે છે. પછી પોતાના નગરમાં પાછા ફરેલા શ્રી જિતારિ રાજાએ એકવાર શ્રી શંખપુર થે સિદ્ધાચલ જતો છ'રી પાલિત સંઘ જોયો. એ સંઘપાસે જાય છે. ત્યાં શ્રી શ્રુતસાગરસૂરિ પાસે દેવ-ગુરુધર્મનું સ્વરૂપ જાણી સમકત પામ્યો. શ્રી સિદ્ધાચલ ક્ષેત્રનો મહિમા જાણી અભિગ્રહ કરે છે કે મારે ચાલતા જ એ તીર્થની યાત્રા કરવી. યાત્રા ન થાય ત્યાં સુધી ચારે આહારનો ત્યાગ. એ વખતે આચાર્યભગવંત તથા શ્રીસિંહ નામનો મંત્રી ઘણું સમજાવે છે. છતાં અભિગ્રહ પકડી રાખ્યો. બંને રાણી પણ એવો જ અભિગ્રહ કરે છે. જ્યારે સંઘ કાશમીર પાસે આવ્યો, ત્યારે રાજાની શારીરિક સ્થિતિ જોઇ ફરી મંત્રી વગેરે સમજાવે છે. પણ રાજા મનથી મક્કમ હતા. ભાવોલ્લાસ તીવ્ર હતો. બંને રાણીનો પણ સાથ હતો. રાતે ગોમુખ યક્ષે પહેલા મંત્રીને અને પછી બધાને સપનામાં આવી કહ્યું - કાલે સવારે તમને તીર્થના દર્શન થશે. યક્ષે ત્યાં જ કૃત્રિમ વિમલાચલ તીર્થની સ્થાપના કરી. બીજે દિવસે બધાએ તીર્થયાત્રા કરી પછી અભિગ્રહ પૂર્ણ થવા પર પારણું કર્યું. જિતારિ રાજાના હૃદયમાં આ તીર્થ વસી ગયું. ત્યાં વિમલપુર નગર વસાવી રહ્યા. અંતિમ સમયે આહાર ત્યાગાદિ આરાધના કરવા છતાં દેરાસરના શિખરપર રહેલા પોપટમાં ધ્યાન જવાથી મરી પોપટ થયા. હંસી અને સારસી દીક્ષા લઇ પ્રથમ દેવલોકમાં ગયા. એ બંનેએ પ્રતિબોધ કરવાથી પોપટ પણ અનશન કરી ત્યાં દેવ થયો. પછી પેલા બંને ઍવી હંસી બની મૃગધ્વજ રાજા. સારસી બની કમલમાળા. જિતારિ દેવે જ કેવળજ્ઞાની પાસે પોતાના ભાવની વિગત જાણી પોપટરૂપે આવી બંનેનો મેળાપ કરાવી આપ્યો. એ જ દેવ હવે શકરાજ છે. પોતાની પૂર્વભવીય પત્નીઓને માતા-પિતા કહેતા શરમ આવવાથી મૌન પકડ્યું. પણ હવે આ વ્યવહાર સત્ય સમજવાથી એ બોલતો રહેશે. પછી શ્રીદત્તે પોતાનું ચરિત્ર વર્ણવ્યું. પછી શ્રી મૃગધ્વજ રાજાને કહ્યું - તમે ચંદ્રવતીના પુત્રના દર્શન પછી વૈરાગ્ય પામી આત્મકલ્યાણ સાધશો. શુકરાજ દસ વર્ષનો થયો ત્યારે કમલમાળાએ હંસ સ્વપ્ન સૂચિત બીજા પુત્રને જન્મ આપ્યો. એનું નામ હંસરાજ પડ્યું. શુકરાજ કૃત્રિમ વિમલાચળની રક્ષા માટે ગયો. પછી એ પદ્માવતી અને વાયુવેગા નામની બે રાજકુમારીઓને પરણ્યો. ચક્રેશ્વરી દેવીએ આપેલા સંદેશથી (કૃત્રિમ) શ્રી વિમલાચલના શ્રી આદિનાથ પ્રભુને વાંદી પોતાના સ્થાને ફરી માતા-પિતાને પોતાના દર્શનથી પ્રસન્ન કર્યા. શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #16 -------------------------------------------------------------------------- ________________ એકવાર શ્રી હંસરાજ સાથે સૂરનામનો સામંત પુત્ર યુદ્ધ કરવા આવ્યો. એ હાર્યો. પછી એણે જ નું કારણ જણાવતા કહ્યું – પૂર્વભવમાં આ હંસરાજ જિતારિ રાજાનો સિંહ નામનો મંત્રી હતો. એણે એના સેવક એવા મને ત્રાસ આપ્યો હતો. તેથી એ પછીના ભવે સાપ બની મેં એ સિંહ મંત્રીને હણ્યો હતો. હું નરકે જઇ ભવ ભમી અહીં સૂર થયો. સિંહ મંત્રી હંસ બની તીર્થના દર્શનથી પ્રતિબોધ પામી પ્રભુભક્તિ કરી દેવભવ પામી અહીં હંસરાજ બન્યા. આ વાત મને શ્રીદત્ત કેવળીએ કહી. તેથી વેરભાવથી યુદ્ધ માટે આવ્યો હતો. હવે હું દીક્ષા લઇશ. ત્યારે મૃગધ્વજને દીક્ષાની ઇચ્છા થઇ. એ વખતે ત્યાં ચંદ્રાંક નામનો રાજપુત્ર આવ્યો. ત્યારે જ આકાશવાણી થવાથી મૃગધ્વજ રાજા એને લઇ યશોમતી નામની યોગિની પાસે ગયો. યોગિનીએ કહ્યું - ચંદ્રશેખર અને ચંદ્રવતી પૂર્વભવમાં યુગલિક હતા. ત્યાંથી દેવ થઇ ભાઇ-બહેન તરીકે અવતર્યા હોવા છતાં પૂર્વભવના સંસ્કારથી પરસ્પર કામરાગ ધરાવે છે. ગોત્રદેવીના પ્રભાવથી અદૃશ્ય થવાના અંજનપ્રભાવે એ ચંદ્રવતી સાથે સંબંધ રાખે છે. તેથી થયેલો આ ચંદ્રાંક નામનો પુત્ર છે. હું ચંદ્રશેખરની પત્ની હતી. મેં સંસારસુખ માણ્યું નથી. આને મેં જ ઉછેર્યો. પછી આની પાસે અઘટિત માંગણી કરી. આ મને તરછોડી તમારી પાસે આવ્યો. હું યોગિની થઇ. પછી યોગિનીએ મૃગધ્વજનો ક્રોધ શાંત કરી વૈરાગ્યભાવ જાગૃત કર્યો. મૃગધ્વજે શુકરાજને રાજા બનાવ્યો. એ જ રાતે ભાવનાથી ભાવિત થયેલા મૃગધ્વજને કેવળજ્ઞાન થયું. એમના ઉપદેશથી શ્રી ચંદ્રાંક, હંસરાજ, શ્રી કમલમાળા વગેરેએ દીક્ષા લીધી. શુકરાજ શ્રાવક થયા. એકવાર પોતાની બંને પત્ની સાથે શુકરાજ તીર્થયાત્રાવગેરે માટે ગયા. ત્યારે ચંદ્રવતીના સૂચનથી અને દેવના પ્રભાવથી શુકરાજનું રૂપ લઇ ચંદ્રશેખર એ નગરના રાજા બની ગયા. મંત્રી વગેરેને કપટથી વશમાં લીધા. જાત્રા કરીને પાછા આવેલા શુકરાજની વાત પણ મંત્રીએ માની નહીં. શુકરાજ છ મહિના ભટક્યા. પછી પિતા મુનિએ પૂર્વભવમાં કયું પાપ કર્યું હતું, તે બતાવી વિમલાચલ તીર્થની ગુફામાં મહામંત્રની આરાધના કરવા જણાવ્યું. એ રીતે છ મહીના આરાધના કરવાથી તેજ પુંજ ફેલાયું. ચંદ્રશેખર પાછો મૂળરૂપમાં આવી ગયો. એ ભાગીને પાછો પોતાના નગરમાં ગયો. શુકરાજ ફરીથી રાજ્ય પામ્યા. પછી ખૂબ ધર્મ-તીર્થ ઉન્નતિના કાર્યો કર્યા. શ્રી શત્રુંજયનો સંઘ કાઢ્યો. ને ત્યાં એ તીર્થનું ‘શત્રુંજય' નામનું નવું નામ ઘોષિત કર્યું. ચંદ્રશેખર એ તીર્થમાં દીક્ષા. આલોચના, શુદ્ધિનો તપવગેરે કરી કર્મ ખપાવી મોક્ષે ગયા. પછી શુકરાજે પણ બંને પત્નીસાથે દીક્ષા લીધી. છેવટે કેવળજ્ઞાન પામી મોક્ષ પામ્યા. આમ ભદ્રકત્વાદિ ગુણોથી સમ્યકત્વવગેરે પામી અને તેનો ભવાંતરમાં પણ નિર્વાહ વગેરે ફળ અંગે શ્રી શુકરાજ રાજાનું અપૂર્વ ચરિત્ર સાંભળી હે ભવ્ય જીવો, તમે પણ તેમાટે પ્રયત્નશીલ બનો. શ્રાવકનું સ્વરૂપ veceeF8PEG YeDeesme [(esYeeece FILe Dechie es el ellenes De YeeJeme[ {esobeCe-Je3e-GÊej i efeshb-4 -- (छाया-नामादिश्चतुर्भेदः श्राद्धो भावनात्राधिकारः। त्रिविधश्च भावश्राद्धो दर्शन-व्रत-उत्तरगुणैश्च ।।) શ્રાવક ચાર પ્રકારના છે. ૧. નામશ્રાવક ૨. સ્થાપનાશ્રાવક ૩. દ્રવ્યશ્રાવક અને ૪. ભાવશ્રાવક. શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #17 -------------------------------------------------------------------------- ________________ (આ ચાર નિક્ષેપા ગણાય છે) ૧. નામશ્રાવક: ‘શ્રાવક' શબ્દના અર્થથી રહિત જે કેવલ “શ્રાવક એવા નામને ધારણ કરતો હોય, તે નામ શ્રાવક છે. જેમકે કોઇનું નામ ઈશ્વર હોય, પણ તે દરિદ્ર - દાસ હોય. ૨. સ્થાપનાશ્રાવક : માટી વગેરેમાં શ્રાવકનો આકાર ઉપસાવતી પ્રતિમા વગેરે સ્થાપના “શ્રાવક ગણાય. ૩. દ્રવ્યશ્રાવક : ભાવ-શ્રદ્ધા વિના શ્રાવકની ક્રિયા કરનારો દ્રવ્યશ્રાવક છે. જેમકે ચંડપ્રદ્યોત રાજાની આજ્ઞાથી અભયકુમારને બાંધવા માટે કપટ શ્રાવિકા બનેલી ગણિકાઓ. ૪. ભાવશ્રાવક: ભાવપૂર્વક શ્રાવકની ક્રિયામાં તત્પર હોય, તે ભાવશ્રાવક છે. આ ભાવનિક્ષેપો ગણાય તેથી જેમ દૂધ નહીં આપતી નામમાત્રથી ગાય વગેરેની દૂધના પ્રયોજન વખતે કોઇ અપેક્ષા રહેતી નથી, કેમકે તે કાર્ય માટે એ સાધક – સમર્થ નથી; એમ ભાવશ્રાવકની જે ભૂમિકા છે, તે નામશ્રાવક આદિમાં નથી; માટે ધર્મવિધિ અંગે તેઓ યોગ્ય ન હોવાથી તેઓની વાત અહીં કરવાની નથી. પ્રસ્તુત ગ્રંથમાં ભાવશ્રાવકથી જ પ્રયોજન છે. ભાવશ્રાવક અંગે જ વિધિઓ બતાવવાની છે. કેમકે નામ શ્રાવક પાસે શ્રાવકધર્મને યોગ્ય ક્રિયા પણ નથી. દ્રવ્યશ્રાવક એવી ક્રિયા કરતો હોવા છતાં એવા ભાવવાળો નથી, માટે બંને અયોગ્ય છે. (સ્થાપના તો માત્ર આકાર-અનાકારરૂપે શ્રાવકની ઓળખ પૂરતી જરુરી છે, એમાં તો ક્રિયા કે ભાવ સંભવતા જ નથી.) ભાવશ્રાવકના ત્રણ પ્રકાર ભાવશ્રાવકના ત્રણ ભેદ છે. ૧. દર્શનશ્રાવક, ૨. વ્રતશ્રાવક અને ૩. ઉત્તરગુણશ્રાવક. ૧. શ્રેણિક વગેરેની જેમ માત્ર સમ્યક્ત ધારણ કરવાવાળા દર્શનશ્રાવક છે. ૨. સમ્યકત્વ સહિત સ્થૂળ અણુવ્રતધારી શ્રાવક વ્રતશ્રાવક છે. જેમકે સુરસુંદરકુમારની પત્નીઓ... એ કથા આવી છે... એક મુનિ સુરસુંદરકુમારની પત્નીઓને વ્રતનો ઉપદેશ આપી રહ્યા હતા. તે વખતે ઈર્ષાભાવથી છુપી રીતે ઊભા રહી સુરસુંદરે પોતાની પત્નીઓ સાથે વાત કરવાના દંડરૂપે મુનિને પાંચ અંગોમાં લાકડીના પાંચ પાંચ પ્રહાર કરવાનું વિચાર્યું. મુનિએ પ્રથમ સ્થૂળ અહિંસા વ્રત દૃષ્ટાંત સહિત સમજાવ્યું. એ પત્નીઓએ એ વ્રત લીધું. ત્યારે સુરસુંદરે વિચાર્યું - સારું થયું. હવે આ પત્નીઓ ક્રોધે ભરાશે, તો પણ મને મારશે નહીં. તેથી મુનિને એક પ્રહાર ઓછો મારીશ. મુનિ તો આ રીતે એક પછી એક અણુવ્રત દૃષ્ટાંત સહિત સમજાવતા જાય છે, તે સ્ત્રીઓ એક એક અણુવ્રત લેતી જાય છે. ને તે જાણી સુરસુંદર એક-એક પ્રહાર ઓછો કરતા જવાનું વિચારતો જાય છે. સ્ત્રીઓએ આ રીતે પાંચ અણુવ્રત લીધા. ત્યારે તાત્પર્યને સમજેલા શેઠે મુનિને પ્રહાર કરવાના પોતાના દુર્થાન પર ધિક્કાર વરસાવી અત્યંત પશ્ચાતાપ સાથે મુનિને ખમાવ્યા અને પોતે પણ એ વ્રતો લીધા. પછી સારી રીતે પાળી સ્વર્ગે ગયો. આ રીતે (૧) સ્થળ હિંસાત્યાગ (૨) સ્થૂળ મૃષાવાદ ત્યાગ (૩) સ્થળ ચોરી ત્યાગ (૪) સ્થૂળ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #18 -------------------------------------------------------------------------- ________________ મૈથુન ત્યાગ – પરસ્ત્રીગમન ત્યાગ... અને (૫) સ્થૂળ પરિગ્રહ ત્યાગ. આ પાંચ અણુવ્રતો સમ્યકત્વ સહિત લેનારો શ્રાવક વ્રતશ્રાવક છે. ૩. ઉત્તરગુણશ્રાવક : વ્રતશ્રાવકના અધિકારમાં બતાવ્યા મુજબના પાંચ અણુવ્રતની ઉપર છઠ્ઠું દિષ્પરિમાણવ્રત, સાતમું ભોગોપભોગપરિમાણવ્રત, આઠમું અનર્થદંડપરિહારવ્રત; (એ ત્રણ ગુણવ્રત કહેવાય છે), નવમું સામાયિકવ્રત, દશમું દેશાવગાશિકવ્રત, અગિયારમું પૌષધોપવાસવ્રત અને બારમું અતિથિસંવિભાગવ્રત, (એ ચાર શિક્ષાવ્રત કહેવાય છે.) એમ બારે વ્રત ધારણ કરે, તે સુદર્શન શેઠની જેમ “ઉત્તરગુણશ્રાવક” છે. અથવા સમ્યત્વસહિત બાર વ્રત લેનારો વ્રતશ્રાવક છે. ‘ઉત્તરગુણશ્રાવક” તો નીચે લખ્યા મુજબ સમજવા... સમ્યકૃત્વ સહિત બાર વ્રતધારી, સર્વથા સચિત્ત પરિહારી, એકાહારી, (એક જ વાર ભોજન કરે), તિવિહાર, ચઉવિહાર પચ્ચખાણ કરનારો, બ્રહ્મચારી, ભૂમિશયનકારી, તથા શ્રાવકની અગિયાર પડિયા (પ્રતિમા) વહન કરવી વગેરે વિશેષ અભિગ્રહો લેનારો ઉત્તરગુણ શ્રાવક છે. આનંદ, કામદેવ અને કાર્તિક શેઠ વગેરે ‘ઉત્તરગુણશ્રાવક' છે. કેટલા પ્રકારે વ્રતો લઇ શકાયા સમ્યકત્વ તો અવશ્ય જ જોઇએ. એ ઉપરાંતમાં બાર વ્રતમાંથી એક - બે વગેરે વ્રત લેનારો પણ વ્રતશ્રાવક ગણાય. તથા એમાં પણ કેટલાક દ્વિવિધ (કરું નહીં, કરાવવું નહીં ઇત્યાદિ) ત્રિવિધ (મનવચન-કાયાથી) હોય, કેટલાક એકવિધ-ત્રિવિધ હોય, ઇત્યાદિ ભેદો સંભવે. તેથી એક વ્રત દ્વિવિધ - ત્રિવિધ. એક વ્રત દ્વિવિધ-દ્વિવિધ વગેરે... અથવા બે વ્રત દ્વિવિધ-ત્રિવિધ...ઇત્યાદિ રૂપે અથવા એક વ્રત જ દ્વિવિધ-ત્રિવિધ...બે વ્રતમાં એક થી બારમાં કયા કયા બે, ત્રણ વ્રતમાં, એ જ રીતે કયા કયા ત્રણ...ઇત્યાદિ રીતે વિચારતા વ્રતશ્રાવક તરીકે કેટલા પ્રકારે વ્રત લઇ શકાય? તો કહે છે, ઉત્તરગુણ શ્રાવક અને અવિરત શ્રાવક આ બન્ને ભેદને પણ ગણીને કુલ ૧૩૮૪૧૨૮૭૨૦૨ (તર અબજ,ચોર્યાશી કરોડ, બાર લાખ, સત્યાશી હજાર, બસ્સો ને બે) ભાંગા - વિકલ્પો થાય. (વ્રત શ્રાવક થવા આટલા વિકલ્પો મળે છે. સાધુને પાંચે ય મહાવ્રતો લેવા આવશ્યક છે. તેથી સાધુ થવા માટે એક જ પ્રકાર છે.) શ્રાવકને ત્રિવિધ-ત્રિવિધ પચ્ચકખાણ ક્યારે સંભવે? શંકા:- મનથી, વચનથી, કાયાથી, કરું નહીં, કરાવું નહીં, કરતા પ્રત્યે અનુમોદું નહીં, એવો નવ કોટીનો ભાંગો ઉપરના કોઇપણ ભાંગામાં કેમ કહ્યો નહીં? સમાધાનઃ- શ્રાવકને દ્વિવિધ ત્રિવિધ પચ્ચકખાણ હોય છે, પણ ત્રિવિધ ત્રિવિધ ભાંગે પચ્ચક્ખાણ હોય નહીં; કેમકે શ્રાવક માટે વ્રત લેતા પહેલા પોતે જ અથવા પુત્ર વગેરે દ્વારા પ્રારંભ કરેલા અને વ્રત લીધા પછી પણ ચાલુ રહેલા આરંભ વગેરેની લાગી જતી અનુમતિનો નિષેધ કરવો અશક્ય છે. “પ્રજ્ઞપ્તિ” વગેરે ગ્રંથોમાં શ્રાવકને પણ જે ત્રિવિધ ત્રિવિધ પચ્ચકખાણ કહેલાં છે, તે વિષયવિશેષને અપેક્ષીને છે. તે આ પ્રમાણે – દીક્ષા લેવાની ઇચ્છાવાળો પુરુષ પુત્રવગેરેના પાલનના આશયથી દીક્ષામાં વિલંબ થાય એમ હોય, તો જ્યારે તેવી પ્રતિમાઓ (અભિગ્રહ વિશેષ) ધારણ કરે ત્યારે અથવા અવસ્થા ૧૦ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #19 -------------------------------------------------------------------------- ________________ વિશેષને અપેક્ષીને વિશેષથી એવી પ્રતિજ્ઞા કરે કે – સ્વયંભૂરમણ સમુદ્ર વગેરેમાં રહેલી માછલીના માંસ વગેરેનો મારે ત્રિવિધ ત્રિવિધ ત્યાગ, અથવા મનુષ્યક્ષેત્રની બહાર સ્થલ હિંસાદિનો ત્રિવિધ ત્રિવિધે ત્યાગ, તો ત્યાં શ્રાવકને ત્રિવિધ ત્રિવિધ પચ્ચકખાણ મળે ખરું. પણ તે અલ્પ વિષયવાળું હોવાથી (અને સામાન્યથી શ્રાવક માટે એ સંભાવનારૂપે પણ ન હોવાથી-મહત્ત્વનું ન હોવાથી) એની ગણત્રી કરવામાં આવતી નથી. મહાભાષ્યમાં પણ કહ્યું છે - કેટલાક આચાર્યો એમ કહે છે - ગૃહસ્થને ત્રિવિધ ત્રિવિધ પચ્ચખાણ નથી. પણ તે બરાબર નથી, કેમકે પ્રજ્ઞપ્તિમાં વિશેષ હેતુમાં તે બતાવ્યું છે. ll૧/l. દીક્ષાને અભિમુખ થયેલા પણ પુત્રાદિ સંતતિના નિમિત્તે રોકાયેલા ગૃહસ્થ શ્રાવકની અગ્યિારમી પ્રતિમા સ્વીકારેલી હોય, ત્યારે એને ત્રિવિધ ત્રિવિધ પચ્ચખાણ પણ સંભવે છે. રા/ જે કાંઇ કાગડાનું માંસ વગેરે અપ્રયોજનીય વસ્તુ તેમજ મનુષ્ય ક્ષેત્રની બહાર રહેલા હાથીઓના દાંત કે ચામડી વગેરે અપ્રાપ્ય વસ્તુઅંગે કે સ્વયંભૂરમણ સમુદ્રમાં ઉત્પન્ન થયેલા માછલાઅંગે, ઇત્યાદિ કોઇ વિશિષ્ટ વસ્તુઅંગે ત્રિવિધ ત્રિવિધ પચ્ચકખાણ કરવામાં કોઇ દોષ નથી. //all શ્રાવકના બીજી રીતે ચાર પ્રકાર શંકા : આગમમાં તમે કહ્યાં તે નામાદિ ચાર પ્રકારથી અલગ પ્રકારે શ્રાવકના ભેદો બતાવેલા સંભળાય છે. તે આ પ્રમાણે - સ્થાનાંગ સૂત્રમાં કહ્યું છે કે – ચાર પ્રકારના શ્રાવક કહેવાયા છે, તે આ પ્રમાણે - (૧) માતા - પિતા સમાન. (૨) ભાઇ સમાન (૩) મિત્ર સમાન (૪) સપત્ની સમાન. બીજી રીતે પણ ચાર પ્રકારના શ્રાવકો કહેલા છે, તે આ પ્રમાણે – (૧) આદર્શ અરિસા - સમાન (૨) પતાકા સમાન (૩) સ્થાણુ સમાન (૪) ખરંટક સમાન. શ્રાવકના આ ભેદો તેઓના સાધુપ્રત્યેના વ્યવહારને અપેક્ષીને પડ્યા છે. આ શ્રાવકો નામ આદિ ચાર શ્રાવકમાંથી કયા શ્રાવક ગણાય? ઉત્તર : વ્યવહારનયથી આ શ્રાવકો ભાવશ્રાવક જ છે, કેમકે શ્રાવક તરીકેનો જ વ્યવહાર થાય છે. નિશ્ચયનયમતે સપત્ની-શૌક્ય જેવા અને તીક્ષ્ણ કાંટા જેવા શ્રાવકો પ્રાય: મિથ્યાત્વી હોવાથી દ્રવ્યશ્રાવક છે, (શ્રાવકના ગુણો ન હોવાથી) ભાવશ્રાવક નથી. બાકીના બધા પ્રકારો ભાવશ્રાવકના છે. કહ્યું છે કે – સાધુના કામ (સેવા-ભક્તિ)ના વિચાર કરે. પ્રમાદાચારણ જોઇને પણ સાધુ પર પ્રેમ વિનાના થાય નહીં, તેમજ સાધુ-સમુદાયપર સદા ય હિત-વત્સલ રહે, તે માતા સમાન શ્રાવક છે. સાધુના વંદનઆદિ વિનય કરવામાં ઢીલો હોય, પણ હૃદયમાં સાધુપ્રત્યે સ્નેહવાળો હોય અને સાધના અપમાન-કષ્ટ વખતે ખરેખર સહાયકારી થાય, એવો શ્રાવક ભાઇસમાન શ્રાવક છે. જે માનકષાયના કારણે કોઇ કાર્યમાં સાધુ પૂછે નહીં, તો ક્યારેક સાધુપર રીસાય ખરો, પણ પોતાના સગાવ્હાલા કરતાં પણ તેમને (સાધુને) અધિક ગણે, તે મિત્રસમાન શ્રાવક છે. પોતે અભિમાની હોય, સાધુના દોષો-ખામી વગેરે છિદ્રો જોતો રહે, ને પછી સાધુને એ પ્રમાદદોષો અંગે વારંવાર ટોણા મારતો રહે, ને સાધુને તણખલા સમાન ગણે, તે શોક્યસમાન શ્રાવક છે. બીજા ચતુષ્કમાં કહેલા શ્રાવકોનું વર્ણન :શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #20 -------------------------------------------------------------------------- ________________ - સાધુએ સૂત્ર-અર્થ જે રીતે – જે આશયથી કહ્યા હોય, તે રીતે જ – તે જ આશયથી હૃદયથી ઝીલે તેને આગમમાં દર્પણ સમાન સુશ્રાવક કહ્યો છે. પવનથી જેમ ધ્વજા આમ-તેમ ભમ્યા કરે, તેમ જે મૂઢ માણસોથી ભરમાઇ જાય અને ગુરુવચનનો વ્યવસ્થિત નિશ્ચય નહીં કરે, તે પતાકાસમાન શ્રાવક જાણવો. ગીતાર્થોએ સારી રીતે સમજાવવા છતાં પોતાના ખોટા આગ્રહને-કદાગ્રહને જે છોડતો નથી. તે સ્થાણુ-થાંભલા જેવો શ્રાવક છે. જો કે એટલું ખરું કે એને સાધુઓ પર દ્વેષ નથી હોતો. ગુરુ ખરો અર્થ કહેતા હોય તો પણ તે ન માનતાં એમ કહે કે – તું ઉન્માર્ગદેશક છે, નિર્બવ છે, મૂઢ છે, મંદ ધર્મપરિણામવાળો છે. આમ ગુરુને ખરડવાવાળો ખરંટકશ્રાવક છે. જેમ શિથિલ અશુચિ દ્રવ્ય (કાંક પ્રવાહીરૂપે રહેલું અશુચિ દ્રવ્ય) છાંટીને માણસને ખરડવામાં આવે છે, એમ હિતશિક્ષા આપતા પણ સાધુને દુષિત કરનારો ખરંટક છે. ખરંટક અને સપત્ની (શોક્ય સમાન) શ્રાવક એ બન્ને નિશ્ચયનયમતે મિથ્યાત્વી જ કહ્યા છે; પરંતુ જિનેશ્વર ભગવંતના દહેરાસર વગેરેની સારસંભાળ રાખે છે, તેથી વ્યવહારનય એમને શ્રાવક કહે છે. શ્રાવક શબ્દનો અર્થ દાન, શીલ, તપ અને ભાવનાદિક શુભ યોગથી આઠ પ્રકારનાં કર્મોને સૂવે છે – છોડે છે, તે શ્રાવક (અહીં સવતિમાં જે સુ છે, તે શ્રાવકમાં જે શું છે, એને સમાન ગણી આ વ્યાખ્યા બતાવી.) બીજી વ્યાખ્યા બતાવે છે સાધુ પાસેથી સમ્યક્ સામાચારી જે (કૃણોતિ) સાંભળે, તે શ્રાવક. શ્રાવક શબ્દના આ અર્થ પણ ભાવશ્રાવક માં જ ઘટે છે. કહ્યું જ છે કે જેના પૂર્વબદ્ધ પાપો અનેક રીતે સૂવે છે- ખપે છે, અને જે હંમેશા વ્રતોથી વીંટળાયેલો (- પરિવરેલો) જ રહે છે, તે શ્રાવક કહેવાય છે. સમ્યકત્વાદી પામેલો જે પુરુષ પ્રતિદિન સાધુઓ પાસે સામાચારી સાંભળે છે, તે શ્રાવક કહેવાય છે. જે પદાર્થ ચિંતનથી શ્રદ્ધાને પાકી કરે, પાત્રોમાં (- સાત ક્ષેત્રમાં) વાવે (- વાપરે), સુ-સાધુની સેવા કરી પાપને નષ્ટ કરે, તેને ઉત્તમ પુરુષો શ્રાવક કહે છે. શ્રદ્ધા પાકી કરે, પ્રવચન સાંભળે, દાન દે, દર્શનને વરે, પાપને નષ્ટ કરે અને સંયમ આચરે, તેને વિચક્ષણો, શ્રાવક કહે છે. જેને ધર્મમાં સારી શ્રદ્ધા છે, એ શ્રાદ્ધ શબ્દનો વ્યુત્પત્તિ અર્થ છે. આમ શ્રાદ્ધ શબ્દનો અર્થ પણ ભાવ શ્રાવકની અપેક્ષાએ જ છે. તેથી જ અહીં ભાવ-શ્રાવકનો અધિકાર છે. એવી રીતે શ્રાવકનું સ્વરૂપ જણાવ્યા પછી હવે દિન-કત્યાદિ છ કત્યમાંથી પ્રથમ દિનકૃત્યવિધિ કહે છે. veJekelej Ce deyese es mej F meesmekegue - Oecce - elveeceF& Heef[keketeceDe mer &lef De, di ensebeCebke CeF mebej Ceb-- 5 -- (छा - नमस्कारेण विबुद्धः स्मरति स स्वकुलधर्म - नियमादीन् । प्रतिक्रम्य शुचि: पूजयित्वा गृहे जिनं करोति संवरणं) સવારે ક્યારે ઉઠવું? શું કરવું? નમો અરિહંતાણં ઇત્યાદિ પદો બોલીને જાગેલો શ્રાવક પોતાના કુળને યોગ્ય ધર્મકૃત્ય નિયમાદિક યાદ કરે. શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #21 -------------------------------------------------------------------------- ________________ આ અર્થ છે – પ્રથમથી જ શ્રાવકે ઓછી નિદ્રાવાળા થવું જોઇએ. પાછલી એક પહોર રાત રહે, ત્યારે અથવા સવાર થતાં પહેલાં ઉઠવું જોઇએ. એમ કરવાથી આ લોકમાં યશ, બુદ્ધિ, શરીર, ધન, વ્યાપારાદિકનો અને પારલૌકિક ધર્મકૃત્ય, વ્રત, પચ્ચકખાણ, નિયમ વગેરે ઘણા લાભ છે. જો તેમ ન કરે, તો ઉપરોક્ત લાભની હાનિ થાય છે. લૌકિકશાસ્ત્રમાં પણ એમ જ કહ્યું છે ? કામકાજ કરનારા લોકો જો વહેલા ઉઠે, તો તેઓને ધનની પ્રાપ્તિ થાય અને ધર્મી પુરુષ જો વહેલા ઉઠે, તો તેઓ પોતાના પારલૌકિક કૃત્યો કરી શકે. જે સૂર્યોદય વખતે પણ ઉંઘમાં જ હોય, તેના ત્રણ (બુદ્ધિ, ઋદ્ધિ, અને આયુષ્ય)ની હાનિ થાય છે. પાછલા પહોર રાત રહેતાં ઉઠી ન શકાય, તો પણ પંદર મુહૂર્તની (બાર કલાક) રાત ગણાય. એમાં ચૌદમાં બ્રાહ્મ મુહૂર્ત (ત્યારે રાત લગભગ ચાર ઘડી બાકી રહે છે.) તો છેવટે ઉઠી જ જવું જોઇએ. નવકાર બોલતા બોલતા ઉઠેલા શ્રાવકે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનો ઉપયોગ (= વિચારો કરવો. દ્રવ્યથી વિચારવું કે, “હું કોણ છું, શ્રાવક છું કે અન્ય?” ક્ષેત્રથી વિચાર કરે કે, શું હું પોતાને ઘરે છું કે પરેઘરે છું? દેશમાં છું કે પરદેશમાં છું? માળ ઉપર સૂતો છું કે નીચે સૂતો છું? કાળથી વિચાર કરે છે, અત્યારે રાત છે કે દિવસ? ભાવથી વિચાર કરે કે, લઘુનીતિ (- પેશાબ) વગેરેની શંકા તો નથી ને? એમ વિચાર કરવાપૂર્વક નિદ્રા રહિત થાય. આ પ્રમાણે વિચારવા છતાં જો નિદ્રા ન રોકાય, તો શ્વાસને રોકી નિદ્રામુક્ત બને, પછી દરવાજો ક્યાં છે? એ જોઇને લઘુનીતિ વગેરે કાર્યો પતાવે. - સાધુઅંગે ઓઘનિર્યુક્તિમાં કહ્યું છે - દ્રવ્યાદિનો ઉપયોગ કરે, શ્વાસ નિરોધે, પછી પ્રકાશવગેરે જુએ. વહેલી સવારે હજી રાત હોવાથી જો કોઇ કાર્યવગેરે બીજાને જણાવવું હોય, તો મંદસ્વરે (હળવેથી) બોલવું. રાતે તો બોલવું, ખુંખારો ખાવો, ખાંસી ખાવી, હુંકાર વગેરે કરવા આ બધામાંથી કશુંય મોટા સ્વરે કરવું જોઇએ નહીં, કેમકે એમ કરવાથી જાગેલાં ગરોળી વગેરે હિંસક જીવો માખી વગેરેને ઉપદ્રવ આદિ આરંભ (જેમાં જીવોની હિંસા થાય એવા કાર્યો કરે. પાડોશી જાગે તો પોતે પોતાના સંસારકાર્યો શરુ કરે. પનિહારી, રાંધનારી, વેપારી, શોક કરવાવાળા, મુસાફરો, ખેડૂતો, વનમાં જઇ પાન-ફૂલ-ફળ છેદનારા, રહેંટ – કોશ ચલાવનારા, ઘાણી પીલનારા, પથ્થર ફોડવાવાળા, રેટીંયા ફેરવનારા, ધોબી, કુંભાર, સુથાર, જુગારી, શસ્ત્રકાર, દારૂની ભઠ્ઠી કરનારા, માછી, ખાટકી, વાઘરી, જાળ પાથરવાવાળા, પારધી, હિંસા કરનારા, લુંટારા, પરસ્ત્રીગમન કરનાર, ચોર, ધાડ પાડનારા વગેરે એક જાગે એટલે બીજો જાગે એવી રીતે જાગૃત થઇ પોતાના હિંસાઆદિ જનક ખોટા કાર્યોમાં પ્રવૃત્ત થાય. આમ એમના એ પાપકાર્યમાં નિરર્થક નિમિત્ત બનવાના દોષ લાગે. શ્રી ભગવતીસૂત્રમાં કહ્યું છે કેઃ- વત્સ દેશના રાજાની બહેન જયંતી શ્રાવિકાને શ્રી વર્ધમાનસ્વામીએ કહ્યું કે “ધર્મીઓનું જાગવું અને પાપીઓને સૂવું હિતકર છે.” નાડી અને તત્ત્વ વિચારણા જાણકારોએ ઉંઘમાંથી ઉઠતી વખતે જાગતી વખતે પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ આ પાંચ તત્ત્વોમાંથી કયા તત્ત્વનો સંચાર છે, તે જાણવું જોઇએ. શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #22 -------------------------------------------------------------------------- ________________ કહ્યું છે કે :- જળ અને પૃથ્વીતત્ત્વમાં નિદ્રાવિચ્છેદ થાય, તો શુભ માટે થાય. પણ આકાશ, વાયુ અને અગ્નિમાં નિદ્રાવિચ્છેદ થાય, તો દુ:ખદાયી જાણવું. શુક્લપક્ષમાં પડવેથી (એકમથી) ત્રણ દિવસ ઉઠતી વખતે ડાબી – ચંદ્રનાડીનો ઉદય સારો અને કષ્ણપક્ષમાં પડવેથી ત્રણ દિવસ ઉઠતી વખતે જમણી સૂર્યનાડીનો ઉદય સારો છે. શુક્લ પ્રતિપદ (એકમથી) પ્રથમ ત્રણ દિવસ ઉઠતી વખતે ચંદ્રનાડીમાં વાયુ વહે, પછી ત્રણ દિવસ સૂર્યનાડીમાં વાયુ વહે, પછી ત્રણ દિવસ ચંદ્રનાડીમાં ઇત્યાદિ ક્રમથી નાડી ચાલે, એ પ્રશસ્ત છે. વિપરીત થાય, તો તે અપ્રશસ્ત છે. ઉદયવખતે ચંદ્રનાડીથી વાયુ વહે, તો અસ્ત વખતે સૂર્યનાડીથી વહે એ તથા ઉદયવખતે સૂર્યનાડી ચાલતી હોય, તો અસ્તવખતે ચંદ્રનાડી ચાલે એ શુભ છે. કેટલાકના મતે સૂર્ય – ચંદ્ર ઉદયઅંગે વારનો ક્રમ ચોક્કસ છે. રવિવારે, મંગળવારે, ગુરુવારે અને શનિવારે સૂર્યનાડીમાં ઉદય સારો અને સોમવારે, બુધવારે અને શુક્રવારે ચંદ્રનાડીમાં ઉદય સારો છે. (દરેક સ્થળે ઉઠતીવખતે વાયુનો ઉદય અને સૂતી વખતે વાયુનો અસ્ત એવો એક મત છે. ને સૂર્યોદય અને સૂર્યાસ્ત સમજવા એવો બીજો મત છે.) બીજા કેટલાકના મતે સંક્રાંતિના ક્રમથી જોવું, જેમકે મેષસંક્રાંતિ સૂર્યનાડીની અને વૃષભસંક્રાંતિ ચંદ્રનાડીની, એમ અનુક્રમથી બાર સંક્રાંતિ સાથે સૂર્ય અને ચંદ્ર નાડીની ગણના કરવી. (સંક્રાંતિ- સૂર્યનો એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ. જે રાશિમાં સૂર્ય પ્રવેશે તે રાશિની સંક્રાંતિ કહેવાય. જેમકે સૂર્ય મીન રાશિમાંથી મેષ રાશિમાં પ્રવેશે, એ મેષ સંક્રાંતિ કહેવાય.) કેટલાક ચંદ્ર એક રાશિમાંથી બીજી રાશિમાં જાય તે ક્રમથી નાડી વિચાર કરે છે. - સૂર્યોદય વખતે જે નાડી વહેતી હોય, તે અઢી ઘડી પછી બદલાઇ જાય છે. ચંદ્રથી સૂર્ય અને સૂર્યથી ચંદ્ર, એમ કૂવાના રેંટની જેમ આખો દિવસ પવન એક નાડીમાંથી બીજી નાડીમાં સંચરણ કર્યા કરે છે. પવનને એક નાડીમાંથી બીજી નાડીમાં સંચરણ કરતા છત્રીસ ગુરુ અક્ષર બોલતા જેટલી વાર લાગે છે, એટલી વાર લાગે છે. (દીર્ધસ્વર અથવા સયુંક્ત વ્યંજનનો પૂર્વસ્વર ગુરુ ગણાય છે.) પાંચ તત્ત્વની સમજ ઉચ્છવાસ વખતે છોડેલો પવન ઉપર તરફ વહે, તો અગ્નિતત્ત્વ. નીચે તરફ વહે, તો જલતત્ત્વ. તિર્થો પવન વહે. તો વાયુતત્ત્વ. નાસિકાનાં બે પડમાં વહે તો પૃથ્વીતત્ત્વ. અને બધી દિશાએ રે જાય, ત્યારે આકાશતત્ત્વ સમજવું. સૂર્યનાડી અને ચંદ્રનાડીમાં વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી અને આકાશ એ અનુક્રમથી તત્ત્વ રૂપે વહે છે. પૃથ્વીતત્ત્વ પચાસ પળ, જળતત્ત્વ ચાલીસ પળ, અગ્નિતત્ત્વ ત્રીસ પળ, વાયુતત્ત્વ વીશ પળ, આકાશતત્ત્વ દશ પળ વહે. તત્ત્વોમાં કરવાના કાર્યો ભૂમિ અને જળ તત્ત્વોથી શાંત કાર્યમાં ફળની ઉન્નતિ થાય છે. અગ્નિ, વાયુ અને આકાશતત્ત્વોથી તીવ્ર અને અસ્થિર કાર્યો લાભકારી થાય. જીવિતવ્ય, જય, લાભ, ધાન્યની ઉત્પત્તિ, વર્ષા, પુત્ર સંબંધી કે યુદ્ધસંબંધી પ્રશ્નવખતે તથા ગમન - આગમનવખતે જો પૃથ્વી કે જળતત્ત્વ હોય, તો શુભ ગણાય. પણ જો વાયુ કે અગ્નિતત્ત્વ હોય તો અશુભ સમજવા. પૃથ્વીતત્ત્વમાં ‘અર્થસિદ્ધિ(પ્રયોજનની સિદ્ધિ) સ્થિર થશે” અને જળતત્ત્વમાં ‘શીધ્ર થશે” એમ કહેવું. ૧૪ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #23 -------------------------------------------------------------------------- ________________ (ચંદ્રનાડી વહેતી હોય ત્યારે કરવા યોગ્ય કાર્યો) દેવપૂજન, દ્રવ્યોપાર્જન-વ્યાપાર, લગ્ન, દુર્ગાદિ કે નદી ઓળંગવી, ગમનાગમન, આયુષ્ય અંગે, ઘર-ખેતર વગેરેનો સંગ્રહ (લેવું-બાંધવું-ખરીદવું), વરસાદ, નોકરી, ખેતીવાડી, શત્રુ પર વિજય, વિદ્યાભ્યાસ, પટ્ટાભિષેક-પદપ્રાપ્તિ એવાં શુભ કાર્યોના પ્રશ્ન વખતે અથવા પ્રારંભ વખતે ચંદ્રનાડી ચાલે તે શુભ છે. જો તે વખતે ચંદ્રનાડી પૂર્ણ હોય અને વાયુનો પ્રવેશ થાય, તો સંશય વિના સિદ્ધિ થવાનો નિર્દેશ થાય છે. કેદમાં પડેલાના, રોગીના, પોતાના પદથી ભ્રષ્ટ-થયેલાના પ્રશ્ન વખતે, તથા યુદ્ધના આરંભે, દુમનના સંગમ વખતે, સહસા ભય આવે ત્યારે, સ્નાન વખતે, ભોજન-પાણી વખતે, ગયેલી વસ્તુ શોધતી વખતે, પુત્રમાટે મૈથુન સેવનવખતે, વિવાદના અવસરે, તથા કષ્ટકારી પ્રયોજન વખતે એટલા સ્થળે સૂર્યનાડી સારી સમજવી. કેટલાક આચાર્યોના મતે - વિદ્યારંભ, દીક્ષા, શસ્ત્રાભ્યાસ, વિવાદ, રાજદર્શન, ગાયનઆરંભ, મંત્ર, મંત્રાદિ સાધનમાં સૂર્યનાડી શુભ છે. ડાબી નાસિકાનો પવન ચાલતો હોય તો ડાબો પગ અને જમણી નાસિકાનો પવન ચાલતો હોય તો જમણો પગ પ્રથમ ઉપાડી પોતાના ઘરથી નીકળવું જોઇએ. સુખ, લાભ અને જયના ઇચ્છુકે દેવાદાર, ચોર, શત્રુ, વિગ્રહ કરનારો અને ઉત્પાત કરનારો આટલા પોતાની ડાબી બાજુએ આવે એવી રીતે કરવું. કાર્યસિદ્ધિના ઇચ્છુકે સ્વજન, સ્વામી, ગુરુ, માતા, પિતા વગેરે જે આપણા હિતચિંતક હોય, તેમને પોતાની જમણી તરફ રાખવા જોઇએ. - શય્યા પરથી ઉઠેલાએ જમણી કે ડાબી જે નાસિકા પવનથી ભરાઇ પૂર્ણ થતી હોય (જે તરફ નાડી ચાલતી હોય) તે તરફનો પગ જમીન પર પહેલા મુકવો. ઉઠીને પહેલું નવકાર સ્મરણ.. આ પ્રમાણે વિધિપૂર્વક નિદ્રા તજીને શ્રાવક પરમમંગળ માટે અત્યંત બહુમાનથી નવકારમંત્રનું સ્પષ્ટોચ્ચાર થાય નહીં એ રીતે મનમાં સ્મરણ કરે. કહ્યું છે કે – શય્યામાં રહેલાએ પરમેષ્ઠીનું ચિંતન કરવું જોઇએ. (- નવકારનું મનથી સ્મરણ કરવું જોઇએ.) આમ કરવાથી સૂત્રનો અવિનય થતો નથી. કેટલાક આચાર્ય કોઇપણ એવી અવસ્થા નથી કે જેમાં નવકાર મંત્ર ગણવાનો અધિકાર ન હોય” એમ ને છે. તેથી તેઓ ‘ત્યારે પણ (શય્યામાં હોઇએ ત્યારે પણ) નવકાર પાઠ કરી શકાય” એમ કહે છે. પંચાશક' નામના ગ્રંથની ટીકામાં આ બંને મત બતાવ્યા છે. શ્રાદ્ધદિનકૃત્યમાં તો કહ્યું છે કે:- શય્યાના સ્થાનને છોડી દઇ જમીનપર ઊભા રહી ભાવથી બંધુ (સાચા હિતકર) અને જગતનો નાથ એવો નવકારમંત્ર ગણવો. યતિદિન ચર્યામાં કહ્યું છે કે - રાતના પાછલા પહોરે બાળ, વૃદ્ધ વગેરે બધાએ જાગી જવું જોઇએ અને પરમેષ્ઠી પરમ મંત્ર (નવકાર) સાત-આઠ વાર ગણવો જોઇએ. નવકાર ગણવાની રીત આમ નવકારમંત્રનું સ્મરણ કરતાં કરતાં જાગેલાએ પલંગ વગેરે (પથારીનું સ્થાન) છોડી પવિત્ર શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૫ Page #24 -------------------------------------------------------------------------- ________________ જમીન પર ઊભા રહીને કે પદ્માસન વગેરે આસને અથવા જેથી સુખે બેસી શકાય એવાં સુખાસને બેસીને પૂર્વ અથવા ઉત્તર દિશા સન્મુખ અથવા જિનપ્રતિમા આદિને સન્મુખ મનની એકાગ્રતા નિમિત્તે કમળબંધ, કરજાપ આદિથી નવકાર જાપ કરવો. આઠ પાંખડીવાળા કમળની કલ્પના કરી તેમાં મધ્યમાં કર્ણિકાપર “નમો અરિહંતાણં” પદ સ્થાપન કરે, પૂર્વાદિ ચાર દિશામાં “નમો સિદ્ધાણે, નમો આયરિયાણું, નમો ઉવન્ઝાયાણું, નમો લોએ સવ્વસાહૂણં” એ ચાર પદ સ્થાપે અને ચાર આગ્નેયી (પૂર્વ અને દક્ષિણની વચ્ચેની) વગેરે ચાર વિદિશામાં ચૂલિકાનાં ચાર પદો (એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વર્સિ, પઢમ હવઈ મંગલ) સ્થાપે. આ રીતે નવકાર સ્થાપન કરી જાપ કરવો એ કમળબંધ જાપ કર્યો કહેવાય છે. કલિકાળસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રના આઠમા પ્રકાશમાં કહ્યું છે કે તે આઠ પાંખડીવાળા સફેદ કમળના મધ્યની કર્ણિકામાં સાત અક્ષરી પ્રથમ પવિત્ર મંત્ર (નમો અરિહંતાણું) નું ચિંતન કરે. પછી સિદ્ધ વગેરે ચાર પદો ચાર દિશાની પાંખડીઓમાં ક્રમશ ચિંતવે. અને ચૂલિકાના ચાર પદ વિદિશાની પાંખડીઓમાં ચિંતવે. આ રીતે મન-વચન-કાયાની શુદ્ધિ પૂર્વક એકસો આઠ નવકારનો જાપ કરતો સાધુ ગોચરી કરે તો પણ ઉપવાસનું ફળ પામે છે. જાપની અન્ય પદ્ધતિઓ કરજાપ નંદાવર્ત-શંખાવર્ત વગેરે રીતે કરવાથી ઇષ્ટસિદ્ધિ વગેરે ઘણું ફળ આપનારો બને છે. કરજાપ વગેરે જેને ન ફાવે, એ કર આવર્તે (આંગળીથી) નવકારને બાર સંખ્યાથી નવ વાર ગણે, તો તેને પિશાચ વગેરેનો ઉપદ્રવ થતો નથી. બંધન (જલ) વગેરે કષ્ટ આવે ત્યારે વિપરીત શંખાવર્ત વગેરે દ્વારા અક્ષર અથવા પદથી વિપરીત (ઉલ્ટા અક્ષરો અથવા પદથી) નવકારમંત્રનો એક લાખ કે તેથી અધિક જાપ કરવાથી શીઘ્ર ક્લેશ નાશ-આપત્તિ ટળવી વગેરે થાય છે. - સૂતર, રત્ન, રૂદ્રાક્ષ વગેરેની જપમાળા પોતાના હૃદય પાસે સમશ્રેણીએ રાખી પહેરેલાં વસ્ત્ર કે પગવગેરેને સ્પર્શે નહિ તે રીતે, તેમ જ મેરુનું ઉલ્લંઘન ન થાય વગેરે વિધિ સાચવીને જપવાથી મહાલાભ થાય છે. કહ્યું છે કે :- આંગળીના અગ્રભાગથી, મેરુ ઉલ્લંઘન કરવાથી અને વ્યગ્રચિત્તથી કરાયેલો જાપ પ્રાયે અલ્પ ફળ આપનારો બને છે. ઘણા માણસ વચ્ચે બેસી જાપ કરવા કરતાં એકાંતે કરવો શ્રેયસ્કર છે. બોલતા જાપ કરવા કરતાં મૌન જાપ કરવો શ્રેયસ્કર છે. મૌન જાપ કરતાં માનસિક જાપ શ્રેયસ્કર છે. એમ ઉત્તરોત્તર અધિક ફળદાયી છે. જાપ કરતાં થાકે, તો ધ્યાનમાં પ્રવેશે. ધ્યાન કરતાં થાકે, તો જાપ કરે, એ બન્નેથી થાકે, તો સ્તોત્ર ગણે, એમ ગુરુએ કહ્યું છે. ત્રણ પ્રકારના જાપ શ્રી પાદલિપ્તસૂરિ મહારાજે રચેલા પ્રતિષ્ઠા-પદ્ધતિમાં કહ્યું છે કે, જાપ ત્રણ પ્રકારનાં છે. ૧ માનસ જાપ, ૨ ઉપાંશુજાપ, ૩ ભાષ્યજાપ. માનસજાપ એટલે માત્ર મન જ જાપમાં પ્રવૃત્ત હોય (જીભ વગેરે બાકી બધું સ્થિર હોય). આ જાપ માત્ર પોતે જ અનુભવે છે. શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૬ Page #25 -------------------------------------------------------------------------- ________________ ઉપાંશુજાપ એટલે બીજો કોઈ સાંભળી ન શકે, પણ અંતર્જલ્પરૂપ (અંદરથી બોલતો હોય તેવો)જાપ. અને ભાષ્યજાપ એટલે બીજા બધા સાંભળી શકે એવો જાપ. આમાં શાંતિ જેવા ઉત્તમ કાર્યની સિદ્ધિ માટે માનસ જાપ, પુષ્ટિ જેવા મધ્યમ કાર્ય માટે ઉપાંશુજાપ અને કામણ-ટુમણ જેવા તુચ્છ – અધમ કાર્ય માટે ભાષ્યજાપ કરાતો હોય છે. માનસજાપ પ્રયત્ન-કષ્ટ સાધ્ય છે. ભાષ્ય જાપ અધમ કાર્યોની સિદ્ધિ માટે છે. તેથી સાધારણ સરળ એવો ઉપાંશુજાપ કરવો જોઇએ. નવકારના અક્ષરજપો અને તેના લાભો નવકારની પાંચ પદની કે નવપદની અનાનુપૂર્વી ચિત્તની એકાગ્રતા માટે ગણી શકાય. નવકારમંત્રના એક-એક અક્ષર-પદ વગેરેનો જાપ પણ કરી શકાય. યોગશાસ્ત્રના આઠમા પ્રકાશમાં કહ્યું છે કે તે ગુરુપંચક અરિહંત, સિદ્ધ, આયરિય, ઉવઝાય, સાહુ, આ સોળ અક્ષરની વિદ્યા બસો વાર જપે, તો એક ઉપવાસનું ફળ પામે છે. ગુરુપંચક-પાંચ પરમેષ્ઠી. “અરિહંત સિદ્ધ” એ છ અક્ષરનો મંત્ર ત્રણસો વાર, “અરિહંત' એ ચાર અક્ષરનો મંત્ર ચારસો વાર અને “અવર્ણ” એટલે (અરિહંતમાં રહેલો પ્રથમ વર્ણ) “અ” ને પાંચસો વાર ગણનારો યોગી એક ઉપવાસનું ફળ પામે છે. ભવ્ય જીવો જાપ કરતા થાય એ હેતુથી આ જાપોના આવા ફળ કહ્યા છે. બાકી તો આ જાપોના સ્વેગ અને મોક્ષની પ્રાપ્તિ એ જ પારમાર્થિક ફળ છે એમ યોગીઓ કહે છે. પાંચ અક્ષરનો મંત્ર ગણવાની વિધિ નાભિકમલમાં સર્વતોમુખી ‘કારને સ્થાપી એનું ચિંતન-ધ્યાન કરવું. મસ્તક કમળમાં ‘સિ’ અક્ષરને ધ્યાવવો. મુખરૂપ કમળમાં ‘આ’ કારને ધ્યાવવો. હૃદયરૂપ કમળમાં “ઉ” કાર ચિંતવવો અને કંઠ પિંજરમાં (કંઠે) “સા' કાર ચિંતવવો. પંચ પરમેષ્ઠીના બીજભૂત આ “અસિઆઉસા” મંત્ર અને બીજા પણ નમ: સર્વસિદ્ધભ્ય:” એ બીજાક્ષરોનું સ્મરણ કરી શકાય. ધ્યાન ક્યાં કેવી રીતે ધરવું? આ લોકના ફળની ઇચ્છા રાખનારે આ મંત્રનું ૐ કાર સહિત ધ્યાન ધરવું. મોક્ષ પદની ઇચ્છા રાખનારે એ વિના જાપ કરવો. (પ્રણવ-ૐ કાર) એવી રીતે મંત્રવિદ્યાના વર્ષોમાં અને પદમાં ક્રમથી વિશ્લેષ લક્ષ્યભૂત ભાવની સિદ્ધિ માટે કરવો. જાપ વગેરે બહુ ફળવાળા છે, કેમકે :- કરોડ પૂજાતુલ્ય સ્તોત્ર છે. કરોડ સ્તોત્ર સમાન જાપ છે. કરોડ જાપ સમાન ધ્યાન છે અને કરોડ ધ્યાનને સમકક્ષ લય છે. ધ્યાનની સિદ્ધિ માટે જોઇતી સ્વસ્થતા માટે જિનશ્વરોની જન્મભૂમિ વગેરે રૂપ તીર્થોનો અથવા અન્ય એકાંત સ્થાન વગેરેનો આશ્રય કરવો. ધ્યાનશતકમાં કહ્યું છે :- સાધુઓનું સ્થાન હંમેશા સ્ત્રી, પશુ, નપુંસક, કુશીલ (= દુરાચારી) વગેરેથી રહિત એકાંતમાં જ હોય, એમાં પણ ધ્યાન વખતે તો વિશેષથી એકાંત હોવું જરૂરી છે. જેઓ પોતાના સાધનાના યોગમાં સ્થિર છે અને ધ્યાનમાં નિશ્ચય મનવાળા છે, તેવા મુનિ માટે તો લોકોથી વ્યાપ્ત ગામ કે શૂન્ય અરણ્ય (જંગલ) માં કોઇ ફરક પડતો નથી. તેથી જ્યાં મન-વચન-કાયાના યોગોનું સમાધાન થતું હોય અને જીવોને પીડા થતી ન હોય, તે જ ધ્યાન ધરનારા માટે ઉચિત દેશ (થાન) છે. શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #26 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનનો સમય પણ તે જ શ્રેષ્ઠ છે કે જે સમયે ઉત્તમ યોગ સમાધાન પ્રાપ્ત થાય છે. (યોગ સમાધાન = મન વગેરેની વ્યાકુળતા ન થવી) આ માટે દિવસ-રાત વગેરે રૂપે સમયનું કોઇ નિયમન જરૂરી નથી. શરીરની પણ તે જ ઉભેલી, બેસેલી કે સુતેલી અવસ્થા ધ્યાન માટે માન્ય છે કે જે અવસ્થામાં ધ્યાન સારી રીતે ધરી શકાય. (આમ કહેવા પાછળ કારણ બતાવે છે.) બધા દેશ-કાળઅવસ્થામાં રહેલા ઘણા મુનિઓ પાપને શાંત કરી શ્રેષ્ઠ કેવળજ્ઞાન આદિ લાભ પામ્યા છે. તેથી આગમમાં ધ્યાનમાટે દેશ, કાળ, અવસ્થા અંગેનો કોઇ નિયમ બતાવ્યો નથી. જે રીતે મન વગેરે યોગ સમાધાન પામે-સ્થિરતા પામે તે રીતે પ્રવર્તવું. શ્રી નવકાર મહામંત્રના લાભ - શિવકુમાર વગેરેના દષ્ટાંત શ્રી નમસ્કાર મહામંત્ર આલોક અને પરલોક બન્ને માટે અત્યંત લાભકારી છે. મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કે :- ભાવથી નમસ્કારનું સ્મરણ-ચિંતન કરનારના ચોર , હિંસક પશુ, સાપ, પાણી,અગ્નિ, બંધન, રાક્ષસ, રાજા, રણ(યુદ્ધ) વગેરેથી ઉદ્ભવતા ભયો નાશ પામી જાય છે. બીજે પણ કહ્યું છે :- જન્મે ત્યારે નવકાર સંભળાવવાથી એ જન્મેલાને એ જીવનમાં ફળ-ઋદ્ધિ મળે છે. મરતા પણ નવકાર જાપથી (કે સાંભળવાથી) મરણ પછી સદ્ગતિ થાય છે. આપત્તિમાં નવકાર ગણવાથી સેંકડો આપત્તિઓ ઓળંગી જવાય છે. સમૃદ્ધિમાં પણ નવકાર ગણવો, જેથી સમૃદ્ધિ વિસ્તાર પામે છે, વધે છે. નમસ્કાર મહામંત્રનો એક એક અક્ષર સાત સાગરોપમના પાપનો નાશ કરે છે. નવકારના એક પદનો જાપ પચાસ સાગરોપમના પાપને હણે છે. સંપૂર્ણ નવકારનું સ્મરણ પાંચસો સાગરોપમના પાપ દૂર કરે છે. જે વ્યક્તિ શ્રી જિનેશ્વરની વિધિપૂર્વક પૂજા કરી વિધિપૂર્વક એક લાખ નવકાર ગણે, તે તીર્થંકર નામકર્મ ઉપાર્જ એમાં કોઇ સંદેહ નથી. જે વ્યક્તિ ૮૦૮૦૮૮૦૮ નવકાર ગણે, એ ત્રીજે ભવે મોક્ષ પામે છે. નમસ્કારના આલોક સંબંધી મહિમા અંગે શેઠ પુત્ર શિવકુમાર વગેરેના દ્રષ્ટાંત છે. આ શિવકુમાર જુગારમાં અત્યંત આસક્ત હોવાથી પિતાની વાત પણ માનતો ન હતો. મરતી વખતે પિતાએ હિતશિક્ષા આપી કે “આપત્તિમાં નવકાર યાદ કરજે.' પિતાના મોત પછી જુગારમાં બધું ગુમાવવાથી શિવકુમાર નિર્ધન થઇ ગયો. એને ત્રિદંડીનો ભેટો થયો. ત્રિદંડીએ “મારી સાધનામાં ઉત્તરસાધક થશે, તો તારું દળદર ફિટશે” એમ કહ્યું. તેથી કાળીચૌદશની રાતે ત્રિદંડી સાથે સ્મશાનમાં ગયો. આ ત્રિદંડી દુષ્ટ હતો. ત્રિદંડીએ મડદાના હાથમાં તલવાર મૂકી. પછી શિવકુમારને એના પગનું માલિશ કરવાનું કામ સોપ્યું. તે વખતે ડરી ગયેલા શિવકુમારે આપત્તિથી બચવા નવકાર ગણવા માંડ્યા. તેથી એ શબ ત્રણ વાર ઉઠવા છતાં શિવકુમારને કાંઇ કરી શક્યું નહીં. અંતે ત્રિદંડીના જાપથી ખેંચાઇ આવીને શબમાં પેસેલા એ દેવે ત્રિદંડીને જ મારી નાખ્યો. એનું શબ સુર્વણ પુરુષ બની ગયું. તેથી શિવકુમાર મોતને બદલે મોટી સમૃદ્ધિ પામ્યો. એણે જિનાલય નિર્માણવગેરે સુકતો કર્યા. સુદર્શના દષ્ટાન્તા નવકારના પ્રભાવથી પરલોકમાં થયેલા લાભમાટે વડની સમડી વગેરે દ્રષ્ટાંત છે. એ સમડી કોઇ દુષ્ટના બાણથી વિંધાઈને ભૂમિપર પડી. ત્યાંથી પસાર થતાં સાધુએ એને નવકાર સંભળાવ્યો. એમાં ૧૮ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #27 -------------------------------------------------------------------------- ________________ ચિત્ત પરોવવાથી મરીને સિંહલ દેશના રાજાની લાડકી પુત્રી સુદર્શના બની. દરબારમાં પોતે પિતા રાજા પાસે બેઠી હતી, ત્યારે છીંક આવવાથી એક શેઠ ‘નમો અરિહંતાણં બોલ્યા. આ સાંભળી એને જાતિસ્મરણ જ્ઞાન થયું. પછી પાંચસો વહાણ લઇ પોતાની સમડી તરીકેની મૃત્યુભૂમિ ભરુચ હોવાથી ત્યાં આવી. ત્યાં સમડી વિહાર નામનું ભવ્ય દેરાસર બનાવ્યું. આમ અત્યંત પ્રભાવક હોવાથી ઊંઘમાંથી ઉઠતાં જ નવકાર મહામંત્રનું સ્મરણ કરવું જોઇએ. એ પછી ધર્મજાગરિકા કરવી. ધર્મજાગરિકા તે આ રીતે :- હું કોણ છું? મારી જાતિ કઇ? મારા કુલદેવતા કોણ? મારા ગુરુ કોણ? મારો ધર્મ કયો? મારે કયા કયા અભિગ્રહો-નિયમો છે? અત્યારે મારી કઈ અવસ્થા છે? મેં અત્યાર સુધી શી આરાધના કરી? હજી મારે કયા કૃત્યો કરવાના બાકી છે? હું કરી શકું એવો કયો ધર્મ હું કરતો નથી? મારા કયા કાર્યો બીજા જુએ છે? ને કયા કાર્યો મારો આત્મા જુએ છે? હું કઇ કઇ અલનાઓ અટકાવી શકતો હોવા છતાં અટકાવતો નથી? તથા આજે કઇ તિથિ છે? શું આજે કોઇ ભગવાનનું કલ્યાણક છે? આજે મારું વિશેષ કૃત્ય કર્યું છે? વગેરે. આ ધર્મજાગરિકામાં દ્રવ્ય - ક્ષેત્ર – ભાવ - કાળ અંગે જો વિચારીએ, તો પોતાના કુળનું, ધર્મનું, વ્રતનું વગેરેનું સ્મરણ કરવું એ ભાવ અંગે વિચારણા છે. મારા ગુરુ કોણ? વગેરે વિચારણા દ્રવ્ય અંગ છે. કયા દેશ, નગર, ગામ, સ્થાને છું? ઇત્યાદિ વિચારણા ક્ષેત્રઅંગે છે. અત્યારે પ્રભાતાદિ કયો સમય છે કે આજે કઇ તિથિ છે? ઇત્યાદિ વિચારણા કાળસંબંધી એવી ધર્મ-જાગરિકા કરવાથી પોતે સાવધાન થાય છે. પોતે કરેલા પાપ, દોષ યાદ આવવાથી તેના ત્યાગની, તથા પોતે ગ્રહણ કરેલા નિયમનું પાલન કરવાની અને નવા ગુણ તથા વિશેષથી ધર્મ ઉપાર્જન કરવાની ઇચ્છા થાય છે. ધર્મજાગરિકાના આ અને બીજા ઘણા લાભો છે. સંભળાય છે કે પાછલી રાતે આરીતે ધર્મ જાગરિકાથી પ્રતિબદ્ધ થયેલા આનંદ-કામદેવ વગેરે શ્રાવકો પણ શ્રાવકની પ્રતિમાઓ વગેરે વિશેષ ધર્મ કરવામાં લાગ્યા હતા. કુસ્વMઅંગે કાઉસગ્ગ (આટલે સુધી મૂળ ગાથા નંબર પાંચના પૂર્વાદ્ધની વ્યાખ્યા કરી. હવે ઉત્તરાદ્ધની વ્યાખ્યા કરે છે.) ધર્મજાગરિકા પછી જો પ્રતિક્રમણ કરતો હોય, તો રાઇ પ્રતિક્રમણ કરે. (એની વિધિ આગળ બતાવશે.) જે પ્રતિક્રમણ ન કરતો હોય, એણે પણ રાગદશાથી ભરેલા કુસ્વપ્ન અને દ્વેષભાવથી ભરેલા સ્વપ્નના પ્રાયશ્ચિત્ત માટે, કોઇ અનિષ્ટ સ્વપ્ન આવ્યું હોય, તો એના પ્રતિઘાત-પ્રતિકાર માટે તથા મૈથુનસંબંધી સ્વપ્ન આવ્યું હોય, તો પાપ નિવારવા એકસો આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણનો કાઉસગ્ગ કરવો. આ બાબતમાં વ્યવહાર ભાષ્યમાં જે કહ્યું છે, તેનું તાત્પર્ય બતાવે છે - ૧) હિંસા, જુઠ, ચોરી અને પરિગ્રહ કરવાનું, કરાવવાનું કે અનુમોદવાનું સ્વપ્ન આવ્યું હોય, અને મૈથુનવ્રતમાં કરાવવાનું કે અનુમોદવાનું સ્વપ્ન આવ્યું હોય, તો એ પાપ ખપાવવા સો શ્વાસોચ્છવાસ પ્રમાણ એટલે કે ચંદેસ નિમ્મલયરા સુધીના ચાર લોમ્બસનો કાઉસગ્ગ કરવો. અને ૨) જો મૈથુન સેવન પોતે કર્યું છે એવું સ્વપ્ન આવે, તો એકસો આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ એટલે કે સાગરવરગંભીરા સુધીના ચાર લોગસ્સનો કાઉસગ્ગ કરવો. અથવા દસવૈકાલિક સૂત્રના ચોથા અધ્યયનમાં મહાવ્રત સંબંધી જે શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #28 -------------------------------------------------------------------------- ________________ આલાવા છે, તે પ્રાય: પચ્ચીસ શ્લોક પ્રમાણ હોવાથી એ પણ સો શ્વાસોચ્છવાસ પ્રમાણ હોવાથી પ્રથમ પ્રકારના સ્વપ્ન અંગે ચિંતવી શકાય. અથવા ત્યાં પચ્ચીસ શ્લોક પ્રમાણ સ્વાધ્યાય (બીજા પ્રકારમાં સત્તાવીશ શ્લોકો) પણ ચિંતવી શકાય. પ્રથમ પંચાશકની વૃત્તિમાં એમ કહ્યું છે કે મોહના ઉદયથી સ્ત્રીસંવાદિરૂપ સ્વપ્ન આવે, તો તરત જ ઉઠી જઇ ઈર્યાવહિયા કરી એકસો આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાઉસગ્ગ કરવો. એ કર્યા પછી પણ જો પ્રતિક્રમણના સમય પહેલા ઘણું ઉઘવું ઇત્યાદિ રૂપ પ્રમાદ થયો હોય, તો એ જ કાઉસગ્ગ ફરીથી કરવો. એમ સમજાય છે કે દિવસે પણ ઉંઘ આવે ને એમાં એવું સ્વપ્ન આવે, તો આ રીતે કાઉસગ્ગ કરવો જોઇએ. પણ તે કાઉસગ્ગ ત્યારે જ કરવો કે સાંજના પ્રતિક્રમણ વખતે કરવો એનો નિર્ણય બહુશ્રુત જ્ઞાની જ કરી શકે. (હાલ સ્વપ્ન આવે કે નહીં, સવારના પ્રતિક્રમણ પહેલા કુસુમિણ-દુસુમિણ સંબંધી ચાર લોગસ્સ સાગરવરગંભીરા સુધીનો કાઉસગ્ન કરવાનો આચાર પ્રચલિત છે.). સ્વપ્ન વિચાર વિવેક વિલાસ વગેરેમાં સ્વપ્ન વિચાર અંગે એમ લખેલું છે કે :- “સારું સ્વપ્ન જોયા પછી સૂવું નહીં, ને તે જ દિવસે સદ્ગુરુ પાસે જઇ એ સ્વપ્ન કહેવું. જો ખરાબ સ્વપ્ન જોયું હોય, તો તરત સૂઇ જવું ને કોઇને પણ કહેવું નહીં. સમધાતુ (વાયુ, પિત્ત, કફ એ ત્રણે બરોબર) વાળા પ્રશાંત, નિરોગી અને જિતેન્દ્રિય ધાર્મિક પુરુષને આવેલા સારા કે ખરાબ સ્વપ્ન સાચા ઠરે છે. ૧) અનુભવેલું, ૨) સાંભળેલું, ૩) જોયેલું, ૪) પ્રકૃતિ બદલાવાથી, ૫) સ્વભાવથી, ૬) ઘણી ચિંતાથી, ૭) દેવના પ્રભાવથી, ૮) ધર્મના મહિમાથી, ૯) પાપની અધિકતાથી, એમ નવ કારણથી સ્વપ્ન આવે છે. પહેલા જ કારણથી આવતા સ્વપ્ન સારા હોય કે નરસા ફળદાયી બનતા નથી. છેલ્લા ત્રણ કારણથી આવતા સ્વપ્નો ફળ આપે છે. રાતના પહેલા પ્રહરે સ્વપ્ન જોયું હોય, તો બાર માસે ફળ આપે; બીજા પ્રહરે જોયું હોય, તો છ માસે ફળ આપે; ત્રીજા પ્રહરે જોયું હોય, તો ત્રણ માસે ફળ આપે; અને ચોથા પ્રહરે જોયું હોય, તો એક માસે ફળ આપે છે. પાછલી બે ઘડી બાકી રહે ત્યારે જોયેલું દસ દિવસે ને સૂર્યોદય વખતે જોયેલું સ્વપ્ન તરત જ ફળ આપે છે. એકી સાથે ઘણા સ્વપ્નો જોયાં હોય, દિવસે સ્વપ્ન જોયું હોય, ચિંતા અથવા વ્યાધિથી જોયું હોય અને મળમૂત્રાદિકની પીડાથી આવેલું હોય તો તે સર્વ (સ્વપ્ન) નિરર્થક જાણવા. પહેલા અશુભ સ્વપ્ન જોયું ને પછી શુભ સ્વપ્ન જોયું હોય, તો શુભ સ્વપ્ન ફળે. પહેલા શુભ જોઇને પછી અશુભ જોયું હોય, તો અશુભ ફળે. આ અશુભ સ્વપ્ન જોયું હોય તો શાંતિક કૃત્ય કરવાં. સ્વપ્નચિંતામણિશાસ્ત્રમાં પણ એમ લખેલું છે કે :- નઠારું સ્વપ્ન જોયું હોય ને રાત બાકી હોય, તો પાછા સૂઇ જવું અને કોઇ રીતે કોઇને પણ કહેવું નહીં. તેથી તે ફળતું નથી. જે સવારે ઉઠીને ભગવાનનું ધ્યાન ધરે છે, અથવા ભગવાનની સ્તવના કરે છે, અથવા નવકારમંત્રનું સ્મરણ કરે છે; એને આવેલું દુ:સ્વપ્ન ફળ વિનાનું બને છે. ભગવાનની પૂજા રચાવે, ગુરુની ભક્તિ કરે, શક્તિ પ્રમાણે તપ કરે અને સતત ધર્મમાં રત(પ્રવૃત) રહે, તેનું દુ:સ્વપ્ન પણ સુસ્વપ્ન બની જાય છે. જે દેવ-ગુરુનું સ્મરણ કરી અને સારા તીર્થો અને આચાર્યોનું નામ લઇને સુએ છે, તેને કદાપિ ખોટા સ્વપ્ન આવતાં નથી. (સ્વપ્ન અંગેની વાત પૂરી થઇ.). 30 શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #29 -------------------------------------------------------------------------- ________________ ઉઠીને બીજું શું શું કરવું? (સવારે ઉઠ્યા પછી શું કરવું એ વાત ચાલે છે, એમાં આગળ બતાવે છે) પોતાને ખરજવું થયું હોય, તો સવારે થંક એના પર ઘસવું અને અંગો મજબૂત થાય એ માટે બે હાથેથી વ્રજીકરણ કરવું. (એક પ્રકારે અંગ દબાવવાની ક્રિયા). સવારે પુરુષે પોતાનો જમણો હાથ જોવો અને સ્ત્રીએ પોતાનો ડાબો હાથ (હથેલી) જોવો.હથેલી પોતાના પુણ્ય અંગે પ્રકાશ પાથરે છે. (આનું તાત્પર્ય એ હોઇ શકે કે એ વખતે એ રીતે હથેલી જોવાથી પુણ્ય વધે. અથવા પોતાનું કેટલું પુણ્ય છે એ જાણવાથી એ મુજબ જ પરિશ્રમ કરવાનું મન થાય ને નિષ્ફળતામાં સ્વસ્થતા રહે કે મારો હાથ મારું આટલું જ પુણ્ય બતાવે છે.) માતા, પિતા વગેરે વડીલોને જે નમસ્કાર કરે છે, તેને તીર્થયાત્રાનું ફળ મળે છે. તેથી દરરોજ એ રીતે વંદન કરવા. જેઓ વૃદ્ધ પુરુષોની સેવા કરતા નથી, તેથી ધર્મ અને જે રાજાની સેવા કરતો નથી, તેનાથી અર્થ – સંપત્તિ દૂર રહે છે. વિરતિ – પચ્ચકખાણના લાભ પ્રતિક્રમણ કરનારે પચ્ચખાણ કર્યા પહેલા ચૌદ નિયમ ધારવા જોઇએ. તેમ જ જે પ્રતિક્રમણ ન કરતો હોય, તેણે પણ સૂર્યોદયથી પહેલા ચૌદ નિયમ ગ્રહણ કરવા. શક્તિપ્રમાણે એકાસણ, બિયાસણ આદિ પચ્ચકખાણ કરતી વખતે ચૌદ નિયમ અંતર્ગત જે પ્રમાણે સચિત્ત, દ્રવ્ય, વિગઇ વગેરે અંગે નિયમ ધાર્યા હોય, તેના ઉચ્ચારપૂર્વક દેશાવગાસિકનું પચ્ચખાણ પણ લેવું. (નવકારશી વગેરે ને ચૌદ નિયમની વાત આવી. એટલે એ વ્રતધારી શ્રાવકને સંભવતું હોવાથી ગ્રંથકાર કહે છે...) વિવેકી પુરુષે પહેલેથી જ સદ્ગુરુ પાસે સમ્યક્ત મૂળ બાર વતમય શ્રાવકધર્મ યથાશક્તિ સ્વીકારવો જોઇએ. શ્રાવકધર્મ સ્વીકારનારને સર્વવિરતિ (સંયમ) ગ્રહણ કરવાનો સંભવ છે. (એટલે કે બાર વ્રત ધારીને પાંચ મહાવ્રતમય ચારિત્ર લેવાની સંભાવના વધી શકે છે.) આમ બાર વ્રત લેવાનો આ વિશેષ લાભ છે. વળી વ્રત નહીં સ્વીકારનારને – અવિરતિધરને તો નિગોદના જીવોની જેમ તે-તે પાપ અંગે મનવચન-કાયાની પ્રવૃત્તિ ન હોય તો પણ બહુ કર્મબંધ થયા કરે છે. (નિગોદનો જીવ કયું પાપ કરે છે? કે કરી શકે છે? છતાં એને એ બધા પાપના પચ્ચકખાણ ન હોવાથી પાપ લાગ્યા કરે છે. આ જ વાત અવિરતિધર માણસને પણ લાગુ પડે છે.) આમ અવિરતિનો બહુ મોટો દોષ છે અને વિરતિનો ઘણો લાભ છે. તેથી જ કહ્યું છે – જે ભવ્ય ભાવિક જીવે એકદમ અલ્પ પણ વિરતિ કરી હોય, તેની સ્વયં કોઇ વિરતિમાં નહી આવી શકતા દેવો સ્પૃહા (ઇર્ષા) કરે છે. એકેન્દ્રિય જીવો આપણી જેમ કોળિયાં મોંમાં મુકી શકતા નથી. (કવલાહાર કરી શકતા નથી). છતાં પણ તેઓને ઉપવાસનું પુણ્ય જે મળતું નથી, તેમાં તેમની અવિરતિ કારણભૂત છે. જીવો મન-વચન-કાયાથી પાપ કરતાં ન હોવા છતાં એકેન્દ્રિયપણામાં જે અનંતકાળ રહે છે, તે તેઓની અવિરતિના કારણે છે. તિર્યંચો ચાબુક, અંકુશ, આર ઘોંચાવો, વહન, બંધન, મરણ, વગેરે જે સેંકડો કષ્ટ સહન કરે છે, તે જો માનવ ભવમાં નિયમમાં આવ્યા હોત, તો સહન કરવા નહીં પડત. (એટલે કે માનવભવમાં નિયમો વગેરે નહીં કરવાથી પશુ થયેલા તેઓને અનિચ્છાએ પણ આકરું કષ્ટ સહન કરવું પડે છે.) વિરતિના અભ્યાસ માટે નિયમો અવિરતિનો ઉદય હોય તો ગુરુના ઉપદેશ વગેરેનો સંયોગ થવા છતાં દેવોની જેમ જરા પણ વિરતિનો સ્વીકાર થતો નથી. તેથી જ શ્રેણિક મહારાજને ક્ષાયિક સમ્યકત્વ હતું ને શ્રી વીર પ્રભુના શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #30 -------------------------------------------------------------------------- ________________ વચનનો યોગ મળ્યો વગેરે વિરતિમાં કારણભૂત ગણાય તેવી ઘણી બાબત હોવા છતાં તીવ્ર અવિરતિના ઉદયના કારણે કાગડાના માંસનો ત્યાગ જેવા પણ નિયમ કરી શક્યા નહીં. વિરતિથી અવિરતિને જીતી શકાય. (નાના મોટા નિયમ લેતા રહેવાથી અવિરતિમાં કારણભૂત કર્મ વગેરેને તોડી શકાય છે.) વિરતિ સહજ નથી આવતી, વારંવારના અભ્યાસથી સિદ્ધ થાય છે. અભ્યાસથી જ દરેક કાર્યમાં કુશળતા આવે છે.' આ વાત લેખન, વાંચન, ગણિત, ગાન, નૃત્ય વગેરે કળા વિજ્ઞાનો અંગે બધાને જ અનુભવ સિદ્ધ છે. કહ્યું જ છે કે – અભ્યાસથી જ બધી ક્રિયાઓ, કળાઓ, ધ્યાન અને મૌન વગેરે આત્મસાત થાય છે. ખરેખર અભ્યાસ માટે શું દુષ્કર છે? વારંવાર વિરતિના પરિણામનો અભ્યાસ થાય, તો પરલોકમાં પણ એ પરિણામ આવે છે. કહ્યું જ છે કે – જીવ આ ભવમાં જે ગુણ કે દોષનો અભ્યાસ કરે છે, તે અભ્યાસના યોગથી તે ગુણ કે દોષ પરલોકમાં પણ પામે છે. આમ વિરતિના અભ્યાસ માટે પણ વિવેકીએ બાર વ્રતને સંલગ્ન નિયમો ઇચ્છા મુજબ લેવા જોઇએ. નિયમમાં દોષ - અતિચાર અંગે. અહીં (ગુરુએ) શ્રાવક-શ્રાવિકાને યોગ્ય ઇચ્છાપરિમાણ અંગે વિસ્તારથી સમજાવવું જોઇએ, કે જેથી એ જાણીને પછી નિયમો લેવામાં પાછળથી નિયમભંગ વગેરે દોષો લાગે નહીં. વિવેકીએ નિયમ પણ વિચારપૂર્વક એવી રીતે લેવા કે જેથી તે પાળવા શક્ય બને. (અજાણતા નિયમ ભંગ થઇ જાય તો? એવો ડર રાખવો નહીં, કેમકે) બધા જ નિયમોમાં અનાભોગ(અજાણતા) સહસા (અચાનક) મહત્તર (વડીલોનો આગ્રહ) સર્વ સમાધિ (સમાધિ ટકાવવી) આ ચાર સબંધી ચાર આગાર (કે જેથી નિયમ ભાંગ નહીં) હોય જ છે. તેથી કદાચ અનાભોગ આદિથી નિયમ કરતા વધુ વસ્તુ ગ્રહણ આદિ થઇ પણ જાય, તો પણ નિયમભંગ થતો નથી, માત્ર અતિચાર જ લાગે છે. હા, જો “મને આટલાનો જ નિયમ છે' ઇત્યાદિ જાણવા છતાં અંશમાત્ર પણ વધુ લઇ લેવું ઇત્યાદિરૂપે જાણીને દોષ લગાડે, તો નિયમભંગ થાય છે. સમજું - વિવેકી માણસ પણ દુષ્ટ કર્મોની પરાધીનતાથી આ રીતે નિયમભંગ કરી નાખે તે સંભવે છે. છતાં પણ વિવેકીએ (એ ભંગનું પ્રાયશ્ચિત લઇ લેવું) અને નિયમ તો આગળ પાળવો જ. જેમકે પાંચમ, ચૌદસ વગેરે તીથિના દિવસોએ તપ કરવાનો નિયમ લીધો હોય અને આજે “એ તિથિ નથી-બીજી તિથિ છે” એવી ભ્રમણા વગેરેથી કાચું પાણી પીવાય જાય કે પાન મોંમાં મુકાઇ જાય વગેરે થાય ને અચાનક યાદ આવે કે “અરે! આજે તો પાંચમ છે... મારે તપનો દિવસ છે? તો જેવો આ ખ્યાલ આવે કે તરત મોંમાં મુકેલું પણ પેટમાં ન ઉતારતા બહાર કાઢી નાખે, અને ઉકાળેલા પાણીથી મોં ચોખ્ખું કરી જે તપ કરવાનો હોય, તે તપ જ હોય, એ રીતે રહે. કદાચ તે દિવસે ભ્રમથી બીજી તિથિ માની જમી લીધું હોય, તો બીજે જ દિવસે દંડ માટે એ તપ કરે ને તપ આગળ વધારી આપે. આમ કરવાથી એને માત્ર અતિચાર લાગે છે પણ નિયમમાં ભંગ થતો નથી. પણ જો આજે તપ કરવાનો દિવસ છે એ જાણવા છતાં કણમાત્ર પણ વાપરે, તો નિયમ ભંગ થાય, - જાણી જોઇને કરેલો આ ભંગ (મોટી આશાતના - અવહેલનાનો હેતુ બનવાથી) નરક આદિ ગતિમાં કારણ બને છે. આજે કઇ તિથિ છે એ અંગે કે આ વસ્તુ કથ્ય છે કે અકથ્ય એ અંગે સંશય હોય, છતાં ચોકસાઇ કર્યા વિના તપ ન કરે કે એ વસ્તુ વાપરી જાય, તો ખરેખર તપની તિથિ ન હોય અને વસ્તુ કટ્ય હોય શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૨. Page #31 -------------------------------------------------------------------------- ________________ તો પણ નિયમભંગ વગેરે દોષ લાગે છે. (તથી સંશયનું અવશ્ય નિરાકરણ કરી પછી એ મુજબ વર્તવું.) ગાઢ બીમારી, ભૂતપ્રવેશ આદિ દોષોની પરવશતાના કારણે કે સાપ ડસી ગયો વગેરે અસમાધિના અવસરે જાણીને પણ તપ કરી શકે નહીં, તો પણ ‘સર્વસમાધિ’ સંબંધી ચોથો આગાર હોવાથી જ નિયમભંગનો દોષ લાગતો નથી. આ રીતે દરેક નિયમ અંગે વિચારી શકાય. કહ્યું જ છે કેવ્રતના ભંગમાં મોટો દોષ છે. નાના પણ નિયમનું બરાબર પાલન ગુણકારી બને છે. આ રીતે ગુરુલાઘવ (લાભાલાભ)નો વિચાર કરવો જોઇએ. તેથી જ ધર્મમાં આગારો બતાવ્યા છે. તેથી નિયમ તો લેવા જ. કેમકે નિયમો મોટા ફળ આપનારા બને છે. નિયમ લેવાઅંગે કમળશેઠનું દષ્ટાન્તા કમળશ્રેષ્ઠીએ પિતાના આગ્રહથી અને પરિચિત થયેલા મુનિના કહેવાથી માત્ર કૌતુક ખાતર જ ‘બાજુમાં રહેલા કુંભારની ટાલ જોયા વિના ખાઇશ નહીં' એવો નિયમ લીધો હતો. એક વાર સવારથી જંગલમાં ગયેલા કુંભારની ટાલ જોવા કમળશ્રેષ્ઠી પણ જંગલમાં ગયા. ત્યાં કુંભારને મળેલા સોનાના ચરુમાં કુંભારે આ શેઠને જોઇ ડરીને અડધા ભાગની વાત કરી. શેઠે વાત સ્વીકારી. આમ આવા મજાક માટે લીધેલા નિયમના પણ પાલનથી કમળ શેઠને ઘણા દ્રવ્યનો લાભ થયો. તો પુણ્યમાટે લીધેલા નિયમના ફળઅંગે તો કહેવું જ શું? તેથી જ કહેવાય છે કે – પુણ્યના ઇચ્છુકે જે તે પણ નિયમ અવશ્ય લેવો. લીધેલો નાનો નિયમ પણ કમળ શેઠની જેમ મોટા લાભ માટે થાય છે. આ રીતે પરિગ્રહ પરિમાણના લીધેલા નિયમમાં દ્રઢ રહેલા રત્નસારકુમારની કથા આવે છે, તે આગળ બતાવાશે. આમ લાભ, અભ્યાસ વગેરે ઘણા કારણો હોવાથી નિયમો અવશ્ય લેવા. સમ્યકત્વ સંબંધી નિયમો એમાં સૌ પ્રથમ મિથ્યાત્વનો ત્યાગ કરી સમ્યક્ત સ્વીકારવું જોઇએ. (આ સમ્યકત્વની શુદ્ધિ, વૃદ્ધિ, સ્થિરતા માટે કેટલાક નિયમો બતાવે છે.) (૧) રોજ યથાશક્તિ ત્રણ વાર , બે વાર કે એક વાર જિનપૂજા, જિનદર્શન, સંપૂર્ણ દેવવંદન અથવા ચૈત્યવંદન કરીશ. (૨) જો ગુરુ ભગવંતને વંદન થઇ શકે એવી પરિસ્થિતિ હોય તો રોજ ગુરુને મોટું કે નાનું વંદન કરીશ. (જેમાં વાંદણા વગેરે આવે એ દ્વાદશાવર્ત વંદન મોટું કહેવાય, ને બે ખમાસમણા, ઇચ્છકાર, અળ્યુટ્ટિયો વગેરેવાળું વંદન નાનું કહેવાય.) ગુરુભગવંતને સાક્ષાત વંદન થઇ શકે એવું શક્ય ન હોય, ત્યારે તેમનું નામ લઇ ભાવથી વંદન કરવું. (૩) રોજ અથવા ચોમાસામાં રોજ અથવા પાંચ તિથિ વગેરે દિવસોએ અષ્ટપ્રકારી પૂજા કરીશ. (૪) નવા અન્ન, પકવાન, ફળ વગેરે ઘરે આવે, તો પહેલા એ દેરાસરમાં ભગવાનને ચઢાવી પછી જ મારા ઉપયોગમાં લઇશ – માવજીવ માટે આ નિયમ. (૫) રોજ દેરાસરમાં નૈવેદ્ય, સોપારી(ફળ), ચઢાવીશ. (૬) રોજ, ત્રણ ચૌમાસીએ, સંવત્સરીએ અથવા ઉત્સવ વગેરે વખતે દેરાસરમાં અષ્ટમંગળ ચઢાવીશ. (૭) રોજ અથવા પર્વ દિવસે અથવા સમગ્ર વર્ષમાં અમુકવાર ફળ વગેરે ખાદ્ય ને મુખવાસ વગેરે સ્વાસ્થઆદિ બધી વસ્તુઓ ભગવાનને ચઢાવીને તથા ગુરુ ભગવંતને વહોરાવીને ભોજન કરીશ. (૮) દર મહિને અથવા દર વર્ષે મહાધ્વજ (મોટી ધજા) દેરાસરને અર્પણ કરવા વગેરે મોટા ઠાઠમાઠથી – વિસ્તારથી સ્નાત્રપૂજા કરાવીશ, મહાપૂજા કરાવીશ. (૯) એ રીતે જ અમુક વાર રાત્રી જાગરણ કરીશ. (૧૦) રોજ અથવા વર્ષાકાળ વગેરેમાં અમુકવાર દેરાસર-ઉપાશ્રય શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૩ Page #32 -------------------------------------------------------------------------- ________________ સફાઇ, પ્રમાર્જન- શુદ્ધિકરણ કરીશ, ને ભવ્ય રીતે શણગારીશ. (૧૧) દર વર્ષે અથવા વર્ષમાં અમુકવાર અંગલુંછણા, દીવા, દીવા માટેનું ઘી (કે તેલ), ચંદન-સુખડનું લાકડું દેરાસરમાં અર્પણ કરીશ. (૧૨) ઉપાશ્રયમાં અમુક સંખ્યામાં મુહપત્તિ, નવકારવાળી, દંડાસણ, ચરવળા અથવા એમાટે જરૂરી વસ્ત્ર, સૂતર, ઉન વગેરે તથા કાંબળી(શાલ) વગેરે રાખીશ. (૧૩) વર્ષાકાળમાં શ્રાવકવગેરેને બેસવા માટે પાટ, પાટલા વગેરે કરાવીશ. (૧૪) દરવર્ષે ઓછામાં ઓછું સૂતરની માળા વગેરે અર્પણ દ્વારા અમુકવાર સંઘપૂજન કરીશ અને સ્વામીવાત્સલ્ય વગેરે કરીશ. (૧૫) રોજ હું અમુક લોગસ્સનો કાઉસગ્ગ કરીશ કે રોજ ઓછામાં ઓછી ત્રણસો કે તેથી વધુ ગાથાનો સ્વાધ્યાય કરીશ. (૧૬) રોજ ઓછામાં ઓછી નવકારશી વગેરે અને સાંજે ચૌવિહાર કે તિવિહારનું પચ્ચકખાણ કરીશ. (૧૭) સવાર-સાંજ પ્રતિકમણ કરીશ... ઇત્યાદિ ઘણા નિયમો લઇ શકાય. - સચિત્ત - અચિત્તનો વ્યવહાર આમ સમ્યકત્વ વ્રત લીધા પછી યથાશક્તિ બાર વ્રત લેવાના છે. એમાં સાતમાં ભોગોપભોગ વિરમણ વ્રતમાં સચિત્ત, અચિત્ત અને મિશ્ર અંગે બરાબર જાણકારી મેળવી લેવી. પ્રાય: બધા ધાન્ય, ધાણા, જીરું, અજમો, વરિયાળી, સુવા, રાઇ, ખસખસ વગેરે બધા પ્રકારના દાણાઓ, બધા પ્રકારના ફળ અને પાંદડાઓ, મીઠું, ખારો, લાલ સિંધવ, સંચળ વગેરે કુદરતી ક્ષારો, માટી, ખડી, ચમચી, લીલા દાંતણ વગેરે અંગે સચિત્તનો વ્યવહાર કરવો. પાણીમાં પલાળેલા ચણા, ઘઉં વગેરે દાણાઓ તથા ચણા, મગ વગેરેની દાળ પણ પાણીમાં પલાળેલી હોય તો પણ કો’કમાં ક્યારેક બીજ અક્ષત રહી જવાથી તે મિશ્ર સમજવા. (તથી જ ઘણી વાર ફણગા ફૂટેલા જોવા મળે છે.) એ જ રીતે પહેલા મીઠું પાયા વિનાના કે બાફ દીધા વિનાના કે રેતીમાં તપાવ્યા વિના શેકેલા ચણા, ઘઉં, જુવાર વગેરે ધાન્યો તથા ખાર આપ્યા વિનાના ફક્ત શેકેલા તલ, ચોળા (લીલા ચણા) પોંક, શેકેલી ફળી, પાપડી વગેરે, ચલે ચઢાવ્યા વિના માત્ર રાઈ-મરી (કે મરચા)નો વઘાર કરવા જેટલો જ સંસ્કાર કરાયેલા ચીભડા વગેરે તથા જેમાં અંદર સચિત્ત બીજો છે તેવા બધા પાકેલા ફળો આ બધામાં મિશ્રનો (સચિત્ત અચિત્ત મિશ્રનો) વ્યવહાર કરવો. જે દિવસે તલની કટ્ટી (તલ પાપડી) બનાવી હોય. તે દિવસે મિશ્ર છે. જો એમાં અન્ન-લોટ વગેરે નાખ્યા હોય, તો એક મુહુર્ત (૪૮ મીનીટ) પછી અચિત્ત થાય છે. દક્ષિણ માલવ વગેરે ક્ષેત્રોમાં ઘણો ગોળ ભેળવવામાં આવે છે. તેથી તે જ દિવસે પણ અચિત્ત તરીકે વ્યવહાર કરાય છે. ઝાડપરથી તાજા જ લીધેલા ગુંદર, લાખ, છાલ વગેરે તથા તત્કાળમાં જ કાઢેલો નાળિયેર, લીંબુ, લીંબડો, કેરી, શેરડી વગેરેનો રસ, તાજું જ-હમણાં જ કાઢેલું તલ વગેરેનું તેલ, તત્કાળમાં જ ભાંગી બીજ વિનાના કરાયેલા નારિયેળ, સીંગોડા, સોપારી વગેરે, બીજ વિનાના કરાયેલા પાકા ફળો, દૃઢ પીસીને કણ વિનાના કરાયેલા જીરું - અજમો વગેરે અડતાલીસ મિનીટ સુધી મિશ્ર, તે પછી અચિત્ત ગણાય છે. આ જ રીતે પ્રબળ અગ્નિ સંયોગ વિના જે અચિત્ત કરાય, તે અડતાલીસ મિનીટ સુધી મિશ્ર અને પછી અચિત્ત ગણાય છે. જેમ કાચું પાણી ત્રણ ઉછાળા આવે એ રીતે અગ્નિમાં બરાબર તપ્યા વિના અચિત્ત નથી ગણાતું, તેમ કાચા ફળો, કાચા ધાન્યો, ગાઢ પીસાયેલું પણ મીઠું પ્રાય: અગ્નિ વગેરે પ્રબળ શસ્ત્ર વિના અચિત્ત ૨૪ શ્રાદ્ધવિધિ પ્રકરણ : - Page #33 -------------------------------------------------------------------------- ________________ થતાં નથી. પાંચમાં અંગ (ભગવતી સૂત્ર) ના ઓગણીસમાં શતકના ત્રીજા ઉદ્દેશામાં કહ્યું છે કે – વજય શિલાપર, વજમય પથ્થરથી થોડું પણ પૃથ્વીકાય (કાચું મીઠું વગેરે) એકવીસ વાર પીસવા છતાં પણ એવા કેટલાક જીવો એમાં રહી જાય છે કે જેઓ પથ્થરનો સ્પર્શ પણ પામ્યા નથી. (તથી સચિત્ત છે.) સો યોજન ( આજની ભાષામાં લગભગ ૮૦૦ થી ૧000 કી.મી.) દૂરથી આવેલા હરડે, ખારેક, કિસમીસ, દ્રાક્ષ, ખજુર, પીંપર, જાયફળ, બદામ, વાવડીંગ, અખરોટ, જરદાળુ, અંજીર (બહુબીજ હોવાથી અભક્ષ્ય તરીકે પરંપરા માન્ય છે.) કાજુ, પિસ્તા, કબાબ ચીની (?) સ્ફટીક જેવા પારદર્શક સફેદ સેંધવ વગેરે, તથા સાંજીખાર, બીડલવણ (ભઠ્ઠીમાં પકાવેલું મીઠું) કૃત્રિમ ખાર (બનાવેલો ખાર) કુંભાર વગેરેએ પરિકર્મ કરેલી માટી વગેરે તથા એલચી, લવિંગ, જાવંત્રી, સુકાવેલી મોથ, કોંકણ વગેરે સ્થળે થતા કેળા, ઉકાળેલા સીંગોડા, સોપારી વગેરે અંગે અચિત્ત તરીકેનો વ્યવહાર થતો દેખાય છે. શ્રી કલ્પભાષ્યમાં કહ્યું છે કે - ગાડા વગેરેમાં લઇ જવાતું મીઠું વગેરે પોતાના સ્થાનથી જેમ-જેમ દૂર જતું જાય, તેમ તેમ બહુ-બહુતર ક્રમથી વિધ્વસ્ત થતું થતું સો યોજનથી વધુ દૂર જતા સર્વથા વિધ્વસ્ત થાય છે – અચિત્ત થાય છે. શંકા: કોઇ શસ્ત્ર લાગ્યા વિના માત્ર સો યોજન જવા માત્રથી કેવી રીતે અચિત્ત થઇ જાય? સમાધાન : જેનો જે ઉત્પતિ પ્રદેશ હોય, તે એ માટે આધારભૂત હોય છે. તેનાથી એ અલગ થવાથી પોતાના આવશ્યક હવા - આહાર-પાણીનો અભાવ થાય છે. તેથી વિનાશ પામતું જાય છે. વળી આ મીઠું વગેરે એક વાસણમાંથી બીજા વાસણમાં ફેરવવાથી અથવા એક વખારમાંથી બીજી વખારમાં ફેરવવાથી તેઓ વિનાશ પામે છે, તેથી એ અચિત્ત થાય છે. આ સિવાય વાયુથી, અગ્નિથી કે રસોડાના ધુમાડાથી પણ મીઠું વગેરે અચિત્ત થાય છે. અહીં વગેરે શબ્દથી આ બધા પણ સમજી લેવાના - હરતાલ, મનશિલ, પીપર, ખજુર, દ્રાક્ષ, હરડે ( આ બધા પણ સો યોજન દૂરથી આવવા વગેરે કારણોથી અચિત્ત થાય છે.) પરંતુ એમાંથી કેટલાક અચિત્ત તરીકે આશીર્ણ - ગ્રાહ્ય બને છે, (આશીર્ણ-અચિત્ત તરીકે ઉપયોગમાં લઇ શકાય એવી પૂર્વ પરંપરા હોય, તે આશીર્ણ. એવી પરંપરા ન હોય, તે અનાચીર્ણ) કેટલાક ગ્રાહ્ય બનતા નથી. (અનાચીર્ણ છે.) તેમાં પીંપર, હરડે વગેરે આશીર્ણ હોવાથી ગ્રાહ્ય છે. ખજૂર, દ્રાક્ષ વગેરે અનાચીર્ણ હોવાથી ગ્રહણ થતાં નથી. મીઠું વગેરે ગાડામાં કે બળદ વગેરેની પીઠ પર લાદીને વહન કરાય છે ત્યારે વારંવાર ચઢાવવાઉતારવાથી, તથા તે ગાડામાં મીઠાની ગુણી વગેરે પર મનુષ્યો બેસે એટલે એમના શરીરની ગરમીથી કે જે બળદ વગેરે પર ચઢાવી હોય, એ બળદ વગેરેના પીઠ વગેરે અંગોની ગરમીથી કેટલાક જીવો પરિણમી જાય છે - ચ્યવી જાય છે. વળી જેના માટે જે જમીન વગેરે આહાર સ્થાન હોય, તેથી અલગ થવાથી આહારનો અભાવ થવાથી પણ તે જીવોને ઉપક્રમ લાગે છે ને પરિણમી જાય છે. વળી ઉપક્રમ = શસ્ત્ર ત્રણ પ્રકારે છે. (૧) સ્વકાય (૨) પરકાય (૩) ઉભયકાય. આમાં મીઠા પાણી માટે ખારું પાણી શસ્ત્ર બને વગેરે સ્વકાયશસ્ત્ર કહેવાય. (નદી વગેરેના મીઠા પાણીમાં કુવાં વગેરેનું ખારું પાણી ભળે, તો બંને પરસ્પર માટે જે શસ્ત્ર બને, તે સ્વકાયશસ્ત્ર કહેવાય.) એ જ રીતે કાળી માટી માટે શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #34 -------------------------------------------------------------------------- ________________ પીળી માટી સ્વકાયશસ્ત્ર છે. અગ્નિના સંગથી પાણીના જીવો નાશ પામે એ પરકાયશસ્ત્ર કહેવાય. માટી (પૃથ્વીકાય) વાળું પાણી ચોખ્ખા પાણી માટે શસ્ત્ર બને, એ ઉભયકાય શસ્ત્ર કહેવાય. આવા કારણોથી સચિત્ત વસ્તુઓ અચિત્ત બને છે. ઉત્પલ અને પલ્મો (બંને અલગ અલગ પ્રકારના કમળ છે.) પાણીમાં ઉત્પન્ન થાય છે (ઉદક યોનિવાળા કહેવાય.) તેથી એમને ગરમ તડકામાં રાખવાથી એક પ્રહર (લગભગ ૩ કલાક) પણ ટકતા નથી. એ પહેલા જ અચિત્ત થઇ જાય છે. મોગરાના ફુલો અને મચકુંદ-જુદ વગેરે ઉષ્ણયોનિવાળા મનાયા છે. તેથી તડકા વગેરે ઉષ્ણ સ્થાનમાં લાંબો કાળ સચિત્ત રહે છે. પણ પાણીમાં નાખો, તો એક પ્રહર થાય એ પહેલાં જ અચિત્ત થઇ જાય છે. જ્યારે ઉત્પલ અને પદ્મ પાણીમાં દીર્ઘકાળ સુધી સચિત્ત રહે છે. પાંદડાઓ, ફલો અને સર ફળો કે જેનું બીજ હજી તૈયાર થયું ન હોય, તથા વત્થલા વગેરે પાંદડા ભાજીઓ અથવા સામાન્યથી બધી કોમળ વનસ્પતિઓના ડીંટિયા કે મૂળ નાલ (પોતાના મૂળ સાથે જોડી રાખે તે ડીંટિયુ વગેરે કહેવાય.) મ્યાન થયેલા દેખાય, તો સમજી શકાય કે આ પાંદડા વગેરે અચિત્ત થયાં છે. શ્રી ભગવતી સૂત્રમાં છઠ્ઠા શતકના સાતમા ઉદ્દેશકમાં શાલિ (વિશિષ્ટ ચોખા) વગેરે ધાન્યોના સચિત્ત - અચિત્ત વિભાગ આ રીતે બતાવ્યા છે. - હે ભદંત! શાલિ = કલમ વગેરે ચોખા, વ્રીહી = સામાન્ય ચોખા, ઘઉં, જવ, જવવિશેષ, આ ધાન્યો કોઠારમાં, વાંસની બનેલી કોઠીઓમાં, ભીંતવગરના માંચડા પર કે ઘરમાં રહેલા માળિયામાં એના દ્વાર બંધ કરી, છાણ વગેરેથી લેપ કરીને ઢાંકી દીધેલા, સીલ કરી દીધેલા હોય , એના પર મહોર મારી પાકા સીલ કર્યા હોય એ રીતે સંઘરી રાખ્યા હોય, (ટુંકમાં બરાબર બંધ કરેલા કોઠાર વગેરેમાં રાખેલા) હોય, તો કેટલો કાળ યોનિ ટકે? (યોનિ-ફરીથી અંકુરા ઉગી શકે એવી શક્તિ.) હે ગૌતમ! જઘન્યથી (ઓછામાં ઓછું) અંતમુહૂર્ત ટકે. ઉત્કૃષ્ટથી ત્રણ વર્ષ ટકે. એ પછી યોનિ નાશ પામે છે. તેથી બીજ અબીજ (નહીં ઉગી શકે એવા) બને છે. એ જ રીતે કલાય (ત્રિપુટ-વટાણા, મસૂર, તલ, મગ, અડદ, વાલ, કળથી, ચોળા, તુવેર, ગોળ, ચણા વગેરેની યોનિ ઉત્કૃષ્ટથી પાંચ વર્ષ ટકે છે. તથા અળસી, કુસુંભક(કુસુંબો) કોદરા, કાંગ, વરટ્ટ, રાલ, કોડુસંગ, સણ, સરસવ, મૂળાના બીજ વગેરેની યોનિ સાત વર્ષ સુધી ટકે છે. પછી એ બીજ યોનિ વિનાનું થાય છે. પૂર્વના આચાર્યોએ રચેલી ગાથાઓ પણ આ જ અર્થને સ્પષ્ટ કરે છે. શ્રી કલ્પબહદુભાષ્યમાં કપાસના બીજની યોનિ ત્રણ વર્ષ પછી નષ્ટ થાય છે એમ કહ્યું છે. લોટનો કાળ દળેલા લોટમાં મિશ્રતા અંગે પૂર્વાચાર્યો એમ કહે છે કે નહીં ચાળેલો લોટ શ્રાવણ ભાદરવામાં પાંચ દિવસ સુધી, આસો -કારતકમાં ચાર દિવસ સુધી , માગસર-પોષમાં ત્રણ દિવસ સુધી, મહાફાગણમાં પાંચ પ્રહર સુધી, ચૈત્ર-વૈશાખમાં ચાર પ્રહર અને જેઠ-અષાઢમાં ત્રણ પ્રહર (એક પ્રહર = લગભગ ત્રણ કલાક) સુધી મિશ્ર રહે છે. પછી અચિત્ત થાય છે. અને ચાળેલો લોટ અડતાલીસ મિનીટ પછી અચિત્ત થાય છે. શંકા: સચિત્તના ત્યાગીને આ અચિત્ત થયેલો લોટ કેટલા દિવસ સુધી કહ્યું? શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #35 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર : સિદ્ધાંત-શાસ્ત્રમાં આ અંગે કોઇ દિવસ-નિયમ સાંભળવા મળ્યો નથી. પરંતુ નવા દાણા જુના દાણા આદિ રૂપ દ્રવ્ય, સ્નિગ્ધ-રુક્ષ આદિ ક્ષેત્ર, વર્ષાકાળ, શીતકાળ, ગ્રીષ્મકાળ આદિ રૂપ કાળ અને તેવા-તેવા પરિણામ આદિ રૂપ ભાવ આ દ્રવ્યાદિ ચાર વિશેષને અપેક્ષીને પખવાડિયું-મહિનો વગેરે મર્યાદા સુધી જો વર્ણ, ગંધ, રસ વગેરેમાં ફેરફાર નહીં થાય અને ઇયળ વગેરે જીવાત નહીં પડે, તો વાપરી શકાય. (વર્ણાદિમાં વિકાર આવે કે ઇયળ આદિ જીવાત પડી જાય, તો ત્યારથી જ કહ્યું નહીં.). સાધુને સત્ (સાથવો-શેકેલા ધાન્યનો લોટ) સંબંધી જયણા અંગે બૃહકલ્પભાષ્યમાં એમ કહ્યું છે કે – જે દેશ વગેરેમાં સાથવામાં જીવોની સંસક્તિ (= ઉત્પત્તિ) થતી હોય, તે દેશ આદિમાં તે સાથવો ગ્રહણ કરવો નહીં. ચાલે એમ હોય જ નહીં, તો તે દિવસે બનાવેલો સાથવો જ લેવો. એટલાથી ચાલી શકે એમ ન હોય, તો આગલા દિવસે બનાવેલો, તો પણ ન ચાલે, તો એના આગલા દિવસે બનાવેલો એ રીતે જુદા જુદા પાત્રામાં ગ્રહણ કરવું. ચાર દિવસ કે તેથી વધુ જુનો સાથવો બધો એક સાથે ગ્રહણ કરી પછી આ પ્રકારે વિધિ કરવો - નીચે રજસ્ત્રાણ – સુતરાઉ ઝીણું કપડું પાથરી તેની ઉપર પાત્રાઓ માટેનું ઉનનું કપડું પાથરી એના ઉપર સાથવો પાથરવો. પછી એ ઉનના કપડાને ઉપર તરફ એક તરફ કરી સાથવાને એક તરફ લઇ જવો. જે ઇયળો પેલા કપડાને વળગેલી હોય, તે જયણા પૂર્વક લઇ બીજા ઠીકરા જેવા વાસણમાં મુકવાં. પછી ફરીથી બીજી તરફ ઊંચું કરી સાથવાને બીજી તરફ લઇ જવો. ફરી જે ઇયળો, જ્યાંથી સાથવો ખસેડ્યો, તે તરફ ચોંટેલી દેખાય, તો જયણા પૂર્વક લઇ પેલા ઠીકરા જેવા વાસણમાં મૂકવી. આ રીતે નવ વાર કરવું. એમ નવ વાર પડિલેહણ કરતાં જો કોઇ ઇયળ વગેરે જીવો નહીં દેખાય, તો તે વાપરવા યોગ્ય બને છે. જો ઇયળ વગેરે દેખાય, તો ફરીથી નવ વાર એ રીતે પડિલેહણ કરવું. છતાં જો દેખાય, તો ફરીથી નવ વાર કરવું (કુલ ૨૭ વાર થયું.) જો જીવાત વગરનું શુદ્ધ થાય, તો જ વાપરવું. આમ ત્રણ ત્રણ વાર નવ વખત જોવા છતાં જો જીવાત દેખાયા કરે, તો પરઠવી દેવું. ચાલે એવું ન જ હોય, તો ફરીથી આ રીતે ત્રણ ત્રણ વાર નવ વખત કરી, તે પછી શુદ્ધ દેખાય, તો જ વાપરવું. જે ઇયળો નીકળી, તે ઘર પાસે ફોતરાઓનો ઢગલો હોય, ત્યાં જયણાપૂર્વક મૂકી આવવી. એ ન મળે, તો ઠીકરામાં થોડો સાથવો નાખી, એમાં ઇયળોને મુકી એમને પીડા ન થાય એવા સ્થાને મુકી આવવું. આ સમગ્રવિધિ બીજી રીતે બીજી નિર્દોષ ગોચરી મળી શકે એમ ન હોય, ત્યારે જ કરવાની છે. જૈનશાસનમાં જીવદયાને જયણાનું કેટલું મહત્ત્વસ્થાન છે, એ પણ અહીં જણાઈ આવે છે. (ગૃહસ્થોએ વટાણાવગેરેમાં નીકળતી ઇયળઅંગે આવી જયણા કરવી. વટાણાના દાણામાં ઇયળને રહેવા દઇ એના ઉપર ફોતરું ઢાંકી એ ઠીકરાવગેરેમાં મુકી છાયાવાળા-પંખીવગેરે ન આવે એવા સ્થાને મુકી દેવા. ચોખામાં નીકળતી ઇયળોમાટે ચોખાના થોડા દાણામાં ઇયળો રાખી ફોંતરા વગેરેથી ઢાંકી ઠીકરાવગેરેમાં મુકી એવા સ્થાને રાખી આવવા. ઘઉંમાંથી નીકળતા ધનેરાઅંગે પણ એ રીતે સમજવું. માથામાંથી નીકળતી જુ માટે પોતાના માથાના થોડા વાળ તોડી એમાં જુ રાખી એને સુંવાળા કપડામાં રાખી એકાંત સ્થાને મુકી આવવા. માંકડમાટે લાકડાનું સ્થાન જોવું.) ભક્ષ્યાભઢ્ય વિચાર પકવાન્નઆદિ અંગે વિધિ બતાવે છે – બધી જાતના પકવાન્ન વર્ષાકાળમાં બન્યાના પંદર દિવસ, શિયાળામાં ત્રીસ દિવસ અને ઉનાળામાં વીસ દિવસ સુધી કહ્યું છે. કેટલાક આચાર્ય ભગવંતો “આ શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૭ Page #36 -------------------------------------------------------------------------- ________________ સંબંધી ગાથા કોઇ ગ્રંથમાં દેખાતી નથી’ એમ કહી ને પોતાનો મત બતાવતા કહે છે - જ્યાં સુધી ગંધરસ વગેરેમાં ફેરફાર થવા આદિ રૂપે એ મીઠાઇ વગેરે નાશ ન પામે, ત્યાં સુધી કહ્યું. - જો મગ-અડદ વગેરે દ્વિદળ કાચા (બરાબર ગરમ કર્યા વગરના) દૂધ-દહીંમાં પડે, તો ત્રસ જીવોની ઉત્પત્તિ કહી છે. એ જ રીતે દહીંમાં પણ એ બે દિવસથી વધુ રહે, તો ત્રસ જીવ પડે છે. કેટલાક અહીં ત્રણ દિવસનો પાઠ બતાવે છે, પણ તે બરાબર લાગતો નથી, કેમકે પૂજ્યશ્રી હેમચંદ્રસૂરિ મહારાજે સ્વયં - ‘બે દિવસ પસાર થયેલું દહીં' ઇત્યાદિ રૂપે ત્યાં ત્રસ જીવ ઉત્પતિ કહી છે. જે ધાન્યના વચ્ચેથી બે સરખા ફાડચા થાય તે દ્વિદળ કહેવાય. આવા જે દ્વિદળને પીસવામાં આવે, તો તેલ નીકળતું નથી - તેલ વિનાના છે – ચીકાશ વિનાના છે, તે જ દ્વિદળ ગણાય. જેના બે ફાડચા થઇ શકતા હોવા છતાં પીસતા એમાંથી તેલ નીકળે છે, તે અહીં સીંગવગેરે દ્વિદળ ગણવાના નથી. આગલા દિવસના રાંધેલા દ્વિદળ, પૂરી વગેરે અથવા માત્ર પાણીમાં રાંધેલા ભાત વગેરે તથા બીજું પણ કોહવાઈ – ખોરું થઈ ગયેલું અન્ન, ફુગ લાગી હોય એવા ભાત-મીઠાઇ વગેરે આ બધું અભક્ષ્ય છે. તેથી ત્યાગ યોગ્ય છે. બાવીશ અભક્ષ્ય અને બત્રીશ અનંતકાયનું સ્વરૂપ આ ગ્રંથકારે રચેલા શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર વૃત્તિમાંથી જાણી લેવું. (અન્યત્ર પણ એ અંગે પ્રકાશ પાથરવામાં આવ્યા છે.) વિવેકીએ અભક્ષ્યની જેમ જ બહુ બીજવાળુ હોવાથી, જીવથી વ્યાપ્ત હોવાથી વગેરે વગેરે કારણોથી રીંગણા, કાચી માટી, ટિંબરું, જાંબુ, બીલું, લીલા પીલું, પાકા કરમદા, ગુંદીફળ(ગુંદા), પીચ, મહુડા, આંબા વગેરેના મહોર, શેકેલા ઓળાં, મોટા બોર, કાચા કોઠીંબડા, ખસખસ, તલ, સચિત્ત મીઠું વગેરે પણ તજવા જોઇએ. તે જ રીતે લાલ વગેરે વિચિત્ર રંગવાળા પાકા ગોલા, કંકોડા, ફણસ ફળ વગેરે તથા જે દેશ વગેરે સ્થળે લોકોમાં જે વિરુદ્ધ ગણાય, તે સ્થળે તે કડવી તુંબડી, કોળું વગેરે પણ ત્યજવા યોગ્ય છે, નહિંતર જૈનધર્મની હિલના - નિંદા થવી વગેરે દોષો લાગે છે. બીજાના ઘરે રાંધેલા હોવાથી કે અન્ય રીતે અચિત્ત કરેલા અભક્ષ્ય કે અનંતકાય વાપરવાનો પ્રસંગ આવે, તો ટાળવો. (આમાં આપણે કોઇ વિરાધના કરી નથી ને હવે અચિત્ત છે, તેથી વાપરવામાં શો વાંધો? એવું વિચારીને પણ એ આરોગવું નહીં. કેમકે) એક વાર બીજે ઘરે પણ વાપર્યું ને જીભને ભાવી ગયું, તો પછી એ અભક્ષ્યાદિના ભોજન પ્રત્યે સૂગ નહીં રહે. ભોજન સહજ થઇ જશે. વળી, એકને જોઇ બીજો પણ લે એ રીતે અને પોતે પણ પછી એ રીતે વારંવાર લેતો થાય એ રીતે એવા પ્રસંગો વધતા જવાની પણ સંભાવના છે. તેથી જ રાંધેલા કે ઉકાળેલા આદુ, સુરણ, રીંગણા વગેરે અચિત્ત હોવા છતાંએ બધાનો ત્યાગ કરવો, નહિંતર ઉપર કહ્યું છે તેમ વારંવાર તેવા પ્રસંગો થવા વગેરે દોષો લાગે. મૂળાના મૂળથી માંડી પાંદડા સહિત પાંચેય અંગ વર્યુ છે. સુંઠ વગેરે શુષ્ક અવસ્થામાં અચિત્ત તો છે જ. સાથે નામમાં અને સ્વાદમાં ભેદ પડતો હોવાથી (ઔષધ હેતુ) કલ્પ છે. સચિત્ત-અચિત્ત પાણીઅંગે વ્યવહાર ગરમ પાણી ઉકાળતી વખતે ત્રણ વખત ઉબાળા ન આવે ત્યાં સુધી મિશ્ર છે, પછી અચિત્ત. પિંડનિર્યુક્તિમાં કહ્યું છે કે – જ્યાં સુધી ઉકળતી વખતે ત્રણ ઉબાળા ન આવે, ત્યાં સુધી પાણી મિશ્ર છે, પછી અચિત્ત થાય છે. ઘણા મનુષ્યો અવરજવર કરતાં હોય, એવા ગામ વગેરેમાં વરસાદ પડવા માત્રથી એ પાણી મિશ્ર છે, ભૂમિ સાથે પરિણામ પામ્યા પછી અચિત્ત. જંગલની ભૂમિમાં જે પડે છે, તે ૨૮ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #37 -------------------------------------------------------------------------- ________________ જમીન પર પડવા માત્રથી મિશ્ર થાય, પણ પછી પડતું પાણી સચિત્ત ગણાય છે. ત્રણ આદેશને છોડી (ત્યાં બતાવેલા ત્રણ મતને છોડી) ચોખાના ધોવણનું પાણી ડહોળાયેલું હોય, ત્યાં સુધી મિશ્ર અને પછી અત્યંત સ્વચ્છ દેખાય, ત્યારે અચિત્ત ગણાય છે. અહીં ત્રણ આદેશો-મતો પણ બતાવે છે. (૧) કેટલાક કહે છે – ચોખાનું ધોવણ પાણી ચોખાના વાસણમાંથી બીજા વાસણમાં નાંખવામાં આવે, ત્યારે એ બીજા વાસણમાં ત્યાંથી ઉડીને જે બિંદુઓ વાસણની બાજુઓમાં બિંદુ તરીકે બાઝે છે, તે બિંદુઓ જ્યાં સુધી સુકાઇ ન જાય, ત્યાં સુધી એ પાણી મિશ્ર છે. (૨) બીજા મતે આ રીતે બીજા વાસણમાં નાખતી વખતે જે પરપોટા થાય છે, તે પરપોટા જ્યાં સુધી પાછા વિલય ન પામે, ત્યાં સુધી એ પાણી મિશ્ર. અને (૩) ત્રીજા કહે છે કે આ રીતે બીજા વાસણમાં પાણી ખાલી કર્યા પછી ચોખાને રાંધવા ચૂલે ચઢાવે, જ્યાં સુધી એ ચોખા સીઝે નહીં, ત્યાં સુધી પેલું પાણી મિશ્ર (એટલે કે ચોખાને સીઝવા માટે જેટલો સમય જોઇએ એટલા સમય સુધી પેલું ધોવણનું પાણી મિશ્ર રહે છે.) આ ત્રણે મત બરાબર નથી, કેમકે બીજા જે વાસણમાં એ પાણી ખાલી કરાયું, તે અત્યંત રુક્ષ હોય તો બાઝેલા બિંદુઓ તરત શોષવાઇ જાય ને સુકાઇ જાય... એ વાસણ ભીનું હોય, તો એ બિંદુઓને સુકાતા વાર લાગે. પરપોટા પણ પવન આદિના કારણે શીધ્ર કે ધીમે વિલય પામે ને ચોખા પણ તીવ્ર અગ્નિ મળે તો જલ્દી સીઝે, નહિંતર ધીમે... એટલે આમાં કોઇ કાલ નિયમ રહેતો નથી. તેથી એ જ વાત ઉચિત છે કે જ્યાં સુધી એ પાણી અત્યંત સ્વચ્છ નહીં થાય, ત્યાં સુધી મિશ્ર. છાપરાવાળા મકાનોમાં નેવાનું પાણી (વરસાદનું પાણી નેવામાં થઇ નીચે પડે, એ પાણી) સચિત્ત કે અચિત્ત? તેની વાત કરે છે – સૂર્યના તડકાથી તપેલા ને ઘરના ચુલામાંથી નીકળતા ધુમાડાથી વાસિત થયેલા નેવાના સ્પર્શથી વરસાદનું પાણી અચિત્ત થઇ જાય છે. તેથી એ અચિત્ત તરીકે લેવામાં કોઇ વિરાધના નથી. (સાધુએ અચિત્ત તરીકે એ પાણી શામાં લેવું? એઅંગે કહે છે –) કેટલાકના મતે સાધુએ પોતાના જ પાત્રમાં સીધું લઇ લેવું. પણ આચાર્યોનો મત છે કે એ મેલું હોવાથી પોતાના પાત્રમાં નહીં લેવું. ગૃહસ્થના કુંડી વગેરે વાસણોમાં એકઠું થયા પછી લેવું. (ક્યારે?) જ્યારે વરસાદ પડતો હોય, ત્યારે એ પાણી મિશ્ર છે. વરસાદ અટકી ગયા પછી અંતમૂર્હત પછી અચિત્ત થાય છે, તેથી ગ્રાહ્ય બને છે. પણ પાણી ચોમાસામાં અચિત્ત થયા પછી ત્રણ પ્રહર પછી પાછું સચિત્ત થાય છે. તેથી એ પહેલાં જ જો ચુના જેવો ખાર એમાં ભેળવી દેવામાં આવે, તો દીર્ઘ કાળ ચાલે પણ ખરા અને સ્વચ્છ પણ થાય. (આમ પિંડ નિર્યુક્તિ ટીકામાં કહ્યું છે) (ચોખાને ધનેડા-ઇયળ વગેરેથી રક્ષવા દીવેલ વગેરે લગાડવામાં આવે. પછી જ્યારે ઉપયોગ કરવાનો અવસર આવે, ત્યારે એ દીવેલ વગેરે કાઢવા ધોવા પડે. એ જો ત્રણ-ચાર વાર ધોવામાં આવે તો) પહેલા ત્રણ વારના ધોવણનું પાણી ધોયા પછી થોડો વખત મિશ્ર રહે છે, ઘણો સમય ગયા પછી અચિત્ત થાય છે. પણ જો ચોથી વગેરે વાર પણ ધોવામાં આવે, તો એ ધોવણનું પાણી તો દીર્ઘકાળ પડ્યું રહે તો પણ સચિત્ત જ ગણાય છે. પાણી વગેરે અચિત્ત કેટલો કાળ રહે, તે વાત પ્રવચનસારોદ્ધાર ગ્રંથના દ્વાર ૧૨૬ના આધારે કરે છે.... બીમારવગેરે માટે રાખેલું ઉકાળેલું પાણી ઉનાળામાં પાંચ પ્રહર પછી, શિયાળામાં ચાર પ્રહર પછી, ચોમાસામાં ત્રણ પ્રહર પછી સચિત્ત થાય છે. ઉનાળામાં વાતાવરણ અત્યંત રુક્ષ હોવાથી સચિત્ત શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #38 -------------------------------------------------------------------------- ________________ થતાં વાર લાગે છે. શિયાળામાં વાતાવરણમાં સ્નિગ્ધતા હોવાથી જલદી સચિત્ત થાય છે ને ચોમાસામાં ભેજ વગેરે કારણે વાતાવરણ અત્યંત સ્નિગ્ધ હોવાથી અતિ શીઘ્ર સચિત્ત થાય છે. જો ઉપરોક્ત સમયથી વધુ સમય સુધી પાણી રાખવું હોય, તો એ સચિત્ત થાય એ પહેલાં જ એમાં ચુનો વગેરે ક્ષાર ભેળવવો પડે. બાહ્ય (અગ્નિ વગેરે) શસ્ત્રના સંપર્ક વિના જ સ્વભાવથી જ અચિત્ત થઇ ગયેલા પાણીને કેવળજ્ઞાનીઓ, મન:પર્યવ જ્ઞાનીઓ, અવધિજ્ઞાનીઓ અને ચૌદપૂર્વધર એવા શ્રુતજ્ઞાનીઓ અચિત્ત તરીકે જાણી શકે છે, છતાં એ પાત્રીનો અચિત્ત તરીકે વપરાશ કરતા નથી, અન્યથા બીજા અલ્પજ્ઞાનીઓ એ પ્રસંગને દૃષ્ટાંત બનાવી એ રીતે સચિત્ત પાણીનો પણ વપરાશ કરવા મંડી પડે. સચિત્ત વ્યવહારઅંગે પ્રભુ વીરનો પ્રસંગ સંભળાય જ છે કે ભગવાન મહાવીર સ્વામી પોતાના શિષ્યાદિ પરિવાર સાથે વિહાર કરતા હતાં, ત્યારે એકવાર એ શિષ્યોને એવી તરસ લાગી કે જો પાણી ન મળે, તો મરણાંત કષ્ટ આવે. ત્યારે સામે એક સરોવર આવ્યું, એમાં લીલ-શેવાળ કે ત્રસ જીવો હતા નહીં ને એ સરોવરનું પાણી અચિત્ત થઇ ગયું હતું. ભગવાને કેવળજ્ઞાનથી એ પાણી અચિત્ત છે એમ જાણવા છતાં પોતાના એ શિષ્યોને વાપરવાની રજા આપી નહીં. એ જ રીતે ભૂખથી પીડાતા શિષ્યોને અચિત્ત તલ ભરેલું ગાડું સામે હોવા છતાં ને એના માલિકની સંમતિ હોવા છતાં, એ તલના પરિભોગની રજા આપી નહીં, એ જ રીતે અચિત્ત સ્થંડિલ ભૂમિ અંગે રજા આપી નહીં. આ પ્રસંગોએ રજા નહીં આપવાનું કારણ એ હતું કે આ બધા સ્થળે બાહ્ય સામાન્ય શ્રુતજ્ઞાની જાણી શકે એવા શસ્ત્રોના સંપર્ક વિના જ એ અચિત્ત થયા હતાં. તેથી જો એક વાર એ રીતે રજા આપે, તો અલ્પજ્ઞાનીઓ સચિત્ત-અચિત્તનો ભેદ નહીં જાણી શકવાથી ‘આવું સચિત્ત પણ વાપરી શકાય કેમકે પ્રભુએ રજા આપી છે’ એમ માની વારંવાર એમ કરે, ને એકને જોઇ બીજો કરે, પછી શિષ્યાદિ પરંપરામાં પણ ચાલે, એમ ખોટી અનવસ્થા ઊભી થાય. વળી શ્રુતજ્ઞાનથી જે સચિત્ત મનાય, તે વિશિષ્ટજ્ઞાનથી અચિત્ત દેખાવથી જો વિશિષ્ટજ્ઞાનીઓ વાપરવા માંડે, તો શ્રુતજ્ઞાનીને દરેક સ્થળે હું જેને સચિત્ત માનું છું, એ શું અચિત્ત હશે ? અથવા હું જેને અચિત્ત માનું છું, એ સચિત્ત હોઇ શકે? આમ સંશય પડે, તો શ્રુતજ્ઞાન પ્રમાણભૂત રહે નહીં. તેથી શ્રુતજ્ઞાનના આધારે જ ચાલતા તીર્થનો ઉચ્છેદ થઇ જાય. આમ શ્રુતજ્ઞાનની પ્રમાણતાને ટકાવવા પણ વિશિષ્ટજ્ઞાનીઓ એવા સહજ અચિત્ત થયેલાનો પરિભોગ કરતા નથી. સામાન્ય શ્રુતજ્ઞાની બાહ્ય શસ્ત્ર સંપર્ક વિના પાણી વગેરેમાં અચિત્તનો વ્યવહાર કરતા નથી, તેથી વિશિષ્ટ જ્ઞાનીઓ પણ એ રીતે જ વર્તે છે. તેથી બાહ્ય શસ્ત્રના સંપર્કથી વર્ણવગેરેથી ભિન્ન પરિણામને પામેલા જ પાણી વગેરેને અચિત્ત તરીકે પરિભોગમાં લેવા. (પ્રાય: તેથી જ વર્તમાન કાળમાં સંવિગ્ન ગીતાર્થ ગુરુ ભગવતો ત્રણ ઉકાળાવાળા ઉકાળેલા પાણીનો જ અચિત્ત તરીકે પરિભોગ કરવાની રજા આપે છે. ધોવણ વગેરેના પાણીનો અચિત્ત તરીકે પરિભોગની રજા સામાન્ય સંજોગોમાં આપતા નથી.) વિવિધ પ્રકરા ૩૦ Page #39 -------------------------------------------------------------------------- ________________ અચિત્ત વનસ્પતિની પણ જયણા શા માટે? કોરડું મગ, હરડેના ઠળિયા વગેરે અચિત્ત હોવા છતાં એની નાશ નહીં પામેલી યોનિ (ઉત્પત્તિશક્તિ)ની રક્ષા માટે અને નિશુકતા (કઠોર) પરિણામને અટકાવવા અને દાંત વગેરેથી ભાંગવાની ના પાડવામાં આવી છે. ઓઘનિર્યુક્તિની પંચોતેરમી ગાથાની વૃત્તિમાં આવો પ્રશ્નોત્તર છે. પ્રશ્ન: અચિત્ત વનસ્પતિની શા માટે જયણા કરવાની? ઉત્તર : જો કે એ વનસ્પતિ અચિત્ત છે તો પણ ગળો, મગ વગેરે કેટલીક વનસ્પતિઓની યોનિ હજી નાશ પામી હોતી નથી. તે આ પ્રમાણે-ગળો સૂકાઇ જાય, તો પણ પાણીનું સિંચન કરવાથી પાછી લીલી બની જતી દેખાય છે. કોરડું મગ વગેરે અંગે પણ આ રીતે જ સમજવું. તેથી યોનિની રક્ષા માટે અચિત્તની પણ જયણા કરવી ન્યાય સંગત જ છે. આ રીતે દરેક દ્રવ્યઅંગે સચિત્ત-અચિત્તનો યોગ્ય નિર્ણય કરી આનંદ આદિ શ્રાવકોની જેમ (આઆ વાપરીશ અથવા આ-આ નો ત્યાગ કરીશ ઇત્યાદિ રૂ૫) નામ લેવા પૂર્વક સચિત્તઆદિ બધી ભોગ્ય વસ્તુ અંગે નિયત પરિમાણ નક્કી કરી સાતમું ભોગોપભોગ વિરમણ વ્રત લેવું જોઇએ. એ રીતે (અમુકનો ત્યાગ કરવા દ્વારા) સંક્ષેપ કરવાની શક્તિ ન હોય, તો પ્રતિદિન એક કે બે સચિત્ત, દશ કે બાર દ્રવ્ય, એક કે બે વિગઇ (આંકડો એક ચોક્કસ નક્કી કરવો.) વાપરીશ ઇત્યાદિરૂપ નિયમ લેવો જોઇએ. કાયમી ત્યાગમાં લાભ વધારે પ્રશ્ન: નામ લેવા પૂર્વક સચિત્તાદિનો કાયમ ત્યાગ કરવો, ને રોજ એક-બે જ લેવા ઇત્યાદિ નિયમ લેવો. આ બેમાં લાભ શામાં વધારે ? ઉત્તર: રોજિંદા નિયમમાં તે-તે દિવસ માટે બીજા સચિત્તાદિનો ત્યાગ થાય છે, પણ રોજે રોજ સચિત્તાદિ ફરતા રહેવાથી કાયમ માટે એકેયનો ત્યાગ થતો નથી. સર્વ સચિત્તાદિનું ગ્રહણ તો રહે જ છે. તેથી કોઇ વિશેષ ત્યાગ થતો નથી. જ્યારે નામ લઇને અમુક સચિત્તાદિના પરિમાણ નિયત કરવાથી એ સિવાયના બાકી બધા સચિત્તાદિનો કાયમ માટે ત્યાગ થઇ જાય છે. તેથી એ ખરી વિરતિ છે, ને માટે એમાં જ લાભ વધારે છે. તેથી જ કહ્યું છે કે – ફૂલ, ફળ, દારૂ, માંસ, સ્ત્રીભોગના રસને (સ્વાદને) જાણતા હોવા છતાં જેઓ એનો ત્યાગ કરે છે, તેઓ દુષ્કરકારક છે, તેમને હું વંદન કરું છું. આમ તો નાગરવેલના પાન (જે પાન તરીકે ખવાય છે તે)ને છોડી બાકીના સચિત્તોનો સ્વાદ તો એમાંય ખાસ કરીને કેરીનો સ્વાદ તો એ સચિત્તમાંથી અચિત્ત થઇ ગયા પછી પણ પામી શકાતા હોવાથી એ બધાના સચિત્તરૂપે પરિભોગનો ત્યાગ સહેલાઇથી કરી શકાય છે. પાન અચિત્તરૂપે ખવાતું નથી. તેથી એ સચિત્તનો ત્યાગ દુષ્કર છે. પરંતુ જો આપણે જોઇ શકીએ કે એ પાનને લીલા રાખવા સતત પાણીમાં જ પલાળી રાખવામાં આવે છે ને તેથી એમાં સેવાળ (અનંતકાય) કુંથુ (ઇંદ્રિય જીવ) વગેરેની ઘણી મોટી વિરાધના થાય છે, તો એનો ત્યાગ કરવાનું સત્ત્વ આવે. કદાચ છોડી ન શકાય, તો પણ પાપના ડરવાળાઓ રાતે તો પાન વાપરતા જ નથી. કદાચ ખાવા પડે, તો દિવસે જ બરાબર જોઇ જીવોની જયણા કરી, પછી જ વાપરે. જેને બ્રહ્મચર્ય પાળવું છે, એણે તો પાનનો ત્યાગ જ કરવો. કેમકે પાન બ્રહ્મચર્ય વિરોધી કામવાસનાનું એક કારણ મનાયું છે. (પૂર્વકાળે પાનના શોખીનો હતા. તેથી એમને શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #40 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશીને આ ઉપદેશ અપાયો છે. સમજુ માણસે વર્તમાનમાં આ બધી વાત શરાબ, સીગરેટ, ગુટખાવગેરે અંગે સમજી તે બધાથી દૂર રહેવું જોઇએ.) શ્રાવકે પણ સચિત્તનો ત્યાગ કરવો જોઇએ. પ્રશ્ન : કેરી કે પાન વગેરે તો પ્રત્યેક વનસ્પતિ છે. તેથી એ સચિત્ત વાપરીએ, તો પણ બે-ચાર એન્દ્રિય જીવની વિરાધના છે. તો પછી તમે સચિત્તના ત્યાગ પર ભાર કેમ આપો છો? ઉત્તર: એ પ્રત્યેક વનસ્પતિકાય છે એ વાત બરાબર. પણ પ્રત્યેક વનસ્પતિકાયરૂપ એક પાન કે એક ફળના પણ સચિત્તતરીકે પરિભોગમાં અસંખ્ય જીવોની વિરાધના સંભવે છે. આગમમાં કહ્યું છે કે - એક પર્યાપ્તની નિશ્રાએ (એને આધાર બનાવી) અસંખ્ય અપર્યાપ્તો ઉત્પન્ન થાય છે. (વળી આ અપર્યાપ્તોનું આયુષ્ય ઘણું ઓછું હોવાથી એમના ઉત્પત્તિ-વિનાશનો ક્રમ ચાલ્યા કરે છે.) તેથી જ્યાં એક પર્યાપ્ત છે, ત્યાં અસંખ્ય અપર્યાપ્ત છે. (જે આપણને દેખાય છે, અનુભવાય છે તે વનસ્પતિ વગેરે બાદર પર્યાપ્ત એકેન્દ્રિયો છે. એને આશ્રયીને ઉત્પન્ન થતાં અપર્યાપ્ત બાદર એકેન્દ્રિયોને આપણે જોઇ શકતા નથી. વિશિષ્ટ જ્ઞાનીઓ જ્ઞાનબળે જુએ-જાણે છે.) જો કે સૂક્ષ્મ એકેન્દ્રિયમાં ક્રમ જુદો છે, ત્યાં એક અપર્યાપ્તને આશ્રયી અસંખ્ય પર્યાપ્તો કહ્યા છે. (સૂક્ષ્મના આ બન્ને ભેદ આપણે જોઇ – અનુભવી શકતા નથી.) આચારાંગ સૂત્રની વૃત્તિ વગેરેમાં આ વાત કરી છે. આમ સચિત્ત પાન ખાનારો અસંખ્ય જીવોની વિરાધના કરે છે. અને જો એ પાનપર લાગેલા પાણીનાં ટીપાઓમાં સેવાળ વગેરે સંભવે, તો એ અનંતકાય હોવાથી અનંત જીવોની વિરાધના થાય છે. પાણીનું એક ટીપું કે મીઠાનો એક કણ પણ અસંખ્ય પાણી જીવો કે અસંખ્ય પૃથ્વી જીવોના અસંખ્ય શરીરો ભેગા થવાથી નિર્માણ પામે છે. તેથી એમાં તો અસંખ્ય જીવો છે જ. આગમમાં કહ્યું છે - પાણીના એક ટીપામાં પણ ભગવાને જેટલા જીવો બતાવ્યા છે, એ બધા જીવો જો સરસવ માત્ર (રાઇ) જેવડા પણ થઇ જાય, તો સમગ્ર જંબુદ્વીપમાં સમાઇ ન શકે. એ જ રીતે લીલા આમળા જેટલા પૃથ્વીકાયમાં (મીઠાનાં એવડા ગાંગડા વગેરેમાં) જેટલા જીવો છે, એ જીવો જો કબૂતર જેવડા થઇ જાય, તો જંબૂદ્વીપમાં પણ સમાઇ શકે નહીં. (તેથી શ્રાવકે સચિત્તના ત્યાગી બનવાનો પ્રયત્ન કરવો જોઇએ.) સર્વસચિત્તના ત્યાગમાં અંબડ પરિવ્રાજકના સાતસો શિષ્યોનું દૃષ્ટાંત છે. તેઓએ શ્રાવકધર્મ સ્વીકાર્યો હતો. (જો કે વેશથી પરિવ્રાજક હતા.) એમાં પણ તેઓનો એવો વિશેષ નિયમ હતો કે જે અચિત્ત હોય તે જ વાપરવું અને તે પણ બીજા આપે તો જ. એકવાર ઉનાળામાં ગંગાકિનારે જંગલમાં ભમતા સખત તરસ લાગી. ગંગાનું પાણી સામે હોવા છતાં અમે સચિત્ત અને અદત્ત (બીજાએ નહીં આપેલું) કોઇપણ સંજોગોમાં નહીં લઇએ” એવા દઢ નિયમવાળા રહ્યા. પછી ત્યાં અનશન કરી પાંચમાં દેવલોકમાં ઇંદ્ર સમાન ઋદ્ધિવાળા દેવો તરીકે ઉત્પન્ન થયાં. (નિયમમાં દૃઢ રહેવાથી કદાચ મોત આવે, તો પણ પ્રાયઃ પરલોકમાં સદ્ગતિનો લાભ જ થાય છે.) ચૌદ નિયમની સમજણ જેણે પૂર્વે ચૌદ નિયમ લીધા છે, એણે રોજ એનો સંક્ષેપ કરવો જોઇએ. બીજાઓએ પણ શક્તિ મુજબ એ નિયમો લેવા જોઇએ. ચૌદ નિયમો અંગે છે – ૧) સચિત્ત ૨) દ્રવ્ય ૩) વિગઈ૪) ઉપાન ૫) તંબોલ ૬) વસ્ત્ર ) ફલ ૮) વાહન ૯) શયન ૧૦) વિલેપન ૧૧) બ્રહ્મચર્ય ૧૨) દિશા ૧૩) સ્નાન ૧૪) ભોજન. શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #41 -------------------------------------------------------------------------- ________________ (૧) સચિત્ત: સુશ્રાવકે મુખ્યરૂપે તો સચિત્તનો સર્વથા ત્યાગ જ કરવો જોઇએ. એ માટે શક્તિ ન જ હોય, તો નામ લઇને અથવા સામાન્યથી એક, બે ઇત્યાદિ રૂપે નિયમ કરવો. કહ્યું છે કે – નિર્જીવ - અચિત્ત અને પ્રત્યેક મિશ્ર (અનંતકાયથી રહિત) અથવા પરિમાણ યુક્ત એવા નિરવદ્ય = નિર્દોષ આહાર દ્વારા જ પોતાનું જીવન ટકાવવું, એવી ભૂમિકાવાળા સુશ્રાવકો હોય છે. માછલાઓ સચિત્ત ભક્ષણના કારણે સાતમી નરકે જાય છે. તેથી સચિત્ત આહાર મનથી પણ ઇચ્છવા યોગ્ય નથી. (૨) દ્રવ્ય : સચિત્ત અને વિગઇ સિવાય જે કાંઇ આહારાદિરૂપે મોંમાં નંખાય છે, તે બધાનો દ્રવ્યમાં સમાવેશ કરવો. અહીં દ્રવ્ય ગણતરીમાં એ વાતનું ધ્યાન રાખવું કે ખીચડી, રોટલી, રોટલા નીવિયાતો લાડુ, લાપસી, પૂરી, ચૂરમુ, કરંબો, ખીર વગેરે ઘણા ધાન્ય વગેરેથી બન્યા હોવા છતાં એક અન્ય પરિણામને પામ્યા હોવાથી એક-એક દ્રવ્ય જ ગણાય.(જેમ કે ખીચડી ચોખા અને મગ કે તુવેરની દાળથી બને, તો પણ એક જ દ્રવ્ય ગણાય.) તો એક જ ધાન્યમાંથી બનેલા પોલિકા, જાડો રોટલો, ખાખરા, ઘુઘરી, ઢોકળી, થુલી, બાટ, કણક વગેરે અલગ-અલગ નામ અને સ્વાદવાળા હોવાથી અલગઅલગ દ્રવ્ય ગણાય. વળી ક્યારેક ફલી, ફલીકા ઇત્યાદિ રૂપે નામની એકતા હોય, છતાં સ્વાદ અલગઅલગ હોવાથી ને પરિણામ પણ ભિન્ન-ભિન્ન થતાં હોવાથી એમાં બહુ દ્રવ્યપણું (એકથી વધુ દ્રવ્ય) ગણાય. (દા.ત. મગદાળની ને તુવેર દાળની બંનેની કહેવાય તો ખીચડી જ, છતાં પણ સ્વાદાદિ ભેદના કારણે બંને અલગ દ્રવ્ય છે. ‘ભાત ખાધા ' ત્યાં ‘ભાત” એક જ શબ્દ હોવા છતાં દાળ અને ભાતનું મિશ્રણ હોવાથી બે દ્રવ્ય ગણાય.) આ એક વિચારણા બતાવી. ગુરુમહારાજની સલાહને અનુસરી અથવા તેવી પરંપરાને ધ્યાનમાં લઇ અન્ય રીતે પણ ગણી શકાય. દાંત ખોતરવા વગેરે માટે ધાતુની સળી વગેરે મોંમાં નાંખવામાં આવે કે કાંકરો મોંમાં આવી જાય એ કે આંગળી મોંમાં નાખીએ એ અહીં દ્રવ્ય તરીકે ગણવાના નથી. (૩) વિગઇ : ભક્ષ્ય વિગઈઓ છ છે ૧) દુધ ૨) દહીં ૩) ઘી ૪) તેલ ૫) ગોળ અને ૬) બધું પકવાન. (એમાં રોજ લેવાની કે ત્યાગની વિગઈઓ ધારવી). (૪) ઉપાનહ : અહીં બૂટ, ચંપલ, સ્લીપર વગેરે તથા કપડાના મોજા વગેરે પગમાં પહેરવાની વસ્તુઓ ગણવાની છે. લાકડાની પાદુકા ઘણી વિરાધનાનું કારણ બનતી હોવાથી શ્રાવક માટે યોગ્ય નથી. (૫) તંબોલ : અહીં પાન, સોપારી, ખદિરવટિકા, કાથો, વરિયાળી, ગુટખા વગેરે બધી મુખવાસની સ્વાદજનક ચીજો ગણવાની. (૬) વસ્ત્ર : પાંચે અંગે પહેરવાના વેશ ગણવાના (શર્ટ, પૅટ, ટાઇ, કફની, પાયજામો વગેરેની સંખ્યા ગણવાની) ધોતિયું, પોતડી, પંચિયું, રાતનો વેશ વગેરે ગણાતા નથી. (૭) ફુલઃ માથે, ગળે વગેરે સ્થાને રખાતા તથા શય્યામાં મુકાતા ફુલો અંગે નિયમ કરવો. એ નિયમ કરવા છતાં દેરાસરમાં ભગવાનને ફલો ચઢાવવામાં નિયમભંગ થતો નથી. એ માટે ફલો લઇ શકાય. (૮) વાહન : ૨થ. ઘોડો, પાલખી. સુખાસન વગેરે... (આજના કાળમાં બે ચક્રી સાઇકલ-સ્કુટર વગેરે. ત્રિચક્રી રીક્ષા વગેરે, ચાર ચક્રી કાર વગેરે તથા બસ, ખટારા, જીપ, ટ્રેન, પ્લેન વગેરેની ગણતરી કરવી.) (૯) શયન: ખાટલા, પલંગ, સોફા, ખુરશી, ગાદલા, પથારી વગેરે અહીં ગણવાના. (૧૦) વિલેપન : ઉપભોગ માટે ચંદન, જવ, ચુઓ, કસ્તુરી વગેરે ગણવાના. આજે પફ, પાવડર, શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #42 -------------------------------------------------------------------------- ________________ મેકઅપનો સામાન વગેરે ગણવાના. (૧૧) દિપરિમાણ : ચારેબાજુ અથવા અમુક દિશામાં આટલા કોશ, યોજન (આજના કાળે કીલોમીટર) સુધી જ જઇશ, ઇત્યાદિરૂપ અવધિ-મર્યાદા નક્કી કરવી. (૧૩) સ્નાનઃ તેલ માલીશ વગેરે પૂર્વક, કેટલી વાર સ્નાન કરીશ? (મો-હાથ-પગ ધોવા એ દેશ સ્નાન ગણાય છે. એમાં પણ નિયમ કરી શકાય.) (૧૪) ભોજન : રાંધેલું અન્ન, સુખડી વગેરે જે કાંઇ આહાર કરીએ એનું એક શેર-બેશર વગેરે (અથવા ગ્રામ-કીલોગ્રામમાં) માપ નક્કી કરવું. તડબુચ વગેરે વાપરવામાં વજન વધી જવાની સંભાવના છે. જેમ સચિત્ત માટે નામ લેવા પૂર્વક અથવા સામાન્યથી નિયત-પરિમાણ કરાય છે, એમ દ્રવ્ય વગેરે માટે પણ નામપૂર્વક કે સામાન્યથી સંખ્યાદિ નિયત પરિમાણ કરી શકાય. આ ચૌદ નિયમના ઉપલક્ષણથી બીજા પણ આટલા કે આ જ શાક, ફળ, ધાન્ય ઇત્યાદિ અંગે પણ પ્રમાણ-પરિમાણ નિયમ કરી શકાય. તથા આરંભ અંગે પણ નિયત પરિમાણના નિયમ કરી શકાય. શક્તિ મુજબ આ રીતે જેટલા નિયમમાં આવી શકાય એટલા નિયમમાં આવવું. નવકારશી વગેરે પચ્ચકખાણ ક્યારે લેવા? આ રીતે નિયમ લઇને યથાશક્તિ પચ્ચક્ખાણ કરવું (સવારે ઉઠ્યા પછી શું શું કરવું એની વાત ચાલે છે.) એમાં નવકારશી, પોરસી વગેરે સમય સાથે સંબંધિત પચ્ચકખાણો સૂર્યોદય પહેલા લેવાથી જ શુદ્ધ થાય છે, નહિતર નહીં. બાકીના પચ્ચખાણો સૂર્યોદય પછી પણ લઇ શકાય છે. જો નવકારશીનું પચ્ચકખાણ સૂર્યોદય પૂર્વે લીધું હોય, તો નવકારશીના સમય પછી પણ પોરસી વગેરે પચ્ચક્ખાણો તે તે પચ્ચખાણનો સમય આવે એ પહેલા લઇ શકાય છે. સૂર્યોદય પછી લીધેલા પોરસી વગેરે કાલ પચ્ચકખાણ નમસ્કાર સહિત (નવકારશી)નો ઉચ્ચાર કર્યા વિના શુદ્ધ થતા નથી. જો સૂર્ય નવકારશીના બદલે સીધું પોરસી પચ્ચખાણ કર્યું હોય, તો પોરસીનાં પચ્ચખાણનો સમય આવે એ પહેલા સાઢપોરસી વગેરે પચ્ચક્ખાણ કરે, તો તે શુદ્ધ થાય. જો પોરસીના પચ્ચકખાણનો સમય આવી ગયા પછી સાઢપોરસીનું પચ્ચક્ખાણ કરે, તો તે શુદ્ધ થાય નહીં. આવો વ્યવહાર છે. (વડીલ આચાર્યોની પરંપરા છે.) નવકારશીનું પચ્ચખાણ ઓછા આગારવાળું હોવાથી જ મુહૂત (૪૮ મીનિટ)ના પ્રમાણવાળું છે. અને પચ્ચકખાણમાં “નમસ્કાર સહિત’ એવો ઉચ્ચાર કર્યો હોવાથી ૪૮ મીનિટ પછી પણ જો નવકાર બોલ્યા વિના ભોજન કરે, તો એ પચ્ચકખાણનો ભંગ થાય છે. ગંઠસી વગેરે પચ્ચકખાણના લાભ નવકારશી વગેરે કાલ પચ્ચકખાણ આવી ગયા પછી પણ વિરતિમાં રહેવા ગંઠસી = ગ્રંથિસહિત વગેરે સંકેત પચ્ચકખાણ કરવા જોઇએ. આ ગ્રંથિસહિત પચ્ચકખાણ તો જેઓને વારંવાર ઔષધાદિ લેવા પડતા હોય એવા બાળક, ગ્લાન વગેરે પણ સારી રીતે કરી શકે એમ છે. અને હંમેશા અપ્રમત્ત રહેવામાં હેતુ બનતાં હોવાથી મોટા લાભનું પણ કારણ બને છે. જેમકે માંસ, દારૂ વગેરેમાં આસક્ત વણકર એકવાર ગ્રંથિસહિતનું પચ્ચખ્ખાણ કરવા માત્રથી (અને એ પચ્ચકખાણ મરણાંત કષ્ટમાં પણ નહીં છોડવાના ભાવથી) મરીને કપર્દી યક્ષ બન્યો. કહ્યું જ શ્રાદ્ધવિધિ પ્રકરણ યના પૂર્વે ૩૪ Page #43 -------------------------------------------------------------------------- ________________ છે કે :- જેઓ હંમેશા અપ્રમત્ત રહીને ગ્રંથિસહિત પચ્ચકખાણમાં ગાંઠ બાંધે છે, સ્વર્ગ અને મોક્ષના સુખ એમની ગાંઠે બંધાઇને રહે છે. જે ધન્ય પુરુષો હંમેશા ભૂલ્યા વિના નવકાર ગણી ગ્રંથિસહિત પચ્ચકખાણને પારે છે, તેઓ કર્મની ગાંઠને પણ છોડે છે. તેથી જો તમને મોક્ષ નગરમાં જવાની ઇચ્છા છે, તો આ ગ્રંથિ સહિતના પચ્ચકખાણનો અભ્યાસ કરો. (એની ટેવ પાડો) કેમકે શાસ્ત્રજ્ઞ પુરુષો આ પચ્ચખ્ખાણનું અનશન (ઉપવાસ) જેવું ફળ બતાવે છે. રાતે ચૌવિહાર કરે, દિવસે પણ પાન વગેરે બેસીને જ ખાય, ખાધા પછી મોં ચોખ્ખું કરે વગેરે વિધિપૂર્વક ગ્રંથિ સહિત પચ્ચકખાણ કરનારો જો રોજ એક જ ટંક ભોજન કરતો હોય, તો એને એક મહિનો આ રીતે કરવા પર ઓગણત્રીસ ચોવિહાર ઉપવાસનો અને બે વાર ભોજન કરનારને અઠ્ઠાવીસ ચોવિહાર ઉપવાસનો લાભ મળે છે એમ વડીલો કહે છે. પ્રશ્ન: આ કેવી રીતે સંભવે? ઉત્તર: રોજ ભોજન-પાન-પાણી વગેરે કરવામાં ૪૮-૪૮ મીનીટ લાગે, તો ત્રીસ દિવસમાં ત્રીસ “હુર્ત એમાં ગયા, આમ એક દિવસ ભોજનનો ને બાકીના પચ્ચખ્ખાણમાં હોવાથી ઉપવાસમાં. આમ ઓગણત્રીસ ચૌવિહાર ઉપવાસનો લાભ થાય. જો રોજ (બે વાર ભોજનાદિ કરવાથી) બે મુહૂર્ત (ચાર ઘડી) ભોજનાદિમાં જાય, તો બે દિવસ ભોજનના ને અઠ્ઠાવીસ દિવસ જેટલો સમય પચ્ચક્ખાણમાં. આમ અઠ્ઠાવીસ ચૌવિહાર ઉપવાસનો લાભ મળે. પદ્મચરિત્રમાં કહ્યું જ છે કે – જે રોજ બે વાર ભોજન કરે છે, તે આ ગ્રંથિ પચ્ચખાણથી) મહિનામાં અઠ્ઠાવીસ ઉપવાસ પામે છે. જે રોજ એક મુહૂત માટે પણ ચારે આહારનો ત્યાગ કરે છે, તેને એક મહિને એક ઉપવાસનો લાભ મળે છે. (એક ઉપવાસથી શું લાભ? તે બતાવે છે.) અન્ય દેવનો ભક્ત ઉપવાસ કરીને દેવલોકમાં દસહજાર વર્ષનું આયુષ્ય ભોગવે છે, પણ શ્રી જિનેશ્વરનો ભક્ત ઉપવાસથી દેવલોકમાં એક કરોડ પલ્યોપમનું આયુષ્ય ભોગવે છે. આ જ રીતે રોજ બે મુહૂર્ત ચારે આહારનો ત્યાગ કરનાર મહીને છઠ્ઠ (બે ઉપવાસ) નો લાભ મેળવે છે. એમ અઠ્ઠમ આદિ પણ સમજવું. જે પોતાની શક્તિ મુજબ જેટલો સમય આહાર ત્યાગ કરે એ એટલા ઉપવાસનો લાભ મળે. આવી યુક્તિવિચારણાથી ગ્રંથિસહિતના પચ્ચકખાણનું પણ હમણાં કહ્યું એ રીતે ફળ વિચારી શકાય. (હાલ આ રીતે જ મુઠ્ઠીસી પચ્ચકખાણ વિશેષ પ્રચલિત છે. ગ્રંથિસહિતમાં ગાંઠ ખોલવાની છે, મુઠ્ઠીસીમાં જમીન પર મુઠ્ઠી વાળી નવકાર ગણી - મુઠ્ઠીસી પારવાનું પચ્ચખાણથી મુઠ્ઠીસી પરાય છે. પચ્ચખાણ લેતી વખતે ગ્રંથિસહિતમાં ગાંઠ લગાવવાની છે, મુઠ્ઠીસી પચ્ચખાણમાં હાથ જોડી મુઠ્ઠીસી પચ્ચખાણ લેવાનું છે. બાકી લાભ વગેરે બધું સમાન છે.) લીધેલું પચ્ચકખાણ વારંવાર યાદ કરવું જોઇએ અને પચ્ચકખાણ આવી જાય ત્યારે મારું પચ્ચકખાણ પૂર્ણ થયું' ઇત્યાદિ વિચારવું જોઇએ. જ્યારે ભોજન કરવા બેસે, ત્યારે પણ ફરીથી મેં કયું પચ્ચકખાણ લીધેલું? એનો સમય આવી ગયો? મેં પચ્ચખાણ પાર્યુ? ઇત્યાદિ યાદ કરી લેવાથી ક્યારેય પચ્ચકખાણભંગની આપત્તિ આવતી નથી. ચાર આહારમાં અશન આદિ વિભાગ આ રીતે છે. અશન, પાન, ખાદિમ, સ્વાદિમનું સ્વરૂપ ૧) અશન - અન્ન, પકવાન, ખાખરા, સાથવો, વગેરે જે ખાવાથી સુધા (ભૂખ) શમે તે અશન શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #44 -------------------------------------------------------------------------- ________________ કહેવાય. ૨) પાન – છાસ, પાણી વગેરેપાન કહેવાય. ૩) ખાદિમ (ખાદ્ય) – ફળો, શેરડી, મેવા, સુખડી વગેરે ખાદિમ ગણાય છે. ૪) સ્વાદિમ (સ્વાદ્ય) - સુંઠ, હરડે, પીપર, મરી, જીરૂ, અજમો, જાયફળ, જાવંત્રી, કસેલો, કાથો, ખેરસાર, જેઠીમધ, તજ, તમાલપત્ર, એલચી, લવીંગ, કુઠ, વાવડંગ, અજમોદ, કુલિંજન (પાનની જડ), પીપળીમૂળ, ચણકબાબ, કચૂરો, મોથ, કાંટાસળીઓ, કપૂર, સંચળ, હરડા, બેડા, કુંભઠ (કુમઠીયા), બાવળ, ધવ (ધાવડી), ખેર, ખિજડો, હિંગળાષ્ટક, પુષ્કરમૂળ, જવાસો, ખાવચી, તુલસી, સોપારી વગેરે તથા વૃક્ષોનાં છાલ, પાંદડા વગેરે. ભાષ્ય તથા પ્રવચનસારોદ્વારાદિના અભિપ્રાયથી જીરું સ્વાદિમ છે, અને બૃહદ્કલ્પભાષ્યની વૃત્તિના અભિપ્રાયથી ખાદિમ છે. કેટલાક આચાર્યના મતે અજમો ખાદિમ (ખાદ્ય) છે. બધી જાતિના સ્વાદિમ અને એલચીથી કે કપૂરથી વાસિત કરેલું પાણી દુવિહારના પચ્ચક્ખાણમાં કલ્પે (વાપરી શકાય). વેસણ, વરિયાળી, શોવા(સુઆ), આમલગંઠી, આંબાગોટી, કોઠાપત્ર, લીંબુપત્ર, વગેરે ખાદિમ હોવાથી દુવિહારમાં કલ્પે નહીં. તિવિહારમાં તો ફક્ત પાણી જ કલ્પે છે. એમાં પણ ફુંકારેલું પાણી, ઝામેલું પાણી, તથા કપૂર, એલચી, કાથો, ખેરસાર, સેલ્લક, વાળો, પાડળ વગેરેથી વાસિત પાણી નીતારેલું (સ્વચ્છ થયેલું) ગાળેલું હોય, તો જ કલ્પે, ગાળેલું ન હોય તો ન કલ્પે. તિવિહાર – દુવિહારમાં શું કલ્પે? જો કે શાસ્ત્રમાં મધ, ગોળ, સાકર, ખાંડ વગેરે સ્વાદિમ ગણાયા છે, અને દ્રાક્ષનું પાણી, સાકરનું પાણી અને છાસ પાનક (પાણીમાં) ગણાયા છે. પણ દુવિહા૨વગેરેમાં એ ન કલ્પે એવો વ્યવહાર છે. નાગપુરીયગચ્છના પ્રત્યાખ્યાન ભાષ્યમાં કહ્યું છે કે — દ્રાક્ષનું પાણી તે પાણી (પાન) અને ગોળવગેરે સ્વાદિમ એમ સિદ્ધાંતમાં કહ્યું છે, તો પણ તૃપ્ત કરતાં હોવાથી (દુવિહારવગેરેમાં) વાપરવાની આજ્ઞા આપી નથી. (જો કે વર્તમાનકાળમાં વિશેષ કારણ વિના દુવિહારનું પચ્ચક્ખાણ અપાતું નથી, અને તિવિહારના પચ્ચક્ખાણમાં પણ રાતે અમુક સમય સુધી જ માત્ર પાણી જ કલ્પ છે.) સ્ત્રી સંભોગથી ચોવિહાર ભાંગતો નથી, પણ બાળક વગેરેના હોઠ ચાવવાથી ચોવિહાર ભાંગે છે. દુવિહારવાળાને એ પણ કલ્પે છે. પચ્ચક્ખાણો બધા કવલાહાર (મોંમાં મુકીને કરાતા આહા૨) અંગે જ છે. લોમાદિ આહાર માટે નથી હોતા. (મોં સિવાય શરીરની રુંવાટીઓ વગેરે દ્વારા જે અંદર જાય, તે લોમાહાર.) જો લોમાહાર પણ પચ્ચક્ખાણ દ્વારા નિષિદ્ધ થઇ જાય, તો ઉપવાસ, આંબેલ વગેરેમાં શરીરને તેલ માલીશ કરવાથી કે ગુમડા વગેરે ૫૨ પોટીસ મુકવાથી કે મલમ લગાડવાથી પણ પચ્ચક્ખાણમાં ભંગની આપત્તિ આવે.પણ તેવો તો વ્યવહાર નથી. વળી લોમાહાર તો નિરંતર થવાનો સંભવ છે, તેથી પચ્ચક્ખાણના અભાવનો પ્રસંગ આવશે. અણાહારી ચીજોનાં નામ લીંબડાંનાં પંચાંગ (મૂળ, પત્ર, ફૂલ, ફળ અને છાલ), પેશાબ, ગળો, કડુ, કરિયાતું, અતિવિષ, કુડો, ચિડ, ચંદન, રાખ, હળદર, રોહિણી (એક જાતની વનસ્પતિ છે), ઉપલોટ, ઘોડાવજ, ત્રિફળા, બાવળીયાની છાલ (કોઇક આચાર્ય કહે છે), ધમાસો, નાવ્ય (કોઇક દવા છે), આસંધ, રીંગણી (ઊભીબેઠી), એળીઓ, ગુગળ, હરડાદળ, વણ (કપાસનું ઝાડ), બોરડી, કંથેરી, કેરડા મૂળ, પુંઆડ, બોથોડી, શ્રાદ્ધવિધિ પ્રકરણ ૩૬ Page #45 -------------------------------------------------------------------------- ________________ આછી મજીઠ, (બોળ, બીઓ (કાષ્ઠ), કુંઆર, ચિત્રો, કંદરક વગેરે કે જેનો સ્વાદ જીભને ભાવે નહીં તે બધા અણાહારી ગણાય છે ને તે ચૌવિહારમાં પણ રોગાદિક કારણે વાપરવા કહ્યું છે. કલ્પસૂત્રની વૃત્તિના ચોથા ખંડમાં કહ્યું છે કે :- જે એકાંગિક – એકલો પણ ભૂખ શમાવવા સમર્થ છે, તે આહાર છે. તે અશનરૂપે ચાર પ્રકારે છે. એમાં જે મીઠું વગેરે નાખવામાં આવે છે, એ પણ આહાર જ સમજવો. હવે એકાંગિક ચારે પ્રકારના આહાર બતાવે છે : અશન :- કૂર – ભાત સુધાનો નાશ કરે. છાશ-પાણી વગેરે તે પાન (પાણી), ખાદિમ તે ફળ વગેરે, સ્વાદિમ તે મધ વગેરે એ ચાર પ્રકારનો આહાર સમજવો. - જે એકલું ભૂખ શાંત કરવા સમર્થ નથી, પણ આહારમાં ઉપયોગી છે; તે પણ આહારમાં ઉમેર્યું હોય કે એકલું હોય, તો પણ આહાર જ ગણાય છે, જેમ કે અશનમાં મીઠું, હીંગ, જીરું વગેરે. પાણીમાં કપૂર વગેરે. કેરી વગેરે ખાદિમમાં સુંઠ વગેરે અને સુંઠ વગેરે સ્વાદિમમાં ગોળ વગેરે ઉમેરાય છે. આ કપૂર વગેરે કંઇ ભૂખ શાંત કરવા સમર્થ નથી, પરંતુ આહારમાં સ્વાદ આદિ રૂપે ઉપકારક બનતા હોવાથી આહાર ગણાય છે. અથવા તો ભૂખથી પીડાતી વ્યક્તિ કાદવ જેવી જે કાંઇ ચીજ (ભૂખ શમાવવા) પેટમાં નાંખે, તે બધું આહાર રૂપ છે. ઔષધ વગેરે માટે વિકલ્પ છે, કેટલાક આહારમાં આવે, કેટલાક અણાહારી ગણાય. એમાં સાકર વગેરે જ્યારે ઔષધરૂપે આવે, ત્યારે એ આહારમાં ગણાય. અને સાપ ડસે ત્યારે માટી વગેરે આપવામાં આવે, તે અણાહારી ગણાય. અથવા ભૂખથી પીડાયેલાને કોળિયા તરીકે જે ખાતા સ્વાદ આવે, તે બધું આહાર ગણાય, અને ‘ઇચ્છા વિના વાપરું છું' એવા ભાવથી જે અનિચ્છાએ વપરાય અને જીભને અરુચિકર બને, તે બધું અણાહારી ગણાય. માત્રુ (પેશાબ), લીમડા વગેરેની છાલ, પંચમૂળ વગેરે મૂળ, આમળા, હરડે, બેડા વગેરે ફળ ઇત્યાદિ બધું અણાહારી ગણાય છે. આમ ચૂર્ણિમાં જણાવ્યું છે. નિશીથચૂર્ણિ ગ્રંથમાં લીમડાવગેરેની છાલ, એમના લીંબોડી વગેરે ફળ, અને એ જ લીમડા વગેરેના મૂળ ઇત્યાદિ ચીજોને અણાહારી તરીકે ગણાવી છે. પચ્ચકખાણના પાંચ ભેદ પચ્ચક્ખાણના ઉચ્ચારણમાં પાંચ સ્થાન આવે છે. (૧) પ્રથમ નવકારશી વગેરે કાલ પચ્ચક્ખાણ પ્રાયઃ ચારે પ્રકારના આહાર અંગે છે. (ર) બીજા સ્થાને વિગઈ, નીવી, આયંબિલ એવો ઉચ્ચાર થાય છે. આ વિગઈ સંબંધી પચ્ચકખાણ છે. જેને નીવી કે આયંબિલ નથી એટલે કે એણે પણ વિગઇનો ઉચ્ચાર કરી પચ્ચકખાણ એટલા માટે લેવાનું છે કે વિગઇ અંગે કોઇ પચ્ચક્ખાણ નથી એને પણ મધ, મદિરા, માંસ અને માખણ આ ચાર મહાવિગઇનો પ્રાય: ત્યાગ હોય છે. (૩) ત્રીજા સ્થાને એકાસણું, બિયાસણું વગેરે બે, ત્રણ કે ચાર પ્રકારના આહાર સંબધી છે. (૪) ચોથા સ્થાને પાણી સંબધી પાણસ્સનું પચ્ચખાણ છે અને (૫) પાંચમાં સ્થાને પૂર્વે લીધેલા સચિત્તાદિ ચૌદ નિયમના સંક્ષેપરૂપ દેશાવગાશિક વ્રતનો ઉચ્ચાર છે. સાંજે આમ તો ઉપવાસ, આયંબિલ, નીવી વગેરે પચ્ચકખાણો પ્રાય: તિવિહાર કે ચોવિહાર થાય છે, પણ અપવાદ રૂપે નીવવિગેરે અને પોરસીવગેરે પચ્ચકખાણો દુવિહાર રૂપે પણ થાય છે. (અહીં શ્રાદ્ધવિધિ પ્રકરણ ૩૭ Page #46 -------------------------------------------------------------------------- ________________ એવો આશય લાગે છે કે ઉપવાસ તિવિહાર કે ચૌવિહાર લેવાય છે. આયંબિલ કરીને ઉઠ્યા પછી સામાન્યથી કામ ચૌવિહાર હોય તો ચૌવિહાર, નહીંતર તિવિહારનું પચ્ચખાણ કરાય છે, પણ નીવી વગેરેમાં વાપર્યા પછી પણ ક્યારેક અપવાદરૂપે દુવિહાર અપાતું હશે. પોરસી પચ્ચખાણ દુવિહાર-તિવિહારનો અર્થ એવો થતો હશે કે નવકારશીથી પોરસી વચ્ચે દુવિહાર આદિ પણ કરી શકાતા હશે. પ્રતમાં જે “સાય” (સાંજે) એવો જે શબ્દ છે, એનો અર્થ આ રીતે બેસાડવો યોગ્ય લાગે છે. જો કે વર્તમાનમાં તિવિહાર - ચૌવિહાર પચ્ચકખાણ જ પ્રચલિત છે.) કહ્યું જ છે કે :- સાધુને રાત્રી પચ્ચક્ખાણ અને નવકારશી પચ્ચકખાણ ચૌવિહાર હોય છે. છેલ્લું અનશન, ઉપવાસ અને આયંબિલ તિવિહાર કે ચૌવિહાર હોય છે. બાકીના આહાર પચ્ચકખાણો દુવિહાર, તિવિહાર કે ચૌવિહાર હોઇ શકે છે. પચ્ચકખાણોમાં આ રીતે આહાર સંબંધી વિકલ્પો સમજવાના છે. નીવી – આયંબિલ વગેરેમાં શું કહ્યું? શું નહીં કહ્યું? એ વિભાગ સિદ્ધાંતના આધારે પોતપોતાની સામાચારીથી સમજી લેવો. અનાભોગ સહસાગાર વગેરે આગારોનું સ્પષ્ટ સ્વરૂપ પચ્ચકખાણ ભાષ્ય વગેરેમાં બતાવ્યું છે, ત્યાંથી સારી રીતે સમજી હૃદયસ્થ કરવું, નહીંતર પચ્ચક્ખાણમાં શુદ્ધતા વગેરે સંભવશે નહીં. આમ સૂત્રગાથામાં ઉત્તરાદ્ધમાં જે “પડિક્કમિએ પદ છે, તે પ્રસંગ સમજાવાયું. દેહશુદ્ધિની વિધિ હવે આગળ વ્યાખ્યા કરે છે - “સૂઈ પૂઈએ” શુચિ - મળશુદ્ધિ, દાંત ઘસવા, ઉલ ઉતારવી (જીભ સાફ કરવી), કોગળા કરવાં, સર્વ સ્નાન - દેશ સ્નાનથી પવિત્ર થવું વગેરે અંગે માત્ર અનુવાદ રૂપ જ વાત છે. આ બધી વાત લોકસિદ્ધ જ છે – બધા જ જાણે છે, એમાં કોઇ ઉપદેશ આપવાનો ન હોય, કેમ કે જે અર્થ પ્રસિદ્ધ ન હોય, જેની જાણકારી ન હોય, તેની વાત કરવાથી જ શાસ્ત્ર સફળ થાય છે. તેથી જ મલિન શરીરવાળાએ ન્હાવું જોઇએ કે ભૂખ લાગી હોય તો ભોજન કરવું જોઇએ એવી બધી બાબતો માટે શાસ્ત્રનો કોઇ ઉપદેશ હોતો નથી. પરલોક સંબંધી કાર્યો સામાન્યથી જીવ જાણતો નથી, તેથી એ માટે ઉપદેશ આપવાથી જ શાસ્ત્ર સફળ ગણાય છે. (અનુવાદ - અન્યત: લોકમાં જાણીતી વાતનો જે ઉલ્લેખ કરાય, તે અનુવાદપરક ગણાય. જે વાત લોકમાં જાણીતી ન હોય, તે વાત જણાવતું-તે અંગે વિધિ- નિષેધ સૂચવતું શાસ્ત્રવચન જ વિધિવાક્ય રૂપે સાર્થક ગણાય.) આ જ રીતે બીજે સ્થળે પણ જાણવું. શાસ્ત્રકારો સાવદ્ય આરંભો અંગે (પાપજનક-અહિતકર પ્રવૃત્તિઓ અંગે) વચનથી પણ અનુમોદના કરતા નથી. તેથી જ કહ્યું છે કે- જે સાવઘવચન અને નિરવદ્ય વચન વચ્ચેના ભેદને જાણતો નથી, તેણે તો બોલવું પણ યોગ્ય નથી, તો ઉપદેશની તો વાત જ શી કરવી? (એ તો સુતરામ કરી શકે નહીં.). મળોત્સર્ગ મૌન રહીને જીવ વિનાની યોગ્ય ભૂમિ પર કરવો ઇત્યાદિ વિધિ સાચવવી જોઇએ. કહ્યું જ છે કે – લઘુનીતિ (એકી), વડીનીતિ (બેકી) મૈથુન, સ્નાન, ભોજન, સંધ્યાદિ કાર્યો, પૂજા અને જાપ આટલા કાર્યો મૌન રહીને કરવા. વિવેક વિલાસમાં પણ કહ્યું છે - લઘુનીતિ, વડીનીતિ મૌન રહીને, વસ્ત્રથી ઢંકાયેલા રહીને કરવા. દિવસે અને બંને સંધ્યા વખતે ઉત્તર તરફ અને રાતે દક્ષિણ તરફ મોં રાખી આ કાર્ય કરવું. - આકાશમાં તારા - નક્ષત્રો તેજ વિનાના થાય ત્યારથી માંડી જ્યાં સુધી સૂર્ય અડધો બહાર ન આવે, ત્યાં સુધી સવારની સંધ્યા ગણાય. એ જ રીતે સાંજે સૂર્ય અડધો ડૂબે ત્યારથી માંડી જ્યાં સુધી બે ત્રણ નક્ષત્ર દેખાતા નહી થાય,ત્યાં સુધી સાંજની સંધ્યા છે. ૩૮ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #47 -------------------------------------------------------------------------- ________________ - જો તીવ્ર શંકા થઇ હોય નહીં, તો રાખ, છાણ, ગાય-બળદના સ્થાન, રાફડો, જ્યાં ઘણાના મળમૂત્ર પડ્યા હોય તેવું સ્થાન વગેરે તથા ઉત્તમ વૃક્ષ, સૂર્યની દિશા અને પાણીના સ્થાન, તથા સ્મશાન ભૂમિ અને નદીનો કિનારો આ બધા સ્થાને તથા પૂજ્યો અને સ્ત્રીઓ જોતા હોય, એવા સ્થાને મળ વિસર્જન કરવું નહીં. ઓઘનિર્યુક્તિ નામના આગમ ગ્રંથમાં સાધુને આશ્રયીને આમ કહ્યું છે, જ્યાં (૧) બીજા આવે નહીં કે જુએ નહીં એવી (૨) બીજા દ્વારા પીટાઇ થવા રૂપ કે જૈનશાસનની નિંદા થવા રૂપ ઉપઘાત નહીં થાય એવી તથા (૩) જ્યાં બેસતા-ઊઠતા પડી જવાય નહીં, ને પેશાબ વગેરે પણ લસરે નહીં એવી સમતલ (૪) એ પણ ઘાસ વગેરેથી ઢંકાયેલી-પોલાણવાળી ન હોવી જોઇએ, કેમકે એવા પોલાણવાળા સ્થાને વીછી વગેરે હોય, તો ડંખ દે અને કીડી વગેરે પેશાબના પ્રવાહમાં તણાઇ જાય. તથા એ ભૂમિ (૫) જે થોડા કાળ પહેલા જ અચિત્ત થઇ હોય. કેમકે બે મહિનાની એક ઋતુ છે, ને એક ઋતુમાં અગ્નિ વગેરેથી અચિત્ત થયેલી ભૂમિ બીજી ઋતુમાં મિશ્ર થઇ જાય છે. જ્યાં વર્ષાકાળમાં ગામ વસ્યું હોય, તે ભૂમિ બાર વર્ષ સુધી અચિત્ત રહે છે. તેથી અચિત્ત ભૂમિ કે જે વળી (૬) ઓછામાં ઓછી એક હાથ જેટલી તો લાંબી-પહોળી હોવી જોઇએ. તથા (૭) દૂર અવગાઢ – અગ્નિ વગેરેના તાપથી એ ભૂમિ નીચે ઓછામાં ઓછી ચાર આંગળ જેટલી તો અચિત્ત થયેલી હોવી જ જોઇએ. તથા (૮) આસન્ન - ધવલગૃહ (સારા ઘર કે દેવાલય) તથા બગીચા વગેરેની નજીક ન હોવી એ દ્રવ્યથી અનાસન્ન કહેવાય. પણ જો તીવ્ર શંકા હોય, તો નજીક બેસવું પડે, એ ભાવાસન્મ સમજવું. (૯) સાપ વગેરેના દર નહીં હોવા જોઇએ. તથા (૧૦) અળસિયા, કીડી વગેરે ત્રસ જીવો કે ધાન્ય બીજ વગેરે ન હોવા જોઇએ. આ દસ વિકલ્પોને જોઇ ઉચિત સ્થળે મળ-મૂત્ર વિસર્જન કરવું જોઇએ. તથા... (ગૃહસ્થી પણ બહાર - જંગલમાં મળવિસર્જનમાટે જતા હતા. હવે એવું નહીં રહેવાથી તેઓ સાધુસાધ્વીઓની પરઠવવાની વિધિની જે જુગુપ્સા કરે છે, તે તદ્દન અનુચિત છે. પોતાના ઘરનો કચરો ગમે ત્યાં ફેંકનારા, ગમે ત્યાં થૂકનારા અને ઊભરાતી ગટરની ગંદકી સહન કરી લેનારા સાધુની થોડીક પરઠવવાની ક્રિયામાં જુગુપ્સા કરે, તે કલિકાળની બલિહારી છે. તેથી સંઘના આગેવાનોએ ઉપાશ્રયમાં - ખુલ્લી એટલી પૂરતી જગ્યા રાખવી જોઇએ કે જેથી બહાર પરઠવવાની ને જુગુપ્સાની પરિસ્થિતિ નિર્માણ જ થાય નહીં. ગૃહસ્થો જે સંડાસવગેરેમાં જાય છે, ત્યાં અસંખ્ય સંમૂર્છાિમોની તો વિરાધના છે જ. પાણીની પણ ઘણી વિરાધના છે. જો એમાં ગયા વિના ચાલે એમ જ ન હોય, તો મળવિસર્જન પહેલા ત્યાં થોડું પાણી ઢોળવાપર પછી ઘણા ઓછા પાણીથી એ સાફ થઇ શકે.) ઉત્તર અને પૂર્વ દિશા પૂજ્ય ગણાય છે. રાતે દક્ષિણ દિશામાં નિશાચરો-રાક્ષસો ફરતા હોય છે. પવનની દિશામાં બેસવાથી નાકમાં મસા થાય છે. સૂર્ય અને ગામને પીઠ કરવાથી નિંદા થાય છે. જેને મળમાં કરમિયા પડતા હોય, એણે છાયામાં મળોત્સર્ગ કરવો જોઇએ. એવી છાયા ન મળે, તો મળ વિસર્જન પછી પોતે સૂર્ય સન્મુખ ઊભો રહી એક મુહૂર્ત સુધી એના પર છાયા કરવી જોઇએ. એકીની શંકા થવા છતાં જો જાય નહીં તો આંખને પીડા થાય છે. બેકીની શંકા થવા છતાં જો જાય નહીં તો મોત આવી જવાની સંભાવના છે. ઉલ્ટી થતી હોય ને અટકાવે, તો કોઢ થાય છે. અથવા આ ત્રણેયને અટકાવવામાં બીમારી થવી સંભવે છે. શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #48 -------------------------------------------------------------------------- ________________ સંમૂર્છાિમની ઉત્પતિ મળ, મૂત્ર, કફ વગેરેનું વિસર્જન કરતી વખતે ‘અણજાણહ જસુગ્રહો' (જની આ સ્થાનની માલિકી છે, તે અનુજ્ઞા આપે) એમ કહેવું. વિસર્જન પછી ‘વોસિરઈ' (વિસર્જન કરું છું, એમ ત્રણ વાર બોલવું જોઇએ. (ગૃહસ્થને પોતાની માલિકીના સ્થાનમાં “અણજાણહ...” બોલવાનું રહેતું નથી.) રસ્તા પર બળખો પરેઠવાનો હોય, તો ખૂણામાં જ્યાં લોકોના પગ પડે નહી, ત્યાં પરવવો ને એના પર ધૂળ ઢાંકવીવગેરે જયણા કરવી, નહિતર તેમાં અસંખ્ય સંમૂર્છાિમ મનુષ્યની ઉત્પત્તિની વિરાધનાનો દોષ લાગે. પ્રજ્ઞાપના ઉપાંગસૂત્રના પ્રથમપદમાં કહ્યું છે કે – હે ભંતે! સંમૂર્છાિમ ક્યાં ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! અઢીદ્વીપ ને બે સમુદ્ર જેમાં આવ્યા છે, એવા મનુષ્ય ક્ષેત્રના પિસ્તાલીસ લાખ યોજનમાં પંદર કર્મભૂમિઓ (જ્યાં ધર્મ-કર્મ છે તે) તથા ત્રીસ અકર્મભૂમિઓ અને છપ્પન અંતર્લીપો (આ ક્યાંસી યુગલિક ક્ષેત્ર છે.) માં જે ગર્ભથી ઉત્પન્ન થતા આપણા જેવા મનુષ્યો છે, તેઓના મળમાં, મૂત્રમાં, મેલમાં. બળખામાં. ઊલટીમાં. પિત્તમાં (જે બહાર કાઢયું હોય તે), વીર્યમાં. વીર્ય અને લોહી ભેગા મળે એમાં, બહાર કાઢેલા વીર્યમાં, શબમાં, સ્ત્રી-પુરુષના સંયોગમાં, નગરની ખાળમાં, વગેરે મનુષ્ય સંબંધી અશુચિથી ભરેલા બધા સ્થાનોમાં સંમૂર્છાિમ મનુષ્યો ઉત્પન્ન થાય છે. આ સંમૂર્છાિમ મનુષ્યો અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલા શરીરવાળા હોય છે. તેઓ મન વિનાના- અસંજ્ઞી છે. અજ્ઞાની (મિથ્યાત્વના ઉદયવાળા) છે. અંતર્મુહૂર્તના આયુષ્યવાળા છે. અને પોતાને યોગ્ય બધી પર્યાપ્તિઓ પૂરી કર્યા વિના જ મરણ પામે છે. આમ આ સંમૂર્છાિમ મનુષ્યોના જન્મ – મરણના પાપથી બચવા આપણા શરીરથી છૂટા પડતા બળખા વગેરેને ધૂળ વગેરેમાં જ પરઠવા જોઇએ અને એના પર ધૂળ વગેરે ઢાંકી દેવા જોઇએ. દાંત શુદ્ધિની વિધિ દાંત ત્યાં જ સાફ કરવા, જે સ્થાન નિર્દોષ હોય. દાંતની મજબૂતી માટે લેવાતું દાંતણ પણ અચિત્ત, જાણીતું અને કોમળ હોવું જોઇએ. એવું દાંતણ ન મળે, તો તર્જની (અંગૂઠા પછીની પહેલી આંગળી)થી દાંત ઘસવા. દાંત ઘસીને કાઢેલો મળ પણ ધૂળવગેરેથી ઢાંકી દેવો ઇત્યાદિ જયણા પૂર્વવત્ સમજવી. વ્યવહાર શાસ્ત્રમાં કહ્યું છે કે – દાંતોની મજબૂતાઇ માટે સૌ પ્રથમ તર્જનીથી દાંતના પેઢા ઘસવા જોઇએ. પછી પ્રયત્નપૂર્વક દાંત ધોવા. જો એ વખતે પહેલા કોગળામાંથી એક ટીપું ગળામાં જાય, તો જાણી લેવું કે આજે શીધ્ર ઉત્તમ ભોજન મળશે. દાંતણ સીધું હોવું જોઇએ, ગાંઠ વિનાનું હોવું જોઇએ. (પીંછી જેવો)કુચો સારો થાય, એવું હોવું જોઇએ, એનો અગ્રભાગ સૂક્ષ્મ હોવો જોઇએ. એની લંબાઇ દસ અંગુલ જેટલી હોવી જોઇએ. (બાર અંગુલ = ૧ વેંત, તેનાથી થોડુંક નાનું) કનિષ્ઠા (- સૌથી નાની આંગળી) ના અગ્રભાગ જેટલું જાડું હોવું જોઇએ, જાણીતા વૃક્ષનું હોવું જોઇએ. એ વૃક્ષ સારી ભૂમિ પર ઉગેલું હોવું જોઇએ. આવું દાંતણ ટચલી અને અનામિકા (પૂજાની) આંગળીની વચ્ચે પકડી જમણી અથવા ડાબી બાજુથી છેક તળિયા સુધી અડે એ રીતે દાંત ઘસવા જોઇએ. એ વખતે મને પણ એ જ કાર્યમાં લાગેલું હોવું જોઇએ. સ્વસ્થ રહીને દાંત ઘસવા, તે વખતે એવું જોર કરવું નહીં કે જેથી દાંત કે ત્યાંના માંસને શ્રાદ્ધવિધિ પ્રકરણ 10 Page #49 -------------------------------------------------------------------------- ________________ પીડા થાય. દાંત ઘસતી વખતે મોં ઉત્તર કે પૂર્વ સન્મુખ રાખવું. સ્થિર આસને બેસી મૌન રહી દાંત ઘસવા. દાંતણ દુર્ગન્ધવાળું, પોલું, સૂકું, સ્વાદિષ્ટ, ખાટું કે મારું નહીં હોવું જોઇએ. વ્યતિપાતના દિવસે, રવિવારે, સંક્રાંતિના દિવસે, ગ્રહણના દિવસે, તથા એકમ, પાંચમ, આઠમ, નોમ, પૂનમ અને અમાસ આ છ દિવસે દાંતણ કરવું નહીં. જો દાંતણ મળે નહીં, તો બાર કોગળા કરી મુખશુદ્ધિ કરવી. જીભ તો હંમેશા સાફ કરવી. (રોજ ઊલ ઉતારવું.) જીભ નિર્લેખિની (જીભને સાફ કરવાનું સાધન-દાંતણની ચીરી) થી જીભને ધીમે ધીમે સાફ કરી (ઊલ ઉતારી) પછી ગંદકી વિનાના સ્થાને એ દાંતણને ધોઇ પછી સામેની દિશા તરફ જવા દેવું. જો આ રીતે છોડેલું દાંતણ પોતાની સન્મુખ પડે, તો પોતાને બધી દિશાઓમાંથી શાંતિ મળે. એમાં પણ જો ઊભું પડે, તો સુખ માટે થાય. આથી વિપરીત થાય , તો દુ:ખ માટે થાય. ક્ષણવાર ઊભું પડી પછી નીચે પડે તો શાસ્ત્રજ્ઞો તે દિવસે મિષ્ટ ભોજનની પ્રાપ્તિ સૂચવે છે. ખાંસી, શ્વાસ (દમ), અજીર્ણ, શોક, તરસ હોય, મોંઢામાં છાલા પડ્યા હોય, તથા માથામાં, આંખમાં, કાનમાં, કે હૃદયમાં રોગ પીડા હોય, તો દાંત ઘસવા નહીં. વાળ ઓળવાનું કામ રોજ બીજા પાસે નિશ્ચલ રહી ને કરાવવું પણ જાતે જ એક સાથે બંને હાથ વાળમાં નાંખી એ સમારવાનું કાર્ય કરવું નહી. તિલક માટે અને મંગળ માટે અરિસામાં જોવાય છે. જો આરસીમાં જોતા પોતાનું માથું દેખાય નહી, તો પંદર દિવસમાં મોત સંભવે છે. ઉપવાસ કરનાર કે પોરસી પચ્ચખાણ કરનારને દાંત સાફ ન કરે તો પણ શુદ્ધિ જ છે, કેમકે તપ મહાફળવાળું છે (તપથી જ શુદ્ધિ છે.) લોકોમાં પણ ઉપવાસવગેરે હોય, તો દાંત ઘસ્યા વિના પણ દેવપૂજાવગેરે થતાં દેખાય છે. લૌકિકશાસ્ત્રોમાં પણ ઉપવાસ વગેરે વખતે દાંત ઘસવાનો નિષેધ કર્યો છે. વિષ્ણુભક્તિચંદ્રોદયગ્રંથમાં કહ્યું છે કે – પડવો, અમાસ, છઠ્ઠ, નોમ, આટલી તિથીઓમાં, સંક્રાંતિના દિવસે અને (રોજ પણ) મધ્યાહ્ન દાંત ઘસવા નહીં. ઉપવાસમાં અને શ્રાદ્ધમાં દાંત ઘસવા નહીં. એ દિવસોમાં દાંત સાથે દાંતણનો સંયોગ થાય, તો સાત કુળનો નાશ થાય. વ્રતોમાં બ્રહ્મચર્ય, અહિંસા, સત્ય અને માંસભોજન ત્યાગ આ ચાર વ્રત તો હંમેશા આચરવા. વારંવાર પાણી પીવાથી, પાન ખાવાથી, દિવસે સૂવાથી અને મૈથુનથી ઉપવાસ પ્રદૂષિત થાય છે. સ્નાનઅંગે વિધિ સ્નાન અંગે - કીડીના દર, સેવાળ, કુંથુ વગેરેથી રહિત, ઉબડ-ખાબડ વિનાની, પોલાણ વગેરે દોષોથી રહિત એવી ભૂમિ પર સ્નાન કરવું. સ્નાન માટે ગાળેલું પરિમિત પાણી જ લેવું. ઉડતા માખી વગેરે જીવો એ પાણીમાં ન પડે વગેરે જયણા કરવી. (શ્રાદ્ધ) દિનકન્ય ગ્રંથમાં કહ્યું છે કે- ત્રસવગેરેથી રહિત વિશુદ્ધ ભૂમિ પર પ્રાસુક (અચિત્ત) અથવા સચિત્ત પણ ગાળેલા પાણીથી વિધિપૂર્વક સ્નાન કરવું. વ્યવહારશાસ્ત્રમાં કહ્યું છે કે – રોગ અવસ્થામાં, નગ્નાવસ્થામાં, પરદેશથી પાછા ફરીને, પૂરા વસ્ત્રો સાથે, ભોજન કરીને, ઘરેણા પહેરીને, સ્વજનોને વળાવીને આવીને કે મંગળ કરીને તથા અજ્ઞાત પ્રદેશમાં, અથવા જ્યાં પ્રવેશવું દુષ્કર હોય એવા સ્થળે સ્નાન કરવું નહીં. વળી મળવગેરે મલ્લિન વસ્તુઓથી દુષિત થયેલા, સેવાળવાળાં, કે ઝાડથી ઢંકાયેલા પાણીમાં પણ સ્નાન કરવુંનહીં. ઠંડા પાણીથી સ્નાન કરી તરત ગરમ વસ્તુ આરોગવી નહીં. એમ ગરમ પાણીથી સ્નાન કર્યા પછી શ્રાદ્ધવિધિ પ્રકરણ ૪૧ Page #50 -------------------------------------------------------------------------- ________________ ઠંડા તેલથી માલિશ કરાવવું નહીં. સ્નાન કર્યા પછી છાયા જો વિકૃત ઉપસે, જો દાંત પરસ્પર ઘસાય અને જો શરીરમાંથી શબના જેવી ગંધ આવે, તો મોત સંભવે છે. જો સ્નાન કર્યા પછી તરત જ છાતી અને બંને પગ સૂકાઇ જાય તો છઠ્ઠ દિવસે મોત થાય એમાં સંશય નથી. રતિ ક્રિયા પછી, ઉલ્ટી પછી, ચિતા પર બળતા શબનો ધુમાડો અડે તો, ખરાબ સ્વપ્ન જોયું હોય તો અને હજામત કરાવી હોય, તો ગાળેલા ચોખ્ખા પાણીથી સ્નાન કરી લેવું. માલિશ કર્યા પછી, સ્નાન કર્યા પછી, ભોજન કર્યા પછી, દાગીના પહેર્યા પછી, તથા યાત્રા માટે કે યુદ્ધમાટે જતી વખતે અને વિદ્યા ગ્રહણ કરતી વખતે હજામત કરાવવી નહીં. તેમ જ રાતના, સંધ્યા સમયે, પર્વદિવસે અને (હજામતના અથવા બહારગામથી આવ્યાના) નવમા દિવસે હજામત કરાવવી નહીં. દર પખવાડિયે એક વાર દાઢી-મૂછ, વાળ કે નખ ઉતરાવવાં. પોતાના દાંતથી કે બે હાથથી એ કાઢવા સારા નથી. પૂજા માટે સ્નાન માન્ય છે. સ્નાન શરીરની પવિત્રતા, સુખકર થવું વગેરે હેતુથી ભાવશુદ્ધિમાં નિમિત્ત બને છે. અષ્ટક પ્રકરણના બીજા અષ્ટકમાં કહ્યું છે કે – પાણીથી દેહના એક ભાગની ક્ષણ માટે પ્રાય કાનનો મેલ વગેરે બીજાનો ઉપરોધ (- પ્રતિષેધ = અભાવ) ન થાય એ રીતે શુદ્ધિ કરવી એ દ્રવ્યસ્નાન કહેવાય છે. આનો અર્થ- દેહનો એક ભાગ - પાણીથી શરીરની માત્ર બાહ્ય ચામડી જ લાંબા કાળમાટે પ્રાયઃ શુદ્ધ થાય છે. એમાં પણ એકાંતે નિયમ નથી, કેમકે તેવા પ્રકારના રોગીને તો ક્ષણવાર પણ અશુદ્ધિ જતી નથી. વળી શરીર પર જે મેલ છે, તેનાથી ભિન્ન જે કાન વગેરેના મેલ છેઃ એ તો દૂર થતાં જ નથી. એનો તો ઉપરોધ થતો જ નથી. અથવા એ સ્નાન જળથી બીજા જીવોની હિંસા ન થાય એ રીતે સ્નાન કરવું એ દ્રવ્યસ્નાન છે. મલિનારંભી – જે ગૃહસ્થ આ સ્નાન કરીને વિધિપૂર્વક દેવપૂજા અને અતિથિ - સાધુની પૂજા (વંદનાદિ) કરે છે, તેના માટે આ સ્નાન પણ સારું છે. દ્રવ્યસ્નાનના સારાપણામાટેનું કારણ બતાવે છે. (પૂજા પહેલા) દ્રવ્યસ્નાન કરવાથી (પાણીથી ન્હાવાથી) ભાવશુદ્ધિ થતી જણાય છે. આમ એ ભાવશુદ્ધિના કારણ તરીકે અનુભવસિદ્ધ હોવાથી એ સ્નાનમાં અકાય (પાણીના જીવો) ની વિરાધનાદિ રૂપ કાંક દોષ હોવા છતાં એથી ભિન્ન સમ્યગ્દર્શનની શુદ્ધિરૂપ ગુણ હોવાથી (તે માન્ય બને છે). કહ્યું જ છે કે – શંકા - પૂજામાં કાયવધ છે. (પાણીવગેરે જીવોની હિંસા.) અને કાયવધ પ્રતિકષ્ટ – નિષિદ્ધ છે. (સમાધાન) તે (કાયવધ) છે. પણ જિનેશ્વરની પૂજા સમ્યકત્વની શુદ્ધિમાં હેતુ છે. તેથી (સ્નાન – પૂજા) નિરવ - નિર્દોષ તરીકે વિચારવું. તીર્થ સ્નાનથી પાપ ધોવાતા નથી આમ ગૃહસ્થને જિનપૂજાઆદિ માટે જ દ્રવ્યસ્નાનની અનુજ્ઞા અપાયેલી છે. તેથી ‘દ્રવ્યસ્નાન પુણ્ય માટે થાય છે. એવું જે વચન છે, તે મિથ્યા છે. તીર્થમાં સ્નાન કરવાનું જે વિધાન (અન્ય મતોમાં) છે. તે સ્નાનથી પણ શરીરની જ કાંક શુદ્ધિ થાય છે, જીવનની તો અંશમાત્ર પણ શુદ્ધિ થતી નથી. સ્કંદપુરાણના કાશી ખંડ (વિભાગ)ના છઠ્ઠા અધ્યાયમાં કહ્યું જ છે – હજાર ભાર (વજન વિશેષ)ની માટીથી અને પાણીના સેંકડો ઘડાઓથી સેંકડો તીર્થોમાં સ્નાન કરવાથી પણ દુરાચારીઓ શુદ્ધ થતાં નથી. પાણીમાં જ નિવાસ કરવાવાળા (માછલા વગેરે) પાણીમાં જ ઉત્પન્ન થાય છે ને પાણીમાં જ મરે શ્રાદ્ધવિધિ પ્રકરણ ૪૨ Page #51 -------------------------------------------------------------------------- ________________ છે. છતાં વિશુદ્ધ નહીં થયેલા મનોમળવાળા તેઓ સ્વર્ગે જતાં નથી. ચિત્ત શમવગેરે ભાવોથી શુદ્ધ થાય છે. વાણી સત્યવચનોથી શુદ્ધ થાય છે અને કાયા બ્રહ્મચર્યાદિથી શુદ્ધ થાય છે. ગંગામાં સ્નાન કર્યા વિના પણ આ રીતે શુદ્ધિ થાય છે. જેનું ચિત્ત રાગાદિથી, મોં અસત્ય વચનોથી અને કાયા જીવહિંસા વગેરેથી દુષિત છે, તેનાથી ગંગા વિમુખ થયેલી છે. ગંગા નદી કહે છે – જે પરસ્ત્રીગમન, પારકા દ્રવ્યની ચોરી, અને બીજાનો વિશ્વાસઘાત આ ત્રણથી દૂર રહે છે, - એ ભવ્ય પુરુષ કયારે આવીને મને પવિત્ર કરશે? કડવી તુંબડીનું દષ્ટાંત. અહીં એક દ્રષ્ટાંત છે – એક યુવક ગંગાવગેરે તીર્થોમાં પરિભ્રમણમાટે જઇ રહ્યો હતો ત્યારે તેની માતાએ કહ્યું – બેટા! તું જે તીર્થમાં સ્નાન કરે, ત્યાં મારી આ તુંબડીને પણ સ્નાન કરાવજે. એ યુવકે માતાની એ વાત સ્વીકારી અને એ તુંબડી લઇ તીર્થ પરિભ્રમણ માટે નીકળ્યો. ગંગાવગેરે સ્થળોએ આ રીતે પોતાની સાથે તુંબડીને સ્નાન કરાવી ઘરે પાછો ફર્યો. પછી એની માતાએ એ જ તુંબડીનું શાક બનાવી એને પીરસ્યું. ચાખતા જ એની માતાને કહ્યું – અરે! આ તો બહું કડવું છે! ત્યારે માતાએ કહ્યું – જો સેંકડો સ્નાન કરવાં છતાં આ તુંબડીની કડવાશ ગઇ નહીં, તો એ સ્નાનથી તારું પાપ કેવી રીતે દૂર થયું? વત્સ! પાપની વિક્રિયા આવા સ્નાનથી નહીં, તપથી જ દુર થાય છે. એ યુવક પ્રતિબોધ પામ્યો. સ્નાન કરવાથી અપકાયના અસંખ્ય જીવો, એમાં જે સેવાળ હોય, એમાં રહેલા અનંત જીવો અને જો એ પાણી ગાળેલું ન હોય, તો એ પાણીમાં રહેલા પોરા વગેરે ત્રસ જીવોની પણ વિરાધના થાય છે. તેથી સ્નાન તો દોષયુક્ત પ્રતીત જ છે. પાણી જીવમય છે, એ તો લોકોમાં પણ કહેવાયું છે. ઉત્તરમીમાંસા ગ્રંથમાં કહ્યું જ છે – કરોળિયાએ પોતાના મોંના તંતુથી લીધેલા પાણીના એક ટીપામાં (આટલા નાના ટીપામાં પણ) જે સૂક્ષ્મ જીવો છે, તે જો ભમરા જેટલા માપના થાય, તો ત્રણે જગતમાં સમાઇ શકે નહીં. (ટુંકમાં પાણીથી થતું સ્નાન નિર્દોષ નથી. તેથી જિનપૂજા જેવા કારણ વિના કરવું જોઇએ નહીં) ભાવસ્નાન બતાવે છે - કર્મરૂપ મળને આશ્રયીને ધ્યાનરૂપી પાણીથી જે સ્નાન થાય છે, તે હંમેશા જીવને શુદ્ધિનું કારણ બને છે. (કર્મરૂપી મળને દૂર કરનારું થાય છે.) તેથી તે ભાવસ્નાન કહેવાય છે. (આ સ્નાન હંમેશા કરવા યોગ્ય છે.) કોકને દ્રવ્યસ્નાન - હાયા પછી પણ ગુમડું, ઘા વગેરેમાંથી રસી વગેરે ઝરતી હોય, તો એણે પોતાના કુલ-ચંદન વગેરે દ્વારા બીજા પાસે પ્રભુની અંગપૂજા કરાવવી. એ પણ અગ્રપૂજા અને ભાવપૂજા તો જાતે જ કરે. શરીર અપવિત્ર હોવાથી જાતે પૂજા કરવામાં આશાતનાનો સંભવ હોવાથી જાતે અંગપૂજાનો નિષેધ કર્યો છે. કહ્યું જ છે કે – નિ:શુક પરિણામવાળો જે અપવિત્ર હોવા છતાં દેવપૂજા કરે છે, અને જે જમીન પડેલા ફુલોથી દેવપૂજા કરે છે, આ બંને બીજા ભવમાં ચંડાલ થાય છે. ભોંયપર પડેલા ફૂલથી પૂજાઅંગે પુણ્યસાર કથા કામરૂપ” નામના નગરમાં એક ચંડાલને પુત્ર થયો. હજી તો જનમ્યો જ હતો ને પૂર્વભવના કોક વેરી વ્યંતરે એનું અપહરણ કરી જંગલમાં મુકી દીધો. આ બાજુ એ જ નગરનો રાજા રવાડીએ (રાજા જે નગર-નગર બહાર પરિભ્રમણ કરે, તે રવાડી – રાજવાટિકા કહેવાય) નીકળ્યો. એ જંગલમાં પહોંચ્યો. ત્યાં એણે પેલા બાળકને જોયો. રાજાને પુત્ર હતો નહીં, તેથી આનો પોતાના પુત્ર તરીકે શ્રાદ્ધવિધિ પ્રકરણ ૪૩ Page #52 -------------------------------------------------------------------------- ________________ સ્વીકાર કર્યો ને પાલન કર્યું. નામ પુણ્યસાર રાખ્યું. જ્યારે પુણ્યસાર યુવાન થયો, ત્યારે રાજાએ એને રાજ્ય સોંપ્યું ને પોતે દીક્ષા લીધી, અનુક્રમે કેવળજ્ઞાની થયા. વિહાર કરતાં કરતાં એ કેવળી કામરૂપ નગરમાં આવ્યા. પુણ્યસાર એમને વંદન કરવા ગયો. નગરના લોકો પણ આવ્યા. પુણ્યસા૨ને જન્મ આપનારી ચાંડાલણી પણ ત્યાં આવી. પુણ્યસાર રાજાને જોઇને એના સ્તનમાંથી દૂધ ઝરવા માંડ્યું. તેથી રાજાએ કેવળીને એનું કારણ પૂછ્યું. કેવળીએ કહ્યું - આ તારી જન્મદાતા માતા છે. મને તો તું જંગલમાંથી મળ્યો છે. ત્યારે પુણ્યસારે પૂછ્યું - હું કયા કર્મથી ચંડાલને ત્યાં જનમ્યો? કેવળજ્ઞાનીએ કહ્યું - પૂર્વભવમાં તું વેપારી હતો. એક વાર પ્રભુપૂજા કરતી વખતે જાણવા છતાં કે ‘ભોંય પર પડેલું ફુલ પ્રભુને ચડાવાય નહીં’ તે ભોંય પડેલું ફુલ લઇ અવજ્ઞાથી પ્રભુને ચડાવ્યું. આથી તું ચંડાલ થયો. કહ્યું જ છે કે – જે અનુચિત ફળ, ફુલ કે નૈવેદ્ય પ્રભુને ચઢાવે છે, તે પ્રાય: અન્ય જન્મમાં નીચ ગોત્રમાં જન્મમાં કારણભૂત કર્મ બાંધે છે. અંતરાયમાં પૂજા કરવી નહીં પૂર્વભવમાં તારી જે માતા હતી, તેણે એક વાર માસિક ધર્મમાં હોવા છતાં પ્રભુપૂજા કરી. તેથી બાંધેલા કર્મના કારણે એ આ ભવમાં ચાંડાલણી બની ને તને જન્મ આપ્યો. આ સાંભળી પુણ્યસાર રાજાએ વૈરાગ્યથી દીક્ષા લીધી. અપવિત્ર અવસ્થામાં અને ભૂમિ પર પડેલા ફુલથી થતી પૂજા અંગે આ કથા છે. તેથી ભોંય પર પડેલું ફુલ સુગંધી હોય તો પણ પ્રભુને ચઢાવવું નહીં અને શરીરમાં જરા પણ અપવિત્રતા હોય તો પણ પૂજા કરવી નહીં. ખાસ કરીને સ્ત્રીધર્મમાં રહેલી સ્ત્રીએ તો પ્રભુપૂજા કરવી જ નહીં, કેમકે તે મોટી આશાતના વગેરે દોષનું કારણ બને છે. પૂજામાટેના વસ્ત્ર કેવા હોવા જોઇએ? પ્રભુપૂજા માટે સ્નાન કર્યા પછી પવિત્ર, કોમળ, ગન્ધકાષાદિ (કોમળ રૂવાંટીવાળા - આજે એ ટુવાલ કહેવાય છે.તેવા) કપડાથી શરીરને લુંછી, ન્હાવામાટે પહેરેલી પોટડીને છોડી, બીજું પવિત્ર વસ્ત્ર પહેરી ભીના પગથી ભોંયને ન અડાય એ રીતે પવિત્ર સ્થાનપર આવવું, ત્યાં ઉત્તરાભિમુખ ઊભા રહી દિવ્ય (કિંમતી), તથા અખંડ - ફાટેલા કે સાંધેલા ન હોય એવા, નવા બે સફેદ વસ્ત્ર ધારણ કરવા. કહ્યું જ છે કે – પાણી વગેરેથી શરીરની યથાયોગ્ય શુદ્ધિ કરી શ્વેત, વિશુદ્ધ અને ધૂપથી પવિત્ર કરેલાં બે ધોતિયા ધા૨ણ કરવા. લોકોમાં પણ કહ્યું છે કે - હે રાજન! દેવકાર્યમાં સાંધેલું, બળેલું, ફાટેલું કે બીજાનું વસ્ત્ર ધારણ કરવું નહીં. જે વસ્ત્ર કેડને અડ્યું હોય (એક વાર પણ વપરાયું હોય) તથા જે વસ્ત્ર પહેરી મળવિસર્જન, મૂત્રવિસર્જન કે મૈથુનાદિ અશુચિ કાર્ય કર્યા હોય, તે વસ્ત્રનો દેવપૂજામાં ઉપયોગ કરવો નહીં. એક વસ્ત્ર પહેરીને ભોજન ક૨વું કે દેવપૂજા કરવી ઉચિત નથી. સ્ત્રીઓએ કચુંક(ચોળી) પહેર્યા વિના પૂજા કરવી નહીં. આમ પુરુષને બે વસ્ત્ર વિના અને સ્ત્રીને ત્રણ વસ્ત્ર પહેર્યા વિના પ્રભુપૂજાવગેરે કાર્ય કરવા કલ્પે નહીં. ધૌતવસ્ત્ર (ધોતિયું) તરીકે મુખ્યવૃત્તિથી ક્ષીરોદકવગેરે અતિવિશિષ્ટ સફેદ વસ્ત્ર જ રાખવું. ઉદાયન રાજાની રાણી પ્રભાવતી વગેરેએ પણ શ્વેત જ ધૌતવસ્ત્ર ધારણ કર્યાની વાત નિશીથવગેરે ગ્રંથોમાં બતાવી છે. (શ્રાદ્ધ) દિનકૃત્ય વગેરે ગ્રંથોમાં પણ કહ્યું છે કે- શ્વેત વસ્ત્ર ધારણ કરીને (પૂજા કરે). ક્ષીરોદકાદિ શ્રાદ્ધવિધિ પ્રકરણ ૪૪ Page #53 -------------------------------------------------------------------------- ________________ વસ્ત્ર અતિ મૂલ્યવાન હોવાથી એ અંગે શક્તિ ન પહોંચે, તો પણ ધોતિયા તરીકે રેશમીવગેરે વિશિષ્ટ વસ્ત્ર જ રાખવું. પુજા ષોડશકમાં કહ્યું છે કે – સફેદ શુભ વસ્ત્રથી (પૂજા કરવી.) આની ટીકામાં લખ્યું છે. - સફેદ વસ્ત્ર અને શુભ વસ્ત્રથી. અહીં શુભ વસ્ત્ર તરીકે સફેદ સિવાયના પણ બીજા રેશમી કપડા વગેરે સમજવા. તેથી લાલ-પીળા વગેરે વર્ણવાળા પણ લઇ શકાય. એગસાડિયું ઉત્તરાસંગ કરેઇ” આવું આગમવચન છે. તેથી નક્કી થાય છે કે ઉત્તરીય (ઉપરનું વસ્ત્ર) એક, અખંડ જ હોવું જોઇએ, નહીં કે બે ત્રણ ટુકડાવાળું. (પૂજાના બંને વસ્ત્ર ધોતિયા છે. ઉપરનું વસ્ત્ર ઉત્તરીય કહેવાય છે. તેથી નીચેનું વસ્ત્ર ધોતિયા તરીકે રૂઢ થયું છે. તેથી એકમાટે કહેલી વાત પ્રાય: બંને અંગે સમજી લેવી, જેમ કે બંને વસ્ત્ર અખંડ, શ્વેત, રેશમી આદિ વિશિષ્ટ જ હોવા જઇએ.) લોકોમાં એમ કહેવાય છે કે “રેશમી વસ્ત્ર ભોજનાદિ કરવા છતાં હંમેશા પવિત્ર જ રહે છે પણ આ વાત પ્રમાણભૂત ગણવી નહીં. બીજા ધોતિયાની જેમ રેશમી ધોતિયાને પણ ભોજનત્યાગ તથા મળ, મૂત્ર વગેરે અશુચિના સ્પર્શનો ત્યાગ વગેરે દ્વારા પવિત્ર રાખવાનો શક્ય પ્રયત્ન કરવો. વળી પૂજાના એ વસ્ત્રો જેટલી વાર વપરાય એને અનુરૂપ વારંવાર ધોવાણ -ધૂપકરણ વગેરે દ્વારા પવિત્ર કરતાં રહેવું. અને ધોતિયું ઓછો સમય વપરાય એવું કરવું. પસીનો, કફ વગેરે એ ધોતિયાથી સાફ કરવા નહીં, નહિંતર ધોતિયું અપવિત્ર થઇ જાય. વળી આ વસ્ત્રો બીજા વપરાયેલા વસ્ત્રોથી જુદા રાખવા. બીજાનું ધોતિયું પ્રાય: પહેરવું નહીં. એમાં પણ બાળક, વૃદ્ધ, સ્ત્રી વગેરેનું તો વાપરવું જ નહીં. નવા ધોતિયાઅંગે કુમારપાળરાજાનું દષ્ટાન્તા એવી વાત સંભળાય છે કે એકવાર કુમારપાળ રાજાની પૂજાની જોડ બાહડ મંત્રીના નાના ભાઇ ચાહડે પહેરી. ત્યારે રાજાએ કહ્યું - હવે તમારે મને નવી (નહીં વપરાયેલી) જોડ આપવી પડશે. ત્યારે ચાહડે કહ્યું - નવું પણ રેશમી વસ્ત્ર સવા લાખનું થાય. એ બખેરાપુરીમાં જ બને છે, અને ત્યાંનો રાજા પોતે વાપરે, પછી જ અહીં આવે છે. ત્યારે કુમારપાળ રાજાએ બર્બરાના રાજા પાસે નહીં વપરાયેલી એક જોડ માંગી. પણ એ રાજાએ આપી નહીં. તેથી કુમારપાળ રાજાએ ચાહડને ‘બહુ દાનવીર થતો નહીં' એમ કહી સૈન્ય સાથે મોકલ્યો. ત્રીજા મુકામે ચાહડે ભંડારી પાસે લાખ સોનામહોર માંગ્યા. ભંડારીએ આપ્યા નહીં. તેથી એને કાઢી મૂકી પોતે ઇચ્છા મુજબ દાન આપતો - આપતો ચૌદસો ઊંટડી પર ચૌદસો યોદ્ધાઓ સાથે રાતે શીધ્ર, બખેરાપુરને ઘેરી લીધું. ત્યારે તે નગરમાં સાતસો કન્યાના વિવાહ હતા. તેથી એમને વિઘ્ન ન થાય એ હેતુથી રાત જવા દઇ સવારે કિલ્લો કબજે કર્યો. ત્યાં સાત કરોડ સોનામહોર અને અગ્યારસો ઘોડા મેળવ્યા. પછી કિલ્લાનો ઘરટ્ટ દ્વારા (ચૂર્ણ કરનારા યંત્ર દ્વારા) ચૂરે ચૂરો કર્યો. એ રાજ્યમાં શ્રી કુમારપાળ રાજાની આજ્ઞા પ્રવર્તાવી. ત્યાંના સાતસો સાળવી – વણકરોને પોતાની સાથે લાવ્યો. રાજાએ કહ્યું - તારી સ્થલલક્ષતા દોષ જ દૃષ્ટિદોષનો જાણે રક્ષામંત્ર છે. (તને લાખો સોનામહોર દાન આપ્યા વિના ચાલતું નથી.) તેં તો મારા કરતા પણ વધુ ખર્ચ કર્યો. ત્યારે ચાહડે કહ્યું - હું જે દાન આદિમાં વ્યય કરું છું એમાં આપની કૃપાનું બળ જ કામ કરે છે. આપની પાસે કોનું બળ છે? (તેથી હું આપથી વધુ દાન આપે તે વ્યાજબી છે.) આ વચનથી ખુશ થયેલા રાજાએ એનો સત્કાર કરી એને “રાજ ઘરટ્ટ” એવું બિરુદ આપ્યું. શ્રાદ્ધવિધિ પ્રકરણ AL Page #54 -------------------------------------------------------------------------- ________________ પૂજાસામગ્રી માટે ચોકસાઇ આમ કુમારપાળ રાજાના દૃષ્ટાંતથી જાણી શકાય છે કે પૂજામાં બીજાએ પહેરેલા વસ્ત્ર વાપરવા નહીં. પૂજા માટે પાણી તથા ફુલ વગેરે પોતે જ સારા સ્થાનથી લાવવા. અથવા જેના ગુણ પોતે જાણે છે, એવા સારા માણસ પાસે મંગાવવા. પણ એ પાણી કે ફુલ પવિત્ર ભાજનમાં ઢાંકીને લાવે એ જોવું. તથા એ લાવનાર જે માર્ગે આવે, તે માર્ગ પવિત્ર છે કે નહીં એની ચોકસાઇ કરવી. તથા પાણી-ફુલ વગેરે લાવી આપનારને ઉચિત સારું મૂલ્ય આપીને ખુશ કરવો. એ જ રીતે ચંદન ઘસતી વખતે મુખકોશ બાંધવો. એ ઘસવાનું સ્થાન પવિત્ર હોવું જોઇએ વગેરે જયણા કરવી. તથા એ જીવાત વિનાના તથા શુદ્ધ કેસર, કપૂર વગેરેનું મિશ્રણ કરવું. સાફ કરેલા અને શ્રેષ્ઠ ધૂપ-દીવા રાખવા. અક્ષત-ચોખા પણ વીણેલા, ઉત્તમ અને અખંડ લેવા. એઠાં નહીં થયેલા વિશિષ્ટ નૈવેદ્ય તૈયાર કરાવવા, ઉત્તમ-શ્રેષ્ઠ ફળ લેવું, આ રીતે સામગ્રી ભેગી કરવી. આ રીતે દ્રવ્ય શુદ્ધિની વાત કરી. રાગ, દ્વેષ, કષાય, ઈર્ષ્યા, ઇહૌકિક કે પરભવિક સ્પૃહા (ઇચ્છાઓ) કુતુહલ, (એક કામમાં બીજુ કામ કરવું વગેરે રૂપ) વ્યાક્ષેપ વગે૨ે છોડીને એકાગ્રચિત્તે પૂજા કરવી એ ભાવશુદ્ધિ છે. કહ્યું છે કે (૧) મન (૨) વચન (૩) કાયા (૪) વસ્ત્ર (૫) ભૂમિ (૬) પૂજાસામગ્રી અને (૭) સ્થિતિ (= વ્યવહાર) આ સાત પ્રકારની શુદ્ધિ જિનપૂજામાં રાખવી જોઇએ. આ આ રીતે દ્રવ્ય – ભાવથી પવિત્ર થઇ ઘરમાં રહેલા ઘરદેરાસરમાં એની જમણી બાજુથી પુરુષે અને ડાબી બાજુથી સ્ત્રીએ પ્રવેશ કરવો. પણ દેરાસરમાં પ્રવેશતા સૌ પ્રથમ જમણો પગ મૂકવો. પૂજા કરનારે પૂર્વસન્મુખ કે ઉત્તરસન્મુખ રહી ડાબી નાડી ચાલતી હોય ત્યારે મૌનપૂર્વક ઉત્તમ સુગંધી દ્રવ્યોથી પ્રભુની પૂજા કરવી વગેરે વિધિ જાણવી. એ જ રીતે ત્રણ નિસીહી કરવી, ત્રણ પ્રદક્ષિણા દેવી, ત્રણ અવસ્થાઓ ચિંતવવી વગેરે વિધિ પણ સાચવવી. પોતે પવિત્ર આસન વગેરે પર પદ્માસનવગેરે જે આસનમાં સુખ ઉપજે એ આસને બેસે. પછી ચંદનની વાડકીમાંથી બીજી વાડકીમાં કે હથેલીમાં થોડું ચંદન લઇ પોતાના ભાલે (કપાળે) તિલક કરવું. બંને હાથના કડાપર કંકણ પણ ચંદનથી આલેખવું. પછી બચેલાં ચંદનથી બંને હાથને પવિત્ર કરી, એ બંને હાથને ધૂપથી ધૂપિત કરવા. પછી આગળ બતાવશે એ વિધિથી ભગવાનની અંગ-અગ્ર-ભાવ પૂજા કરવી. પછી સવારે પ્રતિક્રમણ વગેરેમાં પચ્ચક્ખાણ કર્યું હોય કે નહીં કર્યું હોય, તો પણ પ્રભુ આગળ શક્તિ મુજબનું પચ્ચ ક્ખાણ કરવું. (આ રીતે પાંચમી ગાથાનો અર્થ પૂર્ણ થયો.) એ પછી શ્રાદ્ધવિધિ - સદાનો સાથી કોઇ પણ અવસરે, કોઇ પણ પ્રસંગે, કોઇ પણ ઘટનામાં કેવી રીતે વર્તવું? શું કરવું? કયા ઉપાયો અજમાવવા? એ અંગેનું યોગ્ય માર્ગદર્શન આ ગ્રંથમાંથી અવશ્ય પ્રાપ્ત થાય છે. તેથી આ ગ્રંથને હંમેશા હાથવગો રાખવો સારો... પરિવારમાં બધાને ગુજરાતી ભાષા વાંચતા આવડવી જરૂરી છે. તો જ તેઓ પણ ભવિષ્યમાં આ ગ્રંથના આધારે સમૃદ્ધિ, સ્વસ્થતાને સમતાનો માર્ગ પામી શકે. ઘરે ઘરે રોજ રાતે (કે સવારે) ઘરના બધા સભ્યોએ ભેગા થઇ આ ગ્રંથના થોડા-થોડા પાના વાંચી એનાપર વિચાર વિમર્શ કરવો જોઇએ. અથવા સંધમાં દર રવિવારે (કે રજાના દિવસે) બધાએ સમુહ સામાયિકમાં માંડલીરૂપે (ગોળાકારે) બેસી આ ગ્રંથનું થોડું થોડું વાચન અને એનાપર વિચારણા કરવી જોઇએ. નવું ઘર માંડનારને સૌથી પહેલી ભેટ આ પુસ્તક આપી ને એમની પાસે આ પુસ્તક સાંગોપાંગ વાંચી જવાઅંગે વચન લેવું જોઇએ. વિવિધ પ્રકા ૪૬ Page #55 -------------------------------------------------------------------------- ________________ dechCe ebeCebebeCei ensiebehDemoef GeeDeefelej Dees G ej F Herkek eceb o{Hebrece ej iep Heemes--6-- (छा - विधिना जिनं जिनगृहे गत्वार्चति उचितचिन्तारतः। उच्चरति प्रत्याख्यानं दृढपञ्चाचारगुरुपार्थे) ‘વિધિપૂર્વક આ શબ્દ આગળ બતાવશે તે બધી ક્રિયામાં સાથે સમજી લેવો. એટલે કે વિધિપૂર્વક દેરાસરે જઇ વિધિપૂર્વક ઉચિત ચિંતામાં રત ઉચિત વિધિથી જિનપૂજા કરે ...એમ સમજવું. હદ્ધિથી જિનવંદનઅંગે શ્રીદશાર્ણભદ્રનું દષ્ટાન્ત હવે ઘરદેરાસરે પૂજા કરી મુખ્ય દેરાસરે પૂજા કરવા કેવી રીતે જવું? તેની વિધિ બતાવે છે... જો પોતે રાજા વગેરે રૂપે મોટી ઋદ્ધિવાળો હોય, તો ‘સર્વ ઋદ્ધિ, દિપ્તિ, ધૃતિ, સેના, પુરુષાર્થ સાથે...' ઇત્યાદિ વચનને આગળ કરી જૈનશાસનની પ્રભાવના થાય એ હેતુથી મોટી ઋદ્ધિ સાથે દેરાસર જાય. શ્રી દશાર્ણભદ્ર રાજા ‘હું તે રીતે પ્રભુ વીરને વંદુ કે જે રીતે પૂર્વે કોઇએ વંદન કર્યા નહીં હોય એવા અહંકાર સાથે પરમ ઋદ્ધિ સાથે સઘળાય સાજ, શણગાર, હાથી વગેરે ચતુરંગ સેના, હાથીદાંતની, ચાંદીની અને સોનાની બનેલી પાંચસો પાલખીમાં બેઠેલી પાંચસો રાણીઓ સાથે પ્રભુ વીરને વંદન કરવા નીકળ્યા. ત્યારે એનો અહંકાર દૂર કરવા પ્રથમ દેવલોકના ઇંદ્ર પ્રભુ વીરને વંદનમાટે આવતી વખતે મોટી દિવ્ય ઋદ્ધિ વિકજ્વ. મોટા ઋષિમંડળ સ્તવમાં આ ઋદ્ધિનું વર્ણન આ રીતે કર્યુ છે.. ચોંસઠ હજાર હાથી વિમુર્થા. દરેક હાથીને પાંચસો બાર મસ્તક હતા. એ દરેક મસ્તક-કુંભ દીઠ આઠ-આઠ દાંત હતા. દરેક દાંતે આઠ-આઠ વાવડી હતી. દરેક વાવડીમાં લાખ-લાખ પાંખડીવાળા આઠ-આઠ કમળ હતા. એમાં દરેક પાંખડીએ બત્રીસ-બત્રીશ દિવ્ય નાટક વિધિ ચાલતી હતી. એ દરેક કમળની કર્ણિકામાં શ્રેષ્ઠ પ્રાસાદ-મહેલ હતા. એ દરેક મહેલમાં પોતાની આઠ અગ્રમહિષી-પટ્ટદેવીઓ સાથે એ ઇંદ્ર બિરાજ્યા હતા, ને પ્રભુ ગુણ ગાતા હતા. આવી ઋદ્ધિ સાથે ઐરાવણ હાથી પર બેઠેલા ઇંદ્રને જોઇ દશાર્ણભદ્ર રાજાએ દીક્ષા લઇ પોતાની અપૂર્વ વંદનની પ્રતિજ્ઞા પૂરી કરી. (ઇદ્રની તે વખતની ઋદ્ધિ, હાથી વગેરેની સંખ્યા, વાજિંત્રોના નામ અને બત્રીસ નાટકોની વાત પરિશિષ્ટમાં લીધી છે. ત્યાંથી જોઇ લેવી.). દશાર્ણભદ્રના દૃષ્ટાંતથી એ વાત સમજવાની છે કે સમૃદ્ધ શ્રાવકે મોટી ઋદ્ધિ-આડંબર સાથે દેરાસર જવું. સામાન્ય વૈભવવાળાએ એવું નહીં કરવું, કેમકે એ ઉદ્ધતાઇ ગણાય ને લોકોમાં હાસ્યાસ્પદ બને. તેથી એણે પોતાના વૈભવને અનુરૂપ આડંબર કરીને તથા ભાઇ, મિત્ર, પુત્ર વગેરેને સાથે લઇ જવું. જિનાલયના પાંચ અભિગમ (૧) દેરાસરે પહોંચીને ફૂલ, પાન, સરસવ, દૂર્વા વગેરે સચિત્ત અને છરી, પગરખા, મુગટ, વાહન વગેરે અચિત્ત દ્રવ્યોનો ત્યાગ કરવો. (૨) મુગટ છોડી બાકીના આભૂષણો વગેરે અચિત્ત દ્રવ્યો સાથે રાખવા. (૩) એક પહોળા વસ્ત્રનો ખેસનો) ઉત્તરાસંગ કરવો. (૪) ભગવાન દેખાતા જ અંજલિ કરી મસ્તકે રાખી “નમો જિણાણું” એમ કહેવા પૂર્વક પ્રણામ કરવા. અને (૫) મનને (પ્રભુ ભક્તિમાં) એકાગ્ર બનાવવું. આ પાંચ પ્રકારના અભિગમને સાચવવા પૂર્વક ‘નિસીહિ, નિશીહિ, નિશીહિ' કહીને દેરાસરમાં પ્રવેશ કરવો. આગમમાં કહ્યું જ છે કે – (૧) સચિત્ત દ્રવ્યનો ત્યાગ (૨) અચિત્ત દ્રવ્યનું ગ્રહણ (અત્યાગ) (૩) એક વસ્ત્ર ઉત્તરાસંગ કરવો. (૪) આંખેથી પ્રભુને જોતા જ અંજલિ કરવી અને (૫) મનને એકાગ્ર કરવું. શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #56 -------------------------------------------------------------------------- ________________ રાજા વગેરે દેરાસરમાં પ્રવેશતા જ રાજ ચિહ્નોનો ત્યાગ કરે. હ્યું જ છે કે – શ્રેષ્ઠ રાજા તરીકેના સૂચક ગણાતા પાંચ રાજ ચિહ્નો- (૧) ખગ (તલવાર) (૨) છત્ર (૩) વાહન (૪) મુગટ અને (૫) ચામરો આ બધાનો ત્યાગ કરે. પ્રથમ નિસીહી અને પ્રદક્ષિણા દેરાસરના અગ્રદ્વારે પ્રવેશતા જ મન-વચન-કાયાથી સંસાર સંબંધી – ઘર સંબંધી બધા વ્યાપારચિંતાનો ત્યાગ કરવાનો છે એ સૂચવવા પહેલી નિશીહિ કરાય છે ને ત્રણ વાર બોલાય છે. જો કે ગણાય તો એક જ, કેમકે માત્ર ઘર-સંસાર સંબંધી પ્રવૃત્તિના ત્યાગ રૂપ એકનો જ નિષેધ થયો છે. પછી મૂળનાયક ભગવાનને પ્રણામ કરી જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધના માટે ત્રણ પ્રદક્ષિણા આપવી. મૂળનાયક ભગવાન આપણાથી જમણી બાજુએ રહે એ રીતે પ્રદક્ષિણા આપવાની છે. કલ્યાણના ઇચ્છુકે પ્રાય: બધી જ ઉત્કૃષ્ટ વસ્તુઓ પોતાની જમણી બાજુએ જ રાખવી જોઇએ, એ આનો ઉદ્દેશ છે. કહ્યું જ છે કે – તે પછી નમો જિણાણું કહી ભક્તિથી ઉભરાતા મનથી (જમાં કેડથી વળી નમવાનું હોય તે) અર્ધાવનત પ્રણામ અથવા પંચાંગ પ્રણિપાત (ખમાસમણુ) કરી પરિવાર સાથે પૂજાની સામગ્રી હાથમાં રાખી ગંભીર મધુર સ્વરે ભગવાનના ગુણ સમુદાય વર્ણવતા મંગલ સ્તોત્રાદિ બોલતા બોલતા, (જો પૂજાની સામગ્રી હાથમાં ન હોય તો) યોગમુદ્રામાં હાથ રાખી દરેક ડગલે જીવોની રક્ષાની સાવધાની રાખતો અને ભગવાનના ગુણોમાં જ એકાગ્ર મનવાળો થઇ ત્રણ પ્રદિક્ષણા આપે. ગૃહચૈત્યોમાં પ્રદક્ષિણા આપવી ઘટતી-સંભવતી નથી. મોટા દેરાસરોમાં પણ જો કારણવશ પ્રદક્ષિણા નહીં આપી શકે, તો પ્રાજ્ઞ પુરુષે હંમેશા પ્રદક્ષિણા આપવાનો ભાવ તો રાખવો જ જોઇએ. પ્રદક્ષિણા આપતી વખતે સમવસરણમાં ચાર રૂપે રહેલા ભગવાનનું ચિંતન કરતો કરતો મૂળનાયક ભગવાન સિવાય પણ ગભારામાં પાછળ, ડાબી અને જમણી આ ત્રણે સ્થળે (વર્તમાનમાં પ્રાય: મંગલમૂર્તિરૂપે) રહેલા ત્રણ પ્રતિમાને વંદે. તેથી જ બધા દેરાસરો સમવસરણના સ્થાનરૂપ હોવાથી ગર્ભગૃહની બહારના ભાગમાં ત્રણે દિશામાં મૂળનાયક ભગવાનના નામની જ ત્રણ પ્રતિમા (જે હાલ પ્રાય: મંગલમૂર્તિ હોય છે) રાખે. આમ કરવાથી જ ‘ભગવાનના પીઠના ભાગનો ત્યાગ કરવો” એ વચનથી અરિહંતના પીઠ તરફ (દેરાસરના પાછળના ભાગે) રહેવામાં જે દોષ લાગતો હોય, તે દોષ હવે (ચારે દિશામાં પ્રભુનું મુખ સન્મુખ થવાથી) રહેતો નથી. બીજી નિસીહી અને પ્રણામ એ પછી દેરાસરમાં સફાઇ, પોતું, લેખક વગેરે જે આગળ કહેવાશે, એ બધા કાર્યો પતાવી તથા પૂજાની બધી સામગ્રી તૈયાર કરી હવે દેરાસર સંબંધી પણ ચિંતાનો ત્યાગ સૂચવતી બીજી નિસાહિ ગભારાના દ્વારે કહી મૂળનાયક પ્રભુને ત્રણવાર પ્રણામ કરી પૂજા કરે. ભાષ્યમાં જ છે કે - તે પછી નિસીહિ પૂર્વક મંડપમાં (- ગર્ભગૃહમાં) ભગવાનની સામે પૃથ્વી પર હાથ-પગ સ્થાપી વિધિપૂર્વક ત્રણ વાર પ્રણામ કરે. તે પછી હર્ષસભર બની મુખકોશ બાંધી ભગવાનની પ્રતિમાપર રાતભર રહેલા નિર્માલ્યને મોરપીંછથી દૂર કરે. પછી દેરાસરની સફાઇ પોતે કરે અથવા બીજા પાસે કરાવે. પછી જિનપ્રતિમાઓની વિધિપૂર્વક યથાયોગ્ય પૂજા કરે. ૪૮ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #57 -------------------------------------------------------------------------- ________________ અભિષેક આદિ પૂજાવિધિ નાક-મોંના શ્વાસોચ્છવાસને પ્રભુપર પડતા અટકાવવા કપડાના છેડાના આઠ પડ કરી મુખકોશ બાંધવો. વર્ષાકાળમાં નિર્માલ્યમાં કંથવા વગેરે જીવો થવાની સંભાવના હોવાથી નિર્માલ્ય અને અભિષેકનું પાણી બંને અલગ-અલગ વાસણમાં જ લઇ લોકોના પગ જ્યાં ન પડે, તેવા સ્થાને એનું વિસર્જન કરવું. આમ કરવાથી આશાતના ટળે છે. ઘર દેરાસરમાં જિનપ્રતિમાને ઉંચા સ્થાને ભોજનઆદિમાં નહીં વપરાતા ઉત્તમ થાળમાં રાખી બંને હાથે ધારણ કરેલા પવિત્ર કળશ વગેરેમાં રાખેલા પાણીથી અભિષેક કરવો. તે વખતે“હે સ્વામિનું! આપ બાલ્યાવસ્થામાં મેરુ પર્વતના શિખરે દેવ-અસુરો વડે સોનાના કળશો દ્વારા અભિષેક કરાયા હતા. એ દ્રશ્ય જેણે જોયું હશે, તે પણ ધન્ય છે.” ઇત્યાદિ ચિંતન કરવું. એ પછી વાળાકુંચીનો સારા પ્રયત્નથી (ભગવાનની પ્રતિમાને ઘસારો-તીક્ષ્ણતા ન લાગે એ રીતે) ઉપયોગ કરી અંગપ્રક્ષાલન કરવું. એ પછી બે અંગલુછણાથી (હાલ ત્રણ પ્રચલિત છે.) ભગવાનને સ્વચ્છ કરી, ચંદન વગેરેથી બે પગ, બે ઘૂંટણ, બે કર (હાથ), બે ખભા અને મસ્તક - આ નવ અંગે ક્રમશ: આગળ બતાવશે એ રીતે સૃષ્ટિક્રમથી પૂજા કરવી. કેટલાક એમ કહે છે કે પહેલા ભાલે તિલક કરી પછી નવ અંગે પૂજા કરવી. શ્રી જિનપ્રભસૂરિએ પૂજાવિધિ ગ્રંથમાં કહ્યું છે કે – સરસ સુગંધી ચંદનથી ભગવાનનાં જમણા ઘૂંટણે, જમણે ખભે, ભાલે, ડાબે ખભે અને ડાબે ઘૂંટણે એ રીતે પાંચ અંગે અને હૃદય ગણો તો છ અંગે પૂજા કરી તાજા ફુલોથી અને ગંધ ચૂર્ણથી પૂજા કરવી. (આ વાંચી વર્તમાન પૂજાપદ્ધતિમાં ફરક ઊભો કરવો ઉચિત નથી, કેમકે હાલ સકળ શ્રી સંઘે જે પદ્ધતિ સ્વીકારી છે, તેમાં ભેદ કરવાથી સંઘભેદ, સંશય, મતભેદ વગેરે દોષો ઊભા થશે. વળી પૂજાઅંગે શાસ્ત્રોમાં પણ અલગ-અલગ પદ્ધતિ જોવા મળે છે.) એ પહેલા બીજા કોઇએ પૂજા કરી હોય અને પોતાની પાસે અન્ય વિશિષ્ટ સામગ્રી ન હોય, તો એ પૂજા દૂર કરવી નહીં; કેમકે એ દૂર કરવામાં એ પૂજાના દર્શનથી ભવ્ય જીવોને જે પુણ્યની કમાણી થવાની હોય, તેમાં અંતરાય કરવાનો પ્રસંગ આવે. તેથી એ પૂર્વકૃત પૂજાને જ પોતાની કુશળતાથી) વધુ વિશિષ્ટ બનાવવા પોતાની સામગ્રી વાપરવી. નિર્માલ્યનું લક્ષણ બૃહદ્ભાષ્યમાં કહ્યું છે - જો પૂર્વે કોઇએ સારા વૈભવથી પૂજા કરી હોય, તો તેમાં જે રીતે વિશેષ શોભા થાય તે રીતે જ પ્રયત્ન કરવો. (શંકા એ ચઢાવેલા દ્રવ્યો ઉતારી ફરીથી ગોઠવવામાં પ્રભુને ચઢાવેલું દ્રવ્ય નિર્માલ્ય થઇ જાય છે. તો એ નિર્માલ્યને ફરીથી ચઢાવવાનો દોષ નહીં આવે? આના સમાધાનમાં કહે છે – આ રીતે સારા ભાજનમાં) પાછા લઇ ફરીથી ગોઠવવામાં નિર્માલ્ય પણ થતું નથી, કેમકે એમાં નિર્માલ્યના લક્ષણનો અભાવ છે. કેમકે ગીતાર્થ પુરુષો પૂજામાં ચઢાવ્યા પછી વિનાશ પામ્યું હોય (ફરીથી ચઢાવવા યોગ્ય ન રહ્યું હોય) એ દ્રવ્યને નિર્માલ્ય કહે છે. તેથી જ પ્રભુજીને એક વાર ચઢાવેલા પણ વસ્ત્ર, આભરણ, કડા જોડ, કુંડળ જોડ વગેરે વસ્તુઓ બીજા વગેરે દિવસે ફરીથી ચઢાવાય છે. જો આમ ન હોય, તો શાસ્ત્રમાં વિજય વગેરે દેવોએ એક અંગભૂંછણાથી એકસો આઠ જિનપ્રતિમાને અંગભૂંછણા કર્યા એવી વાત કેવી રીતે આવે? ભગવાનની પ્રતિમા પર ચઢાવેલું જે દ્રવ્ય કરમાઇ ગયેલું, સુગંધહીન થયેલું, કે શોભા વિનાનું શ્રાદ્ધવિધિ પ્રકરણ ૪૯ Page #58 -------------------------------------------------------------------------- ________________ દેખાય, ભવ્ય-ભક્ત જીવના મનની પ્રસન્નતાનું કારણ બને નહીં, તેને બહુશ્રુતો નિર્માલ્ય ગણે છે. એમ સંઘાચાર ગ્રંથની ટીકામાં કહ્યું છે. પ્રદ્યુમ્નસૂરિ કૃત વિચાર વિસ્તાર પ્રકરણમાં આ પ્રમાણે કહ્યું છે... - ચૈત્યદ્રવ્ય બે પ્રકારે છે (૧) પૂજા દ્રવ્ય (૨) નિર્માલ્ય દ્રવ્ય. જિનપૂજા માટે તૈયાર કરાયેલું- ચંદન વગેરે - આદાનાદિ દ્રવ્ય પૂજાદ્રવ્ય છે. અક્ષત (ચોખા), ફળ, બલિ, વસ્ત્ર વગેરે સંબંધી જે દ્રવ્ય છે, તે (પૂજામાં સમર્પિત કર્યા પછી) નિર્માલ્ય દ્રવ્ય કહેવાય છે. તે દ્રવ્યનો દેરાસર સંબંધી કાર્યોમાં ઉપયોગ થઇ શકે છે. આમ આ ગ્રંથમાં સમર્પિત કરેલા અક્ષત-ચોખા વગેરેને નિર્માલ્ય તરીકે ગણાવ્યા. પરંતુ બીજા કોઇ આગમમાં કે પ્રકરણ - ચરિત્રગ્રંથો વગેરેમાં આવી વાત જોવા મળતી નથી. વૃદ્ધસંપ્રદાય (ગીતાર્થ પરંપરા) વગેરેથી આવી વાત કોઇ ગચ્છમાં જોવા મળતી નથી. જે ગામ વગેરેમાં આદાનાદિ દ્રવ્ય (ચંદનાદિ પૂજામાટેનું દ્રવ્ય)ના આવવાના ઉપાય નથી, ત્યાં ચોખા, બલિ વગેરેના દ્રવ્યથી જ પ્રતિમા પૂજાય છે. એ અક્ષત-ચોખા વગેરે નિર્માલ્ય ગણાય, તો ત્યાં પ્રતિમાની પૂજા પણ કેવી રીતે થાય? તેથી ‘ચઢાવ્યા પછી ભોગયોગ્ય નહીં રહેલું (ભોગવિનષ્ટ) દ્રવ્ય જ નિર્માલ્ય ગણાય’ એ વાત યુક્તિથી ઘટે છે. વળી ‘ગીતાર્થો ભોગવિનષ્ટ દ્રવ્યને નિર્માલ્ય ગણે છે’ એવું આગમવચન પણ છે. છતાં તત્ત્વ તો કેવળીગમ્ય છે. (અહીં પ્રદ્યુમ્નસૂરિના મતને આગમ, પ્રકરણ, ચરિત્ર કે સામાચારી કોઇનો ટેકો નથી એમ બતાવ્યા પછી પણ ગ્રંથકારે એમને મિથ્યાત્વી કે ઉત્સૂત્રભાષી કહ્યા નથી, એ વાત નોંધનીય છે.) અંગપૂજા ચંદનપૂજા કે ફુલપૂજા એવી રીતે કરવી કે જેથી ભગવાનની આંખ કે ભગવાનનું મોઢું ઢંકાઇ જાય નહીં, અને શોભામાં અભિવૃદ્ધિ થાય. તેથી એ જોનારા પણ પ્રમોદભાવમાં આવવા દ્વારા પુણ્યની વૃદ્ધિ પામે. પૂજા ત્રણ પ્રકારે છે. (૧) અંગપૂજા (૨) અગ્રપૂજા અને (૩) ભાવપૂજા. નિર્માલ્ય દૂર કરવું, પ્રભુજીનું મો૨પીંછીથી પ્રમાર્જન કરવું, અંગપ્રક્ષાલન, વાળાકુંચી કરવી, પૂજન ક૨વું, કુસુમાંજલી મુકવી, પછી પંચામૃતથી સ્નાત્ર કરવું, નિર્મળ જળની ધારા કરવી, ધૂપિત (ધૂપ કરાયેલા) સ્વચ્છ, કોમળ, સુગંધી વસ્ત્રોથી અંગપૂંછણા કરવા, કપૂર-કંકુ વગેરેથી મિશ્રિત ગોશીર્ષ ચંદનથી વિલેપન કરવું, આંગી કરવી તથા ગોરોચન (એક પ્રકારનું ચંદન) કસ્તૂરી વગેરેથી તિલકપાન વગેરેની રચના કરવી, શ્રેષ્ઠ રત્ન, સુવર્ણ, મોતી વગેરેના આભરણ, ચાંદી-સોનાના ફુલ વગેરેથી જિનબિંબને અલંકૃત કરવા. આ બધું અંગપૂજામાં આવે. (આમ નિર્માલ્ય ઉતારવું કે અંગલૂછણા કરવા ઇત્યાદિ પણ ચંદન-કેસરપૂજાની જેમ પ્રભુની અંગપૂજારૂપ જ છે. તેથી એ પણ શ્રાવકોએ જ પૂજાના ભાવથી કરવા જોઇએ. પૂજારીને સોંપવું નહીં.) અહીં પોતે ભરાવેલા સવા લાખ જિનબિંબોના અને શત્રુંજય મહાતીર્થે બધા જ જિનબિંબોના રત્ન અને સોનાના આભરણો કરાવનાર શ્રી વસ્તુપાળનું દૃષ્ટાંત છે. એ જ રીતે મહાસતી દમયંતીએ પૂર્વભવમાં ચોવીસ ભગવાનને રત્નમય તિલકો ચઢાવ્યા હતા. આ રીતે ઉત્તમ દ્રવ્યોથી ભગવાનને અલંકૃત કરવાથી એના દર્શન કરવાથી બીજાઓના ભાવની વૃદ્ધિ થાય છે. કહ્યું જ છે કે- પ્રવર-શ્રેષ્ઠ સાધનોથી પ્રાય: ભાવ પણ શ્રેષ્ઠ ઉદ્ભવે છે.વળી આ ઉત્તમ ચીજોનો આનાથી વધુ સારો બીજો કોઇ ઉપયોગ પણ નથી. (સંસાર માટે - સ્વાર્થ માટે - પત્ની વગેરે માટે જે વપરાય, તે ઘરની શોભા કદાચ વધારે, પણ શ્રાદ્ધવિધિ પ્રકરણ ૫૦ Page #59 -------------------------------------------------------------------------- ________________ આત્મહિતકર ન હોવાથી એ ઉત્તમ ઉપયોગ નથી.) તથા ચંદરવા બાંધવા તથા શ્રેષ્ઠ રેશમી વગેરે વસ્ત્રોથી સજાવી પરિધાપનિકા (પુંઠીયા) કરવા અથવા પ્રભુને શ્રેષ્ઠ રેશમી વસ્ત્રો અર્પણ કરવા. તથા શ્રેષ્ઠ વિધિથી લવાયેલા વિકસિત શતપત્ર, સહસ્રપત્ર (સો પાંખડીવાળા, હજાર પાંખડીવાળા કમળો) કેતકી, ચંપક વગેરે ફલોથી (૧) ગુંથેલી (૨) સુતરથી વીંટળાયેલી (૩) પરોવેલી અને (૪) ઢગલારૂપ કરેલી એ રીતે ચાર પ્રકારે શ્રેષ્ઠ માળાઓ બનાવવી કે મુગટ, શેખર, પુષ્પગ્રહ વગેરે રચનાઓ કરવી. એ જ રીતે પ્રભુના હાથમાં સોનાના બિજોરું, નાળિયેર, સોપારી, પાન, નાણું, વીંટી, લાડુ વગેરે મુકવા. ધૂપ કરવો ને સુગંધી વાક્ષસેપ કરવો એ પણ અંગપૂજામાં આવે. બૃહદ્ભાષ્યમાં કહ્યું જ છે કે – સ્નાન, વિલેપન, આભરણ, વસ્ત્ર, ફળ, ગંધચૂર્ણ, ધૂપ અને ફુલથી જિનેશ્વરની અંગપૂજા થાય છે. એ અંગે આ વિધિ છે – વસ્ત્રથી નાક બાંધવું (ઢાંકવું) અથવા જે રીતે સમાધિ રહે એ રીતે કરવું. તે વખતે શરીરને ખંજવાળવું વગેરે પણ કરવું નહીં. બીજા ગ્રંથમાં પણ કહ્યું છે - જગતબંધુ પ્રભુની પૂજા કરતી વખતે શરીર ખંજવાળવું નહીં, નાક સાફ કરવું નહીં, સ્તુતિ-સ્તોત્ર બોલવા નહીં. પ્રભુની પૂજા વખતે મુખ્યવૃત્તિથી તો મૌન જ રહેવું જોઇએ. એમ ન થઇ શકે, તો કમ સે કમ પાપમાં કારણ બને એવા શબ્દો તો બોલવા જોઇએ નહીં, કેમકે નિસહી કહી હોવાથી ઘરવગેરેની પ્રવૃત્તિનો નિષેધ કર્યો છે. તેથી જ પાપમાં કારણ બને એવા સંજ્ઞા-ઇશારા-સંકેતો પણ કરવા નહીં, કેમકે અનુચિતતા વગેરે દોષોના પ્રસંગ છે. અહીં “જિણહાક' શ્રાવકનો પ્રસંગ દૃષ્ટાંતભૂત છે. એણે પૂજા કરતી વખતે ચોરને મારી નાખવાનો સંકેત કર્યો હતો... એ કથા આવી છે. પૂજા વખતે ઇશારા-સંકેત ત્યાગ અંગે જિણહાક શેઠનું દષ્ટાંત ધોળકાનો શ્રેષ્ઠી જિણહાક આરંભમાં ખૂબ ગરીબ હતો. ઘીના ઘડા, કપાસ વગેરેના ભાર ઉપાડવાની મજૂરી કરી પોતાનો જીવન ગુજારો કરતો હતો. એ રોજ ભક્તામર સ્તોત્ર વગેરેનો પાઠ કરતો હતો. તેથી એના પર પ્રસન્ન થયેલી ચક્રેશ્વરી દેવીએ એને વશ્યકૃત્ રત્ન (જ રત્નના પ્રભાવથી બધા વશ થાય) આપ્યું. એકવાર રસ્તે જતાં દુષ્ટતા માટે ત્યાં પ્રસિદ્ધ થયેલા ત્રણ ચોરને એ રત્નના પ્રભાવથી હણ્યા. પછી પાટણ પહોંચ્યો. ત્યાં આનું અદ્ભુત ચરિત્ર સાંભળી ભીમદેવ રાજાએ એને બહુમાનપૂર્વક બોલાવી દેશની રક્ષા માટે તલવાર આપી. ત્યારે શત્રુશલ્ય નામના સેનાપતિએ ઈર્ષાના ભાવસાથે કહ્યું – જેને તલવારનો અભ્યાસ હોય, એને તલવાર આપવી જોઇએ, આ જિણહાકને તો તુલ (ત્રાજવું), વસ્ત્ર ને કપાસ જ અપાય. ત્યારે જિણહાકે કહ્યું- તલવાર, કુન્ત (ભાલો) અને શક્તિને હાથમાં લઇ ફરવાવાળા તો ઘણા છે. પણ જે શૂર પુરુષ રણ (યુદ્ધ)માં શત્રુમાટે શલ્ય(પીડા) રૂપ બને છે, તેની માતા જ વિરલ પ્રસૂતા છે. ઘોડો, શસ્ત્ર, શાસ્ત્ર, વાણી, વીણા, પુરુષ અને સ્ત્રી પુરુષવિશેષને પામીને જ યોગ્ય કે અયોગ્ય બને છે. (કોઇના હાથમાં આવેલું શસ્ત્ર શત્રુનાશક બને છે, ને કોઇના હાથમાં આવેલું તે આત્મઘાતક બને છે. ઇત્યાદિ રીતે યોગ્ય અયોગ્ય બને.) જિણહાકના વચનથી રાજી થયેલા રાજાએ તેને તલાક્ષ (પોતાના સમસ્ત રાજ્યનો મુખ્ય કોટવાળ) બનાવ્યો. જિણહાકે ગુજરાતમાં ચોરનું નામનિશાન મિટાવી દીધું. એકવાર સૌરાષ્ટ્રના ચારણે એની પરીક્ષામાટે ઊંટની ચોરી કરી. તેથી જિણહાકના સૈનિકોએ શ્રાદ્ધવિધિ પ્રકરણ પ૧ Page #60 -------------------------------------------------------------------------- ________________ એને પકડ્યો. બાંધ્યો. સવારે જિણહાક જ્યારે પ્રભુપૂજામાં હતો, ત્યારે જ એની પાસે લઈ આવ્યા. ત્યારે જિણહાક બોલીને તો કોઇ આજ્ઞા કરી નહીં, પણ ફુલનું ડીટિયું તોડવા દ્વારા સંજ્ઞા કરી (કે એનું ડોકું ઉતારી નાખો.) ત્યારે ચારણે કહ્યું છે જિણહાન જિણવરહ ન મિલઇ તારો તાર; જિણિ કરિ જિણવર પૂજિઇ, તે કિમ મારણહાર? III (હે જિણહાક ! તારો જિનેશ્વર સાથે કાર મળ્યો નથી. જેના હાથે જિનવર પૂજાય છે, તે કેવી રીતે મારણહાર બને?) આ સાંભળી શરમાયેલા જિણહાકે ચારણને ‘હવે પછી ચોરી નહી કરતો” એમ કહી સૈનિકો પાસેથી છોડાવ્યો. ત્યારે ચારણે કહ્યું છે ઇક્કા ચોરી સા કિઆ જા ખોલડઇ ન માઇ; બીજી ચોરી કિમ કરઇ, ચારણ ચોર ન થાય llll. (એક એવી ચોરી કરી કે જે મારી ઝૂંપડીમાં પણ ન સમાઇ શકે, એ બીજીવાર ચોરી કેવી રીતે કરશે? જેને ચોરી શાની કરવી? કેવી રીતે કરવી? વગેરે આવડતું નથી, તે શું ચોરી કરવાનો? કેમકે ચારણ કદી ચોર થતો નથી. ઉપદેશ પ્રાસાદમાં આ દુહો અલગ રીતે છે, એનું તાત્પર્ય એવું છે કે ચારણે ચોરી તો ખોળામાં ન માય એવી કરી, પણ તમે તો પૂજા વખતે સંકેત કરી જિનાજ્ઞાભંગરૂપ એવી ચોરી કરી, કે જે ત્રણ ભુવનમાં પણ ન માય.) ચારણના આ સમ્યગુ - ઉચિત શબ્દોથી સંતુષ્ટ થયેલા જિણહાકે એને પહેરામણી આપી. - જિણહાકે સંઘયાત્રા, દેરાસરનિર્માણ, પુસ્તક લખાવવા વગેરે ઘણા પુણ્યકાર્યો કર્યા. પોતે પૂર્વકાળમાં પોટલા ઉપાડવાની મજૂરી કરતો હતો એ વાતને યાદ રાખી પોટલાપરના કર પણ માફ કરાવ્યાં. (પોટલા ઉપાડનારે કોઇ કર ભરવાનો નહીં.) આ કરમાફી લોકોમાં હજી સુધી (ગ્રંથકારના કાળ સુધી) ચાલે છે. જિનપૂજાનો ક્રમ મૂળનાયક ભગવાનની વિસ્તારથી પૂજા કર્યા પછી સૃષ્ટિના ક્રમથી (જમણા ક્રમથી) બીજા બધા ભગવાનની યથા યોગ્ય પૂજા કરવી. દ્વારપાસે રહેલા (અથવા દ્વારપર રહેલા) તથા સમવસરણ બિમ્બ (ગભારાની બહાર ત્રણે બાજુ રહેલા) ની પૂજા પણ મૂળનાયક વગેરે ભગવાનોની પૂજા કર્યા પછી ગભારાથી બહાર નીકળતી વખતે તે; કેમકે સૌ પ્રથમ તો મૂળનાયકની પૂજા કરવામાં જ ઔચિત્ય દેખાય છે. પ્રવેશ વખતે નજીક હોવાથી જો પહેલા જ દ્વારપ્રતિભાવગેરેની પૂજા કરી લેવાની હોય, તો મોટા દેરાસરમાં ઘણા ભગવાન નજીક આવવાથી એ બધાની પૂજા પહેલા કરવાનો પ્રસંગ આવે. એમ કરવા જતા ફુલ વગેરે સામગ્રી ઓછી હોય, તો મૂળનાયક સુધી પહોંચતા સુધીમાં બધું પૂરું થઇ જવાથી પછી મૂળનાયક ભગવાનની જ પૂજા રહી જાય. અને “દેરાસરમાં પ્રવેશતા જે પહેલા ભગવાન આવે એની પૂજા પહેલી કરવી” એ તર્ક લગાડવામાં આવે તો શ્રી શત્રુંજય, ગિરનાર વગેરે મહાતીર્થોમાં તો પ્રવેશતાં જ પહેલા બીજા ઘણા દેરાસરો આવી જાય, ત્યાં બધે પૂજા કરતાં કરતાં છેલ્લે મુખ્ય દેરાસર પહોંચો, તો સામગ્રી પણ પૂરી થઇ જાય. (ને થાક લાગે, તો મૂળનાયકની પૂજાનો - મુખ્ય દેરાસરે પૂજાનો ઉલ્લાસ પણ રહે નહીં.) તેથી આ બરાબર લાગતું નથી. આમ તો ઉપાશ્રયમાં પણ પ્રવેશતાં જ પહેલા જે સાધુ આવે એને વંદન કરતાં કરતાં મુખ્ય આચાર્યને - ગુરુભગવંતને વંદન કરવાનું સૌથી છેલ્લે આવે. (આમાં ઔચિત્યભંગ વગેરે દોષો છે. તેથી શ્રાદ્ધવિધિ પ્રકરણ પર. Page #61 -------------------------------------------------------------------------- ________________ પહેલા મુખ્યના જ પૂજન-વંદન ઉચિત છે.) હા, પ્રણામમાત્ર તો પ્રવેશતા નજીકના ભગવાનોને કરતાં કરતાં આગળ જવામાં કશો વાંધો નથી. ત્રીજાઉપાંગ (જીવાભિગમસૂત્ર)ને અનુસરતા સંઘાચાર ગ્રંથમાં વિજયદેવનું વર્ણન છે, ત્યાં પણ વિજયદેવે કરેલી પૂજાના વર્ણનમાં દ્વારના અને સમવસરણના ભગવાનની પૂજા પછી કરી તેમ વર્ણવ્યું છે. એ પાઠ આવો છે.. પછી તે સુધર્મસભામાં જઇ ભગવાનના દાઢા (પ્રભુના નિવાર્ણ પછી અગ્નિસંસ્કાર કર્યા પછી બચેલા દાઢા વગેરે ઇંદ્રો વગેરે લઇ જઇ રત્નદાબડીમાં એ રાખી સુધર્મસભામાં રાખે છે.)ના દર્શન થતાં એને પ્રણામ કરે છે.પછી દાબડી ખોલી મોરપીંછથી પ્રમાર્જન કરે છે. પછી સુગંધી પાણીથી એનો એકવીસ વાર પ્રક્ષાલ કરી પછી ગોશીર્ષ ચંદનથી વિલેપન કરે છે. પછી ફલ વગેરેથી એની પૂજા કરે છે. એ પછી પાંચે સભામાં રહેલી દ્વારા પ્રતિમાઓની પૂર્વવત્ પૂજા કરે છે. દ્વારપૂજાવગેરે બાકીની હકીકત ત્રીજા ઉપાંગમાંથી જાણી લેવી. તેથી બીજા બધા ભગવાનની પૂજા પહેલા મૂળનાયક ભગવાનની જ પૂજા કરવી અને તે પણ વિશેષરૂપે જ કરવી. કહ્યું પણ છે કે – પૂજાના વિષયમાં વિશેષ પૂજા તો મૂળનાયક ભગવાનની જ કરવી. કેમકે લોકોની મનપૂર્વક દષ્ટિ એમના પર જ પડતી હોય છે. મૂળનાયકની પહેલી ને વિશેષપૂજામાં કોઇ દોષ નથી (શિષ્યની) શંકા – જો આ રીતે પૂજા-વંદન વગેરે પહેલા એકની કરી પછી બીજાઓની કરવામાં આવે, તો ભગવાન તરીકે બધા ભગવાન સમાન હોવા છતાં તેઓમાં સ્વામી-સેવકનો ભાવ ઊભો કર્યો એવો દોષ આવશે. વળી એક ભગવાનની આદરપૂર્વક શ્રેષ્ઠ પૂજા કરાય ને બીજા ભગવાનોની થોડીસામાન્ય પૂજા કરાય, આમાં સૂક્ષ્મબુદ્ધિથી જોતાં તો ભગવાનોની મહાઅવજ્ઞા થતી દેખાય છે. (આચાર્ય) સમાધાન – જાણકાર માણસને આટલા માત્રથી કંઇ ભગવાનોમાં સ્વામી-સેવકની બુદ્ધિ થતી નથી, કેમકે પ્રાતિહાર્યાદિ પરિવારને તે સમાનરૂપે જ જુએ છે. (પરિકરવગેરેમાં રહેલા ભગવાનો મૂળનાયક પ્રભુના પરિવારરૂપ ગણાય છે.) પણ વ્યવહાર એ છે કે પ્રથમ પ્રતિષ્ઠા મૂળનાયક ભગવાનની થઇ છે, તેથી તેમની પૂજા પહેલી કરાય છે. પણ તેથી બધા ભગવાનમાં આપણા પ્રત્યે રહેલો નાયક-સ્વામીભાવ કંઇ દૂર કરાતો નથી. વળી ઔચિત્યમાં કુશળ પુરુષ (મુળનાયકરૂપ) એકના વંદન, પુજન કે બલિસમર્પણઆદિ કરે. એમાં અન્ય પ્રતિમાઓની આશાતના થતી દેખાતી નથી. જેમકે માટીમાંથી નિર્માણ પામેલી પ્રતિમાની પુષ્પ આદિ પૂજા જ ઉચિત છે, જ્યારે સુવર્ણઆદિમાંથી નિર્માણ પામેલી પ્રતિમા માટે તો પ્રક્ષાલ વગેરે પણ અત્યંત ઉચિત ગણાય છે. (ત્યાં અસમાનતાનો ભાવ જોવાતો નથી.) એ જ રીતે ધાર્મિક માણસનો જે દિવસે જે તીર્થકરનું કલ્યાણક વગેરે હોય, તે દિવસે તે તીર્થકરની વિશેષ પૂજા કરવાનો ભાવ બીજા તીર્થંકર પ્રતિમાઓની અવજ્ઞાના પરિણામરૂપ ગણાતો નથી. આમ જેમ ઉપરોક્ત જેવી બાબતોમાં ઉચિત્ત પ્રવૃતિ કરનારની બીજા બિંબો પ્રત્યે(કે ભગવાનો પ્રત્યે) અવજ્ઞા ગણાતી નથી, તે જ રીતે મૂળનાયકની પ્રતિમાની વિશેષ પૂજા કરવામાં પણ અવજ્ઞાદોષ નથી. દેરાસર - પ્રતિમાની શોભા વધે એમ કરવું.. વળી, જિનભવન નિર્માણ કે જિનપ્રતિમા પૂજા કંઇ ભગવાન માટે કરાતાં નથી, પરંતુ સુજ્ઞ શ્રાદ્ધવિધિ પ્રકરણ ૫૩ Page #62 -------------------------------------------------------------------------- ________________ માણસો એ કાર્યો પોતાના શુભભાવમાટે અને બીજાઓના બોધમાટે કરે છે. કો'ક દેરાસર જોઇને, કો’ક પ્રશાંત મુદ્રાવાળી પ્રતિમા જોઇને, કો'ક પ્રતિમા પર કરેલી વિશિષ્ટ પૂજા જોઇને, તો કો'ક ગુરુના ઉપદેશથી પ્રતિબોધ પામે છે. તેથી તો ભક્ત શ્રાવક દેરાસ૨, ઘરદેરાસર, તેમાં સ્થાપવાની પ્રતિમાઓ અને એમાં પણ મૂળનાયકની પ્રતિમા પોતાનું સામર્થ્ય, દેશ, કાળ વગેરેની અપેક્ષા રાખીને અતિ વિશિષ્ટ જ નિર્માણ કરાવતો હોય છે. ગૃહચૈત્ય (ઘરદેરાસ૨)માં પિત્તળ, તાંબા વગેરેના જિનધર (સિંહાસન-બેઠક વગેરે) કરાવવા હમણાં પણ શક્ય છે. એ અંગે શક્તિ ન પહોંચે, તો હાથીદાંત આરસ વગેરેના સારી કોતરણી - ચિત્રામણવાળા કરાવી શકાય. અથવા પિત્તળની જાળીવાળા તથા હિંગળોકવગેરેથી શોભાકારી ચિત્રામણ કો૨ણીવાળા વિશિષ્ટ લાકડાના પણ કરાવી શકાય. દેરાસરમાં અથવા ઘરદેરાસરમાં પ્રતિદિન ચારે બાજુથી સફાઇ કરવી. ઉપલબ્ધ થતું શ્રેષ્ઠ તેલ ઘસાવવું, ચુનો ધોળાવવો, જિનચરિત્ર વગેરે રચનાઓ કરાવવી વગેરે પણ કરાવી શકાય. એ જ રીતે દેરાસરના પૂજાના ઉપકરણોનાં સમારકામ સફાઇ કામ કરાવી શકાય. દેરાસરમાં સુંદર પુંઠિયાં, અથવા શ્રેષ્ઠ પરિધાન યોગ્ય વસ્ત્રો ચંદરવા વગેરે અર્પણ કરી શકાય. આવા આવા કાર્યો એવી રીતે કરવા કે જેથી દેરાસ૨ની કે પ્રભુની વિશિષ્ટ શોભા થાય. ઘરદેરાસરની ઉપર ધોતિયાવગેરે રાખવા નહીં. મોટા દેરાસરની જેમ ઘરદેરાસરમાં પણ ચોર્યાશી આશાતનાઓ ટાળવાની છે. પિત્તળની કે આરસ વગેરેની પ્રતિમાઓના રોજ પ્રક્ષાલ કર્યા પછી એક અંગપૂંછણાથી પ્રભુને બધી બાજુથી સાફ કર્યા પછી બીજા કોમળ, સ્વચ્છ, ઉજ્વળ અંગપૂંછણાથી વારંવાર પ્રતિમાનો સ્પર્શ કરવો. એ રીતે કરવાથી એ પ્રતિમાઓ ઉજ્વળ બને છે, કેમકે જ્યાં જ્યાં પણ થોડું પાણી રહે, ભીનાશ રહે; ત્યાં ત્યાં કાળાશ પડતી જાય છે. તેથી એ પાણી કે ભીનાશ સર્વથા દૂર થવા જરૂરી છે. કેસર યુક્ત ચંદનના વિલેપનથી પણ પ્રતિમાની ઉજ્વળતા વધે છે. પ્રતિમાઓનું અભિષેક જળ પરસ્પરને સ્પર્શે એમાં દોષ નથી પંચતીર્થમાં કે ચોવીસીમાં ભગવાનોના અભિષેકનું જળ વગેરે એકબીજાને અડે છે, પણ તેથી કોઇ દોષની આશંકા કરવી નહીં. કહ્યું જ છે કે - રાજપ્રશ્રીય ઉપાંગમાં સૌધર્મ દેવલોકમાં સૂર્યાભદેવે કરેલી અને જીવાભિગમ ઉપાંગમાં વિજયાપુરીમાં વિજયઆદિ દેવોએ કરેલી પૂજાના વર્ણનમાં પ્રતિમાઓ અને જિનદાઢાઅંગે પૂજામાટે કળશ, મોરપીંછ, અંગપૂંછણા, ધૂપ, દીવો વગેરે એક-એક જ કહ્યા છે. નિર્વાણ પામેલા તીર્થંકરોના દાઢા ત્રણે લોકમાં રહેલા સ્વર્ગોમાં દાબડીઓમાં રહ્યા છે. તે દાઢાઓ એકબીજાને અડીને રહ્યા છે. સ્નાન જળથી પણ પરસ્પરનો સંપર્ક પામે છે. (એક બીજાનું સ્નાન જળ એક બીજાને અડે છે.) પૂર્વધરોના સમયમાં નિર્માણ પામેલી પ્રતિમાઓ આજે પણ ઘણા નગરોમાં જોવા મળે છે. એ ત્રણ પ્રકારે છે. - (૧) વ્યક્તિ આખ્યા (૨) ક્ષેત્ર આખ્યા (૩) મહા આખ્યા. અહીં એક ભગવાનની પ્રતિમા વ્યક્તિઆખ્યા કહેવાય. એક જ પટ્ટ વગેરેમાં ચોવીશ જિનપ્રતિમા હોય, તો તે ક્ષેત્રઆખ્યા કહેવાય. એ જ રીતે એક પટ્ટવગેરેમાં ઉત્કૃષ્ટા એકસો સિત્તેર જિનની પ્રતિમા હોય, તે મહાખ્યા કહેવાય. (આમ એક પટ્ટવગેરેમાં ઘણા ભગવાન હોય, ત્યાં પણ અભિષેક જળ પરસ્પરને સ્પર્શે છે.) દેવલોકમાં પૂજા વખતે માળાધર વગેરેની પણ જે પ્રતિમાઓ છે, (ત્યાં દરેક ભગવાનની બંને બાજુ માળાવગેરે પકડીને ઊભેલા દેવ વગેરેની શ્રાદ્ધવિધિ પ્રકરણ ૫૪ Page #63 -------------------------------------------------------------------------- ________________ પ્રતિમાઓ પણ હોય છે.) એ પ્રતિમાઓને કરેલા અભિષેક ધૂપ વગેરે જિનપ્રતિમાને પણ સ્પર્શે છે. પુસ્તકમાં પણ પાનાઓ ઉપર નીચે હોવા રૂપે એકબીજાને સ્પર્શે છે. તેથી જિનના પટ્ટવગેરેના અભિષેકઆદિ કરવામાં આચરણા (પરંપરા) અને યુક્તિથી જોતા કોઇ દોષ દેખાતો નથી. કોઇ ગ્રંથમાં પણ એવો કોઇ દોષ બતાવ્યો નથી. બૃહદ્ભાષ્યમાં પણ કહ્યું છે કે – કોઇ ભક્તિવાળો શ્રાવક ભગવાનની ઋદ્ધિ દર્શાવવા પ્રાતિહાર્ય શોભા સહિત અને દેવના આગમન વગેરેથી સુશોભિત એક ભગવાન ભરાવે (એક પ્રતિમા સ્થાપે.) કોઇ વળી સ્મયગુ દર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધના માટે ત્રણ ભગવાન ભરાવે. તો કોઇ વળી પંચપરમેષ્ઠી નમસ્કારના ઉદ્યાપનરૂપે પાંચ ભગવાન ભરાવે. તો કોઇ વળી કલ્યાણક તપના મહોત્સવમાં ભરત ક્ષેત્રમાં થયેલા ચોવીસ તીર્થકરો પ્રત્યે બહુમાનવિશેષથી ચોવીશ ભગવાન ભરાવે. મનુષ્યક્ષેત્રમાં એક સાથે વધુમાં વધુ એકસો સિત્તેર જિનેશ્વરો વિચરતા મળે. તેથી કોક ધનાઢ્ય એ જિનો પ્રત્યેની ભક્તિથી એકસો સિત્તેર ભગવાન પણ ભરાવે. આમ ત્રિતીર્થી, પંચતીર્થી, ચોવિસ જિન પટ્ટ વગેરે કરાવવા ન્યાય સંગત જણાય છે. અહીં અગપૂજાની વાત પૂરી થઇ. અગ્રપૂજા ચાંદીના કે સોનાના અક્ષત (અખંડ ચોખા) તૈયાર કરાવી એનાથી અથવા ઉત્તમ કોટીના અખંડ ચોખાથી અથવા સફેદ અખંડ સરસવથી પ્રભુ આગળ અષ્ટમંગલ આલેખવું જોઇએ, જેમકે શ્રેણિક મહારાજા રોજ સોનાના એકસો આઠ જવલાથી એ આલેખન કરતા હતા. નહિંતર પટવગેરેમાં સમ્યગુ દર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધના માટે શ્રેષ્ઠ અક્ષતની ત્રણ ઢગલી સૃષ્ટિના ક્રમથી કરી પ્રભુને ધરવી. (હાલ સિદ્ધશિલા, ત્રણ ઢગલી અને સાથિયો પ્રચલિત છે.) તથા ભાત વગેરે વિવિધ રાંધેલું અન્ન-અશન, ગોળ સાકર આદિનું પાણી વગેરે રૂપ પાન, મિષ્ટાન્ન ફળ વગેરે ખાદિમ અને પાન વગેરે સ્વાદિમ આ ચારે આહાર પ્રભુ આગળ ધરવા. ગોશીર્ષ ચંદનના રસથી (પ્રવાહીથી) પાંચે આંગળીના તળિયા ભીના કરી પછી એનાથી મંડલાલેખન વગેરે કરવું. એ જ રીતે વિવિધ ફુલોના ઢગલા કરવા, આરતી ઉતારવી વગેરે બધું અગ્રપૂજામાં સમાવેશ પામે છે. ભાષ્યમાં કહ્યું છે કે – ગંધર્વ નાટક (ગીત, નૃત્ય અને સંગીત), લવણ જળ ઉતારવું, આરતી-મંગળદીવો કરવા વગેરે જે કાંઇ કરાય છે, તે બધું અગ્રપૂજામાં સમાવેશ પામે છે. નૈવેધપૂજા રોજ કરવી. નૈવેદ્યપૂજા રોજ પણ કરવી સહેલી છે અને મોટું ફળ આપનારી છે, કેમકે ધાન્ય - વિશેષ કરીને રાંધેલું ધાન્ય જગતમાટે જીવનરૂપ બનતું હોવાથી એ સર્વશ્રેષ્ઠ રત્ન સમાન છે. (બીજા રત્નોથી પેટ ભરાતું નથી, ને રાંધેલા ધાનથી પેટ ભરાય છે, ને પેટ ભરાય તો જીવી શકાય) તેથી જ વનવાસ પછી પાછા ફરેલા શ્રીરામે મહાજનોને અન્ન અંગે ક્ષેમ-કુશળ પૂછ્યું હતું. પરસ્પર જમાડવાથી જ પરસ્પર થયેલા કલહ મટે છે ને પ્રેમભાવ સંપાદન થાય છે. દેવો પણ પ્રાયઃ નૈવેદ્યથી પ્રસન્ન થાય છે. એવું ય સંભળાય છે કે શ્રી વિક્રમાદિત્યે અન્નના થાળાઓ વગેરે નૈવેદ્ય ધરી અગ્નિવેતાલને વશ કર્યો હતો. ભૂત-પ્રેત વગેરે પણ ખીર, ખીચડી, વડા વગેરે અન્નની જ ઉત્તારણા વગેરેમાં (કોઇના શરીરમાં પેસેલું ભૂત વગેરે શાંત થતાં પહેલા આવી માંગણી કરે ઇત્યાદિ વાતો સંભળાય છે.) એ જ રીતે દિક્ષાળ વગેરેને જે બલિ અપાય છે અને તારક શ્રી તીર્થકર દેવોની દેશના પછી જે બલિ અપાય છે, તે પણ અન્નથી જ તૈયાર કરવામાં આવે છે. શ્રાદ્ધવિધિ પ્રકરણ પપ Page #64 -------------------------------------------------------------------------- ________________ એક નિર્ધન ખેડુત સાધુના કહેવાથી નજીકના દેરાસરમાં રોજ નૈવેદ્ય ચઢાવતો હતો. એક વખતે મોડું થયેલું. સખત ભૂખ લાગેલી. પણ નૈવેદ્ય ચઢાવવાનું બાકી હતું, તેથી ચઢાવવા ગયો. તો પહેલા સિંહ દેખાયો. છતાં ડર્યા વિના આગળ વધ્યો. પછી ત્રણ સાધુભગવંત દેખાયા, એમને વહોરાવ્યું. પછી નૈવેદ્ય પણ ચઢાવ્યું. ભૂખની પરવા કરી નહીં. યક્ષે કરેલી આ પરીક્ષા હતી. આ રીતે પરીક્ષામાં દૃઢ રહેવાથી પ્રસન્ન થયેલા યક્ષના વચનથી સાતમે દિવસે સ્વયંવરમાં રાજકન્યા વરી, ત્યાં આવેલા બીજા રાજાઓ પર વિજય મેળવ્યો ને છેવટે રાજ્ય પણ પામ્યો. (મારા લખેલા “મૃગજળનું સરોવર' પુસ્તકમાં આ કથા આલેખવામાં આવી છે.) લોકોમાં પણ કહ્યું છે કે- ધૂપ પાપને બાળે છે, દીવો મૃત્યુનો વિનાશ કરે છે. નૈવેદ્યથી વિશાળ રાજ્ય મળે છે અને પ્રદક્ષિણા સિદ્ધિ દેનારી બને છે. રસોઇ વગેરે બધી વસ્તુ સીઝવામાં તૈયાર થવામાં પાણી તો જોઇએ જ. તેથી અન્ન કરતાં પણ પાણી વધુ મહત્ત્વનું છે. તેથી નૈવેદ્ય પૂજામાં અન્નની સાથે પાણી પણ ધરવું જોઇએ. નૈવેદ્ય-આરતી વગેરે વાત આગમમાં પણ જણાવી છે. આવશ્યક નિર્યુક્તિમાં - “તે વખતે બલિ કરાય છે” એમ કહ્યું છે. નિશીથમાં પણ ‘ત્યારે ઉદાયન રાજાની પ્રભાવતી રાણીએ બલિ વગેરે બધું કરી કહ્યું – દેવાધીદેવ તો પ્રભુ વર્ધમાનસ્વામી જ છે. તેથી આ પેટીમાં એની જ પ્રતિમા હોવી જોઇએ.” એમ કહી પેટી ખોલવા કુહાડો લગાવ્યો કે તરત પેટી ખુલી ગઇ. ત્યારે એ પેટીમાં ભગવાનની બધા અલંકારોથી વિભૂષિત પ્રતિમાના દર્શન થયા. નિશીથ સૂત્રની પીઠિકામાં પણ કહ્યું છે – ‘બલિ’ એટલે અશિવ (એક પ્રકારનો ઉપદ્રવ) શાંત કરવા માટે જે ભાત તૈયાર કરાય છે, તે. શ્રી નિશીથ સૂત્રની ચૂર્ણિમાં પણ કહ્યું છે – સંપ્રતિ રાજા ભગવાનના રથની આગળ વિવિધ ફળ, ખાદ્ય, ભોજ્ય પદાર્થો, કોઠા વગેરે ધરે છે. બૃહત્કલ્પભાષ્યમાં પણ કહ્યું છે કે – તીર્થકર (તીર્થના સ્થાપક હોવાથી) તીર્થગત સાધુના સાધર્મિક ગણાતા નથી. તેથી તીર્થકર માટે કરેલી (સમવસરણ રચના વગેરે) વસ્તુ જો સાધુને કહ્યું છે, તો તેમની પ્રતિમાઅંગે કે જે અજીવ છે, એનેઅંગે કરેલું શું કામ ન કહ્યું? અવશ્ય કલ્પ. પ્રતિષ્ઠા પ્રાભૃતમાંથી શ્રીપાદલિપ્તસૂરિએ ઉદ્ધત કરેલી પ્રતિષ્ઠાપદ્ધતિમાં આગમમાં કહેલી વાત જ બતાવતા કહ્યું છે – આરતી ઉતારી પછી મંગલ દીવો કરી પછી ચાર સ્ત્રીઓએ નિર્મથન (નૈવેદ્ય) વિધિપૂર્વક કરવું જોઇએ. મહાનિશીથગ્રંથના ત્રીજા અધ્યયનમાં કહ્યું છે – અરિહંત ભગવાનના ગંધ, દ્રવ્ય, માળા, દીવો, સંમાર્જન, ઉપલેપણ, વિચિત્ર બલિ, વસ્ત્ર, ધૂપ વગેરે દ્વારા પૂજા સત્કાર કરીને રોજ અભ્યર્ચન કરવાવાળા અમે તીર્થની પ્રભાવના કરીએ છીએ. આમ નૈવેદ્ય-આરતી વગેરે વાત આગમ સિદ્ધ છે. આ અગ્રપુજ વાત થઇ. ભાવપૂજા હવે ભાવપૂજાની વાત બતાવે છે - પહેલા તો હવે જિન અંગ-અગ્રપૂજાની પણ પ્રવૃત્તિના નિષેધસૂચક ત્રીજી નિસીહી ત્રણવાર બોલવી. મોટા દેરાસરમાં ઓછામાં ઓછું નવ હાથ જેટલો અને ઘરદેરાસરમાં ઓછામાં ઓછું એક કે અડધો હાથ જેટલો અને વધારેમાં વધારે સાઠ હાથ જેટલો અવગ્રહ રાખી (એટલા દૂર રહી) વિશિષ્ટ સ્તુતિઓ દ્વારા ચૈત્યવંદન કરવું જોઇએ. કહ્યું જ છે કે - ત્રીજી ભાવ પૂજા છે. ચૈત્યવંદન માટેના ઉચિત સ્થાને બેસી વિશિષ્ટ સ્તુતિ, સ્તોત્ર વગેરે દ્વારા શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #65 -------------------------------------------------------------------------- ________________ યથાશક્તિ દેવવંદન કરવું. નિશીથમાં પણ કહ્યું જ છે કે – તે ગંધાર શ્રાવક સ્તવ-સ્તુતિઓ દ્વારા ભગવાનની સ્તવના કરતો તે ગિરિગુફામાં એક દિવસ-રાત રહ્યો હતો. તથા વસુદેવહિંડીમાં પણ કહ્યું છે – વસુદેવ રોજ સવારે શ્રાવકને યોગ્ય સામાયિક વગેરે બધા નિયમો પાળતો હતો. રોજ પચ્ચખ્ખાણ લેતો હતો. રોજ કાઉસગ્ગ સ્તુતિ (દેવ) વંદન કરતો હતો. આ રીતે ઘણા શાસ્ત્રોમાં શ્રાવિકાવગેરેએ પણ કાઉસગ્ગ, સ્તુતિ વગેરે દ્વારા ચૈત્યવંદન કર્યાની વાત આવે છે. ચૈત્યવંદનના પ્રકારો. ચૈત્યવંદનના જઘન્યવગેરે ઘણા ભેદ છે. ભાષ્યમાં કહ્યું છે - અંજલિ જોડી, માથું નમાવવારૂપ નમસ્કારાદિથી જઘન્ય ચૈત્યવંદન થાય છે. અથવા “નમો અરિહંતાણં' બોલવાથી જઘન્ય થાય. અથવા એક શ્લોક બોલવા ઇત્યાદિ રૂપ નમસ્કારથી પણ જઘન્ય થાય. અહીં નમસ્કાર જાતિનિર્દેશરૂપ લઇએ, તો ઉપરોક્ત રીતે ઘણા નમસ્કારથી પણ જઘન્ય નમસ્કાર થાય. અથવા એક પ્રણિપાત એટલે કે પ્રણિપાત દણ્ડક એટલે કે શસ્તવ (નમુત્થણ) થી જઘન્ય ચૈત્યવંદન થાય. (૨) જેમાં ચૈત્યસ્તવદણ્ડક = “અરિહંત ચેઇયાણં' અને સ્તુતિ આ બે યુગલ હોય તે મધ્યમ. (૩) પાંચ દંડકનું ઉત્કૃષ્ટ ચૈત્યવંદન. આમાં (૧) નમસ્થણે (શક્રસ્તવ) (૨) અરિહંત ચેઇ (ચૈત્યસ્તવ) (૩) નામસ્તવ (લોગ્ગસ) (૪) શ્રુતસ્તવ (પુષ્પરવરદીવઢ) અને (૫) સિદ્ધસ્તવ (સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર આ પાંચ દંડક, ચાર થાય અને પ્રણિધાન – જયવીયરાય સૂત્ર બોલાય છે. અહીં બીજાનો મત બતાવે છે - એક શક્રસ્તવ (નમુત્થણે) થી જઘન્ય ચૈત્યવંદન થાય. બે કે ત્રણ શક્રસ્તવથી મધ્યમ અને ચાર કે પાંચ શક્રસ્તવથી ઉત્કૃષ્ટ ચૈત્યવંદન થાય છે. અહીં પ્રતમાં બીજી ત્રણ ગાથા આપી છે. પણ તેનો અર્થ સ્પષ્ટ ન હોવાથી લીધો નથી. રોજ સાત વાર ચૈત્યવંદન કરવા જોઇએ મહાનિશીથ સૂત્રમાં સાધુને રોજ સાત વાર ચૈત્યવંદન કરવાના કહ્યા છે. શ્રાવકે પણ ઉત્કૃષ્ટથી સાત ચૈત્યવંદન કરવા જોઇએ. ભાષ્યમાં કહ્યું જ છે કે (૧) પ્રતિક્રમણમાં (૨) ચૈત્યવંદન વખતે (૩) વાપરતા પહેલા (૪) વાપર્યા પછી પચ્ચખાણ કરતાં (૫) પ્રતિક્રમણમાં (૬) સુતાસંથારાપોરિસી ભણાવતા અને (૭) સવારે ઉઠીને (જે રાઇ પ્રતિક્રમણમાં શરૂઆતમાં કરવામાં આવે છે.) આમ એક દિવસ-રાતમાં સાધુએ સાત ચૈત્યવંદન કરવાના છે. ઉભયકાળ પ્રતિક્રમણ કરનાર શ્રાવકને પણ સાત વાર ચૈત્યવંદન થાય છે. બીજાને પાંચવાર થાય છે. જઘન્યથી તો ત્રણ વખતની પૂજા વખતે ત્રણવાર ચૈત્યવંદન થાય છે. એમાં બે આવશ્યકના બે, રાતે સૂતા પહેલા ને સવારે ઉઠ્યા પછીના, (આ ચાર બે પ્રતિક્રમણમાં થાય છે.) અને ત્રણ ત્રિકાળ પૂજા વખતે. આમ સાત વાર થાય. એક વાર પ્રતિક્રમણ કરે, તો એક આવશ્યક ઓછું થવાથી છ વાર થાય. સૂતા પહેલા કે ઉઠ્યા પછીનું ન કરે, તો પાંચ ઇત્યાદિ સમજવું. ઘણા દેરાસરો હોય, તો સાતથી પણ અધિક થાય. વળી શ્રાવકે જ્યારે પૂજા ન થાય, ત્યારે પણ ત્રણે સંધ્યા વખતે (સવાર, બપોર, સાંજ) દેવ વાંદવા, ચૈત્યવંદન કરવા જોઇએ. આગમમાં બતાવ્યું છે કે- હે! હે! દેવાનુપ્રિય... આજથી માંડી શ્રાદ્ધવિધિ પ્રકરણ ૫૭ Page #66 -------------------------------------------------------------------------- ________________ યાવજ્જીવ ત્રણે કાળે અવ્યાક્ષિપ્તપણે, અચલતાથી, એકાગ્રચિત્તથી ચૈત્યવંદન કરવા જોઇએ. અપવિત્ર, અશાશ્વત અને ક્ષણભંગુર માનવભવનો આ (ચૈત્યવંદન) જ સાર છે. એમાં સવારે જ્યાં સુધી ચૈત્યવંદન અને સાધુવંદન ન થાય, ત્યાં સુધી પાણી પણ પીવું જોઇએ નહીં. તથા બપોરનું ચૈત્યવંદન ન થાય, ત્યાં સુધી જમવું જોઇએ નહીં. તથા સાંજ-રાતે એવું કરવું જોઇએ કે જ્યાં સુધી ચૈત્યવંદન ન થાય, ત્યાં સુધી શવ્યાપર ચઢવું નહીં. (સૂવું નહીં) બીજા ગ્રંથમાં પણ આ જ વાત કરી છે - સુપ્રભાતે શ્રાવકને વિધિપૂર્વક ચૈત્યવંદન અને સાધુવંદન કર્યા વિના પાણી પીવું પણ કહ્યું નહીં. વળી બપોરે પણ વંદન કર્યા પછી જ ભોજન કરવું કહ્યું. સાંજ-રાતના સમયે પણ ચૈત્યવંદન કર્યા પછી જ સૂવું જોઇએ. ગીત-નૃત્ય મહાફળવાળા છે ગીત નૃત્ય જે અગ્રપૂજામાં બતાવ્યા છે, તે ભાવપૂજામાં પણ આવી શકે. આ ગીત-નૃત્ય મહાફળવાળા હોવાથી ઉદાયન રાજાની રાણી પ્રભાવતીની જેમ સ્વયં જ કરવા જોઇએ. નિશીથચૂર્ણિમાં લખ્યું છે – પ્રભાવતી રાણી સ્નાન કરી કૌતુક-મંગળ વગેરે કરી શ્વેત વસ્ત્ર ધારણ કરી આઠમ-ચૌદસ વગેરે દિવસોએ ભક્તિરાગથી સ્વયં જ નૃત્યોપચાર-(નૃત્ય) કરતી હતી. (ઉદાયન) રાજા પણ રાણીની ઇચ્છાને અનુસરી મૃદંગ વગાડતા હતા. અવસ્થા ચિંતન પૂજા કરતી વખતે અને અન્યદા પણ અરિહંતની (૧) છદ્મસ્થ (૨) કેવળી અને (૩) સિદ્ધ આ ત્રણ અવસ્થાઓનું ચિંતન કરવું જોઇએ. ભાષ્યમાં કહ્યું છે. ભગવાનના પરિકરમાં ઉપર બાજુ હાથીપર બેઠેલા અને હાથમાં કળશ ધારણ કરેલા દેવો અને પૂજકો - સ્નાપકોની તથા હાથમાં માળા લઇને ઊભેલા દેવો વગેરેની જે રચના કરી હોય છે, એ જોઇ પ્રભુની છદ્મસ્થ અવસ્થા ચિંતવવી. આ છદ્મસ્થ અવસ્થાના ત્રણ ભાગ પડે (૧) જન્મ અવસ્થા (૨) રાજ્ય અવસ્થા (૩) છાસ્થ સાધુ અવસ્થા. સ્નાન કરાવનારાઓની રચનાથી જન્મ અવસ્થા તથા માળા લઇને ઊભેલાઓની રચનાથી રાજ્ય અવસ્થા ચિંતવવી. શ્રામપ્ય અવસ્થા તો પ્રભુના કેશ (વાળ) રહિતના મસ્તક, મુખ જોવાથી સારી રીતે જ જણાઇ આવે છે. પ્રાતિહાર્યોમાં પરિકરની ઉપર કળશોની બંને બાજુ જે પાંદડાઓની રચના છે, તેનાથી અશોકવૃક્ષ, માળા લઇને ઉભેલાઓની રચનાથી પુષ્પવૃષ્ટિ, વીણા, વાંસળી વગેરે લઇ પ્રતિમાની બંને બાજુ જે દેવોની રચના દેખાય છે, તેનાથી દિવ્ય ધ્વનિ સમજવા. એ સિવાયના પ્રાતિહાર્યો પ્રાયઃ સ્પષ્ટ ઉપસાવેલા હોય છે. એનાથી કેવલી અવસ્થા ચિંતવવી. ઇત્યાદિરૂપે અવસ્થાઓ ચિંતવવી. (અને ચૈત્યવંદનવગેરે વખતે પદ્માસન કે કાયોત્સર્ગ અવસ્થામાં રહેલી પ્રતિમાને જોઇ “પ્રભુ ચિદાનંદમય સિદ્ધિપદને વર્યા છે” ઇત્યાદિરૂપે ત્રીજી સિદ્ધ અવસ્થા ચિંતવવી. ઉપદેશ પ્રાસાદમાં પૂજા વખતે પાંચ કલ્યાણક કેવી રીતે ચિંતવવા એ બતાવ્યું છે. એમાં નિર્વાણ કલ્યાણક - સિદ્ધ અવસ્થા ઉપરોક્ત રીતે બતાવી છે) આ ભાવપૂજાની વાત થઇ. પૂજાના વિવિધ ભેદો. પૂજા (૧) ફુલ (૨) અક્ષત (૩) ગંધ (૪) ધૂપ અને (૫) દીપક આ રીતે (A) પંચોપચાર પૂજા થાય છે. (૧) ફુલ (૨) અક્ષત (૩) ગંધ (૪) દીવો (૫) ધૂપ (૬) નૈવેદ્ય (૭) ફળ અને (૮) જળ (પાણી) આનાથી (B) આઠ કર્મોને હણનારી અષ્ટપ્રકારી પૂજા થાય છે. ઋદ્ધિ વિશેષથી પ૮ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #67 -------------------------------------------------------------------------- ________________ (C) સર્વોપચાર પૂજા પણ થાય. એમાં (૧) સ્નાન (અભિષેક-પ્રક્ષાલ) (૨) અર્ચન (કેસર મિશ્રિત ચંદન વગેરેથી) (૩) વસ્ત્ર (૪) ભૂષણ વગેરે અર્પણ (૫) ફળ (૬) બલિ (નૈવેદ્ય) (૭) દીવો વગેરે તથા (૮) નૃત્ય (૯) ગીત (૧૦) આરતી વગેરે બધું કરવાથી સર્વોપચાર પૂજા થાય. આમ બૃહદ્ભાગ્ય વગેરેમાં આ રીતે પણ ત્રણ પૂજા બતાવી છે. તથા (૧) સ્વયં-પોતે લાવે (૨) બીજા પાસે લવડાવે અને (૩) મનના સંકલ્પથી જ શ્રેષ્ઠ પુષ્પો વગેરેનું સંપાદન કરે એ રીતે પણ કાયા, વચન, મનના યોગથી પૂજાના ત્રણ ભેદ પડે છે. તથા (૧) પુષ્પ (ર) આમિષ (૩) સ્તુતિ અને (૪) પ્રતિપત્તિ-આ ચાર પ્રકારની પણ પૂજા યથાશક્તિ કરવી જોઇએ. લલિતવિસ્તરા વગેરેમાં આ ચારે પૂજા ઉત્તરોત્તર વધુ પ્રધાન-મુખ્ય-વધુ લાભકારી બતાવી છે. અહીં આમિષ એટલે ભોગવવા યોગ્ય વસ્તુ એવો અર્થ ગૌડકોશમાં કર્યો છે. તેથી આમિષથી અશનાદિ નૈવેદ્ય સમજવું. આપ્ત = જિનેશ્વરના ઉપદેશનું અખંડપણે પાલન એ પ્રતિપત્તિરૂપ છે.આમ આગમમાં પૂજાના ચાર પ્રકાર બતાવ્યાં છે. તથા (1) દ્રવ્યોથી જે જિનપૂજા કરાય છે, તે દ્રવ્યપૂજા છે. (૨) ભગવાનની આજ્ઞાનું પાલન એ ભાવપૂજા છે. આ રીતે દ્રવ્ય-ભાવ એમ બે પ્રકારે પણ પૂજા બતાવી છે. તથા ફુલ ચઢાવવું, ગંધચૂર્ણ ચઢાવવું...ઇત્યાદિ રૂપે સત્તરભેદી પૂજા પણ બતાવી છે. (૧) જ્ઞાન-વિલેપન (૨) ચક્ષુયુગલ(બે ચક્ષુ ચઢાવવા)અને વાસક્ષેપપૂજા (૩) પુષ્પ ચઢાવવા (૪) માળા આરોપવી (૫) છુટા પાંચ રંગી ફુલ ચઢાવવા. (૬) ચૂર્ણ પૂજા (બરાસ ચૂર્ણ) (૭) પ્રભુજીને આભૂષણ ચઢાવવું (મુગટ પૂજા) (૮) પુષ્પગૃહપૂજા (ફુલના ઘરની રચના કરવી) (૯) ફુલોનો પ્રકર - ઢગલો અર્પણ કરવો (૧૦) આરતી-મંગળદીવો (૧૧) દીપક (૧૨) ધુપ (૧૩) નૈવેદ્ય અને (૧૪) ઉત્તમ ફળ અર્પણ કરવાં (૧૫) ગીત (૧૬) નૃત્ય અને (૧૭) વાજીંત્ર પૂજા. આ રીતે સત્તરભેદી પૂજા થાય છે. શ્રી સકલચંદ્ર ઉપાધ્યાય અને પૂ. વિજયાનંદસૂરિ (આત્મારામજી મહારાજે) રચેલી સત્તરભેદી પૂજામાં આ ક્રમ છે... (૧) સ્નાન (૨) વિલેપન (૩) વસ્ત્રયુગલ અથવા ચક્ષુયુગલ(૪) વાસ (૫) પુષ્પ (૬) પુષ્પમાળા (૭) ફુલની અંગરચના (૮) ચૂર્ણ-ગંધચૂર્ણ (૯) ધ્વજ (૧૦) અલંકાર (૧૧) પુષ્પ ગૃહ રચના (૧૨) પુષ્પવૃષ્ટિ (૧૩) અષ્ટમંગલ (૧૪) ધૂપ-દીવો (૧૫) ગીત (૧૬) નૃત્ય અને (૧૭) વાજીંત્ર પૂજા. પણ આ બધા પ્રકારો અંગ-અગ્ર-ભાવ રૂપ સર્વવ્યાપક ત્રણ પૂજામાં સમાવેશ પામી જાય છે. ઉમાસ્વાતિ મહારાજે બતાવેલી પૂજાવિધિ ઉમાસ્વાતિકૃત પૂજાપ્રકરણમાં એકવીસ પ્રકારી પૂજાના ભેદ બતાવતા પહેલા વિધિ બતાવે છે – પૂર્વાભિમુખ થઇ સ્નાન કરવું. પશ્ચિમમાં દાતણ કરવું, ઉત્તરદિશામાં શ્વેત વસ્ત્ર ધારણ કરવા અને પૂજા તો પૂર્વ કે ઉત્તર અભિમુખ રહી કરવી. ઘરમાં પ્રવેશતા ડાબી બાજુએ શલ્ય રહિતના સ્થાને દોઢ હાથ ઊંચી ભૂમિ પર ઘરદેરાસર કરવું. (ઘરની જમીન કરતા ઘરદેરાસર દોઢ હાથ ઊંચુ જોઇએ) જો ઘર કરતા પણ નીચી ભૂમિ પર દેરાસર કરે, તો વંશ અને સંતતિ હંમેશા નીચે નીચે જયા કરે. પૂજા કરનારે પૂર્વ કે ઉત્તર સન્મુખ રહેવું. પશ્ચિમ - દક્ષિણ દિશા અને વિદિશા સન્મુખ રહેવું નહીં. જો દેરાસરમાં પોતે પશ્ચિમ સન્મુખ રહી ભગવાનની પ્રતિમાની પૂજા કરે, તો ચોથી પેઢીથી સંતતિછેદ થાય. (વંશ શ્રાદ્ધવિધિ પ્રકરણ પટ Page #68 -------------------------------------------------------------------------- ________________ અટકી જાય.) દક્ષિણ સન્મુખ રહી પૂજા કરે, તો સંતતિ જ ન થાય. જો અગ્નિદિશામાં (પૂર્વ-દક્ષિણની વચ્ચેની દિશા) મોં રાખી પૂજા કરે, તો રોજ-રોજ ધનહાનિ થાય. વાયવ્યમાં (પશ્ચિમ અને ઉત્તરની વચલી દિશામાં) મોં રાખી પૂજા કરે, તો પણ સંતતિ થાય નહીં. નૈઋત્ય દિશામાં (દક્ષિણ અને પશ્ચિમની વચલી દિશા) માં રાખી પૂજા કરે, તો કુલનો ક્ષય થાય. અને ઈશાન (ઉત્તર અને પૂર્વની વચલી દિશા)માં મોં રાખે, તો સંસ્થિતિ સ્થિતિ સારી ન રહે. (ઉપદેશ પ્રાસાદમાં દિશાઓના લાભનુકસાન અંગે મતાંતર છે, એ મતે ઈશાનદિશામાં મોં રાખી પૂજા કરવાથી ધર્મ-ભાવના વધે છે.) બે ચરણ , બે ઘુંટણ, બે હાથ, બે ખભા અને મસ્તક આ નવ અંગની ક્રમાનુસાર પૂજા કરવી. ચંદન વિના પૂજા ક્યારેય કરવી નહીં. પોતાના ભાલે (કપાળ) કઠે, હૃદયે અને નાભિએ તિલક કરવું. નવ તિલકો દ્વારા રોજ પૂજા કરવી જોઇએ. પ્રભાતે પહેલા વાસક્ષેપ પૂજા કરવી. મધ્યાહ્ન ફુલપૂજા કરવી. સાંજે ધૂપ-દીપકથી પૂજા કરવી. ભગવાનની ડાબી બાજુ ધૂપ કરવો. પાણીનું વાસણ સન્મુખ રાખવું અને દીવો જમણી બાજુ રાખવો. એ જ રીતે જમણી બાજુ જ ધ્યાન અને ચૈત્યવંદન કરવા. હાથથી છટકેલું, જમીન પર પડેલું, પગ અડ્યો હોય તેવું, મસ્તકથી ઉપર કે નાભિથી નીચે રાખેલું, મેલા-ખરાબ વસ્ત્રોમાં રાખેલું, દુષ્ટ (મલીન) લોકોથી સ્પર્શાયેલું, વરસાદથી ભિંજાયેલું, કીડાઓ વડે દુષિત કરાયેલું - આવા પ્રકારનું ફુલ હોય, ફળ હોય કે પાંખડી હોય, તો ભક્તજને પ્રભુ આરાધનામાટે એવા ફળ, ફુલ વગેરેનો ત્યાગ કરવો. (એ પૂજા માટે વાપરવું નહીં) એક ફુલના બે ટુકડા કરવા નહીં. ફુલને છેદવું પણ નહીં. એની કળી પણ તોડવી નહીં. ચંપક કે કમળ વગેરેને ભેદવાથી વિશેષથી દોષ લાગે છે. ગંધથી (બરાસથી) ધૂપથી. અક્ષતથી. (ફૂલ) માળાઓથી, દીવાથી, બલિ (નૈવેદ્ય) થી, જલથી અને શ્રેષ્ઠ ફળોથી શ્રી જિનેશ્વરદેવની પૂજા કરવી જોઇએ. (આ અષ્ટપ્રકારી પૂજા થઈ.) શાંતિ માટે સફેદ, લાભ માટે પીળું, બીજાના પરાજય માટે શ્યામ, મંગલ માટે લાલ, અને સિદ્ધિ માટે પાંચેય વર્ણના ફલ ચઢાવવા. (શાંતિ માટે સફેદ, વિજય માટે શ્યામ, કલ્યાણ માટે લાલ, ભયવખતે લીલું, ધ્યાન વગેરેના લાભ માટે પીળું અને સિદ્ધિ માટે પાંચ વર્ણના ફુલ ચઢાવવા -મતાંતર ગાથાર્થ) શાંતિ માટે પંચામૃત (નો અભિષેક) તથા ઘી-ગોળ સહિતનો દીવો કરવો. અગ્નિમાં લવણ (મીઠું) પધરાવવાથી શાંતિ અને તુષ્ટિ થાય છે. (આ ગાથા મતાંતર કે પ્રક્ષેપરૂપ છે.) ખંડિત (ફાટેલા), સાંધેલા, છેદાયેલા, લાલ અને રૌદ્ર (અત્યંત ભડક રંગના) વસ્ત્ર પહેરી દાન, પુજા, તપ, હોમ, કે સંધ્યા પૂજા વગેરે કરવાથી તે દાન વગેરે નિષ્ફળ થાય છે. પદ્માસનમાં બેસીને. નાકના અગ્રભાગે આંખને સ્થિર કરીને, વસ્ત્રથી સારી રીતે ઢંકાઇને મૌનભાવે પ્રભુની પૂજા કરવી જોઇએ. (૧) સ્નાત્ર (૨) વિલેપન (૩) વિભૂષણ-અલંકાર (૪) ફલ (૫) વાસક્ષેપ (૬) ધૂપ (૭) દીપ (૮) ફળ (૯) ચોખા (૧૦) નાગરવેલના પાન (૧૧) સોપારી (૧૨) નૈવેદ્ય (૧૩) જળ (૧૪) વસ્ત્ર (૧૫) ચામર (૧૬) છત્ર (૧૭) વાજિંત્ર (૧૮) ગીત (૧૯) નૃત્ય (૨૦) સ્તુતિ અને (૨૧) ભંડારની વૃદ્ધિ - આ રીતે એકવીસ પ્રકારે શ્રી પરમાત્માની પૂજા પ્રસિદ્ધ છે. દેવો અને અસુરો હંમેશા આ રીતે પુજા કરે છે. આ પુજાનું ખંડન કલિકાળના પ્રભાવથી દુષ્ટ બુદ્ધિવાળા જીવો કરે છે. જે જે પ્રિય વિસ્ત) હોય તે તે (વસ્તુ) ભાવના આધારે પૂજામાં અર્પણ કરવી જોઇએ. વિવેકવિલાસમાં જિનાલય ઈશાન દિશામાં કરવાનું કહ્યું છે. તથા-વિષમ આસનમાં બેસીને કે શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #69 -------------------------------------------------------------------------- ________________ પગપર બેસીને કે ઉત્કટ આસનમાં બેસીને કે ડાબો પગ ઊંચો કરીને પૂજા કરવી નહીં. એ જ રીતે ડાબા હાથે પણ પૂજા કરવી નહીં. એ જ રીતે શુષ્ક, ભૂમિપર પડેલા, ખરી પડેલી પાંખડીવાળા, અસ્વચ્છ માણસે અડેલા, નહીં વિકસેલા, કીડાવગેરેથી વિંધાયેલા, કરમાયેલા, વાસી, કરોળિયાથી વાસ કરાયેલા, અશોભન, ખરાબ ગંધવાળા, ગંધ વિનાના, ખાટી-વિચિત્ર ગંધવાળા ફુલો પૂજા માટે લેવા નહીં. એ જ રીતે મળ-મૂત્ર વગેરેથી સ્પર્શાવેલા, (જે ફુલ હાથમાં હોય ને મળ-મૂત્ર કર્યા હોય, તે પણ અહીં સમજવા) આવા ફલો ઉપયોગમાં લેવા નહીં. સ્નાત્રવિધિ. રોજ સવિસ્તાર પૂજા વખતે અને વિશેષથી પર્વતીથિએ ત્રણ, પાંચ, કે સાત કુસુમાંજલિ મુકવા વગેરે પૂર્વક ભગવાનનું સ્નાત્ર ભણાવવું જોઇએ. એમાં આ વિધિ છે – સવારે પહેલા નિર્માલ્ય દૂર કરી, પ્રક્ષાલ કરી, સંક્ષેપ પૂજા કરી આરતી મંગળદીવો કરી લેવા. એ પછી સ્નાત્રાદિરૂપે વિસ્તારવાળી બીજી પૂજાના પ્રારંભે ભગવાનની સામે કેસર યુકત પાણીવાળો કળશ સ્થાપવો. (હાલ કળશને કેસરથી અર્ચિત કરવામાં આવે છે.) એ પછીમુક્તાલંકારવિકારસારસૌમ્યત્વકાંતિકમનીયમ્ સહજનિજ રૂપનિર્જિતજગત્રય પાતુ જિનબિમ્બન્ll (મોતીની માળા વગેરે અલંકારોના વિકારથી સારભૂત સૌમ્ય કાંતિથી કમનીય બનેલું તથા પોતાના સહજ રૂપથી ત્રણે જગતને જીતનારું શ્રી જિનબિંબ રક્ષણ કરો.) આમ કહી અલંકારો ઉતારવા. એ પછીઅવણિય કુસુમાકરણ પયઇપઇટિંઅમણોહરચ્છાય | જિણરૂવું મજ્જણપીઠસંઠિયે વો સિવ દિસજે . (ફુલ અને અલંકાર દૂર કરાયા પછી કુદરતી પ્રતિષ્ઠિત થયેલી મનોહર છાયાવાળું અને જ્ઞાનપીઠ પર રહેલું જિનબિંબ તમારું કલ્યાણ કરો.) એમ કહી નિર્માલ્ય ઉતારવું. તે પછી પૂર્વે સ્થાપેલા કળશથી અભિષેક કરવો અને પૂજા કરવી. એ પછી ધોઇને સ્વચ્છ કરેલા અને ધૂપ કરેલા કળશો સ્નાત્રોગ્ય સુગંધી પાણી ભરી પંક્તિબદ્ધ ગોઠવવા અને સારા વસ્ત્રથી ઢાંકવા. પછી પોતાના ચંદન અને ધૂપ વગેરેથી તિલક તથા હાથમાં કંકણ વગેરે બનાવી હાથોને ધૂપથી પવિત્ર કરવા. સ્નાત્ર કરનારા શ્રાવકો ક્રમબદ્ધ ઊભા રહી કુસુમાંજલીના પાઠો બોલે. એમાંસયવત્તકુંદમાલઇ, બહુવિહકુસુમાઇ પંચવગ્નાઇ જિણનાહ હવણ કાલે, દિતિ સુરા કુસુમંજલી હિટ્ટ //. (હર્ષે ભરેલા દેવો ભગવાનના સ્નાનઅવસરે શતપત્ર, કુંદ, માલતી વગેરે પાંચ વર્ણના ઘણા ફુલોની કુસુમાંજલી અર્પણ કરે છે.) એમ બોલી ભગવાનના મસ્તકે ફુલ ચઢાવે. પછી ‘ગંધાયટિંઅમહુઅર મણહર ઝંકાર સદસંગીઆી જિણચલણોવરિ મુક્કા, હરઉ તુમ્હ કુસુમંજલી દુરિઓ (ભગવાનના ચરણમાં મુકાયેલી તથા ગંધથી આકર્ષાયેલા ભમરાઓના મનોહર ઝંકાર શબ્દથી યુક્ત કુસુમાંજલિ તમારા દુરિતોને હરો) વગેરે પાઠો બોલી દરેક ગાથા પાઠ વખતે એક-એક શ્રાવકે ભગવાનના ચરણમાં કુસુમાંજલિ-પુષ્પો મુકવા. એ જ રીતે દરેક કુસુમાંજલિ પાઠ વખતે ભગવાનને તિલક કરવું, ફુલ ચઢાવવું, ધૂપ કરવો વગેરે વિસ્તાર સમજી લેવો. પછી મોટા અને મધુર સ્વરથી જે ભગવાન હોય, એ ભગવાન સંબંધી જન્માભિષેકકલશનો પાઠ બોલવો. એ પછી ઘી, શેરડી, દુધ, દહીં, અને સુગંધી પાણી આ પાંચના મિશ્રણરૂપ પંચામૃતથી અભિષેક કરવો. વચ્ચે વચ્ચે ધૂપ કરતા રહેવું. સ્નાત્ર વખતે પણ ભગવાનનું મસ્તક ફલો વિનાનું ન રહે, તેનો શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #70 -------------------------------------------------------------------------- ________________ ખ્યાલ રાખવો. વાદિવેતાલ શ્રી શાન્તિસૂરિએ કહ્યું છે - જ્યાં સુધી સ્નાત્ર પૂર્ણ નહીં થાય, ત્યાં સુધી ભગવાનના અશૂન્ય (ફુલથી યુક્ત) મસ્તક પર શ્રેષ્ઠ પુષ્પોથી અન્તર્ધાનવાળી પાણીની ધારા કરવી. (પ્રભુના મસ્તક પર શ્રેષ્ઠ ફુલો રહેવા જોઇએ.) સ્નાત્ર કરતી વખતે પોતાની પૂરી શક્તિથી સતત ચામર વીંઝવાનું, સંગીત, વાજિંત્રનાદ વગેરે આડંબર કરતા રહેવો. બધાએ પંચામૃતથી સ્નાત્ર (અભિષેક) કરી લીધા પછી હવે એ ફરીથી નહીં કરવા નિર્મળ પાણીની ધારા કરવી. તેનો પાઠ આ છે - અભિષેકતોયધારા ધારેવ ધ્યાનમડેલાગ્રસ્ય | ભવભવનભિત્તિભાગાનું ભૂયોપિ ભિનg ભાગવતી II૧ી. (ભગવાનના અભિષેક જળની જાણે કે ધ્યાનમણ્ડલની ધારા ન હોય, એવી ધારા સંસારરૂપી મકાનની ભીંતોને ફરી પણ તોડનારી બનો. સંસારનો નાશ કરનારી બનો.) એ પછી અંગલુંછણાં કરી વિલેપનવગેરે પૂજા પૂર્વની પૂજાથી પણ વધુ શ્રેષ્ઠ થાય એ રીતે કરવી. પછી બધા પ્રકારના ધાન્ય (અન્ન), પકવાન, શાક, વિગઇ, ફળ વગેરેથી પરિપૂર્ણ બલિ-નૈવેદ્ય અર્પણ કરવું. સમ્યગ્દર્શનાદિ રત્નત્રયીથી યુક્ત અને ત્રણ લોકના નાથ એવા પ્રભુ આગળ (અક્ષતના) ત્રણ પંજ (ઢગલી) કરવા. સ્નાત્રપૂજા વગેરે બધું મોટા-નાનાની વ્યવસ્થા સાચવવારૂપ ઔચિત્યથી પહેલા શ્રાવકોએ કરવું ને પછી શ્રાવિકાઓએ કરવું. (મર્યાદાપાલન માટે દૃષ્ટાંત આપે છે –) ભગવાનના જન્મ મહોત્સવ વખતે સૌ પ્રથમ અય્યત ઇંદ્ર (બારમા દેવલોકનો ઇંદ્ર) પોતાના દેવોની સાથે અભિષેક કરે છે. એમ ઉતરતા ક્રમે એ પછી બીજા ઇંદ્રો અભિષેક આદિ કરે છે. સ્નાત્રજળ મસ્તક પર છાંટી શકાય સ્નાત્ર જળને પ્રભુની શેષ સમજી મસ્તકવગેરે અંગોએ લગાડવામાં દોષની સંભાવના કરવી નહીં. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિએ શ્રી વીરચરિત્રમાં કહ્યું છે- પછી તે અભિષેક જળને દેવો, અસુરો, મનુષ્યો ને નાગકુમારોએ વંદન કર્યું. તથા એ બધાએ પોતાના સર્વ અંગપર છાંટ્યું. શ્રી પદ્મચરિત્રના ઓગણત્રીસમાં ઉદ્દેશમાં શ્રી દશરથ રાજાએ અષાઢ સુદ આઠમથી આરંભેલા અષ્ટાહ્નિકા જિનેન્દ્ર સ્નાત્રમહોત્સવની વાત કરતાં જણાવ્યું છે કે- સ્નાનનું (ભગવાનના અભિષેકનું) તે શાંતિ જળ રાજાએ પોતાની પત્નીઓને મોકલ્યું. એમાં બીજી રાણીઓ પાસે જુવાન નારીઓ દ્વારા મોકલાવેલું એ જળ તે રાણીઓએ પોતાના ઉત્તમ અંગોએ લગાડ્યું. વૃદ્ધ કંકીના હાથે મોકલાવેલું એ પવિત્ર સુગંધી જળ મોટી પટ્ટરાણી (કૌશલ્યા) પાસે પહોચતા વાર લાગી, તેથી એ શોક પામી અને ક્રોધે ભરાઇ. પછી ત્યાં પહોંચેલી એ વૃદ્ધ કંચકી (દાસી)એ એ શાંતિજળ એ રાણીપર છાંટ્યું. તેથી એ રાણીનો ક્રોધાગ્નિ શાંત થયો અને એ પ્રસન્ન હૃદયવાળી થઇ. બ્રહશાંતિસ્તવ (મોટી શાંતિ) માં પણ ‘શાંતિપાનીયે મસ્તકે દાતવ્ય' (શાંતિજળ મસ્તકે લગાડવું) એમ કહ્યું છે. એમ સંભળાય છે કે જરાસંધ સાથેના યુદ્ધમાં જરાસંધે જરા વિદ્યા મૂકી ત્યારે એ વિદ્યાના પ્રભાવથી શ્રીકૃષ્ણ વાસુદેવની પૂરી સેના મૂચ્છિત થઇ ગઇ. ત્યારે શ્રીકૃષ્ણ શ્રી નેમિનાથ ભગવાનને ઉપાય પૂછ્યો. શ્રી નેમિનાથ ભગવાને પાતાળમાં નાગેન્દ્ર-શ્રી ધરણેન્દ્રની પટ્ટદેવી શ્રી પદ્માવતી દેવીની આરાધના કરી, એને પ્રસન્ન કરી શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા મેળવવા કહ્યું. શ્રીકૃષ્ણ અટ્ટમ કરી પદ્માવતી દેવીને પ્રસન્ન કરી એની પાસેથી શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા મેળવી. શંખેશ્વર ગામમાં એ ૬૨ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #71 -------------------------------------------------------------------------- ________________ સ્થપાયેલી આજે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન તરીકે પ્રસિદ્ધ છે. શ્રી કૃષ્ણ એ પ્રતિમાનો અભિષેક કરી એનું નાનજળ સૈનિકો પર છાંટ્યું. તેથી જરાવિદ્યાનો પ્રભાવ દૂર થયો. સૈનિકો સ્વસ્થ થયા. બલિવિધાન ભગવાનના દેશના સ્થાને (સમવસરણ સ્થળે) રાજા વગેરે કુર (રાંધેલા ભાત) રૂપ બલિ દશે દિશામાં ઉછાળે છે. એમાંથી પડતું અડધું બલિ દેવો ગ્રહણ કરે છે. એનું અડધું (ચોથો ભાગ) રાજા ગ્રહણ કરે છે. બાકીનું (ચોથો ભાગ) બીજા લોકો ગ્રહણ કરે છે. આ બલિરૂપ સિક્ય મસ્તકપર મુકવાથી રોગ શાંત થાય છે અને બીજા છ મહિના સુધી નવો રોગ થતો નથી. આ વાત આગમમાં પણ આવે છે. આ રીતે સ્નાત્ર કર્યા પછી સદગુરુ વડે પ્રતિષ્ઠિત કરાયેલો રેશમ વગેરે શ્રેષ્ઠ વસ્ત્રથી બનેલો મહાધ્વજ મોટા ઉત્સવપૂર્વક લાવી એને સાથે રાખી ભગવાનને ત્રણ પ્રદક્ષિણા આપવી. ઇત્યાદિ વિધિપૂર્વક એ મહાધ્વજ અર્પણ કરવો. લવણોત્તર - આરતી - મંગળદીવો બધાએ શક્તિ મુજબ પરિધાપનિકા (પહેરામણીવગેરે) મુકવું. પછી પ્રભુ આગળ આરતી અને મંગળદીવો પ્રગટાવવા. નજીકમાં અગ્નિયુક્ત પાત્ર રાખવું. એમાં મીઠું અને માટીનો પ્રક્ષેપ કરાશે. ઉવણેઉ મંગલ વો નિણાણ મુહરાલીકાલસંવલિયા તિર્થી પવત્તણસમયે, તિઅસવિમુક્કા કુસુમવુટ્ટી (તીર્થ પ્રવર્તન સમયે તીર્થકરોપર કરેલી ગુંજારવ કરતાં ભમરાઓના સમુદાયથી યુક્ત કુસુમવૃષ્ટિ તમારું મંગળ કરો.) એમ કહી પહેલા પુષ્પવૃષ્ટિ કરવી. પછી ઉયહ પડિગ્નપસર, પાહિણે મુણિવઇ કરેઉણી પડઈ સલોણજ્વણ લજ્જિએ વલોણું હુઅવલંમિા. (સંસારના પ્રસારને રોકવાવાળા મુનિપતિ-ભગવાનને પ્રદક્ષિણા દઈ પોતાના લવણપણાથી -ખારાશથી અથવા પ્રભુના લાવણ્યથી લજ્જા પામેલું લવણ અગ્નિમાં પડે છે, તે જુઓ) આ વગેરે પાઠો બોલવાપૂર્વક વિધિથી પ્રભુનું ત્રણ વખત ફલ સહિત લવણ અને જળ (પાણી) ઉત્તારણ વગેરે કરવું. પછી આરતી ઉતારવી. એ પહેલા આરતીને સૃષ્ટિક્રમથી પૂજવી (તિલક કરવું). આરતી ઉતારતી વખતે ધુપ ચાલુ રાખવો. બંને બાજુ ઉંચેથી કળશમાંથી પાણીની ધારા કરતા રહેવું. રહેલા બીજા શ્રાવકોએ ફુલનો ઢગલો વરસાવતા રહેવું. આરતી ઉતારતી વખતે – મરગયમણિઘડિયવિસાલથાલમાણિક્કમંડિયપદવી હવયરકસ્મિત્ત, ભમી નિણારત્તિએ તુમ્હ /// (મરકત મણિથી બનેલા વિશાળ થાળમાં માણેકથી સુશોભિત પ્રદીપ સ્નાત્ર કરનારાના હાથમાં રહીને હે જિન! તમારી આરતી રૂપે ભમો.) વગેરે પાઠ બોલવાપૂર્વક શ્રેષ્ઠ થાળમાં રાખેલી આરતી ઉત્સવપૂર્વક ત્રણ વાર ઉતારવી. ત્રિષષ્ટિ વગેરે ચરિત્રોમાં કહ્યું છે- જાણે કે કતકૃત્ય ન થયો હોય, એમ ઇંદ્ર કાંક પાછો ખસી જગદ્દભર્તા (ભગવાન) ની સન્મુખ થઇ આરતી લીધી. પ્રગટેલા દીવાના તેજથી તે વખતે જેમ ચમકતી ઔષધિ (વનસ્પતિઓ)ના સમુદાયથી યુક્ત શિખરથી મેરુ કાંતિમય થાય છે, તેમ ઇંદ્ર પણ કાંતિમય થાય છે. પછી શ્રદ્ધાળુ શ્રેષ્ઠ દેવો પુષ્પોની વૃષ્ટિ કરવા માંડ્યા અને ઇંદ્ર ત્રણ વખત ભગવાનની આરતી ઉતારી. મંગળદીવાની પણ પહેલા આરતીની જેમ પૂજા કરવી. પછી - શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #72 -------------------------------------------------------------------------- ________________ કોસંબિસંઠિઅસ્સવ પાહિણે કુણઇ મઉલિઅપઈવા જિણ! સોમદંસણે દિયરુષ્ય તુહ મંગલ પઈવો // ભામિર્જતો સુરસુન્દરિહિં તુહ નાહ! મંગલપડવો કણયાયલસ્સ નજ઼ઇ ભાણવ પાહિણે દિતો રા/ (ભગવાન કૌશાંબી નગરીમાં હતા, ત્યારે સૂર્ય-ચંદ્ર મૂળવિમાને પ્રભુને વંદન કરવા આવ્યા હતા. એ વાતને જોડી કવિ કહે છે- કૌશાંબીમાં બિરાજમાન આપને જે રીતે મૂળ પ્રદીપ - મૂળવિમાન સાથે સૂર્ય પ્રદક્ષિણા આપી હતી, તેમ હે સૌમ્યદર્શનવાળા જિનેશ્વર! આ મંગળ પ્રદીપ આપને પ્રદક્ષિણા આપે છે. દેવાંગનાઓ દ્વારા ભમાડાતો મંગળદીવો જાણે કે મેરુશિખરને પ્રદક્ષિણા દેતો સૂર્ય ન હોય, એવો શોભે છે.) આ પાઠપૂર્વક આરતીની જેમ મંગળદીવો પણ ત્રણ વાર ઉતારી પછી એ દેદીપ્યમાન (પ્રગટેલી અવસ્થામાં જ) પ્રભુના ચરણ આગળ મુકવો. આરતીને બુઝાવી દેવામાં (અથવા એની મેળે બુઝાઇ જાય તો) દોષ નથી. એ મંગળદીવો અને આરતી મુખ્યવૃત્તિથી ઘી, ગોળ, કપૂરવગેરેથી કરવામાં પ્રગટાવવામાં) વિશેષ લાભ થાય છે. લોકમાં પણ કહેવાય છે કે – દેવાધિદેવનો દીવો કપૂરથી પ્રગટાવીને અશ્વમેધ જેવું ફળ મેળવે છે ને કુલનો ઉદ્ધાર કરે છે. અહીં સ્નાત્રની શરૂઆતથી જ જે મુક્તાલંકાર વગેરે ગાથાઓ બતાવી, તે સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિ મહારાજે રચી હોય, તેમ સંભવે છે, કેમકે એમણે રચેલા શ્રી સમરાદિત્યચરિત્ર ગ્રંથના આરંભે ‘ઉવણેઉ મંગલ વો’ એ રીતે નમસ્કાર કરેલો દેખાય છે. ઉપરોક્ત ગાથાઓ શ્રી તપાગચ્છ વગેરેમાં પ્રસિદ્ધ હોવાથી બધી ગાથાઓ લખી નથી. સ્નાત્રપૂજા વગેરેમાં સામાચારી વિશેષથી વિવિધ પ્રકારની વિધિઓ દેખાય છે, છતાં એમાં મુંઝાવું નહીં (કે ખરા-ખોટાનો વિવાદ કરવો નહીં) કેમકે પ્રભુની ભક્તિરૂ૫ ફળ જ બધાને સાધ્ય છે. (વિધિભેદ હોઇ શકે છે, પણ પ્રભુની ભક્તિ કરવી છે એ આશય તો બધાનો એક જ છે. તેથી સામાચારી વગેરે કારણે વિધિઓમાં ફરક જોવા માત્રથી અકળાઇ નહીં જવું, ને દરેકે પોત-પોતાને મળેલ સામાચારી મુજબ વિધિ કરવી.) ગણધરો વગેરેની સામાચારીઓમાં પણ ઘણા ભેદ પડતા હોય છે. તેથી જે-જે ધર્મથી વિરુદ્ધ ન હોય અને તીર્થંકર-ભક્તિનું પોષક હોય, તે-તે કોઇને પણ અસંમત ન હોઇ શકે. આ વાત દરેક ધર્મકાર્ય અંગે સમજી લેવી જોઈએ. (સામાચારીભેદને સિદ્ધાંતભેદ તરીકે બતાવી આક્ષેપબાજી કરવામાં કશો સાર નથી.) અહીં લવણ ઉતારવું, આરતી ઉતારવી વગેરે ક્રિયા બધા ગચ્છોમાં સંપ્રદાયથી (તવી પરંપરાથી) તથા અન્ય દર્શનોમાં પણ સૃષ્ટિક્રમથી જ કરાતી જોવા મળે છે. પણ શ્રી જિનપ્રભસૂરિએ રચેલી પૂજાવિધિમાં આમ કહ્યું છે- પાદલિપ્તસૂરિ વગેરે પૂર્વપુરુષોએ લવણાદિ ઉતારવાની ક્રિયા સૃષ્ટિસંહાર ક્રમથી (સૃષ્ટિક્રમથી વિપરીત ક્રમથી) કરવાની અનુજ્ઞા આપી છે, છતાં વર્તમાનમાં એ સૃષ્ટિક્રમથી કરાય છે. સ્નાત્ર કરવામાં સર્વ પ્રકારે વિસ્તારપૂર્વક પૂજા થાય છે ને વિશેષ પ્રભાવના સંભવે છે. તેથી પરલોકમાં ઉત્કૃષ્ટ ફળ મળે એ સ્પષ્ટ છે. વળી એમાં ભગવાનનો જન્માભિષેક કરવાવાળા ચોસઠ ઇંદ્રો વગેરેનું અનુકરણ પણ થાય છે. (સજ્જનોનું-સુકૃતોનું અનુકરણ હિતકર બને છે.) સ્નાત્રવિધિની વાત પૂરી થઇ. ૬૪ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #73 -------------------------------------------------------------------------- ________________ કઇ જિનપ્રતિમાઓ પૂજનીય? જિનપ્રતિમાઓ પણ વિવિધ પ્રકારની હોય છે. સમ્યક્ત્વ પ્રકરણમાં પ્રતિમા પૂજાની વિધિમાં બતાવ્યું છે કે – કેટલાક એમ કહે છે કે માતા-પિતા-દાદા વગેરે ગુરુએ (વડીલે) કરાવેલી પ્રતિમાની પૂજા કરવી. બીજા કેટલાક એમ કહે છે કે પોતે ભરાવેલી પ્રતિમાની પૂજા કરવી. કેટલાક એમ કહે છે કે વિધિપૂર્વક નિર્માણ કરાવેલી પ્રતિમાની પૂજા કરવી. જો કે સિદ્ધાંતમાન્ય નિશ્ચિત થયેલો મત કહે છે - પ્રતિમાપૂજા-ભક્તિમાં એ ગુરુએ (વડીલે) કરાવેલી છે કે બીજાએ એ બધી ચર્ચા ઉપયોગી નથી. તેથી ‘આ મારી કે મારા વડીલે કરાવેલી પ્રતિમા છે ’ એ મમત્વ વિના કે એવા આગ્રહ વિના બધી જ જિનપ્રતિમાઓ સમાનતયા પૂજનીય છે, કેમકે એ બધી પ્રતિમાઓમાં તીર્થંકરનો આકાર દેખાતો હોવાથી સમાનતયા ‘આ તીર્થંકર ભગવાન છે’ એવી બુદ્ધિ થાય છે. આમ નહીં માનીને જો મમત્વાદિના કારણે અમુક જિનપ્રતિમાની પૂજા કરે ને બીજાની નહીં, તો પોતાના આગ્રહના કારણે જિનબિંબોઅંગે પણ અવજ્ઞાનું આચરણ થશે. (બીજી જિનપ્રતિમાઓ અંગે ઉપેક્ષા કે તિરસ્કાર થશે.) આ અવજ્ઞાથી દુરન્ત સંસારમાં ભટકવારૂપ મોટો દંડ આવી પડે. (ભગવાનની આશાતના-અવજ્ઞા અનંત સંસારનું કારણ બની શકે છે.) શંકા :- જો અવિધિથી તૈયાર થયેલી જિનપ્રતિમાઓની પૂજા કરવામાં આવે, તો એ અવિધિને અનુમતિ આપવામાં ભગવાનની આજ્ઞાના ભંગનો દોષ આવશે. કેમકે ભગવાને અવિધિને અનુમતિ આપવાની ના કહી છે. સમાધાન :- આવી શંકા વાજબી નથી, કેમકે બધી જિનપ્રતિમાઓ પૂજનીય છે એ અંગે આગમનું પ્રમાણ છે. - આગમની અનુમતિ છે. શ્રી કલ્પભાષ્યમાં કહ્યું છે - ગચ્છ પ્રતિબદ્ધ (કો'ક ગચ્છ સાથે સંકળાયેલ) કે અનિશ્રાકૃત (કોઇ ગચ્છ સાથે નહી સંબંધિત) બધા ચૈત્યમાં (દેરાસરમાં) ત્રણ સ્તુતિઓ બોલવી. જો દરેક ચૈત્યમાં ત્રણ-ત્રણ સ્તુતિ બોલવામાં ઘણો સમય લાગી જાય એમ હોય, અથવા ઘણા દેરાસરો ત્યાં હોય, તો સમય અને દેરાસરોની સંખ્યા જાણી દરેક ચૈત્યમાં એક-એક સ્તુતિ બોલવી. (આમ અહીં બધા દેરાસરોમાં સ્તુતિ બોલવાની અનુજ્ઞા આપી, અવિધિકારિતનો નિષેધ ક૨વા અંગે કોઇ નિર્દેશ કર્યો નહીં) દેરાસરની સાર-સંભાળ - દેરાસરમાં કરોળિયાના જાળા વગેરે લાગ્યા હોય, તો વિધિ આ છે- જો દેરાસરની સંભાળ કરનારા (જૈનેતર) અસંવિજ્ઞો હોય, તો જાળા, ભમરાના ઘર કે ધુળ લાગ્યા હોય તો તેઓને સાધુઓ પ્રેરણા કરે કે – ચિત્રકામવાળું પાટિયું લઇને ફરતા મંખો (અમુક યાચકો) એ પાટિયાને સાફ-ઉજ્જવળ રાખે છે, તો લોકો એ મંખને પૂજે છે. એમ જો તમે પણ દેવકુળ-દેરાસરનું સાફ-સફાઇ દ્વારા પરિશીલન ક૨શો- દેરાસ૨ને ઉજ્જવળ રાખશો, તો લોકો તમારા પણ પૂજા-સત્કાર કરશે. જો એ સારસંભાળ કરનારાઓ પગાર લેતા હોય અને દેરાસર સંબંધી ઘર, ખેતર વગેરે વાપરતા હોય (દેરાસરના આધારે જીવતા હોય) તો તેઓને કડક ઠપકો આપે કે - એક તો તમે દેરાસરની આવક પર જીવો છો અને ઉ૫૨થી દેરાસરની સાફ-સફાઇરૂપ સારસંભાળ પણ લેતા નથી. આમ ઠપકો આપવા છતાં જો તેઓ જાળા વગેરે દૂર કરવા તૈયાર થાય નહીં, તો બીજુ કોઇ જુએ નહી એ રીતે સાધુઓ સ્વયં જ એ જાળાવગેરે દૂર કરે. કલ્પભાષ્યની વૃત્તિમાં આ વાત બતાવી છે. આ આગમપાઠથી એ નિશ્ચિત થાય છે શ્રાદ્ધવિધિ પ્રકરણ ૬૫ Page #74 -------------------------------------------------------------------------- ________________ કે વિનાશ પામતા દેરાસરની ઉપેક્ષા સાધુએ પણ સર્વથા કરવી જોઇએ નહીં. (તો શ્રાવક તો કેવી રીતે ઉપેક્ષા કરી શકે?) ગરીબ શ્રાવક માટે વિધિ દેરાસ૨માં જવું, પૂજા કરવી, સ્નાત્ર કરવું, વગેરે આ બધી વિધિ સમૃદ્ધ શ્રાવકને આશ્રયીને કહી, કેમકે તે જ આ બધું કરી શકે. ગરીબ શ્રાવક તો ઘરે સામાયિક લે. પછી દેવાઅંગે જો કોઇ સાથે વિવાદ વગેરે ન હોય, તો ઈર્યાસમિતિનું પાલન કરતો કરતો સાધુની જેમ દેરાસર જઇ નિસીહિત્રિક વગેરે કરવાપૂર્વક ભાવપૂજા (ચૈત્યવંદનવગેરે) કરે. કેમકે એ ફુલવગેરે સામગ્રીનો અભાવ હોવાથી દ્રવ્યપૂજા કરવા શક્તિમાન નથી. જો ત્યાં કાયાથી થઇ શકતું ફુલ ગુંથવા વગેરે કાર્ય કરવા મળતું હોય, તો સામાયિક પારી એ કાર્ય કરે. શંકા :- શું સામાયિકને છોડી આમ દ્રવ્યસ્તવ કરવામાં ઔચિત્ય છે? સમાધાન :- સામાયિક પોતાને આધીન છે, તેથી હંમેશા કરી શકે છે. જ્યારે દેરાસરના કાર્યો તો સમુદાય આધીન છે. તેથી ક્યારેક જ કરવા મળે. તેથી અવસરે આ રીતે કરેલો દ્રવ્યસ્તવ વિશેષ પુણ્યની કમાણીનું કારણ બને છે. આગમમાં કહ્યું છે (ભગવાનની કરાયેલી વિશિષ્ટ પૂજા વગેરે જોઇ) જીવોને બોધિનો લાભ થાય છે. સમ્યગ્દષ્ટિ જીવોને પ્રીતિ-પ્રસન્નતા થાય છે. ચૈત્યકૃત્ય કરવાથી ભગવાનની આજ્ઞાનું પાલન થાય છે. ભગવાનપ્રત્યે ભક્તિ વ્યક્ત થાય છે અને તીર્થની (શાસનની) પ્રભાવના થાય છે. આમ ચૈત્યકાર્યરૂપ દ્રવ્યસ્તવમાં અનેક ગુણો છે. તેથી એ અવશ્ય કર્તવ્ય છે. (તેથી નિર્ધન શ્રાવક પણ સામાયિક પા૨ી દેરાસરે ફુલ ગુંથવા વગેરેનો લાભ લે તે ઉચિત છે.) દિનકૃત્યગ્રંથમાં પણ કહ્યું છે- આવા પ્રકારની પૂરી વિધિ ઋદ્ધિમાન શ્રાવક માટે બતાવી છે. ઋદ્ધિ વિનાનો તો પોતાના ઘરે સામાયિક વ્રત કરીને, પોતે કોઇનો દેવાદાર ન હોય અને વિવાદ ન હોય, તો સુસાધુની જેમ ઈર્યા વગેરેમાં ઉપયુક્ત થઇ જિનાલયમાં જાય, કાયાનો ઉપયોગ લઇ દેરાસરમાં કશું કરી શકાય એમ હોય, તો સામાયિક પારીને જે કરવા યોગ્ય હોય, તે કરે. (જો કે હાલ આ પદ્ધતિ પ્રવર્તતી નથી.) વિધિનું મહત્ત્વ જેના પર વિવેચન ચાલે છે એ છઠ્ઠી ગાથામાં જે ‘વિધિના’ પદ હતું. એનાથી દશ ત્રિક, પાંચ અભિગમ વગેરેરૂપ ચોવીશ મૂળદ્વાર અને બે હજાર ચુમોત્તેર (૨૦૭૪) પેટાદ્વાર રૂપ બધી વિધિઓ કે જે ભાષ્ય વગેરેમાં બતાવી છે, તે સમજી લેવી. જેમ કે - (૧) ત્રણ નિસીહી (૨) ત્રણ પ્રદક્ષિણા (૩) ત્રણ પ્રણામ (૪) ત્રણ પ્રકારની પૂજા (૫) ત્રણ અવસ્થાઓનું ભાવન (૬) ત્રણ દિશા નિરીક્ષણ ત્યાગ (૭) ચૈત્યવંદન જ્યાં બેસી ક૨વું છે એ ભૂમિનું પ્રમાર્જન (૮) આલંબનરૂપે વર્ણાદિ ત્રિક (૯) મુદ્રાત્રિક અને (૧૦) ત્રણ પ્રકારનું પ્રણિધાન આ દશ ત્રિક છે. ઇત્યાદિરૂપે બધા વિધિ ભેદો સમજી લઇ એ મુજબ વિધિ સાચવવા પ્રયત્ન કરવો. પ્રભુપૂજા, વંદન વગેરે બધી ધર્મક્રિયાઓ વિધિને મુખ્ય રાખીને કરવાથી જ મોટા ફળવાળી થાય છે. અવિધિથી કરેલું ધર્માનુષ્ઠાન ઓછા ફળવાળું થાય છે ને અતિચારયુક્ત બનવાથી ઉલ્ટું નુકસાનનું કારણ પણ બની શકે. કહ્યું જ છે કે - ધર્મઅનુષ્ઠાનમાં વૈતથ્ય(વિપરીતતા)થી ખોટી રીતે લીધેલા ઔષધની જેમ ભયંકર દુ:ખસમુદાયજનક મોટું નુકસાન થઇ શકે છે. વળી આગમમાં ચૈત્યવંદનવગેરે ૬૬ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #75 -------------------------------------------------------------------------- ________________ અવિધિથી કરવામાં પ્રાયશ્ચિત પણ બતાવ્યું છે. મહાનિશીથસૂત્રના સાતમાં અધ્યયનમાં સૂત્ર છે- જે અવિધિથી ચૈત્ય આદિને વંદે, તેને પ્રાયશ્ચિત આપવું જોઇએ; કેમકે અવિધિથી ચૈત્યવંદનાદિ કરનારો બીજાને અશ્રદ્ધા ઊભી કરાવે છે. દેવતા, વિદ્યા કે મંત્ર વગેરે પણ વિધિપૂર્વક આરાધાય, તો જ સિદ્ધિ આપનારા બને છે. અવિધિ કરનારને તો શીધ્ર અનર્થ કરનારા પણ બની શકે. વિધિથી યક્ષ આરાધક ચિત્રકાર પુત્ર કથા અહીં વિધિથી યક્ષને આરાધનારા ચિત્રકારની કથા કહે છે. અયોધ્યાનગરમાં “સરપ્રિય” નામનો યક્ષ હતો. આ યક્ષ દરવર્ષે એની યાત્રાના દિવસે જે ચિત્રકાર ચિત્રકામ કરે, તેને મારી નાખતો હતો. અને જો યક્ષનું ચિત્રકામ થાય નહીં , તો નગરના લોકોને હણતો હતો. તેથી ચિત્રકારો એ નગર છોડી ભાગવા માંડ્યા. ત્યારે રાજાએ તેઓને પરસ્પરના સાક્ષી બનાવી એક સાંકળરૂપે બાંધ્યા. (‘આ ભાગી જાય, તો આની જવાબદારી’ એ રીતે નગરથી ભાગતા અટકાવ્યા.) બધા ચિત્રકારોના નામની જુદી જુદી ચીઠ્ઠી બનાવી. એ બધી ચીઠ્ઠી એક ઘડામાં નાખી. જે વર્ષે જેની ચીટ્ટી નીકળે, એની પાસે યક્ષનું ચિત્રકામ કરાવાતું. એક વખત વૃદ્ધાના પુત્રનું નામ નીકળ્યું. તેથી પેલી વૃદ્ધા રોવા માંડી. તે વખતે કોસાંબીથી કેટલાક દિવસ પહેલા જ આવેલા અને એના ઘરે રહેલા એક ચિત્રકારપુત્રે વૃદ્ધાને રોવાનું કારણ પૂછ્યું. વૃદ્ધાએ બધી વાત કરી. ત્યારે આ ચિત્રકારપુત્રે વિચાર્યું - ચોક્કસ આ લોકો આનું અવિધિથી ચિત્રકામ કરે છે. આમ વિચારી એણે વૃદ્ધાને દઢતાથી કહ્યું - એ યક્ષને હું જ ચિતરીશ. પછી એણે છઠ્ઠનો તપ કર્યો. શરીર, વસ્ત્રો, રંગ, પીંછી વગેરે પવિત્ર કર્યા. નાકપર આઠ પડવાળો મુખકોશ બાંધ્યો. ઇત્યાદિ બધી વિધિઓ સાચવી એ ચિત્રકાર પુત્રે યક્ષને ચિતર્યો. પછી એ યક્ષના બંને પગે પડી ક્ષમા પણ માંગી. તેથી એ યક્ષ પ્રસન્ન થયો. વરદાન માંગવા કહ્યું, ત્યારે ચિત્રકાર પુત્રે- હવે કોઇને મારવા નહીં એમ કહ્યું. યક્ષે એ માન્ય રાખી ફરી વરદાન માંગવા કહ્યું. ત્યારે એણે કહ્યું - હું કોઇનો અંશ પણ જોઉં, તો તેનું જેવું હોય તેવું રૂપ ચિતરી શકું એવી શક્તિ આપો. યક્ષે આપી. આ ચિત્રકારપુત્રે કોશાબીના રાજાની ચિત્રસભામાં પરદા પાછળ રહેલી મૃગાવતી રાણીનો અંગુઠો જોઇ એનું જ આબેહુબ ચિત્ર દોર્યું. એ ચિત્રમાં રાણીની જાંઘપર જે તિલક હતું, તે પણ દોર્યું. આ જોઇ રાજાને એના ચરિત્ર પર શંકા પડી. તેથી એને મારી નાખવાની આજ્ઞા કરી. ત્યારે બીજા બધા ચિત્રકારોએ એને યક્ષ તરફથી મળેલા વરદાનની વાત કરી એની નિર્દોષતા બતાવી. છતાં રાજાની શંકા ગઇ નહીં. તેથી રાજાએ એને મુન્જાનું મોં બતાવ્યું. એણે એ આધારે કુબ્બા જેવી હતી, એવું જ ચિત્ર દોર્યું. છતાં રાજાનો ગુસ્સો પૂરેપૂરો શાંત થયો નહીં, તેથી એનો જમણો હાથ કપાવી નાખ્યો. એ ચિત્રકારપુત્ર ફરી યક્ષ પાસે ગયો. એણે વરદાન આપ્યું - તું એ જ કાર્ય ડાબા હાથે કરી શકશે. પછી એ ચિત્રકારપુત્રે વેર વાળવા ડાબા હાથે મૃગાવતીનું ચિત્ર દોરી ચંડપ્રદ્યોત રાજાને બતાવ્યું. તેથી મૃગાવતી પર આસક્ત થયેલા ચંડપ્રદ્યોતે કોસાંબી નરેશપર “મૃગાવતીને મોકલો” એવો સંદેશો દૂત દ્વારા મોકલ્યો. કોસાંબી નરેશ શતાનીકે એ દૂતનું અપમાન કરી કાઢી મુક્યો. તેથી ચંડપ્રદ્યોતે કોશાબીને ઘેરી લીધું. તેથી ગભરાયેલા શતાનીકનું મોત થયું. શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #76 -------------------------------------------------------------------------- ________________ ફળ આપે છે. નહિંતર (અવિધિ થાય તો) ઓછું ફળ આપે છે. અવિધિમાં અલ્પલાભ અંગે દષ્ટાંત સંભળાય જ છે કે – બે પુરુષો દ્રવ્યની ઇચ્છાથી દેશાંતર ગયા. ત્યાં એક સિદ્ધપુરુષની ખુબ ઉપાસના કરી. તેથી પ્રસન્ન થયેલા એ સિદ્ધપુરુષે બંનેને તુંબીફળના બીજો આપ્યા. આ બીજો પ્રભાવવાળા હતા. પછી એનો પ્રભાવ મેળવવા સાચો આમ્નાય (આરાધવાની વિધિ) બતાવ્યો, કે સો વાર ખેડાયેલા ખેતરમાં તડકો ન હોય ત્યારે પોતે કહેલા નક્ષત્ર અને વાર (દિવસ) હોય ત્યારે જ એ બીજ વાવવા. એમાંથી વેલડી બને, ત્યારે કેટલાક બીજોનો સંગ્રહ કરી લઇ એ વેલડીને પાંદડા, ફુલ અને ફળ સાથે ત્યાં એ જ ખેતરમાં બાળી નાખવી. એની જે રાખ થાય, એમાંથી એક ગદીઆણ (તોલા જેવું માપ) જેટલી રાખ ચોસઠ ગદીઆણ જેટલા તાંબા પર નાખવાથી એ તાંબુ શ્રેષ્ઠ સોનું બની જશે. આ રીતે એ સિદ્ધપુરુષ પાસેથી આમ્નાય શીખી બંને ઘરે પાછા ફર્યા. એમાંથી એકે બરાબર વિધિ મુજબ કર્યું. તેથી એ શ્રેષ્ઠ સોનું પામ્યો. બીજાએ ઓછી વિધિ કરી. તેથી એ ચાંદી પામ્યો. આમ સર્વત્ર વિધિ શ્રેષ્ઠ છે. તેથી સાચી વિધિ જાણી લેવી જોઇએ અને પોતાની પૂરી શક્તિથી વિધિ મુજબ જ કરવું જોઇએ. તથા પૂજા વગેરે બધી પવિત્ર ક્રિયાના અંતે હંમેશા અવિધિ-આશાતના અંગે મિચ્છા મિ દુક્કડમ્ દેવું. (વિધિની ચીવટ રાખવા છતાં અનાભોગાદિથી પણ અવિધિ થઇ જાય, તો આથી દોષ ટળી જાય.) અંગ-અગ્ર-ભાવ આ ત્રણે પૂજાના ફળ આ બતાવ્યાં છે. પહેલી (અંગપૂજા) વિદનોપશામિકા નામની છે. તે વિઘ્નોને શાંત કરે છે. બીજી (અગ્રપૂજા) અભ્યદય પ્રસાધન તરીકે ઓળખાય છે, કેમકે તે અભ્યદય કરનારી છે. ત્રીજી (ભાવપૂજા) નિવૃત્તિકારિણી કહેવાય છે, કેમકે તે (નિવૃત્તિ-નિર્વાણ) ની સાધિકા છે. આમ ત્રણે પૂજા નામ તેવા ગુણવાળી છે. પ્રસ્તતમાં પૂર્વે કહેવાયેલી અંગપૂજા અને અગ્રપૂજા આ બંને તથા દેરાસર, પ્રતિમા નિર્માણ કરાવવી, યાત્રા કરવી વગેરે બધું દ્રવ્યસ્તવ છે. કહ્યું જ છે – સૂત્રમાં કહેલી વિધિથી દેરાસર નિર્માણ પ્રતિમા સ્થાપન, યાત્રા, પૂજા વગેરે જે કરાય છે, તે દ્રવ્યસ્તવ સમજવું, કારણકે તે ભાવસ્તવનું કારણ છે. જો કે આ દ્રવ્યપૂજા હંમેશા સંપૂર્ણ રીતે કરવી શક્ય ન પણ બને. તો પણ અક્ષત, દીવો વગેરે કરવા દ્વારા પણ એ શક્ય એટલી કરવી. જેમ સમુદ્રમાં નાંખેલું પાણીનું એક ટીપું પણ અક્ષયપણાને પામે છે, એમ વીતરાગોની (જિનેશ્વરની) પૂજા પણ અક્ષયપણાને પામે છે. આ (દ્રવ્યપૂજા) બીજ છે. એના કારણે બધા જીવ સંસારરૂપી વનમાં દુ:ખ પામતા નથી, પણ અત્યંત શ્રેષ્ઠ ભોગો ભોગવી છેલ્લે મોક્ષ પામે છે. પૂજાથી મનને શાંતિ મળે છે. મનની શાંતિથી ઉત્તમ ધ્યાન પ્રાપ્ત થાય છે. શુભ ધ્યાનથી મોક્ષ પ્રાપ્ત થાય છે અને મોક્ષમાં નિરાબાધ સુખ છે. (૧) ફલ વગેરેથી પૂજા (૨) ભગવાનની આજ્ઞાનું પાલન (૩) દેવદ્રવ્યનું રક્ષણ (૪) જિનેન્દ્ર ભક્તિ મહોત્સવ અને (૫) તીર્થયાત્રા આમ પાંચ પ્રકારે ભગવાનની ભક્તિ થાય છે. અનાભોગ દ્રવ્યસ્તવ પણ હિતકર દ્રવ્યસ્તવ આભોગ અને અનાભોગ એમ બે રીતે થાય છે. કહ્યું જ છે કે – ભગવાનના ગુણો જાણીને ભગવાનની પૂજા – ભક્તિના ભાવથી યુક્ત થઇ ઉત્તમ વિધિપૂર્વક આદરથી સારભૂત થાય એ ૬૮ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #77 -------------------------------------------------------------------------- ________________ રીતે કરેલી જિનપૂજા આભોગ દ્રવ્યસ્તવ છે. આ દ્રવ્યસ્તવથી બધા જ કર્મોના નાશક ચારિત્રનો લાભ થાય છે. તેથી આભોગ દ્રવ્યસ્તવ અંગે જ સમકિતીએ સમ્યગુ પ્રયત્ન કરવો જોઇએ. પૂજા વિધિનો અભાવ હોય, ભગવાનમાં રહેલા ગુણોની જાણકારી ન હોય, તથા તેવો શુભ પરિણામ પણ ન હોય આવી જિનપૂજા અનાભોગ દ્રવ્યસ્તવ છે. ગુણના સ્થાનભૂત (ભગવાન) રૂપ ઉત્તમ સ્થાનઅંગે એ (અનાભોગ) દ્રવ્યસ્તવ હોવાથી એવો દ્રવ્યસ્તવ પણ ગુણકારી બને છે; કેમકે તે ઉત્તરોત્તર શુભ, શુભતર ભાવવિશુદ્ધિનું કારણ બનવાદ્વારા બોધિલાભનું કારણ બને છે. જેઓનું અશુભ કર્મોનો ક્ષય થવાથી ભવિષ્યમાં કલ્યાણ થવાનું છે, તેવા ધન્ય જીવોને જ ભગવાનના ગુણો જાણતા ન હોય, તો પણ તેમના પર અત્યંત પ્રીતિ ઉછળે છે. અહીં પોપટટ્યુગલની જિનબિંબ પ્રત્યેની ભક્તિ દૃષ્ટાંત રૂપ છે. ગુરુકર્મી (ભારેકર્મી) ભવાભિનંદી જીવોને (પરમાત્મા જેવા વિશુદ્ધ) વિષય પર - પરમાત્મા પ્રત્યે પ્રદ્વેષ થાય છે. જેમકે નિશ્ચિત મરણની સમીપે પહોંચેલા રોગીને પથ્થઆહારપર અરુચિ થાય છે. તેથી જ તત્ત્વજ્ઞ પુરુષો જિનપ્રતિમા પર કે જિનેશ્વરે ભાખેલા ધર્મપર અશુભના અભ્યાસના ભયથી (અનાદિકાળથી જીવે જૈનધર્મઆદિ પર દ્વેષાદિ અશુભ ભાવોનો અભ્યાસ કર્યો છે. સંસ્કાર પાડ્યા છે. જો આ ભવમાં જરા પણ દ્વેષ આવે, તો ફરી એ સંસ્કારો જાગૃત થઇ જાય. આ ભયથી જ) પ્રàષના અંશનો પણ ત્યાગ કરે છે. અન્યકૃત જિનપૂજા પર દ્વેષભાવપર કુંતલા રાણીનું દષ્ટાંત અવનિપુર નગર હતું. ત્યાં જિતશત્રુ રાજા હતો. એની પટ્ટરાણી કુંતલા હતી. એ જૈનધર્મપ્રત્યે નિષ્ઠાવાળી હતી. બીજાઓને પણ ધર્મમાં જોડનારી હતી. એના જ વચનથી એની શક્ય રાણીઓ (રાજાની બીજી રાણીઓ) પણ બધી ધર્મનિષ્ઠ બની. તેથી એ બધી રાણી કુંતલાને બહુમાનભાવે જોતી હતી. એકવાર એ બધી રાણીઓના પરિપૂર્ણ નવા જિનાલયો તૈયાર થવાપર અને તેમાં ભવ્ય પ્રતિમાઓ સ્થાપી પૂજાઓ થવાપર કુંતલા રાણી અત્યંત મત્સર - ઈર્ષાભાવથી યુક્ત થઇ. તેથી પોતે જિનપ્રાસાદ પણ ભવ્ય તૈયાર કરાવ્યો. એમાં પ્રતિમાઓ પણ ભવ્યતર સ્થાપી. પછી ત્યાં રોજ-રોજ વિશિષ્ટવિશિષ્ટતર મહાપૂજાઓ કરાવવા માંડી અને બીજી રાણીઓના દેરાસર - પ્રતિમા પર દ્વેષભાવ રાખવા માંડી. અરર! મત્સરભાવ છોડવો ખૂબ મુશ્કેલ છે! તેથી જ ગ્રંથકારે કહ્યું જ છે – તરી જનારા જહાજો (આરાધકો) પણ મત્સરરૂપી સાગરમાં ડુબી જાય છે, તો પથ્થર જેવા બીજાઓ (વિરાધકો, અધર્મીઓ) ડુબી જાય એમાં શી નવાઇ? વિદ્યા, વાણિજ્ય, વિજ્ઞાન, વૃદ્ધિ, ઋદ્ધિ, ગુણ વગેરે તથા જાતિ, ખ્યાતિ, ઉન્નતિ વગેરેમાં આવતો મત્સર ધર્મમાં પણ આવે છે, તે ખરેખર અત્યંત ધિક્કાર યોગ્ય છે. બીજી રાણીઓ સરળ હતી. તેથી કુંતલાના દરેક ધર્મકૃત્યની હંમેશા અનુમોદના કરતી હતી. આ રીતે મત્સરગ્રસ્ત બનેલી કુંતલા દુર્ભાગ્યથી વિવિધ અસાધ્ય વ્યાધિઓથી પીડાવા માંડી. રાજાએ પણ એની પાસેથી મૂલ્યવાન અલંકારો વગેરે સાર વસ્તુઓ લઇ લીધી. તેથી અત્યંત આર્તધ્યાનપીડામાં મરીને અન્ય રાણીઓના દેરાસર , પ્રતિમા, પૂજા વગેરે પરના દ્વેષના કારણે તે કુતરી બની. પૂર્વના સંસ્કારથી તે કુતરી રોજ પોતાના દેરાસર પાસે બેસી રહેતી. એક વાર ત્યાં આવેલા કેવળીને બીજી રાણીઓ એ પૂછવું - કુંતલા રાણી મરીને ક્યાં ઉત્પન્ન થઇ? ત્યારે કેવળીએ બધી વાત સ્પષ્ટ બતાવી. આ સાંભળી પરમ સંવેગભાવ પામેલી તે રાણીઓ એ કુતરી શ્રાદ્ધવિધિ પ્રકરણ ૬૯ Page #78 -------------------------------------------------------------------------- ________________ આગળ ભોજન મુકી વારંવાર સ્નેહપૂર્વક કહેવા લાગી - હે મહાભાગા! તમે ધર્મિષ્ઠ થઇને પણ શું કામ આ રીતે ફોગટનો દ્વેષ કર્યો? એ દ્વેષના કારણે તમારી આ ગતિ થઇ છે. આ સાંભળવાથી અને ચૈત્યના દર્શન વગેરેથી એ કુતરીને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી સંવેગભાવમાં આવી. સિદ્ધ આદિ ભગવંતોની સાક્ષીએ એ ઠેષભાવની આલોચના કરી. પછી અનશન સ્વીકારી વૈમાનિક દેવલોકમાં ઉત્પન્ન થઇ. તેથી દ્વેષભાવ રાખવો નહીં. અહીં દ્રવ્યસ્તવની વાત પૂરી થઇ. નિષિદ્ધનો ત્યાગ શ્રેષ્ઠ જિનાજ્ઞાપાલનરૂપા અહીં જે બધી ભાવપૂજા બતાવેલી છે, તે અને શ્રી જિનાજ્ઞાનું પાલન એ ભાવસ્તવ છે. જિનાજ્ઞા (૧) સ્વીકાર અને (૨) ત્યાગ એમ બે પ્રકારે છે. સુકતનું આચરણ સ્વીકારરૂપ છે. ને ભગવાને નિષિદ્ધ કરેલા કૃત્યો નહીં આચરવા એ ત્યાગરૂપ છે. એમાં સ્વીકારવા યોગ્ય કાર્યો કરતા પણ નિષિદ્ધત્યાગ (નહીં કરવા યોગ્ય કાર્યો નહીં કરવા) એ વધુ શ્રેષ્ઠ છે, કેમકે જે નિષિદ્ધ કાર્યો આચરે છે, તેના ઘણા પણ સુકૃતોનું આચરણ વિશેષ ગુણકારી બનતું નથી. અહીં દષ્ટાંત બતાવે છે. - રોગીના રોગના પ્રતિકાર બે પ્રકારે છે. (૧) સ્વીકાર (૨) પરિહાર - ત્યાગ. એમાં ઔષધો લેવા એ સ્વીકારરૂપ છે ને અપથ્ય છોડવા એ પરિહારરૂપ છે. જે દવાઓ લેવા છતાં અપથ્ય છોડતો નથી, એને આરોગ્ય મળતું નથી. કહ્યું જ છે કે – ઔષધ વિના પણ રોગ પથ્ય સેવનમાત્રથી મટી જાય છે. પણ પથ્ય વિનાનાને (અપથ્ય સેવનારા) ને તો સેંકડો ઔષધો પછી પણ રોગ મટતો નથી. એ જ રીતે ભક્તિ પણ નિષિદ્ધનું આચરણ કરવાની ટેવવાળાને વિશેષ લાભ માટે થતી નથી. (યાત્રા વગેરેમાં રાત્રિભોજન કરનારાઓએ તો આ વાત વિશેષ ધ્યાનમાં લેવી જોઇએ.) જો કર્તવ્યોનું પાલન અને નિષિદ્ધનો ત્યાગ આ બંને થાય, તો તે સંપૂર્ણ સિદ્ધિ છે, જેમકે પથ્ય સેવનારનો ઔષધથી રોગ પૂરેપૂરો જાય છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિએ પણ કહ્યું છે – હે વીતરાગ! તારી પૂજા કરતાં પણ તારી આજ્ઞા પાળવી એ વધુ શ્રેષ્ઠ છે. કેમકે પળાયેલી આજ્ઞા શિવ-કલ્યાણ માટે અને વિરાધાયેલી આજ્ઞા સંસારમાટે થાય છે. અને તારી હેય-ત્યાજ્ય અને ઉપાદેય-આદરવા યોગ્ય અંગે હંમેશ માટેની આજ્ઞા આ જ છે કે આશ્રવ સર્વથા ત્યાજ્ય છે ને સંવર સર્વથા ઉપાદેય છે. (આશ્રવ – કર્મ બંધાવાના કારણો, સંવર = કર્મને આવતા અટકાવવાના ઉપાયો) તેથી દરેક જિનભક્ત નિષિદ્ધ કાર્યો છોડવા જોઇએ. દ્રવ્યસ્તવઅંગે કૂપખનન દષ્ટાંત દ્રવ્યસ્તવ અને ભાવસ્તવનું ફળ આ પ્રમાણે બતાવ્યું છે – ઉત્કૃષ્ટ દ્રવ્યસ્તવને આરાધી જીવ અમ્રુત (બારમા) દેવલોક સુધી જાય છે. ભાવસ્તવથી અંતર્મુહુર્ત માત્રમાં નિર્વાણ-મોક્ષ મળી શકે છે. દ્રવ્યસ્તવ આદરવામાં જો કે છકાય જીવની હિંસાદિ કાં'ક વિરાધના થઇ શકે, છતાં ગૃહસ્થોમાટે કૂવાના ઉદાહરણથી એ દ્રવ્યસ્તવ કરવો ઉચિત જ છે, કેમકે એ કરનાર માટે, જોનાર માટે, અને એની વાત સાંભળનાર માટે અમાપ પુણ્યબંધનું કારણ બને છે. કૂવાનું દૃષ્ટાંત - કોઇ નવા ગામમાં સ્નાન-પાનવગેરે માટે લોકો કૂવો ખોદે છે. ત્યારે એમને તૃષા લાગે છે, થાક લાગે છે, કાદવથી શરીર મેલું થાય છે. છતાં કુવામાંથી પાણી નીકળતાં જ તેઓની અને બીજાની તૃષા શાંત થશે, થાક દૂર થશે અને પૂર્વે લાગેલા મેલ વગેરે પણ દૂર થશે. આમ હંમેશા સંપૂર્ણ સુખ થશે. એમ દ્રવ્યસ્તવ અંગે પણ સમજવું. શ્રાદ્ધવિધિ પ્રકરણ ૭૦ Page #79 -------------------------------------------------------------------------- ________________ તેથી જ આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે- અકૃત્ન પ્રવર્તક (ભગવાનની આજ્ઞામાં પૂરેપૂરા નહીં લાગેલા) એવા દેશવિરતો માટે ખરેખર આ દ્રવ્યસ્તવ યોગ્ય છે. દ્રવ્યસ્તવ સંસારને ઘટાડે છે એમાં કૂવાનું દૃષ્ટાંત છે. બીજું પણ કહ્યું છે – આરંભ (હિંસાજનક કાર્યો)માં લાગેલા, છ કાયના વધથી નહીં અટકેલા અને સંસારવનમાં ભટકતાં ગૃહસ્થો માટે દ્રવ્યસ્તવ જ આલંબનભૂત છે. જે વણિક જિનપૂજા કરીને અસાર એવા ધનથી અત્યંત સારભૂત નિર્મળ પુણ્ય મેળવે છે; તે પવન જેવા ચંચળ ધનથી સ્થિર, મોક્ષવિરોધી ધનથી મોક્ષકારક, બહુ માલિકવાળા પરાધીન ધનથી સ્વાધીન, અને અલ્પધનથી ઘણું પુણ્ય કમાય છે. તેથી તે જ વાણિજ્યકાર્યમાં અત્યંત નિપુણ વાણિયો છે. દેરાસરે જવાના વિચાર વગેરેથી કેટલા ઉપવાસનો લાભ થાય? હું દેરાસરે જઇશ” એવું ચિંતવતા ચોથ (૧ ઉપવાસ) નું ફળ મેળવે છે. એ માટે ઊભો થતાં જ છઠ્ઠનું ફળ મેળવે છે. એ માટે ચાલવાનું શરું કરતાં જ અટ્ટમનું ફળ મેળવે છે. શ્રદ્ધાભાવથી માર્ગે જતાં ચાર ઉપવાસનું ફળ મેળવે છે. દેરાસરની બહાર પહોંચે, ત્યારે પાંચ ઉપવાસનું ફળ મેળવે છે. દેરાસરમાં પ્રવેશતાં જ પંદર ઉપવાસનું અને ભગવાનના દર્શન કરતાં જ માક્ષસમણનું ફળ મેળવે છે. પદ્મચરિત્રમાં આ પ્રમાણે કહ્યું છે – મનમાં વિચારતા ઉપવાસ, ઊભો થતાં છઠ્ઠ, જવાનું શરૂ કરતાં અટ્ટમનું ફળ મેળવે છે. જતાં ચાર ઉપવાસ, થોડું જવા પર પાંચ ઉપવાસ, મધ્યે પહોંચતા પંદર ઉપવાસ અને દેરાસર જોતાં માસક્ષમણનું ફળ મેળવે છે. દેરાસર પહોંચતા છ મહિનાના ઉપવાસનું, તથા દેરાસરના દ્વારે પહોંચતા એક વર્ષના ઉપવાસનું ફળ મળવે છે. ભગવાનને જોતા સો વર્ષના અને ભગવાનની પૂજા કરતાં હજાર વર્ષના ઉપવાસનું ફળ મળે. ભગવાનની સ્તવના કરતાં અનંત પુણ્ય કમાય છે. પ્રમાર્જનથી સો, વિલેપનથી હજાર, માળા અર્પણ કરતાં લાખ અને ગીત-ગાનથી અનંત ઉપવાસના પુણ્યની પ્રાપ્તિ થાય છે. ત્રિકાળ પૂજા કરવી રોજ ત્રિસંધ્યા પૂજા કરવી જોઇએ. કહ્યું છે કે સવારે કરેલી જિનપૂજા રાતે થયેલા પાપનો નાશ કરે છે. મધ્યાહ્ન કરેલી જિનપૂજા જિંદગીભરના પાપનો નાશ કરે છે. ને સાંજે કરેલી પૂજા સાત ભવના પાપ દૂર કરે છે. જેમ પાણી, આહાર, ઔષધ, નિદ્રા, વિદ્યા, મળોત્સર્ગ, અને કૃષિ-ખેતી વગેરે ક્રિયાઓ પોત-પોતાના સમયે કરવામાં આવે તો જ સારા ફળવાળી થાય છે. એ જ રીતે પ્રભુપૂજા પણ એના સમયે કરાય તો સારા ફળવાળી થાય છે. ત્રિસંધ્યા પૂજા કરનારો સમ્પર્વને શોભાવે છે અને શ્રેણિક રાજાની જેમ તીર્થંકર નામકર્મ બાંધે છે. દોષરહિત એવા જિનેન્દ્રની જે હંમેશા ત્રિસંધ્યા પૂજા કરે છે, તે ત્રીજે ભવે અથવા સાત-આઠ ભવે મોક્ષ પામે છે. દેવેન્દ્રો પોતાના પૂરા આદર-પ્રયત્નપૂર્વક પ્રભુની પૂજા કરે, તો પણ પ્રભુ પરિપૂર્ણ પૂજાતા નથી, કેમકે ભગવાન અનંત ગુણોથી ભરેલા છે. ભગવાન! આપ આંખથી દેખાતા નથી, ઘણી પૂજાઓથી પણ આપ (પરિપૂર્ણ) આરાધાતા નથી, આપ આપના પ્રત્યેના મોટા ભક્તિરાગથી અને આપના વચનના પાલનથી જ આરાધાઓ છો. પ્રભુપૂજામાં ચતુર્ભગી પ્રભુપૂજા વગેરેમાં હાર્દિક બહુમાન અને વિધિપૂર્વકની ક્રિયા આ બંનેને અપેક્ષીને શુદ્ધ-અશુદ્ધ અંગે ચાંદીનો સિક્કો અને તેના પરની મહોર છાપના દૃષ્ટાંતથી ચતુર્ભાગી બને છે. તે આ રીતે (૧) શુદ્ધ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #80 -------------------------------------------------------------------------- ________________ ચાંદીનો સિક્કો અને શુદ્ધ મુદ્રા-છાપ (૨) ચાંદીનો સિક્કો શુદ્ધ પણ મુદ્રા અશુદ્ધ (૩) ચાંદીનો સિક્કો અશુદ્ધ (ખોટો) પણ મુદ્રા શુદ્ધ (૪) બંને અશુદ્ધ. આ જ રીતે જિનપૂજાવગેરે અંગે પણ ચાર વિકલ્પો છે. (૧) સમ્યગું બહુમાન અને સમ્યવિધિ (૨) સમ્યગું બહુમાન પણ વિધિ અશુદ્ધ - અસમ્યમ્ (૩) વિધિ સમ્યગુ પણ સમ્યગું બહુમાન નહીં (૪) વિધિ અને બહુમાન બંને સમ્યગૂ નહીં. - સમ્યવિધિ-બહુમાન બંનેનો અભાવ. બૃહદ્ભાષ્યમાં કહ્યું જ છે કે – અહીં વંદનામાં રૂપું (ચાંદીનો સિક્કો) સમાન છે ચિત્ત બહુમાન, અને મુદ્રાસમાન છે વિધિ-પૂર્ણ બાહ્ય ક્રિયા. બંનેના સમ્યગુ યોગમાં યોગ્ય મુદ્રાવાળા રૂપા નાણાં જેવું થાય છે. બીજા વિકલ્પવાળા નાણાં જેવું ત્યારે થાય છે, જ્યારે ભક્તિયુક્ત વ્યક્તિ પ્રમાદથી યુક્ત હોય. (તથી અવિધિ કરી નાખે). જ્યારે લાભવગેરે માટે શુદ્ધ વિધિથી અખંડ ક્રિયા કરે, ત્યારે ત્રીજો વિકલ્પ થાય છે. જ્યારે વિધિ-બહુમાન બંને નથી હોતા, ત્યારે ચોથો વિકલ્પ થાય છે કે જે ખરેખર અવંદનારૂપ જ છે. અહીં આ ભાવાર્થ છે કે દેશ-કાળને અપેક્ષીને અલ્પ કે બહુ ક્રિયા બહુમાનપૂર્વક અને વિધિપૂર્વક જ કરવી. પ્રીતિ વગેરે ચાર અનુષ્ઠાન જૈનશાસનમાં બીજી રીતે પણ ચાર પ્રકારનાં અનુષ્ઠાન બતાવ્યા છે. (૧) પ્રતિયુક્ત (૨) ભક્તિયુક્ત (૩) વચન પ્રધાન અને (૪) અસંગ. જે ક્રિયા કરતાં ઋજુ-સરળ સ્વભાવવાળાં જીવનો અતિરુચિરૂપ પ્રીતિરસ વધે છે, જેમકે નવા રત્નને જોઇ બાળક વગેરેનો; તે પ્રીતિ અનુષ્ઠાન છે. પ્રીતિઅનુષ્ઠાન જેવી જ ક્રિયા શુદ્ધ વિવેકવાળો ભવ્ય જીવ પૂજ્યભાવે બહુમાનપૂર્વક કરે, ત્યારે એ ભક્તિ અનુષ્ઠાન કહેવાય છે. અહીં પ્રીતિ અનુષ્ઠાન કરતાં શુદ્ધ વિવેકના કારણે બહુમાનવિશેષનો ફરક છે.) જેમ પુરુષ માતા અને પત્ની બંનેનો પાલક છે, છતાં માતાના પાલનમાં ભક્તિ-બહુમાન છે, પત્નીના પાલનમાં પ્રીતિ છે ને તેથી અમુક અંશે ફરક પડે છે.) તેમ પ્રીતિથી થતાં અને ભક્તિથી થતાં અનુષ્ઠાનમાં ભેદ જાણવો. ભગવાનનાં ગુણોનો જે જાણકાર માણસ સૂત્રમાં બતાવેલી વિધિ (= આગમ) અનુસાર જ વંદન કરે છે, તેનું અનુષ્ઠાન વચન અનુષ્ઠાન બને છે. આ ચારિત્રીને જ અવશ્ય-નિયમો હોય છે. પાસસ્થા વગેરે બીજાને નહીં. સૂત્રના આધાર વિના જ (વારંવાર વચન-અનુષ્ઠાનથી ઉદ્ભવેલા) અભ્યાસરસથી (અભ્યાસથી) ઉદ્ભવેલા શુભ ક્ષયોપશમ વિશેષના પ્રકર્ષથી કોઇપણ ફળની આકાંક્ષા વિનાનો જે વંદન કરે, તે અસંગ અનુષ્ઠાન છે એમ નિપુણ દૃષ્ટિવાળા એ જાણવું. આ અનુષ્ઠાન જિનકલ્પી વગેરેને હોય છે. વચન અનુષ્ઠાન અને અસંગ અનુષ્ઠાનમાં શું ભેદ છે? તે બતાવવા આ દૃષ્ટાંત છે- કુંભાર પહેલા દાંડાથી ચક્રને ભમાવે છે. પછી એ ભ્રમણ દાંડાની સહાય વિના પણ ચાલુ રહે છે. (દાંડાથી ચક્રભ્રમણ સમાન વચનઅનુષ્ઠાન છે, ને પછી ઊભા થયેલા સંસ્કારના પરિક્ષયથી થતાં સહજ ભ્રમણ સમાન અસંગ અનુષ્ઠાન છે.) એમાં આગમનો સહારો નથી, માત્ર સંસ્કાર છે. શુદ્ધ-અશુદ્ધ અનુષ્ઠાન ફળ તેથી પ્રીતિવગેરે આ ચારે અનુષ્ઠાનો પ્રથમ રૂપક સમાન છે. (સાચી મહોર છાપવાળા શુદ્ધ ચાંદીના સિક્કા જેવા છે, કેમકે મુનિઓએ પ્રીતિ આદિ ચારેય અનુષ્ઠાનોને પરમપદ - મોક્ષનું કારણ ૭૨ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #81 -------------------------------------------------------------------------- ________________ કહ્યું છે. ખોટી છાપવાળા શુદ્ધ ચાંદીના સિક્કા સમાન બીજો ભાંગો પણ સમ્યગું અનુષ્ઠાનનું (પ્રથમ પ્રકારના અનુષ્ઠાનનું) કારણ હોવાથી એકાંતે દુષ્ટ નથી. (અપેક્ષાએ સારું પણ છે.) કેમકે પૂર્વાચાર્યો કહે છે – અશઠ (સરળ સ્વભાવવાળા) ની ક્રિયા શુદ્ધાદિ ક્રિયાનું કારણ હોવાથી પરિશુદ્ધ છે. અંદરથી નિર્મળ રત્નનો બહારનો મેલ સહેલાઇથી દૂર થઇ શકે છે. (અંદર બહુમાનવાળાની અવિધિ સરળતાથી દૂર થઈ શકે છે.) ખોટા-કૃત્રિમ સિક્કાથી વેપાર કરનારને પછી પકડાઇ જવા પર મોટો અનર્થ થાય છે. એમ માયા-મૃષાદિ દોષથી યુક્ત હોવાથી ત્રીજા વિકલ્પવાળી – ખોટા નાણાં પર સાચી છાપ જેવી ક્રિયા પરિણામે મોટો અનર્થ કરનારી બને છે. આ ત્રીજા પ્રકારની) ક્રિયા પ્રાય: અજ્ઞાનથી, અશ્રદ્ધાથી અને કર્મની ગુરુતા (ભારેકર્મીપણા) થી ભવાભિનંદી જીવોને હોય છે. (બહુમાન વિના માત્ર લાભાદિ હેતુથી થતી શુદ્ધ ક્રિયાની અહીં વાત છે.) વિધિ અને બહુમાન વિનાની ક્રિયા આરાધના-વિરાધના વિનાની છે. માત્ર અનુષ્ઠાનરૂપ વિષયના અભ્યાસરૂપ છે. ક્યારેક આ અભ્યાસ શુભનું કારણ બની શકે છે. જેમ કે એક શ્રાવકનો પુત્ર (ઘરના પ્રવેશ દ્વાર પર રહેલા ) જિનબિંબના વારંવાર (શ્રદ્ધાવગેરે વિના જ) દર્શન કરવાના ગુણથી – કોઇ સુકૃત કર્યા વિના મરીને માછલો થયો. ત્યારે (પ્રતિમાના આકારના માછલાને જોઇને) સમ્યક્ત પામ્યો. આ રીતે જિનપૂજાવગેરેઅંગે હૃદયમાં એકાંતે બહુમાન હોય અને કહેલી વિધિ મુજબ ક્રિયાવિધાન હોય, તો સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. તેથી એમાટે જ સમ્યગ પ્રયત્ન કરવો જોઇએ. અહીં ધર્મદત્ત રાજાનું દૃષ્ટાંત બતાવાય છે. શુદ્ધપૂજા અંગે ધર્મદત્ત કથા રજત-ચાંદીના જિનાલયોથી સુશોભિત રાજપુર નામનું નગર હતું. ત્યાં રાજધર નામનો રાજા હતો. જેમ ગ્રહોનો રાજા ચંદ્ર પોતાના શીત કિરણોથી કુમુદોનો વિકાસ કરે છે. તેમ શીતકર -(અલ્પ કર (=ટેક્ષ) વાળા) આ રાજા મનુષ્યોને આનંદ દેનારો હતો. આ રાજાને પ્રીતિમતી વગેરે પાંચસો રાણીઓ હતી. અપ્સરાઓએ જાણે કે પોતાનું રૂપ એ રાણીઓ પાસે થાપણરૂપે મુક્યું હોય, એવું તેઓનું અદ્ભુત રૂપ હતું. બાકીની ચારસો નવાણુ રાણીઓથી વિશ્વને આનંદ દેનારા સુંદર ચારસો નવાણું રાજકુમારો પ્રાપ્ત થવાથી રાજાને તેઓ પર વિશેષ પ્રેમ હતો. પણ પ્રીતિમતીને એક પણ પુત્ર ન થવાથી રાજા એનાપર પ્રેમરહિત થયો. એક તો પુત્ર ન હોવાનું દુઃખ, એમાં રાજાનો પ્રેમ ગયો; તેથી પ્રીતિમતી વિશેષ દુ:ખી થઇ. ખરેખર પંક્તિભેદ સહન કરવો અઘરો છે, એમાં પણ મુખ્યતા અંગેનો પંક્તિભેદ તો અત્યંત દુસહ્ય છે. અથવા તો જ્યારે આવી બધી વસ્તુઓ ભાગ્યાધીન છે, ત્યારે મુખ્યતા વગેરેની ચિંતા કરવાથી શું વળવાનું? છતાં પણ જીવો એના દુ:ખો લઇને ફરે છે. ખરેખર મૂઢદદયવાળા જીવોની આવી મૂઢતા ધિક્કારપાત્ર છે. પુત્રપ્રાપ્તિ માટે વિવિધ પ્રકારના મંત્ર-તંત્ર-ઉપાયો કરવા છતાં નિષ્ફળતા મળવા પર દુ:ખમાં વધારો જ થયો. જ્યારે ઉપેય-પ્રાપ્તવ્ય વસ્તુ અંગે કરેલા ઉપાયો નિષ્ફળ જાય છે, ત્યારે આશા પણ રહેતી નથી. એકવાર એના મહેલપર હંસબાળ આવી બાળક જેવી લીલાઓ કરવા માંડ્યો. ત્યારે શ્રાદ્ધવિધિ પ્રકરણ ૭૩ Page #82 -------------------------------------------------------------------------- ________________ આકર્ષાયેલી પ્રીતિમતીએ એને પોતાના હાથમાં લીધો. તો પણ નહીં ડરેલા એ હંસબાળે સ્પષ્ટ મનુષ્ય ભાષામાં કહ્યું ↓ હે ભદ્રે! મારી ઇચ્છાથી અહીં આવેલા મને નિપુણ-સમજુ પણ તમે રસથી કેમ પકડો છો? પણ એ જાણી લો કે સ્વેચ્છાથી ફરવાવાળા માટે તો આ રીતે એક ઠેકાણે પકડાયેલા રહેવું એ નિરંતર મરણ સમાન છે. તમે વંધ્યાપણું અનુભવી રહ્યા છો, છતાં કેમ આવું અશુભ કાર્ય કરી રહ્યા છો? શું એ ખબર નથી કે શુભ કાર્યોથી જ ધર્મ થાય છે, ને ધર્મથી જ પોતાના ઇષ્ટની સિદ્ધિ થાય છે. આ સાંભળી વિસ્મયથી અને ભયથી ભરાયેલી પ્રીતિમતીએ કહ્યું- હે હંસબાળ! તું મને આમ કેમ કહે છે? હે દક્ષોમાં મુખ્ય! હું તને તરત જ મુક્ત કરું છું, પણ એક વાત તને પુછુ છું. ઘણા દેવોની પૂજા, દાન વગેરે ઘણા ઘણા સારા કાર્યો હું કરતી હોવા છતા જાણે કે શાપિત સ્ત્રી ન હોઉં, એમ મને સંસારમાં સારભૂત ગણાતો પુત્ર કેમ પ્રાપ્ત થયો નથી? અને તું મારી પુત્ર અંગેની પીડા કેવી રીતે જાણી ગયો? વળી તું પંખી થઇને મનુષ્યની ભાષા કેવી રીતે બોલી શકે છે? ત્યારે હંસબાળે કહ્યું - હું કેવી રીતે જાણુ છું? વગેરે ચિંતા કરવાથી સર્યું. પણ હું તને હિતકારી વાત કહું છું. ધન, પુત્ર, સુખ વગેરે સઘળી સંપત્તિઓ પૂર્વે કરેલા કર્મને આધીન છે. વિઘ્નના ઉપશમ માટે (વિઘ્ન દૂર કરવા) તો આ ભવમાં કરેલું સુકૃત પણ કામ આવે છે. જે તે દેવની પૂજા વગેરે મિથ્યાત્વ તો બુદ્ધિ વિનાનાઓ ફોગટના આચરતા હોય છે. માત્ર જૈનધર્મ જ ભવ્ય જીવોને આ ભવમાં પણ અભીષ્ટ ફળ આપનારો બને છે. જો જૈનધર્મથી વિઘ્ન દૂર નહીં થાય, તો બીજા કયા ધર્મથી એ દૂર થશે? જે અંધકાર સૂર્યથી પણ નાશ ન પામે, તે અંધકારનો બીજા ગ્રહો કેવી રીતે નાશ કરી શકે? તેથી અપથ્ય સમાન મિથ્યાત્વનો ત્યાગ કરી સુપથ્ય સમાન આર્હત- જૈનધર્મની આરાધના કર. એનાથી જ તું આ ભવમાં પણ બધા જ ઇષ્ટ અર્થોને પામીશ. આમ કહી હંસબાળ એકાએક ઉડીને વાદળાની જેમ ક્યાંક જતો રહ્યો. પ્રીતિમતી પણ પુત્રની આશા જાગવાથી પ્રસન્ન થઇને હંસબાળની વાતોથી અને એના એકાએક અલોપ થવાથી વિસ્મિત થઇ. આપત્તિના કાળમાં ધર્મવગેરેપર અત્યંત સ્થિર આસ્થા થાય છે. તેથી પ્રીતિમતીએ પણ શીઘ્ર સદ્ગુરુ પાસે જઇ શ્રાવકધર્મ સ્વીકાર્યો. હવે એ ત્રિકાળ જિનપૂજાવગે૨ે ક૨વા માંડી અને સુલસાની જેમ ક્રમશ: શ્રેષ્ઠ સમ્યક્ત્વવાળી થઇ. ખરેખર હંસની વાણીથી કો'ક અકલ્પ્ય જ ઉપકાર થયો. એકવાર રાજાને એવી ચિંતા થઇ - પટ્ટરાણી પ્રીતિમતીને તો હજી એક પણ પુત્ર થયો નથી. બાકીની રાણીઓથી મને સેંકડો પુત્રો થયા છે.એમાંથી આ રાજ્ય યોગ્ય કોણ હશે? આ જ ચિંતામાં રાત્રે સૂતેલા રાજાને સ્વપ્નમાં એક દિવ્ય પુરુષ જાણે કે સાક્ષાત આવીને કહેવા લાગ્યો - હે પૃથ્વીપતિ! તમે રાજ્યયોગ્ય પુત્ર અંગેની ખોટી ચિંતા કરવાની છોડી દો. જગતમાં સાક્ષાત કલ્પવૃક્ષ સમાન જૈનધર્મની વિધિપૂર્વક આરાધના કરો. એથી જ તમારા આ ભવની અને પરભવની બધી ઇષ્ટસિદ્ધિઓ થશે. આવું સ્વપ્ન પામ્યા પછી રાજા પવિત્રભાવે પ્રયત્નપૂર્વક જિનપૂજાવગે૨ેદ્વારા જૈનધર્મની સહર્ષ આરાધના કરવા માંડ્યો. આવું સ્વપ્ન પામ્યા પછી કોણ આળસ કરે? એ પછી કોઇ ભવ્ય જીવ પ્રીતિમતીના ગર્ભરૂપ સરોવરમાં હંસની જેમ અવતર્યો. એથી રાજા અને રાણી વિશેષ આનંદસભર શ્રાદ્ધવિધિ પ્રકરણ ૭૪ Page #83 -------------------------------------------------------------------------- ________________ થયા. એ ભવ્ય જીવ અવતર્યો એ રાતે રાણીએ સ્વપ્નમાં સાક્ષાત અરિહંતના દર્શન કર્યા. રાણીને ગર્ભના પ્રભાવથી દોહદ-ઇચ્છા પણ મણિના દેરાસર કરાવવાની ને એમાં મણિમય પ્રતિમાઓ સ્થાપવાની તથા એ પ્રતિમાઓની ભવ્ય પૂજાઓ વગેરે અંગે જ થવા માંડી. ખરેખર ફળને અનુરૂપ જ એ પહેલાનું ફલ પણ હોય છે. દેવોને મનથી જ, રાજાઓને વચનથી, શ્રીમંતોને ધનથી અને બીજાઓને શારીરિક પ્રયત્નથી પોતાના સાધ્યની સિદ્ધિ થતી હોય છે. રાજાએ પણ આદેશો આપી રાણીના સઘળાય દોહદ વિશેષથી પૂર્ણ કર્યા. દુ:ખે કરીને પૂરી શકાય એવા પણ દોહદ રાજાએ અત્યંત ઉત્કંઠાના કારણે તત્કાલ પૂરા કરી આપ્યાં. જેમ સુમેરુ પર્વતની ભૂમિ પારિજાત-કલ્પવૃક્ષને જન્મ આપે છે, એમ પ્રીતિમતી રાણીએ પહેલેથી જ જેના શત્રુઓ નાશ પામ્યા છે, એવા આ પુત્રને જન્મ આપ્યો. ક્રમશ: એ પુત્રનો મોટો મહિમા થયો. પૂર્વે જન્મેલા રાજપુત્રોનો જેવો જન્મ મહોત્સવ ન હોતો થયો, એવો અપૂર્વ જન્મમહોત્સવ કરવા પૂર્વક રાજાએ એ પુત્રનું અર્થસંગત એવું ધર્મદત્ત નામ પાડ્યું. એકવાર પ્રીતિમતી મોટા મહોત્સવપૂર્વક શ્રેષ્ઠ ભેંટણાની જેમ એને દેરાસરે લઇ ગઇ. ત્યાં એ બાળક પાસે પ્રભુને પ્રણામ કરાવડાવ્યા. પછી ભગવાન આગળ જ એ બાળકને મુકીને એણે અત્યંત આનંદપૂર્વક પોતાની સખીને કહ્યું – તે સજ્જન હંસનો મારાપર અદૂભુત અકથ્ય ઉપકાર થયો. કેમકે એના વચનને સ્વીકારવાથી જેમ નિર્ધન નિધાન પામે, એમ હું જિનેશ્વરકથિત શ્રેષ્ઠ જૈનધર્મરૂપ રત્ન અને આ સુપુત્રરૂપ રત્ન એમ બે રત્નો પામી. આ વચનની સાથે જ બાળક ધર્મદત્ત મૂચ્છ પામ્યો. એ જોઇ પ્રીતિમતી રાણી પણ અત્યંત દુ:ખગ્રસ્ત થઇને મૂચ્છ પામી. અરર! અચાનક જ આ બંને કેમ બેભાન થયા? એમ ત્યાં રહેલા લોકોએ પોકાર કર્યો. તેઓએ કલ્પના કરી કે ચોક્કસ કાં તો કો'કની નજર લાગી છે ને કાં તો કોઇ દિવ્ય ઉપદ્રવ થયો છે. તરત જ ત્યાં આવેલા રાજા, મંત્રી વગેરેએ ઠંડા ઉપચાર કર્યા. તેથી પહેલા પુત્ર અને તરત પછી માતા એમ બંને ભાનમાં આવ્યા. તેથી વધામણીઓ અપાઇ અને પુત્રને ઉત્સવપૂર્વક રાજમહેલમાં લઇ ગયા. તે દિવસે તો એ સારી રીતે રહ્યો અને પૂર્વવત્ સ્તનપાન આદિ પણ કર્યા. બીજે દિવસે બાળકે સારું હોવા છતાં જાણે કે અરુચિ થઇ ન હોય, એમ સ્તનપાન પણ કર્યું નહીં ને જાણે ચારે આહારના પચ્ચખાણ કર્યા હોય એમ ઔષધ પણ લીધા નહીં. તેથી માતા-પિતા-નગરજનો વગેરે દુ:ખી થયા અને કોઇ ઉપાય નહીં સૂઝવાથી મંત્રીમંડળ મૂઢ થયું. મધ્યાહ્ન એ બાળકના જાણે સુકતથી જ ખેંચાઇને એક જ્ઞાની-લબ્ધિધર મુનિવર આકાશમાંથી નીચે ઉતરી ત્યાં આવ્યાં. તે વખતે એ ધર્મદત્ત બાળકે અપૂર્વ લાગણીથી સાધુ ભગવંતને નમન કર્યું. એ પછી રાજા વગેરે પણ સાધુને નમ્યાં. પછી રાજાએ મુનિરાજને પૂછ્યું “આજે આ બાળક કેમ આહાર વગેરે કશું લેતો નથી?” ત્યારે મુનિએ કહ્યું- અહીં બીજા કોઇ દોષ વગેરેનો વહેમ રાખવાની જરૂરત નથી. તમે એને ભગવાનના દર્શન કરાવો. એ પછી એ તરત સ્તનપાનાદિ બધું સહર્ષ કરશે. આ સાંભળી રાજાવગેરે એ પુત્રને જિનાલય લઇ ગયા. ત્યાં પ્રભુના દર્શન કર્યા પછી એ પૂર્વવત્ દરેક કાર્ય કરવા લાગ્યો. સ્તનપાન પણ કર્યું અને પ્રસન્ન પણ રહ્યો. તેથી બધાને આશ્ચર્ય થયું. તેથી રાજાએ મુનિરાજને પૂછ્યું- ભગવ! આટલો નાનકડો બાળક આવી ચેષ્ટા કેમ કરે છે? મુનિરાજે કહ્યું શ્રાદ્ધવિધિ પ્રકરણ ૭૫ Page #84 -------------------------------------------------------------------------- ________________ - એનો પૂર્વભવ સાંભળો. “પુરિકા' નામની નગરી હતી. ત્યાં કાયર કોઇ નહીં ને સજ્જનો બધા હતા. ત્યાં ગરીબોપર કૃપાળુ અને દુશ્મનો પર કૃપા વગરનો “કૃપ” નામનો રાજા હતો. એને બૃહસ્પતિનો જાણે મિત્ર ન હોય, એવો ‘ચિત્રમતિ' નામનો મંત્રી હતો. સંપત્તિથી કુબેર જેવો ‘વસુમિત્ર” નામનો શ્રેષ્ઠી એનો ખાસ મિત્ર હતો. વસુમિત્રને માત્ર એક અક્ષરથી જ ઓછો પણ સંપત્તિવગેરેથી તુલ્ય અથવા અધિક એવો ‘સુમિત્ર’ નામનો વણિકપુત્ર ખાસ મિત્ર હતો. આ સુમિત્રને ધન્ય નામનો શ્રેષ્ઠ નોકર હતો, પણ સુમિત્ર તેને પુત્રવત્ ગણતો હતો. એ ધન્ય એકવાર સ્નાનયોગ્ય સરોવરમાં સ્નાન માટે ગયો. સારા કમળો, સારી શોભા અને સારા પાણીથી શ્રેષ્ઠ એ સરોવરમાં હાથીના બચ્ચાની જેમ જલક્રીડા કરતાં એને જાણે કે દિવ્ય કમળ ન હોય એવું સુગંધવાળું હજાર પાંખડીવાળું કમળ મળ્યું. તેથી તરત જ સરોવરમાંથી નીકળી ચાલવા માંડ્યો. ત્યારે રસ્તામાં કુલ ભેગા કરી જતી માળીની ચાર કન્યાઓ ક્રમશ: મળી. ધન્યનો આ ચારે સાથે પૂર્વ પરિચય હતો. તેથી સમજુ એવી આ ચારે કન્યાએ હજાર પાંખડીવાળા કમળને જોઇ ધન્યને સલાહ આપી - હે ધન્ય! (મેરુ પર્વતની તળેટીમાં આવેલા) ભદ્રશાળ વનના વૃક્ષના ફુલની જેમ આવું કમળ અહીં અત્યંત દુર્લભ છે. તેથી તું જ્યાં ત્યાં એ કમળનો ઉપયોગ કરી નાખતો નહીં. આવું ઉત્તમ કમળ તો ઉત્તમ સ્થળે જ સમર્પિત થવું જોઇએ. ત્યારે ધન્યએ પણ કહ્યું - સુંદર મુગટ જેવું આ કમળ હું ઉત્તમને જ અપર્ણ કરીશ. પછી ધન્ય વિચાર્યું - મારા માટે તો દેવની જેમ અર્ચનીય –પુજનીય એક સમિત્ર જ છે. તે જ ઉત્તમ પુરુષોમાં અગ્રેસર છે. જેના કારણે જેના જીવનનો નિર્વાહ સરળતાથી થાય, એના માટે એને છોડીને બીજો કોણ શ્રેષ્ઠ હોઇ શકે? ભોળાભાવે આ રીતે વિચારી ધન્ય જાણે કે દેવતાને સમર્પિત કરતો હોય એ રીતે એ કમળ સુમિત્રને વિનયપૂર્વક બધી વાત કરીને ધર્યું. ત્યારે સુમિત્રે કહ્યું - વસુમિત્ર શ્રેષ્ઠી જ સજ્જનોમાં શ્રેષ્ઠ છે. તેથી આ કમળમાટે તે જ યોગ્ય છે. એ એવા ઉપકારી શ્રેષ્ઠી છે કે હું એનું કાયમ આખો દિવસ દાસપણું કરે, તો પણ એનું ઋણ ચુકવી શકું એમ નથી. આ સાંભળી ધન્ય વસુમિત્રપાસે ગયો. સુમિત્રે કહ્યું ત્યાં સુધીનું બધું અથથી ઇતિ સુધી કહી વિનયપૂર્વક આ કમળ એને ધર્યું. ત્યારે વસુમિત્રે કહ્યું – ધન્ય! જો ઉત્તમને જ તું અર્પણ કરવા ઇચ્છે છે, તો ખરેખર ‘ચિત્રમતિ” મંત્રી જ ઉત્તમ પુરુષ છે. એના જ કારણે મારા તમામ પ્રયોજનો રમતવાતમાં સિદ્ધ થઇ જાય છે. તેથી ધન્ય એ કમળ લઇ મંત્રી પાસે ગયો. બધી વાત કરી કમળ ધર્યું. ત્યારે મંત્રીએ કહ્યું – ભલા ભાઇ! મારાથી પણ ઉત્તમ આ નગરના રાજા “ક” જ છે. એ જ પૃથ્વી અને પ્રજાના પાલક છે. વિધાતાની જેમ એની દૃષ્ટિમાત્રનો પણ એવો પ્રભાવ છે કે એટલામાત્રથી પણ સૌથી તુચ્છ માણસ સૌને માનનીય બની જાય ને સહુને માન્ય પણ ક્ષણવારમાં બધાથી તુચ્છ બની જાય. આ સાંભળી ધન્ય એ કમળ લઇ રાજા પાસે ગયો. બધી વાત કરી. કમળ ધર્યું. ત્યારે જૈન વ્રતધર સદ્ગુરુ ભગવંતની સેવામાં સદા તત્પર એવા એ રાજાએ કહ્યું – ધન્ય! જેમના ચરણરૂપી કમળની મારા જેવા પણ ભમરા બનીને ઉપાસના કરે છે, તેવા જૈનગુરુ જ ઉત્તમ છે. પણ જેમ સ્વાતિ નક્ષત્રમાં પાણીનો યોગ દુર્લભ છે, એમ શ્રાદ્ધવિધિ પ્રકરણ ૭૬ Page #85 -------------------------------------------------------------------------- ________________ અહીં એવા ગુરુ ભગવંતનો યોગ દુર્લભ છે, ક્યારેક જ થાય છે. હજી તો રાજા આમ કહે છે, ત્યાં જ એક ચારણ લબ્ધિવાળા મુનિ આકાશમાર્ગેથી ઉતર્યા, જાણે કે સ્વર્ગમાંથી દેવ આવ્યા હોય, એમ મુનિના આવવા પર બધાને વિસ્મય થયું. હજી તો ગુરુની ઇચ્છા જ વ્યક્ત કરી ને ગુરુમહારાજ પધાર્યા, જાણે કે “સ્પૃહા”નામની લતા તરત જ ફળવાળી બની. રાજાએ મુનિને બિરાજવા માટે બહુમાનપૂર્વક આસન ધર્યું. વંદનવગેરે કર્યા. એ પછી ધન્ય બધી વાત કહેવા પૂર્વક મુનિરાજને કમળ ધર્યું. ત્યારે મુનિરાજે કહ્યું - જો ઉત્તમતા બીજાઓમાં તર-તમભાવે હોય (એક કરતાં બીજામાં વધારે, એનાથી અન્યમાં વધારે એ તર-તમભાવ કહેવાય.) તો એની ચરમસીમા અરિહંત પરમાત્મામાં જ સંભવે છે. એટલે કે એમનાથી ચઢિયાતું કે સમકક્ષ ઉત્તમપણે બીજા કોઇમાં હોતું નથી. તેથી ત્રણ જગતમાં સૌથી ઉત્તમ એવા અરિહંત પ્રભુને જ આ કમળ સમર્પિત કરવું ઉચિત છે. નવીન કામધેનુ જેવી જિનપૂજા અર્થીજનને ઇચ્છિત બધું જ આપે છે. મુનિરાજના આ વાક્યથી પ્રસન્ન થયેલો સરળ પરિણામી ધન્ય શરીર સ્વચ્છ કરી ભાવપૂર્વક દેરાસરે જઇ અરિહંતના મસ્તકપર જાણે કે છત્ર રાખતો હોય, એ રીતે કમળ રાખ્યું. આ રીતે મસ્તકપર કમળવાળા જિનેશ્વર દેવના મસ્તકની અદૂભુત શોભા જોતો ને તેથી શુભભાવનાથી યુક્ત થયેલો ધન્ય ત્યાં ક્ષણવાર સ્થિર ઊભો રહી ગયો. તે જ વખતે માળીની પેલી ચાર કન્યા પણ ફુલ વેંચવા ત્યાં આવી. એ ચારેએ ધન્ય પ્રભુના મસ્તકે મુકેલું કમળ જોયું. તેથી અનુમોદનાના ભાવથી યુક્ત થયેલી તે ચારેએ પણ જાણે કે સંપત્તિનું બીજ વાવતા ન હોય, એવા ભાવોલ્લાસ સાથે એક-એક શ્રેષ્ઠ ફલ પરમાત્માના અંગે ચઢાવ્યું. ખરેખર, પુણ્યકાર્યમાં, પાપકાર્યમાં, ભણવામાં, દાનમાં, ગ્રહણમાં, ભોજનમાં, બીજાને માન આપવામાં, દેરાસર સંબધી કાર્યો વગેરેમાં પ્રવૃત્તિ મોટે ભાગે બીજાનું જોઇને થાય છે. એ પછી પોતાને ધન્ય માનતો ધન્ય અને એ ચારેય કન્યાઓ પોત-પોતાના સ્થાને ગયા. એ દિવસથી ધન્ય શક્ય હોય તો રોજ પ્રભુને નમન કરવા દેરાસરે જવા માંડ્યો. એ મનમાં ખેદપૂર્વક વિચારતો પણ ખરો કે પશુની જેમ પરવશ થયેલો હું રોજ ભગવાનના નમનનો નિયમ લેવા પણ સમર્થ નથી બની શકતો. હું તો સાવ રાંકડો છું. ધિક્કાર છે મને! રાજા કૃપ, મંત્રી ચિત્રમતિ, વસુમિત્ર અને સુમિત્રે એ ચારણ મુનિના ઉપદેશથી શ્રાવકધર્મ સ્વીકાર્યો. અંતે સમાધિથી કાળધર્મ પામી એ ચારે જણા દેવલોકમાં દેવ બન્યા. જિનભક્તિના પ્રભાવથી ધન્ય પણ સૌધર્મ દેવલોકમાં મોટી ઋદ્ધિવાળો દેવ બન્યો. પેલી ચાર કન્યાઓ પણ પહેલા દેવલોકમાં એ દેવના મિત્ર દેવ બન્યા. રાજા જે દેવ બન્યો હતો, તે દેવલોકનું આયુષ્ય પૂર્ણ થયે ચ્યવને વૈતાદ્ય પર્વતપર ગગનવલ્લભ નામના શ્રેષ્ઠનગરમાં ચિત્રગતિ નામનો ઇંદ્રતુલ્ય વિદ્યાધર રાજા થયો. મંત્રી પણ દેવલોકમાંથી ચ્યવી એમના પુત્ર તરીકે ઉત્પન્ન થયો. માતા-પિતાને અત્યંત વલ્લભ બનેલા એમનું નામ વિચિત્રગતિ રાખવામાં આવ્યું. તેજથી પણ પિતાથી અધિક એવો આ પુત્ર એકવાર પિતાના વિશાલ રાજ્ય પ્રત્યેના લોભથી વાસિત થઇ પિતા રાજાની હત્યામાટે ગુપ્ત મંત્રણાઓ કરવા માંડ્યો. લોભાંધતાને ખરેખર શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #86 -------------------------------------------------------------------------- ________________ ધિક્કાર છે જેથી પિતાને વલ્લભ પુત્ર પણ પિતાને મારવા તૈયાર થઇ જાય! ભાગ્યયોગે ગોત્રદેવતાના કથનથી ચિત્રગતિ રાજા પુત્રની આ ગુપ્ત મંત્રણા જાણી ગયા. આવા અચાનક ઉદ્ભવેલા અત્યંત ભયથી મોહદશા દૂર થવાથી રાજા વૈરાગી થઇ ગયા. હવે શું કરવું? કોના શરણે જવું? કોને મનની વાત કરવી? જીવનમાં કોઇ સુકૃત કર્યું નથી ને પુત્ર મને પશુની જેમ મારી નાંખવા માગે છે, તો પછી શું મારી દુર્ગતિ થશે? આવા વિચારોથી સાવધાન થયેલા રાજાએ વિચાર્યું કે હવે મારે ચેતી જવું જોઇએ. આત્મસાધના કરી લેવી જોઇએ. આમ વિચારી જાતે જ પાંચ મુઠ્ઠીથી લોચ કરી સાધુપણું સ્વીકારી લીધું. દેવોએ એને સાધુનો વેશ આપ્યો. પવિત્ર બુદ્ધિવાળા રાજાએ વ્રતો અંગીકાર કર્યા. વિચિત્રગતિને આ વાતની જાણ થતાં એને પણ ખૂબ પસ્તાવો થયો. પિતા પાસે રોતા હૃદયે માફી માંગી. ફરીથી રાજ્યભાર સ્વીકારી લેવા ખૂબ આગ્રહ કર્યો. ત્યારે રાજર્ષિએ ક્ષમાભાવે કહ્યું - અરે! તું મારો ઉપકારી છે, મને જાગૃત થવામાં, વૈરાગી થવામાં, સાધુ થવામાં તું નિમિત્ત બની મારો પરમ કલ્યાણમિત્ર બન્યો છે. એમ કહી પવનની જેમ નિ:સંગભાવે વિહાર કર્યો. સાધુચર્યામાં અપ્રમત્ત રહેવા પૂર્વક વિવિધ દુષ્કર તપો કરવાથી એ સાધુને ત્રીજું અવધિજ્ઞાન અને ચોથું મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. તે મુનિ તે જ હું છું. જ્ઞાનથી લાભ જાણી અહીં આવ્યો છું. તમારો મોહભાવ દૂર કરવાનો મારો આશય છે. તમે હવે બાકીના સંબંધની વાત સાંભળો. જે શ્રેષ્ઠી વસુમિત્ર હતો, તે દેવલોકમાંથી ચ્યવી તમે આ ભવમાં રાજા થયા છો. તમારો મિત્ર સુમિત્ર તમારી જ પટ્ટરાણી પ્રીતિમતી બની છે. પૂર્વભવના અભ્યાસથી પરસ્પર વિશેષ પ્રેમ છે. સુમિત્રે પૂર્વભવમાં પોતાને શ્રેષ્ઠ શ્રાવક તરીકે બતાવવા ક્યારેક ક્યારેક માયા કરી હતી. તેથી આ ભવમાં સ્ત્રીપણું પામ્યા. ખરેખર! ઘણીવાર સજ્જનો પણ હિતા-હિત અંગે સમજુ ના બદલે જડ બની જતા હોય છે. સુમિત્રના ભવમાં એણે એકવાર એવું વિચારેલું કે મારા નાના ભાઇને મારા કરતાં પહેલા પુત્ર થવો જોઇએ નહીં. એક વાર પણ તીવ્રભાવે કરેલા ખોટા વિચારનો કર્મરાજા દંડ આપે છે. તેથી પ્રીતિમતીને આ ભવમાં બધી રાણીઓ કરતાં છેલ્લે પુત્ર થયો. પુત્ર વિલંબે પ્રાપ્ત થયો. સૌધર્મ દેવલોકમાં મહદ્ધિક દેવ થયેલા ધન્ય એકવાર સુવિધિનાથ ભગવાનને પૂછ્યું. આ દેવલોકમાંથી ચ્યવી હું ક્યાં ઉત્પન્ન થઇશ? ત્યારે ભગવાને તમારા બંનેનું નામ આપી એમના પુત્ર તરીકે ઉત્પન્ન થશો એમ કહ્યું. દેવે વિચાર્યું - જો માતા-પિતા જ ધર્મ વિનાના હોય, તો પુત્રને ધર્મસામગ્રી કેવી રીતે મળે? ધર્મસંસ્કાર કેવી રીતે મળશે? કુવામાં પાણી હોય તો હવાડામાં આવે. આમ પોતાને માનવભવમાં જૈનધર્મની પ્રાપ્તિરૂપ બોધિબીજ પ્રાપ્ત થાય એ માટે એ દેવે હંસનું રૂપ કરી પ્રીતિમતી રાણીને અને સ્વપ્ન આપી તમને જૈનધર્મથી ભાવિત કર્યા- ધર્મ પમાડ્યો. કેટલાક ભવ્ય જીવો દેવભવમાં જ પછીના ભવમાં બોધિની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરી લે છે. બીજા કેટલાક જીવો એવી તૈયારી ન કરવાથી પછી માનવભવમાં બોધિબીજ ગુમાવી પણ દે છે. દિવ્યમણિ મેળવ્યા પછી ઘણા એ ગુમાવી પણ દેતા હોય છે. તે સમકતી દેવ પછી દેવલોકમાંથી ઍવી તમારો પુત્ર બન્યો છે. આના જ પ્રભાવથી આની માતાને સુંદર સ્વપ્ન અને દોહદો થયા હતા. જેમ છાયા કાયાને, સતી પતિને, ચંદ્રિકા ચંદ્રને, તેજ સૂર્યને, ૭૮ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #87 -------------------------------------------------------------------------- ________________ વિજળી વાદળને અનુસરે છે; એમ જિનભક્તિ સમકતી જીવને અનુસરે છે. ગઇ કાલે એને દેરાસરે લઇ ગયા, ત્યારે ભગવાનની પ્રતિમા જોઇને અને પ્રીતિમતી રાણીની - પોતાની માતાની ‘હંસ આવ્યો હતો' વગેરે વાત સાંભળીને તરત એ મૂચ્છિત થઇ ગયો, કારણ કે પૂર્વભવના કાર્યો યાદ કરાવતું જાતિસ્મરણજ્ઞાન ત્યારે એને થયું હતું. એ પછી આ બાળકે “યાવજીવમાટે ભગવાનના દર્શનનમસ્કાર વિના કશું પણ મોઢામાં નાખીશ નહીં' એવો નિયમ પોતાના મનથી જ લઇ લીધો છે. નિયમ વિના થતાં ધર્મ કરતાં નિયમપૂર્વક થતો ધર્મ અનંતગુણ ચઢિયાતો ગણાય છે. તે આ પ્રમાણે – ધર્મ બે પ્રકારે છે. (૧) નિયમ વિનાનો (૨) નિયમ સહિતનો. પ્રથમ પ્રકારનો ધર્મ દીર્ઘકાળ કર્યો હોય, તો પણ મર્યાદિત અને તે પણ અનિયત ફળ આપનારો બને છે. જ્યારે બીજા પ્રકારનો ધર્મ નાનો હોય, તો પણ અમાપ અને નિયત-ચોક્કસ ફળ આપનારો બને છે. ઘણું ધન પણ આપવા છતાં વ્યાજ વગેરે અંગે કશું કહ્યા વિના અપાય, તો એમાં વ્યાજ વગેરેથી ખાસ વૃદ્ધિ થતી નથી. એ કહીને આપ્યું હોય, તો રોજ વૃદ્ધિ થાય છે. આ જ રીતે ધર્મમાં નિયમ કરવા અંગે સમજવું. શ્રેણિકની જેમ તત્ત્વનો જાણકાર પણ અવિરતિના ઉદયમાં નિયમ લઇ શકતો નથી. નિયમ લીધા પછી પણ આપત્તિ વખતે એ નિયમના પાલનમાં રાખેલી દઢતા અત્યંત નજીકમાં સિદ્ધિ-મોક્ષનું કારણ બને છે. માત્ર મહીનાના થયેલા આને પૂર્વથી જ ધર્મપ્રત્યેના પ્રેમ અને બહુમાનના કારણે નિયમ લેવાનું મન થયું. એમાં ગઈ કાલે તો ભગવાનના દર્શન-વંદન થવાથી દૂધ ગ્રહણ કરેલું. આજે એ દર્શનનો યોગ ન થવાથી રડતો હોવા છતાં દૃઢ હૃદયવાળા એણે દૂધપાન કર્યું નહીં. મારા કહેવા પર તમે પ્રભુદર્શન કરાવ્યા પછી એ દૂધ પીવું વગેરે કાર્યોમાં જોડાયો. પૂર્વભવમાં જે શુભાશુભ કર્યું હોય, અથવા કરવાની ઇચ્છા રાખી હોય, એ બીજા જન્મમાં પણ મોટા ભાઇની જેમ આગળ આવી જાય છે. મોટા પ્રભાવશાળી આ રાજકુમાર ધન્યના ભવની અવ્યક્ત (વિશેષ સમજ વિનાની) પણ જિનભક્તિના પ્રભાવથી ભવિષ્યમાં અનેક આશ્ચર્યને જન્માવનારી વિશિષ્ટ સંપૂર્ણ સમૃદ્ધિનો સ્વામી થશે. પેલી ચાર કન્યાઓ પણ દેવલોકમાંથી ચ્યવને જુદા જુદા મોટા રાજાઓની રાજકુમારી થશે ને આની જ રાણીઓ થશે. સાથે સુકૃત કરનારાઓનો ભવિષ્યમાં પણ એક બીજા સાથે યોગ જોડાઇ જાય છે. મુનિરાજની આ વાત સાંભળીને અને આટલા નાના બાળકની પણ નિયમ પ્રત્યેની દઢતા જોઇ રાજા વગેરે પણ દઢ નિયમપૂર્વકનો ધર્મ કરવામાં અગ્રેસર થયા. પછી “પુત્રને પ્રતિબોધ કરવા વિહાર કરું છું' એમ કહી ઉત્કૃષ્ટ વીર્યવાળા એ મુનિરાજ ચારણ લબ્ધિથી ગરુડની જેમ ઊડી વૈતાઢ્ય પર પહોંચ્યા. ધર્મદત્તની ધર્મભાવના આ બાજુ જાતિસ્મરણજ્ઞાની ધર્મદત્ત રાજકુમાર સાધુની જેમ દઢ રીતે નિયમ પાળતો વૃદ્ધિ પામ્યો. ત્રણ જગતને આશ્ચર્યકારી રૂપસમૃદ્ધિથી તે કામદેવથી ય અધિક રૂપવંત થયો. એના શરીરના વિકાસની સ્પર્ધાથી જ જાણે કે એના લોકોત્તર ગુણો પણ વિકાસ પામતા ગયા. પણ એની ધર્મભાવના ગુણોને પણ જાણે ગૌણ કરી દે એ રીતે પ્રસાર પામવા માંડી, કેમકે ત્રણ વર્ષનો થયો ત્યારથી એ ભગવાનની પૂજા વિના ભોજન પણ કરતો હતો નહીં. પુરુષ યોગ્ય લેખન, પઠન વગેરે બોંત્તેર કળા પણ તે લીલામાત્રમાં જાણે કે લખેલી વાંચી જતો હોય એમ શીખી ગયો. ખરેખર!સુકતનો મહિમા અપરંપાર છે. શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #88 -------------------------------------------------------------------------- ________________ પુણ્યાનુબંધી પુણ્યના ઉદયમાં બીજા ભવે પુણ્યમાં કારણભૂત ધર્મ સહજતાથી પ્રાપ્ત થાય છે એ નિયમ મુજબ એણે સદ્ગુરુ પાસે શ્રાવકધર્મ સારી રીતે અંગીકાર કર્યો. વિવેકી શ્રાવક તરીકે એ જાણતો હતો કે અવિધિથી કરેલી ધર્મારાધના પૂર્ણ ફળ આપતી નથી. તેથી તે પ્રતિદિન ત્રિકાળ પૂજા વિધિપૂર્વક જ કરતો હતો. ખરેખર સુશ્રાવકોની આ જ સામાચારી હોય છે. હંમેશા ઉત્કૃષ્ટ ભાવમાં રહેતો એ મધ્યમવય-યુવાવયને પામ્યો, પણ એ વયની ઉદ્દે ડતાના બદલે શ્રેષ્ઠ શેરડીના સાંઠાની જેમ અવર્ણનીય મધુરતાનો સ્વામી થયો. એક દિવસ કોક વિદેશીએ ધર્મદત્ત માટે ઉચ્ચ શ્રવા (ઇન્દ્રના અશ્વો જેવો શ્રેષ્ઠ અશ્વ રાજાને ભેટ ધર્યો. પોતાને મળેલા આખા જગતમાં જોટો ન જડે એવા આ અશ્વને જોઇ સરખે સરખાનો યોગ થાય એવી ઇચ્છાથી ધર્મદત્ત પણ રાજાની રજા લઇ એના પર આરૂઢ થયો. “મોહ” દશા ભલભલાને લલચાવી દે છે. ધર્મદત્ત જેવો ઘોડાપર ચડ્યો કે તરત જ ઘોડો પણ જાણે કે પોતાની આકાશમાં પણ જવાની વિશિષ્ટ શક્તિ છે એમ બતાવવા અને જાણે કે ઇંદ્રના ઘોડાને મળવા ઉત્સુક ન થયો હોય એમ આકાશમાં ઉડ્યો. હજી ક્ષણવાર પહેલા દેખાતો એ ઘોડો ક્ષણવારમાં જ અદૃશ્ય થઈ ગયો ને આકાશમાર્ગે જતાં ધર્મદત્તને એક હજાર યોજન દૂર એક હજાર યોજન વિસ્તારવાળા જંગલમાં મુકી દઇ સ્વયં ફરી ક્યાંક અદશ્ય થઇ ગયો. એ જંગલમાં સાપ ફુસ્કાર કરી રહ્યા છે, વાંદરાઓ બુકાર (ચીચીયારી) કરી રહ્યા છે. ભંડો ઘુ-ઘુ કરી રહ્યા છે. ચિત્તાઓ ચિત્કાર કરી રહ્યા છે. ચમરી ગાયો ભેં-મેં કરી રહ્યા છે. ગવય (ગાય જેવું દેખાતું પ્રાણી) ત્રા-ત્રા કરી રહ્યા છે. વરુઓ ફે-ફે કરી રહ્યા છે. આ રીતે જંગલ ભયંકર બન્યું હોવા છતાં “અભય” સ્વભાવવાળો ધર્મદત્ત જરા પણ ભય પામ્યો નહીં. ખરેખર સત્પરુષોનું સત્ત્વ વિપત્તિમાં વધુ પ્રગટે છે, અને સંપત્તિમાં ઉત્સુકતાનો અભાવ-સ્વસ્થતા પ્રગટે છે. શુન્ય એવા આ જંગલમાં પણ (શુભભાવોથી) ભરેલા હૃદયવાળો ધર્મદત્ત જાણે કે પોતે મહેલના ઉપવનમાં રહ્યો હોય, એવી સ્વસ્થતા રાખી મસ્ત હાથીની જેમ ફરવા માંડ્યો. પરંતુ ભગવાનની પૂજાનો યોગ નહીં થવાથી દુઃખી થયેલા એણે ફળ વગેરે પણ ખાધા નહીં. આમ એ દિવસે એણે પાપનાશક ચોવિહારો ઉપવાસ કર્યો. ચારે બાજુ ઠંડુ પાણી, વિવિધ ફળો વગેરે પૂરતા પ્રમાણમાં હોવા છતાં જિનપૂજા નહીં થવા પર એણે ચોવિહારા ત્રણ ઉપવાસ કર્યા. પોતાના નિયમધર્મ પ્રત્યેની એની દઢતાને ખરેખર ધન્ય છે. ત્રણ દિવસના ઉપવાસથી એનું શરીર કરમાઇ ગયેલી ફુલમાળાની જેમ પ્લાન થવાં છતાં ચિત્ત અમ્લાન દઢ-પ્રફુલ્લિત જોઇ એક દેવે પ્રગટ થઇ એને કહ્યું - સાધુ! સાધુ! સરસ! સરસ! તમે આ દુ:સાધ્ય નિયમને સાધીને ધન્યવાદપાત્ર બન્યા છો. પોતાના નિયમને જાળવી રાખવામાં જીવનની પણ અપેક્ષા રાખવી નહીં એ દઢતા ખરેખર તમારામાં જ જોવા મળી. ઇંદ્ર તમારી જે સ્પષ્ટ પ્રશંસા કરી, તે બરાબર જ હતી. પણ હું તે સહી શક્યો નહીં. તેથી જ ઘોડા દ્વારા અપહરણ કરી તમને અહીં લઇ આવી તમારી પ્રતિજ્ઞાની મેં પરીક્ષા કરી. હે સબુદ્ધિના સ્વામી! હું તમારા પર પ્રસન્ન થયો છું. તેથી તમારે જે માંગવું હોય, તે એક વાક્યમાં જ સ્પષ્ટ માંગી લો. ત્યારે ધર્મદત્તે વિચાર કરીને કહ્યું - હંમેશા યાદ કરાયેલા તમારે મારું કાર્ય કરવું. આ સાંભળી દેવે વિચાર્યું - અવશ્ય આ અદ્ભુત ભાગ્યનો ભંડાર શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #89 -------------------------------------------------------------------------- ________________ છે કે જેથી મને કાયમ માટે પોતાને વશ કરી લીધો. આમ વિચારી દેવે કહ્યું – હું તમારી વાત સ્વીકારું છું. એ પછી દેવ તરત જ અદૃશ્ય થઇ દેવલોકમાં ગયો. આ બાજુ ધર્મદત્ત હજી તો વિચારે છે કે હવે હું મારા સ્થાને કેવી રીતે પહોંચીશ? ત્યાં તો પોતાને પોતાના આવાસમાં જ જોયો. ત્યારે ધર્મદત્તે વિચાર્યું - ઓહો! મેં એને યાદ પણ કર્યો નથી, છતાં એ દેવે પોતાની શક્તિથી મને અહીં મુકી દીધો. ખરેખર પ્રસન્ન થયેલા દેવ માટે આ તો સાવ સામાન્ય બાબત ગણાય. પછી રાજકુમારે પોતાના સંગમથી સ્વજનો અને પરિવારજનોને પ્રસન્ન કર્યા અને રાજાને પણ વિશેષ રીતે રાજી કર્યા. એ દિવસે (ચોથા દિવસે પણ રાજકુમારે કોઇ પણ જાતની ઉતાવળ કર્યા વિના વિધિપૂર્વક જ જિનપૂજા કરી. પછી જ પારણું કર્યું. ખરેખર ધર્મમાં નિષ્ણાત જીવો વિધિપરિણામી હોય છે. આ બાજુ પૂર્વ વગેરે દિશામાં રહેલા દેશોના રાજાઓને ઘણા પુત્રોપર એક-એક પુત્રી તરીકે પેલી ચાર કન્યાઓ જન્મી. તેથી તે-તે રાજાને પોતાની તે-તે પુત્રી અત્યંત વહાલી અને માનપાત્ર બની. એ ચારેના નામ ક્રમશ: ધર્મરતિ, ધર્મમતિ, ધર્મશ્રી અને ધર્મિણી હતા. આ ચારે રાજકુમારીઓ રૂપ રૂપના અંબાર જેવી હોવાથી જાણે કે લક્ષ્મીએ જ ચાર રૂપ કર્યા હોય, તેવી શોભતી હતી. આ ચારેય રાજકુમારીઓ પોત-પોતાના નગરમાં એકવાર કુતુહલથી અનેક સુકૃતમય મહોત્સવના આવાસ સમાન જિનાલયમાં ગઇ. ત્યાં જિનપ્રતિમા જોઇ જાતિસ્મરણજ્ઞાન પામેલી એ ચારેએ પણ જિનપૂજા કર્યા વિના ભોજન નહીં કરવાનો નિયમ લીધો. અને જાણે કે એક હૃદયવાળી થઇ એવો અભિગ્રહ લીધો કે પરણીશું તો પેલા ધન્યને જ કે જે દેવલોકમાં અમારો ખાસ મિત્ર દેવ હતો. પોતાની રાજકુમારીનો અભિગ્રહ જાણી પૂર્વદિશાના રાજાએ પોતાની પુત્રીનો શ્રેષ્ઠ સ્વયંવર રચ્યો. બધા રાજાઓને આમંત્રણ આપી આ સ્વયંવરમાં બોલાવ્યા. રાજધર રાજાને પણ પુત્ર ધર્મદત્ત સાથે પધારવા આમંત્રણ અપાયું. પણ ધર્મદત્ત ગયો નહીં. જ્યાં કાર્યસિદ્ધિ સંદિગ્ધ હોય, ત્યાં પ્રાજ્ઞ પુરુષે શું કામ દોડવું જોઇએ? એમ વિચારી એ પોતાના સ્થાને જ રહ્યો. આ બાજુ ચિત્રગતિ મુનિ પુત્રના પ્રતિબોધમાટે વૈતાઢ્ય ગયા હતા. ત્યાં એમની વાણીથી પ્રતિબોધ પામી વિદ્યાધર રાજા વિચિત્રગતિ સંયમ અંગીકાર માટે ભાવનાશીલ બન્યાં. પણ એને તો એકમાત્ર પુત્રી જ હતી. તેથી મારા પછી રાજ્યને યોગ્ય કોણ હશે? એ જાણવા એણે પ્રજ્ઞપ્તી વિદ્યાને પૂછ્યું. પ્રજ્ઞપ્તીએ કહ્યું- તારું રાજ્ય અને તારી પુત્રી બંને માટે ધર્મદત્ત જ યોગ્ય છે. તેથી બંને એને સોંપી દે. આ સાંભળી પ્રસન્ન થયેલો વિચિત્રગતિ ધર્મદત્તને લેવા રાજપુર નગરમાં પહોંચ્યો. ધર્મદત્તને લઇને પાછા ફરતા ધર્મદત્તના મુખેથી પેલા સ્વયંવરની વાત સાંભળી કૌતુકથી એ વિચિત્રગતિ ધર્મદત્તને સાથે લઇ એ સ્વયંવરમાં પહોંચી ગયો. વિદ્યાના પ્રભાવથી બંને દેવની જેમ અદૃશ્ય રહીને જોવા માંડ્યા. આ બાજુ રાજકુમારીએ આશ્ચર્ય સર્યું કે કોઇ રાજા કે રાજકુમારને પસંદ કર્યા જ નહીં. તેથી બધાના મોં જાણે લુંટાઇ ગયા ન હોય, એમ કાળા પડી ગયા. ‘હવે શું થશે?” એ ચિંતાથી બધા ચિંતિત હતા, ત્યારે જ વિદ્યાધરરાજા વિચિત્રગતિએ પોતાને અને ધર્મદત્તને પ્રગટ કર્યા. જાણે કે અરુણ સાથે સર્વ પ્રગટ થયો હોય, એવા દૃશ્યથી બધા છક થયા. ત્યાં તો જેમ રોહિણીએ વસુદેવને વરમાળા પહેરાવેલી, એમ એ રાજકુમારીએ ધર્મદત્તને વરમાળા પહેરાવી દીધી. ખરેખર પૂર્વભવના પ્રેમના ઋણાનુબંધ આ ભવમાં પણ એને ઉચિત કાર્ય માટે પ્રેરક બને છે. શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #90 -------------------------------------------------------------------------- ________________ એ વખતે બાકીની ત્રણ દિશામાંથી આવેલા રાજાઓએ પણ વિદ્યાધરરાજા વિચિત્રગતિ દ્વારા પોત-પોતાની રાજકુમારીઓને વિમાનમાં તેડાવી ધર્મદત્તની સાથે વિવાહ કર્યા. પછી વિદ્યાધર રાજાએ કરેલા દિવ્ય મહોત્સવપૂર્વક ધર્મદત્તે ચારેય રાજકુમારી સાથે પાણિગ્રહણ કર્યું. પછી એ રાજા એને બધા રાજાઓ સાથે વૈતાઢ્ય પર લઇ ગયો. ત્યાં વિશિષ્ટ મહોત્સવપૂર્વક ધર્મદત્તને રાજકુમારી, રાજ્ય અને પાઠસિદ્ધ એક હજાર વિદ્યાઓ આપી. ધર્મદત્ત પણ બીજા વિદ્યાધરોએ આપેલી બીજી પાંચસો કન્યાઓ પણ પરણ્યો. પછી પોતાના નગરે ગયા પછી પૃથ્વીના રાજાઓની પાંચસો કન્યા પણ પરણ્યો. કુલ એક હજાર રાણીઓ થઇ (આમાં પૂર્વની ચાર અને વિચિત્રગતિની પુત્રી પણ ગણી લેવાની.) એ પછી રાજા રાજધરે વિશિષ્ટ કોટિના મહોત્સવપૂર્વક પોતાનું વિશાલ રાજ્ય પણ વધુ વૃદ્ધિ પામે એ હેતુથી પુત્ર ધર્મદત્તને સોંપ્યું. ફળદ્રુપ ક્ષેત્રમાં વેલડી વાવવાથી તે વધુ સારી રીતે વિકસે છે. પછી રાજધર રાજાએ પણ પ્રીતિમતી રાણી સાથે એ જ ચિત્રગતિ નામના સદ્ગુરુ પાસે દીક્ષા લીધી. પુત્ર રાજ્ય માટે સક્ષમ થઇ ગયા પછી કયો પ્રાજ્ઞ માણસ પોતાના હિતમાં પ્રવૃત્ત નહીં થાય? ધર્મદત્તની રજા લઇ વિચિત્રગતિએ પણ પિતામુનિ પાસે દીક્ષા લીધી. એ પછી પિતામુનિ અને પુત્રમુનિ બંને મોક્ષે ગયા. ધર્મદત્તે પણ લીલામાત્રમાં એક હજાર દેશના રાજાઓ પાસે પોતાની આજ્ઞા મનાવી. એ દસ દસ હજાર હાથી અને રથનો તથા એક લાખ ઘોડા અને એક કરોડ સેનાનો સ્વામી થયો. ઘણી વિદ્યાઓનો સ્વામી થયો. એક હજાર વિદ્યાધર રાજાઓ એની સેવા કરતા હતા. આમ ઇંદ્રની જેમ દીર્ઘકાળ વિશાળ સામ્રાજ્ય ભોગવ્યું. પૂર્વે પ્રસન્ન થયેલા અને યાદ કરવામાત્રથી હાજર થઇ જતા દેવે ધર્મદત્ત રાજાના રાજ્યની સમગ્ર ભૂમિને મારિ, મરકી, દુકાળ, રોગ વગેરેથી મુક્ત કરીને જાણે કે દેવકુરુક્ષેત્રની ભૂમિ જેવી બનાવી દીધી. પૂર્વે સહસ્રદળ કમળથી કરેલી જિનપૂજાના પ્રભાવથી આવી સમૃદ્ધિથી સુખમય બની જવા છતાં ધર્મદત્ત પ્રતિદિન, ત્રિકાળ વિધિપૂર્વકની જિનપૂજાવગેરે વિધિમાં અગ્રેસર જ રહ્યો. પોતાના ઉપકારીનું વિશેષથી પોષણ કરવું જોઇએ' એ ન્યાયથી એણે જિનભક્તિનું વિશેષથી પોષણ ક૨વા નવા નવા જિનાલયો બનાવ્યા. એમાં ભવ્ય જિનપ્રતિમાઓ સ્થપાવી. રોજ એ જિનબિંબોની ભવ્ય પૂજા થાય એવા આયોજન કરાવ્યા. તથા તીર્થયાત્રાઓ વગેરેના આયોજન કર્યા. ‘જેવા રાજા તેવી પ્રજા' એ ન્યાયથી આ રાજાની અઢારે વર્ણ પ્રજા પણ પ્રાયઃ જૈન ધર્મનો આશ્રય કરી પોતાના ઉભય (આ અને ૫૨) ભવમાં અભ્યુદય પામી. ઉચિત સમયે પુત્રને રાજ્ય સોંપી ધર્મદત્તે રાણીઓ સાથે દીક્ષા લીધી. અરિહંત ભક્તિમાં એકાગ્રતા આદિ શુભભાવોથી તીર્થંકર નામકર્મ નિકાચિત કર્યું. બે લાખ પૂર્વનું આયુષ્ય ભોગવી આઠમાં સહસ્રાર દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. મુખ્ય ચાર રાણીઓએ પણ ગણધર નામકર્મ ઉપાર્જન કર્યું. પછી ત્યાંથી ચ્યવી મહાવિદેહમાં તીર્થંકર અને ગણધરો બની એ પાંચે ય મોક્ષે ગયા. કેવો પાંચેયનો સુયોગ સધાયો! ધર્મદત્ત રાજાની જેમ પરમાત્મભક્તિજન્ય વૈભવને જાણી એ જિનભક્તિમાં સારી વિધિપૂર્વક જોડાવા માટે શુભ ચિત્તવાળા ભવ્યો જીવોએ સતત એકાગ્ર મનવાળા બનવું જોઇએ. આમ વિધિપૂર્વક જિનપૂજા અંગે ધર્મદત્ત રાજાની કથા પૂર્ણ થઇ. ૮૨ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #91 -------------------------------------------------------------------------- ________________ જિનાલયની સાર-સંભાળ કેવી રીતે કરવી? હવે સૂત્રગાથામાં (જે છઠ્ઠી ગાથા પર વિવેચન ચાલે છે, એ ગાથામાં) ‘ઉચિઅચિંતાઓ એ પદ જે છે, તેનો અર્થ વિસ્તાર કરે છે - અહીં દેરાસરમાં પ્રમાર્જન, સફાઇ કરવી, દેરાસરનો જે ભાગ નાશ પામી રહ્યો હોય, એનું અને જે ઉપકરણો નાશ પામી રહ્યા હોય એનું સમારકામ કરવું. પ્રતિમા અને પરિકરપર રહેલું નિર્માલ્ય દૂર કરવું, વિશિષ્ટ પૂજા, દીવાઓ વગેરે દ્વારા શોભા વધારવી, આગળ કહેવાશે એવી આશાતનાઓ અટકાવવી, અક્ષત (ચોખા) નૈવેદ્ય વગેરેઅંગે વિચારવું, ચંદન, કેસર, ધૂપ, દીપક, તેલ વગેરેનો સંગ્રહ કરવો, આગળ કહેવાશે તે દૃષ્ટાંતને નજરમાં રાખી નાશ પામતા દેવદ્રવ્યની રક્ષા કરવી, ત્રણ-ચાર વગેરે આસ્તિકોને સાક્ષીમાં રાખી તે અંગે ઉઘરાણીઓ કરવી, એ દેવદ્રવ્યને યોગ્યસ્થાને પ્રયત્નપૂર્વક રાખવું, એ દ્રવ્ય આપ્યું, આવ્યું, વાપર્યું વગેરે અંગે જાતે કે બીજાઓ દ્વારા સ્પષ્ટ નામું લખી આય-વ્યય વગેરે અંગે ચોખ્ખો હિસાબ રાખવો. દ્રવ્ય આપવું, દ્રવ્ય ઉઘરાવી આવક કરવી વગેરે પ્રવૃત્તિથી એ દેવદ્રવ્ય વધારવું, આવા કાર્યો માટે સારા કર્મચારીઓ રાખવા, એમની (પગાર-પરિવાર અંગે) ચિંતા કરવી. વગેરે દેરાસર આદિ સંબંધી અનેક પ્રકારે ઉચિત ચિંતા કરવાની છે. ઋદ્ધિમાન શ્રાવક આ કાર્યો પોતાના દ્રવ્યથી કે પોતાના નોકરો દ્વારા કરાવી શકે. તેથી તેઓથી આ ઉચિત ચિંતા સહેલાઇથી થઇ શકે. ઋદ્ધિ વિનાનો શ્રાવક પોતાના શરીરથી કે કુટુંબ વગેરે દ્વારા આ ચિંતા કરી શકે. (અર્થાત્ શક્ય કાર્ય જાતે કરે કે કુટુંબવગેરે દ્વારા કરાવી શકે) જેનું જે અંગે જેટલું સામર્થ્ય હોય, એણે એ અંગે એટલો પ્રયત્ન કરવો જોઇએ. જે કાર્ય ઓછા સમયમાં થઇ શકે એમ હોય, એ કાર્ય પૂજાઅંગેની બીજી નિસીહી પહેલા કરી લેવા. બીજા કાર્યો પૂજા વગેરે વિધિપૂર્વક કર્યા પછી પણ યથાયોગ્ય કરી શકે. આ જ રીતે ધર્મશાળા, ગુરુભગવંત અંગે, જ્ઞાનવગેરે અંગે પણ યથોચિત ચિંતા - કાર્ય કરવા પૂરી શક્તિ વાપરી પ્રયત્ન કરવો. દેવ-ગુરુ વગેરે અંગે શ્રાવકને છોડી બીજો કોણ ચિંતા કરનારો છે? (ચાર બ્રાહ્મણો વચ્ચે એક ગાય દક્ષિણામાં મળી. દરેક બ્રાહ્મણ વારા ફરતી દૂધ લે, પણ ઘાસચારાની ચિંતા બીજો કરશે એમ કરી ઉપેક્ષા કરતો. તેથી ગાય શીધ્ર મરી ગઇ. આમ ઘણા) બ્રાહ્મણો વચ્ચે સાધારણ ગાયની જેમ “આ દેરાસર વગેરે તો સંઘ સાધારણ છે, તેથી બીજો ચિંતા કરશે' એમ વિચારી એ બધાઅંગેની ચિંતામાં ઉપેક્ષાભાવ કે અનાદરભાવ લાવવો જોઇએ નહીં, કેમકે એમ કરવામાં તો સમ્યક્ત્વ છે કે નહીં? એમાં ય સંશય પડવાની આપત્તિ છે. (દઢ સમકતી દેરાસર વગેરેને પોતાના ગણી બધા કાર્યો કરે. જેના સમ્યક્ત્વમાં ખામી હોય, એ જ પરાયાભાવથી બીજાપર ચિંતાભાર ઢોળે.) એ વળી કયા પ્રકારની જિનભક્તિ કહેવાય કે જેમાં ભગવાનની આશાતના વગેરેમાં પણ અત્યંત દુ:ખ થાય નહીં? (ને તેથી એ ટાળવા જાતે સક્રિય પ્રયત્ન પણ કરે નહીં?) લોકમાં પણ સંભળાય છે કે ઈશ્વરની ઉખાડાયેલી આંખ જોઇ અતિ દુ:ખી થયેલા ભીલે પોતાની આંખ ઉખાડી ઈશ્વરને ધરી દીધી. તેથી જ સ્વજન વગેરેના કાર્યો કરતાં પણ અત્યંત આદરભાવથી ચૈત્ય વગેરે અંગેના કાર્યો હંમેશા કરવા જોઇએ. અમે (ગ્રંથકારે) કહ્યું જ છે કે – દેહ, દ્રવ્ય (ધન) અને કુટુંબ અંગે બધા સંસારીઓની રુચિ હોય છે. જિન, જિનમત અને સંઘ અંગે મોક્ષાભિલાષીની રુચિ હોય છે. ત્રણ પ્રકારની આશાતનાઓ જ્ઞાન, દેવ (જિન) અને ગુરુ વગેરેની આશાતના (૧) જઘન્ય (૨) મધ્યમ અને (૩) ઉત્કૃષ્ટ આમ ત્રણ પ્રકારે બતાવી છે. જ્ઞાનની જઘન્ય આશાતના-પુસ્તક. પાટી, ટિપ્પનિકા. જપમાળા (નવકારવાળી) શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #92 -------------------------------------------------------------------------- ________________ વગેરેને મોમાંથી ઉડેલા થુંક વગેરેના અંશનો સ્પર્શ થવો. ન્યુન-અધિક અક્ષરોનો ઉચ્ચાર કરવો. જ્ઞાનોપકરણ નજીકમાં હોય ને વા-છૂટ કરવી વગેરે છે. મધ્યમ આશાતના – અકાલે ભણવું, ઉપધાન તપ કર્યા વિના સૂત્ર ભણવું. ભ્રાંતિથી અર્થ અંગે અન્યથા કલ્પના કરવી. (ખોટો અર્થ કરવો.) પ્રમાદવગેરેથી પુસ્તક વગેરેને પગ વગેરેથી સ્પર્શ કરવો. પુસ્તકવગેરેને જમીન પર પાડવા. જ્ઞાનના ઉપકરણોને પાસે રાખી ભોજન કરવું. બીજાને ભણતા અટકાવવા વગેરે. ઉત્કૃષ્ટ આશાતનાઓ – થુંકથી પાટીવગેરે પર લખેલા અક્ષરો ભૂંસવા, જ્ઞાનના ઉપકરણો પર બેસવું કે સૂઇ જવું. જ્ઞાનના ઉપકરણો પાસે રાખી એકી-બેકી વગેરે કરવા. જ્ઞાન અથવા જ્ઞાનીની નિંદા કરવી, એમના વિરોધી થવું, એમના નાશ - ઘાતનો પ્રયત્ન કરવો. ઉસૂત્રભાષણ કરવું વગેરે છે. દેવ-જિનની જઘન્ય આશાતના – વાસક્ષેપની ડબ્બી વગેરે ભગવાનને અથડાવવી, ભગવાનને શ્વાસ અડવો અથવા વસ્ત્ર વગેરે અડે ઇત્યાદિ. મધ્યમ આશાતના – ધોતિયું પહેર્યા વિના પૂજા કરવી. ભગવાનને જમીન પર પાડવા વગેરે. ઉત્કૃષ્ટ આશાતના - ભગવાનને પગથી સંઘટ્ટો કરવો. ભગવાનને કફ, થુંક વગેરેનો અંશ અડવો. પ્રતિમા ભાંગી જવી. પ્રતિમાની ચોરી કરવી. ભગવાનની અવહેલના કરવી વગેરે. અથવા ભગવાનની ૧૦ પ્રકારે જઘન્ય, ચાલીશ પ્રકારે મધ્યમ અને ચોર્યાશી પ્રકારે ઉત્કૃષ્ટ આશાતના છે. (પહેલા જે વાત કરી એમાં આશાતનાની તીવ્રતા - મંદતાની અપેક્ષાએ જઘન્યાદિ ભેદ પાડ્યા. હવે સંખ્યાની અપેક્ષાએ જઘન્યાદિ ભેદ છે.) દેવની જઘન્ય ૧૦ આશાતના ૧. દેરાસરમાં તંબોળ (પાન-સોપારી) ખાવું, ૨. પાણી પીવું, ૩. ભોજન કરવું, ૪. જોડા-બુટ પહેરીને જવું, ૫. સ્ત્રી-સંભોગ કરવો, ૬. શયન કરવું, ૭. થુંકવું, ૮, પેશાબ કરવો, ૯. વડીનીતિ કરવી, ૧૦. જાગાર વગેરે રમત કરવી. આ દશ જઘન્ય આશાતના વર્જવી. દેવની મધ્યમ ૪૦ આશાતના ૧. દેરાસરમાં પેશાબ કરવો ૨. વડીનીતિ કરવી ૩. જોડા-બુટ પહેરવા ૪. પાણી પીવું ૫. ભોજન કરવું ૬. શયન કરવું ૭. સ્ત્રીસંભોગ કરવો ૮. પાન ખાવું ૯. થુંકવું ૧૦. જાગાર રમવું ૧૧. જા-માંકડ જોવા-વીણવા ૧૨. વિકથા કરવી ૧૩. પલાંઠી વાળીને બેસવું ૧૪. પગ લાંબા પહોળા કરીને બેસવું ૧૫. પરસ્પર વિવાદ કરવો (બડાઇ કરવી) ૧૬. કોઇની હાંસી (મશ્કરી) કરવી ૧૭. કોઇ પર ઈર્ષા કરવી ૧૮. સિંહાસન પાટ બાજોઠ વગેરે ઉચા આસન ઉપર બેસવું ૧૯. શરીરના વાળવગેરેની વિભૂષા (શોભા) કરવી. ૨૦. છત્ર ધારવું ૨૧. તલવાર રાખવી રર. મુગટ રાખવો ૨૩. ચામર ધરાવવા ૨૪. ધરણું નાખવું (કોઇની પાસે માંગતા હોઇએ, તેને દેરાસરમાં પકડવો) ૨૫. સ્ત્રીઓ સાથે માત્ર વચનથી) કામવિકાર તથા હાસ્યવિનોદ કરવાં ૨૬. કોઇ પણ જાતની ક્રીડા કરવી (પાના, ગંજીફો વગેરે રમવા) ૨૭. મુખકોશ બાંધ્યા વિના પૂજા કરવી ૨૮. મલિન વચ્ચે કે શરીરે પૂજા કરવી ૨૯. ભગવંતની પૂજા વખતે પણ ચિત્તને ચંચળ રાખવું ૩૦. દેરાસરમાં પ્રવેશ વખતે સચિત્ત વસ્તુને દૂર છોડે નહીં ૩૧. અચિત્ત પદાર્થે શોભા કરી હોય તેને દૂર મૂકવા (નિરંતર પહેરવાના દાગીના ઉતારી નાંખવા) ૩ર. એક અખંડ વસ્ત્રનું ઉત્તરાસંગ (ખેસ) કર્યા વિના દેરાસરમાં પ્રવેશવું ૩૩. ભગવાનના ८४ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #93 -------------------------------------------------------------------------- ________________ દર્શન થવા પર બે હાથ જોડવા નહીં ૩૪. ભગવાનના દર્શન થવા (અથવા ઋદ્ધિ હોવા) છતાં પૂજા નહીં કરે ૩પ. અનિષ્ટ ફુલ વગેરેથી પૂજા કરે ૩૬. દેરાસરમાં અનાચારની પ્રવૃત્તિ કરે ૩૭. દેરાસર - જિનપ્રતિમા વગેરેના વિરોધીઓને અટકાવે નહીં ૩૮. દેવદ્રવ્યનો નાશ થતો હોય, તેની ઉપેક્ષા કરે. ૩૯. દેરાસર જવા સામર્થ્ય હોવા છતાં વાહનનો ઉપયોગ કરે ૪૦. દ્રવ્યસ્તવની પૂર્વે ચૈત્યવંદન વગેરે કરે (ટુંકમાં ક્રમ ન સાચવે). દેરાસરમાં રહેલાએ ઉપરોક્ત ચાલીશ આશાતનાઓ ન થાય, એની તકેદારી રાખવી. દેવની ઉત્કૃષ્ટ ૮૪ આશાતના ૧. ખેલ-નાકનું લીંટ નાખે ૨. જુગાર વગેરે રમે ૩. કલહ કરે ૪. ધનુષવગેરે કળા શીખે ૫. કોગળા કરે ૬. પાન ખાય ૭. પાનનો કુચો નાખે (પાનની પિચકારી થુંકે) ૮. કોઇને ગાળ આપે ૯. એકી-બેકી કરે ૧૦. હાથ, પગ વગેરે ધુએ ૧૧. વાળ સમારે ૧૨. નખ ઉતારે ૧૩. લોહી પાડે ૧૪. સુખડી વગેરે ખાય ૧૫. ગુમડાં, ચાઠાં વગેરેની છાલ-ચામડી ઉખેડીને નાંખે ૧૬. ઔષધ વગેરે દ્વારા ત્યાં પિત્ત વગેરે કાઢે ૧૭. ઉલટી કરે ૧૮. દાંત પડી જાય તો ત્યાં જ રહેવા દે ૧૯ વિશ્રામ કરે (વિસામો લે) ૨૦. બકરા, ઘોડા, વગેરેનું દમન કરે ૨૧. દાંતનો ૨૨. આખનો ૨૩. નખનો ૨૪. ગાલનો ૨૫. નાકનો ૨૬. માથાનો ૨૭. કાનનો અને ૨૮. શરીરનો મેલ નાંખે ૨૯. ભૂત વગેરેના નિગ્રહની મંત્રસાધના અથવા રાજાવગેરેના કાર્યની વિચારણા કરે ૩૮. વિવાહવગેરેના કાર્યમાટે વૃદ્ધ પુરુષો-પંચ મળે ૩૧. વેપાર વગેરેના નામાં-લેખા લખે ૩૨. રાજાવગેરેના કાર્યનું વિભાગીકરણ અથવા સ્વજનોવગેરેઅંગે મિલ્કતવગેરેનું વિભાગીકરણ કરે ૩૩. દેરાસરમાં પોતાનાં ધન વગેરેનો ભંડાર રાખે ૩૪. પગ ઉપર પગ ચડાવી બેસે ૩૫. દેરાસરના ઓટલા વગેરે પર છાણાં થાપે -સુકાવે ૩૬. પોતાના વસ્ત્ર સુકાવે ૩૭. મગ વગેરે દાળ સુકાવે ૩૮. પાપડ ૩૯. વડી, ખેરો, ચીભડા, અથાણા વગેરે પદાર્થ સુકાવે ૪૦. રાજાના કર વગેરેના ભયથી દેરાસરના ગભારા વગેરેમાં સંતાઇ જાય ૪૧. દેરાસરમાં પુત્ર-પત્ની વગેરેના વિયોગથી રડે ૪ર. સ્ત્રી, ભોજન, રાજ, દેશ સંબંધી વિકથા કરે ૪૩. બાણ, શેરડી, ધનુષ્ય વગેરે છોલવા-ભક્ષણ કરવા વગેરે કરે ૪૪. ગાય, બળદ વગેરે રાખે ૪૫. ટાઢથી પીડાયેલો ત્યાં તાપણાંનું સેવન કરે ૪૬. ધાન્ય વગેરે રાંધે ૪૭. રૂપિયા વગેરેની પરીક્ષા કરે ૪૮. દેરાસરમાં પેસતાં- નીકળતાં નિશીહિ અને આવત્સહિ કહેવું ભૂલી જાય ૪૯. છત્ર ૫૦. પગરખાં ૫૧. શસ્ત્ર પર. ચામર એ વસ્તુઓ દેરાસરમાં લાવે પ૩. મનને એકાગ્ર ન રાખે ૫૪. તેલ વગેરેનું માલીશ કરે ૫૫. સચિત્ત ફલ વગેરેનો ત્યાગ કરે નહીં પ૬. અચિત્ત-અજીવ હાર, વીંટી વગેરેનો ત્યાગ નથી કરવાનો, છતાં ત્યાગ કરે. દેરાસરની બહાર એ બધું મુકી દેરાસરમાં પ્રવેશે તો “અહો! આ તો ભિક્ષાચરો-ભિક્ષુકોનો ધર્મ છે” એમ દુષ્ટ લોકો નિંદા વગેરે કરે પ૭. દેરાસરમાં પ્રવેશતાં ભગવાનનાં દર્શન થતાં જ બે હાથ ન જોડે પ૮. દેરાસરમાં એક વસ્ત્રનું ઉત્તરાસંગ ન કરે ૫૯. મુગટ માથા પર રહેવા દે ૬૦. દેરાસરમાં પાઘડી તૈયાર કરે ૬૧. માથામાં પાઘડી વગેરે પર ફુલ વગેરેની કલગી કરે ૬૨. કબૂતર, નાળિયેર વગેરે સંબંધી હોડ – શરત લગાવે ૬૩. ગેડી – દડો વગેરે રમત રમે ૬૪. પિતા વગેરેને જુહાર (સલામ) કરે ૬૫. બગલમાં હાથ દબાવી અવાજ કરવો વગેરે ભાંડચેષ્ટા કરે ૬૬. તિરસ્કાર સૂચક અરે! અલ્યા વગેરે બોલે ૬૭. કોઇની પાસે લેણું હોય, તેને શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #94 -------------------------------------------------------------------------- ________________ દેરાસરમાં પકડે ૬૮. રણ-સંગ્રામ કરે ૬૯. વાળ ખુલ્લા કરે ૭૦. પલાંઠી વાળીને બેસે ૭૧. દેરાસરમાં પગની રક્ષા માટે લાકડાની પાદુકા વગેરે પહેરે – પહેરી રાખે ૭૨. ભીડ ન હોય ત્યારે વગર કારણે પગ લાંબા કરે ૭૩. શરીરના સુખમાટે પુડપુડી દેવરાવે (પગચંપી કરાવે) ૭૪. હાથ પગ ધોવા વગેરે દ્વારા પાણી ઢોળી કીચડ કરે ૭૫. દેરાસરમાં ધૂળવાળા પગ ઝાટકી ધૂળ ખંખેરે ૭૬. મૈથુન સેવે, કામકલી કરે ૭૭. માથા વગેરેમાંથી જૂ કઢાવે અને દેરાસરમાં જ ફેકાવે ૭૮. ભોજન કરે ૭૯. ગુહ્યસ્થાન ખુલ્લું કરે. દષ્ટિયુદ્ધ તથા બાયુદ્ધ વગેરે યુદ્ધ કરે ૮૦. વૈદું કરે (ઔષધ વગેરે કોઇને બતાવે) ૮૧. લે-વેંચરૂપ વેપાર કરે ૮૨. શય્યા કરી સૂવે ૮૩. દેરાસરમાં પીવા વગેરે માટે પાણી રાખે, પાણી પીએ અથવા દેરાસરની અગાસી યા પરનાળથી પડતાં પાણીનો પોતાના માટે સંગ્રહ કરે ૮૪. ત્યાં જ નહાવાનું સ્થાન રાખે. દેરાસરમાં આવા પાપરૂપ કાર્યો કરવાથી આ આશાતનાઓ થાય છે-તેથી તેનું વર્જન કરવું. બ્રહદભાષ્યમાં બતાવેલી પાંચ આશાતના દેરાસરમાં (૧) અવજ્ઞા (૨) પૂજા આદિમાં અનાદર (૩) ભોગ (૪) દુપ્પણિધાન અને (૫) અનુચિત વૃત્તિ આ પાંચ આશાતના છે. ૧) અવજ્ઞા આશાતના તે પલાંઠી વાળીને બેસવું, પ્રભુને jઠ કરવી, પુડપુડી દેવી (પગચંપી કરવી), પગ પસારવા, પ્રભુની સામે દુષ્ટ આસને બેસવું. ૨) આદર ન રાખવો (અનાદર આશાતના) તે, જેવો તેવો વેશ પહેરી, જે તે રીતે (મન ફાવે તે રીતે) જેવે તેને વખતે શૂન્યચિત્તે પૂજા કરવી. ૩) દેરાસરમાં પાન વગેરે ખાવાથી જ્ઞાનઆદિનો જે આય (લાભ) છે, તેનો નાશ થાય છે. તેથી તે ભોગ-આશાતના છે. ૪) રાગ-દ્વેષ-મોહથી મનોવૃત્તિ દૂષિત થવી તે દુષ્પણિધાન છે. ભગવાનઅંગે આ ઉચિત નથી. ૫) અનુચિત પ્રવૃત્તિ તે, કોઇના ઉપર ધરણું નાખવું. સંગ્રામ કરવો, રૂદન કરવું, વિકથા કરવી, જનાવર બાંધવા, રાંધવું, ભોજન કરવું, ઘરની કાંઇ પણ ક્રિયા કરવી, ગાળ દેવી, વૈદું કરવું, વ્યાપાર કરવો. આમાંથી કાંઇપણ કરવું તે અનુચિત પ્રવૃત્તિ નામની આશાતના કહેવાય છે, તે તજવા યોગ્ય છે. આશાતનાઓ અત્યંત વર્જનીય છે. સતત અવિરતિમાં રહેતા દેવો પણ દેરાસર વગેરેમાં સર્વથા આશાતનાનો ત્યાગ કરે છે. કહ્યું જ છે - “વિષયરૂપ વિષથી મોહિત થઇ ગયેલા દેવો પણ દેવાલયમાં ક્યારેય પણ અપ્સરાઓસાથે હાસ્ય-વિનોદ પણ કરતા નથી.” ગુરુની તેત્રીસ આશાતના ૧) ગુરુની આગળ ચાલે તો આશાતના થાય, કેમકે માર્ગ દેખાડવા વગેરે તેવા કારણ વિના ગુરુની આગળ ચાલવાથી અવિનયનો દોષ લાગે છે. ૨) ગુરુની પડખે ચાલે તો પણ અવિનય દોષ થાય. ૩) ગુરુની એકદમ નજીક પછવાડે ચાલતાં પણ ખાંસી, છીંક વગેરે આવે, તેમાંથી ઉછળેલા સળેખમ, બળખાનો છાંટો ગુરુને લાગવાનો દોષ છે. આ જ રીતે હવે પછી પણ દોષ-આશાતનાઓ સમજી લેવી. આ જ રીતે ગુરુની આગળ, પડખે કે તરત પાછળ ઊભા રહેવામાં અને બેસવામાં એમ ત્રણ ત્રણ આશાતના સમજી લેવી. (તેથી 3+ 3+ 3 = 9 આશાતના થઇ.) ૧૦) આહાર પાણી કરતાં ગુરુથી પહેલા ચળું કરી (હાથ મોટું ધોઇ) ઊઠી જાય. ૧૧) ગમનાગમન સંબંધી (ઈર્યાવહિયા આદિ) આલોચના ગુરુ કરતાં પહેલા પોતે કરે. ૧૨) રાતે ગુરુ બોલે કે, “કોઇ જાગે છે?” ત્યારે સાંભળવા છતાં શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #95 -------------------------------------------------------------------------- ________________ ઉઘના બહાના હેઠળ ઉત્તર ન આપે. ૧૩) ગુરુ કાંઇક કહેતા હોય, તે પહેલા પોતે બોલી ઉઠે. ૧૪) આહાર-પાણી લાવી પ્રથમ બીજા સાધુઓ આગળ આળોવી પછી ગુરુ આગળ આળોવે. ૧૫) આહાર-પાણી લાવી પ્રથમ બીજા સાધુઓને દેખાડી પછી ગુરુને દેખાડે. ૧૬) આહાર પાણી અંગે નિમંત્રણ પ્રથમ બીજા સાધુઓને કરી પછી ગુરુને કરે. ૧૭) ગુરુને પૂછ્યા વિના પોતાની મરજીથી સ્નિગ્ધ મધુર આદિ આહાર બીજા સાધુને આપે. ૧૮) ગુરુને થોડું-ઘણું આપી સ્નિગ્ધાદિ આહાર યથેષ્ટ સ્વયં વાપરી જાય. ૧૯) ગુરુના પૂછવા કહેવા પર જવાબ ન આપે. બારમી આશાતનામાં ગુરુએ કોઇ ઉંધે છે કે જાગે છે? એ અંગે કહેલી પૃચ્છાનો જવાબ ન આપવા પર આશાતના હતી. અહીં સામાન્યથી બધી બાબતો અંગે સમજવાનું છે. ૨૦) ગુરુની સામે કકર્શ ને મોટા અવાજે બોલે. ૨૧) ગુરુ કંઇ કહે, તો પોતાના આસને બેઠો બેઠો જ જવાબ આપે. ૨૨) ગુરુ બોલાવે તો ‘શું છે?” એમ કહે. ૨૩) ગુરુ “કેમ વૈયાવચ્ચ નથી કરતો?” ઇત્યાદિ ઠપકો આપે, તો એ જ વાત લઇ સામું સંભળાવે કે ‘તો તું જ કેમ નથી કરતો?” ૨૪) ગુરુને ‘તું-તમે” એમ તોછડી –અપમાનજનક ભાષાથી બોલાવે. ૨૫) ગુરુનું વ્યાખ્યાન સાંભળીને રાજી ન થતાં ઉલટો મનમાં દુ:ખ પામે. ર૬) ગુરુ સૂત્ર વગેરે બોલતા હોય, તો વચ્ચે કહેવા માંડે કે ‘તું આનો અર્થ યાદ કરતો નથી. આનો અર્થ કંઈ આવો થતો નથી.” ૨૭) ગુરુ ધર્મકથા કરતા હોય ત્યારે હું કહું છું એમ કહી ધર્મકથા ખુંચવી લે. ૨૮) ગુરુ સભા આગળ ધર્મકથા કે વાચનાદાન કરતા હોય, ત્યારે “હમણા ગોચરીનો સમય થયો' ઇત્યાદિ કહી સભા ઉઠાડી મુકે. ૨૯) હજી સભા ઉઠી ન હોય, ત્યારે જ ગુરુએ કહેલી ધર્મવાતો પોતાની પત્તા વગેરે જણાવવા સવિશેષ કહેવા માંડે. ૩૦) ગુરુના આસન-સંથારા વગેરેનો પગથી સંઘટ્ટો કરે- પગ લગાડે. ૩૧) ગુરુના શયન-સંથારા-આસન વગેરે પર પોતે ઊભા રહેવું વગેરે કરે. ૩૨) ગુરુથી ઊંચા આસને બેસે. ૩૩) ગુરુના સરખે આસને બેસે. આવશ્યકચૂર્ણ વગેરેમાં ગુરુ કહેતા હોય ત્યારે વચ્ચે જ “આ એમ જ છે' એમ બોલ બોલ કર્યા કરે, તો શિષ્યના આવા વચન પણ આશાતનારૂપ છે, એમ અલગ આશાતના બતાવી છે. અને ગુરુથી ઊંચા આસને કે સમાન આસને બેસવારૂપ બે આશાતના એક આશાતનારૂપે જ ગણી છે. તેથી તેંત્રીસની સંખ્યામાં વધ-ઘટ થતી નથી. ગુરુની આ રીતે ત્રણ પ્રકારે આશાતના છે. ૧. ગુરુને પગ લાગવો વગેરે જઘન્ય આશાતના; ૨. સળેખમ, બળખો અને થુંકનો છાંટો અડકાડવો એ મધ્યમ આશાતના ; ૩. ગુરુના આદેશ મુજબ કરે નહીં, અથવા તેથી ઉધુ જ કરે, અથવા ગુરુની વાત સાંભળે જ નહીં, ગુરુને કઠોર વચન કહે વગેરે ઉત્કૃષ્ટ આશાતના છે. સ્થાપનાચાર્યની આશાતના સ્થાપનાચાર્યની આશાતના પણ ત્રણ પ્રકારની છે. ૧. જ્યાં સ્થાપ્યા હોય, ત્યાંથી આમ તેમ ફેરવવા, પગ વગેરેથી સ્પર્શ કરવો તે જઘન્ય આશાતના; ૨. ભૂમિપર પાડવા, અવજ્ઞાપૂર્વક મુકવા વગેરેથી મધ્યમ આશાતના સમજવી. ૩. સ્થાપનાચાર્ય ખોઈ નાખે, ભાંગે તો ઉત્કૃષ્ટ આશાતના સમજવી. જ્ઞાનોપકરણની જેમ રજોહરણ (ઓશો) મુહપત્તિ, દાંડો, દંડાસણ વગેરે દર્શન-જ્ઞાન-ચારિત્રના ઉપકરણોની આશાતના પણ ટાળવી, કેમકે “અથવા જ્ઞાનાદિત્રિક' એવું વચન હોવાથી એ ઉપકરણો શ્રાદ્ધવિધિ પ્રકરણ ૮૭ Page #96 -------------------------------------------------------------------------- ________________ (અવસરે) ગુરુના સ્થાને સ્થાપવાના હોય છે, તેથી એ ઉપકરણોને અવિધિથી વાપરે, તો એ અંગે મોટી આશાતના થાય. તેથી એ આશાતનાઓ વર્જવી જોઇએ. મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે “જો અવિધિથી વસ્ત્ર, ઉપ૨ ઓઢવાનો કપડો, રજોહરણ, દાંડો વાપરે તો ઉપવાસની આલોચણા આવે છે.” માટે શ્રાવકે ચ૨વલો, મુહપત્તિ વગેરે વિધિપૂર્વક જ વાપરવાં, અને વાપરીને પાછાં યોગ્ય સ્થાનકે રાખવાં. જો અવિધિએ વાપરે અથવા જ્યાં ત્યાં રખડતા મૂકે, તો ચારિત્રના ઉપકરણની અવગણના થવાથી ધર્મઅવજ્ઞાઆદિ દોષ લાગે છે. આ બધી આશાતનાઓમાં ઉત્સૂત્રભાષણ તથા અરિહંત-ગુરુ વગેરેની અવજ્ઞા વગેરે આશાતનાઓ । બહુ મોટી આશાતનાઓ છે કેમકે તે અનંત સંસારનું કારણ બને છે. અહીં સાવદ્યાચાર્ય (મેં કરેલા પ્રતિમાશતક ગ્રંથના ભાવાનુવાદમાંથી આ દૃષ્ટાંત વાંચવા મળી શકે.) મરીચિ, જમાલી અને કુલવાલક મુનિવગેરે દૃષ્ટાંતભૂત છે. કહ્યું જ છે કે- ઉત્સૂત્ર બોલનારાઓના બોધિનો નાશ થાય છે અને અનંત સંસાર થાય છે. તેથી ધીર પુરુષો પ્રાણત્યાગનો અવસર આવી જાય તો પણ ઉત્સૂત્ર બોલતા નથી. તીર્થંક૨, પ્રવચન, શ્રુત, ગણધર, મહર્દિકની આશાતના કરનાર બહુશઃ (પ્રાય:) અનંત સંસારી થાય છે. દેવદ્રવ્યાદિ નાશ-આશાતના કરવાનું ફળ એવી જ રીતે દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, સાધારણદ્રવ્ય તથા વસ્ત્ર-પાત્રાવગેરે ગુરુદ્રવ્યનો નાશ ક૨વાથી કે તેની ઉપેક્ષા કરવાથી પણ મોટી આશાતના થાય છે. કહ્યું જ છે કે :- દેવદ્રવ્યનો વિનાશ કરે, સાધુનો ઘાત કરે, જૈનશાસનની નિંદા કરાવે, સાધ્વીનું ચોથું વ્રત ભંગાવે તો તેના બોધિલાભ (ધર્મની પ્રાપ્તિ) રૂપ મૂળમાં અગ્નિ લાગે છે. દેવદ્રવ્યાદિકનો નાશ ભક્ષણ કરવાથી કે ઉપેક્ષા કરવાથી થાય છે. - શ્રાવકદિનનૃત્ય અને દર્શનશુદ્ધિ પ્રકરણ વગેરેમાં પણ એમ કહ્યું છે કે – દેવદ્રવ્ય અને સાધારણદ્રવ્યનો જે મોહિત મતિવાળો દ્રોહ કરે છે, તે કાં તો ધર્મને જાણતો નથી અને કાં તો તેણે નારકીનું આયુષ્ય બાંધ્યું છે. વ્યાખ્યા - દેવદ્રવ્ય તો પ્રસિદ્ધ જ છે, પણ સાધારણદ્રવ્ય તે દેરાસર, પુસ્તક, આપગ્રસ્ત શ્રાવકવગેરેના ઉદ્ધાર માટેનું (સહાય કરવા) દ્રવ્ય - ઋદ્ધિવંત શ્રાવકોએ મળીને ભેગા કરેલા આ દેવદ્રવ્ય સાધારણદ્રવ્યનો જે દ્રોહ- વિનાશ કરે છે, અથવા દુહઇ-દોગ્ધિ (દોહે છે) એટલે કે વ્યાજે ફેરવવું વગેરે વ્યવહાર કરી એના વ્યાજ વગેરેનો પોતે ઉપભોગ કરે, તે ધર્મનો જ્ઞાતા નથી. અથવા પૂર્વે નરકનું આયુષ્ય બાંધેલું છે. ન૨કે જવાનું નિશ્ચિત કર્યું છે. ચૈત્યદ્રવ્ય વિનાશઅંગે – બે પ્રકારના ભેદવાળા તે દ્રવ્યના વિનાશઅંગે ઉપેક્ષા કરતો સાધુ અનંત સંસારી કહેવાયો છે. આની વ્યાખ્યા - તદ્રવ્ય-તે દ્રવ્ય એટલે ચૈત્યનું દ્રવ્ય, લાકડું, ઇંટ વગેરે. તેનો વિનાશ અહીં બે પ્રકાર (૧) યોગ્ય એટલે કે નવું લાવેલાનો વિનાશ અને (૨) અતીતભાવ - દેરાસ૨માં જ લાગેલાને ઉખેડી નાખવારૂપ વિનાશ. અથવા બીજી રીતે બે પ્રકાર (૧) મૂળ વિનાશ - થાંભલા, કુંભી વગેરેનો વિનાશ અને (૨) ઉત્તર વિનાશ - છાજ, નળિયા વગેરેનો વિનાશ. અથવા બીજી રીતે બે પ્રકાર (૧) સ્વપક્ષ-શ્રાવક વગેરે દ્વારા વિનાશ (૨) પરપક્ષ- મિથ્યાત્વીવગેરે દ્વારા વિનાશ. આમ અનેક રીતે બે ભેદ વિચારી શકાય. ગાથામાં ‘અપિ’ શબ્દ ન હોવા છતાં સમજી લેવાનો છે. (આ અધ્યાહાર કહેવાય) અપિ- પણ ...સાધુ પણ- અહીં પણથી તાત્પર્ય છે કે શ્રાવક તો છોડો, સર્વસાવદ્યનો ત્યાગી સાધુ પણ જો ઉદાસીન રહે- ઉપેક્ષા કરે, તો અનંત સંસારી થાય (એટલે કે દેવદ્રવ્યના વિનાશની સાધુ પણ શ્રાદ્ધવિધિ પ્રકરણ ८८ Page #97 -------------------------------------------------------------------------- ________________ ઉપેક્ષા ન કરી શકે, તો જેનો આ બાબતમાં અધિકાર છે એવો શ્રાવક તો સુતરામ ઉપેક્ષા કરી શકે જ નહીં) ચૈત્યદ્રવ્યનાશની સાધુ પણ ઉપેક્ષા કરી શકે નહીં પ્રશ્ન :- મન-વચન-કાયાથી (અને કરણ, કરાવણ. અનુમોદન) આ ત્રણે રીતે જેણે બધા સાવધનો ત્યાગ કર્યો છે, એવા સાધુનો ચૈત્યદ્રવ્યઅંગે કેવી રીતે અધિકાર હોઇ શકે? (કે જેથી તમે એમને પણ ઉપેક્ષામાં અનંત સંસારના દંડની વાત કરો છો.) ઉત્તર:- જો સાધુ સ્વયં જ રાજા, મંત્રી વગેરે આગળ યાચનાપૂર્વક ઘર, દુકાન કે ગામ વગેરે ગ્રહણ કરવું વગેરે વિધિથી નવું દેરાસર કે ચૈત્યદ્રવ્ય ઉત્પાદન કરે, તો એ અંગે એમનો (સર્વસાવદ્યના ત્યાગી હોવાથી) અધિકાર નથી. તેથી તમારી વાત સાચી ઠરે. પરંતુ જ્યારે કોક ભદ્રપરિણામી માણસવગેરેએ ધર્મઆદિહેતુથી પૂર્વે આપેલું અથવા બીજી રીતે ઉદ્ભવેલું ચૈત્ય (દેવ) દ્રવ્ય જો વિનાશ પામતું હોય, તો તેની જો સાધુ રક્ષા કરે – વિનાશ પામતું અટકાવે, તો એના ઈષ્ટઅર્થની એટલે કે સાવદ્યત્યાગની પ્રતિજ્ઞાની હાનિ થતી નથી. બલ્ક જિનઆજ્ઞાની સમ્યગુ આરાધના થવાથી પુષ્ટિ જ થાય છે. જેમકે નવું જિનાલય નહીં કરાવતો સાધુ પણ પૂર્વે તૈયાર થયેલા જિનાલયના વિરોધીનો નિગ્રહ કરવા દ્વારા રક્ષા કરે, તો એને પ્રાયશ્ચિત્ત પણ આવતું નથી, તેમ જ પ્રતિજ્ઞાભંગ પણ થતો નથી. આગમ પણ આમ જ કહે છે.... કહ્યું જ છે – શંકા - ચૈત્યસંબંધી ક્ષેત્ર, સોનું, ગામ, ગાય વગેરે અંગે ચિંતામાં) લાગેલા તે સાધુને ત્રિકરણ શુદ્ધિ કેવી રીતે થશે? ઉત્તર:- અહીં અનેકાંત છે. જે સાધુ સ્વયં જ ક્ષેત્રવગેરે અંગે માંગણી કરે, તો તેને શુદ્ધિ નથી. પણ જો કોઇ આ બધું ચોરી જતો હોય, તો ત્યાં જો ઉપેક્ષા કરે, તો જે તે ત્રિકરણશુદ્ધિ કહેવાઇ છે, તે રહેતી નથી. અને એ ઉપેક્ષા સાધુની અભક્તિ (જિનવગેરે પર ભક્તિનો અભાવ) ગણાય છે. તેથી નિવારણ કરવું જ જોઇએ (ચોરી વગેરે અટકાવવી જ જોઇએ.) તેવે વખતે તો સંઘે પોતાના સર્વ પ્રયત્નથી (એ નુકસાન અટકાવવા) લાગી જવું જોઇએ. કેમકે એ તો સાધુ કે અસાધુ બધાનું જ કર્તવ્ય છે. દેવદ્રવ્યભક્ષણ-રક્ષણ-વર્ધનના ફળ જે શ્રાવક દેવદ્રવ્યનું ભક્ષણ કરે છે કે ઉપેક્ષા કરે છે, પ્રજ્ઞાહીન તે પાપકર્મથી લેવાય છે. અહીં શ્રાવકનું પ્રજ્ઞાહીનપણું (અબુધપણું) એ છે કે દેવદ્રવ્યનો કોક ભાગ ઉધારરૂપે આપીને છેવટે દેવદ્રવ્યનો વિનાશ થાય એવું કરે. અથવા પ્રજ્ઞાહીન એટલે અલ્પમતિવાળો હોવાથી ઓછા ખર્ચથી કે ધુ ખર્ચથી આ કાર્ય થશે એવું જાણતો નહીં હોવાથી ફાવે તેમ દ્રવ્યનો વ્યય કરે અને ખોટા લેખ લખે (એટલે કે પછી ખોટા બીલ બનાવી ખોટા ખર્ચા દેખાડે) તે કર્મથી લેપાય છે. જે દેરાસરમાં આવતી આવકને અટકાવે - આદાનભંગ કરે કે દેવસંબંધી સ્વીકારેલું (કે હું આટલું ધન આપીશ) ધન આપે નહી, અને દેવદ્રવ્યના થઇ રહેલા વિનાશની ઉપેક્ષા કરે તે સંસારમાં પરિભ્રમણ કરે છે. જિન-પ્રવચનની વૃદ્ધિ કરતાં તથા જ્ઞાન-દર્શન ગુણોની પ્રભાવના કરતાં એવા દેવદ્રવ્યનું જે ભક્ષણ કરે છે, તે અનંત સંસારી થાય છે. (વ્યાખ્યા) જો દેવદ્રવ્ય હોય, તો જ રોજ દેરાસરની શોભા, મહાપૂજા, સત્કાર વગેરે સંભવે છે. વળી ત્યાં પ્રાય: સાધુવર્ગ પણ આવતો હોય છે. એમના વ્યાખ્યાનના શ્રવણવગેરેથી પણ જિનપ્રવચનની વૃદ્ધિ થાય છે. આમ દેવદ્રવ્ય જિનપ્રવચનવૃદ્ધિકર છે. એ જ પ્રમાણે જ્ઞાનઆદિ ગુણોની પણ પ્રભાવના થાય છે. જિનપ્રવચનની વૃદ્ધિ શ્રાદ્ધવિધિ પ્રકરણ L૧છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ કરતાં અને જ્ઞાન - દર્શન ગુણોના પ્રભાવક બનતાં દેવદ્રવ્યની રક્ષા કરતો જીવ પરિમિત સંસા૨વાળો થાય છે. (એ જ રીતે ) જિનપ્રવચનની વૃદ્ધિ કરતાં અને જ્ઞાન-દર્શન ગુણોની પ્રભાવના કરતાં દેવદ્રવ્યની વૃદ્ધિ કરનારો જીવ તીર્થંકરપણું પામે છે. (અહીં ‘વૃદ્ધિ’ કેવી રીતે થાય તે બતાવે છે.) દેવદ્રવ્યની સમ્યગ્ રક્ષા, નવું નવું ધન ઉમેરતા જવું ઇત્યાદિથી દેવદ્રવ્યની વૃદ્ધિ થાય. દેવદ્રવ્યની વૃદ્ધિ કરનારમાં અર્હત (જિનેશ્વર) તથા એમના પ્રવચન પ્રત્યે અતિશય ભક્તિ હોવાથી તેને તીર્થંકર પદવીનો લાભ થાય છે તે સુપ્રસિદ્ધ જ છે. એમ આ ગાથાઓની ટીકામાં જણાવ્યું છે. દેવદ્રવ્યની વૃદ્ધિ યોગ્ય માર્ગે જ કરવી પંદર કર્માદાનો (સાતમાં ભોગોપભોગ વિરમણવ્રતમાં આ પંદર કર્માદાનની વાત આવે છે.) એ કુત્સિત વેપાર છે. તેથી એ છોડીને સદ્યવહા૨વગેરે વિધિથી જ દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી જોઇએ. (આનું તાત્પર્ય એવું લાગે છે કે પંદર કર્માદાનના ધંધા છોડી સારા ધંધામાં નિશ્ચિત ઉચિત વળતર મળે એ રીતે દેવદ્રવ્ય લગાડી દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી જોઇએ. અથવા આવા બીજા નિર્દોષ ઉપાયો યોજી દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી. અથવા એક વાત એવી પણ જાણવા મળી કે શ્રાવકે પંદર કર્માદાન સિવાયના સારા ધંધા વગેરે કરવા. એથી થતી આવકમાંથી અમુક ટકા આવક દેવદ્રવ્ય ખાતે જમા કરાવી દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી. ટૂંકમાં વાત એવી છે કે ઉચિત માર્ગે દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી. તેથી જ આગળ કહે છે-) કેટલાક મૂઢ અજ્ઞાનીઓ મોહવશ થઇ જિનઆજ્ઞાથી રહિત રીતે (જિનઆજ્ઞા જેનો નિષેધ કરે છે, એ માર્ગ) દેવદ્રવ્યની વૃદ્ધિ કરવા છતાં સંસારસાગરમાં ડુબે છે. (અહીં દેવદ્રવ્યની વૃદ્ધિ થતી હોવા છતાં સંસાર ભ્રમણનું કારણ છે જિનાજ્ઞાભંગ.) કેટલાક એમ કહે છે કે શ્રાવક સિવાયની વ્યક્તિને વધુ મૂલ્યવાળી ચીજ ગીરવે લઇ દેવદ્રવ્ય આપી એનું વ્યાજ મેળવીને પણ દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી ઉચિત છે, કેમકે સમ્યક્ત્વવૃશિ વગેરેમાં સંકાશ શેઠની કથામાં આવું કહ્યું છે. (આનું સ્પષ્ટ તાત્પર્ય મને એમ લાગે છે કે શ્રાવકે દેવદ્રવ્ય વ્યાજે લઇ પોતાના નફા માટે ધંધા આદિમાં રોકાણ કરવું જોઇએ નહીં. ધારો કે કોઇ શ્રાવક દેવદ્રવ્ય બાર ટકા વ્યાજે લઇ ધંધામાં રોકી વીસ ટકા નફો કમાય, તો વધારાના આઠ ટકા જે પોતાના નફારૂપ આવ્યા, તે દેવદ્રવ્યની ૨કમપર આવ્યા ગણાય જ ને! તેથી ગ્રંથકારે ‘શ્રાદ્ધવ્યતિરિક્તભ્ય:’ એવો શબ્દ પ્રયોગ કર્યો છે. જો કે આ બાબતમાં ગીતાર્થ મહાપુરુષો જ પ્રમાણભૂત છે.) દેવદ્રવ્ય ભક્ષણ-૨ક્ષણ વગેરે અંગે સાગર શ્રેષ્ઠીનું દુષ્ટાંત છે. સાગર શેઠની કથા સાકેતપુરમાં સાગર શેઠ પરમ શ્રાવક હતા. ‘આ સુશ્રાવક છે' એમ સમજી બીજા શ્રાવકોએ એમને દેવદ્રવ્ય આપી કહ્યું - દેરાસરના કાર્યો કરતા સુથાર વગેરેને તમારે આમાંથી ધન આપવું. સાગર શેઠ પણ લોભગ્રસ્ત બની સુથાર વગેરેને રોકડું આપવાને બદલે સારા મૂલ્યવાળા ધાન્ય, ગોળ, તેલ, ઘી, વસ્ત્ર વગેરે દેવદ્રવ્યથી ખરીદી એનો સંગ્રહ કરી એ ધાન્યવગેરે પેલા સુથારવગેરેને આપે. એમાં જે લાભ થાય, તે પોતાની પાસે રાખે. (દેવદ્રવ્યમાં જમા કરે નહીં.) એમ કરતાં એણે હજા૨ કાકણી જેટલો લાભ મેળવ્યો. (એક રૂપિયાનો એંશીમો ભાગ એક કાકણી કહેવાય. ઐસી કાકણીનો રૂપિર્યા થાય. એટલે કુલ સાડા બાર રૂપિયા થયા.) પણ એમ કરવા જતાં એણે અત્યંત ઘોર દુષ્ટ કર્મો બાંધ્યા. આ પાપનાં આલોચના-પ્રાયશ્ચિત કર્યા વિના મર્યો. ૯૦ વિવિધ પ્રકરા Page #99 -------------------------------------------------------------------------- ________________ મરીને જલમાનવ થયો કે જેની નાભિમાં એવી અંડગોળી થાય કે જે સાથે રાખવાથી દરિયામાં જળચર જીવો કશો ઉપદ્રવ કરી શકતા નથી. સાગરના પેટાળ વગેરેમાં રહેલા શ્રેષ્ઠ રત્નો મેળવવા ઇચ્છતી એક વ્યક્તિએ એને વજ્રમય ઘંટીમાં ફસાવ્યો. એમાં પીલાવાની ઘોર વેદના ભોગવી એ શેઠ મરીને ત્રીજી નરકમાં ઉત્પન્ન થયો. વેદાંતમાં પણ કહ્યું છે- દેવદ્રવ્યથી કે ગુરુદ્રવ્યથી જે (પોતાના) ધનની વૃદ્ધિ થાય છે, એ ધનની વૃદ્ધિ કુલના નાશ માટે થાય છે ને તે મરીને નરકે જાય છે. પછી નરકમાંથી બહાર નીકળી પાંચસો ધનુષ્ય જેટલી કાયાવાળો મોટો માછલો થયો. મ્લેચ્છોએ એને પકડી અંગે અંગના ટુકડા કરી નાખ્યાં. આ મહાપીડા ભોગવી એ ચોથી નરકમાં ઉત્પન્ન થયો. આમ એક-એક ભવના આંતરે સાતે નરકમાં બે બે વાર ઉત્પન્ન થયો. પછી એક હજાર કાકણી જેટલા દેવદ્રવ્યનું ભક્ષણ કર્યું હોવાથી એક-એક હજાર વાર કૂતરા તરીકે, ગટરના ભૂંડ તરીકે, ઘેટા તરીકે, બકરા તરીકે, હરણ તરીકે, સસલા તરીકે, શંબર (‘સાબર’ જાતનું હરણ અથવા માછલો) તરીકે, શિયાળ તરીકે, બિલાડી તરીકે, ઉંદર તરીકે, નોળિયા તરીકે, ઘરના ભૂંડ તરીકે, ગરોળી તરીકે, સાપ તરીકે, વીંછી તરીકે અને વિષ્ઠામાં કૃમિ તરીકે ઉત્પન્ન થયો. (આ દરેકરૂપે હજાર-હજાર વાર ઉત્પન્ન થયો. પંચેન્દ્રિય તિર્યંચના ભવ એક સાથે સાત-આઠથી વધારે થતા નથી. તેથી વચ્ચે-વચ્ચે પૃથ્વીકાયઆદિમાં ગયો હશે તે સમજી લેવું) આ જ રીતે તેણે હજા૨-હજાર ભવ પૃથ્વીકાય, અકાય (પાણીના જીવ), તેઉકાય (અગ્નિજીવ), વાયુકાય, વનસ્પતિકાય, શંખ, છીપ, જળો, કીડા, કીડી, પતંગિયા, માખી, ભમરો, માછલો, કાચબો, ગધેડો, પાડો, બળદ, ઊંટ, ખચ્ચર, ઘોડો, હાથી વગેરે તરીકે કર્યા. આ રીતે એક લાખ ભવ ભમ્યો. પ્રાય: દરેક ભવમાં શસ્ત્રઘાત વગેરેની મોટી પીડા સહન કરતા મર્યો. એ પછી એ દુષ્ટ કર્મોનો મોટો ભાગ ભોગવાઇ ગયા પછી વસંતપુરમાં કોટ્યાધીશ શ્રી વસુદત્ત શેઠ ને ત્યાં એની પત્ની વસુમતીની કુક્ષીએથી પુત્ર તરીકે જન્મ પામ્યો. એ હજી ગર્ભમાં જ હતો ને એના પિતાનું બધું જ ધન નાશ પામી ગયું. આ બાજુ એનો જન્મ થયો ને બીજી બાજુ એના પિતા મરણ શરણ થયા. એ પાંચ વર્ષનો થયો ને માતા મરી. લોકોમાં નિપુણ્યક તરીકે પ્રસિદ્ધ થયો. ભિખારી જેવીથી રંકવૃત્તિથી મોટો થયો. (ભીખ માંગીને મોટો થયો). એકવાર સ્નેહાળુ મામાએ એને જોયો. તેથી પોતાના ઘરે લઇ ગયા. એ જ રાતે ચોરોએ મામાનું ઘર ચોરી લીધું. આમ એ જેના પણ ઘરે એક દિવસ રહે, તેના ઘરમાં ચોર-ધાડ, આગ, ઘરમાલિક વગેરે ત૨ફથી અવશ્ય આપત્તિ આવે જ. તેથી ‘આ તો કબુતરનું બચ્ચું છે’ ‘સળગતી ગાડરી’ ‘સાક્ષાત ઉત્પાત’ વગેરે રૂપે લોકનિંદા થવાથી ઉદ્વિગ્ન થયેલો ને બીજા દેશમાં જવા નીકળેલો તે તામ્રલિપ્તી નગરીમાં પહોંચ્યો, ત્યાં વિનયંધર શેઠને ત્યાં નોકર તરીકે રહ્યો. તે જ દિવસે શેઠનું ઘર આગથી ખાખ થયું. તેથી એ શેઠે એને હડકાયા કુતરાની જેમ કાઢી મૂક્યો. ત્યારે કિંકર્તવ્યમૂઢ થયેલો એ પોતાના પૂર્વે કરેલા કર્મને નિંદવા માંડ્યો. કહ્યું જ છે, ‘જીવો કર્મ કરે છે સ્વવશ-સ્વાધીનપણે, પણ પછી એના ઉદયમાં પરવશ બને છે. વૃક્ષ પર ચડે છે સ્વેચ્છાથી, પણ પછી પડે છે પરવશપણે. એ પછી ‘સ્થાન બદલાવાથી ભાગ્ય બદલાય છે’ એમ માની એ સમુદ્રકિનારે ગયો. ત્યાં તે જ દિવસે આવેલા વહાણમાં નોકર તરીકે ગોઠવાઇ ગયો. એ વહાણના માલિક ધનાવહ નામના શ્રાદ્ધવિધિ પ્રકરણ ૯૧ Page #100 -------------------------------------------------------------------------- ________________ વહાણવટી સાથે એ ક્ષેમકુશળપૂર્વક બીજા દ્વીપમાં પહોંચ્યો. ત્યારે એને વિચાર્યું – અહા! મારું ભાગ્ય ઉઘડ્યું લાગે છે, કેમકે હું ચઢવા છતાં વહાણ ભાંગ્યું નહીં. અથવા શું માર દુર્ભાગ્ય આ કાર્ય કરવું ભૂલી ગયું? જો એમ હોય, તો હવે પાછા વળતી વખતે (દુર્ભાગ્યને ) ફરી આ યાદ ન આવી જાય તો સારું ! પણ દુર્ભાગ્યે એના વિચારને જાણે પકડી લીધો. પાછા ફરતી વખતે દુર્ભાગ્યથી જાણે કે પ્રચંડ દંડના પ્રહારથી ટુકડે ટુકડા ન થઇ જાય, એમ એ વહાણના સો સો ટુકડા થઇ ગયા. ભાગ્યયોગે એ નિષ્ણુણ્યકને એક પાટિયું મળી ગયું. જેમ તેમ કરીને સાગરના કિનારે પહોંચ્યો. ત્યાં એક ગામ હતું. આ નિપૂણ્યક એ ગામના ઠાકોરની સેવામાં જોડાયો. એકવાર ધાડ પડી. ધાડપાડુઓએ ઠાકોરને મારી નાખ્યો અને આને ઠાકોરનો પુત્ર માની બાંધીને જંગલમાં પોતાની પલ્લીમાં લઇ ગયા. જોગ-સંજોગથી બીજા પલ્લીપતિએ હુમલો કરી એ જ દિવસે આ પલ્લીનો નાશ કર્યો. તેથી આ પલ્લીવાળાઓએ પણ આને નિર્ભાગી માની કાઢી મૂક્યો. કહ્યું છે કે એક ટાલિયો સૂર્યના કિરણોથી માથુ તપવાથી હેરાન થઇને છાંયડાવાળુ સ્થાન શોધવા માંડ્યો. ભાગ્યયોગે એને બીલી વૃક્ષ દેખાયું. એની નીચે એ ઊભો રહ્યો, તો ઉપરથી બીલીફળ પડતા મોટા અવાજ સાથે માથુ ભાંગ્યું. ખરેખર ભાગ્યથી હણાયેલો માણસ જ્યાં જાય છે, ત્યાં ત્યાં આપત્તિઓ પહોંચી જાય છે. આ રીતે જુદા જુદા નવસો નવાણુ સ્થળોએ એના કારણે ચોર, પાણી, અગ્નિ, સ્વચક્ર (તે જ નગરના રાજાના સૈનિકો દ્વારા) પરચક્ર (વિરોધી રાજાના સૈનિકોના હુમલા દ્વારા) મરકી વગેરે અનેક ઉપદ્રવો થવાથી કાઢી મૂકવા વગેરે અનેક મહા દુ:ખો સહન કરી એક વાર મોટી અટવીમાં જેના પરચા ઘણાને મળ્યા છે, એવા જાગૃત સેલક યક્ષના મંદિરે પહોંચ્યો. ત્યાં એકાગ્ર મનવાળા થઇ એની આરાધના કરવા માંડી. રોજ પોતાના દુ:ખનું નિવેદન કરે અને ઉપવાસ કરે. આ રીતે એકવીસ દિવસ થયા ત્યારે સેલક પ્રસન્ન થયો. યક્ષે કહ્યું - હે ભદ્ર! સાંજે મારી સામે હજારો સુવર્ણચંદ્રકથી યુક્ત મોર નૃત્ય કરશે. તારે રોજ એના નૃત્ય કરતાં પહેલા સુવર્ણય પીછાઓ લઇ લેવા. ખુશ થયેલા એણે પણ રોજ સાંજે એ રીતે થોડા થોડા પીછા ગ્રહણ કરવા માંડ્યા. આમ રોજે રોજ કરતા એની પાસે નવસો પીછા થઇ ગયા. હવે માત્ર સો પીછો બાકી હતા. એ વખતે એના દુષ્ટકર્મે એને દુર્બુદ્ધિ આપી. તેથી એણે વિચાર્યું. આ પીછાઓ ગ્રહણ કરવા હજી મારે કેટલા દિવસ આ જંગલમાં રહેવું પડશે? એના કરતાં તો હવે એક જ મુઠ્ઠીથી બાકી રહેલા બધા પીછા એક સાથેજ ગ્રહણ કરી લઉં! આમ વિચારી એ સાંજે મોરને પકડી એક જ મુઠ્ઠીથી બચેલા પીછા લેવા ગયો, ત્યાં તો મોર કાગડો થઇને ઉડી ગયો ને પોતાની પાસે રહેલા પણ બધા પીછા નાશ પામી ગયા. કહ્યું જ છે કેભાગ્યને ઓળંગીને જે કાર્ય કરાય છે, તે ફળદાયી બનતું નથી. ચાતકે સરોવરનું પાણી પીધું તો ગળામાં રહેલા કાણામાંથી બધું નીકળી ગયું. (એવું મનાય છે કે ચાતક પંખીના ગળામાં કાણું હોય છે. તેથી એ વરસાદ વખતે એ રીતે ગળું રાખી બેસે ને એના ગળામાંથી એ વરસાદનું પાણી એના પેટમાં જાય, એથી જ એની તરસ છીપે. આ એનું ભાગ્ય છે. હવે કોઇ ચાતક જો તરસથી પીડા પામી સરોવરનું પાણી ચાંચવાટે પીએ, તો એ બધુ ગળાના કાણામાંથી બહાર નીકળી જાય. આમ ભાગ્યને ઓળંગી શકાતું નથી.) આમ બધા પીછાં નાશ પામવાથી “અરર! મેં ફોગટની ઉતાવળ કરી’ એમ પસ્તાવો કરી ખિન્ન થઇને આમ તેમ ભટકતા એ નિપૂણ્યકે એક જ્ઞાની સાધુને જોયા. એમને નમન કરી પોતાની એક ૯૨ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #101 -------------------------------------------------------------------------- ________________ હજાર વખતની નિષ્ફળતા વર્ણવી પૂછ્યું – “મેં પૂર્વભવે એવું શું પાપ કર્યુ હતું કે તેનો મને આ ભવમાં આવો દંડ મળી રહ્યો છે?” ત્યારે પોતાના જ્ઞાનથી એનો પૂર્વભવ જાણેલા સાધુએ નિપુણ્યકને સાગર શેઠના ભવથી માંડી અત્યાર સુધી જે-જે અનુભવ્યું હતું, તે બધું પૂર્વભવસ્વરૂપ સ્પષ્ટ શબ્દોમાં બતાવ્યું. પછી સાધુએ કહ્યું - દેવદ્રવ્યના ઉપભોગથી બાંધેલુ તે દુષ્કર્મનું હજી આ ભવમાં પ્રાયશ્ચિત્ત કરી લે. પેલાએ પ્રાયશ્ચિત્ત પૂછ્યું. સાધુએ કહ્યું - તેં જેટલું દેવદ્રવ્ય વાપર્યું હતું, તેનાથી અધિક રકમ તું દેવદ્રવ્યમાં જમા કરાવ. અને હવે આ ભવમાં દેવદ્રવ્યની રક્ષા અને વૃદ્ધિ કર. તો જ તારા પૂર્વે બાંધેલા કર્મ નાશ પામશે. પછી તું બધા પ્રકારના ભોગ-સુખ મેળવી શકીશ. ત્યારે એ નિષ્ણુણ્યકે સાધુ પાસે અભિગ્રહ લીધો કે મેં પૂર્વભવમાં એક હજાર કાકણી જેટલું દેવદ્રવ્ય વાપરેલું. તેથી આ ભવમાં જ્યાં સુધી એથી એક હજાર ગણી રકમ દેવદ્રવ્યમાં ન આપું, ત્યાં સુધી વસ્ત્ર-આહાર આદિ જરુરિયાતથી વધારે થોડું પણ ધન મારી પાસે નહીં રાખવું પણ દેવદ્રવ્યમાં ભરતા જવું. નિપૂણ્યકે સાથે સાથે વિશુદ્ધ શ્રાવકધર્મ પણ અંગીકાર કર્યો. એ પછી જે – જે વેપાર કરે, એમાં એ ઘણું દ્રવ્ય કમાતો હતો. પણ તે બધું દ્રવ્ય એ દેવદ્રવ્યમાં જમા કરાવવા માંડ્યો. આમ થોડા જ દિવસમાં દેવદ્રવ્યમાં દસ લાખ કાકણી જેટલું દ્રવ્ય જમા કરાવી દઈ એ દેવદ્રવ્યના ઋણમાંથી મુક્ત થયો. એ પછી તો એ ખૂબ કમાયો. પોતાના નગરે પહોંચ્યો. ત્યાં બધા શેઠોનો અગ્રેસર બન્યો. રાજાને પણ માન્ય બન્યો. હવે એ પોતે કરાવેલા અને બીજા એમ બધા જૈન દેરાસરોમાં પોતાની પૂરી શક્તિથી દેરાસરસંબંધી બધી ચિંતાઓ-કાર્યો કરવા માંડ્યો. રોજ મહાપૂજા, પ્રભાવના વગેરે કરાવવા, સારી રીતે દેવદ્રવ્યનું રક્ષણ કરવું, યોગ્ય રીતે એની વૃદ્ધિ કરાવવી વગેરે કાર્યો કરી દીર્ઘકાળ સુધી અદૂભુત પુણ્યનો સંચય કર્યો ને તીર્થકર નામકર્મ બાંધ્યું. પછી દીક્ષા લીધી. ગીતાર્થ સાધુ બન્યો. યથાયોગ્ય ધર્મદેશનાઓ દીર્ઘકાળ સુધી આપી વગેરે કાર્યો કરી જિનેશ્વરદેવપ્રત્યેની અતિશય ભક્તિથી વીશસ્થાનકનું જિનભક્તિરૂપ પ્રથમ સ્થાનક આરાધી તીર્થકર નામકર્મ નિકાચિત કર્યું. એ પછી સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ બન્યો. પછી તીર્થકરપદની સમૃદ્ધિ ભોગવી મોક્ષે ગયો. દેવદ્રવ્યના વિષયમાં સાગરશેઠની આ કથા છે. જ્ઞાનદ્રવ્ય અને સાધારણ દ્રવ્ય અંગે પુણ્યસાર-કર્મસાર કથા ભોગપુર નામનું નગર હતું. ત્યાં ચોવીશ કરોડ સોનામહોરના માલિક ધનાવહ શેઠ રહેતા હતા. એમની પત્નીનું નામ ધનવતી હતું. એમને યુગલ તરીકે બે બાળકો જનમ્યા. એકનું નામ રાખ્યું કર્મસાર અને બીજાનું નામ રાખ્યું પુણ્યસાર. બંને સૌભાગ્યશળી હતા. એકવાર ધનાવહે નૈમિત્તિકને પુછ્યું - મારા આ બંને પુત્રોનું ભવિષ્ય કેવું લાગે છે? નૈમિત્તિકે કહ્યું – કર્મસાર જડ પ્રકૃતિવાળો થશે. બિલકુલ બુદ્ધિવગરનો થશે, અને જ્યાં ત્યાં ઉધી બુદ્ધિના કારણે ઘણા પ્રયત્નો પછી પણ પૂર્વનું બધું જ ધન ગુમાવી બેસશે, નવું કશું કમાશે નહી. તેથી દીર્ઘકાળ સુધી દારિદ્ય વગેરે દુ:ખ ભોગવશે. પુણ્યસાર પણ પૂર્વનું બધું ધન ગુમાવી દેશે. નવું કમાયેલું ધન પણ વારંવાર ગુમાવીને દુ:ખી થશે. પણ વેપારવગેરે કળામાં નિપુણ થશે. બંનેને પછી વૃદ્ધાવસ્થામાં ધન, સુખ, સંપત્તિ વગેરેની વૃદ્ધિ થશે. પછી શેઠે બંનેની યોગ્ય ઉમર થવા પર બંનેને ભણાવવા જ્ઞાની ઉપાધ્યાયને સોંપ્યા. પુણ્યસાર તો કષ્ટ વિના બધી વિદ્યા શીખી ગયો. પણ કર્મસારને ભણાવવાના ઘણા પ્રયત્ન કર્યા પછી પણ તેને શ્રાદ્ધવિધિ પ્રકરણ ૯૩ Page #102 -------------------------------------------------------------------------- ________________ *લા. અક્ષર માત્ર પણ જ્ઞાન ચડ્યું નહીં. વધું શું કહેવું? એને વાંચતા-લખતા પણ આવડ્યું નહીં. આ તો બધી રીતે સાવ પશુ જેવો છે” એમ સમજી ઉપાધ્યાયે પણ એને ભણાવવાનું બંધ કર્યું. બંને યુવાવસ્થામાં આવ્યા, ત્યારે પિતા શ્રીમંત હોવાથી બંનેને શેઠકન્યાઓ સરળતાથી મળી ગઇ. બંનેના એ-એ કન્યા સાથે લગ્ન પણ કરાવી દીધા. બંને પરસ્પર કલહ કરે નહીં એ હેતુથી શેઠે બંનેને બાર-બાર કરોડ સોનામહોર આપી અલગ-અલગ ઘર કરી આપ્યા. માતા-પિતા દીક્ષા લઇ સ્વર્ગે ગયા. કર્મસાર સ્વજનો વગેરે ના પાડે તો પણ પોતાની ખોટી બુદ્ધિથી તે-તે જ વેપાર કરે કે જેમાં સ્પષ્ટ ધનહાનિ થાય. આમ કરી એણે થોડા જ દિવસોમાં પિતાએ આપેલા બાર કરોડ સોનામહોર ગુમાવી દીધા. પુણ્યસારના ઘરે ખાતર પાડી ચોરોએ એના બાર કરોડ સોનામહોર ચોરી લીધા. આમ બંને ગરીબ થઇ ગયા. તેથી સ્વજનોએ પણ એમની સાથેના સંબધ છોડી દીધા. બંનેની પત્ની પણ ભૂખ-તરસ વગેરે પીડાથી દુ:ખી થઇ પોત-પોતાના પિયરમાં ચાલી ગઇ. કહ્યું છે કે લોકો ધનવાન પુરુષ સાથેના પોતાના ખોટા સંબંધ પણ પ્રગટ કરે છે. અને ધનહીનના તો નજીકના સ્વજનો પણ તેનાથી લજ્જા પામે છે. વૈભવ ગુમાવી દીધેલાને તો પરિજન તે ગુણવાન હોય તો પણ નિર્ગુણ ગણે છે. અને ધનવાન હોય, તો એનામાં દક્ષતા વગેરે ગુણો ન હોય, તો પણ તેનામાં એ ગુણો છે એમ તેની સ્તુતિ કરે છે. લોકો કર્મસારને બુદ્ધિહીન અને પુણ્યસારને નિર્ભાગી એમ કહી એ બંનેનું અપમાન કરવા માંડ્યા. તેથી લજ્જા પામેલા બંને બીજા દેશમાં ગયા. બંને જુદા-જુદા શેઠના ઘરે રહ્યા. કર્મસારને ધન કમાવવા માટે બીજા કોઇ ઉપાય મળ્યા નહીં, તેથી એ શેઠને ત્યાં જ નોકરીએ રહ્યો. પણ એ શેઠ જુઠા વ્યવહાર કરવાવાળો અને કંજુસ હતો. કહેલો પગાર પણ આપતો ન હતો. ‘અમુક દિવસે આપીશ” એમ કહી કર્મસારને વારંવાર ઠગતો હતો. આમ થવાથી ઘણા દિવસોની નોકરી પછી પણ એને જરા પણ ધન મળ્યું નહીં. પુણ્યસારને કેટલુંક ધન મળ્યું ખરું, પણ પ્રયત્નપૂર્વક છુપાવવા છતાં કોક ધુતારો એ ધન ઉપાડી ગયો. આમ જુદા જુદા ઘણા સ્થળે નોકરી કરી, પણ કશું જ પામ્યા જ નહીં. પછી ધાતુવાદ, ખાણ ખોદવી, સિદ્ધ રસાયણ પ્રયોગ, રોહણ પર્વત (જ્યાં રત્નો ઘણા સુલભ છે) પર ગમન, મંત્રસાધન, રુદતી વગેરે ઔષધિ ગ્રહણ કરવી વગેરે ધન કમાવવાના એ વખતે જેટલા પ્રયોગો હતા, તે બધા અજમાવી જોયા. કુલ અગ્યાર વાર મોટા પ્રયત્નો કર્યા. છતાં કર્મસાર ખોટી બુદ્ધિના કારણે વિપરીત કરવું વગેરે કારણે કશું પામી શક્યો નહીં, પણ એ બધા પ્રયત્નો સંબંધી કષ્ટ-દુ:ખો જ સહન કર્યા. પુણ્યસાર દરેક વખતે કમાયો ખરો, પણ પ્રમાદ વગેરેના કારણે દરેક વખતે ગુમાવી બેઠો. તેથી ઉગ પામેલા એ બંને વહાણમાં ચઢી રત્નદ્વીપ ગયા, ત્યાં પરચા પુરતી રત્નદ્વીપ દેવીની આગળ “મૃત્યુ આવે તો પણ દેવીને પ્રસન્ન કર્યા વગર હટવું નથી’ એવો સંકલ્પ કરી બેસી ગયા. આઠમાં ઉપવાસે દેવીએ દર્શન આપ્યા, પણ કહ્યું – તમારા બંનેના ભાગ્યમાં નથી. આ સાંભળી કર્મસાર તો ઊભો થઈ રવાના ગયો. પણ પુણ્યસાર બેઠો રહ્યો. એકવીશ ઉપવાસ થયા, ત્યારે દેવીએ એને ચિંતામણિરત્ન આપ્યું. આ જાણી કર્મસારને પસ્તાવો થયો. ત્યારે પુણ્યસારે કહ્યું- તું વિષાદ નહીં પામ. આ રત્નથી તારું ચિંતવેલું પણ સિદ્ધ થશે. પછી પ્રસન્ન થયેલા બંને પાછા ફરવા વહાણમાં ચડ્યા, રાતે શ્રાદ્ધવિધિ પ્રકરણ ૯૪ Page #103 -------------------------------------------------------------------------- ________________ પૂનમનો ચાંદ આકાશમાં ઉદય પામ્યો ત્યારે કર્મસારે પુણ્યસારને કહ્યું- ભાઇ! પેલું ચિંતામણી રત્ન કાઢ તો જોઇએ તો ખરા, એનું તેજ વધારે છે કે આ ચંદ્રનું! તેથી પુણ્યસારે એ રત્ન કાર્યું. પછી વહાણના કિનારે ઊભા રહી એ રત્નને હાથમાં રાખી એકવાર ચંદ્ર તરફ અને બીજીવાર રત્ન તરફ જોવા માંડ્યા કે કોનું તેજ વધે છે! પણ દુર્ભાગ્યથી આમ કરવા જતાં રત્ન હાથમાંથી પડી ગયું અને એમના મનોરથની સાથે રત્ન પણ સમુદ્રમાં ડુબી ગયું. તેથી અત્યંત દુ:ખી થયેલા બંને ફરી પોતાના નગરમાં આવ્યાં. ત્યાં જ્ઞાની સાધુના દર્શન થયા. બંનેએ સાધુને પોતાનો પૂર્વભવ પૂક્યો. જ્ઞાની સાધુએ કહ્યું છે ચંદ્રપુર નગરમાં જિનદત્ત અને જિનદાસ નામના બે પરમ શ્રાવક શેઠ વસતા હતા. એકવાર બીજા શ્રાવકોએ ભેગું થયેલું ઘણું જ્ઞાનદ્રવ્ય જિનદત્તને અને સાધારણદ્રવ્ય જિનદાસ શેઠને રક્ષણ માટે સોપ્યું. બંને એ દ્રવ્યોની સારી રીતે રક્ષા કરવા માંડ્યા. એકવાર જિનદત્તે પોતાની પોઠીમાં કાં'ક ગાઢ દેખાતુ લખાણ લેખક પાસે લખાવ્યું. તે વખતે પોતાની પાસે બીજું ધન નહીં હોવાથી આ લખાણ એ પણ જ્ઞાનનું જ સ્થાન છે એમ માની જ્ઞાનદ્રવ્યમાંથી બાર સિક્કા (દ્રમ્મ) લેખકને આપ્યા. જિનદાસે તો “સાધારણ દ્રવ્ય સાતે ક્ષેત્રમાં વાપરવા યોગ્ય ગણાય. તેથી શ્રાવકયોગ્ય પણ ગણાય. હું પણ શ્રાવક છું” (તેથી મારામાટે વાપરું તો પણ દોષ નહીં લાગે) એમ વિચારી પોતાના ઘરના ગાઢ પ્રયોજન માટે પોતાની પાસે બીજું દ્રવ્ય ત્યારે ન હોવાથી એ સાધારણ દ્રવ્યમાંથી બાર સિક્કા વાપર્યા. પછી મરીને બંને તે દુષ્કર્મોના પ્રભાવે પહેલી નરકે ગયા. વેદાંતમાં પણ કહ્યું છે - પ્રભાસ્વ (સાધારણ દ્રવ્ય) અંગે કંઠગત પ્રાણ આવી જાય (મરવાની નોબત આવી જાય), તો પણ ખોટી બુદ્ધિ કરવી નહીં. અગ્નિથી બળેલા ફરીથી ઉગે છે, પણ પ્રભાસ્વથી બળેલા ઉગતા નથી (ઉદય પામતા નથી.) પ્રભાસ્વ, બ્રહ્મહત્યા, ગરીબનું ધન, ગુરુપત્ની અને દેવદ્રવ્ય (આટલા અંગે ખોટું કાર્ય) સ્વર્ગમાં રહેલાનું પણ પતન કરે છે. પહેલી નરકમાંથી બહાર નીકળેલા બંને સાપ થયા. પછી બીજી નરકે ગયા. પછી ગીધ બન્યા, પછી ત્રીજી નરકમાં ગયા. એમ એક-બે વગેરે ભવોના વચ્ચે-વચ્ચે આંતરા સહિત બંને સાતે નરકમાં જઇ આવ્યા. પછી એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, પચૅન્દ્રિય તિર્યંચ આ બધામાં બાર હજાર ભવો કરી ખૂબ દુ:ખ ભોગવ્યા. પછી એ દુષ્કર્મ ઘણું ખપી ગયા પછી તમે બંને આ ભવ પામ્યા છો. તમે બંનેએ બાર દ્રમ્મનો ઉપયોગ કર્યો હતો. તેથી બાર હજાર ભવોમાં દુ:ખ પામ્યા. આ ભવમાં પણ બાર-બાર કરોડ સોનામહોર ગુમાવ્યા. અને બાર વાર મોટા પ્રયત્ન કરવા છતાં મળેલા ધનની હાનિ, પર ઘરમાં નોકરપણું વગેરે ઘણા દુ:ખ પામ્યા. એમાં પણ કર્મચારે પૂર્વભવમાં જ્ઞાનદ્રવ્યનો ઉપયોગ કર્યો હતો, તેથી બુદ્ધિહીન પ્રજ્ઞાહીન થયો. આ સાંભળી બંનેએ શ્રાવકધર્મ સ્વીકાર્યો. પ્રાયશ્ચિતતરીકે બાર દ્રમ્મના હજાર ગુણા ક્રમશ: જ્ઞાનખાતે અને સાધારણખાતે કમાતાની સાથે આપી દવાનો નિયમ લીધો. આ નિયમના પ્રભાવે બંનેના પૂર્વભવીય કર્મ ક્ષય પામ્યા. તેથી ધન કમાયા. એથી હજાર ગણું ધન જ્ઞાન અને સાધારણ ખાતે આપી ઋણમુક્ત થયા. એ પછી બાર કરોડ સોનામહોર કમાયા. તેથી શ્રીમંત સુશ્રાવક થઇ સારી રીતે જ્ઞાનદ્રવ્ય અને સાધારણ દ્રવ્યની રક્ષા અને તે તે દ્રવ્યની વૃદ્ધિ વગેરે કર્યા. સારી રીતે શ્રાવક ધર્મ પાળી, દીક્ષા લઇ મોક્ષ પામ્યા. આ જ્ઞાનદ્રવ્ય - સાધારણદ્રવ્ય સંબંધી કર્મચાર-પુણ્યસારની કથા છે. શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #104 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાદિદ્રવ્ય અંગે વિવેક શ્રાવકોને જ્ઞાનદ્રવ્ય તો દેવદ્રવ્યની જેમ જ કલ્પતું નથી. સાધારણદ્રવ્ય પણ સંઘે આપ્યું હોય, તો જ વાપરવું કહ્યું, અન્યથા નહીં. સંઘે પણ સાધારણદ્રવ્ય સાત ક્ષેત્રના કાર્યમાં જ વાપરવું જોઇએ. પણ બીજા યાચક વગેરેને એમાંથી આપી શકે નહીં. વર્તમાનકાલીન (ગ્રંથકારના સમયે) વ્યવહારથી ગુરુપૂંછનઆદિથી (ગુરુની સામે આરતીની જેમ ઉતારી જે દ્રવ્ય ભેટ તરીકે મુકાય, તે ગુરુન્યુંછનથી ઉદ્ભવેલુ દ્રવ્ય ગણાય) જે દ્રવ્ય સાધારણ કરાય છે – સાધારણ ખાતામાં લઇ જવાય છે, એ દ્રવ્ય શ્રાવકશ્રાવિકાઓને આપવામાં કોઇ યુક્તિ દેખાતી નથી. (એમ કરવું યોગ્ય લાગતું નથી-એવું તાત્પર્ય છે.) એ દ્રવ્ય ધર્મશાળાવગેરે કાર્યમાં શ્રાવકો વાપરે છે. એમાં દોષ નથી-એવું તાત્પર્ય છે.). એ જ રીતે જ્ઞાનદ્રવ્ય જે કાગળ-પત્તા વગેરે સાધુવગેરેને અર્પણ કરાયા હોય, તે શ્રાવકે પોતાના કાર્યમાટે વાપરવા જોઇએ નહીં. એ કાગળવગેરે એથી અધિક મૂલ્ય આપ્યા વિના પોતાની પોઠી વગેરેમાં પણ રાખવા નહીં. સાધુ વગેરેની મુહપત્તી વગેરે પણ ગુરુદ્રવ્ય હોવાથી શ્રાવકે વાપરવી જોઇએ નહીં. સ્થાપનાચાર્ય અને નવકારવાળી વગેરે તો પ્રાય: શ્રાવકને આપવામાટે ગુરુઓ વહોરે છે, તેથી ગુરુએ આપેલા સ્થાપનાચાર્ય વગેરે શ્રાવકો ગ્રહણ કરે એ વ્યવહાર દેખાય છે. સાધુ-સાધ્વીઓએ પણ ગુરુના આદેશ વિના લહિયા પાસે લખાવવું, વસ્ત્ર, સૂતર વગેરે વહોરવું પણ કલ્પતું નથી. વગેરે વાતો વિચારવી જોઇએ. આમ થોડુંક વાપરવામાત્રથી પણ અત્યધિક પ્રમાણમાં દારુણ વિપાક જાણી વિવેકી પુરુષોએ દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, સાધારણદ્રવ્યનો થોડો પણ ઉપભોગ ટાળવો જોઇએ. તેથી જ માળા પરિધાન, પહેરામણી મુકવી, ચૂંછનકરણ વગેરેમાટે બોલેલું દ્રવ્ય ત્યારે જ આપી દેવું યોગ્ય ગણાય છે. એમ થવું ન સંભવે, તો પણ જેટલું જલ્દી અર્પણ કરે, તેટલો અધિક લાભ થાય છે - ગુણકારી બને છે. વિલંબ કરવામાં જો કદાચ દુર્ભાગ્યથી સર્વસ્વનો નાશ થઇ ગયો, મૃત્યુ થઇ ગયું વગેરે કારણથી બોલેલું ભરવાનું બાકી રહી ગયું, તો સુશ્રાવકની પણ દુર્ગતિ વગેરે થવી અટકી શકતી નથી. દ્રવ્યાર્પણમાં વિલંબપર ઋષભદત્તનું દષ્ટાન્તા સંભળાય છે કે મહાપુર નામના નગરમાં ઋષભદત્ત નામનો પરમ શ્રાવક મોટો શેઠ રહેતો હતો. તે એકવાર પર્વદિવસે દેરાસર ગયો. તેણે પાસે દ્રવ્ય ન હોવાથી ઉધાર રાખી પરિધાાનિકા અર્પણ સ્વીકાર્યું. પછી બીજા-બીજા કાર્યોમાં વ્યગ્ર રહેવાથી તરત જ એ દ્રવ્ય ચૂકવ્યું નહી. એકવાર દુર્ભાગ્યથી એના ઘરે ધાડ પડી. ધાડપાડુઓએ બધું લુંટી લીધું. તે વખતે શેઠના હાથમાં શસ્ત્ર જોઇ ગભરાયેલા તેઓએ શસ્ત્રોના ઘા કરી શેઠને મારી નાખ્યાં. એ શેઠ મરીને એ જ નગરમાં અત્યંત નિર્દય અને ગરીબ પાડાવાહકને ત્યાં પાડા તરીકે જનમ્યા. હવે હંમેશા એ ઘર-ઘર માટે પાણી વગેરે વહન કરવા માંડ્યો. એ નગર ઉચાણપર હતું. ને નદી નીચાણમાં હતી. તેથી પાણીનો ભાર વહન કરી ઉંચાણ પર ચઢાણ કરવું પડે. આવું આખો દિવસ-રાત વહન કરીને, તથા માલિક પણ હોવાથી ભૂખતરસથી પીડાતો રહી અને માલિક નિર્દય હોવાથી વારંવાર સોટી વગેરેના માર ખાઇને તે મોટી પીડા લાંબા કાળ સુધી ભોગવતો રહ્યો. ૯૬ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #105 -------------------------------------------------------------------------- ________________ એકવાર નવા તૈયાર થઇ રહેલા દેરાસરની ભીંતમાટે પાણી લાવતા એણે દેરાસર-પ્રતિમા વગેરે જોયા. એ જોતા જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી બીજાઓએ ઘણા પ્રયત્ન કરવા છતાં એ દેરા છોડતો જ ન હતો. તેથી શ્રાવકોએ જ્ઞાની સાધુને આઅંગે પૂછ્યું. સાધુએ એનો પૂર્વભવ કહ્યો અને દેવદ્રવ્યમાં બાકી રહી ગયેલી રકમની વાત કરી. પછી શ્રાવકોને પ્રેરણા કરી કે તમે એનું જેટલું બાકી રહ્યું છે, તેથી હજારગણું ભરી એને દેવદ્રવ્યના ઋણમાંથી મુક્ત કરો. શ્રાવકોએ તેમ કર્યું. આમ દેવદ્રવ્યના ઋણમાંથી મુક્ત કરાયેલો છે અનશન કરી સ્વર્ગે ગયો. પછી ક્રમશ: મોક્ષે ગયો. પોતાની રકમ વાપરી કોઇને દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્યવગેરે શુભખાતાના ઋણમાંથી મુક્ત કરાવવો એ પણ શ્રેષ્ઠ સાધર્મિક ભક્તિ છે. એથી એ ભવિષ્યમાં દુર્ગતિઓની પરંપરારૂપ બહુ મોટા અનર્થથી બચી જાય છે.) બોલેલી રકમ શીધ્ર ભરી દેવી દેવયોગ્ય ધન આપવામાં વિલંબ કરવા અંગે આ દૃષ્ટાંત છે. તેથી દેવદ્રવ્ય કે જ્ઞાનદ્રવ્યમાં જે રકમ ભરવાની હોય, તે ક્ષણવાર માટે પણ રાખી ન મુકતા તત્કાલ ભરી દેવી. વિવેકી માણસ તો બીજાને પણ આપવાની રકમમાં વિલંબ કરતા નથી, તો દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય વગેરે અંગે તો વાત જ શી કરવી? જ્યારે અને જેટલા પ્રમાણમાં (બોલી બોલી) માળાપરિધાન વગેરે કર્યા હોય, ત્યારે અને તેટલા પ્રમાણમાં એટલી રકમ દેવદ્રવ્યાદિની થઇ જાય છે. પછી એ રકમ પોતાના માટે કેવી રીતે વાપરી શકાય? અથવા એ રકમથી થતાં નફાવગેરે લાભ પણ કેવી રીતે ગ્રહણ કરી શકાય? કેમકે એમ કરવામાં પુર્વે કહ્યું તેમ દેવઆદિ દ્રવ્યના ઉપભોગનો દોષ લાગવાનો પ્રસંગ છે. તેથી તરત જ એ આપવા યોગ્ય રકમ અર્પણ કરી દેવી જોઇએ. જે તરત ભરી દેવા સમર્થ ન હોય, એણે પણ પહેલેથી જ પખવાડિયું, અઠવાડિયું વગેરેની મુદત સ્પષ્ટ કરી દેવી જોઇએ, અને એ મુદત પૂરી થાય, એ પહેલા જ ઉઘરાણીની રાહ જોયા વિના પોતે જ સામેથી જ ભરી દેવી જોઇએ. જો એ મુદત ઓળંગી જાય (ને રકમ ન ભરાય) તો દેવદ્રવ્યના ઉપભોગનો દોષ લાગે છે. દેવદ્રવ્યઅંગે ચિંતા કરનારાઓએ (એ અંગેના કાર્યમાં નિયુક્ત થયેલાઓએ) પણ થાકયા વિના શીધ્ર પોતાના દ્રવ્યની જે રીતે ઉઘરાણી કરાતી હોય છે, એ રીતે જ દેવદ્રવ્ય અંગે ઉઘરાણીઓ કરવી જોઇએ. અન્યથા જો ઘણો વિલંબ થયો અને દુર્ભિક્ષ થાય, વિરોધી રાજા જીતી જવાથી દેશભંગ થાય, દુ:સ્થતા (ગરીબી આવી જાય) વગેરે સંભવે, તો પછી ઘણા પ્રયત્ન પછી પણ એ રકમ મળવી અક્ય બની જાય. એમ થાય તો મોટો દોષ લાગે છે. દેવાદિદ્રવ્યની ઉઘરાણીમાં ઢીલ અંગે દષ્ટાંત જેમ મહેન્દ્રપુરમાં જિનાલયમાં ચંદન, બરાસ, ફુલ, અક્ષત, ફળ, નૈવેદ્ય, દીપક, તેલ, ભંડાર, પૂજા-સામગ્રી, તેમાં સમારકામ (સફાઇ), દેવદ્રવ્યની ઉઘરાણી, એનું લેખન, સારા પ્રયત્નપૂર્વક દેવદ્રવ્યની સ્થાપના, (સુરક્ષા) તેની આવક, તેનો વ્યય વગેરે કાર્યોમાટે અલગ અલગ ચાર-ચાર શ્રાવકો કાર્યકરતરીકે શ્રી સંઘે નિયુક્ત કર્યા. એ બધા સારી રીતે એ કાર્યો કરતા હતા. એકવાર મુખ્ય કાર્યકર ઉઘરાણી કરવી વગેરે વખતે કો'કના મુખેથી જે તે શબ્દો સાંભળવાવગેરેના કારણે દુ:ખી થયો ને તેથી એ કાર્યમાં શિથિલ થયો. ‘બધા વ્યવહારો મુખ્યને અનુસરે છે' એ ન્યાયથી તેથી બીજા પણ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #106 -------------------------------------------------------------------------- ________________ કાર્યકરો શિથિલ થયા. એવામાં જ દેશભંગના કારણે (ઉઘરાણી વગેરે નહીં થવાથી) ઘણું દેવદ્રવ્ય નાશ પામ્યું. આના કારણે બંધાયેલા કર્મથી તે અસંખ્ય ભવ સંસારમાં ભટક્યો. આ દેરાસર સંબંધી ચિંતા કાર્યમાં શિથિલતા અંગે દૃષ્ટાંત છે. દેરાસરની વસ્તુઓ અંગે ધ્યાન રાખવા જેવી બાબતો તેમજ દેવદ્રવ્યઆદિમાં જે આપવાનું હોય, તે સારું જ આપવું. ઘસાયેલું અથવા ખોટું નાણું વગેરે ન આપવું. તેમ જ દેવ, જ્ઞાન તથા સાધારણ દ્રવ્ય સંબંધી ઘર, દુકાન, ક્ષેત્ર, વાડી, પાષાણ, ઇંટ, કાષ્ઠ, વાંસ, નળિયાં, માટી, ખડી, આદિ ચીજો તથા ચંદન, કેસર, બરાસ, ફૂલ છાબડીઓ, ચંગેરીઓ, ધૂપધાણું, કળશ, વાળાકુંચી, છત્રસહિત સિંહાસન, ચામર, ચંદરવા, ઝલ્લરી, ભેરી આદિ વાજિંત્ર, તંબુ, કોડિયાં, પડદા, કાંબળ, સાદડી, કબાટ, પાટ, પાટલા, પાટલીઓ, કુંડી, ઘડા, ઓરસીઓ, કાજળ, જળ અને દીવા આદિ વસ્તુ તથા મંદિરની શાળામાં થઇને પરનાળાના માર્ગે આવેલું પાણી વગેરે પણ પોતાના કામ માટે નહીં વાપરવા. કારણ કે, દેવદ્રવ્યની જેમ તેના ઉપભોગથી પણ દોષ લાગે છે. વળી ચામર, તંબુઆદિ વાપરવાથી મલિન થવાનો તથા તૂટવા- ફાટવાના સંભવમાં વધારાનો દોષ પણ લાગે છે. ભગવાન આગળ દીવો કરીને તે જ દીવાથી ઘરનાં કામ ન કરવા. તેમ કરે, તો તિર્યંચ યોનિમાં જાય. એ ઉપર એવું દૃષ્ટાંત છે કે મંદિરનો દીવો વાપરવા અંગે ઊંટડીનું દષ્ટાંત ઇંદ્રપુરનગરમાં દેવસેન નામે એક વેપારી હતો. ધનસેન નામનો ઊંટસવાર એનો સેવક હતો. ધનસેનના ઘરથી દરરોજ એક ઊંટડી દેવસેનને ઘરે આવતી. ધનસેન તેને મારી કૂટીને પાછી લઇ જાય, તો પણ તે પાછી દેવસેનને ઘરે જ આવી રહે. તેથી દેવસેને તેને વેચાતી લઇને પોતાના ઘરમાં રાખી. પરસ્પર બંને (દેવસેન અને ઊંટડી) પ્રીતિવાળાં થયાં. એકવાર જ્ઞાની મુનિરાજને દેવસેને ઊંટડી પ્રત્યે સ્નેહનું કારણ પૂછતાં તેમણે કહ્યું કે, “આ ઊંટડી પૂર્વભવે તારી માતા હતી ! એણે ભગવાન આગળ દીવો કર્યા પછી તે જ દીવાથી ઘરના તમામ કામ કર્યા. ધૂપધાણામાં રહેલા અંગારાથી ચૂલો સળગાવ્યો. તે પાપકર્મથી તે ઊંટડી થઇ” કહ્યું છે કે- જે મૂઢ મનુષ્ય ભગવાનને અર્થે દીવો તથા ધૂપ કરીને તેનાથી જ પોતાના ઘરનાં કામ મોહથી કરે છે, તે વારંવાર તિર્યચપણું પામે છે. આ રીતે તમારા બન્નેનો સ્નેહ પૂર્વભવના સંબંધીથી આવેલો છે. એ રીતે ભગવાન આગળ કરેલો દીવો વાપરવા ઉપર દૃષ્ટાંત છે. તેથી ભગવાન આગળ કરેલા દીવાના પ્રકાશમાં કાગળ ન વંચાય, કાંઇ પણ ઘરનું કામ ન કરાય, તથા નાણું ન પરખાય. પ્રભુ આગળ કરેલા દીવાથી પોતાને માટે બીજો દીવો પણ સળગાવવો નહીં. ભગવાનના ચંદનથી પોતાના કપાળાદિમાં તિલક નહીં કરવું. ભગવાનના પાણીથી હાથ પણ ધોવાય નહીં. દેવની શેષ (નમણ) પણ નીચે પડેલું કે પડતું સ્વલ્પમાત્ર લેવું. પરંતુ પ્રભુના શરીરથી ઉતારીને લેવું નહી. (આજકાલ આ રીતે વાસક્ષેપ, નમણ જળ વગેરે લેવાતું દેખાય છે, તે ઉચિત લાગતુ નથી.) ભગવાનના ભેરી, ઝલ્લરી વગેરે વાજિંત્ર પણ ગુરુની અથવા સંઘની આગળ વગાડાય નહીં. અહીં કેટલાકનો મત એવો છે કે જો પુષ્ટાલંબને (મહત્ત્વના પ્રયોજનથી) દેરાસરસંબંધી ઝલ્લરીવગેરે ગુરુઅંગે લેવાય, તો પણ વાપરતાં પહેલાં તેના બદલામાં દેવદ્રવ્ય ખાતે મોટો નકરો આપવો. કહ્યું છે શ્રાદ્ધવિધિ પ્રકરણ ૯૮ Page #107 -------------------------------------------------------------------------- ________________ કે – જે મૂઢ પુરુષ શ્રી જિનેશ્વર દેવ સંબંધી ચામર, છત્ર, કળશ આદિ ઉપકરણ પોતાને કામે કિમ્મત આપ્યા વિના વાપરે, તે દુ:ખી થાય છે. નકરો આપીને વાપરવા લીધેલાં દેરાસર સંબંધી વાજિંત્ર કદાચિત્ ભાંગી-તૂટી જાય, તો પોતાના પૈસાથી તે સમારી આપવાં. ઘરકામ માટે કરેલો દીવો પ્રભુદર્શન માટે જ જો જિનેશ્વર ભગવાનની આગળ લવાયો હોય. તો તે તેટલા કારણથી દેવદીપ થતો નથી. પૂજામાટે જ જો ભગવાન આગળ મુકયો હોય, તો તે દેવદીપ થાય. મુખ્યમાર્ગેથી તો દેવદીપમાટે કોડિયા વગેરે અલગ જ રાખવા. જો પોતાના કોડિયામાં પ્રભુમાટે દીવો કરવામાં આવે, તો એમાં વપરાયેલા તેલ-વાટ વગેરે પોતાને કામે નહીં વાપરવાં. કોઇ માણસે પૂજા કરનારા લોકો હાથ-પગ ધોઇ શકે એ માટે દેરાસરની બહાર જુદું પાણી રાખ્યું હોય, તો તે પાણીથી હાથ-પગ ધોવામાં કોઇ હરકત નથી. છાબડિઓ, ચંગેરી, ઓરસિયા આદિ તથા ચંદન, કેશર, કપૂર, કસ્તુરી આદિ વસ્તુ દેવનિશ્રાએ નહીં રાખતા પોતાની નિશ્રાએ રાખીને જ દેવપૂજાવગેરેઅંગે વાપરવી. આમ કરવાથી પોતાના ઘરમાં કોઇ પ્રયોજન વખતે તે વાપરી શકાય છે. એ જ રીતે ભેરી, ઝલ્લરી આદિ વાજિંત્ર પણ સાધારણખાતે રાખ્યું હોય, તો તે બધા ધર્મજ્યોમાં વાપરી શકાય છે. પોતાની નિશ્રાએ રાખેલા તંબુ, પડદાઆદિ વસ્તુ દેવમંદિર વગેરેમાં કેટલાક દિવસ સુધી વાપરવા માટે રાખ્યા હોય, તો પણ તેટલામાત્રથી તે વસ્તુ દેવદ્રવ્યમાં ગણાય નહીં, કારણ કે મનના પરિણામ જ પ્રમાણભૂત છે. એમ ન હોય, તો પોતાના પાત્રમાં રહેલું નૈવેદ્ય ભગવાન આગળ મુકે છે, તેથી તે પાત્ર (થાળી વગેરે) પણ દેવદ્રવ્ય ગણવાની આપત્તિ આવે. શ્રાવકે દેરાસર ખાતાનાં અથવા જ્ઞાનખાતાનાં ઘર, દુકાન આદિ ભાડું આપીને પણ નહીં વાપરવા. કારણ કે, તેથી નિર્ધ્વસ પરિણામવગેરે દોષની સંભાવના છે. (દેખાય જ છે કે એ ઘરવગેરે પાછળથી ખાલી કરાવતા સંઘને ભારે પડી જાય છે. ભાડેથી રહેલો એ જૈન પછી વધુ ભાડું તો આપતો નથી, પણ સંઘના ઉપાશ્રયઆદિ કાર્યમાટે પણ ઘર ખાલી કરી આપતો નથી, અથવા બદલામાં ઘણી મોટી રકમ માંગે છે.) સાધારણ ખાતાનાં હોય ને સંઘની અનુમતિથી વાપરે, તો પણ લોકવ્યવહારને અનુસરીને ઓછું ન પડે એટલું ભાડું આપવું. અને તે પણ કહેલી મુદતની અંદર પોતે જ જઇને આપવું. એ પહેલાની જો ભીંતવગેરે ભાડે લીધા પછી પડી જવાથી પોતે જો એ સમારે, તો તેમાં જે કંઇ ખરચ થયું હોય, તો તે ભાડામાં વાળી શકે, કારણકે, તેવો લોક વ્યવહાર છે. પરંતુ જો પોતાના માટે એકાદ માળ નવો ચણાવ્યો અથવા તે ઘરમાં બીજું કાંઇ નવું કર્યું હોય, તો તેમાં જે ખરચ થયું હોય, તે ભાડામાં વાળી લેવાય નહીં. કારણકે તેથી સાધારણ દ્રવ્યનો ઉપયોગ કરવાનો દોષ આવે છે.(એટલે તેનો ખર્ચ પોતે જ ભરવો.) કોઇ સાધર્મિકભાઇ સીદાતો હોય, તો સંઘની સમ્મતિથી સાધારણ ખાતાના ઘરમાં વગર ભાડે રહી શકે. તેમજ બીજું સ્થાનક નહીં મળવાથી તીર્થવગેરેમાં જિનમંદિરમાં જ (અહીં ચૈત્યથી દેરાસરની પરસાળ અથવા દેરાસર સંબંધી જગ્યા અથવા દેરાસર સંલગ્ન ધર્મશાળા એવો અર્થ ઉચિત લાગે છે.) જો ઘણી વાર રહેવું પડે, તથા નિદ્રાઆદિ લેવી પડે; તો જેટલું વાપરવામાં આવે, તે કરતાં પણ વધારે નકરો આપવો, થોડો નકરો આપે તો સાક્ષાત્ દોષ જ છે. એવી રીતે દેવ, જ્ઞાન અને સાધારણ એ ત્રણે ખાતાના વસ્ત્ર, નારિયેળ, સોના રૂપાની પાટી, કળશ, ફૂલ, પક્વાન્ન, સુખડી વગેરે વસ્તુ ઉજમણામાં, નંદિમાં અને પુસ્તક પૂજા વગેરે કૃત્યોમાં સારો નકરો આપ્યા વિના નહીં મૂકવી. ઉજમણાવગેરે તો પોતાના નામથી શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #108 -------------------------------------------------------------------------- ________________ મોટા આડંબર સાથે માંડ્યા હોય, તેથી લોકોમાં બહુ પ્રશંસા વગેરે થાય, પણ વસ્તુ તો દેવદ્રવ્યની હોય, કે જેની લોકોને ખબર પણ ન હોય. આમ દેવદ્રવ્યની વસ્તુથી પોતાની વાહ-વાહ થાય ને બદલામાં ન કરો તો થોડો જ ભર્યો હોય તો સ્પષ્ટ જ દોષ છે. આ વાત ઉપર લક્ષ્મીવતીનું દૃષ્ટાંત છે. લક્ષ્મીવતીનું દૃષ્ટાંત કોઇ લક્ષ્મીવતી નામે શ્રાવિકા ઘણી શ્રીમંત અને ધર્મિષ્ઠ હતી. પણ પોતાની મોટાઈ થાય એવી ઇચ્છાવાળી હતી. તે હંમેશા થોડો નકરો આપીને ઘણા આડંબરથી વિવિધ પ્રકારના ઉજમણાં આદિ ધર્મકૃત્યો કરે અને કરાવે, તથા મનમાં એમ માને કે, “હું દેવદ્રવ્યની વૃદ્ધિ તથા પ્રભાવના કરું છું” એવી રીતે શ્રાવકધર્મ પાળીને મરણ પામી તે સ્વર્ગે ગઇ, ત્યાં નીચદેવીપણે ઉત્પન્ન થઇ. પછી સ્વર્ગથી ચ્યવી કોઇ ધનવાન તથા પુત્ર રહિત શેઠને ત્યાં વલ્લભ-લાડકી પુત્રીપણે ઉત્પન્ન થઇ. પણ તે ગર્ભમાં આવી ત્યારે ઓચિંતો દુમન રાજાનો મોટો ભય આવવાથી તેની માતાનો સીમંતનો ઉત્સવ ન થયો. તથા જન્મોત્સવ, છઠ્ઠીનો જાગરીકોત્સવ, નામ પાડવાનો ઉત્સવ આદિ ઉત્સવ પિતાએ મોટા આડંબરથી કરવાની તૈયારી કરી હતી, તો પણ રાજા તથા મંત્રી આદિ વિવિધ લોકોના ઘરમાં શોક ઉત્પન્ન થવાથી તે ન થયા. તેમજ શેઠે બધા અંગે પહેરી શકાય એવા રત્ન - જડિત સુવર્ણના વિવિધ અલંકારો ઘણા આદરથી કરાવ્યા હતા, તો પણ ચોરવગેરેના ભયથી તે પુત્રી એક દિવસ પણ પહેરી શકી નહીં. તે મા-બાપને તથા બીજા લોકોને પણ ઘણી વહાલી હતી, તો પણ પૂર્વકર્મના દોષથી તેને ખાવા પીવાની તથા પહેરવા-ઓઢવાની વસ્તુ મોટે ભાગે એવી મળતી કે જે સામાન્ય માણસને પણ સુખે મ શકે, કોકે કહ્યું છે કે સાગર તું રત્નાકર છે, તેથી તું તો રત્નથી ભરેલો જ છે. છતાં મારા હાથમાં દેડકો આવ્યો! એ તારો દોષ નથી, પણ મારા પૂર્વકર્મોનો દોષ છે. પછી શેઠે એ પુત્રીનો એક પણ ઉત્સવ થયો નથી એમ વિચારી મોટા આડંબરથી તેનો લગ્ન મહોત્સવ કરવા માંડ્યો. પણ લગ્ન દિવસ નજીક આવ્યો ત્યારે તે પુત્રીની માતા અચાનક મરણ પામી. ત્યારે બિલકુલ ઉત્સવ ન થતાં વર-વહુનો હસ્તમેળાપ રૂઢી પ્રમાણે કર્યો. મોટા ધનવાન તથા ઉદાર શેઠને ઘરે પરણી હતી અને માનીતી હતી, તો પણ પૂર્વની જેમ નવા નવા ભય, શોક, માંદગી આદિ કારણ ઉત્પન્ન થવાથી તેને પોતાના મનગમતા વિષયસુખ ભોગવવાનો તથા ઉત્સવ માણવાનો યોગ પ્રાયે ન જ મળ્યો. તેથી તે મનમાં ઘણી ઉદ્વિગ્ન થઇ અને સંવેગ પામી. એક દિવસે તેણે કેવળજ્ઞાની ગુરુભગવંતને એ વાતનું કારણ પૂછવાથી તેમણે કહ્યું કે, “પૂર્વભવે તે થોડો નકરો આપી દેરાસર આદિની ઘણી વસ્તુ વાપરી મોટો આડંબર દેખાડી વાહ-વાહ મેળવેલી. એવા એવા કાર્યોથી દુષ્કર્મ ઉપાર્યું. તેનું આ ફળ છે” કેવળીના એ વચન સાંભળી તેણે એ પાપની આલોચના કરી. પછી દીક્ષા લઇ અનુક્રમે નિર્વાણ પામી. લક્ષ્મીવતીની આ કથા છે. માટે ઉજમણા આદિમાં મુકવા પાટલીઓ, નાળિયેર, લાડુ, આદિ વસ્તુઓનું જે મૂલ્ય હોય, તથા તે તૈયાર કરતાં, લાવતાં જે ખર્ચ થયો હોય, તેથી પણ કાંઇક વધારે રકમ આપવાથી શુદ્ધ નકરો કહેવાય છે. કોઇએ પોતાના નામથી ઉજમણા વગેરે માંડ્યું હોય, પરંતુ અધિક શક્તિ આદિ ન હોય, તો તેને સાચવવા કોઇ બીજો માણસ કાંઇ મૂકે, તો તેથી કોઇ દોષની પ્રાપ્તિ થતી નથી. ૧૦૦ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #109 -------------------------------------------------------------------------- ________________ ઘરદેરાસરમાં ચઢાવેલા અક્ષતાદિની વ્યવસ્થા પોતાના ઘરદેરાસરમાં ભગવાન આગળ મૂકેલા ચોખા, સોપારી, નૈવેદ્ય આદિ વસ્તુ વેંચીને મેળવેલી રકમમાંથી પુષ્પ, ભોગ (કેસર, ચંદન) વગેરે વસ્તુ પોતાના ઘરદેરાસરમાં નહીં વા૫૨વી. સંઘના દેરાસ૨માં પણ પોતે નહીં ચઢાવવું, પરંતુ ખરી વાત કહીને તે પૂજારીવગેરે પાસે ચઢાવડાવવું. પૂજારી વગેરે ન હોય તો બધા આગળ એ પુષ્પઆદિ અંગેનું સ્વરૂપ સ્પષ્ટ બતાવી પછી પોતે પણ ચઢાવી શકે. એમ ન કરે, તો દેવદ્રવ્યની સામગ્રીથી પોતાના વખાણ થવા વગેરે દોષ આવે છે. ઘરદેરાસરની નૈવેદ્ય આદિ વસ્તુ માળીને મહીને આપવાની રકમના સ્થાને આપવી નહીં. પણ જો પહેલેથી જ માસિક રકમ-પગારના સ્થાને નૈવેદ્ય આપવાની વાત થઇ હોય, તો દોષ નથી. મુખ્યમાર્ગે તો માળીને માસિક આપવા યોગ્ય ૨કમ અલગ જ ઠરાવવી. ઘરદેરાસરમાં ભગવાન આગળ ધરેલા ચોખા, નૈવેદ્ય આદિ વસ્તુ (સંઘના) જિનમંદિરે મુકવી. નહીં તો “ઘરદેરાસરના દ્રવ્યથી ઘરદેરાસરમાં પૂજા કરી, પણ પોતાના દ્રવ્યથી ન કરી” એમ થાય. તેથી અનાદર, અવજ્ઞા આદિ દોષો લાગે. વળી આ રીતે કરવું યોગ્ય પણ નથી. જે ગૃહસ્થ પોતાના શરીર, કુટુંબવગેરેમાટે મોટી રકમનો પણ વ્યય કરી શકે, તે પોતાના ઘરમાં રહેલા દેરાસરમાટે એ દેરાસરનું દ્રવ્ય વાપરે એ કેવી રીતે ઉચિત ગણાય? જિનમંદિરે જિનપૂજા પણ શક્તિ પ્રમાણે પોતાના દ્રવ્યથી જ કરવી. પણ પોતાના ઘરદેરાસરમાં ભગવાન આગળ ધરેલા નૈવેદ્ય આદિ વસ્તુ વેંચીને ઉપજાવેલા દ્રવ્યથી અથવા દેવસંબંધી ફૂલ આદિ વસ્તુથી ન કરવી, કારણકે તેમ કરવાથી ઉપર કહેલા દોષ આવે છે. વળી જિનમંદિરે આવેલા નૈવેદ્ય, ચોખા, સોપારી આદિ વસ્તુની પોતાની વસ્તુની માફક સંભાળ લેવી અને સારું મૂલ્ય ઉપજે એવી રીતે વેંચવી પણ જેમ તેમ રખડતી રાખવી નહીં, કારણકે તેમ કરવાથી દેવદ્રવ્યનો વિનાશ આદિ કર્યાનો દોષ આવે છે. પૂરા પ્રયત્નથી રક્ષણઆદિ ફીકર કરવા છતાં જો કદાચિત્ ચોરી, અગ્નિઆદિના ઉપદ્રવથી દેવદ્રવ્યાદિનો નાશ થઇ જાય, તો સારસંભાળ કરનારના માથે કોઇ દોષ નથી; કારણકે, અવશ્ય થનારી વાતનો કોઇ પ્રતિકાર થઇ શકતો નથી. (તેથી તેવી પરિસ્થિતિમાં વહીવટદારોને દોષ દેવો વાજબી નથી. હા, પૂજારીવગેરે પર વધુ પડતો ભરોસો વગેરે કારણે પોતે રાખેલી બેકાળજી વગેરે કારણે નુકસાન થાય, તો દોષમુક્ત થવા ગીતાર્થ ગુરુભગવંતની સલાહ મુજબ કરવું.) દેવમાટે, ગુરુમાટે, યાત્રામાટે, તીર્થપૂજામાટે, સંઘપૂજામાટે તથા સાધર્મિક વાત્સલ્ય, સ્નાત્ર, પ્રભાવના, પુસ્તક લખાવવું, વાંચન આદિ ધર્મકૃત્ય માટે ખર્ચ ક૨વા બીજાનું જો ધન લેવાય, તો તે ચારપાંચ પુરુષોને સાક્ષી રાખીને લેવું અને તે દ્રવ્ય ખરચતી વખતે ગુરુ, સંઘ આદિ આગળ તે દ્રવ્યનું ખરું સ્વરૂપ યથાસ્થિત કહી દેવું, એમ ન કરે તો દોષ લાગે. તીર્થ વગેરેમાં દેવપૂજા, સ્નાત્ર, ધ્વજારોપણ, પહેરામણી આદિ અવશ્ય કરવા યોગ્ય ધર્મકૃત્યોમાં પોતાનું દ્રવ્ય જ વાપરવું, તેમાં બીજા કોઇનું દ્રવ્ય ભેગું ન લેવું. બીજાએ આપેલું ધન મહાપૂજા, ભોગ, અંગપૂજા આદિ કૃત્યમાં બધાની સમક્ષ અલગ વાપરવું. (અલબત્ત, કોઇએ ખાસ ફુલ ચઢાવવા માટે જે દ્રવ્ય આપ્યું હોય, તો તે ૨કમથી ફુલ લઇ બધા સમક્ષ એ જાહેરાત કરી એ ફુલ વગેરે ચઢાવવા. એણે ‘ત્યાં મારા વતી પ્રભુભક્તિ કરજો’ એમ કહ્યું હોય, તો એ ૨કમ વિશેષ આંગી વગેરેમાં શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૦૧ Page #110 -------------------------------------------------------------------------- ________________ એના નામની જાહેરાત સાથે વાપરવી. આના પરથી એક એ પણ તાત્પર્ય નીકળે છે કે કોઇ પોતાના ખર્ચે તીર્થયાત્રા વગેરે માટે સમુદાયને લઇ જાય, ત્યારે એ સમુદાયે અષ્ટપ્રકારી પૂજાની સામગ્રી તો પોતાની જ રાખવી. લાભાર્થી એ આપે, તો એમનું નામ લઇ એ ચઢાવવી, પછી પોતાના દ્રવ્યથી પણ પૂજા કરવી જોઇએ.) જ્યારે ઘણા ગૃહસ્થ ભેગા થઇને યાત્રા, સાધર્મિક વાત્સલ્ય, સંઘપૂજાઆદિ કૃત્ય કરે, ત્યારે જેનો જેટલો ભાગ હોય, તેનો તેટલો ભાગ બધા સમક્ષ જાહેર કરવો. એમ ન કરે તો પુણ્યનો નાશ તથા ચોરીઆદિનો દોષ માથે આવે. તેમજ માતા-પિતા આદિની અંતિમ અવસ્થા વખતે એમના સુકત માટે જે રકમ માની હોય, તે અંગે તેઓ સભાન અવસ્થામાં હોય, ત્યારે જ ગુરુ, શ્રાવકો વગેરે ઘણાની હાજરીમાં જ બોલવું કે “હું આપના નિમિત્તે આટલા દિવસની અંદર આટલું ધન સુકૃતમાં વાપરીશ, તેની આપ અનુમોદના કરો.” તે ધન કહેલી મુદતમાં બધા જાણે એ રીતે વાપરવું. તે વખતે જો પોતાના નામથી તે દ્રવ્યનો વ્યય કરે, તો પુણ્યના સ્થાને પણ ચોરીવગેરે દોષ લાગે કે જે મોટા મુનિરાજો માટે પણ હીનતાનો હેતુ બને છે. કહ્યું છે કે – જે માણસ (સાધુ) તપ, વ્રત, રૂપ, આચાર,અને ભાવ આ પાંચની ચોરી કરે, તે કિલ્બિષ દેવનું આયુષ્ય બાંધે. નબળા ક્ષેત્રમાં વાપરવામાં શ્રેષ્ઠ લાભ ધર્મ માટે વપરાતું ધન મુખ્યવૃત્તિથી સાધારણખાતામાં જ વાપરવું. જેથી જે ધર્મસ્થાનમાં વિશેષ જરૂરિયાત દેખાય. ત્યાં તે ધન વાપરી શકાય. સાતે ક્ષેત્રમાં જે ક્ષેત્ર સીદતું હોય, તેને ટેકો આપવામાં લાભ દેખાય છે. કોઇ શ્રાવક માઠી અવસ્થામાં હોય અને તેને જો તે (સાધારણ) દ્રવ્યથી સહાય કરાય, તો તે શ્રાવક આશ્રય મળવાથી ધનવાન થઈ સાતે ક્ષેત્રોની વૃદ્ધિ કરે એવો સંભવ રહે છે. લૌકિકમાં પણ કહ્યું છે - હે રાજેન્દ્ર ! તું દરિદ્રનું પોષણ કર, ધનવાનનું ક્યારેય કરવાની જરૂરત નથી. રોગીને જ ઔષધ પથ્ય-હિતકર બને છે. નિરોગીને ઔષધની શી જરૂરત છે? માટે જ પ્રભાવના, સંઘ પહેરામણી, સમ્યકત્વ મોદક લ્હાણી (પોતે સમકીત વ્રત લીધું એની ખુશાલીમાં કરેલી લાડવાની લ્હાણી અથવા કોક તેવા પ્રસંગે સમકતધર બધાને લાડુની લ્હાણી કરે તે) સાધર્મિકોને આપવી હોય, ત્યારે નિર્ધન સાધર્મિકને સારામાં સારી વસ્તુ હોય તે જ આપવી યોગ્ય છે. એમ ન કરે, તો ધર્મની અવજ્ઞા આદિ કર્યાનો દોષ આવે. યોગ હોય તો ધનવાન કરતા નિર્ધન સાધર્મિકને વધારે આપવું; પણ યોગ ન હોય તો બધાને સરખું આપવું. સંભળાય છે કે – યમુનાપુરમાં જિનદાસ ઠાકોરે ધનવાન સાધર્મિકને કરેલી સમકીત મોદક લ્હાણી વખતે એમના લાડવામાં એક એક સોનૈયો અંદર નાખ્યો હતો. અને નિર્ધન સાધર્મિકને આપેલા મોદકમાં બે બે સોનૈયા નાખ્યા હતાં. મુખ્યવૃત્તિથી તો પિતાવગેરે અને પુત્રવગેરેએ પરસ્પર કેટલું વાપરવું એ પહેલેથી જ નક્કી કરી લેવું જોઇએ. કેમકે કોણ જાણે છે કે કોનું કેવી રીતે મરણ થાય? માતા-પિતા વગેરે નિમિત્તે ધર્મમાર્ગે જેટલું ધન વાપરવાનું નક્કી કર્યું હોય, તે અલગ જ વાપરવું. પોતે જે સાધર્મિકભોજન, દાનરૂપે વાપરતો હોય, એમાં એ ધન વાપરવું નહીં. નહીંતર વ્યર્થ ધર્મસ્થાનમાં દોષ સેવાઇ જશે! (આના બે તાત્પર્ય સમજાય છે. ૧) સામાન્યથી પિતા પોતે કેટલું સુકૃત કરવા ઇચ્છે છે, તેનું માપ પુત્રને બતાવે. એ જ રીતે પુત્ર પિતાને બતાવે. જો કદાચ બેમાંથી એકનું અવસાન થાય, તો બીજાએ અવસાન પામનાર જેટલું માનેલું હોય એટલું ધન એના નિમિત્તે ધર્મમાર્ગે વાપરવું. અવસાન નહીં થાય, તો એ રીતે પોતે જ પોતે માનેલું ધન ધર્મમાર્ગે વાપરે. અથવા બીજું તાત્પર્ય ૨) કોઇના મોતનો ભરોસો નથી. તેથી પિતાએ જ પહેલેથી પુત્રને જણાવ્યું હોય, કે કદાચ ૧૦૨ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #111 -------------------------------------------------------------------------- ________________ તારું અવસાન થાય, તો હું તારા નિમિત્તે આટલું સુકૃત કરીશ. અને એ જ રીતે પુત્રે પિતાને જણાવ્યું હોય. પછી અવસાન થયે; એ રીતે એમના નામે વાપરવું જોઇએ. જોકે મને અહીં પ્રથમ તાત્પર્ય વધુ ઉચિત લાગે છે.) તીર્થયાત્રા અંગે કાઢેલું દ્રવ્ય આમ હોવાથી જ જેઓ તીર્થયાત્રાવગેરે કરતી વખતે ભોજનનો ખર્ચ, ગાડા મોકલવા વગેરેનો ખર્ચ પણ તીર્થયાત્રાવગેરે માટે માનેલી રકમમાં જ ગણી લે છે, તે મૂઢોની કોણ જાણે શી ગતિ થશે? (જો પોતે સામાન્યથી જ તીર્થયાત્રા કરાવીશ” અથવા આટલા જણને આ તીર્થની યાત્રા કરાવીશ એવો સંકલ્પ કર્યો હોય, તો એ રીતે કરવામાં દોષ નથી આવતો. પણ જો અમુક રકમ ધારી હોય કે “તીર્થયાત્રામાં હું આટલી રકમ વાપરીશ” તો એ રકમમાં બીજા ખર્ચનો સમાવેશ કરવો નહીં. જો પોતે તીર્થયાત્રા અને તે સંબંધી બીજા બધા ખર્ચ માટે આટલી રકમ વાપરીશ, તો એ સંબંધી બીજા ખર્ચ પણ એમાં લઇ શકાય. પણ એ બીજા ખર્ચ ખોટા ખર્ચરૂપ ન બની જાય, તે જોવું.) યાત્રાદિ માટે જેટલું ધન માન્યું હોય કે “હું આટલું ધન યાત્રાઆદિમાટે વાપરીશ.” તેટલું ધન તે સંકલ્પસાથે જ દેવઆદિ દ્રવ્ય થઇ જાય છે. તે દ્રવ્ય એ સિવાયના પોતાના ભોજનવગેરેમાં વાપરે, તો દેવઆદિ દ્રવ્યના ઉપભોગનો દોષ લાગે. શુભ ખાતાનું દેવું માથું રાખવું નહીં એવી રીતે જાણતાં અથવા અજાણતાં જે કોઈ પ્રસંગે દેવાદિ દ્રવ્યનો ઉપભોગ થયો હોય, તેના પ્રાયશ્ચિત્ત તરીકે, જેટલા દ્રવ્યનો ઉપભોગ અનુમાનથી ધ્યાનમાં આવતો હોય; તેટલા પ્રમાણમાં સ્વદ્રવ્ય દેવ, જ્ઞાન, સાધારણ દ્રવ્યમાં આપી દે. આ કાર્ય અંતિમ અવસ્થામાં તો વિશેષરૂપે કરી લેવું (જેથી પરલોકમાં એનો ભાર રહે નહીં.) એ રીતે કરવામાં ઘણું ધન આપી દીધાં પછી હવે વધું ધન વાપરવાની શક્તિવગેરે નહીં રહે, તો બીજા ધર્મસ્થાનોમાં ઓછું ધન વાપરે તે ચાલે, પણ ઋણ માથે રહેવું જોઇએ નહીં, કેમકે બધા જ ઋણ-વિશેષથી દેવઆદિ સંબંધી ઋણ તો બરાબર સમજી લઇ મરણ પહેલા જ ચુકવી દેવા જોઇએ. અમે (ગ્રંથકારે) કહ્યું જ છે કે – પડવાના ચંદ્રને કમળ, નોળિયણને નોળિયો, દૂધને કલહંસ (શ્રેષ્ઠ હંસ) ચિત્રાવેલીને પંખી અને સૂક્ષ્મ ધર્મને સારી બુદ્ધિવાળો પુરુષ જ ઓળખી શકે છે. વિસ્તારથી સર્યું. (અહીં દેવદ્રવ્યાદિ વિષયમાં ઘણી ઘણી વાતો આવી. દરેક વ્યક્તિએ અને વ્યવસ્થાપકે વર્તમાન ગીતાર્થ સંવિગ્ન પરંપરામુજબ દેવદ્રવ્યાદિનો વિભાગ કેવી રીતે થાય છે તે એવા ગીતાર્થ ગુરુઓ પાસેથી જાણી લેવું જોઇએ. ધર્મક્ષેત્રમાં સવ્યય અંગે પણ કેવો સંકલ્પ કરવો જોઇએ કે જેથી દોષ ન આવે, તે પણ પૂજ્યો પાસેથી જાણી લેવું જોઇએ, ને જ્યાં જરા પણ શંકા કે મુંઝવણ થાય, ત્યાં પણ તરત એમની સલાહ મુજબ વર્તવું જોઇએ.) ગુરુવંદન અને પચ્ચકખાણા હવે ગાથાના ઉત્તરાર્ધ્વની વ્યાખ્યા - આ રીતે જિનપૂજા કરીને “કાલે વિનયે બહુમાન' ઇત્યાદિ આગમગાથા સૂચિત જ્ઞાનાદિ પાંચ આચારને દઢતાથી આચરતા ગુરુપાસે જઇ પોતે પૂર્વે કરેલું પચ્ચખાણ અથવા તેમાં કાંઇક વધારીને ગુરુમુખેથી લેવું. જ્ઞાનાદિ પાંચઆચારની વ્યાખ્યા ગ્રંથકારે રચેલા આચારપ્રદીપ ગ્રંથથી જાણવી. પચ્ચખાણ ત્રણ પ્રકારે કરવાનું છે. એક આત્મસાક્ષિક, બીજું દેવસાક્ષિક, અને ત્રીજું ગુરુસાક્ષિક. તેની વિધિ આ પ્રમાણે છે :- જિનમંદિરે દેવવંદન અર્થે આવેલા અથવા સ્નાત્ર મહોત્સવના દર્શન અર્થે અથવા પ્રવચનઆદિ માટે ત્યાં જ રહેલા સદૂગુરુ પાસે વિધિપૂર્વક પચ્ચકખાણ લેવું. અથવા શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૦૩ Page #112 -------------------------------------------------------------------------- ________________ ઉપાશ્રયમાં જિનમંદિરની જેમ ત્રણ નિશીહિ તથા પાંચ અભિગમ વગેરે યથાયોગ્ય વિધિથી પ્રવેશ કરી સગુરુને ધર્મદેશનાની પહેલાં અથવા તે થઇ રહ્યા પછી પચ્ચીશ આવશ્યકથી શુદ્ધ દ્વાદશાવર્ત વંદના કરે. એ વંદનાનું ફળ બહુ મોટું છે. કહ્યું છે કે – માણસ શ્રદ્ધાથી વંદના કરે તો નીચગોત્ર કર્મ ખપાવે, ઉચ્ચગોત્ર કર્મ બાંધે અને કર્મની દૃઢગ્રંથી શિથિલ કરે. કૃષ્ણ ગુરુવંદનાથી તીર્થકરપણું મેળવ્યું, સાતમીને બદલે ત્રીજી નરકનું આયુષ્ય બાંધ્યું, તથા ક્ષાયિક સમ્યક્ત પામ્યો. વંદન કરવા આવેલા, પણ રાત પડવાથી બહાર રહેલા અને તે રાતે જ કેવળજ્ઞાન પામેલા પોતાના ચાર ભાણેજોને શીતળાચાર્યે પહેલા ક્રોધથી દ્રવ્યવંદન કર્યું. પછી તે કેવળજ્ઞાની ભાણેજોના વચનથી ભાવવંદન કરતાં કેવળજ્ઞાન પામ્યા. ગુરુવંદનના પ્રકાર અને વિધિ ગુરુવંદન પણ ત્રણ પ્રકારના છે. ભાષ્યમાં કહ્યું છે – ગુરુવંદન ત્રણ પ્રકારે છે. એક ફેટાવંદન, બીજું થોભનંદન અને ત્રીજું દ્વાદશાવર્તવંદન. માથું નમાવે અથવા બે હાથ જોડે તે ફેટાવંદન છે. બે પૂરા ખમાસમણાવાળું બીજું થોભવંદન છે. અને બાર આવર્ત, પચ્ચીશ આવશ્યક વગેરે વિધિસહિત બે વાંદણાવાળું ત્રીજું દ્વાદશાવર્ત વંદન જાણવું. તેમાં પ્રથમ ફેટાવંદન સકળ શ્રીસંઘે પરસ્પર કરવાનું છે. બીજું થોભનંદન ગચ્છમાં રહેલા સુસાધુને કરવું અને કારણથી લિંગમાત્રધારી સમકિતીને પણ કરવું. ત્રીજું દ્વાદશાવર્તવંદન આચાર્ય, ઉપાધ્યાય આદિ પદવીધર મુનિઓને કરવું. જે પુરુષે પ્રતિક્રમણ કર્યું નથી, તેણે પણ વિધિથી વંદન કરવું. ભાષ્યમાં કહ્યું છે - (૧) ઈર્યા (૨) કુસુમિણ કાયોત્સર્ગ (૩) ચૈત્યવંદન (૪) મુહપત્તિ (૫) વંદન (૬) આલોચના (૭) વંદન (૮) ખામણા (૯) વંદન (૧૦) સંવર (૧૧) ચાર થોભ (૧૨) સક્ઝાયય. વ્યાખ્યા - પહેલા ઈર્યાવહિયા પ્રતિક્રમણ કરવું (ઈર્યાવહિયા વિધિ કરવી.) પછી કુસુમિણનો સો શ્વાસોચ્છવાસ પ્રમાણ ચંદેસુ નિમ્મલયરા સુધીના ચાર લોગસ્સનો, પણ જો દુઃસ્વપ્નાદિ આવ્યા હોય, તો એકસો આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ (હાલ એ હેતુથી સાગરવર સુધીના ચાર લોગસ્સનો) કાઉસગ્ગ કરવો. પછી ખમાસમણું આપી મુહપત્તિ પડીલેહવી. પછી બે વાંદણા આપી આલોચના કરવી. પછી ફરીથી બે વાંદણાં દઇ અભિંતર રાઇઅં ખમાવે, પછી વાંદણા દઇ, પચ્ચખ્ખાણ કરે, પછી ભગવાનë ઇત્યાદિ ચાર ખમાસમણાં આપે. પછી સક્ઝાય સંદિસાહું? અને સક્ઝાય કરું? એ બે ખમાસમણા સાથે બે આદેશ માંગી સક્ઝાય કરે. એ પ્રમાણે સવારની વંદનવિધિ કહી. (૧) ઈર્યા (૨) ચૈત્યવંદન (૩) મુહપત્તિ (૪) વંદન (૫) ચરમ (૬) વંદન (૭) આલોચના (૮) વંદન (૯) ખામણા (૧૦) ચાર થોભ (૧૧) દિવસ-કાયોત્સર્ગ (૧૨) સક્ઝાયય. વ્યાખ્યા સંધ્યાસમયે વંદનનો વિધિ-પ્રથમ ઈરિયાવહિ પ્રતિક્રમી ચૈત્યવંદન કરે, પછી ખમાસમણા પૂર્વક મુહપત્તિ પડિલેહે; બે વાંદણા દે, પછી દિવસચરિમ પચ્ચકખાણ કરે. પછી બે વાંદણા દઇ દેવસિય આલોવે. પછી બે વાંદણાં દઇ દેવસિય ખમાવે, પછી ચાર ભગવાનાં આદિ ખમાસમણાં દઇ આદેશ માગી દેવસિયપાલચ્છિત્ત વિસોહણને અર્થે (ચાર લોગસ્સનો) કાયોત્સર્ગ કરે, પછી સક્ઝાય સંદિસાહું? અને સક્ઝાય કરું? એ પ્રમાણે બે આદેશ માટે બે ખમાસમણા દઇ સક્ઝાય કરે. એ સંધ્યા સમયનો વંદનવિધિ કહ્યો છે. ગુરુ કોઇ કામમાં વ્યગ્ર હોવાથી જો દ્વાદશાવર્ત વંદન કરવાનો યોગ ન આવે, તો થોભવંદનથી પણ ગુરુને વંદન કરવા. એવી રીતે વંદન કરી ગુરુ પાસે પચ્ચકખાણ ૧૦૪ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #113 -------------------------------------------------------------------------- ________________ કરવું. કહ્યું છે કે તે પોતે જે પહેલા પચ્ચખાણ કર્યું હોય તે જ અથવા તેથી મોટું પચ્ચખાણ ગુરુસાક્ષીએ ગ્રહણ કરવું, કારણ કે ધર્મ ગુરુસાફિક કહ્યો છે. ધર્મકૃત્ય ગુરુસાક્ષીએ કરવામાં ૧) એ ધર્મમાં દઢતા આવે ૨) “ગુરુમ્બિઓ’ આ જિનવચન હોવાથી જિનાજ્ઞાનું પાલન-આરાધના થાય. ૩) ગુરુવચનથી ઉદ્ભવેલા શુભ આશયથી અધિક-ક્ષયોપશમ થાય અને ૪) તેથી જ અધિક પચ્ચક્ખાણ આદિની ભાવના થાય. આટલા લાભ છે. શ્રાવકપ્રજ્ઞપ્તિમાં કહ્યું છે કે – પ્રથમથી જ પચ્ચકખાણવગેરે લેવાના પરિણામ હોય તો પણ ગુરુપાસે જવામાં એ લાભ છે કે, પરિણામની દઢતા થાય છે, ભગવાનની આજ્ઞા પળાય છે, કર્મનો ક્ષયોપશમ થાય છે અને પચ્ચક્ખાણની વૃદ્ધિ થાય છે. આ જ રીતે દિવસ સંબંધી, ચોમાસા સંબંધી કે બીજા નિયમો પણ યોગ હોય તો ગુરુ સાક્ષીએ જ ગ્રહણ કરવા. અહીં પાંચ નામાદિ બાવીસ મૂળદ્વાર તથા ચારસો બાણું પ્રતિદ્વાર સહિત દ્વાદશાવર્ત વંદનની વિધિ તથા દેશ પ્રત્યાખ્યાનાદિ નવ મૂળદ્વાર તથા નેવું પ્રતિદ્વાર સહિત પચ્ચકખાણ વિધિ પણ ભાષ્ય આદિ ગ્રંથમાંથી જાણી લેવી. પચ્ચકખાણનું લેશમાત્ર સ્વરૂપ પૂર્વે કહ્યું છે. પચ્ચકખાણનું ફળ છ માસ સુધી આયંબિલ તપ કરી મોટા શ્રેષ્ઠીઓની, રાજાઓની અને વિદ્યાધરરાજાઓની બત્રીસ કન્યા પરણેલા ધમ્મિલ કુમારની જેમ પચ્ચકખાણનું આલોકમાં ફળ મળે છે. તથા ચાર હત્યા આદિ મહાપાપ કરી કર્મથી ભારે થયેલો દઢપ્રહારી છ માસ તપ કરી તે જ ભવે મુક્તિ પામ્યો. આ પરલોક સંબંધી ફળ માટે દૃષ્ટાંત છે. કહ્યું જ છે – માણસોને પચ્ચક્ખાણ કરવાથી આશ્રવદ્વારો બંધ થાય છે. આશ્રવના ઉચ્છેદથી તૃષ્ણાનો ઉચ્છેદ થાય છે. તૃષ્ણાના ઉચ્છેદથી ઘણો ઉપશમ થાય છે. અને ઘણો ઉપશમ થવાથી જ પચ્ચકખાણ શુદ્ધ થાય છે. શુદ્ધ પચ્ચક્ખાણથી અથવા અતુલ-ઘણા ઉપશમથી ચારિત્રધર્મની પ્રાપ્તિ થાય છે. એનાથી કર્મોનો ક્ષય થાય છે. કર્મના ક્ષયથી અપૂર્વકરણ (ક્ષપકશ્રેણી) થાય છે. તેથી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. કેવળજ્ઞાન થવાથી સદાય અનંત સુખમય મોક્ષ સુખ મળે છે. ગુરુવિનયની રીત દેરાસર આદિ સ્થળે ગુરુનું આગમન થાય, તો ઊભા થવું વગેરે વિનય કરવો. કહ્યું જ છે કે – ગુરુ ભગવંતને જોતા જ ઊભા થવું, તેઓ પધારતા હોય, તો સામે લેવા જવું. મસ્તકે અંજલિ કરી (પ્રણામ કરવા) અને જાતે જ આસન આપવું. તથા આસન અભિગ્રહ કરવો. (એટલે કે ગુરુ ભગવંત આસન પર બેસે પછી જ આસન પર બેસવાનો નિયમ લેવો.) ગુરુ જાય, તો તેમની પાછળ જવું. આ રીતે ગુરુનો આદર-સત્કાર- વિનય કરવો. ગુરુની બાજુમાં કે ગુરુને પીઠ થાય એ રીતે બેસવું નહી. તથા ગુરુના સાથળને આપણા સાથળ અડે એ રીતે ગુરુની નજીક (બેસવું કે) ઊભા રહેવું નહીં, કેમકે આ બધામાં ગુરુનો અવિનય થાય છે. તેમજ શ્રાવકે ગુરુની પાસે પગની પલાઠી વાળીને બંને હાથ વાળીને અથવા પગ લાંબા કરીને પણ ન બેસવું. બીજે ઠેકાણે પણ કહ્યું છે કે- પલાઠી વાળવી, ભીંતનો ટેકો લેવો, પગ લાંબા કરવા, વિકથા કરવી, ઘણું હસવું, આ બધું ગુરુની હાજરીમાં કરવું નહીં. પ્રવચન સાંભળવાની રીત અને તેનો લાભ વળી કહ્યું છે - શ્રાવકે નિદ્રા તથા વિકથા છોડી, મન-વચન-કાયાની ગુપ્તિ રાખી, હાથ જોડી, શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૦૫ Page #114 -------------------------------------------------------------------------- ________________ બરાબર ઉપયોગ રાખી ભક્તિથી બહુમાનપૂર્વક ગુરુનો ઉપદેશ સાંભળવો. વળી ગુરુની આશાતના ટાળવા સિદ્ધાંતમાં કહેલી વિધિથી ગુથી સાડા ત્રણ હાથનું અવગ્રહક્ષેત્ર છોડી તેની બહાર જીવજંતુરહિત ભૂમિએ બેસીને ધર્મદેશના સાંભળવી. કહ્યું જ છે કે – શાસ્ત્રમાં નિંદિત આચરણ (શાસ્ત્ર જે આચરણોને પાપરૂપ ગણાવ્યા છે, તેવા આચરણ) આચરવાથી ઉત્પન્ન થયેલા તાપનો નાશ કરવામાં સમર્થ એવો સદગુરુના વદનરૂપ મલયાવર્તથી નીકળેલા વચનરૂપ સત્ (શીતલ) ચંદન સ્પર્શ ધન્ય પુરુષને જ મળે છે. ધર્મદેશના સાંભળવાથી (૧) અજ્ઞાનનો અને મિથ્યાજ્ઞાનનો નાશ થાય છે, (૨) તત્ત્વનું સમ્યમ્ જ્ઞાન થાય છે, (૩) સંશય ટળે છે, (૪) વ્યસનઆદિ ઉન્માર્ગથી પાછા ફરવાનું મન થાય છે, (૫) સન્માર્ગમાં પ્રવૃત્તિ થાય છે, (૬) કષાય આદિ દોષોનો ઉપશમ થાય છે, (૭) વિનય આદિ ગુણોની પ્રપ્તિ થાય છે, (૮) સત્સંગતિનો લાભ મળે છે, (૯) સંસારપર વૈરાગ્ય જાગે છે, (૧૦) મોક્ષની ઇચ્છારૂપ સંવેગ જાગે છે, (૧૧) સમ્યકત્વ, દેશવિરતિ અથવા સર્વવિરતિ (સાધુધર્મ) પ્રાપ્ત થાય છે. (૧૨) અંગીકાર કરેલી દેશવિરતિ અથવા સર્વવિરતિની સર્વ પ્રકારે એકાગ્ર મનથી આરાધના થાય છે. વગેરે અનેક લાભો થાય છે. નાસ્તિક પ્રદેશ રાજા, શ્રીઆમરાજા, શ્રીકુમારપાળરાજા, થાવગ્ગાપુત્ર વગેરે અહીં દૃષ્ટાંતભૂત છે. કહ્યું છે કે - જિનેશ્વર ભગવાનનું સંભળાયેલું વચન બુદ્ધિના મોહને હરે છે, કુપંથનો ઉચ્છેદ કરે છે, સંવેગને પ્રગટાવે છે. પ્રશમભાવનો ઉદ્ભવ કરે છે, વૈરાગ્યભાવને જન્મ આપે છે, વિશેષ હર્ષનું આધાન કરે છે. અથવા જિનેશ્વરનું વચન શ્રવણદ્વારા શું શું નથી આપતું? જિનવચનથી ઉદભવેલા ‘શરીર ક્ષણભંગુર છે. બાંધવ બંધન સમાન છે. લક્ષ્મી વિવિધ અનર્થને ઉત્પન્ન કરે છે.” ઇત્યાદિરૂપ સંવેગ વગેરે ગુણો મનુષ્યો પર કયો કયો ઉપકાર કરતાં નથી ? અહીં પ્રદેશી રાજાનું દૃષ્ટાંત છે. પ્રદેશી રાજાનું સંક્ષિપ્ત દષ્ટાંત શ્વેતાંબી નગરીમાં પ્રદેશ રાજા હતો. એને ચિત્ર નામનો મંત્રી હતો. ચિત્ર મંત્રીએ ચાર જ્ઞાનના ધારક શ્રીકેશી ગણધર પાસે શ્રાવતિ નગરીમાં શ્રેષ્ઠ શ્રાવકધર્મ સ્વીકાર્યો હતો. એ મંત્રીની વિનંતીપર શ્રી કેશી ગણધર શ્વેતાંબી નગરીમાં પધાર્યા. ચિત્ર મંત્રી અથવાહિકા (ઘોડા ખેલવવા) ના બહાના હેઠળ પ્રદેશી રાજાને કેશી ગણધર પાસે લઇ ગયો. ગર્વસાથે પ્રદેશી રાજાએ શ્રીકેશી ગણધરને કહ્યું - હે મહર્ષિ ! ધર્મ વગેરે કશું જ નથી. તેથી તમે આ (તપ-જપ આદિ) કષ્ટ વ્યર્થ સહન કરો નહીં. મારી માતા શ્રાવિકા હતી અને પિતા નાસ્તિક હતા. એ બંનેને મેં એમના મરણ વખતે ઘણું કહ્યું હતું કે સ્વર્ગના સુખ કે નરકમાં દુ:ખ જે મેળવો તે મને જણાવજો. છતાં મરણ પછી તે બંનેમાંથી એકે મને કશું કહેવા આવ્યા નથી. વળી એક ચોરના મેં તલ જેવા ટુકડે ટુકડા કરી નાખ્યા, પણ ક્યાંય જીવ દેખાયો નહીં. તેમ જ જીવતા તથા મરણ પામેલા માણસને તોલતાં વજનમાં કશો ફરક દેખાયો નહીં. તથા એક વખત છિદ્ર વિનાની કોઠીમાં એક માણસને પૂર્યો. એમાં મરી ગયેલા એ માણસના શરીરમાં ખડબદતાં અસંખ્ય કીડા મેં જોયા. પણ એ માણસના જીવને જવા માટેનો કોઇ દરવાજો મને એ કોઠીમાં દેખાયો નહીં. આ રીતે જીવના અસ્તિત્વ અંગે ઘણી પરીક્ષા કરી. છતાં ક્યાંય જીવ દેખાયો નહીં, તેથી હું નાસ્તિક થઇ ગયો છું. ૧૦૬ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #115 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેશી ગણધરે કહ્યું “તારી માતા સ્વર્ગસુખમાં મગ્ન હોવાથી તથા તારા પિતા પણ નરકની ઘોર વેદનાથી આકુળ હોવાથી અહીં આવી શક્યા નહીં. “અરણિ” ના લાકડાના ગમે તેટલા ઝીણા કટકા કરીએ, તો પણ તેમાં અગ્નિ દેખાતો નથી. છતાં એમાં અગ્નિ હોવો જેમ બધાને માન્ય છે, તેમ દેહના ટુકડા કરીએ છતાં જીવ હાથમાં ન આવે, એટલામાત્રથી એમાં પૂર્વે જીવનો અભાવ હતો એમ કહેવું યોગ્ય નથી. એજ રીતે ધમણ (કે ફુગ્ગા) વગેરેમાં હવા ભરતાં પહેલા કે પછી વજન કરતાં ફરક દેખાતો નથી, છતાં હવા ભરેલા ધમણ (કે ફુગ્ગામાં ) હવા છે, એ સ્પષ્ટ છે. કોઠીમાં પૂરાયેલો શંખવાદક શંખ ફૂંકે ત્યારે કોઠીમાંથી એ અવાજ જે રીતે બહાર આવે છે, એ રીતે આત્મા પણ વ્યાઘાત વિના જઇ શકે કે આવી શકે છે. આ રીતે શ્રીકેશી ગણધરે ‘જીવનું પણ અસ્તિત્વ છે' વગેરે વાતો યુક્તિથી સમજાવી. તેથી બોધ પામેલા શ્રી પ્રદેશી રાજાએ કહ્યું – “આપ કહો છો. એ વાત ખરી છે. પણ કુળપરંપરાથી આવેલું નાસ્તિકપણું શી રીતે છોડું ?” શ્રીકેશી ગણધરે કહ્યું – “જેમ કુળ પરંપરાથી આવેલી ગરીબી, રોગ, દુ:ખ આદિ પણ છોડવાલાયક જ ગણાય છે, એમ નાસ્તિકતા પણ ત્યાજ્ય જ છે. કોઈ પણ ધર્મ, આચાર વગેરે કુળપરંપરાથી આવવામાત્રથી સ્વીકાર્ય નથી બનતા, પણ વિવેકબુદ્ધિથી આત્મહિતકર લાગે એ જ ગ્રાહ્ય બને છે. આ સાંભળી પ્રદેશી રાજા સુશ્રાવક થયો. એક વાર પ્રદેશી રાજાએ પૌષધ-ઉપવાસ કર્યો. એના પારણે પરપુરુષમાં આસ્તક થયેલી સૂર્યકાંતા રાણીએ ઝેર આપ્યું. આ વાત જાણી ગયેલા પ્રદેશી રાજા શ્રી ચિત્ર મંત્રીના હિતકર વચન સાંભળી રાણીપર દ્વેષ કરવાના બદલે સમાધિમાં જ રહ્યા પરિણામે. કરેલી આરાધનાના બળ પર સૌધર્મ (પ્રથમ) દેવલોકમાં ‘સૂર્યાભ' નામના વિમાનમાં સૂર્યાભદેવ તરીકે ઉત્પન્ન થયા. ઝેર આપનારી સૂર્યકાંતા “મેં ઝેર આપ્યું છે, તે વાતની ખબર પડી ગઈ છે.’ એમ જાણીને ડરીને જંગલમાં ભાગી ગઇ. પણ ત્યાં સાપના ડંસથી મરીને નરકમાં ગઇ. એક વખત આમલકલ્પા નગરીમાં શ્રી વીર ભગવાન પધાર્યા. ત્યારે શ્રી સૂર્યાભદેવ ડાબા તથા જમણા હાથથી એકસો આઠ કુંવર તથા કુંવરીઓ પ્રગટ કરવા વગેરે દ્વારા ભગવાન આગળ દિવ્ય નાટક કરી સ્વર્ગે ગયો. ત્યારે શ્રી ગૌતમસ્વામીના પૂછવાથી શ્રી વીરભગવાને સૂર્યાભદેવનો પૂર્વભવ તથા ભવિષ્યમાં ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રે સિદ્ધિ પામશે વગેરે વાત કહી. તદ્દન નાસ્તિક રાજા પણ શ્રી ગુરુમુખે ધર્મશ્રવણ કરી કેટલો શીધ્ર સુશ્રાવક થઇ તરી ગયો? આ રીતે પ્રદેશી રાજાનું દૃષ્ટાંત છે. શ્રી આમ રાજા શ્રી બપ્પભટ્ટસૂરિના અને શ્રી કુમારપાળ રાજા શ્રી હેમચંદ્રસૂરિના વચનો સાંભળી પ્રતિબોધ પામ્યા તે પ્રસિદ્ધ જ છે. થાવગ્ગાપુત્રની કથા દ્વારકા નગરમાં અત્યંત સમૃદ્ધ ‘થાવચ્ચા” નામની સાર્થવાહી રહેતી હતી. એનો પુત્ર થાવચ્ચપુત્ર તરીકે પ્રસિદ્ધ થયો. માતાએ એને બત્રીસ કન્યાઓ પરણાવી હતી. એક વાર શ્રી નેમિનાથ ભગવાનની દેશના સાંભળી પ્રતિબોધ પામેલો તે પરમ વૈરાગી થયો. માતાએ દીક્ષા લેતા રોકવા ઘણું સમજાવ્યો. પણ તે મક્કમ રહ્યો. તેથી માતા દીક્ષા મહોત્સવમાટે શ્રીકૃષ્ણ પાસે રાજચિહ્નો માંગવા ગઇ. ત્યારે શ્રીકૃષ્ણ એના ઘરે આવી થાવચ્ચપુત્રને કહ્યું – સાધુ થવાનું છોડ ને ભોગ ભોગવ. થાવસ્ત્રાપુત્રે કહ્યું - ભયભીત થયેલા માણસને ભોગમાં કશો સ્વાદ આવતો નથી. શ્રીકૃષ્ણે કહ્યું – “હું છું, પછી તને શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૦૭ Page #116 -------------------------------------------------------------------------- ________________ કોનો ભય છે?” થાવચ્ચપુત્રે કહ્યું- મૃત્યુનો. (જને મોતનો અને તે પછીની દુર્ગતિનો ભય લાગતો હોય, એને વિષયભોગમાં આનંદ આવતો નથી. અને આ ભય સામે તો કૃષ્ણ જેવા વાસુદેવ પણ શું કરી શકે ?) શ્રીકૃષ્ણ ‘એનો વૈરાગ્ય સાચો છે” એમ સમજી ગયા. પછી શ્રીકૃષ્ણ પોતે તેનો દીક્ષા ઉત્સવ કર્યો. થાવસ્ત્રાપુત્રે એક હજાર શ્રેષ્ઠી આદિસાથે દીક્ષા લીધી. અનુક્રમે ચૌદપૂર્વી થયા. સેલકરાજાને તથા તેના પાંચસો મંત્રીઓને શ્રાવક બનાવી સૌગંધિકા નગરીમાં આવ્યા. તે સમયે વ્યાસનો શુક નામનો પુત્ર પરિવ્રાજક હતો. એને એક હજાર શિષ્ય હતા. તે ત્રિદંડ, કમંડલ, છત્ર, ત્રિકાષ્ઠી, અંકુશ, જનોઇ અને કેસરી નામનું વસ્ત્ર એટલી વસ્તુ હાથમાં રાખતો હતો. તેના વસ્ત્ર ગેરુથી રંગેલા હતાં. તે સાંખ્ય શાસ્ત્રના તત્ત્વનો જ્ઞાતા હતો. પ્રાણાતિપાતવિરમણાદિ પાંચ યમ અને શૌચ (પવિત્રતા), સંતોષ, તપ, સ્વાધ્યાય તથા ઈશ્વરપ્રણિધાન એ પાંચ નિયમ મળીને દશ પ્રકારના પરિવ્રાજક ધર્મની પ્રરૂપણા કરતો હતો. એના માર્ગમાં શૌચધર્મ મુખ્ય હતો. તેણે એ નગરના સુદર્શન નામના નગરશેઠ પાસે પૂર્વે પોતાનો શૌચમૂળ ધર્મ સ્વીકારાવ્યો હતો. થાવસ્ત્રાપુત્ર આચાર્યો તે સુદર્શન શેઠને જ પ્રતિબોધ કરી જૈનધર્મનો અંગીકાર કરાવ્યો. પછી સુદર્શન શેઠની સમક્ષ જ શુકપરિવ્રાજક થાવસ્ત્રાપુત્ર આચાર્યને પ્રશ્નો પૂછડ્યા ને થાવગ્ગાપુત્રે એના જવાબો આપ્યા... તે આ હતા... શુક પરિવ્રાજક :- હે ભગવન! સરિસવય ભક્ષ્ય છે કે અભક્ષ્ય છે? થાવગ્સાપુત્ર :- હે શુક પરિવ્રાજક! સરિસવય ભક્ષ્ય છે અને અભક્ષ્ય પણ છે. તે આ રીતે - (૧) સરિસવય બે પ્રકારના છે. મિત્ર સરિસવય (સરખી ઉંમરના) અને બીજા ધાન્ય સરિસવય (= સરસવ). મિત્ર સરિસવય ત્રણ પ્રકારના છે, ૧) સાથે ઉત્પન્ન થયેલા ૨) સાથે વૃદ્ધિ પામેલા અને ૩) બાલ્યાવસ્થામાં સાથે ધૂળમાં રમેલા. એ ત્રણ પ્રકારના મિત્ર સરિસવય સાધુઓને અભક્ષ્ય છે. ધાન્ય સરિસવય બે પ્રકારના છે. ૧) શસ્ત્રથી પરિત થયેલા અને ૨) શસ્ત્રથી પરિણત નહીં થયેલા. શસ્ત્રથી પરિણમેલા સરિસવય બે પ્રકારના છે. ૧) યાચિત ૨) અયાચિત. યાચિત સરિસવય પણ બે પ્રકારના છે. ૧) એષણીય ૨) અનેષણીય. એષણીય સરિસવય પણ બે પ્રકારના છે. ૧) લબ્ધ ૨) અલબ્ધ. ધાન્ય સરિસવયમાં અશસ્ત્ર પરિણમેલા, અપ્રાસુક, અયાચિત, અનેષણીય અને અલબ્ધ એટલા પ્રકારના અભક્ષ્ય છે અને બાકી રહેલા સર્વ પ્રકારના ધાન્ય સરિસવય સાધુઓને ભક્ષ્ય છે. એવી રીતે જ (૨) કુલત્થ અને (૩) માસ પણ જાણવા. તેમાં એટલો જ વિશેષ કે માસ પણ ત્રણ પ્રકારના છે. એક કાલમાસ (મહિનો) બીજો અર્થમાસ (સોના-રૂપાના તોલમાં આવે છે તે) અને ત્રીજો ધાન્ય માસ (અડદ). [(૧) “modi mele3e''આ માગધી શબ્દ છે. 'meCMele3e''અને “male'' એ બે mamkale શબ્દનું માગધીમાં mey melese'' એવું રૂપ થાય છે. સદૃશવય એટલે સરખી ઉમરનો અને સર્ષપ એટલે સરસવ. ૨) “KumLe'' શબ્દ માગધી છે. “કુલત્થ” (કળથી) અને “કુલી” એ બે સંસ્કૃત શબ્દોનું “કુલત્થ” એવું માગધીમાં એક જ રૂપ થાય છે. ૩) માસ (મહિનો), ce (અડદ) અને માસ (તોલવાનું એક કાટલું) એ ત્રણે શબ્દનું માગધીમાં came “એવું એક જ રૂપ થાય છે.] આ રીતે થાવસ્ત્રાપુત્ર આચાર્યથી બોધ પામેલા શુક પરિવ્રાજકે પોતાના એક હજાર શિષ્યો સાથે દીક્ષા લીધી. થાવસ્ત્રાપુત્ર આચાર્ય પોતાના હજાર શિષ્યના પરિવાર સહિત શત્રુંજય તીર્થે સિદ્ધિ પામ્યા. પછી શુકાચા સેલકપુરના સેલક રાજાને તથા તેના પાંચસો મંત્રીને દીક્ષા આપી પોતે સિદ્ધિપદ પામ્યા. શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૦૮ Page #117 -------------------------------------------------------------------------- ________________ સેલક મુનિ અગ્વિાર અંગના જ્ઞાતા થયા. પોતાના પંથક વગેરે પાંચસો શિષ્યોની સાથે વિચરવા લાગ્યા. હંમેશા લુખા વગેરે આહારના કારણે સેલક આચાર્યને ખસ, પિત્ત આદિ રોગ થયા. પછી તે વિહાર કરતા પરિવાર સહિત સેલકપુરે પધાર્યા. ત્યાં તેમનો પુત્ર મંડુક રાજા હતો. તેણે તેમને પોતાની વાહનશાળામાં રાખ્યાં. પ્રાસુક ઔષધ અને પથ્ય દ્રવ્યોવગેરેથી સેલનાચાર્યને સારા કર્યા. પણ સ્નિગ્ધ આહારની લોલુપતાથી સેલનાચાર્ય હવે બહાર વિહાર કરવા ઉદ્યમશીલ બન્યા નહીં. તેથી પંથક મુનિને સેલક આચાર્યની વૈયાવચ્ચ માટે રાખીને બીજા બધા સાધુઓએ વિહાર કર્યો. એકવાર કાર્તિક ચોમાસીના દિવસે સેલક આચાર્ય યથેચ્છ સ્નિગ્ધ આહાર કરી સુઇ ગયા, ત્યારે પ્રતિક્રમણના અવસરે પંથક મુનિ ખમાવવા માટે મસ્તકથી એમના બંને પગને અડ્યા. તેથી જાગી ગયેલા સેલકાચાર્ય ગુસ્સે થયા. ત્યારે પંથકે કહ્યું – ચોમાસી ક્ષમાપના માટે હું આપના પગને અડ્યો હતો. પંથકની વાત સાંભળી સેલનાચાર્ય વૈરાગ્ય પામ્યા અને મનમાં વિચાર કરવા લાગ્યા કે, “રસવિષયમાં લોલુપ થયેલા મને ધિક્કાર થાઓ!” એમ વિચારી તેમણે તરત વિહાર કર્યો. પછી બીજા શિષ્યો પણ સેલકાચાર્યની નિશ્રામાં આવી ગયા. તેઓ શત્રુંજય પર્વત પર પોતાના પરિવાર સહિત સિદ્ધ થયા. આ રીતે થાવસ્ત્રાપુત્રની કથા છે. ધર્મદેશના સાંભળી પ્રતિબોધ પામેલા થાવસ્ત્રાપુત્ર પોતે અને પરંપરાથી કેટલા બધાના પ્રતિબોધમાં નિમિત્ત બન્યા !! - ક્રિયા અને જ્ઞાન બંને જરુરી તેથી દરરોજ ગુરુપાસે ધર્મોપદેશ સાંભળવો જોઇએ. અને સાંભળીને તેમના ઉપદેશને અનુસાર આચરણ કરવા યથાશક્તિ પ્રયત્ન કરવો જોઇએ; કેમકે ઔષધ કે ભોજનના જ્ઞાનમાત્રથી આરોગ્ય અથવા તૃપ્તિ થતી નથી. પણ તેનો ઉપયોગ કરાય, તો જ આરોગ્ય કે તૃપ્તિ થાય છે. કહ્યું છે કે ક્રિયા જ ફળજનક બને છે, નહીં કે જ્ઞાનમાત્ર. સ્ત્રી કે ભક્ષ્યના ભોગનો જાણકાર કંઇ એટલી જાણકારી માત્રથી સુખી થતો નથી. તરવાનું જાણતો માણસ પણ હાથ-પગ હલાવવારૂપ કાયિકા ચેષ્ટા કરે નહી, તો તે પ્રવાહમાં તણાઇ જઇ ડૂબી જાય છે. આ જ વાત ચારિત્ર (ક્રિયા) વિનાના જ્ઞાન અંગે પણ સમજવી. દશાશ્રુતસ્કંધની ચૂર્ણિમાં પણ કહ્યું છે કે – જે અક્રિયાવાદી છે, તે ભવી કે અભવી હોય તો પણ નિશ્ચયથી કૃષ્ણપાક્ષિક છે. ક્રિયાવાદી તો નિશ્ચયથી ભવી જ હોય, નિશ્ચયથી શુકલપક્ષી જ હોય ને કાંક ન્યૂન અર્ધ પુદ્ગલપરાવર્તની અંદર જ અવશ્ય સિદ્ધ થાય છે, અથવા સમ્યગદૃષ્ટિ થાય છે. જ્ઞાન વિના ક્રિયા પણ પરિણામે ફળદાયક નીવડતી નથી. માટે જ કહ્યું છે કે અજ્ઞાનથી (થતી ક્રિયા વગેરેથી) થતો કર્મક્ષય મંડૂકચૂર્ણતુલ્ય છે. સમ્યગુ (જ્ઞાનપૂર્વક-સમજણપૂર્વક) થતી ક્રિયાથી થતો કર્મક્ષય મંડૂક ભસ્મ તુલ્ય છે. (દેડકો મરી જવાપર એના શરીરનો જે ભૂકો થાય, તે ચૂર્ણ છે; એનાપર વરસાદવગેરેનું પાણી પડે, તો એમાંથી પાછા દેડકા પ્રગટે. દેડકો બળી મરે, તો ભસ્મ થાય; પછી પાણી પડે, તો પણ ફરી દેડકો ન ઉદ્ભવે. એમ અજ્ઞાનીના નાશ પામેલા કર્મ તેવા વિષયાદિ સામગ્રીરૂપ પાણી મળે તો ફરીથી વળગે છે, ઉદભવે છે. જ્ઞાની જે કર્મનો નાશ કરે, એ પછી ગમે તેવા વિષયાદિ કારણોએ પણ પાછા બંધાતા નથી. તેથી અજ્ઞાનીનો ક્રિયાજન્ય કર્મનાશ મંડૂકચૂર્ણ સમાન છે. ને જ્ઞાનીનો કર્મનાશ મંડૂકભસ્મ સમાન છે.) અજ્ઞાનીને જે કર્મો ખપાવતા ઘણા કરોડ વર્ષ લાગી જાય, તે કર્મો મન-વચન-કાયાની ગુપ્તિથી યુક્ત જ્ઞાની શ્વાસોચ્છવાસ માત્ર જેટલા સમયમાં ખપાવી દે છે. તેથી જ તામલીતાપસ અને શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૦૯ Page #118 -------------------------------------------------------------------------- ________________ પૂરણતાપસને ઘણો તપવગેરે બહુ કલેશ-કષ્ટ સહન કરવા પર પણ ક્રમશ: ઈશાનઇન્દ્રપણું ને ચમરેન્દ્રપણું જેવું અલ્પ ફળ મળ્યું. (એ તપથી જ્ઞાની તો મોક્ષવગેરે ઉત્કૃષ્ટ ફળ મેળવી શકે.) શ્રદ્ધાવગરનો જ્ઞાની સમ્યક્રિયામાં પ્રવૃત્તિ કરતો નથી જેમકે અંગારમર્દક આચાર્ય કહ્યું જ છે કે - અજ્ઞ પુરુષનું ક્રિયા સામર્થ્ય, ક્રિયામાં અસમર્થનું જ્ઞાન, અને શ્રદ્ધાહીન-રુચિ વિનાના જ્ઞાન-ક્રિયા આ ત્રણે કશું વિશેષ કરી શકતા નથી. આંધળો, પાંગળો અને આંખ અને પગ હોય પણ મનમાં ઇચ્છા વિનાનો-મરી ગયેલી ઇચ્છાવાળો આ ત્રણેયની હિતવૃત્તિ (હિતકર માર્ગે આચરણ) અંતરાય વિનાની નથી – અંતરાયવાળી જ હોય છે. આમ નિશ્ચય થયો કે જ્ઞાન, દર્શન અને ચારિત્રનો યોગ થાય, તો જ મોક્ષ થાય છે. તેથી ત્રણેની આરાધના માટે પ્રયત્ન કરવો જોઇએ, એજ તાત્પર્ય છે. સુખશાતા પૃચ્છા અને લાભ માટે વિનંતી (આ રીતે ગુરુપાસે જિનવચન સાંભળી વંદન કરી પછી) સાધુતરીકેના કર્તવ્યોના નિર્વાહ અંગે પૂછે, આપની સંયમયાત્રા (સારી રીતે) નિર્વાહ (આરાધાય) છે ને? આપની રાત સુખરૂપ પસાર થઇ ને ? આપ શરીરથી બાધા પીડા વિનાના છો ને? આપને કોઇ રોગ સતાવતો નથી ને? અમારે યોગ્ય કોઇ કાર્ય છે? વૈદ કે ઔષધઅંગેનું આપને કોઇ પ્રયોજન છે? કોઇ પધ્ધવગેરેની જરૂરત તો નથી ને? આવી પૂછપરછ મોટી નિર્જરાનું કારણ બને છે. કહ્યું જ છે કે - સાધુને કરેલા અભિગમન (સામે લેવા જવું), વંદન, નમસ્કાર અને પ્રતિપુચ્છા, (સુખશાતાવગેરે અંગેની પૃચ્છા) થી દીર્ઘકાળથી ભેગા કરેલા કર્મ પણ ક્ષણવારમાં વિલય પામે છે. પ્રશ્ન:- પૂર્વે વંદન કરતી વખતે “સુહરાઇ સુખતા શરીર નિરાબાધ ઇત્યાદિ સૂત્રોથી આ પૃચ્છા કરી હતી. હવે ફરીથી શું કામ કરવાની? ઉત્તર :- એ વખતે સામાન્યથી પૃચ્છા કરી હતી. હવે વિશેષથી આ પૃચ્છા કરી વાસ્તવિક સ્વરૂપની જાણકારી મેળવવાની છે. ને ગુરુભગવંતને કોઇ બાધા હોય, તો તેનો ઉપાય કરવામાટે આ ફરી પૃચ્છા છે. તેથી જ ગુરુભગવંતને પગે લાગી ‘ઇચ્છકારી ભગવન્! પસાય કરી (હે ભગવાન! ઇચ્છકારથી અમારાપર પ્રસાદ-કપા કરી) એષણીય (કલ્પ એવા) અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, કામળી, રજોહરણ, પાછળ મુકવાનું પાટિયું (પીઠફલક) પ્રાતિહાર્ય (બાજોઠ) , શય્યા, સંથારો, ઔષધ, ભેષજ વગેરેનો લાભ આપી અમારાપર અનુગ્રહ કરવા વિનંતી છે. આ રીતે સ્પષ્ટ રીતે નિમંત્રણ આપવું જોઇએ. (શચ્યા-પગ લાંબા કરીને જેનાપર સુઇ શકાય. સંથારો - એ શય્યા કરતા કંઇક નાનો હોય. ઔષધ- એક દ્રવ્યથી બનતી દવા. ભૈષજ્ય- અનેક દ્રવ્યોના મિશ્રણથી બનતી દવા.) વર્તમાનમાં (ગ્રંથકારના સમયમાં) શ્રાવકો આ નિમંત્રણ બ્રહવંદન કર્યા પછી કરે છે. જેને ગુરુ ભગવંત સાથે સવારનું પ્રતિક્રમણ કર્યુ હોય, એ સૂર્યોદય પછી જ્યારે પોતાના ઘરે વગેરે જેવા ઉપાશ્રયથી નીકળે, ત્યારે આ રીતે નિમંત્રણ કરે છે. જેને પ્રતિક્રમણ કે વંદનનો યોગ મળ્યો નહીં હોય, એટલે કે ગુરુ સાથે પ્રતિક્રમણ કે બૃહસ્વંદન કર્યા નહીં હોય, તે પણ વંદનવગેરે અવસરે આ રીતે નિમંત્રણ કરે છે. મુખ્યવૃત્તિથી તો બીજી વારની જિનપૂજા કરી નૈવેદ્યવગેરે ચઢાવ્યા પછી ઉપાશ્રય જઇને સાધુને આ રીતે નિમંત્રણ આપવું જોઇએ, કેમકે શ્રાદ્ધદિનકૃત્યસૂત્ર આદિ ગ્રંથોમાં આ રીતે બતાવ્યું છે. એ પછી જો સાધુને ચિકિત્સાની જરૂરત હોય, તો અવસરને અનુરૂપ ચિકિત્સા કરાવડાવે, ૧૧૦ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #119 -------------------------------------------------------------------------- ________________ ઔષધવગેરે આપે અને યથાયોગ્ય પથ્ય વસ્તુઓ વહોરાવે. ટુંકમાં ગુરુભગવંતના બધા પ્રયોજનોની સાર સંભાળ લે. કહ્યું જ છે કે – જે સાધુને જે આહારાદિ કે ઔષધાદિ જે વસ્તુની જ્ઞાનાદિ ગુણોને ટકાવવા જરૂરત હોય, તેનું દાન કરવું જોઇએ. પછી જ્યારે ગુરુભગવંત ઘરે પધારે, ત્યારે “સાહેબ આપને શું ખપ છે?” એમ પૂછવામાં દોષ છે, ઔચિત્ય નથી. પણ પોતે જ સામેથી સાધુઓને જે-જે વસ્તુ વહોરવી કલ્પતી હોય, તે બધી વસ્તુનું નામ લઇને વહોરવા વિનંતી કરે. જો એમ નામ લઇને બધી વસ્તુ વહોરવા વિનંતી કરે નહીં, તો પૂર્વે કરેલું નિમંત્રણ વ્યર્થ થઇ જવાની આપત્તિ આવે. શ્રાવક નામ લઇને બધી વસ્તુ વહોરવા વિનંતી કરે, પછી સાધુ ન વહોરે, તો પણ વિનંતી કરનાર શ્રાવકને તો પુણ્યની પ્રાપ્તિ થાય છે. અમે (ગ્રંથકારે) કહ્યું જ છેમનથી પણ ભાવના કરે, તો પુણ્ય મળે; એમાં પણ વચનથી વિનંતી કરે, તો વિશેષથી પુણ્ય લાભ થાય; એમાં પણ એ વહોરાવવાદિ રૂપે કર્તવ્ય પણ જો ભળે, તો તે ઉત્તમ ફળ દેનાર કલ્પવૃક્ષ જ પ્રાપ્ત થાય છે. શ્રાવક આ રીતે નામ લઇને વિનંતી ન કરે, તો તે વસ્તુ સામે દેખાવા છતાં સાધુ વહોરે નહીં એ મોટું નુકસાન થાય છે. વળી આ રીતે ઉપાશ્રયમાં નિમંત્રણ (વહોરવા પધારવાની વિનંતી) કર્યા પછી પણ જો સાધુ પધારે નહીં, તો પણ નિમંત્રણ આપનાર શ્રાવકને તો પુણ્યનો લાભ થાય જ છે. ને એમાં પણ જો ભાવ વિશેષ ભળ્યો હોય, તો વિશેષ લાભ થાય છે. અહીં જીરણ (જીર્ણ) શ્રેષ્ઠીનું આ દૃષ્ટાંત છે. જીરણ શેઠનું દષ્ટાંત વૈશાલી નગરીમાં છદ્મસ્થ અવસ્થામાં ચાર મહિનાના ઉપવાસ ધારણ કરી કાઉસગ્નમાં ઊભા રહેલા ભગવાન મહાવીરસ્વામીને જીવણશેઠ દરરોજ પારણામાટે નિમંત્રણ કરતા હતા. ચોમાસુ પૂર્ણ થયે એ શેઠે ભગવાન આજે તો જરૂર જ પારણું કરશે એમ ધારી દઢ નિમંત્રણ કરી પોતાના ઘરે ગયા. ત્યાં ભાવનામાં ચડ્યા કે “હું ધન્ય છું કે ભગવાનું મારા ઘરે પારણું કરશે !' આ ભાવનાના બળ પર જ એમણે અમ્રુત (બારમા) દેવલોકનું આયુષ્ય બાંધ્યું. ભગવાનનું પારણું તો મિથ્યાત્વી અભિનવ શેઠને ત્યાં થયું. શેઠે કોક સામાન્ય ભિક્ષાચાર માની દાસીને કહ્યું – આમને બાફેલા અડદ આપી દો. આમ શેઠે દાસી પાસે અપાવેલા અડદથી ભગવાને પારણું કર્યું. ત્યારે પ્રગટેલા પાંચ દિવ્યને અંતર્ગત દેવદંદુભિનો નાદ જો જીરણ શેઠે સાંભળ્યો ન હોત, તો એ ભાવનાની વૃદ્ધિથી તેઓ કેવળજ્ઞાન પણ પામી ગયા હોત. એમ જ્ઞાનીએ કહ્યું. સાધુ નિયંત્રણમાં આ દૃષ્ટાંત છે. આહારઆદિના દાનમાં શ્રી શાલિભદ્રનું અને ઔષધદાનમાં પ્રભુવીરને ઔષધ દેનારી અને તીર્થંકરનામકર્મ બાંધનારી રેવતીનું દૃષ્ટાન્ત છે. ગ્લાન સાધુની વૈયાવચ્ચ અંગે ગ્લાનમાંદા) સાધની વૈયાવચ્ચ કરવામાં મહાલાભ છે. આગમમાં કહ્યું છે કે, હે ગૌતમ! જે ગ્લાનની સેવા કરે છે, તે મને સમ્યગ્દર્શનથી સ્વીકારે છે. જે સમ્યગ્દર્શનથી (શ્રદ્ધાથી) મને સ્વીકારે છે, તે ગ્લાનની સેવા કરે છે. (શ્રદ્ધાપૂર્વક ભગવાનને માનનારો ગ્લાન (બીમાર)ની સેવા કર્યા વિના ન રહે.) અરિહંતોનું દર્શન આજ્ઞાકરણસાર છે. (જિનેશ્વરોના વચન મુજબ વર્તવું એ જ જૈનશાસનમાં સારભૂત સમ્યત્વ ગણાય છે.) ગ્લાનની સેવાઅંગે કમિ-કોઢ (જે કોઢરોગમાં શરીર કીડાઓથી વ્યાપક થઇ જાય) ના ઉપદ્રવવાળા સાધુનો ઉપચાર કરનારા શ્રી ઋષભદેવ ભગવાનના જીવ જીવાનંદ વૈદનું દૃષ્ટાંત છે. વળી શ્રાવક સાધુને રહેવા માટે સારા સ્થાને ઉપાશ્રય આદિની વ્યવસ્થા કરે. કહ્યું જ છે કે – શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૧૧ Page #120 -------------------------------------------------------------------------- ________________ વસતિ (ઉપાશ્રય), શય્યા, આસન, ભાત, પાણી, ઔષધ, વસ્ત્ર, પાત્રાદિક જો અધિક ધનવાન ન હોય, તો ય થોડામાંથી થોડું પણ આપે. તપ, નિયમ, યોગથી યુક્ત મુનિવરોને જે ઉપાશ્રય આપે છે, તેણે મુનિને, વસ્ત્ર, અન્ન, પાન, શયન અને આસન વગેરે બધું જ આપ્યું છે. સાધુને રહેવાનું સ્થાન - વસતિ આપવાથી જયંતિ શ્રાવિકા, વંકચૂલ, અવંતિસુકુમાલ અને કોશા વગેરે સંસાર સાગર તરી ગયા. જૈનના દ્વેષી અને સાધુનિંદકને આપવાની શિક્ષા શ્રાવકે પોતાની પૂરી શક્તિથી જૈનશાસનના વિરોધીઓને સાધુઓની નિંદાવગેરે કરતા અટકાવવા જોઇએ. કહ્યું જ છે કે- તેથી સામર્થ્ય હોય, તો આજ્ઞાથી ભ્રષ્ટ થયેલા અંગે ઉપેક્ષા નહીં ક૨વી. પણ એને અનુકુળ કે કડક શબ્દો વગેરેથી હિતશિક્ષા આપવી જોઇએ. જેમકે પૂર્વકાલમાં ભિખારીએ પછી જૈન દીક્ષા લીધી, ત્યારે એની નિંદા કરનારા લોકોને અભય કુમારે પોતાની બુદ્ધિના પ્રયોગથી એ નિંદા કરતા અટકાવ્યા. સાધુની જેમ સાધ્વીજી ભગવંતને પણ સુખશાતા પૂછવી, સાધ્વીજીવનના કાર્યોવગેરે સુખરૂપ ચાલે છે? વગેરે પૃચ્છા કરવી જોઇએ. વળી સાધુ ભગવંત કરતાં સાધ્વીજીના વિષયમાં આ અધિક રીતે કરવું જોઇએ કેમકે એમને દુષ્ટ શીલવાળા નાસ્તિકોથી રક્ષવાના છે. પોતાના ઘરની પાસે ચોતરફથી ગુપ્ત અને ગુપ્ત દરવાજાવાળા ઘરમાં રહેવા માટે વસતિ આપવી. પોતાની સ્ત્રીઓ પાસે સાધ્વીઓની સેવા-ભક્તિ કરાવવી. પોતાની દીકરીઓને તેઓની પાસે (નવા અભ્યાસ વગે૨ે ક૨વા) રાખવી. તથા દીક્ષા તૈયાર થયેલી પુત્રીવગેરેને દીક્ષા અપાવી એમને સોંપવી. તેઓ (સાધુ-સાધ્વી) કોઇ કર્તવ્ય ભૂલી જાય, તો યાદ કરાવવા. અનુચિત પ્રવૃત્તિ કરવાની સંભાવના દેખાય, તો અટકાવવા. એકાદવાર ખોટું આચરણ કરે, તો પ્રેમથી સમજાવવા. પણ વારંવાર ખોટું આચરણ કરે, તો કઠોર શબ્દોમાં ઠપકો આપવા વગેરે દ્વારા પણ રોકવા. પછી ઉચિત વસ્તુઓથી એમને પ્રસન્ન કરવા. સાધુ-સાધ્વીની નિંદા તો કરવાની જ નથી કેમકે એ કરનાર તો જૈનધર્મનો વિરોધી છે. અવસરે ઠપકો આપવો પડે, તો પણ પછી એમની ઉચિત ઇચ્છાને અનુરૂપ વસ્તુ વગેરે વહોરાવી એમને પ્રસન્ન કરવા. (માતા-પિતા વારંવાર ખોટુ કરતા બાળકને સખત ઠપકો વગેરે આપે. પછી નારાજ થયેલા બાળકને રાજી કરવા મનગમતી વસ્તુ લાવી આપે છે, એ દૃષ્ટાન્ત છે. બાળકની પ્રસન્નતા લૌકિક છે, સાધુની પ્રસન્નતા લોકોત્તર લાભરૂપ છે.) ગુરુ પાસે અભ્યાસ કરવો વળી શ્રાવકે ગુરુ પાસે હંમેશા કાંઇ પણ નવું ભણવું. શાસ્ત્રમાં કહ્યું છે કે :- અંજનનો ક્ષય જોઇને તથા રાફડાનું વધવું જોઇને દિવસને દાન, અધ્યયન કાર્યોથી સફળ બનાવવો. (તાત્પર્ય-કામમાં નહીં આવતું પડી રહેલું અંજન નાશ પામે છે. ને કીડીઓના સતત ઉદ્યમથી રાફડો વધતો જાય છે. આ જોઇને માણસે દાન - અધ્યયન દ્વારા દિવસ સફળ કરવો જોઇએ. ધન પડ્યું રહે તો નાશ પામે, તેથી દાન એ એનો સાર્થક ઉપયોગ છે. અને અધ્યયન જેમ જેમ ક૨તા જાવ, તેમ તેમ જ્ઞાન વધતું જાય છે.) પોતાની પત્ની, ભોજન અને ધન - આ ત્રણમાં સંતોષ રાખવો, તથા દાન, અધ્યયન અને તપમાં સંતોષ રાખવો નહીં. મોતે મને વાળથી પકડ્યો છે (મોત તદ્દન નજીક છે) એમ માનીને ધર્મ ક૨વો જોઇએ (ધર્મ ક૨વામાં એક ક્ષણ મોડું કરવું નહીં) અને જાણે કે પોતે અજરામર છે મરવાનો જ શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૧૨ Page #121 -------------------------------------------------------------------------- ________________ નથી, એમ માનીને પ્રાજ્ઞપુરુષે વિદ્યા અને અર્થઅંગે વિચારવું . (તેથી હવે તો મરવાના દા'ડા આવ્યા, હવે નવું ભણીને શું કરવું છે? ઇત્યાદિ વિચારવું નહીં, પણ ભણતા જ રહેવું.) સાધુ (અને શ્રાવક પણ) જેમ-જેમ નવું-નવું અતિશય રસસભર શ્રુત ભણે છે, તેમ-તેમ નવા નવા સંવેગ અને નવી નવી શ્રદ્ધાથી આનંદિત થતો જાય છે. જે આ ભવમાં અપૂર્વ નવું નવું શ્રુત ભણતો જાય છે, તે જો અન્ય ભવમાં તીર્થકરપણું પામે છે. તો જે બીજાને સતત સભ્ય શ્રુત ભણાવતો રહે, તેની તો અમે વાત જ શી કરીએ? (તે તો ઘણો વિશિષ્ટ લાભ પામે છે.) કદાચ ભણવાઅંગેની પ્રજ્ઞા - બુદ્ધિ ખૂબ જ ઓછી હોય, તો પણ ભણવાનો પ્રયત્ન ચાલુ જ રાખે, તો માષતુષ વગેરે મુનિઓની જેમ આ જ ભવમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ વગેરે ફળ મેળવી શકે છે. અહીં છઠ્ઠી ગાથાનો અર્થ પૂર્ણ થયો. ન્યાયસંપન્ન રાજા ધર્મ અવિરોધી જિનપૂજાવગેરે ધર્મકૃત્યો કર્યા પછી જો રાજાવગેરે હોય, તો કચેરીમાં; મંત્રીવગેરે હોય, તો રાજસભામાં; વેપારી વગેરે હોય, તો દુકાન વગેરેમાં; એમ તે-તે શ્રાવકે પોત-પોતાના ઉચિત સ્થાને જઈ ધર્મને બાધ ન આવે એ રીતે ધન કમાવવા અંગે પુરુષાર્થ કરવો. એમાં ગરીબ-શ્રીમંત, માન્ય પુરુષ-અમાન્ય પુરુષ, ઉત્તમ વ્યક્તિ - અધમ વ્યક્તિવગેરેઅંગે પક્ષપાત વિના – મધ્યસ્થભાવે ન્યાય કરવાથી રાજાને ધર્મસાથે વિરોધ નથી આવતો - ધર્મને બાધ નથી આવતો. અહીં દૃષ્ટાંત બતાવે છે. ન્યાયપર યશોવર્મ રાજાનું દષ્ટાંતા કલ્યાણકટક નગરમાં યશોવર્મા રાજા રાજ્ય કરતો હતો. તે ન્યાયમાં એકનિષ્ઠ હતો. તેથી એણે પોતાની કચેરીના દ્વારપર “ન્યાય ઘંટ' લગાડ્યો હતો. એકવખત રાજ્યની અધિષ્ઠાયિકા દેવી રાજાની ન્યાયનિષ્ઠાની પરીક્ષા કરવા ગાય અને તાજા જન્મેલા વાછરડાનું રૂપ કરી રાજમાર્ગે ઊભી રહી. આ બાજુ અત્યંત વેગવાળા વાહનપર આરુઢ થયેલો રાજપુત્ર ત્યાં આવ્યો. વેગ અત્યંત હોવાથી એ વાહનને રોકી શક્યો નહીં. તેથી એ વાહન એ વાછરડાના બે પગ કચડી આગળ વધી ગયું. એ પીડાથી વાછરડું મરી ગયું. ગાય દુ:ખથી ભાંભરવા માંડી અને આંસુઓ વહાવવા માંડી. એ ગાયને કોકે કહ્યું – રાજદરબારના દ્વારે જઇ ન્યાય માંગ. એ ત્યાં જઇ પોતાના શિંગડાથી ન્યાય ઘંટને હલાવવા માંડી. ઘંટનાદ થવા માંડ્યા. રાજા તે જ વખતે જમવા બેઠા હતા. આ ઘંટનાદ સાંભળી જમવાનું મુકી સેવકોને પૂછવું - જુઓ ! કોણ ઘંટનાદ કરે છે ? સેવકોએ જોઇને કહ્યું – કોઇ નથી, આપ ભોજન કરો. રાજાએ કહ્યું – ઘંટનાદ થયો છે, તેથી કોકે તો કર્યો જ છે. તેથી એ અંગે પાકો નિર્ણય થાય નહીં, ત્યાં સુધી કેવી રીતે જમી શકાય? આમ કહી રાજા ભોજનનો થાળ છોડી સ્વયં ઊભા થઈ બારણે આવી જોવા લાગ્યા. ગાય સિવાય બીજું કોઇ નહીં દેખાવાથી ગાયને પૂછયું – શું તું કોઇનાથી પરાભવ પામી છે? શું થયું તે મને દેખાડ. તેથી ગાય આગળ થઇ ચાલવા માંડી. રાજા પણ પાછળ ચાલ્યો. ગાયે પોતાનું કરેલું વાછરડું બતાવ્યું. રાજાએ લોકો સામે જોઇ કહ્યું – જેણે આના પરથી વાહન ચલાવ્યું છે, તે આગળ આવે. ત્યારે લોકોમાંથી કોઇ કશું બોલ્યું નહીં. ત્યારે રાજાએ જાહેરાત કરી વાહન ચલાવનાર જાહેર થશે પછી જ હું જમીશ. આમ રાજાને તે દિવસનો ઉપવાસ થઇ ગયો. બીજે દિવસે સવારે રાજકુમારે કહ્યું – તાત! હું જ અપરાધી છું. આપ મને જે યોગ્ય લાગે તે દંડ આપો. રાજાએ ન્યાયના નિયમોના જાણકારોને પૂછ્યું - શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૧૩ Page #122 -------------------------------------------------------------------------- ________________ આને શો દંડ આપવો જોઇએ? તેઓએ કહ્યું - સ્વામિન્ ! રાજ્યયોગ્ય આ એક જ પુત્ર છે. તેથી તેને શું દંડ આપવાનો હોય? રાજાએ કહ્યું – કોનું રાજ્ય અને કોનો પુત્ર? મારે માટે તો ન્યાય જ મુખ્ય છે. મહત્ત્વનો છે. કહ્યું જ છે- દુશ્મનને દંડ, સજ્જનને સત્કાર, ન્યાયપૂર્વક ભંડારની વૃદ્ધિ, પક્ષપાતનો અભાવ અને દુમનથી રાષ્ટ્રની રક્ષા રાજાઓ માટે આ પાંચ જ યજ્ઞ બતાવ્યા છે. સોમનીતિ ગ્રંથમાં પણ કહ્યું છે – પુત્ર હોય તો પણ અપરાધને અનુરૂપ દંડ ફટકારવો જોઇએ.તેથી આ ભલે રાજપુત્ર હોય, પણ એના અપરાધને અનુરૂપ દંડ તમારે બતાવવો પડશે. તો પણ તેઓએ દંડ બતાવવાના બદલે મૌન રહેવાનું જ ઉચિત માન્યું. ત્યારે ‘જેણે બીજા સાથે જેવો વ્યવહાર જેવી રીતે કર્યો હોય, તેની સાથે તેવો વ્યવહાર તેવી રીતે જ કરવો જોઇએ.’ ‘જે જે કરે તેનો તેવો પ્રતિકાર કરવો.' ઇત્યાદિ વચનોને નજરમાં લઇ સ્વયં રાજાએ વાહન મંગાવી પુત્રને કહ્યું – તું અહીં સુઇ જા.. રાજપુત્ર પણ વિનીત હોવાથી પિતાની આજ્ઞા મુજબ સુઇ ગયો. રાજાએ સેવકોને આજ્ઞા કરી - આના પરથી વેગથી વાહન ચલાવો.. પણ કોઇ એમાટે તૈયાર થયું નહીં. ત્યારે બીજાઓએ અટકાવવા છતાં રાજાએ તે વાહનમાં બેસી પુત્રપરથી વાહન ચલાવ્યું. ત્યાં જ દેવી પ્રગટ થઇ અને રાજાપર પુષ્પવૃષ્ટિ કરી. ગાય અને વાછરડું અદૃશ્ય થઇ ગયા. દેવીએ કહ્યું - રાજન ! મેં તારી ન્યાયનિષ્ઠાની પરીક્ષા કરી. તને તારા પ્રાણપ્રિય પુત્ર કરતાં ન્યાય વધુ પ્રિય છે, પ્રિયતમ છે. તેથી (રાજ્યમાટે અત્યંત યોગ્ય હોવાથી) રાજ્ય દીર્ઘકાળ સુધી વિપ્ન વિના કર. ન્યાયના વિષયમાં આ દૃષ્ટાંત છે. રાજ્યના મંત્રીવગેરે અધિકારીઓએ તો રાજાનું પ્રયોજન અને પ્રજાનું પ્રયોજન (રાજાનું હિત અને પ્રજાનું હિત) એમ બંનેનું પ્રયોજન-હિત સધાય એ રીતે વર્તવું એ ધર્મઅવિરોધ છે – ધર્મને બાધ ન આવે એવો વ્યવહાર છે. અહીં અભયકુમાર અને ચાણક્ય વગેરે દૃષ્ટાંતરૂપ છે. અધિકારીવર્ગમાટે આ કપરું કામ છે કેમકે જો માત્ર રાજાના જ હિતના કાર્યો કરે, તો પ્રજા એના પર દ્વેષ કરે. અને જો એ લોકોના હિતમાં જ પ્રવૃત્ત થાય, તો રાજા એને રવાના કરી દે. આમ મોટો વિરોધ આવે. વળી રાજા અને પ્રજાના હિત પ્રાય: અસમાન-વિરોધી હોય છે, તેથી એ બંને સાચવી શકે એવો કાર્યકર મળવો દુર્લભ છે. વેપારી વગેરેને તો વેપારમાં શુદ્ધિ વગેરેથી ધર્માવિરોધ છે. (ધર્મને બાધ નથી આવતો.) Jelenej megx omeeF de© x 28c3e GefeDecej Cash - TeeskeCeF DelLefeleh ekveldech leesetreDebecceh-7-- (i e. Belenej Megfx obleco de© x 13eiegel cemej Caw - Tele: keỉj el 3 Lefev ledbeveloch 3eveddepebDecebel--) શબ્દાર્થ : તે પછી ૧) વ્યવહારશુદ્ધિ ૨) દેશાદિ વિરુદ્ધનો ત્યાગ અને ૩) ઉચિત આચરણોથી - પોતાના ધર્મને સાચવતો એ અર્થ ચિંતા કરે. ધર્મનો નિર્વાહ જ શાસ્ત્રનું લક્ષ્ય પૂર્વે કહેલા ધર્મકૃત્યો કર્યા પછી ધનઅર્જનઆદિના ઉપાયરૂપ વ્યવહારની મન-વચન-કાયાની અવક્તા રૂપ નિર્દોષતા દ્વારા શુદ્ધિ રાખવી. તથા દેશવગેરેથી વિરુદ્ધ કાર્યોનો ત્યાગ કરવો અને ઉચિત કાર્યો આચરવા. આગળ કહેવાશે એવાપોતે સ્વીકારેલા વ્રત-નિયમ-અભિગ્રહોરૂપ ધર્મ સાચવવાપૂર્વક, નહીં કે લોભની અધિકતા, વિસ્મૃતિવગેરેથી એ ધર્મને બાધ આવે એ રીતે અને ઉપરોક્ત ત્રણ (વ્યવહારશુદ્ધિ વગેરે) ને સાથે રાખી – ધન કમાવવાના ઉપાયો કરવા. કહ્યું છે કે – આ જગતમાં એવું ૧૧૪ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #123 -------------------------------------------------------------------------- ________________ કશું નથી કે જે ધનથી સિદ્ધ (પ્રાપ્ત) નહીં થાય. તેથી બુદ્ધિમાન પુરુષ પ્રયત્નથી એકમાત્ર ધન જ ઉપાર્જન કરે. (આ ઉક્તિ લૌકિક છે, તેને કોઇ ખોટી રીતે પકડી લે નહીં, એ માટે ખુલાસો કરે છે.) પ્રસ્તુતમાં અમે જે ધન કમાવવાઅંગે કહીશું, તે તો અનુવાદમાત્ર છે. (લોકોમાં સહજ પ્રસિદ્ધ જ છે. લોકો એમાં વગર કહ્યે પણ પ્રવૃત્ત થઇ જાય છે.. કેમકે તે બધામાટે સ્વયં સિદ્ધ છે. પણ એ અથંચતા ધર્મને સાચવતા કરવી...' એટલે કે અહીં ધર્મને સાચવતા’ એટલું જ શાસ્ત્રકારને માન્ય વિધેય છે. વિધાન છે. કેમકે તે જ લોકોમાટે અપ્રાપ્ય છે. અસિદ્ધ છે. (શ્રાવક પણ ગૃહસ્થ હોવાથી એ ધન કમાવવા તો જવાનો જ. એમાટે કંઇ શાસ્ત્રમાં વિધાન કરવાની જરૂર નથી. પણ એ ધન એવી રીતે ન કમાય કે જેથી એના સ્વીકારેલા ધર્મને બાધ આવી જાય, એટલેકે એ ધન કમાવવા જતાં પણ ધર્મને તો સાચવે જ એ સૂચવવા જ શાસ્ત્રમાં વિધાન છે. કેમકે સામાન્યથી ધન કમાવના પણ ધર્મ સાચવો પ્રસિદ્ધ નથી. જે સામાન્યથી લોકમાં પ્રસિદ્ધ ન હોય, પણ પોતાને માટે હિતકર હોય, એ જ શાસ્ત્રવચનનું વિધેય ગણાય. શાસ્ત્રકારોની પ્રેરણા એમાટે જ હોય.) તેથી જ કહ્યું છે - લોકો આલોકના કાર્યમાં બધા આરંભોથી – પ્રયત્નોથી જે રીતે લાગે છે, એ જ રીતે જો એથી લાખમાં ભાગના પ્રયત્નથી પણ ધર્મમાં લાગી જાય, તો શું બાકી રહે? આજીવિકાના સાત ઉપાય માણસની આજીવિકા ૧) વેપાર ૨) વિદ્યા ૩) ખેતી ૪) ગાય-બકરા આદિ પશુપાલન ૫) શિલ્પ ૬) સેવા અને ૭) ભિક્ષા. એ સાત ઉપાયથી થાય છે. તેમાં વિણક વેપારથી, વૈદ્યવગેરે પોતાની વિદ્યાર્થી, કણબીઓ ખેતીથી, ગોવાળો તથા ભરવાડો પશુપાલનથી, ચિત્રકાર, સુતાર વગેરે શિલ્પથી – પોતાની કારીગરીથી, સેવકો સેવાથી અને ભિખારીઓ ભિતાથી પોતાની આજીવિકા કરે છે. તેમાં ધાન્ય, ઘી, તેલ, કપાસ, સૂતર, કાપડ, તાંબા, પિત્તળઆદિ ધાતુ, મોતી, ઝવેરાત, નાળું વગેરે કરિયાણાના (વેંચવાલાયક વસ્તુઓ)ના ભેદથી અનેક પ્રકારના વેપાર છે. ‘ત્રણસો સાઠ પ્રકારના કરિયાણાં છે” એવી લોકોમાં પ્રસિદ્ધિ છે. પેટા ભેદ - તેના પેટા ભેદ વગેરેની વિચારણા કરીએ તો સંખ્યાનો પાર આવે એમ નથી. વ્યાજે ધીરવું (ધીરનારનો ધંધો) એક પ્રકારનો વેપાર જ છે. વૈદનો અને ગાંધીનો ધંધો અનિચ્છનીય ઔષધ, રસ, રસાયન, વાસ્તુ, શુકન, નિમિત્ત, સામુદ્રિક, ધર્મ, અર્થ, કામ, જ્યોતિષ, તર્ક, વગેરે ભેદથી વિદ્યા પણ અનેક પ્રકારની છે. તેમાં વૈદ્યવિદ્યા અને ગાંધીપણું એ બંને પ્રાય: દુર્ધ્યાનની સંભાવના વગેરે કારણે વિશેષ ગુણકારી દેખાતા નથી. જો કે ધનવાન માણસની માંદગીમાં વૈદ અને ગાંધીને (જે ઔષધોમાં ઉપયોગી ચીજોનો વેપાર કરે છે. તેથી તો વૈદ્ય-ગાંધીનું સહિયારું કહેવાય છે.) ઘણી કમાણી થાય છે ને ઘણે ઠેકાણે બહુમાન વગેરે પણ મળે છે. તેથી કહ્યું છે - ‘રોગમાં વૈદ્ય પિતા (સમાન) ગણાય છે.’ બીજે પણ કહ્યું છે - રોગીઓનો મિત્ર વૈદ્ય છે, સ્વામીઓના મિત્રો ખુશામતખોરો હોય છે. દુ:ખથી પીડાયેલાઓના મિત્ર સાધુ છે. સંપત્તિ ખોઇ બેસનારાઓના મિત્ર જોષીઓ છે. આમ વૈદ્યનું બહુમાન થાય છે. ગાંધીના ધંધા માટે કહ્યું છે. વેપારોમાં શ્રેષ્ઠ વેપાર તો ગાંધીનો જ છે, બીજા સોનાગેરેના વેપારથી સર્યું. કેમકે ગાંધીના વેપારમાં તો એક રૂા. માં લીધેલું હજાર રૂપયે વેંચાય છે. (આજની ફાર્મા કંપનીઓને આ વાત લાગુ પડે છે?) આમ વૈદ્ય-ગાંધીને લાભ અને બહુમાનાદિ હોવા છતાં એ બે ઇચ્છનીય એટલા માટે નથી કે સામાન્યથી નિયમ છે કે, જેને જેનાથી લાભ થતો હોય, તેને તે અંગે જ ઇચ્છા રહેતી હોય છે. કહ્યું જ છે શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૧૫ Page #124 -------------------------------------------------------------------------- ________________ કે – સુભટો યુદ્ધ ઇચ્છે છે, વૈદો લોકો રોગથી પીડાય એમ ઇચ્છે છે. વિપ્રો-બ્રાહ્મણો (યજમાનો) મોત ઘણા થાય એમ ઇચ્છે છે. (જેથી યજમાનગીરી ધમધોકાર ચાલે.) સાધુઓ ક્ષેમ અને સુભિક્ષધાન્યાદિની સમૃદ્ધિ ઇચ્છે છે. (જેથી ગોચરી સુલભતાથી મળે.) ધન મેળવી લેવાની ઈચ્છાવાળો જે વૈદ્ય લોકો વ્યાધિથી પીડાય એવું જ ધ્યાન રાખે છે, વિચારે છે; તે વૈદ્ય રોગીના ૨ોગને વિરુદ્ધ ઔષધથી વધા૨વાનું જ કામ કરે ને ! એને વળી ત્યાં દયા કેવી રીતે હોય (આ વાત આજના કેટલાક ડોક્ટરોને લાગુ પડે ખરી?) વળી કેટલાક વૈદો તો પોતાના સાધર્મિક સાધુ પણ, ગરીબ, અનાથ ને મરતા માણસ પાસેથી પણ બળાત્કારે (પોતાની ફી વગેરે રૂપે) ધન મેળવી લેવા ઇચ્છા રાખતા હોય છે. વળી એ વૈદો અભક્ષ્ય ઔષધો પણ તૈયાર કરાવતા હોય છે, ને વિવિધ ઔષધો આપવા વગેરેનું કપટ કરી લોકોને ઠગતા પણ હોય છે. (લોકોની લાચારીનો ગેરલાભ લેતા હોય છે.) અહીં (શ્રી કૃષ્ણ વાસુદેવ વખતના ) દ્વારકા નગરીના અભવ્ય વૈદ્ય ધન્વંતરીનું દષ્ટાંત છે. (ટુંકમાં વૈદડોક્ટરોની કમાણી બીજાઓની લાચારી - પીડાપર આધારિત છે - તેથી શાપિત છે. ગુણકારી નથી. છતાં આ વાત પણ એકાંતે નથી – કેટલાક સારા પણ હોય છે, એ વાત કરે છે) જે સરળ સ્વભાવવાળા અને ઓછા લોભવાળા પરોપકારી વૈદો છે, તેમની વૈવિદ્યા આ ભવમાં અને પરભવમાં એમ બંને ભવમાં લાભકારી બને છે. અહીં ઋષભદેવ ભગવાનનો જીવાનંદવૈદ્ય નામનો પૂર્વભવ દૃષ્ટાંતરૂપ છે. ખેતી – પશુપાલન ખેતી ત્રણ પ્રકારની છે. એક વરસાદના પાણીથી થતી, બીજી કૂવા આદિના પાણીથી થતી, તથા ત્રીજી બન્ને - વરસાદ તથા કૂવા વગેરેના પાણીથી થતી. ગાય, ભેંસ, બકરી, ઊંટ, બળદ, ઘોડા, હાથી વગેરે જાનવરો દ્વારા આજીવિકા ચલાવવી એમ પશુપાલન પણ અનેક પ્રકારે છે. ખેતી અને પશુપાલન વિવેકી માણસમાટે ઉચિત નથી. કહ્યું છે કે :- રાજાઓની લક્ષ્મી હાથીદાંતમાં, પામરોની (ખેડુતો વગેરેની) બળદના સ્કંધ૫૨, સુભટોની તલવારની ધા૨૫૨ અને વેશ્યાઓની સ્તનપર લક્ષ્મી રહે છે. જો બીજી કોઇ વૃત્તિ ન હોય અને ખેતી જ કરવી પડે, તો વાવવાનો સમય વગેરે બરાબર ધ્યાનમાં રાખવો. તથા પશુપાલન કરવું પડે, તો ઘણી દયા રાખવી. કહ્યું જ છે કે – જે વાવવાનો સમય, ખેતરની જમીન, કઇ ખેતી થઇ શકશે વગે૨ે જાણે છે, અને (લોકોના આવાગમનના) રસ્તાની બાજુમાં આવેલા ખેતરનો ત્યાગ કરે છે, (કેમકે લોકો દ્વારા એમાં થતાં પાકનો નાશ થાય છે.) તે જ વૃદ્ધિ પામે છે. સંપત્તિની વૃદ્ધિમાટે પશુપાલન કરનારાએ દયાભાવ છોડવો નહી. પશુસંબધી કાર્યોમાં પોતે જ સાવધાન રહેવું જોઇએ અને છવિચ્છેદ (ચામડી છેદવી) વગેરે નહીં કરવા. શિલ્પ અને કર્મ શિલ્પ સો પ્રકા૨ે છે, કહ્યું છે કે - કુંભાર, લુહાર, ચિત્રકાર, સુતાર અને હજામ એ પાંચના પાંચ શિલ્પ જ મુખ્ય છે. એ એક એક શિલ્પના વીસ વીસ પેટાભેદ ગણતાં બધું મળી સો ભેદ થાય છે. વ્યક્તિ (સ્પેશિયલાઇઝેશન) ને નજરમાં લઇએ, તો તેથી પણ વધુ ભેદ પડી શકે. આચાર્યના ઉપદેશથી થયેલું તે શિલ્પ કહેવાય છે, કેમકે ઋષભદેવ ભગવાનના ઉપદેશથી એ પ્રવૃત્ત થયા છે. એ આચાર્યના ઉપદેશ વિના જે કેવળ લોક-પરંપરાથી ચાલતું આવે છે, તે ખેતી, વેપારવગેરે કર્મ શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૧૬ Page #125 -------------------------------------------------------------------------- ________________ કહેવાય છે. સિદ્ધાંતમાં કહ્યું છે કે- આચાર્યના ઉપદેશ વિના પ્રવૃત્ત થયેલું ખેતી, વાણિજ્ય વગેરે કર્મ કહેવાય છે, તેથી ભિન્ન (આચાર્યના ઉપદેશથી પ્રવૃત્ત) કુંભાર, લુહાર વગેરેનું શિલ્પ કહેવાય છે. અહીં ખેતી, વેપાર અને પશુપાલન કર્મ તરીકે સાક્ષાત બતાવ્યાં છે. (નહીં કહેવાયેલા) બાકીના બધા કાર્યો પ્રાય: શિલ્પવગેરેમાં સમાવેશ પામે છે. પુરુષોની તથા સ્ત્રીઓની કળાઓમાંથી કેટલીક વિદ્યામાં અને કેટલીક શિલ્પમાં સમાઇ જાય છે. કર્મના સામાન્યથી ચાર પ્રકાર છે. કહ્યું છે કે - બુદ્ધિથી કર્મ (કાર્ય) કરનારા ઉત્તમ, હાથથી કર્મ કરનારા મધ્યમ, પગથી કર્મ કરનારા અધમ અને મસ્તકથી (ભાર ઉપાડીને) કર્મ કરનારા અધમમાં અધમ જાણવા. (અહીં ઉત્તમઆદિ ભેદ પ્રયત્નની અપેક્ષાએ કમાણી - લોકદૃષ્ટિવગેરે દૃષ્ટિએ સમજવા. તેથી મજૂરી કરનારા બધા નીચ-દુષ્ટ છે, ઇત્યાદિ તાત્પર્ય પકડવું નહીં) બુદ્ધિથી કાર્યો કરવા ઉપર દૃષ્ટાંત કહે છે – બુદ્ધિથી કમાનારનું દૃષ્ટાંત ચંપા નગરીમાં ધન નામના શેઠને મદન નામનો પુત્ર હતો. તેણે એકવાર ‘બુદ્ધિની દુકાન’ એવી વિશિષ્ટ દુકાન જોઇ. તેણે ત્યાંથી પાંચસો સિક્કા આપી ‘જ્યાં બે જણા લડતા હોય, ત્યાં ઊભા રહેવું નહીં ’ એવી બુદ્ધિ ખરીદી. આ જાણી મિત્રોએ એની મશ્કરી કરી. પિતાએ એને ખૂબ ઠપકો આપી કહ્યું- જા એ પાંચસો સિક્કા પાછા લઇ આવ. તેથી એ પોતાનું ધન પાછું લેવા ફરીથી એ દુકાને ગયો. ત્યારે દુકાનદારે કહ્યું- જો તારું ધન પાછુ જોઇતું હોય, તો મારી બુદ્ધિ પાછી આપ. એટલે હવે તું નક્કી કર કે જ્યાં બે લડતા હોય, ત્યાં ઊભા રહેવું. પેલાએ એ વાત સ્વીકારી ધન પાછું મેળવ્યું. એકવાર રાજાના બે સુભટ રસ્તામાં લડી રહ્યા હતા, ત્યારે એ તેઓની પાસે ઊભો રહ્યો. તેથી એ બન્નેએ એને સાક્ષી બનાવ્યો. રાજાએ ન્યાય તોળતી વખતે સાક્ષી તરીકે મદનને બોલાવ્યો. ત્યારે બંનેએ વારા ફરતી ધન શેઠ પાસે આવી ધમકી આપી- જો તારો પુત્ર મને અનુકુળ સાક્ષી નહીં આપે, તો તને મોટું નુકસાન કરીશ. તેથી ધન શેઠ ગભરાયા. હવે શું કરવું? તેથી સલાહ-બુદ્ધિ લેવા પેલી બુદ્ધિની દુકાને ગયા. દુકાનદારે એક કરોડ સિક્કા લઇ બુદ્ધિ આપી - એની પાસે પાગલ હોવાનું નાટક કરાવ. ધને એમ કરાવ્યું. તેથી પાગલની સાક્ષી ગણાય નહીં એમ માની રાજાએ જવા દીધો. આમ આપત્તિ ટળવાથી સુખી થયો. બુદ્ધિઅંગે આ કથા છે. સેવામાં સાવધાની વેપારઆદિ કરનારાઓ હાથથી કામ કરે છે. દૂતો વગેરે પગથી કામ લે છે. ભાર ઉપાડનારા મજુરો માથાથી કામ લે છે. સેવા (નોકરી) (૧) રાજાની (૨) અધિકારીની (૩) શેઠની અને (૪) બીજાઓની – એમ ચાર પ્રકારે છે. આ રાજા વગેરેની સેવામાં હંમેશા પરવશતાવગેરે હોવાથી જે -તે માણસ માટે સેવાકાર્ય અત્યંત દુ:સાધ્ય છે. કહ્યું જ છે કે – મૌન રહે તો મુંગો ગણાય. ભાષણ કુશળ હોય તો વાયડો કે બકબક કરનારો ગણાય. પાસે રહે તો ઉદ્ધત કહેવાય અને દૂ૨ ૨હે તો અક્કલ વગરનો કહેવાય. ક્ષમા રાખે તો ડ૨૫ોક ગણાય ને સહન કરે નહીં તો પ્રાય: કુલીન ગણાતો નથી. ખરેખર સેવાધર્મ અત્યંત ગહન છે. યોગી પણ એને પામી શકતા નથી. = એ સેવક બિચારો ઉન્નતિ માટે પ્રણામ કરે છે (ઉન્નતિ = ઉંચાઇ ને નમવું એટલે નીચાઇ) જીવતર માટે એ પ્રાણો છોડે છે - મરે છે. સુખી થવા માટે દુ:ખી થાય છે. ખરેખર સેવકથી વધુ કોણ શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૧૭ Page #126 -------------------------------------------------------------------------- ________________ મૂરખ હોઇ શકે? જેઓ સેવાને શ્વાનવૃત્તિ (કૂતરા જેવું જીવન) કહે છે, તેઓએ બરાબર કહ્યું નથી. કૂતરો તો પૂંછડીથી ખુશામત કરે છે, જ્યારે સેવક માથાથી (માથુ નમાવી) ખુશામત કરે છે. આમ હોવા છતાં જીવનનિર્વાહનો બીજો ઉપાય ન જ હોય, તો સેવાકાર્ય દ્વારા પણ નિવાહ કરવો જોઇએ. કહ્યું જ છે કે - ધનવાન માણસ વેપારથી અને ઓછા ધનવાળો ખેતીથી નિર્વાહ કરે. પણ બધા વ્યવસાય તૂટી જાય, તો સેવાથી નિર્વાહ કરે. વિવેક, કૃતજ્ઞતા વગેરે ગુણોવાળી વ્યક્તિની સેવા કરવી જોઇએ. કહ્યું જ છે – કાનનો દુર્બળ - કાચો ન હોય, શુરવીર હોય અને ગુણાનુરાગી હોય એવો માલિક પુણ્યથી જ મળે છે. ક્યારેય પણ કુર, વ્યસની, લોભી, નીચ, નિત્ય રોગી, મુર્ખ અને અન્યાય કરનારો – આટલાને શેઠ નહીં બનાવવા. રાજા અવિવેકી હોવા છતાં જે (નોકર) સમૃદ્ધિની આશા રાખે છે, તે માટીના ઘોડાથી સો યોજન જવા ઇચ્છે છે. કામંદકીય નીતિસારમાં પણ કહ્યું છે – વૃદ્ધ (અનુભવી) ને અનુસરતો રાજા સજ્જનોને સંમત થાય છે. દુરાચારીઓ પ્રેરિત કરે, તો પણ તે અકાર્યોમાં પ્રવૃત્ત થતો નથી. સ્વામીએ પણ તે-તે સેવકની તેવી-તેવી યોગ્યતાને અનુરૂપ તે-તે સેવકના સન્માનઆદિ કરવા જોઇએ, કેમકે જ્યારે રાજા નોકરોઅંગે સમાનતાથી વર્તે છે, ત્યારે ઉદ્યમ કરવા સમર્થ સેવકોનો એ માટેનો ઉત્સાહ નાશ પામે છે. સેવકે પણ પોતાના માલિકપ્રત્યે) ભક્તિ, ચતુરાઇ વગેરે ગુણોથી યુક્ત થવું જોઇએ, કેમકે રાજા પ્રત્યે અનુરાગવાળો (ભક્તિવાળો) હોય, પણ બુદ્ધિહીન અને કાયર હોય, તો શો લાભ થવાનો? અને પોતે બુદ્ધિમાન અને પરાક્રમી હોય પણ રાજાપ્રત્યે ભક્તિભાવ વિનાનો હોય, તો પણ શો લાભ થવાનો? જે નોકરો પ્રજ્ઞા, પરાક્રમ અને ભક્તિ આ ત્રણે ગુણોથી યુક્ત છે, તે જ નોકરો રાજાની આબાદી માટે થાય છે. બીજાઓ તો સંપત્તિ અને આપત્તિમાં પત્ની જેવા બનીને રહે છે. (સંપત્તિમાં સાથે અને આપત્તિમાં અલગ) રાજા નોકરોથી પ્રસન્ન થાય, તો પણ માન આપે છે, જયારે નોકરો તો અવસરે પ્રાણ આપીને પણ ઉપકાર કરે છે. (કહેવાનું તાત્પર્ય - રાજાએ તો માત્ર માન આપવાનું છે. એ જો આપતા આવડે, તો નોકરો પ્રાણ આપવા તૈયાર થાય છે.) સેવકે સ્વામીની સેવા સતત સાવધાન રહીને કરવી જોઇએ. કહ્યું જ છે કે- અપ્રમત્ત બુદ્ધિમાનોએ સાપ, વાઘ, હાથી અને સિંહોને પણ ઉપાયથી વશ કરેલા જોઇને (કહી શકાય કે) એમનામાટે રાજાને વશ કરવો શી મોટી વાત છે? રાજાને વશ કરવાની વિધિ નીતિ શાસ્ત્રવગેરેમાં આ રીતે બતાવી છે. રાજાની પાસે (પણ બહુ નજીક નહીં) એમના મુખતરફ આંખ રાખી હાથ જોડી બેસવું. રાજાનો સ્વભાવ જાણી એ મુજબ દક્ષતાથી કાર્યો કરવા. સભામાં રાજાની અત્યંત નજીક, અત્યંત દૂર, સમાન આસને, ઊંચા આસને, બરાબર સામે કે તદ્દન પાછળ નહીં બેસવું. તદ્દન નજીક બેસે, તો રાજાને તકલીફ થાય. બહુ દૂર બેસે, તો મૂરખ ગણાય. બરાબર સામે બેસે, તો બીજાપરનો કોપ એના પર ઉતરે. પાછળ બેસે તો રાજા જોઇ શકે નહીં. થાકેલા, ભૂખ્યા થયેલા, ક્રોધિત થયેલા, વ્યાકુળ થયેલા, સુવા તત્પર થયેલા, તૃષાતુર થયેલા અને બીજાદ્વારા વિનંતી કરાયેલા રાજા પાસે કોઇ વિજ્ઞપ્તિ-વિનંતી કરવી નહીં. રાજમાતા, રાણી, રાજપુત્ર, મુખ્યમંત્રી, પુરોહિત અને પ્રતિહારી (રાજદરબારનો ૧૧૮ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #127 -------------------------------------------------------------------------- ________________ ચોકીદાર) આટલા સાથે રાજા જેવો જ વ્યવહાર કરવો. આ તો પહેલા મારાથી જ પ્રગટ કરાયેલો છે, તેથી હું અવહેલના કરીશ તો પણ મને બાળશે નહીં, એવા ભ્રમથી પણ જેમ દીવાને આંગળીના અગ્રભાગથી અડાય નહીં, એમ રાજાની પણ જરાય અવજ્ઞા કરાય નહીં. રાજાને માન્ય બને, તો પણ જરાય ગર્વ કરવો જોઇએ નહીં, કારણકે “ગર્વ વિનાશનું મૂળ છે.” એમ કહેવાયું છે. સંભળાય છે કે દિલ્હીમાં સુલતાનને માન્ય પ્રધાને ગર્વ ભરેલા અવાજે “મારાથી જ રાજ્ય ચાલે છે” એવું કોક આગળ કહ્યું. આ વાત સુલતાને સાંભળી. તરત જ એ પ્રધાનને કાઢી મુકી ત્યાં પાસે રહેલા “રાંપડી” (રાંપડી-ખેતરમાં નકામું ઘાસ કાપવાનું સાધન છે. રાંખી મોચીનું સાધન છે.) વાળા હાથવાળા મોચીને પ્રધાન તરીકે સ્થાપી દીધો. આ પ્રધાનના દરેક લેખ વગેરેમાં ઓળખ ચિહ્ન રાંપડી' જ રહેતું. તે પ્રધાનની વંશ પરંપરા હજુ ચાલુ જ છે, ને સુલતાનોને માન્ય પણ છે. (આ ગ્રંથકારના કાળની વાત છે.) આ રીતે સારી રીતે સેવા કરવાથી, જો રાજા વગેરે પ્રસન્ન થાય, તો ઐશ્વર્ય આદિનો લાભ પણ દુર્લભ ન રહે. કહ્યું જ છે કે- શેરડીનું ખેતર, સમુદ્ર, યોનિપોષણ (વેશ્યાવાડો ચલાવવો?) અને રાજાઓની કુપા શીધ્ર ગરીબીનો નાશ કરે છે. ભલે મનસ્વી પુરુષો નિંદા કરે, પણ સુખેચ્છકે રાજાવગેરેની સેવા કરવી જોઇએ, કેમકે સ્વજનોનો ઉદ્ધાર અને શત્રુઓનો નાશ એ વિના શક્ય નથી. - કુમારપાળ રાજા જ્યારે સિદ્ધરાજ જયસિંહના હાથમાં નહીં આવવા માગતા હતા, તે વખતે વોસિરિ’ નામના બ્રાહ્મણે એ કુમારપાળની સારી સેવા કરી હતી. આપત્તિમાં કરાયેલી આ સેવાને યાદ રાખી કુમારપાળે રાજા બન્યા પછી એને ‘લાટ’ દેશ ઇનામમાં આપ્યો હતો. જિતશત્રુ રાજાને ત્યાં રાજપુત્ર દેવરાજ યામિક-અંગરક્ષક તરીકે નિયુક્ત થયો હતો. એકવાર આ દેવરાજે રાજાને સાપના ઉપદ્રવથી બચાવ્યો. તેથી પ્રસન્ન થયેલા જિતશત્રુ રાજાએ એને પોતાનું રાજ્ય સોંપી દઇ દીક્ષા લીધી ને મોક્ષે ગયા. મંત્રીપણું, નગરશેઠપણું, સેનાપતિપણું વગેરે બધી પ્રવૃત્તિઓ રાજસેવામાં સમાવેશ પામે છે. આ સેવાઓ ઘણા પાપથી ભરેલી છે ને છેવટે વિપરીત પરિણામ આપનારી બને છે. તેથી શ્રાવકે બને ત્યાં સુધી એવી સેવાઓ નહીં કરવી. કહ્યું જ છે કે- જેને જે નિયોગ – અધિકારમાં નિયુક્ત કર્યો હોય, તે ત્યાં ચોરી કરતો હોય છે. શું ધોબી ખરીદીને વસ્ત્રો પહેરે છે? (‘અધિકાર” – રાજકીય સત્તા. એમાં અધિ +કાર છે, જેને આગળ કરી કહે છે.) અધિક અધિક આધિ (ચિંતા) ઓથી યુક્ત અધિકારો છે કે જેમાં આગળ કારા (જલવાસ-બંધન) જ પ્રવૃત્ત થાય છે. રાજાની સેવામાં રહેલાઓને પહેલા (ખોટું કરવામાં) કોઇ બંધન નડતું નથી, પણ પછી એ બંધનમાં (જેલમાં) પડે છે. રાજાની બધા પ્રકારની સેવા છોડવી શક્ય ન હોય, તો પણ દયાળુ આસ્તિકે ગુપ્તિપાલ (જેલના રક્ષક) કોટવાળ (પોલીસ - નગર રક્ષક) સીમપાળ (સીમાડાનો રક્ષક) વગેરે સેવામાં જોડાવું જોઇએ નહીં. કેમકે એ પ્રવૃત્તિઓ અત્યંત પાપમય છે, નિર્દય માણસોને યોગ્ય છે. કહ્યું જ છે કે – આરક્ષકો, તલાક્ષકો, પટેલ, મુખીઓ વગેરે અધિકારી વર્ગ પ્રાય: બીજાઓને સુખમાટે થતા નથી આ સિવાયના પણ રાજાસંબંધી કાર્યોમાં નિયુક્ત થયેલાએ વસ્તુપાળમંત્રી, સાધુશ્રી, પૃથ્વીધર શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૧૯ Page #128 -------------------------------------------------------------------------- ________________ વગેરેની જેમ સુકૃત-કીર્તિમય થાય એ રીતે કાર્યો કરવા જોઇએ. કહ્યું છે કે – રાજાના કાર્યરૂપ પાપમાંથી જેઓએ સુકૃત પ્રાપ્ત કર્યું નથી, તેઓને હું ધુળ ધોનારાઓથી પણ વધુ મૂઢ ગણું છું. તથા રાજાની ઘણી કૃપા હોય તો પણ પ્રજાને દ્વેષ થાય એવું કરવું નહીં. વળી રાજા જ્યારે કોઇ કાર્યમાં જોડે, ત્યારે રાજા પાસે કોઇ ઉપરી માણસની માંગણી કરવી. આ પ્રકારે વિધિથી રાજાની સેવા થઇ શકે, તો પણ રાજા વગેરેની સેવા કરતા તો સુશ્રાવકની સેવા કરવી જ ઉચિત છે. કહ્યું જ છે – શ્રેષ્ઠ શ્રાવકને ત્યાં જ્ઞાન - દર્શન યુક્ત દાસ થવું સારું છે, પણ મિથ્યાત્વથી વાસિત બુદ્ધિવાળા ચક્રવર્તી રાજા થવું પણ સારું નથી. બીજી કોઈ રીતે નિર્વાહ થતો ન જ હોય, તો સમ્યત્ત્વ સ્વીકારતી વખતે જ ‘વિત્તીકંતારણ વગેરે આગારો રાખ્યા હોવાથી મિથ્યાત્વીની પણ સેવામાં લાગવું પડે, તો પણ યથાશક્તિ અને યુક્તિપૂર્વક પોતાના સ્વીકારેલા ધર્મને બાધ નહીં આવે એમ કરવું. બીજી કોઇ પણ રીતે થોડો પણ નિર્વાહ થતો હોય, તો મિથ્યાત્વીની સેવા છોડી દેવી જોઇએ શ્રાવક માટે ભીખ માંગી જીવવું તદ્દન અનુચિત ધાતુ, ધાન્ય, વસ્ત્ર વગેરેની ભિક્ષા માંગવી એમ ભિક્ષા પણ અનેક પ્રકારે છે. એમાં ધર્મમાં ટેકો રહે માત્ર એટલા હેતુથી જ આહાર, વસ્ત્ર, પાત્ર વગેરેની ભિક્ષા માંગવી સર્વસંગના ત્યાગી સાધુઓને જ ઉચિત છે. કહ્યું જ છે – રોજ પ્રયત્ન વિના પ્રાપ્ત થતી, ભિક્ષુકવર્ગની માતા, સાધુઓ માટે કલ્પલતા, રાજા વડે નમાયેલી, નરકને રોકનારી એવી હે ભગવતી ભિક્ષા ! તને નમસ્કાર છે. (સાધુઓની નિર્દોષ ગોચરીચર્યાને આ વિશેષણોથી નવાજી નમસ્કાર કર્યા) બાકીની બધા પ્રકારની ભિક્ષાઓ અત્યંત લઘુતા કરનારી છે. કહ્યું જ છે – ત્યાં સુધી જ રૂપ, ગુણ, લજ્જા, સત્ય, કુલક્રમ (ખાનદાની) અને અભિમાન ટકે છે, જ્યાં સુધી ‘આપો” એમ બોલાયું નથી. જગતમાં ઘાસથી પણ હલકું કપાસ છે, અને કપાસથી પણ હલકો માંગણખોર-યાચક છે. છતાં પવન યાચકને એટલા માટે ઉપાડી જતો નથી કે એને ડર છે કે ક્યાંક યાચક મારી પાસે પણ માંગશે ! રોગી, દીર્ઘકાલીન પ્રવાસી, બીજાના ઘરનું ખાનારો, અને બીજાનાં આવાસમાં સુનારો-આટલાનું જે જીવન છે, તે જ મરણરૂપ છે. અને મરણ જ ખરું વિશ્રામ સ્થાન છે. ભીખ માંગીને ખાનારાને નિશ્ચિત રહેવાના કારણે તથા બહુ ખાવાના કારણે આળસ, ઘણી ઉઘ વગેરે દોષો સુલભ છે, તેથી તે પછી કશા કામનો રહેતો નથી. (એને કશું કરવું સૂઝતું નથી) સંભળાય છે કે એક કપાલિક (ખપ્પર લઇને ભિક્ષા માંગનાર)ના ભિક્ષા ભરેલા ખપ્પરમાં ઘાચીના બળદે મોં નાખી થોડું ખાધું. ત્યારે એ કપાલિકે ઘણો હાહાકાર કર્યો. (વાચીએ આટલી અમથી વાતમાં આટલો હાહાકાર કરવાનું કારણ પૂછયું) કપાલિકે કહ્યું – હું મારું ખાવાનું જવામાટે હાહાકાર નથી કરતો. મને તો ફરીથી ઘણી ભીખ મળશે. પણ આ બળદે ભીખ માંગીને મળેલા આહારમાં મોં નાખ્યું. તેથી એ (મફતનું ખાનાર-હરામ હાડકાનો થઇ જવાથી) હવે તારામાટે સાવ નકામો થઇ જશે, એ વાતે ખૂબ દુ:ખ થવાથી હાહાકાર કર્યો. શ્રી હરિભદ્રસૂરિ મહારાજે અષ્ટક પ્રકરણના પાંચમાં અષ્ટકમાં ત્રણ પ્રકારની ભિક્ષા બતાવતાં કહ્યું છે કે – (૧) સર્વસંપર્કરી (૨) પૌરુષની અને (૩) વૃત્તિ એમ ત્રણ પ્રકારની ભિક્ષા તત્ત્વજ્ઞા પુરુષોએ બતાવી છે. ૧/ ધ્યાન વગેરે કરનારો, હંમેશા ગુરુની આજ્ઞામાં જ રહેનારો અને ક્યારેય ૧૨૦ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #129 -------------------------------------------------------------------------- ________________ આરંભાદિ નહીં કરનારો સાધુ જે ભિક્ષા મેળવે છે, તે સર્વસંપર્કરી ભિક્ષા છે. //રા સંયમનો સ્વીકાર કરનારો પણ જે સંયમને વિરોધ-બાધ આવે એ રીતે રહે છે, અને અસત્ આચરણ કરે છે, તેની ભિક્ષાવૃત્તિ પૌરુષષ્મી કહેવાય છે. llફll પ્રસ્તુતમાં (તસ્ય) તે વ્યક્તિ વિશેષ્ય તરીકે છે, ને અસદારંભી વિશેષણ છે. એટલે કે અસહ્ના આરંભવાળા સાધુની ભિક્ષા પૌરુષષ્મી છે. અથવા ચ(અને) એ અધ્યાહારથી સમજી લેવાનું. તેથી પ્રવ્રજ્યાને વિરોધ આવે એ રીતે રહેવાવાળો પ્રવ્રજિત - સાધુ અને અસદારંભી – ગૃહસ્થ આ બંને જે ભિક્ષાવૃત્તિથી જીવે છે, તે વૃત્તિ પૌરુષત્ની છે. પુષ્ટ અંગવાળો હોવા છતાં ભિક્ષાથી પેટ ભરનારો મૂઢ ધર્મની હલકાઇ કરે છે ને માત્ર પોતાના પુરુષાર્થને હણે છે. જે નિર્ધન આંધળા-પાંગળાઓ આજીવિકામાટે બીજું કશું કરી શકે એમ નથી, તેઓ જીવન ટકાવવા જે ભિક્ષા માટે ફરે છે, તે વૃત્તિભિક્ષા છે. આ વૃત્તિભિક્ષા બહુ ખરાબ નથી, કેમકે ગરીબ, અંધો વગેરે દયાના પાત્ર થવાથી ધર્મની હીલનાના નિમિત્ત બનતા નથી. આમ ગૃહસ્થમાટે ભિક્ષાવૃત્તિ યોગ્ય નથી, ખાસ કરીને ધર્મ કરનારા ગૃહસ્થ માટે તો જરા પણ યોગ્ય નથી. કેમકે જેમ ગમે તેવા સજ્જનમાટે પણ દુર્જન સાથેની મૈત્રી અવજ્ઞા-નિંદાનું કારણ બને છે, તેમ ભિક્ષા વૃત્તિના કારણે એ ધાર્મિક પુરુષનું વિશિષ્ટ ધર્માનુષ્ઠાન પણ અવજ્ઞા અને નિંદાનું સ્થાન બને છે. અને ધર્મ-નિંદા માટે નિમિત્ત બનવામાં બોધિદુર્લભ થવાનો મોટો દોષ રહેલો છે. આ જ વાત સાધુને અપેક્ષીને ઓઘનિર્યુક્તિ ગ્રંથમાં આ રીતે કહી છે- છ કાય જીવોપર દયાવાળો પણ સાધુ જો આહાર, નિહાર (લઘુ-વડી નીતિ) અને પિંડ (ગોચરી) ગ્રહણની ક્રિયા બીજાને જુગુપ્સા થાય એ રીતે કરે, તો તે પોતાની બોધિ (સમ્યકત્વાદિ પ્રાપ્તિ) ને દુર્લભ બનાવે છે. વળી ભિક્ષાથી કોઇને પણ ધન કે સુખ (અથવા ધનનું સુખ) પ્રાપ્ત થતા નથી. કહ્યું જ છે - લક્ષ્મી વેપારમાં વસી છે. ખેતીમાં થોડીક સંભવે છે. સેવા (નોકરી) માં મળે કે ન પણ મળે. ભિક્ષામાં તો ક્યારેક મળે નહીં. હા ભિક્ષાથી પેટ ભરવા જેટલું મળી જાય. તેથી જ એને પણ આજીવિકાના ઉપાય તરીકે બતાવી. મનુસ્મૃતિના ચોથા અધ્યાયમાં આમ કહ્યું છે-(૧) ઋત (૨) અમૃત (૩) મૃત (૪) અમૃત (૫) સત્યાગૃત (૬) શ્વવૃત્તિ. આ છમાં શક્ય હોય, તો પ્રથમ બેથી જીવવું. છેવટે એ પછીના ત્રણ પણ ચાલે, પણ શ્વવૃત્તિથી તો ક્યારેય જીવવું નહીં. (એમાં) બીજાએ ફેંકી દીધેલું વીણીને પેટ ભરવું એ ઋત છે. માંગ્યા વિના બીજા પાસેથી મળેલું એ અમૃત છે. માંગીને મેળવેલી ભિક્ષા એ મૃત છે. ખેતીથી (જીવવું) અમૃત છે અને વેપાર સત્યાગૃત છે. આનાથી પણ જીવી શકાય. પણ સેવા તો શ્રવૃત્તિ (કુતરાવૃત્તિ) જ કહેવાઇ છે. તેથી એનો તો ત્યાગ જ કરવો. વેપાર અંગે સમજ આજીવિકાના બતાવેલા સાત ઉપાયમાં વણિક (વેપારી-વાણિયા) લોકો માટે મુખ્યરૂપે તો વેપાર જ ધન કમાવવાનો ઉપાય છે. કહેવાયું પણ છે - લક્ષ્મી કંઇ વિષ્ણુની છાતીએ નથી કે નથી કમળાકરમાં (કમળમાં). એ તો પુરુષોના વેપારરૂપ સાગરમાં શુભ સ્થાન જોઇ રહેલી છે. વેપાર પણ પોતાને સહાયભૂત થનારું નીવીબળ (પોતાની મૂડીરૂપ ધન) પોતાનો ભાગ્યોદય (પુણ્ય) દેશ, કાળ વગેરેને અનુરૂપ જ કરવો, નહિંતર (ખોટું સાહસ કરવામાં) અચાનક મોટા નુકસાન વગેરેની આપત્તિ આવે છે. અમે (ગ્રંથકારે અન્યગ્રંથમાં) કહ્યું છે કે – સારી બુદ્ધિવાળાએ પોતાની શક્તિને અનુરૂપ જ શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૨૧ Page #130 -------------------------------------------------------------------------- ________________ કાર્ય કરવું જોઇએ. જો એમ નહિ કરે, તો કાર્ય સિદ્ધ તો નહીં જ થાય; સાથે શરમાવું પડે, મશ્કરી થાય, હલકાઇ થાય, લક્ષ્મી અને બળની હાનિ થાય. બીજાઓએ પણ કહ્યું છે - આ કયો દેશ છે? કોણ મિત્રો છે? કયો કાળ છે? આવક જાવક શું છે? હું કોણ છું ? મારી શી શક્તિ છે? આ બધી બાબતોનો વારંવાર વિચાર કરવો જોઇએ. શીધ્ર હાથમાં આવેલા, વિપ્ન વિનાના, તથા કાર્ય માટે જરૂરી સાધનોથી યુક્ત થયેલા કારણો જ કહે છે કે આગળ સિદ્ધિ છે. પ્રયત્ન વિના પ્રાપ્ત થતી અને પ્રયત્ન કરવા છતાં નાશ પામતી લક્ષ્મી જ કહી દે છે કે તમારો પુણ્યોદય ચાલે છે કે પાપોદય? (પછી એ પ્રમાણે જ સાવધ રહેવું.) વેપારમાં વ્યવહાર શુદ્ધિ ચાર પ્રકારે છે (૧) દ્રવ્ય (૨) ક્ષેત્ર (૩) કાળ અને (૪) ભાવ. તેમાં દ્રવ્યથી વિચાર કરતાં પંદર કર્માદાનો વગેરેમાં કારણ બનતી વસ્તુનો વેપાર સર્વથા છોડી દેવો. (એનો વેપાર કરવો નહીં) કેમકે જે ધર્મબાધક બને અને જે યશમાં બાધક બને, તેવી વસ્તુ ઘણો લાભ થતો હોય તો પણ પુણ્યના ઇકે ગ્રહણ કરવી નહીં. તૈયાર થયેલા વસ્ત્રો, સૂતર, નાણું (ધીરધાર) અને સોના ચાંદી વગેરેનો વેપાર પ્રાયઃ નિર્દોષ છે. (અહીં નિર્દોષ એટલે ઘણા પાપઆદિમાં કારણ ન બને તે સમજવું) વેપારમાં જે જે રીતે આરંભ (હિંસાદિ) ઓછા થાય, તેમ તેમ કરવું. દુકાળવગેરે કારણે બીજી કોઇ રીતે નિર્વાહ થતો ન હોય, ને ઘણા આરંભવાળા ખરકર્મ (અંગારા પાડવા વગેરે કાર્યો) વગેરે પણ જો કરવા પડે, તો પણ તેમાં પોતાની ઇચ્છા મેળવવી નહીં, પોતાની નિંદા કરે અને દયાના પરિણામ ટકાવી રાખે. આગમમાં ભાવશ્રાવકના લક્ષણમાં કહ્યું જ છે કે- તીવ્ર આરંભનો ત્યાગ કરે. (અપવાદપદે) નિર્વાહ ન થતો હોય, તો ઇચ્છા વિના એ કરે. તથા બધા જીવોપર દયાળુએ આરંભત્યાગી (સાધુઓ) ની સ્તવના કરે, કે તે મહામુનિઓને ધન્ય છે કે જેઓ મનથી પણ બીજાને પીડા આપતા નથી તથા આરંભ અને પાપના ત્યાગી થઇ ત્રણ કોટિ શુદ્ધ આહારાદિ જ વાપરે છે. (ત્રણ કોટિ - કરવું, કરાવવું, અને અનુમોદન - અનુમતિ આપવી. મુનિઓ આ ત્રણ રીતે પાપકાર્યના ત્યાગી છે.) વેપાર કરતી વખતે નહીં જોયેલો અને પરીક્ષા નહીં કરાયેલો માલ લેવો નહીં. ઘણા પ્રકારનો માલ સાથે લેવાનો હોય ને માલ શંકાસ્પદ હોય, તો એ માલ એકલાએ નહીં લેવો પણ ઘણા ભેગાની સાથે જ લેવો, તેથી વિષમતા ઊભી થાય, તો બધા એક બીજાના સહાયક બની શકે.(નુકસાન પણ એકના માથે ન આવે.) કહ્યું જ છે કે વેપારી જો ધન ઇચ્છે છે, તો એણે નહીં જોયેલા માલ માટે બાનું (અગાઉથી અપાતી અમુક રકમ) નહીં આપવું. તથા એવો માલ ઘણાની સાથે જ લેવો. (આ દ્રવ્યત: વિચાર થયો). હવે ક્ષેત્રશુદ્ધિ બતાવે છે - જ્યાં રાજા તરફથી કે દુમન રાજા તરફથી ઉપદ્રવ ન હોય, મંદી ન હોય, વ્યસન (આપત્તિ) ન હોય, તથા ધર્મસામગ્રી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થતી હોય; એવા ક્ષેત્રમાં વેપાર કરવો. બીજે બહુ લાભ થતો હોય તો પણ જવું નહીં. (વિદેશ કે ધર્મહીન સ્થાનોએ જવું નહીં.) કાળશુદ્ધિ – પર્યુષણવગેરે ત્રણ અઠ્ઠાઈઓ, જે કુલ તો છ છે- ત્રણ ચોમાસી, બે શાશ્વતી ઓળી અને પર્યુષણ, પણ ચોમાસી, ઓળી અને પર્યુષણ એ રીતે વિવિક્ષા કરીએ તો ત્રણ) પર્વતિથિઓ વગેરે જે આગળ બતાવાશે, એ દિવસોમાં વેપાર નહીં કરવો, તથા વર્ષાકાળ વગેરે જે કાળ ચાલતો હોય, તેથી વિરુદ્ધનો ૧૨૨ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #131 -------------------------------------------------------------------------- ________________ વેપાર નહીં કરવો. ભાવથી અનેક ભેદો છે. તે આ પ્રમાણે - ક્ષત્રિય વેપારી અને રાજા વગેરે સાથે થોડો પણ વેપાર કરવો પ્રાય: લાભકારી થતો નથી. જેમની પાસેથી પોતાના હાથે આપેલા પૈસા પણ પાછા માંગતા ભય લાગે, તેમની સાથે કરેલો થોડો પણ વેપાર છેવટે સારા પરિણામવાળો શી રીતે થઇ શકે? કહ્યું જ છે કે... ઐશ્વર્ય ઇચ્છતા શ્રેષ્ઠ વણિકે બ્રાહ્મણો સાથે અને શસ્ત્ર રાખવાવાળા વેપારીઓ સાથે ક્યારેય પણ વેપાર કરવો નહીં. પછી વિરોધ કરવાવાળા કોઇની પણ સાથે ઉધારથી ધંધો કરવો નહીં. કેમકે- સંગ્રહ કરી રાખ્યો હોય, તો અવસરે વેંચવાથી ધનની કમાણી પણ થાય. પણ વેરીઓ અને લડવાના સ્વભાવવાળાઓને ઉધાર આપવામાં તો એ પણ થાય નહીં. નટ, વિટ (વ્યભિચારી-શઠ, વેશ્યા અને જુગારીને તો વિશેષથી ઉધાર આપવું નહીં, કેમકે એમાં (નફો તો છોડો) મૂળનો પણ નાશ થાય છે. વ્યાજનો (ધીરધારનો) ધંધો પણ અપાતી રકમ કરતાં વધુ મૂલ્યવાળી ચીજ ગીરવે રખાવવાપૂર્વક ઉચિત રીતે જ કરવો. જો ગીરવે મુકાવ્યું ન હોય અથવા અલ્પ મૂલ્યવાળું ગીરવે રખાવ્યું હોય, તો પોતાને ધનમાટે ઉઘરાણી કરવાનો અવસર આવે. એમાં ઘણો ક્લેશ થાય. વિરોધ થાય એમાં ધર્મ પણ બરાબર થઇ શકે નહીં, પેલા લોકો પકડી રાખે વગેરે ઘણા અનર્થની આપત્તિ આવે. ઉધાર આપવા અંગે મુગ્ધની કથા સંભળાય છે કે – જિનદત્ત શેઠને નામથી (અને સ્વભાવથી પણ) મુગ્ધ નામનો પુત્ર હતો. પિતાની મહેરબાનીથી લીલાલહેર કરતો હતો. પિતાએ એને સમકતધારી – જૈનકુલના શેઠ શ્રીનંદિવર્ધનની કન્યા મોટા ઉત્સવ સાથે પરણાવી. મરતી વખતે શેઠે પુત્રની મુગ્ધતા જોઇ ગૂઢાર્થવાળા વાક્યોથી હિતશિક્ષા આપી કે – હે વત્સ! (૧) બધે દાંતથી વાડ કરવી. (૨) બીજાના લાભની વાત ધન આપીને કરવી. (૩) પત્નીને બાંધીને મારવી (૪) મિષ્ટ ભોજન જ કરવું (૫) સુખેથી સવું (૬) ગામે ગામ ઘર કરવા. (૭) ગરીબી આવી જાય તો ગંગા તટે ખોદવું. જો આ વાક્યોનો અર્થ નહીં સમજાય, તો પાટલીપુત્રમાં મારા મિત્ર સોમદત્ત શેઠને પૂછવું. પિતાના વચનોના ભાવાર્થને નહીં સમજેલા મુદ્દે તો શબ્દાર્થને પકડી વ્યવહાર કરવા માંડ્યો. એમ કરવા જતાં બિચારો પૈસેટકે ખુવાર થઈ ગયો. માર ખાઇને ત્રાસેલી પત્ની પણ એનાથી કંટાળી પિયર ભેગી થઇ ગઇ. કામ બધા સાદાવા માંડ્યા ને પૈસા તુટવા માંડ્યા. લોકોએ પણ એની મહામુર્ખ તરીકે મશ્કરી કરવા માંડી. તેથી તે કંટાળી સલાહ લેવા પાટલીપુત્ર ગયો. ત્યાં સોમદત્ત શેઠને મળ્યો. પિતાજીએ અંતિમ સમયે કહેલા વાક્યો કહી સોમદત્તને એ વાક્યોનો ભાવાર્થ પૂછ્યો. એણે કહ્યું - દાંતથી વૃત્તિ કરવી એનો અર્થ છે બધાને પ્રિય અને હિતકર જ કહેવું. (૨) બીજા વાક્યનો અર્થ છે કે અધિક મૂલ્યનું ગીરવે લઇ વગેરે રીતે એવી રીતે બીજાને ધન આપવું કે પેલો એ ધન સામેથી આપી જાય. (૩) પત્નીને બાંધીને મારવી; એટલે પત્ની બાળકવાળી થાય, પછી જ એનાપર કડક થવું, નહિતર એ રોષ પામીને પોતાને પિયર ચાલી જાય કે કૂવામાં પડી આપઘાત કરે. (પુત્રના કારણે માતૃત્વભાવથી બંધાયેલી એ ખોટું પગલું નહીં ભરે) (૪) મિષ્ટભોજી બનવું એટલે જ્યાં આદર મળતો હોય, ત્યાં જ જમવું. આદર એ જ મિષ્ટ ભોજન છે. અનાદરવાળાને ત્યાં જમવું નહીં. (૫) સુખે સુવું શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૨૩ Page #132 -------------------------------------------------------------------------- ________________ એટલે કે જ્યાં કોઇ ભય નહીં હોય, એવા નિશંક સ્થાને જ રહેવું, કે જેથી શાંતિથી નિદ્રા લઇ શકાય. અથવા કકડીને ભૂખ લાગે, પછી જ ખાવું કે જેથી બધું મિષ્ટ જ લાગે.અને બરાબર ઉંઘ આવે પછી જ ઉંઘવું કે જેથી જ્યાં ત્યાં પણ સુખેથી ઉંઘી શકાય. (૬) દરેક ગામે મૈત્રી સંબંધ જોડવા કે જેથી તે-તે ગામમાં પોતાના ઘરની જેમ જ ભોજનાદિ બધી વ્યવસ્થા મળી જાય. અને (૭) ગરીબીમાં તારા ઘરે રહેલી ‘ગંગા’ નામની ગાયને બાંધવાનું જ્યાં સ્થાન છે, ત્યાં ખોદવું, જેથી પિતાએ પૂર્વે દાટેલું ધન નિધિરૂપે તને મળશે. આ રીતે ભાવાર્થ જાણી મુગ્ધ એ પ્રમાણે વર્તવાનું શરુ કર્યું, તેથી સુખી થયો અને પૂજનીય પણ થયો. આ પુત્રને હિતશિક્ષાનું દૃષ્ટાંત છે. વાત આ છે કે ઉધાર ક્યાંય આપવું નહીં. જો ઉધાર વિના ધંધો ન થવાથી નિર્વાહ ન થતો હોય, તો સત્યવાદીઓને જ ઉધાર આપવું. વ્યાજ પણ દેશ, કાળ વગેરેને અપેક્ષીને જ એક,બે, ત્રણ, ચાર, પાંચ વગેરે રીતે વૃદ્ધિરૂપે એટલું જ લેવું કે જે શિષ્ય પુરુષોમાં નિંદાપાત્ર ગણાય નહીં. દેવાનો ભાર માથે રાખવો નહીં દેનારે પણ કહેલા સમયની (મુદત પાકતા) પહેલા જ રકમ આપી દેવી જોઇએ, કેમકે માણસની પ્રતિષ્ઠા આપેલું વચન પાળવા પર ટકેલી છે. કહ્યું જ છે તેટલું બોલવું જોઇએ, જેટલું બોલેલાનો પોતે નિર્વાહ કરી શકે (પાળી શકે). તેટલો જ ભાર ઉપાડવો કે જે પછી અડધા રસ્તે છોડી દેવો પડે નહીં. જો કદાચ પોતે (કહેલા સમયમાં) ધન-ધાન્યવગેરે રૂપે આપી ન શકે, તો પણ ‘થોડું-થોડું તે આપીશ’ એમ લેણદાર પાસે સ્વીકાર કરાવી એ મુજબ આપતા જઇ લેણદારને સંતુષ્ટ કરવો. નહિંતર વિશ્વાસભંગ થાય તો વેપારભંગ-વ્યવહારભંગનો પ્રસંગ આવે. પોતે ઋણમુક્ત થવા પૂરી શક્તિથી પ્રયત્ન કરવો જોઇએ. એવો કોણ મૂરખ હોય કે જે આ ભવ ને પરભવ ઉભયભવમાં પરાભવનું કારણ બનતા ઋણને (દેવાને) ક્ષણભર માટે પણ માથે રાખે? કહ્યું જ છે - ધર્મનો આરંભ કરવામાં, ઋણથી મુક્ત થવામાં, કન્યાદાનમાં, ધનની કમાણીમાં, શત્રુના નાશમાં, અગ્નિ અને રોગને શાંત કરવામાં ક્યારેય પણ કાળક્ષેપ-વિલંબ કરવા જોઇએ નહીં. તેલનું માલીશ, ઋણની ચુકવણી અને કન્યાનું મરણ તત્કાલમાં દુઃખ આપે છે. પણ પરિણામે સુખરૂપ બને છે. પોતાનો નિર્વાહ કરવાની પણ ત્રેવડ નહીં રહેવાના કારણે ઋણ ચુકવવા અસમર્થ બનેલાએ તો લેણદારના ઘરે યથાયોગ્ય કર્મકર (નોકર) બનીને પણ ઋણ ચુકવવાનો પ્રયત્ન કરવો જોઇએ, નહિતર ભવાન્તરમાં એને લેણદારના ઘરે દાસ, પાડો, બળદ, ઊંટ, ગધેડો, ખચ્ચર કે ઘોડો બનવાનો પણ અવસર સંભવે છે. લેણદારે પણ દેવાદાર જો ઋણ ચુકવવા જરા પણ સમર્થ ન હોય, તો ઉઘરાણી કરવી જોઇએ નહીં કેમકે (પેલો ચુકવી શકે એમ ન હોવાથી) પરસ્પર ક્લેશ અને દ્વેષ વગેરેથી પાપની જ વૃદ્ધિ થવાની સંભાવના છે. એના બદલે લેણદા૨ે દેવાદારને (પ્રેમથી) કહેવું કે જ્યારે તું ઋણ ચુકવવા સમર્થ બને, ત્યારે મને આપજે. નહિંતર મારી આ રકમ ધર્મખાતે થાઓ.’ પણ ઋણનો સંબંધ દીર્ઘકાળ સુધી રાખી મુકવો નહીં, કેમકે જો એમાં આયુષ્ય પૂરું થઇ જાય, તો પછીના ભવમાં પરસ્પર ઋણના સંબંધ થાય કે જેથી વેર વધે વગેરે દોષો ઊભા થાય. શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૨૪ Page #133 -------------------------------------------------------------------------- ________________ ભાવક-જાવડ દષ્ટાંત સંભળાય છે કે ભાવડ શેઠને ઋણ સંબંધના કારણે પુત્ર થવા વગેરે પ્રસંગ બન્યા હતા. એમાં પ્રથમ પુત્ર દુ:સ્વપ્નથી સૂચિત થઇ માતાની કુક્ષીએ આવ્યો. એના કારણે માતાને દોહદ પણ દુષ્ટ થયા. આ પ્રથમ દુષ્ટ પુત્ર મૃત્યુયોગમાં જનમ્યો. તેથી બાપે એને માહણી નદીના કિનારે સુકા ઝાડની નીચે ત્યજી દીધો. ત્યારે પહેલા રડીને પછી હસીને બોલ્યો- મારે તારી પાસેથી લાખ સોનામહોર લેવાના છે, તે આપ. નહીંતર તને મોટો અનર્થ થશે. તેથી જન્મમહોત્સવ વગેરે કરીને છઠ્ઠા દિવસ સુધીમાં એક લાખ સોનામહોરનો વ્યય કર્યો, કે તરત પેલો મરી ગયો. એ જ રીતે બીજા પુત્રે ત્રણ લાખ સોનામહોરનો વ્યય કરાવ્યો, ને પછી મર્યો. એ પછી સુસ્વપ્ન વગેરેથી સૂચિત ત્રીજો પુત્ર થયો. એણે કહ્યું – “મારે ઓગણીસ લાખ સોનામહોર દેવાના છે.” આ ત્રીજો પુત્ર જાવડી (જાવડશા.) તરીકે પ્રસિદ્ધ થયો. માતા-પિતાના નામે ઓગણીસ લાખ સોનામહોર ધર્મમાર્ગે વાપરવાની માનતા રાખી. પછી કાશ્મીરમાં નવ લાખ સોનામહોર વાપરી શ્રી ઋષભદેવ ભગવાન, શ્રી પુંડરીક સ્વામી ગણધર તથા શ્રી ચક્રેશ્વરીદેવીની મૂર્તિઓ લાવી દસ લાખ સોનામહોરનો વ્યય કરી પ્રતિષ્ઠા કરાવી. પછી અઢાર વહાણથી કમાયેલા અસંખ્ય સોનામહોર (ગણતરી ન કરી શકાય એટલી) લઇ શ્રી શત્રુંજય મહાતીર્થમાં જીર્ણોદ્ધાર કર્યો. તે વખતે જુની લેપવાળી મૂર્તિના સ્થાને નવી મમ્માણિમણિ (સંગેમરમર-આરસ?) માંથી બનાવેલી શ્રી ઋષભદેવ પ્રભુ, શ્રી પુંડરીક ગણધર અને શ્રી ચક્રેશ્વરી દેવીની મૂર્તિઓની સ્થાપના કરી. (ઋણ સંબંધી આ કથા પૂરી થઇ.) ‘ઋણ’ નો સંબંધ ઊભો રહે, તો પ્રાય: કલહ અટકતો નથી. તેથી વેરની વૃદ્ધિ થાય છે એ સ્પષ્ટ જ છે. તેથી ‘ઋણ સંબંધ કોઇ પણ હિસાબે એ ભવમાં જ વાળી નાખવો. (પૂરો કરી દેવો.) બીજા પણ વ્યવહારમાં પોતાનું ધન પાછું નહીં મળે, (તો એનું ખાતું અને સંકલેશ એ બંને ઊભા રાખવાના બદલે) મારું આ ધન ધર્મ માટે થાઓ’ એમ ધર્માર્થીએ વિચારી લેવું. તેથી જ શ્રાવકે ખાસ કરીને સાધર્મિકસાથે જ વેપાર કરવો ન્યાયસંગત છે, કેમકે એની પાસે રહેલું પોતાનું ધન પ્રાય: ધર્મમાં ઉપયુક્ત થવાની સંભાવના છે. પાછી નહીં આવતી રકમ વગેરે વોસિરાવી દેવું જો મ્લેચ્છ વગેરે અધર્મીઓ પાસેથી રકમ લેવાની બાકી હોય, ને એ પાછી આવે એમ ન હોય, તો વોસિરાવી દેવી; કેમ કે તેઓ કંઇ એ રકમથી ધર્મ કરવાના નથી કે જેથી પુણ્યની કમાણી થાય. વોસિરાવી દેવાથી એ રકમપરનું મમત્વ અને એ વ્યક્તિ પ્રતિ દ્વેષભાવ રહેતા નથી. નહિતર આ બંને ઊભા રહેવાથી આત્મા વગર કારણે ચીકણા કર્મ બાંધ્યા કરે - પરભવ બગડે. આ રીતે વોસિરાવી દીધા પછી (= એના પરથી પોતાનો અધિકાર જતો કરી દીધા પછી) જો એ રકમ પાછી મળે, તો તે રકમ શ્રી સંઘને ધર્મકાર્યમાં વાપરવા માટે આપી દેવી જોઇએ. આ જ રીતે પોતાનું ધન કે શસ્ત્રવગેરે કોઈ પણ વસ્તુ ખોવાઇ જાય, ગુમ થઇ જાય કે ચોરાઇ જાય અને પાછું મળવાની સંભાવના નહીં હોય, તો એ વોસિરાવી દેવું. (‘વોસિરામિ’ હું એનો ત્યાગ કરું છું... એમ સમજણપૂર્વક સંકલ્પ કરવો.) તેથી એ બીજા કોઇના હાથમાં જાય ને એ જે પાપ કરે, શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૨૫ Page #134 -------------------------------------------------------------------------- ________________ એથી આપણને પણ પાપ લાગે નહીં. આજ યુક્તિથી ભૂતકાળના અનંત ભવોમાં મમત્વાદિ ભાવથી પોતાના માનેલા ઘર, શરીર, કુટુંબ, ધન, શસ્ત્ર વગેરે બધાને વિવેકીએ વોસિરાવી દેવા જોઇએ, જેથી એ બધાથી સંભવિત પાપોનો પોતે ભાગીદાર બને નહીં. (આને પુગળ-વોસિરાવવાની ક્રિયા પણ કહે છે.) જો આ રીતે વોસિરાવી દે નહીં, તો એ બધાથી થતાં પાપોનો પોતે પણ ભાગીદાર બનવાથી પોતાને અનંત ભવે પણ છુટકારો થાય નહીં. આ વાત આગમમાન્ય નથી એમ નથી, એટલે કે આગમમાન્ય જ છે; કારણકે ભગવતી સૂત્રના પાંચમા શતકના છઠ્ઠા ઉદ્દેશકમાં શિકારી હરણને હણે, ત્યારે શિકારીને તો હિંસાનું પાપ લાગે જ છે; પણ એ શિકારમાં વપરાયેલા ધનુષ્ય, બાણ, ધનુષ્યની દોરી, એમાં વપરાયેલું લોખંડ વગેરે પૂર્વે જે જીવના શરીરાદિરૂપ હતા, તે જીવોને પણ હિંસાઆદિ ક્રિયા (અને તજૂજન્ય પાપ) બતાવ્યા છે. ક્યારેય પણ હતાશ થવું નહીં... વળી ક્યારેય પણ કેટલુંક આર્થિક નુકસાન વગે૨ે થાય એટલામાત્રથી હતાશ-નિરાશ થવું જોઇએ નહીં. કેમકે નિરાશાનો અભાવ(=ઉત્સાહ) જ લક્ષ્મીનું મૂળ છે. કહેવાય જ છે- (૧) સારા વ્યવસાય (= પ્રયત્ન)વાળો, (૨) કુશળ, (૩) ક્લેશ (કષ્ટ)ને સહન કરી લેવા તૈયાર અને (૪) સારી રીતે ઉદ્યમમાં લાગેલો માણસ પાછળ પડે, પછી લક્ષ્મી કેટલી દૂર જઇ શકશે? (અર્થાત્ ટુંકા ગાળામાં પ્રાપ્ત થશે જ.) વળી જ્યાં થોડું પણ ધન કમાવવું હોય, ત્યાં કેટલુક જાય પણ ખરું. ખેડૂતને બીજ નાશ પામ્યા પછી જ ધાન્ય પ્રાપ્ત થાય છે. દુર્ભાગ્યથી બહું મોટું આર્થિક નુકસાન ખમવું પડે તો પણ દીનતા કરવી જોઇએ નહીં, પરંતુ ધર્મ વધારવો આદિ શ્રાવક યોગ્ય પ્રતિકાર કરવા જ ઉદ્યત થવું. કહ્યું જ છેકરમાયેલું વૃક્ષ પણ ઉગે છે. ક્ષય પામેલો ચંદ્ર પણ વૃદ્ધિ પામે છે. આમ વિચારતા સજ્જનો વિપદાથી પણ સંતાપ પામતા નથી.વિપત્તિ અને સંપત્તિ એ મોટાઓને જ સંભવે છે. ક્ષય અને વૃદ્ધિ ચંદ્રની જ થાય છે, તારા-ગ્રહોની નહીં. હે આમ્રવૃક્ષ! ફાગણ મહીનાનાં કારણે (= પાનખરના કારણે) મારી આ શોભા અચાનક કેમ જતી રહી?(= પાંદડાઓ ખરી પડ્યા) એમ વિચારી તું કેમ વિલખું પડે છે, (વિલખું પડ નહીં, કેમ કે) વસંતઋતુ આવશે કે તરત જ તારી એ શોભા અવશ્ય ફરીથી આવવાની છે. ભાગ્યનું ચક્ર સ્થિર નથી, ફર્યા કરે છે. તેથી ગયેલું ધન પાછું આવી શકે છે. આ બાબતમાં દુષ્ટાંત બતાવે છે. આભડ શેઠનું દૃષ્ટાંત પાટણમાં શ્રીમાલી શ્રીનાગરાજ શેઠ કરોડપતિ હતા. એમની પત્નીનું નામ મેલાદેવી હતું. એ ગર્ભવતી હતી, ત્યારે જ ‘વિશૂચિકા’ નામના રોગથી શેઠ મરી ગયા. ત્યારે ‘અપુત્રનું ધન રાજાનું’ (એ વખતે ઘરમાં પતિ કે પુત્ર એક પણ ન રહે, તો એ ઘરનું બધું ધન રાજાનું થઇ જતું) એ ન્યાયથી રાજાએ બધું ધન લઇ લીધું. મેલાદેવી પિયર ધોળકા ચાલી ગઇ. ત્યાં ‘અમારિ’ (જીવદયા) નો દોહદ થયો. પિતાએ દોહદ પૂરો કરાવ્યો. જન્મેલા પુત્રનું નામ ‘અભય’ રાખ્યું. પણ લોકેામાં એ ‘આભડ’ તરીકે પ્રસિદ્ધ થયો. પાંચ વર્ષનો થયો. બીજા બાળકોની સાથે ભણતા એ બાળકો નબાપો = ‘બાપ વગરનો’ એમ ટોણો મારવા માંડ્યા. તેથી આભડે માતાને આગ્રહ કરી પોતાના પિતા અંગે પૂછ્યું. માતાએ પિતાની સમૃદ્ધિ, મોત, રાજાએ ધન હર્યું... વગેરે બધી વાત કરી. તેથી આભડે આગ્રહ કર્યો- ચાલો આપણે પણ ૧૨૬ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #135 -------------------------------------------------------------------------- ________________ પાટણ જઇએ....એના આગ્રહથી માતા પાછી પાટણ આવી. ઉત્સવપૂર્વક ત્યાં પ્રવેશ્યા. પછી ત્યાં જ વસવાટ કર્યો. ઘરે રહીને જ ધંધો શર કર્યો. ‘લાછલદેવી' ને પરણ્યો. પછી પિતાએ દાટેલું (= નિધાન) ધન મળવું વગેરે કારણોથી કરોડપતિ થયો. ત્રણ પુત્રો થયા. પણ પાછા દુર્ભાગ્યથી બધું ધન જતું રહેવાથી પત્નીને પુત્રો સહિત પિયર મોકલી પોતે મણિયારની દુકાને નોકરીએ રહ્યો. મણિઓ ઘસવાનું કામ કરવા માંડ્યું. બદલામાં એક માપ (= અમુક વજન જેટલા) જવ મળે. પોતે જ એ પીસે, પકાવી ને ખાય. કહ્યું જ છે કે જે લક્ષ્મી સ્નેહ અને પ્રેમથી ખોળે રાખનારા સાગર (પિતા) અને માધવ (= વિષ્ણુપતિ)ને ત્યાં પણ સ્થિર રહી નથી, તે બીજા ખર્ચ કરનારાઓના ઘરે તો કેવી રીતે સ્થિર રહે? એકવાર પૂજ્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ પાસે ઇચ્છાપરિમાણ (= આટલાથી વધુ ધનની મારે ઇચ્છા રાખવી નહીં) એ વ્રત ગ્રહણ કરતી વખતે પોતે એકદમ ઓછી રકમ ધારી. ત્યારે જ્ઞાની ગુરુ ભગવંતે એટલી ઓછી રકમની ના પાડતા છેવટે ગુરુ ભગવંતની સલાહથી જ નવ લાખ સોનામહોર જેટલો નિયમ લીધો અને એને અનુરૂપ બીજી વસ્તુઓ અંગે નિયમ લીધો. વધારે આવક થાય તે ધર્મમાં વાપરવાનું નક્કી કર્યું. ધીમે ધીમે પાંચ સિક્કા કમાયો. એક બકરી ભરવાડ પાસેથી પાંચ સિક્કામાં ખરીદી લીધી. પછી એ બકરીના કંઠે લટકતા પથ્થરને નિલમ તરીકે ઓળખી લઇ એમાંથી લાખલાખના મૂલ્યવાળા મણિઓ બનાવ્યા. આથી ફરીથી પૂર્વવત્ ધનવાન થયો. ફરીથી પરિવાર ભેગો થયો. એના ઘરે રોજ સાધુ ભગવંતોને એક ઘડો ઘી વહોરાવાતું હતું. એ રોજ સાધર્મિક વાત્સલ્ય કરતો. એણે રોજ માટે સદાવ્રત ચાલુ કર્યા. તથા રોજ દેરાસરમાં મહાપૂજા વગેરે સુકતો કરવા માંડ્યો. દર વર્ષે સકળ શ્રીજૈનસંઘની બે વાર પૂજા કરવી, અનેક ગ્રંથ લખાવવા, દેરાસરોમાં જીર્ણોદ્ધાર કરાવવા, નવી પ્રતિમાઓ ભરાવવી વગેરે સુકતો કર્યા. એમ સુકતો કરતાં કરતાં એ ચોર્યાશી વર્ષના થયા. જિંદગીનો છેલ્લો સમય આવી ગયો. એમને પોતાના સુકૃતો નોંધેલો ધર્મખાતાનો ચોપડો (સુકૃત અનુમોદના માટે) સંભળાવવામાં આવ્યો. એમાં ભીમપ્રિય(ભીમદેવ) રાજાની મુદ્રાવાળા કુલ અઠ્ઠાણું લાખ દ્રવ્યનું સુકત થયેલું સાંભળી આભડે ખિન્નતાથી કહ્યું-અરેરે! મેં કૃપણે પૂરા એક કરોડ દ્રવ્ય પણ વાપર્યા નહીં. આ સાંભળી એમના પુત્રોએ તરત જ દસ લાખ દ્રવ્ય સુકૃતમાં વાપરી કુલ એક કરોડ આઠ લાખનું સુકૃત કરી દીધું ને ઉપરાંતમાં બીજા ‘આઠ લાખ દ્રવ્ય વાપરશું” એમ માન્ય કર્યું. (એથી સંતોષ પામેલા) આભડ છેલ્લે અનશન કરી સ્વર્ગે ગયા. (હતાશ નહીં થવા અંગે આ આભડનું દૃષ્ટાંત કહ્યું.) ધીરતા - સંતોષ જ શ્રેષ્ઠ મિત્રો છે. જો પૂર્વભવે કરેલા ખોટા કામોના કારણે અશુભ કર્મ ઉદયમાં આવે તો આપણી કે બીજાની મતિ ફરે, અથવા સંજોગો બદલાઇ જાય. તેથી આવેલી ગરીબીના કારણે ફરીથી પૂર્વવત્ સમૃદ્ધિ ન પણ મળે, છતાં ધીરતા રાખવી જોઇએ; કેમ કે આપત્તિનો સાગર તરી જવા માટે ધીરતા જ શ્રેષ્ઠ નૌકા સમાન છે. અથવા તો કોના બધા દિવસો સરખા ગયા છે? કહેવાયું જ છે- અહીં (આ સંસારમાં) કોણ હંમેશા સુખી રહ્યો છે? કોના લક્ષ્મી અને પ્રેમ વગેરે સ્થિર રહ્યા છે? કોણ મૃત્યુનો કોળિયો નથી બન્યો? કોણ વિષયોમાં આસક્ત નથી થયો? આવી વિષમ પરિસ્થિતિમાં બધા સુખના મૂળરૂપ સંતોષનું આલંબન લેવું જોઇએ. જો સંતોષ શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૨૭ Page #136 -------------------------------------------------------------------------- ________________ નહીં હોય, તો ઓછું મળવાનાં દુ:ખ અને ચિંતાના કારણે કશું નહીં સૂઝવાથી નહીં આ ભવના કાર્યો સુધરશે, નહીં પરભવના. આમ બંને ભવના કાર્યોથી ભ્રષ્ટ થવાનો અવસર આવશે. કહ્યું છે- ‘આશા’ નામના પાણીથી ભરેલી ચિંતા નામની નદી વહી રહી છે. તે મૂરખ નાવિક! “અસંતોષ” નામની હોડીમાં બેઠેલો તું એમાં ડૂબી જઇશ! (મળેલામાં અસંતોષ ને નહીં મળેલાની આશા જીવને ચિંતામાં ડૂબાડી દે છે.) જ્યારે ઘણા પ્રકારના ઘણા ઉપાયો કરવા છતાં પોતાની ભાગ્યદશાની હીનતા જ અનુભવવા મળે, તો કો’ક યુક્તિથી કો'ક ભાગ્યશાળીનો આધાર ગમે તે રીતે મેળવી લેવો. લાકડાના આધારથી લોખંડ અને પથ્થર પણ તરે છે - (ડૂબતા નથી.) ભાગ્યશાળીનો આધાર લેવા અંગે મુનિમનું દૃષ્ટાંત સંભળાય છે કે એક ભાગ્યવાન શેઠનો મુનિમ ઘણો દક્ષ હતો. તે શેઠના સાંનિધ્યના કારણે સુખી થયો. પછી શેઠના મરવાપર નિર્ધન થયો. તેથી તે શેઠના પુત્રોના સાંનિધ્યની અપેક્ષા રાખતો હતો, પણ શેઠપુત્રો તો એને સાવ ગરીબ માની એની સાથે વાત પણ કરતા ન હતા. ત્યારે આને શેઠપુત્રોને જરા પણ ગંધ આવે નહીં એ રીતે પોતાના બે-ત્રણ વિશ્વાસુ માણસોની સાક્ષીએ કોઇ પણ રીતે એમના ચોપડામાં પોતાના હાથે લખી દીધું – મારે શેઠને બે હજાર રૂપિયા દેવાના થાય છે. એકવાર ચોપડામાં લખાયેલું આ વાંચી શેઠપુત્રોએ એમની પાસે બે હજાર રૂ. ની ઉઘરાણી કરી. મુનિએ કહ્યું- તમે મને જો ધંધો કરવા થોડાક રૂ. ધીરો, તો કમાઇને તમને તમારું લેણું ચુકવી દઉં. તેથી એ શેઠપુત્રોએ ધન આપ્યું (આમ ભાગ્યશાળીનું સાંનિધ્ય મેળવ્યું). એ ધનથી વેપાર કરી મુનિમ ઘણું કમાયો. ‘આ ઘણું ધન કમાયો છે એમ જાણી શેઠપુત્રોએ પોતાના લેણાની માંગણી કરી. ત્યારે મુનિએ પેલા સાક્ષીઓને સાથે રાખી સાચી વાત જણાવી દીધી. એમ તેઓના આધારથી એ સમૃદ્ધ થયો. સંપત્તિ સાથે આવતા દોષો છોડી ક્ષમા રાખવી ‘નિર્દયતા, અહંકાર, તૃષ્ણા (મોટી ઇચ્છાઓ), કર્કશ ભાષા, અને નીચ પાત્રમાં પ્રિયતા (વેશ્યા, મવાલી જેવાઓ સાથે સંબંધ અથવા હલકી વસ્તુઓમાં રુચિ) આ પાંચ લક્ષ્મીના સહચારીઓ છે. (એટલેકે લક્ષ્મીની સાથે આ પાંચ પણ આવે.) આવું જે વચન છે, તે ખરાબ સ્વભાવવાળાઓને લાગુ પડે છે. શ્રાવકમાટે યોગ્ય નથી. તેથી ઘણું ધન કમાવાપર પણ ગર્વ વગેરે કરવા જોઇએ નહીં. કહ્યું જ છે કે – જેઓનું ચિત્ત આપત્તિમાં દીન બનતું નથી, સંપત્તિમાં ગર્વિષ્ઠ થતું નથી, બીજાની પીડામાં વ્યથિત થાય છે, ને પોતાની પીડામાં હર્ષ પામે (સ્વસ્થ રહે) છે, તે પુરુષોને નમસ્કાર. સમર્થ હોવા છતાં જે સહન કરે છે, ધનવાન હોવા છતાં જે ગર્વ કરતો નથી, અને જે વિદ્યા-જ્ઞાન સંપન્ન હોવા છતાં નમ્ર છે, આ ત્રણથી પૃથ્વી અલંકૃત છે. શોભાયમાન છે. વળી ક્યારેય કોઇની સાથે કલહમાં ઉતરવું નહીં, એમાં પણ ખાસ કરીને મોટાઓ સાથે, કહ્યું જ છે – જેને ખાંસી આવતી હોય, એણે ચોરી કરવી નહીં. નિદ્રાળુએ (ઘણી ઉઘવાળાએ ) પરસ્ત્રી સાથે સંબંધ બાંધવો નહીં. રોગીએ જીભના ચટાકા કરવા નહીં. અને ધનવાને બીજા સાથે કલહ કરવો નહીં. (પ્રસ્તુતમાં છેલ્લી બે વાત જ ઉપદેશ્ય છે, પહેલી બે નહીં) અર્થપતિ (-શ્રીમંત અથવા ભંડારી), રાજા, પક્ષપાતી, બળવાન, ઉગ્ર સ્વભાવવાળો, નીચ તથા ગુરુ અને તપસ્વી આટલા સાથે વાદ-વિવાદ કરવો નહીં. જો મોટાઓ સાથે ધનવગેરે અંગે સંબંધ થયો હોય, તો પોતાના કાર્યને નમસ્કારાદિથી જ સિદ્ધ ૧૨૮ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #137 -------------------------------------------------------------------------- ________________ કરવા પ્રયત્ન કરવો પણ બળથી કે કલહવગેરેથી કાર્ય સિદ્ધ કરવા જવું નહીં. પંચાખ્યાનમાં પણ કહ્યું છે - ઉત્તમને નમસ્કારથી, શૂરવીરને ભેદનીતિથી, નીચને થોડું આપીને અને પોતાને સમાનને પરાક્રમથી વશ કરવા. વિશેષ કરીને ધનના ઇચ્છુકે અને ધનવાને ક્ષમા જ આદરવી, ક્ષમાથી જ લક્ષ્મીની વૃદ્ધિ થાય છે ને ક્ષમાથી જ તે અક્ષય થાય છે. કહ્યું જ છે – બ્રાહ્મણનું બળ હોમ, મંત્ર છે, રાજાનું બળ નીતિશાસ્ત્ર છે, અનાથોનું બળ રાજા છે અને વેપારી માટે ક્ષમા જ બળ છે. ધનનું મૂળ પ્રિયવાણી અને ક્ષમા છે. કામનું મૂળ ધન, શરીર અને વય છે. ધર્મનું મૂળ દાન, દયા અને ઇંદ્રિયદમન છે. અને મોક્ષનું મૂળ સર્વસંગથી નિવૃત્તિ છે. (મૂળ = મહત્ત્વનું કારણ). બોલાચાલીરૂપ વચનકલહ તો બધે જ હંમેશા અયોગ્ય છે. દારિદ્રય અને શ્રી(= લક્ષ્મી) વચ્ચેના સંવાદમાં શ્રી કહે છે – જ્યાં ગુરુઓ (= વડીલો) પૂજાય છે, જ્યાં નીતિથી ધન ઉપાર્જન કરાય છે, અને જ્યાં વાણીથી કલહ (= બોલાચાલી) થતાં નથી, ત્યાં તે ઇન્દ્ર ! હું રહું છું. (ત્યારે દરિદ્રતા કહે છે) – જુગાર રમનારા, સ્વજનષી, ધાતુવાદી (ધાતુ મેળવવા પ્રયોગો કરનારા), હંમેશા આળસુ અને આય-વ્યયનો વિચાર નહીં કરનાર, આટલાને ત્યાં હું હંમેશા રહું છું. ઉઘરાણી કેવી રીતે કરવી? લેણાની ઉઘરાણી પણ કોમળ અને અનિન્દિત પદ્ધતિથી જ કરવી. નહીંતર જો દેવાદાર માણસ દાક્ષિણ્ય અને લજ્જા ગુમાવી દે, (અને ના પાડી દે, કલહ કરે, આત્મહત્યા વગેરે કરી નાખે) તો પોતાને ધન, ધર્મ, પ્રતિષ્ઠા વગેરેની હાનિનો પ્રસંગ આવીને ઊભો રહે. તેથી પોતે ઉપવાસ કરવો પણ બીજાને ઉપવાસાદિ નહીં કરાવવા. પોતે જમી લે અને બીજાને ઉપવાસ થઇ જાય એવો વ્યવહાર નહીં કરવો. (એટલે કે પોતે ગમે તે રીતે દેવાદાર પાસે ધન ઉઘરાવી લે તો પોતાનું કામ તો થઇ ગયું, પણ દેવાદારને પૈસાના અભાવમાં ભોજનાદિ જરિયાતો અંગે પણ પ્રશ્ન આવી જાય, આ ઉચિત નથી. જતું કરવાથી પોતાને મોટું નુકસાન થાય એ ચાલે, પણ સામેવાળો મોટી તકલીફમાં ઉતરે એવું થવું જોઇએ નહીં.) કેમકે બીજાને ભોજનમાં કરેલા અંતરાયથી બંધાયેલા કર્મોનું ફળ પણ અત્યંત દુ:સહ્ય હોય છે. અહીં શ્રી ઢંઢણકુમાર આદિ મુનિઓ દૃષ્ટાંત ભૂત છે. કાર્યો જે રીતે સમજાવટથી પતે છે, એ રીતે એ સિવાયના ઉપાયોથી પતતાં નથી, ખાસ કરીને વેપારીઓના કાર્યો. કહ્યું જ છે – જો કે સાધ્યને સિદ્ધ કરવા અંગેના ચાર ઉપાયો પ્રસિદ્ધ છે. છતાં બાકીના ઉપાયો તો નામમાત્ર ફળવાળા છે. (નામમાત્ર માટે છે- ઉપયોગી નથી.) કાર્યની સિદ્ધિ તો સામનીતિમાં જ પ્રતિષ્ઠિત છે. જેઓ તીક્ષ્ય અને અત્યંત નિષ્ફર છે, તેઓ પણ મૃદુતાથી જ વશ કરવા યોગ્ય છે. જુઓ, નોકર જેવા દાંતો (જે કઠોર છે,) જીભની (જે કોમળ છે) સેવા કરે છે. લેણ-દેણની બાબતમાં ભ્રમથી કે વિસ્મરણ આદિના કારણે મતભેદ ઊભો થાય, તો પણ પરસ્પર જરા પણ વિવાદ કરવો નહીં. પરંતુ ન્યાય કરવામાં ચતુર એવા ચાર-પાંચ પ્રતિષ્ઠિત આપ્તજનોને વચ્ચે રાખી, તેઓ જે કહે તે માન્ય રાખવું. નહિતર વિવાદનો અંત જ નહીં આવે. કહ્યું જ છે – સહોદરો (=ભાઇઓ)માં થયેલો વિવાદ પણ બીજાઓ દ્વારા જ દૂર કરાવવો. પરસ્પર ગુંચવાયેલા વાળોને (પારકી એવી) કાંસકી દ્વારા જ દૂર કરાય છે. એ ન્યાયચતુરોએ પણ પક્ષપાત રાખ્યા વિના મધ્યસ્થભાવે બધી બાજુથી બરાબર પરીક્ષા શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૨૯ Page #138 -------------------------------------------------------------------------- ________________ કરીને જ ન્યાય કરવો. અને તે પણ સ્વજનો કે સાધર્મિકો વગેરેના વિવાદમાં જ કરવો. બધે ન્યાય તોળવા જવું નહીં, કેમકે પોતે લોભ વિનાનો હોવાથી સાચો જ ન્યાય કરે, તો વિવાદ અટકે, પોતાને મહત્ત્વ મળે વગેરે લાભ છે. છતાં મોટો દોષ પણ એમાં એ રહ્યો છે કે વિવાદ અટકાવવા જતાં બરાબર જાણકારી નહીં મળવી વગેરે કારણે કો'કને ખરેખર મેળવવું બાકી ન હોય, તો એને મળવું જોઇએ એવો નિર્ણય થાય ને કોઇને મેળવવાનો અધિકાર હોય તો પણ તેનો નિષેધ થઇ જાય. સંભળાય છે કે પારકી પંચાત કરનારા શેઠનું દષ્ટાંત એક સમૃદ્ધ અને પ્રતિષ્ઠિત શેઠ મહત્ત્વ અને બહુમાનની ઇચ્છાથી બધે ન્યાય કરવા દોડી જતાં. એમની વિધવા થયેલી સમજુ અને લાડકી દીકરી એમને આવી પરપંચાતમાં નહીં પડવા સમજાવતી હતી. પણ શેઠ અટકતા હતા નહીં. એકવાર પુત્રીએ પિતાને પાઠ ભણાવવા ખોટું ત્રાગુ રચ્યું. પિતા આગળ માંગણી મુકી – “મેં પૂર્વે તમને આપેલા બે હજાર સોનામહોર મને પાછા આપશો તો જ હું જમીશ.’ આમ કહી એ ઉપવાસ પર ઉતરી ગઇ. પિતા એને “તેં મને આપ્યા જ નથી” વગેરે કહી ઘણું સમજાવે છે, પણ એ તો માનવાના બદલે “પિતાજીને વૃદ્ધ થવા છતાં મારી સંપત્તિપર લોભ જાગ્યો છે.” એમ જેમ-તેમ બોલવા માંડી. તેથી દુભાયેલા પિતાજીએ ન્યાય કરનાર પંચ બોલાવ્યું. તેઓએ “આ શેઠની પુત્રી છે, અને બાળવિધવા છે વગેરે વિચારીને ફેંસલો આપતા કહ્યું – “ચલો ! સમાધાન કરો. તમે તમારી દીકરીને હજાર સોનામહોર આપી દો.’ આમ પિતા પાસેથી પુત્રીને હજાર સોનામહોર અપાવ્યા. તેથી શેઠ “આ દીકરીએ સાવ ખોટા હજાર સોનામહોર આ રીતે મારી પાસેથી પડાવી લીધા, ને અત્યંત દુ:ખે પણ સહન થઇ ન શકે એવી લોકનિંદા થઇ તે લટકામાં.” આમ વિચારી ખિન્ન થયા. પછી દીકરીએ પિતાજીને સાચું સમજાવી (કે જુઓ, પારકો ન્યાય કરવામાં કોકને કેવો અન્યાય થઇ શકે છે!) એ બધી સોનામહોરો પાછી આપી દીધી. તેથી પ્રસન્ન થયેલા શેઠે ‘હવે પછી પ્રાય: કોઇનો ન્યાય કરવા નહીં જાઉં” એવી સાચી સમજણ મેળવી લીધી. તેથી જ ન્યાય કરવા નિયુક્ત થયેલા માટે પણ જ્યાં-ત્યાં જેમતેમ ન્યાય કરી નાખવાનું ઉચિત નથી. ઈર્ષ્યા વગેરે દુર્ભાવો કરવા નહીં - તથા બીજાપર ઈર્ષ્યા-મત્સરભાવ ક્યાંય ક્યારેય પણ રાખવો નહીં. સમૃદ્ધિ કર્મને આધીન છે, તેથી વ્યર્થ મત્સરભાવ રાખવાથી સર્યું, કેમકે એ આ ભવમાં બાળે છે ને પરભવમાં પણ દુર્ગતિમાં લઇ જાય છે. અમે (ગ્રંથકારે) કહ્યું જ છે – બીજા માટે જેવું વિચારાય છે, તેવું પોતે પામે છે. આમ જાણતો માણસ શું કામ બીજાની વૃદ્ધિમાં મત્સર કરે ? તથા પોતાની પાસે રહેલા ધાન્ય, ઔષધ, વસ્ત્રાદિ વેંચવામાં તકલીફ પડતી હોય, તો પણ ‘દુકાળ પડો', “રોગ વધો’ ‘લોકો પાસે રહેલા વસ્ત્રવગેરે નાશ પામી જાવ' વગેરે જગત માટે દુ:ખદાયક ગણાય એવી ઇચ્છાઓ કદી પણ કરવી નહીં. કદાચ ભાગ્યયોગે દુકાળ વગેરે આપત્તિ લોકોને આવી પણ પડે, તો પણ તેથી ખુશ થવું નહીં કે એ પરિસ્થિતિની અનુમોદના પણ કરવી નહીં, કેમકે એવી ઇચ્છાઓ કે એવી અનુમોદનાઓથી વ્યર્થ “મન મલિન થવું” વગેરે દોષો ઊભા થાય છે. અહિં દૃષ્ટાંત છે. ૧૩) શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #139 -------------------------------------------------------------------------- ________________ ઘી અને ચામડાના વેપારીનું દૃષ્ટાંત બે મિત્રો એકસાથે ખરીદીમાટે નીકળ્યા. એમાં એકને ઘી ખરીદવું હતું, બીજાને ચામડું. રસ્તામાં એક ગામ આવ્યું. ત્યાં એક વૃદ્ધાએ બંનેને જમાડતા પહેલા શા માટે જાવ છો એ પૂછ્યું. બંનેએ પોત-પોતાની વાત કરી. વૃદ્ધાએ થી ખરીદવા નીકળેલાને ઘરમાં બેસાડી અને ચામડું ખરીદવા નીકળેલાને બહાર બેસાડી જમાડ્યો. બંને જણ ખરીદી કરી પાછા વળતા ફરીથી એ વૃદ્ધાને ત્યાં જમવા ગયા. વૃદ્ધાએ આ વખતા ઘીવાળાને બહાર બેસાડી અને ચામડાવાળાને અંદર બેસાડી જમાડ્યો. આમ ફેરફાર કરવા પાછળનો આશય બંનેએ પૂછ્યો. ત્યારે વૃદ્ધાએ કહ્યું - જતી વખતે ઘી સસ્તુ મેળવવા ઘીવાળો સુકાળ ઇચ્છતો હતો, ને ચામડું સસ્તું મેળવવાં ઘણા ઢોરો મરે એ હેતુથી ચામડાવાળો દુકાળ ઇચ્છતો હતો. આમ ઘીવાળાનું મન પવિત્ર હતું. ચામડાવાળાનું મન મલ્લિન હતું. પાછા ફરતી વખતે ઘીવાળાને ઘી મોંઘા ભાવે વેંચવું છે, તેથી દુકાળ ઇચ્છે છે. એ જ આશયથી ચામડાવાળો સુકાળ. આમ જે સુકાળ ઇચ્છવારૂપે સારા મનવાળો છે, એને મેં અંદર બેસાડી જમાડ્યો, અને મલિન મનવાળાને બહાર બેસાડી. કહ્યું જ છે - ઉચિત વ્યાજ અને દ્રવ્યાદિ ક્રમથી થયેલા ઉત્કર્ષને છોડી બાકીનું ગ્રહણ કરવું નહીં. પડેલી વસ્તુ બીજાની છે એમ જાણીને ગ્રહણ કરવી નહીં. આની વ્યાખ્યા - સેંકડે ચાર-પાંચ ટકાની વૃદ્ધિ વગેરે રૂપ ઉચિત વ્યાજ (ચાર-પાંચ ટકા વ્યાજ) એ ઉચિત કળા છે. વ્યાજથી દ્રવ્ય બમણું થાય, એ વચન હોવાથી ધીરેલું દ્રવ્ય બમણું થાય ને ધીરેલું ધાન્ય ત્રણ ગણું થાય ત્યાં સુધી ઉચિત છે. તથા વેંચવા યોગ્ય દ્રવ્ય પણ ગણી-ગણીને વેંચાય, વજન કરીને વેંચાય ઇત્યાદિ અનેક પ્રકારનું છે, એના પણ પાછા ઘણા-ઘણા પેટા ભેદ છે. એ દ્રવ્યો બજારમાં લોકોના ઘરે ખલાસ થઇ જવાથી એના વેંચાણથી જે ઉત્કર્ષ થાય, એટલે કે પોતે સોપારી સંઘરેલી છે ને લોકોના ઘરે ખલાસ થઇ જવાથી બમણા વગેરે ભાવે એ વેંચાઇ રહી છે, તો બમણો વગે૨ે લાભ થાય છે. ત્યારે ઉચિત નફો લેવારૂપે ભલે કમાણી કરો, પણ તે વખતે ‘સારું થયું કે સોપારીનો પાક નિષ્ફળ ગયો, સોપારી નાશ પામી ગઇ કે જેથી મને કમાણી થઇ’ એવા દુષ્ટ વિચારો કરવા જોઇએ નહીં. (ખોટા ઇરાદાથી વધુ કમાણી કરવી સારી નથી.) તથા પડેલી વસ્તુ મારી નથી, બીજાની છે, એમ જાણીને એ વસ્તુ લેવી જોઇએ નહીં. વ્યાજ વગેરે અંગે અને ખરીદવેચાણ અંગે દેશ-કાળ વગેરે અપેક્ષીને શિષ્ટ પુરુષોમાં નિંદાપાત્ર નહીં બને એટલી ઉચિત જ કમાણી કરવી એમ પ્રથમ પંચાશકની ટીકામાં જણાવ્યું છે. છેતરવાની તરકીબો કરવી નહીં તથા ૧) ખોટા માપ-તોલ રાખવા ૨) વેપારમાં ઓછું-વત્તું આપવું-લેવું ૩) રસ કે વસ્તુમાં ભેળસેળ કરવી. ૪) અનુચિત ગણાય એ રીતે ભાવ વધારી દેવો. ૫) અનુચિત ગણાય એટલું વ્યાજ લેવું. ૬) લાંચ આપવી-લેવી ૭) ખોટા કર લેવા-કુડ કપટ કરવા ૮) ખોટું કે ઘસાઇ ગયેલું નાણું આપવું ૯) બીજાના ખરીદ-વેચાણ ભાંગવા બીજાનો ધંધો તોડવો. ૧૦) બીજાના ઘરાકને ભરમાવવો. ૧૧) કંઇક સારું દેખાડી, પછી બીજું કંઇક જ વળગાડી દેવું. ૧૨) હાથે કરીને અંધકારવાળા સ્થાને જ કપડાવગેરે વેંચવા. ૧૩) સહીમાં ફેરફાર કરવો. વગે૨ે રીતે બીજાને છેતરવાની વૃત્તિ રાખવી નહીં. કહ્યું જ છે - વિવિધ ઉપાયોદ્વારા માયા કરીને જે બીજાને છેતરે છે, શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૩૧ - Page #140 -------------------------------------------------------------------------- ________________ મહામોહનો મિત્ર બનેલો તે હકીકતમાં તો દેવલોક અને મોક્ષના સુખથી પોતાને જ છેતરે છે. નીતિના પ્રભાવપર હલાક શેઠનું દષ્ટાન્તા ‘આમ નીતિ રાખીશું તો ધન વિનાના થઇ ગયેલા અમારો નિર્વાહ શી રીતે થશે?' એવું માનવું પણ ઉચિત નથી. નિર્વાહ ખોટું કરવાથી નથી થતો, પણ પોતાના પુણ્યકર્મથી જ થાય છે. વળી નીતિ જાળવવાથી ઘણા ઘરાકો આવવા વગેરેથી તો વિશેષ રીતે નિર્વાહ થાય છે. અહીં દૃષ્ટાંત બતાવે છે. - એક નગરમાં હલાક નામના શેઠ રહેતા હતા. એને ચાર પુત્રો હતા. ત્રણ શેર, પાંચ શેર વગેરે વજનથી જ્યારે ધાન્યાદિ ખરીદવાના-વેંચવાના હોય, ત્યારે પુત્રોને ‘ત્રિપુષ્કર’ ‘પાંચપુષ્કર” વગેરે સંકેતથી ગાળો આપી ખોટા માપ-તોલથી ધંધો કરતો હતો. (ચાર શેર લેવું હોય, તો પંચ પુષ્કર બુમ પાડે. તેથી એ લખેલું ચાર શેર ને હોય પાંચ શેર એવું વજન-માપ લઇને આવે. જ્યારે વેંચવાનું હોય, ત્યારે ત્રિપુષ્કર બોલે... વજન-માપ પર લખાણ ચાર શેર હોય, પણ હકીકતમાં વજન ત્રણ શેર જ હોય. ઇત્યાદિરૂપે અનીતિ કરે.) એકવાર આ ચાલાકીની વાત સૌથી નાના પુત્રની પત્નીએ જાણી. તે ઘણી સમજુ હતી. એણે સસરાને ખુબ ઠપકો આપ્યો. ત્યારે શેઠે બચાવમાં કહ્યું – શું કરું? એ સિવાય ગુજરાન ચલાવવું અઘરું છે. ભૂખ્યો માણસ કયું પાપ નથી કરતો? વગેરે.... ત્યારે એ પુત્રવધુએ કહ્યું – પિતાજી! એમ નહીં કહો, કેમકે વ્યવહારશુદ્ધિ (વેપારમાં નીતિ) જ બધા પ્રયોજનની સાધિકા બને છે. તેથી તમે પરીક્ષા ખાતર છે મહીના માટે આ રીતે અનીતિ નહીં કરતાં. જોઇએ તો ખરા કે નીતિથી ગુજરાન ચાલે છે કે નહીં? મને ખાતરી છે કે ધનની વૃદ્ધિ જ થશે. પરીક્ષા કાળ પત્યે છ મહીના પછી તમને ઉચિત લાગે તેમ કરજો. પુત્રવધુની વાત સ્વીકારી શેઠે પણ છ મહીના એ રીતે નીતિ - વ્યવહારશુદ્ધિ જાળવી. તેથી ઘણા ઘરાકો આવવા વગેરે કારણે ખૂબ કમાયા. નિર્વાહ સુખેથી ચાલવા માંડ્યો. ઉપરાંતમાં એક પલ (ચાર તોલા) જેટલું સોનું પણ થયું. પછી ‘ન્યાયથી કમાયેલું ધન ખોવાઇ જાય તો પણ પાછું આવે છે.” એવું એ પુત્રવધુનું વચન સાંભળી એના કહેવાથી જ એ વાતની પરીક્ષા કરવા એ સોનાપર લોખંડ વીંટાળી પોતાના નામનું કાટલું બનાવી છ મહીના સુધી એ કાટલાથી ધંધો કર્યો.પછી એ કાટલું તળાવમાં ફેંક્યું. માછલાએ ભક્ષ્ય માની ગળે ઉતારી નાખ્યું. એ માછલો માછીમાર પડ્યો. પછી એનું પેટ ચીરતા એમાંથી એ કાટલું નીકળ્યું. નામ વાંચતા શેઠનું જાણી માછીમારે શેઠને પાછું સોપ્યું. તેથી પૂરા પરિવાર સહિત શેઠને ખાતરી થઇ ગઇ, કે નીતિથી જ કમાણી વધે છે ને એ ધન કદી ખોવાતું નથી. પછી તો એ રીતે જ સારી રીતે વ્યવહારશુદ્ધિ જાળવી ખૂબ જ સમૃદ્ધ બન્યો. રાજાને પણ માન્ય બન્યો. પોતે શ્રેષ્ઠ શ્રાવક બન્યો. પછી તો બધા લોકોમાં એવી પ્રસિદ્ધિ થઇ કે આ શેઠનું નામ લેવા માત્રથી આપણા વિદ્ગો ટળી જાય છે. સંભળાય છે કે આજે પણ મોટા વહાણ દરિયાવગેરેમાં ચલાવતીવખતે નાવિકો “હેલા...હેલા...' એમ મોટેથી બોલે છે. આ વ્યવહારશુદ્ધિઅંગે દૃષ્ટાંત છે. સ્વામી, મિત્ર, વિશ્વાસમાં રહેલા, દેવ, ગુરુ, વૃદ્ધ (ઘરડા) અને બાળકનો દ્રોહ કરવો કે એમની પોતાને ત્યાં રહેલી થાપણ ઓળવી જવી (ગળી જવી) વગેરે તેમની હત્યા કરવા જેવા મોટા પાપ છે, તેથી તેઓ સાથે વિશેષ કરીને આવા કાળા કામ જરા પણ કરવા નહીં. કહ્યું છે – ૧) ખોટી સાક્ષી આપનારો ૨) દીર્ઘ રોષવાળો (દીર્ઘકાળ સુધી ક્રોધમાં રહેનારો) ૩) વિશ્વાસે રહેલાનો દ્રોહ કરનારો અને ૪) કૃતઘ્ન (બીજાના ઉપકારને ભૂલી જઇ એના પર અપકાર કરનારો) આ ચાર કર્મચંડાલ છે, ૧૩ર. શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #141 -------------------------------------------------------------------------- ________________ (પોતાના કાર્યથી ચંડાલ બન્યા છે.) જાતિથી ચંડાલ તો પાંચમાં નંબરે છે. અહીં વિસેમિરા દૃષ્ટાંત છે. વિશ્વાસઘાતપર વિસેમિરા દષ્ટાન્ત વિશાળા નગરમાં નંદ નામે રાજા હતો. એને વિજયપાળ નામનો પુત્ર હતો. રાજાને બહુશ્રુત નામનો મંત્રી હતો. ભાનુમતિ નામની રાણી હતી. રાજા રાણીમાં અત્યંત આસક્ત હતો. તેથી રાજસભામાં પણ રાણીને પોતાની બાજુમાં બેસાડે. એવું વચન છે કે – જો રાજાને વૈદ, ગુરુ અને મંત્રી માત્ર પ્રિય જ કહેનારા હોય, તો રાજા ક્રમશ: શરીર, ધર્મ અને ધનભંડારના વિષયમાં ક્ષય પામે છે. તેથી મંત્રીએ રાજાને કડવું સત્ય કહ્યું – સ્વામિન્ ! રાણીને સભામાં પાસે બેસાડવી ઉચિત નથી. કેમકેઅગ્નિ, ગુરુ અને પત્ની આ ત્રણે અત્યંત નજીક આવે તો વિનાશ કરનારા બને છે. અત્યંત દૂર રહે તો તેમનાથી કશો લાભ થતો નથી. તેથી રાજાએ આ ત્રણેને મધ્યભાવથી જ સેવવા.. (બહુ નજીક કે બહુ દૂર નહીં રાખવા.) તેથી તમે રાણીના રૂપનું ચિત્ર તૈયાર કરાવી સાથે રાખો. રાજાએ એ વાત સાંભળી ચિત્ર તૈયાર કરાવડાવ્યું. પછી પોતાના ગુરુ શારદાનંદનને બતાવ્યું. શારદાનંદને પોતાની જ્ઞાની તરીકે વિશેષ છાપ ઉપજાવવા કહ્યું – રાણીને ડાબા સાથળ તલ છે, તે આ ચિત્રમાં બતાવ્યો નથી. આ સાંભળી રાજાના મનમાં શારદાનંદ અંગે ખોટો શક ઊભો થયો. તેથી મંત્રીને કહ્યું - આ શારદાનંદને મારી નંખાવો. ગુણકારી કે અવગુણકારી (સારું કે ખોટું) કશું પણ કરતી વખતે પંડિત પુરુષે પહેલા તેના પરિણામનો પ્રયત્નપૂર્વક વિચાર કરી લેવો જોઇએ. અત્યંત ઉતાવળમાં કરી નાખેલા કાર્યોનું જ્યારે પરિણામ આવે છે, ત્યારે તે પરિણામ હૃદયને બાળનારા શલ્ય જેવો બની રહે છે. કોઇ કાર્ય વગર વિચારે-સહસા કરવું નહીં. કેમકે એ અવિવેક છે, ને તે આપત્તિનું સ્થાન છે. જે વિચારીને કાર્ય કરે છે, એને એના ગુણોથી લોભાયેલી સંપત્તિ સામે ચાલીને વરે છે.” આવું નીતિશાસ્ત્રમાં કહેલું વચન યાદ કરીને મંત્રીએ શારદાનંદને મારી નાખવાના બદલે પોતાના ઘરે છુપી રીતે રાખ્યાં. એકવાર વિજયપાળ રાજકુમાર શિકાર કરવા નીકળ્યો. એમાં એક ભૂંડની પાછળ ઘોડો દોડાવવામાં એ ઘણો આગળ નીકળી ગયો. સાંજ પડી ગઇ. તેથી એ એક તળાવમાં પાણી પીને રાતે વાઘના ભયથી ઝાડપર ચડી ગયો. એ ઝાડપર વ્યંતરદેવથી અધિષ્ઠિત વાંદરો બેઠો હતો. એ વાંદરાએ પહેલા આ રાજકુમારને ખોળામાં સુવડાવી એની ચોકી કરી. પછી રાજકુમારના ખોળામાં સુઇ ગયો. ત્યાં ભૂખ્યો વાઘ આવ્યો. વાઘે રાજકુમારને કહ્યું – તું આ વાંદરાને પાડે, તો હું એને ખાઈ જતો રહીશ... તને અભયદાન મળશે. તેથી રાજકુમારે પોતાના વિશ્વાસે સુતેલા વાંદરાને નીચે ફેંક્યો. વાંદરો વાઘના મોંમાં પડ્યો. પણ તે વખતે વાઘને હસવું આવી જવાથી વાંદરો એના મોંમાંથી છટકી પાછો ઝાડપર ચડી ગયો, પણ વાંદરો ખુશ થવાને બદલે રોવા માંડ્યો. ત્યારે વાઘે પૂછ્યું- કેમ રડે છે? ત્યારે વાંદરાએ કહ્યું- હે વાઘ! હું તેઓ માટે રડું છું કે પોતાની જાતિ છોડી જેઓ પરજાતિમાં રક્ત બને છે, તે જડોનું ભવિષ્યમાં શું થશે? વાંદરો જાણે કે ટોણો મારે છે કે મારા જાતભાઇઓને છોડી આ માણસ પર વિશ્વાસ રાખ્યો, તો મને આ તકલીફ આવી. આ સાંભળી લજ્જા પામેલા રાજકુમારને વાંદરામાં રહેલા વ્યંતરે ગ્રહિલ (= ગ્રહ - વ્યંતરાદિના ઉપદ્રવવાળો) બનાવી દીધો. તેથી એ આખો દિવસ ‘વિસેમિરા’ ‘વિસેમિરા બોલ્યા કરે. શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૩૩ Page #142 -------------------------------------------------------------------------- ________________ એનો ઘોડો એકલો આવવા પર રાજાએ એની શોધ કરાવી. આ રીતે બબડતો એ મળ્યો, એને મહેલમાં લઇ આવ્યા. ઘણાં ઉપાયો કરવા છતાં કોઇ ફરક નહીં પડવા પર રાજાને પોતાના ગુરુ શારદાનંદન યાદ આવ્યા. રાજાએ નગરમાં ઘોષણા કરવી કે જે મારા પુત્રને સારો કરી દેશે, તેને હું અડધું રાજ્ય આપીશ’. ત્યારે મંત્રી એ કહ્યું આ વિષયમાં મારી પુત્રી કાંઇક જાણે છે. રાજા પુત્રને લઇ મંત્રીના ઘરે આવ્યો. ત્યારે મંત્રીપુત્રીના નામે શારદાનંદન પરદા પાછળ બેઠા. પછી શ્લોક બોલ્યા- વિશ્વાસમાં રહેલાને ઠગવામાં કઇ હોંશિયારી છે? ખોળામાં રહી સુતેલાને હણવામાં વળી કયું પરાક્રમ છે? આ સાંભળી રાજકુમાર ‘વિ’ છોડી સેમિરા...સેમિરા બોલવા માંડ્યો. ત્યારે શારદાનંદને બીજો શ્લોક કહ્યો... જ્યાં ગંગા અને સાગરનો સંગમ થાય છે. ત્યાં કિનારે જાય, તો પણ બ્રાહ્મણની હત્યા કરનારો ક્યારેય પણ પાપથી મુક્ત થતો નથી. આ સાંભળી રાજકુમારે ‘ સે’ છોડ્યો. હવે માત્ર મિરા..મિરા કરે છે. ત્યાં શારદાનંદને ત્રીજો શ્લોક કહ્યો- મિત્રનો દ્રોહ કરનારો, કૃતઘ્ન, ચોર અને વિશ્વાસઘાત કરનારો આ ચાર જણા જ્યાં સુધી સૂર્ય-ચંદ્ર રહેશે, ત્યાં સુધી નરકમાં રહેશે. આ સાંભળી રાજકુમારે ‘મિ’ છોડ્યો. હવે માત્ર રા...રા... કરે છે. ત્યાં જ શારદાનંદને ચોથો શ્લોક સંભળાવ્યો- રાજન! તું જો તારા રાજકુમારનું કલ્યાણ ઇચ્છે છે, તો સુપાત્રમાં દાન આપ. કેમ કે ગૃહસ્થ દાનથી શુદ્ધ થાય છે. આ સાંભળી ચોથો અક્ષર પણ છોડી રાજકુમાર સ્વસ્થ થઇ ગયો. રાજાને વાંદરો-વાઘ વગેરેનો બનેલો વૃત્તાન્ત કહ્યો. ત્યારે મંત્રીપુત્રીના જ્ઞાનથી છક થયેલા રાજાએ પૂછ્યું- હે બાલિકા! તું તો ગામમાં રહે છે. તો વનમાં વાંદરો, વાઘ અને મનુષ્યનો બનેલો આ પ્રસંગ કેવી રીતે જાણી શકી? ત્યારે શારદાનંદને કહ્યું દેવ-ગુરુની કૃપાથી મારી જીભના અગ્રભાગે સરસ્વતી વસી છે. તેથી જ હું આ પ્રસંગ જાણું છું. જેમ કે ભાનુમતી રાણીને તિલક (તલ), (રાણીને જોયા વિના જ મેં સરસ્વતીના પ્રભાવે એ તિલક(તલ) ની વાત કરી હતી.) આ સાંભળી રાજા ચમક્યા. મંત્રીએ પરદો ખોલ્યો. રાજાએ શારદાનંદનને જોયા... પરસ્પર મળવાથી બંનેને ખૂબ આનંદ થયો (વિશ્વાસુને ઠગવા અંગે આ દૃષ્ટાંત બતાવ્યું.) અસત્ય સૌથી મોટું પાપ અહીં પાપ બે પ્રકારના છે - (૧) છુપું- ખબર ન પડે એવું અને (૨) સ્ફુટ-સ્પષ્ટ. (૧) ગોપ્યછુપું પાપ પણ બે પ્રકારે છે- (૧) નાનું અને (૨) મોટું. એમાં ખોટા માપ-તોલ ક૨વા વગેરે પાપ નાના છે, ને વિશ્વાસઘાત વગેરે કરવા એ મોટા પાપ છે. (૨) સ્ફુટ-(સ્પષ્ટ) પાપ પણ બે પ્રકારે છે(૧) કુલાચા૨થી થતું અને (૨) નિર્લજ્જ વગેરે થઇ કરાતું પાપ. એમાં કુલાચારથી પાપ-ગૃહસ્થોના આરંભ વગે૨ે (સ્નાન વગેરે કાર્યો ) છે. મ્લેચ્છોનાં હિંસા વગેરે છે. નિર્લજ્જતા વગેરેથી થતાં પાપસાધુવેશમાં થતી હિંસાવગેરે છે. એમાં આ નિર્લજ્જતાવગેરેથી પાપ (પ્રવચન ઉડ્ડાહ) શાસનહીલના વગેરેમાં કારણ બનવાથી જીવને અનંત સંસારી પણ બનાવી શકે. કુલાચા૨થી થતાં સ્ફુટ પાપમાં અલ્પ કર્મબંધ છે, પણ છુપી રીતે કરાતા પાપમાં તીવ્રતર કર્મબંધ છે. કેમ કે એ પાપ અસત્યથી સભર છે. મન-વચન-કાયા આ ત્રણેથી સેવાતું અસત્ય તો સૌથી માટું પાપ છે. કેમ કે એવા અસત્યથી ભરાયેલાઓ જ છુપી રીતે પાપ કરતા હોય છે. અસત્યનો ત્યાગી ક્યારે પણ છુપા પાપ કરતો નથી. વળી, જેઓ અસત્યમાં પ્રવૃત્ત છે, તેઓ પાપપ્રત્યેની સૂગ વિનાના નિઃશૂક બની જાય છે અને એકવાર નિશૂકતા ૧૩૪ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #143 -------------------------------------------------------------------------- ________________ આવી જાય, પછી સ્વામી, મિત્ર, વિશ્વાસમાં રહેલા વગેરે સાથે દ્રોહવગેરે મોટા પાપો પણ તે કરવાનો. તેથી જ યોગશાસ્ત્રમાં આવેલા અંતર શ્લોકોમાં (કલિકાળસર્વજ્ઞ શ્રીહેમચંદ્રસૂરિ મહારાજે યોગશાસ્ત્ર ગ્રંથ બનાવ્યો છે. પોતે જ એની ટીકા પણ લખી છે. આ ટીકામાં જે શ્લોકો છે, એમાંના શ્લોકોની અહીં વાત કરે છે-) કહ્યું છે - એક બાજુ અસત્યથી થતું પાપ રાખો ને બીજી બાજુ બાકી બધા પાપો. જો તુલનામાં આ રીતે બંનેને રાખવામાં આવે, તો અસત્યથી થયેલા પાપોનો ભાર જ વધી જાય. આમ અસત્યથી ભરેલા ગોપ્ય પાપમાં સમાવેશ પામેલી બીજાની ઠગાઇને વર્જવા માટે પૂરી શક્તિથી પ્રયત્ન કરવો. (કોઇને ઠગવા નહીં) ન્યાય-નીતિનો માર્ગ જ શ્રેષ્ઠ પરમાર્થથી જોઇએ, તો ન્યાય (સારી નીતિ) જ ધન કમાવવાનો (ઉપનિષદ્) સારભૂત ઉપાય છે. દેખાય જ છે કે વર્તમાનમાં પણ ન્યાયને અનુસરનારાઓ ધન ઓછું-ઓછું કમાતા હોવા છતાં અને ધર્મના સ્થાન વગેરે સ્થળે રોજ વાપરતા હોવા છતાં કૂવાવગેરેમાં રહેલા પાણીની જેમ એમનું ધન ખુટતું જ નથી. પાપમાં ડૂબેલા બીજાઓ ઘણું ઘણું ધન કમાતા હોવા છતાં ને તેવો ખર્ચ કરતાં ન હોય, તો પણ રણપ્રદેશનાં સરોવરની જેમ ખુટી ગયેલા ધનવાળા બની જાય છે. કહ્યું જ છે- છિદ્રોથી પૂર્ણતા પોતાના નાશ માટે થાય છે, નહિં કે ઉન્નતિમાટે. તમે શું ઘટીયંત્રને વારંવાર ડુબતો જોતા નથી. (રેંટ- અરઘટ્ટમાં રહેલા ઘડા પોતાના છિદ્રથી પાણી ભરે છે, પણ એ પાણી ઉપર આવતા તો ઘણું ખાલી થઇ જાય, તેથી વારંવાર ડૂબવું પડે છે.) શંકા :- કેટલાક ન્યાય-નીતિમાર્ગે રહેલા પણ હંમેશા ગરીબી વગેરેથી દુ:ખી જ દેખાય છે. જ્યારે બીજા કેટલાક અન્યાયમાર્ગે પ્રવૃત્ત થવા છતાં ઐશ્વર્યઆદિથી લીલાલહેર કરતા દેખાય છે. તેથી ન્યાયને જ પ્રધાનતા આપવી કેટલી ઉચિત છે? પુણ્ય-પાપ ચતુર્થંગી સમાધાન :- આમાં પૂર્વભવમા કરેલા કર્મો જ કારણભૂત છે, નહીં કે આ ભવનાં ન્યાય કે અન્યાયથી કરાયેલા કર્મો. કર્મો ચાર પ્રકારના છે. શ્રી ધર્મઘોષ સૂરિ મહારાજે કહ્યું જ છે - (૧) પુણ્યાનુબંધી પુણ્ય (૨) પાપાનુબંધી પુણ્ય (૩) પુણ્યાનુબંધી પાપ અને (૪) પાપાનુબંધી પાપ (આમ ઉદયમાં આવતા કર્મો ચાર પ્રકારે છે. એમાં) જેણે જૈન ધર્મની વિરાધના નથી કરી (પણ શુદ્ધ આરાધના જ કરી છે) તેઓ ભરત ચક્રવર્તીની જેમ જે કર્મના ઉદયથી નિરપાય દુ:ખ (= હાનિ વિનાનું) નિરૂપમ સંસારસુખ પામે છે, તે પુણ્યાનુબંધી પુણ્ય છે. (૨) અજ્ઞાન કષ્ટ (સમજણ વિના કરેલા તપવગેરે કષ્ટ)થી શ્રેણિકરાજાનો પુત્ર કોણિક રાજાની જેમ નિરોગીપણું વગેરે ગુણોથી યુક્ત મોટી ઋદ્ધિ મળે. પણ સાથે પાપમાં જ રત રહે એવું પાપાનુબંધી પુણ્ય ઉત્પન્ન થાય છે. (૩) જે પાપના ઉદયમાં સમૃદ્ધિથી રહિત હોવાથી દુ:ખે જીવવા છતાં જૈનધર્મની પ્રાપ્તિ થાય, તે પુણ્યાનુબંધી પાપ છે, કેમ કે એ પાપ કરતી વખતે પણ દયાવગેરેના અંશ રહ્યા હોય છે. જેમ કે (રાજગૃહીમાં દીક્ષા લીધી હતી, તે) દ્રમક(= ભિખારી) સાધુ. (૪) જેઓ દુઃખી હોવા છતાં પાપી છે, પ્રચંડ (= હિંસાત્મક) કર્મોવાળા છે, ધર્મહીન છે, દયાહીન છે, પાપના પશ્ચાતાપ વિનાના છે = આમ પાપમાં જ રત છે, તેઓ પાપાનુબંધી પાપના ઉદયવાળા છે, જેમ કે કાલસૌકરિક કસાઇ. શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૩૫ Page #144 -------------------------------------------------------------------------- ________________ પુણ્યાનુબંધી પુણ્યથી બહિરંગ(ધન વગેરે) અને અંતરંગ(ક્ષમા- વૈરાગ્ય આદિ) બંને પ્રકારની સમૃદ્ધિ મળે છે. જેની પાસે બેમાંથી એક પણ પ્રકારની સમૃદ્ધિ નથી, તેઓનું માનવપણું ધિક્કારપાત્ર છે. જેઓ પોતાની શુભભાવનાને ખંડિત કરે છે - ને તેથી અખંડ પુણ્ય કરતાં નથી, તેઓ બીજા ભવે આપત્તિથી યુક્ત સંપત્તિ પામે છે. આમ જોકે કોકને પાપાનુબંધી પુણ્યના પ્રભાવે આ ભવસંબંધી કોઇ વિપત્તિ કષ્ટ દેખાતા નથી. તો પણ અત્યારે અન્યાયાદિ કરેલા પાપથી ભવિષ્યમાં તો અવશ્ય વિપત્તિઓ આવશે. કેમ કે અર્થ (= ધન) પ્રત્યે આંધળા રાગવાળો પાપથી જ જે કાંઇ ધન મેળવે છે, તે લોખંડના કાંટામાં પરોવેલા માંસના ટુકડાની જેમ તેનો વિનાશ કર્યા વિના રહેતું નથી. તેથી જ રાજાઆદિ સ્વામીના દ્રોહમાં કારણભૂત દાણચોરી વગેરે આ જ ભવમાં પણ અનર્થકારી બને છે. તેથી એ બધાનો સર્વથા ત્યાગ કરવો. તથા જેમાં બીજાને થોડી પણ હેરાનગતિ થતી હોય, તેવો વ્યવહાર, તે રીતે ઘર દુકાન બનાવવાં, તેવી રીતે રહેવું વગેરેનો ત્યાગ કરવો. ક્યારેય પણ બીજાના નિસાસાથી સમૃદ્ધિ કે સુખમાં વૃદ્ધિ થતી નથી. કેમકે જેઓ ઠગાઇથી મિત્રતાને, કપટથી ધર્મને, બીજાની પીડાથી સમૃદ્ધિને, સુખેથી (કષ્ટ વિના) વિદ્યાને, અને કઠોરતાથી સ્ત્રીને પોતાના કરવા ઇચ્છે છે; તેઓ સ્પષ્ટ મૂર્ખ છે. જેથી લોકોને આપણા પ્રત્યે અનુરાગ થાય, એ રીતે જ વર્તવું જોઇએ, કેમકે – જિતેન્દ્રિયપણું વિનયનું કારણ છે. વિનયથી ગુણપ્રકર્ષ થાય છે. ગુણપ્રકર્ષથી લોકોમાં અનુરાગ થાય છે ને લોકોમાં અનુરાગ થવાથી સંપત્તિ ઉદ્ભવે છે. સત્યવચન મહાન ગુણ છે - માહણસિંહ - ભીમ સોનીનાં દષ્ટાન્ત તથા આર્થિક હાનિ કે લાભ, તથા એકઠી થયેલી સંપત્તિવગેરે ગુપ્ત વાત બીજાઓ આગળ જાહેર કરવી નહીં. કહ્યું જ છે કે – પોતાના પત્ની, આહાર, સુકૃત, ધન સંબંધી લાભ, દુષ્કતો, માર્મિક બાબત અને ગુપ્ત મંત્ર બીજાઓ આગળ જાહેર કરવા નહીં. વળી આ બાબતમાં બીજો કશું પૂછે, તો ખોટો જવાબ પણ આપવો નહીં, એના બદલે ‘આ પ્રશ્નથી શું પ્રયોજન છે?” ઇત્યાદિ પ્રત્યુત્તર ભાષાસમિતિ સચવાય એ રીતે આપવો. પણ રાજા કે ગુરુ વગેરે પૂછે, તો જે વાસ્તવિક સ્થિતિ હોય, તે બતાવી દેવી. કહ્યું છે કે – મિત્ર આગળ સાચું કહેવું, સ્ત્રીઓ આગળ પ્રિય વાત કરવી, દુશ્મનને ખોટું પણ મધુર કહેવું, પણ સ્વામી (=રાજા વગેરે) આગળ તો સત્ય અને અનુકુળ જ કહેવું. સત્ય વચન એ પુરુષો માટે પરાકાષ્ઠાનો ગુણ છે. કેમકે એનાથી જ વિશ્વાસ ઉત્પન્ન થાય છે. સંભળાય છે કે દિલ્હીમાં માહણસિંહ નામના સજ્જન શેઠ સત્યવાદી તરીકે પ્રસિદ્ધ હતા. એમની ખ્યાતિ સાંભળી પરીક્ષા કરવા સુલતાને એને પૂછવું - તારી પાસે કેટલું ધન છે? ત્યારે માહણસિંહે કહ્યું – ચોપડા જોઇને જણાવીશ. પછી ચોપડા બરાબર તૈયાર કરી તપાસી સુલતાનને કહ્યું - ચોર્યાશી લાખ ટાંકા (= તે વખતના રૂપિયા ટંક - ટાંકા તરીકે ઓળખાતા) મારા ઘરે સંભવે છે એમ અનુમાન કરું છું. સુલતાને “મેં તો ઓછું ધન સાંભળેલું પણ આને તો હકીકતમાં જેટલું છે, એટલું કહી દીધું. ખરેખર આ સત્યવાદી છે” એમ વિચારી એના સત્યવચનપર પ્રસન્ન થઇ પોતાનો કોશાધ્યક્ષ (= ખજાનચી) બનાવી દીધો. એ જ રીતે શ્રીસ્તંભન તીર્થ (= ખંભાત) માં સત્યવાદી સોની ભીમ રહેતો હતો. તે તપાચાર્ય શ્રી જગચંદ્રસૂરિ મહારાજનો ભક્ત હતો. એક વખત તેઓ શ્રી મલ્લિનાથ પ્રભુના દેરાસરમાં હતાં, ત્યારે ૧૩૬ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #145 -------------------------------------------------------------------------- ________________ કેટલાક શસ્ત્રધારી ક્ષત્રિયો બાંધીને લઇ ઉપાડી ગયા. એમના પુત્રોએ પિતાને છોડાવવા ચોર્યાશી હજાર ખોટા ટંક મોકલ્યા. ત્યારે તે ક્ષત્રિયોએ એ ટંક સાચા છે કે ખોટા એનો નિર્ણય ક૨વા ભીમ સોનીને જ બતાવ્યા. ત્યારે પોતાનાપર મરણની આપત્તિ વધશે એવો ભય રાખ્યા વિના સોનીએ સાચી વાત કરી કે આ ટંક ખોટા છે. તેથી તેઓએ એમની સત્યવાદિતાથી પ્રસન્ન થઇને એમને છોડી મુક્યો. એક સાચો મિત્ર જરુરી એ જ રીતે આપત્તિમાં સહાયક બને એવો એક મિત્ર કરવો. આ મિત્ર ૧) સમાન ધર્મ હોવો જોઇએ. ૨) સમાન ધનવાળો હોવો જોઇએ. ૩) સમાન પ્રતિષ્ઠાવાળો હોવો જોઇએ. ૪) સારી બુદ્ધિવાળો હોવો જોઇએ. અને ૫) લોભી ન હોવો જોઇએ. આવા આવા ગુણવાળો હોવો જરૂરી છે. રઘુવંશ કાવ્યમાં કહ્યું છે - હીન અને અનુપકારી મિત્રો વૃદ્ધિ પામતા વિકૃત બની જાય છે. તેથી રાજાએ મધ્યમ શક્તિવાળા મિત્રો કર્યા. બીજે પણ કહ્યું છે - માણસોને આપત્તિ આવે ત્યારે એના પ્રતિકાર માટે જ્યાં સારો મિત્ર પડખે ઊભો રહે છે, ત્યાં ભાઇ, પિતા કે બીજો કોઇ માણસ ઊભો રહેતો નથી. અલબત્ત - હે લક્ષ્મણ ! મને ઈશ્વર (રાજા અથવા મોટા શ્રીમંત) સાથે પ્રીતિ = મૈત્રી કરવી ગમતી નથી. કેમકે એના ઘરે જઇએ તો આપણું ગૌરવ સચવાતું નથી. એ આપણા ઘરે આવે, તો (એને સાચવવા) આપણને મોટો ખર્ચ કરવો પડે છે. આવી યોગ્ય ઉક્તિ હોવા છતાં જો કોઇ રીતે મોટા સાથે પ્રીતિ = મૈત્રી થઇ હોય, તો દુષ્કર કાર્યો પણ સિદ્ધ થવા વગેરે ઘણા ગુણો રહ્યા છે. કહ્યું જ છે - કાં તો પોતે જ સમર્થ થવું, કાં તો કોક સમર્થને આપણા હાથમાં રાખવો. કાર્ય સિદ્ધ કરવા આ સિવાય બીજો કોઇ માર્ગ નથી. નાનો માણસ પણ સાચો મિત્ર થાય, તો મોટાને પણ અવસરે કામ આવે છે. પંચાખ્યાનમાં પણ કહ્યું જ છે - બળવાન કે નિર્બળ પણ મિત્રો કરવા. વનમાં હાથીનું યુથ(= ટોળું) બંધાયું. તે ઉંદરોએ છોડાવ્યું. કેટલીક વખત નાના માણસથી થઇ શકનાર કામો મોટાઓ ઘણા ભેગા થાય, તો પણ થઇ શકતા નથી. સોઇનું કાર્ય સોઇ જ કરી શકે, ત્યાં તલવાર વગેરે કામ નહીં આવે. ઘાસનું કાર્ય ઘાસ જ કરી શકે, મોટા હાથીઓ નહીં કરી શકે. તેથી જ અમે (ગ્રંથકારે) કહ્યું છે- ૧) ઘાસ ૨) કણ (ધાન્ય) ૩) લવણ - મીઠું ૪) અનલ-અગ્નિ ૫) કાજલ (૬) છાણ (૭) માટી (૮) પથ્થર (૯) ભસ્મ (૧૦) લોખંડ (૧૧) સોઇ (૧૨) ઔષધિ ચૂર્ણ અને (૧૩) કુંચી - ચાવી આટલાના કાર્યો અનન્યસમ છે. (પોતે જ કરી શકે, એના સ્થાને બીજા નહીં કરી શકે) બાકી મોઢેથી મીઠી વાત કરવી વગેરે દાક્ષિણ્ય તો દુર્જન વગેરે સાથે પણ છોડવું નહીં. (દુર્જનો વગેરે સાથે પણ બોલીને કે બીજી રીતે બગાડવું નહીં) કહ્યું જ છે. - સદ્ભાવથી મિત્રને, સન્માનથી બંધુ (સ્વજન) વર્ગને, પ્રેમથી સ્ત્રીને, દાનથી નોકરને, અને દાક્ષિણ્યથી બીજા માણસોને વશ કરવા. ક્યારેક તો પોતાનું કાર્ય સિદ્ધ ક૨વા દુષ્ટોને પણ આગળ કરવા પડે. અમે (ગ્રંથકારે) કહ્યું જ છે - ક્યાંક દુષ્ટોને પણ આગળ કરી ડાહ્યા માણસે પોતાનું કાર્ય સાધવું જોઇએ. જેમકે ૨સ માણવા જીભ ક્લેશ- રસિક દાંતોને આગળ કરે છે. (દાંત જીભને કચડે છે. છતાં સ્વાદ માણવા જીભ આહાર દાંતો તરફ ધકેલે છે.) પ્રાયઃ કાંટાઓના સમુદાય વિના ચાલતું જ નથી. ખેતર, ગામ, ઘર, બગીચો વગેરેની રક્ષા તેઓથી (કાંટાઓની વાડથી) જ થાય છે. શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૩૭ Page #146 -------------------------------------------------------------------------- ________________ સાક્ષી વિના થાપણ રાખવી-મુકવી નહીં - ધનેશ્વર શેઠનું દષ્ટાન્તા જેઓ પ્રેમના સ્થાન હોય (મિત્ર વગેરે) તેઓ સાથે બીજા લેવડ-દેવડ વગેરરૂપ આર્થિક કે તેવા સંબંધો ઊભા નહીં કરવા. કહ્યું જ છે-ત્યાં જ ધનનો સંબંધ કરવો જ્યાં મૈત્રીસંબંધ નથી. આબરૂ જવાના ડરવાળાએ ફાવે ત્યાં ઊભા પણ રહેવું નહીં. સોમનીતિમાં પણ કહ્યું છે – ધનનો સંબંધ અને સહવાસ કલહ (સંઘર્ષ) વિનાનો હોતો નથી. એ જ રીતે સાક્ષી રાખ્યા વિના મિત્રના ઘરે પણ કોઇ થાપણ રાખવી નહીં. વળી મિત્રવગેરેના હાથે પોતાનું ધન બીજે મોકલવાનું કાર્ય કરવું પણ ઉચિત નથી. કેમકે અર્થનું મૂળ અવિશ્વાસ છે, અને વિશ્વાસ અનર્થનું મૂળ છે. કહ્યું જ છે – અવિશ્વસનીય પર તો વિશ્વાસ ન જ કરવો. વિશ્વાસપાત્ર પર પણ વિશ્વાસ કરવો નહીં. વિશ્વાસથી જ ઉત્પન્ન થયેલો ભય મૂળથી ખતમ કરે છે, કેમકે ગુપ્ત રીતે રાખેલા થાપણથી મિત્ર હોય તો પણ કોણ લોભાઇ જતું નથી ? કહેવાય જ છે – શેઠ પણ પોતાના ઘરમાં થાપણ રખાયેલી હોય, તો પોતાના દેવની સ્તુતિ કરતાં કહે છે - જો આનો માલિક જલ્દી મરી જાય, તો તમને માંગશો, તે આપીશ. અમે (ગ્રંથકારે) પણ કહ્યું છે – ખરેખર તો અગ્નિની જેમ ધન પણ અનર્થ કરનારું છે. છતાં ગૃહસ્થોને અગ્નિની જેમ એના વિના પણ કોઇ રીતે નિર્વાહ થતો નથી. તેથી તેનું યુક્તિથી રક્ષણ કરવું. અહીં ધનેશ્વર શેઠનું દૃષ્ટાંત છે ! શ્રી ધનેશ્વર શેઠે પોતાના ઘરમાં જે સારભૂત દ્રવ્ય હતું, એ બધું એકઠું કરી કરોડ-કરોડ સોનામહોરના મૂલ્યવાળા આઠ રત્નો ખરીદ્યા. પછી પોતાની પત્નીથી કે પોતાના પુત્રોથી પણ ગુપ્ત રીતે મિત્રના હાથમાં થાપણ તરીકે સોંપ્યા. પોતે ધન કમાવવા પરદેશ ગયો. ત્યાં ઘણો સમય રહ્યો. દુર્ભાગ્યથી અચાનક જ અજીર્ણના કારણે અંતિમ સમય નજીક આવી ગયો. કહ્યું જ છે – કુંદ પુષ્પ જેવા ઉજ્વળ હૃદયથી હર્ષપૂર્વક અન્ય જ વિચાર કરાય છે, પણ તે અન્યથારૂપે જ પરિણામ પામે છે, કેમકે કાર્યની સફળતા ભાગ્યને આધીન છે. ત્યારે નજીક રહેલા સજ્જનોએ ધનવગેરે શું છે? કેટલું છે? વગેરે પૂછ્યું. ધનેશ્વરે કહ્યું – વિદેશમાં કમાયેલું તો મારું ધન ઘણું હોવા છતાં આમ-તેમ વિખરાયેલું છે. તેથી પુત્રો વગેરેને તે મળવું મુશ્કેલ છે. પણ મેં મારા મિત્રના હાથમાં આઠ રત્નો મુક્યા હતા, તે મારી પત્ની અને પુત્રોને અપાવજો. આમ કહી તે મર્યો. પછી પેલા સજ્જનોએ આ સમાચાર એના પત્ની-પુત્રોવગેરેને આપ્યા. પુત્રોવગેરેએ પણ પહેલા વિનયપૂર્વક, પછી સ્નેહપૂર્વક, પછી બહુમાનપૂર્વક, પછી દુ:ખપૂર્વક, પછી ભય બતાવીને વગેરે અનેક રીતે એ રત્નો માંગ્યા. પણ લોભગ્રસ્ત થયેલા એ મિત્રે એક પણ વાત માની નહીં અને રત્નો પાછા આપ્યા નહીં. ન્યાય કરાવવા ગયા, પણ સાક્ષી કે લેખ કશું નહીં હોવાથી રાજા, મંત્રી વગેરે પણ કશું અપાવી શક્યા નહીં. સાક્ષી રાખવાનો લાભ - એક વેપારીનું દષ્ટાન્ત કટોકટીના અવસરે જે-તેને પણ જો સાક્ષી તરીકે રાખવામાં આવે, તો ચોર વગેરેએ લઇ લીધેલું ધન પણ પાછું વાળી શકાય છે. એક ધૂર્તકળાનો જાણકાર વેપારી ઘણું ધન લઇ વિદેશ જઇ રહ્યો હતો. માર્ગમાં ચોરોની ટોળી મળી. વેપારીએ તેઓને નમસ્કાર કર્યા. તેઓએ હોય એ બધું ધન આપી દેવા ધમકી આપી. ત્યારે વેપારીએ કહ્યું - હું કોઇને વગર સાક્ષીએ ધન આપતો નથી. તેથી તમે અહીં કોઇને સાક્ષી તરીકે હાજર કરી બધું ધન લઇ શકો છો. પછી અવસરે એ મને પાછું આપજો. અને મને શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૩૮ Page #147 -------------------------------------------------------------------------- ________________ મારી નાખવો નહીં. આ શરત છે. ત્યારે ચોરોએ ‘આ વિદેશી માણસ સાવ ભોળો છે’ એમ માની જંગલની કાબર ચીતરી બિલાડીને સાક્ષીતરીકે સ્થાપી એનું બધું ધન લઇ એને જવા દીધો. પછી એ વેપારીએ લોકોને પૂછી તે સ્થાનવગેરે જાણી લીધું. પછી પોતાના ગામે ગયો. અમુક સમય ગયા પછી એ સ્થાનના ચોરો સહિત કેટલાક લોકો ઘણી વસ્તુઓ લઇ ત્યાં આવ્યા. ત્યારે આ વેપારીએ તે ચોરોપાસે પોતાનું ધન માંગ્યું. તેથી પરસ્પર વિવાદ થયો. ન્યાય કરનારાઓ પાસે વિવાદ પહોંચ્યો. તેઓએ પૂછ્યું - અહીં કોણ સાક્ષી છે? વેપારીએ એક કાળી બિલાડી બહાર કાઢી ન્યાયાધીશ સામે રાખીને કહ્યું - આ સાક્ષી છે. ચોરોએ કહ્યું - આ શું છે? જોવું પડશે. અમને બતાવો. વેપારીએ ચોરોને બતાવી. ત્યારે તેઓથી બોલાઇ ગયું - આ બિલાડી તો કાળી છે, ને ત્યાં તો કાબરચીતરી હતી. આમ બોલીને તેઓએ પોતાના જ મોંઢેથી ધન લીધાની વાત કબુલી લીધી. તેથી વેપારીએ ન્યાય કરનારાઓ વગેરેની તાકાત પર પોતાનું બધું દ્રવ્ય પાછું મેળવ્યું. સાક્ષી રાખવા અંગે આ દૃષ્ટાંત છે. તેથી ક્યારેય પણ ગુપ્ત રીતે થાપણ મુકવી નહીં કે લેવી નહીં. પરંતુ કેટલાક સ્વજનવગેરેની સમક્ષ જ લેવી કે મુકવી. જો પોતે થાપણ લીધી હોય, તો એના માલિકની સંમતિ વિના એ થાપણ આમ-તેમ ખસેડવી પણ નહીં, તો એ થાપણથી વેપાર આદિ ક૨વાની તો વાત જ ક્યાં રહી? જો થાપણ મુકનાર બીજે સ્થળે મરણ પામે, તો એના પુત્ર વગેરેને એ થાપણ સોંપી દેવી. જો એના પુત્ર વગે૨ે કોઇ સાચા હકદાર નહીં હોય, તો બધાની સમક્ષ એ ૨કમ ધર્મસ્થાનમાં આપી દેવી. કેટલીક મહત્ત્વની સૂચનાઓ તથા ઉધાર આપ-લે કરી હોય વગેરે તમામ આવક-જાવકની ચોપડામાં નોંધ કરવામાં જરા પણ આળસ કરવી નહીં, કેમકે - ગાંઠ બાંધવામાં, પરીક્ષા ક૨વામાં, ગણવામાં, છુપાવવામાં, વ્યય વખતે કે નોંધ ક૨વામાં આળસ કરનાર માણસ શીઘ્ર વિનાશ પામે છે. આમે જીવ ભ્રમણાઓથી ભરેલો છે. તેથી જો લખાણ નહીં હોય, તો ભ્રાન્તિઓ થવાથી વગર કારણે કર્મનો બંધ વગેરે દોષ પણ પામે છે. તથા જેમ ચંદ્ર સૂર્યને અનુસરે છે, એમ પોતાના યોગ-ક્ષેમમાટે રાજાવગેરે કોઇ ને કોઇ નાયકને અનુસ૨વું જોઇએ. નહીંતર ડગલે-પગલે પરાભવાદિ થવાની સંભાવના છે. કહ્યું જ છે કે - ડાહ્યા માણસો મિત્રોપર ઉપકાર કરવા અને દુશ્મનોપર અપકાર કરવા રાજાનો આશ્રય લે છે, બાકી માત્ર પેટ તો કોણ ભરતું નથી? વસ્તુપાળ મંત્રી તથા પેથડશા વગેરેએ રાજાનો આશ્રય લઇને જ જિનાલયોવગે૨ે ઘણા તે-તે પુણ્યકાર્યો કર્યા હતા. તથા શ્રાવકે જુગાર-ધાતુવાદ વગેરેથી દૂર જ રહેવું જોઇએ. કહ્યું જ છે – ભાગ્ય રુઠ્યું હોય, તો જ માણસને જુગાર, ધાતુવાદ, અંજનસિદ્ધિ (અદ્દશ્ય થવાની અંજનવિદ્યા) રસાયણપ્રયોગ અને યક્ષિણીની ગુફામાં પ્રવેશ કરવાની ઇચ્છા થાય છે. જ્યાં ત્યાં સોગંદ વગેરે લેવા નહીં, એમાં પણ ખાસ કરીને દેવ-ગુરુ સંબંધી સોગંદ તો ક્યારેય પણ ખાવા નહીં. કહ્યું છે - જે મૂઢ ખોટા કે સાચા પણ દેરાસ૨ (કે પ્રતિમા) સંબંધી સોગંદ ખાય છે. તે બોધિબીજને વમી કાઢે છે (ગુમાવે છે) અને અનંત સંસારી થાય છે. શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૩૯ Page #148 -------------------------------------------------------------------------- ________________ એ જ રીતે ક્યારેય પણ બીજાના સાક્ષી બનવાના સંકટમાં ફસાવું જોઇએ નહીં. કાર્યાનિકે કહ્યું છે (૧) ગરીબને બે પત્ની (૨) માર્ગમાં ખેતર (૩) બે પ્રકારની ખેતી (૪) બીજાના જામીન થવું અને (૫) બીજાના સાક્ષી થવું... આ પાંચ પોતે ઊભા કરેલા અનર્થો છે. એ જ રીતે શ્રાવકે બને ત્યાં સુધી પોતે જે ગામમાં રહેતો હોય, ત્યાં જ વેપારવગેરે કરવા, કેમકે તો જ કુટુંબનો વિયોગ પણ થાય નહીં, ઘરના કાર્યો પણ અવસરે કરી શકે, અને ધર્મકાર્યો પણ સદાય નહીં - ધર્મકાર્યોમાટે પણ સમયવગેરે મળી શકે. આવા લાભો છે. જો એ રીતે કરવામાં નિર્વાહ થઇ શકે એમ ન હોય, તો પણ પોતે જે રાજ્ય કે દેશમાં રહેતો હોય, એ રાજ્ય કે દેશ તો છોડવા જ નહીં, કેમકે તો પણ બને એટલું જલ્દી પોતાના ગામે આવી શકે ને પૂર્વોક્ત કુટુંબનો વિયોગ ન થવો વગેરે લાભો પ્રાય: મેળવી શકે. એવો કયો પામર જીવ હશે કે જે પોતાના સ્થાને વેપારાદિથી નિર્વાહ થઇ શકતો હોવા છતાં બીજા દેશમાં જવાનું કષ્ટ ઉઠાવે? કહ્યું જ છે – હે ભારત ! પાંચ જણા જીવતા પણ મરેલા કહેવાયા છે – (૧) ગરીબ (૨) રોગી (૩) મૂર્ખ (૪) પ્રવાસી અને (૫) સદાનો નોકર. એકના પુણ્યથી બધા બચે જો બીજી કોઇ રીતે નિર્વાહ થતો જ ન હોવાથી બીજા દેશમાં ધંધો કરવો પડે, તો પણ પોતે ત્યાં નહીં જવું કે પુત્રોવગેરેને પણ ત્યાં મોકલવા નહીં ! પરંતુ સારી રીતે ચકાસાયેલા બીજા વણિપુત્રો (વાણિયાના દીકરાઓ) દ્વારા ધંધો કરવો. જો પોતાને જ બીજા દેશમાં જવું પડે તેમ હોય, તો પણ એકલા નહીં જતા પોતાના કેટલાક જ્ઞાતિભાઇઓ કે પરિચિતોની સાથે જવું, વ્યવસ્થિત સાધનદ્વારા જવું, ત્યાં ખૂબ સાવધાન – સારા પ્રયત્નપૂર્વક જ વેપારાદિ કરવા અને ખૂબ સંભાળપૂર્વક રહેવું. (ઘણાની સાથે જવાનો હેતુ બતાવે છે) એક પણ જો ભાગ્યવાન સાથે હોય, તો સાર્થની બધાની આફત ટળે છે. અહીં દૃષ્ટાંત બતાવે છે - એકવીસ પુરુષો વર્ષાકાળમાં બીજે ગામ જઈ રહ્યા હતા. સાંજે કોઇ મંદિરમાં રોકાયા. ત્યારે વિજળી એક બારણા સુધી આવે ને જતી રહે. ગભરાયેલા તેઓએ વિચારણા કરી – આપણામાંથી કોક નિભંગી છે. તેથી વારા ફરતી એક-એક જણ મંદિરની ચારે બાજુ ફરીને પાછો આવે. વીસ જણા ક્રમશ: આ રીતે કરી ફરી મંદિરમાં પ્રવેશી ગયા. હવે એક છેલ્લો એકવીસમો બાકી રહ્યો હતો. એ બહાર જવા માંગતો ન હતો - પણ બધાએ બળજબરીથી બહાર કાઢ્યો. એ બહાર ગયો ને અહીં વિજળી પડી. બાકીના વીસે વીસ મરી ગયા. એ બધામાં છેલ્લો જ ભાગ્યશાળી હતો, એના જ કારણે બાકીના વીસ બચતા હતા. - વિદેશપ્રવાસ સંબંધી સૂચનાઓ આમ ભાગ્યશાળીનો સાર્થ(સાથે) લેવો જોઇએ. તથા પોતાના લેણા-દેણા તથા નિધાન (દાટેલા) વગેરેની બધી વાત પિતાને, ભાઇને તથા પુત્ર વગેરેને હંમેશા જણાવતા રહેવી. બહાર વિદેશઆદિમાં જતી વખતે તો ખાસ જણાવી દેવી. દુર્ભાગ્યથી અચાનક પોતાનું આયુષ્ય પૂરું થઇ જાય, તો વૈભવ હોવા છતાં જાણકારી નહીં હોવાના કારણે - પિતા વગેરેને વગર કારણે ગરીબી વગેરે દુઃખ આપવાનું થાય. તથા જ્યારે પણ પ્રવાસ કરવાનો થાય ત્યારે પોતાના દરેક સ્વજનસાથે યથાયોગ્ય ચિંતા અને ૧૪૦ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #149 -------------------------------------------------------------------------- ________________ હિતશિક્ષાઓ આપવાપૂર્વક બહુમાનપૂર્વક વાત કરીને પછી જ પ્રયાણ કરવું. કહ્યું જ છે – જીવવાની ઇચ્છાવાળાએ માનનીય પૂજ્યોનું અપમાન કરીને, પત્નીને ઠપકો આપીને, કોઇને પણ માર મારીને અને બાળકને પણ રડાવીને નીકળવું નહીં. વળી જો નજીકના દિવસોમાં વિશેષ પર્વ આવતું હોય કે વિશેષ ઉત્સવ આવતો હોય, તો એ આરાધી ઉજવી પછી નીકળવું. કહ્યું જ છે – તૈયાર થઇ ગયેલા ઉત્સવ, ભોજન, સ્નાન તથા બધા મંગળોની ઉપેક્ષા કરીને તેમજ જન્મ-મરણ સંબંધી સૂતકો પૂરા થયા પહેલા અને સ્ત્રીના માસિક વખતે ગમન કરવું નહીં આ પ્રમાણે શાસ્ત્રવગેરેને અનુસારે બીજું પણ જે ઉચિત હોય, તે વિચારી લેવું . કહ્યું જ છે – (૧) દૂધ પીને, રતિક્રીડા કરીને, સ્નાન કરીને, પત્નીને મારીને, ઊલ્ટી કરીને, થુંકીને, બીજા કોઇનો આક્રોશ સાંભળીને નીકળવું નહીં. એ જ રીતે (૨) હજામત કરાવીને, આંસુ પાડતા તથા અપશુકનો લઇને બીજે ગામ જવા પ્રયાણ કરવું નહીં. (૩) જ્યારે કોઇ પણ કામમાટે પગ ઉપાડે, ત્યારે જે નાડીનો શ્વાસ ચાલતો હોય, એ પગને આગળ કરી નીકળતો માણસ પોતાના ઇચ્છિતને અવશ્ય પ્રાપ્ત કરે છે. (૪) ડાહ્યા માણસે રોગીને, વૃદ્ધને, બ્રાહ્મણને, અંધપુરુષને, ગાયને, પૂજ્ય પુરુષોને, રાજાને, ગર્ભવતી સ્ત્રીને અને ઊંચકેલા ભારથી નમી પડેલા પુરુષને માર્ગ આપવો-(એમને પહેલા જવા દેવા) પછી પોતે જવું. (૫) રાંધેલુ કે નહીં રાંધેલું ધાન્ય, પૂજા યોગ્ય મંત્ર- માંડલ, સ્નાન કરેલું કે સ્નાન માટેનું પાણી, લોહી અને શબને ઓળંગીને જવું નહીં. (૬) બુદ્ધિમાન પુરુષ થંક, કફ, બળખો, વિષ્ઠા, પેશાબ, સળગતો અગ્નિ, સાપ, મનુષ્ય અને શસ્ત્ર આટલાને ક્યારેય પણ ઉલ્લંઘીને જાય નહીં. (૭) પોતાને મુકવા આવેલા સ્વજનોને નદીકિનારે, ગાયનો તબેલો,તળાવ, ક્ષીરવૃક્ષ (વડવગેરે ઝાડ) બગીચો અથવા કુવા આગળ પાછા વાળવા. (૮) પોતાના ક્ષેમકુશળની ઇચ્છાવાળાએ રાતના વૃક્ષના મૂળનો આશરો કરવો નહીં. તથા (૯) ઉત્સવ કે સૂતક પૂરા ન થયા હોય, તો માણસે એ છોડી દૂર જવું નહીં. (૧૦) ડાહ્યો માણસ એકલો પ્રવાસ કરે નહીં. તથા અપરિચિતો સાથે કે દાસ પુરુષો સાથે પણ પ્રવાસ કરે નહીં. એ જ રીતે (૧૧) મધ્યાહ્ન સમયે કે મધ્યરાત્રે પણ રસ્તે ચાલે નહીં. (૧૨) ક્રુર વ્યક્તિઓ, કોટવાળો, ચાડિયાઓ, કારીગરો તો ખરાબ દોસ્તો સાથે વાતચીતો કે અકાલે ફરવા જવાનું રાખવું નહીં. (૧૩) જો પોતાનું હિત ઇચ્છતા હો, તો ગમે તેટલો થાક લાગ્યો હોય તો પણ પાડા, ગધેડા અને ગાયોપર ચડવું નહીં. (૧૪) બુદ્ધિમાન પુરુષે હાથીથી હજાર હાથ, ગાડાથી પાંચ હાથ અને બળદ તથા ઘોડાથી દસ હાથ દૂર રહીને જ ચાલવું (૧૫) મુસાફરીમાં ભાથું લીધા વગર જવું નહીં. (૧૬) દિવસે વારંવાર સુવું નહીં, (૧૭) સાથે રહેલાઓના વિશ્વાસમાં રહેવું નહીં. (૧૮) સો કાર્યો આવી પડે, તો પણ રાત્રે એકલા જવું નહીં. માત્ર કરચલો પણ સાથે હતો, તો એણે બ્રાહ્મણની રક્ષા કરી. (૧૯) જે ઘરમાં કોઇ એકલું હોય, એ ઘરમાં એકલાએ જવું નહીં. તથા કોઇના પણ ઘરે મુખ્ય દ્વાર છોડી આડા રસ્તે પ્રવેશવું નહીં. (૨૦) જીર્ણ (-જુની ઘસાઇ ગયેલી) નૌકામાં બેસવું નહીં. (૨૧) એકલાએ નદીમાં પ્રવેશવું નહીં. (૨૨) તથા વિશાળ બુદ્ધિવાળાએ ભાઇ સાથે મુસાફરી કરવી નહીં. (પૂરા કુટુંબ સાથે મુસાફરી નહીં કરવાના ઘણા કારણોમાં એક કારણ એ પણ છે કે આપત્તિઅકસ્માતમાં આખો વંશ-વેલો નાશ પામી જાય નહીં.) (૨૩) પાણીના- જમીનના દુર્ગમસ્થાનો, ભયંકર શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૪૧ Page #150 -------------------------------------------------------------------------- ________________ જંગલ, તથા ઊંડા પાણીને ઉપાય- સાધન વિના ઓળંગવા નહીં. (૨૪) જે સાર્થ (= પ્રવાસ કરનારા સમુદાય)માં ઘણા લોકો ક્રોધી હોય, ઘણાઓ (કષ્ટભીર) સુખ-સગવડના ઇચ્છુક હોય, ઘણા કંજુસો ભેગા થયા હોય; તે સાથે પોતાના સ્વાર્થનો સાધક બનવાને બદલે નાશક બને છે. (૨૫) જે ટોળામાંસમુદાયમાં બધા જ નેતા હોય, બધા જ પોતાને પંડિત માનતા હોય, બધાને જ મહત્ત્વ જોઇતું હોય, તે ટોળું -સમુદાય માત્ર કષ્ટ જ ભોગવે છે. (૨૬) કારાગૃહમાં કે ફાંસીના સ્થાને, જુગારના સ્થાને (આજની ક્લબોમાં?) જ્યાં અપમાન થાય એવા સ્થાને, કોઠાર-ભંડાર વગેરેનાં સ્થાને તથા બીજાના અંત:પુરમાં (= સ્ત્રીઓના રહેવાના સ્થાને) જવું નહીં. (૨૭) જુગુપ્સનીય સ્થળોએ, સ્મશાનમાં, શુન્ય (= નિર્જન) સ્થળે, ચૌટામાં (જ્યાં ચાર રસ્તા ભેગા થાય ત્યાં) ફોતરા, સુકા ઘાસથી વ્યાપ્ત સ્થળે, વિષમ (= ખાડા-ટેકરાવાળા) સ્થાને, ઉકરડામાં, ઉખર (= ખારી) ભૂમિમાં, ઝાડની ટોચે, પર્વતની ટોચ પર, નદી કે કુવાના કિનારાપર, રાખવાળી કે વાળથી ભરેલી, ઠીકરાવાળી અને અંગારાવાળી જમીનપર- આટલા સ્થાનોએ રહેવું નહીં. (૨૮) ખૂબ થાક હોય, તો પણ જે સમયે જે કરવાનું છે, તે ચૂકવું નહીં. ક્લેશ-થાકથી હારી ગયેલો માણસ પોતાના પુરુષાર્થનું ફળ મેળવી શકતો નથી. (૨૯) વિશેષ આકાર-દેખાવ વિનાનો માણસ પ્રાય: અપમાન વગેરે પામે છે, તેથી ડાહ્યા માણસે ક્યારેય પણ સારા દેખાવા માટેનો આડંબર છોડવો નહી. (૩૦) બીજે સ્થાને ગયેલાએ તો વિશેષથી ઉચિત પૂરા આડંબર સાથે જ ધર્મનિષ્ઠ બની રહેવું. (પૂજાવગેરે ઠાઠમાઠથી કરવા) તેથી જ બીજાઓમાં મહત્ત્વ મળે છે, બહુમાન થાય છે ને પોતાનું કાર્ય સિદ્ધ થવું વગેરે લાભ થાય છે. (૩૧) પરદેશમાં પોતાનું સ્થાન છોડી બીજે ઘણો લાભ થતો હોય- ઘણી કમાણી થતી હોય, તો પણ ઘણાં લાંબા કાળસુધી ત્યાં રહેવું નહીં. જો ત્યાં બહુ રહી જાય, તો પોતાના ઘરની બધી વ્યવસ્થાઓ અસ્ત વ્યસ્ત થઇ જવી વગેરે આપત્તિઓ આવે છે, અહીં કાષ્ઠ(કઠ) શેઠનું દૃષ્ટાંત છે. (મારા લખેલા વાર્તાપ્રવાહ' માં આ શેઠની કથા છે.) (૩ર) મોટા પાયે ખરીદ-વેંચાણ કરતા પહેલાં વિઘ્ન આવે નહીં, ધારેલો લાભ થાય, અને કાર્યની સિદ્ધિ થાય એ માટે નવકાર ગણવા, શ્રી ગૌતમસ્વામી વગેરેનું નામ લેવું તથા કેટલીક વસ્તુ શ્રીદેવ-ગુરુવગેરેની ઉપયોગી થાય એવું કરવું (છેવટે નફાનો અમુક ભાગ એમની ભક્તિમાં વાપરવાનો સંકલ્પ કરવો) કેમ કે ધર્મને મુખ્ય રાખવાથી જ-ધર્મને આગળ કરવાથી જ દરેક સ્થળે સફળ થવાય છે. ત્રણ પ્રકારની સિદ્ધિઓ ધન કમાવવા પ્રવૃત્ત થયેલાએ હંમેશા ધર્મના સાતે ય ક્ષેત્રમાં ખુબ મોટી રકમ વાપરવાઅંગે મોટા મનોરથો સેવવા જોઇએ. કહ્યું જ છે- મનસ્વીએ હંમેશા ઊંચા મનોરથો રાખવા જોઇએ, કેમ કે ભાગ્ય પણ તે પ્રમાણે તે મનોરથની સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે. કામસંબંધી, અર્થ(= ધન) સંબંધી અને યશ સંબંધી કરેલો પ્રયત્ન નિષ્ફળ જાય એમ બની શકે. પણ ધર્મકાર્ય કરવાનો તો સંકલ્પ પણ નિષ્ફળ નથી જતો.(એથી પણ લાભ જ થાય છે.) તથા શ્રાવકે પોતાની કમાણીને અનુરૂપ સાત ક્ષેત્ર સંબંધી કરેલા મનોરથો પૂર્ણ કરવા જોઇએ. કહ્યું જ છે-વ્યવસાયનું (વેપારવગેરેમાં કરેલા પ્રયત્નનું) ફળ વૈભવ છે. વૈભવનું ફળ સુપાત્રમાં ( સાત ૧૪૨ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #151 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રમાં) વિનિયોગ છે. જો સાત ક્ષેત્રમાં વિનિયોગ થાય નહીં, તો વ્યવસાય અને વૈભવ બંને દુર્ગતિના કારણ બને છે. વિનિયોગ કરે, તો જ પોતાની સમૃદ્ધિ ધર્મદ્ધિ કહેવાય. નહીંતર એ પાપઋદ્ધિ કહેવાય. કહ્યું જ છે- (૧) ધર્મઋદ્ધિ (૨) ભોગઋદ્ધિ અને (૩) પાપઋદ્ધિ એમ ત્રણ પ્રકારે ઋદ્ધિ છે. તે ધર્મદ્ધિ છે કે જે ધર્મકાર્યોમાં જાય છે. તે ભોગઋદ્ધિ કહેવાય છે જે શરીર અને ભોગમાં વપરાય છે. જે ઋદ્ધિ દાનમાં કે ભોગમાં વપરાતી નથી, તે પાપઋદ્ધિ છે ને અનર્થનું કારણ બને છે. પૂર્વે કરેલા પાપના ફળરૂપે (ખોટું કરીને) જે ઋદ્ધિ મળે, અથવા જે ઋદ્ધિ ભવિષ્યમાં પાપનું કારણ બને, તે પાપઋદ્ધિ છે. અહીં દૃષ્ટાંત બતાવે છે વસન્તપુરમાં (૧) ક્ષત્રિય (૨) બ્રાહ્મણ (૩) વાણિયો અને (૪) સોની આ ચાર મિત્રો રહેતા હતા. એકવાર આ ચારે ય જણા સાથે બીજા દેશમાં ધન કમાવા નીકળ્યા. રાતે એક ઉદ્યાનમાં રહ્યા. ત્યાં એક ઝાડની એક ડાળીપર લટકતો સુવર્ણપુરુષ તેમને દેખાયો. તેથી એક બોલ્યો- અર્થ (સંપત્તિ) છે. ત્યાં જ સુવર્ણ પુરુષે કહ્યું – આ અર્થ પણ અનર્થ દેનાર છે. આ સાંભળી ગભરાયેલા બધાએ એ છોડી દીધો. પણ સોની બોલ્યો - પડ. આ સાંભળતા જ સુવર્ણ પુરુષ પડ્યો. સોનીએ એની આંગળી છેદી લઇ લીધી. બાકીનો આખો પુરુષ ખાડામાં નાખી દીધો. બધાએ આ જોયું. પછી એમાંથી બે જણા ભોજન લાવવા નગરમાં પેસ્યા. બે જણા બહાર રહ્યા. નગરમાં રહેલા બે જણા બહાર રહેલા બંનેને મારવા ઝરમિશ્રિત ભોજન લાવ્યાં. બહાર રહેલા બંને જણાએ – પેલા બે જેવા આવ્યા કે તરત તલવારથી ઘા કરી બંનેને મારી નાખ્યા. પછી પેલું ઝેરવાળું ભોજન આરોગ્યું. એ બંને પણ મર્યા. આ પાપઋદ્ધિનું દૃષ્ટાંત છે. રોજે રોજ સુકૃત કરો તેથી ભગવાનની પૂજા, અન્નદાનવગેરે રોજિંદા પુણ્યથી અને સંઘપૂજા, સાધર્મિક ભક્તિ, સ્વામિવાત્સલ્ય વગેરે અવસરોચિત પુણ્યથી પોતાની ઋદ્ધિને પુણ્યના ઉપયોગવાળી કરવી. જોકે અવસરે કરવા યોગ્ય સંઘપૂજાવગેરેમાં ઘણું ધન વપરાતું હોવાથી એ મોટા લાભનું કારણ બને છે. તો પણ રોજે - રોજ પ્રભુપૂજા વગેરે નાના નાના કાર્યોમાં ઓછું ધન વપરાતું હોવા છતાં એ કાર્યો સતત થતા હોવાથી એનું ઘણું મોટું ફળ મળે છે. કેમકે રોજિંદા સુકૃત કરવા પૂર્વક જ કરેલા અવસરોચિત સુકૃતો શોભે છે - ઉચિત ગણાય છે. ‘હમણા ધન ઓછું છે, ઘણું આવશે પછી કરીશ' ઇત્યાદિ વિચારો કરી ધર્મકાર્ય કરવામાં ક્યારેય પણ વિલંબ કરવો નહીં. કહ્યું જ છે - ઓછામાંથી ઓછું પણ આપતા રહેવું. એમાં મોટા ઉદયની (મોટી સમૃદ્ધિની) અપેક્ષા રાખવી નહીં (રાહ જોવી નહીં.) પોતાની ઇચ્છાને અનુરૂપ શક્તિ ક્યારે કોને મળી છે? (કોઇને પોતાની ઇચ્છામુજબ ધનવગેરે શક્તિ મળતી નથી. તેથી જ) આવતીકાલનું કામ આજે ને સાંજનું કામ સવારે જ કરી લેવું જોઇએ, કેમકે મોત કોઇની રાહ જોતું નથી કે આનું કામ થયું કે નહીં? ઘણો લોભ - મોટી ઇચ્છાઓ રાખવાં નહીં. શ્રાવકે ધન કમાવવા પણ દરરોજ યથાયોગ્ય પ્રયત્ન કરવો જોઇએ, કેમકે – વાણિયો, વેશ્યા, કવિ, ભટ્ટ, ચોર, ઠગ અને બ્રાહ્મણ જે દિવસે નવી કમાણી નથી થતી તે દિવસને નિષ્ફળ ગણે છે. તથા શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૪૩ Page #152 -------------------------------------------------------------------------- ________________ થોડું મળે એટલા માત્રથી ધનઅર્જનના પ્રયત્નથી અટકી જવું નહીં. માઘ કવિએ કહ્યું છે - જે થોડી પણ સંપત્તિથી પોતાને સમૃદ્ધ માને છે, તેના અંગે ભાગ્ય પણ પોતાને જાણે કે કૃતકૃત્ય માની એની સંપત્તિને વધારતું નથી. તેમ જ અતિતૃષ્ણ-અતિલોભ પણ રાખવો સારો નથી. લોકોમાં પણ કહ્યું છે - જેમ લોભને છોડવાનો નથી, તેમ અતિલોભ પણ કરવા જેવો નથી. અતિલોભથી જ સાગર (એ નામના શેઠ) સાગરમાં ડૂબી મર્યા. કોઇને પણ પોતાની જેટલી ઇચ્છા થાય એટલું મળી જવું સંભવતું નથી. રાંકડો ગમે તેટલા મોટા મનોરથો કરે, એટલા માત્રથી કંઇ એ ચક્રવતી બની શકતો નથી. હા, ભોજન-વસ્ત્રવગેરે પામી શકે. તેથી જ અમે (ગ્રંથકારે) કહ્યું છે - પોતાની ઇચ્છાને સફળ કરવાની ઇચ્છાવાળાએ પોતાનું (શક્તિ-પુણ્ય વગેરેનું) અનુમાન કરી એ મુજબ ઇચ્છાઓ માપસરની કરવી જોઇએ. લોકોમાં પણ માપસરનું મંગાયેલું જ મળે છે, (અમાપ માંગનારને કશું મળતું નથી.) તેથી પોતાના ભાગ્ય વગેરેને જોઇ એ મુજબ જ ઇચ્છા કરવી. અધિકાધિક ઇચ્છાઓ કર્યે રાખવામાં એ ઇચ્છાઓ પૂરી નહીં થવાપર – એ મુજબ નહીં મળવાપર તેની પીડા-દુ:ખ જ થવાના. અહીં નવાણું લાખ દ્રવ્યના માલિક ધન શેઠે કરોડપતિ થવા ઘણા કષ્ટ સહન કર્યા હતા, તે દૃષ્ટાંતભૂત છે. કહ્યું જ છે – જીવોની આકાંક્ષાઓ જેમજેમ પૂરી થતી જાય છે, તેમ-તેમ તેઓનું મન વધુ-વધુ મેળવવા દુ:ખી થતું જાય છે. જે આશાનો દાસ બને છે, તે ત્રણ જગતનો દાસ બને છે. જેણે આશાને દાસી બનાવી છે, આખું જગત તેનું દાસ બને છે. ત્રિવર્ગમાં પરસ્પર અબાધા જોવી. | ગૃહસ્થ પરસ્પર બાધા નહીં આવે એ રીતે ધર્મ-અર્થ-કામ આ ત્રિવર્ગમાં પ્રવૃત્તિ કરવી. કહ્યું જ છે - ધર્મ, અર્થ અને કામ-લોકમાં આ ત્રણ પુરુષાર્થ વર્ણવાયા છે. ડાહ્યા પુરુષો અવસરને અનુરૂપ એ ત્રણેને સાધે છે. એમાં ધર્મ અને અર્થ પુરુષાર્થને વાંધો આવે એરીતે ચંચળ વિષય સુખનો લોભી બનેલો વનના હાથીની જેમ આપત્તિઓનું સ્થાન બને છે. (વનનો હાથી હાથીણીના સ્પર્શમુખના લોભમાં ખાડામાં પડી બંધન વગેરે અનેક વેદના પામે છે.) કામમાં અત્યંત આસક્ત થયેલાના ધર્મ, ધન અને તન (શરીર) ત્રણે નાશ પામે છે. જે ધર્મ અને કામને ભૂલી માત્ર અર્થ કમાવવામાં જ ડૂબેલો રહે છે, એનું ધન બીજાઓ ભોગવે છે. પોતે તો માત્ર કમાવવાના પાપનું સ્થાન બની રહે છે, જેમકે હાથીને હણતો સિંહ. (સિંહ હાથીને 1. પણ માંસ તો શિયાળ વગેરે બીજાઓ ખાઇ જાય.) તથા અર્થની અને કામની ચિંતા કર્યા વિના માત્ર ધર્મ જ કર્યા કરવો એ સાધુઓને શોભે, ગૃહસ્થને શોભતું નથી. પણ ધર્મને બાધા-અંતરાય આવે એ રીતે અર્થ-કામની પ્રવૃત્તિઓ કરવી ઉચિત નથી. જે ખેડુત (વાવવા યોગ્ય) બીજ જ આરોગી જાય (બીજભોજી) તેને પછી ખેતરમાં વાવવા યોગ્ય કશું નહીં બચવાથી ભવિષ્યમાં ભૂખ્યા રહેવાનો અવસર આવે છે. એમ જે આ ભવના પુણ્ય-સમય વગેરે આ ભવના જ કાર્યરૂપ અર્થ-કામમાં વાપરી નાખે, તે અધાર્મિકનું પરલોકમાં કશું કલ્યાણકારી થતું નથી. તેથી જ સોમનીતિમાં પણ કહ્યું છે - તે જ ખરો સુખી છે કે જે પરલોકના સુખને વાંધો નહીં આવે એ રીતે આ લોકનું સુખ અનુભવે છે. એ જ રીતે અર્થને (વેપાર-ધંધા વગેરેને) વાંધો આવે એ રીતે ધર્મકાર્ય અને કામપ્રવૃત્તિ ૧૪૪ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #153 -------------------------------------------------------------------------- ________________ કરનારાને માથે દેવાના ડુંગર ખડકાય છે. કામપ્રવૃત્તિને છોડી ધર્મ-અર્થમાં પ્રવૃત્ત થયેલાને ગૃહસ્થપણાનું સુખ મળતું નથી. આમ તાદાત્વિક, મૂળહર અને કદર્ય (કંજૂસ)ને ધર્મ-અર્થ-કામ અંગે પરસ્પર બાધા આવવી સુલભ છે. તે આ રીતે - જે કશો પણ વિચાર કર્યા વિના મેળવેલું ધન વાપરી નાખે તે તાદાત્વિક છે. જે પિતા -દાદા વગેરેની વારસામાં આવેલી સંપત્તિને પણ અયોગ્ય રીતે વાપરી નાખે તે મૂળહર છે. જે નોકરોને ને પોતાને મોટા કષ્ટમાં નાખી ખૂબ કામ કઢાવીને માત્ર ધન જ ભેગું કર્યા કરે, પણ કશે ક્યારેય પણ વાપરે નહીં, તે કદર્ય-કંજૂસ છે. એમાં જે તાદાત્વિક છે અને જે મૂળહર છે, તે બંનેનો (ધનનો ખૂબ વ્યય થવાથી) અર્થનાશ છેવટે ધર્મ અને કામ બંનેનો પણ નાશ કરાવી દે છે. ને તેથી કલ્યાણ થતું નથી. કંજુસનું ધન તો રાજા, સ્વજન, ભૂમિ અને ચોર વગેરે માટે નિધાનરૂપ બને છે, પણ પોતાના ધર્મ-કામ માટે કારણ બનતું નથી કેમકે – દાયાદો (સ્વજનો) ઇચ્છા રાખે છે, ચોરોનો સમુદાય ચોરી જાય છે, રાજાઓ છલ (= નિમિત્ત) ને શોધી પડાવી લે છે. અગ્નિ ક્ષણવારમાં ભસ્મીભૂત કરે છે. પાણી તાણી જાય છે. ભૂમિમાં દાટેલું યક્ષો હઠપૂર્વક હરી જાય છે. દુરાચારી દીકરાઓ ઉડાવીને ખતમ કરે છે. ખરેખર ઘણાને આધીન બની જતાં (કંજૂસના) ધનને ધિક્કાર છે. જેમ દુરાચારિણી સ્ત્રી પુત્રપર પ્રેમ કરતાં પોતાના પતિ પર હસે છે, એમ શરીરને સાચવનારા પર મોત અને ધનને સાચવનારાપર પૃથ્વી હસે છે. કીડીઓએ ભેગું કરેલું ધાન્ય, (મધ) માખીઓએ ભેગું કરેલું મધ અને કંજુસોએ ભેગું કરેલું ધન બીજાઓ ભોગવે છે. તેથી ગૃહસ્થ ધર્મ-અર્થ-કામ આ ત્રણેયને બાધ આવે એવું કરવું ઉચિત નથી. જો ભાગ્યવશ એવી પરિસ્થિતિ ઊભી થાય, તો ધર્મ-અર્થ-કામમાં પછીના પછીનાનો ત્યાગ કરીને પણ પૂર્વ-પૂર્વની રક્ષા કરવી, એટલે કે કામપુરુષાર્થનો ત્યાગ કરી ધર્મ અને અર્થની રક્ષા કરવી, કેમકે એ બે હશે, તો ભવિષ્યમાં કામપુરુષાર્થ પોષવો સરળ બની જાય છે. જ્યારે એથી પણ વધુ વિકટ સ્થિતિ આવે, તો કામ અને અર્થ બંનેને છોડીને પણ ધર્મ જ સાચવવો, કેમકે અર્થ અને કામ બંનેનું મૂળ ધર્મ જ છે. કહ્યું જ છે કે – જો ઠીકરાથી જીવતા પણ ધર્મ સીદાતો નહીં હોય - ધર્મ સચવાતો હોય, તો પણ હું સમૃદ્ધ જ છું' એવું સમજવું, કેમકે સત્પરુષો ધર્મરૂપ ધનવાળા જ હોય છે. ત્રિવર્ગ (ધર્માદિ ત્રણ) ને નહીં સાધતા મનુષ્યનું જીવન પશુની જેમ નિષ્ફળ જ છે. આ ત્રણમાં પણ ધર્મ જ પ્રવર (શ્રેષ્ઠ) છે, કેમકે ધર્મ વિના અર્થ-કામ પણ પ્રાપ્ત થતા નથી. ધર્મપ્રધાન આયઉચિત વ્યય તથા આવકને અનુરૂપ જ વ્યય-ખર્ચ કરવો. નીતિશાસ્ત્રમાં કહ્યું છે - આવકનો ચોથો ભાગ નિધિમાં (ભવિષ્ય માટે સાચવવો) ચોથો ભાગ વિત્તમાટે (વપારાદિમાં) રાખવો. ચોથો ભાગ ધર્મ અને ઉપભોગમાં વાપરવો અને ચોથો ભાગ (માતા-પિતાવગેરે કે બાળક વગેરે) જેઓનું ભરણપોષણ કરવાનું છે, તેમના માટે વાપરવો. બીજા કેટલાક તો એમ કહે છે કે આવકનો અડધો કે તેથી વધુ ભાગ ધર્મખાતે વાપરવો. બચેલામાંથી બાકીના શેષ તુચ્છ, વર્તમાન કાલીન કાર્યો કરવા. અન્યો એમ કહે છે કે – પહેલી વાત અલ્પ ધનવાળા માટે છે અને બીજી વાત ઘણા ધનવાળા માટે છે. (ઓછી સંપત્તિવાળાએ પણ દરરોજ-દર મહીને-દરવર્ષે અમુક રકમ તો ધર્મમાર્ગે વાપરવી જ જોઇએ. એથી જ પૂર્વભવે એવી કોઇ ભૂલ થઇ હોય, તો એનું પ્રાયશ્ચિત્ત થાય છે. તથા તકલીફ ભોગવીને પણ સુકૃત કરતા હોવાથી વિશિષ્ટ પુણ્ય પણ તેથી ઉપાર્જન થાય છે.) શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૪૫ Page #154 -------------------------------------------------------------------------- ________________ કંજુસાઇ નહીં, કરકસર અવશ્ય જોઇએ જીવન કોને ઇષ્ટ નથી? લક્ષ્મી કોને વલ્લભ નથી? પણ જ્યારે અવસર આવે છે, ત્યારે (સત્પુરુષો) બંનેને (જીવન અને લક્ષ્મી-ધનને) તણખલાથી ય તુચ્છ ગણે છે. (એમ માની જવા દે છે.) યશ આપતા કાર્યોમાટે, મિત્ર સાચવવા, પ્રિય પત્ની માટે, ગરીબ સ્વજનો માટે, ધર્મમાટે, વિવાહ માટે, આપત્તિ વખતે અને શત્રુના નાશ માટે, આ આઠ માટે થતા ધનવ્યયને ડાહ્યા માણસો ગણકારતા નથી. જે ખોટા માર્ગે જતા એક પૈસાને પણ હજાર રૂા. સમાન ગણી જતા રોકવા પ્રયત્ન કરે છે. પણ અવસર આવ્યે કરોડો રૂા. પણ છુટા હાથે વાપરે છે, લક્ષ્મી તેની સાથેનો સંબંધ છોડતી નથી. અહીં દૃષ્ટાંત છે. કોક એક શેઠની તાજી પરણીને આવેલી પુત્રવધુએ એકવાર જોયું- શેઠ દીવામાંથી ઢોળાયેલું તેલનું એક ટીપું આંગળીએ લઇ જોડાને ઘસી રહ્યા છે. તેથી એણે વિચાર્યું- શું આ અતિ કંજુસાઇ છે? આવો સંદેહ થવાથી પરીક્ષા કરવાના આશયથી ‘મારું માથું સખત દુ:ખે છે’ એવું કહી સુઇ ગઇ ને ખૂબ રોવા માંડી. સસરા વગેરેએ ઘણા ઉપાયો કરવા છતાં સારું નહીં થવા૫૨ એ પુત્રવધુએ જ કહ્યું - મને પહેલા પણ ક્યારેક ક્યારેક આ રીતે પીડા થતી હતી. પણ મારા પિયરમાં તો એના ઉપાય તરીકે ઉત્તમ મોતીના ચૂર્ણનો લેપ લગાડાતો હતો. આ સાંભળી ઉપાય મળવા પર ખુશ થયેલા સસરાએ તરત જ ઉત્તમ મોતીઓ મંગાવ્યા. હવે એનો ચુરો કરવા જ્યાં જાય છે, ત્યાં જ પુત્રવધુએ એ રોકી સાચી વાત કહી દીધીને સસરાને ધન્યવાદ આપ્યા. સુકૃતથી લક્ષ્મી સ્થિર – વિદ્યાપતિનું દૃષ્ટાંત - વળી ધર્મમાં કરેલો વ્યય એ લક્ષ્મીને વશ કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે, કેમકે ધર્મથી જ લક્ષ્મી સ્થિર થાય છે. કહેવાય પણ છે કે – એવું ક્યારેય માનીશ નહીં કે દાન આપવાથી ધન ક્ષય પામે છે, કેમકે કુવો, બગીચો અને ગાય વગેરેને તો આપવાથી જ સંપત્તિ થાય છે. અહીં દ્દષ્ટાંત છે. - વિદ્યાપતિ નામના શેઠ ખૂબ સમૃદ્ધ હતા. એકવાર એમને સપનામાં આવી લક્ષ્મીએ કહ્યું - હું આજથી દસમા દિવસે જતી રહીશ. સવારે શેઠે પત્નીને આ વાત કરી. ત્યારે પત્નીએ કહ્યું - એ જાય એના કરતાં તમે જ સુકૃતમાં વાપરી કાઢો. પત્નીની વાત માની શેઠે એ જ દિવસે પૂરી સંપત્તિ સાત ક્ષેત્રમાં વાપરી પોતે પરિગ્રહ પરિમાણ વ્રત લઇ લીધું. પછી શાંતિથી સુઇ ગયા. સવારે ઘરને પૂર્વવત્ ધનથી ભરેલું જોઇ ફરીથી બધું ધન એ રીતે સુકૃતમાં વાપરી કાઢ્યું. આમ નવ દિવસ ગયા. દસમાં દિવસે સપનામાં લક્ષ્મીએ ‘તમારા આ પુણ્યથી હવે હું સારી રીતે સ્થિર થઇ ગઇ છું’ એમ કહ્યું. આથી ‘હવે મારું વ્રત ભાંગી જશે' એવા ભયથી શેઠ નગર છોડી બહાર ચાલ્યા ગયા. જોગ સંજોગથી એ જ દિવસે રાજા મોત પામ્યા. રાજાને પુત્ર ન હોવાથી મંત્રીઓએ દેવાધિવાસિત હાથીને નગ૨માં ફેરવ્યો. હાથી નગર છોડી બહાર નીકળ્યો. શેઠના માથે અભિષેક કર્યો. ત્યારે વ્રતભંગના ભયથી મુંઝાયેલા શેઠે દેવની વાણીથી જિનપ્રતિમાને (જિનને) રાજા તરીકે સ્થાપી એમના સેવક તરીકે રાજ્યનું પાલન કર્યું. પછી પાંચમા ભવના અંતે મોક્ષે ગયા. ન્યાયસંપન્ન વૈભવના લાભ આ રીતે (પૂર્વે બતાવેલી નીતિને ધ્યાનમાં લઇ) કરેલી ધન કમાણી ૧) પોતે કોઇની શંકાનું સ્થાન નહીં બનવું ૨) પ્રશંસાપાત્ર બનવું ૩) કોઇ પણ પ્રકારે ધર્મવગેરેની હાનિ નહીં થવી ૪) સુખ ૧૪૬ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #155 -------------------------------------------------------------------------- ________________ અને સમાધિમાં સતત વૃદ્ધિ થતી રહેવી ૫) વિવિધ પુણ્યકાર્યોમાં ઉપયોગી થવું વગેરે અનેક આ લોક – પરલોક હિતમાં કારણ બને છે. કહ્યું જ છે કે- પવિત્ર પુરુષો બધે પોતાના શુભકાર્યોના બળપર ગૌરવવાળા હોવાથી ધીરતાવાળા રહે છે. જ્યારે પોતાના ખોટા કાર્યોથી પોતાના જ ગૌરવને હણવાવાળા પાપીઓ દરેક સ્થળે શંકાવાળા હોય છે. ન્યાય-અન્યાયથી કમાણી અંગે આ દૃષ્ટાંત છે. નીતિમત્તાઅંગે દેવ અને યશનું દષ્ટાન્ત દેવ અને યશ નામના બે વેપારીઓ પરસ્પર લાગણીથી વેપાર-વ્યવહાર કરતા હતા. એકવાર કો’ક નગરમાં રસ્તે ચાલતા બંનેએ મણિજડિત કુંડળ રસ્તામાં પડેલું જોયું. એ બંનેમાં ‘દેવ’ સુશ્રાવક હતો ને પોતાના વ્રતમાં દઢ હતો. એ પારકી વસ્તુને બધા અનર્થનું મૂળ ગણતો હતો. તેથી ત્યાંથી પાછો વળી ગયો. યશ પણ સાથે જ પાછો ફર્યો, પણ ‘પડેલું લેવામાં કાંઇ મોટો દોષ નથી’ એમ માનતો હોવાથી દેવને ખબર નહીં પડે એ રીતે - દેવની નજર ચુકવીને એ કુંડળ લઇ લીધું. મનમાં વિચાર્યું પણ ખરું - આ દેવને ધન્ય છે કે એની આવી નિસ્પૃહતા છે. પરંતુ એ મારા મિત્ર છે. તેથી હું આમાંથી જે મળશે તેનો ભાગ આ દેવને પણ યુક્તિપૂર્વક આપીશ. પછી તે કુંડળ છુપાવી બીજા નગરમાં જઇ વેંચી નાખ્યું, એના બદલામાં ઘણું કરિયાણું ખરીદ્યું. એ પછી બંને વેપારાદિ કરી પાછા પોતાના નગરમાં આવ્યા. લાવેલા કરિયાણાના ભાગ પાડતી વખતે ઘણું કરિયાણું જોઇ દેવે યશને એ માટેનું કારણ આગ્રહપૂર્વક પૂછ્યું. ત્યારે યશે બધી વાત કરી. દેવે કહ્યું – આ અન્યાયથી મેળવેલું છે. તેથી જરા પણ ગ્રહણ કરવા યોગ્ય નથી, કેમકે આના કારણે ન્યાયથી કમાયેલા ધનનો પણ નાશ થાય છે, જેમકે ખટાશથી દૂધ. આમ કહી દેવે કુંડલ વેંચવાથી મેળવેલું કરિયાણું અલગ કરી એ બધું યશને સોંપી દીધું. યશે “આમ સામેથી મળેલું કેમ છોડી શકાય?’ એમ વિચારી લોભથી એ બધું કરિયાણું પોતાના ગોદામમાં રાખી લીધું. રાતે એના ગોદામમાં (ભાશાળામાં) ચોરોએ ચોરી કરી બધું ચોરી લીધું. બીજે દિવસે સવારે એ કરિયાણાના ઘરાકો ઘણી મોટી સંખ્યામાં ઉમટી પડ્યા, આમ માંગ વધવાથી દેવનું કરિયાણું બમણા ભાવે વેંચાઇ ગયું, તેથી ઘણી કમાણી થઇ. આ અનુભવ પછી યશ પણ સુશ્રાવક થયો. વ્યવહાર શુદ્ધિ (ન્યાય-નીતિ) જાળવી ધન કમાવાથી સુખી થયો. નીતિ-પરિશ્રમ અંગે લૌકિક દૃષ્ટાન્ત બાબતમાં જ એક લૌકિક દૃષ્ટાંત પણ છે. નીતિ-પરિશ્રમઅંગે લૌકિક દષ્ટાન્તા ચંપાનગરમાં સોમ નામનો રાજા હતો. સૂર્યપર્વના અવસરે સૂર્યની પૂજાવગેરે જે દિવસે થાય તે સૂર્યપર્વ) એણે મંત્રીને દાનમાટે શુભ દ્રવ્ય કયું ગણાય ને આપવા માટે યોગ્ય પાત્ર કોણ છે? એમ પૂછ્યું. ત્યારે મંત્રીએ કહ્યું – ઉચિત પાત્ર તરીકે એક બ્રાહ્મણ છે. પરંતુ શુભ (ન્યાયથી મેળવેલું) દ્રવ્ય દુર્લભ છે. વિશેષ કરીને રાજા પાસે એવું દ્રવ્ય મળવું તો અતિ દુષ્કર છે. કહ્યું જ છે કે - વિશુદ્ધ દ્રવ્યનો દાતા અને ગુણસભર યાચક આ બંનેનો સંયોગ સારા બીજ અને ઉત્તમ ખેતરના સંયોગની જેમ દુર્લભ છે. તેથી રાજા પર્વદિવસે દાનમાટે આઠ દિવસ રાતે ગુપ્તચર્યામાટે નીકળી વેપારીઓની દુકાનમાં વેપારીઓના પુત્રોને અનુરૂપ કાર્ય કરી વેતન તરીકે આઠ સિક્કા કમાયા. પર્વદિવસે બધા બ્રાહ્મણોને બોલાવ્યા. એમાં પણ જે ઉત્તમ-યોગ્ય બ્રાહ્મણ હતો, એમને બોલાવવા પ્રધાનને મોકલ્યો. પ્રધાને એ બ્રાહ્મણને પધારવા આમંત્રણ આપ્યું. શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૪૭ Page #156 -------------------------------------------------------------------------- ________________ ત્યારે એ બ્રાહ્મણે કહ્યું - જે લોભથી મૂઢ બનેલો બ્રાહ્મણ રાજા પાસેથી દાન લે છે, એ બ્રાહ્મણ તમિસા વગેરે ઘોર નરકમાં તીવ્ર વેદના ભોગવે છે. રાજાનું દાન તો મધમિશ્રિત ઝેર જેવું ભયંકર છે. હજી પુત્રનું માંસ ખાવું સારું, પણ રાજાનું દાન નહીં. દસ કસાઇ બરાબર એક કુંભાર છે. દસ કુંભાર બરાબર એક કલાલ છે, દસ કલાલ બરાબર એક વેશ્યા છે ને દસ વેશ્યા સમાન રાજા છે. વગેરે વાતો સ્મૃતિ-પુરાણો વગેરેમાં કહી છે. તેથી રાજાનું દાન અતિ દુષ્ટ હોવાથી હું ગ્રહણ કરીશ નહીં. ત્યારે પ્રધાને કહ્યું – રાજા પોતાના પરિશ્રમથી કમાયેલું પવિત્ર ધન જ તમને આપશે. તેથી એ ગ્રહણ કરવામાં તમને કશો દોષ નહીં લાગે. પ્રધાન આવી ઘણી રીતે સમજાવી એ બ્રાહ્મણને રાજા પાસે લઇ આવ્યા. એ બ્રાહ્મણના દર્શનથી ખુશ થયેલા રાજાએ એ બ્રાહ્મણનો પોતાનું આસન આપવું, પગ ધોવા વગેરે બહુ વિનય વ્યક્ત કર્યો. અને પછી પોતે પરિશ્રમથી કમાયેલા પેલા આઠ સિક્કા દક્ષિણા પેટે એમની મુઠ્ઠીમાં મુક્યા. આવેલા બીજા બ્રાહ્મણો આ જોઇ “રાજાએ આને કશુંક સારભૂત આપ્યું’ એમ માની ગુસ્સે થયા. ત્યારે રાજાએ એ બધાને સોનું વગેરેનું દાન કરી પ્રસન્ન કર્યા. પછી બધાને વિદાય કર્યા. બીજા બધા બ્રાહ્મણોને જે દાન મળ્યું, તે તો છ એક મહીનામાં જ ખતમ થઈ ગયું. જ્યારે પેલા પવિત્ર બ્રાહ્મણે પોતાને મળેલા આઠ સિક્કા ભોજન, પહેરવેશ વગેરેમાં વાપરવા છતાં ન્યાયથી આવેલું હોવાથી એનું ધન ખુટ્યું જ નહીં. દીર્ઘકાળ પછી પણ અક્ષય ખજાનાની જેમ તથા સારા બીજની જેમ ઐશ્વર્યની વૃદ્ધિનું કારણ બન્યું. નીતિનું ધન અને સુપાત્ર સંબંધી ચતુર્ભગી ન્યાયથી ધન કમાવવાઅંગે આ સોમ રાજાનું દૃષ્ટાંત બતાવ્યું. અહીં ન્યાયથી ધન અર્જન અને સુપાત્રમાં વિનિયોગ (= દાન) સંબંધી ચતુર્ભગી થાય છે, તે આ રીતે - ૧) ન્યાયથી ધનની પ્રાપ્તિ અને તેનો સુપાત્ર (ઉચિત સ્થાને) વિનિયોગ. આ પ્રથમ ભાંગો શીધ્ર પુણ્યાનુબંધી પુણ્યનું કારણ બને છે. આના પ્રભાવે સારી દેવગતિ, ભોગભૂમિ (યુગલિક ક્ષેત્ર), માનવભવ (= જ્યાં ધર્મ વગેરે છે, એવા આર્યક્ષેત્ર વગેરેથી યુક્ત માનવભવ)ની પ્રાપ્તિ, સમ્યક્ત્વ વગેરે ગુણોની પ્રાપ્તિ અને આસન્નસિદ્ધિ (= નજીકમાં-ટુંકા ગાળમાં મોક્ષ) વગેરે ફળ પ્રાપ્ત થાય છે. અહીં ઋષભદેવ પ્રભુનો પ્રથમ ભવ ધન સાર્થવાહ અને શાલિભદ્ર વગેરે દૃષ્ટાંતરૂપ છે. ૨) ન્યાયથી કમાયેલા ધનથી જે-તે પાત્રના પોષણ (= અયોગ્ય સ્થળે વિનિયોગ) રૂપ બીજો ભાંગો. આ પાપાનુબંધી પુણ્યનું કારણ બને છે. તેથી તે-તે પુણ્યના ઉદયવાળા ભવોમાં વિષયભોગ જેટલું ફળ આપી અંતે વિરસ (= કષ્ટદાયક) ફળનું કારણ બને છે. જેમકે એક લાખ બ્રાહ્મણોને જમાડનારો નીતિથી કમાયેલો બ્રાહ્મણ ઘણા ભવોમાં કાંક ભોગસુખો ભોગવી છેવટે સેચનક નામનો સર્વાંગસુંદર, બધા લક્ષણોથી યુક્ત અને મંગલ કરવાવાળો હાથી થયો. એ બ્રાહ્મણે લાખ બ્રાહ્મણોને જમાડ્યા પછી જે બચેલું ભોજનવગેરે હતું, તે સાધુભગવંત જેવા સુપાત્રદાનમાં આપી ગરીબ બ્રાહ્મણ પહેલા દેવલોકમાં દેવ બન્યો. (આ ગરીબ બ્રાહ્મણ પેલા બ્રાહ્મણનો નોકર હતો. લાખ બ્રાહ્મણને જમાડવા અંગેના કાર્યના બદલામાં આ નોકરે એ બ્રાહ્મણને કહેલું કે બાકી જે બચે તે મારું ગણાશે. આ રીતે નીતિથી મેળવેલા બચેલા ભોજનનું એણે સુપાત્રમાં દાન આપ્યું. એના પ્રભાવે એ પ્રથમ દેવલોકમાં દેવ બન્યો.) પછી ત્યાંથી ઍવી શ્રેણિક મહારાજાનો નંદિષેણ નામનો પુત્ર થયો. પાંચસો રાજકન્યાઓ સાથે એ પરણ્યો હતો. આ નંદિષણને શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૪૮ Page #157 -------------------------------------------------------------------------- ________________ જોઇ સેચનક હાથીને જાતિસ્મરણજ્ઞાન થયું હતું. પણ પછી મરીને એ નરકમાં ગયો. આ બીજો ભાંગો. ૩) અનીતિથી ધન કમાયા પછી સુપાત્રમાં વિનિયોગ કરવો એ ત્રીજો ભાંગો. આ સારા ખેતરમાં સામાન્ય બીજ વાવવા જેવું છે, એ બીજથી જે ઉગે, એવું ફળ આનાથી પ્રાપ્ત થાય છે. આમ એ વિનિયોગ ભવિષ્યમાં સુખના અનુબંધનું કારણ બનતું હોવાથી જેઓ બહુ હિંસાદિ આરંભ કરી ધન ઉપાર્જન કરે છે, તેવા રાજા-વેપારીઓને એ રીતે દાન આપવાની અનુજ્ઞા છે. (અહીં આરંભની નહીં, પણ એથી પણ આવેલા ધનના દાનની અનુજ્ઞા છે. બહુ હિંસા થાય એવા ધંધાથી થતી કમાણી પણ અન્યાયથી કમાયેલી છે.) કહ્યું છે - કાશ (એક પ્રકારનું ઘાસ) ની લાકડી જેવી આ (અન્યાયથી આવેલી) લક્ષ્મી અસાર અને વિરસ (રસહીન તુચ્છ) છે. છતાં ધન્ય પુરુષો એવી લક્ષ્મીને સાત ક્ષેત્રમાં વિનિયોગ કરીને શેરડીના સાંઠા જેવી મીઠીરસ-કસવાળી બનાવે છે. ખોલ (= કુચા જેવો આહાર) ગાયને અપાય છે, તો પણ તેમાંથી દુધ થાય છે. (અન્યાયઅર્જિત ધન પણ સુપાત્રમાં જાય તો લાભકારી થાય છે.) અને દુધ પણ સાપના મોંમા જાય, તો ઝેર થાય છે. (નીતિનું ધન પણ અયોગ્ય ઠેકાણે વ્યય થાય, તો અહિતકર બને છે.) આમ થવામાં પાત્રઅપાત્ર વિશેષ જ કારણભૂત છે. તેથી જ પાત્રમાં જ દાન આપવું ઉત્તમ છે. એ જ સ્વાતિ નક્ષત્રમાં એ જ વરસાદના ટીપા પાત્ર વિશેષને પામી મોટું અંતર પામે છે. સાપના મોઢામાં ઝેર થાય છે અને છીપલામાં મોતી થાય છે. અહીં આબુ પર્વત પર ભવ્ય દેરાસર નિર્માણ કરાવનાર શ્રી વિમલમંત્રી વગેરે દૃષ્ટાંતો પ્રસિદ્ધ જ છે. મોટા આરંભ વગેરે અનુચિત પ્રવૃત્તિઓથી કમાયેલું ધન જો દેવ-ગુરુ વગેરે રૂપ સુપાત્રમાં વિનિયોગ નહીં પામે, તો અપકીર્તિ, દુર્ગતિ વગેરે ફળનું કારણ બને છે, જેમકે મમ્મણશેઠનું ધન. ૪) અન્યાયથી મેળવેલું ધન અયોગ્ય પાત્રમાં પોષણ આદિમાં જવા રૂ૫ ચોથો ભાંગો તો આ ભવમાં સપુરુષોમાં નિંદાપાત્ર બનતો હોવાથી અને પરલોકમાં દુર્ગતિનું જ કારણ બનતો હોવાથી વિવેકીએ ત્યાગ કરવાયોગ્ય જ છે, કેમકે – અન્યાયથી ઉપાર્જન કરેલા ધનથી (અનુચિત) દાન ગાયને હણીને તેના માંસથી કાગડાને તર્પણ કરવા જેવું અત્યંત દોષજનક છે. અન્યાયથી કમાયેલા ધનથી લોકો જે શ્રાદ્ધ કરે છે, તેનાથી ચાંડાળો, બુક્કસો (એવી જ હલકી જાતી) અને દાસપુત્રો જ તૃપ્ત થાય છે. ન્યાયથી આવેલા ધનમાંથી થોડું પણ આપેલું કલ્યાણમાટે થાય છે. અન્યાયથી આવેલા ધનમાંથી ઘણું આપેલું દાન પણ ફળ વિનાનું થાય છે. જે અન્યાયથી કમાયેલા ધનથી પોતાનું હિત ઇચ્છે છે, તે કાલકૂટ ઝેર ખાઇને જીવવા ઇચ્છે છે. આ જગતમાં અન્યાયથી કમાતા ગૃહસ્થો વગેરેની બુદ્ધિ અને પ્રવૃત્તિ પ્રાય: અન્યાય, કલહ, અહંકાર, પાપકાર્યોમાં જતી જોવા મળે છે. અહીં રંક શેઠનું દૃષ્ટાંત બતાવે છે. અનીતિના ધનપર રંક શેઠનું દષ્ટાન્ત મારવાડમાં ‘પલ્લી’ નામના ગામમાં કાકુયાક અને પાતાક નામના બે ભાઇ રહેતા હતા. એમાં પાતાક ધનવાન હતો. મોટો ભાઈ કાકુયાક ધનહીન હોવાથી નાના ભાઇને ત્યાં જ નોકરી કરી જીવન નિર્વાહ કરતો હતો. એકવાર વર્ષાઋતુમાં દિવસના કાર્યો પતાવી થાકેલો કાકુયાક રાતે સુવા ગયો. ત્યાં પાતાકે – “અરે ભાઇ! ત્યાં ખેતરમાં વરસાદના પાણીથી ક્યારાના પાળાઓ તૂટી જશે ને તમે અહીં નિશ્ચિત થઇને સુઇ જાવ છો.’ એમ ઠપકો આપ્યો. તેથી પથારી છોડીને કોદાળી લઇ કાકુયાક ખેતરે જવા નીકળ્યો. પોતાની ગરીબી અને પરઘરે નોકરી કરવાની પરાધીનતાને મનોમન ધિક્કારતો એ ખેતરે પહોંચ્યો. ત્યાં જુએ છે, તો કેટલાક કામ કરનારાઓ ક્યારાઓની તૂટી ગયેલી પાળીઓ ફરીથી શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૪૯ Page #158 -------------------------------------------------------------------------- ________________ ઠીકઠાક કરી રહ્યા હતા. તેથી આશ્ચર્ય પામેલા કાકુયાકે પૂછ્યું – તમે કોણ છો? તેઓએ કહ્યું – અમે તમારા ભાઇના નોકરો છીએ. ત્યારે કાકુયાકે ફરી પૂછ્યું - મારા નોકરો ક્યાં છે? તેઓએ કહ્યું – વલ્લભીપુરમાં છે. તેથી સમય જતાં અવસર પામીને કાકયાક પોતાના પરિવાર સાથે વલ્લભીપુર ગયો. ત્યાં કિલ્લા પાસે વસેલા ભરવાડોના વાસમાં રહેવા માંડ્યો. એ અત્યંત કુશ હોવાથી ભરવાડોએ એનું નામ રંક પાડ્યું. ત્યાં ઘાસનું ઝુપડું બનાવી ભરવાડોની સહાયથી દુકાન માંડી ધંધો કરવા માંડ્યો. એકવાર કો'ક કર્યાટિકે (ભગવા વસ્ત્રધારી ભિક્ષુક) રેવત (= ગિરનાર) પર્વતથી કલ્પ મુજબ ક્રિયા કરી તુંબડીમાં સિદ્ધરસ ભર્યો. માર્ગે જતા તુંબડીમાંથી “કાકુ તુંબડી’ એવી અદ્રશ્ય વાણી સાંભળી એ ભયભીત થઇ વલ્લભીપુરના પરિસરમાં રહેતા આ કપટી કાકુયાકના ઘરે પોતાની આ તુંબડી થાપણ તરીકે રાખી પોતે સોમનાથ તીર્થની યાત્રાએ ગયો. કો'ક એક પર્વદિવસે વિશેષ રસોઇ માટે ચુલાપર તાવડી રાખી. આ બાજુ અગ્નિની ગરમીથી પીગળેલી તુંબડીમાંથી એક ટીપું તાવડી પર પડ્યું. તાવડી સોનાની થઇ ગઇ. કાકયાક આ જોઇ આ સિદ્ધરસ છે એમ જાણી ગયો. તેથી એ તુંબડી સહિત ઘરની મૂલ્યવાન સામગ્રી બીજે રાખી પોતે જ પોતાનું ઘર સળગાવી નાંખ્યું, ને પોતે કિલ્લાની બીજી બાજુ ઘર કરીને રહેવા માંડ્યો. એકવાર એક બાઇ ઘીનો ઘડો લઇ ઘી વેંચવા આવી. કાકુયાકે પોતે એમાંથી ઘી તોલીને લીધું, છતાં એ ઘડો ખાલી થયો જ નહીં. તેથી ઘીના ઘડાની નીચે કાળી ચિત્રવેલી છે (અથવા કાળી ઇંઢોણી) એમ નિશ્ચય કરી કાંઇક કપટ કરી એ લઇ લીધી. આ રીતે કપટ, ખોટા માપ-તોલ વગેરે રીતે ધંધા કરી વેપારમાં પાપાનુબંધી પુણ્યના પ્રભાવથી રંક શેઠ ખૂબ કમાયા. એકવાર એક સુવર્ણસિદ્ધિ કરનારો મળ્યો. એની સાથે પણ કપટ કરી સુવર્ણસિદ્ધિ મેળવી લીધી. આમ સિદ્ધરસ, ચિત્રવેલી, સુવર્ણસિદ્ધિ એમ ત્રણ પ્રકારની પ્રાપ્તિથી એ કરોડો સોનામહોરનો માલિક મોટો શેઠ બની ગયો. પરંતુ વૈભવ અન્યાયથી મેળવ્યો હતો. વળી પહેલાની નિર્ધન અવસ્થા પછી ધન મળ્યું હોવાથી ધનપ્રત્યે અત્યંત આસક્ત હતો. તેથી એ આ ધન કોઇ તીર્થમાં, કોઇ સુપાત્રમાં કે અનુકંપા વગેરેમાં એમ કોઇ સારા સ્થાને વાપરતો હતો જ નહીં. બલ્ક બધા લોકોને ઠગવા, નવા નવા કર વધારવા (= ભાવ વધારવો) અહંકાર પોષવો, બીજા ધનવાનો સાથે સ્પર્ધાઓ કરવી, મત્સરભાવ રાખવો વગેરે વગેરે કરીને એને લોકો આગળ પોતાની લક્ષ્મીનું કાલરાત્રી જેવું વરવું દર્શન કરાવ્યું. આ રંક શેઠે પોતાની દીકરીમાટે રત્નો જડિત કાંસકી બનાવી હતી. રાજપુત્રીએ આ જોઇ શિલાદિત્ય રાજા દ્વારા શેઠપાસે એ કાંસકીની માંગણી કરાવી. રાજાએ પ્રેમથી માંગવા છતાં એ આપી નહીં. તેથી રાજાએ ઝૂંટવીને લઇ લીધી. તેથી રાજાપ્રત્યેના વેરભાવથી તે જાતે મ્લેચ્છોના દેશમાં ગયો. ત્યાં એક કરોડ સોનામહોર આપી મોગલોને લઇ આવ્યો. તેઓએ વલ્લભીરાજના રાજ્યનો એક ભાગ જીતી લીધો. તેથી રાજા એમની સાથે યુદ્ધે ચડ્યો. આ શિલાદિત્ય રાજાએ સૂર્ય પાસેથી વરદાન મેળવ્યું હતું. તેથી યુદ્ધના અવસરે એને સૂર્ય પાસેથી દિવ્ય ઘોડો પ્રાપ્ત થતો. પોતે એ ઘોડાપર ચડે, પછી પોતે સંકેત કરેલા પુરુષો પાંચ વાજિંત્ર વગાડે. તેથી ઘોડો આકાશમાં ચડી જતો. એ ઘોડાપર ચડેલો રાજા વૈરીઓને હણી નાખે. સંગ્રામ પૂરો થયા પછી ઘોડો પાછો સૂર્યમંડળમાં પ્રવેશે. ૧૫) શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #159 -------------------------------------------------------------------------- ________________ પણ આ વખતે રંક શેઠે સૂર્યમંડળમાંથી આવતા ઘોડાના રક્ષક પુરુષોને ગુપ્ત રીતે ઘણું ધન આપી ફોડી નાખ્યાં. તેથી સુર્યપાસેથી ઘોડો જેવો આવ્યો કે તરત - શિલાદિત્ય રાજા એના પર ચઢે એ પહેલા જ ફુટેલા રક્ષકોએ વાજિંત્રનાદ કર્યો. તેથી ઘોડો આકાશમાં ઉડી ગયો. રાજા નીચે જ રહી ગયા. હવે શું કરવું?” એ બાબતમાં કિંકર્તવ્યમૂઢ બનેલા શિલાદિત્ય રાજાને એ મોગલોએ મારી નાખ્યો. પછી વલ્લભીપુરનો સરળતાથી ભંગ-નાશ કર્યો. કહ્યું જ છે કે – વિક્રમ સંવત શરુ થયા ને ૩૭૫ વર્ષ પછી વલ્લભીપુરનો ભંગ થયો. પછી રંક શેઠે મોગલોને પણ નિર્જળ (રણપ્રદેશોમાં ભટકાવીને મરાવ્યા. આ રંક શેઠની કથા છે. આ રીતે અન્યાયથી ઉપાર્જલા ધનનો દુશ્મભાવ જાણી ન્યાયથી જ કમાવવાનો પ્રયત્ન કરવો. શ્રાવકો માટે વ્યવહારશુદ્ધિ મુખ્ય કહ્યું જ છે કે – સાધુના વિહાર, આહાર, વચન અને વ્યવહાર આ ચાર શુદ્ધ જોઇએ. જ્યારે ગૃહસ્થનો તો માત્ર વ્યવહાર જ શુદ્ધ જોવાય છે. ગૃહસ્થને તો માત્ર વ્યવહારશુદ્ધિમાં જ બધો પણ ધર્મ સફળ થઇ જાય છે. શ્રાદ્ધદિનકયમાં કહ્યું છે - સર્વજ્ઞ કહેલા ધર્મનું મૂળ વ્યવહારશુદ્ધિ છે, કેમકે વ્યવહારશુદ્ધિથી જ અર્થશુદ્ધિ થાય છે. આ શુદ્ધ અર્થથી જ આહાર શુદ્ધ થાય છે. શુદ્ધ આહારથી જ દેહ શુદ્ધ થાય છે. શુદ્ધ દેહથી જ જીવ ધર્મયોગ્ય બને છે અને જે-જે કાર્ય કરે છે, તે-તે સફળ થાય છે. નહિતર (આ શુદ્ધિ વિના) તે જે-જે કાર્ય કરે, તે નિષ્ફળ જાય છે. વ્યવહારશુદ્ધિથી રહિત જીવ ધર્મને લોકોમાં નિંદાનું સ્થાન બનાવે છે. ધર્મનિંદા કરાવનાર પોતાના અને બીજાના પરમ અબોધિનું (= જેથી ધર્મની પ્રાપ્તિ ભવાંતરમાં અત્યંત દુર્લભ થાય, એનું) કારણ બને છે. તેથી વિચક્ષણ પુરુષે તે - તે જ કરવું જોઇએ કે જેથી અન્ન જીવો ધર્મની નિંદા કરે નહીં. લોકોમાં પણ આહારને અનુસાર શરીર-સ્વભાવ રચાતા દેખાય છે, જેમકે જે ઘોડાએ બાલ્ય અવસ્થામાં ભેંસનું દૂધ પીધું હોય, તે ઘોડા પાણીમાં ઝંપલાવે છે, ને જે ઘોડાએ શિશુ અવસ્થામાં ગાયનું દૂધ પીધું હોય, તે પાણીથી દૂર જ રહે છે. આ જ રીતે મનુષ્ય પણ બાળપણ વગેરે અવસ્થામાં કરેલા ભોજનને અનુસરતાં સ્વભાવવાળો થાય છે. તેથી વ્યવહારશુદ્ધિ માટે સમ્યગુ પ્રયત્ન કરવો જોઇએ. - અહીં વ્યવહાર શુદ્ધિના સ્વરૂપનું વર્ણન પૂર્ણ થયું. દેશવિરુદ્ધનો ત્યાગ. હવે દેશઆદિના વિરુદ્ધના ત્યાગની વાત :- દેશ વિરુદ્ધ, કાળ વિરુદ્ધ અને રાજા વગેરેથી વિરુદ્ધનો ત્યાગ કરવો. હિતોપદેશમાળામાં કહ્યું જ છે- (૧) દેશ (૨) કાળ (૩) રાજા (૪) લોક અને (૫) ધર્મ આ પાંચને પ્રતિકુળ ગણાય એવી પ્રવૃત્તિનો ત્યાગ કરનારો જ સમ્યગુ ધર્મ પામે છે. દેશવિરુદ્ધ - જેમકે સૌવીર દેશમાં ખેતીકાર્ય અને લાટદેશમાં દારુ બનાવવો દેશવિરુદ્ધ ગણાય છે. એ જ રીતે તે-તે દેશમાં ત્યાંના શિષ્ટ પુરુષોમાં જે-જે અનાચીર્ણ (- આચર્યું નહીં) હોય તે-તે ત્યાં દેશવિરુદ્ધ સમજવું. અથવા પોતાની જાતિ કે પોતાના કુલ વગેરેની અપેક્ષાએ જે-જે અનુચિત ગણાય, તે દેશવિરુદ્ધ છે. જેમકે બ્રાહ્મણ જાતિમાટે મદ્યપાન અને તલ-લવણ (= મીઠું) વગેરેનો ધંધો અનુચિત ગણાય છે. તેમના શાસ્ત્રમાં કહ્યું જ છે – જેઓ તલનો વેપાર કરે છે, તેઓની તલ જેવી લઘુતા થાય છે, તલ જેવી શ્યામલતા (= કાળાશ) પામે છે, અને તેઓ તલની જેમ પીલાય છે. કુલની અપેક્ષાએ જેમકે શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૫૧ Page #160 -------------------------------------------------------------------------- ________________ ચૌલુક્યકુળમાં મદ્યપાન દેશવિરુદ્ધ ગણાય છે. અથવા જે વ્યક્તિ જે દેશનો હોય, એ વ્યક્તિ આગળ એ દેશની નિંદા કરવી વગેરે કરવું એ પણ દેશ વિરુદ્ધ છે. કાળવિરુદ્ધ કાળવિદ્ધ આ રીતે થાય - તેવા સામર્થ્ય વિના કે તેવી સહાય વિના શિયાળામાં જ્યાં ઘણી ઠંડી પડે છે એવા હિમાલય તરફ જવાથી, ઉનાળામાં જ્યાં લૂ વાય છે ને પાણી નથી એવા મારવાડ - રણપ્રદેશમાં જવાથી, વર્ષાકાળમાં જ્યાં ઘણો વરસાદ પડવાથી કાદવ વગેરે થાય છે, એવા પશ્ચિમદક્ષિણ સમુદ્ર તરફના પ્રદેશમાં જવાથી, તથા અત્યંત દુકાળના સમયે જવાથી, જ્યારે બે રાજાઓ પરસ્પર વિરોધી થયા હોય, ત્યારે તે સ્થાને જવાથી, જ્યારે ધાડ પડવી વગેરે કારણે રસ્તાઓ બંધ થયા હોય ત્યારે જવાથી, અત્યંત દુ:ખે પાર કરી શકાય એવા મોટા જંગલમાં જવાથી, રાત પડી હોય એવા ભયજનક સમયે જવાથી પ્રાણનાશ, ધનનાશ વગેરે ઘણા અનર્થો થાય છે. અથવા ફાગણ મહીના (ફાગણ સુદ ચૌદસ) પછી તલ પીલવા, તલનો વેપાર કરવો કે તલ ખાવા વગેરે કરવું, તથા વર્ષાકાળમાં (હાલ ફાગણ સુદ ચૌદસ પછી) તાંદળજો વગેરે પાંદડા ભાજી – શાક ગ્રહણ કરવા, તથા જમીન ઘણા જીવોથી વ્યાપ્ત હોય ત્યારે ગાડા દોડાવવાવગેરે કાર્યો મોટા દોષના કારણ બને છે. તેથી આ બધુ કાળવિરુદ્ધ છે. રાજવિરુદ્ધ ત્યાગ કાવગેરેના દોષ જોવા, રાજાને જેઓ માન્ય હોય તેમનું અપમાન કરવું, રાજાને જેઓ અમાન્ય છે તેઓનો સંગ કરવો, રાજાના વૈરીઓના સ્થાને લોભથી જવું, અથવા એવા વૈરીઓના સ્થાનેથી આવેલાઓ સાથે વેપારાદિ કરવા, રાજાના મહેલમાં રાજ્ય સંબંધી કાર્યો હોય, તો પણ પોતાની ઇચ્છા મુજબ વિધાન-નિષેધ વગેરે કરવા, નાગરિકોથી પ્રતિકૂળ આચરણ કરવું, રાજાનો દ્રોહ કરવો વગેરે કાર્યો રાજવિરુદ્ધ ગણાય છે. આ કાર્યો અત્યંત કષ્ટદાયક પરિણામવાળા થાય છે. અહીં ભુવનભાનુકેવળીનો પૂર્વીય રોહિણીનો ભવ વગેરે દૃષ્ટાંતો છે. આ રોહિણી (શીલવગેરે ધર્મમાં) નિષ્ઠાવાળી હતી. લાખ શ્લોકનો સ્વાધ્યાય ભણી હતી. પણ વિકથાના ખૂબ રસથી વગર કારણે રાણીની દુઃશીલ વગેરે વર્ણવી નિંદા કરી. તેથી રાજા રોષે ભરાયો. પણ રોહિણી પોતાને માન્ય અને ઉત્તમ શેઠની પુત્રી હોવાથી એની જીભના ખંડશ: છેદ વગેરેથી ટુકડા કર્યા નહીં. પણ એને દેશનિકાલની સજા ફરમાવી. દેશનિકાલ પામેલી તે ઘણા દુ:ખ સહન કર્યા પછી ઘણા ભવોમાં જીભચ્છેદ વગેરે કષ્ટો પામી. લોકવિરુદ્ધ ત્યાગ લોકોની ખાસ કરીને ગુણવાનની નિંદા અને આત્મપ્રશંસા – પોતાની બડાઈ હાંકવી આ બંને લોક - વિરુદ્ધ છે. કહ્યું જ છે – બીજાના સાચા કે ખોટા દોષો કહેવાથી સર્યું... કેમકે એથી એક તો પોતાનું કોઇ પ્રયોજન સરતું નથી ને બીજું, પેલો દુશ્મન બને છે. સારી રીતે ઉદ્યમ કરનાર પણ સાધુને પાંચ બાબતો (સાધુપણાથી) ખાલી કરી નાખે છે. ૧) પોતાની પ્રશંસા ૨) બીજાની નિંદા ૩) જીભ ૪) સ્પર્શેન્દ્રિયની પરવશતા અને ૫) કષાયો. - જો ગુણો છે, તો નહી કહેશો તો પણ તે ગુણો પોતાનો ઉત્કર્ષ કરશે જ. જો ગુણો નથી, તો વ્યર્થ શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૫ર Page #161 -------------------------------------------------------------------------- ________________ વર્ણન - સ્વપ્રશંસા કરવાથી શું? આત્મબહુમાનીની (પોતાને જ મહાન માનનારની) મિત્રો મશ્કરી કરે છે. સ્વજનો નિંદા કરે છે. પૂજ્ય વર્ગ ઉપેક્ષા કરે છે. માતા-પિતા પણ તેને બહુમાન આપતા નથી. વળી બીજાના અપમાન - નિંદાથી અને પોતાના ઉત્કર્ષ-પ્રશંસાથી અનેક કરોડ ભવે પણ દુ:ખેથી છૂટે અને એ દરેક ભવમાં નીચગોત્રમાં લઇ જાય એવું કર્મ બંધાય છે. પરનિંદા મહાપાપ છે, કેમકે પરનિંદા કરનાર બીજાના પાપ પોતે નહીં કર્યા હોય, તો પણ લુંટી લે છે. (નિંદા દ્વારા બીજાના પાપ પોતાના કરી લે છે.) અહીં ડોશીનું દૃષ્ટાંત છે. નિંદાઅંગે ડોશીનું દષ્ટાંત સુગ્રામ' નામના ગામમાં સુંદર નામના શેઠ રહેતા હતા. એ ખૂબ ધાર્મિક હતા. યાત્રિકોવગેરે પર ભોજન - આવાસ વગેરેની વ્યવસ્થા કરી ઉપકાર કરતા રહેતા હતા. તેમના પડોશમાં રહેતી એક ઘરડી બ્રાહ્મણી સુંદર શેઠની ખૂબ નિંદા કરે અને કહે કે- આ યાત્રિકો પોતાનો દેશ છોડી પરદેશમાં મરે, તો તેમની થાપણ વગેરે મળી જાય ઇત્યાદિ લોભથી જ આ શેઠ તેઓની સેવા-ચાકરી કરે છે. એકવાર એ શેઠને ત્યાં કોક યાત્રાળુ આવ્યો. એ ભૂખ-તરસથી પીડાતો હતો. ત્યારે પોતાના ઘરે છાશ નહીં હોવાથી શેઠે ભરવાડણપાસેથી છાશ મંગાવી એને પીવા આપી. હવે બન્યું એવું હતું કે એ ભરવાડણના માથે રહેલો છાશનો ઘડો ખુલ્લો હતો, ઉપર સમડી સાપને લઇને જતી હતી. એ સાપના મોંમાંથી ટપકી ઝેર એ ઘડામાં પડ્યું હતું. ભરવાડણ વગેરે કોઇ આ વાત જાણતું ન હતું. એ છાશ શેઠે આપવા પર પેલા યાત્રાળુએ પીધી. પણ છાશ ઝેરવાસિત હોવાથી એ મરી ગયો. પેલી બ્રાહ્મણી આ જોઈ રાજી થઇને સુંદર શેઠને નિંદાના ભાવથી ટોણો મારતા બોલી – અહો ! આમનું ધાર્મિકપણું ! ત્યારે યાત્રાળુની હત્યા જે આકાશમાં ભમી રહી છે, તેણે વિચાર્યું – છાશ આપનાર શેઠ શુદ્ધ છે (એને કોઇ બીજો ભાવ હતો નહીં.) સાપ અન્ન અને પરવશ છે. સમડીનો તો આહાર જ સાપ છે. ભરવાડણને કશી ખબર નથી. તો હું કોને ચોંટુ? (હા, આ વગર કારણે નિંદા કરનારી બ્રાહ્મણી જ યોગ્ય છે.) એમ વિચારી એ હત્યા બ્રાહ્મણીને વળગી. તેથી આ બ્રાહ્મણી કાળી પડી ગઇ, કુબડી બની ગઇ અને કોઢી થઇ ગઇ. આ બીજાના ખોટા દોષ જોવાઅંગે લૌકિક દૃષ્ટાંત છે. નિંદકનું મુલ્ય સદુ (= રહેલા) દોષ કહેવાઅંગે :- રાજાની આગળ વિદેશીએ એકસરખી ત્રણ ઢીંગલી રાખી અને મૂલ્ય કરવા કહ્યું. ત્યારે રાજાના પંડિતે સૂતરનો દોરો લઇ પહેલી ઢીંગલીના કાનમાં નાંખ્યો, એ દોરો મોંમાંથી બહાર નીકળ્યો. પંડિતે કહ્યું – આ પોતે સાંભળેલાનું બીજા આગળ પ્રલાપ કરનારી ઢીંગલીનું મૂલ્ય કાણી કોડી છે. બીજી ઢીંગલીના કાનમાં નાખેલો દોરો બીજા કાનેથી બહાર નીકળ્યો. પંડિતે કહ્યું - સાંભળેલું ભૂલી જનારી આ ઢીંગલીનું મૂલ્ય લાખ રૂા. છે. ત્રીજી ઢીંગલીના કાનમાં નાખેલો દોરો ગળામાં ગયો, બહાર નીકળ્યો નહીં. પંડિતે કહ્યું - આ ઢીંગલી અમૂલ્ય છે. આમ લોકવિરુદ્ધમાં પરનિંદા પ્રથમ છે... બીજી લોકવિરુદ્ધ પ્રવૃત્તિઓ એ ઉપરાંત - સરળ માણસોની મશ્કરી, ગુણવાનો પર દ્વેષ, કૃતધ્વીપણું (બીજાએ કરેલા ઉપકાર ભૂલી જવા), ઘણા લોકો જેની વિરુદ્ધમાં છે એવા (ગુંડાવગેરે)ની સોબત, લોકોમાં માન્ય બનેલા શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૫૩ Page #162 -------------------------------------------------------------------------- ________________ પુરુષની અવજ્ઞા, સદાચારી માણસોને આપત્તિ આવે તો ખુશ થવું ને છતી શક્તિએ એમની આપત્તિ રોકવા પ્રયત્ન કરવો નહીં, દેશવગેરેને અપેક્ષીને ઉચિત ગણાતા આચારનું ઉલ્લંઘન કરવું. પોતાની સ્થિતિને અનુસારે જે વેશવગેરે હોવા જોઇએ એના બદલે ઉદ્બટ વેશ પહે૨વા, મેલા કપડા પહેરવા વગેરે કાર્યો લોકવિરુદ્ધ હોવાથી આ ભવમાં પણ અપયશવગેરેના કારણ બને છે. વાચકમુખ્ય (શ્રી ઉમાસ્વાતીજી મહારાજે) કહ્યું છે - લોકો જ બધા ધર્મચારી (-ધર્મારાધકો) નો આધાર છે. તેથી લોકવિરુદ્ધ અને ધર્મવિરુદ્ધનો ત્યાગ કરવો. આ રીતે લોકવિરુદ્ધનો ત્યાગ કરવાથી લોકોમાં અનુરાગ-સદ્ભાવ ઊભો થાય છે. તેથી પોતાના ધર્મનું પાલન સુખેથી થાય વગેરે ઘણા લાભો થાય છે. કહ્યું જ છે - આ બધાનો (લોકવિરુદ્ધ વગેરેનો) ત્યાગ કરનારો બધાં લોકોને પ્રિય થાય છે. આ લોકપ્રિયતા માણસમાટે સમ્યક્ત્વરૂપી વૃક્ષનું બીજ બની રહે છે. ધર્મવિરુદ્ધત્યાગ ૧) મિથ્યાત્વના (સમ્યક્ત્વ વિરોધી) કાર્ય કરવા. ૨) બળદ વગેરેને નિર્દય થઇ મારવા, બાંધવા વગેરે કરવું. ૩) ‘જુ’ વગેરેને (વાળ વગેરે) આધાર વિના અને માંકડવગેરેને તડકામાં મુકી દેવા. ) માથામાં મોટી કાંસકી ફેરવવી ૫) લીખ ફોડવી વગેરે કરવું. ૬) ઉનાળામાં ત્રણ વાર અને એ સિવાયના સમયે બે વાર મજબૂત મોટા ગળણાથી સંખારો સાચવવો વગેરે યુક્તિપૂર્વક પાણી ગાળવું જોઇએ - આ સાચી પ્રવૃત્તિ છે, તે ક૨વી નહીં. ૭) એ જ રીતે ધાન્ય, લાકડા વગેરે બળતણ, શાક, પાન, ફળ વગેરે સારી રીતે જોઇ - સાફ કરી ઉપયોગમાં લેવા એ સાચી પ્રવૃત્તિ છે, એમ કર્યા વગર વાપરવા. ૮) ચોખા, સોપારી, ખારેક, વાલોળ ફળી વગેરે મોંમાં નાખવા... ૯) નળથી કે એની ધારાથી સીધું પાણી પીવું. ૧૦) ચાલવું, બેસવું, સૂવું, સ્નાન, વસ્તુ લેવી - મુકવી, રાંધવું, ખાંડવું, પીસવું, ઘસવું, મળ, મૂત્ર, કફ, કોગળો વગે૨ે તથા પાણી, પાન વગેરે તમામ ક્રિયાઓમાં જયણા રાખવી નહીં. ૧૧) ધર્મકાર્યોમાં અનાદર ભાવ રાખવો. ૧૨) દેવ-ગુરુ અને સાધર્મિકો પ્રત્યે દ્વેષ રાખવો. ૧૩) દેવદ્રવ્યઆદિનો ઉપભોગ કરવો. ૧૪) નાસ્તિકોનો સંગ કરવો. ૧૫) ધાર્મિક પુરુષોનો ઉપહાસ ક૨વો. ૧૬) ખૂબ કષાયગ્રસ્ત રહેવું. ૧૭) બહુ દોષવાળી વસ્તુઓ ખરીદવી - વેંચવી (અથવા ખરીદવેંચાણમાં ઘણા દોષો લગાડવા.) ૧૮) ખર (= બહુ હિંસક) કર્મ-ધંધાઓ કરવા અને રાજ્ય સંબંધી પાપમય અધિકારોમાં નિયુક્ત થઇ એમાં પ્રવૃત્ત રહેવું... વગેરે વગેરે કાર્યો ધર્મવિરોધી છે. તેથી એ બધા અત્યંત ત્યાજ્ય છે- ત્યાગ કરવા. પ્રાય: અર્થ દીપિકામાં ઉપરોક્ત પર વિવરણ કરાયું છે. ધર્મી પુરુષ પણ જો દેશ-કાળઆદિ વિરુદ્ધ કાર્યો કરે, તો તેથી ધર્મની નિંદા થાય છે. તેથી ધર્મી પુરુષ માટે તો દેશ-કાલાદિ વિરુદ્ધ કાર્યો ધર્મવિરુદ્ધ કાર્યો પણ ગણાય. આ રીતે શ્રાવકે પાંચેય પ્રકારે જે વિરુદ્ધ કાર્યો છે, તેઓનો ત્યાગ કરવો જોઇએ. - આ દેશવિરુદ્ધ ત્યાગનું વિવેચન થયું. ઉચિતનું આચરણ હવે ઉચિતના આચરણની વાત કરે છે – હિતોપદેશમાળાની ગાથાઓમાં પિતાવગેરે નવ પ્રકારે ઉચિત આચરણ બતાવ્યું છે. આ આચરણથી પ્રેમભાવ વધે છે, કીર્તિ ફેલાય છે વગેરે લાભો પણ ત્યાં બતાવ્યા છે. એ ગાથાઓના આધારે આ બધી વાત અહીં પણ બતાવે છે. - મનુષ્યપણું સમાનરૂપે હોવા છતાં કેટલાક જે કીર્તિ પામે છે, તે વિકલ્પ વિના માની લેવું કે ઉચિત આચરણનું જ માહાત્મ્ય છે. આ ૧૫૪ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #163 -------------------------------------------------------------------------- ________________ ઉચિત આચરણ ૧) પિતા ૨) માતા ૩) ભાઇ-બહેન ૪) પત્ની ૫) સંતાન ૬) સ્વજન ૭) ગુરુવર્ગ ૮) લોકો ) તીર્થિકો આ નવઅંગે સમજવું. પિતાઅંગે ઉચિત આચરણ પિતા સંબંધી ઉચિત આચરણ ૧) કાયા ૨)વચન અને ૩) મન આ ત્રણને અપેક્ષીને ત્રણ પ્રકારે છે. એ ક્રમથી બતાવે છે - પિતાની શારીરિક શુશ્રુષા વિનયપૂર્વક નોકરની જેમ જાતે જ કરે. એમના મુખમાંથી વચન પડ્યું નથી ને પુત્ર એ વચનનો સ્વીકાર કરે. અહીં શરીરશુશ્રુષા પગ ધોવા, પગ દબાવવા, એમને ઊભા કરવા, એમને બેસાડવા વગેરે રૂપ સમજવી. એ જ રીતે દેશ કાળને અપેક્ષીને એમના શરીરને અનુકૂળ પડે એ રીતની ઉચિતતા જાળવીને એમના ભોજન, શયન, વસ્ત્ર, શરીર પર લેપ વગેરે કાર્યો કરી આપવા. આ બધું વિનયપૂર્વક કરવું, નહીં કે અવજ્ઞાથી કે બીજાઓના કહેવાથી. વળી જાતે જ કરવું, નોકરો પાસે નહીં કરાવવું. કેમકે – વડીલોની આગળ (નમ્રભાવે) બેઠેલા પુત્રની જે શોભા થાય છે, તેના સોમાં અંશની પણ શોભા ઊંચા સિંહાસનપર બેસવાથી ક્યાંથી થાય? “અપડિઅંતિ' મોંમાંથી વચન નીકળ્યું નથી ને કરવું.... એટલે પિતાજી હજી કોઇ આદેશ કરે અને તરત જ “મારે આ પ્રમાણ છે. હું એમ કરું છું” એ રીતે આદરપૂર્વક પિતાના વચનને પ્રમાણભૂત કરે. જેમકે રામનો જ્યારે રાજયાભિષેક થવાનો હતો, ત્યારે જ દશરથે વનવાસનો આદેશ કર્યો ને રામે એનો વિનયપૂર્વક સ્વીકાર કર્યો. પિતાજીની વાત સાંભળવી જ નહીં, અથવા સાંભળીને નિષેધ સૂચવવા માથુ હલાવવું, અથવા એ કામ કરવામાં (વગર કારણે) વિલંબ કરવો, અડધું કરવું (ને અડધું છોડી દેવું) વગેરે દ્વારા પિતાજીની અવજ્ઞા કરવી નહીં. ગાથાર્થ : એ જ રીતે બધા જ કાર્યોમાં પોતાના પૂરા પ્રયત્નથી પિતાના ચિત્તને અનુકૂળ થઇને વર્તે. બુદ્ધિગુણોનો અભ્યાસ કરે અને પોતાનો ચિત્તઅભિપ્રાય (પિતાવગેરેને) બતાવવો. વ્યાખ્યા :પોતાની બુદ્ધિથી વિચારેલું અને અવશ્ય કરવા યોગ્ય પણ તે જ કાર્ય કરવું જોઇએ, જે પિતાના મનને અનુકૂળ હોય. (જેથી પિતાનું મન સંતપ્ત નહીં થાય.) એ જ રીતે પિતાના બધા જ લૌકિક અને લોકોત્તર વ્યવહારોઅંગે જે શુશ્રષાવગેરે બુદ્ધિગુણો છે, તેનો આશરો લે – તેનો અભ્યાસ કરે. | (અનેકાનેક અનુભવાદિના કારણે) ઘણું જાણવાવાળા પિતા વગેરે સારી રીતે આરાધાય, તો પ્રસન્ન થઇને દરેક કાર્યઅંગે રહસ્યભૂત વાતો પ્રકાશે છે. કહ્યું જ છે કે – પુરાણો - આગમોના (સહારા) વિના વૃદ્ધોની ઉપાસના નહીં કરનારની પ્રજ્ઞા તે - તે ઉ—ક્ષા કલ્પનાઓમાં વિશેષ ચાલતી નથી. (તાત્પર્ય એ છે કે પુરાણ-આગમ નહીં ભણેલો પણ જો વૃદ્ધોની ઉપાસના - સેવા કરે, તો ભવિષ્યવગેરે સંબંધી વિશિષ્ટ ઉન્મેક્ષા - કલ્પના વગેરે કરવામાં અત્યંત કુશળ થાય છે.) એક વૃદ્ધ જે જાણે છે, તે કરોડો યુવકો જાણતા નથી. વૃદ્ધપુરુષના વચનથી જ રાજાને લાત મારનારની પણ પૂજા થાય છે. (રાજાને પ્રિયતમા રાણી કે અતિ લાડકો નાનકડો રાજકુમાર જ લાત મારી શકે છે. તેથી એ લાત મારનાર દંડલાયક નહીં, પણ સત્કારલાયક બની શકે છે. આવો નિર્ણય વૃદ્ધ પુરુષ જ કરી શકે.) વૃદ્ધોના વચન સાંભળવા જોઇએ. બહુશ્રતોને જ (શંકાસ્થળે) પૂછવું જોઇએ. વનમાં (શિકારીની યુક્તિથી) બંધાયેલું હંસોનું ટોળું (એમાં રહેલા) વૃદ્ધ હંસની બુદ્ધિથી જ મુક્તિ પામ્યું. પિતાની રજા લઇને જ કાર્ય કરવા જોઇએ. તેઓ નિષેધ કરે, તો એ કામથી અટકી જવું શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૫૫ Page #164 -------------------------------------------------------------------------- ________________ જોઇએ. ભૂલ થવા પર પિતા કડક ભાષામાં ઠપકારે, તો પણ વિનયની મર્યાદા ઓળંગે નહીં. વળી પિતાના ધર્મસંબંધી મનોરથો વિશેષથી પૂર્ણ કરે. આ બધું પિતાસંબંધી ઉચિત આચરણ છે. આ જ વાતો માતાઅંગે પણ સમજી લેવી. પિતાના ધર્મ સિવાયના બીજા મનોરથો પણ પૂરા કરવા જોઇએ, જેમકે શ્રેણિક અને ચેલ્લણા વગેરેના મનોરથો અભયકુમાર પૂરા કરતા હતા. માતા-પિતાના પ્રભુપૂજા, ગુરુ ઉપાસના, ધર્મશ્રવણ, (દેશ કે સર્વ) વિરત્તિનો સ્વીકાર, સવ્યય, તીર્થયાત્રા, દીન-અનાથોના ઉદ્ધાર (અનુકંપા) વગેરે ધર્મસંબંધી મનોરથો તો ઘણા આદરપૂર્વક કરવા જોઇએ. સુપુત્રોનું એ કર્તવ્ય છે જ કે લોકમાં ગુરુસ્થાને રહેલા માતા-પિતા સંબંધી ઉપરોક્ત કાર્યો કરવા. (વિશિષ્ટ ઉપકારોથી) દુષ્પતિકાર બનેલા માતા-પિતાને અહંભાષિત (= જૈન) ધર્મમાં જોડવા જોઇએ. એ સિવાય બીજી કોઇ રીતે એમના પર ઉપકાર થઇ શકતો નથી. સ્થાનાંગસૂત્રમાં કહ્યું જ છે – હે આયુષ્યમનું સાધુઓ! ત્રણના ઉપકાર દુપ્રતિકાર્ય છે. તે આ પ્રમાણે ૧) માતા-પિતાના ૨) સ્વામીના અને ૩) ધર્માચાર્યના. કોઇ પુરુષ જેવી સવાર પડે કે તરત બીજા કોઇ કાર્યમાં લાગ્યા વિના માતા-પિતાને શતપાક - સહસંપાક વગેરે તેલથી માલીશ કરી, સુગંધી ચૂર્ણ દ્રવ્યોથી પીઠવગેરે ચોળી સુગંધી પાણીથી ગરમ પાણીથી અને ઠંડા પાણીથી એમ ત્રણ વખત પાણીથી સ્નાન કરાવી, બધા અલંકારોથી સુશોભિત કરી, મનોજ્ઞ વાસણોમાં સારી રીતે આહાર સંબંધી દોષો ન લાગે એ રીતે રસોઇ કરી અઢાર પ્રકારના વ્યંજનોથી યુક્ત ભોજન કરાવી પોતાના પીઠપર વહન કરે .. આમ જિંદગીભર કરે, તો પણ તે માતાપિતાના ઉપકારનો બદલો ચુકવાતો નથી. હા, તે પુત્ર માતા-પિતાને કેવલિપ્રજ્ઞપ્ત (= જૈન) ધર્મ સંભળાવી, એની પ્રરૂપણા કરી, અવાંતર ભેદો સહિત બરાબર સમજાવી જૈનધર્મમાં સ્થાપે - જૈનધર્મ પમાડે, તો જ માતા-પિતાના ઉપકારનો બદલો ચુકવી શકાય - ઉપકાર સુપ્રતિકાર બને.//ll. કોઇ મોટો શ્રીમંત શેઠ દરિદ્ર પુરુષને ખુબ ધન આપી ગરીબી દૂર કરી એનો ઉત્કર્ષ કરે. પછી દરિદ્રીમાંથી બહાર નીકળેલો અને વિશિષ્ટ-વિપુલ ભોગસામગ્રી પહેલા ગરીબીમાંથી બહાર આવ્યો ત્યારે અને પછી (લાંબા કાળ માટે) પામેલો એ (ભૂતપૂર્વ) દરિદ્ર સુખમાં વિહરતો હોય (- સુખમગ્ન બન્યો હોય). આ બાજુ એ ગરીબીમાંથી બહાર કાઢનાર શેઠ કદાચિત્ દરિદ્ર થઇ જાય, તો પેલાએ તરત એની પાસે પહોંચી જવું જોઇએ. એ ભૂતપૂર્વ દરિદ્ર હવે દરિદ્ર થયેલા પોતાના ઉપકારીને પોતાનું સર્વસ્વ આપી દે, તો પણ એણે કરેલો ઉપકાર દુષ્પતિકાર (ચુકવી ન શકાય તેવો) રહે છે. હા, જો તે પોતાના આ ઉપકારી શેઠને કેવલિપ્રજ્ઞપ્ત જૈનધર્મ સંભળાવી, સમજાવી જૈનધર્મમાં સ્થાપે, તો જ એ શેઠનો ઉપકાર સુપ્રતિકાર્ય (ચુકવી શકાય તેવો) બને છે. //// તેવા પ્રકારના શાસ્ત્રસંમત બ્રહ્મચર્યનિષ્ઠ કોઇ સાધુ પાસે એક પણ આર્ય(= પવિત્ર) ધર્મસંબંધી સુવચનને સાંભળી-આરાધી આયુષ્ય પૂર્ણ થયે કાલધર્મ (અવસાન) પામી અન્યતર (કોઇપણ) દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયો. એ પછી એ દેવ પોતાના આ ધર્માચાર્યને દુર્ભિક્ષ (જ્યાં ગોચરી મળવી મુશ્કેલ થઇ હોય, એવા) સ્થાનેથી ઉપાડી સુભિક્ષ સ્થાનોમાં લઇ આવે, અથવા મોટી અટવીમાંથી હેમખેમ ગામ કે શહેરમાં લઇ આવે, અથવા દીર્ઘકાલીન રોગ-આતંકથી પીડાતા એ ધર્માચાર્યને એ રોગ-આતંકથી છોડાવે - તો પણ તે ધર્માચાર્યનો ઉપકાર દુષ્પતિકાર્ય જ છે. હા, જો કેવલિપ્રજ્ઞપ્ત જૈનધર્મથી ભ્રષ્ટ થયેલા એ ધર્માચાર્યને ફરીથી કેવલિપ્રજ્ઞપ્ત જૈનધર્મ સંભળાવી-સમજાવી ૧૫૬ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #165 -------------------------------------------------------------------------- ________________ પાછા સ્થાપે, તો જ તે ધર્માચાર્યનો ઉપકાર સુપ્રતિકાર્ય બને છે. માતા-પિતાને પીઠપર ચઢાવી યાત્રા કરાવવાઅંગે પોતાના અંધ માતા-પિતાને કાવડિયામાં રાખી ખભેથી ઉપાડી તીર્થયાત્રા કરાવનાર શ્રવણકુમાર દૃષ્ટાંત છે. માતા-પિતાને ધર્મ પમાડવા અંગે પિતાને દીક્ષા અપાવનાર શ્રી આર્યરક્ષિતસૂરિ દૃષ્ટાંત છે. અથવા કેવળજ્ઞાન થઇ જવા છતાં માતાપિતાને બોધ નહીં થાય ત્યાં સુધી ઘરવાસમાં રહેલા કૂર્માપુત્ર દૃષ્ટાંતભૂત છે. બીજા ઉપકારી - શ્રીમંત શેઠ અંગે જિનદાસ શેઠે પોતે વણિકપુત્ર હોવાથી પોતાને ગરીબમાંથી શ્રીમંત બનાવનાર મિથ્યાત્વી શેઠ દુર્ભાગ્યથી ગરીબ થયા ત્યારે એ શેઠને ફરી શ્રીમંત બનાવ્યા અને શ્રાવક ધર્મ પમાડ્યો એ દૃષ્ટાંત છે. ત્રીજી ઉપકારી ધર્માચાર્યઅંગે નિદ્રાવગેરે પ્રમાદમાં પડેલા શ્રીસેલકાચાર્યને પ્રતિબોધ પમાડનારા શ્રી પંથક મુનિ દષ્ટાન્ત છે. માતાઅંગે વિશેષ ઔચિત્ય માતા સંબંધી વિશેષ ઔચિત્ય બતાવે છે - માતામાં સ્ત્રીસ્વભાવ હોવાથી નાની વાતમાં ય ખોટું લાગી જાય. તેથી, તથા (માતાનો પિતાથી પણ વિશેષ ઉપકાર હોવાથી) માતા પૂજ્ય હોવાથી માતાપ્રત્યે વધુ કાળજી લેવી અને એમની ઇચ્છા વિશેષથી પૂર્ણ કરવી. મનુએ કહ્યું છે -દશ ઉપાધ્યાય સમાન આચાર્ય છે. સો આચાર્ય સમાન પિતા છે અને પિતાથી માતા ગૌરવરૂપે હજાર ગણી ચઢિયાતી છે. બીજાઓએ પણ કહ્યું છે કે – પશુઓમાં માતા સાથે સંબંધ સ્તનપાનની અવસ્થા સુધી હોય છે. અધમ પુરુષો પત્ની ન આવે (= પરણે નહીં), ત્યાં સુધી સંબંધ રાખે છે. ઘરકાર્યો પૂરા ન થાય ત્યાં સુધી મધ્યમ પુરુષો માતા સાથે સંબંધ રાખે છે. ઉત્તમ પુરુષો જીવનના અંત સુધી માતાની તીર્થ સ્વરૂપ માની પૂજા કરે છે. પશુઓમાં માતા બચ્ચાઓને જીવતા જોઇ સંતોષ માને છે. મધ્યમ પુરુષોની માતા પુત્રને ધન કમાતો જોઇ રાજી થાય છે. ઉત્તમ પુરુષોની માતા પુત્રના વીરચિત પરાક્રમોથી ખુશ થાય છે ને લોકોત્તમ મહાપુરુષોની માતા પોતાના પુત્રના પવિત્ર ચરિત્રથી પ્રસન્ન થાય છે. ભાઈઓ અંગેનું ઔચિત્ય ભાઇઓમાં ઔચિત્ય એ જ છે કે દરેક ભાઇ બીજા ભાઇને પોતાને સમાન તરીકે જ જુએ. તથા બધા કાર્યોમાં મોટાભાઇની જેમ નાનાભાઇને પણ બહુમાનભાવથી જોવો. મોટોભાઇ તો પિતા તુલ્ય ગણાય જ છે. (તેથી તેનું તો બહુમાન થાય. પણ એણે નાનાભાઈની લાગણીને દરેક સ્થળે માન આપવું) નાનાભાઇએ તો માતા ભિન્ન હોવા છતાં લક્ષ્મણ જે રીતે મોટાભાઈ રામને અનુસર્યા હતા, એ રીતે અનુસરવું જોઇએ. આ જ રીતે મોટા-નાના ભાઇના પત્ની-પુત્રો વગેરેએ પણ વિચારવું જોઇએ. મોટાભાઇએ ક્યારેય પણ નાનાભાઇ સાથે અલગતાનો ભાવ દર્શાવવો જોઇએ નહીં. તે (નાનો ભાઇ) પૂછે, તો બધી હકીકત કહેવી જોઇએ. વ્યવહારમાં પ્રવર્તાવે... (વ્યવહારકુશળ બનાવે) જેથી વ્યવહારમાં નિષ્ણાત થયેલો તે ધૂતારા વગેરેથી ઠગાઇ જાય નહીં. એ જ રીતે દ્રોહની બુદ્ધિથી થોડું પણ ધન એનાથી છુપાવે નહીં. હા, ક્યારેક સંકટ આવી પડે ત્યારે કામ લાગે, એ માટે ધન નિધિરૂપે (ગુપ્ત ભંડારરૂપે) રાખે. શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૫૭ Page #166 -------------------------------------------------------------------------- ________________ અવિનીત ભાઈ અંગે ઔચિત્ય ભાઇ કુસંગ વગેરેના કારણે અવિનીત (ઉદ્ધત) થઇ ગયો હોય, તો શું કરવું? તે બતાવે છે – અવિનીત ભાઈને પહેલા એના મિત્રોદ્વારા સમજાવે. તો પણ ફરક ન પડે, તો ખાનગીમાં ઠપકો આપે. છેવટે કાકા, મામા, સસરા, એમના પુત્રો દ્વારા બીજાનું નામ લઇ હિતશિક્ષા અપાવે. ભાઇએ પોતે એની તર્જના કરવી નહીં. જો પોતે તર્જના (તિરસ્કાર) કરે, તો પછી એ નિર્લજ્જ બની જઇ ક્યારેક મર્યાદા પણ ઓળંગી જાય. પછી ભાઇ પ્રત્યે હૃદયમાં સ્નેહ હોવા છતાં તેની આગળ પોતાને ક્રોધિત થયેલો દેખાડે. પછી એ વિનયમાર્ગે આવે, ત્યારે નિષ્કપટ પ્રેમવાળો થઇ પ્રેમથી જ એને બોલાવે - એની સાથે વાતો કરે. આવા ઉપાયો કરવા છતાં એ વિનીત થાય નહીં, તો આ ઉદ્ધતાઇ એના સ્વભાવગત થયેલી જાણી એ અંગે ઉદાસીનભાવમાં રહે. (અપમાનાદિ કે ચિંતા વગેરે કરવાનું છોડી ભાવિભાવપર વાત મુકી દેવી.) પણ એ ભાઇના પત્ની-પુત્ર વગેરે પ્રત્યે દાન-સન્માનના અવસરે પોતાના પત્ની કે પુત્ર જેવો સમભાવ રાખે. (એમના અપમાનાદિ ન કરે કે ઓછું વજું આપે નહીં) એમાં પણ ભાઇ જો અપરમાતાનો (બીજી માતાનો) પુત્ર હોય, તો એના પ્રત્યે વિશેષ સ્નેહાદિ બતાવે, કેમકે એનાથી થોડું પણ અંતર દેખાડે, તો પેલો ઘણો ખિન્ન થઇ જાય (એને ઘણું ઓછું આવી જાય)ને લોકોમાં પણ નિંદા થાય. બીજાઓ સાથેનું ઔચિત્ય આ જ પ્રમાણે પિતાતુલ્ય, માતાતુલ્ય કે ભાઇતુલ્ય જેમને માન્યા હોય, એમની સાથે પણ યથાયોગ્ય ઔચિત્યઅંગે વિચારવું. કહ્યું જ છે કે - (૧) જન્મદાતા (૨) ઉપકાર કરનારા (૩) વિદ્યાદાતા (૪) અન્ન આપનાર અને (૫) પ્રાણદાતા (જીવન બચાવનાર) આ પાંચ પિતાઓ કહેવાયા છે. એ જ રીતે (૧) રાજાની પત્ની-રાણી (૨) ગુરુની પત્ની (૩) પત્નીની માતા(સાસુ) (૪) પોતાની માતા અને (૫) પોતાની ધાવમાતા આ પાંચ માતાઓ કહેવાઇ છે. તથા (૧) સહોદર (સગોભાઇ) (૨) સહાધ્યાયી (સાથે ભણનારો) (૩) મિત્ર (૪) રોગમાં સેવા-માવજત કરનાર અને (૫) રસ્તે વાત-ચીતથી મિત્ર થયેલા આ પાંચ ભાઇ કહેવાયા છે. ભાઇઓએ પરસ્પર ધર્મકાર્યોઅંગે સ્મારણા વગેરે કરવા. (ભૂલી જતા હોય, તો યાદ કરાવવું વગેરે.) કેમકે – પ્રમાદ નામની આગથી સળગી રહેલા સંસાર નામના ઘરમાં જેઓ મોહનિદ્રામાં સુતેલા છે, તેઓની મોહનિદ્રા દૂર કરવારૂપે તેઓને ઉંઘમાંથી જે જગાડે છે, તે માણસ એનો પરમબંધુ (શ્રેષ્ઠ હિતસ્વી) છે. ભાઇઓના પરસ્પર પ્રેમઅંગે શ્રી ઋષભદેવ ભગવાનના અઠ્ઠાણું પુત્રો ભરત તરફથી (આજ્ઞા સ્વીકારવા અંગે) દૂત આવવા પર ‘શું કરવું’ એ પૂછવા ઋષભદેવ ભગવાન પાસે એકસાથે હાજર થયા એ દૃષ્ટાંતભૂત છે. ભાઇ જેવો વ્યવહાર મિત્ર સાથે પણ રાખવો. ભાઇઅંગેના ઔચિત્યની વાત કરી. પત્ની સાથેનું ઔચિત્ય - હવે અમે પત્નીઅંગે પણ કાંક કહીએ છીએ. પ્રેમભર્યા વચન - સન્માનદ્વારા પત્નીને અભિમુખ (પ્રેમસભર) કરવી. પરસ્પર પ્રેમના જેટલા પ્રકારો છે એ બધામાં પ્રિય અને પ્રેમયુક્ત વચન સંજીવની સમાન છે. એમાં પણ અવસરોચિત એવું વચન જે બોલાય છે, તે દાન વગેરે કરતાં પણ વધુ ૧૫૮ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #167 -------------------------------------------------------------------------- ________________ ગૌરવ આપનારું બને છે. કહેવાય જ છે – સારા વચનથી ચઢિયાતું કોઇ વશીકરણ મંત્ર નથી. કળા જેવું કોઇ ધન નથી. હિંસા જેવો બીજો કોઇ અધર્મ નથી, અથવા અહિંસા જેવો કોઇ ધર્મ નથી. અને સંતોષથી ચઢી જાય એવું કોઇ સુખ નથી. (પ્રિય વચન શ્રેષ્ઠ વશીકરણ મંત્ર છે. કળાકૌશલ્ય જ શ્રેષ્ઠ ધન છે. હિંસા જ સૌથી ભયંકર અધર્મ છે. અથવા અહિંસા જ શ્રેષ્ઠ ધર્મ છે. અને સંતોષ જ શ્રેષ્ઠ સુખ છે.) પતિએ પત્નીને પોતાના સ્નાન, શરીર દબાવવું વગેરે સેવામાં જોડવી. આમ કરવાથી એને વિશ્વાસ ઊભો થાય છે (કે મારો પતિ મારો જ છે.) તેથી એ પતિપર સાચા પ્રેમવાળી થાય છે, ને તેથી ક્યારેય પણ ન ગમે તેવું વર્તન કરતી નથી. પત્નીને દેશ, કાળ, કુટુંબ તથા વૈભવઆદિને અનુરૂપ ઉચિત વસ્ત્ર દાગીના વગેરે આપવા. સારા વસ્ત્ર-અલંકારથી શોભતી પત્નીથી ગૃહસ્થોનું ઐશ્વર્ય-શોભા વધે છે, કહ્યું જ છે - મંગલથી (મંગળકારી કાર્યોથી) લક્ષ્મી પ્રાપ્ત થાય છે. સાહસથી વધે છે. દક્ષતાથી મૂળ બનાવે છે - કાયમી સ્થાન જમાવે છે અને સંયમથી પ્રતિષ્ઠા પામે છે. તથા પત્નીને પ્રેક્ષણક (નાટક) વગે૨ે કે જ્યાં ઘણા લોકો ભેગા થાય છે, એવા સ્થાને જતા રોકવી, કેમકે ત્યાં આવેલા હલકીવૃત્તિવાળા લોકોની ચેષ્ટા, અભદ્ર(અશ્લીલ) ગણાય તેવી વાતો - તેવી પ્રવૃત્તિ તથા ચાંપલાપણું વ્યક્ત કરે એવી ચેષ્ટાઓ જોવાથી સહજ નિર્મળ એવું પણ મન વરસાદ વખતના પવનના ઝાપટાથી જેમ અરિસો ઝાંખો પડી જાય છે – એમ વિકારયુક્ત થાય છે. (ને એની નિર્મળતા ઝાંખી પડી જાય છે) એ જ રીતે પત્નીને રાતે રાજમાર્ગે જતાં (રસ્તામાં ફરતાં) કે બીજાના ઘરે જતાં રોકવી. જેમ સાધુઓને રાતે ફ૨વું મોટા દોષરૂપ બને છે, એમ કુળવાન સ્ત્રીને પણ રાતે ફરવું મોટા દોષમાટે થાય છે. ધર્મના આવશ્યકાદિ (= પ્રતિક્રમણ) કાર્યોમાટે માતા, બેન વગેરે સુશીલ સ્ત્રીઓના સમુદાય સાથે જતી હોય તો જવાની ૨જા આપવી. પત્નીને કુશીલ કે પાંખડીઓનો સંગ કરતાં રોકવી. - જ તથા એને ગૃહકાર્યોમાં જોડવી. સાધુવગેરેને દાન, આવેલા સ્વજન વગેરેને સન્માન, રસોઇ કરવી વગેરે કાર્યો ગૃહકાર્યો છે. કહ્યું છે કે - શય્યા (= પથારી) ઉપાડવી, કચરો કાઢવો, પાણી છાંટી પવિત્ર કરવું, ચુલો તૈયાર કરવો, વાસણ ધોવા, ધાન્ય દળવું-ખાંડવું, વીણવું, ગાય દોહવી, દહીં વલોવવું, રસોઇ કરવી, પીરસવી, વાસણ વગેરે માંજવા-ચોખ્ખા કરવા, તથા સાસુ, પતિ, નણંદ, દિયર વગેરેનો વિનય સાચવવો આ સ્ત્રીના કાર્યો છે. જો સ્ત્રી નવરી બેસી રહે, તો સ્ત્રીચાપલ્યના કારણે વિકારભાવ પામે છે. સ્ત્રીની રક્ષા એને કાર્યોમાં વ્યગ્ર રાખવા વગેરેથી જ થાય છે. ઉમાસ્વાતિ મહારાજે કહ્યું છે - પૈશાચિકઆખ્યાન સાંભળીને કુળવાન સ્ત્રીનું (= પત્નીનું) ગોપાયન (૨ક્ષણ કરવું) અને સંયમયોગોથી પોતાને હંમેશા વ્યસ્ત રાખવો. (પોતાને હંમેશા સંયમયોગોમાં જોડવો) વળી સ્ત્રીને પોતાનાથી અલગ કરવી નહીં. કેમકે પ્રાયઃ જોતા રહેવાથી પ્રેમ વધે છે – ટકે છે. કહ્યું જ કે - જોવાથી, વાતો કરવાથી, ગુણોની પ્રશંસા કરવાથી, આપવાથી, એની ઇચ્છા મુજબ વર્તવાથી પ્રેમ નિર્ભર (દઢ) થાય છે. નહીં જોવાથી, અતિદર્શનથી, જોવા છતાં નહીં બોલવાથી, અહંકારથી અને અપમાનથી આ પાંચથી પ્રેમ બળી જાય છે. 9 - ખૂબ પ્રવાસો કરવાથી વિમનસ્ક (રાગ વિનાની) થયેલી પત્ની કયારેક અનુચિત આચરણ કરી નાખે છે. (પતિ વારંવાર દીર્ઘ પ્રવાસોમાં જાય, તો પતિથી વિયુક્ત થયેલી પત્ની ખોટી ચેષ્ટા કરી નાખે તે સંભવે છે.) પત્નીનું ક્યારેય પણ અપમાન કરવું નહીં. ભૂલ થાય તો શીખવવું. રોષે ભરાય, તો પ્રેમથી શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૫૯ Page #168 -------------------------------------------------------------------------- ________________ સમજાવવી. તેમ જ પત્ની આગળ ધંધામાં થયેલી ખોટ, કે કમાણીની વાત કરવી નહીં. તેમજ ઘરની ગુપ્ત મસલત-ખાનગી વાત તેની આગળ કરવી નહીં. અહીં વગર કારણે ક્રોધવગેરેથી “હું બીજી પરણીશ' ઇત્યાદિ કહેવું એ પત્નીનું અપમાન છે. એવો કયો મૂરખ હશે કે જે પત્નીપરના ક્રોધમાત્રથી બે પત્નીના મહાસંકટમાં પડે! કેમકે બે સ્ત્રીનો પતિ ઘરેથી ભૂખ્યો જાય છે. પાણીનું ટીપું પણ પામતો નથી. અને પગ ધોવાયા વગર સૂવું પડે છે. (તેથી જ) જેલમાં જવું પડે તે હજી સારું છે. જુદા-જુદા દેશોમાં ભમ્યા કરવું પડે તે પણ સારું છે. અરે ! નરકમાં પણ જવું સારું... પણ બે સ્ત્રીના પતિ થવું તો જરા પણ સારું નથી. જો એવા આવી પડેલા મહત્ત્વના કારણે બે સ્ત્રી કરવી પડે તો પણ બંને પ્રત્યે અને તેમના સંતાનોપ્રત્યે સમાનભાવ વગેરે જ રાખવા. પણ વારાભંગ વગેરે કરવા નહીં. (એકની પાસે વધુ રોકાવું ને બીજી પાસે નહીં જવું એ વારા ભંગ છે.) જે સ્ત્રી પોતાના શોક્ય (બીજી પત્ની)નો વારો તોડાવી પતિ સાથે સંબંધ બાંધે છે, તે સ્ત્રીને ચોથા (સ્વદારાસંતોષ) વ્રતમાં ઇતરપરિગૃહીતાગમન નામનો બીજો અતિચાર લાગે છે. જો પત્ની કાંક અપરાધ કરે, તો કડક થઇને એવી શિક્ષા આપે કે જેથી બીજીવાર એવો અપરાધ કરે નહીં. જો પત્ની રોષાયમાણ થઇ હોય, તો સમજાવવી જોઇએ, નહિતર સહસાકારિતાથી (ઉતાવળે પગલું ભરવાવાળી હોવાથી) કૂવામાં પડી જવું (આપધાત કરવો) વગેરે અનુચિત પગલું ભરી બેસે, અહીં સોમભટ્ટની પત્ની દૃષ્ટાંતભૂત છે. તેથી જ પત્ની સાથે હંમેશા બધા કાર્યોમાં સમવૃત્તિ (નરમાશ) રાખવી, કઠોરતા દાખવવી નહીં. એવું વચન પણ છે કે પાંચાલ: સ્ત્રીપુ માર્દવમ્ (પાંચાલ પંડિત કહે છે કે સ્ત્રીઓ સાથે મૃદુતાથી વર્તવું) સ્ત્રીઓ મૃદુતાથી જ વશમાં આવે છે. અને તે રીતે જ તેઓ દ્વારા બધા કામ પૂર્ણ થતા દેખાય છે. નહિંતર તો (એ વશમાં ન આવે) તો બધા કામ બગડતા પણ અનુભવાય છે. પત્ની સાવ નગુણી મળે, તો વધુ સાવધાનીથી વર્તવું. તેની પત્ની જિંદગીભરમાટેની લોખંડની ગાઢ બેડી સમાન હોય તો પણ તે સ્ત્રીથી જ કોઇ પણ રીતે ઘરવ્યવસ્થા કરવાની છે. તેથી એ રીતે સંભાળીને વર્તવું. ઘરવાળીનો બધો નિર્વાહ થાય એ રીતે કરવું, કેમકે ગૃહિણી-ઘરવાળી-પત્ની જ ઘર સમાન છે, એમ કહ્યું છે. પત્ની આગળ ખોટ વગેરેની વાત નહીં કરવી. સ્ત્રીઓ પ્રાયઃ કોઇ વાત મનમાં રાખી શકતી નથી. આ તુચ્છ વૃત્તિના કારણે પતિએ કરેલી ખોટની વાત એ બધે કહેતી ફરે, તો એના કારણે પતિએ લાંબા કાળથી સમાજવગેરેમાં મેળવેલું મહત્ત્વ-ગૌરવ જતું રહે છે. એ જ રીતે થયેલી કમાણીની વાત કરવાપર એ વગર જરુરિયાતના ખર્ચામાં એ રકમનો વ્યય કરી નાખે. એ જ રીતે ઘરની ગુપ્ત મસલતખાનગી વાત એને કહેવામાં એ સ્વભાવગત કોમળહૃદયવાળી હોવાથી એવી વાતને ધારી શકતી નથી, તેથી પોતાને જેના પર વિશ્વાસ હોય - એ બધાને એ કહી દે છે કે જેથી આ વાત જાહેર થવાપર એ કાર્ય નિષ્ફળ થઇ જવાની આપત્તિ આવે. એમાં ક્યારેક રાજદ્રોહનું સંકટ પણ ઊભુ થઇ જાય. તેથી જ ઘરમાં સ્ત્રીનું પ્રભુત્વ હોવું જોઇએ નહીં. કહ્યું પણ છે કે “જે ઘરમાં સ્ત્રી પુરુષ જેવા પ્રભાવવાળી હોય, તે ઘર નાશ પામે છે.” ૧૬૦ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #169 -------------------------------------------------------------------------- ________________ મંથર કોળીનું દષ્ટાંત કોક નગરમાં મંથર નામનો કોળી કપડા વણવા માટેના સાધન (મન-તુરી) વગેરેમાટે લાકડું લેવા જંગલમાં ગયો. સીસમનું એક મોટું ઝાડ જોઇ એ છેદવા ઉદ્યત થયો. ત્યારે એ ઝાડના અધિષ્ઠાયક વ્યંતર નિષેધ કરવા છતાં એ છેદવા માંડ્યો. ત્યારે વ્યંતરે કહ્યું - આ રહેવા દે. એના બદલે તું એક વરદાન માંગ. એ વખતે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરવાના બદલે પત્નીને આધીન હોવાથી કયું વરદાન માંગુ?” એ પત્નીને પૂછવા ઘર તરફ જવા માંડ્યો. રસ્તામાં એના મિત્ર હજામે આ વાત જાણી એને સલાહ આપી - રાજ્ય માંગી લે . છતાં એની વાત પણ કાને લેવાને બદલે ઘરે જઇ પત્નીને પૂછ્યું. એ તુચ્છ સ્ત્રીએ ‘સમૃદ્ધ થતો પુરુષ ત્રણનો ઉપઘાત કરે છે. – ૧) પૂર્વે થયેલા મિત્રોનો ૨) પત્નીનો અને ૩) ઘરનો.” આ પંક્તિનો વિચાર કરી મંથરને કહ્યું - ફ્લેશથી યુક્ત એવા રાજ્યથી સર્યું. એના કરતાં એક સાથે બે કપડા વણી શકાય એ માટે વધારાના બે હાથ અને માથુ માંગી લે. એણે જઇ વ્યંતર આગળ એવી માંગણી કરી. વ્યંતરે એ પ્રમાણે કરી આપ્યું. આમ બે માથા ને ચાર હાથવાળો થયેલો એ ગામમાં આવતા લોકોએ ભ્રમથી રાક્ષસ માનીને લાકડી-પથ્થરવગેરેનો પ્રહાર કરી મારી નાખ્યો. તેથી જ કહેવાયું છે – જેની પોતાની બુદ્ધિ નથી, ને જે મિત્રનું કહ્યું પણ કરતો નથી; સ્ત્રીને વશ થયેલો તે મંથરકોળીની જેમ ક્ષય પામે છે. “સ્ત્રીની મુખ્યતા નહીં રાખવાની’ વાત પણ પ્રાયિક સમજવી, કેમકે ઉત્તમ અને સદ્ગદ્ધિથી યુક્ત પત્નીને પૂછીને કરવાથી વિશેષ ગુણ-લાભ થાય છે. જેમકે વસ્તુપાળ-તેજપાળે અનુપમાદેવીને પૂછીને કર્યું, તો તે હિતકર જ થયું. ) સુકુળમાં ઉત્પન્ન થયેલી ૨) પરિણતવયવાળી, ૩) નિષ્કપટભાવે ધર્મમાં રત, અને ૪) સમાન ધર્મવાળી એવી ૫) સ્વજન સ્ત્રીઓ સાથે પ્રીતિ કરાવવી જોઇએ. અહીં સુકુળની વાત એટલામાટે કરી કે અકુલીન સ્ત્રી સાથેનો સંપર્ક ખાનદાન ઘરની સ્ત્રીને કલંક લાગવામાં મૂળભૂત કારણ બને છે. પત્નીની રોગવગેરે વખતે ઉપેક્ષા કરવી નહીં. તેમજ એને તપસ્યા, ઉજમણું, દાન, પ્રભુપૂજા, તીર્થયાત્રાવગેરે ધર્મકાર્યોમાં ઉત્સાહ વધારવાદ્વારા અને ધન આપવા દ્વારા સારા સહાયક બનવું, પણ અંતરાય કરનારા બનવું નહીં, કેમકે પત્ની એથી જે પુણ્ય કમાશે, એમાં પોતાનો પણ ભાગ રહેશે, કેમકે બીજા પાસે પુણ્યકાર્યો કરાવવા એ જ શ્રેષ્ઠ પરોપકાર છે. પુત્ર સંબંધી ઔચિત્ય, પુત્ર પ્રત્યે ઔચિત્ય એ છે કે બાલ્યઅવસ્થામાં હોય, ત્યારે એનું લાલન-પાલન કરવું. પછી જ્યારે બુદ્ધિ ખીલે, ત્યારે એને ક્રમશઃ કળાઓમાં કુશળ કરવો. બાળકનું બાળપણમાં પૌષ્ટિક આહાર, સ્વેચ્છાથી ફરવા દેવો, વિવિધ રમકડા-ક્રીડાઓથી રમાડવો વગેરે રીતે લાલન કરવાથી તેનો વિકાસ થાય છે. નહિતર એ વખતે એને સંકુચિત – કડકાઇથી બંધનમાં રાખવામાં એ પછી ક્યારેય પણ શરીરથી પુષ્ટ થતો નથી. કહ્યું જ છે - બાળકનું પાંચ વર્ષ સુધી લાલન-પાલન કરવું. પછીના દશ વર્ષ સુધી તાડન કરવું ( કડકાઇથી વર્તવું) પણ એ સોળમાં વર્ષમાં પ્રવેશે પછી એની સાથે મિત્ર જેવો આચાર કરવો. તથા એને હંમેશા ગુરુનો, પ્રભુનો, ધર્મનો, મિત્રોનો, સ્વજનવગેરેનો પરિચય કરાવવો. શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૬૧ Page #170 -------------------------------------------------------------------------- ________________ તથા ઉત્તમ પુરુષો સાથે મૈત્રી કરાવવી. ગુરુવગેરે સાથે પરિચય થાય, તો વલ્કલચીરીની જેમ બાળપણથી જ ધર્મના સારા સંસ્કારાથી વાસિત થાય. જેઓ કુળથી, જાતિથી અને આચારથી ઉત્તમ છે. તેઓ સાથેની મૈત્રીથી કદાચ ભાગ્યયોગે ધન વગેરેનો લાભ ન પણ થાય, તો પણ અનર્થ તો ન જ થાય. અભયકુમાર સાથેની મૈત્રી અનાર્યદેશમાં ઉત્પન્ન થયેલા આર્દ્રકુમાર માટે એ જ ભવમાં મોક્ષનું કારણ બની. પછી પુત્રને સમાન કુલમાં જન્મેલી રૂપયુક્ત કન્યાસાથે પરણાવવો અને ઘરનો ભાર ઉઠાવવાના કાર્યમાં જોડવો ને છેવટે ક્રમશ: ઘરનો સ્વામી બનાવવો. જો કુલ-રૂપવગેરેથી સમાન નહીં હોય એવી કન્યાસાથે પરણાવે, તો એમનું દામ્પત્યજીવન વિડંબનામાત્ર બની રહે ને પરસ્પર વિરક્ત થઇ જાય, તો અનુચિત પ્રવૃત્તિ પણ કરી નાખે. એવું સંભળાય છે કે ધારાનગરમાં ભોજરાજાનું રાજ્ય હતું, ત્યારે એક ઘરમાં પુરુષ અત્યંત કદરૂપો અને નિર્ગુણ હતો. એની પત્ની અત્યંત સ્વરૂપવાન અને ગુણવાન હતી. બાજુના ઘરમાં એથી બરાબર વિપરીત પરિસ્થિતિ હતી. એકવાર એક ચોરે આ બંનેના ઘરમાં ચોરી માટે ખાતર પાડ્યું. બંનેના ઘરમાં વારાફરતી ઘુસ્યો. એ વખતે બંને ઘરમાં થતી વાતો વગેરે એ જાણી ગયો કે બંને ઘરમાં કજોડા છે. તેથી જ્યારે બધા સુઇ ગયા, ત્યારે બંનેની પત્નીઓની અદલાબદલી કરી નાખી. સ્વરૂપવાન અને ગુણવાન પુરુષને એવી જ સ્ત્રી મળવાપર એ બંને જે અત્યારસુધી ઉવિગ્ન હતા એ હવે પ્રસન્ન થઇ ગયા. આ બાજુ બેડોળ પુરુષને હવે એવી જ સ્ત્રી મળી, તેથી એણે રાજાની સભામાં જઇ ફરિયાદ કરી. એમાંથી વિવાદ થયો. ત્યારે રાજાએ આ કામ કોણે કર્યું - એ જાણવા પટહ વગડાવી નગરમાં ઘોષણા કરાવી. ચોરે આવી રાજાને કહ્યું - રાતના રાજા અને પરદ્રવ્યને હરી લેનારા એવા મેં (આ વિશેષણ રાજાને પણ લાગુ પડે) ભાગ્યે સર્જેલો માર્ગ લોપ્યો છે અને રત્નનો રત્ન સાથે મેળાપ કરાવી દીધો છે. આ સાંભળી હસી પડેલા રાજાએ એના કાર્યને પ્રમાણભૂત રાખ્યું. | વિવાહભેદ વગેરે વાત આગળ કહેવાશે. પુત્રને ઘરનો ભાર સોંપવાથી પુત્ર નિરંતર એની ચિંતામાં વ્યસ્ત થવાથી સ્વચ્છંદતા, ઉન્માદ વગેરેથી બચી જાય છે. એને હવે ખબર પડે છે કે ધન ઘણી મહેનતે પ્રાપ્ત થાય છે. તેથી તે ખોટા ખર્ચા બંધ કરી દે છે. અને અવસરે પુત્રને ઘરનો સ્વામી બનાવવો. પુત્ર પણ પિતા જેવા વડીલ તરફથી આ અધિકાર મેળવે તો જ એની પ્રતિષ્ઠા પણ વધે છે. જો નાનો પુત્ર યોગ્ય હોય, તો તેને ઘરનો ભાર સોંપવોવગેરે કરવું. એ બાબતમાં સારી રીતે પરીક્ષા કરી પછી યોગ્ય નિર્ણય કરવો. યોગ્યને સોંપાય, તો જ ઘર ચાલે ને ઘરની શોભા પણ વધે. પ્રસેનજિત રાજાને સો પુત્રો હતા. એમાં કોણ રાજ્ય માટે યોગ્ય છે એ જાણવા જુદી જુદી પરીક્ષાઓ કરી. એ દરેકમાં શ્રેષ્ઠ સાબિત થયેલા સૌથી નાના સોમા પુત્ર શ્રેણિકને રાજ્ય સોંપ્યું. આ દૃષ્ટાંત છે. પુત્રની જેમ પુત્રી, ભત્રીજીવગેરે સાથે યથાયોગ્ય ઔચિત્યપૂર્ણ વ્યવહાર કરવો. આ જ રીતે પુત્રવધુ અંગે સમજવું. પુત્રવધુઓમાં જે સૌથી સમર્થ હોય, તેને ઘર કાર્યમાં આગળ કરવી. અહીં દૃષ્ટાંત બતાવે છે કે ધન શ્રેષ્ઠીએ પોતાની ચાર પુત્રવધુઓને શાલિ ડાંગરના પાંચ પાંચ દાણા આપ્યા. વર્ષો પછી પાછા માંગ્યા. ત્યારે એકે ફેંકી દીધેલા, બીજી ખાઇ ગયેલી, ત્રીજીએ દાબડીમાં સાચવી રાખેલા અને ચોથીએ પોતાના ભાઇના ખેતરમાં વાવણીઓ કરાવી ખૂબ વૃદ્ધિ કરી હતી. આ વાત જાણી ધન શેઠે એ ૧૬૨ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #171 -------------------------------------------------------------------------- ________________ છેલ્લી વહુ સૌથી નાની હોવા છતાં એને ઘરની સ્વામિની બનાવી. સૌથી મોટી જે ઉજ્ઞિતા (ફેંકનારી) તરીકે પ્રસિદ્ધ થઇ, એને છાણ-લીંપણ સફાઇ કામ સોપાંયુ. બીજી ભોગવતી (ખાઇ જનારી) ને રસોઇ કામ સોંપાયું. ત્રીજી રક્ષિતા (દાબડીમાં રાખનાર) ને તિજોરી-ભંડાર રક્ષાનું કામ સોંપાયું. ચોથી વહુ વર્ણિકા-રોહિણી તરીકે ખ્યાતિ પામી. પુત્રના પ્રત્યક્ષ (હાજરી)માં વખાણ કરવા નહીં. કહ્યું જ છે - ગુરુઓની એમની હાજરીમાં પ્રશંસા કરવી. મિત્ર અને સ્વજનોના એમની ગેરહાજરીમાં વખાણ કરવા. નોકર-ચાકરોની કામ પત્યા પછી પ્રશંસા કરવી. પરંતુ પુત્રોની અને મરી ગયેલી પત્નીની પ્રશંસા કદી નહીં કરવી. તેથી પુત્રની પ્રશંસા કરવાની ન હોય. છતાં પ્રશંસા કર્યા વિના ચાલે એમ ન હોય (એને ખોટું લાગી જવું વગેરે થાય)ને ક૨વી પડે એમ હોય, તો પણ એની હાજરીમાં એના વખાણ નહીં કરવા; કેમકે એમ કરવાથી એનામાં ગુણની વૃદ્ધિ થતી નથી, પણ અભિમાનવગેરે આવી જાય છે. (પોતાને હોંશિયાર માની લેવાથી એનો વિકાસ અટકી જાય છે.) એ જ રીતે જુગાર વગેરે વ્યસનોમાં પડેલાનું નિર્ધનપણું, અપમાન, તિરસ્કાર, માર પડવો વગેરે દુઃખદાયક અવસ્થાઓનું વર્ણન કરવું. એ સાંભળી પુત્રો એવા વ્યસનોમાં ફસાતા નથી. તથા પિતાએ કેટલી કમાણી થઇ, કેટલો ખર્ચ થયો અને ખર્ચ બાદ કરતાં શું બચ્યું? એ બધો હિસાબ પણ પુત્રપાસે જ કરાવવો જોઇએ, જેથી પોતાની પ્રભુતા અને પુત્રની સ્વચ્છંદતા બંને નાશ પામે છે. પુત્રને પિતાએ રાજસભામાં પણ ક્યારેક ક્યારેક લઇ જવો, કેમકે ક્યારેક ભાગ્યયોગે નહીં કલ્પેલી આપત્તિ આવી પડે, ત્યારે જો રાજસભાના વ્યવહારોથી અપરિચિત હોય; તો ગભરાઇને ભાગી જવાના વિચારથી સ્વસ્થતાથી ઊભો રહી શકે નહીં ને પોતાના પક્ષની વાત રજુ કરી શકે નહીં. એ જોઇ બીજાની સમૃદ્ધિ નહીં જોઇ શકનારા ને તેથી નિષ્કારણ વૈરી બનેલા દુષ્ટ પુરુષો એને વધુ મુશ્કેલીમાં મુકી દે છે. તેથી પિતાએ પુત્રને પહેલેથી જ રાજસભાનો પરિચય કરાવી દેવો. કહ્યું જ છે - રાજકુલમાં જવું જોઇએ ને ત્યાં રાજાથી પૂજાયેલા લોકોને મળતા રહેવું જોઇએ. કદાચ એથી કોઇ પ્રયોજન ન પણ સરે, તો પણ એથી જ અનર્થો પણ દૂર થાય છે. એ જ રીતે પુત્રને બીજા દેશોવગેરેના આચાર-વ્યવહારનું જ્ઞાન પણ આપવું, કેમકે જો તેવા કોક પ્રયોજનથી તેને વિદેશમાં જવું પડે, તો એ દેશના આચારવગેરેનો જાણકાર નહીં હોવાથી ત્યાંના લોકો સહેલાઇથી એને વૈદેશિકતરીકે ઓળખી લઇ સરળતાથી એને આપત્તિમાં નાખી શકે. આ જ રીતે પુત્રની જેમ પુત્રીવગેરે સાથે, અને પિતાની જેમ માતાવગેરે સાથે તથા પુત્રવધુ વગે૨ે સાથે જેની સાથે જેવો સંભવે એવો ઉચિત વ્યવહાર કરવો. ખાસ કરીને ઓરમાન ભાઇ સાથે વિશેષથી ઉચિતતા જાળવવી. કેમકે એના મનમાં ‘મને ઓછું મળશે' એવી ગ્રંથી બંધાઇ ગયેલી હોય છે. જેમકે એક બાળકની સાવકી માતાએ અડદની રાબ આપી, તો એમાં કાળું કાળું જોઇ ખોટી કલ્પના કરી એ બાળકે ઊલટી કરી નાખી. સ્વજનોસાથે ઉચિત વ્યવહાર સ્વજનો સાથેનો ઉચિત વ્યવહાર એ છે કે પોતાના ઘરમાં પુત્રજન્મ વગેરેરૂપ વૃદ્ધિ-મંગળકારી કાર્યોમાં એમને બોલાવી એમનું સન્માન કરવું જોઇએ. તથા તેઓની હાનિમાં પણ તેમની પડખે રહેવું શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૬૩ Page #172 -------------------------------------------------------------------------- ________________ જોઇએ. અહીં સ્વજનો ૧) પિતાના સંબંધથી ૨) માતાના સંબંધથી અને ૩) પત્નીના સંબંધથી જેઓ જોડાય છે તે ગણવાના છે. જેમ આપણા પ્રસંગે એમને બોલાવવાના છે, એમ પોતે પણ એમના સારા માઠાં પ્રસંગે હંમેશા એમની સાથે-પડખે રહેવું જોઇએ. એમાં પણ તેઓનો વૈભવની ક્ષીણતામાંથી અને રોગની પીડામાંથી ઉદ્ધાર થાય એ માટે પ્રયત્ન કરવો. કહ્યું જ છે - રોગવખતે, આપત્તિ આવ્યે, દુર્ભિક્ષ કાળમાં, શત્રુત૨ફથી સંકટ આવે ત્યારે, રાજદ્વારે અને સ્મશાનમાં જે સાથે ઊભો રહે છે, તે જ ખરો બાંધવ-સ્વજન છે. સ્વજનનો ઉદ્ધાર એ તત્ત્વથી પોતાનો જ ઉદ્ધાર છે કેમકે અરઘટ્ટમાં રહેલા ઘડાઓની જેમ જીવોને પ્રાય: પૂર્ણતા અને ખાલીપો અનૈકાંતિક છે (= કાયમી નથી). ક્યારેક દુર્ભાગ્યથી પોતાને પણ એવી કષ્ટદાયક અવસ્થામાંથી પસાર થવાનું થાય, ત્યારે પૂર્વે ઉપકાર કરાયેલા એ સ્વજનોની સહાયથી જ એ કષ્ટમાંથી ઉદ્ધાર થઇ શકે. તેથી જ સમય આવ્યે અવશ્ય સ્વજનોનો ઉદ્ધાર કરવો. તથા તેઓનું પૃષ્ઠમાંસ ખાવું નહીં - એટલે કે તેમની ગેરહાજરીમાં તેમની નિંદા કરવી નહીં. તથા શુષ્ક કલહ ક૨વો નહીં. એટલે કે મજાક-મશ્કરીમાં પણ એવો નિરર્થક વાદવિવાદ કરવો નહીં કે જેથી લાંબા કાળથી ચાલી આવતો પ્રેમભાવ નાશ પામી જાય. તેમના દુશ્મનો સાથે સંબંધ રાખવો નહીં, ને તેમના મિત્રોસાથે મૈત્રી ક૨વી. એ સ્વજનની ગેરહાજરીમાં એમના ઘરે જવું નહીં. એમની સાથે પૈસાનો વ્યવહાર કરવો નહીં. ગુરુ-દેવ અને ધર્મના કાર્યોમાં પરસ્પર એકચિત્તવાળા થવું. સ્વજન પુરુષ પરદેશ ગયો હોય ને ઘરમાં એકલી તેની પત્નીવગેરે સ્ત્રી જ રહેતી હોય, તો તે સ્વજનના ઘરે ક્યારેય પણ એકલા જવું નહીં. સ્વજનો સાથેનો અર્થ (ધન) સંબંધી વ્યવહાર ભલે શરુઆતમાં કાંક પ્રેમ વધારતો દેખાય-મીઠો લાગે, પણ છેવટે તો એ વિરોધભાવ જ ઊભો કરાવે છે, કહ્યું જ છે કે - જો ગાઢ પ્રેમ જોઇતો હોય, તો ત્રણ વસ્તુ કરવી નહીં... ૧) વ્યર્થ વાદવિવાદ ૨) અર્થ વ્યવહાર અને ૩) એની ગેરહાજરીમાં એની પત્નીને મળવું. આલોકના કાર્યોમાં પણ સ્વજનોસાથે મેળ રાખીને એકચિત્તવાળા થઇને કાર્ય કરવાથી જ ભવિષ્યમાં હિત થાય છે. દેરાસ૨વગે૨ે પારલૌકિક હિતકર કાર્યોમાં તો આ રીતે મેળ રાખવો ખાસ જરુરી છે, કેમકે એ કાર્યો એકલાથી પતતા નથી, ઘણાનો આધાર રાખવો પડતો હોય છે, તેથી જ મેળ રાખીને કામ કર્યું હોય, તો એ કામ સારી રીતે પાર પણ પડે છે ને શોભા પણ વધે છે. તેથી એ કાર્યો સર્વસંમતિથી થાય એ માટે સ્વજનોસાથે મેળ રાખી જ કામ કરવું. અહીં પાંચ આંગળીઓનું દૃષ્ટાંત છે. પાંચ આંગળીઓનું દૃષ્ટાંત લેખન, ચિત્રકામવગેરે પ્રાય: બધા કાર્યોમાં, તથા એ બતાવવામાં, ઉત્કૃષ્ટતાનું વર્ણન ક૨વામાં, બીજાની તર્જના (-તિરસ્કાર) કરવામાં, ચીમટુ ભરવું વગેરેમાં ખાસ કુશળ હોવાથી ગર્વથી ભરાયેલી તર્જની (અંગુઠા પછીની તરતની આંગળી) એ મધ્યમા (વચલી-મોટી) આંગળીને કહ્યું - તારામાં કયા ગુણો છે? ત્યારે મધ્યમાએ કહ્યું - હું મુખ્ય છું. કેમકે સૌથી મોટી છું... મધ્યમાં રહી છું. (મધ્યસ્થ છું.) વળી, તંત્રી (તંબુરા જેવું વાજિંત્ર) ગીત, તાલ વગેરે કાર્યોમાં કુશળ છું. જ્યારે કોઇ કાર્ય અંગે ઉત્સુકતા હોય, ત્યારે ચપટી વગાડી સંકેત કરનારી છું. ચપટી વગાડીને દોષ, છળ વગેરેનો નાશ કરું છું. અને ટચકારાથી શિક્ષા કરનારી છું. એ જ રીતે પૂછાયેલી અનામિકાએ કહ્યું - દેવ, ગુરુ, સ્થાપનાચાર્ય, સાધર્મિકવગેરેની નવાંગ ચંદનપૂજા, મંગળમય સાથિયો, નંદાવર્ત વગેરે કરવામાં, પાણી, ચંદન, શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૬૪ Page #173 -------------------------------------------------------------------------- ________________ વાસક્ષેપવગેરે અભિમંત્રિત કરવા વગેરે કાર્યો મારે આધીન છે. (જીવંત ગુરુની નવરંગ ચંદનપૂજા ઘટતી નથી, તેથી જેમ દેવથી પ્રભુની મૂર્તિ સમજવાની છે એમ તાત્પર્યથી ગૌતમસ્વામી વગેરે ગુરુની ગુરુમૂર્તિ સમજવી. સાધર્મિકની નવરંગ ચંદનપૂજા વર્તમાનમાં પ્રચલિત નથી. તેથી માત્ર અનામિકા દૃષ્ટાંતમાં પોતાનું મહત્ત્વ સિદ્ધ કરવા વર્ણવે છે એટલું જ તાત્પર્ય પકડવું.) ચોથી છેલ્લી - સૌથી નાની કનિષ્ઠા આંગળીએ પણ પોતાના ગુણ વર્ણવતા કહ્યું - હું સૌથી નાની હોવાથી કાનમાં ખંજવાળવું વગેરે સૂક્ષ્મ કામો કરવા સમર્થ છું. શરીરમાં કષ્ટ આવે, ત્યારે છેદવગેરે પીડા હું જ સહન કરું છું. શાકિનીવગેરે ડાકણ કે ભૂત-પ્રેતને દોષના નિગ્રહમાં પણ છેદદ્વારા) હું કારણ છે. જાપની સંખ્યાવગેરેનો નિશ્ચય કરવા માટેની ગણતરીની શરુઆત પણ મારાથી જ થાય છે. આમ ચારે આંગળીએ પોતાની ઉપયોગિતા સિદ્ધ કરી. તેથી તેઓ ચારે પરસ્પર સખીભાવ પામી એકી સાથે અંગૂઠાપર ત્રાટકી... અંગૂઠાનો તિરસ્કાર કરવા માંડી. ત્યારે અંગૂઠાએ કહ્યું- અરે ! હું તમારો પતિ છું-સ્વામી છું. (ચાર આંગળી સ્ત્રીલિંગ છે, અંગૂઠો પુલિંગ શબ્દ છે.) મારા વિના લેખન, ચિત્રણવગેરે, કોળિયો લેવો, ચપટી વગાડવી, ચંચુપાત, પુડી, ટચકાર, મુઠ્ઠી વાળવી, ગાંઠ બાંધવી, શસ્ત્રોવગેરે ચલાવવા, વાળ-દાઢી સરખા કરવા-કાપવા, આંખ સાફ કરવી, ધોવું, ખાંડવું, પીસવું, પીરસવું, કાંટો કાઢવો, ગાયવગેરે દોહવા, જાપની સંખ્યા ગણવી, વાળ-ફુલ વગેરે ગુંથવા, ફુલ પૂજાવગેરે કશું પણ થઇ શકતું નથી. દુશ્મનનું ગળું પકડવું, તિલક કરવું, શ્રી જિનેશ્વરનું (અંગૂઠો ચૂસી) અમૃતપાન, અંગ્રેષ્ઠ પ્રશ્નો વગેરે કાર્યો પણ મારે આધીન જ છે. ચારે આંગળીઓ આ સાંભળી અંગૂઠાને આધીન થઇ બધા કાર્યો કરવા માંડી. (અહીં સ્વજન સંબંધી ઔચિત્યની વાત પૂર્ણ થઇ.) ધર્માચાર્યસંબંધી ઔચિત્ય ધર્માચાર્યને ત્રણેય સંધ્યાવખતે (સવાર, બપોર, સાંજ) ભક્તિ – બહુમાનપૂર્વક વંદન કરવા જોઇએ. અહીં ભક્તિ એટલે આંતરિક પ્રેમ - અહોભાવ. બહુમાન વચનથી અને કાયાથી (ગુણવર્ણનાદિથી ને નમવાદ્વારા) વ્યક્ત થાય છે. વળી, ધર્માચાર્યએ બતાવેલી વિધિપૂર્વક આવશ્યક વગેરે કાર્યો કરવા. તથા એમની પાસે શુદ્ધ શ્રદ્ધાપૂર્વક ધર્મોપદેશ (= વ્યાખ્યાન) સાંભળવા જોઇએ. એમના દરેક આદેશનો બહુમાનપૂર્વક સ્વીકાર કરવો. એમની મનથી પણ અવજ્ઞા કરવી નહીં. એમની નિંદા થતી રોકવી જોઇએ. વળી, પોતે હંમેશા બીજા આગળ એમની સ્તવના-પ્રશંસા કરવી જોઇએ. નાસ્તિકવગેરે અધાર્મિકોને દેવ-ગુરુની નિંદામાં વિશેષ રસ હોય છે. ત્યારે એ અટકાવવા પોતે યથાશક્તિ પ્રયત્ન અવશ્ય કરવો, એમાં ઉપેક્ષા કરવી નહીં. કેમકે કહ્યું છે કે મહાપુરુષો અંગે માત્ર ખોટું બોલનાર જ નહીં, એ સાંભળનાર પણ પાપનો ભાગીદાર બને છે. ગુરુ ભગવંતની સ્તવના – પ્રશંસા એમની હાજરીમાં તો કરવાની છે જ. એમની હાજરી ન હોય, ત્યાં પણ કરવી, કેમકે એ અપાર પુણ્યનું કારણ બને છે. ગુરુના છિદ્ર (દોષ) જોવાવાળા થવું નહીં. એમના સુખ-દુ:ખમાં મિત્ર જેવા બનવું - એમના સુખે સુખી અને એમના દુ:ખે દુ:ખી થવું. તથા એમના વિરોધીઓને અને એમની આપત્તિઓને પોતાના પૂરા પ્રયત્નથી રોકવા પ્રયત્નશીલ બનવું. પ્રશ્ન : મમત્વ વિનાના અપ્રમત્ત ગુરુભગવંતોના છિદ્ર જોવાની વાત ને એમના મિત્ર જેવા થવાની વાત વગેરે વાતો શ્રાવક માટે કેવી રીતે સંભવી શકે? શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૬૫ Page #174 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર : ગુરુ ભગવંતો તો મમત્વહીન અને અપ્રમત્ત જ હોય છે. પરંતુ ભિન્ન-ભિન્ન સ્વભાવવાળા શ્રાવકોમાં પણ એવા ગુરુ ભગવંતઅંગે જુદા-જુદા પ્રકારના ભાવો થવા સંભવે જ છે. સ્થાનાંગ સૂત્રમાં કહ્યું જ છે - હે ગૌતમ! ચાર પ્રકારના શ્રાવકો કહ્યા છે - ૧) માતા-પિતા સમાન ૨) ભાઇ સમાન ૩) મિત્ર સમાન અને ૪) શૌક્ય સમાન...ઇત્યાદિ. - ગુરુ ભગવંતના વિરોધીઓ તરફથી એમના પર આવતા ઉપદ્રવોને પોતે પૂરી તાકાત વાપરી રોકવા જોઇએ. કહ્યું જ છે - સાધુઓ અને ચૈત્યો (દેરાસર અને જિનપ્રતિમા) અંગેના વિરોધભાવને અને અવર્ણવાદને (નિંદાને) તથા જૈનશાસનની હીલનાને પૂરા પ્રયત્નથી રોકવી જોઇએ. અહીં દૃષ્ટાંત બતાવે છે. સગરચક્રવર્તીનો પૌત્ર ભગીરથ પૂર્વે ઘણા ભવ પહેલા કુંભાર હતા. એક વખત એક સંઘ એક સીમાડાના ગામ પાસેથી પસાર થતો હતો. ત્યારે એ ગામમાં રહેલા સાંઇઠ હજાર માનવો એ સંઘના યાત્રિકો વગેરેને ઉપદ્રવ ક૨વા માંડ્યા. ત્યારે એ કુંભારે જ એ અટકાવવાનું કામ કર્યું હતું. - પોતાની ભૂલ થાય અને ગુરુ ભગવંત ઠપકો આપે, તો ‘તહત્તિ’ (આપે કહ્યું તેમ જ છે.) એમ કહીં બધું સ્વીકારી લેવું જોઇએ. કદાચ ગુરુ ભગવંતની કોઇ સ્ખલના થાય, તો એકાંતમાં એમાટે એમને કહેવું કે હે ભગવન્ ! આપના જેવા સુંદર સંયમીને આમ કરવું શું ઉચિત છે? વળી ભક્તિપૂર્વક સામે લેવા આવવું, આવે તો ઊભા થવું, આસન આપવું, પગ દબાવવા, તથા શુદ્ધ (નિર્દોષ) વસ્ત્ર, પાત્ર, આહાર વગેરે વહોરાવવું ઇત્યાદિ બધા પ્રકારે સમયોચિત વિનય – ઉપચાર કરવો જોઇએ. તથા ગુરુ ભગવંત પ્રત્યે હૃદયમાં નિર્દભ ગાઢ ગુણાનુરાગ રાખવો જોઇએ. વળી, પોતે અન્ય સ્થાને હોય, ત્યારે પણ એમના સમ્યક્ત્વદાનવગેરે ભાવ ઉપકારને હંમેશા યાદ કરવા જોઇએ. આ અને આવા બીજા વ્યવહારોથી ગુરુ ભગવંતો સાથે ઉચિત વ્યવહાર કરવો. નગરલોકો સાથે ઉચિત આચરણ પોતે જે નગરમાં રહેતો હોય, તેજ નગ૨માં વસતા પોતાને સમાન વૃત્તિવાળા એટલે કે વિણવૃત્તિ (= વાણિયાને ઉચિત આજીવિકા) વાળા લોકો અહીં નાગરિક તરીકે સમજવાના છે. એમની સાથેનો સમુચિત વ્યવહાર એ છે કે તેમની સાથે મેળવાળા થઇને રહેવું. સમાન સુખ-દુઃખવાળા થઇને રહેવું. તથા આપત્તિ-ઉત્સવવગેરેમાં હંમેશા તુલ્ય જવા-આવવાનો વ્યવહાર રાખવો. ‘તુલ્યતા’ એટલે એમની આપત્તિમાં પોતાને જાણે કે આપત્તિ આવી હોય એમ સમજી અને એમના ઉત્સવમાં પોતાનો ઉત્સવ સમજી વર્તન કરવું. જો પરસ્પરની આપત્તિ વગેરેમાં ‘મારે શું લેવા-દેવા?” એમ કરી પરસ્પર ઉપેક્ષાભાવ-ઔદાસિન્યભાવ રાખે, તો રાજા અને રાજ્યના અધિકારી વગેરે રૂપ શિકારીઓ માટે નાગરિકો સહેલાઇથી માંસના ટુકડા જેવા બની જાય. (રાજાવગેરે સરળતાથી કરવગેરે દ્વારા હેરાન કરી શકે.) કોઇ કાર્ય આવી પડે, તો પણ એકલાએ રાજાપાસે જવું નહીં, પણ બધાએ ભેગા મળી જવું. પરસ્પરની ગુપ્ત મસલતો જાહે૨ ક૨ી નાખવી નહીં, અને એક બીજાની ચાડી ખાવી નહી. પોતાને મહત્ત્વ મળે એ આશયથી અલગ-અલગ રાજા પાસે જવામાં બીજા સાથે મનભેદ-વેરભાવ થવો વગેરે દોષો રહ્યા છે. ૧૬૬ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #175 -------------------------------------------------------------------------- ________________ સંગઠનમાં શક્તિ જેમ યવનો કોક એકને નાયક બનાવે છે, તેમ પરસ્પર તુલ્યતા હોય તો પણ ભેગા થઇને જ એમાં પણ એકને મુખ્ય કરીને પરસ્પર સાપેક્ષભાવ રાખીને જ રાજાને મળવા ને વિનંતી માટે જવું. (આક્રમણખોરો ફાવ્યા ને ભારત પરાધીન થયું એમાં બીજા અપાતા કારણો ખાસ તથ્ય વિનાના છે. મુખ્ય તો બે જ કારણ હતા ૧) મંત્રીઓ વગેરેની બેવફાઇ અને ૨) રાજાઓમાં એકતાનો અભાવ.) પરસ્પર જોડાયા વિના જવામાં લાભ થતો નથી. અહીં દૃષ્ટાંત બતાવે છે – પાંચસો સુભટો રાજાની સેવા માટે આવ્યા. રાજાએ પરીક્ષા માટે તેઓ વચ્ચે એક જ પલંગ આપ્યો. ત્યારે એના પર કોણ સુએ? એમાટે વિવાદે ચઢેલા તે બધા પલંગ બાજુ પગ રાખી નીચે સુઇ ગયા. આમ કોઇને નાયક બનાવ્યો નહીં. તેથી રાજાએ કાઢી મુક્યા. કહ્યું જ છે- ઘણા નબળાઓનો સમુદાય જય પામે છે. તણખલાઓ ગુંથાઇને બનેલા દોરડાથી હાથી પણ બંધાઇ જાય છે. જો વેપારીઓની ગુપ્ત વાત ફુટી જાય, તો કાર્યમાં વિપદા આવે, રાજા કોપે ભરાય વગેરે ઘણા દોષો આવે. તેથી ગુપ્ત મસલતો જાહેર થઇ જાય નહીં તેની કાળજી લેવી. જો નાગરિકો રાજા સમક્ષ એક-બીજાપર દોષારોપણ કરે, તો એમની બધી ખાનગી વાતો જાણવા મળી જવાથી રાજાવગેરે એમના અપમાન કરે, મોટા દંડવગેરે આપત્તિ આવે. સમાન આજીવિકાવાળાઓ જો એક થાય નહીં, સંપીને રહે નહીં, તો પોતાના જ વિનાશમાં કારણ બની જાય. કહેવાય પણ છે- એક ઉદર(પેટ) વાળા, પણ ભિન્ન ડોકવાળા ભારંડ પંખીઓ જુદા-જુદા ફળની ઇચ્છા રાખે છે, ત્યારે સંપ તૂટી જવાથી વિનાશ પામે છે. (પોત-પોતાની જુદી દુકાનવાળા પણ એક જ પ્રકારના ધંધા વગેરે કરનારાઓને આ વાત લાગુ પડે છે.) જેઓ પરસ્પરના મર્મની (ખાનગી વાતની) રક્ષા કરતા નથી, તે જીવો રાફડામાં રહેલા સાપની જેમ મોત પામે છે. જ્યારે વિવાદ ઉપસ્થિત થાય, ત્યારે ત્રાજવાની દાંડી જેવા રહેવું. પણ આ મારો સ્વજનસંબંધી ન્યાત ભાઇ છે, આના તરફથી મને સારી લાંચ મળી છે, અથવા આ મારો ઉપકારી છે ઇત્યાદિ કારણોને વજન આપી ન્યાય-નીતિમાર્ગ તોડવો જોઇએ નહીં. બળવાનોએ દુર્બળ (= નબળા) લોકોને શુલ્ક - કરવગેરેથી પીડવા જોઇએ નહીં. થોડા અપરાધ-દોષમાં પણ મોટો દંડ આપવો જોઇએ નહીં. સંગઠનમાં રહેવા માટે શુલ્ક (= સામાન્ય ફીલાગો) અથવા કર વગેરે વધારે ભરવા પડતા હોય, અથવા રાજા દંડ વગેરે આપે ત્યારે સંગઠન સાથ ન આપે, તો એથી પીડાયેલા સભ્યો પરસ્પર રાગ વિનાના થાય છે, ને સંગઠનને છોડી દે છે. આમ સંગઠન તૂટી પડવા પર - સંગઠન વિના તો બળવત્તર પણ વ્યક્તિ પરાભવ પામે છે. વનમાં સંગઠન વિનાના સિંહ પણ પરાભવ પામે છે. તેથી પરસ્પર સંગઠન ટકે, એ જ શ્રેયસ્કર છે. કહ્યું જ છે- પુરુષો માટે સંગઠન શ્રેયસ્કર છે. એમાં પણ પોતાના જાતભાઇઓ સાથે સંગઠન તો વિશેષથી હિતકર છે. ફોતરા જુદા પડી જાય, તો ચોખા પણ ઉગતા નથી (વૃદ્ધિ પામતા નથી.) સંગઠનનો મહિમા જુઓ કે જે પાણીનો પ્રવાહ પર્વતોને ભેદી નાખે છે ને ભૂમિને પણ વિદારી નાખે છે, એ જ પાણીના પ્રવાહને જથ્થામાં એકઠા થયેલા તણખલાઓ અટકાવી દે છે. રાજા/અધિકારી વગેરે સાથે ધનવ્યવહાર રાખવો નહીં. વળી પોતાનું હિત ઇચ્છતી વ્યક્તિએ કારણિકો સાથે અને પ્રભુ-રાજાવગેરે સાથે પૈસાનો શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૬૭ Page #176 -------------------------------------------------------------------------- ________________ વ્યવહાર રાખવો નહીં. જેઓ રાજા સંબંધી, દેવસંબંધી અને ધર્મસંબંધી ધનખર્ચ વગેરે કાર્યોમાટે નિયુક્ત થયા હોય, તે કારણિક કહેવાય. તેઓ અથવા તેમના હાથ નીચે કામ કરતા તેમના સેવકો સાથેનો પૈસાનો વ્યવહાર સુખાત્ત હોતો નથી. જ્યારે ધન અપાય છે, પ્રાય: ત્યારે જ તેઓ મોં પર પ્રસન્નતાની લાલી દેખાડે છે, ત્યારે જ બનાવટી મનગમતી વાતો કરવી, બોલાવવું, આસન આપવું, પાન આપવું વગેરે બાહ્ય ફટાટોપ બતાવે છે, ને સજ્જનતા દેખાડે છે. જ્યારે અવસરે પોતે આપેલું પણ ધન એમની પાસેથી પાછું માંગવા જાવ, ત્યારે તેઓ પોતે કરેલો તલમાત્ર ઉપકાર જાહેરમાં પ્રગટ કરી ત્યારે જ દાક્ષિણ્યભાવ છોડી દે છે. આ જ તેઓનો સ્વભાવ છે. કહ્યું જ છે કે ૧) બ્રાહ્મણમાં ક્ષમા ૨) માતામાં દ્વેષ ૩) વેશ્યામાં પ્રેમ અને ૪) અધિકારીઓમાં દાક્ષિણ્ય. આ ચાર અનિષ્ટ ગણાયા છે. પૂર્વે ઉપાર્જેલા ધનનો નામ પણ ન રહે એ રીતે નાશ થઇ જાય એ માટે તેઓ ખોટા દોષો ઊભા કરી ધન આપનારાઓને રાજા પાસે ઘસડી જઇ ઉલ્ટો દંડ કરાવે છે. કહ્યું જ છે – ખોટા દોષો ઊભા કરીને ધનવાનને સર્વત્ર પીડવામાં આવે છે. નિર્ધન તો અપરાધ કર્યો હોય તો પણ બધે ઉપદ્રવ (=કષ્ટ) વિના ફરે છે. રાજા સાથે પણ પૈસાનો વ્યવહાર રાખવો નહી. એક સામાન્ય ક્ષત્રિય માણસ પણ ધનની ઉઘરાણી કરવા પર તલવાર બતાવી દે છે, તો રાજા માટે તો પૂછવું જ શું? સમાન વૃત્તિવાળા નાગરિકોની જેમ બીજા પણ નાગરિકો સાથે યોગ્યતા મુજબ ઉચિત વ્યવહાર કરવો. પરતીર્થિકો સાથે ઉચિત આચાર પરતીર્થિકો પણ ભિક્ષા માટે પોતાના ઘરે આવ્યા હોય, તો જે ઉચિત હોય, તે કરવું. ખાસ કરીને રાજાને માન્યનો વિશેષ વિવેક સાચવવો. અહીં ઉચિત એટલે યોગ્યતા મુજબ દાન આપવું વગેરે સમજવું. જો કે એ પરતીર્થિકપ્રત્યે મનમાં ભક્તિનો ભાવ નથી હોતો, તેમ જ એમના ગુણોમાં (એમના આચારોમાં) પક્ષપાત – અનુમોદના પણ નથી; છતાં પણ એ ઘરે આવ્યા હોય, તો ઉચિત કરવું એ ગૃહસ્થનો આચાર છે. કહ્યું જ છે – ૧) ઘરે આવેલાનું ઉચિત કરવું ૨) આપત્તિમાં પડેલાનો ઉદ્ધાર કરવો અને ૩) દુ:ખીઓ પર દયા કરવી – એ બધાને સંમત ધર્મ છે. “કયો પુરુષ છે?” વગેરે વિચારી એ મુજબ પ્રેમથી વાત કરવી, આસન ધરવું, કાર્યમાટે પૂછવું, અને એ મુજબ કરી આપવું એ ઉચિત છે. દીન, અનાથ, અંધ, બહેરો, રોગગ્રસ્તવગેરે જીવો દયાપાત્ર છે, એમનું દુઃખ દૂર કરવા પ્રયત્ન કરવો. આ કહેવાયેલા લૌકિક ઉચિત આચારમાત્ર સંબંધી કાર્યોમાં પણ જેઓ તત્પર નહીં હોય, તેઓ લોકોત્તર, સૂક્ષ્મ બુદ્ધિથી જ સમજી શકાય એવા જૈનધર્મ સંબંધી ઉચિત આચારોમાં કુશળ કેવી રીતે થઇ શકશે? તેથી ધર્માર્થી જીવે અવશ્ય ઉચિત આચારોમાં નિપુણ થવું જોઇએ. બીજે પણ કહ્યું છે – સર્વત્ર ઉચિત કરણ, ગુણાનુરાગ, જિનવચનમાં રતિ (= રુચિ – આનંદ) અને ગુણહીન પ્રત્યે મધ્યસ્થભાવ (ફ્લેષાદિનો અભાવ). આ સમ્યગ્દષ્ટિના લિંગો છે. સાગર કદી મર્યાદા છોડતો નથી, પર્વત કદી ચલાયમાન થતા નથી, એમ ઉત્તમ પુરુષો ક્યારેય પણ ઉચિત આચરણનું ઉલ્લંઘન કરતા નથી. તેથી જ જગદ્ગુરુ તીર્થકરો પણ ગૃહસ્થઅવસ્થામાં માતા-પિતા પ્રત્યે આવે તો ઊભા થવું વગેરે ઉચિત આચરણ કરતા હોય છે. આમ નવ પ્રકારના ઔચિત્યની વાત થઇ. ૧૬૮ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #177 -------------------------------------------------------------------------- ________________ ઉચિત વચનઅંગે આંબડનું દૃષ્ટાંત અવસરે કહેવાયેલું ઉચિત વચન પણ મોટા ગુણ માટે થાય છે. આંબડમંત્રી મલ્લિકાર્જુનને જીતીને એનો ૧૪ કરોડ સોનામહોર જેટલા મૂલ્યવાળા છ મુઢક (એક પ્રમાણ) મોતીઓ, ૧૪ ભાર (વજન વિશેષ) સોનામહોર ભરેલા બત્રીશ ઘડાઓ, શૃંગારમાટેની માણેકમય કરોડ સાડીઓ, ઝેર ઉતારનારા છીપલાઓ વગેરે ભરેલો આખો ભંડાર લઇ આવ્યો. તેથી કુમારપાળે આંબડમંત્રીને રાજપિતામહનું બિરુદ આપ્યું. એક કરોડ સોનામહોર અને ચોવીશ શ્રેષ્ઠ ઘોડાઓ આપ્યા. આંબડે તો ઘર સુધી પહોંચતા સુધીમાં જ એ બધું યાચકોને આપી દીધું. તેથી કોકે આવી રાજા આગળ ચાડી ખાધી. તેથી શ્રી કુમારપાળ રાજાએ ગુસ્સાથી પૂછ્યું – તું કેમ મારા કરતા વધુ દાન આપે છે? ત્યારે આંબડે કહ્યું- આપું જ ને ! તમારા પિતા તો બાર ગામના સ્વામી હતા, મારા તો અઢાર દેશના સ્વામી છે. આમ ઉચિત વચન કહેવાથી કુમારપાળ રાજા પ્રસન્ન થયા. આંબડને પુત્ર તરીકે સ્વીકાર્યો અને પ્રસાદરૂપે બમણું આપી ઘરે મોકલ્યો. તેથી જ અમે (ગ્રંથકારે) કહ્યું છે – દાન, યાન(પ્રવાસ), માન, શયન, આસન, પાન, ભોજન, વચન આ બધે જ અને બીજે પણ સમયોચિત જ મહારસ (= લાભ) મય બને છે. તેથી જ સમયસૂચકતા બધે જ ઔચિત્યનું કારણ બને છે. કહ્યું જ છે – એક બાજુ ઔચિત્ય રાખો અને બીજી બાજુ કરોડો ગુણ રાખો, તો ઔચિત્ય વિનાનો ગુણસમુદાય અમૃતને બદલે ઝેરરૂપ બની જાય છે. તેથી જ બધે અનુચિતતાનો ત્યાગ કરવો. જે કરવાથી લોકોમાં મૂર્ખામાં ખપીએ, તે બધું પણ અનુચિત જ છે. તેથી તેનો પણ ત્યાગ કરવો. લૌકિકશાસ્ત્રમાં મુર્ખતા અંગે જે કહ્યું છે, તે આ બાબતમાં ઘણું ઉપકારી થઇ શકે એમ છે, તેથી અમે જણાવીએ છીએ. મૂર્ખના સો લક્ષણ રાજન્ ! સો મૂર્ખ કયા? તે સાંભળ, અને તેવી તેવી મૂર્ખતા છોડ, કે જેથી તું આ જગતમાં નિર્દોષ રત્નની જેમ શોભા પામીશ.” ૧. છતી શક્તિએ ઉદ્યમ ન કરે ૨. પંડિતોની સભામાં પોતાના વખાણ કરે ૩. વેશ્યાના વચન ઉપર વિશ્વાસ રાખે ૪. દંભ તથા આડંબર ઉપર ભરોસો રાખે ૫. જુગાર, કિમિયા વગેરેથી ધન મેળવવાની આશા રાખે ૬. ખેતી આદિ લાભનાં સાધનોથી લાભ થશે કે નહીં? એવી શંકા રાખે. ૭. બુદ્ધિ નહીં છતાં મોટું કામ કરવા ધારે. ૮. વણિક થઇ એકાંતમાં રહેવા ઇચ્છે. ૯. માથે દેવું કરી ઘરબાર વગેરે ખરીદે. ૧૦. પોતે વૃદ્ધ થવા છતાં કન્યા પરણે. ૧૧. નહીં ભણેલા ગ્રંથ પર વ્યાખ્યાન કરે ૧૨. પ્રત્યક્ષ દેખાતી વાતને છુપાવવા જાય. ૧૩. ચંચળ સ્ત્રીનો પતિ થઇ ઈર્ષા રાખે ૧૪. શત્રુ બળવાન હોવા છતાં નિ:શંક થઇ ફરે. ૧૫. પ્રથમ ધન આપીને પાછળથી પશ્ચાત્તાપ કરે ૧૬. પંડિતને ભણાવવા જાય ૧૭. અવસર ન હોય ત્યારે બોલવામાં કુશળ ૧૮. બોલવાનો અવસર આવે ત્યારે મૌન રાખે ૧૯. લાભની વાત આવે ત્યારે જ લડવા જાય ૨૦. જમતી વખતે ક્રોધ કરે, ૨૧. થોડા લાભ માટે ઘણું ધન વાપરી નાખે ૨૨. લોકો સાથેની વાતમાં ક્લિષ્ટ સંસ્કૃત શબ્દોનો પ્રયોગ કરે. ૨૩. બધી સંપત્તિ પુત્રાધીન કરી પોતે દીન બને ૨૪. પત્નીના પિયરિયાઓ પાસે ધન માંગે ૨૫. પત્ની સાથે ટંટો થવાથી બીજી સ્ત્રી પરણે ર૬. પુત્ર ઉપર ક્રોધ કરી તેનો નાશ કરે ૨૭. પોતે કામી બની બીજા કામી સાથે શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૬૯ Page #178 -------------------------------------------------------------------------- ________________ સ્પર્ધામાં ઉતરી (કોક વેશ્યાદિ સ્ત્રીમાટે) ધન ઉડાઉ થઇ વાપરે ૨૮. યાચકોએ કરેલી સ્તુતિથી મનમાં અહંકાર લાવે ૨૯, પોતાની બુદ્ધિના અહંકારથી બીજાનાં હિતવચન સાંભળે નહીં ૩૦. પોતાના ઉંચા કુલના અહંકારથી નોકરી ન કરે ૩૧. દુર્લભ એવું ધન આપીને કામ-ભોગ સેવે ૩૨. જકાત-કર ભરીને પણ પાછા માર્ગેથી જાય નહીં ૩૩. રાજા લોભી હોવા છતાં તેની પાસેથી લાભ થવાની આશા રાખે ૩૪. દુષ્ટ શાસક પાસેથી ન્યાયની આશા રાખે ૩૫. કાયસ્થ-મુત્સદીઓ પાસેથી સ્નેહની આશા રાખે ૩૬. મંત્રી ક્રૂર છતાં ભય ન રાખે ૩૭. કૃતજ્ઞ પાસે ઉપકારના બદલાની આશા રાખે ૩૮. જેને રસ નથી એવા આગળ પોતાના ગુણ ગાય ૩૯. શરીર નિરોગી છતાં વૈદ પાસે ઉપચાર કરાવી શરીરને સુકવે ૪૦. રોગી છતાં પરેજી ન પાળે ૪૧. લોભથી સ્વજનને છોડી દે ૪૨. મિત્રનો પ્રેમ ઉતરી જાય એવા વચન બોલે ૪૩. લાભના અવસરે જ આળસ કરે ૪૪. મોટી ઋદ્ધિવાળો હોવા છતાં ઝગડાખોર બને ૪૫. જોષીના કહેવા પર રાજ્યની ઇચ્છા કરે ૪૬. મૂરખસાથે મંત્રણા - મસલત કરે ૪૭. નબળાને દબાવવામાં શૂરો થાય ૪૮. જેના દોષો સ્પષ્ટ દેખાય છે, એવી સ્ત્રી પર પ્રેમ રાખે ૪૯. ગુણનો અભ્યાસ કરવામાં ક્ષણમાત્ર રુચિ રાખે (થોડા જ પ્રયાસ પછી થાકી ને છોડી દે.) ૫૦. બીજાએ સંચય કરેલું ધન ઉડાવે ૫૧. મન રાખી રાજાની નકલ કરે પર. લોકોમાં રાજાવગેરેની નિંદા કરે ૫૩. દુ:ખમાં દીનતા ને પીડા બતાવે ૫૪. સુખવખતે (પૂર્વકાલીન દુ:ખ-પીડા) અને ‘દુર્ગતિઓ' છે એ વાત ભૂલી જાય પ૫. થોડું બચાવવા ઘણો વ્યય કરે પ૬. પારખું કરવા ઝેર ખાય પ૭. ધાતુવાદ વગેરે ઉપાયોમાં ધન હોમે ૫૮. ક્ષય રોગ છતાં રસાયણ ખાય ૫૯. પોતાની માની લીધેલી મોટાઇનો અહંકાર રાખે ૬૦. ક્રોધથી આત્મહત્યા કરવા તૈયાર થાય ૬૧. વગર કારણે નિરંતર આમ તેમ ભટકતો રહે ૬૨. બાણ વાગવા છતાં યુદ્ધ જુએ ૬૩. સમર્થનો વિરોધ કરી નુકસાનમાં ઉતરે ૬૪. થોડું ધન છતાં આડંબર મોટો રાખે ૬૫. ‘હું પંડિત છું” એમ સમજી બહુ બકબક કરે ૬૬. પોતાને શૂરવીર સમજી કોઇની બીક ન રાખે ૬૭. સામા માણસને ત્રાસ ઉપજાવે ૬૮. મજાકમાં મર્મઘાતક વચન બોલે ૬૯. ગરીબને પોતાનું ધન સોંપે ૭૦. લાભ નક્કી નહીં છતાં ખરચ કરે ૭૧. પોતાના ખરચનો હિસાબ રાખવામાં પોતે કંટાળો કરે ૭૨. નસીબ ઉપર ભરોસો રાખી ઉદ્યમ ન કરે ૭૩. ગરીબ હોવા છતાં વાતોમાં સમય બગાડે ૭૪. વ્યસનાસક્ત થઇ ભોજન કરવાનું પણ ભૂલી જાય ૭૫. પોતે નિર્ગુણી છતાં પોતાના કુળની ઘણી પ્રશંસા કરે ૭૬. કર્કશ સ્વર હોય, છતાં ગીત ગાય ૭૭. પત્નીના ભયથી યાચકને દાન આપે નહીં ૭૮. કંજુસાઇના કારણે દુર્દશામાં જીવે ૭૯. જેના દોષ બધાને ખબર હોય, તેનાં વખાણ કરે ૮૦. સભા અડધી છોડીને નીકળી જાય ૮૧. દૂત તરીકેનું કામ કરે ને આપવાનો સંદેશ ભૂલી જાય ૮૨. ખાંસીનો રોગ છતાં ચોરી કરવા જાય ૮૩. કીર્તિ માટે મોટો ખર્ચ કરી ભોજન સમારંભ રાખે ૮૪. લોક વખાણ કરે એવી આશાથી ઓછું ખાઇ અડધો ભૂખ્યો રહે ૮૫. ઓછું ભોજન હોય, ત્યારે ઘણું ખાવા ઇચ્છે ૮૬. કપટી અને મીઠા બોલા લોકોમાં સપડાય ૮૭. વેશ્યાના યારસાથે કલહ કરે ૮૮. બે જણ ખાનગી વાત કરતાં હોય, ત્યાં ત્રીજો વચ્ચે ઘુસે ૮૯, આપણા ઉપર રાજાની મહેરબાની રહેશે એવી ખાત્રી રાખે ૯૦. અન્યાયથી સમૃદ્ધ થવાની ઇચ્છા કરે ૯૧. ધન પાસે નહીં છતાં ધનથી થનારાં કામો કરવા જાય ૯૨. લોકમાં ગુપ્ત વાત જાહેર કરે ૯૩. અજાણ્યાનો જામીન થાય ૯૪. હિતનાં વચન કહેનારસાથે વેર કરે ૯૫. બધે ભરોસો રાખે ૯૬. લોક વ્યવહાર ન જાણે ૯૭. ભિક્ષુક થઇને ગરમ ભોજન જમવાની ઇચ્છા રાખે ૯૮. શિથિલ ક્રિયાવાળો પોતે ગુરુ થવા ઇચ્છે ૧૭૦ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૯૯. કુકર્મ કરતાં શરમાય નહીં અને ૧૦૦. બોલતાં બહુ હસે, તે મૂર્ખ જાણવો.” આ રીતે સો પ્રકારના મૂર્ખ કહ્યા છે. બીજા હિતવચન આ જ રીતે પોતાની શોભા જાય એવા બીજા પણ કાર્યો કરવા નહીં. વિવેકવિલાસ વગેરેમાં કહ્યું છે – સભામાં (ઘણાની હાજરીમાં) બગાસું, છીંક, ઓડકાર કે હાસ્યવગેરે મોં ઢાંકીને કરવા. તથા નાક સાફ કરવું નહીં કે બે હાથ મરડવા નહીં. એ જ રીતે પલાંઠી વાળવી નહીં કે પગ લાંબા કરવા નહીં. તથા ઉઘ-ઝોકા વિકથા કે ખરાબ ચેષ્ટાઓ પણ કરવી નહીં. એવા (હસવાના) અવસરે પણ કુલીન પુરુષો માત્ર હોઠ મલકાવવા જેટલું જ હસે છે. અટ્ટહાસ્ય અને ઘણું હસવું તો સર્વથા અનુચિત જ છે. એ જ રીતે હાથ થપથપાવવા વગેરે રૂપ અંગવાદ્ય નહીં કરવું. તથા ઘાસ તોડ્યા કરવું, નખોથી જમીન ખોતરવી, દાંતો કે નખો પરસ્પર અથડાવવા વગેરે પણ કરવું નહીં. ભાટ-ચારણો બિરુદાવલી ગાય કે પ્રશંસા કરે એટલામાત્રથી ગર્વવાળા બનવું નહીં. પણ જો વિવેકી-પરિણત વ્યક્તિ પ્રશંસા કરે, તો આપણામાં એ ગુણ છે એવો નિશ્ચય કરવો. (પણ ગર્વ તો કરવો જ નહીં). પ્રાજ્ઞ પુરુષે બીજાના વચનોમાં રહેલી વિશેષ વાતને ખાસ યાદ રાખવી. નીચ પુરુષે જે કાંઇ પોતાના માટે (કે બીજાના માટે) કહ્યું હોય, તે વાત ફરીથી કહીને પકડી રાખવી નહીં. ચતુર માણસે ત્રણે કાળ સંબંધી જે વાતમાં પોતાને ખાતરી ન થઇ હોય, એવી વાતમાં ‘હા, એ એમ જ છે’ એવો સ્પષ્ટ હોંકારો ભણવો નહીં. પોતે જે કામ કરવા માંગે છે કે બીજા પાસે કરાવવા માંગે છે, એ કામ અંગે ઉદાહરણ દ્વારા અને અન્યોક્તિથી પહેલા જ જણાવી દેવું. પોતે જે કરવા માંગે છે, એને અનુરૂપ જ બીજો કાંઇ કશું તે વખતે કહે, તો એને પ્રમાણ જ કરી લેવું, કેમકે એથી પોતાના પ્રયોજનની સિદ્ધિનો સંકેત મળે છે. કોઇનું કોઇ કામ પોતાનાથી થઇ શકે એવું હોય જ નહીં, તો ત્યારે જ એ રીતે કહી દેવું. પણ પછી ખોટા વચનોવગેરે આપી એને આમથી તેમ દોડાવવો નહીં. કોઇના માટે પણ હલકી વાત કરવી નહીં. પોતાના દ્વેષીઓને કશુંક સંભળાવવું પડે એમ હોય, તો પણ ગુપ્ત અર્થવાળી અન્યોક્તિથી જ સંભળાવવું. માતા, પિતા, રોગી, આચાર્ય, અતિથિ, ભાઇઓ, તપસ્વીઓ, વૃદ્ધો, બાળકો, સ્ત્રીઓ, વૈદો, સંતાન, સ્વજનો, નોકરો, બેન, આશ્રિતવર્ગ, સંબંધીઓ તથા મિત્રોસાથે વચનથી પણ સંઘર્ષ નહીં કરનારો ત્રણેય જગતને જીતી જાય છે. ક્યારેય પણ સૂર્ય જોવો નહીં, તથા સૂર્ય-ચંદ્રનું ગ્રહણ પણ જોવું નહીં. ઉંડા કુવાનું પાણી જોવા જવું નહીં, તથા સંધ્યા સમયે આકાશ જોવું નહીં. સંભોગક્રિયા, શિકાર, જુવાન નગ્ન સ્ત્રી, પશુઓની ક્રીડા અને કન્યાઓની યોનિ જોવા નહીં. જ્ઞાનીએ તેલમાં, પાણીમાં, અસ્ત્રમાં, મૂત્રમાં અને લોહીમાં પોતાનું મોં જોવું નહીં, કેમકે એમ જોવાથી આયુષ્ય ઓછું થાય છે. જે વાત સ્વીકારી હોય, તે છોડી દેવી નહીં. ગયેલી વસ્તુનો શોક કરવો નહીં. કોઇની પણ ઉંઘમાં ખલેલ પહોંચાડવી નહીં. ઘણાઓ સાથે વેર કરવું નહીં. જેમાં બહુમતિ હોય, એમાં પોતાનો મત આપવો. જે કાર્યમાં રુચિ ન હોય કે વિશેષ લાભ નથી એ કાર્ય પણ ઘણાની સાથે કરવાનું હોય, તો કરવું. સુજ્ઞ વ્યક્તિએ બધી શુભ ક્રિયાઓમાં અગ્રેસર થવું. દંભથી પણ નિસ્પૃહભાવ શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૭૧ Page #180 -------------------------------------------------------------------------- ________________ લાભકારી થાય છે. (મનમાં સ્પૃહા હોય, તો પણ નિસ્પૃહતા બતાવવી સારી છે.) અતિઉત્સુક થઇને દ્રોહકારી કાર્યો કરવા નહીં. અને ક્યારેય પણ સુપાત્રો (દેવ-ગુરુ-સાધર્મિકો) પ્રત્યે મત્સરભાવ રાખવો નહીં. પોતાની જાતિપર આવેલા કષ્ટની ઉપેક્ષા કરવી નહીં. તેમજ જાતિ-સમાજની એકતા થાય એવું કરવું. જો એમ ન કરે, તો માનીનું પણ અપમાન થાય છે ને તે દોષથી અપયશ પણ ફેલાય છે. જે પોતાની જાતિ (સમાજ) ને છોડી પરજાતિમાં રક્ત બને છે, તે મનુષ્ય અંત પામે છે, જેમકે કુકર્દમ રાજા. જો જ્ઞાતિના આગેવાનો વગેરે પરસ્પર લડ્યા કરે, તો જ્ઞાતિના સભ્યો જ્ઞાતિને છોડી દે છે. પરસ્પર મળેલા-સંપીને રહે, તો જ પાણીમાં કમળોની જેમ વૃદ્ધિ પામે છે. ગરીબીથી પીડાતા મિત્રની, સાધર્મિકની, જ્ઞાતિના આગેવાનની, ગુણવાનની અને પુત્ર વિનાની પત્નીની ખાસ સંભાળ લેવી. જેને ગૌરવ ગમતું હોય, એ વ્યક્તિએ સારથિપણું, બીજાની વસ્તુના ખરીદ-વેચાણ અને પોતાના કુલમાટે અનુચિત ગણાય એવા કાર્યો ક૨વા જોઇએ નહીં. મહાભારતવગેરેમાં પણ કહ્યું છે – બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઇએ. (વહેલી સવારે) ઉઠીને ધર્મ-અર્થઅંગે વિચારણા કરવી. ઉગતા અને આથમતા સૂર્યને ક્યારેય પણ જોવો નહીં. દિવસે ઉત્તર સન્મુખ રહી, રાત્રે દક્ષિણ સન્મુખ રહી અને એવી બાધાઓ હોય, તો અનુકૂળતા મુજબ મળ-મૂત્રનો ત્યાગ કરવો. આચમન કરીને (= પવિત્ર થઇને) દેવપૂજા વગેરે, ગુરુવંદન તથા ભોજન કરવા. હે રાજન ! ડાહ્યા માણસે ધન કમાવવાનો પ્રયત્ન ક૨વો જ જોઇએ, કેમકે ધન મળે તો જ ધર્મ અને કામવગેરેના પ્રયોજનો પણ સરે છે. કમાણીના ચોથા ભાગથી પરલોકહિતના કાર્ય કરવા, ચોથો ભાગ બચાવવો, ને અડધા ભાગથી પોતાના નિત્ય અને નૈમિત્તિક ભરણ-પોષણઆદિ કાર્યો કરવા. વાળ સમારવા, અરિસામાં જોવું, દાંત સાફ કરવા અને દેવતાની પૂજા કરવી-આટલા કાર્યો મધ્યાહ્ન પહેલા જ કરી લેવા જોઇએ. હિતેચ્છુએ ઘરથી દૂર જ મળ-મૂત્રવિસર્જન, પગ ધોવા, એંઠવાડ નાખવો વગેરે કરવું. જે મનુષ્ય માટીના ઢફા ભાંગે, તણખલાના ટુકડા કરે ને નખ ચબાવ્યા કરે; તથા મળ-મૂત્રથી ખરડાયેલો રહે છે (બરાબર સફાઇ કરતો નથી) તે લાંબુ આયુષ્ય પામતો નથી. ભાંગેલા આસનપર બેસવું નહીં. કાંસાનું વાસણ ભાંગેલું હોય, તો વાપરવું નહીં. અને વાળ ખુલ્લા રાખી ભોજન કરવું નહીં. સ્નાન કરતી વખતે સાવ નગ્ન થવું જોઇએ નહીં. એ જ રીતે સાવ નગ્ન થઇ સૂવું નહીં. હાથ વગેરેને લાંબો કાળ ખરડાયેલા (એઠાં અથવા અપવિત્ર) રાખવા નહીં. ખરડાયેલા હાથે માથાને અડવું નહીં કેમકે પોતાના બધા પ્રાણ માથામાં રહેલા છે. એ જ રીતે કોઇને પણ વાળ પકડી માથામાં પ્રહાર કરવો નહીં. પુત્ર અને શિષ્યને શિક્ષણમાટે મારવા પડે, એ છોડી બીજા કોઇને મારવા નહીં. બંને હાથ ઉંચા કરી માથું ખંજવાળવું નહીં. એ જ રીતે માણસે કા૨ણ વગર વારંવાર માથેથી સ્નાન કરવું જોઇએ નહીં. ચંદ્રગ્રહણાદિ વખતે રાહુ દેખાઇ જાય, તો રાતે સ્નાન કરવું પડે. એ સિવાય રાતે સ્નાન કરવું સારું નથી. એ જ રીતે જમીને તરત સ્નાન કરવું નહીં, તથા જ્યાં ઉંડા પાણી હોય એવા જળાશયમાં પણ સ્નાન કરવું નહીં. ગુરુની ખરાબ વાતો ક્યારેય પણ કરવી નહીં. અને એ ગુસ્સે થયા હોય, તો પ્રસન્ન કરવા પ્રયત્ન કરવો. બીજાઓ ગુરુનો અવર્ણવાદ કરતાં હોય, તો એ પણ સાંભળવું નહીં. હે ભારત ! શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૭૨ Page #181 -------------------------------------------------------------------------- ________________ (યુધિષ્ઠિર અથવા અર્જુન) ગુરુની, પતિવ્રતા સ્ત્રીની, ધર્મની અને તપસ્વીઓની નિંદા-કુથલી મજાકમાં પણ કરવી નહીં. બીજાનું થોડું પણ ધન ચોરવું નહિં. બીજાને અપ્રિય થાય એવું થોડું પણ બોલવું નહીં. હંમેશા પ્રિય થાય એવું સત્ય જ બોલવું. પણ ક્યારેય બીજાના દોષ ગાવા નહીં. પતિતોની સાથે વાતો કરવી નહીં. એની સાથે બેસવું પણ નહીં. પતિતના ભોજનની રુચિ પણ કરવી નહીં, ને પતિતની સાથે કોઇ વ્યવહાર પણ કરવો નહીં. ડાહ્યો માણસ દુશ્મન, પતિત, ઉન્મત્ત, ઘણાની સાથે વે૨વાળો અને શઠ (ઠગારો) આટલાની સાથે મૈત્રી કરે નહીં. એકલો મુસાફરી કરે નહીં. (તોફાની ઘોડાવગેરે) દુષ્ટ વાહન પર ચઢવું નહીં. તથા અગ્રેસર થઇને વેગીલા પાણીના પ્રવાહમાં (સામે કિનારે જવા) પડે નહીં. સળગતા ઘરમાં પ્રવેશવું નહીં. પર્વતના શિખર૫ર ચઢવું નહીં. મોં ખુલ્લુ રાખી બગાસું, શ્વાસ કે ખાંસી ખાવા નહીં. સુજ્ઞ વ્યક્તિએ ચાલતી વખતે ઉપર કે તિરછું બહું દૂર જોવાનું ટાળવું જોઇએ. જતી વખતે એક ધુંસરી પ્રમાણ (સાડા ત્રણ હાથ) જેટલી દૂરની જમીન જોતો જોતો ચાલે. બહુ મોટેથી હસવું નહીં. અવાજ થાય એ રીતે વાછૂટ કરવી નહીં. દાંતથી નખ સમારવા નહીં. પગપર પગ ચઢાવવો નહીં. દાઢી - મૂછના વાળ ચાવવા નહીં. હોઠ પણ ચબાવવા નહીં. ખરડાયેલા હાથે ભોજન કરવું નહીં. દરવાજાને છોડી અન્ય રસ્તે પ્રવેશવું નહીં. ઉનાળામાં અને વર્ષાકાળમાં છત્રી સાથે રાખવી. રાતે લાકડી સાથે રાખવી. બીજાએ વાપરેલા જોડા, કપડા અને માળા પોતે વાપરવા નહીં. સ્ત્રીઓ અંગે (પેલાની પત્ની સારી છે ઇત્યાદિરૂપ) ઈર્ષ્યા કરવી નહીં. પોતાની પત્નીની સારી રીતે રક્ષા કરવી. ઈર્ષ્યા આયુષ્યનો ઘટાડો કરે છે, તેથી કરવી નહીં. પાણી સંબંધી કાર્યો, તથા દહીં - સાથવો રાતે કરવા નહીં અને રાતે ભોજન કરવું નહીં. પગ ઉંચા કરીને (=શિર્ષાસનવગેરે અવસ્થામાં) લાંબો કાળ રહેવું નહીં. ગોદોહિકા આસને પણ બેસવું નહીં. એ જ રીતે પગેથી આસન ખેંચીને પણ બેસવું નહીં. વહેલી સવારે, મોડી રાતે તથા ભરબપો૨ે તથા એકલા અથવા અપરિચિતો સાથે અથવા ઘણાની સાથે કશે જવું નહીં. બુદ્ધિમાન પુરુષે મેલા અરિસામાં જોવું નહીં. તથા હે મહારાજ ! દીર્ઘઆયુષ્યની ઇચ્છાવાળાએ રાતે પણ અરિસામાં જોવું નહીં. પંડિતે કમળ અને કુમુદ આ બંને છોડી બીજા લાલ રંગના ફુલોની માળા પહેરવી નહીં. સફેદ ફુલોની માળા પહેરવી. (એટલે કે કમળ અને કુમુદ લાલ રંગના હોય, તો પણ એની માળા પહેરી શકાય.) હે નરોત્તમ ! સૂવાના, પૂજાના અને રાજસભાના કપડા અલગ-અલગ હોવા જોઇએ. મોં, હાથ અને પગની ચપળતા છોડવી (વારંવાર હલાવ-હલાવ કરવા નહીં.) તથા ઘણું ભોજન ક૨વું નહીં. શય્યા (સૂવાના સ્થાન)ની ઉપર દીવો રાખવો નહીં. અધમનો સંગ અને થાંભલાની છાયાનો દૂરથી ત્યાગ કરવો. નાક ખોતરવું નહીં. પોતે પોતાના જોડા ઉપાડીને ચાલવું નહીં. માથાથી ભાર વહન કરવો નહીં અને વરસાદમાં દોડવું નહીં. વાસણ ભાંગે તો કલહ થાય અને ખાટલો-પલંગ ભાંગે તો વાહનનો નાશ થાય. જેના ઘરમાં કુતરો અને કુકડો હોય ત્યાં પિતૃઓ પિંડ લેતા નથી. સારી રીતે તૈયાર કરેલું ભોજન પહેલા સૌભાગ્યવતી સ્ત્રી, ગર્ભવતી સ્ત્રી, વૃદ્ધ, બાળક અને રોગી આટલાને જમાડી પછી સૌથી છેલ્લે ગૃહસ્થે પોતે જમવું. હે પાંડવ શ્રેષ્ઠ ! ગાય, બળદ, ઘોડા વગેરેને બાંધીને અને બીજાઓ જોતા હોય, તો પણ આપ્યા વિના જે ભોજન કરે છે, તે માત્ર પાપને જ આરોગે છે (પાપ જ બાંધે છે.) પોતાના શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૭૩ Page #182 -------------------------------------------------------------------------- ________________ ઘરની વૃદ્ધિ ઇચ્છનારે પોતાની જ્ઞાતિના વૃદ્ધ પુરુષને અને ગરીબ થયેલા મિત્રને ઘરે વસાવવા જોઇએ. પ્રાજ્ઞ પુરુષે અપમાનને સહી લઇને તથા માનને પાછળ મુકીને પણ પોતાનો સ્વાર્થ સાધી લેવો, કેમકે પોતાનો સ્વાર્થ ચૂકી જવો એ મૂર્ખતા છે. બુદ્ધિમાન માણસ થોડાને ખાતર ઘણાનો નાશ કરે નહીં. (થોડું બચાવવા ઘણું ગુમાવે નહીં.) આ જ પંડિતાઇ છે કે ઓછાના ત્યાગથી ઘણું બચાવવું. આપવામાં, લેવામાં અને કર્તવ્ય બજાવવામાં જે વિલંબ કરે છે; તેનો રસ(eતેનો લાભ) કાળ (વિલંબ) પી જાય છે. જેના ઘરે ઊભા થઇને આવકાર મળતો નથી, પ્રેમથી મધુર વાતો થતી નથી, ગુણ-દોષની કોઇ વિચારણા નથી; તેના ઘરે જવું નહીં. હે પાર્થ ! (અર્જુન) જે બોલાવ્યા વિના ઘરમાં પ્રવેશે છે, જે પૂક્યા વિના જ બહુ બોલે છે અને જે આસન આપ્યું નહીં હોય, તો પણ એના પર બેસી જાય છે; તે પુરુષોમાં અધમ પુરુષ છે. ૧) જે શક્તિ વિનાનો માણસ ક્રોધ કરે છે, ૨) તથા જે નિર્ધન હોવા છતાં માનની અપેક્ષા રાખે છે, તથા ૩) જે ગુણહીન છે ને ગુણો પ્રત્યે દ્વેષવાળો છે એ ત્રણ જગતમાં લાકડી જેવા (તુચ્છ) છે. માતા-પિતાનું ભરણ-પોષણ નહીં કરનાર, ક્રિયાને ઉદ્દેશીને માગણી કરનારો અને મરેલાના ખાટલાને ગ્રહણ કરનારો બીજા ભવમાં ફરીથી પુરુષ થતો નથી. (માનવદેહ મળતો નથી.) નાશ નહીં પામે એવી લક્ષ્મી ઇચ્છનારે બળવાન વ્યક્તિ સામી પડે ત્યારે નેતરની સોટીની જેમ નમ્ર થઇ જવું, પણ સાપની જેમ સામા પડવું નહીં. નેતરની જેમ નમ્ર થનારો ક્રમશ: મોટી સમૃદ્ધિ પામે છે. જ્યારે સાપની જેમ સામો પડનારો તો માત્ર વધુ યોગ્ય જ બને છે. બુદ્ધિમાન માણસ (પ્રતિકુલ) અવસરે કાચબાની જેમ સંકોચ પામી પ્રહારો પણ સહી લે છે ને પછી પોતાનો સમય આવ્યે કાળા સાપની જેમ ધસી જાય છે. એક ઠેકાણે ભેગા થયેલા - એક આશ્રયવાળા બનેલા અશક્તો પણ બળવાનથી પીડા પામતા નથી. જેમકે એક ઠેકાણે રહેલી વેલો આકરા પવનથી પણ ત્રાસ પામતી નથી. વિદ્વાન પુરુષો દુશ્મનોને પહેલા વધવા દઇ પછી એક જ અવસર આવ્યું એનો વિનાશ કરી નાખે છે, જેમકે પહેલા ગોળથી કફ વધારી પછી એક સાથે એનો નાશ કરાય છે. બધું જ કરી લેવા સમર્થ શત્રુને બુદ્ધિમાન પુરુષ થોડું આપીને ખુશ કરે છે, જેમકે સમુદ્ર વડવાનલને (સમુદ્રમાં પ્રગટતો અગ્નિ) થોડું પાણી આપી રાજી કરી દે છે. ડાહ્યો માણસ ઉગ્ર શત્રુનો તેવા જ ઉગ્ર શત્રુ સાથે લડાવી નાશ કરે છે. જેમકે પગમાં લાગેલા કાંટાને હાથમાં રહેલા કાંટાથી દૂર કરે છે. સ્વ-પરની શક્તિનો વિચાર કર્યા વિના જે સામો પડકાર ફેકે છે, તે છેવટે પોતાનો નાશ કરે છે. વાદળાની ગર્જના સાંભળી વાદળાપર હુમલો કરવા કુદતો સિંહ છેવટે પોતાના જ હાડકા ભાંગે છે. તે કાર્ય ઉપાયથી (યુક્તિથી) કરવું કે જે કાર્ય પરાક્રમથી કરવું શક્ય નથી, જેમકે પોતાના ઇંડા ખાઇ જતા સાપનો નાશ કરવા કાગડીએ રાણીનો સોનાનો હાર ઉપાડી સાપના દરમાં મૂકી સાપનો નાશ કરાવ્યો. નખવાળા જીવોનો (કૂતરા-સિંહવગેરે), નદીઓનો, શીંગડાવાળા પ્રાણીઓ (બળદવગેરે)નો, હાથમાં શસ્ત્રવાળાઓનો, સ્ત્રીઓનો, અને રાજવી પરિવારોનો ક્યારેય પણ વિશ્વાસ કરવો નહીં. સિંહ પાસેથી એક વાત, બગલા પાસેથી એક વાત, મરઘા પાસેથી ચાર વાત, કાગડા પાસેથી પાંચ વાત, કુતરા પાસેથી છ વાત અને ગધેડા પાસેથી ત્રણ વાત શીખવા જેવી છે. માણસ મોટું કે નાનું જે કામ કરવા ઇચ્છતો હોય, તે કામ તેણે પૂરી તાકાતથી કરવું, જેમકે સિંહ એક જ ફાળમાં કામ પતાવે છે. બગલાની જેમ પોતાના પ્રયોજનના વિચારમાં જ એકાગ્ર થવું. સિંહની ૧૭૪ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #183 -------------------------------------------------------------------------- ________________ જેમ પરાક્રમ કરવું. વરુની જેમ લુંટવું અને સસલાની જેમ ભાગવું. ૧) વહેલા ઉઠવાના વિષયમાં, ૨) યુદ્ધના વિષયમાં, ૩) સ્વજનોમાં સંવિભાગ અને ૪) સ્ત્રી સંભોગના વિષયમાં આ ચાર વિષયમાં કુકડા પાસેથી શીખવું. ૧) અબ્રહ્મકાર્ય ગુપ્ત રીતે કરવું, ૨) ધૃષ્ટતા, ૩) સમયોચિત ઘર નિર્માણ, ૪) અપ્રમત્તતા - સાવધાની અને પ) બધે અવિશ્વાસ આ પાંચ વાત કાગડા પાસેથી શીખવી જોઇએ. ૧) ઘણું ભોજન કરવું છતાં ૨) અવસરે ઓછાથી સંતોષ માનવો. ૩) અલ્પનિદ્રા અને ૪) શીધ્ર જાગૃતિ, ૫) સ્વામી ભક્તિ – વફાદારી અને ૬) શૂરવીરતા આ છ ગુણ કૂતરા પાસેથી શીખવા જોઇએ. ૧) ઉપાડેલો ભાર વહન કરવો, ૨) ઠંડી-ગરમીની પરવા કરવી નહીં અને ૩) હંમેશા સંતુષ્ટ રહેવું. આ ત્રણ ગુણ ગધેડા પાસેથી શીખવા જોઇએ. આ સિવાય પણ નીતિશાસ્ત્રો વગેરેમાં બીજી ઔચિત્યસંબંધી વાતો કરી છે. સુશ્રાવકે એ બધી વાતોનો સારી રીતે વિચાર કરી શ્રાવકની ભૂમિકાને અનુરૂપ જે-જે ઉચિત હોય, તે બધું આચરવું, કેમકે – જે વ્યક્તિ સ્વયં હિત શું છે? અહિત શું છે? ઉચિત શું છે? અનુચિત શું છે? વાસ્તવિક શું છે? અવાસ્તવિક શું છે? તે જાણતો નથી; તે શીંગડા વિનાનો પશુ થઇ સંસારરૂપી જંગલમાં ભમ્યા કરે છે. જે માણસને બોલતા, અવલોકન કરતાં, હસતાં, ક્રીડા કરતાં, પ્રેરણા કરતાં, ઊભા રહેતાં, પરીક્ષા કરતાં, વેપાર કરતાં, શોભતાં, કમાતા, આપતાં, ચેષ્ટા કરતાં, ભણતાં, આનંદિત થતાં, કે વૃદ્ધિ પામતાં આવડતું નથી; તે નિર્લજ્જ શિરોમણિ કેવી રીતે જીવે છે? જે માણસને સ્વ-પરસ્થાને બેસતાં, સૂતા, ભોજન કરતાં, પહેરતાં અને બોલતાં આવડે છે; તે પુરુષ વિદ્વાનોમાં અગ્રણી છે. હવે વિસ્તારથી સર્યું. વ્યવહાર શુદ્ધિપર ધનમિત્ર કથા વ્યવહારશુદ્ધિ, દેશાદિ વિરુદ્ધ ત્યાગ અને ઔચિત્ય આ ત્રણથી ઉપાર્જન અંગે ધનમિત્રની કથા આ પ્રમાણે છે – ‘વિનયપુર” નગરમાં વસુશેઠ અને ભદ્રાનો પુત્ર ધનમિત્ર હતો. એના માતા-પિતા એ બાળપણમાં હતો, ત્યારે જ પરલોકવાસી થયા. પૈતૃક સંપત્તિ પણ નાશ પામી ગઇ. તેથી નિર્ધન અને દુ:ખી અવસ્થામાં જ મોટો થયો. તેથી યુવાન થવા છતાં કોઇએ કન્યા પરણાવી નહીં. આથી લજ્જા પામેલો એ ધનમિત્ર ધન કમાવવા દેશાંતર ગયો. ખાણ ખોદવી, ધાતુઓમાટે પ્રયત્ન કરવો, સુવર્ણરસ મેળવવા મથવું, મંત્ર પ્રયોગો કરવા, વહાણવટું કરવું, જુદા-જુદા નગરોમાં માલ-સામાનની લે-વેંચ કરવી, વિવિધ વેપારો કરવા, રાજા વગેરેની નોકરી કરવી વગેરે બધા ઉપાયો અજમાવી જોવા છતાં બિચારો ગરીબનો ગરીબ જ રહ્યો. તેથી અત્યંત ઉદ્વેગ પામેલા એણે ગજપુરમાં કેવળજ્ઞાની ગુરુભગવંતને પૂછ્યું, પૂર્વભવમાં એવું શું પાપ કર્યું કે આ ભવમાં આ રીતે માત્ર દુઃખનો જ ભાગી થાઉં છું? કેવળજ્ઞાનીએ કહ્યું- તમે પૂર્વભવમાં વિજયપુરમાં ગંગદત્ત નામના ગુહસ્થ હતા. સ્વભાવથી કંજુસ અને ઈર્ષાળુ તમે બીજાઓના પણ દાન-લાભવગેરે કાર્યોમાં અંતરાય કરતા હતા. એકવાર સુંદર’ નામના શ્રાવક તમને સાધુ પાસે લઇ આવ્યા. કાંઇક ભાવથી અને મુખ્ય તો દાક્ષિણ્યથી તમે રોજ પૂજા-ચૈત્યવંદનવગેરે ધર્મ કરવાનું સ્વીકાર્યું. કંજુસાઇ વગેરે હોવાથી તમે દ્રવ્યના ખર્ચથી થતી પૂજા છોડી દીધી. પણ ચૈત્યવંદન કરવાનો અભિગ્રહ પકડી રાખ્યો, બરાબર પાળ્યો. એથી ઉત્પન્ન થયેલા પુણ્યથી તમે માનવભવ અને શેઠને ત્યાં જન્મ પામ્યા, અમારો (કેવળજ્ઞાનીનો) મેળાપ પણ થયો. પણ શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૭૫ Page #184 -------------------------------------------------------------------------- ________________ પૂર્વભવમાં કરેલા ખોટા કાર્યોના કારણે આ ભવમાં તમે અત્યંત ગરીબ અવસ્થાનો અને દુ:ખનો અનુભવ કરો છો. જે કર્મ જે રીતે કરાય છે, તે જ કર્મ હજારગણું થઇને પણ તે જ રીતે ભોગવવું પડે છે એમ જાણીને જે ઉચિત હોય, તે જ કરવું. કેવળજ્ઞાની પાસેથી આ રીતે પૂર્વભવનો વૃત્તાંત સાંભળી બોધ પામેલા ધનમિત્રે એમની પાસે શ્રાવક ધર્મ સ્વીકાર્યો અને અભિગ્રહ કર્યો કે દિવસના અને રાતના પ્રથમ પ્રહર ( પ્રાય: ત્રણ કલાક)માં માત્ર ધર્મ જ કરવો. પછી કોક શ્રાવકને ત્યાં રહ્યો. સવારે માળી સાથે ફુલો એકઠા કરે. એમાંથી પોતાને ભાગે જેટલા ફુલ આવે, એનાથી ઘરદેરાસ૨માં અને સંઘ દેરાસરમાં ભક્તિભાવે પ્રભુની પૂજા કરે. દિવસના બીજાવગેરે પ્રહરમાં તે ધનમિત્ર ૧) વ્યવહારશુદ્ધિ ૨) દેશાદિ વિરુદ્ધનો ત્યાગ અને ૩) ઔચિત્યનું આચરણ આ ત્રણે બાબતને જાળવીને વેપાર કરે. તેથી સરળતાથી ભોજનવગેરે આજીવિકા ચાલવા માંડી. આમ જેમ-જેમ એ ધર્મમાં સ્થિર થતો ગયો, તેમ-તેમ એ વધુ ને વધુ ધન કમાવા માંડ્યો. પછી તો એણે પોતાનું અલગ ઘર વસાવ્યું. એને ધર્મિષ્ઠ જોઇ કોક મોટા શેઠે પોતાની કન્યા પણ પરણાવી. એકવાર એક ગોકુળ (ઘણી ગાયો રાખી જ્યાં ગોવાળો રહેતા હોય, તે ગોકુળ કહેવાય.) સ્થાન છોડી અન્ય સ્થાને જવા માંડ્યું, ત્યારે એ તેઓને ગોળ-તેલવગેરે વેંચવા ગયો. ગોકુળનો માલિક ‘આ તો અંગાર છે’ એમ માનીને સોનાના ભંડારને છોડી જઇ રહ્યો હતો, તેથી ધનમિત્રે કહ્યું - અરે ! તમે આટલું બધું સોનું કેમ છોડી દો છો? ત્યારે ગોકુળના માલિકે કહ્યું - પૂર્વે મારા પિતાએ ‘આ સોનાનો ભંડાર છે’ એમ કહી મને ઠગેલા. હવે તમે મને ઠગી રહ્યા છો. ધનમિત્રે કહ્યું - હું ખોટું નથી બોલતો. ત્યારે ગોકુળના માલિકે કહ્યું - એમ! તમને આ અંગારા સોનું લાગે છે ને, તો તમારી પાસે જે ગોળ-તેલ વગે૨ે છે, તે મને આપીને આ તમે જ લઇ લો. તેથી ધનમિત્રે તેલ-ગોળવગેરે આપી એ લઇ લીધું. આનાથી એને ત્રીસ હજાર સોનામહોરનો લાભ થયો. એ ઉપરાંત બીજી પણ કમાણીથી એ મોટો શેઠ થઇ ગયો. અહો ! આ જ ભવમાં પણ ધર્મનો કેવો મહિમા ! એકવાર ધનમિત્ર સુમિત્ર નામના શેઠને ત્યાં કર્મવશ એકલો ગયો. ત્યાં કરોડ સોનામહોરના મૂલ્યવાળા રત્નોથી બનેલો હાર બહાર મુકીને સુમિત્ર શેઠ કોક કામમાટે અંદરના ઓરડામાં જઇ થોડીવારે પાછા આવ્યા. જુએ તો એ હાર ગુમ. શોધવા૫૨ બીજેથી પણ મળ્યો નહીં. તેથી ધનમિત્ર૫૨ આરોપ મુક્યો કે એ હાર તમે જ લીધો છે. આ અંગે વિવાદ થવાપર સુમિત્ર ધનમિત્રને રાજન્યાયાલયમાં લઇ ગયો. ધનમિત્રે પણ ભગવાનની પૂજા કરી સમકીતિ દેવોને ઉદ્દેશીને કાયોત્સર્ગ કરી દિવ્યપરીક્ષા (અગ્નિમાંથી પસાર થવું વગેરે પરીક્ષાઓ દિવ્યપરીક્ષા કહેવાતી હતી.) માટે તૈયારી કરી. ત્યાં જ એ રત્નહાર સુમિત્રના જ ખોળામાંથી બહાર પડ્યો. આ જોઇ બધાને આશ્ચર્ય થયું. ત્યારે જ ત્યાં પધારેલા જ્ઞાનીને આનું રહસ્ય પૂછ્યું. જ્ઞાનીએ કહ્યું - ગંગદત્ત ગૃહસ્થની પત્ની ‘મગધા’ હતી. આ મગધાએ એક શેઠની પત્નીનું લાખ સોનામહોરના મૂલ્યવાળું રત્ન ગુપ્તરીતે ચોરી લીધું. તેથી પેલી શેઠાણીએ મગધા પાસે એ રત્નની વારંવાર માંગણી કરી. ત્યારે પત્ની પ્રત્યેના મોહથી ગંગદત્તે એ શેઠાણીને ‘તમારા સગાઓએ જ એ રત્ન ચોરી લીધું છે.’ એવું આળ આપી દીધું. તેથી શેઠાણી ખિન્ન થઇ. પછી એ તાપસી બની વ્યંતર થઇ. મગધા મરીને આ સુમિત્ર શેઠ થયાં. ગંગદત્ત આ ધનમિત્ર બન્યો. એ વ્યંતરે પૂર્વભવના વેરને યાદ રાખી સુમિત્રના આઠ શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૭૬ Page #185 -------------------------------------------------------------------------- ________________ પુત્રોને મારી નાખ્યા છે. હમણાં એ જ રત્નોનો હાર ઉપાડી ગયો હતો. હજી તો સુમિત્રનું બધું ધન હરી લેશે. ઘણા ભવો સુધી આ રીતે વેર વાળતો રહેશે. ઊભા કરેલા વેરનો વિપાક ખરેખર અત્યંત દુઃસહ્ય હોય છે. ગંગદત્તે શેઠાણીને આળ ચઢાવ્યું હતું, તેથી આ ધનમિત્રના ભવમાં એના૫ર જ ચોરીનો આરોપ આવ્યો. પણ એના પુણ્યથી ખેંચાયેલા સમ્યગ્દષ્ટિ દેવોએ એ વ્યંતર પાસેથી હાર બળાત્કારે લઇ અહીં પ્રગટ કર્યો. આ સાંભળી વૈરાગ્ય પામેલા રાજા અને ધનમિત્રે પોતાના સ્થાને પોતાના મોટા પુત્રને સ્થાપી દીક્ષા લીધી. પછી મોક્ષે ગયા. સાતમી ગાથાનો અર્થ સમાપ્ત. cepPeCnstpeCllDe, meteocCeFponEe Yehbee – koKeeF De iDeILeDoteS kelCeF mepPw3h~~ 8~~ (छा .मध्याह्ने जिनपूजा-सुपात्रदानादि युक्त्या भुङ्क्त्वा । प्रत्याख्याति च गीतार्थान्तिके करोति स्वाध्यायम्) ગાથાર્થ :- મધ્યાહ્ન સમયે જિનપૂજા સુપાત્રદાન આદિ યુક્તિપૂર્વક ભોજન કરીને પચ્ચક્ખાણ કરે. પછી ગીતાર્થપાસે સ્વાધ્યાય કરે. મધ્યાહ્ન વિધિ હવે મધ્યાહ્નની વિધિ બતાવે છે. મધ્યાહ્ને પણ પહેલા બતાવી એ રીતે જિનપૂજા કરવી. એમાં પણ ખાસ શ્રેષ્ઠ શાલી (ચોખાની એક ઉત્તમ જાતિ) ભાત વગેરે તૈયાર થયેલી પૂરી રસોઇ (ની તૈયાર થયેલી થાળી) પ્રભુ આગળ ધરવી વગેરેરૂપે જિનપૂજા કરવી. એ પછી સુપાત્રદાન વગેરે શાસ્ત્રોક્ત વિધિમુજબ ભોજન કરવું. અહીં ‘ભોજન કરવું’ અથવા ‘આ સમયે જ ભોજન ક૨વું' એવો ઉપદેશ નથી, પણ લોકોમાં આ સમયે ભોજન કરવાની રૂઢિ હોવાથી એનો અનુવાદ-ઉલ્લેખ માત્ર છે. બાકી મધ્યાહ્નપૂજા અને ભોજનઅંગે કોઇ કાળ નિયમ નથી. ખૂબ ભૂખ લાગી હોય, એના માટે તો ‘ભૂખનો સમય જ ભોજનનો સમય’ એવી લોકરૂઢિ છે. તેથી મધ્યાહ્ન પહેલા પણ પ્રભુપૂજા કરી લીધેલા પચ્ચક્ખાણનો સમય પૂર્ણ કરી ભોજન કરે તો પણ દોષ લાગતો નથી. આયુર્વેદમાં આમ કહ્યું છે - પહેલા પહોરે ભોજન કરવું નહીં. ભોજન વિના બે પહોર વિતાવવા નહીં. પહેલા પહોરમાં હજી તો રસ ઉત્પન્ન થઇ રહ્યો છે, ને બે પહોર વીતી ગયા પછી બળનો ક્ષય થાય છે. સુપાત્રદાનની વિધિ સુપાત્રદાન સંબંધી આ યુક્તિ છે - ભોજનનો સમય થાય ત્યારે ભક્તિપૂર્વક સાધુ ભગવંતોને ગોચરી પધારવા વિનંતી કરી (એ પધારવાના હોય, તો) એમની સાથે ઘરે આવે અથવા સાધુ ભગવંતો પોતે જ પધારી રહ્યા દેખાય, તો સામે લેવા જાય. પછી પોતાનાપર ગુરુભગવંતનો અનુગ્રહ થઇ રહ્યો છે એવા ભાવથી બેંતાલીસ દોષવગેરેથી રહિત એવા આહાર, પાણી, વસ્ત્રવગેરે ભોજનના ક્રમથી (જેમકે પહેલા રોટલી, પછી દાળ ઇત્યાદિ)ની વિનયપૂર્વક વિનંતી કરે. તે વખતે પોતે જ હાથમાં તે - તેના વાસણો લઇ પાસે આવીને વહોરાવે અથવા પત્ની પાસે વહોરાવડાવે. આ સુપાત્રદાન કરતાં પહેલા આ ચાર વાત વિચારી લેવી ૧) આ ક્ષેત્ર સંવિગ્નભાવિત છે કે અભાવિત? (સંવિગ્ન સાધુઓ એટલે ભગવાનની આજ્ઞામુજબનું મોક્ષાર્થ સંયમ પાળતા સાધુઓ. જો પધારેલા સાધુ સંવિગ્ન હોય ને એ ક્ષેત્ર સંવિગ્ન સાધુથી ભાવિત ન હોય, એટલે કે એમના પ્રત્યે સદ્ભાવવાળું ન હોય, એટલે કે એ સ્થાનના શ્રાવકાદિ ગૃહસ્થો આવા સાધુઓને વહોરાવવાના ઉલ્લાસવાળા ન હોય, તો પોતે વિશેષ આગ્રહ કરી વિશેષ લાભ લેવા તત્પર બનવું.) ૨) તે વખતે કયો કાળ છે સુભિક્ષ કે દુર્ભિક્ષ? (જો દુર્ભિક્ષ કાળ હોય એટલે કે લોકો શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૭૭ Page #186 -------------------------------------------------------------------------- ________________ દુકાળઆદિ કારણે સુપાત્રદાન વગેરેમાટે ઉલ્લાસવાળા ન હોય, તો પોતે વહોરાવવા વિશેષ પ્રયત્નશીલ બનવું.) ૩)જો દ્રવ્ય(આહારાદિ પોતે વહોરાવવા માંગે છે - ગુરુ ભગવંતોને સંયમાદિમાં વિશેષ ઉપકારક બની શકે એમ છે, એવું દ્રવ્ય) બધે સુલભ છે કે દુર્લભ? (દુર્લભ હોય, તો એ દ્રવ્ય વહોરાવવાનો ભાવ અધિકાધિક રાખવો.) અને ૪) આચાર્ય, ઉપાધ્યાય, ગીતાર્થ, તપસ્વી, બાળ, વૃદ્ધ, બીમાર, સમર્થ, અસમર્થ વગે૨ે કેવા કેવા સાધુઓ છે, (એ ધ્યાનમાં લઇ સમુદાય મોટો હોય ને આચાર્યાદિ કે બાળ-વૃદ્ધાદિ સાધુઓ વધારે હોય, તો એઅંગે વધારે આગ્રહ કરવો.) આમ ઉપરોક્ત ચાર વાતને વિશેષથી ધ્યાનમાં લેવી. સુપાત્રદાનમાં ટાળવાયોગ્ય દોષો તથા વહોરાવતી વખતે ૧. સ્પર્ધા (બીજા કરતાં કે બીજા ઘર કરતાં અમે વધુ સારું વહોરાવીશું ઇત્યાદિરૂપ) ૨. મહત્ત્વ- મોટાઇ મળે ૩. મત્સર-દ્વેષ (ક્યાંથી ટપકી પડ્યા? ઇત્યાદિરૂપ) ૪. સ્નેહ (આ તો મારા સ્વજન છે ઇત્યાદિરૂપ) ૫. લજ્જા-સાધુ ભગવંતની શરમે ૬. ભય (‘ન વહોરાવીશું તો શાપ આપશે' ઇત્યાદિરૂપ) ૭. પરાનુવર્તન (બીજાનું જોઇને-દેખાદેખીથી ઇત્યાદિરૂપ) ૮. પ્રત્યુપકાર ઇચ્છા (ગોચરીના બદલામાં સાધુ અમારું કાંક સારું કરી આપે ઇત્યાદિરૂપ) ૯. માયા (નિર્દોષને દોષિત બતાવવી ઇત્યાદિરૂપ) ૧૦. વિલંબ (વહોરાવવામાં ઢીલ કરવી ઇત્યાદિરૂપ) ૧૧. અનાદર (ઉલ્લાસ નહિં બતાવવો વગેરેરૂપ) ૧૨. વિપ્રિયોક્તિ (સાધુનું અપમાન થાય એવા શબ્દો બોલવા વગેરે) અને ૧૩. પશ્ચાતાપ (અરેરે ! આ ક્યાં વહોરાવી દીધું ઇત્યાદિરૂપ) આ દોષો અને આવા બીજા પણ દોષો લાગે નહીં એનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. સાધુને બેંતાલીસ દોષ વિનાની ગોચરી વહોરાવવી જોઇએ. એ બેંતાલીશ ગોચરી દોષો પિણ્ડવિશુદ્ધિ વગેરે ગ્રંથોમાં બતાવ્યા છે. તેથી ત્યાંથી જ જાણી લેવા. નિર્દોષ-દોષિત ગોચરી વિવેક આ રીતે ભાવભક્તિપૂર્વક ગોચરી વહોરાવી પોતાના ઘરના દ્વાર સુધી વળાવવા જાય. જો ગામમાં સાધુ ભગવંતો નહીં હોય, તો વાદળ વિના વૃષ્ટિની જેમ કદાચ અચાનક સાધુભગવંતનો લાભ મળી જાય તો કૃતાર્થ થઇ જાઉં ! એ ભાવથી ચારે દિશામાં નજર ફેરવી જોઇ લેવું. કહ્યું જ છે - સાધુ ભગવંતને જે કંઇ વહોરાવ્યું નહીં હોય, તે શ્રાવક આરોગે નહીં. તેથી ભોજનનો સમય થયે બારણે જોઇ લેવું જોઇએ. જ્યારે સંસ્તરણ હોય એટલે કે નિર્દોષ ગોચરી મળી શકતી હોય અને સાધુની સાધના વ્યવસ્થિત થઇ શકતી હોય, ત્યારે દોષિત-અશુદ્ધ ગોચરી વહોરાવે તો વહોરાવનાર શ્રાવક અને વહોરનારા સાધુ-બંનેનું અહિત થાય છે. દુર્ભિક્ષ, બીમારી વગેરે અસંસ્તરણમાં (કે જ્યારે જરુરી વસ્તુ નિર્દોષ મળી શકતી નથી ને સાધનાના નિર્વાહ માટે જરુરી છે, ત્યારે) રોગીના દૃષ્ટાંતથી દોષિત ગોચરી પણ વહોરનાર અને વહોરાવનાર બંને માટે હિતકર બને છે. (નિરોગી અવસ્થામાં જે અકલ્પ્ય હોય છે, તે રોગ અવસ્થામાં કલ્પ્ય બને છે - આ આતુર રોગીનું દૃષ્ટાંત છે.) લાંબા વિહારથી થાકેલા, બીમાર, આગમઅભ્યાસી, તાજો લોચ થયેલા, અને તપના અત્તર વાયણાવાળા (અથવા તપના પારણાવાળા) સાધુને વહોરાવેલું ઘણા ફળવાળું બને છે. આ જ રીતે દેશ, ક્ષેત્રવગેરેનો વિચાર કરી શ્રાવકે જે સાધુ ભગવંત માટે જે યોગ્ય હોય, તે પ્રાસુક (અચિત્ત) અને એષણીય (દોષરહિતનું) વહોરાવવું . ૧) અશન ૨)પાન ૩) ખાદિમ ૪) સ્વાદિમ ૫) ઔષધ અને શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૭૮ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૬) ભૈષજ આ છએ પ્રાસુક(અચિત્ત) અને એષણીય વહોરાવવું. એક દ્રવ્યથી બનેલું ઔષધ કહેવાય અને અનેક દ્રવ્યના મિશ્રણથી બને તે ભૈષજ કહેવાય. સાધુને નિમંત્રણ, ભિક્ષા ગ્રહણવગેરે વિધિ અમે (ગ્રંથકારે) રચેલા શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર વૃત્તિ માંથી જોઇ લેવી. સુપાત્રદાનનો મહિમા આ સુપાત્રદાન અતિથિસંવિભાગ કહેવાય છે. આગમમાં કહ્યું જ છે કે – ન્યાય (નીતિ)થી પ્રાપ્ત થયેલા કહ્યું તેવા અન્ન-પાન વગેરે દ્રવ્યોનું દેશ, કાળ, શ્રદ્ધા, સત્કારવગેરે કાર્યસહિત ઉત્કૃષ્ટ ભક્તિથી પોતાના પર અનુગ્રહ થઇ રહ્યો છે એવી બુદ્ધિથી સાધુ ભગવંતોને કરેલું દાન અતિથિ સંવિભાગ છે. આ સુપાત્રદાનથી દેવતાઇ અને માનવીય વગેરે અભુત ભોગો, અભીષ્ટ (= ઇચ્છિત) બધા જ સુખ, સમૃદ્ધિ, સામ્રાજ્ય વગેરે પ્રાપ્ત થાય છે. અને પછી શીધ્ર મોક્ષસુખની પણ પ્રાપ્તિ થાય છે, કહ્યું જ છે – ૧) અભયદાન ૨) સુપાત્રદાન ૩) અનુકંપા ૪) ઔચિત્ય અને ૫) કીર્તિદાન આ પાંચ પ્રકારના દાનમાં પ્રથમ બે દાનથી મોક્ષ બતાવ્યો છે. પછીના ત્રણ દાન ભોગઆદિ ફળ આપનારા બને છે. પાત્રતા આ રીતે બતાવી છે - સાધુ ઉત્તમ પાત્ર છે, શ્રાવકો મધ્યમ પાત્ર છે અને અવિરતસમ્યત્વી જધન્ય પાત્ર જાણવા. (અહીં જઘન્યનો અર્થ અધમ નહીં પણ ત્રણ પાત્રમાં ઉતરતી યોગ્યતા છે એમ સમજવું.) વળી હજારો મિથ્યાત્વી કરતાં એક શ્રાવક શ્રેષ્ઠ છે હજારો શ્રાવકો કરતા એક સાધુ શ્રેષ્ઠ છે. હજારો સાધુઓ કરતાં એક તત્ત્વજ્ઞ સાધુ વધુ શ્રેષ્ઠ છે. તત્ત્વજ્ઞ (ગીતાર્થ-સંવિગ્ન) સાધુને સમકક્ષ બને એવું બીજું પાત્ર ભૂતકાળમાં હતું નહીં, ભવિષ્યમાં હશે નહીં. ૧) સુપાત્ર (ઉત્તમ મુનિભગવંત) ૨) મોટી વિશિષ્ટ શ્રદ્ધા અને ૩) અવસરોચિત આપવા યોગ્ય વસ્તુ આ ધર્મસાધન સામગ્રી ઘણા પુણ્ય કર્યા હોય, તો જ પ્રાપ્ત થાય છે. ૧) અનાદર ૨) વિલંબ ૩) વિમુખતા ૪) અપ્રિય વચન ૫) દાન પછી પશ્ચાતાપ આ પાંચ વાત સારા દાન માટે દુષણ બને છે. નિષેધ છ પ્રકારે છે. ૧) ભૃકુટી ચઢાવવી ૨)ઉપર જોવું (સન્મુખ જોવું નહીં) ૩) અંદર અવજ્ઞા ૪) પરાક્ષુખ ઊભા રહેવું ૫) મૌન રહેવું અને ૬) વહોરાવવામાં વિલંબ કરવો - આમ નિષેધ-નકાર છ પ્રકારે છે. ૧) આનંદના આંસુ ૨) રોમાંચ ૩) બહુમાન ૪) પ્રિય વચન ૫) પછી અનુમોદના. આ પાંચ સુપાત્રદાનના ભૂષણો છે. સંતોષ અને સુપાત્રદાન અંગે રત્નસાર કથા (ગ્રંથમાં જાત-જાતના વર્ણનોથી વિસ્તૃત થયેલી આ કથા એવા વર્ણનોને ગૌણ કરી-ટુંકાવી છે.) રત્નવિશાળા નગરમાં સમરસિંહ રાજા હતો. એ નગરમાં ગરીબ અનાથોના દુ:ખ દુર કરનારો વસુસાર નામનો શ્રીમંત શેઠ રહેતો હતો. વસુંધરા એની પત્નીનું નામ હતું. ગુણરત્નોથી શોભતો રત્નસાર નામનો એમનો પુત્ર એકવાર ફરવામાટે મિત્રોસાથે વનમાં ગયો. ત્યાં વિનયંધર નામના આચાર્ય ભગવંતના દર્શન થયા. એમને વંદન કરી વિનયપૂર્વક બેસી પ્રશ્ન પૂછ્યો – ભગવાન્ ! આ ભવમાં સુખી થવા શું કરવું? આચાર્ય ભગવંતે મધુર ભાષામાં કહ્યું - હે ભદ્ર ! સંતોષને પુષ્ટ કરવાથી સુખી થવાય. સંતોષ બે પ્રકારે છે – ૧) દેશથી અને ૨) સર્વથી. તુચ્છ-વ્યર્થ ઇચ્છાઓ છોડવાથી દેશથી સંતોષ આવે છે. (દેશથી – આંશિક) પરિગ્રહ પરિમાણથી (પરિગ્રહની નિયમપૂર્વક મર્યાદા કરવાથી) શ્રાવકો આ સંતોષ પામી શકે છે. સર્વ ઇચ્છાના ત્યાગથી શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૭૯ Page #188 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણ સંતોષ તો સાધુઓને જ પ્રાપ્ત થાય છે. અને આ સર્વ પૂર્ણ સંતોષના કારણે સાધુ અનુત્તરદેવથી ય અધિક સુખ અનુભવે છે. ભગવતી સૂત્રમાં કહ્યું જ છે – સાધુ એક મહિનાના ચારિત્ર - પર્યાયથી વ્યંતરોની, બે મહિનાના પર્યાયથી ભવનપતિદેવોની એમ ત્રણ – ચારવગેરે મહિનાના પર્યાયથી ક્રમશ: અસુરકુમારોની, જ્યોતિષોની, ચંદ્ર-સૂર્યની (ભવનપતિઓમાં બીજા નાગકુમારવગેરે કરતાં અસુરકુમારોની અને જ્યોતિષ દેવોમાં ગ્રહો કરતાં ચંદ્ર-સૂર્યની તેજોવેશ્યા વિશુદ્ધ છે) સૌધર્મ - ઇશાનની, સનકુમાર - માહેન્દ્રદેવોની, બ્રહ્મ-લાંતકની, શુક્ર-સહસ્ત્રારની, આનત-પ્રાણત-આરણ-અય્યત આ ચારની, નવરૈવેયકની, ને બાર મહીનાના પર્યાયના અંતે અનુત્તર દેવોની તેજોવેશ્યાને ઓળંગી જાય છે. અહીં તેજોવેશ્યા એટલે ચિત્તમાં ઉદ્ભવતી સુખપ્રાપ્તિની અનુભૂતિ સમજવી. ચારિત્ર પરિણામ પામતું જાય, એમ એમ આ અનુભૂતિ વધુ સક્ષમ બનતી જાય. મોટા રાજ્યોથી, ધનના મોટા ઢગલાઓથી કે સમગ્ર ભોગોથી પણ સુખ મળતું નથી. સુભૂમ ચક્રવર્તી (એને બીજા છ ખંડોનો લોભ હતો), કોણિક (એને છ ખંડ જીતવા હતાં) મમ્મણ (એને રત્નના બળદોની જોડી બનાવવી હતી) આ બધા અસંતોષને કારણે દુ:ખી થયા. અભયકુમારની (કે જેને રાજ્યનો મોહ રાખ્યો નહી.) જેમ સંતોષી જીવને જે સુખ ઉપજે છે, તે અસંતોષી એવા ઇંદ્રને કે ચક્રવર્તીને પણ મળતું નથી. જે પોતાના કરતાં અધિક-અધિકને જુએ છે, તેઓ પોતાને દરિદ્ર માની દુ:ખી થાય છે. જેઓ પોતાના કરતા હીન-હીનતરને જુએ છે, સુખી થયેલા તેમનો દુનિયામાં મહિમા વધે છે. તેથી હે રત્નસાર! તને જો સુખ દેનારો સંતોષ જોઇતો હોય, તો ઇચ્છા મુજબ પરિગ્રહ પરિમાણ વ્રત ગ્રહણ કર. વ્રત-નિયમ તો નાના પણ લીધા હોય, તો અનંત ફળ આપનારા બને છે. નિયમ વિનાનો તો મોટો ધર્મ પણ અલ્પ ફળ દેનારો બને છે. કૂવામાં નાનો પણ પાણીનો પ્રવાહ વહેતો હોય, તો પાણી ક્યારેય ખૂટતું નથી. એવા પ્રવાહ વહેવાના માર્ગ વિનાનું પાણીથી ભરેલું સરોવર છેવટે ખાલી થઇ જાય છે. નિયમ લીધો હોય, તો કષ્ટ વખતે પણ એ ધર્મ છોડવાનું મન થતું નથી. નિયમ ન હોય તો અનુકૂળ પરિસ્થિતિમાં પણ ધર્મ છૂટી જાય છે. વળી નિયમ લેવાથી જ ધર્મમાં દઢતા આવે છે. જેમ ભોજનમાં ઘી પ્રાણ ગણાય છે, તેમ ધર્મમાં દઢતા જ પ્રાણ છે. (દઢ ન હોય એવો ધર્મ ગમે ત્યારે નાશ પામી જાય.) તેથી ધર્મમાં નિયમ અને દૃઢતા અંગે જ દૃઢ પ્રયત્ન કરવો જોઇએ. તો જ ઇચ્છિત સુખ પ્રાપ્ત થાય છે. રત્નસારે ગુરુની આ વાત સાંભળી સમ્યકત્વપૂર્વક પરિગ્રહ પરિમાણવ્રત લીધું. - એક લાખ રત્ન, દસ લાખ સોનું, મોતી અને પરવાળાના દરેકના આઠ-આઠ મૂઢક, રોકડ નાણું તરીકે આઠ કરોડ સોનામહોર, ચાંદીવગેરે દસ હજાર ભાર, ધાન્યના સો મૂઢક, બીજું કરિયાણું એક લાખ ભાર જેટલું, છા ગોકુળ (એક ગોકુળમાં દસ હજાર ગાયો હોય), ઘર અને દુકાન પાંચસો, વાહન ચારસો, એક હજાર ઘોડા અને સો હાથી આટલાથી વધુ લેવું નહીં વળી, સંઘરવું નહીં. ને ક્યારેય પણ ગમે તેટલું દબાણ આવે તો પણ રાજ્ય લેવું નહીં. (રાજા બનવું નહીં. આ પરિમાણથી તે વખતની સમૃદ્ધિનો અંદાજ આવી શકે છે.) પાંચ પ્રકારના અતિચાર નહીં લાગે એ રીતે અત્યંત શુદ્ધ પાંચમું વ્રત ગ્રહણ કર્યું. હવે તે શ્રદ્ધાપૂર્વક શ્રાવકધર્મ પાળવા લાગ્યો. એકવાર મિત્રો સાથે તે રોલંબરોલ નામના ઉદ્યાનમાં ગયો. ત્યાં એને ક્રીડા પર્વતપર દિવ્ય ૧૮૦ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #189 -------------------------------------------------------------------------- ________________ વસ્ત્રધારી અને દિવ્ય ગીત ગાતું દિવ્યરૂપ ધારી કિન્નર યુગલ જોયું. તેઓનું મોં ઘોડા જેવું ને બાકીનું શરીર માનવાકાર જેવું જોઇ આશ્ચર્ય પામેલા રત્નસારે હસતા હસતા કહ્યું - આ માનવ કે દેવ હોય, તો ઘોડા જેવું મોં કેમ છે? તેથી આ માનવ નથી પણ બીજા દ્વીપમાં ઉત્પન્ન થયેલું પશુ છે. આ સાંભળી દુ:ખી થયેલા એ કિન્નરે કહ્યું - હે કુમાર હું પશુ નથી, પણ વ્યંતર છું. પશુ જેવો તો તું છે કે જેથી તારા પિતા તને ઠગે છે. દેવોને પણ દુર્લભ એવો સર્વલક્ષણસંપન્ન સમંધકાર નામનો ઘોડો તારા પિતાએ દૂરના દ્વીપથી મેળવ્યો છે. એ ઘોડો એક દિવસમાં સો યોજન પણ જઇ શકે છે. ઘોડાઓના રાજા જેવો આ ઘોડો તારા પિતાએ તને કદી બતાવ્યો નથી. તારા ઘરની ખાનગી વાત તો જાણતો નથી ને પોતાને જ્ઞાની માની મારી વિડંબના કરે છે. આ સાંભળી ખિન્ન થયેલો રત્નસાર ઘરે પાછો ફરી મોં ચઢાવી અંદરના રૂમમાં ભરાઇ ગયો. બારણાં બંધ કર્યા. માતાપિતાને એ ખૂબ લાડકો હતો. તેથી પિતાએ એને બહારથી જ મનાવતા કહ્યું - તારી ઇચ્છા મુજબ કરીશ... બારણું ખોલ. કહ્યા વિના તો શું ખબર પડે? તેથી સંતોષ પામેલા રત્નસારે બારણું ખોલી પિતાને કહ્યું - મને પેલો વિશ્વશ્રેષ્ઠ મહા મંગલકારી ઘોડો આપો. પિતાએ કહ્યું - તું આ વિશ્વમાં આશ્ચર્યકારી ઘોડાપર બેસી જગતમાં ભમ્યા કરે, તો અમને તારા વિયોગનું દુ:ખ સહન કરવું પડે. એ આશયથી જ અત્યાર સુધી એ છુપાવી રાખ્યો હતો. હવે તું જાણે છે ને માંગે છે, ને આમે પછી પણ તને આપવાનો હતો, તે હવે અત્યારે જ તને આપુ છું. પણ તું ઉચિત હોય એ જ કરજે. એમ કહી પિતાએ પુત્રને ઘોડો સોંપ્યો. અત્યંત ઇષ્ટ ગણાતી વ્યક્તિ સામે ચાલીને માંગે ને ન આપે તો પ્રેમ બળી જાય છે. રત્નસાર પણ જાણે કે ગરીબને નિધાન મળ્યું હોય એમ આનંદિત થયો. ઇષ્ટ વસ્તુ મળે તો કોને આનંદ ન થાય? પછી બીજા મિત્રો બીજા ઘોડાપર બેઠા. રત્નસાર આ ઘોડાપર બેઠો. બધા ઘોડાના જાત જાતના ખેલ કરવા માંડ્યા. જેમ શુક્લધ્યાનપર આરુઢ થયેલો જીવ બીજા બધાને પાછળ મુકી સિદ્ધશિલા પર પહોંચી જાય છે, એમ આ ઘોડાપર આરૂઢ થયેલો રત્નસાર મિત્રોને પાછળ મુકી ખુબ આગળ નીકળી ગયો. આ બાજુ તે જ વખતે વસુસા૨ને એના ઘરે એણે પાળેલા પોપટે કહ્યું - મારો ભાઇ રત્નસાર તે ઘોડાપર બેસી તીવ્ર ગતિથી જઇ રહ્યો છે. રત્નસાર કુમાર કુતુહળપ્રિય છે, તેથી તે જગત ભમવા ઘોડાનો સહારો લેશે ને ઘોડો હ૨ણની જેમ મોટી છલાંગો લગાવી દોડવા માંડશે. ભાગ્યાધીન ફળવાળા આ કાર્યનું શું પરિણામ આવશે, તે મને ખબર નથી. હું એ પણ જાણું છું કે ભાગ્યના મહાસાગર એવા રત્નસારકુમારનું કશું અશુભ થવાનું નથી. છતાં સ્નેહી પુરુષો હંમેશા અનિષ્ટની આશંકા કરતા હોય છે. સિંહબાળ તો જ્યાં જાય, ત્યાં પ્રભુતા પામે છે. છતાં સિંહણને એની ચિંતા હોય છે. આમ હોવા છતાં પહેલેથી જ અશુભ નિવારક પ્રયત્ન યથાશક્તિ કરી લેવો જોઇએ. પાણી પહેલા પાળ બાંધવી એ ડહાપણ છે. તેથી હે તાત ! જો તમારો આદેશ હોય, તો હું શીઘ્ર કુમારની ખબર અંતર જાણવા એની પાછળ જાઉં ! જો કદાચિત્ એ વિષમ અવસ્થામાં આવી પડે, તો એને સુખ ઉપજે એવા વચનાદિ કહીને મિત્રનું કામ કરીશ. વસુસા૨ે પણ પોતાના અંતઃકરણની વાત જ પોપટે કહેવાથી પ્રસન્ન થઇ કહ્યું - હે શુકશ્રેષ્ઠ ! તે શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૮૧ Page #190 -------------------------------------------------------------------------- ________________ એકદમ જ સુંદર અને ઉચિત કહ્યું. તે નિર્મળ બુદ્ધિવાળા ! તું તરત જઇ તીવ્રગતિથી જઇ રહેલા મારા પુત્રનો આ મહામાર્ગમાં સહાયક થા! લક્ષ્મણથી યુક્ત રામ જે રીતે છેવટે પોતાના સ્થાનને પામ્યા, એમ તારા જેવા પ્રિય મિત્રથી યુક્ત મારો પુત્ર સુખેથી પોતાના સ્થાનને પામશે. પોતાને કૃતાર્થ થયેલો માની પોપટ પણ એ આજ્ઞા પામી સાધુ જેમ સંસારમાંથી નીકળે છે, એમ પિંજરામાંથી નીકળી આકાશમાં ઉડતો-ઉડતો યથાશીધ્ર રત્નસારને મળ્યો. રત્નસારકુમારે પણ એની સાથે પ્રેમથી વાત કરી પોતાના ખોળામાં રાખ્યો. પાછળ પડી ગયેલા મિત્રો ઉત્સાહ વિનાના થઇ દુ:ખી થઇ પાછા ફર્યા. ઘોડો પણ જાણે ભૂમિની ધૂળને અડવી પણ ન હોય એમ જાણે છલાંગો લગાવતો લગાવતો ઘણા ગામ-નગરો ઓળંગી શબરસેના નામના જંગલમાં પહોંચી ગયો. લડતા હાથી, સિંહ, વાઘ, વરુ, પાડાવગેરેથી ભયંકર એ જંગલમાં રત્નસાર કુમારે દોલા(હીંચકાપર) બેસી ઝુલી રહેલા પાતાલકુમાર જેવા અદ્ભુત રૂપવાળા તાપસકુમારને જોયો. એને જોઇને જ રત્નસારને વિશેષ પ્રેમની લાગણી જન્મી. તાપસકુમાર પણ એને જોઇ વરને જોઇ કન્યાની જેમ લજ્જા, ઉત્સુક્તાવગેરે અનુભવી આનંદિત થયો. તેથી લજ્જાવગેરેથી યુક્ત હોવા છતાં હિંમત કરી હીંચકો છોડી રત્નસાર પાસે આવી પૂછવા માંડ્યો.. હે વિશ્વવલ્લભ! હે સૌભાગ્યનિધિ! તમે અહીં ક્ષણભર રોકાઇને મને કૃતાર્થ કરો... હે કુમાર! તમારા રહેવાસથી કયું રાજ્ય ગ્લઘા પામ્યું છે? તમારા રહેઠાણથી કયું નગર જગતમાં અનુત્તર બન્યું છે? તમારી સંગતથી કઇ જ્ઞાતિ સુગંધી બની છે? તમારા જન્મથી ત્રણ જગતને આનંદિત કરનારા તમારા કોણ જનક (= પિતા) છે કે જેની સ્તવના કરીએ? તમને જન્મ આપી માનનીયમાં પણ માનનીય બનેલી કોણ માતા છે? સજ્જનોની જેમ લોકોને આનંદ દેનારા તમારા સ્વજનો કોણ છે કે જેઓ તમને પામીને પોતાનું સ્વજનપણું સાર્થક માને છે? હે મહિમાનિધિ ! તમારી કીર્તિ કયા નામથી ફેલાયેલી છે? બીજાની અવગણનારૂપ આટલી ઉતાવળ કેમ છે? વગેરે પૂછ્યું. તાપસકુમારની આવી મધુરી વાતથી રત્નસાર તો છોડો, ઘોડો પણ જાણે કે કાન ઉંચા કરીને સાંભળવા તત્પર બન્યો. કુમારની ઇચ્છા જાણીને ઘોડો થંભી ગયો. કુમાર તો આ તાપસકુમારના રૂપવગેરેથી વિસ્મયથી સ્તબ્ધ થઇ કશું બોલી શક્યો નહીં, પણ તે વખતે પોપટે અવસરને ઓળખી કહ્યું - તમારે આ બધી વિગતો જાણીને શું કરવું છે? હમણા કોઇ વિવાહ સંબંધી કાર્ય થોડું કરવું છે? આમ તો તમે ઔચિત્યમાં કુશળ છો, છતાં આ અતિથિનો ઉચિત સત્કાર કરો એ જ અવસરોચિત છે. બધા જ વ્રતધારીઓ માટે અતિથિ પૂજ્ય છે. લૌકિકો પણ કહે છે – બ્રાહ્મણનો ગુરુ અગ્નિ છે. વર્ણો (ક્ષત્રિયાદિ)માં ગુરુ બ્રાહ્મણ છે. સ્ત્રીઓનો તો પતિ જ ગુરુ છે. પણ બધા માટે આંગણે આવેલો મહેમાન ગુરુ છે. તેથી જો તમારું ચિત્ત આ શ્રેષ્ઠકુમાર પ્રત્યે આકર્ષાયું હોય, તો એમનું આતિથ્ય કરો, બીજી વાતોથી સર્યું. પોપટની વાતોથી પ્રસન્ન થયેલા તાપસકુમારે જાણે કે રત્નમાળા આરોપતો હોય, એમ ફુલની માળા આરોપી. પછી રત્નસારને કહ્યું - જગતમાં તમે જ પ્રશસ્ય છો કે જેમને આવો હોંશિયાર પોપટ મિત્રરૂપે મળ્યો છે. તે ભાવજ્ઞ! હવે તમે ઘોડા પરથી ઉતરી મારા આતિથ્યનો સ્વીકાર કરો. આ ખીલેલા ફલોવાળું તળાવ, આ વન અને હું તમારે વશ છીએ. અમે તપસ્વીઓ તો સ્વાગતમાં વિશેષ શું કરી ૧૮૨ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #191 -------------------------------------------------------------------------- ________________ શકીએ? છતાં યથાશક્તિ કાંક ભક્તિ બતાવીશ. તાપસકુમારની આવી મનોહર વાતો સાંભળી રત્નસારકુમાર અશ્વપરથી ઉતર્યા. તાપસકુમારે આતિથ્ય કર્યું. પછી તો બંને વચ્ચે ક્ષણવારમાં અદ્ભુત મૈત્રી થઇ ગઇ. બંને એકબીજાના હાથમાં હાથ પરોવી વનની શોભા જોવા માંડ્યા. તાપસકુમારે કુમારને પ્રથમ સ્નાન કરાવી પછી ત્યાંના વિવિધ વૃક્ષોની ઓળખાણ કરાવી તે-તે વૃક્ષોના ફળો પણ ધર્યા. રત્નસારકુમારે પણ તાપસકુમારનું મન રાખવા યથાયોગ્ય આરોગી સંતોષ પમાડ્યો. તાપસકુમારે પોપટ અને ઘોડાની પણ ઉચિત ભક્તિ કરી. પછી રત્નસારના મનોભાવને જાણી કીરે (= પોપટે) તાપસકુમારને પૂછ્યું - હે મહર્ષિ! તમારું રોમે રોમ પ્રગટેલું આ નવયૌવન ક્યાં અને આ વ્રત ક્યાં? ક્યાં તમારો અદ્દભુત આકાર અને ક્યાં આ સંસારને અસાર બતાવતું વ્રત? વળી આપનું આ સૌંદર્ય અને ચાતુર્ય આ જંગલમાં રહી કેમ નિષ્ફળ બનાવી રહ્યા છો? દિવ્ય અલંકારો અને વેષને યોગ્ય તમારું આ કોમળ શરીર વૃક્ષોની છાલને કેવી રીતે સહી શકે છે? તમારું આ સુંદર યૌવન અને સુંદર લાવણ્ય આ રીતે તમે નિષ્ફળ કરો છો, એથી અમને કરણા ઉપજે છે. તો શું આ વૈરાગ્ય છે? કપટ છે? ભાગ્યની રમત છે? કે કોઇ મહાતપસ્વીનો શાપ છે? અમને આ કહેશો? ત્યારે આ સાંભળી આંખમાંથી આંસુની સાથે જાણે કે અંદરનું દુ:ખ બહાર કાઢતા તાપસકુમારે કહ્યું - હે શ્રેષ્ઠ પોપટ ! હે કુમારેન્દ્ર ! આ જગતમાં તમારા જેવા કોણ કપાસાગર છે, કે જેઓની કપાપાત્ર એવા મારાપર આવી કપા વરસી રહે છે? ખરેખર પોતાના દુ:ખે દુઃખી થનારા હજારો દેખાય છે. પણ બીજાના દુઃખે દુ:ખી થનારા તો ત્રણે જગતમાં વિરલા બે-ચાર જ મળે. કહ્યું જ છે કે દરેક સ્થાને હજારો શૂરવીરો મળશે, વિદ્યાપંડિતો મળશે, કરોડપતિઓ મળશે, પણ બીજાનું દુ:ખ સાંભળી કે જોઇ જેનું મન દુ:ખી થઇ જાય, તેવા સજ્જનો તો પાંચ-છ મળે તો ય ઘણું. નિર્બળો, અનાથો, દીનો, દુ:ખીઓ અને બીજાથી ત્રાસ પામતા જીવોના રક્ષક સજ્જનો સિવાય બીજું કોણ છે? હે કુમાર ! હું આપ જેવા અત્યંત વિશ્વાસપાત્ર વ્યક્તિને મારા દિલની વાત ન કરું તો કોને કરું? તેથી મારી બધી વાત જણાવું છું. હજી તો તાપસકુમાર આ કહે છે, ત્યાં તો અચાનક જ ભયંકર ઘુ-ઘુ અવાજ કરતો સખત પવન ફેંકાયો. એ પવનથી ઉડેલી ધુળથી પોપટની અને કુમારની આંખ મિચાઇ ગઇ. જ્યારે આંખ ખુલી અને જોયું. તો એ સખત પવન તાપસકુમારને ઉપાડીને અદ્રશ્ય થઇ ગયો. થોડીક ક્ષણોના મિલનથી પણ તાપસકુમારપ્રત્યે હૃદયના તાંતણે જોડાઇ ગયેલો રત્નસારકુમાર તાપસકુમારના અદ્રશ્ય થઇ જવા પર શોકગ્રસ્ત થઇ વિલાપ કરવા માંડ્યો ને એની પાછળ પાછળ જવા ઉદ્યત થયો. ત્યારે પોપટે એને વારતા કહ્યું - હે કુમાર ! તમે સમજુ હોવા છતાં મુગ્ધ થઇ આ શું કરી રહ્યા છો? એ પવન તાપસકુમારને ઉપાડીને ક્યાં લઇ ગયો, તે આપણે જાણતા પણ નથી. અને એ પવનની ઝડપ જોતા તો કલ્પના કરી શકાય કે એ હજારો યોજન દૂર પહોંચી ગયો હશે. આ સાંભળી પોતાની નિષ્ફળ ચેષ્ટાથી શરમાયેલો રત્નસાર ફરીથી તાપસકુમારને યાદ કરી વિલાપ કરવા માંડ્યો. ત્યારે ફરીથી આશ્વાસન આપતા પોપટે કહ્યું - મને વિચારતા એમ લાગે છે કે એ તાપસકુમાર ભલે પુરુષાકાર દેખાય, પણ કો'કે એને છુપાવવા જ આ રૂપ પરાવર્તન કર્યું છે, કેમકે એ શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૮૨ Page #192 -------------------------------------------------------------------------- ________________ તાપસકુમારના ચિહ્નો, એનું રૂપ, એની ચેષ્ટાઓ, એના વચનોથી સ્પષ્ટ ભાસે છે કે એ કન્યા જ છે. નહિંતર એની આંખમાં આમ તરત આંસુ કેમ વહેવા માંડે ? આ સ્ત્રીઓનું ચિહ્ન છે, પુરુષોનું નહીં. જે પવન ઉપાડી ગયો, એમ લાગ્યું. એ પવન નહીં પણ કોઇ અગોચર રમત કરી ગયું છે. નહિતર એ તાપસકુમારને ઉપાડી જાય, આપણને નહીં એ કેવી રીતે બને? દુર્ભાગ્યથી એ ધન્ય કન્યાની ચોક્કસ કોઇ વિડંબના કરી રહ્યું છે. પણ મારું મન કહે છે એ દુર્ભાગ્ય કે દુર્ગહથી જલ્દીથી મુક્ત થઇ તને વરશે. કલ્પવૃક્ષને જોઇ લીધા પછી બીજા વૃક્ષો તરફ કોણ દૃષ્ટિ કરે? હે રત્નસાર! તારા તીવ્ર ભાગ્યોદયના બળપર જ એ જલ્દીથી દુષ્ટથી મુક્ત થઇ જશે. અને ભાગ્યથી જ તારી સાથે એનો જલ્દી સંગમ થશે. માટે દઢ થા! વિલાપ-શોક છોડી પુરુષોચિત પ્રવૃત્તિ કર. આ સાંભળી સ્વસ્થ અને પ્રસન્ન થયેલા રત્નસારે શોક મુકી દીધો. પછી એ તાપસકુમારને યાદ કરતાં કરતાં અશ્વરત્નપર આરૂઢ થયો. પછી ઘણા વન, નગર, નદી, સરોવરો ઓળંગી એક અદ્ભુત, અલૌકિક ઉદ્યાન પાસે પહોંચ્યા. એ ઉદ્યાનમાં પ્રવેશતાં જ રત્નસારે અને પોપટે શ્રી આદીશ્વર ભગવાનનું નુતન મણિમય મંદિર જોયું. એ દેરાસરની ધ્વજા પણ “હે કુમાર ! તમે અહીં આવો, તમને આ ભવ - પરભવ ઉભય અપેક્ષાએ લાભ થશે” એમ આમંત્રણ આપતી હોય એ રીતે ફરકી રહી હતી. તેથી રત્નસારે તિલકવૃક્ષના થડ સાથે અશ્વને બાંધી પૂજામાટે જરૂરી વિધિ પતાવી માલતીવગેરે ફુલો લઇ દેરાસરમાં પ્રવેશ કર્યો. વિધિપૂર્વક પૂજા કરી. પછી સુંદર વિવિધ ફુલો ચઢાવ્યા. પછી વિશિષ્ટ બુદ્ધિવાળા એણે પ્રભુની સ્તવના કરી - જેમની સેવા કરવા દેવો તત્પર છે, તથા જેઓ એકીસાથે સમગ્ર જગતને જુએ છે; તે દેવાધિદેવ યુગાદિદેવને નમસ્કાર. પરમઆનંદના કંદ (મૂળ)ભૂત, એકમાત્ર પરમાર્થદેશક, પરમબ્રહ્મસ્વરૂપને વરેલા, પરમઆનંદના દાતા, ત્રણ જગતના ઈશ્વર અને ત્રાતા એવા યુગાદીશને નમસ્કાર. યોગીઓને પણ અગોચર, મહાત્માઓના પણ પ્રણામને યોગ્ય, શ્રી અને શમ્ (= કલ્યાણ)ના ઉભાવક, જગતના સ્વામી તમને વારંવાર નમસ્કાર. રોમાંચિત થઇ આ રીતે પ્રભુને સ્તવી કૃતાર્થ થયેલા એણે પોતાના પ્રવાસને સફળ માન્યો. પછી જાણે કે ધરાતો જ ન હોય, એમ સુખ-અમૃત વરસાવતા એ દેરાસરને વારંવાર નીરખવાં માંડ્યો, ને અનન્ય સુખનો અનુભવ કરવા માંડ્યો. પછી દેરાસરના પરિસરમાં બેઠેલા એણે પોપટને કહ્યું – એ તાપસકુમારની આનંદદાયક કોઇ ખબર હજી સુધી આપણને કેમ મળી નહીં? પોપટે કહ્યું- તું ખેદ કર નહીં. આપણને એવા સરસ શુકન થયા છે કે આજે જ તને એનો હર્ષદાયક સંગમ થવો જોઇએ. ત્યાં તો અભુત મયુરવાહિની (મોરપર બેઠેલી) દિવ્ય વસ્ત્ર, સૌંદર્ય, રૂપ ધારિણી એક કન્યા ત્યાં પ્રગટ થઇ, જાણે કે પ્રજ્ઞપ્તિદેવી સાક્ષાત પધારી હોય એવું દ્રશ્ય સર્જાયું. દેવીઓની સ્વામિની જેવી એ કન્યા મયુર સાથે જ શ્રી ઋષભદેવ ભગવાનને નમી ત્યાં જ અદ્ભુત, અલૌકિક નૃત્ય કરવા માંડી. કુમાર અને કીર(પોપટ) આ દ્રશ્ય જોવામાં વિસ્મયતાથી એવા તન્મય બની ગયા કે બધું ભૂલી ગયા. એ કન્યા પણ કુમારના રૂપથી અચંબો પામી ગઇ ને ઉલ્લાસપૂર્વક એકાગ્ર થઇ. પછી કુમારે જ પૂછવું - હે સૌંદર્યસામ્રાજ્ઞી ! તમને જો જરા પણ ખેદ નહીં થવાનો હોય, તો પૂછું - પેલીએ હા પાડવાપર કુમારે પૂછવું – આપનો પરિચય આપશો? ત્યારે એ કન્યાએ પણ પોતાનો ૧૮૪ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #193 -------------------------------------------------------------------------- ________________ R. અથથી ઇતિ વૃત્તાંત કહી કુમારનો થાક ઉતારી દીધો. કન્યાએ કહ્યું – કનકપુરમાં કનકધ્વજ નામે રાજા છે. એ રાજાને કુસુમસુંદરી નામે રાણી છે. એ રાણીએ એકવાર સ્વપ્નમાં જોયું - કામદેવને છોડી મને રતિ (= આનંદ) અને પ્રીતિ આપવા રતિ અને પ્રીતિ નામની બે દેવીઓ મારા ખોળામાં આવીને બેસી. તરત જ જાગી ગયેલી એ રાણીએ રાજાને આ સપનાની વાત કરી. રાજાએ કહ્યું - સર્જનહારે સર્જેલી ઉત્કૃષ્ટ રૂપવગેરેથી યુક્ત શ્રેષ્ઠ બે કન્યા આપણને સંતાન તરીકે પ્રાપ્ત થશે. આ સાંભળી કન્યાઓની પ્રાપ્તિ થવાની હોવા છતાં રાણીને વિશિષ્ટ આનંદનો અનુભવ થયો. પુત્ર કે પુત્રી જે પ્રકૃષ્ટહોય છે, તે આનંદદાયક બને છે. પછી એ રાણીએ પુત્રીયુગલને જન્મ આપ્યો, જેમકે સારી નીતિ એક સાથે કીર્તિ અને લક્ષ્મીને જન્મ આપે છે. એમાં પ્રથમ કન્યાનું નામ અશોકમંજરી અને બીજીનું નામ તિલકમંજરી રાખવામાં આવ્યું. મેરુપર કલ્પલતાની જેમ શીધ્ર વૃદ્ધિ પામતી બંને કન્યા બહુ ઓછા સમયમાં જ બધી કળાઓમાં પણ પારંગત થઇ. યુવાન થયેલી આ બંને કન્યા સમાન શીલ-ગુણ-સ્વભાવવાળી થઇ. બંને સાથે જ હર્ષ-શોક, રતિ-અરતિ અનુભવે. આમ પરસ્પર અદ્ભુત પ્રીતિવાળી બની. તેથી રાજાએ વિચાર્યું - આ બંને કન્યામાટે એક જ વર શોધવો જોઇએ, નહિતર બંને એક - બીજાના વિયોગથી જીવી શકશે નહીં. પણ બંનેથી ચઢિયાતો તો છોડો, સમાન ગુણવાળો પણ વર મળશે કે કેમ એ શંકા છે. અને તેવા વરની અપ્રાપ્તિમાં આ બંનેની શી હાલત થશે? આ વિચારથી રાજા ચિંતામાં પડ્યા. એમાં એમના દિવસો મહિના જેવા થવા માંડ્યા. એકવાર વસંતઋતુમાં એ બંને કન્યા ક્રિીડામાટે અશોકવનમાં ગઇ. ત્યાં અશોકમંજરીએ અશોકવૃક્ષની શાખા-ડાળને આધારે હીંચકો બાંધી પ્રથમ તિલકમંજરીને હીંચકો ખવડાવ્યો. પછી પોતે શરુ કર્યો. ત્યાં જ અચાનક હીંડોળો તુટ્યો. ‘અશોકમંજરી નીચે પડી હશે અને એને ઘણું વાગ્યું હશે.” એમ માની હાહારવ કરતાં બધા ત્યાં ભેગા થયા, પણ ત્યાં તો હીંડોળા સાથે જ અશોકમંજરી આકાશમાં ઉડી અને જાણે સ્વર્ગમાં જઇ રહી હોય, એમ દેખાવા લાગ્યું. ક્ષણવારમાં તો અદ્રશ્ય થઇ ગઇ. ત્યારે લોકોને ખ્યાલ આવ્યો કે એનું કોક વિદ્યાધરે અપહરણ કર્યું છે. તેથી “અરે ! અશોકમંજરીને ઉપાડીને કોઇ ભાગે છે, દોડો દોડો’ એવી બુમરાણ મચાવી. આ અપહરણ જોઇ ત્યાં રહેલા શસ્ત્રધારી સુભટો આમ તેમ દોડ્યા પણ ખરા, પણ અશોકમંજરીને બચાવવાનો કોઇ ઉપાય કરી શક્યા નહીં. તિલકમંજરી પણ અત્યંત વહાલી બેનના અપહરણના સમાચાર જીરવી શકી નહીં શકાતા મૂચ્છિત થઇ ગઇ. આ એકસાથે બે અશુભ સમાચારથી આતંકિત થયેલા રાજા પણ ત્યાં દોડતા આવ્યા. બંને દીકરી માટે વિલાપ કરવા માંડ્યા. ત્યારે એક નોકર પાણી છાંટવું વગેરે ઉપાયો કરી તિલકમંજરીને ભાનમાં લાવ્યો. ભાનમાં આવેલી તિલકમંજરી ભારે વિલાપ કરવા માંડી. એની વિરહજન્ય વેદના જોઇ બધાને લાગ્યું કે આ અશોકમંજરી વિના જીવી શકશે નહીં. એ વખતે ત્યાં આવેલી બંનેની માતા પણ શોક કરવા માંડી કે મારું ભાગ્ય જ રુક્યું છે કે એક પુત્રીનું અપહરણ થયું અને બીજી એના શોકમાં મરી રહી છે. હે ગોત્રદેવીઓ, વનદેવીઓ, આકાશદેવીઓ તમે શીધ્ર સંનિધાન કરો... આને કોઇ પણ હિસાબે દીર્ઘજીવી બનાવો. બધા જ આરીતે શોકમગ્ન બન્યા હતાં. ત્યારે જાણે કે આ પીડા જોઇ નહીં શકવાથી સૂર્ય પણ અસ્ત પામ્યો. આ બાજુ પાછલી રાતે તિલકમંજરી ઉદ્યાનમાં રહેલા ચક્રેશ્વરીદેવીના મંદિરમાં ગઇ. પૂર્વે શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૮૫ Page #194 -------------------------------------------------------------------------- ________________ ઘણીવાર સખીઓ સાથે એ ત્યાં આવી હતી, તેથી રસ્તો જાણતી હતી. ચક્રેશ્વરી દેવીની પૂજા કરી પૂરી ભક્તિથી એણે પ્રાથર્ના કરી :- હે સ્વામિની! નિર્મળ મનથી મેં તમારી આટલો સમય પૂજા, ભક્તિ, સ્તવના કરી હોય, તો પવિત્ર ભાષાવાળી આપ આજે શીધ્ર આ દીન બાલિકાને એની મોટી બેનના સમાચાર આપો. નહિતર હે માતા! હું આજથી ભોજન-પાણીનો ત્યાગ કરીશ. ઇષ્ટના વિયોગમાં કયા નીતિજ્ઞને ભોજન કરવું ગમે? ત્યારે તિલકમંજરીની ભક્તિથી, આત્મશક્તિથી અને નિર્મળ ઉક્તિ (- વચન)થી તુષ્ટિ (= ખુશી) પામેલી દેવી તરત જ સાક્ષાત થઇ. ખરેખર! એકાગ્રતાથી શું સિદ્ધ ન થાય? દેવીએ પ્રસન્નવદને કહ્યું - હે ભદ્ર! તારી બેન ક્ષેમકુશળ છે. તેથી હૃદયમાંથી ખેદ દૂર કરી ભોજન-પાણી કરજે. જો તને ક્યારે? કેવી રીતે? ક્યાં મને મારી બેનનો સંગમ થશે? એવા પ્રશ્નો થતા હોય, તો સાંભળ... આ નગરથી પશ્ચિમ દિશામાં ઘણે દૂર એક જંગલ છે કે જ્યાં પગ મૂકવો પણ કાયરો માટે શક્ય નથી. રાજા પણ ત્યાં પહોંચી શકતા નથી. ત્યાં શ્રી ઋષભદેવ ભગવાનનું દેરાસર છે. એમાં શ્રી ઋષભદેવ ભગવાનની અલૌકિક પ્રતિમા છે. એ પ્રતિમાની તું પૂજા કર. તને એક મહિના પછી તારી બેનના સમાચાર અચાનક મળશે ને ભાગ્યયોગે એની સાથે મિલન પણ થશે. ત્યાં જ તારે બીજી રીતે પણ સુંદર ભાવીનું નિર્માણ થશે. અથવા તો દેવાધિદેવની પૂજાથી શું સિદ્ધ ન થાય? વળી, તને એમ થતું હશે કે એટલે દૂર ભગવાનની પૂજા કરવા રોજ કેવી રીતે જવું? ને રોજ જઇને પાછા પણ કેમ આવવું? તો એ અંગે પણ મારી વાત સાંભળ – હું શક્ય ન હોય એવા ઉપાયો બતાવતી નથી. મારો ચંદ્રચુડ નામનો આજ્ઞાંકિત દેવ છે. તે શક્તિશાળી છે, આદેશ કરાયેલા બધા કાર્યો કરવા તત્પર પણ છે. એ મોરનું રૂપ કરીને તેને રોજ ત્યાં લઇ જશે ને ત્યાંથી પાછી લાવશે. આ બધું કામ એ મારા આદેશથી કરશે. દેવીની વાત પૂરી થઇને આકાશમાંથી એક મોર નીચે ઉતર્યો. આ મોરપર આરૂઢ થઇ રોજ અહીં પૂજા માટે આવન-જાવન એ કન્યા કરે છે. દેવીએ કહેલું જંગલ પણ આ જ છે, દેરાસર પણ આ જ છે, ને કન્યા પણ આ હું જ છું. આ રીતે હે કુમાર ! તમારા પૂછવાથી મેં મારું આ ચરિત્ર કહ્યું. તે સૌભાગ્યનિધિ ! પરંતુ હું અહીં રોજ આવતા આવતા આજે મહીનો પૂરો થયો, છતાં પણ જેમ રણપ્રદેશમાં ગંગાનું નામ સાંભળવા ન મળે, તેમ મને હજી સુધી સમાચારની વાત તો છોડો, બહેનનું નામ પણ સાંભળવા મળ્યું નથી. તો મારે સરળતાથી તમને એટલું જ પૂછવું છે કે આખા જગતમાં ફરતા તમે રૂપથી મારા જેવી જ લાગતી કન્યા ક્યાંક પણ જોઇ છે? ત્યારે તિલકમંજરીના રૂપ, સૌંદર્યની સાથે સાથે વેદના-વાતોથી અભિભૂત થયેલા રત્નસારે કહ્યું - હે મૃગલક્ષ્મી ! હે રૈલોક્ય યુવતિ શિરોમણિ ! આ રીતે પૃથ્વીપર ભમી રહેલા મેં રૂપથી તમારે સમકક્ષ તો છોડો, અંશમાત્રથી પણ તુલના પામે એવી કોઇ કન્યા જોઇ નથી, ને મને લાગતું નથી કે ભવિષ્યમાં પણ જોવા મળે. પરંતુ શબરસેના નામના જંગલમાં અદૂભુત રૂપ, યૌવન અને કાંતિવાળા એક તાપસકુમાર મને મળ્યા હતા. વાણીનું માધુર્ય, રૂપ, વયવગેરેથી એ તમારા જેવા જ દેખાતા હતા. એ કુમારનો સહજ પ્રેમવગેરે હજી યાદ આવ્યા કરે છે ને હું એમની વિરહની વેદનાથી વ્યથિત થઇ જાઉ છું. તે તમે જ છો, અથવા તો તમારી બેન હોય... ભાગ્યની રમત સમજાતી નથી... હકીકત શું છે? ત્યાં ૧૮૬ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #195 -------------------------------------------------------------------------- ________________ જ પોપટ બોલ્યો - હં! હં! કુમાર! પહેલા મેં જે તને મારી ધારણા મુજબ કહેલું તે હવે બરાબર મેળ ખાય છે. તે તાપસકુમાર કન્યા જ છે ને આમની બેન જ છે. મારું જ્ઞાન એમ જ કહે છે ને આમને પણ દેવીએ જે મહિનાની વાત કરી હતી એનો પણ એ જ રીતે મેળ ખાય છે. તેથી આજે જ કદાચ મિલન પણ થાય. આ સાંભળી તિલકમંજરીએ કહ્યું - હે કીર ! જો આજે મને મારી બેનના દર્શન થાય, તો હું તમારી કમળોથી પૂજા કરીશ. કુમારે પણ - હે પ્રાજ્ઞ! તેં સારું - મનગમતું કહ્યું એમ કહી પ્રશંસા કરી. આ બાજુ એ જ વખતે આકાશમાં દૂર દૂરથી ઉડીને આવતી અને જમીનપર ઝડપથી ઉતરી રહેલી, દિવ્ય રૂપ, તેજ કાંતિવાળી, ધવલતાની પરમ સીમા જેવી, તથા આકાશમાં ઘણું ઉડવાથી થાકેલી, તથા ભયથી અત્યંત વિદ્યુલ થયેલી એક હંસી સીધી જ કુમારના ખોળામાં પડીને ત્યાં જ આળોટવા માંડી... કુમાર, કીર અને કન્યા આ આખું દ્રશ્ય આનંદ અને વિસ્મયથી જોઇ રહ્યા હતા. ભયથી કંપતા દેહવાળી એ હંસી કુમારના મુખસામે જોઇ મનુષ્યની ભાષામાં બોલવા માંડી- હે સાત્ત્વિકોમાં શિરોમણિ ! હે શરણાગતવત્સલ! હે કપાસાગર! મારું રક્ષણ કર ! મને બચાવ! હું તારા શરણે આવી છું. મને શરણે લે! મહાપુરુષો શરણે આવેલા માટે વ્રજપંજર બને છે –એ રીતે એની રક્ષા કરે છે. મેર ચલે, પવન સ્થિર થાય કે અગ્નિ ઠંડો પડી જાય. પણ મહાપુરુષો એવા ધીર હોય છે કે શરણાગતના રક્ષણ માટે પ્રાણને પણ તણખલાની જેમ છોડી દેવા તૈયાર થાય છે. ત્યારે એ હંસીના અત્યંત કોમળ પીંછાઓને પ્રેમથી સ્પર્શ કુમારે કહ્યું - હે હંસી! તમે જરા પણ ડરો નહીં. મારી પાસે રહેલા તમારું અહિત કરવા ઈદ્રો કે નરેંદ્રો પણ સમર્થ નથી. તેથી તમે હવે ભયથી ધ્રુજવાનું બંધ કરો. એ પછી તળાવમાંથી પાણી વગેરે લાવી ભોજન-પાણી કરાવી કુમારે હંસીને સ્વસ્થ કરી. કુમાર હજી તો આ કોણ છે? ક્યાંથી આવી? કોનાથી ભયભીત છે? મનુષ્યવાણીમાં કેવી રીતે બોલી શકે છે? ઇત્યાદિ વિચારે, ત્યાં જ, કોણે યમરાજને કોપાયમાન કરવાની હિંમત કરી છે? કોણ મરવા તૈયાર થયું છે? શેષનાગના માથા પરથી મણિ ઉતારવાની ધૃષ્ટતા કોણે કરી છે? ઇત્યાદિ ભયજનક ઘોંઘાટથી આખું આકાશ ભરાઇ ગયું. ત્યારે અનિષ્ટની આશંકાથી સાવચેત કીર શીધ્ર દેરાસરના પરિસરના બારણે આવી શું હકીકત છે? તે જોવા ગયો. ત્યાં એણે કોઇ વિદ્યાધર રાજાના હજારો સૈનિકોથી ભરાઇ ગયેલું આકાશ જોયું. તીર્થના પ્રભાવથી, પરમાત્માના અનુભાવથી, પરમ ભાગ્યનિધાન રત્નસારના અદ્ભુત ભાગ્યોદયથી અને જાણે કે કુમારના સંસર્ગથી એકદમ વીરતાને ધારણ કરેલા પોપટે જોરથી ગર્જના કરી સૈનિકોને પડકાર ફેંક્યો કે - હે વિદ્યાધર સૈનિકો! દુર્બુદ્ધિથી ભરાયેલાઓ ! વીરો ! તમે ક્યાં દોડી રહ્યા છો? તમને શું સામે દેવોથી પણ અપરાજિત આ દેખાતા નથી? કંચન જેવી કાયાવાળા આ કુમાર જો યમની જેમ કોપાયમાન થયા, તો આ યુદ્ધ તો છોડો, તમને ભાગવા માટે પણ જગ્યા નહીં રહે. પોપટની આ ગર્જનાથી વિષાદ, વિસ્મય અને ભય પામેલા તે સૈનિકોએ વિચાર્યું - ચોક્કસ પોપટના રૂપમાં આ કોક દેવ કે દાનવ છે, એ વિના અમારા જેવા વિદ્યાધર સૈનિકોને આ રીતે ધુત્કારવાની હિંમત કેવી રીતે કરી શકે? વિદ્યાધરો તો સિંહનાદથી પણ ડરે નહીં, એ અમે આજે આ પોપટમાત્રની ગર્જનાથી આ રીતે કેમ ડરી જઇએ? જેનો પોપટ પણ આટલો વીર હોય કે જેથી વિદ્યાધરો પણ ક્ષોભ પામી જાય, સામે દેખાતો કુમાર તો કોણ જાણે કેટલા બળવાળો હશે? તેથી આના શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૮૭ Page #196 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપને જાણ્યા વિના શી રીતે આની સાથે યુદ્ધ થાય? તરાપામાત્રથી (નાની હોડી માત્રથી) અપાર સાગર કેવી રીતે કરી શકાય? આમ વિચારી ત્રાસ પામેલા ને તેથી જ પરાક્રમ ગુમાવી ચુકેલા તે સૈનિકો શિયાળની જેમ પાછા ફરી બાળકો જેમ મા-બાપ આગળ જેવું બન્યું તેવું કહે, એમ વિદ્યાધર રાજા આગળ બધી વાત કરી. આ સાંભળી અત્યંત ક્રોધથી ભરાયેલા વિદ્યાધર રાજાએ સૈનિકોને કાયર કહી ધિક્કાર વરસાવી કહ્યું – અરે! તમે જુઓ મારી આગળ એ પોપટ કે એ કુમારની શી તાકાત છે? આમ કહી દસ મુખ બનાવી, વીસ હાથ તૈયાર કરી તલવાર, ઢાલ, ભાલો, ધનુષ્ય, બાણ, શંખ, નાગપાશ, ચક્ર વગેરે શસ્ત્રો એક એક હાથમાં ધારણ કર્યા. એક મોંઢેથી મોટેથી હુંકારો કર્યો, બાકીના મોંઢેથી સિંહગર્જના વગેરે ચેષ્ટાઓ કરતો કરતો દશે દિશાને ધ્રુજાવતો વીશ આંખોથી પણ જોડકા-જોડકાથી સૈનિકોતરફ ધિક્કારથી, પોપટતરફ દયાભાવથી, હંસતરફ પ્રણયભાવથી, મોરને કૌતુકભાવથી, જિનપ્રતિમાને ભક્તિભાવથી, કુમારને રોષભાવથી ઈત્યાદિરીતે ભાવો વ્યક્ત કરતો કરતો ત્યાં આવ્યો. આના આવા સ્વરૂપને જોઇ પોપટ ડરી ગયો ને કુમારના શરણમાં લપાઇ ગયો. ત્યારે વિદ્યાધર રાજાએ કુમારને ધુત્કારભાવે કહ્યું – તું અહીંથી જલ્દીથી ભાગી જા, નહિતર ખતમ થઇ જઇશ. મારા જીવિતસર્વસ્વ જેવી આ હંસીને પોતાના ખોળામાં રાખતા તને શરમ નથી આવી? નિર્લજ્જ! મયાર્દાહીન! હજી મારી સામે ઊભો છે? ઇત્યાદિ રીતે કુમારને ડરાવવાનો રાજાએ પ્રયત્ન કર્યો ત્યારે પોપટ “શું થશે?” એવી આશંકાથી, કૌતુકભાવે મોર અને ભયભીતભાવે કન્યા અને હંસી જોવા માંડ્યા. ત્યારે કુમારે હસીને કહ્યું – અરે ! ફોગટ ડરાવવાની ચેષ્ટા છોડો. એવી ચેષ્ટા બાળક આગળ શોભે. મારા શરણે આવેલી આ હંસીને હું મુકીશ નહીં. છતાં જો તમે લેવાની કોઇ ચેષ્ટા કરશો, ને દૂર થશો નહીં, તો તમારા દસ માથા દશે દિશાના સ્વામીઓને બલિ તરીકે ચઢાવીશ. એજ વખતે ચંદ્રચુડદેવ પણ મોરનું રૂપ છોડી દેવનું રૂપ ધારણ કરી વિવિધ શસ્ત્રો સાથે રત્નસાર પાસે આવીને ઊભો રહ્યો. સુકતજન્ય પુણ્યની કેવી બલિહારી ! દેવે રત્નસારને કહ્યું - હે કુમારેન્દ્ર ! તમે ઇચ્છા મુજબ યુદ્ધ કરો. હું તમને શસ્ત્રો પૂરા પાડીશ અને દુશ્મનના નાશમાં સહાય બનીશ. આથી બમણા ઉત્સાહથી તિલકમંજરીના હાથમાં હંસીને સોંપી કુમાર અશ્વપર ચઢ્યો. ચંદ્રચુડે પણ એને ધનુષ્ય-બાણવગેરે આપ્યા. પછી કુમાર અને વિદ્યાધર રાજા વચ્ચે ભયંકર યુદ્ધનો આરંભ થયો. દીર્ઘકાળ સુધી બાણયુદ્ધ વગેરે કરી પછી બંને દિવ્ય અસ્ત્રોથી લડવા માંડ્યાં. પણ થાક્યા વિના કે દીન થયા વિના લડતાં રહેવા છતાં બેમાંથી એક પણ પક્ષનો વિજય થાય તેવું દેખાતું ન હતું. પણ છેવટે ન્યાયધર્મના બળથી કુમાર ક્રમશ: બળવત્તા પામતો ગયો. તેથી થાકેલા વિદ્યાધર રાજાએ પણ સમાન યુદ્ધ છોડી પોતાની પૂરી શક્તિ લગાડી યેન કેન પ્રકારે જીતવાનો ઉદ્યમ શરૂ કર્યો. તેથી વીશે વીશ હાથથી શસ્ત્ર ફેંકવાનું શરૂ કર્યું. ત્યારે ‘આણે યુદ્ધમાં હવે અનીતિ શરૂ કરી છે, તેથી હવે આ હારવાનો” એમ વિચારી રત્નસારનો ઉત્સાહ વધી ગયો, કેમકે અન્યાયથી કોઇ જીતી શકતું નથી. પોતાના શ્રેષ્ઠ અશ્વના વિવિધ પ્રયોગથી રત્નસારે એ રાજાના બધા પ્રયોગો ચૂક્યા, ને પોતાના ધારદાર બાણથી એ રાજાના બધા શસ્ત્રોનો અકલ લીલાથી નાશ કરી નાખ્યો, ધનુષ્ય પણ ભાંગી નાખ્યું, તથા એક બાણથી એની છાતી પણ વિધી... એક વેપારીપુત્રના આ પરાક્રમથી દેવો પણ છક ૧૮૮ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #197 -------------------------------------------------------------------------- ________________ થઇ ગયા. છાતીમાંથી લોહી નીકળવા છતાં ક્રોધથી અંધ થયેલા વિદ્યાધર રાજાએ બહુરૂપિણી વિદ્યાથી એક સાથે અનેક રૂપ કર્યા. કુમાર જ્યાં જ્યાં નજર નાંખે, ત્યાં ત્યાં આ રાજા જ દેખાય. છતાં કુમાર ગભરાયો નહીં, ખરેખર ધીર પુરુષો કલ્પનો અંત આવે એવી આપત્તિમાં પણ કાયર થતા નથી. હવે કુમાર તો લક્ષ્ય સાધ્યા વિના જ બાણ છોડી એને પીડવા માંડ્યો. પણ તે વખતે કુમારને આ મોટી આપત્તિના સંકટમાં જોઇ ચંદ્રચુડદેવ મોટું મુગર લઇ એ રાજાને હણવા તત્પર થયો. દેવને ભયંકર રૂપ ધારણ કરી આવતો જોઇ વિદ્યાધર રાજા ક્ષણભર ક્ષોભ પામ્યો. પછી ધૈર્ય ધારણ કરી બધા રૂપોથી ને બધા શસ્ત્રોથી દેવ પર પ્રહાર કરવા માંડ્યો. પણ દેવના દિવ્ય પ્રભાવથી અને કુમારના પરમ ભાગ્યથી એ પ્રહારો દુર્જન પર કરેલા ઉપકારની જેમ નિષ્ફળ ગયા. પછી દેવે એ રૂપોમાંથી જે મુખ્ય રૂપ હતું, એના માથાપર જોરથી મુગર પ્રહાર કર્યો. આ પ્રહાર એટલો તીવ્ર હતો કે સામાન્યથી તો મનુષ્ય મરી જ જાય. પણ બહુરૂપિણી વિદ્યાના પ્રભાવથી રાજા મર્યો નહીં. પણ ભય પામેલી બહુરૂપિણી વિદ્યા ત્યાંથી નાસી ગઇ. તેથી ‘આ કુમાર પોતે જ દુશ્મનો માટે રાક્ષસ જેવો છે, ને એમાં એને દેવની સહાય છે.એમ વિચારી વિદ્યાધર રાજા પણ ભાગ્યો. કેમકે આવા સ્થાનોથી તો જે ભાગે તે જ જીવે. તે વખતે એનું ભાગવું જાણે કે એની ભાગી ગયેલી વિદ્યાને જોવા જ જતો હોય એવું લાગ્યું. એની પાછળ એની પૂરી સેના પણ ભાગી ગઇ, -દીવો બુઝાઇ ગયા પછી એના કિરણો પણ ક્યાં રહેવાના? અત્યંત સકમાર ( કોમળ) કુમારે એ કઠોર વિદ્યાધર નરેન્દ્રપર વિજય મેળવ્યો એ બતાવે છે કે જે પક્ષે ધર્મ હોય, એ પક્ષનો જ છેવટે જય થાય છે. પછી રત્નસાર દેરાસરના પરિસરમાં પાછો ફર્યો. તિલકમંજરી પણ કુમારના પરાક્રમથી પ્રભાવિત થઇ ગઇ. એણે વિચાર્યું - આ યુવાન ત્રણ લોકમાં રત્ન સમાન છે. આ પતિ તરીકે મળવો એ પણ ભાગ્યની નિશાની છે. બેનનું મિલન થાય, તો અમે બંને આને વરીએ. પછી કુમારે તિલકમંજરીના હાથમાંથી હંસીને પોતાના હાથમાંથી લીધી. ત્યારે હંસીએ કહ્યું – હે કુમારેન્દ્ર ! વીર શિરોમણિ ! હે મહાપરાક્રમી ! દીર્ઘકાળ જીવ ! જય પામ ! મારા કારણે તમને ઘણું કષ્ટ પડ્યું. છતાં મને લાગે છે કે પેલા વિદ્યાધર રાજા મારા ઉપકારી છે કે જેના કારણે મને તમારું શરણ મળ્યું. અમારા જેવા તો તમારા જેવાની કૃપાથી જ દીર્ઘકાળ સુખ પામી શકીએ. ત્યારે કુમારે પૂછ્યું - તું કોણ છે? પેલો વિદ્યાધર રાજા તને કેમ ઉપાડી ગયો? તું મનુષ્ય ભાષામાં કેમ બોલી શકે છે? હંસીએ કહ્યું – ઉતુંગ જિનાલયોથી શોભતો ઉંચો વૈતાદ્ય પર્વત છે. એ પર્વત પર રથનુપૂર ચક્રવાલ નામનું શ્રેષ્ઠ નગર છે. પેલો વિદ્યાધર રાજા ત્યાંનો તરુણીમૃગાંક નામનો રાજા છે. એકવાર એ રાજા કનકપુરી નગરના આકાશમાર્ગેથી જઇ રહ્યો હતો. ત્યારે એની નજર ત્યાંના ઉદ્યાનમાં હિંડોળાપર રહેલી અશોકમંજરી નામની રાજકન્યાપર પડી. સાક્ષાત અપ્સરા જેવી દેખાતી એ કન્યાના રૂપથી ક્ષોભ પામેલો તે રાજા પવન ઉત્પન્ન કરી એ કન્યાને હિંડોળા સહિત ઉપાડી ગયો. પોતાના ઇષ્ટને સિદ્ધ કરવા માણસ શું નથી કરતો? પછી એ કન્યાને એણે શબરસેના નામના જંગલમાં મૂકી. ત્યારે હરણીની જેમ ત્રાસ પામેલી એ કન્યા રડવા માંડી. તે વખતે એ રાજાએ કહ્યું – તમારે રડવાની જરૂર નથી. હું ચોર કે પરસ્ત્રીગમન કરનારો દુષ્ટ નથી. હું તો વિદ્યાધર રાજાઓનો પણ શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૮૯ Page #198 -------------------------------------------------------------------------- ________________ ાજા છું. અનંત ભાગ્ય હોય, એને જ મારી કૃપા મળે છે. છતાં હું તમારો નોકર થઇ વિનવું છું કે તમે મારી સાથે લગ્ન કરો. તમે તમામ વિદ્યાધરોના સ્વામિની થશો. ત્યારે કામાંધોને ધિક્કાર છે કે જે બીજાને સંતાપ આપીને પણ લગ્ન કરવા ઇચ્છે છે” એમ વિચારી કન્યા મૌન રહી. ત્યારે “માતા-પિતાવગેરેના વિયોગના દુ:ખથી પીડાતી આ હમણાં નહીં સ્વીકારે. સમય જતા દુ:ખ ઓછું થશે પછી મને સ્વીકારશે” એમ વિચારી એ રાજાએ સર્વકામકરી વિદ્યાનું સ્મરણ કરી એ વિદ્યાના પ્રભાવથી એ કન્યાને તાપસકુમારનું રૂપ આપી દીધું. પછી એ રાજા પ્રતિદિન વિવિધ આલાપ, સંતાપ, ભેટવગેરે ઉપચારોથી એ કન્યાને રીઝવવા પ્રયત્ન કરવા માંડ્યો. પણ એ બધા પ્રયાસ રાખમાં ઘી ઢોળવાની જેમ નિષ્ફળ ગયા. એકવાર એ રાજા પોતાના કામમાટે પોતાના નગરમાં ગયો, ત્યારે એ તાપસકુમારને તમારા અચાનક જ દર્શન થયા. એ તાપસકુમાર તમારાથી આકર્ષિત થઇ અને વિશ્વાસ પામી પોતાનો વૃત્તાન્ત કહેવા જાય, ત્યાં જ એ વિદ્યાધર રાજા અચાનક આવી એ તાપસકુમારને વાયુનો પ્રવાહ વિદુર્વી ઉપાડી ગયો. પછી પોતાના નગર લઇ આવી એક સુંદર મહેલમાં રાખી ક્રોધથી કહેવા માંડ્યો - અરે મુગ્ધ ! તું કોક બીજા કુમાર સાથે પ્રેમથી બોલવા તૈયાર છે ને હું તને આટલું મનાવું છું, તો પણ બોલવા તૈયાર નથી. હજી પણ તક છે, તું મને સ્વીકારી લે, નહીંતર હવે હું યમ બની તારા પ્રાણ લઇશ. ત્યારે એ અશોકમંજરીએ હિંમત કરી કહ્યું - છલ કે બળથી રાજ્યવગેરે મેળવી શકાય, કોઇનો પ્રેમ નહીં. અને સ્નેહ વિના તો લાડવો પણ તૈયાર થતો નથી. (લાડવાની અપેક્ષાએ સ્નેહ એટલે ચીકાશ) તેથી જેને પ્રેમ જ નથી, એની આગળ મૂરખ સિવાય બીજું કોણ માંગણી કરવા જાય? આ સાંભળી વધુ ક્રોધે ભરાયેલા એણે તલવાર કાઢીને કહ્યું – મારી નિંદા કરે છે ! આ હિંમત.. હવે તો તને હણીશ જ. કન્યાએ કહ્યું – અનિષ્ટ સંબંધ કરતા તો મરણ જ શ્રેષ્ઠ છે. તેથી તું મને છોડવાનો ન હોય, તો વિચાર કરી લે, જીવતી રાખવી કે મારી નાખવી? જલ્દી મારી નાખે તોય મારો છુટકારો થશે. ત્યારે એ કન્યાનું શુભ ભાગ્ય હજી બળવત્તર હોવાથી રાજાએ વિચાર્યું – અરેરે ! મેં દુર્બુદ્ધિથી આ શું વિચાર્યું ? જે સ્ત્રીનું જીવતર મારે આધીન છે, ને જે મારા જીવતરની સ્વામિની છે, એની સાથે શું કામ મારે કઠોર વ્યવહાર કરવો જોઇએ? સ્ત્રીને તો રોષ નહીં, પ્રેમથી જ, મૃદુ વ્યવહારથી જ જીતી શકાય. આમ વિચારી એને પોતાની તલવાર પાછી મ્યાન ભેગી કરી. પછી સર્વકામકરી વિદ્યાથી કન્યાને મનુષ્યભાષામાં બોલી શકે એવી હંસીનું રૂપ આપી માણેકના પિંજરામાં પૂરી દીધી. પછી પૂર્વવત્ નિરંતર એ હંસીને મનાવવા પ્રયત્નો ચાલુ કર્યા. એકવાર એની કમળા નામની મુખ્ય રાણીને આ વાતની ખબર પડી. તેથી ઈર્ષાભાવથી પ્રેરાયેલી રાણીએ સખી જેવી પોતાની વિદ્યાથી આખી હકીકત જાણી લીધી. એ સમજી ગઇ કે રાજાના મારાપરના પ્રેમમાં આ શલ્યરૂપ છે, તેથી શૌક્યપણાનો ભાવને લાવી પાંજરામાંથી એ હંસીને કાઢી આકાશમાં ઉડાડી મુકી. હંસીમાટે એ જ ભાગ્યનું કારણ બની ગયું. વિદ્યાધરના ઘરરૂપી નરકમાંથી છુટેલી એ શબરસેના જંગલ તરફ જવા નીકળી. ‘પાછળ પેલો વિદ્યાધર રાજા પડશે.” એ ડરથી વેગથી ઉડેલી ને થાકેલી એ હંસીએ પરમ ભાગ્યના યોગથી વિશ્રામ માટે આ તરફ આવીને હે મહાપુરુષ ! તમારા ખોળાનો આશ્રય લીધો. એ હંસી હું છું. ને પેલો વિદ્યાધરરાજા એ જ હતો કે જેને તમે હમણા જ ૧૯૦ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #199 -------------------------------------------------------------------------- ________________ જીતી લીધો. અરે ! આ તો મારી બેન અશોકમંજરી છે! આમ જાણીને તિલકમંજરી એના દુ:ખથી દુ:ખી થઇને રોવા માંડી. તાપસરૂપે જંગલમાં તમે કેવી રીતે રહ્યા હશો ! અરર ! આ પંખીરૂપે તમારી કેવી વિડંબના થઇ રહી છે ! હે મારી બેની ! પૂર્વભવે તમે કૌતુકથી કોઇને વિરહ કરાવ્યો હશે ને મેં એ બાબતની ઉપેક્ષા કરી હશે, તેથી જ આ ભવમાં આપણને આ વિરહવેદના આવી. પણ આ તમારું પંખીપણું કેવી રીતે દૂર થશે. આમ તિલકમંજરી ખેદ કરે છે, ત્યાં જ સાચો મિત્ર બનેલા ચંદ્રચૂડે પાણી છાંટીને પોતાની શક્તિથી એ હંસીને ફરીથી મનુષ્ય કન્યાનું રૂપ પ્રાપ્ત કરાવી દીધું. જાણે કે સાક્ષાત્ નવી ઉત્પન્ન થયેલી વાણીદેવી કે લક્ષ્મીદેવી હોય, એ રીતે શોભતી એને જોઇ તિલકમંજરી, કુમારવગેરે સહુને આનંદ થયો. બંને બેનો પરસ્પર પ્રેમના આવેશથી ભેટ્યા. ત્યારે રત્નસારે મજાકથી તિલકમંજરીને કહ્યું – અમને અહીં ઇનામ મેળવવાનો અધિકાર છે. તેથી તમારે જે ઇનામ આપવાનું હોય, તે શીધ્ર આપો. લાંચ, ઔચિત્યદાન, ઋણછેદ (ઋણ ચુકવવામાં), હોડ (=શરત)નું ઇનામ, ધર્મ, રોગનાશ અને શત્રુનાશ આટલા કાર્યમાં કદી વિલંબ કરાય નહીં. ક્રોધના આવેશમાં, નદીના પૂરમાં પ્રવેશમાં, પાપકાર્યમાં, અજીર્ણ પછી ભોજનમાં, અને ભયના સ્થાનમાં વિલંબ કરવો શ્રેષ્ઠ છે. ત્યારે લજ્જાવગેરેથી રોમાંચિત થયેલી તિલકમંજરીએ ભૈર્યથી કહ્યું - સર્વ રીતે ઉપકારી બનેલા આપને તો અમારે સર્વસ્વ આપવાનું હોય, એની શરૂઆતરૂપે આ દાન છે. એમ કહી પોતાનો મોતીનો હાર કુમારના ગળે આરોપ્યો. કોઇ પણ જાતની અપેક્ષા વિનાના પણ કુમારે એ ઇષ્ટતરફથી મળેલી ભેટ માની એનો સ્વીકાર કર્યો. પછી તિલકમંજરીએ પોપટનું પણ કમળવગેરેથી પૂજન કર્યું. તે વખતે ચન્દ્રચૂડે કહ્યું - હે કુમાર ! પહેલા ભાગ્યે અને હવે મેં તમને આ બંને કન્યા આપી છે. સારા કાર્યમાં વિલંબ નહીં કરવો.’ એ ન્યાયથી તમે હમણાં જ આ બંને કન્યા સાથે પાણિગ્રહણ કરો. આમ કહી ચંદ્રચૂડદેવ ત્રણેને તિલકવૃક્ષોની ગહરાઇમાં લઇ ગયો. પોતે બીજા રૂપથી ચક્રેશ્વરીદેવી પાસે જઇ એના કાનમાં બધી વાત કરી. તેથી રત્નમંડિત દિવ્યવિમાનમાં અનેક દેવદેવીઓથી પરિવરેલી શ્રી ચક્રેશ્વરીદેવી પોતે પધાર્યા. રત્નસારકુમાર અને બંને કન્યા એમને ગોત્રદેવી માની પગે લાગ્યા. ચક્રેશ્વરીદેવીએ પણ કુલમહત્તરાની જેમ આશીર્વાદ આપ્યા. પછી ચકેશ્વરીદેવીએ જ બધી સામગ્રીઓ તૈયાર કરાવી એમનો લગ્નમહોત્સવ કર્યો. એમાં વરના વખાણ સાથે પોપટના વખાણ કર્યા. પછી દેવીએ દિવ્ય પ્રભાવથી ત્યાં સાત માળનો પ્રાસાદ બનાવ્યો. રત્નસાર પોતાની પત્ની સાથે દેવકુમારની જેમ સુખેથી સંસારસુખ ભોગવવા માંડ્યો. કેટલાક અન્ન તપસ્વીઓ જે સુખ મેળવવા ઉગ્ર તપસ્યા કરે છે, તે સુખ આ કુમારને સહજ પ્રાપ્ત થયા. શાલીભદ્રને પિતા દેવ તમામ ભોગસામગ્રી મોકલતા હતા એમાં તો પૂર્વભવીય પિતાતરીકેનો સંબંધ હતો. આ રત્નસારને ચક્રેશ્વરી દેવી તરફથી ભોગસામગ્રી પ્રાપ્ત થઇ એમાં તો એવો કોઇ સંબંધ પણ ન હતો, એ જ આશ્ચર્યકારી ઘટના કહેવાય ને એમાં તીર્થભક્તિવગેરેથી ઉદ્ભવેલું પુણ્ય જ કારણભૂત છે. પછી એકવાર ચક્રેશ્વરીદેવીની આજ્ઞાથી ચંદ્રચૂડ દેવે બંને કન્યાના પિતા કનકધ્વજ રાજાને આ બનેલી સઘળી બીનાના સમાચાર આપી વધામણી આપી. અત્યંત ઉછળેલા પ્રેમથી રાજા પણ એ ત્રણેને શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૯૧ Page #200 -------------------------------------------------------------------------- ________________ મળવાની ઉત્કંઠાથી પોતાની પૂરી સેના સાથે નીકળ્યાં. અંતપુર, મંત્રીઓ, સામંતો, સેનાપતિઓવગેરે પણ સાથે જોડાયા. બધા થોડા દિવસમાં ત્યાં પહોંચ્યા. આ સમાચાર મળવાપર કુમાર, બંને કન્યા, પોપટવગેરે પણ સામે લેવા ગયા. મિલન થવાપર કુમારવગેરે બધા રાજાને ગુરુને શિષ્ય નમે એમ નમ્યા. બંને કન્યા પણ પોતાની માતાના ખોળામાં બેઠી. કુમારનું અદ્ભુત રૂપ, તેની દિવ્ય ઋદ્ધિઓ વગેરેથી પ્રભાવિત થયેલા રાજાવગેરેએ પણ કુમારનું વિશેષ બહુમાન કર્યું. કુમારે દેવીની સહાયથી ઉત્તમ ભોજનવગેરેથી સેના સહિત રાજાનો સુંદર સત્કાર કર્યો. રાજાવગેરે બધા જ એ તીર્થની ભક્તિ કરવા અને કુમારની દિવ્ય ભક્તિનો સ્વાદ માણવા ત્યાં રોકાયા. પછી રાજાએ કુમારને પોતાનું નગર પાવન કરવા વિનંતી કરી. કુમારની સમ્મતિ મળવાપર રાજા કુમારવગેરેને લઇ પોતાના નગરે પધાર્યા. સાથે જ આવતા ચક્રેશ્વરી દેવી – ચંદ્રચૂડ દેવ વગેરેના પ્રભાવથી એ પ્રમાણમાં કોઇને તાપનો અનુભવ થયો નહીં. અનન્ય ઉત્સાહ અને ઉત્સવપૂર્વક રાજાએ કુમારનો બંને કન્યા સાથે નગરપ્રવેશ કરાવ્યો. ત્યાં રાજાએ આપેલા શ્રેષ્ઠ આવાસમાં કુમાર બંને પત્ની સાથે રોકાયા. એકવાર રાતના સમયે ચોકીદારસહિત બધા જ સુતા હતા, ત્યારે અચાનક દિવ્યવસ્ત્રધારી, દિવ્યરૂપધારી એક વ્યક્તિ તીક્ષ્ણ તલવાર સાથે ચોરની જેમ કુમારના મહેલમાં પ્રવેશ્યો. રોષથી ધમધમતી એ દૈવી વ્યક્તિના પ્રવેશ થવામાત્રપર ભાગ્યોદયથી કુમારની ઉંઘ પણ ઉડી ગઇ. સાધુપુરુષો ખરેખર અલ્પનિદ્રાવાળા હોય છે. કોણ છે? અત્યારે અહીં કેમ આવ્યા હશે? હજી તો કુમાર વિચાર કરે છે, ત્યાં જ એ વ્યક્તિએ કહ્યું - રે કુમાર ! તું તને વીર માનતો હોય, તો યુદ્ધ માટે સજ્જ થા. આ વાણિયામાત્ર એવા તારી ખોટી પ્રશંસા હું સાંભળી શકું એમ નથી. એમ કહી એ પોપટ સહિત પાંજર ઉઠાવીને ભાગવા માંડ્યો. તેથી કુમાર પણ એની પાછળ ક્રોધાવિષ્ટ થઇ તલવાર લઇ દોડવા માંડ્યો. પેલો આગળ ને કુમાર પાછળ એમ દોડતા દોડતા શીધ્ર કિલ્લો પણ વટાવીને બહાર નીકળી ગયા. એ ચોરના તેજ ને જોતા-જોતા એ રીતે પાછળ પાછળ જતા કુમાર ઘણે દૂર નીકળી ગયો. પછી અચાનક જ એ ચોર ગરુડની જેમ આકાશમાં ઉડી અદ્રશ્ય થઇ ગયો. ત્યારે વિસ્મય પામેલા કુમારે વિચાર્યું - ચોક્કસ મારો કોઇ વેરી દેવ કે વિદ્યાધર છે. એ મારું તો શું બગાડી શકવાનો? પણ મારા પ્રાણપ્રિય પોપટને ચોરી જઇ એણે મોટો અપરાધ કર્યો છે. પછી કુમારે પોપટના વિરહની પીડામાં હે કીર ! હે ધીર ! હે વીર ! મને દર્શન-વચન સુખદાતા તું ક્યાં છે? તારા જેવાની સહાય વિના મારું શું થશે? ઇત્યાદિરૂપે વિલાપ કર્યો. પછી વિચાર્યું આ - અરણ્યરૂદનથી સર્યું. મારે એને ફરીથી પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઇએ. એકાગ્ર થઇ પ્રયત્ન કરવાથી જ મંત્રવગેરેમાં સફળતા મળે છે. એ વિના ક્યાંય સિદ્ધિ મળતી નથી. આમ વિચારી ચોર જે દિશામાં ગયો હતો, એ દિશામાં એ ચાલવા માંડ્યો. જોકે આકાશગામીના સમાચાર ભૂમિગામીને કેવી રીતે મળે? અરે ચિહ્ન પણ ક્યાંથી મળે? છતાં કુમાર પોતાનો પ્રયત્ન છોડતો નથી, કેમકે સપુરુષો આશા છોડતા નથી. જાણે કે એ રીતે કરીને પોતાની સાથે પ્રવાસ કરવાનો, સમયોચિત વચનો કહેવાનો વગેરે પોપટે જે ઉપકાર કર્યા હતા, એનું ઋણ એ ચુકવી રહ્યો હતો. ૧૯૨ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #201 -------------------------------------------------------------------------- ________________ આ રીતે પૃથ્વી પર ભમતાં એણે બીજા દિવસે એક નગર જોયું. કિલ્લાવગેરેથી અદ્ભુત એ નગરથી આકર્ષાયેલો એ નગરના કિલ્લામાંથી જ્યાં પ્રવેશ કરવા જાય, ત્યાં જ ત્યાં રહેલી એક મેનાએ મધુર સ્વરે અંદર જતાં અટકાવ્યો. ત્યારે વિસ્મય પામેલા કુમારે પૂછ્યું - હે મેના ! તમે મને અટકાવો છો? ત્યારે મેનાએ કહ્યું - હે મહાપ્રાજ્ઞ ! હું તને તારા હિત માટે જ અટકાવું છું. જો તને જીવવાની ઇચ્છા હોય, તો અંદર પ્રવેશ કર નહીં. એમ નહીં માનીશ કે આ મેના વ્યર્થ અટકાવે છે. પક્ષી હોવા છતાં હું ઉત્તમપણાને પામી છું. તેથી વગર કારણે હું વચનમાત્ર પણ ઉચ્ચારતી નથી. જો તારે કારણ જાણવું હોય, તો સાંભળ → આ નગરનું નામ રત્નપુર છે. અહીં પરાક્રમ અને પ્રતાપથી ખરેખર પુરંદર (ઇંદ્ર) જેવો પુરંદર નામનો રાજા હતો. એ નગરમાં એક ચોરનો ઉપદ્રવ થયો. એ રોજ જુદા જુદા ઠેકાણે જુદા જુદા પ્રકારના ખાતર પાડી ચોરી કરે. પણ કોટવાળો વગેરે કોઇ એને પકડી શકે નહીં. નગર લોકોએ રાજાને આ ઉપદ્રવથી બચાવવા વિનંતી કરી. તેથી રાજાએ ક્રોધથી કોટવાળને આ અંગે પૂછ્યું. ત્યારે કોટવાળે કહ્યું - અસાધ્ય રોગ જેવા આ ઉપદ્રવમાં પ્રતિકારનો એક પણ ઉપાય કારગત નીવડ્યો નથી. તેથી આપને ઉચિત લાગે એમ કરો. તેથી રાજા સ્વયં રાતના સમયે ચોરને શોધવા નીકળ્યાં. એકવાર ક્યાંક ખાતર પાડીને ચોરીનો માલ લઇ જતો ચોર રાતના પણ રાજાને દેખાયો. સાવધાન માણસ શું સાધી ન શકે? તેથી રાજા ગુપ્તરીતે એની પાસે જવા માંડ્યા. પણ ચો૨ને એના ભાગ્યથી ખબર પડી કે રાજા પાછળ પડ્યો છે. તેથી ધૂર્તવિદ્યામાં કુશળ ચોરે કોઇ પણ રીતે રાજાની નજર ચુકવી એક મઠમાં પ્રવેશ કર્યો. એ મઠમાં અત્યંત સરળ સ્વભાવી કુમુદ નામનો તાપસ નિવાસ કરતો હતો. એ તાપસ પોતાના મઠમાં સુતો હતો, ત્યારે ચોર બધો ચોરેલો માલ એની પાસે મૂકી દઇ પોતે ક્યાંક ભાગી ગયો. આ બાજુ એને આમ-તેમ શોધતા રાજા પણ એ જ મઠમાં પ્રવેશ્યા. ત્યાં ચોરીના માલ સાથે તાપસને જોયો. જોયેલું પણ બધું સાચું હોતું નથી. તેથી ઊંડી તપાસ - મધ્યસ્થભાવે તપાસ કર્યા વિના કોઇ નિર્ણય ક૨વો જોઇએ નહીં કે કોઇને અપરાધી માની લેવો જોઇએ નહીં. સત્પુરુષના આ માર્ગને રાજા ભૂલી ગયો. તેથી ક્રોધગ્રસ્ત થયેલા રાજાએ તાપસને ઉઠાડી કહ્યું - રે દુષ્ટ ! ચોર ! ચોરી કરીને હવે ઉંઘવાનો ડોળ કરે છે ! તને હવે લાંબી ઉંઘમાં સુવાડી દઇશ ! રાજાની આવી વાત સાંભળી સંભ્રાન્ત થઇ ઉંઘમાંથી ઉઠેલો તાપસ ધ્રુજવા માંડ્યો. એ એટલો બધો ડરી ગયો કે બોલી પણ શક્યો નહીં. નિર્દય થયેલા રાજાએ તાપસને સુભટો દ્વારા બંધાવી સવારે ફાંસી આપી દેવાની આજ્ઞા કરી. ત્યારે ‘અરે! મેં ચોરી કરી નથી, છતાં મને કેમ વિચાર્યા વિના મારો છો,’ એમ તાપસે કહેવા છતાં કોઇને એની વાત વજુદવાળી લાગી નહીં. ભાગ્ય રૂઠે ત્યારે કયું સંકટ ન આવે? હજારો તારાઓની હાજરીમાં રાહુ ચંદ્રને ગ્રસી જાય છે. યમરાજાના સાક્ષાત દૂત જેવા સુભટોએ એ તાપસની ગધેડાપર બેસાડી વિવિધ પ્રકારે વિડંબના કરી. પછી સવારે એને શૂલીપર ચઢાવી દીધો. ખરેખર પૂર્વે કરેલા કર્મના વિપાક દારુણ હોય છે. તે વખતે શાંત એવા પણ આ તાપસને ક્રોધ આવી ગયો. બહુ તપાવો તો ઠંડુ ગણાતું પાણી પણ ગરમ થઇ જાય છે. શૂલિપર ભેદાઇને મરેલો એ રાક્ષસ તરીકે ઉત્પન્ન થયો. આવી રીતે મરનારાઓની પ્રાયઃ આવી ગતિ થતી હોય છે. એ રાક્ષસે ઉત્પન્ન થતાવેંત રોષથી એ રાજાને મારી નાખ્યો. નગરના શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૯૩ Page #202 -------------------------------------------------------------------------- ________________ લોકોને પણ નગરમાંથી હાંકી કાઢ્યા. રાજા કે આગેવાને વિચાર્યા વિના કરેલા કાર્યની સજા પ્રજાને કે અનુસરનારાઓને પણ ભોગવવી પડે છે. હમણાં પણ જે નગરમાં પ્રવેશે, એને હણી નાખે છે. તેથી જ મેં તમને નગરમાં પ્રવેશવાના નામે યમરાજાના મોંમા પ્રવેશતા અટકાવ્યા. મેનાની સુંદર વાણીથી કુમાર વિસ્મય પામ્યો, પણ ભય તો જરા પણ ઉદ્ભવ્યો નહીં. કૌતુક જોવાની ઇચ્છાવાળાએ ભય અને આળસ બંને છોડવા પડે એમ વિચારી એ તો રાક્ષસના પરાક્રમ જોવાના કૌતુકથી નગરમાં પ્રવેશ્યો. નગરના અદ્ભુત પ્રાસાદો, શ્રેષ્ઠ મંદિરો, દેવાધિષ્ઠિત દુકાનો, બીજી પણ મોટી દુકાનો, રત્નો, સંપત્તિ, ઐશ્વર્યવગેરે જોતો-જોતો એ નગરના રાજમાર્ગમાં ફરવા માંડ્યો. એક પણ માણસની અવર-જવર ન હોવાથી જાણે આખું નગર સુઇ ગયું હોય, તેમ લાગતું હતું. તો સમૃદ્ધિ કુબેરના નગરની ભાસતી હતી. ફરતા ફરતા એ રાજાના મહેલમાં પહોંચ્યો. ત્યાં એણે જાણે કે ઇન્દ્રની શય્યા ન હોય, એવી મહામૂલી રમણીય શય્યા જોઇ. એના પર ચઢી એ તો ભય વિના થાક ઉતા૨વા સુઇ ગયો. આ બાજુ પગલાઓથી કોઇ મનુષ્યના આવવાની જાણકારી મળવાથી ક્રોધથી ધમ ધમ થતો રાક્ષસ ત્યાં આવ્યો. ત્યાં કુમારને સુખેથી સુતેલો જોઇ વિચા૨વા માંડ્યો, અરે જ્યાં પગ મુકવાનો બીજા વિચાર પણ કરી શકે નહીં, ત્યાં આ લીલામાત્રથી સુઇ ગયો ! તેથી આને હવે હું કઇ પદ્ધતિથી મારી નાખું? શું નખોથી આનું માથું ફોડી નાંખુ? કે ગદાથી ચૂરે ચૂરા કરી નાખું? અથવા છરીથી છોલી નાખું? કે પછી અગ્નિથી બાળી નાખું? વગેરે વિચાર કરતાં કરતાં જ રાક્ષસને વિચાર આવ્યો - અહીં આવીને આ રીતે સુતેલાને મા૨વો યોગ્ય નથી. ઘરે તો શત્રુ પણ મહેમાન થઇ આવે, તો ગૌ૨વ આપવા યોગ્ય ગણાય. જેમકે મીન રાશી કે જે ગુરુ ગ્રહની રાશિ છે, એમાં એનો વેરી શુક્ર આવે છે, તો ગુરુ એને ઉચ્ચતા આપે છે. (શુક્ર મીન રાશિમાં ઉચ્ચનો થાય છે.) તેથી જ્યાં સુધીમાં આ જાગે નહીં, ત્યાં સુધીમાં મારા ભૂત મિત્રોને બોલાવી લાવું. પછી ઉચિત લાગશે કરીશ. એમ વિચારી એ બધા ભૂતોને બોલાવી લાવ્યો. છતાં પેલાને ઉંઘમાં જોઇ રાક્ષસે ગર્જના કરી - રે બુદ્ધિહીન ! મર્યાદાહીન ! લજ્જાહીન ! ભયહીન ! શીઘ્ર મારા આ ઘરમાંથી નીકળી જા, નહીંતર મારી સાથે યુદ્ધ કર. આ ગર્જના અને ભૂતોના કિલ-કિલ અવાજથી ઉંઘ છોડી હજી તંદ્રા અવસ્થામાં રહેલા કુમારે કહ્યું - હે રાક્ષસેન્દ્ર ! વિદેશી એવા મને નિદ્રામાં વિઘ્ન કેમ કરે છે? ભૂખ્યાને ભોજનમાં વિઘ્ન કરવા જેવું આ પાપ છે. કહ્યું છે - ધર્મનો નિંદક, પંક્તિભેદ કરનાર (સમાન સાથે સમાન વ્યવહાર નહીં કરનાર), કારણ વગર નિદ્રા ઉડાડનાર, કથારસમાં ભંગ પાડનાર અને વગર કા૨ણે ૨સોઇ કરનાર - આ પાંચ મહા પાપી છે. તેથી નવા ઘી યુક્ત શીતલ પાણીથી મારા પગના તળિયા ઘસ કે જેથી મને ફરીથી ઉંઘ આવે. આ સાંભળી રાક્ષસે વિચાર્યું - અરે ! આનું અદ્ભુત ચરિત્ર તો ઇંદ્રને પણ ડોલાવી દે, તો બીજા સામાન્ય માણસની તો વાત જ ક્યાં? આ મારા જેવા પાસે પોતાના પગના તલિયા ઘસાવવા માંગે છે. સિંહપર સવાર થઇ જવા જેવી આ નિર્ભયતા છે. ગજબના છે આના સાહસ, પરાક્રમ, હિંમત, નિર્ભયચિત્ત વગેરે. અથવા બહુ વિચારવાથી સર્યું. આ જગતશ્રેષ્ઠ પહેલી જ વાર કહ્યું છે, તો લાવ આ અતિથિની સેવા કરું. પેલો રાક્ષસ આ કુમારના પગના તળિયા ઘસવા માંડ્યો. ખરેખર જે જોવાયું - શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૯૪ Page #203 -------------------------------------------------------------------------- ________________ સંભળાયું - કે સંભાવના ન કરાઇ હોય, એ બધું સજ્જનોને પ્રાપ્ત થાય છે. નોકરની જેમ આને તળિયા ઘસતો જોઇ રત્નસારે ઉભા થઇ પ્રેમપૂર્વક કહ્યું - હે રાક્ષસેન્દ્ર ! અજ્ઞ મનુષ્યમાત્ર એવા મેં તમારી જે અવજ્ઞા કરી, તે માટે ક્ષમા માંગુ છું . તમે કરેલી ભક્તિથી હું પ્રસન્ન થયો છું. તેથી તમે વરદાન માંગો, જે દુસાધ્ય હશે, તે પણ સાધી આપીશ. આ સાંભળી વિસ્મય પામેલો રાક્ષસ વિચારવા માંડ્યો - ઓહો ! અહીં તો બધું ઉભું થઇ રહ્યું છે. જગતમાં દેવ ખુશ થઇ માણસને વરદાન માંગવા કહે, અહીં આ માણસ દેવને વરદાન માંગવા કહે છે. ગજબ છે, હવાડાનું પાણી કુવામાં પ્રવેશે એવી વાત છે. કલ્પવૃક્ષ સેવા કરનાર પાસે ઇષ્ટ માંગે કે સૂર્ય પ્રકાશમાટે બીજા પાસે પ્રાર્થના કરે એવી આ વાત છે. વળી આ માણસ મને દેવને શું આપી શકે? મારે વળી મનુષ્યપાસે શું માંગવાનું? છતાં કાં’ક માંગુ... એમ વિચારી એણે કુમારને કહ્યું - જે દેવ માંગનારને ત્રણ લોકમાં દુર્લભ ચીજ પણ આપી શકે છે, એ દેવ તારી પાસે શું માંગવાનો? ‘હું માંગુ’ એવા વિચારમાત્રથી ચિત્તમાં રહેલા ગુણો જતા રહે છે, ને ‘હું માંગુ છું’ એમ બોલવા માત્રથી શરીરમાં રહેલા ગુણો પણ જતા રહે છે. માર્ગણ (બાણ અને યાચક) બંને રીતે પીડે. એક શ૨ી૨માં જાય તો ને એકપ૨ નજ૨ પણ જાય, તો. ધૂળ લઘુ (=હલકી) છે, તેનાથી લઘુ તૃણ છે. તેથી લઘુ રૂ છે. તેથી લઘુ પવન છે અને તેનાથી લઘુ યાચક છે. પણ યાચકથી લઘુ (તુચ્છ) યાચનાભંજક (માંગનારને નહીં આપના૨) છે. કહ્યું જ છે - હે માતા ! તું બીજા પાસે માંગવાવાળા પુત્રને જન્મ નહીં આપતી તથા બીજાની યાચનાનો ભંગ કરનારને તો ગર્ભ તરીકે પણ ધારણ કરતી નહીં. તેથી હે ઉદાર શિરોમણિ ! રત્નસારકુમાર ! જો તમે મેં કરેલી પ્રાર્થનાનો કોઇ પણ રીતે ભંગ ક૨વાના નહીં હો, તો જ તમારી પાસે પ્રાર્થના-યાચના કરું. કુમારે કહ્યું - જે કાંઇ મારાથી ધન, ચિત્ત, વાણી, પરાક્રમ, પ્રયત્ન, શરીરથી કે જીવિતવ્ય વગેરેથી સાધી શકાશે, તે બધું જ હું સાધીશ. ત્યારે રાક્ષસે કહ્યું - હે શ્રેષ્ઠીપુત્ર ! જો એમ જ હોય, તો તમે આ નગરના રાજા થાવ. તમારી સંપૂર્ણ ગુણરાશિ જોઇ હર્ષપૂર્વક હું તને રાજ્ય આપું છું. તું તારી ઇચ્છા મુજબ રાજ્ય ભોગવ. દિવ્ય ઋદ્ધિઓ, દિવ્ય ભોગો, સૈન્યવગેરે તારે જે કાંઇ પણ જોઇશે, તે તને વશ થયેલો હું નોકરની જેમ હંમેશા આપતો રહીશ. સઘળા ય દુશ્મન રાજાઓ પર મારાદ્વારા તારો પ્રતાપ વધતો જ રહેશે ! હું અને બીજા દેવોની સહાયથી તું આ સમગ્ર પૃથ્વીનો એક માત્ર ચક્રવર્તી રાજા બની રહે. અહીં તું ઇંદ્ર જેવી ઋદ્ધિનો સ્વામી થા, કે જેથી સ્વર્ગમાં પણ તારા ગીતો દેવાંગનાઓ ગાય. આ સાંભળી રત્નસાર ચિત્તમાં ચમક્યો. (વચન આપતી વખતે માણસે પોતાના વ્રત-નિયમવગેરેનો પણ પૂરો ખ્યાલ રાખવો જોઇએ. આ ચૂક રત્નસારથી થઇ.) એણે વિચાર્યું - અહો ! મારા પ્રકૃષ્ટ પુણ્યથી આ મને રાજ્ય આપવા માંગે છે. પણ મેં તો પૂર્વે જ ગુરુભગવંત પાસે પાંચમાં અણુવ્રતમાં રાજા નહીં થવાનો નિયમ લીધો છે. આ બાજુ આની આગળ એ વાતનો સ્વીકાર કર્યો છે કે તમે જે કહેશો, તે કરીશ ! મારે તો એક બાજુ વાઘ અને બીજી બાજુ નદીનો ન્યાય આવીને ઊભો. હવે શું કરવું? એક બાજુ પ્રાર્થનાભંગ છે, બીજી બાજુ વ્રતભંગ ! આ તો ભારે સંકટ આવીને ઊભું. અથવા તો આને બીજી પ્રાર્થના કરવા કહું... કેમકે આર્યપુરુષો ક્યારેય પણ વ્રત-નિયમ તોડતા નથી. એવું દાક્ષિણ્ય પણ નકામું કે જે ધર્મમાટે બાધારૂપ બને. એવા સોનાથી સર્યું કે જેનાથી કાન કપાઇ જાય. શરીરની જેમ જ શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૯૫ Page #204 -------------------------------------------------------------------------- ________________ દાક્ષિણ્ય, લજ્જા કે લોભ પણ બાહ્ય ભાવ છે. જ્યારે સ્વીકારેલા વ્રત નિયમ તો પ્રાણસમાન છે. રાજા નષ્ટ થાય પછી સૈનિકો શું કરવાના? મૂળ બળી જાય પછી ડાળીઓનું શું પ્રયોજન? પુણ્ય જ પરવાર્યું હોય, પછી ઔષધ શું કરી શકવાના? ચિત્ત જ જો શૂન્ય-મૂઢ હોય, તો શાસ્ત્રોથી શું સરવાનું? હાથ ભાંગી ગયા પછી શસ્ત્રો કોઇ કામના નથી. એમ પોતાનું વ્રત ભાંગી ગયા પછી દિવ્ય ઐશ્વર્ય, સુખ વગેરેની કોઇ કિંમત નથી. આમ વિચારીને કુમારે મધુરભાષામાં કહ્યું - હે રાક્ષસેન્દ્ર ! તમે જે ગૌરવપૂર્ણ વાત કરી, તે અત્યંત યોગ્ય જ છે. પણ પૂર્વે જ મેં મારા ગુરુ ભગવંત પાસે નિયમ લીધો છે કે ઘણા પાપનું કારણ હોવાથી ક્યારેય રાજા થવું નહીં. યમ (= મોતરાજા) અને નિયમ બંનેની વિરાધના દુ:ખદ છે, પણ પ્રથમ તો જીવનના અંતે જ દુ:ખદ બને છે. જ્યારે નિયમની વિરાધના તો જીવનપર્યત સતત ડંખ દે છે – દુખદ બને છે. તેથી તમે મને એવો આદેશ આપો કે જેથી મારો નિયમ ભાંગે નહીં. ભલે દેહ પડે તો પણ એ આદેશ સાધવા હું પ્રયત્ન કરીશ. આ સાંભળી ક્રોધયુક્ત બનેલા રાક્ષસે કહ્યું – પહેલી પ્રાર્થનાનો ભંગ કરી મારી પાસે બીજી પ્રાર્થના કરાવે છે. તે રાજ્યનો ત્યાગ બરાબર છે કે જેમાં યુદ્ધ વગેરે પાપ હોય, પણ દેવે આપેલા રાજ્યમાં પાપ ક્યાંથી આવવાનું? હું તને આટલું મોટું રાજ્ય આપવા માંગુ છું, છતાં કમભાગી ! તું લેવામાં અચકાય છે. એક તો મારા આ મહેલમાં શાંતિથી સૂઇ ગયો, મારી પાસે તારા પગના તળિયા ઘસાવ્યા ને છતાં મરવાની ઇચ્છાવાળો તું મારી તારામાટેની હિતકર વાત પણ સાંભળવા માંગતો નથી? જો મારા ક્રોધનું ફળ. આમ કહી રાક્ષસે કુમારને ઉપાડ્યો, આકાશમાં ઊંચે લઇ જઇ જોરથી સમુદ્રમાં ફેંક્યો. પાણીમાં પડેલો તે છેક તળિયે જઇ તરત જ પાછો ફેંકાઇ પાણીની ઉપર આવી ગયો. રાક્ષસે ફરીથી એને હાથથી ઉપાડી કહ્યું - કુમાર ! મૂર્ખ ! કદાગ્રહી ! શું કામ ફોગટનો મરે છે? શા માટે રાજ્યલક્ષ્મી સ્વીકારતો નથી? હજી કહું છું ... જલ્દી સ્વીકારી લે, નહીંતર ધોબી વસ્ત્રને શિલાપર પછાડે એમ હું તને શિલાપર અફાળી-અફાળી મારી નાખીશ. સમજી લે, દેવોનો ક્રોધ નિષ્ફળ જતો નથી. એમાં પણ રાક્ષસોનો તો વિશેષથી. આમ કહી બંને પગેથી પકડી એને છેક શિલા સુધી લઇ આવ્યો. કુમારે તો એક જ વાત કરી - મારા વ્રતમાં હું મક્કમ છું. તું તારા સંકલ્પમુજબ વિકલ્પ કર્યા વગર કરવા માંડમને વારંવાર પૂછવાની જરૂરત નથી. સજ્જનો એક જ વાર જે કહે છે, તેમાંથી પાછા ફરતા નથી. તે જ વખતે કુમારના આવા ઉત્કૃષ્ટ સત્ત્વથી રોમાંચિત થયેલા એ દેવે રાક્ષસનું રૂપ છોડી અત્યંત તેજસ્વી વૈમાનિક દેવના રૂપમાં આવી કુમારપર પુષ્પવૃષ્ટિ કરી તથા જયજયકાર કર્યો. અચાનક વળાંક લીધેલી પરિસ્થિતિથી વિસ્મય પામેલા કુમારને કહ્યું – સાત્ત્વિકોમાં તું ચક્રવર્તી સમાન છે. તારા જેવા શ્રેષ્ઠ પુરુષરત્નથી પૃથ્વી રત્નગર્ભા અને વીરવતી બની છે. સાધુ પાસે લીધેલા સુંદરનિયમથી તું ધન્યવાદપાત્ર છે. પર્વત ચલાયમાન થાય, પણ તારા જેવાનું મન નહીં. તારી પ્રશંસા ઇંદ્રના સેનાપતિ હરિપ્લેગમેષ દેવે કરી તે સાચી છે. ત્યારે રત્નસારે પૂછ્યું - અપ્રશસ્ય એવા મારી પ્રશંસા કરવાનું મન એમને કેમ થયું? દેવે કહ્યું – સાંભળ, એકવાર નવા ઉત્પન્ન થયેલા હોવાથી સૌધર્મેન્દ્ર અને ઈશાનેન્દ્ર (૧લા૧૯૬ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #205 -------------------------------------------------------------------------- ________________ બીજાદેવલોકના ઇદ્રો) વચ્ચે ઘરમાટે ઘરમાલિકો લડે એમ વિમાનની માલિકીમાટે વિવાદ થયો. બંને જણા ક્રમશ: બત્રીસ લાખ અને અઠ્ઠાવીશ લાખ વિમાનના માલિક હોવા છતાં વિમાનમાલિકી માટે મોટી લડાઇ કરે એવું ઘણીવાર બને છે. (એ દરેક વખતે ઇંદ્ર તરીકેના જીવ બદલાઇ જાય. પણ દરેક ઉત્પન્ન થતો નવો ઇંદ્ર લડે જ એવો નિયમ નથી.) ખરેખર લોભનું શાસન ક્યાં નથી? પશુઓની લડાઇ માણસો અટકાવે. માણસોની લડાઇ રાજા અટકાવે. રાજાઓ લડે તો ક્યારેક દેવો અટકાવે. દેવો લડે તો ઇંદ્રો શાંત પાડે. પણ ઇદ્રો લડે તો કોણ કેવી રીતે અટકાવી શકે? એ વખતે ત્યાં માણવક નામના થાંભલામાં રહેલા નિર્વાણ પામેલા તીર્થકરોના દાઢાઓનો અભિષેક કરી એ શાંતિજળ સીંચીને એ બંને શાંત કરાય છે. આ બંને ઇંદ્રો અમુક સમય સુધી લડ્યા. પછી મહત્તર દેવોએ એ અભિષેકજળ છાંટી બંનેને શાંત કર્યા. તેથી વેર છોડી શાંત થયેલા એ બંનેના બંને પક્ષના મંત્રી સમાન દેવોએ કહ્યું છે ઇંદ્રોમાટેની અનાદિકાળથી શાસ્ત્રસિદ્ધ આ વ્યવસ્થા છે - દક્ષિણ દિશાના બધા વિમાન સૌધર્મેન્દ્રના છે. ઉત્તર દિશાના બધા વિમાનનો માલિક ઈશાનઇંદ્ર છે. પૂર્વ-પશ્ચિમ દિશામાં રહેલા જે તેર ગોળ વિમાનો છે, તે ઇંદ્રક વિમાનો સૌધર્મેન્દ્રની સત્તામાં છે, અને ચોરસ તથા ત્રિકોણ વિમાનોમાં બંને ઇંદ્રો અડધા-અડધાના માલિક છે. ત્રીજા ચોથા દેવલોકમાં પણ આ જ ક્રમ છે. બધા વૃત્ત (= ગોળ) વિમાનો ઇન્દ્રક વિમાનો છે. આ વ્યવસ્થા જાણી બંને ઇંદ્રો મત્સરભાવ છોડી પરસ્પર પ્રેમભાવવાળા થયા ને ચિત્તથી સ્વસ્થ થયા. એ વખતે ચંદ્રશેખર નામના દેવે હરિબૈગમેષી દેવને કુતુહળથી પૂછવું - જો ઇંદ્રો પણ લોભગ્રસ્ત થતાં હોય, તો બીજાઓની તો વાત જ શી કરવી? તેથી શું દુનિયામાં એવી કોઇ વ્યક્તિ મળે ખરી કે જે લોભ પામતો ન હોય? હું તો માનું છું કે સમગ્ર જગતપર લોભનું એકછત્રી શાસન ચાલે છે, કે જે લોભે ઇંદ્રોને પણ ઘરની દાસી જેવા કરી દીધા છે. ત્યારે હરિર્ઝેગમેલી દેવે કહ્યું - હે સખા! તમે જે કહો છો તે સત્ય જ છે. પણ પૃથ્વીપર ક્યારેય એવો કોઇ ન જ મળે એવું નથી. એટલે કે નિર્લોભી વ્યક્તિ મળી શકે છે. જેમકે અત્યારના પણ વસુસાર શેઠના પુત્ર રત્નસારકુમારે પાંચમું પરિગ્રહ પરિમાણ વ્રત લીધું છે. એને એ વ્રતમાંથી ચલાયમાન કરવા ઇંદ્ર સહિત કોઇ દેવ સમર્થ નથી. બાકી જીવો તો લોભસાગરના પ્રવાહમાં તણાઇ જનારા ઘાસ જેવા છે. ચંદ્રશેખર દેવ આ વાત સહી શક્યો નહીં. તેથી પરીક્ષા કરવા અહીં આવ્યો. પિંજરા સહિત પોપટનું અપહરણ, મેનાની રચના, શુન્ય નગર અને ભયંકર રાક્ષસની રચના એ દેવે જ કરી. ૨ જ તને સાગરમાં ફેંક્યો ને જાત જાતના ભય ઊભા કર્યા. તે ચંદ્રશેખરદેવ તે હું છું. તેથી તે ઉત્તમ પુરુષ! મારી દુષ્ટ ચેષ્ટા માફ કરી મને કોઇ આદેશ આપ! કેમકે દેવનું દર્શન નિષ્ફળ જતું નથી. કુમારે કહ્યું - સમ્યક્ જૈન ધર્મના પ્રભાવે મારા બધા જ પ્રયોજનો સિદ્ધ થયા છે. તેથી કશું જોઇતું નથી. પરંતુ મને નંદીશ્વરાદિ તીર્થોની યાત્રા કરાવવી. જેથી તમારો જન્મ પણ સફળ થશે. દેવે આ વાતનો સ્વીકાર કર્યો. પછી રત્નસારને તરત પિંજરા સહિત પોપટ સોંપી ફરીથી કનકપુરમાં લઇ આવ્યો. ત્યાં એ દેવ રાજાવગેરે આગળ રત્નસાર કુમારનો મહિમા વર્ણવી પોતાના સ્થાને ગયો. પછી રત્નસારકુમાર કનકધ્વજ રાજાની રજા લઇ બંને પત્ની સાથે પોતાના નગરતરફ જવા નીકળ્યો. રાજાએ એમની સાથે સામંત - પ્રધાનો વગેરે મોકલ્યા. રસ્તામાં સ્થાને સ્થાને તે-તે નગરના શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૯૭ Page #206 -------------------------------------------------------------------------- ________________ રાજાઓએ પણ તેનો સત્કાર કર્યો. એમ કરતા થોડા જ દિવસોમાં રત્નસાર પોતાના નગરે પહોંચ્યો. રત્નસારકુમારની વિશાળ ઋદ્ધિ વગેરે જોઇ અમરસિંહ રાજા પણ ઘણા શેઠો સાથે સામે લેવા આવ્યા. પછી રાજાએ મોટા મહોત્સવ સાથે એ કુમારનો નગરપ્રવેશ કરાવ્યો. એ પછી ઔચિત્યયુક્ત કાર્યો પૂર્ણ થયા બાદ પોપટે રત્નસારકુમારની બનેલી વિગતે વિગત વર્ણવી. આ સાંભળી બધા વિસ્મય પામ્યા ને રત્નસાર પ્રત્યે વિશેષ અહોભાવવાળા થયા. બધાએ ખુબ પ્રશંસા કરી. એક દિવસ ઉદ્યાનમાં વિદ્યાનંદ નામના ગુરુભગવંત પધાર્યા. રાજાસહિત બધા વંદનમાટે ગયા. દેશના સાંભળ્યા પછી રાજાએ રત્નસારકુમાર તરફ નજર નાખી ગુરુ મહારાજને પૂછ્યું - આ મહાપુણ્યશાળીએ પૂર્વભવમાં શું સુકત કર્યું હતું? ચાર જ્ઞાનના ધણી પૂજ્ય ગુરુભગવંતે કહ્યું છે રાજન્ ! રાજપુર નગરમાં શ્રીસાર નામનો રાજપુત્ર હતો. એના શ્રેષ્ઠીપુત્ર, મંત્રીપુત્ર અને ક્ષત્રિયપુત્ર એમ ત્રણ જણા ખાસ મિત્રો હતા. આ ચારમાંથી ક્ષત્રિયપુત્ર સિવાયના ત્રણ કળાવગેરેમાં કુશળ હતા. તેથી પોતાને એ બાબતમાં જડ માની ક્ષત્રિયપુત્રે જ્ઞાન પ્રત્યે વિશેષ અહોભાવ રાખ્યો હતો. એકવાર રાણીના આવાસમાં ખાતર પાડી ચોરી કરવા આવેલો ચોર મુદ્દામાલ સાથે પકડાયો. તેથી રાજાએ એનો વધ કરવાની આજ્ઞા આપી. તેથી એ વધ માટે લઇ જવાતો હતો, ત્યારે શ્રીસારે જોયો. એને દયા આવી. તેથી “મારા માતાના ઘરમાં ચોરી કરનાર આને હું પોતે જ હણીશ” એમ કહી ચોરનો કબજો પોતે લીધો. પછી નગર બહાર લઇ જઇ ‘હવે ચોરી નહીં કરું? એવો સંકલ્પ કરાવી ગુપ્ત રીતે છોડી દીધો. ખરેખર અપરાધી પર પણ દયા પ્રશંસાપાત્ર છે. દરેકને મિત્રરૂપે ને શત્રુરૂપે પંચાતિયા કરવાવાળું પંચ મળી રહે છે. આવો જ કોક પંચાતિયો રાજાના કાનમાં શ્રીસાર કુમારની ચાડી ફેંકી આવ્યો કે એણે તો ચોરને છોડી મુક્યો. તેથી ગુસ્સે થયેલા રાજાએ શ્રીસારને ખૂબ જ ઠપકો આપ્યો, કેમકે રાજા માટે આજ્ઞાભંગ મોત સમાન છે. શ્રીસાર પણ એ ઠપકાથી દુ:ખી થઇ નગરમાંથી નીકળી ગયો કેમકે માની પુરુષને માનહાનિ પ્રાણહાનિ કરતાંય વધુ લાગે છે. જેમ આત્માને દર્શન-જ્ઞાન-ચારિત્ર અનુસરે છે, તેમ રાજકુમારને એના ત્રણ મિત્રો અનુસર્યા. નોકરની ઓળખાણ એને કામ માટે મોકલવા પર થાય છે. સ્વજનોની ઓળખાણ સંકટ વખતે થાય છે. મિત્રની ઓળખાણ આપત્તિમાં થાય છે અને પત્નીની ઓળખ વૈભવ જાય ત્યારે થાય છે. સાથે સાથે નીકળેલા તેઓ સાર્થથી વિખુટા પડી ત્રણ દિવસ આમ-તેમ ભટક્યા. પછી એક ગામમાં પહોંચ્યા. અત્યંત ભૂખથી પીડાયેલા તેઓએ ભોજન સામગ્રી તૈયારી કરી. એ જ વખતે ભિક્ષા લેવા અને જાણે કે પરમ અભ્યદય આપવા એક અલ્પભવવાળા જિનકલ્પી મુનિ ત્યાં પધાર્યા. ભદ્રકભાવવાળા રાજકુમારે મુનિને જોઇ અત્યંત ભક્તિભાવે સુપાત્રદાનનો લાભ લીધો ને ભોગહેતુક પુણ્યકર્મ બાંધ્યું. બંને મિત્રોએ પણ મન-વચન-કાયાથી અનુમોદના કરી અને પ્રમોદભાવ દર્શાવ્યો. મિત્રો સમાન સુકૃત કરે તે ઉચિત જ છે. બંનેએ ‘આપો! આપો! બહુ આપી દો! આવો યોગ પાછો ક્યારે મળવાનો.” એમ પોતાની અધિક શ્રદ્ધા બતાવવા કહ્યું ને એમ કરી થોડી માયા કરી. ક્ષત્રિય પુત્રે તો સ્વભાવગત તુચ્છતાથી એ દાન વખતે “આપણે માટે થોડું રાખજો, કેમકે આપણને પણ ખૂબ ભુખ લાગી છે” એણે કહ્યું. આમ દાનવિજ્ઞથી એણે કર્મભોગમાં વિઘ્ન કરનારું કર્મ બાંધ્યું. પછી રાજાએ પાછા બોલાવવા પર તેઓ પોતાના નગરમાં પાછા ફર્યા. તેઓ ક્રમશ: રાજા, ૧૯૮ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #207 -------------------------------------------------------------------------- ________________ શ્રેષ્ઠી, મંત્રી અને વીરાગ્રણી પદ પામ્યા. મધ્યમગુણી તેઓ પછીના ભવમાં ય માનવભવ પામ્યા. સુપાત્રદાનથી શ્રીસાર રત્નસાર કુમાર બન્યા. શ્રેષ્ઠીપુત્ર ને મંત્રીપુત્ર માયાથી સ્ત્રીપણું પામી એની બંને પત્ની બન્યા. અને ક્ષત્રિયપુત્ર દાનવિજ્ઞથી પોપટ થયો. પૂર્વભવમાં જ્ઞાનની આરાધનાના કારણે આ ભવમાં આવી વિદ્વત્તા અને વાણી ચતુરાઇ મળી. શ્રીસારે જે ચોરને છોડી મૂક્યો હતો, એ જ ચોર ચંદ્રચૂડ નામનો દેવ બન્યો ને રત્નસારને વિધાધર રાજા સાથેના યુદ્ધ વગેરે વખતે સહાયક બન્યો. આ સાંભળી રાજા વગેરે બધા સુપાત્રદાનમાં વિશેષ આદરવાળા થયા ને જૈન ધર્મની આરાધનામાં જોડાયા. તત્ત્વ સારી રીતે જાણી લીધા પછી કોણ આળસ કરે? મોટાઓ ધર્મ કરે તો સૂર્ય જેમ અંધકારને દૂર કરે એમ એમનો ધર્મ ઘણાને અજ્ઞાનથી દૂર કરી સન્માર્ગમાં વાળે છે. રત્નસારકુમારે પુણ્યના વિશિષ્ટ ઉદયથી દીર્ઘકાળ સુધી બંને પત્નીઓ સાથે અનુત્તર ભોગો ભોગવ્યા. સાથે સાથે રથયાત્રા, તીર્થયાત્રા, સુવર્ણમયી-રજતમયી - મણિમયી પ્રતિમાઓ તૈયાર કરાવી એની પ્રતિષ્ઠા, દેરાસરોના નિર્માણ વગેરે સુકૃતો કર્યા. તેમ જ ચતુર્વિધ સંઘની ભક્તિ, અનુપકારી બીજાઓ પર ઉપકાર વગેરે કાર્યો પણ કર્યા. ખરેખર લક્ષ્મીનું આ જ ફળ છે. એના સંસર્ગથી એની બંને પત્નીઓએ પણ નિષ્ઠાપૂર્વક ધર્મારાધના કરી. સત્સંગથી કયું સત્કાર્ય ન થાય? આયુષ્ય પૂર્ણ થયે ત્રણે જણા પંડિત મરણ પામી શ્રાવક માટેના ઉત્કૃષ્ટ દેવલોકરૂપ બારમાં દેવલોકમાં દેવ થયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહમાં સમ્યક્તયુક્ત જૈન ધર્મ આરાધી મોક્ષે જશે. રત્નસારકુમારનું આ ચરિત્ર જાણી સહુએ સુપાત્રદાનમાં અને પરિગ્રહ પરિમાણ વ્રતમાં પ્રયત્ન કરવો જોઇએ. અહીં રત્નસાર કથા સમાપ્ત થઇ. શ્રાવકની દાનવિધિ આમ સાધુવગેરેનો સંયોગ હોય, તો વિવેકીએ રોજ વિધિપૂર્વક સુપાત્રદાન કરવું. તથા ભોજનના અવસરે પધારેલા સાધર્મિકને પોતાની સાથે પ્રેમથી જમાડવા, કેમકે તેઓ પણ પાત્રરૂપ છે. એમના વાત્સલ્યની વિધિ આગળ બતાવીશું. એ જ રીતે બીજા પણ ભિખારીવગેરેને ઔચિત્યપૂર્વક દાન કરવું જોઇએ, તેઓને પણ નિરાશ કરીને પાછા જવા દેવા નહીં. નિરાશ થઇને જાય, તો તેઓ દુર્ભાવ પામીને કર્મબંધ કરે. આપણે એમાં નિમિત્ત થવું નહીં. વળી ના પાડવામાં હૃદય નિષ્ફર થાય, તે ઉચિત નથી. ભોજનના સમયે બારણા બંધ કરવા રાખવા એ મહાપુરુષનું કે દયાવાનનું લક્ષણ નથી. સંભળાય છે કે ચિત્તોડમાં ચિત્રાગંદ રાજા શત્રુસૈન્ય કિલ્લો ઘેરી લેવા છતાં ને શત્રુઓના પ્રવેશનો ભય હોવા છતાં ભોજન સમયે કિલ્લાના દ્વાર રોજ ઉઘાડા રાખતા હતા. આ મર્મ જાણી ગયેલી વેશ્યાએ આ વાત લોભમાં આવી શત્રુઓને કહી દીધી. તેથી તેઓએ કિલ્લો જીતી લીધો. પણ વાત આ છે કે આવા ભયમાં પણ તેઓ ભોજન સમયે દ્વાર ખુલ્લા રાખતા હતા. તો શ્રાવકે ને વિશેષથી તો સમૃદ્ધ શ્રાવકે તો અવશ્ય ભોજન સમયે દ્વાર બંધ કરવા નહીં. (ને બંધ હોય તો ખુલ્લા કરવા.) કહ્યું જ છે – આ જગતમાં પેટભરો કોણ નથી? પણ જે ઘણાનો આધાર બને છે, તે જ પુરુષ મહાપુરુષ છે. તેથી ભજનાવસરે આવેલા સ્વજનવગેરેને અવશ્ય જમાડવા જોઇએ અતિથિઓને અને દુ:ખી યાચકોને ભક્તિથી અને શક્તિ મુજબ અનુકંપાથી ઉચિત રીતે કૃતાર્થ કરી પછી જ જમવું મહાપુરુષો માટે ઉચિત છે. આગમમાં પણ કહ્યું છે - સુશ્રાવકે ભોજન વખતે દ્વાર શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૯૯ Page #208 -------------------------------------------------------------------------- ________________ બંધ કરાવવું નહીં. જિનેશ્વરે શ્રાવકોને અનુકંપાનો નિષેધ કર્યો નથી. જીવસમુદાયને ભયંકર ભવસાગરમાં દુ:ખપીડિત થયેલા જોઇ સામર્થ્ય મુજબ ઉભયથા સમાનતયા અનુકંપા કરવી જોઇએ. ઉભયથા - દ્રવ્યથી અનુકંપા યથાયોગ્ય ભોજનાદિ દાનથી કરવી ને ભાવથી અનુકંપા ધર્મમાર્ગમાં જોડવા દ્વારા કરવી. શ્રી પંચમાંગ (ભગવતી સૂત્ર)માં શ્રાવકના વર્ણનમાં શ્રાવકનું અવંગુએ દુવારા” એવું વિશેષણ વાપર્યું છે. એનો અર્થ એ છે કે ભિક્ષુકવગેરેના પ્રવેશમાટે વિશેષથી હંમેશા ખુલ્લા દ્વારવાળો હોય. તીર્થકરોએ પણ સાંવત્સરિક દાનદ્વારા દીનોનો ઉદ્ધાર કર્યો છે. વિક્રમાદિત્યે પૃથ્વીને અનૃણી કરી (બધાનું દેવું પોતે ચુકવી બધાને ઋણમુક્ત કર્યા.) તેથી એના નામનું સંવત્સર (જે વિક્રમ સંવત કહેવાય છે) પ્રવર્. દુકાળવગેરે વખતે તો દીન-દુ:ખિયાઓનો ઉદ્ધાર કરવો વિશેષ ફળદાયક બને છે. કહ્યું જ છે કે - વિનયથી શિષ્યની પરીક્ષા થાય છે. સંગ્રામમાં સુભટની પરીક્ષા થાય છે. સંકટ વખતે મિત્રની પરીક્ષા થાય છે. અને દાનની પરીક્ષા દુર્ભિક્ષમાં થાય છે. વિક્રમ સંવત ૧૩૧પમાં મહાદુકાળ વખતે ભદ્રેશ્વર નગરના વાસી શ્રીમાલ શ્રીજગડુશાએ એકસો બાર અન્નશાળા ખોલી દાન આપ્યું હતું. ઉપરાંત - હમીરને બાર, વિસલદેવને આઠ, તથા સુલતાનને એકવીશ હજાર મુડા જેટલું ધાન્ય જગડુશાએ આપ્યું હતું. અણહિલપુર પાટણ (આજનું પાટણ)માં સિંઘાક નામનો સોની મોટા પ્રાસાદ, હાથી, ઘોડા વગેરે ઘણી સમૃદ્ધિવાળો હતો. વિક્રમ સંવત ૧૪૨૯માં આઠ મોટા દેરાસરોની મહાયાત્રા કરી. એ વખતે મુહૂર્તના જ્ઞાનથી આવનારા દુર્ભિક્ષની જાણકારી મળવાપર એણે બે લાખ મણ ધાન્યનો સંગ્રહ કર્યો. એમાંથી ચોવીશ હજાર મણ ધાન્ય એણે ગરીબ વગેરેને દાનમાં આપ્યું. એ ઉપરાંત એક હજાર કેદીઓને છોડાવ્યાં. છપ્પન રાજાઓને છોડાવ્યા. દેરાસરો નિર્માણ કરાવ્યા. પૂજ્યશ્રી જયાનંદસૂરિ અને પૂજ્યશ્રી દેવસુંદરસૂરિ આ બંનેની આચાર્યપદવીનો લાભ લીધો. વગેરે ઘણા ધર્મકાર્યો કર્યા. તેથી ભોજનના સમયે વિશેષથી દયા - દાન કરવા. ગરીબ ગૃહસ્થ પણ એટલા પ્રમાણમાં ઔચિત્યપૂર્વક ભોજન-પાણી તૈયાર કરવા જેથી યાચક વગેરેને આપી આ ધર્મનું સત્યાપન કરી શકે. એમાં પોતાને કોઇ મોટો ખર્ચ નથી થતો ને તેઓ થોડાથી પણ સંતોષ પામે છે. કહ્યું જ છે – હાથીને કોળિયામાંથી કણ જેટલું પડે તો શું ઓછું થવાનું છે? પણ એટલા કણથી કીડીઓનું કુટુંબ જીવી જાય છે. આ રીતે તૈયાર થયેલા નિર્દોષ આહારથી સુપાત્રદાન પણ શુદ્ધ થાય છે. એ જ રીતે માતા, પિતા, ભાઇ, બેન, પુત્ર, પત્ની, નોકર, બીમાર-બાંધેલા ગાય વગેરે બધાના ભોજનવગેરેની ઉચિત દેખભાળ કરવી. પછી નવકારમંત્ર યાદ કરી, પચ્ચકખાણ - નિયમ યાદ કરી સાભ્યને વિરોધ નહીં આવે, એ રીતે ભોજન કરવું. કહ્યું છે – ઉત્તમ પુરુષે પિતા, માતા, બાળકો, ગર્ભવતી સ્ત્રી, વૃદ્ધ, રોગીઓને પહેલા જમાડી પછી પોતે જમવું. બાંધેલા ચોપગા (ગાય, ઘોડાવગેરે) તથા રાખેલા માણસો વગેરેના ભોજનવગેરેની ચિંતા કરી પછી ધર્મજ્ઞ પુરુષે જમવું જોઇએ. એ પહેલા નહીં. સાભ્યનું સ્વરૂપ આવું બતાવ્યું છે – વિરુદ્ધ ગણાતા આહાર-પાણી પણ પ્રકૃતિને જો માફક આવે, તો તે સામ્ય ગણાય. જિંદગીભર સામ્યભાવથી ખવાયેલું ઝેર પણ અમૃત થાય છે. (શરુઆતથી જ થોડું-થોડું ઝેર ખાવાની ટેવ પાડવાથી ઝેરથી શરીર ટેવાઇ જાય, તો એ પણ ગુણકારી બને છે.) અને સાભ્યના અભાવમાં તો અમૃત પણ ઝેર બની જાય છે. ટુંકમાં પોતાની શારીરિક પ્રવૃતિને જે માફક આવે, તે શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨00 Page #209 -------------------------------------------------------------------------- ________________ ભોજન જ સાત્મ્યવાળું ગણાય. છતાં પણ જે સાત્મ્યવાળું નથી, એવું પણ પથ્ય ભોજન હજી લઇ શકાય. જે પણ સાસ્ત્યવાળું અપથ્ય ભોજન તો લેવું જ નહીં. ‘બળવાનને તો બધું જ પથ્ય છે’ એમ માનીને કાલકુટ (હળાહળ) ઝેર ખાવું કંઇ યોગ્ય નથી. સારી રીતે શિક્ષિત કરાયેલો અને વિષતંત્રનો જાણકાર પણ ક્યારેક ઝેર ખાવાથી મરી જાય એમ બની શકે છે. વળી, કંઠનાડીમાં (= ગળામાંથી ઉતરી ગયેલું) બધું જ ભોજન સમાન થઇ જાય છે. તેથી (સ્વાદના) ક્ષણમાત્ર સુખમાટે ડાહ્યા માણસો લોલતા-મૃદ્ધિ રાખતા નથી. તેથી લોલતાનો ત્યાગ કરી અભક્ષ્ય-અનંતકાય વગે૨ે બહુ હિંસા-પાપમય વસ્તુનો સર્વથા ત્યાગ કરવો. પોતાના પેટનું અગ્નિબળ (પચાવવાની શક્તિ) જોઇ માત્રામાં પરિમિત જ આરોગવું. જે પરિમિત આરોગે છે, તે ઘણું આરોગે છે. વધુ પડતા ભોજનથી અજીર્ણ, ઉલ્ટી, ઝાડા કે મરણ આદિ પણ થઇ શકે છે. કહ્યું પણ છે - હે જીભ ! તું જમવાનું અને બોલવાનું પ્રમાણ જાણી લે. અતિભોજન અતિભાષણનું પરિણામ દારુણ હોય છે. હે જીભ ! જો તું નિર્દોષ અને પરિમિત ભોજન કરી એવું જ (નિર્દોષ અને પરિમિત) બોલવાનું રાખે, તો કર્મરૂપી વીર યોદ્ધા સામે લડવા ઇચ્છતા જીવના વિજયમાં વિજયપતાકા તારા નામે જ છે. હિતકર અને પરિમિત બરાબર પાકેલું ભોજન કરનારો, ડાબા પડખે સુનારો, હંમેશા ચાલવાનું રાખનારો, સમય પર મળ-મૂત્રનું વિસર્જન કરનારો અને સ્ત્રીઓઅંગે મનને વશમાં રાખનારો માણસ રોગોને જીતી જાય છે. લોકવ્યવહાર મુજબ કયું ભોજન કરવું નહીં? વહેલી સવારે, તદ્દન સંધ્યા વખતે અથવા રાતે તથા ચાલતા-ચાલતા ભોજન નહીં કરવું. ભોજન કરતી વખતે અન્નની નિંદા નહીં ક૨વી. ડાબા પગપર હાથ પણ ન રાખવો. તથા વસ્તુ હાથમાં રાખી ખાવી નહીં. ઉઘાડી જગ્યામાં, તડકામાં, અંધકારમાં અથવા વૃક્ષની નીચે કોઇ કાળે ભોજન કરવું નહીં. તથા ભોજન કરતી વખતે તર્જની આંગળી ઊભી ન રાખવી. મોં, કપડા અને પગ ધોયા વિના, નગ્ન થઇ, મેલાં કપડાં પહેરીને તથા થાળીને ડાબા હાથે પકડ્યા વિના ભોજન કરવું નહીં. વિચક્ષણ પુરુષે એક જ વસ્ત્ર પહેરીને, મસ્તકે ભીનું વસ્ત્ર વીંટીને, અપવિત્ર શરીરે તથા અતિશય લોલુપતા રાખીને ભોજન ક૨વું નહીં. પગમાં પગરખા પહેરીને, કેવળ જમીન ઉપર જ વ્યગ્રચિત્તે, પલંગ ઉપર બેસીને, ખુણાઓમાં કે દક્ષિણ દિશામાં મોં રાખીને તેમજ પાતળા આસન ઉપર બેસીને ભોજન કરવું નહીં.આસન ઉપર પગ રાખીને, તથા કુતરો, ચંડાળ અને પતિત લોકોની નજર પડતી હોય તેવી જગ્યાએ ભોજન કરવું નહીં. તેમજ ભાંગેલા અથવા મલિન વાસણમાં ભોજન કરવું નહીં. અપવિત્ર વસ્તુથી ઉત્પન્ન થયેલું, ગર્ભહત્યા વગેરે કરનાર લોકોએ જોયેલું, રજસ્વળા (એમ.સી. વાળી) સ્ત્રીએ સ્પર્શ કરેલું તથા ગાય, કુતરો, પક્ષી વગેરે જીવોએ સુંઘેલું અન્ન ખાવું નહીં. જે ભક્ષ્ય વસ્તુ ક્યાંથી આવી તેની ખબર ન હોય તથા જે વસ્તુ અજાણી હોય તે ખાવી નહીં. એકવાર રાંધેલું અન્ન ફરીવાર ગરમ કર્યું હોય, તો તે પણ ન ખાવું. તથા ભોજન કરતી વેળાએ “બચ બચ ” એવો શબ્દ અથવા વાંકુચુકું મોં કરવું નહીં. JJ કયું ભોજન યોગ્ય છે? ભોજન કરતી વખતે આસપાસ રહેલા લોકોને ભોજન કરવા બોલાવી પ્રીતિ ઉપજાવવી. શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૦૧ Page #210 -------------------------------------------------------------------------- ________________ પોતાના ઇષ્ટદેવનું નામ સ્મરણ કરવું. તથા સરખું, પહોળું અને ઘણું નીચું ઊંચું નહીં એવા સ્થિર આસન ઉપર બેસી પોતાની માસી, માતા, બહેન અથવા પત્નીવગેરે લોકોએ રાંધેલું તથા પવિત્ર અને ભોજન કરેલા લોકોએ આદરથી પીરસેલું ભોજન એકાંતમાં જમણો સ્વર વહેતો હોય ત્યારે આરોગવું. ભોજન કરતી વેળાએ મૌન રાખવું, તથા શરીર વાકુંચૂંકું નહીં રાખવું અને પ્રત્યેક ખાવા યોગ્ય વસ્તુ સુંઘવી, કેમકે, તેથી દૃષ્ટિદોષ ટળે છે. ઘણું ખારૂં, ખાટું, ઘણું ગરમ, તથા ઘણું ઠંડું અન્ન ખાવું નહીં. શાક ઘણું નહીં ખાવું. અતિશય મીઠી વસ્તુ નહીં ખાવી. તથા રુચિકર વસ્તુ પણ ઘણી નહીં ખાવી. અતિશય ગરમ ભોજન રસનો નાશ કરે, અતિશય ખાટું અન્ન ઇંદ્રિયોની શક્તિ ઓછી કરે, અતિશય ખારું અન્ન નેત્રોને વિકાર કરે અને અતિશય ચીકણું અન્ન ગ્રહણીને (કોઠામાંની છઠ્ઠી કોથળીને) બગાડે. કડવા અને તીખા આહારથી કફનો, તૂરા અને મીઠા આહારથી પિત્તનો, સ્નિગ્ધ અને ઉષ્ણ આહારથી વાયુનો તથા ઉપવાસથી બાકીના રોગોનો નાશ થાય છે. જે પુરુષ શાકભાજી બહુ ન ખાય, ઘીની સાથે અન્ન ખાય, દૂધ આદિ વાપરે, બહુ પાણી ન પીએ, અજીર્ણ વખતે ભોજન ન કરે, એકી - બેકીની શંકા ન હોય ત્યારે આહાર કરે તથા ચાલતાં ખાય નહીં, અને ખાધેલું પચ્યા પછી અવસરે ભોજન કરે, તેને ઘણા ઓછા રોગ થાય છે. નીતિના જ્ઞાતા પુરુષો પ્રથમ મધુર, વચ્ચે તીખું અને છેડે કડવું એવું દુર્જનની મૈત્રી સરખું ભોજન ઇચ્છે છે. (દુર્જનની મૈત્રી શરુમાં આનંદદાયક - મીઠી લાગે, પણ છેવટે પીડાકારક-કડવી થાય.) પ્રથમ મધુર અને સ્નિગ્ધ રસ યુક્તનું ભોજન કરવું, મધ્યે ખટાશ અને ખારાશયુક્ત પ્રવાહી વાપરવું. તથા અંતે કડવા અને તીખારસવાળું વાપરવું. પુરુષે પહેલા પ્રવાહી વચ્ચે કડવા રસ અને અંતે ફરી પ્રવાહી આહાર કરવો, તેથી બળ અને આરોગ્ય જળવાય છે. - પાણી કેમ અને ક્યારે પીવું? ભોજનની શરૂઆતમાં પાણી પીએ તો અગ્નિ મંદ થાય. મધ્યભાગમાં પીએ તો રસાયન માફક પુષ્ટિ આપે અને અંતે પીએ તો ઝેરની જેમ નુકસાન કરે. માણસે ભોજન કરી રહ્યા પછી સર્વરસથી ખરડાયેલા હાથે પાણીનો એક ઘૂંટડો પીવો. (જેથી બધા રસ પેટમાં જાય.) પશુની જેમ ઘણું પાણી પીવું નહીં, પીતા જે બચે તે છોડી દેવું. તથા ખોબેથી પણ ન પીવું. કેમકે, પાણી પરિમિત પીવું તે જ હિતકારી છે. ભોજન કરી રહ્યા પછી ભીને હાથે બે ગાલને, ડાબા હાથને અથવા નેત્રોને સ્પર્શ ન કરવો. પરંતુ કલ્યાણ માટે બે ઢીંચણને હાથ લગાડવા. ભોજન પછીના કૃત્યાકૃત્ય બુદ્ધિશાળી પુરુષે ભોજન કરી રહ્યા પછી અમુક સમય સુધી શરીરનું મર્દન, મળ-મૂત્રનો ત્યાગ, ભાર ઉપાડવો, બેસી રહેવું, નહાવું વગેરે કરવું નહીં. ભોજન કર્યા પછી તરત બેસી રહે તો પેટ મેદથી જાડું થાય, ચત્તો સૂઇ રહે, તો બળની વૃદ્ધિ થાય. ડાબે પડખે સુઇ રહે તો આયુષ્ય વધે, અને દોડે તો મૃત્યુ સામું આવે. ભોજન કરી રહ્યા પછી તુરત બે ઘડી ડાબે પડખે સૂઇ રહેવું, પણ ઉંઘવું નહીં. અથવા તો પગલાં ચાલવું. આ રીતે ભોજનનો લૌકિક વિધિ કહ્યો છે. સિદ્ધાંતમાં કહેલી વિધિ નીચે પ્રમાણે છે – ૨૦૨ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #211 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાંતમાં બતાવેલી ભોજનવિધિ સુશ્રાવકો નિરવદ્ય, નિર્જીવ અને પરિમિત ભોજનથી પોતાનો નિર્વાહ કરનારા હોય છે. એ આહાર કરતાં ૧) સર-સ, ચબ-ચબ શબ્દો ન થાય એવી રીતે તથા ૨) ખાતા ખાતા નીચે દાણા કે છાંટા ન પડે તેમ, ૩) મન, વચન અને કાયાની ગુપ્તિપૂર્વક ૪) સાધુની જેમ ઉપયોગપૂર્વક, ૫) સાદડીના પ્રતર ખોલે તેમ ૬) અથવા સિંહની જેમ આહાર કરે (કટપ્રતર છેદ અને સિંહભક્ષિત વિધિ ગીતાર્થ ગુરુ પાસેથી જાણી લેવી.) આ પ્રમાણે એકલો અથવા અનેકની સાથે ધૂમ (દ્વેષથી ભોજનની નિંદા) અને અંગાર (રાગથી ભોજનની પ્રશંસા) દોષ લાગે નહીં તેમ આહાર કરે. ગાડાના ચક્રવગેરેમાં તેલ પૂરવામાં આવતુ હતું, જેથી એ સરળતાથી ચાલે. પણ તે જરુરિયાત પૂરતું જ પૂરાતું, ઘણું વધારે કે તદ્દન ઓછું નહીં. એ રીતે સાધુ પણ સાધના સ૨ળતાથી ચાલે, એટલો જ આહાર કરે. ગૃહસ્થોએ પોતાને માટે બનાવ્યું હોય એ તીખું, કડવું, તૂરું, ખાટું, મીઠું અથવા ખારું એવું જેવું અન્ન મળે તેવું સાધુઓએ મીઠા ઘીની માફક ભક્ષણ કરવું. તેમજ રોગ વખતે મોહનો ઉદય થાય ત્યારે, સ્વજનો દ્વારા ઉપસર્ગ થાય ત્યારે (સ્વજનો સંસારમાં પાછા લાવવા હેરાન કરે વગેરે વખતે), જીવદયા માટે, તપસ્યા માટે, તથા આયુષ્યનો અંત નજીક હોય તો શરીરનો ત્યાગ કરવામાટે આહારનો ત્યાગ કરવો. સાધુને અપેક્ષીને કહેવાયેલી આ વિધિમાંથી શ્રાવકને અપેક્ષીને પણ યથાયોગ્ય સમજી લેવી. બીજે સ્થળે પણ કહ્યું છે કે - વિવેકી પુરુષે શક્તિ હોય તો દેવ, સાધુ, નગરનો સ્વામી, તથા સ્વજન સંકટમાં પડ્યા હોય, અથવા સૂર્ય ચંદ્રને ગ્રહણ લાગ્યું હોય ત્યારે ભોજન કરવું નહીં. તેમજ અજીર્ણથી રોગ ઉત્પન્ન થાય છે. તેથી અજીર્ણ, નેત્રવિકાર વગેરે રોગ થયા હોય તો ભોજન કરવું નહીં. કહ્યું છે કે તાવવગેરેમાં શક્તિ ક્ષીણ ન થાય એ રીતે લાંઘન કરવું હિતકર કહ્યું છે. પણ વાયુથી, થાકથી, ક્રોધથી, શોકથી, કામવિકા૨થી અને પ્રહાર થવાથી ઉત્પન્ન થયેલા તાવમાં લાંઘણ કરવા નહીં. તથા જે દિવસે દેવદર્શન, ગુરુવંદન આદિ નહીં થયા હોય કે વિશેષ ધર્મ સ્વીકારવો હોય, ઘણા પુણ્યવાળું કાર્ય શરું કરવું હોય, તે દિવસે ઉપવાસ કરવો. એ જ રીતે આઠમ, ચૌદસવગેરે પર્વતિથિના દિવસે પણ ઉપવાસ ક૨વો. ઉપવાસ વગે૨ે તપ આ ભવમાં અને પરભવમાં ખૂબ ગુણકારી બને છે. કહ્યું જ છે - તપથી અસ્થિર કાર્ય સિદ્ધ થાય છે, વાકું કાર્ય સીધું થાય છે, દુલર્ભ કાર્ય સુલભ થાય છે, દુઃસાધ્ય કાર્ય સુસાધ્ય બને છે. વાસુદેવ, ચક્રવર્તી વગેરેના પણ તે-તે સ્થાનના તે-તે દેવને પોતાના સેવક બનાવવા વગેરે આ લોકના કાર્યો પણ અઠ્ઠમવગેરે તપથી જ સિદ્ધ થાય છે, એ વિના નહીં. અહીં ભોજન વિધિ પૂરી થઇ. ભોજન કર્યા પછી નવકાર ગણીને ઊભો થાય. પછી ચૈત્યવંદન કરી દેવને અને ગુરુભગવંત હોય, તો તેમને વંદન કરે, આ બધી વાત મૂળ ગાથામાં ‘સુપત્તદાણાઇજુત્તિ’ પદમાં આદિ શબ્દ મુક્યો છે, તેનાથી સૂચિત થયેલી સમજી લેવી. હવે ઉત્તરાર્ધની વ્યાખ્યા કરે છે ભોજન પછી દિવસસંબંધી છેલ્લું પચ્ચક્ખાણ (ચોવિહારઆદિ) અથવા ગંથસી - મુત્થસી પચ્ચક્ખાણ ગુરુ મહારાજ પાસે લેવાનું હોય, તો બે ખમાસમણા વગેરે વિધિથી વંદન કરી લેવું. એ શક્ય ન હોય તો જાતે ધારી લેવું. = પછી ગીતાર્થ સાધુ પાસે અથવા ભણેલા શ્રાવકપુત્રવગેરે (ભણાવનારને પંડિત કહેવા કરતાં આ શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૦૩ Page #212 -------------------------------------------------------------------------- ________________ tવા. શબ્દ વધુ સુંદર લાગે છે.) પાસે ૧) વાચના ૨) પૃચ્છના ૩) પરાવર્તના ૪) ધર્મકથા અને પ) અનુપ્રેક્ષા આ પાંચ પ્રકારનો સ્વાધ્યાય યથાયોગ્ય કરવો. એમાં નિર્જરાના આશયથી નહીં કે બીજા કોઇ આશયથી) ૧) સૂત્ર આપવું કે લેવું એ વાચના છે. ૨) એમાં (અક્ષરવગેરે અંગે) શંકા પડે તો ગુરુને પૂછવું એ પૃચ્છના છે. ૩) પહેલા ભણેલું (ગોખેલું) સૂત્રવગેરે ભૂલાઇ ન જાય એ માટે ફરીથી યાદ કરતાં રહેવું - અભ્યાસ કરવો એ પરાવર્તન છે. ૪) જંબુસ્વામી વગેરે મહાપુરુષોના ચરિત્ર સાંભળવા કે કહેવા એ ધર્મકથા છે. અને ૫) મનથી જ સૂત્રવગેરેનું સ્મરણ કરવું એ અનુપ્રેક્ષા છે. (બીજા ભણેલાને આપણે ગોખેલા સૂત્રો સંભળાવવા દ્વારા પરાવર્તન કરવી સારી છે કેમ કે તેથી ગોખ્યા પછી પ્રમાદ - વિસ્મૃતિવગેરેથી જે કાંઇ અશુદ્ધિ આવી હોય, તે નીકળી જાય. પાઠશાળામાં વાચના, પૃચ્છના, પરાવર્તન અને ધર્મકથારૂપ ચારે ય પ્રકારના સ્વાધ્યાયને સ્થાન મળવું જોઇએ, તો વિદ્યાર્થીઓનો રસ પણ જળવાઇ રહે. અન્યત્ર અનુપ્રેક્ષા અને ધર્મકથા એવો ક્રમ છે. અહીં ધર્મકથા આગળ લેવામાં એવો આશય હોવો સંભવ છે કે પ્રથમ ત્રણની જેમ ધર્મકથા પણ ગુરુભગવંત કે શ્રાવકપુત્રવગેરેની અપેક્ષા રાખે છે. જ્યારે અનુપ્રેક્ષા તો માત્ર સ્વઅપેક્ષાવાળો જ સ્વાધ્યાય છે.) શ્રી યોગશાસ્ત્રમાં કહ્યું છે કે – શાસ્ત્રાર્થના જાણકાર ગુરુભગવંત સાથે તે-તે શાસ્ત્રાર્થની વિચારણા કરવી જોઇએ. તેથી શ્રી ગુરુભગવંતના મુખેથી સાંભળેલા શાસ્ત્રાર્થની વિચારણારૂપ સ્વાધ્યાય (અનુપ્રેક્ષા) વિશેષ કર્તવ્ય તરીકે સમજવો. એ અત્યંત ગુણકારી બને છે. કહ્યું જ છે – સ્વાધ્યાયથી જ પ્રશસ્તધ્યાન પ્રાપ્ત થાય છે. સ્વાધ્યાયથી જ બધા પરમાર્થનો બોધ થાય છે. સ્વાધ્યાયમાં રહેલો જીવ ક્ષણે-ક્ષણે વૈરાગ્ય પામતો જાય છે. પાંચ પ્રકારના સ્વાધ્યાયપર દૃષ્ટાંત વગેરે વાતો અમે (ગ્રંથકારે) આચારપ્રદીપ ગ્રંથમાં વિસ્તારથી કહી છે, તેથી અહીં કહેતો નથી. mePeF ebeCellebej de, HefeF Heef[kekeicef len dechCee-elemmeceCelmep Pet3eb di enbi eDeesleeskeinF Oecceh-9-- (छा. सन्ध्यायां जिनं पुनरपि पूजयति प्रतिक्रामति करोति तथा विधिना | विश्रामणं स्वाध्यायं गृहं गतो ततः कथयति धर्मम्) ગાથાર્થ :- સંધ્યાવખતે ફરીથી અનુક્રમે જિનપૂજા, પ્રતિક્રમણ, તેમજ વિધિપૂર્વક મુનિરાજની સેવા-ભક્તિ અને સ્વાધ્યાય કરવા, પછી ઘરે જઇ સ્વજનોને ધર્મોપદેશ કરવો. ટીકાર્થ :- શ્રાવકે હંમેશા એકાસણાં કરવાં એવો ઉત્સર્ગ(મુખ્ય)માર્ગ છે. કહ્યું છે કે – શ્રાવક ઉત્સર્ગમાર્ગે સચિત્ત વસ્તુને વર્જનારો, હંમેશા એકાસણ કરનારો તેમજ બ્રહ્મચર્ય વ્રત પાળનારો હોય છે. પરંતુ જેનાથી દરરોજ એકાસણું થઇ શકે એમ ન હોય, તેણે દિવસના આઠમાં ચોઘડિયામાં પહેલી બે ઘડીએ અર્થાત્ બે ઘડી દિવસ બાકી રહે તે પહેલા ભોજન કરવું. રાતના પ્રારંભવગેરે વખતે ભોજનમાં રાત્રિભોજનનો મહાદોષ લાગવાનો પ્રસંગ રહ્યો હોવાથી સૂર્યાસ્તની બે ઘડી પહેલા જ સાંજનું ભોજન પતાવી દેવું. સૂર્યાસ્ત વખતે અને રાતે ભોજન કરવામાં ઘણા દોષો લાગે છે. એ દોષોનું સ્વરૂપ દૃષ્ટાંત સહિત મેં (ગ્રંથકારે) રચેલા અર્થદીપિકા ગ્રંથમાંથી જાણી લેવું. સાંજે ભોજન પતાવી તરત જ શક્તિ મુજબ બીજા દિવસના સૂર્યોદય સુધી ચાલે એવું ચોવિહાર, તિવિહાર, કે દુવિહારનું પચ્ચખાણ કરવું. આ પચ્ચખાણ હજી દિવસ બાકી હોય, ત્યારે જ કરી લેવું. અપવાદપદે રાત પડ્યા પછી પણ કરી શકે. શંકા - એકાસણાવગેરેના પચ્ચકખાણથી બીજા દિવસના સૂર્યોદય સુધીનું પચ્ચકખાણ થઇ જ જાય છે. તેથી ફરી દિવસચરિમ પચ્ચક્ખાણ લેવામાં કોઇ અર્થ સરતો નથી. સમાધાન :- એકાસણાવગેરેના પચ્ચકખાણમાં આઠ આગારો હતા. એકાસણુંવગેરે કરી લીધા શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૦૪ Page #213 -------------------------------------------------------------------------- ________________ પછી કરાતા આ દિવસચરિમ પચ્ચકખાણમાં ચાર જ આગાર છે. આમ આગારોમાં સંક્ષેપ થતો હોવાથી દિવસચરિમ પચ્ચખાણ નિરર્થક નથી. વળી રાત્રિભોજનત્યાગી પણ એ પચ્ચકખાણ દિવસ બાકી રહે છે, ત્યારે કરે છે. વળી આ લેવાતું પચ્ચક્ખાણ રાત્રિભોજન કરવાનું નથી એમ યાદ અપાવે છે. તેથી પણ દિવસચરિમ પચ્ચખાણ ફળદાયી છે. એમ આવશ્યકસૂત્રની લઘુવૃત્તિમાં કહ્યું છે. આ રાત્રિભોજનત્યાગનું – દિવસચરિમ પચ્ચખાણ સહેલાઇથી થાય છે અને ઘણા લાભનું કારણ બને છે. એકાક્ષનું દષ્ટાંત દશાર્ણપુર નગરમાં એક શ્રાવિકા રોજ સાંજે વાળુ કરી ચોવિહારનું દિવસચરિમ પચ્ચક્ખાણ કરે. એનો પતિ મિથ્યાત્વી હતો. એ ઘણીવાર મશ્કરીમાં કહે – આ રીતે સાંજે વાળું કર્યા પછી રાતે કોણ ખાય છે? તેથી આ બહું મોટું પચ્ચક્ખાણ કર્યું, સરસ ! એકવાર એણે પણ પત્નીએ “નકામા ભાંગી નાખશો” એમ કહી અટકાવવા છતાં સાંજે વાળું કરી ચોવિહારનું પચ્ચક્ખાણ કર્યું. એ જ રાતે સમ્યગ્દષ્ટિ દેવી એની પરીક્ષા કરવા એની બેનનું રૂપ લઇ ઘેબર લઇને આવી. પત્નીએ અટકાવવા છતાં એ સ્વાદના લોભથી પચ્ચકખાણ ભાંગીને ઘેબર ખાવા ગયો, ત્યાં જ દેવીએ માથા પર એવો પ્રહાર કર્યો કે એની બંને આંખ બહાર નીકળીને જમીન પર પડી ગઇ. ત્યારે “મારો અપયશ થશે” એવા ડરથી શ્રાવિકા કાઉસગ્નમાં સ્થિર થઇ. તેથી પ્રસન્ન થયેલી દેવીએ એ શ્રાવિકાના વચનથી કસાઇ દ્વારા કતલ થઇ રહેલા બકરાની બે આંખ લાવી એની આંખ તરીકે ચોંટાડી દીધી. તેથી એ એડકાક્ષ (એડકબકરો) તરીકે પ્રસિદ્ધ થયો. પચ્ચકખાણના મહિમાની ખાતરી થવાથી એ શ્રાવક થયો. લોકો કૌતુકથી તેને જોવા આવવા માંડ્યા. પછી તો એના નામથી નગરનું નામ પણ એડકાક્ષ નગર તરીકે પ્રસિદ્ધ થયું. તેના દર્શનથી ઘણા લોકો શ્રાવક થયા. આ દિવસચરિમ પચ્ચકખાણ સંબંધી દૃષ્ટાંત છે. પછી સૂર્ય અડધો ડૂબે ત્યાં સુધીની છેલ્લી ઘડીમાં ફરીથી ત્રીજી વાર વિધિમુજબ જિનપૂજા કરે. આમ શ્રીતપાગચ્છાધિપતિ શ્રી સોમસુંદરસૂરિ - શ્રી મુનિસુંદરસૂરિ - શ્રી જયચંદ્રસૂરિ - શ્રી ભુવનસુંદરસૂરિ શિષ્ય શ્રી રત્નશેખરસૂરિ વિરચિત શ્રી વિધિ કૌમુદી નામની શ્રાદ્ધવિધિપ્રકરણવૃત્તિમાં દિનત્ય પ્રકાશક પ્રથમ પ્રકાશ સમાપ્ત થયો. આ વિભાગમાં ઘણી ઘણી વાતો આવી... એમાંની તમને શક્ય લાગતી વાતો અલગ તારવી લ્યો... એમાંની એક-એક વાત ઓછામાં ઓછા સાત-સાત દિવસ અમલમાં મુકો... ચોક્કસ તમને કાં'ક અલગ અનુભવ થશે. તે વખતના સમયને અનુરૂપ લખાયેલી વાતોને વર્તમાન સ્થિતિ સાથે કેવી રીતે ગોઠવી શકાય તે વિચારી એ મુજબ ઉચિત ફેરફારો કરો. શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૦૫ Page #214 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ : રાત્રિકૃત્ય-પ્રતિક્રમણ. દિનકત્ય કહ્યા પછી હવે રાત્રિકૃત્ય કહીએ છીએ. શ્રાવક મુનિરાજ પાસે અથવા પૌષધશાળા વગેરેમાં જઇ જયણાથી પંજી સામાયિક લેવું વગેરે વિધિસહિત છ આવશ્યકરૂપ પ્રતિક્રમણ કરે. તેમાં સ્થાપનાચાર્યની સ્થાપના, મુહપત્તિ, ચરવળો ઇત્યાદિ ધર્મોપકરણ ગ્રહણ કરી સામાયિક કરવું વગેરે વિધિ શ્રાદ્ધ પ્રતિક્રમણસુત્ર વૃત્તિમાં કાંઇક કહી છે. માટે અહીં કહેવામાં આદિ બધા વ્રતો સંબંધી બધા અતિચારની શુદ્ધિમાટે તથા ભદ્રક પુરુષે(જેણે હજી વ્રતો નથી લીધા પણ એવી ભૂમિકામાં છે, એણે પણ) અભ્યાસ થાય એ હેતુથી ઉભય ટંક જરુર પ્રતિક્રમણ કરવું. આ પ્રતિક્રમણ ત્રીજા વૈદ્યના ઔષધ તુલ્ય હોવાથી અતિચાર લાગ્યા ન હોય, તો પણ એ કરવું જોઇએ. આગમમાં કહ્યું છે - પ્રથમ અને અંતિમ તીર્થંકરના શાસનમાં પ્રતિક્રમણ સહિતનો ધર્મ છે. મધ્યના તીર્થકરોના શાસનમાં કારણ આવે તો પ્રતિક્રમણ છે. તેથી અતિચારરૂપ કારણની ગેરહાજરીમાં પૂર્વ કરોડ વર્ષ સુધી પ્રતિક્રમણ નહીં કરે અને અતિચારરૂપ કારણ આવી પડે, તો મધ્યાહ્ન પણ પ્રતિક્રમણ કરે. પ્રથમ પ્રકારનું ઔષધ થયેલા રોગોને મટાડે ને રોગ ન હોય, તો ઊભા કરે. બીજું ઔષધ થયેલા રોગો મટાડે, પણ રોગ ન હોય તો ગુણ-દોષ કશું કરે નહી. ત્રીજું ઔષધ રસાયણરૂપ છે, રોગ હોય, તો તે દૂર કરે. રોગ ન હોય, તો સમગ્ર શરીરના પુષ્ટિ, સુખ, બળ વગેરેની વૃદ્ધિ કરી ભવિષ્યમાં રોગ આવે જ નહીં તેવી સ્થિતિ ઊભી કરે. આ જ રીતે પ્રતિક્રમણ પણ અતિચાર લાગ્યા હોય, તો તે દૂર કરે અને અતિચારના અભાવમાં ચારિત્રધર્મની પુષ્ટિ કરે છે. (સામાયિક પ્રતિક્રમણરૂપ નથી) શંકા :- આવશ્યક ચૂર્ણિમાં કહેલી સામાયિકવિધિ જ શ્રાવકમાટે પ્રતિક્રમણરૂપ છે, કેમકે એ વિધિમાં જ છ આવશ્યક અને ઉભયસંધ્યા (સવાર-સાંજ) અવશ્યકરણીયતા ઘટી જાય છે. તે આ પ્રમાણે - સામાયિક લઇ ઈર્યા પડિક્કમી કાઉસગ્ગ કરી ચતુર્વિશતિસ્તવલોન્ગસ) કહી વાંદના દઇ પછી શ્રાવક પચ્ચકખાણ કરે. આમ છ આવશ્યક થઇ ગયા. અને ‘સામાઇયઅમુભયસંરું આ વચનથી ઉભયકાળરૂપ કાળની નિયતતા પણ નક્કી થાય છે. સમાધાન :- આ વાત બરાબર નથી, કેમકે સામાયિકની આ વિધિમાં છ આવશ્યક અને તમે બતાવેલો કાળનિયમ અસિદ્ધ છે. તમારા (શંકાકાર) અભિપ્રાયથી પણ (અમારો અભિપ્રાય તો હવે બતાવીશું - પણ શંકાકારનો પણ અભિપ્રાય એ જ છે કે) ચૂર્ણિકારે ત્યાં સામાયિક, ઈર્યાવહિયા પ્રતિક્રમણ અને વંદન જ સાક્ષાત દર્શાવ્યા છે, બાકીના ત્રણ સાક્ષાત બતાવ્યા નથી. એમાં પણ ઈર્યાવહિયા પ્રતિક્રમણ ગમનાગમન અંગે જ છે નહીં કે પ્રતિક્રમણ નામના ચોથા આવશ્યક અધ્યયનરૂપ. (તાત્પર્ય કે ઈર્યાવહિયા કરવી એ પ્રતિક્રમણરૂપ ભલે કહેવાય, પણ તે પ્રતિક્રમણ અધ્યયનમાં જે પ્રતિક્રમણ ઇષ્ટ છે, તેરૂપ નથી.) કહ્યું જ છે – ગમનાગમન, વિહાર, રાતે સૂતા સ્વપ્નદર્શન અંગે, નાવમાં બેસે અને નદી ઉતરે ત્યારે ઈર્યાવહિયા પ્રતિક્રમણ કરવું. (ઈર્યાવહિયા કરવી.) શંકા :- શ્રાવક જે ઈર્યાવહિયા કરે છે, એમાં પણ સાધુની જેમ કાઉસગ્ન કરવાનો છે. ને લોગસ્સ સૂત્ર બોલવાનું આવે જ છે. ૨૦૬ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #215 -------------------------------------------------------------------------- ________________ સમાધાન :- તો પછી એ જ રીતે એ પ્રતિક્રમણ કેમ નથી કહેવાતું? તાત્પર્ય એ છે કે ઈર્યાવહિયામાં જે કાઉસગ્ન થાય છે કે લોગસ્સ બોલાય છે, તે છ આવશ્યકમાં જે કાઉસગ્ગ અને ચતુર્વિશતિસ્તવ ઇષ્ટ છે, તેરૂપ નથી, કેમ કે ઈર્યાવહિયા સ્વયં પણ છ આવશ્યકમાં ચોથા અધ્યયનમાં બતાવેલા પ્રતિક્રમણરૂપ નથી. તેથી સામાયિક પોતે પ્રતિક્રમણરૂપ નથી. વળી, ‘સાધુનો કે ચૈત્યનો જોગ જો ન હોય, તો શ્રાવક પૌષધશાળામાં અથવા પોતાના ઘરે સામાયિક કે આવશ્યક કરે.' આવશ્યકચૂર્ણિનો આ પાઠ સામાયિક કરતાં આવશ્યકને અલગ બતાવે છે. વળી શ્રાવક સામાયિક તો ગમે ત્યારે કરી શકે છે, એ માટે કોઇ કાળનિયમ નથી; કેમકે “જ્યાં વિશ્રામ કરે, કે બીજી કોઇ પ્રવૃત્તિ વિના બેઠો હોય, તો તે બધે સ્થાને સામાયિક કરે.” અને “જ્યારે પણ તક મળે, ત્યારે કરે તો તે ભાંગતું નથી’ ચૂર્ણિનું આવા વચનનું ગમે ત્યારે સામાયિક કરવા અંગે પ્રમાણ છે. (તેથી જ શ્રાવકે ગૃહસ્થતરીકેના જરુરી કાર્યો પતે કે તરત સામાયિક કરવું જોઇએ. ટી.વી. વાતો-ચીતો વગેરેમાં સમય બગાડવો શ્રાવકને શોભતું નથી.) “સામાઈઅમુભયસઝ' એવો જે તમે (શંકાકારે) પાઠ બતાવ્યો, તે પાઠ ખોટો નથી, પણ તે શ્રાવકની અગ્યાર પ્રતિમાને અપેક્ષીને છે, કેમકે એ પ્રતિમામાં જ કાળનિયમ સંભળાય છે. અનુયોગદ્વારમાં શ્રાવકે પણ પ્રતિક્રમણ કરવું એ વાત સ્પષ્ટ બતાવી છે, કહ્યું જ છે - સાધુ, સાધ્વી, શ્રાવક કે શ્રાવિકા તચ્ચિત્ત, તન્મન, તલ્લેશ્ય, તદધ્યવસિત, તત્તીવ્ર અધ્યવસાય, તદર્થોપયુક્ત, તદર્પિતકરણ અને તભાવનભાવિત થઇ ઉભયકાળ આવશ્યક કરે. (તચ્ચિત્ત...વગેરે શબ્દો ઉત્તરોત્તર વધુ-વધુ એકાગ્રતાથી - ઉપયોગપૂર્વક આવશ્યક કરવા અંગેના સૂચનરૂપ છે.) વળી એ જ અનુયોગદ્વારમાં કહ્યું છે – સાધુએ (સાધ્વીએ પણ) અને શ્રાવકે (શ્રાવિકાએ પણ) અહોરાત્રમાં અવશ્ય કરવાયોગ્ય હોવાથી તે આવશ્યક કહેવાય છે. તેથી નક્કી થાય છે કે સાધુની જેમ શ્રાવકે પણ શ્રીસુધર્માસ્વામી આદિ પૂર્વાચાર્યોની પરંપરાથી આવેલું પ્રતિક્રમણ કરવું જ જોઇએ. દિવસ અને રાત સંબંધી પાપોની વિશુદ્ધિમાં કારણભૂત થવાદ્વારા મહાલાભકારી હોવાથી મુખ્યતયા ઉભયટંક પ્રતિક્રમણ કરવું જોઇએ. અમે (ગ્રંથકારે) કહ્યું છે - પાપથી નિષ્ક્રમણ (= નીકળવા)રૂપ, ભાવશત્રુ (ક્રોધાદિ) પર આક્રમણરૂપ, સુકતતરફ સંક્રમણ (ગમન)રૂપ અને મોક્ષમાટે ક્રમણ - પગથિયારૂપ પ્રતિક્રમણ રોજ બે ટાઇમ કરવું. પ્રતિક્રમણ અંગેની દઢતા માટે દષ્ટાંત. સંભળાય છે કે દિલ્હીમાં કોક શ્રાવકને ઉભયટંક પ્રતિક્રમણ કરવાનો નિયમ હતો. રાજ્ય વ્યવહાર સંબંધી કોક કારણસર સુલતાને એને આખા શરીરે બેડીઓ બંધાવી કેદખાનામાં નંખાવ્યો. તે દિવસે ઉપવાસ થયો. સાંજે ચોકીદારો સાથે બે ઘડી હાથની બેડી છોડવા માટે એક સુવર્ણ ટાંકો (તે વખતનું ચલણ) આપવાનું ઠરાવી એ રીતે હાથની બેડીઓ છોડી પ્રતિક્રમણ કર્યું. એમ એક મહિનામાં સાઠ સુવર્ણટાંક માત્ર પ્રતિક્રમણ કરવા માટે આપ્યા. એના નિયમની દઢતા જાણી પ્રસન્ન થયેલા સુલતાને એને કેદખાનામાંથી મુક્ત કરી પહેરામણી આપી પૂર્વવત્ વિશેષ સન્માન આપ્યું. આમ શ્રાવકે પ્રતિક્રમણ માટે પ્રયત્ન કરવો જોઇએ. કયું પ્રતિક્રમણ ક્યારે કરવું જોઇએ? આ પ્રતિક્રમણ પાંચ પ્રકારે છે ૧. દેવસિક ૨. રાત્રિક(રાઇઅ) ૩. પાક્ષિક(પષ્મી) ૪. ચાતુર્માસિક (ચૌમાસી) ૫. સાંવત્સરિક. ઉત્સર્ગથી આ પ્રતિક્રમણોનો કરવાનો સમય આ છે – સૂર્ય શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૦૭ Page #216 -------------------------------------------------------------------------- ________________ અડધો ડુબ્યો હોય, ત્યારે ગીતાર્થો પ્રતિક્રમણ સૂત્ર કહે છે. આ વચનના પ્રમાણથી દેવસી પ્રતિક્રમણનો એ રીતનો સમય સમજવો. રાઇએ પ્રતિક્રમણનો સમય – આવશ્યકનો સમય થયે આચાર્ય નિદ્રા ત્યાગ કરે. પછી પ્રતિક્રમણ એવી રીતે કરે કે દસ ઉપધિના પડિલેહણની તરત પછી સુર્ય ઉગે. (રાઇએ પ્રતિક્રમણ પછી તરત પડિલેહણ છે.). અપવાદથી તો દેવસીઅ પ્રતિક્રમણ દિવસના ત્રીજા પ્રહરથી માંડી અડધી રાત સુધી કરી શકાય. યોગશાસ્ત્રની વૃત્તિમાં મધ્યાહ્નથી માંડી અડધી રાત સુધી કરી શકાય એમ કહ્યું છે. રાઇએ પ્રતિક્રમણ મધ્યરાતથી માંડી મધ્યાહ્ન સુધી કરી શકાય. (આ અપવાદપદ છે.) કહ્યું પણ છે – આવશ્યક ચૂર્ણિગ્રંથના અભિપ્રાયથી ઉદ્ઘાડપોરિસી (સૂર્યોદય પછી પોણા પ્રહર) સુધી અને વ્યવહારસૂત્રના અભિપ્રાયથી પુરિમટ્ટ (દિવસના બે પ્રહર) સુધી રાઇઅ પ્રતિક્રમણ કરી શકાય. પાક્ષિક, ચોમાસી અને સંવત્સરી પ્રતિક્રમણ ક્રમશ: પંદર દિવસ, ચાર મહિના અને વરસના અંતે થાય છે. પાક્ષિક પ્રતિક્રમણ ચૌદસે કરવું પ્રશ્ન:- પાક્ષિક પ્રતિક્રમણ ચૌદસે કરવાનું કે અમાસ-પુનમે? સમાધાન :- ચૌદસે. જો પુનમે કરવાનું હોત, તો ચૌદસનો ઉપવાસ કરવાનો કહ્યો છે, અને પુનમે પાક્ષિકનો ઉપવાસ એમ પાક્ષિક પણ છટ્ટથી થાત. અને તો – ‘અટ્ટમ, છટ્ટ અને ઉપવાસ ક્રમશ: સંવત્સરી, ચોમાસી અને પાક્ષિકમાં હોય છે એવા આગમ સાથે વિરોધ થાત. વળી જ્યાં ચૌદસની વાત છે, ત્યાં પાક્ષિકની વાત અને જ્યાં પાક્ષિકની વાત છે, ત્યાં ચૌદસની વાત અલગ આવતી નથી. તે આ રીતે - પાક્ષિકસૂત્રની ચૂર્ણિમાં - ‘આઠમ ચૌદસે ઉપવાસ કરવો જોઇએ” અને આવશ્યકચૂર્ણમાં – ‘તે આઠમ ચૌદસે ઉપવાસ કરે” એમ કહ્યું છે. વ્યવહારસૂત્રની ભાષ્યપીઠિકામાં ‘આઠમ - પાક્ષિકે ઉપવાસ, ચોમાસીએ છટ્ટ અને સંવત્સરીએ અટ્ટમ કરવો.” એમ કહ્યું છે. મહાનિશીથસુત્રમાં આઠમ, ચૌદસ, જ્ઞાનપાંચમ ચોમાસા... વગેરે કહ્યું છે. વ્યવહારસુત્રના છઠ્ઠા ઉદ્દેશમાં ‘પખવાડિયામાં આઠમ અને મહીનામાં પાક્ષિક જાણવું' ઇત્યાદિ પાઠઅંગે પાક્ષિક શબ્દની વ્યાખ્યા ટીકામાં અને ચૂર્ણિમાં એમ બંનેમાં ચૌદસ જ કરી છે. તેથી નિશ્ચય થાય છે, ચૌદસે જ પખી પ્રતિક્રમણ કરવું. ચોમાસી અને સંવત્સરી પ્રતિક્રમણ પૂર્વે ક્રમશઃ પુનમે અને પાંચમે જ થતા હતા, પણ શ્રી કાલિકાચાર્યે ચોથની સંવત્સરી આચર્યા પછી એ પણ ક્રમશઃ ચૌદસે અને ચોથે થાય છે. આ સર્વસંમત હોવાથી પ્રમાણભૂત જ ગણાય છે. કલ્પસૂત્ર ભાષ્ય વગેરેમાં કહ્યું છે – અશઠે (માયાઆદિથી નહીં) જે કાંઇ નિરવદ્ય (= નિર્દોષ) આચરણ કર્યું હોય અને અન્ય ગીતાર્થ સંવિગ્નોએ અટકાવ્યું નહીં હોય, તો તે બહુમતઆચરિત ગણાય છે. (જે તેથી પ્રમાણભૂત ગણાય છે.) તીર્થોદ્ગાર વગેરે ગ્રંથોમાં પણ કહ્યું છે - શાલિવહન રાજા પાસે સંઘના આદેશથી શ્રીકાલિકાચાર્યે પર્યુષણ (સંવત્સરી) ચોથના અને ચોમાસી ચૌદસના કરાવી. શ્રીવીરનિવાર્ણથી ૯૯૩માં વર્ષથી શ્રી ચતુર્વિધ સંઘ ચોમાસી પ્રતિક્રમણ પષ્મી પ્રતિક્રમણના દિવસે કરે છે. અને તે આચરણ પ્રમાણભૂત છે. આ વિષયમાં વધુ જાણવાની ઇચ્છાવાળાએ પૂજ્યશ્રી કુલમંડનસૂરિએ રચેલો વિચારામૃતસંગ્રહ ગ્રંથ જોવો. ૨૦૮ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #217 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણ વિધિ યોગશાસ્ત્રની ટીકામાં બતાવેલી ચિરંતન (દીર્ઘપૂર્વકાળે થયેલા) આચાર્યે રચેલી આ ગ્રંથગાથાઓથી પ્રતિક્રમણ વિધિ જાણવા મળે છે. - પાંચ આચારની વિશોધિ માટે સાધુ કે શ્રાવક ગુરુ સાથે અથવા ગુરુ નહીં હોય તો એકલો પણ પ્રતિક્રમણ કરે. ચૈત્યોને વંદી, ભગવાનéવગેરે સંબંધી ચાર ખમાસમણા દઇ જમીનપર માથુ અડાડી બધા અતિચાર સંબંધી મિચ્છા મિ દુક્કડમુ આપે. પછી સામાયિકસૂત્ર (કરેમિ ભંતે) કહી ઇચ્છામિ ઠામિ... કાઉસગ્ગ વગેરે કરે. એમાં બે હાથ લાંબા કરી બંને હાથમાં ઓઘો-મુહપત્તી લઇ ઘોટક વગેરે દોષો ન લાગે એ રીતે કાઉસગ્ગ કરે. ચોલપટ્ટો નાભિથી નીચે અને ઘુંટણ ઉપર ચાર આંગળ જેટલો પહેરેલો હોય. કાઉસગ્નમાં દિવસે કરેલા અતિચારો હૃદયમાં ધારે. પછી નવકાર બોલી કાઉસ્સગ્ગ પારે. પછી લોગસ્સસૂત્ર બોલે. સંડાસક પૂંજી નીચે બેસી પરસ્પર ન લાગે તેમ બંને હાથ લાંબા કરી મુહપત્તિની તથા કાયાની પચ્ચીશ પચ્ચીશ રીતે પડિલેહણા કરવી. ઉઠી, ઊભા થઇ વિનયથી વિધિપૂર્વક કૃતિકર્મ (ગુરુને વાંદણા) કરે. તેમાં બત્રીશ દોષ ટાળવા અને પચ્ચીશ આવશ્યકની વિશુદ્ધિ સાચવવી. પછી સમ્યક પ્રકારે શરીર નમાવી, બે હાથમાં યથાવિધિ મુહપત્તિ અને રજોહરણ અથવા ચરવળો લઇ ગુરુ આગળ અનુક્રમે પ્રકટપણે અતિચાર કહેવા. પછી નીચે બેસી સામાયિક વગેરે સૂત્ર જયણાથી કહે. તે પછી (દ્રવ્ય-શરીરથી અને ભાવમનથી) ઊભા થઇને “અદ્ભુઢિઓપ્ટિ” વગેરે પાઠ વિધિપૂર્વક કહે. પછી વાંદણા દઇ પાંચ કે તેથી વધુ સાધુઓ હોય તો ત્રણને ખમાવે. પછી વાંદણા દઇ આયરિય ઇત્યાદિ ત્રણ ગાથાનો પાઠ કહે. પછી સામાયિકસૂત્ર તથા કાયોત્સર્ગ સૂત્રનો પાઠ કહી, પછી ચારિત્રાચારની શુદ્ધિ માટે બે લોગસ્સનો કાઉસ્સગ્ન કરે. પછી વિધિથી કાઉસગ્ગ પારીને સમ્યકત્વની શુદ્ધિ માટે પ્રગટ લોગસ્સ કહી તેમ જ અરિહંત ચૈત્યોની આરાધના માટે કાઉસ્સગ્ન કરી તેમાં એક લોગસ્સ ચિંતવે. પછી મારી શુદ્ધ સમ્યકત્વવાળો થયેલો તે શ્રુતશુદ્ધિ માટે પુખરવરદીવઢે સૂત્ર કહે. પછી પચ્ચીશ ઉચ્છવાસનો (એક લોગ્ગસનો) કાઉસ્સગ્ન કરી વિધિથી પારે. તે પછી બધી શુભ ક્રિયાનાં ફળ પામેલા સિદ્ધ પરમાત્માનો સ્તવ (સિદ્ધાણં) કહે. પછી શ્રુતસમૃદ્ધિ માટે શ્રુતદેવીનો કાઉસગ્ગ કરે, અને તેમાં નવકાર ચિંતવે. તે પછી શ્રુતદેવીની કોઇ સાંભળે અથવા પોતે કહે. એ જ રીતે ક્ષેત્રદેવતાનો કાઉસ્સગ્ન કરી તેની કોઇ સાંભળે અથવા પોતે કહે. પછી પંચમંગળ (નવકાર બોલી) સંડાસા પ્રર્માજીને નીચે બેસે. પછી પૂર્વોક્ત વિધિએ જ મુહપત્તિ પડિલેહી ગુરુને વાંદણાં દેવા. તે પછી “ઇચ્છામો અણસઢુિં” કહી ઢીંચણ ઉપર બેસવું. ગુરુ સ્તુતિ કહે પછી “નમોડસ્તુ વદ્ધમાનાય” વગેરે ત્રણ સ્તુતિ ઉચ્ચ સ્વરે કહેવી. તે પછી નમુત્થણે સ્તવન કહી પ્રાયશ્ચિત્ત માટે કાઉસ્સગ્ન કરવો. રાજ્ય પ્રતિક્રમણનો વિધિ આ રીતે દેવસી પ્રતિક્રમણની વિધિ બતાવી. રાઇઅ પ્રતિક્રમણ વિધિ પણ એ પ્રમાણે જ છે. તેમાં આટલો જ વિશેષ છે - પ્રથમ મિચ્છામિ દુક્કડ દઇ પછી શકસ્તવ (નમુત્થણ) કહી. ઉઠીને વિધિથી કાઉસ્સગ્ન કરે અને તેમાં લોગસ્સ ચિંતવે. તથા દર્શનશુદ્ધિ માટે બીજો કાઉસ્સગ્ન કરી તેમાં પણ લોગસ્સ જ ચિંતવે. ત્રીજા કાઉસ્સગ્નમાં રાતે લાગેલા અતિચાર અનુક્રમે ચિંતવે અને પછી પારે. તે શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૦૯ Page #218 -------------------------------------------------------------------------- ________________ પછી સિદ્ધસ્તવ કહી સંડાસા પ્રમાર્જી બેસે. પૂર્વની જેમ મુહપત્તિની પડિલેહણા, વાંદણા દઇ આલોચના સુત્ર કહી (વંદિત્ત સુધી કરી) પછી પાછા વાંદણા, ખામણાં, પાછા વાંદણા, આયરિય – ઉવઝાયની ત્રણ ગાથા વગેરે કહી કાઉસ્સગ કરવો. તે કાઉસ્સગ્નમાં આ રીતે ચિંતવે કે – “જેથી મારા સંયમયોગોની હાનિ ન થાય, તે તપસ્યા હું અંગીકાર કરું. છમાસી તપ કરવાની તો મારામાં શક્તિ નથી. છમાસીમાં એક દિવસ ઓછા એમ કરતાં ઓગણત્રીસ દિવસ ઓછા કરીએ, તો પણ તેટલી તપસ્યા કરવાની મારામાં શક્તિ નથી, તેમજ પંચમાસી, ચોમાસી, ત્રિમાસી, બેમાસી તથા એક માસમણ પણ કરવાની મારામાં શક્તિ નથી. માસક્ષમણમાં તેર ઓછા કરીએ પછી સોળ ઉપવાસથી માંડી એકેક ઉપવાસ ઓછો કરતાં ઠેઠ ચોથભક્ત (એક ઉપવાસ) એમ જ આયંબિલ આદિ, પોરસી તથા નવકારશી સુધી ચિંતવવું. ઉપર કહેલી તપસ્યામાં જે તપસ્યા કરવાની શક્તિ હોય, તે હૃદયમાં ધારવી. પછી કાઉસ્સગ્ગ પારી લોગસ્સ કહી મુહપત્તિ પડીલેહવી. પછી વાંદણા દઇ જે તપસ્યા મનમાં ધારી હોય, તેનું જ પચ્ચક્ખાણ અશઠ ભાવે (કપટ વિના – ધાર્યું કંઇ ને લીધું કંઇ એવું કર્યા વિના વિધિપૂર્વક લેવું. પછી ઇચ્છામો અણુસટિં કહી નીચે બેસી ધીમા સ્વરથી ત્રણ સ્તુતિ કહે. (હાલ વિશાલલોચન બોલાય છે.) તે પછી નમુત્થણે વગેરે કહી ચૈત્યવંદન કરવું. પકખી પ્રતિક્રમણનો વિધિ હવે ચૌદશે કરવાનું પસ્બી પ્રતિક્રમણ કહીએ છીએ. તેમાં પહેલા અગાઉ કહ્યા પ્રમાણે દેવસી પ્રતિક્રમણ સૂત્રના પાઠ સુધી વિધિ કહી તે મુજબ પ્રતિક્રમણ કરી, પછી આગળ કહેવાશે તે અનુક્રમે સારી રીતે કરવું. પ્રથમ મુહપત્તિ પડિલેવી તથા વાંદણા આપી પછી સંબુદ્ધા ખામણાં તથા અતિચારની આલોચના કરી, પછી વાંદણા તથા પ્રત્યેક ખામણાં કરવા. પછી વાંદણા પછી પક્ઝીસૂત્ર કહેવું. પછી પ્રતિક્રમણ સૂત્ર કહી ઊભા થઇ કાઉસ્સગ્ન કરવો. તે પછી મુહપત્તિ પડીલેહી, વાંદણા દઇ પાયેતિક ખામણા કરે અને ચાર થોભવંદન કરે. પછી અગાઉ કહેલી વિધિ પ્રમાણે દેવસી વંદનાદિક કરવું. તેમાં ભવનદેવતાનો કાઉસ્સગ્ન કરે અને અજિતશાંતિ કહે. ચઉમાસી અને સંવર્ચ્યુરી પ્રતિક્રમણનો વિધિ એ રીતે જ ચોમાસી પ્રતિક્રમણનો તથા સંવત્સરી પ્રતિક્રમણનો વિધિ જાણવો. તેમાં એટલો વિશેષ કે – પખી પ્રતિક્રમણ હોય તો પખી, ચોમાસી હોય તો ચોમાસી, અને સંવત્સરી હોય તો સંવત્સરી એવા જુદાં જુદાં નામ બોલવા. તેમજ પક્ઝીના કાઉસગ્નમાં બાર, ચોમાસના કાઉસ્સગ્નમાં વીસ અને સંવત્સરીના કાઉસ્સગ્નમાં નવકાર સહિત ચાલીશ લોગસ્સનો કાઉસ્સગ્ગ ચિંતવવો. તથા સંબુદ્ધા ખામણાં પસ્બી, ચોમાસી અને સંવત્સરીએ અનુક્રમે ત્રણ, પાંચ તથા સાત સાધુનાં અવશ્ય કરવા. આ રીતે ચિરંતનાચાર્યોક્ત પ્રતિક્રમણ ગાથા કહી. પૂજ્ય શ્રીહરિભદ્રસૂરિકૃતિ આવશ્યકવૃત્તિમાં વંદનનિર્યુક્તિની ‘ચત્તારિ પડિક્કમણે એ ગાથાની વ્યાખ્યાના અવસરે સંબુદ્ધા ખામણાના વિષયમાં કહ્યું છે કે – દેવસી પ્રતિક્રમણમાં જઘન્ય ત્રણ, પક્ઝી તથા ચોમાસામાં પાંચ અને સંવત્સરીમાં સાત સાધુઓને જરૂર ખમાવવા. પાક્ષિકસુત્ર વૃત્તિ અને પ્રવચનસારોદ્વારની વૃત્તિમાં આવેલી વૃદ્ધસમાચારીમાં પણ એ પ્રમાણે કહ્યું છે. પ્રતિક્રમણના અનુક્રમનો ૨૧૦ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #219 -------------------------------------------------------------------------- ________________ વિચાર પૂજ્ય શ્રી જયચંદ્રસૂરિકૃત ગ્રંથમાંથી જાણવો. પ્રતિક્રમણ વિધિ ઉપર કહી તે પ્રમાણે છે. ગુરુની વિશ્રામણા તેમજ આશાતના ન થાય વગેરે વિધિથી મુનિરાજની અને ગુણવંત તથા અતિશય ધર્મિષ્ઠ શ્રાવક આદિની સેવા કરે. વિશ્રામણા એક ઉપલક્ષણ છે. એટલે કે સાથે સુખસંયમયાત્રાની પૃચ્છાવગેરે પણ કરે. પૂર્વભવે પાંચસો સાધુઓની સેવા કરવાથી ચક્રવર્તી કરતાં અધિક બળવાન થયેલા બાહુબલિવગેરેના દૃષ્ટાંતથી સેવાનું ફળ વિચારવું. ઉત્સર્ગમાર્ગે જોતા સાધુઓએ કોઇ પાસે પણ સેવા કરાવવી નહીં, કારણકે, “mlenceolaleneDEC 36'' એ આગમવચનમાં નિષેધ કર્યો છે. અપવાદપદે કરાવવી પડે એમ હોય, તો સાધુ પાસે જ કરાવવી. તથા કારણ પડે અને તેવા સમર્થ સાધુ ન હોય, તો લાયક શ્રાવક પાસે કરાવવી. આમ જો કે ઉત્તમ મુનિભગવંતો સેવા કરાવતા જ નથી. તો પણ શ્રાવકે એવો લાભ મળે એવો ભાવ રાખી સેવાના આશયથી ખમાસમણ દેવાથી પણ નિર્જરાનો લાભ થાય છે, અને વિનય પણ સચવાય છે. પછી પોતાની જ્ઞાનશક્તિને અનુરૂપ પૂર્વે ગોખેલા – ભણેલા દિનકૃત્યવગેરે શ્રાવકવિધિ સંબંધી ગ્રંથો, ઉપદેશમાળા, કર્મગ્રંથવગેરે ગ્રંથસૂત્રોની પુનરાવૃત્તિ-પરાવર્તનારૂપ સ્વાધ્યાય કરે. અથવા શીલાંગરથ કે નવકારવાળી ચિત્તની એકાગ્રતાવગેરે માટે ગણે. શીલાંગરથમાટે આ ગાથા છે. ૧૮ હજાર શીલાંગોનું સ્વરૂપ keỉj Ces3 poss 3 melee 4 Fb63e6 YéceF 10 meceCeleccesDe 10 -- meauei emenmmoCeh Deùej mei ame cCelike#fer--1-- અર્થ :- કરણ, કરાવણ, અનુમોદન એ ત્રણ કરણ, એ ત્રણેને મન, વચન અને કાયાના ત્રણ યોગથી ગુણતાં નવ થયા. તે નવને આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ એ ચાર સંજ્ઞાથી ગુણતાં ૩૬ (છત્રીસ) થયા. તેને કાન, આંખ, નાક, રસના(જીભ) અને સ્પર્શ એ પાંચ ઇંદ્રિયોથી ગુણતાં ૧૮૦ (એકસો એંશી) થયા. તેને પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, બેઇંદ્રિય, ઇંદ્રિય, ચઉરિંદ્રિય, પંચેંદ્રિય અને અજીવકાય એ દસ ભેદની સાથે ગુણતાં ૧૮૦૦ (અઢારસો) થયા. તેને ૧) ક્ષાંતિ ૨) માર્દવ ૩) આર્જવ ૪) મુક્તિ (નિર્લોભતા) ૫) તપ ૬) સંયમ ૭) સત્ય ૮) શૌચ (પવિત્રતા) ૯) અકિંચનતા (પરિગ્રહત્યાગ) અને ૧૦) બ્રહ્મચર્ય. એ દશ પ્રકારના સાધુધર્મ સાથે ગુણતા ૧૮00૮ (અઢાર હજાર)થાય. એ રીતે શીલાંગ રથના અઢાર હજાર અંગની ઉત્પત્તિ જાણવી. એ શીલાંગરથની ભાવના આ રીતે છે. આહારસંજ્ઞા અને શ્રોત્રેન્દ્રિય(કાન)ના વિષયને જીતેલા જે સાધુ ક્ષાન્તિ (ક્ષમા) યુક્ત થઇને મનથી પણ પૃથ્વીકાયનો આરંભ કરતા નથી, તે સાધુને હું વંદન કરું છું. ઇત્યાદિ. આની સ્પષ્ટ સમજણ આઅંગેના યંત્રથી જાણી લેવી. હવે એ જ રીતે શ્રમણધર્મરથનો પાઠ બતાવે - આહારસંજ્ઞાથી અટકેલા, શ્રોત્રેન્દ્રિના સંવરવાળા (એના પાપથી બચતો) મનથી પણ પૃથ્વી જીવોને નહીં હણતા ક્ષમાયુક્ત સાધુને હું વંદુ છું. આ જ રીતે સામાચારીરથ, ક્ષામણારથ, નિયમરથ, આલોચનાથ, તપોરથ, સંસારરથ, ધર્મરથ, સંયમરથ, વગેરેના પાઠ પણ જાણવા. લાંબુ ન થાય, એ ભાવથી અહીં બતાવ્યા નથી. શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૧૧ Page #220 -------------------------------------------------------------------------- ________________ નવકાર આદિની અનાનુપૂર્વી અને તેનું ફળ નવકા૨ની વલક ગણનામાં પાંચ પદને આશ્રયી એક પૂર્વાનુપૂર્વી, એક પથાનુપૂર્વી અને બાકી એકસોને અઢાર (૧૧૮) અનાનુપૂર્વીઓ આવે છે. નવપદ આશ્રયી અનાનુપૂર્વી ત્રણ લાખ, બાંસઠ હજાર, આઠસો અઠોતેર (૩,૬૨,૮૭૮) થાય છે. અનાનુપૂર્વી વગેરે ગણવાનો વિચાર તથા તેનું સ્વરૂપ પૂજ્ય શ્રી જિનકીર્તિસૂરિષ્કૃત સટીક પરમેષ્ઠિ સ્તવથી જાણવું. આ રીતે નવકાર ગણવાથી આ ભવમાં પણ શાકિની, વ્યંતર, વૈરી, ગ્રહ, મહારોગ વગેરેનો શીઘ્ર નાશવગેરે પ્રત્યક્ષ ફળ છે. પરલોકમાં અનંત કર્મોનો નાશ વગેરે ફળ છે. કહ્યું જ છે - જે પાપકર્મની નિર્જરા છ માસની અથવા એક વર્ષની તીવ્ર તપસ્યાથી થાય છે, તે જ પાપની નિર્જરા નવકા૨ની અનાનુપૂર્વી ગણવાથી અડધી ક્ષણમાં થાય છે. શીલાંગરથ વગેરે ગણવાથી પણ મન-વચન-કાયાની એકાગ્રતા થાય છે, અને તેથી ત્રિવિધ ધ્યાન થાય છે. સિદ્ધાંતમાં કહ્યું છે કે - ભંગિક (જેમાં ભાંગા - વિકલ્પો આવે એવું) શ્રુત ગણનારો પુરુષ ત્રિવિધ ધ્યાનમાં વર્તે છે. આ રીતે સ્વાધ્યાય ક૨વાથી ધર્મદાસની જેમ પોતાને કર્મક્ષયાદિ તથા બીજાને પ્રતિબોધાદિક અનેક લાભ થાય છે. ધર્મદાસનું દૃષ્ટાંત નીચે પ્રમાણે છે. ધર્મદાસનું દૃષ્ટાંત ધર્મદાસ દ૨૨ોજ સાંજે દેવસી પ્રતિક્રમણ કરીને સ્વાધ્યાય કરતા હતા. તેના પિતા સુશ્રાવક હોવા છતાં સ્વભાવથી જ ઘણો ક્રોધી હતા. એક વખત ધર્મદાસે પોતાના પિતાને ક્રોધનો ત્યાગ કરવા ઉપદેશ આપ્યો. પણ તેથી પિતા ગુસ્સે થઇ લાકડી લઇ મારવા દોડ્યા. પણ રાત હોવાથી નહીં દેખાવાથી થાંભલા સાથે જોરથી ભટકાયા. ત્યાં જ મરી ઝેરી સાપ થયા. એ સાપ ધર્મદાસને ડસવા આવી રહ્યો હતો, ત્યારે ધર્મદાસ સ્વાધ્યાયમાં - ક્રોધી થયેલો જીવ પૂર્વકરોડ વર્ષમાં તીવ્રભાવે કરેલા સુકૃતને પણ એક મુહૂર્ત-૪૮ મીનીટ માત્રમાં હણી નાખે છે, અને બંને ભવમાં દુ;ખી થાય છે, અ૨૨ ! એવા અર્થવાળી ગાથા બોલી રહ્યા હતા. આ સાંભળી એ સાપને જાતિસ્મરણજ્ઞાન થયું. તરત જ પશ્ચાતાપ સહિતના શુભભાવથી અનશન કરી પ્રથમ દેવલોકમાં દેવ થયા. પુત્ર ધર્મદાસને બધા જ કાર્યોમાં સાંનિધ્ય આપી સહાયક થયા. સ્વાધ્યાય ધ્યાનમાં લીન થયેલા ધર્મદાસ પણ કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. તેથી અવશ્ય સ્વાધ્યાય કરવો. ઘરમાં ધર્મસભા પછી સામાયિક પારી ઘરે ગયેલા શ્રાવકે પોતાની પત્ની, પુત્ર, મિત્ર, ભાઇ, સેવક, બેન, પુત્રવધુ, પુત્રી, પૌત્ર, પૌત્રી, કાકા, ભત્રીજો અને વાણોતર તેમજ બીજા સ્વજનોને પણ જેની જેવી યોગ્યતા હોય તે પ્રમાણે ધર્મનો ઉપદેશ કરવો. ઉપદેશમાં સમ્યક્ત્વ મૂળ બાર વ્રત સમજાવી શકાય. બધા જ કાર્યોમાં પૂરી શક્તિથી કેવી રીતે જયણા કરવી વગેરે બતાવી શકાય. તથા જ્યાં જિનમંદિર તથા સાધર્મિક ન હોય એવું સ્થાન તથા કુસંગ છોડવાઅંગે, નવકાર ગણવા, ત્રિકાળ ચૈત્યવંદન તથા જિનપૂજા કરવી અને પચ્ચક્ખાણ વગેરે અભિગ્રહ લેવા, શક્તિ પ્રમાણે ધર્મનાં સાતે ક્ષેત્રોમાં ધન વાપરવું વગેરે અંગે યોગ્યતાને અનુરૂપ સમજાવવું. શ્રાદ્ધદિનકૃત્યમાં કહ્યું છે કે - જો ગૃહસ્થ પોતાની, સ્ત્રી, પુત્ર વગેરેને સર્વજ્ઞ-પ્રણીત ધર્મમાં જોડે નહીં, તો તે ગૃહસ્થ આલોકમાં તથા પરલોકમાં તેઓએ કરેલા પાપોથી લેપાય છે. ૨૧૨ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #221 -------------------------------------------------------------------------- ________________ એવી લોકસ્થિતિ છે કે જેમ ચોરને અન્ન-પાનવગેરે સહાય આપનાર માણસ પણ ચોરીના અપરાધમાં સપડાય છે, તેમ ધર્મની બાબતમાં પણ જાણવું. આમ તત્ત્વજ્ઞ શ્રાવક દરરોજ દ્રવ્યથી અને ભાવથી પુત્ર, પત્ની, પુત્રીવગેરેનું અનુશાસન કરનારો હોય. એવા વચનને અનુરૂપ દ્રવ્યથી વસ્ત્રાદિ આપવાદ્વારા અનુશાસક બને. અને ભાવથી તેઓને ધર્મઉપદેશ આપી અનુશાસન કરે, કેમકે અનુશાસનનો અર્થ જ છે આશ્રિતવર્ગના સુસ્થિત-દુ:સ્થિતપણાની ચિંતા કરવી. અન્ય ગ્રંથમાં પણ કહ્યું છે – દેશે-પ્રજાએ કરેલું પાપ રાજાને માથે, રાજાએ કરેલું પાપ પુરોહિતને માથે, પત્નીએ કરેલું પાપ પતિના માથે અને શિષ્ય કરેલું પાપ ગુરુને માથે છે. પત્ની, પુત્રવગેરે કુટુંબના લોકો ઘરનાં કામમાં વ્યગ્રતા, ઘણો પ્રમાદ વગેરે કારણે ગુરુ પાસે ધર્મ સાંભળતા ન હોય, તો પણ શ્રાવકની (ઘરના મોભીની) પ્રેરણાથી ધર્મ કરતાં થાય છે. અહીં ધન્ય શેઠનું દૃષ્ટાંત છે. ધન્ય શેઠનું દષ્ટાંત ધન્ય શેઠ નગરમાં આવેલા ગુરુના ઉપદેશથી સુશ્રાવક થયો. તે દરરોજ સાંજે પોતાની પત્ની અને ચારે પુત્રોને ધર્મોપદેશ કરતો હતો. પત્ની અને ત્રણ પુત્રો ક્રમશઃ પ્રતિબોધ પામ્યા. પણ નાસ્તિકની જેમ ‘પુણ્ય-પાપનું ફળ ક્યાં છે?” એમ બોલવાવાળો ચોથો પુત્ર પ્રતિબોધ પામ્યો નહીં. ધન્યશેઠને એને પ્રતિબોધ થાય એની ઘણી ચટપટી હતી. એક વખત પડોશમાં રહેતી એક વૃદ્ધ સુશ્રાવિકાને મરણવખતે તેણે ધર્મ સંભળાવ્યો અને ‘દેવ થઇને તારે મારા પુત્રને પ્રતિબોધ પમાડવો.” એવું વચન લીધું. તે વૃદ્ધ સ્ત્રી મરીને પહેલા દેવલોકમાં ગઇ. તેણે પોતાની દિવ્ય ઋદ્ધિ વગેરે દેખાડીને ધન્યશેઠના એ પુત્રને પ્રતિબોધ પમાડ્યો. આ રીતે ઘરના સ્વામીએ પોતાના પત્ની-પુત્રવગેરેને પ્રતિબોધ કરવો. એમ કરતાં પણ કદાચ તેઓ પ્રતિબોધ ન પામે, તો પછી ઘરના ધણીને માથે દોષ નથી, કેમકે હિતની વાત સાંભળવાથી બધા જ શ્રોતાને ધર્મ મળે એવો એકાંત નથી. પણ અનુગ્રહ (એમનું હિત કરવાના આશય)થી કહેનારાને તો અવશ્ય ધર્મ થાય જ છે. આ રીતે નવમી ગાથાનો અર્થ કર્યો. Hee3eb Deyeyecej Dees meces DettlebkeAj F leesefes b-- evel esej cesLedeceg DemeF ÉQF&defleppe --10-- (छा .प्राय : अब्रह्मविरतः समये अल्पां करोति निद्राम् । निद्रोपरमे स्त्रीतनु-अशुचित्वादि विचिन्तयेत्) ગાથાર્થ :- પ્રાયઃ અબ્રહ્મનો ત્યાગી શ્રાવક રાતના ઉચિત સમયે અલ્પનિદ્રા લે. ઉંઘ પૂરી થાય ત્યારે સ્ત્રીના શરીરની અશુચિ વગેરે વિચારે. આમ શ્રાવક ધર્મોપદેશવગેરે દ્વારા રાતનો પ્રથમ પ્રહર વીતે અને મધ્યરાત શરુ થાય, તે પહેલા શરીરની પ્રકૃતિને અનુકુળ આવે એવા ઉચિત સુવાના સ્થાને વિધિપૂર્વક અલ્પનિદ્રા કરે. શ્રાવક મોટે ભાગે કામક્રીડારૂપ અબ્રહ્મનો ત્યાગી હોય. જે માવજીવમાટે અબ્રહ્મનો ત્યાગ કરવા સમર્થ નહીં હોય, તેવા પણ શ્રાવકે પર્વતિથિવગેરેને લક્ષમાં રાખી મોટા ભાગના દિવસો તો બ્રહ્મચર્ય પાળવું જ જોઇએ. નવયુવાન વયમાં પણ બ્રહ્મચર્ય પાળવાથી ઘણો મોટો લાભ થાય છે. મહાભારતમાં પણ કહ્યું છે - હે યુધિષ્ઠિર ! એક રાત પણ બ્રહ્મચર્ય પાળનારને જે ગતિ મળે છે, તે ગતિ હજાર યજ્ઞ કરવાથી મળી શકે એમ કહી શકાતું નથી. શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૧૩ Page #222 -------------------------------------------------------------------------- ________________ ગાથા (૧૦)માં ‘નિદ્રા” વિશેષ્ય છે ને “અલ્પા” એ વિશેષણ છે. “જે કાંઇ કર્તવ્ય કે નિષેધ વિશેષણ યુક્ત વિશેષ્યઅંગે હોય, તે કર્તવ્ય કે નિષેધ વિશેષણને લાગુ પડે છે,’ એવા ન્યાયથી પ્રસ્તુતમાં પણ એ જ સમજવાનું છે કે શાસ્ત્રકાર ‘ઉંઘ લેવી એ કર્તવ્યરૂપે નથી બતાવતાં પણ ‘ઓછી લેવી’ એ જ કર્તવ્યરૂપે બતાવે છે, કેમકે ઉંઘ તો દર્શનાવરણીય કર્મના ઉદયના કારણે આવવાની જ છે – વગર પ્રેરણાએ સિદ્ધ થયેલી વાત છે. શાસ્ત્રનું વિધાન તો જે બીજી રીતે પ્રાપ્ત ન હોય- જ્ઞાત ન હોય, તે અંગે હોય, તો જ સફળ ગણાય. આ વાત પૂર્વે પણ કરી છે. “ઓછી લેવી” એમ કહેવા પાછળ કારણ એ જ છે કે ઘણી ઉંઘવાળી વ્યક્તિ આ ભવસંબંધી અને પરભવસંબંધી કાર્યો કરવાનું ચૂકી જાય છે. તથા ચોર, વેરી, ધુતારા, દુર્જનવગેરેથી સરળતાથી પરાભવ પણ પામે છે. વળી ઓછી નિદ્રા એ મહાપુરુષનું લક્ષણ છે. કહ્યું જ છે – અલ્પ આહારવાળો, ઓછું કહેવાથી ઘણું સમજી જનારો, થોડી નિદ્રાવાળો અને ઓછી ઉપધિ - ઓછા ઉપકરણવાળો જે હોય, તેને દેવો પણ પ્રણામ કરે છે. નીતિ શાસ્ત્રવગેરેમાં કહેલી નિદ્રાની વિધિ (માંકડવગેરે) જીવોથી ભરેલો, ટુંકો, ભાંગેલો, મેલો, પડપાયાવાળો (પાયાની નીચે બીજો નાનો પાયો હોય, તો પડપાયાવાળો કહેવાય.) તથા બાળવાના લાકડાથી બનાવેલો ખાટલો સૂવાના કામમાં વાપરવો નહીં. પલંગ અને બેસવાની પાટ (આજે ખુરશી) વધુમાં વધુ ચાર લાકડાથી બને તો સારા. પાંચ આદિ લાકડાનો યોગ પોતાનો અને કુળનો નાશ કરે છે. પોતાના પૂજ્ય પુરુષથી ઊંચે સ્થાનકે સૂવું નહીં. તથા પગ ભીના રાખીને, ઉત્તર કે પશ્ચિમ દિશાએ મસ્તક કરીને, વાંસની પેઠે લાંબો થઇને, પગ મૂકવાને ઠેકાણે મસ્તક કરીને ન સૂવું, પરંતુ હાથીના દાંતની જેમ (શરીર કાંક વાંકુ થાય એમ) સૂવું. દેવમંદિરમાં, રાફડા ઉપર, વૃક્ષની નીચે, સ્મશાનમાં તથા વિદિશાએ (ખૂણાની દિશાએ) માથું કરીને ન સૂવું. કલ્યાણને ઇચ્છતા પુરુષે સૂતા પહેલા એકી-બેકીની શંકા હોય તો તે દૂર કરવી. તથા એના સ્થાન ક્યાં છે? તે બરાબર જાણવું. પાણી પાસે છે કે નહીં તે જોવું અને બારણું બરાબર બંધ કરવું. પવિત્ર થવું, રક્ષામંત્રથી પવિત્ર કરેલી પહોળી પથારીમાં વસ્ત્ર વ્યવિસ્થત પહેરીને ચારે આહારનો પરિત્યાગ કરી ડાબે પડખે સૂવું. ક્રોધથી, ભયથી, શોકથી, મદ્યપાનથી, સ્ત્રી-સંભોગથી, ભાર ઉપાડવાથી, વાહનમાં બેસવાથી તથા માર્ગે ચાલવાથી થાકેલા, અતિસાર, શ્વાસ, હેડકી, શૂળ, ક્ષત (ઘા), અજીર્ણ વગેરે રોગથી પીડાયેલા, વૃદ્ધ, બાળ, દુર્બળ, ક્ષીણ થએલા અને તૃષાતુર થએલા એટલા પુરુષોએ જ એવા કોઇ અવસરે દિવસે સૂવું. ઉનાળામાં વાયુનો સંચય, હવામાં રૂક્ષતા તથા ટૂંકી રાત હોય છે, માટે તે ઋતુમાં દિવસે ઉંઘ લેવી લાભકારી છે. પણ બીજી ઋતુમાં દિવસે નિદ્રા લે તો તેથી કફ-પિત્ત થાય. ઘણી આસક્તિથી અથવા અવસર વિના ઉંઘ લેવી સારી નથી. કેમકે તેવી ઉંઘ કાલરાત (મોતની રાત) ની જેમ સુખનો તથા આયુષ્યનો નાશ કરે છે. સૂતી વખતે માથે પૂર્વ દિશાએ કરે તો વિદ્યાનો અને દક્ષિણ દિશાએ કરે તો ધનનો લાભ થાય. પશ્ચિમ દિશાએ કરે તો ચિંતા ઉપજે, તથા ઉત્તર દિશાએ કરે તો મૃત્યુ અથવા નુકસાન થાય. આ રીતે નીતિશાસ્ત્રાદિકમાં શયનવિધિ કહ્યો છે. આગમમાં કહેલો વિધિ આ પ્રમાણે છે :- સૂતી વખતે ચૈત્યવંદન વગેરે દ્વારા દેવને તથા ગુરુને ૨૧૪ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #223 -------------------------------------------------------------------------- ________________ વંદના કરવી. ચોવિહા૨વગેરે પચ્ચક્ખાણ ગ્રંથિસહિત ઉચ્ચરવું, તથા પૂર્વે લીધેલા બધા વ્રતમાં રાખેલા પરિમાણનો સંક્ષેપ કરવારૂપ દેશાવકાશિક વ્રત સ્વીકારવું. દિનકૃત્યમાં કહ્યું છે કે - પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને દિનલાભ (દિવસે થનારો લાભ - કમાઇ) એ બધા અંગે જેટલા અંશે પૂર્વે નિયમ નથી થયો, તેનો પણ નિયમ કરું છું. તે એ કે ઃ- :- એકેંદ્રિયને તથા મચ્છ૨, જુ વગેરે ત્રસ જીવોને મૂકીને બાકીનો આરંભજન્ય અને સાપરાધ ત્રસજીવ સંબંધી બધી હિંસા, મનને રોકવું અશક્ય હોવાથી વચનથી તથા કાયાથી ગાંઠ ન છોડું ત્યાં સુધી ન કરે અને ન કરાવું, એ જ રીતે મૃષાવાદ, અદત્તાદાન અને મૈથુનનો પણ નિયમ જાણવો, તથા દિનલાભ પણ નિયમિત નથી, તેથી હમણાં નિયમ કરું છું. તેમજ અનર્થદંડનો પણ નિયમ કરું છું, તથા શયન, આચ્છાદન વગેરે મુકીને બાકીના સર્વ ઉપભોગ-પરિોગને, ઘરનો મધ્યભાગ મુકી બાકી બધી દિશામાં ગમન ગાંઠ ન છોડું ત્યાં સુધી વચનથી તથા કાયાથી ન કરું અને ન કરાવું. આ રીતે સ્વીકારવાથી મોટું ફળ મળે છે. વળી મુનિરાજની જેમ નિ:સંગપણુંવગેરેમાં એ કારણ બને છે. પૂર્વભવે વૈદ્ય બીજા ભવે વાનરનો અવતાર પામ્યો. પછી નિમિત્તને પામી જાતિસ્મરણ જ્ઞાન થયું. વ્રતો લીધા. એમાં આ દેશાવગાશિક વ્રતમાં જે મર્યાદ્ય રાખી, તે પ્રાણાન્ત કષ્ટ આવવા પર પણ છોડી નહીં. આમ એ વ્રતને જાળવી રાખવાથી બીજા ભવે અમાપ ફળ પામ્યો. તેથી શ્રાવકે ઉત્સર્ગમાર્ગે તો આ વ્રતનું પ્રાણાંતે પણ પાલન કરવું જોઇએ. આગવગેરે સંકટમાં વ્રતપાલનમાં સમર્થ ન બની શકે, તો અનાભોગાદિ ચાર આગારમાં સમાધિના આશયથી ચોથા આગારના બળપર વ્રત છોડે, તો પણ ભંગનો દોષ લાગતો નથી. વૈદ્ય-વાનર દૃષ્ટાંત આચાર પ્રદીપ ગ્રંથમાં આપ્યું છે. તેમજ ચાર શરણા સ્વીકારવા, સમસ્ત જીવરાશીને ખમાવવા, અઢારે પાપસ્થાનકનો ત્યાગ કરવો. કરેલા દુષ્કૃતની નિંદા કરવી. પોતાના ને બીજાના સુતોની અનુમોદના કરવી. પહેલાં નવકાર ગણી – pa conppellitus Fcine ornmme FcfFj 2015 - Durnej chah ornelJtltuline Jimin Dh~~ 1~~ આ ગાથા ત્રણવાર બોલી અનશન કરવું. (જો આજે રાતે મારા દેહનો પ્રમાદ (= અંત) થાય, તો આહાર, ઉપધિ અને શરીર બધું જ ત્રિવિધે (મન-વચન-કાયાથી) વોસિરાવી દઉં છું.) પછી સૂતી વખતે નવકાર ચિંતવવો. અલગ પલંગપર જ સૂવું, પણ સ્ત્રીવગેરે જે પલંગમાં સૂતા હોય, એ પલંગપર સૂવું નહીં. કેમકે, વિષયસેવનનો અભ્યાસ અનાદિકાળનો છે, અને વેદનો ઉદય ખમવો બહુ મુશ્કેલ છે. તેથી કદાચ કામવાસનાથી જીવ પીડાય, કેમકે- જેમ લાખની વસ્તુ અગ્નિની પાસે મુકતાં તુરત પીગળી જાય છે, તેમ ધીર પુરુષ કે દુર્બળ શરીરવાળો પુરુષ પણ સ્ત્રી પાસે હોય તો પીગળી જાય છે. પુરુષ મનમાં જે વાસના ૨ાખીને સૂઇ જાય છે, તે જ વાસનામાં તે પાછો જાગૃત થાય ત્યાં સુધી રહે છે - એમ આપ્તપુરુષો કહે છે. (તેથી જો ખોટી વાસના-વિચારણા કરતાં કરતાં ઊંધ આવી ગઇ, તો સમગ્ર ઉંધ દરમ્યાન તે જ વાસના-વિચાર રહે છે. પરિણામે જો ઉંઘમાં મોત થાય, તો દુર્ગતિ પણ થઇ શકે. તેથી ખરાબ વાસનાના વિચાર ન રહે, એવી રીતે સૂવાનું છે.) તેથી મોહનો સર્વથા ત્યાગ કરીને વૈરાગ્ય વગેરેની ભાવના ભાવતાં ઊંઘ લેવી. તેમ કરવાથી ખોટું સ્વપ્ન અથવા દુઃસ્વપ્ન આવતું નથી પણ ધર્મની બાબતનાં જ સારાં સ્વપ્ન આવે છે. આમ શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૧૫ Page #224 -------------------------------------------------------------------------- ________________ નિ:સંગતાવગેરે શુભભાવપૂર્વક સૂવાથી સુતેલો માણસ પરાધીન હોવાથી, આપદા ઘણી હોવાથી, આયુષ્ય સોપક્રમ હોવાથી, તથા કર્મગતિ વિચિત્ર હોવાથી કદાચ મરણ પામે; તો પણ તેની શુભગતિ જ થાય. કેમકે, “છેવટે જેવી મતિ હોય તેવી ગતિ થાય એવું શાસ્ત્રવચન છે. અહીં કપટી સાધુએ હણેલા ઉદાયી રાજાનું દૃષ્ટાંત જાણવું. અશુચિભાવનાઆદિથી વાસના જીતવી હવે આ જ દસમી ગાથાના ઉત્તરાર્ધની વ્યાખ્યા કરીએ છીએ.... પછી પાછલી રાતે ઊંઘ ઉડી જાય, ત્યારે અનાદિકાળના ભવના અભ્યાસના રસથી ઉદય પામતા દુર્જય કામરાગ (વાસના)ને જીતવા સ્ત્રીના શરીરનું અશુચિપણું વગેરે મનમાં ચિંતવવું. “અશુચિપણું વગેરે એમાં વગેરે શબ્દ કહ્યો છે તેના તાત્પર્યથી શ્રી જંબુસ્વામી, શ્રી સ્થૂલભદ્રસ્વામી આદિ મોટા ઋષિઓએ તથા સુદર્શન વગેરે સુશ્રાવકોએ અતિકઠીણ શીલવ્રત પાલનમાં જે એકાગ્રતા રાખી, તે ચિંતવવું. ઉપરાંતમાં-કષાયવગેરે દોષો જીતવાના ઉપાય વિચારવા. સંસારની અતિ વિષમ સ્થિતિ - અવસ્થા વિચારવી. ધર્મસંબંધી વિવિધ મનોરથો પણ વિચારી શકાય. - તેમાં સ્ત્રીના શરીરની અપવિત્રતા-જુગુપ્સનીયતા વગેરે વાત પ્રસિદ્ધ છે. પૂજ્યશ્રી મુનિસુંદરસૂરિજી મહારાજે અધ્યાત્મકલ્પદ્રુમમાં કહ્યું છે કે – અરે જીવ ! ચામડી, હાડકાં, મજ્જા, આંતરડાં, ચરબી, લોહી, માંસ, વિષ્ઠા વગેરે અશુચિ અને અસ્થિર યુગલોના સ્કંધ સ્ત્રીના આકારે પરિણમ્યા છે, તેમાં તને રમણીય શું લાગે છે? અરે જીવ! દૂર પણ રહેલી થોડી વિષ્ઠા વગેરે અપવિત્ર વસ્તુ જોતાં જ તું શું શું કરે છે અને નાક મરડે છે. એમ છતાં તે મૂર્ખ ! તે જ અશુચિ વસ્તુથી ભરેલી સ્ત્રીના શરીરની કેમ અભિલાષા કરે છે? વિષ્કાની જાણે કોથળી જ ન હોય ! એવી તથા દેહગત છિદ્રમાંથી નીકળતા ઘણા મળથી મલીન થયેલી, ઉત્પન્ન થયેલા કૃમિના જાળાથી ભરેલી, તથા ચપળતાથી, કપટથી અને અસત્યથી પુરુષને ઠગનારી સ્ત્રી તેની બહારની ટાપ-દીપ વગેરે સંસ્કારથી સુંદર માની ભોગવવા જાવ, તો નરકનું કારણ બને છે. કામવિકાર ત્રણે લોકની વિડંબના કરે છે, તથાપિ મનમાં વિષયસંકલ્પ કરવાનું છોડે, તો કામવિકાર સહજમાં જીતાય. કહ્યું છે કે – હે કામદેવ ! હું તારું મૂળ જાણું છું. તું વિષયસંકલ્પથી ઉત્પન્ન થાય છે. હું વિષયસંકલ્પ જ નહીં કરું કે જેથી તું મારા ચિત્તમાં ઉત્પન્ન નહીં થાય. આ રીતે પોતે નવી પરણેલી આઠ શ્રેષ્ઠીકન્યાઓને પ્રતિબોધ પમાડનાર અને નવ્વાણું કરોડ સોનૈયા જેટલા ધનનો ત્યાગ કરનારા શ્રી જંબુસ્વામીનું, તથા કોશા વેશ્યાપર આસક્ત થઇ સાડી બાર કરોડ સોનૈયા ખરચી કામવિલાસ કરનાર અને દીક્ષા પછી શીધ્ર કોશાના મહેલમાં જ ચોમાસું રહેનાર શ્રી સ્થૂલભદ્રસ્વામીનું, તથા અભયા રાણીએ કરેલા અનેક અનુકૂળ તથા પ્રતિકુળ ઉપસર્ગથી મનમાં પણ જરાય વિકાર નહીં પામનાર સુદર્શન શેઠ વગેરેનું દૃષ્ટાંત વિષયવિજયઅંગે પ્રસિદ્ધ છે. કષાયાદિ જીતવાના ઉપાયો કષાય વગેરે જે-જે દોષ સતાવતા હોય, તે-તે દોષના પ્રતિપક્ષ ગુણસેવનથી તે-તે દોષ જીતાય છે. એમાં ક્રોધ ક્ષમાથી, માન મૃદુતા-નમ્રતાથી, માયા જૂતા-સરળતાથી, લોભ સંતોષથી, રાગ વૈરાગ્યથી, દ્વેષ મૈત્રીભાવથી, મોહ વિવેકથી, કામવાસના સ્ત્રીશરીરસંબંધી અશુચિભાવનાથી, શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૧૬ Page #225 -------------------------------------------------------------------------- ________________ મત્સર(ઈર્ષ્યા) બીજાની સંપત્તિ વધવા છતાં ચિત્તને સ્વસ્થ રાખવાથી, વિષયો સંયમથી, મન, વચન, કાયાના અશુભ યોગો ત્રણ ગુપ્તિથી, પ્રમાદ અપ્રમાદથી અને અવિરતિ વિરતિથી સુખેથી જીતી શકાય છે. તક્ષક નાગના માથે રહેલો મણિ મેળવવો, અથવા અમૃતપાન કરવું, એવા ઉપદેશની જેમ આ વાત બનવી મુશ્કેલ છે એવી પણ મનમાં કલ્પના નહીં કરવી. સાધુ મુનિરાજ વગેરે તે તે દોષનો ત્યાગ કરીને તે-તે ગુણમય બનેલા દેખાય છે. તથા દૃઢપ્રહારી, ચિલાતીપુત્ર, રોહિણેય ચો૨ વગેરે પુરુષોના દાખલા પણ આ વિષય ઉપર જાહેર છે. કહ્યું છે કે - હે લોકો ! જેઓ જગત્માં પૂજ્ય થયા, તે પહેલા આપણા જેવા સાધારણ માણસ હતા, એમ સમજી તમે દોષનો ત્યાગ કરવા ઘણા ઉત્સાહવાળા થાઓ. સાધુઓને ઉત્પન્ન કરતું કોઇ ખેતર નથી કે સાધુપણું સહજ મળી પણ જતું નથી. જે-જે વ્યક્તિ ગુણો ધારણ કરે છે, તે-તે વ્યક્તિ સાધુ થાય છે. તેથી ગુણોને આદરો. અહો ! હે પ્રિયમિત્ર વિવેક ! તું ઘણા પુણ્યથી મને મળ્યો. તારે થોડા દિવસમાટે પણ અમારી પાસેથી ક્યાંય જવું નહીં. હું તારા સંગથી શીઘ્ર જન્મ-મરણનો નાશ કરવા માંગુ છું. (કેમકે) કોને ખબર ફરીથી મને તારો મેળાપ થશે કે નહીં? (બધા જ ગુણોમાં ગુણપણું વિવેક-ઔચિત્યથી આવે છે. તેથી તે ગુણોમાં રાજા છે.) બધા ગુણો જ્યારે પ્રયત્ન સાધ્ય હોય અને પ્રયત્ન કરવો જ્યારે પોતાના હાથની વાત હોય, ત્યારે કયો જીવતો માણસ બીજો કોઇ ગુણીમાં અગ્રેસર છે એ વાત સહન કરી શકે? (શા માટે પોતે અગ્રેસર ન બને ?) ગુણથી જ ગૌરવ મળે છે. જ્ઞાતિ-જાતિના આડંબરથી કાંઇ ન થાય. વનમાં પણ ઉત્પન્ન થયેલું ફુલ લેવાય છે, અને પોતાની કાયામાં ઉત્પન્ન થયેલો મેલ ફેંકી દેવાય છે. ગુણથી જ મહત્ત્વ મળે છે નહીં કે (રૂપઆદિથી સભર) શરીરથી કે (મોટી) ઉંમરથી. કેવડાની નાની પાંખડીઓ સુગંધી હોય છે. તથા કષાયવગેરે દોષો ઉદ્ભવવામાં નિમિત્ત બનતા દ્રવ્ય-ક્ષેત્રવગેરે વસ્તુનો ત્યાગ કરવાથી પણ તે-તે દોષનો ત્યાગ થાય છે. કહ્યું જ છે - તે વસ્તુ છોડી દેવી કે જેના નિમિત્તે કષાય અગ્નિ ઉત્પન્ન થાય છે. તે વસ્તુ ગ્રહણ કરવી કે જેનાથી કષાયોનો ઉપશમ થાય છે. સંભળાય છે કે સ્વભાવથી જ ક્રોધી શ્રી ચણ્ડરુદ્રાચાર્ય ક્રોધની ઉત્પત્તિ નહીં થાય એ માટે શિષ્યોથી અલગ જગ્યાએ જ રહેતા હતાં. સંસાર દુઃખમય છે હવે સંસારની અતિશય વિષમસ્થિતિ પ્રાયે ચારે ગતિમાં ઘણું દુ:ખ ભોગવાય છે તે ઉપરથી વિચા૨વી. તેમાં નરકમાં અને તિર્યંચગતિમાં બહુ દુ:ખ છે તે તો પ્રસિદ્ધ જ છે. કેમકે ક્ષેત્રવેદના અને શસ્ત્ર વિના એક-બીજાને ઉપજાવેલી વેદના સાતે નરકમાં છે. પ્રથમ પાંચ નરકભૂમિમાં ઉપરાંતમાં શસ્ત્રજન્ય વેદના છે અને પ્રથમ ત્રણમાં વધારામાં પરમાધામી દેવોએ કરલી વેદના પણ છે. (ભયંકર પીડારૂપી) અગ્નિમાં સતત પકાઇ રહેલા નરકના જીવોને પલકારા મારવા જેટલા સમય માટે પણ સુખ મળતું નથી. માત્ર સતત દુ:ખ જ છે. હે ગૌતમ ! નારકી જીવો નરકમાં જે તીવ્ર દુ:ખ પામે છે, તેના કરતા અનંતગણું દુ:ખ નિગોદમાં જાણવું. પંચેન્દ્રિય તિર્યંચ પણ ચાબુક, અંકુશ, પરોણા આદિનો માર વગેરે દુ:ખો સહે છે. મનુષ્યભવમાં પણ ગર્ભાવાસ, જન્મ, જરા, મરણ, વિવિધ પીડા, વ્યાધિ, દરિદ્રતા વગેરે ઉપદ્રવ હોવાથી દુ:ખ જ છે. દેવભવમાં પણ દાસપણું, અપમાન, ઈર્ષ્યાવગેરે અને ચ્યવન (ત્યાંથી ભ્રષ્ટ થવાનું) શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૧૭ Page #226 -------------------------------------------------------------------------- ________________ વગેરે દુ:ખો છે. કહ્યું છે કે – હે ગૌતમ ! અગ્નિમાં તપાવી લાલચોળ કરેલી સોયો એક સાથે શરીરમાં ઘોંચવાથી જેટલી વેદના થાય છે, તે કરતાં આઠ ગણી વેદના ગર્ભાવાસમાં થાય છે. જીવ જન્મ વખતે ગર્ભમાંથી બહાર નીકળતા યોનિતંત્રમાં પીલાય છે, ત્યારે તેને ઉપર કહેલી વેદનાથી લાખ ગણી અથવા કરોડ-કરોડ ગણી વેદના થાય છે. બંદીખાનામાં અટકાવ, વધ, બંધન, રોગ, ધનનો નાશ, મરણ, આપદા, મનમાં સંતાપ, અપયશ, નિંદા એવા દુ:ખો મનુષ્ય ભવમાં છે. કેટલાક જીવો મનુષ્યભવ પામીને પણ માઠી ચિંતા, સંતાપ, દારિદ્રય અને રોગ વગેરેથી ઉદ્વેગ પામીને આત્મહત્યા કરી) મરી જાય છે. ખેદ, મદ, અહંકાર, ક્રોધ, માયા, લોભ, વગેરે દોષોથી દેવો પણ ખરાબ ભવ પામેલા છે. તેથી તેમને સુખ ક્યાંથી હોય? વગેરે વાતો સંસારને દુ:ખમય સિદ્ધ કરે છે. ધર્મના મનોરથો ધર્મની મનોરથ ભાવના આવી બતાવી છે. શ્રાવકના ઘરમાં જ્ઞાન-દર્શનધારી દાસ થવું સારું - પણ મિથ્યાત્વથી ભરેલી બુદ્ધિવાળા ચક્રવર્તી પણ થવું સારું નથી. હું સ્વજનવગેરેનો સંગ મુકી ક્યારે ગીતાર્થ અને સંવેગી ગુરુ મહારાજના ચરણમાં દીક્ષા લઇશ? હું તપસ્યાથી દુર્બળ શરીરવાળો થઇ ક્યારે ભયથી અથવા ઘોર ઉપસર્ગથી ડર્યા વિના સ્મશાનવગેરેમાં કાઉસ્સગ્ન કરી ઉત્તમ પુરુષોની કરણી કરીશ? વગેરે... અહીં દશમી ગાથાનો વિસ્તરાર્થ સંપૂર્ણ થયો. તપગચ્છીય શ્રી રત્નશેખરસૂરિ-વિરચિત “શ્રાદ્ધવિધિપ્રકરણ'ની “શ્રાદ્ધવિધિ કૌમુદી’ ટીકામાં દ્વિતીય રાત્રિકૃત્ય પ્રકાશ સંપૂર્ણ થયો. ટી.વી.ની ફાલતુ સીરિયલો અને કામ વિનાના સમાચારો આપણા સમયને, ઉંઘને, વિચારોને અને સપનાઓને બગાડે છે. તેથી તે છોડી શકાય એટલા મનના મજબુત બનો. એ છુટશે, તો રાતે વહેલી ઉંઘ આવશે. તો સવારે વહેલા ઉઠાશે. તો સવારના શાંત વાતાવરણમાં પ્રતિક્રમણ - સામાયિક - જાપવગેરે પવિત્ર કાર્યોથી આત્માનું હિત સાધી શકાશે ને એ મંગલ કરવાથી દિવસ પણ સારો જશે. નામમાત્રથી જૈનમાંથી ભાવશ્રાવક બનવા રાતના ચોવિહાર-તિવિહાર કરવા અત્યંત જરુરી છે. સાંજે પણ દેરાસરે દર્શન કરવા જવાની ટેવ પાડવા જેવી છે. આરતી-મંગળ દીવા વખતે સંઘ સભ્યો સારી સંખ્યામાં ઉપસ્થિત હોય, તો ભાવોલ્લાસ વધશે. વિશિષ્ટ પુણ્યનું સર્જન થશે. એ અવસરે ભેગા થયેલા સંઘસભ્યો સંઘઅંગે, શાસનઅંગે, અનુકંપાવગેરે માટે ચર્ચા-વિચારણાઓ કરી સુંદર સુકૃતના સંકલ્પો કરી શકે. ૨૧૮ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #227 -------------------------------------------------------------------------- ________________ તૃતીયપ્રકાશ : પર્વકૃત્યો રાત્રીકૃત્ય કહ્યું, હવે પર્વકૃત્ય કહીએ છીએ. HelJemeghcemeneF&yel/eDeCeej VeledelemesneeF - DeemeebesfełeDeùech Deltecem mehelememecb--11-- (छा.पर्वसु पौषधादि-ब्रह्म-अनारम्भ-तपोविशेषादि । आश्विन-चैत्राष्टाह्निक - प्रमुखेषु विशेषेण) ગાથાર્થ :- સુશ્રાવકે પર્વદિવસોએ તેમાં પણ ખાસ કરી આસો મહિનાની તથા ચૈત્ર મહિનાની અઠ્ઠાઇ-(ઓળી)-માં પૌષધ વગેરે કરવાં, બ્રહ્મચર્ય પાળવું, આરંભ વર્જવો અને વિશિષ્ટ તપશ્ચર્યા વગેરે કરવી.(૧૧) પોષ-ધર્મની પુષ્ટિને. ધ-ધારણ કરે, તે પૌષધ કહેવાય છે. શ્રાવકે સિદ્ધાંતમાં કહેલા આઠમ, ચૌદશ વગેરે પર્વદિવસોએ પૌષધ આદિ વ્રત અવશ્ય કરવા. આગમમાં કહ્યું છે કે – જિનમતમાં બધા જ કાલિક પર્વોમાં પ્રશસ્ત યોગ છે જ. તેમાં પણ શ્રાવકે આઠમે તથા ચૌદશે અવશ્ય પૌષધ કરવો. “શરીર સ્વસ્થ ન હોવું” વગેરે પ્રબળ કારણે પૌષધ કરી શકે નહીં, તો બે વાર પ્રતિક્રમણ, ઘણા સામાયિક, દિશા વગેરેના અતિશય સંક્ષેપવાળું દેશાવગાશિક વ્રત વગેરે જરૂર કરવા. તેમજ પર્વ દિવસોએ બ્રહ્મચર્ય પાળવું, આરંભ વર્જવો, તથા રોજ કરતાં ઉપવાસઆદિ વિશેષ ધર્મકાર્ય કરવા. તથા તે દિવસે સ્નાત્ર, ચૈત્યપરિપાટી, બધા સાધુઓને વંદન, સુપાત્રદાનવગેરે કરીને, રોજિંદા દેવગુરુપૂજા-દાન કરતાં વિશેષ ધર્મકાર્ય કરવા. કહ્યું જ છે – જો રોજ ધર્મક્રિયા કરો તો સારું જ છે. પણ જો રોજ બધી ક્રિયા કરવી શક્ય ન હોય, તો પણ પર્વદિવસે તો અવશ્ય કરવી. દશેરા, દીવાળી, અખાત્રીજ વગેરે લૌકિક તહેવારોમાં વિશેષ ભોજન-સુંદરકપડાં વગેરેમાટે પ્રયત્ન કરાય છે, તેમ ધર્મના પર્વ આવે, ત્યારે ધર્મઅંગે પણ વિશેષ પ્રયત્ન કરવો જોઇએ. પર્વદિવસો અને તેનું ફળ અન્યદર્શની લોકો પણ અગિયારશ, અમાસ વગેરે પર્વોમાં અમુક આરંભ છોડી ઉપવાસઆદિ કરે છે. તથા સંક્રાંતિ, ગ્રહણ વગેરે પર્વોમાં પોતાની પુરી શક્તિથી મોટા દાનાદિ આપે છે, તો શ્રાવકે તો બધા પર્વ દિવસો અવશ્ય પાળવા જોઇએ. પર્વ દિન આ રીતે કહ્યાં છે, આઠમ ૨, ચૌદશ ૨, પૂનમ ૧, અને અમાસ ૧ એ છ પર્વ દરેક માસમાં આવે છે, અને દરેક પખવાડીયામાં ત્રણ (આઠમ ૧, ચૌદશ ૧, અને પૂનમ ૧ અથવા અમાસ ૧) પર્વ આવે છે. તેમજ “ગણધર શ્રી ગૌતમસ્વામીએ બીજ, પાંચમ, આઠમ, અગિયારસ અને ચૌદશ” એ પાંચ શ્રુત (અથવા શુભ) તિથિ કહી છે. શ્રુત-ચારિત્ર આ બે ધર્મ આરાધવા બીજ છે. પાંચ જ્ઞાન આરાધવા પાંચમ છે. આઠ કર્મ છેદવા આઠમ છે. અગિયાર અંગો (ગણધરરચિત આગમો) માટે અગ્યારસ છે ને ચૌદ પૂર્વની ઉપાસનામાટે ચૌદશ છે. આ પાંચ પર્વમાં અમાસ કે પૂનમ ઉમેરીએ, તો પખવાડિયામાં ઉત્કૃષ્ટ છ પર્વ થાય છે. આખા વરસમાં તો અટ્ટાઇ, ચોમાસવગેરે ઘણી પર્વતિથિઓ આવે છે. આરંભ અને સચિનાહારનો ત્યાગ જે શ્રાવક પર્વદિવસે આરંભ સર્વથા છોડી ન શકે, એણે શક્ય એટલા ઓછા આરંભ (= હિંસાદિ જનક કાર્યો) કરવા. સચિત્ત આહાર જીવહિંસામય હોવાથી તે કરવામાં ઘણો આરંભ થાય છે. અનારંભ એવું જે કહ્યું છે, તેના તાત્પર્યથી પર્વદિવસે સંપૂર્ણ સચિત્ત આહાર અવશ્ય વર્જવો. કહ્યું છે શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૧૯ Page #228 -------------------------------------------------------------------------- ________________ - માછલાંઓ સચિત્ત આહારના નિમિત્તથી સાતમી નરકે જાય છે. માટે સચિત્ત આહાર મનથી પણ ઇચ્છવા યોગ્ય નથી. તેથી શ્રાવકે શક્ય હોય, તો હંમેશા સચિત્ત આહારનો ત્યાગ કરવો જોઇએ. કદાચ તેમ ન કરી શકે, તો પર્વદિવસે તો જરૂર છોડવો જ જોઇએ. તેમજ પર્વદિવસે સ્નાન, માથાના વાળવગેરે સમારવા, માથું ગુંથવું, વસ્ત્ર વગેરે ધોવા અથવા રંગવા, ગાડાં, હળ વગેરે ખેડવા, ધાન્ય વગેરેના મૂડા બાંધવા, ચરખા વગેરે યંત્ર ચલાવવાં, દળવું, ખાંડવું, પીસવું, પાન ફૂલ-ફળ વગેરે તોડવાં, સચિત્ત ખડી, રમચી આદિ વાટવાં, ધાન્ય આદિ પાકની લણણી કરવી, લીપવું, માટી વગેરે ખણવી, ઘરવગેરે બનાવવું ઇત્યાદિ બધા આરંભ યથાશક્તિ વર્જવા. પોતાના કુટુંબનો નિર્વાહ બીજી રીતે થઇ શકે એમ ન હોય, તો ગૃહસ્થ અમુક આરંભ કરવો પડે. (એટલું ધ્યાન રાખવું કે નિર્વાહ ન થતો હોય તો વાત છે.) પણ સચિત્ત આહારનો ત્યાગ તો પોતાના હાથમાં હોવાથી અને સહજમાં કરી શકાય એમ હોવાથી તે અવશ્ય કરવો. ગાઢ માંદગી જેવા ભારે કારણે સચિત્ત આહારનો સંપૂર્ણ ત્યાગ કરી ન શકે, તો એક બે આદિ સચિત્ત વસ્તુની નામ લઇને છૂટ રાખી બાકીની બધી સચિત્ત વસ્તુનો ત્યાગ કરવો. અઠ્ઠાઇઓની વિચારણા તેમજ આસોની તથા ચૈત્રની અટ્ટાઇ, તથા (આષાઢ, કાર્તિક અને ફાગણ)એ ત્રણ ચોમાસી અને (પર્યુષણની અઢાઇ) સંવત્સરી વગેરે પર્વોમાં ઉપર કહેલી વિધિ મુજબ વિશેષ ધર્માનુષ્ઠાન કરવું. કહ્યું છે કે – સંવત્સરી (વાર્ષિક પર્વની અટ્ટાઇ), ચોમાસાની ત્રણ અટ્ટાઇ, ચૈત્ર માસની અને આસો માસની અટ્ટાઇ, તેમજ બીજી પણ પર્વ તિથિઓમાં પૂર્ણ આદરભાવથી જિનેશ્વર ભગવંતની પૂજા, તપ, બ્રહ્મચર્યઆદિ વ્રત તથા પચ્ચક્ખાણ કરવા જોઇએ. (વર્ષની) છ અઠ્ઠાઇઓમાં ચૈત્રની અને આસો માસની એ બન્ને અઠ્ઠાઇઓ શાશ્વતી છે. તે બન્નેમાં વૈમાનિક દેવતાઓ પણ નંદીશ્વરાદિ તીર્થે યાત્રા મહોત્સવો કરે છે. કહ્યું છે કે બે શાશ્વતી યાત્રાઓ છે. તેમાં એક ચૈત્રમાસની અટ્ટાઇની છે અને બીજી આસો માસની અટ્ટાઇની છે. તેમાં દેવતાઓ અટ્ટાઇ મહોત્સવાદિ કરે છે. એ શાશ્વતી યાત્રાઓ બધા દેવો કરે છે. વિદ્યાધરો નંદીશ્વરદ્વીપે યાત્રા કરે છે. અને મનુષ્યો પોતાને સ્થાને યાત્રા કરે છે. (પોતે જઇ શકે એ તીર્થની અથવા વિશેષ તપ - બ્રહ્મચર્ય – પૌષધ - પ્રભુભક્તિ વગેરરૂપ યાત્રા કરે.) તેમજ ત્રણ ચોમાસાની અઠ્ઠાઇઓ અને પર્યુષણની અટ્ટાઇ એમ કુલ મળી ચાર અઠ્ઠાઇઓ તથા તીર્થકરોના જન્મકલ્યાણક, દીક્ષા કલ્યાણક, અને નિવાર્ણ કલ્યાણકની અટ્ટાઇઓમાં નંદીશ્વરની યાત્રા કરે છે. પણ એ અશાશ્વતી સમજવી. જીવાભિગમ સૂત્રમાં તો એમ કહેવું છે કે – ત્યાં ઘણા ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી, વૈમાનિક દેવતાઓ ત્રણ ચોમાસાની અને પજુસણની અટ્ટાઇઓમાં મહામહિમા કરે છે. તિથિની ગણત્રી કેવી રીતે કરવી? તિથિ તો પ્રભાતે પચ્ચખાણ વેળાએ જે હોય, તે જ પ્રમાણ થાય છે, કેમકે લોકમાં પણ સૂર્યના ઉદયના અનુસાર જ દિવસાદિકનો વ્યવહાર છે. કહ્યું છે :- ચોમાસી, વાર્ષિકપાખી, પાંચમ, આઠમમાં, તે તિથિઓ ગણવી કે જેમાં સૂર્ય ઉદય પામે છે, બીજી નહીં. પૂજા, પચ્ચકખાણ, પડિક્રમણ તેમજ નિયમ શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૨૦ Page #229 -------------------------------------------------------------------------- ________________ ગ્રહણ તે તિથિમાં કરવાં, કે જે તિથિમાં સૂર્યનો ઉદય થયો હોય. સૂર્યના ઉદય વખતે જે તિથિ હોય તે જ વિધિ પ્રમાણ કરવી. બી નિધિ કરતાં આજ્ઞાભંગ થાય, અનવસ્થા દોષ લાગે, મિથ્યાત્વ દોષ લાગે. વિરાધક થાય. પારાશરી સ્મૃતિમાં પણ કહ્યું છે કે - સૂર્યના ઉદય વખતે જે થોડી પણ તિથિ હોય, તે સંપૂર્ણ છે એમ માનવી. બીજી તિથિ ઘણો વખત ભોગવાતી હોય તો પણ ઉદય વખતે ન હોવાથી માનવી નહિ. ઉમાસ્વાતિ વાચકના વચનનો એવો પ્રોષ સંભળાય છે કે :- ક્ષયમાં પૂર્વની તિથિ કરવી. વૃદ્ધિમાં ઉત્તરની તિથિ કરવી. શ્રી મહાવીરસ્વામીનું જ્ઞાન ને નિર્વાણ કલ્યાણક લોકને અનુસરીને કરવું. (આ મુદ્દો વર્તમાનમાં અત્યંત સંવેદનશીલ બની ગયો છે. સૂર્યોદયવખતની તિથિ કરવી. પણ ક્યાંના સૂર્યોદયની? જો દરેક સ્થળે પોતપોતાના સૂર્યોદય મુજબ કરવાની હોય, તો પૂર્વ-પશ્ચિમ દિશાના સ્થાનોને અપેક્ષીને જેમ નવકારશી જુદા જુદા સમયે આવે છે, એમ ઘણી તિથિઓ જુદી જુદી આવે. દા.ત. કલકત્તામાં બીજા ત્રીજ હોય, ત્યારે શક્ય છે કે મુંબઇમાં પહેલી ચોથ હોય. તેથી એક ક્ષેત્રનું તિથિદર્શક પંચાંગ બીજા ક્ષેત્રમાં કામ લાગે નહીં. વળી, અત્યારના જૈન પંચાંગ વિદ્યમાન નથી. બધું લૌકિક પંચાંગનો ટેકો લઇ ચાલે છે. શાસ્ત્રીય જૈનપદ્ધતિમાં એક પણ તિથિની વૃદ્ધિ આવતી નહીં. આજના લૌકિક પંચાંગોમાં એ જોવા મળે છે, ને લૌકિક પંચાંગોમાં પણ તિધિની ગણતરીમાં એકમત નથી. વળી જેમ ઉપર તિથિ બદલવામાં આજ્ઞાભંગાદિ દોષો બતાવ્યા છે, તેથી પણ મોટા દોષો ગ્રંથકારોએ સંધએકતાભંગ અને તેથી થતી શાસનહીલનામાં બતાવ્યા છે, એ પણ ભૂલવું નહીં. હાલમાં કોઇ પણ પક્ષ (એક તિથિ કે બે તિથિ) તે-તે સ્થળના સૂર્યોદય મુજબ તિચિઆરાધના કરતું નથી. પણ જન્મભૂમિ નામના લૌકિક પંચાંગમાં સૂર્યોદય વખતે મુંબઇની જે તિથિ બતાવી હોય, તે તિથિનો આધાર લઇ સંસ્કાર કરી આરાધના કરે છે. પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ નહીં સ્વીકારતો પક્ષ એકતિથિ પક્ષ કહેવાય છે. તપાગચ્છીય મોટા ભાગના સમુદાયો અને એમને અનુસરતા સંધો આ પક્ષે છે. પર્વતિયની પણ ક્ષય-વૃદ્ધિ સ્વીકારતો પક્ષ બે-તિયિ પક્ષ છે. એકવર્ગ આ પક્ષે છે. ઉમાસ્વાતિજીની ઉપરોક્ત પ્રોષ ગણાતી ગાયાની વ્યાખ્યામાં પણ બંને પક્ષે મતભેદ છે.. પર્વતિથિ આરાધવાના લાભ... તીર્થંકરોના ચ્યવન જન્માદિ પાંચ કલ્યાણકના દિવસો પણ પર્વતિથિ છે. બે-ત્રણ કલ્યાણક જે દિવસે હોય તે તો વિશેષ પર્વતિથિ જાણવી. સંભળાય છે કે - બધી પર્વતિથિઓની આરાધના કરવા અસમર્થ કૃષ્ણમહારાજે શ્રી નેમિનાથ ભગવાનને પૂછ્યું કે, “હે સ્વામિનુ ! આખા વર્ષમાં આરાધવા યોગ્ય ઉત્કૃષ્ટ પર્વ કયું?” ત્યારે ભગવાને કહ્યું, “હે મહાભાગ ! જિનેશ્વરોના પાંચ કલ્યાણકોથી પવિત્ર થએલી માગશર સુદી અગિયારસ (મૌન અગિયારસ) આરાધવા યોગ્ય છે. આ તિથિએ પાંચ ભરત અને પાંચ ઔરાવત મળી દશ ક્ષેત્રમાં એકેકમાં પાંચ પાંચ પ્રમાણે બધું મળી પચાસ કલ્યાણક થયા.” પછી કૃષ્ણે મૌન પૌષધોપવાસ વગેરે કરી તે દિવસની આરાધના કરી. તે પછી ‘‘જેવો રાજા તેવી પ્રજા” એવો ન્યાય હોવાથી બધા લોકોમાં “એકાદશી આરાધવા યોગ્ય છે એવી પ્રસિદ્ધિ થઇ. પર્વતિથિએ વ્રત પચ્ચક્ખાણ વગેરે કરવાથી મોટું ફળ મળે છે, કેમકે, તેથી શુભ ગતિનું આયુષ્ય બંધાય છે. આગમમાં કહ્યું છે કે - પ્રશ્ન :- હું ભગવાન ! બીજ વગેરે પાંચ તિથિઓએ કરેલું ધર્માનુષ્ઠાન કેવા ફળવાળું થાય છે? ઉત્તરઃ- હે ગૌતમ ! બહુ ફળવાળું થાય છે, કેમકે પ્રાયે આ પર્વતિથિઓમાં પરભવનું આયુષ્ય બંધાય છે. તેથી તે દિવસે વિવિધ તપવગેરે ધર્માનુષ્ઠાન કરવાં કે જેથી શુભ આયુષ્ય બંધાય. આયુષ્ય બંધાઇ ગયા પછી પાછળથી દૃઢ ધર્માનુષ્ઠાન કરવાથી પણ તે ટળતું નથી. જેમકે પૂર્વે શ્રેણિક રાજાએ શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૨૧ Page #230 -------------------------------------------------------------------------- ________________ ગર્ભવતી હરણીને હણી, તેનો ગર્ભ જુદો પાડી પોતાના ખભાતરફ દૃષ્ટિ કરતા (અભિમાન કરતાં) નરકગતિનું આયુષ્ય બાંધ્યું. પાછળથી તેને ક્ષાયિકસમ્યકત્વ પ્રાપ્ત થયું, તો પણ તે આયુષ્ય ટળ્યું નહીં. અન્યદર્શનમાં પણ પર્વતિથિએ સ્નાન-મૈથુનવગેરેની ના કહી છે. વિષ્ણુપુરાણમાં કહ્યું છે કે – હે રાજેંદ્ર! ચૌદશ, આઠમ, અમાસ, પુનમ અને સૂર્યની સંક્રાંતિ એટલા પર્વ કહેવાય છે. જે પુરુષ આ પર્વોમાં તેલ વાપરે, સ્ત્રી ભોગવે અને માંસ ખાય, તે પુરુષ મરણ પામીને વિમૂત્રભોજન નામની નરકે જાય. મનુસ્મૃતિમાં પણ કહ્યું છે કે – સ્નાતક (વિદ્વાન-પવિત્ર) બ્રાહ્મણ અમાસ, આઠમ, પૂનમ, ચૌદશ અને અમૃતમાં હંમેશા બ્રહ્મચારી હોય. તેથી પર્વદિવસે પુરી શક્તિથી ધર્મકરવો. અવસરે કરેલું અલ્પ પણ ધર્મકાર્ય અમાપ ફળવાળું બને છે. જેમકે અવસરે કરેલાં થોડાં પણ ભોજન-પાણી ઘણી તાકાત આપે છે. વૈદ્યકશાસ્ત્રમાં કહ્યું છે કે – શરદઋતુમાં પીધેલું પાણી, પોષ - મહા મહીનામાં કરેલું ભોજન, જેઠ - અષાઢ મહીનામાં લીધેલી ઊંઘ આ ત્રણ પર માણસ આખું વરસ (શાંતિથી) જીવે છે. વર્ષાઋતુમાં મીઠું, શરદઋતુમાં પાણી, હેમંત ઋતુમાં ગાયનું દૂધ, શિશિર ઋતુમાં આમળાનો રસ, વસંત ઋતુમાં ઘી અને ગ્રીષ્મ ઋતુમાં ગોળ અમૃત સમાન છે. પર્વનો મહિમા એવો છે કે – તેથી પ્રાયે અધર્મીને પણ ધર્મકરવાની, નિર્દયને પણ દયા કરવાની, નિયમ-પચ્ચકખાણ વિનાના લોકોને પણ નિયમ-પચ્ચકખાણ લેવાની, કૃપણ લોકોને પણ ધન વાપરવાની, કુશીલ પુરુષોને પણ શીલ પાળવાની અને કોઇ કાળે તપસ્યા નહીં કરનારને પણ તપસ્યા કરવાની બુદ્ધિ થાય છે. આ વાત હાલમાં પણ બધા ધર્મોમાં દેખાય છે. તેથી જ કહ્યું છે - જે પર્વોના પ્રભાવથી નિર્દય અને અધર્મી પુરુષોને પણ ધર્મ કરવાની બુદ્ધિ થાય છે, એવા સંવત્સરી અને ચોમાસી પર્વો જેણે આરાધ્યા, તે પુરુષનો જય થાઓ. તેથી પર્વ દિવસે પૌષધવગેરે ધર્માનુષ્ઠાન જરૂર કરવાં. તેમાં પૌષધના ચાર પ્રકાર વગેરે વાત અર્થદીપિકામાં કહી છે. પૌષધવ્રતના ભેદો અને તેની વિધિ ૧. અહોરાત્રિ પૌષધ, ર. દિવસ પૌષધ અને ૩. રાત્રિ પૌષધ એમ ત્રણ પ્રકારના પૌષધ છે. તેમાં અહોરાત્રિ પૌષધનો એ વિધિ છે કે :- શ્રાવકે જે દિવસે પૌષધ લેવો હોય તે દિવસે ઘરસંબંધી બધી પ્રવૃત્તિ છોડી પૌષધના ઉપકરણ લઇ પૌષધશાળાએ અથવા સાધુ પાસે જવું. પછી અંગનું પડિલેહણ કરી એકી-બેકીની ભૂમિ પડિલેહવી. તે પછી ગુરુ પાસે અથવા નવકાર ગણી સ્થાપનાચાર્યની સ્થાપના કરી ઇરિયાવહી પડિક્કમે. પછી એક ખમાસમણાથી વંદન કરી પૌષધ મુહપત્તિ પડિલેહે. uleg R$ 244124H131 ESS Gul 4st sé }, F eketej se mehmen Yei eleved Hemenb meiomedeste. $zl 245 244124431 EES se, F e metto. Hasmenbbelece artH sel 19512 ouell 241 4804 Livel uls old. kelj ste Yebes! HoemenbDenej HeemenbmelJeDeesomeDeesje, mej aj mekeketej Hemen melJeDees yevepoeg Heemenb melJeDees Deljedej Hasenb melJeDees GdJens Heemens pete pede Denej Ĉeb Heppedcmedte, ogenbeledenCebceccable3eeS keleSCah ve kelj ste ve kełej Jeste lemme Yelles Hef[kekelcente dreombe ied neke, DtheCebleshej atce પછી મુહપત્તિ પડિલેહી બે ખમાસમણાં દઇ સામાયિક લે, ફરી બે ખમાસમણાં દઇ જો ચોમાસું હોય તો લાકડાના પાટલાનો અને બાકીના આઠ માસ હોય તો કટાસણાઅંગે બેસણે સંદિસામિ ૨૨૨ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #231 -------------------------------------------------------------------------- ________________ ઇત્યાદિ આદેશ માંગવો. તે પછી બે ખમાસમણથી સજ્ઝાયના આદેશ માંગે. પછી પડિક્કમણ કરી બે ખમાસમણથી બહુવેલના આદેશ માંગે. તે પછી એક ખમાસમણ દઇ પડિલેહણું કરેમિ એમ કહે. તથા મુહપત્તિ, પાઉંછણ અને ધોતિયું પડિલેહે. શ્રાવિકા હોય તો મુહપત્તિ, પાઉંછણ, ઓઢેલું કપડું, કાંચળી (ચોળી) અને ચણિયો પડિલેહે. (ઓઘો પાદપુંછણ કહેવાતું. એના ઉપર વીંટાળેલું કપડું (ઓઘારિયું) આસન તરીકે ઉપયોગમાં આવતું... પણ હવે ઓઘો અને આસન જુદા હોય છે. તેથી હવે પાઉંછણથી શ્રાવકમાટે ચરવળો અને કટાસણું એવો અર્થ ક૨વો મને ઉચિત ભાસે છે.) પછી એક ખમાસમણ દઇ FT khej rYeieJetlef[unCe f[une/sએમ કહે, તે પછી FT b કહી સ્થાપનાચાર્યને પડિલેહી સ્થાપીને એક ખમાસમણ દેવું. ઉપધિ મુહપત્તિની પડિલેહણા કરી પછી બે ખમાસમણ સહિત ઉપધિ પડિલેહણના આદેશ માંગે. પછી વસ્ત્ર, કાંબળીવગેરે પડિલેહી પૌષધશાળા પ્રમાર્જ કાજો ઉપાડીને પરઠવે. તે પછી ઇર્યાવહિયા કરી ગમનાગમનેનો પાઠ બોલી એક ખમાસમણ દઇ બધા શ્રાવકો માંડલીમાં (ગોળાકારે) બેસી સાધુની જેમ સ્વાધ્યાય કરે. પછી પોણી પોરિસી થાય ત્યાં સુધી ભણે, ગણે અથવા પુસ્તક વાંચે. પછી એક ખમાસમણ દઇ મુહપત્તી પડિલેહી કાલ વેળા થાય ત્યાં સુધી પૂર્વની જેમ સ્વાધ્યાય કરે. દેવવંદન કરવાના હોય તો આવસહી કહી દેરાસર જઇ દેવવંદન કરે. જો આહાર કરવો હોય, તો પચ્ચક્ખાણ પારવાનો સમય આવ્યે એક ખમાસમણ દઇ મુહપત્તિ પડિલેહી પાછું એક ખમાસમણ દઇ કહે કે, Haj elenb of me j co[{«J Gnanej kokD fennej kolDesJe Dume JeSCDmyeue Canej Ch Je pe koteF JI IS આ રીતે કહી; દેવ વાંદી, સજ્ઝાય કરી, ઘરે જઇ, જો ઘર સો હાથ કરતાં વધારે દૂર હોય તો ઈર્યાવહિયા કરી ગમનાગમને બોલી સંભવ હોય તે પ્રમાણે અતિથિસંવિભાગ વ્રત સાચવે. પછી સ્થિર આસને બેસી, હાથ, પગ તથા મોં પડિલેહી એક નવકાર ગણી પ્રાસુક આહાર રાગ-દ્વેષ વિના વાપરે અથવા પૂર્વે કહી રાખેલા સ્વજને પૌષધશાળામાં લાવેલો આહાર વાપરે. પરંતુ સાધુની જેમ ભિક્ષા-ગોચરીમાટે ઘરે-ઘરે ફરે નહીં. પછી પૌષધશાળાએ જઇ ઈરિયાવહી પડિક્કમી દેવ વાંદી વાંદણા દઇ તિવિહારનું અથવા ચોવિહારનું પચ્ચક્ખાણ કરે. જો શરીરચિંતા (એકી -બેકીની શંકા હોય) તો Dlmme કહી સાધુની જેમ ઉપયોગ રાખી જીવરહિત શુદ્ધભૂમિએ જઇ વિધિપૂર્વક મળ-મૂત્રનો ત્યાગ કરી, શુદ્ધિ કરી પૌષધશાળાએ આવે. પછી ઈરિયાવહી પડિક્કમી એક ખમાસમણ દઇ કહે કે, ``FT ctlej Ce momen Yeielved iceCeieceCh DuG' પછી FT hકહે. (જો વસતીમાં જ પ્યાલામાં એકી-બેકી કરી હોય, તો) ``DJmmeF'' કહી વસતિથી પશ્ચિમ તથા દક્ષિણ દિશાએ જોઇને DepeCan pammej insએમ કહી સંડાસગ અને સ્થંડિલ પ્રમાર્જીને વોસિરાવે. તે પછી mangકહીને પૌષધશાળામાં જાય અને Depth (આવતા-જતા) ph Ki[3palej hDtlmmeter teotel[એમ કહે. પછી પાછલો પહોર થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરે. પછી એક ખમાસમણ દઇ પડિલેહણનો આદેશ માંગે. બીજું ખમાસમણ દઇ પૌષધશાળા પ્રમાર્જવાનો આદેશ માંગે. પછી શ્રાવકે મુહપત્તિ, પુંછણું અને પહેરવાનું વસ્ત્ર પડિલેહવું અને શ્રાવિકાએ મુહપત્તિ, પુંછણું, ચણિયો, કાંચળી અને ઓઢેલું વસ્ત્ર પડિલેહવું. પછી સ્થાપનાચાર્યની શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૨૩ Page #232 -------------------------------------------------------------------------- ________________ પડિલેહણા કરી પૌષધશાળા પ્રમાર્જીને એક ખમાસમણ દઇ ઉપાધિ મુહપત્તિનું પડિલેહણ કરી એક ખમાસમણ દઇ મંડળીમાં ઢીંચણ ઉપર બેસી સઝાય કરે. પછી વાંદણા દઇને પચ્ચકખાણ કરે. બે ખમાસમણ દઇ ઉપાધિ પડિલેહવા સંબંધી આદેશ માંગી વસ્ત્ર કાંબળી વગેરે પડિલેહે. જો ઉપવાસી હોય, તો બધી ઉપધીના પડિલેહણ પછી છેલ્લે પહેરવાનું વસ્ત્ર પડિલેહે. શ્રાવિકા તો સવારની જેમ ઉપધિનું પડિલેહણ કરે. સાંજનો સમય થાય, ત્યારે સૂવાના સ્થાનની અપેક્ષાએ અંદર તથા બહાર બાર બાર માત્રાની તથા ચંડિલની ભૂમિ પડિલેહે. પછી દેવસી પડિક્રમણ કરીને યોગ હોય તો સાધુની સેવા કરી ખમાસમણ દઈ પોરસી થાય ત્યાં સુધી સઝાય કરે. પોરસી પૂરી થાય, ત્યારે એક ખમાસમણ દઈ FW dhej femdomen Yeielevelyng Highee Regi me j k&mdeej S bette એમ કહે. પછી દેવ વાંદી શરીરે મળ-મૂત્રની શંકા હોય તો તે પતાવી બહારની ઉપાધિ પડિલેહે, ઢીંચણ ઉપર સંથારો અને ઉત્તરપટ્ટો મૂકીને જ્યાં પગ મૂકવા હોય, ત્યાં ભૂમિ પ્રમાર્જીને ધીરે ધીરે સંથારો પાથરે, ત્યારબાદ ડાબા પગે સંથારાને સ્પર્શીને મુહપત્તિ ußael, syemcach' 24 48 7131912 oude veces Kecemecececeb DeCepečen spacuppe 3/4 sedl સંથારા ઉપર બેસી નવકારને આંતરે ત્રણ વાર k&j teYaemeCFDhકહે, પછી આ ચાર ગાથા કહે. DecepceCen Hej ceies, iespiegej 3eCash YegmeDemedj je - yengleef[Helfee Hoesj ehe, j eF mebeej S pecce --1-- DeCepee en meleej byeengeneCece Jeccellemele - kegkekegef[ He3elemeej Ce-Delej le Heceppes Yetke --2-- mebelef3e mellemeh GJÆbes De kele3eHeef uene - OJJeeFGJeDeesieb Gmeeme de Cecuees ---- peF cesnppe HeceeDees Fcemme onmme Fc Fj 3CD - Denej cegechonb melJebelleedene Jeesheer Deb--4-- (અર્થ : હે જ્યેષ્ઠ (વડીલ) આર્ય (ગુરુભગવંત)! ગુરુ (મોટા) ગુણોરૂપી રત્નોથી શોભતા શરીરવાળા હે પરમગુરુ! મને અનુજ્ઞા આપો. પોરસી બહુ પ્રતિપૂર્ણ થઇ છે. (પોરિસીનો સમય આવી ગયો છે.) તેથી હું રાત્રિસંથારો કરું છું. (હું સંથારામાં સૂવા ઇચ્છું છું.) ll૧ll હાથના સહારે ડાબા પડખે સંથારાની (સંથારામાં સૂવાની) અનુજ્ઞા આપો, કુકડીની જેમ પગ પસારીને સૂવામાટે અસમર્થે ભૂમિનું પ્રમાર્જન કરવું જોઇએ. (સૂતા પહેલા.) ર/ ઢીંચણ સંકોચીને સૂવું. પડખું ફેરવતા શરીરનું પડિલેહણ કરવું. (ઉંઘ ઉડે, તો) દ્રવ્યઆદિનો (હું કોણ છું... ઇત્યાદિરૂપે) ઉપયોગ કરવો. (છતાં ઉંઘ ન ઉડે તો) શ્વાસ રુંધવો ને જોવું. llફll જો આ રાતે શરીરનો પ્રમાદ થાય, (મોત થાય) તો (ચાર) આહાર, ઉપધિ (સાધનો) અને શરીર બધું ત્રિવિધ (મન - વચન - કાયાથી) વોસિરાવું છું. Il૪) એ ચાર ગાથા કહી અર્થેeed cloud' વગેરે ભાવના ભાવીને નમસ્કારનું સ્મરણ કરતો ચરવળા વગેરેથી શરીરને સંથારા ઉપર પ્રમાર્જીને હાથને ઓશિકું બનાવી ડાબે પડખે સુવે, જો શરીરચિંતાએ જવું પડે તો સંથારો બીજાને ભળાવી DeJammeકરી.... પહેલાં જોઇ રાખેલી શુદ્ધ ભૂમિપર કામ પતાવી ઇરિયાવહી કરી ‘ગમણાગમણ પાઠ બોલી ઓછામાં ઓછી પણ ત્રણ ગાથાઓનો સ્વાધ્યાય કરી નવકારનું સ્મરણ કરતો પૂર્વવત્ સૂઇ જાય. રાતના પાછલે પહોરે જાગે, પછી ઇરિયાવહી પડિક્કમીને કુસુમિણ દુસુમિણનો કાઉસ્સગ્ન કરે, પછી ચૈત્યવંદન કરી આચાર્યવગેરેને વંદન કરી પ્રતિક્રમણનો સમય થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરે. તે પછી પૂર્વવત્ પ્રતિક્રમણથી માંડી માંડળીમાં સ્વાધ્યાય સુધી કરે. જો પોષધ પારવાનો હોય, તો એક 244124431 ES FR kelej će metomen Yei elevedcen Heef eDbHeef[uenste 2014 se. 013 sé Hef[uenn. શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૨૪ Page #233 -------------------------------------------------------------------------- ________________ પછી મુહપત્તિ પડિલેહી એક ખમાસમણ દઈ FW dhej fe momen Yeiele/galemen He©e ગુરુ કહે, Hges le keelJt (ફરીથી કરવા યોગ્ય છે) પછી કહેવું કે Hemn lef Dh ગુરુ કહે DCPeej s ve | cells (આચાર છોડવા જેવો નથી) પછી ઊભા રહી નવકાર ગણી ઢીંચણે બેસી તથા ભૂમિએ મસ્તક લગાડી આ ગાથાઓ કહેવી :meei ej beskedecees object[ mees mephneCees OeVees- peskne Hemen Hef[ cee, Dekebis 3ee pealeDebesele -- 1 -- (સાગરચંદ્ર, કામદેવ, ચંદ્રાવતંસક રાજા, સુદર્શન, ધન્ય કે જેઓની પૌષધ પ્રતિમા (-પૌષધવ્રત) જીવિતના અંતમાં પણ અખંડ રહી.). OeVee meueen Ceppe megemee DeeCebkełeceodee De - peskne HemelneF Ye3eleh o{JJe3efebceneleej es--2-- (ધન્ય અને પ્રશંસાપાત્ર છે સુલસા અને આનંદ-કામદેવવગેરે કે જેમના દૃઢવ્રતપણાની પ્રશંસા ભગવાન મહાવીર સ્વામીએ કરી.). પછી ‘પોસહ વિધિએ લીધો, વિધિએ પાર્યો, વિધિ કરતાં જે કાંઇ અવિધિ-ખંડના તથા વિરાધના મન વચન કાયાએ થઇ હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડ’ એમ કહેવું. સામાયિક પારવાનો વિધિ પણ આ રીતે જ જાણવો, તેમાં એટલો જ વિશેષ કે ઉપરની બે ગાથાના બદલે આ ગાથાઓ કહેવી :meeceF3eJeżepelees peele ceCesnef eve3ecemebebees- er í vef DemeyibkeiccelmeeceeF De perfeDee Jeej e -- 1 -- (જ્યાં સુધી સમાયિકવ્રતમાં યુક્ત મનથી નિયમવાળો છે, ત્યાં સુધી જેટલી વાર સામાયિક કરે, એટલીવાર અશુભ કર્મો છેદે છે.) í Gcel Leesce{ ceCeeskolefeDecofdbe meblej F peedes- pebe ve megejate Denb ecem abce obokel [blemme -- 2 -- (છબસ્થ અને મૂઢમનવાળો જીવ કેટલું યાદ કરી શકે? (તેથી) મને જે (ભૂલ) યાદ નથી આવી, તેનું મિચ્છામિ દુક્કડમ્ આપું છું) meccæF De Hoemen-map Demme peodemme peef peeskeleuces- meesmeltłucesyouellos meneesmebej Hluenst -- 3 -- (સામાયિક પૌષધમાં રહેલા જીવોનો જેટલો સમય પસાર થાય છે, તેટલો જ સફળ જાણવો. બાકીનો સમય સંસારરૂપી ફળ આપનારો બને છે.) પછી સામાયિક વિધિએ લીધું ઇત્યાદિ કહે. માત્ર દિવસના પૌષધઅંગે પણ આ રીતે જાણવું. વિશેષ એટલો જ કે પૌષધદંડકમાં pale blamellipplemente'' એમ કહેવું. દેવસી પ્રતિક્રમણ કરી રહ્યા પછી દિવસ પોસો પારી શકાય છે. રાત્રિ પોસો પણ આ રીતે જ જાણવો. તેમાં એટલો જ ફેર છે કે – પોસહ દંડકમાં “pple blmememadj fe Hepplomote'' એમ કહેવું. બપોર પછી બે ઘડી દિવસ રહે, ત્યાં સુધી રાત્રિ પોસો લેવાય છે. પોતાના પારણાને દિવસે સાધુનો જોગ હોય તો જરૂર અતિથિસંવિભાગ વ્રત કરીને પારણું કરવું. આ રીતે પૌષધ વિધિ કહ્યો છે. આ રીતે પૌષધ આદિ કરીને પર્વ દિનની આરાધના કરવી. પૌષધપર આ પ્રમાણે દૃષ્ટાંત છે : પૌષધ વ્રત ઉપર ધનેશ્વર શેઠનું દૃષ્ટાંત ધન્યપુરમાં ધનેશ્વર શેઠ, ધનશ્રી પત્ની અને ધનસાર પુત્ર - આ પરિવાર રહેતો હતો. શેઠ પરમ શ્રાવક હતા. પોતાના પૂરા પરિવાર સાથે દરેક પખવાડિયે છ પર્વ દિવસે વિશેષ આરંભ વગેરેનો ત્યાગ કરતો હતો. (બીજ, પાંચમ, આઠમ, અગ્યારસ, ચૌદસ, પૂનમ કે અમાસ આ છ પર્વ તિથિ પખવાડિયામાં આવે.) શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૨૫ Page #234 -------------------------------------------------------------------------- ________________ ભગવતીસૂત્રમાં તુંગિયાનગરીના શ્રાવકોના વર્ણનમાં તેઓ બે ચૌદસ, બે આઠમ, પૂનમ અને અમાસ - આમ મહિનામાં છ પર્વદિવસે પૌષધ કરતા હતા એમ કહ્યું છે. તેથી ધનેશ્વરશેઠ પણ એ દિવસોમાં પૌષધવગેરે કરતા હતા. એકવાર આઠમના પૌષધમાં રહેલા શેઠ રાતના સમયે શૂન્ય(નિર્જન) ઘરમાં કાઉસ્સગ્ન-પ્રતિમામાં રહ્યા. આ બાજુ પ્રથમ દેવલોકના ઇંદ્ર-શકે એમની ધર્મદઢતાની પ્રશંસા કરી. એક મિથ્યાત્વી દેવ આ સાંભળી શક્યો નહીં. તેથી પરીક્ષા કરવા આવ્યો. પહેલા મિત્રરૂપે આવી ‘કરોડ સોનામહોરથી ભરેલો નિધિ તમે અનુમતિ આપો તો લઉં” એમ વારંવાર પૂછવા માંડ્યો. પછી પત્નીનું રૂપ લઇ આલિંગન આપવું વગેરે દ્વારા હેરાન કરવા માંડ્યો. એ પછી રાત હોવા છતાં સવાર પડી, સુર્યોદય થયો, તડકો આવ્યો વગેરે બતાવવાપૂર્વક પત્ની-પુત્ર રૂપો વિકુર્તી પૌષધ પારવાની વિનંતીઓ તેના કાનમાં સંભળાવી. છતાં સ્વાધ્યાયના પુનરાવર્તનના આધારે હજી રાત છે એમ જાણી ભ્રમમાં પડ્યા નહીં. પછી પિશાચનું રૂપ લઇ ચામડી ઉખેડવી, પ્રહાર કરવા, ઉછાળીને શિલાપર પછાડવું, દરિયામાં ફેંકી દેવું વગેરે ઘણા જીવનનો પણ અંત કરી દે એવા પ્રતિકૂળ ઉપસર્ગો કર્યા. પણ શેઠ ચલાયમાન થયા નહીં. કહ્યું જ છે, દિગ્ગજો, કાચબો, કુલપર્વત અને શેષનાગથી ધારણ કરાયેલી (પકડી રખાયેલી) પણ પૃથ્વી ચલાયમાન થાય છે. (ધરતીકંપ થાય છે.) પણ નિર્મળ મનવાળા પુરુષો લીધેલી પ્રતિજ્ઞાથી કલ્પાન્ત પણ ચલાયમાન થતા નથી. પછી દેવે “હું તમારાપર પ્રસન્ન થયો છું. વરદાન માંગો’ એમ કહેવા છતાં પોતાના ધ્યાનમાં ખસ્યા નહી. તેથી અત્યંત પ્રસન્ન થયેલા દેવે એના ઘરમાં અગણિત કરોડ ધન-રત્નોની વૃષ્ટિ વગેરે મહિમા કર્યો. આ મહિમા જાણી ઘણા લોકો પર્વતીથીના પાલનમાં આદરવાળા થયા. એમાં પણ, જેઓને રાજાની પ્રસન્નતા અંગે ઘણો ખ્યાલ રાખવો પડતો હતો, એવા ધોબી, ઘાંચી અને ખેડૂત-આ ત્રણ વિશેષથી છ પર્વ દિવસોએ પોત-પોતાની કપડા ધોવા વગેરે આરંભજનક પ્રવૃત્તિનો ત્યાગ કરવાવાળા બન્યા. શેઠ પણ આ ત્રણેને નવા સાધર્મિક સમજી પારણાના દિવસે સાથે જમવું, પહેરામણી આપવી, જેટલું જોઇએ તેટલું ધન આપવું વગેરે રીતે ખૂબ સન્માન આપવા માંડ્યા. કહ્યું જ છે કે- માતા, પિતા, બંધુવર્ગ-સ્વજન પણ તે વાત્સલ્ય નથી કરતાં, જે સુશ્રાવક સાધર્મિકોનું કરે છે. શેઠના પરિચયથી આ ત્રણે પણ સમ્યત્વી થયા. કહ્યું જ છે કે – સુંદર (પવિત્ર) માણસોનો સંગ-પરિચય શીલરહિત વ્યક્તિને પણ શીલયુક્ત બનાવે છે, જેમ કે (સુવર્ણમય) મેરુપર ઉગેલું ઘાસ પણ સુવર્ણપણું પામે છે. એકવાર રાજાના માણસોએ રાજાના અને રાણીના વસ્ત્રો ધોબીને આપીને કહ્યું - કૌમુદી મહોત્સવ આવતો હોવાથી આ વસ્ત્રો તમે આજે ધોઇને આપો. પણ એ દિવસે ચૌદસ હોવાથી ધોબીએ કહ્યું – ચૌદસ જેવી પર્વતીથીએ ધોવું વગેરે કાર્યો નહીં કરવા એવો મારા પૂરા પરિવારે નિયમ લીધો છે. તેઓએ કહ્યું – રાજાની આજ્ઞા આગળ નિયમની વાત કેવી? રાજાની આજ્ઞાનો ભંગ કરશો, તો મોતની પણ સજા થઇ શકે છે. તેથી સ્વજનોવગેરે પણ ધોબીને સમજાવવા માંડ્યા. શેઠે પણ રાજા દંડ કરે એમાં ધર્મની નિંદા થવાની સંભાવના જોઇ ધોબીને “રાજાભિયોગ’ નામનો સમ્યક્તાદિનો આગાર બતાવી કપડા ધોવા સમજાવ્યો. ત્યારે ધોબીએ કહ્યું - દઢતા વિના ધર્મથી કશું થતું નથી. આમ આવા સંકટમાં પણ ધોબી કપડા ધોવા તૈયાર થયો નહીં. તેથી રાજાના માણસોએ પાછા ફરી રાજાને ધોબી વિરુદ્ધ ભરમાવી ઉશ્કેર્યા. રાજાએ પણ શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૨૬ Page #235 -------------------------------------------------------------------------- ________________ ગુસ્સે થઇ કહ્યું - આજ્ઞાભંગ કર્યો હોવાથી ધોબીનો કાલે સવારે પરિવાર સહિત નિગ્રહ કરીશ. ભાગ્યયોગે રાજાને રાતે જ ફૂલની એવી તીવ્ર પીડા થઇ કે જેથી આખા નગરમાં હાહાકાર થઇ ગયો. આમ ને આમ ત્રણ દિવસ વીતી ગયા. ધોબીએ પણ એકમના દિવસે કપડા ધોઇ બીજના દિવસે માંગવાપર આપી દીધા. એ જ રીતે એકવાર કો’ક પ્રયોજનવશ રાજાને ઘણા તેલની જરૂરત પડી. તેથી ચૌદશ હોવા છતાં ઘાંચીને ઘાણી ચલાવવાનો આદેશ કર્યો. પણ ઘાંચી પોતાના નિયમમાં દૃઢ રહ્યો. તેથી રાજા ગુસ્સે થઇ કંઇ પગલુ ભરે, એટલામાં જ બીજા રાજાના હુમલાના સમાચાર આવ્યા. રાજા સૈનિકો સાથે સામે જઇ યુદ્ધમાં જીતવાના કાર્યમાં મગ્ન થઇ ગયા. વાત પૂરી થઇ. એ જ રીતે ખેડૂતને આઠમનું સારું મુહૂર્ત જોઇ રાજાવગેરેના હળ ખેડવાનો આદેશ અપાયો. પણ ખેડૂત માન્યો નહીં. રાજા ગુસ્સે ભરાયો. પણ સતત વરસાદ પડવાથી ખેડૂતનું સંકટ પણ ટળી ગયું અને પર્વનો નિયમ જળવાઇ ગયો. આમ અખંડ પર્વનિયમ પાલનના પુણ્યથી એ ત્રણે મરીને છઠ્ઠા દેવલોકમાં ગયા. ચૌદ સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા. શેઠ મરીને બારમાં દેવલોકમાં ગયા. પણ એ ચારેની દેવલોકમાં સારી મૈત્રી થઇ. છઠ્ઠા દેવલોકમાં ગયેલા ત્રણેએ પોતાનું આયુષ્ય પૂર્ણ થવાની અણીપર શેઠના જીવ દેવને કહ્યું - તમારે પૂર્વભવની જેમ અમારા આવતા ભવમાં પણ અમને પ્રતિબોધ પમાડવો. એ ત્રણે ત્યાંથી ચ્યવીને જુદા જુદા રાજાઓને ત્યાં રાજપુત્ર તરીકે અવતાર પામ્યા. યુવા વયે મોટા રાજ્યોના સ્વામી પ્રૌઢ રાજા થયા. ત્રણે ક્રમશઃ ધીર, વીર અને હીર તરીકે પ્રસિદ્ધ થયા. એમાં ધીર રાજાના નગરમાં એક શેઠને પર્વદિવસોમાં બધેથી પૂરો લાભ થતો. બીજા દિવસોએ નુકસાન થતું. તેથી તે શેઠે જ્ઞાનીને પૂછ્યું. જ્ઞાનીએ કહ્યું - પૂર્વભવમાં તમે દરિદ્ર હોવા છતાં નિયમબદ્ધ થઇ પર્વદિવસો યથાશક્તિ બરાબર પાળ્યા હતા. બીજા દિવસોએ એવી વ્યસ્તતા ન હોય તો પણ આળસવગેરેના કારણે ધર્મકાર્યોમાં પ્રમાદવાળા થયા. તેથી તમને આ ભવમાં આવો અનુભવ થાય છે. કહ્યું જ છે – ચોરો પણ તેવું ચોરી જતાં નથી, અગ્નિ પણ બાળીને તેટલું નુકસાન કરતો નથી, જુગારમાં પણ હારવાથી એટલું જતું નથી, જેટલું ધર્મકાર્યોમાં કરાયેલો પ્રમાદ નુકસાન કરે છે. એ પછી એ શેઠ પરિવારસહિત ધર્મકાર્યમાં અપ્રમત્ત બન્યા અને પૂરી શક્તિથી બધા પર્વો આરાધવા માંડ્યા. વેપાર પણ નીતિવગેરે દ્વારા વ્યવહારશુદ્ધિ જાળવીને અત્યંત ઓછા આરંભસાથે બીજ વગેરે પર્વ દિવસોએ જ કરવા માંડ્યા, બીજા દિવસોએ નહીં. આથી વિશ્વાસ પામેલા ઘરાકો પણ બીજા વેપારીઓને છોડી તેમની પાસે માલ લેવા માંડ્યા. આમ એ થોડા જ દિવસમાં અનેક કરોડ સોનામહોરના માલિક થઇ ગયાં. કાગડો, કાયસ્થ (લહિયાઓ) અને કુકડા આ ત્રણ પોતાના કુલના પોષક હોય છે, ને વેપારી, કુતરો, હાથી અને બ્રાહ્મણ આ ચાર પોતાના જ કુલના ઘાતક હોય છે. આ પંક્તિ અનુસાર ઈર્ષ્યા વગેરેથી અનાર્યપણું સેવી બીજા વેપા૨ીઓએ રાજા આગળ ચાડી ખાધી કે - આ શેઠને અનેક કરોડ સોનામહોરનો ભંડાર મળ્યો છે. રાજાએ એ શેઠને બોલાવી પૂછ્યું. ત્યારે શેઠે કહ્યું - મેં ગુરુ ભગવંત પાસે સ્થૂલ મૃષાવાદ, સ્થૂલ અદત્તાદાન વગેરેના નિયમ લીધા છે. (જમીનમાંથી નિધિ મળે, તે લેવામાં સ્કૂલ અદત્તાદાન લાગે ને ખોટું બોલવામાં સ્થૂલ મૃષાવાદ લાગે.) તેથી ભંડાર-નિધિની વાત ખોટી છે. પણ બીજા વેપારીઓએ રાજાને ભરમાવ્યા કે એ ‘ધર્મધૂર્ત’ (ધર્મને નામે ઠગનારો) છે. તેથી રાજાએ એ બધું ધન શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૨૭ Page #236 -------------------------------------------------------------------------- ________________ પોતાના ભંડારમાં જમા કરાવી દઈ એને પુત્રસહિત પોતાના મહેલમાં રાખ્યો. શેઠે વિચાર્યું - આજે ‘પાંચમ' નામની પર્વતીથી છે. તેથી મને કોઇ પણ રીતે અવશ્ય લાભ થશે. બીજે દિવસે સવારે રાજાએ પોતાનો આખો ભંડાર ખાલી થઇ ગયેલો અને શેઠનું ઘર ચારે બાજુથી ધન, મણિ, રત્ન, સુવર્ણથી ભરાઇ ગયેલું જોઇ આશ્ચર્ય અને આઘાત પામ્યા. પછી શેઠને ખમાવી પૂછ્યું - હે શેઠ! મારું ધન તમારા ઘરે કેવી રીતે ગયું? શેઠે કહ્યું- સ્વામિન્ ! એ તો હું જાણતો નથી, પણ પર્વદિવસે મને પુણ્યના પ્રભાવથી અવશ્ય લાભ જ થાય છે. એમ કહી બધી વાત કરી. એમાં પર્વનો મહિમા સાંભળી એ રાજાને પણ જાતિસ્મરણજ્ઞાન થયું. તેથી છ પર્વ પાળવાનો નિયમ યાવજીવમાટે લીધો. તે જ વખતે કોશાધ્યક્ષે આવી વધામણી આપી કે કોશ પાછો પૂર્વવત્ ભરાઇ ગયો છે. આ સાંભળી ફરી આશ્ચર્ય અને આનંદ પામેલા રાજા કશું વિચારે એ પહેલાં જ ત્યાં એક ચમકતા કુંડળો વગેરે આભૂષણથી શોભતા દેવ પ્રગટ થયા. દેવે કહ્યું - હે રાજન્ ! શું તમે પૂર્વભવના મિત્ર શેઠદેવ એવા મને ઓળખો છો? તમે દેવલોકમાં ચ્યવન પામતા હતા, તે વખતે તમને પ્રતિબોધ પમાડવાનાં આપેલા વચનથી બંધાયેલો હું તમને પ્રતિબોધ પમાડવા આવ્યો છું. મેં જ પર્વવગેરેની નિષ્ઠામાં દૃઢ શેઠનું સાંનિધ્ય કરવા તમારો ભંડાર ખાલી કરી એનું ઘર ભરી દીધું હતું. માટે હવે તમે ધર્મમાં ક્યારેય પ્રમાદ કરશો નહીં. હવે હું ઘાંચી અને ખેડૂતના જીવ જે રાજા બન્યા છે તેમને પ્રતિબોધ કરવા જાઉં છું. આમ કહી દેવે તે બંને પાસે જઇ એક જ સમયે બંનેને સપનામાં એમનો પૂર્વભવ દેખાડ્યો. તેથી તે બંને પણ જાતિસ્મરણજ્ઞાન પામી શ્રાવકધર્મ સ્વીકારી છે પર્વતિથીઓને વિશેષથી આરાધવા માંડ્યા. પછી ત્રણે રાજાઓએ શેઠ દેવના વચનથી પોત-પોતાના રાજ્યમાં અમારિ (- અહિંસા) પ્રવર્તન, બધા વ્યસનોમાંથી નિવર્તન (પાછા ફરવું-અટકવું) વગેરે કાર્ય કર્યા. તથા સ્થાને સ્થાને નવા દેરાસરો, ત્યાં ભવ્ય પૂજાઓ, તીર્થયાત્રા, સાધર્મિક ભક્તિ વગેરે કાર્યો કરવા માંડ્યા. દરેક પર્વના આગલા દિવસે નગરવગેરેમાં પટહ વગડાવી ઘોષણા કરાવવા માંડી, એમ કરીને બધા લોકોને બધા પર્વ દિવસોએ બધી ધર્મની બધી આરાધનામાં જોડ્યા. તેથી તેમના રાજ્યોમાં જૈનધર્મનો મહિમા એવો વધ્યો કે જાણે કે એનું એકછત્રી શાસન થઇ ગયું. શેઠ દેવ પણ સાંનિધ્યમાં રહેવાથી એમના રાજ્યોમાં -જેમ તીર્થંકર પરમાત્માઓની વિહારભૂમિના સવાસો યોજનાના વિસ્તારમાં દુકાળ, દુર્ભિક્ષ, મારી, મરકી, પરરાજાનું આક્રમણવગેરે ઉપદ્રવો રહેતા નથી, એમ આ દુકાળવગેરે ઉપદ્રવો સ્વપ્નમાં પણ રહ્યાં નહીં. ધર્મના મહિમાંથી દુ:સાધ્ય એવું પણ શું સુસાધ્ય ન બને? આમ સુખ અને ધર્મમય બનેલી રાજ્યલક્ષ્મીને દીર્ઘકાળ ભોગવી ત્રણે રાજાએ સાથે દીક્ષા લીધી. પછી ઉગ્ર તપ કરી શીધ્ર કેવળજ્ઞાન પામ્યા. સ્થાને-સ્થાને શેઠ દેવે કરેલા અદ્ભૂત મહિમાથી અને મોટે ભાગે પોતાના જ દૃષ્ટાંત આપી પૃથ્વીપર બધા જ પર્વદિવસોએ ધર્મનું સામ્રાજ્ય ફેલાવ્યું. અનેક ભવ્યજીવોને દીક્ષા આપી છેવટે મોક્ષે ગયા. શેઠ દેવ પણ પછી બારમા દેવલોકમાંથી ઍવી મોટા રાજા બની પર્વમહિમા સાંભળી જાતિસ્મરણજ્ઞાન પામ્યા. દીક્ષા લઇ કેવળી થઇ મોક્ષે ગયા. આ પર્વતિથી અંગે કથા છે. તૃતીય પ્રકાશ પૂર્ણ થયો. શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #237 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રકાશ : ચાતુર્માસિક કૃત્ય પર્વકૃત્ય કહ્યું. હવે અડધી ગાથામાં ચાતુર્માસિક કૃત્ય કહેવામાં આવે છે. HeFmGceeme mecageDe-evejecei eneste,meselememele -- (છા. તિવાતુર્માસે સમુચિતનિયમગ્રë: પ્રવૃષિ વિશેષેT II) શબ્દાર્થ :- દરેક ચોમાસીએ સમુચિત નિયમો લેવા. એમાં પણ વર્ષો ચોમાસીએ વિશેષથી લેવા. વિસ્તરાર્થ :- જે શ્રાવકે પરિગ્રહ પરિમાણ વ્રત લીધું હોય, તેણે દરેક ચોમાસામાં પૂર્વે લીધેલા નિયમમાં કાંઇક ઓછું કરવું. જેણે પરિમાણવ્રત પૂર્વે ન લીધું હોય, તેણે પણ દરેક ચોમાસામાં યોગ્ય નિયમ અંગીકાર કરવા. વર્ષાકાળના ચોમાસામાં તો વિશેષથી ઉચિત નિયમ ગ્રહણ કરવા જ. તેમાં જે નિયમ જે સમયે લેવાથી બહુ ફળ થાય, તથા જે નિયમ ન લેવાથી ઘણી વિરાધના અથવા ધર્મની નિંદા વગેરે દોષો થાય, તે નિયમ તે વખતે લેવા ઉચિત કહેવાય છે. જેમ કે વર્ષાકાળમાં ગાડાં-ગાડી ચલાવવાની બાધા વગેરે લેવી તથા વાદળ, વર્ષાદિ થવાથી ઇયળોવગેરે પડવાને લીધે રાયણ તથા કેરી વગેરે ફળનો ત્યાગ કરવો તે ઉચિત નિયમ છે. અથવા દેશ, પુર, ગામ, જાતિ, કુળ, વય, અવસ્થાવગેરેની અપેક્ષાએ નિયમોમાં ઔચિત્ય જાળવવું. બે પ્રકારના નિયમ તે નિયમો બે પ્રકારના છે, એક દુ:ખે પળાય એવા; તથા બીજા સુખે પળાય એવા. અવિરતિધર ધનવાનો અને વેપારીઓ સચિત્તરસનો ત્યાગ તથા શાકનો ત્યાગ અને રોજ સામાયિક કરવું વગેરે નિયમ દુ:ખે પાળી શકે. પરંતુ પૂજા, દાન વગેરે નિયમો સુખેથી પાળી શકે. દરિદ્રી પુરુષોની વાત એથી ઊલટી છે. તો પણ ધર્મમાં ચિત્ત લાગે, તો ચક્રવર્તી તથા શાલીભદ્ર જેવા મહાપુરુષોએ જેમ દીક્ષાદિ કષ્ટ સહન કર્યો, તેમ બધા નિયમ સુખેથી પાળી શકાય. કહ્યું છે કે – ત્યાં સુધી જ મેરુપર્વત ઊંચો છે, સાગર દુષ્કર છે, અને કાર્યનું સ્વરૂપ વિષમ છે; જ્યાં સુધી એઅંગે ધીરપુરુષ દૃઢ નિર્ણય કરતાં નથી. છતાં પાળવા કઠીણ પડે એવા નિયમ લેવાની શક્તિ ન હોય, તો પણ સુખે પળાય એવા નિયમ તો શ્રાવકે જરૂર લેવા જ. જેમકે વર્ષાકાળમાં કૃષ્ણ તથા કુમારપાળ વગેરેની જેમ બધી દિશામાં જવાનો ત્યાગ કરવો ઉચિત છે. તેમ કરવાની શક્તિ ન હોય, તો જ્યારે જે દિશામાં ગયા વિના ચાલી શકે એમ હોય, ત્યારે તે તરફ જવું નહી. એ જ રીતે સચિત્ત વસ્તુનો ત્યાગ ન કરી શકે, તો જ્યારે જે વસ્તુ વિના ચાલી શકે એમ હોય, ત્યારે તે વસ્તુનો નિયમ લેવો. જે માણસને જે ઠેકાણે જે વસ્તુ મળવાનો સંભવ ન હોય, જેમ કે ગરીબને હાથીવગેરે, મારવાડમાં પાનવગેરે તથા ચોમાસામાં કેરી વગેરે ફળો દુર્લભ છે. તે પુરુષે તે ઠેકાણે તે વખતે તે વસ્તુનો તો નિયમ ગ્રહણ કરવો. આ રીતે દુર્લભ વસ્તુનો નિયમ કરવાથી પણ વિરતિ વગેરે મોટું ફળ થાય છે. | દુર્લભના ત્યાગ અંગે દ્રમકમુનિનું દષ્ટાંત એમ સંભળાય છે કે રાજગૃહી નગરીમાં એક ભિખારીએ દીક્ષા લીધી. તે જોઇ લોકો “એણે શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૨૯ Page #238 -------------------------------------------------------------------------- ________________ ઘણું ધન છોડી દીક્ષા લીધી !” એ રીતે તેની હાંસી કરવા લાગ્યા. તેથી ગુરુ મહારાજે વિહાર કરવાની વાત કરી. ત્યારે અભયકુમારે ચૌટામાં ત્રણ કરોડ સોનૈયાનો એક મોટો ઢગલો કરી બધાને બોલાવી કહ્યું કે, “જે પુરુષ કૂવાવગેરેનું પાણી, અગ્નિ અને સ્ત્રીનો સ્પર્શ આ ત્રણનો કાયમ માટે ત્યાગ કરે, તેણે આ ધનનો ઢગલો ગ્રહણ કરવો.” લોકોએ વિચાર કરી કહ્યું કે, “ત્રણ કરોડ ધન છોડી શકાય, પરંતુ પાણી વગેરે ત્રણ વસ્તુ ન છોડાય.” ત્યારે મંત્રીએ કહ્યું - અરે મૂઢ લોકો ! તો તમે દ્રમકમુનિની હાંસી કેમ કરો છો? એણે તો પાણીવગેરેનો ત્યાગ કરી ત્રણ કરોડ ધનના ત્યાગથી પણ મોટો ત્યાગ કર્યો છે. પછી પ્રતિબોધ પામેલા લોકોએ દ્રમક મુનિને ખમાવ્યા. આમ દુર્લભ વસ્તુઅંગે પણ નિયમ ગ્રહણ કરવો જોઇએ. એ નિયમ નહીં લેવા૫૨ પણ પશુની જેમ અવિરતિનો દોષ અને તે નિયમથી મળતા પુણ્યલાભની હાનિ એમ બંને પ્રકારે નુકસાન છે. ભર્તૃહરિએ કહ્યું છે – ‘અમે સહન કર્યું પણ એ ક્ષમાભાવથી નહીં, ઘર સંબંધી ઉચિત સુખો છોડ્યા, પણ તે સંતોષથી નહીં (પણ દુનિયાદારીની મજબુરીથી), દુઃસહ ટાઢ, વાયુ અને તાપ સહન કર્યા, પણ ક્લેશ વેઠીને તપ કર્યો નહીં. રાત-દિવસ ધનનું ધ્યાન કર્યા કર્યું, પણ નિયમિત પ્રાણાયામ કરીને મુક્તિનું ધ્યાન ધર્યું નહીં. આ રીતે મુનિઓએ કરેલા તે તે કાર્યો અમે તો કર્યાં, પણ તે તે કાર્યોના ફલ તો અમને પ્રાપ્ત જ ન થયા.” દિવસે એકવાર ભોજન કરે તો પણ પક્ખાણ કર્યા વિના એકાસણાનું ફળ મળતું નથી. લોકમાં પણ એવી જ રીત છે કે, કોઇ માણસ કોઇનું ઘણું ધન ઘણા કાળ સુધી વાપરે, તો પણ વ્યાજ અંગે નક્કી ન કરે તો તે ધનનું થોડું વ્યાજ પણ મળતું નથી. દુર્લભ વસ્તુનો નિયમ ગ્રહણ કર્યો હોય, તો કદાચ કોઇ રીતે તે વસ્તુનો યોગ આવી જાય, તો પણ નિયમ લેનાર માણસ તે વસ્તુ લેતો નથી જ. જો નિયમ ન હોય, તો લઇ પણ લે. આમ નિયમનું ફળ સ્પષ્ટ જ છે. જેમ પલ્લીપતિ વંકચૂલને ગુરુમહારાજે “અજાણ્યા ફળ ખાવા નહીં” એવો નિયમ આપ્યો હતો, તેથી જંગલમાં તેણે તીવ્ર ભૂખ હોવા છતાં અને લોકોએ ઘણું કહેવા છતાં કિંપાક ફળ અજાણ્યા હોવાથી ખાધા નહીં. પણ તેની સાથેના લોકોએ ખાધાં, તેથી તે બધા મરણ પામ્યા. દરેક ચોમાસામાં નિયમ લેવાનું કહ્યું, તેમાં ચોમાસું એ ઉપલક્ષણ જાણવું. તેથી પખવાડિયાના અથવા એક, બે ત્રણ માસના તથા એક, બે અથવા તેથી વધુ વર્ષના પણ નિયમ શક્તિમુજબ ગ્રહણ કરવા. જે નિયમ જ્યાં સુધી અને જે રીતે આપણાથી પળાય, તે નિયમ ત્યાં સુધી અને તે રીતે લેવા. તથા પોતાની અપેક્ષાએ ઉચિત નિયમો અવશ્ય લેવા, પણ નિયમ વિના એક ક્ષણ પણ રહેવું નહીં, કેમકે વિરતિ (ત્યાગ) મોટા ફળવાળી છે અને અવિરતિ ઘણા કર્મબંધ વગેરેરૂપ મોટા દોષવાળી છે એ વાત પૂર્વે કરી જ છે. પૂર્વે જે નિયમો કહ્યા હતા, તે જ નિયમો વર્ષાકાળના ચોમાસામાં વિશેષથી લેવા. દિવસમાં બે વાર અથવા ત્રણ વાર પૂજા, અષ્ટપ્રકારી પૂજા, સંપૂર્ણ દેવવંદન, દેરાસરમાં બધા ભગવાનની પૂજા અથવા વંદન, સ્નાત્ર મહોત્સવ, મહાપૂજા, પ્રભાવનાવગેરે અભિગ્રહ લેવા, તથા ગુરુને મોટું વંદન, દરેક સાધુને વંદન, ચોવીશ લોગસ્સનો કાઉસ્સગ્ગ, નવા જ્ઞાનનો પાઠ, ગુરુની સેવા, બ્રહ્મચર્ય, અચિત્ત પાણી પીવું, સચિત્તનો ત્યાગ ઇત્યાદિ અભિગ્રહ લેવા. તથા વાસી, વિદળ, પૂરી, ૨૩૦ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #239 -------------------------------------------------------------------------- ________________ પાપડ, વડીવગેરે સૂકું શાક, તાંદલજાવગેરે પાંદડાની ભાજી, ખારેક, ખજુર, દ્રાક્ષ, ખાંડ, સૂંઠવગેરે વસ્તુનો વર્ષાકાળના ચોમાસામાં ત્યાગ કેમકે એ વસ્તુઓમાં લીલ, ફુગ, કંથુઆ અને ઇયળો વગે૨ે ઉત્પન્ન થવાનો સંભવ રહે છે. ઔષધ વગેરે કામમાં ઉપર કહેલી વસ્તુ લેવી હોય તો સારી રીતે તપાસીને ઘણી જ સંભાળથી લેવી. તેમજ વર્ષાકાળના ચોમાસામાં ખાટલો, ન્હાવું, માથામાં ફૂલ વગેરે ગુંથાવવાં, લીલું દાંતણ, પગરખાં વગેરેનો યથાશક્તિ ત્યાગ કરવો. ભૂમિ ખોદવી, વસ્ત્ર વગેરે રંગવા, ગાડા ચલાવવા બીજે ગામે જવું વગેરેની પણ બાધા લેવી. ઘર, દુકાન, ભીંત, થાંભલો, કબાટ, પાટ, પાટિયું, શીકું, ઘીનાં, તેલનાં તથા પાણીવગેરેનાં તથા બીજા વાસણ, ઇંધણ, ધાન્યવગેરે વસ્તુઓમાં ફુગ વગેરે ન થાય, તે માટે જે-જે સંબંધી જે યોગ્ય હોય તે તે પ્રમાણે કોઇને ચૂનો લગાડવો, કોઇમાં રાખ ભેળવવી તથા મેલ કાઢી નાંખવો, તડકામાં મૂકવું, ઠંડકવાળી જગ્યામાં અથવા ભેજ ન હોય તેવા સ્થાનમાં રાખવું, વગેરે તથા પાણીને પણ બે ત્રણ વાર ગાળવું વગેરે સંભાળ લેવી. ચીકણી વસ્તુ, ગોળ, છાશ, પાણી વગેરેની પણ સારી રીતે ઢાંકણું વગેરે મૂકીને સંભાળ કરવી. ઓસામણનું પાણી વગેરે નિગોદ-સેવાળ વળેલી ન હોય એવી ધૂળવાળી શુદ્ધ ભૂમિપર છુટું અને થોડું થોડું નાંખવું. ચૂલા અને દીવા ઉઘાડા ન રહે તે માટે ખાસ સંભાળ લેવી. ખાંડવું, દળવું, રાંધવું, વસ્ત્ર - પાત્ર વગેરે ધોવું ઇત્યાદિ કામમાં પણ સારી રીતે જોઇ કરીને સંભાળ રાખવી. દેરાસરની તથા પૌષધશાળા વગેરેની પણ જોઇએ એવી રીતે સમારકામવગેરે કરી ઉચિત જયણા રાખવી. (‘જયણા પોથી’ ખાસ વાંચવી.) વળી ઉપધાન, માસાદિ પ્રતિમા, કષાયજય, ઇંદ્રિયજય, યોગવિશુદ્ધિ, વીશસ્થાનક, અમૃત આઠમ, અગિયાર અંગ, ચૌદ પૂર્વ વગેરે તપ તથા નમસ્કારફળ તપ, ચતુર્વિંશતિકા તપ, અક્ષયનિધિ તપ, દમયંતી તપ, ભદ્રશ્રેણી તપ, મહાભદ્રશ્રેણી તપ, સંસારતારણ તપ, અઠ્ઠાઇ, પક્ષખમણ, માસક્ષમણ વગેરે મોટો તપ પણ યથાશક્તિ કરવો. સાંજે ચોવિહાર અથવા તિવિહારનું પચ્ચક્ખાણ કરવું. વિગઇનો ત્યાગ તથા પૌષધ ઉપવાસ વગેરે કરવા. દરરોજ અથવા પારણાના દિવસે અતિથિસંવિભાગનો અવશ્ય લાભ લેવો વગેરે. પૂર્વાચાર્યોએ કહેલા ચાતુર્માસિક અભિગ્રહો પૂર્વાચાર્યોએ ચોમાસાના અભિગ્રહો કહ્યા છે, તે આ પ્રમાણે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર સંબંધી દ્રવ્યાદિ ભેદથી અનેક પ્રકારના ચાતુર્માસિક અભિગ્રહો હોય છે. તેનો અનુક્રમ આ પ્રમાણે - જ્ઞાનાચારમાં પરિપાટીથી સ્વાધ્યાય કરવો. (ક્રમસર જે સૂત્રાદિ ગોખવાના હોય, તે ગોખવા) વ્યાખ્યાન સાંભળવું, સાંભળેલા ઉપદેશપર ચિંતન કરવું અને સુદ પાંચમે યથાશક્તિ જ્ઞાનની પૂજા કરવી. દર્શનાચારમાં જિનમંદિરમાં કાજો કાઢવો, લીપવું, ગહુંલી માંડવી વગેરે તથા જિનપૂજા, ચૈત્યવંદન ક૨વા અને જિનબિંબને ઓપ કરીને નિર્મળ કરવા આદિ કાર્યો કરવા. - ચારિત્રાચારમાં જળો મૂકાવવી નહીં. જૂ તથા શરીરમાં રહેલા ગંડોળ પાડવા નહીં, કીડાવાળી વનસ્પતિને ખાર ન દેવો. લાકડામાં, અગ્નિમાં તથા ધાન્યમાં ત્રસ જીવની રક્ષા કરવી. કોઇને આળ ન દેવું, આક્રોશ ન કરવો, કઠોર વચન ન બોલવું, દેવ-ગુરુના સોગન ન ખાવા, ચાડી ન ખાવી તથા બીજાની હલકી વાતો નહીં ક૨વી. પિતાની તથા માતાની દૃષ્ટિ ચૂકવીને કામ ન કરવું. નિધાન, કર શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૩૧ Page #240 -------------------------------------------------------------------------- ________________ . ના. અને પડેલી વસ્તુઅંગે જયણા કરવી. દિવસે બ્રહ્મચર્ય પાળવું, રાતે પણ પુરુષે પરસ્ત્રી તથા સ્ત્રીએ પરપુરુષપાસે જવું નહીં. ધન, ધાન્યવગેરે નવવિધ પરિગ્રહનું પરિમાણ જેટલું રાખ્યું હોય, તેમાં પણ ઘટાડો કરવો. દિશાપરિમાણ વ્રતમાં પણ કોઇને મોકલવું, સંદેશો કહેવરાવવો, અધોભૂમિએ જવું વગેરે તજવું. સ્નાન, અંગરાગ, ધૂપ, વિલેપન, આભૂષણ, ફૂલ, તાંબૂલ, બરાસ, અગર, કેસર, અંબર અને કસ્તૂરી તથા રત્ન, હીરા, મણિ, સોનું, રૂપું, મોતી વગેરેનું પરિમાણ કરવું. ખજૂર, દ્રાક્ષ, દાડમ, ઉત્તતિય (વનસ્પતિવિશેષ), નાળિએર, કેળાં, જામફળ, જાંબુ, રાયણ, નારંગી, બીજોરાં, કાકડી, અખરોટ, વાયફલ, કોઠ, ટિંબરૂ, બિલીફળ, આમલી, બોર, ખિલૂક ફળ, ચીભડાં, ચીભડી, કેરાં, કરમદા, ભોરડ, લિંબુ, આમ્બવેતસ, એમનું અથાણું, અંકુરા, જાતજાતનાં ફૂલ તથા પાંદડા, સચિત્ત, બહુબીજ, અનંતકાય વગેરેનો ત્યાગ કરવો. વિગઇનું અને વિગઇથી બનેલી વસ્તુનું પરિમાણ કરવું. વસ્ત્ર ધોવાં, લિંપવું, ખેતર ખેડવું હવરાવવું, બીજાની જૂ કાઢવી, ખેતર સંબંધી જાતજાતનાં કામો, ખાંડવું, દળવું, પાણીમાં ઝીલવું, અન્ન રાંધવ, માંજવું વગેરેમાં ઘટાડો કરવો. તથા ખોટી સાક્ષી પૂરવી નહીં. દેશાવકાશિક વ્રતમાં ભૂમિ ખોદવાનું, પાણી લાવવાનું, કપડાં ધોવાનું, જાવાનું, પીવાનું અગ્નિ સળગાવવાનું, દીવો કરવાનું, લીલોતરી કાપવાનું, અમર્યાદિત બોલવાનું તથા વડીલોએ નહીં આપેલું લેવું તથા સ્ત્રીએ પુરુષ સાથે તથા પુરુષ સ્ત્રી સાથે બેસવું, સુવું, બોલવું, જોવું વગેરે વ્યવહારના સંબંધમાં પરિમાણ રાખવું, દિશા પરિમાણ કરવું. તથા ભોગોપભોગનું પણ પરિમાણ રાખવું. તેમજ બધા અનર્થદંડ ઘટાડવા. સામાયિક, પૌષધ તથા અતિથિસંવિભાગમાં પણ જે છૂટ રાખી હોય, તેમાં દરરોજ કંઇક ઓછું કરવું. ખાંડવું, રાંધવું, જમવું, ખણવું, વસ્ત્રાદિ રંગવું, કાંતવું, પીંજવું, લોઢવું, ઘર વગેરે ધોળાવવું, લીપવું, ઝાટકવું, વાહન ઉપર ચઢવું, લીખ વગેરે જોવી, પગરખાં પહેરવાં, ખેતર નીંદવું, લણવું, વીણવું વગેરે કાર્યોમાં બને ત્યાં સુધી સંવરણ કરવું (= નહીં કરવાં), ભણવું, દેરાસરોમાં દર્શન કરવા, વ્યાખ્યાન સાંભળવા, નવકાર ગણવા વગેરે કામોમાં તથા જિનમંદિરના બધા કામોમાં વિશેષ પ્રયત્નઉદ્યમ કરવા. આઠમ, ચૌદશ, કલ્યાણક તિથિઓમાં તપ વિશેષ કરેલા હોય, તેનો લોકોને ધર્મ પમાડવા વર્ષ દિવસમાં ઉદ્યાપન મહોત્સવ કરવો. ધર્મમાટે મુહપત્તિ, પાણીનાં ગળણાં તથા ઔષધ વગેરે આપવાં, યથાશક્તિ સાધર્મિક-વાત્સલ્ય કરવું, અને ગુરુનો વિનય સાચવવો. દર મહિને સામાયિક તથા દર વર્ષે પૌષધ તથા અતિથિસંવિભાગ યથાશક્તિ કરવા.” આ રીતે શ્રાવક-શ્રાવિકાના ચોમાસા સંબંધી નિયમ કહ્યા છે. ચાતુર્માસિક નિયમઅંગે રાજકુમારનું દષ્ટાંત આ અંગે આ પ્રમાણે કથા છે. વિજયપુરમાં વિજયસેન નામે રાજા હતો. તેને ઘણા પુત્રો હતા. તેમાં વિજયશ્રી રાણીનો પુત્ર રાજ્ય યોગ્ય છે એમ જાણી રાજા “બીજા રાજકુમારો અને મારી નાખે નહીં' એવા આશયથી એનું સન્માન કરતા નથી. તેથી દુભાયેલા રાજકુમારે વિચાર્યું - લાત લાગવાથી ધૂળ ઉડીને માથાપર જાય છે. તેથી પોતાના સ્થાને અપમાન પામતા જીવો કરતાં તો ધૂળ સારી. તેથી મારે અહીં રહેવાથી સર્યું. હું હવે પરદેશ જઇશ. કેમકે જે પુરુષ ઘરમાંથી બહાર નીકળીને સેંકડો આશ્ચર્યથી ભરેલા સંપૂર્ણ પૃથ્વીમંડળને જોતો નથી, તે કુવાના દેડકા જેવો છે. પૃથ્વીમંડળમાં ભ્રમણ ૩૨. શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #241 -------------------------------------------------------------------------- ________________ કરનારા પુરુષો દેશદેશની ભાષાઓ જાણે છે, દેશદેશના વિચિત્ર રિવાજ જાણે છે, અને વિવિધ પ્રકારના આશ્ચર્યકારી ચમત્કાર જુએ છે.” (જો કે આજે રજાના દિવસોમાં જેઓ દેશ કે દુનિયાની સફરે નીકળે છે, તેઓ તો અમુક દિવસમાં અમુક નિશ્ચિત સ્થાનો ને ત્યાંના પ્રાકૃતિક કે કૃત્રિમ સૌંદર્ય જોઇ પોતાને ધન્ય-ધન્ય માની બેસે છે. એમાં તો તીર્થયાત્રા, પ્રભુભક્તિ કે ગુરુવંદનાદિનો પણ આશય નથી. તેથી સ્ટેટસ માટેની આ બધી ટુરો નર્યો દેખાડો છે - મહા અનર્થ દંડ છે.) એમ વિચારી રાજકુમાર રાતે કોઇ જાણે નહીં એ રીતે હાથમાં તલવાર લઇ નગર છોડી પૃથ્વી પર ઇચ્છા મુજબ ભમવા માંડ્યો. એકવાર જંગલમાં ફરતાં બપોરના સમયે ભૂખ-તરસથી બહુ હેરાન થયો. એટલામાં સર્વાગે દિવ્ય આભૂષણ પહેરેલો એક દિવ્ય પુરુષ આવ્યો. એ પુરુષે રાજકુમારને પ્રેમથી બોલાવી એક સર્વોપદ્રવવારક (બધા ઉપદ્રવ અટકાવતું) અને બીજું સર્વેષ્ટસાધક (બધી ઇષ્ટ વસ્તુ આપતું) એમ બે રન આપ્યા. ત્યારે કુમારે પૂછ્યું - તમે કોણ છો? તે પુરુષે કહ્યું – તું તારા નગર પાછો ફરશે ત્યારે ત્યાં તને મુનિરાજ મારું ચરિત્ર કહેશે. પછી રાજકુમાર તે રત્નોના પ્રભાવથી બધે યથેચ્છ વિલાસ કરતો કરતો કુસુમપુર પહોંચ્યો. ત્યાં થતી ઘોષણાથી જાણ્યું કે - અહીંનો રાજા દેવશર્મા આંખની તીવ્ર વેદના ભોગવી રહ્યો છે. તેથી રાજકુમારે પહેલા રત્નના પ્રભાવથી રાજાની પીડા દૂર કરી. રાજાએ પ્રસન્ન થઇ રાજકુમારને પોતાનું રાજ્ય તથા પુણ્યશ્રી નામની પુત્રી આપી પોતે દીક્ષા લીધી. (તન, અંગ, ઇન્દ્રિય કે ધન અંગે આવેલી બીમારીખોડ-ખાપણ-આપત્તિ દૂર થાય, તો સમજુ વ્યક્તિ એનો પૂરો અથવા પહેલો ઉપયોગ ધર્મમાર્ગે કરી એઅંગે આવનારા ભાવી કષ્ટથી કાયમી છુટકારો મેળવે છે.) પછી કુમારના પિતાએ પણ કુમારને રાજ્ય ઉપર બેસાડી પોતે દીક્ષા લીધી. આ રીતે રાજકુમાર બે રાજ્યો ચલાવવા લાગ્યો. એકવાર ત્રણ જ્ઞાનના ધણી થયેલા દેવશર્મા રાજર્ષિએ કુમારનો પૂર્વભવ આ રીતે કહ્યો કે – “ક્ષમાપુરીમાં સુવ્રત નામે શેઠ હતો, તેણે ગુરુ પાસે પોતાની શક્તિ પ્રમાણે ચોમાસા સંબંધી નિયમો લીધા હતા. તેનો એક નોકર હતો. તે પણ દરેક વર્ષાકાળના ચોમાસામાં રાત્રિભોજનના તથા મધ, મદ્ય, માંસ સેવનના ત્યાગનો નિયમ કરતો હતો. પછી મરણ પામેલો એ ચાકર જ તું રાજકુમાર થયો, અને સુવ્રત શેઠનો જીવ મોટો ઋદ્ધિવંત દેવ થયો. તેણે પૂર્વભવની પ્રીતિથી તને બે રત્નો આપ્યાં” આ રીતે પૂર્વભવ સાંભળી કુમાર જાતિસ્મરણ જ્ઞાન પામ્યો. પછી ઘણા પ્રકારના નિયમ પાળી સ્વર્ગે ગયો. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે. આ રીતે ચોમાસાના નિયમ ઉપર કથા કહી છે. ચાતુર્માસિક કૃત્યો અંગે લૌકિક શાસ્ત્રોનું સમર્થન લૌકિકગ્રંથોમાં પણ આ વાત કહી છે. વસિષ્ઠ ઋષિએ પૂછ્યું, “હે બ્રહ્મદેવ! વિષ્ણુ ક્ષીરસમુદ્રમાં શી રીતે નિદ્રા કરે છે? તે નિદ્રા કરે ત્યારે શી શી વસ્તુ વર્જવી? અને તે વર્જવાથી શું શું ફળ મળે?” બ્રહ્મદેવે કહ્યું : “હે વસિષ્ઠ! વિષ્ણુ ખરેખર નિદ્રા કરતા જ નથી, તેથી જાગૃત પણ થતા નથી, પરંતુ વર્ષાકાળ આવે, ત્યારે ભક્તિથી વિષ્ણુનો એ બધો ઉપચાર કરાય છે. હવે વિષ્ણુ યોગનિદ્રામાં રહે, ત્યારે શું શું વર્જવું? તે સાંભળ. જે પુરુષ ચોમાસામાં (= વિષ્ણુ સુતા હોય ત્યારે) મુસાફરી ન કરે, માટી ન ખણે, તથા રીંગણાં, ચોળા, વાલ, કલથી, તુવેર, કાલિંગડા, મૂળા અને તાંદળજો એટલી વસ્તુનો ત્યાગ શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૩૩ Page #242 -------------------------------------------------------------------------- ________________ કરે. તથા હે વસિષ્ઠ! જે પુરુષ ચોમાસામાં એક અન્ન ખાય, જે પુરુષ હંમેશા તથા ઘણું કરી ચોમાસામાં રાત્રિભોજન ન કરે, તે આ લોકમાં તથા પરલોકમાં બધી અભીષ્ટ વસ્તુ પામે. જે પુરુષ ચોમાસામાં મધ, માંસ વર્જે છે, તે દરેક મહીને સો વર્ષ સુધી કરેલા અશ્વમેધ યજ્ઞનું પુણ્ય પામે છે વગેરે. માર્કંડેય ઋષિએ પણ કહ્યું છે કે – હે રાજન્ ! જે પુરુષ ચોમાસામાં તેલમર્દન કરતો નથી , તે ઘણા પુત્ર તથા ધન પામે છે અને નિરોગી રહે છે. જે પુરુષ પુષ્પાદિકનો ભોગ છોડી દે છે, તે સ્વર્ગલોકમાં પૂજાય છે. જે પુરુષ કડવો, ખાટો, તૂરો, મીઠો અને ખારો એ રસોથી ઉત્પન્ન થતા રસોને વર્ષે, તે પુરુષ કોઇ ઠેકાણે પણ કુરૂપતા તથા દૌર્ભાગ્ય પામતો નથી. પાન ખાવાનું છોડે તો ભોગી થાય અને શરીરે લાવણ્ય પામે. જે ફળ, શાક અને પાંદડાનું શાક છોડે તે ધન તથા પુત્ર પામે. હે રાજન! ચોમાસામાં ગોળ ન ખાય તો મધુર સ્વરવાળો થાય. તાવડી ઉપર પાકેલું અન્ન ભક્ષણ કરવાનું તજે, તો બહુ સંતતિ પામે. ભૂમિપર સંથારે સૂઇ રહે, તો વિષ્ણુનો સેવક થાય. દહીં તથા દૂધ વર્જે, તો ગોલોક નામના દેવલોક જાય. બપોર સુધી પાણી પીવાનું તજે, તો રોગોપદ્રવ ન થાય. જે પુરુષ ચોમાસામાં એકાંતર ઉપવાસ કરે, તે બ્રહ્મલોકે પૂજાય. જે પુરુષ ચોમાસામાં નખ અને કેશ ન ઉતારે, તે દરરોજ ગંગાસ્નાનનું ફળ પામે. જે પારકું અન્ન તજે, તે અનંત પુણ્ય પામે. ભોજન કરતી વખતે જે મૌન ન રહે. તે કેવળ પાપ જ ભોગવે છે એમ જાણવું. મૌન ભોજન કરવું ઉપવાસ સમાન છે, માટે ચોમાસામાં જરૂર મૌન ભોજન તથા બીજા નિયમ રાખવા. ઇત્યાદિ ભવિષ્યોત્તર પુરાણમાં કહ્યું છે. તપાગચ્છીય શ્રી રત્નશેખરસૂરિ વિરચિત “શ્રાદ્ધવિધિપ્રકરણ'ની શ્રાદ્ધવિધિ કૌમુદી ટીકામાં ચતુર્થ ચાતુર્માસિક કૃત્ય પ્રકાશ સંપૂર્ણ થયો. રોજિંદો વેપાર કરનાર પણ સીઝનમાં વધુ માલ ભેગો કરી, વધુ વેપાર કરી વધુ કમાણી કરે છે એમ દૈનિક ધર્મોને આરાધતા શ્રાવકે ચોમાસામાં વિશેષ આરાધનાઓ કરી વિશેષ પુણ્યઉપાર્જન કરવું જોઇએ. ચોમાસાના ભેજ-પાણીવાળા દિવસોમાં જીવોત્પત્તિ ખૂબ જ થાય છે. તેથી જયણાસાવધાનીની અપેક્ષા પણ ખૂબ વધી જાય છે. તેથી ચોમાસાના દિવસોમાં તો વેપારમાટે કે તીર્થયાત્રામાટે પણ શક્ય પ્રવાસ ટાળવો જોઇએ. પર્વતીથીના દિવસોએ અને ચોમાસામાં જ્યારે પ્રવચન શ્રવણ અત્યંત આવશ્યક છે, ત્યારે લગ્ન, વિવાહ, પાર્ટી, પિકનીક જેવા કાર્યક્રમો ગોઠવવા જોઇએ નહીં. આપણા એ કાર્યક્રમમાં વ્યવહાર સાચવવાના નામે પણ જે શ્રાવક આવે, તે પર્વઆરાધના ચુકી જાય અને એમાં ચોમાસામાં તો ધારાબદ્ધ ચાલતા પ્રવચનોમાંથી એકાદ પણ પ્રવચન ચૂકી જવાપર એ ધારા તુટી જવાપર ‘હવે પ્રવચનમાં રસ નહીં રહે’ એમ માની પ્રવચનો છુટી જવાપર એ દ્વારા એ જે કાંઇ ધર્મ-સુકૃત કરવાથી વંચિત રહી જાય એમાં પાપના પૂરા ભાગીદાર આપણને બનવાનું થાય છે. ૨૩૪ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #243 -------------------------------------------------------------------------- ________________ પંચમ પ્રકાશ : વર્ષકૃત્ય. ચોમાસા સંબંધી કૃત્ય કહ્યાં. હવે રહેલી બારમી અડધી ગાથા અને તેરમી ગાથા મળી દોઢ ગાથામાં અગિયાર દ્વારથી વર્ષકૃત્ય કહે છે. Hef Jeej mehmebeece - meenesceDeyecfepefelei e--12-- ebeCeci ech CnJeCehbeceDeCe-Jeç {acen HedeDeccepeei ecj Dee - mepele De Gppeleceh len elel LeleYeJeCee meene--13-- (છી. પ્રતિવર્ષ સંપર્વનસાધર્મિમત્તિ - ચીત્રાત્રિમ્ --- जिनगृहे स्नपनं जिनधनवृद्धि-महापूजा धर्मजागरिका | श्रुतपूजा उद्यापनं तथा तीर्थप्रभावना शोधि:।।) શ્રાવકે દરવર્ષે કમસે કમ એકવાર પણ ૧. ચતુર્વિધ શ્રી સંઘની પૂજા, ૨. સાધર્મિક વાત્સલ્ય, ૩. તીર્થયાત્રા રથયાત્રા, અને અટ્ટાઇ યાત્રા એ ત્રણ યાત્રાઓ, ૪. સ્નાત્રમહોત્સવ, ૫. માળા પહેરી, ઇંદ્રમાળા વગેરે પહેરી, પહેરામણી કરવી, ધોતિયાં વગેરે આપવાં તથા ચઢાવો બોલી આરતી ઉતારવી વગેરે કરી દેવ દ્રવ્યની વૃદ્ધિ, ૬. મહાપૂજા, ૭. રાતે ધર્મજાગરિકા, ૮. શ્રુતજ્ઞાનની વિશેષપૂજા, ૯. અનેક પ્રકારનાં ઉજમણાં, ૧૦. જિનશાસનની પ્રભાવના અને ૧૧. આલોચણા. એટલા ધર્મકૃત્યો યથાશક્તિ કરવાં જોઇએ. સંઘપૂજા તેમાં શ્રી સંઘની પૂજામાં પોતાના કુળને તથા ધન વગેરેને અનુસરીને ઘણા આદરથી અને બહુમાનથી સાધુ-સાધ્વીના ખપમાં આવે એવી તથા આધાકર્મવગેરે દોષ રહિત વસ્ત્ર, કંબળ, ઓઘો, સૂતર, ઉન, પાત્રો, પાણીનાં તુંબડાં વગેરે, દાંડો, દાંડી, સોય, કાંટાને ખેંચી કાઢનારો ચીપિયો, કાગળ, ખડીયા, લેખણીનો સંગ્રહ, પુસ્તક વગેરે વસ્તુ ગુરુ-મહારાજને વહોરાવવી. દિનકૃત્યમાં કહ્યું છે કે – વસ્ત્ર, પાત્ર, પાંચ પ્રકાર પુસ્તક, કંબળ, ઓઘો, દાંડો, સંથારો, શય્યા તથા બીજું પણ ઔધિક તથા ઔપગ્રહિક મુહપત્તિ, દાંડી વગેરે જે કાંઇ શુદ્ધ અને સંયમને ઉપકારી હોય, તે આપવું. પુસ્તક અર્પણ આપવાદિક સમજવું (ઔધિક કે ઔપગ્રહિક ઉપધિમાં ન આવે.) જે વસ્તુ સંયમને ઉપકારી હોય, તે વસ્તુ ઉપકાર કરતી હોવાથી ઉપકરણ કહેવાય છે. તેથી અધિક વસ્તુ રાખવી તે અધિકરણ કહેવાય છે. સંયમની મર્યાદા મુકીને વસ્તુ પરિહારક-વાપરનારો અસંયત કહેવાય છે.” અહીં પરિહારક શબ્દનો અર્થ પરિભોગ કરનારો એવો કર્યો, કારણ કે Hey nej #g Yes cએવું વચન છે. આ પ્રવચનસારોદ્ધારની વૃત્તિમાં કહ્યું છે. તથા પ્રાતિહારિક, પીઠ, ફલક, પાટો વગેરે સંયમોપકારી બધી વસ્તુઓ સાધુ મુનિરાજને શ્રદ્ધાથી વહોરાવવી કે અર્પણ કરવી. સોય વગેરે વસ્તુઓ પણ સંયમના ઉપકરણ છે, એમ શ્રી કલ્પસૂત્રમાં કહ્યું છે. તે એવી રીતે કે DamCeF JelLef meDgF Gkedie alle અર્થ :- અશનાદિક. વસ્ત્રાદિક અને સોયાદિક એ ત્રણ ચતુષ્ક મળીને બાર , જેમકે ૧. અશન, ૨. પાન, ૩ ખાદિમ, ૪. સ્વાદિમ એ અશનાદિક ચાર, ૫. વસ્ત્ર, ૬. પાત્ર, ૭. કંબલ, ૮. પાદપ્રોંછનક (ઓઘો) એ વસ્ત્રાદિક ચાર, તથા ૯. સોય, ૧૦. અસ્ત્રો ૧૧. નખકતર અને ૧૨. કાન ખોતરવાની સળી એ સોયાદિક ચાર, શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૩૫ Page #244 -------------------------------------------------------------------------- ________________ આ રીતે ત્રણ ચતુષ્ક મળીને બાર વસ્તુ સંયમનાં ઉપકરણ છે. એમ જ શ્રાવક-શ્રાવિકારૂપ સંઘનો પણ શક્તિ મુજબ ભક્તિથી પહેરામણીવગેરે આપી સત્કાર કરવો. દેવગુરુ વગેરેના ગુણ ગાનારા યાચકાદિકોને પણ ઉચિત લાગે તેમ તૃપ્ત કરે. સંઘપૂજા ત્રણ પ્રકારે છે. એક ઉત્કૃષ્ટ, બીજી મધ્યમ અને ત્રીજી જઘન્ય. જિનમતધારી સર્વસંઘને મોટી પહેરામણી આપે તો ઉત્કૃષ્ટ સંઘપુજા થાય. સર્વ સંઘને માત્ર સૂતરવગેરે આપે તો જઘન્ય સંઘપૂજા થાય. બીજી બધી મધ્યમ સંઘપૂજા જાણવી. વધારે ધન ખરચવાની શક્તિ વિનાના એ પણ ગુરુમહારાજને સૂતર, મુહપત્તિ વગેરે તથા બે ત્રણ શ્રાવક-શ્રાવિકાઓને સોપારી વગેરે આપીને પણ દરવર્ષે સંઘપૂજા ભક્તિથી સાચવવી. ગરીબ માણસ એટલું કરે, તો પણ તેને ઘણો લાભ થાય. કહ્યું છે કે લક્ષ્મી ઘણી છતાં નિયમ આદરવો, શક્તિ છતાં ખમવું, યૌવન અવસ્થામાં વ્રત લેવું, અને ગરીબ અવસ્થામાં થોડું દાન આપવું આ ચાર મહાફળવાળા છે. વસ્તુપાળ મંત્રી વગેરે તો દરેક ચોમાસામાં સર્વ ગચ્છ સહિત શ્રી સકળ સંઘની પૂજા વગેરેમાં ઘણું ધન વાપરતા હતા એમ સંભળાય છે. દિલ્હીમાં જગસી શેઠના પુત્ર મહણસિંહ શ્રીતપાગચ્છાધિય પૂજ્ય શ્રી દેવચંદ્રસૂરિજીનો ભક્ત હતો. તેણે એકજ સંઘપૂજનમાં જિનમતધારી સકળ શ્રીસંઘને પહેરમણી વગેરે આપીને ચોરાશી હજાર ટંકનો વ્યય કર્યો. બીજે જ દિવસે મહણસિંહની વિનંતીપર પૂજ્ય આચાર્ય ભગવંતે મોકલેલા પંડિત શ્રી દેવમંગળ ગણિ પધાર્યા. તેમના પ્રવેશ વખતે મહણસિંહે સંક્ષિપ્ત સંઘપૂજામાં પણ છપ્પન હજાર ટંક વાપર્યા એમ સંભળાય છે. સાધર્મિક વાત્સલ્ય સાધર્મિક વાત્સલ્ય પણ બધા અથવા કેટલાક સાધર્મિક ભાઇઓનું શક્તિ પ્રમાણે કરવું. સાધર્મિક ભાઇનો યોગ મળવો પ્રાય: દુર્લભ છે, કેમકે બધા સાથે પરસ્પર બધા પ્રકારના સંબંધો પૂર્વે થઇ ચૂક્યા છે. પણ સાધર્મિકઆદિ સંબંધ બહુ ઓછા સાથે અને તે પણ ક્યારેક જ થાય છે. સાધર્મિકોનો સંગમ પણ જો મોટા પુણ્ય માટે થાય છે, તો તેમની ભગવાને કહી છે એવી ભક્તિની તો વાત જ શી કરવી? કહ્યું છે કે – એક તરફ બધા ધર્મો અને બીજી તરફ સાધર્મિક-વાત્સલ્ય રાખી બુદ્ધિરૂપી ત્રાજવાએ તોળીએ, તો બન્ને સરખા ઉતરે છે. સાધર્મિકનો આદર નીચે પ્રમાણે કરવો પોતાના પુત્રવગેરેના જન્મોત્સવ, વિવાહ કે તેવા બીજા પ્રસંગે સાધર્મિકોને આમંત્રણ આપવું અને ઉત્તમ ભોજન, પાન, વસ્ત્ર, આભરણ વગેરે આપવું. આપત્તિમાં આવેલા સાધર્મિકોને પોતાનું ધન વાપરી એમાંથી ઉગારવા. અંતરાયકર્મના દોષથી એમનો વૈભવ જતો રહે, તો ફરીથી એમને પૂર્વવતુ વૈભવશાળી બનાવવા. જે પોતાના સાધર્મિક ભાઇઓને પૈસેટકે સુખી ન કરે, તે પુરુષની મોટાઇ શા કામની? કહ્યું છે કે – જેમણે દીન, ગરીબ જીવોનો ઉદ્ધાર ન કર્યો, સાધર્મિકોનું વાત્સલ્ય ન કર્યું અને હૃદયમાં વીતરાગનું ધ્યાન ન કર્યું, તેમણે પોતાનો જન્મ વૃથા ગુમાવ્યો છે. કોઇ સાધર્મિક જો ધર્મથી ભ્રષ્ટ થતો હોય, તો તેવી તેવી કુશળતાથી ફરીથી ધર્મમાં દૃઢ કરવો. સાધર્મિક જો ધર્મકાર્ય ભૂલી જાય, તો સ્મારણા-યાદ કરાવવું. અનાચારમાં પ્રવૃત્ત થાય, તો વારણા-અટકાવવો. ચૂક થાય, તો નોદનાઠપકો આપવો. ફરીથી ચૂકે તો પ્રતિનોદના-કડક ઠપકો આપવો. તેમજ સાધર્મિકોને વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા વગેરેમાં યથાયોગ્ય જોડવા. ૨૩૬ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #245 -------------------------------------------------------------------------- ________________ શ્રાવિકાઓનું સાધર્મિક વાત્સલ્ય શ્રાવિકાઓનું પણ શ્રાવકો જેટલું જ - ઓછું-વત્તું કર્યા વગર વાત્સલ્ય કરવું, કેમકે તે સધવા હોય કે વિધવા જ્ઞાન-દર્શન-ચારિત્રથી યુક્ત છે, શીલવતી છે, સંતોષી છે, જૈનશાસન પ્રતિ અનુરાગી છે, માટે સાધર્મિક તરીકે માન્ય જ છે. શંકા :- લોકમાં તથા શાસ્ત્રમાં સ્ત્રીઓ દોષોનું સ્થાન જ કહેવાયેલી છે. તેઓ તો જમીનના આધાર વિના ઉગેલી વિષ વેલડી છે, વાદળ વિના ત્રાટકતી વીજળી છે, જેની કોઇ દવા નથી એવી વ્યાધિ છે, કારણ વિના મૃત્યુ દેનારી છે, નિમિત્ત વિના જ ઉત્પાત્તરૂપ છે, ફેણ વિનાની સાપણ છે, ગુફાની બહાર ફરતી વાઘણ છે, પ્રત્યક્ષ રાક્ષસી છે, વડીલો અને સ્વજનો સાથેના સ્નેહ સંબંધનો નાશ કરાવનારી છે, અસત્ય અને માયાથી ભરેલી છે ઇત્યાદિ કહેવાયું છે. કહ્યું જ છે - મૃષાવાદ, સાહસ, માયા, મૂર્ખતા, અતિલોભતા, અપવિત્રતા, નિર્દયતા આ બધા સ્ત્રીના સ્વભાવગત દોષો છે. જ્યારે અનંત પાપરાશિ ઉદયમાં આવે છે, ત્યારે સ્ત્રીપણું પ્રાપ્ત થાય છે. એમ હે ગૌતમ ! તું સમ્યક્ રીતે જાણ...આમ પ્રાય: બધા જ શાસ્ત્રોમાં ડગલે-પગલે સ્ત્રીઓની નિંદા જ દેખાય છે. તેથી તેઓનો તો દૂરથી જ ત્યાગ કરવો જોઇએ. એમનાં વળી દાન, સન્માન, વાત્સલ્ય શું કામ કરવાં જોઇએ? સમાધાન :- એવો એકાંત નિયમ નથી કે માત્ર સ્ત્રીઓ જ દોષોથી ભરેલી છે. કેમકે પુરુષોમાં પણ દોષો સમાનતયા છે જ. પુરુષો પણ ક્રુર મનવાળા, ઘણા દુષ્ટ, નાસ્તિક, કૃતઘ્ન, નમકહરામ વિશ્વાસઘાતી, જુઠું બોલનારા, પારકું ધન તથા પારકી સ્ત્રી પર આસક્ત થનારા, નિર્દય તથા દેવ-ગુરુને પણ ઠગનારા ઘણા જોવામાં આવે છે. પણ તેઓને જોઇને મહાપુરુષોની અવજ્ઞા કરવી ઉચિત નથી. એ જ રીતે ઉપરોક્ત દોષોવાળી સ્ત્રીઓ દેખાય છે, તો કેટલીક પવિત્ર ગુણવંતી સ્ત્રીઓ પણ છે. જેમકે તીર્થંકરોની માતાઓ તેવા ગુણોની ગરિમાવાળી હોવાથી જ ઇંદ્રો પણ તેમની પૂજા કરે છે ને મુનીન્દ્રો પણ તેમની સ્તવના કરે છે. લૌકિકો પણ કહે છે કે – સ્ત્રી એવો કોઇ અલૌકિક ગર્ભ ધારણ કરે છે કે જે ત્રણે જગતનો પણ ગુરુ થાય છે. તેથી જ વિદ્વાન પુરુષો સ્ત્રીની વિશિષ્ટ ગરિમાને વખાણે છે. કેટલીક સ્ત્રીઓ પોતાના શીયળના પ્રભાવથી અગ્નિને પાણી સમાન, પાણીને સ્થળ સમાન, હાથીને શીયાળિયા સમાન, સાપને દોરડી સમાન અને ઝે૨ને અમૃત સમાન કરે છે. તેમજ ચતુર્વિધ શ્રીસંઘનું ચોથું અંગ શ્રાવિકાઓ જ છે. શાસ્ત્રમાં જે તેમની ઘણી નિંદા સંભળાય છે, તે સ્ત્રી પ્રત્યે આસક્તિવાળા પુરુષોની આસક્તિ દુર કરવા માટે જ છે. સુલસાવગેરે શ્રાવિકાઓના ગુણોની તો તીર્થંકરોએ પણ ઘણી પ્રશંસા કરી છે. તેમના દૃઢ ધર્મનાં ઇંદ્રોએ પણ સ્વર્ગમાં વખાણ કર્યા છે. ગાઢ મિથ્યાત્વીઓ પણ એમને સમ્યક્ત્વથી ચળાવી શક્યા નથી. તેમજ કેટલીક શ્રાવિકાઓ ચરમ દેહવાળી (એજ ભવે મોક્ષે જનારી) તથા કેટલીક બે ત્રણ ભવ કરીને મોક્ષે જના૨ી શાસ્ત્રમાં સંભળાય છે. તેથી માતા, બેન કે પુત્રીની જેમ એમનું વાત્સલ્ય કરવું ઉચિત જ છે. દંડવીર્ય રાજાનું દૃષ્ટાંત રાજાઓ સાધર્મિક વાત્સલ્ય કરીને પોતાનું અતિથિસંવિભાગ વ્રત સાચવે છે. કેમકે, પ્રથમ અને શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૩૭ Page #246 -------------------------------------------------------------------------- ________________ ચરમ તીર્થકરોના તીર્થમાં મુનિઓને રાજપિંડ કલ્પતો નથી. આ વિષયમાં ભરત ચક્રવર્તીના વંશમાં થયેલા ત્રણ ખંડના અધિપતિ દંડવીર્ય રાજાનું દૃષ્ટાંત છે. દંડવીર્ય રાજા હંમેશા સાધર્મિકને જમાડી પછી જ પોતે ભોજન કરતા હતા. એક વખત ઇંદ્ર તેમની પરીક્ષા કરવાનું ધાર્યું. તેથી ઇંદ્ર દર્શન-જ્ઞાન ચારિત્રરૂપ ત્રણ રત્નોની સૂચક સુવર્ણની ત્રણ જનોઇ અને બાર તિલક ધારણ કરેલા તથા ભરતે રચેલા ચાર વેદના મુખપાઠ કરનારા અને તીર્થયાત્રા કરતા આવેલા કરોડો શ્રાવકો દેખાડ્યા. દંડવીર્ય તેમને ભક્તિથી નિમંત્રણ કરી જમાડી રહે છે, એટલામાં સૂર્ય આથમ્યો. એ રીતે લાગટ આઠ દિવસ શ્રાવકોની ભક્તિ કરતાં રાજાને આઠ ઉપવાસ થયા. પણ તેમની સાધર્મિક ભક્તિ તો યુવાન પુરુષની શક્તિની જેમ દિવસે દિવસે વધતી જ ગઇ. તેથી પ્રસન્ન થયેલા ઇંદ્ર તેમને દિવ્ય ધનુષ્ય, રથ, હાર, તથા બે કુંડળ આપી શત્રુંજયની યાત્રા કરવા તથા તીર્થોદ્ધાર માટે પ્રેરણા કરી. દંડવીર્યે પણ તે પ્રમાણે કર્યું. સંભવનાથ ભગવાન આદિના દષ્ટાંતો શ્રી સંભવનાથ ભગવાન પણ પૂર્વના ત્રીજા ભવમાં ધાતકીખંડમાં આવેલા ઐરાવતક્ષેત્રની ક્ષમાપુરિ નગરીમાં વિમળવાહન નામે રાજા હતા. ત્યારે તેમણે ભારે દુકાળમાં બધા સાધર્મિકોને ભોજનાદિક આપીને જિનનામકર્મ બાંધ્યું. પછી દીક્ષા લઇ નવમાં આનતદેવલોકમાં થઇ શ્રી સંભવનાથ તીર્થકર થયા. તેઓ ફાગણ સુદી આઠમના દિવસે અવતર્યા, ત્યારે મોટો દુકાળ હોવા છતાં તે જ દિવસે ચારે તરફથી બધી જાતનું ધાન્ય આવી પહોંચ્યું. તેથી તેમનું સંભવ નામ પડ્યું. બહદભાષ્યમાં કહ્યું છે કે “શં' શબ્દનો અર્થ સુખ છે. ભગવાનના દર્શનથી બધા ભવ્ય જીવોને સુખ થાય છે, માટે તેમને સંભવ કહે છે. આ વ્યાખ્યાને અનુસરીને બધા તીર્થકરોને સંભવ કહી શકાય. શ્રી સંભવનાથજી ભગવાનને “સંભવ” નામથી ઓળખવાનું બીજુ પણ કારણ જગદ્ગુરુ તીર્થકરો બતાવે છે. શ્રાવસ્તી નગરીમાં કાળદોષથી દુકાળ પડ્યો. ત્યારે બધા માણસો દુ:ખી થયા. પણ સેના દેવીની કુક્ષીમાં શ્રી સંભવનાથજી અવતર્યા ત્યારે ઇંદ્ર પોતે આવીને સેનાદેવીની પૂજા કરી, અને જગતના એકમાત્ર સૂર્યસમાન પુત્રની પ્રાપ્તિ થયાની સેનાદેવીને વધામણી આપી. તે જ દિવસે ધાન્યથી પરિપૂર્ણ ભરેલા ઘણા સાર્થો ચારે તરફથી આવ્યા. તેથી ત્યાં સારો સુભિક્ષ થયો. આમ તે ભગવાનના સંભવથી (અવતારથી) બધા ધાન્યોનો સંભવ થયો, તેથી માતા-પિતાએ તે ભગવાનનું સંભવ નામ રાખ્યું. દેવગિરિ (વર્તમાન દોલતાબાદ)માં જગસિંહ નામે શેઠ સમૃદ્ધિમાં પોતાને સમાન ત્રણસો સાઠ વાણોતર પાસે હંમેશા બહોંતેર હજાર ટંકનો વ્યય કરાવી પ્રતિદિવસ એકેક સાધર્મિક વાત્સલ્ય કરાવતો હતો. આ રીતે દર વર્ષે ત્રણસો સાઠ સાધર્મિક વાત્સલ્ય થતાં હતાં. થરાદમાં શ્રીમાળી આભૂનામના સંઘપતિએ ત્રણસો સાધર્મિકોને પોતાને સમાન કર્યા હતા. કહ્યું છે કે – તે સુવર્ણ પર્વતનો તથા રૂપાના પર્વતનો શું ઉપયોગ કે જેઓનો આશ્રય કરી રહેલાં ઝાડો (લાકડાના) ઝાડ જ રહે છે. પણ સોના રૂપાનાં થતાં નથી. એક મલય પર્વતને જ અમે ઘણું માન આપીએ છીએ. કેમકે, તેનો આશ્રય કરી રહેલા આંબા, લીંબડા અને કુટજ નામના વૃક્ષો પણ ચંદનમય થાય છે. સારંગ નામના શ્રેષ્ઠીએ પંચપરમેષ્ઠી મંત્ર (નવકાર) બોલનારા લોકોને એક ધારા-ક્રમ તોડ્યા વિના દરેકને સુવર્ણના ટંક આપ્યા. એક ચારણને, બોલ એમ ફરી ફરી કહેવાથી તે નવવાર નવકાર શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૩૮ Page #247 -------------------------------------------------------------------------- ________________ બોલ્યો, ત્યારે તેણે નવ સોનૈયા આપ્યા. આ રીતે સાધર્મિક વાત્સલ્યની વિધિ કહી છે. યાત્રાઓ આમ જ દર વર્ષે ઓછામાં ઓછી એક પણ યાત્રા કરવી. યાત્રાઓ ત્રણ પ્રકારની છે. ૧. અઢાઇ, ૨. રથયાત્રા અને તીર્થયાત્રા. આ રીતે ત્રણ પ્રકારની યાત્રા પંડિતજનો કહે છે. તેમાં અઠ્ઠાઇ યાત્રાનું સ્વરૂપ પૂર્વે કહ્યું છે. તેમાં સવિસ્તાર સર્વ ચૈત્યપરિપાટી કરવી વગેરે અઢાઇ યાત્રા તે ચૈત્યયાત્રા પણ કહેવાય છે. સંપ્રતિરાજાની રથયાત્રા રથયાત્રા કલિકાળસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ વિરચિત પરિશિષ્ટપર્વમાં આ રીતે વર્ણવી છે - પૂજ્ય શ્રીસુહસ્તિ આચાર્ય અવંતિનગરીમાં હતા, ત્યારે એ વર્ષે શ્રીસંઘે ચૈત્યયાત્રા ઉત્સવ કર્યો હતો. ભગવાન સુહસ્તિ આચાર્ય પણ દરરોજ સંઘ સાથે ચૈત્યયાત્રામાં આવી મંડપને શોભાવતા હતા. ત્યારે સંપ્રતિ રાજા તુચ્છ શિષ્યની જેમ હાથ જોડી સુહસ્તિસ્વામીની આગળ બેસતા હતા. ચૈત્યયાત્રા ઉત્સવ થઇ રહ્યા પછી સંઘે રથયાત્રા શરૂ કરી, કેમકે યાત્રાનો ઉત્સવ રથયાત્રા કરવાથી સંપૂર્ણ થાય છે. રથયાત્રામાં સુવર્ણ તથા માણેક રત્નોની કાંતિથી સૂર્યના રથની જેમ દિશાઓને પ્રકાશિત કરતો રથ નીકળ્યો. વિધિના જાણકાર ધનવાન શ્રાવકોએ રથમાં પધરાવેલી જિનપ્રતિમાની સ્નાત્રપૂજા વગેરે કરી. તે વખતે ૨થથી પડતું સ્નાત્રજળ જિનમહોત્સવ વખતે મેરુપર્વતપરથી પડતા જળની યાદ અપાવતું હતું. પછી જાણે કે પ્રભુને કોઇ વિનંતી ન કરી રહ્યા હોય એવા લાગતા શ્રાવકોએ મુખકોશ બાંધીને સુગંધી દ્રવ્યોથી પ્રભુને વિલેપન કર્યું. પછી માલતી, કમળ વગેરે ફુલોની માળાઓથી ભગવાનની પ્રતિમા શરદ ઋતુના વાદળોથી વીંટળાયેલી ચંદ્રકળાની જેમ શોભવા લાગી. પછી અગુરુના ધૂપની સેરોથી વીંટળાયેલી એ પ્રતિમા જાણે કે નીલ વર્ણના વસ્ત્રોથી શોભતી લાગતી હતી. પછી દીપતી ઔષધિસમુદાયવાળા પર્વતશિખરને પણ ઝાંખો પાડી દે એવી દીવાઓની ઝગમગતી જ્યોતવાળી આરતી શ્રાવકોએ કરી. અરિહંતના પરમભક્ત એવા તે શ્રાવકોએ ભગવાનને વંદન કરી ઘોડાઓની જેમ આગળ થઇ પોતે રથ ખેંચ્યો. તે વખતે નગરના સ્ત્રીવર્ગે ગરબા-રાસ શરૂ કર્યા, કે જે ચારે પ્રકારના વાજિંત્રનાદ વગેરેથી અત્યંત પ્રેક્ષણીય હતા. શ્રાવિકાવર્ગ પણ ચારે બાજુ વીંટળાઇને શ્રેષ્ઠ મંગળ ગીતો ગાવા લાગી. આ રીતે આરંભાયેલી રથયાત્રામાં પ્રભુનો ૨થ રોજ એક મોટા શ્રીમંતની હવેલી આગળ થોભે, ત્યાં વિશિષ્ટ પૂજા વગેરે થાય. એમ કરતાં કરતાં ઘણા કેસરયુક્ત પાણીના છંટકાવથી ભૂમિનો જાણે અભિષેક કરતો કરતો એ ૨થ સંપ્રતિ રાજાના મહેલ પાસે પહોંચ્યો. સંપ્રતિ રાજા પણ રથમાં રહેલા પ્રભુની પૂજા માટે ઉત્સાહી થયા. એ વખતે એમના સાડા ત્રણ કરોડ રોમાંચ હર્ષથી ઊભા થઇ ગયા. રાજા રથમાં રહેલા ભગવાનની અષ્ટપ્રકારી પૂજા કરી આનંદ સરોવરના હંસ સમાન બન્યા - આનંદનિમગ્ન બન્યા. એ જ રીતે મહાપદ્મ નામના ચક્રવર્તીએ પણ પોતાની માતાના મનોરથ પૂરવા મોટા આડંબર સાથે રથયાત્રાકરી હતી. શ્રી કુમારપાળ રાજાએ કરેલી રથયાત્રાઅંગે આમ કહેવાયું છે – ચૈત્ર મહીનાની આઠમના દિવસે ચોથા પહોરે શ્રી જિનભગવંતનો સુવર્ણમય ૨થ (=રથયાત્રા) મોટી ઋદ્ધિઓ સાથે નીકળે છે. એ વખતે ભેગા થયેલા નગરજનો સહર્ષ ‘મંગલ હો’ ‘જય હો' વગેરે શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૩૯ Page #248 -------------------------------------------------------------------------- ________________ પોકારો કરે છે. આ સુવર્ણરથ એટલો ઉંચો છે કે જેથી જાણે હાલતાં-ચાલતો મેરુપર્વત હોય એવો લાગે છે. (મેરુપર્વત પણ સોનાનો છે.) આ રથ સુવર્ણમય દંડપર લાગેલા ધ્વજ, છત્ર, ચામર વગેરેથી શોભી રહ્યો છે. આ રથ પ્રથમ ‘કુમારવિહાર” (કુમારપાળે બનાવેલું જિનાલય) ના દ્વારપર રાખવામાં આવે છે. મહાજન (નગરના આગેવાન શ્રાવકો) શ્રી પાર્શ્વજિનેશ્વરની પ્રતિમાને વિલેપન તથા ફુલના ઢગલાઓથી પૂજી પછી એ રથમાં સ્થાપે છે. પછી રથયાત્રા આરંભાય છે. એ વખતે વાજિંત્રોના નાદથી ગગનમંડળ ભરાઇ જાય છે. યુવતી વર્ગ હર્ષના અતિરેકથી નાચે છે. સામંતો અને મંત્રીઓ પણ એ રથયાત્રામાં જોડાય છે. એ રથ રાજાના મહેલ પાસે પહોંચે છે. ત્યારે કુમારપાળરાજા સ્વયં શ્રેષ્ઠ રેશમી વસ્ત્ર, સોનાના આભૂષણો વગેરેથી રથમાં રહેલા ભગવાનની પૂજા કરી ત્યાં વિવિધ પ્રકારના નૃત્ય વગેરે કરાવે છે. એ રાત ત્યાં જ રહી પછી સવારે રથ સિંહદ્વારથી બહાર નીકળી પટાંગણમાં આવે છે. આ પટાંગણ ફરફર થતી ધજા-પતાકાઓથી શોભી રહ્યો છે. ત્યાં સવારે રાજા રથમાં રહેલા પ્રભુજીની પૂજા કરે છે. પછી ચતુર્વિધ સંઘની સમક્ષ પોતે જ આરતી ઉતારે છે. એ પછી હાથીઓથી જોડાયેલો એ રથ નગરમાં ફરે છે અને સ્થાને સ્થાને કપડાના ઊભા કરાયેલા વિશાળ મંડપોમાં રહે છે. વગેરે... આ રથયાત્રાની વાત થઇ. તીર્થયાત્રાનું સ્વરૂપ વિધિ શ્રી શત્રુંજય, શ્રી ગીરનારજી વગેરે તીર્થો છે. એ જ રીતે શ્રી તીર્થકર દેવોના જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન, નિર્વાણ અને વિહારના ક્ષેત્રો પણ તીર્થસ્વરૂપ ગણાય છે, કેમકે એ સ્થાનો પણ ઘણા ભવ્યજીવોના હૃદયમાં શુભ ભાવો ઉત્પન્ન કરાવી સંસારસાગરથી તારનારા બને છે. આ તીર્થમાં સમ્યગ્દર્શનની વિશુદ્ધિ માટે અને જૈનશાસનની પ્રભાવના માટે વિધિપૂર્વક યાત્રા માટે જવું એ તીર્થયાત્રા છે. અહીં વિધિ આ છે... સહુ પ્રથમ તો જ્યાંસુધી તીર્થયાત્રામાં રહેવાનું થાય, ત્યાંસુધી એકાહાર (એકાસણું), સચિત્ત પરિહાર, (સચિત્તનો ત્યાગ) ભૂધ્યા (ભૂમિપર સંથારો પાથરી સૂવું), બ્રહ્મચર્ય પાળવું વગેરે ગાઢ અભિગ્રહો લેવા જોઇએ. પાલખી, ઘોડા, પલંગવગેરેની વ્યવસ્થા હોય તો પણ યાત્રિક તરીકે જોડાયેલા પ્રૌઢ શ્રાવકે પણ શક્તિ પહોંચે તો ચાલીને જ યાત્રા કરવી. અમે (ગ્રંથકારે) કહ્યું જ છે – યાત્રાઓમાં શ્રાવકે ૧) એકાહારી ૨) સમ્યગ્દર્શનધારી ૩) ભૂમિશયનકારી ૪) સચિત્ત પરિહારિ ૫) પદચારી ૬) બ્રહ્મચારી આ છ'રી પાળવી જોઇએ. લૌકિકગ્રંથોમાં પણ કહ્યું છે - વાહનનો ઉપયોગ કરે તો (તીર્થયાત્રાનું) અડધું ફળ નાશ પામી જાય. તીર્થમાં જનારે એકાસણું કરવું, ચંડિલ (=નિર્દોષ) ભૂમિપર સૂવું, અને (માસિકસ્રાવ)કાળે પણ બ્રહ્મચર્ય પાળવું. એ પછી યથાયોગ્ય દાન(નજરાણું) આદિ કરી રાજાને સંતોષ પમાડી એમની અનુજ્ઞા લેવી. તીર્થયાત્રામાં સાથે રાખવા ભવ્ય રચનાવાળા દેરાસરો તૈયાર કરાવવા. વિનય અને બહુમાનપૂર્વક સ્વજનો તથા સાધર્મિકોને બોલાવવા. ભક્તિપૂર્વક સદ્ગુરુઓને પધારવા આમંત્રણ આપવું. અમારિપ્રવર્તન કરાવવું. દેરાસરવગેરેમાં મહાપૂજા વગેરે મહોત્સવ કરાવવા. જેમની પાસે ભાથું ન હોય, એમને ભાથું આપવું. વાહન ન હોય, તેઓને વાહન આપવા. નિરાધારોને સારા વાક્યો કહી અને વૈભવાદિ આપી આધાર-સહિયારો આપવો. “યથાયોગ્ય સાંનિધ્ય આપવામાં આવશે” ઇત્યાદિક ૨૪૦ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #249 -------------------------------------------------------------------------- ________________ વિષયક ઉદ્ઘોષણાઓ કરી સાર્થવાહની જેમ લોકોને સંઘમાં જોડાવાની ઇચ્છા ન હોય, તો પણ જોડાવાની ઇચ્છા થાય એવો માહોલ ઊભો કરવો. (આનો અર્થ એ થયો કે વૃદ્ધાવસ્થા આદિ કારણથી જેઓ પોતાના કે બીજાના વાહનમાં બેસીને પણ છ'રીપાલિત સંઘમાં જોડાવા માંગતા હોય, તેઓ પાસે પણ શક્ય “રી’ પળાવી એમને પણ એ સંઘમાં જોડવા. એ માટે શક્ય હોય તો ખુલ્લા બળદગાડા વગેરે રાખી શકાય.) મોટા આડંબર-શોભાવાળા, ઘણા માણસોનો સમાવેશ થઇ શકે એવા મોટા-વિશાળ તંબુઓ, મંડપો તથા ઘણું ધાન સમાઇ શકે એવી કોઠીઓ, રસોઇ માટે મોટી તાવડી-કઢાઇઓ, ચાલતા કૂવાસરોવર હોય એવા પાણીના વાસણો વગેરે તૈયાર કરાવવા. એ જ રીતે ગાડા, પડદાવાળા રથો, પાલખીઓ, પોઠિયાઓ, ઊંટો, ઘોડાઓવગેરે પણ સજ્જ કરવા. તથા શ્રીસંઘની રક્ષા માટે શૂરવીર યોદ્ધા-સુભટોને બોલાવવા અને તેઓનું કવચ, શિરસ્ત્રાણ વગેરે સાધનો આપવા દ્વારા સન્માન કરવું. ગીત, નૃત્ય, સંગીત માટેની પૂરી સામગ્રી તૈયાર કરાવવી. પછી સારા મુહૂર્તે શુભ શુકનોથી ઉત્સાહી થઇ પ્રસ્થાન-મંગળ કરવું. ત્યાં પૂરા સમુદાયને ભેગો કરી વિશિષ્ટ-વિશિષ્ટતર ભોજન સામગ્રી જમાડી પાનવગેરે આપવા. તથા પાંચે અંગે શોભે એવા આભૂષણ-વસ્ત્રવગેરેની પહેરામણી આપવી. તથા અત્યંત પ્રતિષ્ઠિત હોય, ધાર્મિક હોય, પુજનીય હોય અને વિશેષ ભાગ્યવંત હોય એવો મહાનુભાવ સંઘપતિને સંઘપતિ તરીકે સ્થાપતું તિલક કરે. એ વખતે સંઘપૂજા વગેરે મોટો ઉત્સવ કરવો. એ જ રીતે પછી બીજાઓ પાસે પણ સંઘપતિવગેરે તિલક કરાવે. પછી મુખ્ય સંચાલક, આગળ ચાલનારા, પાછળ રક્ષા કરનારા, સંઘના અધ્યક્ષ વગેરેની સ્થાપના કરે. શ્રી સંઘ કેવી રીતે ચાલશે? એમાં શી વ્યવસ્થા રહેશે? શ્રી સંઘનો ઉતારો ક્યાં? કેવી રીતે થશે? વગેરે અંગે જે કાંઇ સંકેત વગેરે હોય, તે બધી વાત સંઘયાત્રિકો આગળ જાહેર કરવામાં આવે. સંઘમાં જોડાયેલા બધા જ યાત્રિકોની માર્ગમાં સાર-સંભાળ લેવી. તેમના ગાડા ભાંગી જવા વગેરે અંતરાય આવે, ત્યારે પોતાની સાથે રાખવા વગેરે કરીને પૂરી શક્તિથી એમની કાળજી લેવી. માર્ગમાં આવતા દરેક ગામ કે શહેરમાં ત્યાંના દેરાસરોમાં સ્નાત્રપૂજા ભણાવવી. મોટી ધજા ભેટ ધરવી. ચૈત્ય પરિપાટી કરવી. મોટો ઉત્સવ કરવો. જીર્ણ દેરાસરના ઉદ્ધારવગેરેની વ્યવસ્થા કરવી. તીર્થના દર્શન થતાં જ સોનાના, રત્નના, મોતના ફલવગેરેથી વધાવે. લાપસી રંધાવે. ઇચ્છિત લાડવા વગેરે સાધુ ભગવંતોને વહોરાવે. સાધર્મિક વાત્સલ્ય, યથોચિત દાન વગેરે વિધિ વિશેષથી કરે. તીર્થપ્રાપ્ત થયે સ્વયં મોટો પ્રવેશ મહોત્સવ કરે ને બીજાઓ પાસે કરાવે. પ્રથમ હર્ષના સુચનરૂપે પુજાઓ રચાવે, વિવિધ વસ્તુઓ પ્રભુ આગળ ધરે, અષ્ટપ્રકારી પૂજા વગેરે કરે. વિધિપૂર્વક સ્નાત્ર ભણાવે. પ્રભુને માળા પહેરાવે. ઘીની ધારા કરે. પહેરામણી મુકે. ભગવાનની નવાંગી પૂજા કરે. ફુલનું ઘર, કદલીગૃહ વગેરે રચના દ્વારા મહાપૂજા કરે. રેશમી વસ્ત્રવગેરેથી બનાવેલી મોટી ધજા ચઢાવે. અવારિત ધન (જેમાં કોઇને દાન લેતા અટકાવવામાં ન આવે એવું દાન) આપે. રાત્રિજાગરણ કરે. જાત જાતના ગીત-નૃત્યવગેરે ઉત્સવ કરે. તીર્થયાત્રા નિમિત્તે ઉપવાસ, છટ્ટ વગેરેનો તપ કરે. કરોડ કે લાખ ચોખાનો સાથિયો વગેરરૂપે ઉજમણું કરે. વિવિધ વસ્તુઓ ફળ ચોવીશ, બાવન, બોત્તેર કે એકસો આઠની સંખ્યામાં ચઢાવે. બધા ભક્ષ્ય (અભક્ષ્ય શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૪૧ Page #250 -------------------------------------------------------------------------- ________________ નહીં) ભોજનની સામગ્રી તૈયાર કરાવી એનો મોટો થાળ ભગવાનને ધરે. રેશમી વસ્ત્ર વગેરેથી તૈયાર થયેલા ચંદરવા, છોડ, અંગ લૂંછણા, દીવો, તેલ, ચંદન, કેસર, ફુલછાબ, કળશ, ધૂપદાણી, આરતી, આભૂષણ, મંગળ દીવો, ચામર, જાળીવાળા કળશ, થાળા, કચોળા, ઘંટો, ઝલ્લરી, પટ વગેરે વાજિંત્રો ઇત્યાદિ સામગ્રીઓ દેરાસરમાં અર્પણ કરે. દેવકુલિકાવગેરે બનાવડાવે. સુથારવગેરેનો સત્કાર કરે. તીર્થસેવા કરે. તીર્થના નાશ પામતા ભાગનું સમારકામ કરાવે. તીર્થરક્ષકનું બહુમાન કરે. તીર્થને ગરાસ (ગામ વગેરે, આજના કાળમાં મોટી રકમવગેરે) આપે. સાધર્મિકવાત્સલ્ય કરે. ગુરુ તથા સંઘની ભક્તિ તથા પહેરામણીવગેરે કરે. જૈનોને, યાચકોને અને દીન-હીનોને ઉચિત દાનવગેરે આપે ઇત્યાદિ ધર્મકૃત્યો કરવા. “માંગણિયાઓને આપેલું દાન તો કીર્તિ માટે, વાહ-વાહ માટે છે, તેથી નિષ્ફળ છે - નકામું છે? એમ નહીં માનવું, કેમકે તેઓ એ નિમિત્તે પણ દેવ-ગુરુ-સંઘના ગુણ ગાય તો તેમને પણ લાભ થવાનો છે. તેથી એ દાન પણ ઘણા ફળવાળું બને છે. ચક્રવર્તીવગેરે પણ “શ્રી જિનેશ્વર ભગવાન પધાર્યા છે” એવી વધામણી આપનારને સાડા બાર કરોડ સોનામહોર વગેરેનું દાન આપતા હોય છે. આગમમાં કહ્યું છે – વૃત્તિદાનમાં સાડા બાર લાખ અને પ્રીતિ દાનમાં સાડા બાર કરોડ સોનામહોર ચક્રવર્તી આપે છે. આ રીતે યાત્રા કરી તે જ રીતે પાછા ફરેલા સંઘપતિ મોટા પ્રવેશમહોત્સવ સાથે પોતાના ઘરમાં પ્રવેશે. પછી દેવઆહ્વાન આદિ મહોત્સવ કરે. અને એક વર્ષવગેરે સમય સુધી તીર્થયાત્રા સંબંધી ઉપવાસ વગેરે કરે. (તીર્થમાળા પહેરી હોય એ તીથીએ દર મહિને ઉપવાસ ઇત્યાદિ કરે.) આ યાત્રાવિધિ થઇ. વિક્રમરાજા આદિના સંઘનું વૃત્તાંત શ્રી સિદ્ધસેન દિવાકરે પ્રતિબોધ પમાડેલા વિક્રમાદિત્ય રાજા શ્રી શત્રુંજયની તીર્થયાત્રાએ ગયા ત્યારે તેમના સંઘમાં ૧૬૯ સુવર્ણમય અને પાંચસો હાથીદાંત ચંદનાદિમય જિનમંદિર હતા. શ્રી સિદ્ધસેન દિવાકર વગેરે પાંચ હજાર આચાર્ય હતા. ૧૪ મુકુટધારી રાજાઓ હતા. તથા શ્રાવકોના તેર લાખ કુટુંબ, એક કરોડ દસ લાખ નવ હજાર ગાડાં, અઢાર લાખ ઘોડા, છોંતેર સો હાથીઓ તથા ઊંટ, બળદ વગેરે હતાં. શ્રી કુમારપાળે કાઢેલા સંઘમાં સુવર્ણ-રત્નાદિમય અઢારસો ચમ્મોતેર જિનમંદિર હતા. થરાદમાં પશ્ચિમ મંડળિક નામે પ્રસિદ્ધ એવા આભુ સંઘવીના શ્રી સંઘમાં સાતસો જિનમંદિર હતાં. તેમણે યાત્રામાં બાર કરોડ સોનૈયાનો વ્યય કર્યો. પેથડ નામના શ્રેષ્ઠીએ તીર્થનાં દર્શન કર્યા ત્યારે અગિયાર લાખ રૂપામય ટંકનો વ્યય કર્યો. તેમના સંઘમાં બાવન દેરાસર અને સાત લાખ માણસ હતાં. વસ્તુપાળ મંત્રીએ કરેલી સાડીબાર યાત્રાઓ પ્રસિદ્ધ છે. આ રીતે ત્રિવિધ યાત્રાઓનું સ્વરૂપ કહ્યું છે. સ્નાત્ર મહોત્સવ તેમજ જિનમંદિરમાં દરરોજ ઘણા આડંબરથી સ્નાત્રોત્સવ કરવો. તેમ કરવાની શક્તિ ન હોય તો દરેક પર્વદિવસે કરવો. તેમ પણ ન કરી શકે, તો વર્ષમાં એકવાર તો અવશ્ય સ્નાત્રોત્સવ કરવો. તેમાં મેરુપર્વતની રચના કરવી. અષ્ટ મંગળની સ્થાપના કરવી. નૈવેદ્ય ધરવું તથા ઘણા બાવનાચંદન, કેશર, સુગંધી પુષ્પો અને ભોગ વગેરે બધી વસ્તુનો સમુદાય ભેગો કરવો. સંગીત વગેરે ધામધૂમપૂર્વક શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૪૨ Page #251 -------------------------------------------------------------------------- ________________ વસ્ત્રમય મહાધ્વજ અર્પણ કરવો પછી પ્રભાવના વગેરે કરવું. સ્નાત્રોત્સવમાં પોતાની સંપત્તિ, કુળ, પ્રતિષ્ઠા વગેરેને અનુસરી પૂરી શક્તિથી ધનનો વ્યય વગેરે કરી બધા પ્રકારની ધામધૂમથી જિનમતની ઘણી પ્રભાવના કરવા પ્રયત્ન કરવો. સંભળાય છે કે – શ્રી પેથડ શાહે શ્રી ગિરનારજી ઉપર સ્નાત્રમહોત્સવને અવસરે છપ્પન ઘડી પ્રમાણ સુવર્ણ આપી ઇંદ્રમાળ પહેરી હતી. તેમણે શ્રી શત્રુંજય ઉપર તથા ગિરનારજી ઉપર એક એક સુવર્ણમય ધ્વજા આપી હતી. તેમના પુત્ર ઝાંઝણ શાહે રેશમી વસ્ત્રમય ધ્વજા આપી હતી. આ રીતે સ્નાત્રોત્સવનું સ્વરૂપ કહ્યું છે. દેવદ્રવ્યની વૃદ્ધિ વળી દેવદ્રવ્યની વૃદ્ધિ માટે દરેક વર્ષે માળા પહેરામણી કાર્યક્રમ કરવો. તેમાં ઇંદ્રમાળા અથવા બીજી માળા દર વર્ષે શક્તિ પ્રમાણે ગ્રહણ કરવી. શ્રી કુમારપાળના સંઘમાં માળાપરિધાનના ચઢાવા થયા, ત્યારે વાગભટ્ટ મંત્રી વગેરે સમર્થ લોકો ચાર લાખ, આઠ લાખ ઇત્યાદિ સંખ્યા બોલવા લાગ્યા. તે સમયે સૌરાષ્ટ્રના મહુવાનો વતની પ્રાગ્વાટ હંસરાજ ધીરૂના પુત્ર જગડુ, મલિન શરીરે મલિન વસ્ત્ર પહેરીને ત્યાં ઊભો હતા. તે એકદમ સવા કરોડ બોલી બોલ્યો. કુમારપાળ રાજાએ આશ્ચર્યથી પૂછ્યું, ત્યારે તેણે કહ્યું કે – મારા પિતાએ નૌકામાં બેસી દેશ-દેશાંતર વ્યાપાર કરી ઉપાર્જન કરેલા દ્રવ્યથી સવા કરોડની કિંમતના પાંચ માણેક રત્ન ખરીદ્યા હતાં. એમણે મૃત્યુ વખતે મને કહ્યું કે “શ્રી શત્રુંજય, ગિરનાર અને દેવપટ્ટન (પ્રભાસ પાટણ)માં ભગવાનને એક એક રત્ન અર્પણ કરવા અને બાકીના બે તારા માટે રાખજે. (એમ કહી તેણે રત્નો બતાવ્યા ઇત્યાદિ.) પછી જગડુશાએ તે ત્રણ રત્નો સુવર્ણજડિત કરી શત્રુંજય નિવાસી શ્રી ઋષભદેવ ભગવાનને, ગિરનારવાસી શ્રી નેમિનાથ પ્રભુજીને તથા દેવપટ્ટણવાસી શ્રી ચંદ્રપ્રભસ્વામીને કંઠાભરણ તરીકે અર્પણ કર્યા. એક વખત શ્રી ગિરનારજી ઉપર શ્વેતાંબર અને દિગંબર સંઘ સમકાળે આવી પહોંચ્યા. બંને પક્ષમાં ‘તીર્થ કોનું?” એ અંગે વિવાદ થયો. ત્યારે જે ઇંદ્રમાળા પહેરે તેનું આ તીર્થ છે, એવા વૃદ્ધપુરુષોના વચનથી શ્રી પેથડશાહે છપ્પન ઘડી પ્રમાણ સુવર્ણ આપી ઈંદ્રમાળા પહેરી અને યાચકોને ચાર ઘડી પ્રમાણ સુવર્ણ આપ્યું. આમ તીર્થ પોતાનું (શ્વેતાંબરોનું) છે, એમ સિદ્ધ કર્યું. મહાપૂજા – રાત્રિજાગરણ આ રીતે જ પહેરામણી, નવી ધોતીઓ, જાતજાતના ચંદરવા, અંગલુછણાં, દીપક, તેલ, ઊંચું ચંદન, કેસર ભોગ વગેરે જિનમંદિરે ખપમાં આવતી વસ્તુઓ દર વર્ષે શક્તિ પ્રમાણે આપવી. તેમજ ઉત્તમ આંગી, પાંદડાઓની રચના, બધા અંગના આભૂષણ, ફૂલઘર, કેલિઘર, પૂતળીના હાથમાંના ફુવારા વગેરે રચનાથી મહાપૂજા કરવી. તથા વિવિધ પ્રકારનાં ગાયન, નૃત્ય વગેરે ઉત્સવથી રાત્રિજાગરણ કરવાં. એક શેઠે સમુદ્રમાં મુસાફરી કરવા જતાં એક લાખ દ્રવ્ય ખર્ચીને મહાપૂજા રચાવી તથા મનગમતો લાભ થયો હોવાથી બાર વર્ષે પાછા આવ્યા ત્યારે હર્ષથી એક કરોડ રૂપિયા ખરચી જિનમંદિરે મહાપૂજા વગેરે ઉત્સવ કર્યો. શ્રુતજ્ઞાનની આરાધના તેમજ પુસ્તક વગેરેમાં રહેલા શ્રુતજ્ઞાનની કપૂરઆદિ વસ્તુથી સામાન્ય પૂજા તો ગમે ત્યારે થઇ શકે એમ છે. શ્રાવકે મૂલ્યવાન વસ્ત્ર વગેરે વસ્તુથી વિશેષ પૂજા દર માસે અજવાળી પાંચમને દિવસે શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૪૩ Page #252 -------------------------------------------------------------------------- ________________ કરવી જોઇએ. તેમ કરવાની શક્તિ ન હોય, તો છેવટે વર્ષમાં એક વાર તો અવશ્ય કરવી જ. આ વાત જન્મ-મૃત્યમાં આવેલા જ્ઞાન-ભક્તિદ્વારમાં વિસ્તારથી કહીશું. ઉધાપન મહોત્સવ તેમ જ નવકાર, આવશ્યકસૂત્ર, ઉપદેશમાળા, ઉત્તરાધ્યયનવગેરે જ્ઞાન, દર્શન અને જુદા જુદા પ્રકારના તપ સંબંધી ઉજમણામાં ઓછામાં ઓછું એક ઉજમણું તો દર વર્ષે યથાવિધિ જરૂર કરવું. કેમકે ઉજમણું કરવાથી માણસોની લક્ષ્મી સાથે સ્થાને જોડાય, તપસ્યા સફળ થાય, નિરંતર શુભ ધ્યાન, ભવ્ય જીવોને સમકતનો લાભ, જિનેશ્વર ભગવાનની ભક્તિ તથા જિનશાસનની શોભા એટલા ગુણ થાય છે. તપસ્યા પૂરી થયા પછી ઉજમણું કરવું તે નવા બનાવેલા જિનમંદિરે કળશ ચઢાવવા સમાન, ચોખાથી ભરેલા વાસણ ઉપર ફળ મુકવા સમાન અથવા ભોજન ઉપર પછી પાન દેવા સમાન છે. શાસ્ત્રમાં કહેલી વિધિમુજબ નવકાર લાખ અથવા કરોડ વાર ગણી જિનમંદિરે સ્નાત્રોત્સવ, સાધર્મિક વાત્સલ્ય, સંઘપૂજા વગેરે કાર્ય ઠાઠમાઠથી કરવા. લાખ અથવા કરોડ ચોખા, અડસઠ સોનાની અથવા ચાંદીની વાડકી, પાટિયો, લેખણો તથા રત્નો, મોતી, પરવાળાં, નાણું તેમજ નાળિયેર વગેરે અનેક ફળો, જાતજાતના પકવાનો, ખાદ્ય અને સ્વાદ્ય એવી અનેક વસ્તુઓ, કપડાં વગેરે વસ્તુઓ મુકી નવકારનું ઉજમણું કરવું. ઉપધાન વહેવા આદિ વિધિસહિત માળા પહેરી આવશ્યક સૂત્રનું ઉજમણું કરવું, ઉપદેશમાળા વગેરે ગ્રંથોનો અભ્યાસ થવાપર એ ગ્રંથની પાંચસો ચુમ્માલીશ વગેરે જેટલી ગાથા હોય, એટલા લાડવા વગેરે વિવિધ વસ્તુ મુકીને ઉજમણાં કરવા. આમ સોનૈયાવગેરે વસ્તુ રાખી લાડવા આદિ વસ્તુની પ્રભાવના કરી સમ્યગ્દર્શન આદિના ઉજમણાં કરનારા ભવ્યજીવો પણ હાલના કાળમાં દેખાય છે. માળા પહેરવી એ મોટું ધર્મકૃત્ય છે, કેમકે નવકાર, ઈરિયાવહી ઇત્યાદિ સૂત્રો શક્તિપ્રમાણે તથા વિધિ સહિત ઉપધાન કર્યા વિના ભણવા-ગણવાં એ અશુદ્ધ ગણાય છે. શ્રતની આરાધના માટે જેમ સાધુઓ યોગ કરે છે, તેમ શ્રાવકોએ ઉપધાન તપ જરૂર કરવો જોઇએ. માળા પહેરવી એ જ ઉપધાન તપનું મોટું ઉજમણું છે. અમે (ગ્રંથકારે) કહ્યું જ છે – ધન્ય પુરુષ વિધિપૂર્વક ઉપધાનતપ કરી પોતાના કંઠે બંને પ્રકારે પોતે સૂત્ર કંઠસ્થ કરવા દ્વારા અને સૂતરની માળા પરિધાન કરવા દ્વારા) સુત્રમાળા ધારણ કરે છે, અને બંને પ્રકારે (સંસારમાં ઉપદ્રવો ન આવે અને નિરૂપદ્રવ એવો મોક્ષ મળે) શિવલક્ષ્મી પામે છે. જાણે કે મુક્તિરૂપ કન્યાની વરમાળા ન હોય ! સુકૃતરૂપ જળ ખેંચી કાઢવાની ઘડાની માળા ન હોય ! તથા પ્રત્યક્ષ ગુણોની ગુંથેલી માળા જ ન હોય ! એવી માળા (મોક્ષમાળા) પુણ્યવાન જ પહેરે છે. આ રીતે અજવાળી પાંચમ વગેરે વિવિધ તપસ્યાઓ, સંબંધી ઉજમણાં પણ તે તે તપસ્યાના ઉપવાસ વગેરેની સંખ્યા પ્રમાણે નાણું, વાડકીઓ, નાળિયેર, લાડુ વગેરે જુદી જુદી વસ્તુ મુકી શ્રત અને સંપ્રદાય પરંપરાને અવલંબીને કરવા. તીર્થ પ્રભાવના તેમજ તીર્થની પ્રભાવનામાટે શ્રી ગુરુ મહારાજ પધારવાના હોય ત્યારે તેમનું સામૈયું, પ્રભાવના વગેરે દર વર્ષે ઓછામાં ઓછું એકવાર તો શક્તિપ્રમાણે જરૂર કરવું જ. તેમાં શ્રી ગુરુ મહારાજનો પ્રવેશોત્સવ બધી રીતે ઘણા ઠાઠમાઠથી ચતુર્વિધ સંઘ સહિત સામા જઇ તથા શ્રી ગુરુ ૨૪૪ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #253 -------------------------------------------------------------------------- ________________ મહારાજનો તથા સંઘનો સત્કાર વગેરે કરીને શક્તિપ્રમાણે કરવો; કેમકે શ્રીગુરુ મહારાજને સન્મુખ ગમન, વંદન, નમસ્કાર અને સુખશાતાની પૃચ્છા કરવાથી ચિરકાળથી સંચિત કરેલું પાપ પણ ક્ષણવારમાં નાશ પામે છે. પેથડશાહે તપા. શ્રી ધર્મઘોષસૂરિજીના પ્રવેશોત્સવમાં બોંતેર હજાર ટંકનો વ્યય કર્યો હતો. ‘સંવેગી સાધુઓનો પ્રવેશોત્સવ કરવો એ વાત અનુચિત છે.” એવી ખોટી કલ્પના કરવી નહીં કેમકે આગમમાં તેમનો સત્કાર કરવાની વાત બતાવી છે. સાધુની પ્રતિમાના અધિકારમાં શ્રી વ્યવહારભાષ્યમાં કહ્યું છે. પ્રતિમા (સાધુની વિશિષ્ટ સાધના) પૂરી થાય ત્યારે પ્રતિમાવાહક સાધુ જ્યાં સાધુઓનો સંચાર હોય એવા ગામમાં પોતાને પ્રગટ કરે અને સાધુને અથવા શ્રાવકને સંદેશો કહેવરાવે. પછી ગામનો રાજા, અધિકારી અથવા તે ન હોય તો શ્રાવક-શ્રાવિકાઓનો અને સાધુ-સાધ્વીઓનો સમુદાય તે પ્રતિભાવાહક સાધુનો આદરસત્કાર કરે. આ ગાથાનો ભાવાર્થ એવો છે કે તે પ્રતિમા પૂરી થાય ત્યારે સાધુ જે નજીકના ગામમાં ઘણાં ભિક્ષાચરો તથા સાધુઓ વિચરતા હોય, ત્યાં આવી પોતાને પ્રગટ કરે, અને તેમ કરતાં જે સાધુ અથવા શ્રાવક એના જોવામાં આવે, તેની પાસે સંદેશો કહેવરાવે, “હું પ્રતિમા પૂરી કરીને આવ્યો છું.” પછી ત્યાં આચાર્ય હોય તો તે રાજાને આ વાત કરે કે “અમુક મોટા તપસ્વી સાધુએ પોતાની તપસ્યા યથાવિધિ પૂરી કરી છે. તેથી તેનો ઘણા સત્કારથી ગચ્છમાં પ્રવેશ કરાવવો છે” પછી રાજા, તે ન હોય તો ગામનો અધિકારી, તે ન હોય તો સમૃદ્ધ શ્રાવકવર્ગ અને તે પણ ન હોય તો સાધુ-સાધ્વી આદિ ચતુર્વિધ શ્રી સંઘ પ્રતિમાવાહક સાધુનો યથાશક્તિ સત્કાર કરે. તે સાધુ ઉપર ચંદરવો રાખવો. મંગળ વાજિંત્રો વગાડવાં, સુગંધી વાસક્ષેપ કરવો વગેરે સત્કાર કહેવાય છે. એવો સત્કાર કરવામાં આ ગુણ છે – પ્રવેશવખતે સત્કાર કરવાથી જૈનશાસન ઘણું શોભે છે. બીજા સાધુઓને શ્રદ્ધા ઉત્પન્ન થાય છે કે, અમે પણ એવું કરીએ કે જેથી મોટી શાસનપ્રભાવના થાય. તેમજ શ્રાવક-શ્રાવિકાઓની તથા બીજાઓની પણ જિનશાસન પર શ્રદ્ધા-ભક્તિ વધે છે કે અહો! પરમેશ્વર શ્રી જિનરાજનું આ શાસન મહાપ્રભાવી છે કે જે શાસનમાં આવા મહાન તપસ્વીઓ છે ! તેથી જ અન્ય કુતીર્થીઓની હીલના પણ થાય છે કે એમના ધર્મમાં આવા તપસ્વીઓ નથી. વળી, જે સાધુની પ્રતિમા પૂર્ણ થઇ હોય, તે સાધુનો સત્કાર કરવો એ જીત-આચાર-કલ્પ છે. વળી, જૈનશાસનનો આવો અતિશય જોઇ ઘણા ભવ્ય જીવો સંસારથી ઉદ્વેગ પામી દીક્ષા લે છે. આમ તીર્થની વૃદ્ધિ પણ થાય છે. આમ એ વ્યવહારભાષ્યની ટીકામાં કહ્યું છે. વળી શ્રી સંઘનું બહુમાનપૂર્વક તિલક કરવું તથા ચંદન-જવ વગેરે આપવા તથા કપૂર, કસ્તુરી વગેરે વિલેપન અને સુગંધી ફલ વગેરે અર્પણ કરવા, તથા ભક્તિથી નાળિયેરવગેરે અને વિવિધ પાન આપવા વગેરે દ્વારા પ્રભાવના કરવી. આ રીતે કરવાથી શાસનની ઉન્નતિ થાય છે. તેથી તીર્થકરપદવી વગેરેની પ્રાપ્તિરૂપ ફળ પ્રાપ્ત થાય. કહ્યું જ છે – અપૂર્વ (નવું નવું) જ્ઞાન ગ્રહણ કરવાથી, શ્રુતભક્તિથી અને શાસનની પ્રભાવનાથી આ કારણોથી જીવ તીર્થંકરપણું પામે છે. પોતાની ભાવના મોક્ષ દેનારી છે. પણ પ્રભાવના તો સ્વ-પર ઉભયને મોક્ષ દેનારી છે. તેથી ‘પ્રકારથી ભાવનાથી પ્રભાવના અધિક છે, તે બરાબર છે. (‘પ્રભાવના’ શબ્દમાં ભાવના શબ્દ કરતાં ‘પ્ર’ વધારે છે. ‘પ્ર’ પ્રકર્ષનો સૂચક છે. અને પ્રસ્તુતમાં બીજાનું શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૪૫ Page #254 -------------------------------------------------------------------------- ________________ પણ કલ્યાણ પ્રકર્ષરૂપ છે. તેથી ‘પ્ર’ નો વધારો ઉચિત છે.) આલોચના શુદ્ધિ તથા, ગુરુનો યોગ થતો હોય તો દર વર્ષે ઓછામાં ઓછી એકવાર (વાર્ષિક) તો ગુરુમહારાજને આલોચના આપવી જ જોઇએ. કહ્યું જ છે – દર વર્ષે ગુરુ મહારાજ આગળ પ્રાયશ્ચિત્ત કરવું જોઇએ. આ રીતે શુદ્ધ કરાતો આત્મા અરિસા જેવો ઉજ્જવળ થાય છે. આવશ્યક નિર્યુક્તિ નામના આગમમાં કહ્યું છે – દર ચોમાસી (ચૌદશે) તથા સંવત્સરીએ આલોચના વગેરે કરવા, અભિગ્રહો લેવા અને પૂર્વે લીધેલા અભિગ્રહોનું નિવેદન કરવું. શ્રાદ્ધજીતકલ્પ વગેરેમાં આલોચના સંબંધી આ વિધિ બતાવી છે. - ગીત (સૂત્ર-અર્થ જાણકાર) આદિ ગુણોથી સભર ગુરુ આગળ પાક્ષિક, ચાતુર્માસિક કે વાર્ષિક ને ઉત્કૃષ્ટથી બાર વર્ષમાં અવશ્ય આલોચના કરવી જોઇએ. કહ્યું જ છે કે – શલ્ય (પાપ)ની શુદ્ધિ માટે સાતસો યોજન જેટલા ક્ષેત્રમાં બાર વર્ષ સુધી ગીતાર્થ ગુરુની શોધ કરવી જોઇએ. (૧) ગીતાર્થ (૨) કતયોગી (૩) ચારિત્રધર (૪) ગ્રાહણાકુશળ (૫) ખેદજ્ઞ અને (૬) અવિષાદી. આલોચના આચાર્ય (જની આગળ આલોચના કરવી છે, તે ગુરુ મહારાજ) આ છ ગુણથી ભરેલા હોય છે. જે નિશીથ વગેરે સૂત્રો અને તેના અર્થો ભણ્યા છે, તે ગીતાર્થ છે. જેમણે મન-વચન-કાયાની પ્રવૃત્તિરૂપ અથવા શુભ -વિવિધ તપોરૂપ યોગ સારી રીતે કર્યા છે, અભ્યસ્ત કર્યા છે, તે કૃતયોગી છે. એટલે કે વિવિધ શુભધ્યાનથી અને વિશિષ્ટ તપોથી પોતાના આત્મા અને શરીરને વાસિત કરનારો કતયોગી છે. અતિચાર રહિત ચારિત્ર પાળે તે ચારિત્રધર છે. આલોચના આપનારા શિષ્ય વગેરે પાસે ઘણી યુક્તિઓ દ્વારા વિવિધ પ્રાયશ્ચિત્તરૂપે આવેલા તપવગેરે અંગીકાર કરાવવામાં જે કુશળ છે, તે ગ્રાહણાકુશળ છે. સમ્યક પ્રાયશ્ચિત્ત વિધિમાં પરિશ્રમ-અભ્યાસનો જાણકાર ખેદજ્ઞ કહેવાય છે. આલોચના આપનાર શિષ્યના મોટા દોષ જાણવા પર પણ જે વિષાદ - ખેદ ધારણ કરે નહીં, તે અવિષાદી છે. એ તો વિષાદના બદલે તેવા-તેવા દૃષ્ટાંતોથી યુક્ત વૈરાગ્યસભર વચનો કહી પેલા આલોચકને શુદ્ધ આલોચના માટે વધુને વધુ ઉત્સાહી બનાવે... આ ઉપરોક્ત ગુણોના અર્થ છે. આવા ગુરુ કેવા હોય તે બતાવે છે. (૧) આચારવાનું (૨) આધારવાનું (૩) વ્યવહારવાનું (૪) અપવ્રીડક (૫) પ્રકુર્તી (૬) અપરિસાવી (૭) નિર્યાપ અને (૮) અપાયદર્શી – ગુરુના આ આઠ ગુણો છે. જ્ઞાનાચાર આદિ પાંચ આચારથી સભર હોવાથી તેઓ આચારવાન છે. શિષ્ય આલોચનારૂપે કહેલા તમામ અપરાધોને મનમાં બરાબર ધારી રાખતા હોવાથી તેઓ આધારવાન છે. - વ્યવહાર આગમઆદિ પાંચ પ્રકારે છે. ૧) કેવળી, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, ચતુર્દશપૂર્વી, દશપૂર્વી અને નવપુર્વીનો વ્યવહાર આગમ વ્યવહાર છે. ૨) આઠથી માંડી અડધા પૂર્વ સુધીના પૂર્વધર, અગ્યાર અંગના ધારક તથા નિશીથાદિ સૂત્રોના જ્ઞાતાવગેરે શ્રુતજ્ઞાનીઓનો વ્યવહાર શ્રુતવ્યવહાર છે. ૩) દૂર દેશમાં રહેલા બે ગીતાર્થ આચાર્યો એકબીજાને મળી ન શકે, તો તેઓ કોઇ જાણી ન શકે તેવી રીતે જે પરસ્પર આલોચણા-પ્રાયશ્ચિત્ત આપે, તે આજ્ઞા વ્યવહાર છે. ૪) પોતાના ગુરુએ જે દોષોનું જે પ્રાયશ્ચિત્ત આપ્યું હોય, તે ધ્યાનમાં રાખી તે મુજબ બીજાને આપવું તે ધારણા વ્યવહાર છે. ૫) સિદ્ધાંતમાં જે દોષનું જેટલું પ્રાયશ્ચિત્ત કહ્યું હોય, તે કરતાં ઓછું અથવા અધિક પ્રાયશ્ચિત્ત પરંપરાને ૨૪૬ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #255 -------------------------------------------------------------------------- ________________ અનુસરીને આપવું એ જીત વ્યવહાર છે. હાલમાં આ જીતવ્યવહાર મુખ્ય છે. ૪. અપવ્રીડક – શરમ છોડાવે છે. આલોચક શિષ્ય શરમથી બરાબર ન કહેતો હોય, તો તેને વૈરાગ્ય ઉત્પન્ન કરનારી કથાઓ એવી રીતે કહે કે, તે સાંભળતાં જ તે શરમ છોડી સારી રીતે આલોવે. ૫. આલોચણા કરનારની સમ્યક્ પ્રકારે શુદ્ધિ કરે એ પ્રકુર્તી છે. ૬. આલોચકે પોતાના કહેલા અપરાધ વગેરે બીજા કોઇને કહે નહીં, તે અપરિસ્ત્રાવી. ૭. જે જેટલું પ્રાયશ્ચિત્ત રૂપે કરી શકે, તેને તેટલું જ પ્રાયશ્ચિત્ત આપે તે નિર્યાપ છે. ૮. સમ્યકુ આલોચણા અને પ્રાયશ્ચિત્ત નહીં કરનારને આ ભવમાં તથા પરભવમાં કેટલું દુ:ખ થાય છે? તે બતાવે, તે અપાયદર્શી. આલોચણા કરવાના શુભ પરિણામથી ગુરુ પાસે જવા નીકળેલો ભવ્ય જીવ જો કદાચ આલોચણા વિના વચ્ચે જ કાળ કરી જાય, તો પણ તે આરાધક થાય છે. સાધુએ અથવા શ્રાવકે પહેલાં તો પોતાના ગચ્છના જ જે આચાર્ય હોય, તેમની પાસે આલોચણા લેવી. તેમનો જોગ ન હોય, તો પોતાના જ ગચ્છના ઉપાધ્યાય, તે ન હોય, તો પોતાના જ પ્રક સ્થવિર અથવા ગણાવચ્છેદનની પાસે આલોચણા કરવી. પોતાના ગચ્છમાં ઉપર કહેલા પાંચેનો જોગ ન હોય, તો સાંભોગિક = સમાન સામાચારીવાળા બીજા ગચ્છના આચાર્ય આદિ પાંચમાંથી જેમનો જોગ મળે, તેમની પાસે આલોચણા કરવી. સમાન સામાચારીવાળા પરગચ્છના આચાર્યાદિ પાંચેનો યોગ ન હોય તો ભિન્ન સામાચારીવાળા પરગચ્છમાં પણ સંવેગી આચાર્યાદિકમાંથી જેમનો યોગ હોય તેમની પાસે આલોચણા કરવી. એ પણ શક્ય નહીં થાય, તો ગીતાર્થ પાસસ્થાની (શિથિલાચારી) પાસે આલોચણા કરવી. તેમ ન બને તો ગીતાર્થ સારૂપિક પાસે આલોચના કરવી. એ શક્ય નહીં થાય, તો ગીતાર્થ પશ્ચાત્કૃત પાસે આલોચણા કરવી. સફેદ કપડાં પહેરનારો, મુંડન કરાવનારો, કછોટી વિના ધોતીયું પહરનારો, રજોહરણ વગરે નહીં રાખનારો, બ્રહ્મચર્ય પાળનારો, અપરણીત અને ભિક્ષાવૃત્તિએ નિર્વાહ કરનારો એવો હોય તે સારૂપિક કહેવાય છે. શિખા અને પત્ની સહિત હોય, તે સિદ્ધપુત્ર કહેવાય. ચારિત્ર તથા સાધુનો વેષ મુકી ગૃહસ્થ થયેલો પશ્ચાદ્ભૂત કહેવાય છે. ઉપર કહેલા પાસત્કાદિકને પણ ગુરુની માફક વંદન વગેરે યથાવિધિ કરવું, કારણ કે ધર્મનું મૂળ વિનય છે. જો પાસત્કાદિક પોતાને ગુણ રહિત માને તેથી જ તે વંદના ન કરાવે, તો તેને આસન ઉપર બેસાડી પ્રણામ માત્ર કરી આલોચના કરવી. ઉપર કહેલા પાસત્કાદિકનો પણ યોગ ન મળે, તો રાજગૃહી નગરીમાં ગુણશીલાદિ ચૈત્યમાં કે જ્યાં ઘણીવાર જે દેવતાએ અરિહંત, ગણધર વગેરે મહાપુરુષોને પ્રાયશ્ચિત્ત આપતાં જોયા હોય, ત્યાં તે સમ્યગ્દષ્ટિ દેવને અટ્ટમવગેરે તપથી પ્રસન્ન કરી તેની પાસે આલોચણા લેવી. કદાચ તે સમયનો દેવ ચ્યવી ગયો હોય અને બીજો ઉત્પન્ન થયો હોય, તો તે મહાવિદેહક્ષેત્રમાં જઇ અરિહંત ભગવાનને પૂછી પ્રાયશ્ચિત્ત આપે છે. તેમ પણ ન બને, તો ગીતાર્થ સાધુ અરિહંતની પ્રતિમા આગળ આલોચના કરી પોતે જ પ્રાયશ્ચિત્ત અંગીકાર કરે. અરિહંતની પ્રતિમાનો પણ જોગ ન હોય, તો પૂર્વ અથવા ઉત્તર દિશા સન્મુખ ઊભા રહી અરિહંતોની તથા સિદ્ધોની સમક્ષ આલોવે. પણ આલોચના કર્યા વગર ન રહે. કેમકે, શલ્ય સહિતનો જીવ આરાધક કહેવાતો નથી. અગીતાર્થ (પ્રાયશ્ચિત્ત સંબંધી ગ્રંથો નહીં ભણેલો) સાધુ ચારિત્રની શુદ્ધિ કેવી રીતે થાય તે જાણતો નથી. તેથી ઓછું-વતું પ્રાયશ્ચિત્ત આપી પોતાને અને આલોચક શિષ્યને સંસારસાગરમાં પાડે છે. શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૪૭ Page #256 -------------------------------------------------------------------------- ________________ આલોચના કેવી રીતે કરવી? જેમ બાળક બોલતું હોય ત્યારે તે કાર્ય અથવા અકાર્ય જે હોય તે સરળતાથી કહે છે, તેમ આલોચણા કરનારે માયા કે મદ રાખ્યા વિના આલોચના કરવી. માયાવગેરેથી રહિત થઇ પ્રતિસમય બહુમાન અને સંવેગ વધારતો અકાર્યની આલોચના કરનારો પછી નિશ્ચયપૂર્વક અકાર્ય કરતો નથી. જે પુરુષ શરમ વગેરેથી, રસાદિ ગારવમાં લપટાઇ જવાથી, તપ નહીં કરવાની ઇચ્છાથી અથવા “હું બહુશ્રુત છું' એવા અહંકારથી, અપમાન થવાની બીકથી અથવા પ્રાયશ્ચિત્ત ઘણું આવશે એવા ડરથી ગુરુને પોતાના દુશ્ચરિત્ર કહેતો નથી. તે આરાધક કહેવાયો નથી. શલ્યોદ્ધાર સંબંધી અને શલ્યોદ્ધાર નહીં કરવાથી થતા દુષ્ટ વિપાક સંબંધી તે-તે સૂત્રો દ્વારા ચિત્તને સંવેગમય બનાવી પછી આલોચના કરવી. (જથી માયા વિના અને શુદ્ધિના પૂરા ભાવ સાથે આલોચના થઇ શકે.) આલોચકના દસ દોષ હવે આલોચક શિષ્યના દશ દોષ કહે છે. ૧. ગુરુ ઓછું પ્રાયશ્ચિત્ત આપશે એવા આશયથી તેમને વૈયાવચ્ચવગેરેથી પ્રસન્ન કરી પછી આલોચના કરવી. ૨. આ ગુરુ ઓછું તથા સહેલું પ્રાયશ્ચિત્ત આપે છે, એવી કલ્પના કરી આલોવવું. ૩. બીજાએ જોયેલા દોષોની જ આલોચના કરે, નહીં જોયેલા દોષોની નહીં. ૪. માત્ર મોટા દોષોની જ આલોચના કરે, નાના-સૂક્ષ્મ દોષો પર અવજ્ઞાનો ભાવ રાખી એ દોષો આલોવે નહીં. પ. પૂક્યા વિના તૃણ-ગ્રહણ કર્યા ઇત્યાદિ સૂક્ષ્મ દોષોની આલોચના કરે, પણ મોટા દોષોની આલોચના ન કરે, એ પાછળ એવો આશય હોય કે ગુરુના મનમાં એવો ભાવ ઊભો કરાવે કે જે સૂક્ષ્મ દોષોની આલોચના કરે, એ મોટા દોષ લાગ્યા હોય, તો આલોવ્યા વિના રહે જ નહીં. પણ લાગ્યા નથી, તેથી આલોચના કરતો નથી. ૬. અસ્પષ્ટ શબ્દો બોલે, તેથી ગુરુ બરાબર સમજી શકે નહીં. ૭. એજ રીતે એટલા બધા શબ્દો બોલે કે જેથી કાં તો ગુરુ બરાબર સમજી શકે જ નહીં, કાં તો બીજા પણ સાંભળી લે. ૮. ગુરુપાસે આલોચના કરી પછી બીજા ઘણાને ફરી એ વાત સંભળાવે. ૯. અવ્યક્ત - જે ગુરુએ છેદસૂત્રોના રહસ્ય જાણ્યા નથી, એવા ગુરુ પાસે આલોચના કરે. ૧૦. પોતે જેવો અપરાધ કર્યો હોય, એવા અપરાધ - દોષ સેવતા ગુરુ પાસે આલોચના કરે, જેથી ઠપકો સાંભળવો ન પડે! આલોચકે આ દસ દોષ છોડીને આલોચના કરવી. આલોચના કરવાના લાભો હવે સમ્યક્ પ્રકારે આલોચના કરવાના લાભો બતાવે છે. ૧. જેમ ભારવાહક ભાર દૂર થતાં હળવાશ અનુભવે છે, એમ શલ્ય-પાપનો ભાર દૂર થવાથી આલોચક પણ હળવાશ અનુભવે છે. ૨. આનંદ થાય છે. ૩. પોતે આલોચણા લઇ દોષથી મુક્ત થાય છે એ જાહેર જ છે, તથા તેને જોઇને બીજાઓ પણ આલોચના કરવા તૈયાર થાય છે, તેથી તેમના દોષ પણ દૂર થાય છે. ૪. સારી રીતે આલોચના કરવાથી સરળતા પ્રગટ થાય છે. ૫. અતિચારરૂપ મળ ધોવાઇ જવાથી આત્માની શુદ્ધિ થાય છે. ૬. તેમજ આલોચણા કરવી એ દુષ્કર કાર્ય છે. અનાદિકાળથી દોષસેવનનો અભ્યાસ હોવાથી દોષો સેવવા એ કંઇ દુષ્કર નથી, પરંતુ એ દોષોની આલોચના કરવી એ જ દુષ્કર છે. કારણકે મોક્ષ સુધી લઇ જતા પ્રબળ આત્મવીર્યના વિશેષ ઉલ્લાસથી જ એ કામ બને છે. નિશીથર્ટીમાં પણ કહ્યું છે - જીવ જે દોષનું સેવન કરે છે, તે દુષ્કર નથી; પણ સમ્યક પ્રકારે આલોવે તે ૨૪૮ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #257 -------------------------------------------------------------------------- ________________ જ દુષ્કર છે. માટે જ સમ્યકુ આલોચનાની ગણતરી પણ અત્યંતર તપમાં કરી છે. તેથી જ તે માસખમણ વગેરેથી પણ દુષ્કર છે. એ વાત લક્ષ્મણા સાધ્વી વગેરેના દૃષ્ટાંત સાંભળવાથી સ્પષ્ટ થાય છે. લક્ષ્મણા આર્યાનું દષ્ટાંત આ ચોવીશીથી અતીતકાળની એંશીમી ચોવીશીમાં ઘણા પુત્રોવાળા એક રાજાને સેંકડો માનતાથી એક પુત્રી થઇ. તેથી તે બધાને પ્રિય થઇ. આ રાજપુત્રી દુર્ભાગ્યથી સ્વયંવર મંડપમાં જ પસંદ કરેલા પતિના મોતથી લગ્નની ચોરીમાં જ વિધવા થઇ. એ પછી સુંદર શીલવ્રતવાળી એ સતીઓમાં અગ્રેસર અને સુશ્રાવિકાઓમાં આગળ પડતી સુશ્રાવિકા થઇ. એક વાર તે ચોવીશીના અંતિમ તીર્થંકર પાસે દીક્ષા પામેલી તે લક્ષ્મણા આર્યા તરીકે પ્રસિદ્ધ થઇ. એક વાર ચકલા-ચકલીને ક્રીડામાં રત જોઇ એ સાધ્વીના મનમાં કુવિકલ્પ આવ્યો કે - અરિહંતે આની અનુજ્ઞા કેમ આપી નહીં ? અથવા અરિહંતોને વેદોદય (ભોગ માટેની ઇચ્છા) જ રહ્યો ન હોવાથી વેદોદયવાળાની પીડાને જાણતા નથી. જોકે બીજી જ ક્ષણે પશ્ચાતાપ થયો. ‘હવે આ કરેલા કુવિકલ્પની આલોચના કેવી રીતે કરવી?” એ સાધ્વીને આ અંગે ખૂબ શરમ ઉપજી. પણ પછી ‘પાપ-શલ્ય રહી જાય, તો સર્વથા શુદ્ધિ થતી નથી” એમ વિચારી પોતાની જાતને આલોચનામાટે પ્રોત્સાહિત કરી આલોચના લેવા જાય છે, ત્યાં જ ઓચિંતો કાંટો વાગ્યો. આ અપશુકનથી ક્ષોભ પામેલી લક્ષ્મણાએ ‘જે આવું ખોટું ચિંતવે, તેને શું પ્રાયશ્ચિત્ત?” એમ બીજા અપરાધીના નામે પૂછી આલોચના કરી. પણ શરમથી અને મોટાઇ જવાના ડરથી પોતાના નામે આલોચના કરી નહીં. પછી તે દોષના પ્રાયશ્ચિત્ત તરીકે તેણે પચાસ વર્ષ સુધી ઉગ્ર તપસ્યા કરી. કહ્યું છે કે પારણે નીવી (વિગઇ રહિત ભોજન) સાથે છઠ્ઠ, અટ્ટમ, દશમ (ચાર ઉપવાસ) અને દુવાલસ (પાંચ ઉપવાસ) એ તપસ્યા દસ વર્ષ કરી. તથા બે વર્ષ ઉપવાસ કર્યા, બે વર્ષ (નવી) ભોજન કરી પછી સોળ વર્ષ માસક્ષમણના પારણે માસક્ષમણ કર્યા ને છેલ્લે વીસ વર્ષ સળંગ આંબેલ કર્યા. આ રીતે લક્ષ્મણા સાધ્વીએ પચાસ વર્ષ સુધી તપસ્યા કરી. આ તપસ્યા કરતાં તે સાધ્વીએ મનમાં જરા પણ દીનતા લાવ્યા વિના પ્રતિક્રમણ વગેરે બધી આવશ્યક ક્રિયાઓ કરી. આ રીતે દુષ્કર તપસ્યા કરી. તો પણ લક્ષ્મણા સાધ્વી શુદ્ધ થઇ નહીં. અંતે આર્તધ્યાનમાં મરી અસંખ્યાત ભવોમાં દાસી વગેરેના ઘણાં આકરા દુ:ખ ભોગવી અંતે શ્રી પદ્મનાભ તીર્થકરના (આવતી ચોવીસીના પ્રથમ તીર્થકર) તીર્થમાં તે સિદ્ધિ પામશે. કહ્યું છે કે – શલ્યવાળો જીવ ગમે તો દિવ્ય હજાર વર્ષ સુધી ઘણી ઉગ્ર તપસ્યા કરે તો પણ શલ્ય હોવાથી તેની તે તપસ્યા તદ્દન નિષ્ફળ જાય છે. જેમ ઘણો કુશળ વૈદ્ય પણ પોતાનો રોગ બીજા વૈદ્યને કહે છે, તેમ જ્ઞાની પુરુષના પણ શલ્યનો ઉદ્ધાર બીજા જ્ઞાની પાસે જ થાય. (આલોચના કરવાના છ લાભ આગળ બતાવ્યા. હવે બીજા બતાવે છે.) ૭. તેમજ આલોચના કરવાથી તીર્થકરોની આજ્ઞાની આરાધના થાય છે. ૮. નિઃશલ્ય બને છે, તે સ્પષ્ટ જ છે. ઉત્તરાધ્યયનસુત્રના ઓગણત્રીશમાં અધ્યયનમાં કહ્યું છે કે - હે ભગવંત ! જીવ આલોચના કરવા દ્વારા શું ઉત્પન્ન કરે છે ? (જવાબ) હે ગૌતમ! ઋજુભાવને પામેલા એ જીવ અનંત સંસાર વધારનારા માયાશલ્ય, નિયાણશલ્ય અને મિથ્યાદર્શન શલ્ય એ ત્રણ પ્રકારના શલ્યથી રહિત થાય છે. ઋજુભાવને ઉત્પન્ન કરે છે. અને ઋજુભાવને પામેલો એ માયામુક્ત થવાથી સ્ત્રીવેદ તથા શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૪૯ Page #258 -------------------------------------------------------------------------- ________________ નપુસંકવેદ બાંધતો નથી, અને પૂર્વે બાંધ્યા હોય, તો તેની નિર્જરા કરે છે. આલોચણાના આ આઠ ગુણ છે. આ રીતે શ્રાદ્ધજીતકલ્પ તથા તેની વૃત્તિમાંથી અંશમાત્ર લીધેલી આ આલોચનાવિધિ છે. અતિશય તીવ્ર પરિણામથી કરેલા મોટા તથા નિકાચિત થયેલા પણ બાળહત્યા, સ્ત્રીહત્યા, સાધુ હત્યા, દેવ, જ્ઞાન વગેરેના દ્રવ્યનું ભક્ષણ, રાજાની સ્ત્રી સાથે ગમન વગેરે મહાપાપની પણ સમ્યક્ પ્રકારે આલોચણા કરી ગુરુએ આપેલું પ્રાયશ્ચિત્ત યથાવિધિ કરે, તો તે જીવ તે જ ભવમાં પણ શુદ્ધ થાય છે. એમ ન હોત તો દઢપ્રહારી વગેરેને તે જ ભવે મુક્તિ શી રીતે થાત? માટે દરેક ચોમાસે અથવા દર વર્ષે જરૂ૨ આલોચના કરવી જોઇએ. આ રીતે વર્ષ કૃત્ય સંબંધી ગાથાના ઉત્તરાર્ધનો અર્થ કહ્યો છે. ૨૫૦ ઝાંઝરિયા મુનિની હત્યા કરનારો રાજા તીવ્રભાવે પશ્ચાતાપ પ્રાયશ્ચિત્ત કરવાથી પાપમુક્ત બની આત્મકલ્યાણ સાધી ગયા, ને માત્ર એકેન્દ્રિય વનસ્પતિની છાલ ઉતારવાના પાપમાં આનંદ આવવાપર ને પશ્ચાતાપ - પ્રાયશ્ચિત્ત નહીં કરવા૫ર શ્રીખંધક મુનિને જીવતા ચામડી ઉતારવાનો ઉપસર્ગ આવ્યો, આવા દૃષ્ટાન્તો સાંભળ્યા પછી મન-વચન-કાયાથી પ્રચુર પાપ કરનારા આપણે જો એના પશ્ચાતાપ - પ્રાયશ્ચિત્ત નહીં કરીશું, તો ભવિષ્યના ભવોમાં આપણું શું થશે ? સંવત્સરી પ્રતિક્રમણ ક્ષમાપના અને આત્મશુદ્ધિ આ બે વિના વિશુદ્ધ થતું નથી. આ બંને સાચા ભાવે જો કર્યા નહીં, તો કરોડોના દાન, ઉત્તમ શીલ, આકરા તપ કર્યા પછી પણ આપણો નંબર સમકીતીમાં નહીં રહે ને ભવિષ્યમાં તીવ્ર દંડ ભોગવવાનો આવે. તેથી અહંકાર, વટ કે ખોટી પકડ છોડી નાના થઇને પણ સાચા ભાવે ક્ષમાપના કરી જ લેવી. વેર-વિરોધ-દુર્ભાવ આવતા ભવોમાં સાથે આવશે, તો એ ભવો આપણી જિંદગી બગાડી નાખશે. ઘરવાળી કર્કશ મળે કે દીકરો ઉદ્ધત પાકે તો જિંદગીભર થતી હેરાનગતિના અનુભવ કોને નથી ? એ જ રીતે પાપને પ્રાયશ્ચિત્ત - પશ્ચાતાપથી માર્યા (ખતમ કર્યા) વિના મરવું નથી, એવો સંકલ્પ કરી શરમ છોડી, ખરી બહાદુરી બતાવી સંવત્સરી પહેલા જ ગીતાર્થ સંવિગ્ન ગુરુભગવંત પાસે આલોચના કરી લેવી. આવેલું પ્રાયશ્ચિત્ત યથાશીઘ્ર વાળી આપવું - આ જ ખરી સમજ છે, સાચી બુદ્ધિમત્તા છે. શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #259 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠો પ્રકાશ : જન્મકૃત્ય વાર્ષિક કૃત્ય કહ્યું. હવે જન્મકૃત્ય ત્રણ ગાથા તથા અઢાર દ્વારથી કહે છે. peccehefredeemebeCehelelei i emex ef kelej CebGereDeb GereDebfleppeeien Ceh Hecelei ienCebe defeeF&-14-- (i e pevce dvelemenLevebeţelei elmex s kolej CebGefeleced- Gerel ebelebechen CabHeccauence® cesech --) નિવાસસ્થાન કેવું અને ક્યાં રાખવું? આ જન્મારાનું પ્રથમ કર્તવ્ય છે, યોગ્ય રહેઠાણ પસંદ કરવું. કયું નિવાસસ્થાને યોગ્ય ગણાય? - જે નિવાસસ્થાન ધર્મ-અર્થ-કામરૂપ ત્રિવર્ગની સિદ્ધિનું સાધક બને. આમ જ્યાં ધર્મ આદિ ત્રણની સિદ્ધિ થાય, ત્યાં જ શ્રાવકે રહેવું જોઇએ. બીજે રહે, તો એનાં આ ભવ અને પરભવ બંને બગડે. કહ્યું છે કે, ભીલોની પલ્લીમાં, ચોરના રહેઠાણમાં, જ્યાં પહાડી લોકો રહેતા હોય તેવી જગામાં અને હિંસક તથા પાપીને આશ્રય આપનારા લોકોની પાસે ન રહેવું, કેમકે સજ્જનને કુસંગત નિંદાપાત્ર બનાવે છે. જે સ્થાને રહેવાથી મુનિરાજો પોતાને ત્યાં પધારે, તથા જે સ્થાનકની પાસે જિનમંદિર હોય, તેમજ જેની આસપાસ શ્રાવકોની વસ્તી હોય, એવા સ્થાનમાં ગૃહસ્થ રહેવું. જ્યાં ઘણાખરા વિદ્વાન લોકો રહેતા હોય, જ્યાં શીલ જીવતર કરતાં પણ વધારે વહાલું ગણાતું હોય અને જ્યાંના લોકો હંમેશાં સારા ધર્મિષ્ઠ હોય, ત્યાં સારા માણસે રહેવું, કેમકે સત્પરુષોની સોબત કલ્યાણકર બને છે. જે નગરમાં જિનમંદિર, સિદ્ધાંતના જ્ઞાતા સાધુ અને શ્રાવકો હોય તથા પાણી અને બળતણ પણ ઘણાં હોય, ત્યાં હંમેશાં રહેવું. અજમેરની નજીક ત્રણસો દેરાસરો તથા ધર્મિષ્ઠ. સુશીલ અને તત્ત્વજ્ઞાતા શ્રાવકો વગેરેથી શોભતા હર્ષપુર નામના નગરરૂપ સુસ્થાનમાં રહેતા અઢાર હજાર બ્રાહ્મણો અને તેમના ભક્ત એવા છત્રીશ મોટા શેઠીઆઓ જ્યારે શ્રી પ્રિયગ્રંથસૂરિ તે નગરમાં પધાર્યા ત્યારે પ્રતિબોધ પામ્યા. સારા સ્થાને રહેવાથી પૈસાવાળા, ગુણી અને ધર્મિષ્ઠ લોકોનો સમાગમ થવાથી ધન, વિવેક, વિનય, વિચાર, આચાર, ઉદારતા, ગંભીરપણું, ધૈર્ય, પ્રતિષ્ઠા વગેરે ગુણો તથા બધા ધર્મકૃત્યો કરવામાં કુશળતા પ્રાય: વિના પ્રયત્ન મળે છે. એ વાત હમણાં પણ સાક્ષાત્ નજરે જણાય છે. માટે છેવાડાના ગામડા વગેરેમાં ધનપ્રાપ્તિ વગેરેથી સુખે નિર્વાહ થતો હોય, તો પણ ન રહેવું. કેમકે જ્યાં જિન, જિનમંદિર અને સંઘનું મુખકમળ એ ત્રણ વસ્તુ દેખાતી નથી, તેમજ જિનવચન સંભળાતું નથી, ત્યાં ઘણી સંપત્તિ હોય તો પણ શું કામની ? જો તારે મૂર્ખતા જોઇતી હોય, તો તે ગામડામાં ત્રણ દિવસ રહે, કારણકે ત્યાં નવું અધ્યયન થાય નહિ, અરે ! પૂર્વે ભણેલું હોય તે પણ ભૂલી જવાય. એવી વાત સંભળાય છે કે - કોઇ નગરનો રહીશ વણિક બહુ ઓછા વણિકની વસતિવાળા એક ગામડામાં જઇ દ્રવ્યલાભ માટે રહ્યો. ખેતી તથા બીજા ઘણા વ્યાપાર કરી તેને ધન મેળવ્યું. એટલામાં તેનું રહેવાનું ઘાસનું ઝુંપડું હતું તે બળી ગયું. આ રીતે ફરી ફરી ધન મેળવ્યા છતાં કોઇ વાર ચોરની ધાડ, તો કોઇ વાર દુકાળ, રાજદંડ વગેરેથી તેનું ધન જતું રહેતું. એક વાર તે ગામડાના રહેવાસી ચોરોએ કોઇ નગરમાં ધાડ પાડી. તેથી રાજાએ ગુસ્સે થઇ તેમનું (ચોરોનું) ગામડું બાળી નાખ્યું. શેઠના પુત્રવગેરેને સુભટોએ પકડ્યા. ત્યારે શેઠ સુભટોની સાથે લડતાં માર્યો ગયો. આ રીતે કુગ્રામવાસ ઉપર દાખલો છે. શ્રાદ્ધવિધિ પ્રકરણ રપ૧ Page #260 -------------------------------------------------------------------------- ________________ રહેવાનું સ્થાન ઉચિત હોય, તો પણ ત્યાં સ્વચક્ર (તે જ રાજાની સેના વગેરે), પરચક્ર (દુશ્મન રાજાની સેના), સાથે વિરોધ, દુકાળ, મરકી, અતિવૃષ્ટિવગેરે, પ્રજાસાથે કલહ, નગરઆદિનો નાશ ઇત્યાદિ ઉપદ્રવથી અસ્વસ્થતા ઉત્પન્ન થઇ હોય તો તે સ્થાન શીઘ્ર છોડી દેવું. તેમ ન કરે તો ધર્મ-અર્થકામની કદાચ હાનિ થાય. જેમકે મોગલોએ દિલ્હી શહેર ભાંગ્યું ત્યારે ભય ઉત્પન્ન થવાથી જેમણે દિલ્હી છોડી ગુજરાત વગેરે દેશમાં નિવાસ કર્યો, તેમણે પોતાના ધર્મ-અર્થ-કામની પુષ્ટિ કરી આ ભવ તથા પરભવને સફળ કર્યા. જેમણે દિલ્હી છોડી નહિ, તે લોકોએ બંદીખાનામાં પડવા આદિના ઉપદ્રવ પામી પોતાના બન્ને ભવ પાણીમાં ગુમાવ્યા. વાસ્તુક્ષય કિલ્લાનો નાશ થવો ઇત્યાદિ આપત્તિમાં સ્થાનત્યાગ ઉપર આગમમાં ક્ષિતપ્રતિષ્ઠિતપુર, વણકપુર, ઋષભપુર, કુશાગ્રપુર, રાજગૃહ, ચંપા, પાટલીપુત્ર વગેરેના દૃષ્ટાંત આપ્યા છે. અહીં સુધી રહેવાનું સ્થાન એટલે નગર, ગામ વગેરેનો વિચાર કર્યો. (આજે જેઓ દેરાસરઉપાશ્રય-સાધુ સાધ્વીઓના ચોમાસાવાળા સ્થાનો છોડી સગવડ ખાતર કે સ્ટેટસ ખાતર દૂર સોસાયટીઓમાં વગેરેમાં રહેવા જાય છે, તેઓ શ્રી સંઘ સાથે સંપર્ક, ગુરુભક્તિ, પ્રવચનશ્રવણ, સુપાત્રદાનનો લાભ, બાળકોમાં જૈન સંસ્કાર વગેરે ઘણા લાભો ગુમાવે છે કે જે એક-એક લાભ અનંતકાળે મળે છે ને ભવિષ્યના અનંતકાળને સુધારે છે.) સારા-નરસા પાડોશની લાભ હાનિ હવે ઘર પણ રહેવાનું સ્થાન કહેવાય છે, માટે તેનો વિચાર કરીએ. સારા માણસે પોતાનું ઘર જ્યાં સારા પાડોશી હોય, ત્યાં કરવું. તથા અતિ જાહેરમાં કે અતિ ગુપ્ત સ્થળે ન કરવું. શાસ્ત્રમાં બતાવેલી વિધિ પ્રમાણે પરિમિત બારણાં આદિ ગુણવાળું ઘર ધર્મ-અર્થ-કામને સાધનારું હોવાથી રહેવા યોગ્ય છે. આવા-આવા ખરાબ પાડોશી શાસ્ત્રમાં નિષિદ્ધ કર્યા છે - વેશ્યા, પશુઓ, નટો, બૌદ્ધ સાધુ વગે૨ે, બ્રાહ્મણો, સ્મશાન, વાઘરી, શિકારી, જેલના ચોકીદાર, ધાડપાડુ, ભીલ, માછીમાર, જુગારી, ચોર, નાચનાર, ભટ્ટ, ભવૈયા અને કુકર્મ કરનાર એટલા લોકોનો પાડોશ પોતાના ઘર આગળ અથવા દુકાન આગળ પણ સારા માણસે તજવો. તથા એમની સાથે દોસ્તી પણ કરવી નહીં. તેમજ દેવમંદિર પાસે ઘર હોય તો દુ:ખ થાય, ચૌટામાં હોય તો હાનિ થાય, અને ઠગના તથા પ્રધાનના ઘર પાસે ઘર હોય તો પુત્રનો તથા ધનનો નાશ થાય. પોતાનું હિત ઇચ્છતો બુદ્ધિશાળી પુરુષ મૂર્ખ, અધર્મી, પાખંડી, પતિત, ચોર, રોગી, ક્રોધી, ચંડાળ, અહંકારી, ગુરુની સ્ત્રી ભોગવનાર, વૈરી, પોતાના સ્વામીને ઠગનાર, લોભી અને મુનિહત્યા, સ્ત્રીહત્યા અથવા બાળહત્યા કરનારા - એમનો પાડોશ તજે. કુશીલિયા વગેરે પાડોશી હોય તો તેમના વચન સાંભળવાથી તથા એમની ચેષ્ટા જોવાથી સદ્ગુણીના પણ ગુણની હાની થાય છે. સારા પાડોશીઅંગે પાડોશીઓએ આપેલી સામગ્રીથી બનાવેલી ખીર વહોરાવનાર સંગમ (શાલીભદ્રનો પૂર્વભવ) દુષ્ટાંતરૂપ છે, તો ખોટા - ખરાબ પાડોશી અંગે પર્વ દિવસે સાધુને વહોરાવનાર સ્ત્રીના સાસુ-સસરાને ખોટું સમજાવનારી પડોશણ સોમભટ્ટની પત્ની દૃષ્ટાંતરૂપ છે. અતિશય જાહેર સ્થળમાં ઘર કરવું સારું નથી, કેમકે, આસપાસ બીજું ઘર ન હોવાથી તથા ચારે તરફ ખુલ્લો ભાગ હોવાથી ચોર વગે૨ે ઉપદ્રવ કરે છે. અતિ ગુપ્ત સ્થળમાં ઘર હોય તે પણ સારું નહિ, કેમકે ચારે તરફ બીજા ઘરો આવેલાં હોવાથી તે ઘરની શોભા જતી રહે છે. તેમજ આગ વગેરે ઉપદ્રવ શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૫૨ Page #261 -------------------------------------------------------------------------- ________________ થાય ત્યારે ઝટ અંદર જવું અથવા બહાર આવવું અઘરું થઇ પડે છે. ભૂમિની પરીક્ષા ઘર માટેની જગ્યા શલ્ય, ભસ્મ, ખાર વગેરે દોષથી તથા નિષિદ્ધ આય (વાસ્તુસંબંધી ગણતરી) વગેરેથી રહિત હોવી જોઇએ. તેમજ દૂર્વા, કુંપળ (અંકુશ), દર્ભના ગુચ્છ વગેરે જ્યાં ઘણાં હોય, એવું તથા સારા વર્ણની અને સારા ગંધની માટી, મધુર જળ તથા નિધાન વગેરે જેમાં હોય એવી હોવી જોઇએ. કહ્યું છે કે – ઉનાળામાં ઠંડા સ્પર્શવાળી અને શિયાળામાં ગરમ સ્પર્શવાળી તથા વર્ષાઋતુમાં ઉભય (સમશીતોષ્ણ) સ્પર્શવાળી જે ભૂમિ હોય, તે બધા માટે શુભકારી છે. એક હાથ જેટલી ખોદીને પાછી તે જ માટીથી તે ભૂમિ પૂરી નાખવી. જો માટી વધે તો શ્રેષ્ઠ, બરાબર થાય તો મધ્યમ અને ઓછી થાય તો અધમ ભૂમિ જાણવી. જે ભૂમિમાં ખાડો કરીને પાણી ભર્યું હોય, તો તે પાણી સો પગલાં જઇએ ત્યાં સુધીમાં જેટલું હતું, તેટલું જ રહે તો તે ભૂમિ સારી, આંગળ જેટલું ઓછું થાય તો મધ્યમ અને તે કરતાં વધારે ઓછું થાય તો અધમ જાણવી. અથવા જે ભૂમિના ખાડામાં રાખેલાં ફલ બીજે દિવસે તેવાં ને તેવાં જ રહે, તો તે ઉત્તમ ભૂમિ, અર્ધા સૂકાઇ જાય તો મધ્યમ અને બધા સૂકાઇ જાય, તો અધમ જાણવી. જે ભૂમિમાં વાવેલા ડાંગર વગેરે ધાન્ય ત્રણ દિવસમાં ઉગે તે શ્રેષ્ઠ, પાંચ દિવસમાં ઉગે તે મધ્યમ અને સાત દિવસમાં ઉગે તે અધમ ભૂમિ જાણવી. ભૂમિ રાફડાવાળી હોય તો વ્યાધિ, પોલી હોય તો ગરીબી, ફાટવાળી હોય તો મરણ અને શલ્યવાળી હોય તો દુ:ખ આપે છે, માટે શલ્ય ઘણા જ પ્રયત્નથી તપાસવું. માણસનું હાડકું વગેરે શલ્ય હોય, તો તેથી માણસની હાનિ થાય. ગધેડાનું શલ્ય હોય તો રાજાવગેરેથી ભય ઉત્પન્ન થાય, કુતરાનું શલ્ય નીકળે તો બાળકનો નાશ થાય. બાળકનું શલ્ય હોય, તો ઘરધણી મુસાફરીએ જાય. ગાયનું અથવા બળદનું શલ્ય હોય, તો ગાય-બળદોનો નાશ થાય અને માણસના વાળ, કપાળ, ભસ્મ વગેરે હોય તો તેથી મરણ થાય વગેરે. ધ્યાનમાં લેવા યોગ્ય કેટલીક વાતો પહેલો અને ચોથો પહોર મુકી બીજા અથવા ત્રીજા પહોરે ઘર ઉપર આવતી ઝાડની અથવા ધ્વજા વગેરેની છાયા હંમેશા દુ:ખ આપનારી છે. (પહેલા-છેલ્લા પહોરમાં પડતી છાયામાં વાંધો નથી.) અરિહંતની પૂંઠ, બ્રહ્મા અને વિષ્ણુનું પડખું, ચંડિકા અને સર્પની નજર તથા મહાદેવનું ઉપર કહેલું બધું (પૂંઠ, પડખું અને નજર) વર્જવું. વાસુદેવનું ડાબું અંગ, બ્રહ્માનું જમણું અંગ, નિર્માલ્ય, હવણ જળ, ધ્વજની છાયા, વિલેપન, શિખરની છાયા અને અરિહતની દૃષ્ટિ એટલાં વાનાં ઉત્તમ છે. કહ્યું છે કે અરિહંતની પૂંઠ, સૂર્ય અને મહાદેવની દૃષ્ટિ, વાસુદેવનો ડાબો ભાગ એ વજેવા. ચંડી સવે ઠેકાણે અશુભ છે. માટે તેને સર્વથા વર્જવી. ઘરની જમણી બાજુ અરિહંતની દૃષ્ટિ પડતી હોય અને મહાદેવની પૂંઠ ડાબી બાજુ પડતી હોય તો તે કલ્યાણકારી છે. પણ એથી વિપરીત હોય તો બહુ દુ:ખ થાય. પણ જો વચ્ચે રસ્તો હોય તો કોઇ દોષ નથી. શહેરમાં અથવા ગામમાં ઈશાનાદિક ખૂણામાં (વિદિશામાં) ઘર ન કરવું, કેમકે તે ઉત્તમ જાતના લોકો માટે અશુભકારી છે. પણ ચંડાળ વગેરે નીચ જાતિને ઋદ્ધિકારી છે. રહેવાના સ્થાનના ગુણ-દોષ, શકુન, સ્વપ્ન, શબ્દ વગેરે નિમિત્તોના બળથી જાણવા. સારું સ્થાન પણ ઉચિત મૂલ્ય આપી શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૫૩ Page #262 -------------------------------------------------------------------------- ________________ તથા પાડોશીની સમ્મતિ વગે૨ે લઇ ન્યાયથી જ ગ્રહણ કરવું. બીજાનો પરાભવ આદિ કરીને લેવામાં ધર્મ-અર્થ-કામનો નાશ થવાનો સંભવ છે. આ રીતે જ ઇંટો, લાકડાં, પત્થર વગેરે વસ્તુ પણ દોષરહિત અને મજબૂત હોય તે જ ઉચિત મૂલ્ય આપીને વેંચાતી મંગાવવી. તે વસ્તુ પણ એની પાસે પોતાનામાટે ખાસ તૈયાર કરાવવી નહીં, કેમકે પોતાનામાટે ખાસ તૈયાર કરાવવામાં એ બનાવવામાં થતા હિંસાદિ દોષોનો ભાર પોતાના માથે આવે છે. (તેથી જ જ્યાં સુધી એપાર્ટમેન્ટ તૈયાર થઇ જાય નહીં, ત્યાં સુધી એમાં ફ્લેટવગેરે નોંધાવવા નહીં) દેરાસરની વસ્તુઓના ઉપયોગથી થતી હાનિ અને તે અંગે દૃષ્ટાંત ઉપર કહેલી વસ્તુ દેરાસરવગેરેની હોય તો લેવી નહીં, કેમકે તેથી ઘણી હાનિ વગેરે થાય છે. એવી વાત સંભળાય છે કે - કોઇ બે વણિક પાડોશી હતા. તેમાં એક પૈસાદાર હતો. તે બીજા ગરીબ પડોશીનું વારંવાર અપમાન કરતો હતો. બીજાએ ગરીબ હોવાથી બીજી કોઇ રીતે પ્રતિકાર નહીં કરી શકવા પર એકવાર પેલા શ્રીમંતના તૈયાર થઇ રહેલા મકાનની ભીંત ચણાઇ રહી હતી ત્યારે દેરાસ૨માંથી તુટેલી એક ઈંટનો ટુકડો ખાનગીમાં એ ભીંતમાં નાખી દીધો. પછી મકાન તૈયાર થઇ જવા૫૨ પેલા ગરીબે આ શ્રીમંતને સાચી વાત જણાવી દીધી. છતાં આટલા માત્રથી શું દોષ લાગવાનો ? એમ માની પેલા શ્રીમંતે અવજ્ઞાભાવે ઉપેક્ષા કરી. પરિણામે થોડા જ દિવસમાં વિજળી પડવી વગેરે આપત્તિથી એનું સર્વસ્વ નાશ પામી ગયું. કહ્યું છે કે - જિનમંદિર, કૂવા, વાવ, સ્મશાન, મઠ અને રાજમંદિરના રાઇ જેવડા પણ પત્થર, ઈંટ કે કાષ્ઠ લેવા નહીં. ઘરનું માપ વગેરે પાષાણમય થાંભળો, પીઠ, પાટિયાં, બારસાખ વગેરે વસ્તુઓ ગૃહસ્થને વિરુદ્ધકારક છે, પરંતુ તે ધર્મસ્થાનકે શુભ જાણવી. પાષાણમય દેરાસરમાં કે ઘરમાં લાકડાના ને લાકડાના ઘર કે દેરાસરમાં પાષાણના થાંભળા વગેરેનો ઉપયોગ પ્રયત્નપૂર્વક ટાળવો. હળનું લાકડું, ઘાણી, ગાડા વગેરે વસ્તુ તથા રહેંટ આદિ યંત્રો, આ બધા માટે કાંટાવાળા વૃક્ષના, વડ આદિ પાંચ ઉંબરના તથા જેમાંથી દૂધ નીકળતું હોય એવા આકડા વગેરે ઝાડના લાકડાનો ઉપયોગ કરવો નહીં. ઉપર કહેલી વસ્તુઓમાટે બીજોરી, કેળ, દાડમ, મીઠાં લીંબુ આપતી લીંબોળી, બે જાતની હળદર, આમલી, બાવળ, બોરડી તથા ધંતુરા આટલા ઝાડના લાકડા ઉપયોગમાં લેવા નહીં. જો ઘર પાસે રહેલા ઉપર કહેલા વૃક્ષોનાં મૂળો ઘરની ભૂમિમાં પેસે, અથવા એ ઝાડની છાયા ઘર૫ર આવે, તો તે ઘરધણીના કુળનો નાશ થાય છે. ઘર પૂર્વ ભાગમાં ઊંચું હોય તો ધન જતું રહે છે, દક્ષિણ ભાગમાં ઊંચું હોય તો ધનની સમૃદ્ધિ થાય છે. પશ્ચિમ ભાગમાં ઊંચું હોય તો વૃદ્ધિ થાય છે. અને ઉત્તર દિશામાં ઊંચું હોય તો એ ઘરમાં કોઇ રહી શકતું નથી. ગોળાકાર, ઘણા ખૂણાવાળા અથવા એક, બે કે ત્રણ ખૂણાવાળા તથા જમણી - ડાબી બાજુએ લાંબા ઘ૨માં રહેવું નહિ. જે કમાડ પોતાની મેળે બંધ થાય અથવા ઉઘડે તે સારાં નહિ. શુભ અને અશુભ ચિત્રો ઘરના મૂળ બારણામાં ચિત્રમય કળશાદિકની શોભા વધુ સારી કહેવાય છે. યોગિનીના નૃત્યનો આરંભ, મહાભારત-રામાયણનો અથવા બીજા રાજાઓનો સંગ્રામ, ઋષિનાં અથવા દેવનાં ચરિત્ર વગેરે ચિત્રો ઘ૨માટે સારા નથી. ફળવાળા ઝાડ, ફૂલની વેલડીઓ, સરસ્વતી, નવનિધાનયુક્ત લક્ષ્મી, ૨૫૪ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #263 -------------------------------------------------------------------------- ________________ કળશ, વધામણાં, ચૌદ સ્વપ્નની શ્રેણી વગેરે ચિત્રો શુભ જાણવાં. વૃક્ષોથી થતી લાભ-હાનિ જે ઘર પાસે ખજૂરી, દાડમ, કેળ, બોરડી, અથવા બીજોરાના ઝાડ ઉગે છે, તે ઘરનો સમૂળનાશ થાય છે. જેમાંથી દૂધ નીકળે એવાં ઝાડ હોય, તો તે લક્ષ્મીનો નાશ કરે છે, કાંટાવાળાં હોય તો શત્રુથી ભય આપે છે, ફળવાળાં હોય તો સંતતિનો નાશ કરે છે, માટે એમનાં લાકડાં પણ ઘર બનાવવામાં વાપરવાં નહિ, કોઇ ગ્રંથકાર કહે છે કે, ઘરના પૂર્વ ભાગમાં વડનું ઝાડ, દક્ષિણ ભાગમાં ઉંબર, પશ્ચિમ ભાગમાં પીપળો અને ઉત્તર ભાગમાં ખાખરાનું ઝાડ શુભકારી છે. ઘરની બાંધણી ઘરના પૂર્વભાગમાં લક્ષ્મીનું ઘર (ભંડા૨), અગ્નિ ખૂણામાં રસોડું, દક્ષિણ ભાગમાં સૂવાનું સ્થાન, નૈઋત્ય ખૂણામાં આયુધ વગેરેનું સ્થાન, પશ્ચિમ દિશામાં ભોજન કરવાનું સ્થાન, વાયવ્ય ખૂણામાં ધાન્યનો સંગ્રહ કરવાનું સ્થાન, ઉત્તર દિશામાં પાણિયારું અને ઈશાન ખૂણામાં દેવમંદિર કરવું. ઘરના દક્ષિણ ભાગે અગ્નિ, પાણી, ગાય, વાયુ અને દીપકના સ્થાન કરવાં. અને ઉત્તર તથા પશ્ચિમ ભાગમાં ભોજન, ધાન્ય, દ્રવ્ય અને દેવ એમનાં સ્થાન ક૨વાં. ઘરના દ્વારની અપેક્ષાએ એટલે કે જે દિશામાં ઘરનું બારણું હોય, તે પૂર્વ દિશા સમજવી અને તેને અનુસરતી બીજી દિશાઓ જાણવી. જેમ છીંકમાં તેમ અહીં પણ સૂર્યના ઉદયની દિશાને પૂર્વ દિશા નહી સમજવી. તેમજ ઘર બનાવનાર સૂતાર તથા બીજા મજૂર વગેરેને જે ઠરાવ કર્યો હોય, તે કરતાં વધુ પણ ઉચિત આપી તેમને રાજી રાખવા, પરંતુ કોઇ ઠેકાણે પણ તેમને ઠગવા નહિ. જેટલામાં પોતાના કુટુંબાદિકનો સુખે નિર્વાહ થાય અને લોકમાં પણ શોભાવગેરે દેખાય, તેટલા વિસ્તારવાળું જ ઘર ઉચિત છે. સંતોષ ન રાખતાં વધારે વિસ્તાર કરવાથી નાહક ધનનો વ્યય અને આરંભ વગે૨ે થાય છે. ઉપ૨ કહ્યા પ્રમાણે કરેલું ઘર પણ પરિમિત (મર્યાદિત) દ્વારવાળું જ જોઇએ, કેમકે ઘણાં બારણાં હોય તો દુષ્ટ લોકોની આવ-જાવ ઉપર નજર નહીં રહેવાથી સ્ત્રી, ધન વગેરેનો નાશ થવાનો સંભવ રહે છે. પરિમિત બારણાનાં પણ પાટિયાં, ઉલાળો, સાંકળ, ભૂંગળ વગેરે ઘણાં મજબૂત ક૨વાં, તેથી ઘર સુરક્ષિત રહે છે. નહીંતર સ્ત્રી-ધન વગેરેનો નાશ વગેરે દોષો છે. કમાડ પણ સુખે વસાય અને ઉઘાડાય એવાં જોઇએ. તેવી સ્થિતિમાં હોય તો સારાં, નહિ તો અધિક અધિક જીવ-વિરાધના થાય અને જવું-આવવું વગેરે કાર્ય જેટલું તરત જ થવું જોઇએ તેટલું શીઘ્ર ન થાય. બારણું બંધ કરવા માટેનો આગળો ભીંતમાં જાય એવો કરવો જરા પણ ઉચિત નથી, કેમકે એમાં પંચેન્દ્રિય જીવોની પણ વિરાધનાનો સંભવ છે. એવાં કમાડ પણ ઉઘાડતા કે બંધ કરતાં જીવજંતુ વગેરે બરાબર જોઇ લેવા. આ રીતે પાણીના પ્રણાળ (નળ વગેરે) તથા ખાળ વગેરેમાં પણ યથાશક્તિ જયણા જાળવવી. ઘરનાં પરિમિત બારણાં વગેરે સંબંધી શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, જે ઘરમાં વેધ આદિ દોષ ન હોય, દળ (પાષાણ, ઈંટ અને લાકડાં) અખંડ અને નવાં હોય, ઘણાં બારણાં ન હોય, ધાન્યનો સંગ્રહ હોય, દેવપૂજા થતી હોય, આદરથી પાણી વગેરેનો છંટકાવ થતો હોય, લાલ પડદો, વાળવું વગેરે સંસ્કાર હંમેશાં થતા હોય, નાના-મોટાની મર્યાદા સારી રીતે પળાતી હોય, સૂર્યનાં કિરણ અંદર આવતાં ન હોય, દીપક પ્રકાશિત રહેતો હોય, રોગીઓની ચાકરી ઘણી સારી શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૫૫ Page #264 -------------------------------------------------------------------------- ________________ રીતે થતી હોય, અને થાકી ગયેલા માણસનો થાક દૂર કરાતો હોય, તે ઘરમાં લક્ષ્મી વાસ (સ્થિર રહે છે) કરે છે. આ રીતે દેશ, કાળ, પોતાનું ધન તથા જાતિ વગેરેને ઉચિત દેખાય એવું બંધાવેલું ઘર યથાવિધિ સ્નાત્ર, સાધર્મિક વાત્સલ્ય, સંઘપૂજા વગેરે કરીને શ્રાવકે વાપરવું. સારા મુહૂર્ત તથા શકુન વગેરેનું બળ પણ ઘર બંધાવવાના તથા તેમાં પ્રવેશ કરવાના વખતે જરૂર જોવું. આ રીતે યથાવિધિ બનાવેલા ઘરમાં લક્ષ્મીની વૃદ્ધિ વગેરે થવું દુર્લભ નથી. (ઘરનું ફર્નીચર પણ જરુરિયાતથી વધુ કરવું નહીં. મજબૂત લાકડાનું કરવું. ઉધઇ-માંકડ-કંસારીના ઘરરૂપ ન બની જાય એની ચીવટ લેવી. સહેલાઇથી આમ-તેમ ખસેડી સફાઇ થઇ શકે એવું કરવું. નહીંતર ભયંકર વિરાધનાનું કારણ બને છે. વધુ પડતું ફર્નીચર એટલે મોટું ઘર પણ સાંકડું, મોંઘી જમીનનો ખોટો બગાડ અને પાર વિનાની જીવહિંસા.). વિધિપૂર્વક બંધાયેલા ઘરના લાભ અંગે દષ્ટાંતો એમ સંભળાય છે કે, ઉજ્જયિની નગરીમાં દાંતાક નામના શેઠે અઢાર કરોડ સોનૈયા ખરચી વાસ્તુ શાસ્ત્રમાં કહેલી રીત પ્રમાણે સાત માળવાળો એક મહેલ તૈયાર કરાવ્યો. તેને તૈયાર થતાં બાર વર્ષ લાગ્યાં. તે મહેલમાં દાંતાક રહેવા ગયો, ત્યારે રાત્રીએ પડું કે ? પડું કે? એવો શબ્દ સાંભળી ભય પામેલા શેઠે ઘર બનાવવામાં લાગેલ ધન જેટલું મૂલ્ય લઈ તે મહેલ વિક્રમ રાજાને આપ્યો. વિક્રમરાજા તે મહેલમાં ગયો. ત્યાં પડું કે? પડું કે? એવો શબ્દ સાંભળતા જ રાજાએ કહ્યું – પડ. તરત જ સુવર્ણપુરુષ પડ્યો. પ્રબળ સૈન્યથી યુક્ત કોણિક રાજા વૈશાલી નગરીને ઘેરી લેવા છતાં બાર વર્ષ સુધી એ નગરી એના કબજામાં આવી નહીં એમાં વિધિથી બનાવેલા અને વિધિથી પ્રતિષ્ઠિત કરાયેલા શ્રી મનિસવ્રતસ્વામી ભગવાનના સ્તૂપનો પ્રભાવ હતો. ગણિકાથી ભ્રષ્ટ થયેલા કુલવાલકની વાતમાં આવી જઇ વૈશાલી નગરના લોકોએ એ સ્તુપ તોડી પાડ્યો કે તરત જ કોણિકે એ નગરપર કબજો જમાવી દીધો. ઘરની જેમ દુકાન પણ સારો પાડોશ જોઇ, ઘણું જાહેર નહિ, તથા ઘણું ગુપ્ત નહિ એવી જગ્યાએ પરિમિત બારણાવાળી પૂર્વે કહેલી વિધિ પ્રમાણે બનાવવી, એ જ સારું છે. કેમ કે તેથી જ ધર્મ, અર્થ અને કામની સિદ્ધિ થાય છે. પ્રથમ વાર સમાપ્ત. ઉચિત વિધાનું ગ્રહણ | ત્રિવર્ગસિદ્ધિનું કારણ એ મુદ્દો આગળ પણ જોડવાનો છે. ધર્મ, અર્થ અને કામ એ ત્રણની સિદ્ધિ જેથી થતી હોય તેવી લેખન, વાંચન. વેપાર ધર્મવગેરે સંબંધી કળાઓનો સારી રીતે અભ્યાસ કર જોઇએ. કેમકે, કળા વગેરે નહીં ભણેલાની મૂર્ખતા-હાંસી-મજાક વગેરે રીતે વારંવાર મશ્કરી વગેરે થાય છે. જેમકે, કાલિદાસ કવિ પહેલાં તો ગોવાળિયો હતો. એક વખત રાજાની સભામાં તેણે ‘સ્વસ્તિ’ કહેવાને બદલે ‘ઉશરટ’ એમ કહ્યું. વળી “એ વિદ્વાન છે કે નહીં તે તપાસવા એની વિદુષી પત્નીએ ગ્રંથનું પાનું સંશોધન માટે મોકલ્યું, તો એમાં કશું નહીં સમજવાથી લીટોડા કર્યા. પછી ચિત્રસભા બતાવી, તો ચિતરેલી બકરીઓ જોઇ ગોવાળની ભૂમિકામાં આવી જઇ બુચકારવા લાગ્યો. આમ એ મૂર્ખતાથી પત્ની માટે હાંસીપાત્ર બન્યો. ૨૫૬ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #265 -------------------------------------------------------------------------- ________________ કળાવાન તો વસુદેવ વગેરેની જેમ વિદેશમાં પણ માન પામે છે. કહ્યું જ છે – પંડિતાઇ અને રાજાપણું એ બે સરખાં નથી, કારણ કે રાજા પોતાના દેશમાં જ પૂજાય છે, જ્યારે પંડિત બધે પૂજાય છે. બધી કળાઓ શીખવી, કેમકે દેશ, કાળ વગેરેને અનુસરી બધી કળાઓનો વિશેષ ઉપયોગ થવાનો સંભવ છે. નહીંતર ક્યારેક સદાવાનો પ્રસંગ થાય છે. કહ્યું છે કે – DMCM (ગરબડીયું મંત્રતંત્રાદિનો દેખાવ કરતું) પણ શીખવું, કારણકે શીખેલું નકામું જતું નથી. DKCM ના પ્રસાદથી ગોળ અને તુંબડું ખાવા મળે છે. બધી કળાઓ આવડતી હોય, તો પહેલા કહેલા આજીવિકાના સાત ઉપાયોમાંથી કોઇ એક ઉપાયથી પણ સુખે નિર્વાહ થાય, તથા વખતે સમૃદ્ધિ આદિ પણ મળે. કળાઓનો અભ્યાસ કરવાની શક્તિ ન હોય, તો શ્રાવકપુત્રે જેથી સુખે નિર્વાહ થાય અને પરભવમાં શુભગતિ થાય, એવી એક કળાનો પણ સમ્યક્ પ્રકારે અભ્યાસ જરૂર કરવો. કહ્યું છે કે – શ્રુતરૂપ સમુદ્ર અપાર છે, આયુષ્ય થોડું છે, હાલના જીવ ઓછી બુદ્ધિના છે. માટે એવું કાંઇક શીખવું કે જે કાર્યસાધક પણ હોય, ને થોડું પણ હોય. બે વાત જરૂર શીખવી જોઇએ. ૧) જે પ્રવૃત્તિથી પોતાનો સુખે નિર્વાહ થાય અને ૨) જે પ્રવૃત્તિથી મરણ પછી સદ્ગતિ મળે. મૂળ ગાથામાં “ઉચિત” પદ છે, તેથી નિદ્ય તથા પાપમય વ્યાપાર અનુચિત હોવાથી જ નિષિદ્ધ છે. ઇતિ બીજું દ્વાર સંપૂર્ણ. પાણિગ્રહણ પાણિગ્રહણ એટલે વિવાહ (લગ્ન). તે પણ ત્રિવર્ગની એટલે ધર્મ, અર્થ અને કામની સિદ્ધિનું કારણ હોવાથી ઉચિત જ હોવો જોઇએ. ગોત્રથી અન્ય અને કુલ, સદાચાર, શીલ, રૂપ, વય, વિદ્યા, સંપત્તિ, વેષ, ભાષા, પ્રતિષ્ઠા વગેરેથી પોતાની બરાબરીના હોય તેમની સાથે જ વિવાહ કરવો. બન્નેનાં કુળ, શીલ વગેરે સરખાં ન હોય, તો પરસ્પર અપમાન, હીલના, કુટુંબના કલહ, કલંક વગેરેની પ્રાપ્તિ થાય છે. પોતનપુર નગરમાં શ્રીમતી નામે એક શ્રાવક કન્યા આદર સહિત કોઇ અન્ય ધર્મી સાથે પરણી હતી. તે પોતે ધર્મમાં દઢ હતી. પણ તેનો પતિ પરધર્મી હોવાથી તેના ઉપર રાગ વિનાનો થયો. એક વખત પતિએ ઘરની અંદર ઘડામાં સાપ રાખી શ્રીમતીને કહ્યું, ‘લાણા ઘડામાં પુષ્પની માળા છે, તે લાવ.' નવકાર મહામંત્રનું સ્મરણ કરતી કરતી શ્રીમતીએ ઘડામાં હાથ નાખ્યો. મહામંત્રના પ્રભાવથી સાપના સ્થાને પુષ્પમાળા થઇ. પછી શ્રીમતીના પતિ વગેરે પણ શ્રાવક થયા. બન્નેનાં કુલ, શીલ વગેરે સરખાં હોય તો ઉત્તમ સુખ, ધર્મ તથા મોટાઇ આદિ મળે છે. એ ઉપર પેથડશા - પ્રથમિણી દેવી વગેરે દંપતીઓના દૃષ્ટાંત સમજવા. વર અને કન્યાના ગુણદોષ સામુદ્રિકાદિક શાસ્ત્રોમાં કહેલા શરીરનાં લક્ષણ તથા જન્મપત્રિકાની તપાસ વગેરેથી કન્યાની તથા વરની પરીક્ષા કરવી. કહ્યું છે કે – ૧. કુલ, ૨. શીલ, ૩. વડીલવર્ગ, ૪. વિદ્યા, ૫. ધન ૬. શરીર અને ૭. વય એ સાત ગુણ કન્યાદાન કરનારે વરઅંગે જોવા. એ પછી તો જેવું કન્યાનું ભાગ્ય. મૂર્ખ, નિર્ધન, દૂર દેશાંતરમાં રહેનારા, શૂરવીર, મોક્ષાભિલાષી (દીક્ષા લેવા ઇચ્છતો હોય) અને કન્યાથી ત્રણ ગુણી કરતાં પણ વધુ ઉંમરવાળા વરને ડાહ્યા માણસે કન્યા નહીં આપવી. ઘણું આશ્ચર્ય લાગે એટલી સંપત્તિવાળો, ઘણો જ ઠંડો અથવા ઘણો જ ક્રોધી, હાથ, પગે અથવા કોઇપણ અંગે અપંગ તથા રોગી શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૫૭ Page #266 -------------------------------------------------------------------------- ________________ વરને પણ કન્યા નહીં આપવી. કુળ અથવા જાતિથી હીન, પોતાના માતાપિતાથી છૂટા રહેનારા અને જેને પૂર્વે પરણેલી સ્ત્રી તથા પુત્ર હોય એવા વરને કન્યા નહીં આપવી. જેને ઘણા સાથે વેર હોય, અને જેની ઘણી નિંદા થતી હોય, તથા જે મેળવેલું બધું જ ભોગવી નાખનારો હોય (બચત વગેરે કરતો ન હોય) તથા આળસું મનવાળો હોય એવા વરને કન્યા નહીં આપવી. પોતાના ગોત્રમાં થએલા, જુગાર, ચોરી વગેરે વ્યસનવાળા તથા પરદેશી વરને કન્યા નહીં આપવી. કુલીન સ્ત્રી પોતાના પતિવગેરે સાથે નિષ્કપટપણે વર્તનારી, સાસુ-સસરાપર ભક્તિવાળી સ્વજન પર પ્રીતિ રાખનારી, બંધુવર્ગ ઉપર સ્નેહવાળી અને હંમેશા પ્રસન્ન મુખવાળી હોય છે. જેનો પુત્ર વશમાં છે, પત્ની ભક્ત અને પતિની ઇચ્છા મુજબ વર્તનારી છે, અને જેને મળેલા વૈભવમાં પણ સંતોષ છે, તે પુરુષને અહીં જ સ્વર્ગ છે. વિવાહના આઠ ભેદ અગ્નિ તથા દેવ વગેરેની સાક્ષીમાં હસ્ત-મેળાપ કરવો, તે વિવાહ કહેવાય છે. તે લોકમાં આઠ પ્રકારનો બતાવ્યો છે. ૧. કન્યાને આભૂષણો પહેરાવી આપવી તે બ્રાહ્મવિવાહ છે. ૨. ધન ખર્ચી કન્યાદાન કરવું તે પ્રાજાપત્યવિવાહ છે. ૨. ગાય બળદનું જોડું આપી કન્યાદાન કરવું તે ૠષિવિવાહ છે. ૪. યજમાન બ્રાહ્મણને યજ્ઞની દક્ષિણા તરીકે કન્યા આપે તે દૈવવિવાહ કહેવાય છે. આ ચાર પ્રકારના વિવાહ ધર્મને અનુસરતા છે. ૫. માતા-પિતા-ભાઇઓવગેરેને પ્રમાણભૂત ન હોવા છતાં પરસ્પર અનુરાગથી જે પરણી જવું તે ગાંધર્વ છે. ૬. શરતના બંધનથી (જુગારઆદિમાં) કન્યા આપવી તે આસુર છે. ૭. બળજબરીથી ગ્રહણ કરવી તે રાક્ષસવિવાહ છે. ૮. સૂતેલી અથવા પ્રમાદમાં રહેલી કન્યા ગ્રહણ કરવી તે પૈશાચ વિવાહ છે. આ ચારે વિવાહ અધર્મભૂત છે. જો વહુની તથા વરની પરસ્પર પ્રીતિ હોય, તો અધર્મવિવાહ પણ ધર્મયુક્ત છે. પવિત્ર સ્ત્રીનો લાભ એ જ વિવાહનું ફળ છે. પવિત્ર સ્ત્રીનો લાભ થાય અને પતિ તેનું જો બરાબર ૨ક્ષણ કરે, તો તેથી સંતતિ સારી થાય છે, મનમાં હંમેશા સામાધાન રહે છે, ગૃહકૃત્ય વ્યવસ્થાથી ચાલે છે, કુલીનપણું જળવાઇ રહે છે, આચાર-વિચાર પવિત્ર રહે છે, દેવ, અતિથિ તથા સ્વજનના સત્કારનું પુણ્ય થાય છે. પત્નીનું રક્ષણ હવે પત્નીના રક્ષણ કરવાના ઉપાય કહીએ છીએ. તેને ઘરકામમાં જોડવી, તેના હાથમાં ખરચ માટે પરિમિત રકમ જ આપવી. તેને સ્વતંત્રતા આપવી જ નહીં. હંમેશા માતા સમાન સ્ત્રીઓના સહવાસમાં રાખવી. પત્ની સંબંધી ઉચિત આચરણની વિચારણામાં આ બધી વાતો કરી છે. વિવાહવગેરેમાં ખરચ, ઉત્સવ વગેરે આપણું કુળ, ધન, લોક વગેરેના ઔચિત્યને ધ્યાનમાં રાખી જેટલું ક૨વું જોઇએ તેટલું જ કરે, પણ વધારે ન કરે. કારણકે, વધુ ખરચ વગેરે તો ધર્મકૃત્યમાં જ કરવું ઉચિત છે. આ રીતે બીજે ઠેકાણે પણ જાણવું. વિવાહવગેરેમાં જેટલો ખરચ થયો હોય, તે અનુસારે સ્નાત્ર, મહાપૂજા, મહાનૈવેદ્ય, ચતુર્વિધ સંઘનો સત્કાર વગેરે ધર્મકૃત્ય પણ આદરથી કરવા. સંસારને વધારનાર વિવાહ વગેરે પણ આ રીતે પુણ્ય કરવાથી સફળ થાય છે. (માત્ર પૈસાનો દેખાડો કરવાના નામે ફટાકડા ફોડવા, મોટા જમણવાર કરવા વગેરેના નામે જે જૈનો વિવાહ-લગ્નના નામે લાખો - કરોડો રૂ।. ઉડાવી નાખે છે, તેઓએ આ વાત ધ્યાનમાં લેવી જેવી છે.) ઈતિ ત્રીજું દ્વાર સંપૂર્ણ. (૩) ૨૫૮ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #267 -------------------------------------------------------------------------- ________________ યોગ્ય મિત્રો વગેરે મિત્ર પણ એવો કરવો કે જે સર્વત્ર વિશ્વાસપાત્ર થવાથી અવસરે સહાયઆદિ કરવાવાળો બને. ગાથામાં આદિ શબ્દ છે. તેથી વાણોતર, મદદ કરનાર નોકર વગેરે પણ ધર્મ, અર્થ તથા કામનાં કારણ હોવાથી ઉચિત જ નિયુક્ત કરવા. તેમનામાં ઉત્તમ પ્રકૃતિ, સાધર્મિકપણું, ધૈર્ય, ગંભીરતા, ચાતુર્ય, સારી બુદ્ધિ આદિ ગુણ અવશ્ય હોવા જોઇએ. આ સંબંધી દૃષ્ટાંતો હારશુદ્ધિ પ્રકરણમાં કહી ગયા છીએ. (૪) F Dehleef[ celeFue meDeeFHelJeeJeCee 3e He3ebJeCee - HegLezeuen Cele3ece - Hemen meeueeF - kełej JeCeh-15-- (छा. चैत्य-प्रतिमाप्रतिष्ठा-सुतादिप्रव्राजना-पदस्थापना (या:) पुस्तकलेखन-वाचन-पौषधशालादिविधापनम्) જિનમંદિર તેમજ (૫) ઊંચા તોરણ, શિખર, મંડપ વગેરેથી શોભતો, ભરત ચક્રવર્તી વગેરેની જેમ રત્નજડિત, સોનામય, રૂપામય, વગેરે અથવા શ્રેષ્ઠ પાષાણાદિમય જિનપ્રાસાદ કરાવવો. તેટલી શક્તિ ન હોય, તો ઉત્તમ લાકડું, ઇંટો વગેરેથી જિનમંદિર કરાવવું. તેમ પણ કરવાની શક્તિ ન હોય, તો જિનપ્રતિમા માટે ઘાસની ઝુંપડી પણ ન્યાયથી કમાયેલા ધનથી વિધિપૂર્વક બંધાવવી. કેમકે-ન્યાયથી ઉપાર્જન કરેલા ધનવાળો બુદ્ધિમાન, શુભ પરિણામી અને સદાચારી શ્રાવક ગુરુની આજ્ઞાથી જિનમંદિર કરાવવાનો અધિકારી ગણાય છે, કેમકે દરેક જીવે પ્રાયે અનાદિ સંસારમાં અનંતા જિનમંદિર અને અનંતી જિનપ્રતિમાઓ કરાવી, પણ અસમંજસવૃત્તિથી (શ્રદ્ધા, નીતિ, શુભાશય વગેરે ન હોવાથી) સમ્યગ્દર્શનનો અંશ પણ પ્રાપ્ત થયો નહીં. જેમણે જિનમંદિર અથવા જિનપ્રતિમા કરાવી નહીં, સાધુઓને પૂજ્યા નહીં અને દુર્ધર વ્રત પણ લીધા નહીં, તેમણે પોતાનો મનુષ્યભવ નકામો ગુમાવ્યો. જે વ્યક્તિ પરમભક્તિથી ઘાસની ઝુંપડી પણ બનાવી તેમાં પરમગુરુ (જિનપ્રતિમા) ની સ્થાપના કરી માત્ર એક ફુલ પણ પરમ ભક્તિથી ચઢાવે, તેના પુણ્યની ગણત્રી ક્યાંથી થાય? તો જે પુણ્યશાળી માનવ શુભ પરિણામથી મોટું, મજબૂત અને નક્કર પત્થરનું જિનમંદિર કરાવે છે, તેમની તો વાત જ શી? તે અતિ ધન્ય પુરુષ તો પરલોકે સારી મતિવાળો વિમાનવાસી દેવ થાય છે. પવિત્ર ભૂમિ તથા પવિત્ર દળ (પત્થર, લાકડાં વગેરે), મજુર વગેરેને ઠગવા નહીં, મુખ્ય કારીગરનું સન્માન કરવું વગેરે પૂર્વે બતાવેલી ઘરની વિધિપ્રમાણે જ પૂરી ઉચિત વિધિ અહીં દેરાસર અંગે વિશેષ કરી જાણવી. કહ્યું છે કે – ધર્મ કરવા ઉદ્યત થએલા પુરુષે કોઇને પણ અપ્રીતિ થાય એમ કરવું નહીં. સંયમ પણ એજ રીતે શ્રેયસ્કર બને છે, એમાં ભગવાન ઉદાહરણ છે. તારક શ્રીવીર પ્રભુએ “મારા રહેવાથી આ તાપસોને અપ્રતિ થાય છે, અને તે અપ્રીતિ અબોધિનું બીજ છે એમ જાણી ચોમાસાના કાળમાં પણ તાપસનો આશ્રમ તજી દઇ વિહાર કર્યો હતો. જિનમંદિર બનાવવા માટે તે લાકડું શુદ્ધ છે, જે તે-તે ઝાડના અધિષ્ઠાયક દેવના રોષ વિના મળ્યું હોય, અવિધિથી લવાયું ન હોય અને પોતે કરાવ્યું નહીં હોય. રાંક મજૂરો વધુ મજૂરી આપવાથી ઘણો સંતોષ પામે છે. સંતોષ પામેલા તેઓ પહેલાં કરતાં વધારે કામ કરે છે. જિનમંદિર અથવા જિનપ્રતિમા કરાવે ત્યારે ભાવશુદ્ધિ માટે ગુરુ તથા સંઘસમક્ષ એમ કહેવું “આ કામમાં અવિધિથી કંઇ પારકું ધન આવ્યું હોય, તેનું પુણ્ય તે માણસને થાઓ.” ષોડશકમાં કહ્યું છે કે – જે જેની માલિકીનું દ્રવ્ય શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૫૯ Page #268 -------------------------------------------------------------------------- ________________ આ કામમાં અનુચિતપણે આવ્યું હોય, તેનું પુણ્ય તે ધણીને થાઓ. આ રીતે શુભપરિણામથી કહે, તો તે ધર્મકૃત્ય ભાવશુદ્ધ થાય. પાયો ખોદવો, પૂરવો, લાકડાના પાટ કરવા, પત્થર ઘડાવવા, ચણાવવા વગેરે મહારંભસમારંભ જિનમંદિર કરાવવામાં કરવો પડે છે એવી શંકા ન કરવી, કારણકે, કરાવનારની યતનાપૂર્વક પ્રવૃત્તિ હોવાથી તેમાં દોષ નથી. વળી, જિનમંદિર નિર્માણ વિવિધ પ્રતિમા સ્થાપન, પૂજન, સંઘનો સમાગમ, ધર્મ-દેશના કરણ, સમકીત-વ્રત વગેરેનો અંગીકાર, શાસનની પ્રભાવના, અનુમોદના વગે૨ે અનંત પુણ્યની પ્રાપ્તિ હોવાથી શુભપરિણામ માટે થાય છે. કહ્યું છે કે - સૂત્રોક્ત વિધિનો જ્ઞાતા પુરુષ યતનાપૂર્વક કોઇ કામમાં પ્રવર્તે, અને જો કદાચ તેમાં કાંઇ વિરાધના થાય, તો પણ અધ્યવસાયની શુદ્ધિ હોવાથી તેને નિર્જરા જ થાય છે. દ્રવ્યસ્તવપર કૂવાનું દૃષ્ટાંત વગેરે અગાઉ કહી ગયા છીએ. જીર્ણોદ્ધાર જીર્ણોદ્ધાર કરવાના કામમાં તો વિશેષથી પ્રયત્ન કરવો, કેમકે જેટલું પુણ્ય નવું જિનમંદિર કરાવવામાં છે, તે કરતાં આઠ ગણું પુણ્ય જીર્ણોદ્ધાર કરાવવામાં છે. જીર્ણ જિનમંદિર સમરાવવામાં જેટલું પુણ્ય છે, તેટલું નવું કરાવવામાં નથી. કારણકે નવું મંદિર કરાવવામાં ઘણા જીવોની વિરાધના તથા મેં આ દેરાસર બનાવ્યું’ એવી ખ્યાતિની બુદ્ધિ પણ હોય છે. તેમજ કહ્યું છે કે - જિનકલ્પી સાધુ પણ રાજા, પ્રધાન, શેઠ તથા કૌટુંબિક વગેરેને ઉપદેશ આપી જીર્ણ જિનમંદિર સમાવરાવે છે. જે પુરુષો જીર્ણ થયેલાં, પડેલાં જિનમંદિરોનો ભક્તિથી ઉદ્ધાર કરે છે; તેઓ ભયંકર સંસાર સમુદ્રમાં પડેલા પોતાના આત્માનો ઉદ્ધાર કરે છે. આ વાત ઉપર નીચે પ્રમાણે દૃષ્ટાંત છે + પિતાએ શ્રી શત્રુંજય તીર્થોદ્ધારનો સંકલ્પ અભિગ્રહ સહિત લીધો હતો. તેથી મંત્રી વાગ્ભટ્ટે તે કામ શરૂ કરાવ્યું. શેઠોએ ટીપમાં પોતાનું દ્રવ્ય લખાવવા માંડ્યું. ટીમાણિ ગામના વતની ઘી વેંચતા ભીમા કુંડલીયાએ પોતાની પાસે માત્ર છ દ્રમ્પ જેટલી જ મુડી કે જે ઘી વેંચવાપર મળેલી, તે પૂરેપૂરી ટીપમાં ધરી દીધી. તેથી ટીપમાં તેનું નામ સૌ પ્રથમ લખાયું. એને પણ સુવર્ણનો ભંડાર ભૂગર્ભમાંથી મળ્યો. પછી કાષ્ઠમય ચૈત્યના સ્થાને શિલામય મંદિર બે વર્ષે તૈયાર થવાની વધામણી દેનારને મંત્રીએ સુવર્ણની બત્રીશ જીભો વધામણીરૂપે આપી. થોડા જ વખતમાં ‘જિનમંદિર વીજળી પડવાથી તૂટી પડ્યું' એવા સમાચાર લઇને બીજો આવ્યો, ત્યારે મંત્રીએ સુવર્ણની ચોસઠ જીભો આપી. તેનું કારણ એ કે, મંત્રીએ મનમાં એમ વિચાર્યું - ‘જીવતો હું બીજો ઉદ્ધાર કરવા સમર્થ છું.’ બીજા જીર્ણોદ્ધારમાં બે કરોડ સત્તાણું હજાર એટલું દ્રવ્ય લાગ્યું. પૂજા માટે ચોવીશ ગામ અને ચોવીશ બગીચાઓ આપ્યા. એમના ભાઇ આંબડ મંત્રીએ ભરૂચમાં દુષ્ટ વ્યંતરીના ઉપદ્રવના નિવા૨ક કલિકાળસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ મહારાજની મદદથી શકુનિકા વિહાર નામના અઢાર હાથ ઊંચા પ્રાસાદનો જીર્ણોદ્ધાર કરાવ્યો. મલ્લિકાર્જુન રાજાના ભંડાર સંબંધી બત્રીશ ઘડી સોનાનો બનાવેલો કલશ એ પ્રાસાદ પર ચઢાવ્યો. તથા સુવર્ણમય દંડ ધ્વજા વગેરે આપ્યાં અને માંગલિક દીવાના અવસરે બત્રીશ લાખ દ્રમ્મ યાચકજનોને આપ્યા. પહેલાં જીર્ણ દેરાસ૨નો જીર્ણોદ્ધાર કરી પછી જ નવું જિનમંદિર કરાવવું ઉચિત છે. માટે જ સંપ્રતિ રાજાએ પણ પહેલાં નેવ્યાશી હજાર દેરાસરોના જીર્ણોદ્ધાર કરાવ્યા. પછી નવાં છત્રીશ હજાર ૨૬૦ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #269 -------------------------------------------------------------------------- ________________ જિનમંદિર કરાવ્યાં. આ રીતે કુમારપાળ, વસ્તુપાળ, વગેરે ધર્મિષ્ઠ મહાપુરુષોએ પણ નવા જિનમંદિર કરતાં વધુ જીર્ણોદ્ધાર જ કરાવ્યા. તેની સંખ્યા વગેરે પણ પૂર્વે કહી ગયા છીએ. - જિનમંદિર તૈયાર થયા પછી યથાશીધ્ર પ્રતિમા સ્થાપન કરવી. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે કહ્યું છે કે – બુદ્ધિશાળી પુરુષે જિનમંદિરમાં જિનબિંબની શીધ્ર પ્રતિષ્ઠા કરાવવી કેમકે એમ કરવાથી દેવાધિષ્ઠિત થયેલું તે દેરાસર વૃદ્ધિ પામતું જાય છે. મંદિરમાં તાંબાની કૂડીઓ, કળશ, ઓરસીઓ, દીવા વગેરે બધી પ્રકારની સામગ્રી પણ આપવી, તથા શક્તિપ્રમાણે મંદિરનો ભંડાર કરી તેમાં રોકડ નાણું તથા વાડી, બગીચા વગેરે આપવા. દેરાસર જો રાજા વગેરે નિર્માણ કરાવતા હોય, તો તેણે ભંડારમાં ઘણું નાણું તથા ગામ, ગોકુળ વગેરે આપવું જોઇએ. જેમકે – માલવ દેશના જાનુડી પ્રધાને પૂર્વે ગિરનાર ઉપર કાષ્ઠમય ચૈત્યના સ્થાને પાષાણમય જિનમંદિર બંધાવવું શરૂ કરાવ્યું, પણ તે દુર્ભાગ્યથી અવસાન પામ્યા. તે પછી એકસો પાંત્રીસ વર્ષ પસાર થયા ત્યારે સિદ્ધરાજ જયસિંહના દંડાધિપતિ સજ્જને ત્રણ વર્ષમાં સૌરાષ્ટ્ર દેશની ઉપજ સત્તાવીસ લાખ દ્રમ્મ આવી હતી, તે ખરચી જિનપ્રાસાદ પૂરો કરાવ્યો. સિદ્ધરાજ જયસિંહે ત્રણ વર્ષનું પેદા કરેલું દ્રવ્ય સજ્જન પાસે માગ્યું, ત્યારે તેણે કહ્યું કે, “મહારાજ! ગિરનાર પર્વત ઉપર તે દ્રવ્યનો સંગ્રહ કરી રાખ્યો છે” પછી સિદ્ધરાજ ત્યાં આવ્યો અને નવું સુંદર જિનમંદિર જોઇ હર્ષ પામી બોલ્યો, “આ મંદિર કોણે બનાવ્યું?” સજ્જને કહ્યું, આપે. આ વચન સાંભળી સિદ્ધરાજ વિસ્મય પામ્યો. પછી સજ્જને જે બની હતી, તે બધી વાત કહીને અરજ કરી કે – “આ સજ્જન શ્રેષ્ઠીઓએ ભેગા મળીને આ ધન આપ્યું છે. કાં તો આપ તે ધન ગ્રહણ કરો, અથવા જિનમંદિર કરાવ્યાનું પુણ્ય લ્યો.” પછી વિવેકી સિદ્ધરાજે પુણ્ય જ ગ્રહણ કર્યું, અને શ્રી નેમિનાથજી પ્રભુના દેરાસરમાં પૂજા માટે બાર ગામ આપ્યો. તેમજ જીવિતસ્વામી પ્રભુ મહાવીરસ્વામીની પ્રતિમામાટે દેરાસર પ્રભાવતી રાણીએ કરાવ્યું હતું. પછી અનુક્રમે ચંડપ્રદ્યોત રાજાએ પ્રતિમાની પૂજા માટે બાર હજાર ગામ આપ્યાં. તે વાત નીચે પ્રમાણે છે. ઉદાયન રાજા તથા જીવિતસ્વામીની પ્રતિમાનું વૃત્તાંતા ચંપાનગરીમાં એક કુમારનંદી નામનો સ્ત્રીલંપટ સોની રહેતો હતો. તે પાંચસો સોનૈયા આપીને સુંદર કન્યા પરણતો હતો. આ રીતે પરણેલી પાંચસો પત્નીઓ સાથે ઈર્ષાળુ કુમારનંદી એક થાંભલાવાળા પ્રાસાદમાં ક્રીડા કરતો હતો. એકવાર પંચશેલ દ્વીપમાં રહેતી હાસા તથા પ્રહાસા નામની બે વ્યંતરીઓએ પોતાનો પતિ વિદ્યુમ્ભાળી મર્યો, ત્યારે ત્યાં આવી પોતાનું રૂપ દેખાડી કુમારનંદીને આકર્ષિત કર્યો.કુમારનંદીએ ભોગની પ્રાર્થના કરી. ત્યારે “પંચશૈલ દ્વીપમાં આવ”એમ કહી તે બન્ને ચાલી ગઇ. પછી કુમારનંદીએ સુવર્ણ આપી ઘોષણા કરાવી કે, “જે પુરુષ મને પંચશૈલ દ્વીપમાં લઇ જાય, તેને હું કરોડ દ્રવ્ય આપું” એક વૃદ્ધ નાવિકે એટલું દ્રવ્ય લઇ, તે પોતાના પુત્રોને આપી, કુમારનંદીને વહાણમાં બેસાડી સમુદ્રમાં બહુ દૂર લઇ ગયા પછી કુમાર નંદીને કહ્યું – સમુદ્રકિનારે પેલું જે વડવૃક્ષ છે, તે પર્વતપર ઉગેલું છે. એની નીચે આપણું વહાણ જાય, ત્યારે તું વડની શાખાને વળગી રહેજે. ત્રણ પગવાળા ભારંડપક્ષી પંચશૈલ દ્વીપથી આ વડ પર આવીને સૂઇ રહે છે. તેમના વચલે પગે તું પોતાના શરીરને વસ્ત્રવડે મજબૂત બાંધી રાખજે, પ્રભાત થતાં ઉડી જતાં ભારંડ પક્ષીની સાથે તું પણ પંચશૈલ દીપે પહોંચી જઇશ. શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૬૧ Page #270 -------------------------------------------------------------------------- ________________ આ વહાણ તો મોટા વમળમાં સપડાઇ જશે.” નાવિકના કહેવા પ્રમાણે કરી કુમારનંદી પંચશૈલદ્વીપે ગયો. ત્યારે હાસા-મહાસાએ તેને કહ્યું, “આ શરીરથી તું અમારી સાથે ભોગ નહીં ભોગવી શકે. તેથી અગ્નિપ્રવેશ કર.” એમ કહી તે બંનેએ કુમારનંદીને હાથમાં બેસાડી ચંપાનગરીના ઉદ્યાનમાં મૂક્યો. પછી તેના મિત્ર નાગિલ શ્રાવકે ઘણો વાર્યો તો પણ તે નિયાણું કરી અગ્નિમાં પડ્યો, મરણ પામી પંચશૈલ દ્વીપનો અધિપતિ વ્યંતર દેવ થયો. નાગિલે તેથી વૈરાગ્ય થવાથી દીક્ષા લીધી. એ કાળ કરી બારમા અય્યત દેવલોકે દેવ થયો. એકવાર નંદીશ્વર દ્વીપે જતાં દેવોની આજ્ઞાથી હાસા-મહાસાએ કુમારનંદીના જીવ વ્યંતરને કહ્યું, “તું પટક (એક પ્રકારનું ઢોલકું) ગ્રહણ કર.” તે અહંકારથી હુંકાર કરવા લાગ્યો. એટલામાં પટહ તેને ગળે આવીને વળગ્યું. કોઇ પણ ઉપાય તે પટક અલગ થાય નહીં. અવધિજ્ઞાનથી જાણીને નાગિલ દેવ ત્યાં આવ્યો, સૂર્યના તેજથી ઘુવડની જેમ તે દેવના તેજથી કુમારનંદી વ્યંતર નાસવા લાગ્યો, ત્યારે નાગિલ દેવે પોતાનું તેજ સંહરીને કહ્યું, “તું મને ઓળખે છે?” વ્યંતરે કહ્યું “ઇંદ્ર આદિ દેવોને કોણ ઓળખે નહીં?” ત્યારે નાગિલ દેવે શ્રાવકના રૂપે પૂર્વભવ કહી વ્યંતરને પ્રતિબોધ પમાડ્યો. ત્યારે વ્યંતરે કહ્યું, “હવે મારે શું કરવું? ” દેવે કહ્યું “હવે તું ગૃહસ્થપણામાં કાયોત્સર્ગ કરી રહેલા ભાવથી સાધુ શ્રી મહાવીરસ્વામીની પ્રતિમા કરાવ. એમ કરવાથી તને આવતે ભવે બોધિલાભ થશે.” તેથી એ વ્યંતરે પ્રતિમા (કાઉસગ્ગ)માં રહેલા શ્રી મહાવીરસ્વામીના દર્શન કરી મહાહિમવંત પર્વતથી ગોશીર્ષ ચંદન લાવી તે ચંદનની પ્રભુની કાઉસગ્ન અવસ્થાની પ્રતિમા બનાવી પ્રતિષ્ઠા કરાવી બધા આભૂષણોથી યુક્ત કરી તથા ફુલવગેરેથી પૂજા કરી શ્રેષ્ઠ ચંદનની પેટીમાં મૂકી. એ વખતે એક વહાણ સમુદ્રમાં છ મહીનાથી ઉત્પાતના કારણે ફસાયેલું હતું. આ વ્યંતરે એ ઉત્પાત દૂર કરી એ વહાણના ખલાસીને કહ્યું - આ પ્રતિમાયુક્ત પેટીને સિન્ધ સૌવીર દેશમાં લઇ જા. ત્યાં વીતભય નગરના ચોકમાં રાખી ઘોષણા કરાવી કે આ દેવાધિદેવની પ્રતિમા ગ્રહણ કરો. એ ખલાસીએ એ રીતે કર્યું. ત્યારે તાપસધર્મના ભક્ત ઉદાયન રાજવગેરે જુદા જુદા ધર્મોને માનનારાઓ ત્યાં આવ્યાં. પોત પોતાના દેવનું સ્મરણ કરી કુહાડાથી ખોલવા ગયા. પણ બધાના કુહાડા ભાંગી ગયા. પેટી ખુલી નહીં. તેથી બધા ઉગમાં હતા. મધ્યાહ્ન સમય થઇ ગયો. પ્રભાવતી રાણીએ ઉદાયન રાજાને ભોજન માટે બોલાવવા એક દાસી મોકલી. ત્યારે ઉદાયન રાજાએ એ જ દાસી દ્વારા કૌતુક જોવા રાણીને ત્યાં બોલાવી. ત્યાં આવેલી રાણીએ કહ્યું -દેવાધિદેવ તો શ્રી અરિહંત પરમાત્માનું છોડી બીજું કોઇ છે જ નહીં. તેથી બધા કૌતુક જુઓ. એમ કહી યક્ષકદમ (કેસર, કસ્તુરી, અગર, કપૂર અને ચંદનનું મિશ્રણ) થી પેટીપર લેપ કરી ફુલો ચઢાવી વિનંતી કરી દેવાધિદેવ મને દર્શન આપો’ એ આટલું હજી બોલે છે, ત્યાં જ એ પેટી સવારે કમળની પાંખડીઓ ખુલે એમ ખુલી ગઇ. નહીં કરમાયેલી ફૂલમાળાવાળી એ પ્રતિમા પ્રગટ થવાથી જૈનમતની ખૂબ ઉન્નતિ થઇ. પછી વહાણવટીનો સત્કાર કરી પ્રભાવતી રાણી તે પ્રતિમાને ઉત્સવપૂર્વક પોતાના અંત:પુરમાં લઇ ગયાં, અને નવા કરાવેલા ચૈત્યમાં સ્થાપન કરી દરરોજ ત્રણ ટંક પૂજા કરવા લાગી. એક વખત રાણીના આગ્રહથી રાજા વીણા વગાડતો હતો અને રાણી ભગવાન આગળ નૃત્ય કરતી હતી. એટલામાં રાજાને રાણીનું શરીર માથા વિનાનું જોવામાં આવ્યું. તેથી ગભરાયેલા રાજાના શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૨. Page #271 -------------------------------------------------------------------------- ________________ હાથમાંથી વીણા વગાડવાની કંબિકા નીચે પડી ગઇ. નૃત્યમાં રસભંગ થવાથી રાણી ગુસ્સે થવા પર રાજાએ સાચી વાત કરી. બીજી એક વખત દાસીએ લાવેલું વસ્ત્ર સફેદ છતાં પ્રભાવતીને લાલ રંગનું લાગવાથી ક્રોધથી દર્પણથી દાસી પર પ્રહાર કર્યો, તેથી તે (દાસી) મરણ પામી. પછી તે વસ્ત્ર સફેદ જ દેખાયું, તે દુર્નિમિત્તથી તથા નૃત્ય કરતા રાજાને માથા વિનાનું શરીર દેખાયું તે નિમિત્તથી પોતાનું આયુષ્ય બહુ ઓછું બાકી છે એવું જાણીને અને સ્ત્રીહત્યાથી પહેલા સ્થૂલ પ્રાણાતિપાત વિરમણવ્રતનો ભંગ થવાથી વૈરાગ્ય પામી રાણીએ રાજા પાસે દીક્ષા માટે રજા માંગી. રાજાએ “દેવના ભવમાં તું મને સાચા ધર્મમાં જોડજે” એમ કહી આજ્ઞા આપી. પછી પ્રભાવતીએ તે પ્રતિમાની પૂજા માટે દેવદત્તા નામની કુન્જાને નિયુક્ત કરી પોતે ઉત્સવસહિત દીક્ષા લીધી અને અનશન કરી પામી કાળ સૌધર્મ દેવલોકે દેવ થઇ. પછી પ્રભાવતીના જીવ દેવે ઘણો બોધ આપ્યો, તો પણ ઉદાયન રાજા તાપસની ભક્તિ ન મુકે. ખરેખર દૃષ્ટિરાગ તોડવો અતિ મુશ્કેલ છે! પછી દેવે તાપસના રૂપે રાજાને દિવ્ય અમૃતફળ આપ્યું. તેના સ્વાદમાં લુબ્ધ થયેલા રાજાને એકલાને એ તાપસ પોતાની દિવ્યશક્તિથી આશ્રમમાં લઇ ગયો. ત્યાં દેવની માયાથી પ્રગટ થયેલા તાપસોએ રાજાને મારવા માંડ્યું. તેથી ત્યાંથી ભાગતા રાજાએ સાધુઓને જોઇ એમનું શરણ લીધું. તેઓએ ‘ડરશો નહીં’ એમ કહી ધર્મ સમજાવ્યો. રાજાએ જૈનધર્મ સ્વીકાર્યો. પછી એ પ્રભાવતી જીવ દેવ પોતાની સમૃદ્ધિ બતાવી રાજાને જૈનધર્મમાં દૃઢ કરી “આપત્તિમાં મને યાદ કરજો' એમ કહી અદશ્ય થયા. હવે ગાંધાર નામનો કોઇ શ્રાવક બધે ચૈત્યવંદન કરવા નીકળ્યો હતો. વૈતાઢ્ય પર્વતપર ઘણા ઉપવાસ કરવાથી તુષ્ટ થયેલી દેવીએ તેને ત્યાંની પ્રતિમાઓના દર્શન કરાવ્યા અને પોતાની ઇચ્છા પાર પડે એવી એકસો આઠ ગોળીઓ આપી. તેણે તેમાંની એક ગોળી મોંમાં નાંખી ચિંતવ્યું, “હું વીતભયનગર જાઉં.” ગુટિકાના પ્રભાવથી તે ત્યાં આવ્યો. કુન્નાદાસીએ તેને તે પ્રતિમાજીના દર્શન કરાવ્યા. તે ગાંધાર શ્રાવક ત્યાં માંદો પડ્યો. કુન્નાદાસીએ તેની સારવાર કરી. પોતાનું આયુષ્ય થોડું રહ્યું છે એમ જાણી તે શ્રાવકે બચેલી બધી ગોળીઓ કુન્નાદાસીને આપી દીક્ષા લીધી. કુન્જાદાસી એક ગોળી ભક્ષણ કરવાથી ઘણી સુંદર થવાથી સુવર્ણગુલિકા નામથી પ્રસિદ્ધ થઇ. બીજી ગોળી ભક્ષણ કરીને તે દાસીએ ચૌદ મુકુટધારી રાજાથી સેવાતા ચંડપ્રદ્યોત રાજાની પતિ તરીકે ઇચ્છા કરી કેમકે ઉદાયન રાજા પિતા સમાન હતા ને બીજા રાજાઓ તેના સેવક હતા. પછી દેવના વચનથી ચંડપ્રદ્યોત રાજાએ દૂત મોકલ્યો. પણ સુવર્ણગુલિકાએ ચંડપ્રદ્યોતને બોલાવ્યાથી તે અનિલવેગ હાથી ઉપર બેસી સવર્ણગુલિકાને તેડવા ત્યાં આવ્યો. સવર્ણલિકાએ કહ્યું. આ પ્રતિમા લીધા વિના હું ત્યાં ન આવું, માટે આ પ્રતિમા જેવી જ બીજી પ્રતિમા કરાવીને અહીં સ્થાપન કર, એટલે આ પ્રતિમા સાથે લઇ જવાશે. પછી ચંડપ્રદ્યોતે ઉજ્જયિની જઇ બીજી પ્રતિમા કરાવી. કપિલ નામના કેવળીને હાથે તેની પ્રતિષ્ઠા કરાવી. તે પ્રતિમા સહિત પાછો વીતભયપત્તન આવ્યો. નવી પ્રતિમા સ્થાપના કરી. જુની પ્રતિમાને તથા સુવર્ણગુલિકા દાસીને લઇ ચંડપ્રદ્યોત કોઇ ન જાણે તેવી રીતે રાતે પાછો પોતાના સ્થાને આવ્યો. પછી બન્ને વિષયાસક્ત થવાથી તેમણે વિદિશાપુરીમાં ભાયલસ્વામી શ્રાવકને તે પ્રતિમા પૂજા કરવા માટે આપી. શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૬૩ Page #272 -------------------------------------------------------------------------- ________________ એક વખત કંબલ-શંબલ નાગકુમાર તે પ્રતિમાની પૂજા કરવા આવ્યા. ત્યારે આ પ્રતિમાની હજી અડધી જ પૂજા થઇ હોવા છતાં પાતાળલોકની પ્રતિમાઓને નમવા ઉત્સુક થયેલા ભાયલને તેઓ તળાવના માર્ગે ત્યાં લઇ ગયા. ત્યાં એની જિનભક્તિથી પ્રસન્ન થયેલા ધરણેન્દ્રને ભાયલે કહ્યું – મારું નામ પ્રસિદ્ધ થાય એમ કરો... ધરણેન્દ્ર કહ્યું - તેમ જ થશે. ચંડપ્રદ્યોત રાજા વિદિશાપુરીનું તારા નામને અનુસરી દેવકીયપુર એવું નામ રાખશે. પણ તું અડધી પૂજા કરી અહીં આવ્યો. તેથી ભવિષ્યમાં તે પ્રતિમાની પૂજા ગુપ્તરીતે મિથ્યાષ્ટિઓ કરશે. પછી તેની પ્રતિકૃતિ બનાવી ‘આ આદિત્ય ભાયલસ્વામી છે” એમ જાહેર કરી બહાર એની સ્થાપના કરશે. વિષાદ નહી કરીશ. દુષમકાળના પ્રભાવથી એમ થશે” પછી ભાયલ જે રીતે આવ્યો હતો, એ રીતે જ પાછો ગયો. આ બાજુ વીતભય નગરમાં સવારે પ્રતિમાની માળા સુકાઇ ગયેલી જોઇ દાસી જતી રહેલી જાણી અને હાથીના મદનો સ્ત્રાવ થયેલો જોઇ ચંડપ્રદ્યોત રાજા આવીને પ્રતિમા તથા દાસીને લઇ ગયો હશે” એવો નિર્ણય કરી સોળ દેશના અને ત્રણસો ત્રેસઠ નગરના સ્વામી ઉદાયન રાજાએ મહાસેનાદિ દસ મુકુટધારી રાજાઓને સાથે લઇ ચડાઇ માટે પ્રયાણ કર્યું. માર્ગમાં ઉનાળાના કારણે પાણી નહીં મળવાપર રાજાએ પ્રભાવતી દેવનું સ્મરણ કર્યું. તેણે તરત આવી ત્રણ તળાવો પાણીથી ભરી નાંખ્યા. અનુક્રમે ત્યાં પહોંચ્યા. યુદ્ધના અવસરે રથમાં બેસીને યુદ્ધ લડવાનો ઠરાવ કરેલો હોવા છતાં ચંડપ્રદ્યોત રાજા અનિલવેગ હાથી પર બેસીને આવ્યો, તેથી ચંડપ્રદ્યોતને પ્રતિજ્ઞાભંગદોષ લાગ્યો. પછી હાથીના પગ શસ્ત્રથી વિંધાયાથી તે પડ્યો. ત્યારે ઉદાયને ચંડપ્રદ્યોતને બાંધી તેના કપાળે “આ મારી દાસીનો પતિ એવી છાપ લગાડી. પછી ઉદાયન રાજા ચંડપ્રદ્યોતને સાથે લઇ પ્રતિમા લેવા વિદિશા ગયો. પણ પ્રતિમા બહુ પ્રયત્ન પણ ચલાયમાન થઇ નહીં. ત્યારે એના અધિષ્ઠાયકની વાણી થઇ. “વીતભયનગર ધૂળની વૃષ્ટિથી દટાઇ જશે માટે હું ત્યાં નહીં આવું.' તેથી ઉદાયન રાજા પાછો વળ્યો. રસ્તામાં ચોમાસું આવ્યું. ત્યારે એક ઠેકાણે પડાવ કરી સેનાની સાથે રહ્યો. સંવત્સરીપર્વના દિવસે ઉદાયન રાજાએ ઉપવાસ કર્યો. રસોઇયાએ ચંડપ્રદ્યોતને પૂછ્યું - આજે રસોઈ શી કરવાની? ચંડપ્રદ્યોતના મનમાં “એ મને કદાચ અન્નમાં ઝેર આપશે” એવો ભય ઉત્પન્ન થયો. તેથી તેણે કહ્યું કે - “તેં ઠીક યાદ કરાવ્યું, મારે પણ ઉપવાસ છે, મારા માતા-પિતા શ્રાવક હતા.” તે જાણી ઉદાયને કહ્યું “એનું શ્રાવકપણું કેવું છે, તે જાણ્યું. તો પણ તે જો એમ કહે છે, તો તે નામમાત્રથી પણ મારો સાધર્મી થયો, માટે તે બંધનમાં હોય ત્યાં સુધી મારું સંવત્સરી પ્રતિક્રમણ કેવી રીતે શુદ્ધ થાય?’ એમ કહી ઉદાયને ચંડપ્રદ્યોતને બંધનમાંથી મુક્ત કર્યો, ખમાવ્યો અને કપાળે સુવર્ણપટ લગાવી તેને અવંતીદેશ પાછો આપ્યો. ઉદાયન રાજાના ધર્મિષ્ઠપણાની તથા સંતોષ વગેરેની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. ચોમાસું પૂરું થયા પછી ઉદાયન રાજા વીતભયપત્તન ગયો. સેનાએ જ્યાં પડાવ નાખેલો, ત્યારે ત્યાં આવેલા વેપારીવર્ગે ત્યાં જ સ્થિરતા કરી. તેથી તે દશપુર નગર તરીકે પ્રસિદ્ધ થયું. તે નગર ચંડપ્રદ્યોત રાજાએ જીવંતસ્વામીની પૂજા માટે અર્પણ કર્યું. તેમજ વિદિશાપુરીને ભાયલસ્વામીનું નામ દઇ તે તથા બીજા બાર હજાર ગામ જીવંતસ્વામીની સેવામાં આપ્યાં. પછી પ્રભાવતી જીવ દેવની પ્રેરણાથી ઉદાયન રાજા કપિલ કેવળીએ પ્રતિષ્ઠા કરેલી પ્રતિમાની ર૬૪ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #273 -------------------------------------------------------------------------- ________________ નિત્ય પૂજા કરતો હતો. એક વખત પખી પૌષધમાં તેણે રાત્રિજાગરણ કર્યું. ત્યારે તેને એકદમ ચારિત્ર લેવાના દઢ ભાવ ઉત્પન્ન થયા. પછી સવારે તેણે આ પ્રતિમાની પૂજા માટે ઘણા ગામ, આકર, પુર વગેરે આપ્યાં. નરકે લઇ જનારું રાજ્ય પ્રભાવતીના પુત્ર અભીચીને આપવું શી રીતે યોગ્ય ગણાય ? એમ વિચારી રાજાએ પુત્ર અભીચીને બદલે કેશી નામના પોતાના ભાણેજને રાજ્ય આપ્યું અને પોતે શ્રી વીર ભગવાન પાસે ચારિત્ર લીધું. તે વખતે કેશીએ દીક્ષા ઉત્સવ કર્યો. એક વાર અકાળ અને અપથ્ય આહારના સેવનથી આ ચરમ (અંતિમ) રાજર્ષિના શરીરે મહા રોગ ઉત્પન્ન થયો. વૈદે દહીં લેવા કહ્યું. ત્યારે શરીર ધર્મનું મુખ્ય સાધન છે.” એમ વિચારી નિર્દોષ દહીં માટે ગોવાળોના સ્થાને રહેતા રહેતા વીતભય નગરે પહોંચ્યા. ત્યારે કેશી ભક્ત હોવા છતાં ‘આ રાજ્ય માટે આવે છે, તેથી મારવા યોગ્ય છે? એમ પ્રધાનોએ ચઢાવવાથી કેશીએ ઝેરમિશ્રિત દહીં રાજર્ષિને વહોરાવડાવ્યું. પ્રભાવતી દેવે ઝેર દૂર કરી ફરીથી દહીં લેવાની મનાઇ કરી. દહીંનો ખોરાક બંધ થવાથી પાછો એ રોગ વધવાથી ફરીથી દહીં વહોરતાં એમાં ઝેર આવી જવા પર દવે ઝેર દૂર કર્યું. એમ દહીંનું સેવન કરતાં ત્રણ વાર દેવે ઝેર દૂર કર્યું. એક વાર પ્રભાવતી દેવ પ્રમાદમાં હતા ત્યારે ઝેરવાળું દહીં એ મુનિના આહારમાં આવી ગયું. તેથી એ રાજર્ષિ એક માસનું અનશન કરી કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. પછી પ્રભાવતી દેવે રોષથી વીતભય નગરપર ધૂળની વૃષ્ટિ કરી અને એ રાજર્ષિના શય્યાતર કુંભારને સિનપલ્લીએ લઇ જઇ એ પલ્લીનું નામ કુંભકારકત આપ્યું. દુ:ખી થયેલો અભીચિ માસીપુત્ર કોણિક રાજા પાસે જઇ સુખેથી રહ્યો. સુશ્રાવક તરીકે આરાધના કરવા છતાં પિતાએ કરેલા અપમાનના વેરભાવની આલોચના કરી નહીં, છેવટે પંદર દિવસનું અનશન કરી અસુરનિકામાં એક પલ્યોપમના આયુષ્યવાળો દેવ થયો. પછી મહાવિદેહમાં મોક્ષે જશે. ધૂળવૃષ્ટિથી દટાઇ ગયેલી કપિલ કેવળીના હાથે પ્રતિષ્ઠિત થયેલી પ્રતિમાની વાત શ્રી ગુરુમુખેથી શ્રી કુમારપાળ રાજાએ સાંભળી. તેથી એ ધૂળવૃષ્ટિવાળા સ્થાને ખોદાવતા ઉદાયન રાજાએ આપેલા ફરમાનો સહિત એ પ્રતિમા શીધ્ર પ્રગટ થઇ. કુમારપાળ રાજા ઉચિત પૂજા કરી એ પ્રતિમાને ધામધુમથી પાટણ લઇ આવ્યા. ત્યાં એ નવનિર્મિત વિશાળ સ્ફટિકમય જિનાલયમાં સ્થાપવામાં આવી. ઉદાયન રાજાએ પત્રમાં જે ગામ-આકર વગેરે અર્પણના ફરમાન કરેલા, તે બધા ફરમાન માન્ય રાખી કુમારપાળ રાજાએ પણ એ પ્રતિમાને દીર્ઘકાળ સુધી પૂજી. એ પ્રતિમાની સ્થાપના પછી શ્રી કુમારપાળ રાજાની સમૃદ્ધિ બધી રીતે વધી. આ દેવાધિદેવ પ્રતિમા-ઉદાયન રાજા વગેરેની વાત છે.(આ પ્રબંધ પર મારું લખેલું પુસ્તક થોડા વખત પછી પ્રકાશિત થશે) આમ દેરાસરને ગરાસ આપવાથી નિરંતર ઉત્તમ પૂજા વગેરે તથા જિનમંદિરની જરુરી સાર સંભાળ, રક્ષણ આદિ સારી રીતે થાય છે. કહ્યું જ છે – જે પુરુષ પોતાની શક્તિપ્રમાણે ઐશ્વર્યવાળું જિનમંદિર કરાવે, દેવોદ્વારા અભિનંદન પામતો તે પુરુષ ઘણા કાળસુધી પરમ-સુખ પામે છે. પાંચમું દ્વાર સમાપ્ત થયું. જિનબિંબ ૬. તેમજ રત્નની, સોનુંવગેરે ધાતુની, ચંદનાદિ કાષ્ઠની, હાથીદાંતની, પથ્થરની અથવા માટી વગેરેની શક્તિ મુજબ નાનામાં નાની એક અંગૂઠા જેવડીથી માંડી પાંચસો ધનુષ્ય જેવડી મોટી શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૬૫ Page #274 -------------------------------------------------------------------------- ________________ જિનપ્રતિમા તૈયાર કરાવવી. કહ્યું છે કે – જેઓ આ લોકમાં સારી માટીનું, નિર્મળ શિલાનું, હાથીદાંતનું, રૂપાનું, સુવર્ણનું, રત્નનું, માણેકનું અથવા ચંદનનું સુંદર જિનબિંબ શક્તિ મુજબ કરાવે છે, તેઓ મનુષ્યલોકમાં તથા દેવલોકમાં પરમ સુખ પામે છે. જિનબિંબ કરાવનારા કદી પણ દારિદ્રય, દુર્ભાગ્ય, નિંદ્ય જાતિ, નિંદ્ય શરીર, દુર્મતિ, દુર્ગતિ, અપમાન, રોગ અને શોક પામતા નથી. વાસ્તુશાસ્ત્રમાં કહેલી વિધિ પ્રમાણે તૈયાર કરેલી શુભ લક્ષણવાળી પ્રતિમાઓ આ લોકમાં પણ અભ્યદયવગેરે ગુણવાળી બને છે. કહ્યું છે - અન્યાયની ઉપાર્જન કરેલા ધનથી કરાવેલી, બીજાના મકાનની સામગ્રીમાંથી કરાવેલી, તથા ઓછા અથવા અધિક અંગવાળી પ્રતિમા પોતાની તથા પરની ઉન્નતિનો વિનાશ કરે છે. જે મૂળનાયકજીના મુખ, નાક, નયન, નાભિ અથવા કેડ એટલામાંથી કોઇપણ અવયવનો ભંગ થયો હોય, તે મૂળનાયકજીનો ત્યાગ (વિસર્જન) કરવો. પણ જેના આભૂષણ, વસ્ત્ર, પરિવાર, લાંછન અથવા આયુધનો ભંગ થયો હોય, તે પ્રતિમા પૂજી શકાય છે. જે જિનબિંબ સો વર્ષ કરતાં વધારે જૂનું હોય તથા ઉત્તમપુરુષે પ્રતિષ્ઠિત કરેલું હોય, તે બિંબ કદાચ અંગહીન થાય, તો પણ તેની પૂજા કરવી કારણ કે તે લક્ષણહીન થતું નથી. પ્રતિમાના પરિવારમાં ભિન્ન-ભિન્ન વર્ણની અનેક જાતની શિલાઓ હોય તે શુભ નથી. તેમજ બે, ચાર, છ આદિ સરખા આંગળ જેટલી ઉંચાઇવાળી પ્રતિમા કોઇ પણ કાળે શુભકારી ન થાય. એક આંગળથી માંડી અગિયાર આંગળ પ્રમાણની પ્રતિમા ઘરમાં પૂજવા યોગ્ય છે. અગિયાર આંગળ કરતાં વધારે પ્રમાણની પ્રતિમા જિનમંદિર પૂજવી એમ પૂવોચાયો કહી ગયા છે. નિરયાવલિકાસ્ત્રમાં કહ્યું છે કે - લેપની, પાષાણની, કાષ્ઠની, દાંતની તથા લોખંડની અને પરિવાર વિનાની અને પ્રમાણ વિનાની પ્રતિમા ઘરમાં પૂજવા યોગ્ય નથી. ઘર દેરાસરમાં પ્રતિમા આગળ બલિનો વિસ્તાર (નૈવેદ્યવિસ્તાર) ન કરવો, પણ દરરોજ ભાવથી અભિષેક-સ્નાત્ર અને ત્રણ ટંક પૂજા તો જરૂર કરવી. મુખ્યમાર્ગે તો બધી પ્રતિમાઓ પરિવારસહિત અને તિલકાદિ આભૂષણસહિત કરવી. એમાં પણ મૂળનાયકજીની પ્રતિમા તો વિશેષથી પરિવાર અને આભૂષણસહિત કરવી. તેમ કરવાથી વિશેષ શોભા દેખાય છે અને પુણ્યાનુબંધી પુણ્યનો બંધ વગેરે થાય છે. કહ્યું છે કે – જિનપ્રાસાદમાં બિરાજતી પ્રતિમા સર્વ લક્ષણ અને સર્વ આભૂષણ સહિત હોય, તો મનને જેમ જેમ આલાદ ઉપજાવે છે, તેમ તેમ કર્મનિર્જરા થાય છે. જિનમંદિર-જિનબિંબનું નિર્માણ કરાવવામાં બહુ પુણ્ય છે. કારણ કે, તે દેરાસર અથવા પ્રતિમા વગેરે જ્યાં સુધી રહે, તેટલા અસંખ્યાત કાળ સુધી પણ તેનાથી પુણ્ય મળ્યા કરે છે. જેમકે ભરત ચક્રવર્તીએ કરાવેલું શ્રી અષ્ટાપદતીર્થનું દેરાસર, ગિરનારપર શ્રી બ્રહ્મન્ટે કરાવેલું કાંચનબલા દેરાસર..વગેરે. તથા તે દેરાસરમાં રહેલી જિનપ્રતિમાઓ તથા ભરત ચક્રવર્તીની વીંટીમાં રહેલી અને હાલ) શ્રી કુલપાકજી તીર્થમાં રહેલી માણિજ્ય સ્વામી પ્રતિમા તથા સ્તંભનતીર્થની પ્રતિમા વગેરે પ્રતિમાઓ હજી સુધી (અસંખ્ય વર્ષ પછી પણ) પૂજાઇ રહી છે. કહ્યું છે કે – પાણી, ઠંડું અન્ન, (ઉષ્ણ) ભોજન, માસિક આજીવિકા, વસ્ત્ર, એક વર્ષની આજીવિકા, જાવજૂજીવની આજીવિકા, આટલા દાનથી અથવા સામાયિક, પોરસી, એકાસણું, આયંબિલ, ઉપવાસ, અભિગ્રહ અને વ્રતથી અનુક્રમે ક્ષણવાર, એક પહોર, એક દિવસ, એક માસ, છ માસ, એક વર્ષ અને જાવજ્જીવ સુધી વિવિધ પુણ્ય થાય છે; પરંતુ જિનમંદિર, જિનપ્રતિમા વગેરે કરાવવાથી તો એમના દર્શનાદિથી ઉત્પન્ન થતું પુણ્ય અવધિ ૨૬૬ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #275 -------------------------------------------------------------------------- ________________ વિનાનું હોય છે. માટે જ આ ચોવીશીમાં પૂર્વકાળે ભરત ચક્રવર્તીએ શત્રુંજય પર્વત પર શ્રી પુંડરીકસ્વામી જ્યાં પાંચ કરોડ મુનિસહિત જ્ઞાન અને નિર્વાણ પામ્યા હતા, ત્યાં ચોરાશી મંડપોથી શોભતું, એક ગાઉ ઊંચું, ત્રણ ગાઉ લાંબું, ચતુર્મુખ રત્નમય જિનમંદિર કરાવ્યું. તેમજ બાહુબલિ તથા મરૂદેવીવગેરેની ટૂંકોપર, ગિરનારપર, આબુપર, વૈભાર પર્વત, સમેતશિખરે તથા અષ્ટાપદ વગેરેપર પણ ભરતચક્રવર્તીએ ઘણા જિનપ્રાસાદ અને પાંચસો ધનુષ્યવગેરે પ્રમાણની તથા સુવર્ણ વગેરેની પ્રતિમાઓ પણ કરાવી. દંડવીર્ય, સગર ચક્રવર્તી આદિ રાજાઓએ તે મંદિરોના તથા પ્રતિમાઓના ઉદ્ધાર પણ કરાવ્યા. હરિષેણ ચક્રવર્તીએ પૃથ્વીને જિનમંદિરોથી સુશોભિત કરી. સંપ્રતિ રાજાએ પણ સો વર્ષ આયુષ્યના બધા દિવસની શુદ્ધિમાટે છત્રીશ હજાર નવાં તથા બાકીના જીર્ણોદ્ધાર મળી સવા લાખ જિન-દેરાસર બનાવ્યા. સુવર્ણવગેરેની સવા કરોડ પ્રતિમાઓ ભરાવી. આમ રાજાએ ગોપાળ પર્વત ઉપર સાડા ત્રણ કરોડ સોનામહોર ખરચી શ્રી મહાવીરસ્વામીનું એક સો હાથ ઊંચું દેરાસર કરાવ્યું. તેમાં મૂળ મંડપમાં સવા લાખ સુવર્ણ તથા રંગમંડપમાં એકવીસ લાખ સુવર્ણ લાગ્યું. એમાં શ્રી મહાવીર સ્વામીની સાત હાથ ઉંચી સુવર્ણમય પ્રતિમા સ્થાપી. કુમારપાળે ચૌદસો ચુમ્માલીશ નવાં જિનમંદિર તથા સોળસો જીર્ણોદ્ધાર કરાવ્યા. છæ કરોડ દ્રવ્ય ખરચીને પિતાના નામથી બનાવેલા ત્રિભુવનવિહારમાં મૂળનાયકજીની પ્રતિમા એકસો પચીસ આંગળ ઊંચી અરિષ્ઠરત્નમયી સ્થાપી. ફરતી બહોંતેર દેરીઓમાં ચૌદ ભાર પ્રમાણની ચોવીશ રત્નમયી, ચોવીશ સુવર્ણમયી અને ચોવીશ રૂપામયી પ્રતિમાઓ હતી. વસ્તુપાળ મંત્રીએ તેરસો તેર નવાં જિનમંદિર અને બાવીસસો જીર્ણોદ્ધાર કરાવ્યો. તથા સવા લાખ જિનબિંબ ભરાવ્યાં. પેથડશાહે ચોરાશી જિનપ્રાસાદ કરાવ્યાં. તેમાં સુરગિરિમાં દેરાસર હતું નહિ, તે બનાવવાનો વિચાર કરી વિરમદ રાજાના પ્રધાન વિપ્ર હેમાદેના નામથી તેની પ્રસન્નતા માટે માંધાતાપુરમાં તથા ઓંકારપુરમાં ત્રણ વર્ષ સુધી દાનશાળા મંડાવી. તેથી પ્રસન્ન થયેલા હેમાદેએ સાત રાજમહેલ જેટલી ભૂમિ પેથડને દેરાસર માટે આપી. પાયો ખોદતાં જ મીઠું પાણી નીકળ્યું. ત્યારે કોઇએ રાજા પાસે જઇ ચાડી ખાધી કે, “મહારાજ! મીઠું પાણી નીકળ્યું છે, માટે વાવ બંધાવો.” તે વાત જાણતાં જ પેથડશાહે પાણીમાં બાર હજાર ટંકનું મીઠું નંખાવ્યું, આ ચૈત્ય બનાવવા સોનૈયાથી ભરેલી બત્રીશ ઉટડીઓ મોકલી. પાયામાં ચોરાશી હજાર ટંકનું ખરચ થયું. ચૈત્ય તૈયાર થયું ત્યારે વધામણી આપનારને ત્રણ લાખ ટંક આપ્યા. આ રીતે પેથડવિહાર બન્યો. વળી તે પેથડશાહે જ શત્રુંજય પર્વત ઉપર શ્રી ઋષભદેવ ભગવાનનું દેરાસર એકવીશ ઘડી પ્રમાણ સુવર્ણથી ચારે તરફ મઢાવી મેરુપર્વતની જેમ સુવર્ણમય કર્યું. ગિરનાર પર્વતના સુવર્ણમય બલાનકનો સંબંધ નીચે પ્રમાણે છે. ગઇ ચોવીશીમાં ઉજ્જયિની નગરીમાં ત્રીજા શ્રી સાગર તીર્થંકરની પર્ષદા જોઇ નરવાહન રાજાએ પૂછ્યું, “હું ક્યારે કેવળી થઇશ?” ભગવાને કહ્યું “આવતી ચોવીશીમાં બાવીશમાં તીર્થકર શ્રીનેમિનાથ ભગવાનના તીર્થમાં તું કેવળી થઇશ.” નરવાહન રાજાએ દીક્ષા લીધી. આયુષ્યને અંતે બ્રહ્મદ્ થઇ શ્રી નેમિનાથ ભગવાનની વજમાટીની મૂર્તિ કરી દેશ સાગરોપમ સુધી તેની પૂજા કરી. પોતાના આયુષ્યનો અંત આવ્યો, ત્યારે ગિરનાર પર્વત ઉપર સુવર્ણ-રત્નમય પ્રતિભાવાળા ત્રણ ગભારા કરી તેની આગળ એક સુવર્ણમય બલાનક કર્યું, તેમાં તે પ્રતિમાની સ્થાપના કરી. શ્રાદ્ધવિધિ પ્રકરણ ર૬૭ Page #276 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમે સંઘપતિ શ્રી રત્નશ્રેષ્ઠી મોટા સંઘસાથે શ્રી ગિરનારપર યાત્રા કરવા આવ્યા. ઘણા હર્ષથી સ્નાત્ર કરવાથી લેપ્યમય (માટીની) પ્રતિમા ગળી ગઇ. તેથી રત્નશ્રેષ્ઠી ઘણો ખેદ પામ્યા. સાંઇઠ ઉપવાસ કરવાથી પ્રસન્ન થયેલી અંબાદેવીના વચનથી સુવર્ણમય બલાનકમાંની પેલી વજમય પ્રતિમા કાચા સૂતરથી વીંટીને લાવ્યો. દેરાસરના દ્વાર પાસે આવતાં પાછળ જોયું, તેથી તે પ્રતિમા ત્યાં જ સ્થિર થઇ. પછી દેરાસરનું દ્વાર ફેરવી નાંખ્યું. તે હજુ સુધી તેમ જ છે. કેટલાક એમ કહે છે કે – સુવર્ણમય બલાનકમાં બહોંત્તેર મોટી પ્રતિમાઓ હતી. તેમાં અઢાર સુવર્ણમય, અઢાર રત્નમયી, અઢાર રૂપામયી અને અઢાર પાષાણમયી હતી. આ રીતે શ્રી ગિરનાર ઉપરના શ્રી નેમિનાથ ભગવાનનો પ્રબંધ છે, અહીં છઠું દ્વાર સમાપ્ત થયું. પ્રતિમાની અંજનશલાકા અને પ્રતિષ્ઠા ૭. તેમજ પ્રતિમાની પ્રતિષ્ઠા, અંજનશલાકા શીર્ઘ કરાવવી. ષોડશકમાં કહ્યું છે કે પૂર્વે કહેલી વિધિ પ્રમાણે બનાવેલી જિનપ્રતિમાની પ્રતિષ્ઠા તત્કાળ દશ દિવસની અંદર કરવી. પ્રતિષ્ઠા સંક્ષેપથી ત્રણ પ્રકારની છે. (૧) વ્યક્તિપ્રતિષ્ઠા (૨) ક્ષેત્રપ્રતિષ્ઠા અને (૩) મહાપ્રતિષ્ઠા. આગમજ્ઞો કહે છે કે – જે સમયમાં જે તીર્થકરનું શાસન ચાલતું હોય. તે સમયમાં તે તીર્થંકરની પ્રતિમાની સ્થાપના એ વ્યક્તિ પ્રતિષ્ઠા છે. ભરતાદિ તે-તે ક્ષેત્રના રુષભ આદિ બધા તીર્થકરોની પ્રતિષ્ઠા મધ્યમા - ક્ષેત્રપ્રતિષ્ઠા છે. અને એકસો સીત્તેર ભગવાનની મહાપ્રતિષ્ઠા કહેવાય છે. બૃહદ્ભાષ્યમાં પણ કહ્યું છે કે એક વ્યક્તિપ્રતિષ્ઠા, બીજી ક્ષેત્રપ્રતિષ્ઠા અને ત્રીજી મહાપ્રતિષ્ઠા. તે અનુક્રમે એક, ચોવીશ અને એકસો સિત્તેર ભગવાનની જાણવી. પ્રતિષ્ઠા સંબંધી બધી પ્રકારની સામગ્રી ભેગી કરવી, જુદા-જુદા સ્થાનના શ્રી સંઘોને તથા ગુરુ મહારાજને બોલાવવા. તેમનો પ્રવેશ વગેરે ઘણા ઉત્સવથી કરાવી સારી રીતે તેમનું સ્વાગત કરવું. ભોજન, વસ્ત્ર વગેરે આપી તેમનો બધી રીતે સત્કાર કરવો, કેદીઓને છોડાવવા, અમારિ પ્રવર્તાવવી, કોઇને અટકાવવામાં ન આવે એ રીતે ભોજનશાળા ચાલુ કરવી. સુથાર વગેરેનો સત્કાર કરવો. ઘણા ઠાઠથી સંગીત આદિ અઢાર સ્નાત્ર (અઢારઅભિષેક) વગેરે અદ્ભુત ઉત્સવ કરવો. પ્રતિષ્ઠાવિધિ પ્રતિષ્ઠાકલ્પ આદિ ગ્રંથોથી જાણવી. પ્રતિષ્ઠામાં સ્નાત્રઅવસરે જન્માવસ્થા ચિંતવવી. તથા ફળ, નૈવેદ્ય, પુષ્પ, વિલેપન, સંગીતવગેરે ઉપચાર વખતે કુમારઆદિ ચઢતી અવસ્થા ચિંતવવી. અધિવાસનાવખતે વસ્ત્રથી પ્રતિમાને ઢાંકતી વખતે ભગવાનની જ્ઞાનાવરણથી ઢંકાયેલી છદ્મસ્થતાથી યુક્ત શુદ્ધ ચારિત્રઅવસ્થા ચિંતવવી. અંજનશલાકાથી નેત્રને અંજન કરી ઉઘાડવાની ક્રિયા વખતે ભગવાનની કેવળી અવસ્થા ચિંતવવી. તથા પૂજામાં બધા પ્રકારના મોટા ઉપચાર કરવાના અવસરે સમવસરણમાં રહેલા ભગવાનની અવસ્થા ચિંતવવી. એમ શ્રાદ્ધસમાચારીવૃત્તિમાં કહ્યું છે. પ્રતિષ્ઠા કર્યા પછી બાર મહિના સુધી મહિને મહિને (પ્રતિષ્ઠાની તિથિએ) ઉત્તમ પ્રકારે સ્નાત્ર વગેરે કરવું. વર્ષ પૂરું થાય, ત્યારે અઠ્ઠાઇ ઉત્સવ કરી વર્ષગાંઠ ઉજવવી. તથા ઉત્તરોત્તર વિશેષ પૂજા કરવી. વર્ષગાંઠના દિવસે સાધર્મિક વાત્સલ્ય તથા સંઘપૂજા વગેરે શક્તિ પ્રમાણે કરવું. પ્રતિષ્ઠા ષોડશકમાં એમ કહ્યું છે કે ભગવાનની અખંડપણે આઠ દિવસ સુધી પૂજા કરવી. તથા બધા જીવોને યથાશક્તિ દાન આપવું. આ રીતે સાતમું દ્વાર સમાપ્ત થયું. શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૬૮ Page #277 -------------------------------------------------------------------------- ________________ પુત્રાદિકનો દીક્ષા મહોત્સવ તેમજ પુત્ર, પુત્રી, ભાઇઓ, ભત્રીજો, પોતાનો મિત્ર, સેવક આદિનો દીક્ષાનો તથા વડીદીક્ષાનો ઉત્સવ ઘણા આડંબરથી કરવો. કહ્યું છે કે ભરત ચક્રવર્તીના પાંચસો પુત્ર અને સાતસો પૌત્ર એટલા કુમારોએ તે સમવસરણમાં સાથે દીક્ષા લીધી. શ્રીકૃષ્ણ તથા ચેડા રાજાએ પોતાના સંતાનોને પણ નહિ પરણાવવાનો નિયમ કર્યો હતો, તથા પોતાની પુત્રી આદિને તથા બીજા થાવાપુત્ર વગેરેને ઘણા ઉત્સાહથી દીક્ષા અપાવી તે વાત પ્રસિદ્ધ છે. દીક્ષા આપવામાં પણ ઘણું પુણ્ય છે. કહ્યું છે કે – જેમના કુળમાં ચારિત્રધારી ઉત્તમ પુત્ર થાય છે, તે માતા-પિતા અને સ્વજન-વર્ગ ઘણા પુણ્યશાળી અને ધન્યવાદને પાત્ર છે. લૌકિક શાસ્ત્રમાં પણ કહ્યું છે કે – જ્યાંસુધી કુળમાં કોઇ પુત્ર પવિત્ર સંન્યાસી થતો નથી, ત્યાં સુધી પિંડની ઇચ્છા કરનારા પિતરાઇઓ સંસારમાં ભમે છે. આમ આઠમું દ્વાર સમાપ્ત થયું. પદસ્થાપના ૯. તેમજ પદસ્થાપના એટલે ગણિ, વાચનાચાર્ય, વાચક, આચાર્ય આદિ પદે દીક્ષા લીધેલા પિતા-પુત્ર આદિ તથા બીજા પણ યોગ્ય હોય, તેમની સ્થાપના શાસનની ઉન્નતિ વગેરે માટે ઘણા ઉત્સવથી કરાવવી. સંભળાય છે કે – અરિહંતના પ્રથમ સમવસરણ વખતે ઇંદ્ર પોતે ગણધરપદની સ્થાપના કરાવે છે. વસ્તુપાળ મંત્રીએ પણ એકવીશ આચાર્યોની પદસ્થાપના કરાવી હતી. નવમું દ્વાર. શ્રુતજ્ઞાનની ભક્તિ ૧૦. તેમજ શ્રી કલ્પઆદિ આગમ, જિનેશ્વર ભગવાનનાં ચરિત્રવગેરે પુસ્તકો ન્યાયથી સંપાદન કરેલું દ્રવ્ય વાપરી શુદ્ધ અક્ષર તથા સારાં પાના વગેરે યુક્તિથી લખાવવાં. તેમ જ સંવેગી ગીતાર્થ મુનિરાજ પાસે ગ્રંથના વાંચનનો આરંભ થાય તે દિવસે ઘણો ઉત્સવ વગેરે કરી અને દરરોજ બહુમાનથી પુજા કરી વ્યાખ્યાન કરાવવું. તેથી ઘણા ભવ્યજીવો પ્રતિબોધ પામે છે. તેમજ વ્યાખ્યાન વાંચનાર તથા ભણનાર મુનિરાજોને કપડાં વગેરે વહોરાવી તેમને સહાય કરવી. કહ્યું છે કે – જેઓ જિનશાસનનાં પુસ્તકો લખાવે, વ્યાખ્યાન કરાવે, ભણે, ભણાવે, સાંભળે અને રક્ષામાં પ્રયત્નશીલ થાય, તેઓ મનુષ્યલોકના, દેવલોકના તથા નિર્વાણનાં સુખ પામે છે. જે કેવળીભાષિત સિદ્ધાંતને પોતે ભણે, ભણાવે અથવા ભણનારને વસ્ત્ર, ભોજન, પુસ્તક વગેરે આપી સહાય કરે તે આ લોકમાં સર્વજ્ઞ થાય છે. જિનભાષિત આગમની કેવળજ્ઞાન કરતાં પણ વિશિષ્ટતા દેખાય છે કે – અહો કૃતોપયોગ રાખનાર શ્રુતજ્ઞાની સાધુ જો કદાચ અશુદ્ધ વસ્તુ વહોરી લાવે, તો તે વસ્તુ કેવળી ભગવાન પણ વાપરે છે, કારણ કે એમ ન કરે તો શ્રુતજ્ઞાન અપ્રમાણ થાય. સાંભળ્યું છે કે – “દુષમકાળના પ્રભાવથી બાર વર્ષનો દુકાળવગેરે કારણથી આગમશ્રત લગભગ નાશ પામતું જોઇ ભગવાન્ નાગાર્જુન, સ્કંદિલાચાર્ય વગેરે આચાર્યોએ તેને પુસ્તકારૂઢ કર્યું. તેથી શ્રુતજ્ઞાન પ્રતિ બહુમાનભાવવાળાએ શ્રુતજ્ઞાન લખાવવું, તથા રેશમી વસ્ત્રવગેરેથી પૂજા કરવી. સંભળાય છે કે પેથડશાહે સાત જ્ઞાનભંડાર તૈયાર કરાવેલા. તથા શ્રી વસ્તુપાળે અઢાર કરોડ દ્રવ્ય વાપરી ત્રણ જ્ઞાનભંડાર લખાવી તૈયાર કરાવેલા. થરાદના સંઘવી આભુએ ત્રણ કરોડ ટંક ખરચીને બધા આગમની એકેક પ્રત સુવર્ણમય અક્ષરથી અને બધા ગ્રંથોની બીજી એકેક મત શાહીથી લખાવી. દસમું દ્વાર સમાપ્ત. શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૬૯ Page #278 -------------------------------------------------------------------------- ________________ પૌષધશાલા ૧૧. તેમજ બધા શ્રાવક વગેરેને પૌષધ લેવા માટે ખપમાં આવતી પૌષધશાળા પુર્વે ઘર અંગે કહેલી વિધિથી તૈયાર કરાવવી. સાધર્મિકોમાટે કરાવેલી સારી સગવડવાળી પૌષધશાળા સાધુમાટે નિર્દોષ અને ઉચિત સ્થાનરૂપ હોવાથી – યોગ્ય સ્થાનક હોવાથી અવસરે સાધુઓને પણ ઉપાશ્રય તરીકે આપવી. કારણકે તેમ કરવામાં ઘણું પુણ્ય છે. કહ્યું છે કે – જે મનુષ્પ તપસ્યા તથા બીજા ઘણા નિયમ પાળતા મુનિરાજોને ઉપાશ્રય આપે, તે મનુષ્ય વસ્ત્ર, અન્ન, પાન, શયન, આસન વગેરે બધી વસ્તુઓ મુનિરાજને આપી એમ સમજવું. વસ્તુપાળ મંત્રીએ નવસો ચોરાશી પૌષધશાળાઓ કરાવી હતી. સિદ્ધરાજ જયસિંહના મુખ્ય મંત્રી સાજુએ પોતાનો નવો મહેલ વાદિદેવસૂરિને દેખાડીને કહ્યું કે, એ કેવો છે?” ત્યારે શિષ્ય માણિક્ય મુનિએ કહ્યું, “જો પૌષધશાળા હોય, તો વખાણ કરાય. મંત્રીએ કહ્યું, “એ પૌષધશાળા થાઓ.” તે શાળામાંની બહારની પરસાળમાં શ્રાવકોને ધર્મધ્યાન કરી રહ્યા પછી મુખ જોવા માટે આદમકદના બે અરિસા બે બાજુએ રાખ્યા હતા. અગ્યારમું દ્વાર તથા પંદરમી ગાથાનો અર્થ સમાપ્ત થયો. Deepeccab mecceleb, penmede Je3eeFhebkeKei enCable - Deej VeľG yelyeh Heef[ceF DealeDej ence--16-- (छा. आजन्म सम्यक्त्वं यथाशक्ति व्रतानि-दीक्षाग्रहणं वा । आरम्भत्यागो ब्रह्म, प्रतिमादि-अन्तिमाराधना ||) વિસ્તરાર્થ :- ૧૨-૧૩ આજન્મ એટલે બાળપણથી માંડીને જાવજીવ સુધી સમકીત અને અણુવ્રત આદિ યથાશક્તિ પાળવાં. આનું સ્વરૂપ અર્થદીપિકામાં કહ્યું છે, માટે અહીં કહ્યું નથી. દીક્ષાનો સ્વીકાર ૧૪. તેમજ અવસર આવે દીક્ષા લેવી જોઇએ. એનો ભાવર્થ એ છે કે – શ્રાવક બાળપણમાં દીક્ષા ન લેવાય, તો હંમેશા પોતાને જાણે કે ઠગાયેલો માને. કહ્યું છે - જેમણે બધાને દુ:ખદાયી કામદેવને જીતીને કુમાર અવસ્થામાં જ દીક્ષા લીધી, તે બાળમુનિરાજોને ધન્ય છે. પાણીના બે ઘડા માથે રાખેલ સ્ત્રી બીજી સ્ત્રીઓ સાથે વાતો કરે તો પણ એનું ચિત્ત તો એ ઘડાઓમાં જ હોય છે. તથા કુલટા નારી પતિને સાચવે, તો પણ ચિત્તમાં તો પરપુરુષ જ રમતો હોય છે. આ જ રીતે શ્રાવક ભાગ્યવશથી ગૃહસ્થપણું પાળતો હોય, તો પણ એના ચિત્તમાં તો સાધુપણું જ રમતું હોય છે. કહ્યું જ છે કે – આત્મલયમાં સ્થિત યોગી ઘણા કાર્યો કરવા છતાં કર્મ દોષોથી લપાતો નથી. અહીં પનિહારી દૃષ્ટાંતરૂપ છે. પર-પુરુષમાં આસક્ત સ્ત્રી પતિને જે રીતે અનુસરે છે, તેમ તત્ત્વજ્ઞાનમાં રાચી રહેલા યોગી સંસારને અનુસરે છે. જેમ શુદ્ધ વેશ્યા મનમાં પ્રીતિ ન રાખતાં “આજે અથવા કાલે એને છોડી દઇશ” એવો ભાવ રાખી જાર પુરુષને સેવે છે, અથવા જેનો પતિ મુસાફરી આદિ કરવા ગયો છે, એવી કુલીન સ્ત્રી પ્રેમરંગમાં રહી પતિના ગુણોનું સ્મરણ કરતી ભોજનપાનવગેરેથી શરીરનો નિર્વાહ કરે છે, તેમ સુશ્રાવક હંમેશા સર્વવિરતિના પરિણામ રાખી પોતાને અધન્ય માની ગૃહસ્થપણું પાળે. જે લોકોએ પ્રસરતા મોહને રોકીને જૈની દીક્ષા લીધી, તે સત્પુરુષોને ધન્ય છે, તેમનાથી આ પૃથ્વીમંડળ પવિત્ર થયેલું છે. ભાવશ્રાવકો કેવા હોય? ભાવશ્રાવકના લક્ષણ પણ આવા કહ્યા છે – ૧. સ્ત્રી, ૨. ઇંદ્રિય, ૩. અર્થ, ૪, સંસાર, ૫. વિષય, ૬. આરંભ, ૭. ઘર, ૮, દર્શન, ૯. ગાડરિયો, ૧૦. આગમ પુરસ્સર પ્રવૃત્તિ ૧૧. યથાશક્તિ દાનાદિમાં ૨૭૦ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #279 -------------------------------------------------------------------------- ________________ પ્રવર્તન ૧૨. વિધિ ૧૩. અરક્તદુષ્ટ ૧૪. મધ્યસ્થ ૧૫. અસંબદ્ધ, ૧૬. ૫૨ અર્થ-કામ અસેવન અને ૧૭.વેશ્યાની જેમ ગૃહવાસ પાલન કરે. ભાવ શ્રાવકના સંક્ષેપથી બતાવેલા લક્ષણો છે. વિસ્તરાર્થ :- ૧. સ્ત્રી અનર્થનું સ્થાન, ચપળ ચિત્તવાળી અને નરકના રસ્તા જેવી જાણી શ્રાવક તેને વશ થતો નથી. ૨. ઇન્દ્રિયરૂપ ચપળ ઘોડા હંમેશા દુર્ગતિના માર્ગે દોડે છે. સંસાર સ્વરૂપના જ્ઞાતા શ્રાવક સમ્યજ્ઞાનરૂપ લગામથી તેમને ખોટા માર્ગે જતાં અટકાવે છે. ૩. ધન બધા અનર્થોનું કારણ તથા માત્ર પરિશ્રમ અને ક્લેશનું જ કારણ છે, અસાર છે, એમ જાણી પ્રાજ્ઞ વ્યક્તિ એમાં જરા પણ લોભાતી નથી. ૪. સંસાર દુઃખરૂપ છે. દુ:ખદાયી ફળ આપે છે. પરિણામે દુઃખની પરંપરા ઉત્પન્ન કરે છે. તેથી વિડંબના રૂપ અને અસાર છે, એમ જાણી તેના ઉપર રતિ રાખતો નથી. ૫. વિષ સરખા વિષયો ક્ષણમાત્ર સુખ દેનારા છે એવા હંમેશા વિચાર કરનારો પુરુષ સંસા૨થી ડરનારો હોય છે. ૬. તીવ્ર આરંભ કરે નહીં, નિર્વાહ ન થાય, તો બધા જીવપર દયા રાખી પરાણે થોડો આરંભ કરે. અને નિરારંભી સાધુઓની સ્તુતિ કરે. ૭. ગૃહવાસને પાશ સમાન ગણતો તેમાં દુ:ખથી રહે અને ચારિત્રમોહનીયકર્મ ખપાવવાનો ઘણો ઉદ્યમ કરે. ૮. બુદ્ધિશાળી પુરુષ મનમાં ગુરુભક્તિ અને ધર્મની શ્રદ્ધા રાખી ધર્મની પ્રભાવના, પ્રશંસા વગેરે કરતો નિર્મળ સમકીત ધારણ કરે. ૯. વિવેકથી પ્રવૃત્તિ કરનારો ધીર પુરુષ, સાધારણ માણસો ગાડરિયા પ્રવાહથી એટલે જેમ એકે કર્યું, તેમ બીજાએ ક૨વું એવી અણસમજથી ચાલનારા છે’ - એમ જાણી લોકસંજ્ઞાનો ત્યાગ કરે. ૧૦. એક જિનાગમ છોડી પરલોક માટે બીજું કોઇ પ્રમાણ નથી, એમ જાણી પ્રાજ્ઞ પુરુષે બધી ક્રિયાઓ આગમને અનુસારે કરવી. ૧૧. જીવ પોતાની શક્તિ છુપાવ્યા વિના જેમ સંસારનાં ઘણા કાર્યો કરે છે, તેમ બુદ્ધિમાન પુરુષ શક્તિ છુપાવ્યા વિના દાનાદિ ચતુર્વિધ ધર્મ જેમ આત્માને બાધા-પીડા ન થાય, તેવી રીતે આદરે. ૧૨. ચિંતામણિ રત્નની જેમ દુર્લભ, હિતકારી અને નિરવદ્ય ધર્મક્રિયા પામીને સમ્યક્ પ્રકારે આચરણ કરતાં આપણને જોઇ અજ્ઞાન લોકો આપણી હાંસી કરે, તો પણ તેથી મનમાં લજ્જા લાવવી નહીં. ૧૩. દેહસ્થિતિનાં મૂળ કારણ એવી ધન, સ્વજન, આહાર, ગૃહ વગેરે સંસારગત વસ્તુઓપર રાગ-દ્વેષ ન થાય એ રીતે સંસારમાં રહેવું. ૧૪. પોતાનું હિત ઇચ્છતા પુરુષે મધ્યસ્થપણામાં રહેવું તથા હંમેશા મનમાં સમતાનો વિચાર રાખી રાગ-દ્વેષને વશ ન થવું. તથા કદાગ્રહને પણ સર્વથા છોડી દેવો. ૧૫. સદૈવ મનમાં બધી વસ્તુઓની ક્ષણભંગુરતાનો વિચાર કરી પોતાના ધન વગેરે પ્રત્યે પણ ધર્મકૃત્યને હ૨કત થાય એવો સંબંધ ન રાખે. ૧૬. સંસારથી વિરક્ત થએલા શ્રાવકે ભોગોપભોગથી જીવને તૃપ્તિ થતી નથી એમ વિચારી સ્ત્રીના આગ્રહથી પરાણે કામાભોગ સેવવો, ૧૭. આશંસારહિત શ્રાવક વેશ્યાની જેમ આજે અથવા કાલે છોડી દઇશ એમ વિચાર કરતો પારકી વસ્તુની જેમ શિથિલભાવથી ગૃહવાસ પાળે. આ રીતે કહેલા સત્તર ગુણવાળો પુરુષ જિનાગમમાં ભાવશ્રાવક કહેવાય છે. એ જ ભાવશ્રાવક શુભકર્મના યોગથી શીઘ્ર ભાવસાધુપણું પામે છે. આ રીતે ધર્મરત્ન શાસ્ત્રમાં કહ્યું છે. આ રીતે શુભભાવનાથી ભાવિત થયેલો, પૂર્વે કહેલા દિનાદિકૃત્યમાં તત્પર, ‘આ નિગ્રંથ પ્રવચન જ અર્થરૂપ તથા ૫૨માર્થરૂપ છે, બાકી બધું અનર્થ છે,” એવી સિદ્ધાંતમાં કહેલી રીત મુજબ જ વર્તતો, બધા કાર્યોમાં સર્વ પ્રયત્નથી યતનાથી જ પ્રવૃત્ત થયેલો, સર્વત્ર મમતાથી મુક્ત થયેલો અને શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૭૧ Page #280 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમે મોહને જીતવામાં નિપુણ થયેલો તે શ્રાવક પોતાના પુત્ર, ભત્રીજા વગે૨ે ઘરનો ભાર ઉપાડવા લાયક થાય ત્યાં સુધી અથવા બીજા કોઇ કારણસર કેટલોક વખત ગૃહવાસમાં ગાળી, યોગ્ય સમયે પોતાના સામર્થ્યની તુલના-પરીક્ષા કરી જિનમંદિરે અટ્ઠાઇ ઉત્સવ, ચતુર્વિધ સંઘની પૂજા, અનાથ વગેરે લોકોને યથાશક્તિ અનુકંપા દાન અને મિત્ર, સ્વજન આદિને ખમાવવું વગેરે કરી સુદર્શન આદિ શેઠની જેમ વિધિપૂર્વક ચારિત્ર ગ્રહણ કરે. કહ્યું છે કે - કોઇ પુરુષ સર્વથા રત્નમય જિનમંદિરોથી સમગ્ર પૃથ્વીને અલંકૃત કરે તે પુણ્ય કરતાં પણ ચારિત્રની ઋદ્ધિ અધિક છે. વળી ચારિત્રમાં પાપકર્મ કરવાની પીડા નથી, ખરાબ સ્ત્રી, પુત્ર તથા ધણી વગેરેના દુર્વચન સાંભળવાથી થતું દુ:ખ નથી, રાજા આદિને પ્રણામ ક૨વો ન પડે, અન્ન, વસ્ત્ર, ધન, સ્થાન વગેરેની ચિંતા કરવી ન પડે, જ્ઞાનની પ્રાપ્તિ થાય, લોકોની પૂજા મળે, ઉપશમ સુખમાં રિત રહે, અને પરલોકમાં મોક્ષ આદિની પ્રાપ્તિ થાય. ચારિત્રમાં આટલા ગુણ કહ્યાં છે. માટે હે બુદ્ધિશાળી પુરુષો! તમે ચારિત્ર આદરવા પ્રયત્ન કરો. ચૌદમું દ્વાર થયું. આરંભનો ત્યાગ ૧૫. હવે કદાચ કોઇ કારણથી અથવા પાળવાની શક્તિ વગેરે ન હોવાથી શ્રાવક જો ચારિત્ર ન આદરી શકે, તો આરંભત્યાગ વગેરે કરે. જો પુત્રાદિક કોઇ ઘરનો કારભાર સંભાળવા સમર્થ હોય, તો સર્વ આરંભ છોડવો. તેમ ન હોય, તો નિર્વાહ થાય એ મુજબ સર્વ સચિત્ત આહાર વગેરે કેટલોક આરંભ તજવો. બની શકે તો પોતાને માટે ભોજન રંધાવે વગેરે પણ કરાવે નહીં. કહ્યું છે કે - જેને માટે અન્નપાક (રસોઇ) થાય, તેને માટે જ આરંભ થાય છે. આરંભમાં જીવહિંસા છે અને જીવહિંસાથી દુર્ગતિ થાય છે. પંદરમું દ્વાર સમાપ્ત થયું. બ્રહ્મચર્ય વ્રત પાલન ૧૬. શ્રાવકે યાવજ્જીવ બ્રહ્મચર્ય પાળવું. પેથડશાહ બત્રીશમે વર્ષે બ્રહ્મચર્ય વ્રત સ્વીકાર્યા પછી જ ભીમ સોનીની મઢીમાં ગયા હતા. બ્રહ્મચર્ય વગેરેનું ફળ અર્થદીપિકામાં કહ્યું છે. સોળમું દ્વાર. શ્રાવકની ૧૧ પ્રતિમાઓ ૧૭. શ્રાવકે પ્રતિમાદિ વિશિષ્ટ તપો કરવા. આદિ શબ્દથી સંસારતારણાદિક કઠણ તપસ્યા ક૨વી. તેમાં એકમાસિકી આદિ ૧૧ પ્રતિમાઓ આ છે - ૧) રાજાભિયોગાદિ છ આગાર રહિત, શ્રદ્ધાવગેરે ચા૨ ગુણવાળા સમકીતને ભય, લોભ, લજ્જા આદિ દોષોથી અતિચાર ન લગાડતાં એક માસ સુધી પાળવું અને ત્રિકાળ દેવપૂજા વગેરે ક૨વા તે પહેલી દર્શન પ્રતિમા છે. ૨) બે માસ ખંડના તથા વિરાધના વગર પાંચ અણુવ્રત પાળવાં, તથા પ્રથમ પ્રતિમાની ક્રિયા પણ સાચવવી, તે વ્રતપ્રતિમા છે. ૩) ત્રણ મહીના સુધી ઉભયકાળ (સવાર-સાંજ) પ્રમાદ છોડીને સામાયિક કરવા અને પૂર્વની બંને પ્રતિમાઓ પણ સાચવવી તે સામાયિક પ્રતિમા છે. ૪) પૂર્વોક્ત પ્રતિમાના નિયમ સહિત ચાર માસ સુધી ચાર પર્વતિથીએ અખંડિત અને પરિપૂર્ણ પૌષધ કરવા તે પૌષધપ્રતિમા છે. ૫) પૂર્વોક્ત પ્રતિમાની ક્રિયાસહિત પાંચ માસસુધી સ્નાન છોડી, રાતે ચવિહાર પચ્ચક્ખાણ ક૨વું, દિવસે બ્રહ્મચર્ય પાળવું, તથા કાછડી છૂટી રાખી ચાર પર્વતિથીએ ઘરમાં, ઘરના દ્વારમાં અથવા ચૌટામાં પરિષહ-ઉપસર્ગથી ન ડગમગતાં આખી રાત સુધી કાઉસ્સગ્ગ ક૨વો તે પાંચમી કાયોત્સર્ગરૂપ પ્રતિમા છે. હવે કહીશું તે બધી પ્રતિમામાં પૂર્વોક્ત પ્રતિમાની ક્રિયા પણ સાચવવી શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૭૨ Page #281 -------------------------------------------------------------------------- ________________ તે જાણી લેવું. ૬) છ માસ સુધી નિરતિચાર બ્રહ્મચર્ય પાળવું તે બ્રહ્મચર્યપ્રતિમા છે. ૭) સાત માસ સુધી સચિત્ત વર્જવું તે સચિત્તપરિહાર પ્રતિમા છે. ૮) આઠ માસ સુધી પોતે કાંઇ પણ આરંભ કરવો નહીં તે આરંભપરિહાર પ્રતિમા છે. ૯) નવ માસ સુધી પોતાના નોકર વગેરે પાસે પણ આરંભ ન કરાવે તે પ્રેષણપ્રતિમા છે. ૧૦) દસ માસ માથું મુંડાવવું અથવા ચોટલી જ રાખવી. નિધાનમાં રાખેલા ધન સંબંધી કોઇ સ્વજન સવાલ કરે તો તે ખબર હોય તો દેખાડવું, અને ન હોય તો ‘હું જાણતો નથી’ એમ કહેવું, બાકી ગૃહકૃત્ય છોડવા. તથા પોતાને માટે તૈયાર કરેલો આહાર લેવો નહીં તે ઉદ્દિષ્ટ પરિહાર પ્રતિમા છે. ૧૧) અગિયાર માસસુધી ઘરઆદિ છોડી લોચ અથવા મુંડન કરાવી, ઓઘો, પાત્રાઆદિ મુનિવેષ ધારણ કરવો, પોતાની માલિકીના ગોકુળવગેરેમાં રહેવું અને defleceJenkelee PeceComeole3e #hoke એમ કહી સાધુની જેમ ગોચરીનો આચાર પાળવો, પણ ધર્મલાભ શબ્દ ન ઉચ્ચારવો તે શ્રમણભૂત પ્રતિમા છે. આ રીતે શ્રાવકની અગિયાર પ્રતિમાનું સ્વરૂપ છે. સત્તરમું દ્વાર. અંતિમ આરાધના ૧૮. અંતે એટલે આયુષ્યનો છેડો સમીપ આવે ત્યારે આગળ કહીશું તે પ્રમાણે સંલેખના આદિ વિધિ સહિત આરાધના કરવી. એનો ભાવાર્થ એ છે કે:- ‘તે પુરુષે અવશ્ય કરવાયોગ્ય કાર્યનો ભંગ થાય (ક૨વાની શક્તિ રહે નહીં) અને મૃત્યુ નજદીક આવે ત્યારે ‘પ્રથમ સંલેખના કરી, તથા ચારિત્ર સ્વીકારી’ વગેરે ગ્રંથોક્ત વચન છે. તેથી શ્રાવક પૂજા પ્રતિક્રમણ વગેરે આવશ્યક ક્રિયા કરવાની શક્તિ ન રહે તો, અથવા મૃત્યુ નજદીક આવી પહોંચે તો દ્રવ્યથી તથા ભાવથી એમ બે રીતે સંલેખના કરે. તેમાં ક્રમશઃ આહારનો ત્યાગ કરવો તે દ્રવ્ય સંલેખના અને ક્રોધાદિ કષાયનો ત્યાગ કરવો તે ભાવ સંલેખના છે. કહ્યું છે કે :- શરી૨ સંલેખનાવાળું ન હોય તો મરણ વખતે સાત ધાતુનો એકદમ પ્રકોપ થવાથી જીવને આર્તધ્યાન ઉત્પન્ન થાય છે. હું તારું આ વખાણતો નથી કે, તારું શરીર કૃશ થયું છે! તારી કુશ આંગળી ભાંગી ગઇ! પણ હે જીવ ! તું ભાવસંલેખના કર. (એક સાધુએ તપરૂપ દ્રવ્ય સંલેખનાથી શરીર સૂકવી નાખ્યું. પણ હજી ક્રોધઆદિ કષાય શાંત થયા ન હતા. એ ગુરુપાસે અનશનની રજા માંગવા ગયા. ગુરુએ કહ્યું - હજી વાર છે. સંલેખના કર. ત્યારે એ સાધુએ ક્રોધથી પોતાની એક આંગળી વાળી, એ તૂટી ગઇ. સાધુએ ગુરુને પૂછ્યું – કહો હવે શું બચ્યું છે કે અનશનની રજાને બદલે હજી સંલેખના કરવા કહો છો. ત્યારે ગુરુએ ઉપરોક્ત કહ્યું.) નજીક આવેલું મૃત્યુ સ્વપ્ન, શકુન તથા દેવતાના વચન વગેરેથી જાણી શકાય. કહ્યું છે કે - માઠાં સ્વપ્ન, પોતાની હંમેશની પ્રકૃતિમાં જુદી રીતનો ફેરફાર, ખોટા નિમિત્ત, અવળા ગ્રહ, સ્વરના સંચારમાં વિપરીતપણું- એટલાં કારણોથી પુરુષે પોતાનું મરણ નજીક આવેલું જાણવું. આ રીતે સંલેખના કરી સકળ શ્રાવકધર્મના ઉદ્યાપનને માટે જ જાણે ન હોય, એમ અંતકાળે પણ ચારિત્ર ગ્રહણ કરે. કહ્યું છે કે - જીવ શુભ પરિણામથી એક દિવસ પણ જો ચારિત્ર પ્રાપ્ત કરે. તો કદાચ જો મોક્ષ પામે નહીં, તો પણ વૈમાનિક દેવ તો જરૂ૨ થાય છે. નળ રાજાના ભાઇ કૂબેરનો પુત્ર નવો પરણ્યો હતો, તો પણ હવે ‘તારું આયુષ્ય પાંચ જ દિવસ છે’ એમ જ્ઞાનીનું કહેવું સાંભળી તત્કાળ દીક્ષા લીધી અને છેવટે સિદ્ધપદને પામ્યો. હરિવાહન રાજા જ્ઞાનીના વચનથી પોતાનું આયુષ્ય નવ પહોર બાકી જાણી દીક્ષા લઇ સવાર્થસિદ્ધ વિમાને પહોંચ્યા. શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૭૩ Page #282 -------------------------------------------------------------------------- ________________ સંથારાને અવસરે શ્રાવક દીક્ષા લે ત્યારે પ્રભાવના વગેરે શક્તિ પ્રમાણે ધનનો વ્યય કરે. થરાદના આભૂ સંઘવીએ જેમ તે અવસરે (અંત વખતે) સાત ક્ષેત્રોમાં સાત કરોડ ધન વાપર્યું. અંતકાળે સંયમ લેવાનું જેનાથી શક્ય ન બને, તે શ્રાવક અંતસમયે આવી સંલેખના કરી શત્રુંજય આદિ શુભ તીર્થે જાય, અને નિર્દોષ જગ્યાપર (જીવજંતુ રહિત ભૂમિપ૨) શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ચતુર્વિધ આહારનું પચ્ચક્ખાણ કરી આનંદાદિક શ્રાવકોની માફક અનશન સ્વીકારે. કહ્યું છે કે તપસ્યાથી અને વ્રતથી મોક્ષ થાય છે. દાનથી ઉત્તમ ભોગ મળે છે, દેવપૂજાથી રાજ્ય મળે છે અને અનશન કરી મરણ પામવાથી ઇંદ્રપણું પમાય છે. - લૌકિકશાસ્ત્રમાં પણ કહ્યું છે કે - હે અર્જુન ! અંત વખતે વિધિપૂર્વક પાણીમાં ૨હે, તો તે સાત હજાર વર્ષ સુધી, અગ્નિમાં પડે તો દસ હજાર વર્ષ સુધી, ઝંપાપાત કરે તો સોળ હજાર વર્ષ સુધી, મોટા સંગ્રામમાં પડે તો સાઇઠ હજાર વર્ષ સુધી, ગાય છોડાવવા માટે દેહ ત્યાગ કરે તો એંશી હજાર વર્ષ સુધી શુભગતિ ભોગવે અને અંતકાળે અનશન કરે તો અક્ષયગતિ પામે. પછી બધા અતિચારના પરિહાર માટે ચાર શરણ આદિ આરાધના કરે. દશ દ્વાર રૂપ આરાધના એ રીતે કહી છે કે :- ૧. અતિચારની આલોચના કરવી, ૨. વ્રતાદિક ઉચ્ચરવાં, ૩. જીવોને ખમાવવા, ૪. ભાવિતાત્મા થઇ અઢાર પાપસ્થાનક વોસિરાવવા. ૫. અરિહંત આદિ ચારે શરણ સ્વીકારવા, ૬. કરેલા દુષ્કૃતની નિંદા કરવી, ૭. કરેલા શુભ કાર્યોની અનુમોદના કરવી. ૮. શુભભાવના ભાવવી. ૯. અનશન સ્વીકારવું. અને ૧૦. પંચપરમેષ્ઠિ નવકાર ગણવા. એવી આરાધના કરવાથી જો તે જ ભવમાં સિદ્ધ ન થાય, તો પણ શુભ દેવપણું તથા શુભ મનુષ્યપણું પામી આઠ ભવની અંદર સિદ્ધ થાય જ, કારણ કે સાત અથવા આઠ ભવ કરે, તેથી વધારે ન કરે એવું આગમવચન છે, ઇતિ અઢારમું દ્વાર તથા સોળમી ગાથાનો અર્થ સંપૂર્ણ. હવે પ્રકરણનો ઉપસંહાર કરતાં દિનકૃત્યાદિકનું ફળ કહે છે. SDhuf fh0eccofh, EFtbDntellenle psef fhCs- FnYle hej Yogle felloy &mbunglesunle 09th--17~~ (छा. एवं गृहधर्मविधिं प्रतिदिवसं निर्वहन्ति ये गृहिणः । इह भवे परभवे निवृतिसुखं लघु ते लभन्ते ध्रुवम्) ઉપર કહેલા આ દિનકૃત્ય આદિ છ દ્વારવાળી શ્રાવકની ધર્મવિધિ નિરંતર જે શ્રાવકો સમ્યક્ પ્રકા૨ે પાળે, તેઓ આ વર્તમાનભવમાં સારી અવસ્થામાં રહી સુખ પામે, તથા પરલોકે સાત-આઠ ભવની અંદર સુખના હેતભૂત સુખની પરંપરારૂપ મુક્તિસુખ તત્કાળ જરૂર પામે છે. તપાછીય શ્રી રત્નશેખરસૂરિવિરચિત ‘શ્રાદ્ધવિધિ પ્રકરણ’ ની ‘શ્રાદ્ધવિધિકોમુદી’ ટીકામાં છઠ્ઠો જન્મકૃત્ય પ્રકાશ સમાપ્ત થયો. ગ્રન્થકારની પ્રશસ્તિ જગતમાં શ્રી જગચંદ્રસૂરિ ‘તપા’ એવા નામથી પ્રસિદ્ધ થયા છે. તેઓશ્રીના પટ્ટ ઉપર અનુક્રમે પ્રસિદ્ધિને પામેલા શ્રી દેવસુંદરસૂરિ પ્રખ્યાત થયા. ૧. એ દેવસુંદરસૂરિ મહારાજને પાંચ શિષ્યો થયા. તેમાં પ્રથમ જ્ઞાનરૂપ અમૃતના સમુદ્ર એવા જ્ઞાનસાગરગુરુ થયા. જેઓએ ઘણા શાસ્ત્રોની વિવિધ પ્રકારની અવચૂર્ણીરૂપી લહેરો પ્રગટ કરી પોતાનું નામ સાર્થક કર્યું હતું. ૨. ૨૭૪ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #283 -------------------------------------------------------------------------- ________________ બીજા શિષ્ય શ્રી કુલમંડનસૂરિ થયા, જેઓ ઘણા સિદ્ધાંત ગ્રંથોમાં રહેલા અનેક પ્રકારોના આલાવા લઇને વિચારામૃતસંગ્રહ વગેરે ઘણા ગ્રંથોના રચયિતા થયા. તથા ત્રીજા શિષ્ય શ્રી ગુણરત્નસૂરિ થયા. જે ગુણરત્નસૂરિ મહારાજે પદર્શનસમુચ્ચયની વૃત્તિ અને હેમી વ્યાકરણને અનુસાર ક્રિયારત્નસમુચ્ચય વગેરે વિચારચિય એટલે વિચારના સમૂહને પ્રગટ કર્યા છે અને શ્રી ભુવનસુંદરાદિક શિષ્યોના વિદ્યાગુરુ થયા હતા. જેઓનો અતુલ મહિમા છે એવા શ્રી સોમસુંદરસૂરિ ચોથા શિષ્ય થયા. જેઓનાથી સાધુસાધ્વીનો પરિવાર સારી રીતે પ્રવર્યો. જેમ સુધર્માસ્વામી થકી ગ્રહણા-આસેવનાની રીતિ પ્રમાણે સાધુસાધ્વી પ્રર્વત્યા હતા, તેમ. યતિજીતકલ્પવૃત્તિ વગેરે ગ્રંથોના રચયિતા પાંચમાં શિષ્ય શ્રી સાધુરત્નસૂરિ એવા થયા કે જેઓએ હસ્તાવલંબન દઇને સંસારરૂપ કૂપથી બુડતા મારા જેવા શિષ્યોનો ઉદ્ધાર કર્યો. પૂર્વોક્ત પાંચ શિષ્યોના ગુરુ શ્રી દેવસુંદરસૂરિની પાટે યુગવરપદવીને પ્રાપ્ત થયેલા શ્રી સોમસુંદરસૂરિ થયા. તેઓને પણ પાંચ શિષ્યો થયા હતા. પૂર્વાચાર્યના મહિમાને ધારણ કરનારા, સંતિકર સ્તોત્ર રચીને મરકીના રોગને દૂર કરનારા, સહસાવધાન વગેરે કાર્યોથી ઓળખાતા, એવા શ્રી મુનિસુંદરસૂરિ પ્રથમ શિષ્ય હતા. સંઘનાં, ગચ્છનાં કાર્યો કરવામાં અપ્રમાદી બીજા શિષ્ય શ્રી જયચંદ્રસૂરિ થયા, અને દૂર દેશાવરોમાં વિહાર કરીને પણ પોતાના ગચ્છને પરમ ઉપકાર કરનારા ત્રીજા શિષ્ય શ્રી ભુવનસુંદરસૂરિ થયા. જે ભુવનસુંદરસૂરિ ગુરુએ વિષમ મહાવિદ્યાઓની વિડંબનારૂપ સમુદ્રમાં પ્રવેશ કરાવનારી નાવડીની જેમ વિષમપદની ટીકા કરી છે. એવા જ્ઞાનવિજ્ઞાન ગુરુને પામીને મારા જેવા શિષ્યો પણ પોતાનું જીવિત સફળ કરે છે. તપશ્ચર્યા કરવાથી એકાંગી (એકવડીયા શરીરવાળા) છે, છતાં પણ અગિયાર અંગના પાડી ચોથા શિષ્ય શ્રી જિનસુંદરસૂરિ થયા. અને નિગ્રંથપણાને ધારણ કરનારા, ગ્રંથોની રચના કરનારા પાંચમાં શિષ્ય શ્રી જિન . પૂર્વોક્ત પાંચ ગુરુઓનો પ્રસાદ પામીને સંવત ૧૫૦૬ ના વર્ષે આ શ્રાદ્ધવિધિ સૂત્રની વૃત્તિ શ્રી રત્નશેખરસૂરિએ કરી. અહીંયા ગુણરૂપી દાનશાળાના જાણકારોમાં મુકુટ સમાન ઉદ્યમવંતા શ્રી જિનહિંસગણિ વગેરેએ લખવા, શોધન કરવા વગેરે કાર્યોમાં સાનિધ્ય-સહાય કરી છે. વિધિનું વિવિધપણું દેખાવાથી અને સિદ્ધાંતોમાં રહેલા નિયમો ન દેખાવથી આ શાસ્ત્રમાં જે કંઇ ઉત્સુત્ર લખાયું હોય તો તે મારાં પાપ મિથ્યા થાઓ. એ પ્રકારે આ વિધિકૌમુદી નામની વૃત્તિમાં રહેલા પ્રત્યેક અક્ષરના ગણવાથી છ હજાર સાતસો અને એકસઠ શ્લોક છે. શ્રાવકોના હિત માટે શ્રાદ્ધવિધિ પ્રકરણની “ શ્રાદ્ધવિધિ કૌમુદી” નામની આ ટીકા રચી છે, તે ઘણા કાળ સુધી પંડિતોને જય આપનારી થઇ જયવંતી વર્તો. શ્રી રત્નશેખરસુરિવિરચિત શ્રી શ્રાદ્ધવિધિ પ્રકરણ સટીકનો ગુજરાતી ભાવાનુવાદ સમાપ્ત. સિદ્ધાંતમહોદધિ કર્મસાહિત્ય સમુદ્ધારક તપાગચ્છીય પૂજ્ય આચાર્યદેવશ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર ન્યાયવિશારદ, સકળ સંઘહિતચિંતક, યુવજન પ્રતિબોધક પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના અગ્રગણ્ય પટ્ટવિભૂષક સહજાનંદી કર્મસાહિત્યનિષ્ણાત પૂજ્ય આચાર્ય દેવશ્રી વિજય ધર્મજિતસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર, શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૭૫ Page #284 -------------------------------------------------------------------------- ________________ સૂરિમંત્રના અજોડ સાધક, દક્ષિણ મહારાષ્ટ્ર પ્રભાવક પૂજ્ય આચાર્યદેવશ્રી વિજય જયશેખરસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર, વિવિધ ગ્રંથરચયિતા, તત્ત્વભાવિતમતિ પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય અભયશેખરસૂરીશ્વરજી મહારાજના લઘુબંધુ ને પ્રથમ શિષ્ય પંન્યાસ અજિતશેખર વિજય ગણિએ કરેલો આ સરળ ભાવાનુવાદ દીર્ઘકાળ સુધી શ્રાવક-શ્રાવિકાવર્ગને ધર્મમય જિંદગી માટે પ્રેરક બની રહો. આ અનુવાદમાં જિનાજ્ઞાવિરુદ્ધ કે મૂળગ્રંથ રચયિતાના આશય વિરુદ્ધ લખાયું હોય, તો હૃદયથી ક્ષમા ચાહું છું. મિચ્છામિ દુક્કડમ્... સંવત ૨૦૬૪, વૈશાખ વદ ૩, શુક્રવાર નવકાર ગણવાની રીત NFtJ; #tJ; ). ( 1 3111 76 ( ૨X437 89 |10| / 5] 13 LILLLLLLLL0 (8) 4 ) ૨૭૬ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #285 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ૧) ગ્રંથકર્તાનો પરિચય આ ગ્રંથના કર્તા પૂજ્યશ્રી રત્નશેખરસૂરિ મહારાજ છે. રત્નશેખરસૂરિ નામના બે આચાર્યો આપણે ત્યાં પ્રસિદ્ધ છે. એક શ્રી શ્રીપાળચરિત્ર અને ગુણસ્થાનક ક્રમારોહના કર્તા પૂજ્યશ્રી રત્નશેખરસૂરિ મ. અને બીજા શ્રાદ્ધવિધિ શ્રાદ્ધપ્રતિક્રમણ વગેરે ગ્રંથોના કર્તા પૂજ્યશ્રી રત્નશેખરસૂરિ મ. શ્રી શ્રીપાળચરિત્ર અને ગુણસ્થાનક ક્રમારોહના કર્તા પૂજ્યશ્રી રત્નશેખરસૂરિ મહારાજ પૂજ્યશ્રી વજસેનસૂરિ મહારાજના પટ્ટધર છે. જ્યારે આ ગ્રંથકર્તા પૂજ્ય રત્નશેખરસૂરિ પૂજ્યશ્રી મુનિસુંદરસૂરિ મહારાજના પટ્ટધર છે. તે શ્રી સુધર્માસ્વામીની બાવનમી પાટે થયા છે. તેમના રચેલા ગ્રંથોમાં હાલ ૧ અર્થદીપિકા, ૨ વિધિકૌમુદી (શ્રાદ્ધવિધિ) અને ૩ આચારપ્રદીપ આ ત્રણ ગ્રંથો ઉપલબ્ધ છે. અર્થદીપિકા - (વંદિત્તાસૂત્ર ટીકા) વિ. સં. ૧૪૯૬માં બનાવી છે. શ્રાદ્ધવિધિ વિ. સં. ૧૫૦૬ની સાલમાં રચી છે. આચારપ્રદીપ ગ્રંથ વિ. સં ૧૫૧૬ની સાલમાં નિર્માણ પામી છે. અર્થદીપિકા ગણિપદ પછી રચી છે. અને શ્રાદ્ધવિધિ તથા આચારપ્રદીપ આચાર્યપદ પામ્યા પછી બનાવેલ છે. આમ છતાં વિ.સં. ૧૪૯૬માં રચેલી અર્થદીપિકામાં શ્રાદ્ધવિધિનો અને વિ.સં. ૧૫૧૬માં રચેલા આચાર પ્રદીપનો ઉલ્લેખ શ્રાદ્ધવિધિમાં કેમ આપ્યો તેવી શંકા થાય. પરંતુ આનો ખુલાસો એ હોઇ શકે કે શ્રાદ્ધપ્રતિક્રમણ વૃત્તિ પૂરી કરી હોય તે અગાઉ તેમણે રચવા ધારેલા બે ગ્રંથોનો વિષયાનુક્રમ તૈયાર કર્યો હોય અને તેથી તેમણે તેની નોંધ શ્રાદ્ધપ્રતિક્રમણ કે શ્રાદ્ધવિધિમાં આપી હોય તે બનવાજોગ છે. રચના સંવત ગ્રંથની સમાપ્તિને આધારે આપ્યો હોય. તેથી પ્રથમ અર્થદીપિકા પછી શ્રાદ્ધવિધિ અને છેલ્લે આચાર પ્રદીપ પૂર્ણ કર્યો હશે. - પૂજ્ય રત્નશેખરસૂરિએ ઠેરઠેર પ્રતિષ્ઠા કરાવી હતી. કારણકે તેમના હસ્તે પ્રતિષ્ઠિત થયેલાં અનેક જિનબિંબો ઉપર તેમના નામનો ઉલ્લેખ છે. તેઓશ્રી પ્રતિભા સંપન્ન અનેક શિષ્યોના ગુરૂ અને ગચ્છનાયક હતા. તેમણે ગ્રંથમાં આપેલાં સાક્ષિપાઠો ઉપરથી તેમની વિદ્વત્તાનો આપણને ખ્યાલ સહેજે આવી શકે છે. તેમના પછી તપાગચ્છના નાયક પૂજ્ય આચાર્ય લક્ષ્મીસાગરસૂરિ થયા. એમના પરિવારમાં ૧૧ આચાર્ય, ૧૫ ઉપાધ્યાય, ૨૯૬ ગીતાર્થો અને હજારો મુનિઓ હતા. પરિશિષ્ટ - ૨) માર્થાનુસારિના ૩૫ ગુણ ૧. ન્યાયસંપન્ન વૈભવ : નીતિથી વેપારઆદિ કરી વૈભવ પ્રાપ્ત કરવો. અનીતિનું ધન ન્યાયથી પ્રાપ્ત કરેલા ધનને પણ ઘસડી જાય છે, માટે ન્યાયથી ધન મેળવવું. ૨. જ્ઞાની, સદાચારી, ગંભીર અને ઉદાર પુરૂષોના આચારોની પ્રશંસા કરવી, તેમના સુંદર આચારોનું અનુકરણ કરવા પ્રયત્ન કરવો. ૩. અન્ય ગોત્રવાળા પરંતુ સમાન કુલ અને એક સરખા આચારવાળા સાથે પોતાના પુત્ર-પુત્રીનો વિવાહ કરવો. કે જેથી ભવિષ્યમાં ધર્મસંબંધી કલહ પણ ન થાય, અને પોતાની સંતતિ જૈનધર્મમાં મક્કમ રહે. ૪. પાપોથી ડરતા રહેવું. ૫. જે દેશમાં વસતા હોઇએ તે દેશ પ્રમાણે વસ્ત્ર આભૂષણ અને ખાવા પીવાની રીત રાખવી, પણ તે ધર્મથી વિરુદ્ધ તો ન જ હોવી જોઇએ. ૬. કોઇ પણ માણસની નિંદા કરવી નહિ, તેમાં રાજા પ્રધાન આદિની તો ખાસ કરીને નિંદા કરવી જ નહિ. ૭. જે ઘરમાં પેસવા નીકળવાના અનેક દ્વાર હોય તેવા ઘરમાં વસવું નહિ. કારણકે ચોર વગેરે તેવા ઘરમાં પેસવાની તથા સ્ત્રી આદિકને ગેરવર્તણુક ચલાવવાની સુગમતા પડે. તેમ જ ચારે બાજુથી ઢાંકેલા હોય તેવા સ્થાનમાં રહેવાથી અગ્નિ આદિના ઉપદ્રવમાંથી નીકળવું કઠીન પડે. પાડોશમાં સારા માણસ રહેતા હોય તેવા ઘરમાં રહેવું. ૮. સદાચારી માણસોની જ સોબત કરવી, દુરાચારી અને મિથ્યાષ્ટિઓનો સંગ તજવો. ૯. જન્મદાતા માતા-પિતાની પૂજા એટલે ઉચિત સેવા કરનારા થવું. ૧૦. દુકાળ, મારી, મરકી, શત્રુ રાજા આદિના લશ્કરની ચડાઇ વગેરેનો ઉપદ્રવ જ્યાં ન હોય, ત્યાં રહેવું; જેથી ધર્મ, અર્થ અને કામનો વિનાશ ન થાય. ૧૧. નિંદિત કાર્યોમાં પ્રાણાંતે પણ પ્રવૃત્તિ કરવી નહિ. ૧૨. આવકનો વિચાર કરીને ખર્ચ કરનારા થવું. આવક કરતાં વધુ ખર્ચ કરનારો દેવાદાર અને દુ:ખી બની જાય છે. ઉદાર બનવું, પણ ઉડાઉ ન બનવું. ૧૩. પોતાના પૈસા પ્રમાણે વેશ રાખવો, ગરીબનો આડંબર અને શ્રીમંતની કંજુસાઇ નિંદાપાત્ર બને છે. ૧૪. બુદ્ધિના આ આઠ ગુણો ધારણ કરવા ૧. શાસ્ત્ર સાંભળવાની ઇચ્છા, ૨. શાસ્ત્ર સાંભળવું, ૩. તેનો અર્થ સમજવો, ૪. તે અર્થને યાદ રાખવો, ૫. ઊહા-તર્ક કરી સામાન્ય જ્ઞાન પ્રાપ્ત કરવું, ૬. અપોહ-વિશેષ શ્રાદ્ધવિધિ પ્રકરણ Page #286 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન પ્રાપ્ત કરવું, ૭. અર્થનું જ્ઞાન કરવું, ૮. તત્ત્વનો નિશ્ચય કરવો. ૧૫. હંમેશા ધર્મને સાંભળનારા થયું, ધર્મ સાંભળવાથી જ પુણ્ય પાપનો માર્ગ જાણી શકાય છે. ૧૬. પ્રથમ ભોજન પચી ગયા પછી જ બીજી વખત જમવું. ખરી રૂચિ વિના જમવાથી અજીર્ણ થવાથી તબિયત બગડે છે, અને તબિયત બગડવાથી ધર્મકાર્યમાં અંતરાય પડે છે. ૧૭. જે કાળે ખાવાનો સમય હોય ત્યારે જ ખાવું, જ્યારે ત્યારે નહીં ખાવું. ૧૮. ધર્મ અર્થ અને કામ એ ત્રણ પુરુષાર્થને એવી રીતે સાધવા કે એકબીજાને હ૨કત ન પહોંચે, ધર્મની મુખ્યતા સમજવી, કારણકે ધર્મ હશે તો ધન, અને ધન હશે તો કામ ૨હેશે. માટે ધર્મને નુકસાન પહોંચતુ હોય ત્યારે અર્થ અને કામ (વિષય વિલાસ) ને જતા કરવા. ૧૯. યથાશક્તિ દાન દેવું. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાને સુપાત્ર બુદ્ધિથી દેવું, અન્ય દુ:ખી જીવોને દયાની બુદ્ધિથી આપવું. ૨૦. હંમેશા કોઇ વાતમાં કદાગ્રહ ન રાખવો, સાચું એ મારું માનવું, પણ મારું એજ સાચું એમ નહીં માનવું. ૨૧. હંમેશા ગુણીજનોનો જ પક્ષપાત કરવો. નિર્ગુણીનો પક્ષપાત કરવાથી તેને પાપમાં ઉત્તેજન મળે છે. ૨૨. જે દેશમાં જવાની રાજાની મના હોય, ત્યાં ન જવું. જે કાળે જે કરવાની આજ્ઞા હોય તેમ કરવું. ધર્મને સાચવીને દેશ-કાળ જોવા. ૨૩. પોતાની શક્તિ-અશક્તિને તપાસીને જ કોઇપણ કાર્યમાં પ્રવૃત્તિ કરવી. જેમાં શક્તિ ન પહોંચે, તે કરવાથી ધન અને શરીરને નુકસાન પહોંચે છે. ૨૪. વ્રતધારી, વૃદ્ધ પુરુષો અને જ્ઞાની પુરુષોના પૂજક થવું. ૨૫. પોતાના આશરે રહેવા પોષવા લાયક બધાનું પોષણ કરવું, પોતાનું જ પેટ ભરીને બેસી ન રહેવું. ૨૬, દરેક કાર્ય કરતા પહેલાં પરિણામનો વિચાર કરવો. ૨૭. વિશેષજ્ઞ થવું, જેથી કૃત્ય, અકૃત્ય, ભક્ષ્ય, અભક્ષ્ય, માન, અપમાનની સમજ પડે. ૨૮. કોઇએ કરેલા ઉપકાર ભુલવા નહીં. ૨૯. સદાચારથી, વિનયથી, અને વિવેકથી લોકોને પ્રિય થવું, ખોટા કામમાં પણ હાજી હા કરી લોકપ્રિય થનારા બન્નેનું બગાડે છે. ૩. કદી નિર્દેજ્જ બનવું નહીં. ૩૧. દુઃખી જીવો પર દયાળુ થવું. ૩ર. શાંત મુદ્રાવાળા થવું, કષાયવાળી પ્રકૃતિ કરવી નહીં. ૩૭. પરોપકાર કરવામાં સદા કટિબદ્ધ રહેવું, ૩૪. બાહ્ય શત્રુની ઉપેક્ષા કરી, (જતા કરી) રાગ-દ્વેષ-ક્રોધ-માન-માયા-લોભ-ઈર્ષ્યા આદિ અત્યંતર શત્રુનો નાશ કરવા તૈયાર થવું. ૩૫. પાંચ ઈંદ્રિયોનાં વિષયો ઉપર સંયમ કેળવનારા ધવું, આ માર્ગાનુસારી ગુણવાળો જીવ ઉપદેશને યોગ્ય અને ઉત્તમ પુરૂષ ગણાય છે. તે જીવ અનુક્રમે ગુણવૃદ્ધિ મેળવી વિશેષ ગૃહિધર્મને પાળવા સમર્થ બને છે. વિશેષધર્મ શ્રાવકનો વિશેષ ગૃહિધર્મ સમ્યક્ત્વસહિત બાર વ્રત સ્વરૂપે છે આ સમ્યક્ત્વ અને બાર વ્રતનું સ્વરૂપ પુજ્યશ્રી હરિભદ્રસૂરિ રચિત પંચાશક ગ્રંથના પ્રથમ પંચાશકમાં સ્પષ્ટ રીતે આપેલું છે. તેના આધારે સંક્ષેપમાં સમીત તથા બારવ્રતનું સ્વરૂપ તેના અતિચારો સાથે નીચે આપીએ છીએ. સમ્યક્ત્વ મૂળ બાર વ્રતોનું સ્વરૂપ તથા તેના અતિચારો સમ્યક્ત્વ - ૧. શુદ્ધદેવ, શુદ્ધગુરુ અને શુદ્ધધર્મ ઉપર અચળ શ્રદ્ધા તે સમ્યક્ત્વ. અથવા ૨. જે જિનયરોએ કહ્યું તે સાચું તે સમ્યક્ત્વ. તેમજ ૩. વીતરાગ પ્રભુપ્રણીત પદાર્થોનું વારંવાર ચિંતન સુદૃષ્ટિયુક્ત પુરૂષોની સેવા, તથા સમ્યક્ત્વથી ભ્રષ્ટપુરુષોના પરિચયના ત્યાગરૂપ સમ્યક્ત્વ કહેવાય છે. આ સમકીનના ૪ શ્રદ્ધા, ૩ લિંગ, ૧૦ વિનય, ૩શુદ્ધિ, ૫ દુષણ, ૮ પ્રભાવના, ૫ ભુષણ, ૬ જયણા, ૬ આગાર, ૬ ભાવના, ૬ સ્થાન, એમ ૬૭ ભેદ છે. ૪ શ્રદ્ધા - ૧. પરમાર્થ સંસ્તવ (તત્ત્વપરિચય) ૨. સુગુરુ સેવા, ૩. સમકીતથી પડી ગયેલાનો ત્યાગ અને ૪. મિથ્યાર્દષ્ટિનો ત્યાગ, રૂલિંગ - ધર્મશ્રવણની તીવ્ર ઇચ્છા, ચારિત્ર ધર્મનો અનુરાગ, દેવગુરુની વૈયાવચ્ચ કરવાનો નિયમ, ૧૦ વિનય - અરિહંત, સિદ્ધ, ચૈત્ય, શ્રુત, ચારિત્ર, સાધુ, આચાર્ય, ઉપાધ્યાય, પ્રવચન અને દર્શનનો વિનય, ૩ શુદ્ધિ - જિન, જિનમત અને જિનમતમાં રહેલા સિવાય બાકી આ જગતમાં સર્વ અસાર છે તેમ વિચારવું તે મનશુદ્ધિ, જે સારું થશે, તે મારા પ્રભુથી જ થશે, તે વચન શુદ્ધિ અને મારું માથું દેવ-ગુરુ-ધર્મ સિવાય બીજે નહીં નમે, તે કાયશુદ્ધિ. ૫ દૂષણ - શંકા, કાંક્ષા, વિચિકિત્સા, પ્રશંસા અને સંસ્તવરૂપ પાંચ અતિચાર. ૮ પ્રભાવના – પ્રવચની, ધર્મકથી, વાદી, નિમિત્તી, તપસ્વી, વિદ્યાવાન, સિદ્ધ અને કવિ એ આઠ સમ્યક્ત્વની પ્રભાવના કરે છે, પ ભુષણ – જિનશાસનમાં કુશળતા, પ્રભાવના, તીર્થસેવા, સ્થિરતા અને ભક્તિ. ૬ જયણા - ૧. અન્ય તીર્થને, અન્ય તીર્થના દેવને વિવિધ પ્રકરન ૨૭૮ Page #287 -------------------------------------------------------------------------- ________________ અને કુતીર્થીઓએ ગ્રહણ કરેક અર્હત્ પ્રતિમાને હું વંદન કરીશ નહિં. ૨. નમીશ નહીં, ૩. અન્યતીર્થી સાથે બોલાવ્યા વગર બોલીશ નહિં, ૪. તેમની સાથે ભાષણ કરીશ નહિં, ૫. તેમને અનુકંપા સિવાય અશન પાન આપીશ નહીં અને ૬. તેના ગંધ પુષ્પાદિકને જોઇશ નહીં. ૬ આગાર - ૧. રાજાભિયોગ, ૨. ગણાત્મિયોગ, ૩, બલાભિયોગ, ૪. દેવાભિયોગ પ. કાંતારવૃત્તિ અને ૬, ગુરૂ નિગ્રહથી અન્ય ધર્મને વંદના નમસ્કારાદિની છૂટ તે. ૬ ભાવના - સમ્યક્ત્વ એ (મોક્ષનું-ચારિત્રધર્મનું મૂળ છે, હાર છે, પ્રતિષ્ઠાન છે, આધાર છે, પાત્ર છે અને નિધિ છે એવી ભાવના ભાવવી તે. ૬ સ્થાન – ૧. અસ્તિ-જીવ છે ૨. તે નિત્ય છે ૩. કર્તા છે, ૪. ભોક્તા છે, ૫ મોક્ષ છે અને ૬ મોક્ષનો ઉપાય છે આ સમ્યક્ત્વના છ સ્થાન છે. સમ્યક્ત્વના પાંચ અતિચાર - ૧. શંકા, ૨. કાંક્ષા, ૩. વિચિકિત્સા ૪. મિથ્યાદ્રષ્ટિ પ્રશંસા તથા ૫ અન્ય ધર્મીઓનો પરિચય - પાંચ અણુવ્રત ૧. સ્થૂળ પ્રાણાતિપાત વિરમણવ્રત - મોટી જીવહિંસાથી અટકવું, નિરપરાધી ત્રસ - જીવને સંકલ્પપૂર્વક મારવાની બુદ્ધિએ મારવો નહીં. પાંચ અતિચાર - ૧. વધ, ૨. બંધ, ૩. અવયવોનું છેદન, ૪. અતિભાર ભરવો ૫. ભોજન પાણીનો વિચ્છેદ-અંતરાય. ૨ સ્થૂલ મૃષાવાદ વિરમણવ્રત - મોટા જુઠાણાથી અટકવું. ૧. કન્યાસંબંધી જુઠું, ૨. ગાય વગેરે પશુ સંબંધી જુઠું, ૩. ભૂમિ ખેતર વગેરે સંબંધી જુઠ. ૪. થાપણ ઓળવવા સંબંધી જુઠું, પ. તેમજ ખોટી સાક્ષી સંબંધી જુઠું. આ પાંચ પ્રકારના મોટા જુઠાણાથી અટકવું, તેમજ પ્રિય, હિત અને તથ્ય સત્ય કહેવું, પાંચ અતિચાર - ૧. સહસાત્કાર, ૨. રહસ્ય ભાષણ, ૩. સ્ત્રીની ગુપ્ત અથવા માર્મિક વાત પ્રગટ કરવી, ૪. મૃષા ઉપદેશ, ૫. તેમજ ખોટા લેખ લખાવવા. ૩ સ્થૂલ અદત્તાદાન વિરમણવ્રત - ૧. મોટી ચોરી થકી અટકવું તે, ૨. પડી ગયેલું, સ્થાપન કરેલું, ઘટેલું, ભૂલાઇ ગયેલું, ઘરમાં રહેલું આ બધું પારકું ધન, કરચોરી અને ગુરુ અદત્તથી સ્વામિઅદત્તથી અટકવું તથા ખાતર પાડવું ખીસું કાતરવું વગેરેથી દૂર રહેવું તે સ્થૂલ અદત્તાદાન વિરમણવ્રત છે. અતિચાર - ૧. સ્તેનાહૂત, ૨. તસ્કર પ્રયોગ, તત્ત્વતિરૂપકવ્યવહાર, ૪. વિરૂદ્ધગમન, પ. ખોટા માન માપ.. ૩. ૪ સ્થૂલ મૈથુન વિરમણ વ્રત · પોતાની સ્ત્રીમાં સંતોષ અને પરસ્ત્રીનો ત્યાગ. પાંચ અતિચાર - ૧. નહીં ગ્રહણ કરાયેલી સ્ત્રીસાથે ગમન, ૨. થોડાકાળમાટે ગ્રહણ કરાયેલી સ્ત્રીસાથે ગમન, ૩. અનંગક્રીડા વિષયદૃષ્ટિથી અંગ નિરખવાં. ૪.પારકા વિવાહ કરવા ૫. કાોગની તીવ્ર ઇચ્છા. ૫ સ્થૂલ પરિગ્રહ વિરમણ વ્રત - મોટા પરિગ્રહથી અટકવું, તથા પ્રાપ્ત થયેલી વસ્તુ ઉપર મુર્છા અને નહીં પ્રાપ્ત થયેલ વસ્તુ ઉપર તૃષ્ણા તે પરિગ્રહ છે. અને તે મૂર્છા કે તૃષ્ણાના કારણે ધન, ધાન્ય, દાસ, દાસી, જમીન, મકાન, રૂપું, સોનું, રાચરચીલું વગેરે છે. તેનો નિયમ કરવો તે પરિગ્રહ પ્રમાણ, અતિચાર - ૧. ધનધાન્યના પરિમાણનું અતિક્રમણ, ૨. ક્ષેત્ર વાસ્તુના પરિમાણનું અતિક્રમણ, ૩. રૂપા અને સોનાના પરિમાણનું અતિક્રમણ, ૪. તાંબુ વગેરે ધાતુ પરિમાણથી અધિક રાખવું, તેમજ પ. દ્વિપદ ચતુષ્પદ પરિમાણાતિક્રમણ. (ત્રણ ગુણવ્રત) ૬ દિગ્પરિમાણાગત – જે વ્રતમાં દશે દિશામાં જવા આવવાનો નિયમ કરાય તે દિગ્પરિમાણ વ્રત. અતિચાર - ૧. મર્યાદા કરતાં વધારે ઉંચે જવું, ૨. મર્યાદા કરતાં વધારે નીચે જવું. ૩. ચારદિશાની નિર્જી મર્યાદા ઉલ્લંઘવી, ૪. બધી દિશાને ભેગી કરી એક દિશા વધારવી, ૫. દિશાના પરિમાણનો ખ્યાલ ન રાખવો. ૭ ભોગપભોગ પરિમાણન - શરીરની શક્તિ પ્રમાણે ભોગપભોગના સાધનોનો નિયમ કરાય તેને ભોગપભોગ પરિમાણવ્રત કહે છે. એક વાર ભોગવાય તે ભોગ અને વારંવાર ભોગવાય તે ઉપભોગ. રાત્રિભોજન અક્ષ અનંતકાય વગેરે વસ્તુનો ત્યાગ તેમજ ચૌદ નિયોની ધારણા તે આ વ્રતમાં સમાય છે અતિચાર - ૧. સચિત્ત આહાર, ૨. સચિત્ત પ્રતિબદ્ધ આહાર, ૩, અપક્વ આહાર, ૪. દુષ્ય આહાર, પ. તથા તુચ્છોષધિભલણ તેમ જ ૧૫ કર્માદાન મળી રહે અતિચાર. શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૭૯ Page #288 -------------------------------------------------------------------------- ________________ ૮ અનર્થદંડ વિરમણ વ્રત - ૧. આર્ત-રૌદ્ર ધ્યાન, ૨. પાપકર્મનો ઉપદેશ, ૩. હિંસાના સાધનો આપવાં અપાવવાં, ૪. પ્રમાદ આચરણ. આ ચાર સ્વજન, શરીર, ધર્મ કે વ્યવહારાદિના કારણે થાય તે અર્થદંડ છે. પણ શરીરાદિ પ્રયોજન વિના ફોગટ સેવવામાં આવે તો તેને અનર્થદંડ કહે છે. આ ચાર અનર્થદંડનો ત્યાગ કરવો તે અનર્થદંડ વિરમણ વ્રત કહે છે. અતિચાર – ૧. કંદર્પ, ૨. કૌકુચ્ય-કુચેષ્ટા કરવી, ૩. મૌર્ય, ૪. ખપ કરતાં વધારે અધિકરણ રાખવાં, ૫. ભોગ ઉપભોગના સાધનો વધારે પડતાં રાખવાં. (ચાર શિક્ષાવ્રત) ૯ સામાયિક વ્રત - આર્ત-રૌદ્રધ્યાનનો ત્યાગ કરી તેમજ સાવદ્યકર્મનો ત્યાગ કરી બે ઘડી (૪૮ મીનીટ) પર્યન્ત જે સમભાવમાં રહેવું તેને સામાયિક વ્રત કહે છે. અતિચાર – ૧. મન: દુષ્પણિધાન, ૨. વચન દુષ્પણિધાન, ૩. કાયા દુષ્મણિધાન, ૪. અનવસ્થા તેમજ પ. સ્મરણ ન રહેવું. ૧૦ દેશાવગાસિક વ્રત - એકાસણું ઉપવાસ આદિ પચ્ચકખાણ કરી આઠ સામાયિક અને બે પ્રતિક્રમણ જે વ્રતમાં કરવામાં આવે અથવા છઠ્ઠા દિવ્રતમાં કરવામાં આવેલ પરિમાણનો રાતે અને દિવસે સંક્ષેપ કરવો તેને દેશાવગાસિક વ્રત કહે છે. અતિચાર – ૧. આનયન પ્રયોગ, ૨. પ્રેગ્યપ્રયોગ, ૩. શબ્દાનુપાત, ૪. રૂપાનુપાત, ૫. પુદ્ગલપ્રક્ષેપ. ૧૧ પૌષધોપવાસ વ્રત - ચાર પર્વમાં ઉપવાસાદિ તપ કરવો, ૨. પાપવાળા સદોષ વ્યપારનો ત્યાગ કરવો. ૩ બ્રહ્મચર્ય પાળવું અને ૪. શરીરની સ્નાનાદિક શોભાનો ત્યાગ કરવો એમ પૌષધવ્રત ચાર પ્રકારે છે. પાંચ અતિચાર - ૧. સંથારાની વિધિમાં પ્રમાદ કરવો, ૨. શય્યાસંથારો વિધિપૂર્વક પ્રમાર્જવો નહીં, ૩. એકી-બેકીની જગ્યાની પડિલેહણા ન કરવી, ૪. એકી-બેકીની જગ્યા બરાબર પ્રમાર્જવી નહીં, પ. પૌષધ ઉપવાસની સારી રીતે પાલન ન કરવી. ૧૨ અતિથિ સંવિભાગ વ્રત - ચાર પ્રકારનો આહાર, પાત્ર, વસ્ત્ર અને વસતિ અતિથિ સાધુઓને આપવી તેને અતિથિ સંવિભાગ વ્રત કહે છે. અતિચાર - ૧. સચિત્તનિક્ષેપ, ૨. સચિત્તપિધાન, ૩. અન્યવ્યપદેશ, ૪. મત્સરદાન અને કાલાતિક્રમ. સંખના વ્રત - શ્રાવક અંતે કર્મનિર્જરાની બુદ્ધિએ સર્વ વસ્તુઓનો ત્યાગ કરી સાગારિક અનશન સ્વીકારે તેને સંલેખના વ્રત કહે છે. પાંચ અતિચાર – ૧. આલોકના સુખની ઇચ્છા ૨. પરલોકના સુખની ઇચ્છા, ૩. અનશનવ્રતનું બહુમાન દેખી જીવવાની ઇચ્છા, ૪. અનશનવ્રતના દુ:ખથી મરણની ઇચ્છા, ૫. કામભોગની ઇચ્છા. જ્ઞાનાચારના ૮, દર્શનાચારના ૮, ચારિત્રાચારના ૮, તપાચારના ૧૨, વીર્યાચારના ૩ આ અતિચારોનું વર્ણન વિસ્તૃત રીતે આરાધનામાં આપ્યું છે, આ પાંચ આચાર અને બારવ્રત તે ગૃહસ્થનો વિશેષ ધર્મ છે. ભાવશ્રાવકનાં છ લિંગ ૧. કૃતવ્રતકર્મ, ૨. શીયળવાન, ૩. ગુણવાન, ૪. ઋજુવ્યવહારવાળો ૫ ગુરુશુશ્રુષાવાળો અને ૬ પ્રવચન કુશળ હોય. સત્તર લક્ષણ અને છ લિંગ જેનામાં દેખાય તેને ભાવશ્રાવક સમજવો. ગુરુવંદન વિધિ ૧. ગુરુ સમીપે જઘન્ય અવગ્રહ-સાડા ત્રણ હાથ છેટે ઊભા રહી પ્રથમ બે ખમાસમણ દેવાં, પછી - ૨.“ઇચ્છકાર સુહરાઇનો પાઠ કહેવો પછી - ૩ ખમાસમણ મુદ્રાએ રહી ઇચ્છા સંદિ. ભગવાન્ અભુઠિયોમિ અભ્ભિતર રાઇઅં ખામેઉં? એમ કહી અભુઠિઓ ખામવો. વંદન પછી ગુરુની પાસે પચ્ચખાણ લેવું, ઉપદેશ સાંભળવો, સુખ સાતા પૂછવી, તેમની પ્રતિપત્તિ કરવી. જિનપૂજામાં સાત શુદ્ધિના નામો અંગ વસન મન ભૂમિકા, પૂજોપરકણ સાર; ન્યાયદ્રવ્ય વિધિ શુદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર. ૧. અંગશુદ્ધિ - શરીર બરાબર શુદ્ધ થઇ રહે એટલા માપસર જળથી સ્નાન કરી કોરા રૂમાલથી શરીરને બરાબર લુંછવું તથા હાવાનું પાણી ઢોળતાં જીવજંતુની વિરાધના ન થાય એ ધ્યાનમાં રાખવું. ૨. વસ્ત્રશુદ્ધિ – પૂજા માટે પુરૂષોએ બે વસ્ત્ર તથા સ્ત્રીઓએ ત્રણ વસ્ત્ર તથા રૂમાલ રાખવા. પુરૂષોએ મુખકોશ માટે રૂમાલ રાખવાનો શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૮૦ Page #289 -------------------------------------------------------------------------- ________________ નથી. પૂજા માટેનાં વસ્ત્ર સફેદ, ફાટ્યાં કે બળ્યા વગરના તથા સાંધ્યા વિનાનાં રાખવાં. હંમેશાં ચોખ્ખાં રહે તેમ કરવું, એ વસ્ત્રો બીજા કોઇ કામમાં પહેરવાં નહિ. પૂજાનાં કપડાં પહેરીને વગર નહાયેલાને અડવું નહિ. ૩. મનશુદ્ધિ - જેમ બને તેમ મનને પૂજામાં સ્થિર કરવું. પૂજા કરતી વખતે બીજું બધું ભૂલી જવું. ૪. ભૂમિશુદ્ધિ - દહેરાસરમાં કાજો બરાબર લીધો છે કે કેમ તે જોવું. પૂજાના સાધનો લેવા મૂકવાની જગ્યા પણ જેમ બને તેમ શુદ્ધ રાખવી. ૫. ઉપકરણશુદ્ધિ - પૂજામાં જોઇતાં ઉપકરણો કેસર, સુખડ, પુષ્પ, ધૂપ, અગરબત્તિ, દીપક, ચોખા, ફળ, નૈવેદ્ય વગેરે જેમ બને તેમ ઉંચી જાતના પોતાના ઘરના લાવવા. કળશ, ધૂપધાણા, ફાનસ, અંગલુછણા વગેરે સાધનો ખૂબ ઉજળાં ચકચકાટ રાખવાં. જેમ ઉપકરણની શુદ્ધિ વધારે તેમ આહલાદ વધારે થાય અને ભાવની વૃદ્ધિ થાય. ૬. દ્રવ્યશુદ્ધિ - જિનપૂજા આદિ શુભકાર્યમાં વપરાતું દ્રવ્ય જો ન્યાયથી ઉપાર્જન કરેલું હોય તો ભાવની બહુ જ વૃદ્ધિ થાય છે. ૭. વિધિશુદ્ધિ - સ્નાન કરીને શુદ્ધ ઉજળાં વસ્ત્ર પહેરી, પૂજાના ઉપકરણો લઇ, શુભ ભાવના ભાવતાં જિનમંદિરે જવું. રસ્તામાં કોઇ અશુદ્ધ વસ્તુનો સ્પર્શ ન થઇ જાય એ ધ્યાનમાં રાખવું. દેરાસરમાં પેસતાં પ્રથમ ‘નિસીહિકહેવી. છેટેથી પ્રભુનું મુખ જોતાં ભક્તિપૂર્વક બે હાથ ભેગા કરી મસ્તકે લગાડી ‘નમો જિણાણું’ બોલવું. જ્યાં પ્રદક્ષિણા ફરી શકાય ત્યાં ત્રણ પ્રદક્ષિણા દેવી. પ્રદક્ષિણા ફરતાં અને ફર્યા પછી દેરાસરમાંથી આશાતના ટાળવા બનતું કરવું. પછી મૂળનાયક સન્મુખ જઇ સ્તુતિના શ્લોકો બોલવા. પુરૂષોએ જમણી અને સ્ત્રીઓએ ડાબી બાજુએ ઊભા રહેવું. સ્તુતિ બોલતી વખતે પોતાનું અર્થ અંગ નમાવવું. જ્ઞાનસારમાં બતાવેલા ઉત્કૃષ્ટ આરાધકના બત્રીશ ગણો.. ૧. આત્માનંદી, ૨. સ્વરૂપમગ્ન, ૩. સ્થિરચિત્ત, ૪. નિર્મોહી, ૫. જ્ઞાની, ૬. શાંત, ૭. જિતેંદ્રિય, ૮. ત્યાગી, ૯. ક્રિયારૂચિ, ૧૦. તૃપ્ત, ૧૧. નિર્લેપ, ૧૨. નિસ્પૃહ, ૧૩. મૌની, ૧૪. વિદ્વાન, ૧૫. વિવેકી, ૧૬. મધ્યસ્થ, ૧૭. નિર્ભય, ૧૮. અનાત્મશંસી, ૧૯. તત્ત્વદૃષ્ટિ, ૨૦. સર્વગુણસંપન્ન, ૨૧. ધર્મધ્યાની, ૨૨. ભવોદ્વિગ્ન, ૨૩. લોકસંજ્ઞાત્યાગી, ૨૪. શાસ્ત્રચક્ષુ, ૨૫. નિષ્પરિગ્રહી, ૨૬. સ્વાનુભવી, ૨૭. યોગનિષ્ઠ, ૨૮. ભાવયાજ્ઞિક, ૨૯, ભાવ પૂજા પરાયણ, ૩૦. ધ્યાની, ૩૧. તપસ્વી, અને ૩૨. સર્વનયજ્ઞ. મનહજિણાણની સઝાયમાં જણાવેલ શ્રાવકના છત્રીસ ધર્મકૃત્યો. ૧. તીર્થકરની આજ્ઞા માનવી, ૨. મિથ્યાત્વનો ત્યાગ કરવો, ૩. સેમ્ય ધારણ કરવું, ૪ થી ૯. સામાયિક, ચઉવિસત્યો, વંદન, પ્રતિક્રમણ, કાઉસ્સગ્ગ અને પચ્ચખાણમાં હંમેશ ઉઘુક્ત રહેવું, ૧૦. પર્વદિવસે પૌષધ કરવો, ૧૧. સુપાત્રે દાન દેવું, ૧૨. શિયળ પાળવું, ૧૩. તપ કરવો, ૧૪. ભાવના ભાવવી, ૧૫. સ્વાધ્યાય કરવો, ૧૬. નમસ્કાર મંત્રનો જાપ જપવો, ૧૭. પરોપકાર કરવો, ૧૮. જીવરક્ષા કરવી, ૧૯. ભગવાનની પૂજા કરવી, ૨૦. ભગવાનની સ્તુતિ કરવી, ૨૧. ગુરૂની સ્તુતિ કરવી, ૨૨. સાધર્મિક વાત્સલ્ય કરવું, ૨૩. વ્યવહાર શુદ્ધ રાખવો, ૨૪. રથયાત્રા કાઢવી, ૨૫. તીર્થયાત્રા કરવી, ર૬. ઉપશમ ભાવ રાખવો, ૨૭. વિવેક રાખવો, ૨૮. સંવર ભાવના રાખવી, ૨૯. ભાષા સમિતિ સાચવવી, ૩૦ છકાય જીવોની દયા પાળવી, ૩૧. ધાર્મિક માણસોનો સંસર્ગ રાખવો, ૩૨. પાંચ ઇંદ્રિયોનું દમન કરવું, ૩૩. ચારિત્રના પરિણામ રાખવા, ૩૪. સંઘ ઉપર બહુમાન રાખવું, ૩૫. પુસ્તકો લખવાં, લખાવવાં અને ૩૬. તીર્થ પ્રભાવના કરવી. સુશ્રાવકના બીજા ૨૧ ગુણો. ૧. નવતત્ત્વનો જ્ઞાતા, ૨. ધર્મ કરણીમાં તત્પર, ૩. ધર્મમાં નિશ્ચલ, ૪. ધર્મમાં શંકા રહિત, ૫. સૂત્રના અર્થનો નિર્ણય કરનાર, ૬. અસ્થિ-હાડપિજી સુધી ધર્મિષ્ઠ, ૭. આયુષ્ય અસ્થિર છે ધર્મ સ્થિર છે, એમ ચિંતવનાર, ૮. સ્ફટિક રત્ન સમાન નિર્મલ - કપટ રહિત, ૯. નિરંતર ઘરના બારણા ઉઘાડા રાખનાર, ૧૦. એક માસમાં પાંચ પૌષધ કરનાર, ૧૧. જ્યાં જાય ત્યાં અપ્રીતિનું કારણ ન થાય, તેવી રીતે રહેનાર, ૧૨. લીધેલાં વ્રતોને શુદ્ધ પાળનાર, ૧૩. મુનિને શુદ્ધ વસ્તુ, પાત્ર, અનાદિકનું દાન આપનાર, ૧૪. ધર્મનો ઉપદેશ કરનાર, ૧૫. સદા ઉત્તમ મનોરથો શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૮૧ Page #290 -------------------------------------------------------------------------- ________________ ચિંતવનાર, ૧૬. હંમેશ પાંચે તીર્થોની ભાવયાત્રા કરનાર, ૧૭. નવા નવા સૂત્ર ગોખે, ૧૮. નવીન ધર્મ ઉપાર્જન કર્તા ને સહાયક, ૧૯, બે ટંક પ્રતિક્રમણ કરે, ૨૦. સર્વ જીવોપર મૈત્રી ભાવ ધરે, ૨૧. શક્તિ અનુસાર તપસ્યા કરી ભણવા ગણવામાં ઉદ્યમ રાખે એકવીસ ગુણોવાળો શ્રાવક છે. પરિશિષ્ટ - ૩) શક્રેન્દ્રની નરદ્ધિનું વર્ણન (અહીં પૂર્વાચાર્યોએ રચેલી હાથીઓના મુખ વગેરેની સંખ્યા બતાવતી ગાથા કહે છે - દરેક હાથી દીઠ પાંચસો બાર મોં-મસ્તક હતા. ચાર હજાર છણું (૪૦૯૬) દાંત હતા. બત્રીસ હજાર સાતસો અડસઠ (૩ર૭૬૮) વાવડીઓ હતી. બે લાખ બાંસઠ હજાર એકસો ચુમ્માલીસ (૨૬૨૧૪૪) કમળો હતા. એટલી જ કર્ણિકાઓ અને એટલા જ પ્રાસાદો હતા. તથા છવ્વીસો એકવીસ કરોડ ને ચુમ્માલીસ લાખ (૨૬૨૧૪૪00000) પાંખડીઓ હતી. (દરેક કમળને એક લાખ પાંખડીઓ હતી.) કુલ હાથીઓ ચોસઠ હજાર હતા, ને દરેકને આઠ-આઠ દાંતવાળા પાંચસો બાર મ - મસ્તક હોવાથી કુલ મસ્તક ત્રણ કરોડ સત્યાવીશ લાખ અડસઠ હજાર (૩ર૭૬૮000) હતા. દાંત છવ્વીસ કરોડ એકવીસલાખ ચુમ્માલીસ હજાર (૨૬૨૧૪૪૦OO) હતા. એક-એક દાંતમાં આઠ વાવડી, તેથી કુલ બસો નવ કરોડ એકોત્તેર લાખ બાવન હજાર (૨૦૯૭૧પ૨૦૦૦) વાવડી હતી. દરેકમાં લાખ પાંખડીવાળા આઠ કમળ, તેથી કુલ કમળ સોળ અબજ સીત્તોતેર કરોડ બોત્તેર લાખ સોળ હજાર (૧૬૭૭૭ર૧૬OO0) હતા.એ દરેકમાં લાખ-લાખ પાંખડી કે જેમાં દરેકમાં એક-એક બત્રીસ પાત્રબદ્ધ નાટક હતા. તેથી પાંખડી અને એ નાટકની સંખ્યા - સોળ લાખ સીત્તોતેર હજાર સાતસો એકવીસ અબજ અને સાંઇઠ કરોડ (૧૬૭૭૭ર૧૬OOOOOOOO)હતી. એક-એકમાં બત્રીસ પાત્રોનું નાટક, તેથી કુલ નટરૂપોની સંખ્યા - પાંચ કરોડ છત્રીસ લાખ સત્યાસી હજાર એકાણુ અબજ અને વીસ કરોડ (પ૩૬૮૭૦૯૧૨00000000). આ સંખ્યાઓ આવશ્યક ચૂર્ણિમાં બતાવી છે. દરેક પ્રાસાદમાં આઠઆઠ મુખ્ય દેવીઓ સાથે ઇંદ્ર હતા. તેથી જેટલા કમળ, એટલા પ્રાસાદ અને એટલા ઇંદ્રના રૂપ થયા અને મુખ્ય દેવીઓ-ઇંદ્રાણીઓની સંખ્યા તેર હજાર ચારસો એકવીસ કરોડ સીત્તોતેર લાખ અઢાવીસ હજાર હતી (૧૩૪૨૧૭૭૨૮000). દરેક નાટકમાં સમાન રૂપ શણગાર અને નાટકના ઉપકરણોવાળા એકસો આઠ દિવ્યકુમારો અને દિવ્યકુમારીઓ હોય છે. - વાજિંત્રોની જાત તથા સંખ્યા : ૧) શંખ ૨) ઇંગિકા(સીંગડી) ૩) શંખિકા ૪) પેયા ૫) પરિપરિકા ૬) પણ ૭) પટ૭ ૮) ભંભા ૯) હોરંભા ૧૦) ભેરી ૧૧) ઝલ્લરી ૧૨) દુંદુભિ ૧૩) મુરજ ૧૪) મૃદંગ ૧૫) નાંદી મૃદંગ ૧૬) આલિંગ ૧૭) કુસ્તુમ્બ ૧૮) ગોમુખ ૧૯) મરદલ ૨૦) વિપંચી ર૧) વલ્લકી ૨૨) ભ્રામરી ૨૩) પભ્રામરી ૨૪) પરિવાદિની ૨૫) બબ્બીવિશા ર૬) સુઘોષા ૨૭) નંદીઘોષા ૨૮) મહતી ર૯) કચ્છપી ૩૦) ચિત્રવીણા ૩૧) આમોટ ૩૨) ઝંઝા ૩૩) નકુલ ૩૪) તુણી ૩૫) તુંબવીણા ૩૬) મુકુંદ ૩૭) હુડુક્કા ૩૮) ચિકી ૩૯) કરતી ૪૦) ડિડિમ ૪૧) કિણિત ૪૨) કોંબ ૪૩) દર્દક ૪૪) દર્દરિકા ૪૫) કુસુંબર ૪૬) કળશિકા ૪૭) તલ ૪૮) તાલ ૪૯) કાંસ્યતાલ ૫૦) રિગીસિકા પ૧) કરિકા પર) શિશુમારિકા ૫૩) વંશ પ૪) વાલી પ૫) વેણુ પ૬) પરિલી પ૭) બંધુકા વગેરે વાજિંત્રો વગાડનારા દરેકમાં એકસો આઠ હતા. વાજિંત્રોની સમજુતી નીચે મુજબ જાણવી. ૧ શંખ એ ગંભીર સ્વરનું વાજિંત્ર છે, મોટો શંખ સમજવો. ૨ ઇંગિકા(સીંગડી) એ વાજિંત્ર પ્રસિદ્ધ છે. ૩ શંખિકા-નાનો શંખ-એ તીક્ષ્ણ સ્વરનું વાજિંત્ર છે. ૪ પેયા મોટી કાહલા - વાજિંત્ર વિશેષ છે. ૫ પરિપત્રિકા-એ કરોળીઆના પડની જેમ બહારથી ચામડું મઢેલું અને પાછળથી ખાલી એવું મોંઢેથી વગાડાતું વાજિંત્ર, ૬-૭ પણવ તથા પટહ એ બન્ને એક જ જાતિના છે, નાનો તે પણવ અને મોટો તે પટ ગણાય છે. ૮-૯-૧૦ ભંભા, હોરંભા, ભેરી એ ત્રણ વાજિંત્ર એક જ સરખા હોય છે, ઢોલના આકારે હોય છે. ૧૧ ઝલ્લરી ચામડાથી વિંટળાયેલી વિસ્તીર્ણ ગોળ આકારે હોય છે. ૧૨ દુંદુભિ તે ઢોલ આકારે સાંકડે મુખે હોય છે, એ દેવ વાજિંત્ર છે. ૧૩ મુરજ તે મોટો મર્દલ. ૧૪ મૃદંગ તે લઘુ મર્દલ. ૧૫ નાંદી મર્દલ તે એક તરફ સાંકડું મુખ અને બીજી તરફ પહોળું મુખ હોય છે. એને લોકો મૃદંગ કહે છે. ૧૬ આલીંગ મૃદંગ સમાન છે. ૨૦ વિપેચી તે ત્રણ તંતુવાળી વણા સમજવી. ૨૧ વલ્લકી તે સામાન્ય વીણા. શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૮ર. Page #291 -------------------------------------------------------------------------- ________________ 24 પરિવાદિની સાત તંતુવાળી વીણા. 28 મહતી સો તંતુવાળી વીણા, 35 તુંબ વીણા-તંબુરો. 36 મુકુંદ તે મુરજ વિશેષ છે, જે પ્રાય: અતિલીન થવાય તે પ્રમાણે વગાડાય છે. 37. હુડુક્કા એવા નામનું વાજિંત્ર વિશેષ છે. 80 ડિડિમ તે અવસર સૂચવતો પણવ છે. 42 કડબા - કરટિકા, 43 દર્દક પ્રસિદ્ધ છે. 44 નાના દર્દકને દર્દરિકા કહે છે. 47 તલ એ હાથથી વગાડવાનું એક જાતિનું તાલ છે. 54 વાલી એ મુખથી વગાડવાનું તુણવિશેષ વાજિંત્ર છે. પ૭ બંધુક પણ તુણને મળતું વાજિંત્ર મુખથી ફંકીને વગાડવાનું છે. બાકીના ભેદો લોકથી જાણી લેવા. અહીં વધારે નામ ગણાવ્યા છે. છતાં પણ ઓગણપચાસ વાજિંત્રોમાં બધાનો સમાવેશ થઈ જાય છે. જેમકે વંશ (વાંસ)માં વેણુ, વીણા, વાલી, પરલી, બંધુકા વાજિંત્રો સમાવેશ પામે છે. શંખ, શંખિકા, શૃંગી, ખરમુખી, પેયા, પરારિકા એ બધા ગાઢ ફૂંકવાથી વાગનારા વાજિંત્રો છે. પટહ પણવ એ દાંડીથી વગાડવામાં આવે છે. ભંભા, હોરંભા એ બન્ને અફાળતાં વાગે છે. ભેરી, ઝલ્લરી, દુંદુભી તાડના કરતા વાગે છે. મુરજ, મૃદંગ, નાંદી મૃદંગ એ આલાપ કરતાં આંગળીઓથી વાગે છે. આલિંગ, કુડુમ્બ, ગોમુખી, મર્દલ એ જોરથી થપાટ આપતા વાગે છે. વિપંચી, વીણા અને વલ્લકી મૂર્ચ્છના કરતાં વાગે છે. ભ્રામરી, પભ્રામરી, પરિવાદિની એ ત્રણ હલાવતાં વાગે છે. બબ્બીસા, સુઘોષા, નંદિઘોષા, તાર ફેરવવાથી વાગે છે. મહતી, કચ્છપી, ચિત્રવીણા એ તારને કુટતાં વાગે છે. આમોટ, ઝંઝા, નકુલ એ વાજિંત્ર તારને મરડતાં વાગે છે. તુણ, તુંબવીણા એ સ્પર્શ કરતાં વાગે છે. મુકુંદ, હુડુક્કા, ચિચ્ચિકી એ મુઠ્ઠના કરતાં વાગે છે. કરટી, ડિડિમ, કિણિત, કોંબ વગાડતાં વાગે છે. દર્દર, દર્દરી, કુતુંબર, કલશિકા એ મોટી થપાટ આપતાં વાગે છે. રીગિસિકા, લત્તિકા, મકરિકા, શિશુમારિકા એ ઘસવાથી વાગે છે. વંશ, વેણુ, વાલી, પિરીલી, બંધુક એ ફૂંકતા વાગે છે. આ બધા વાજિંત્ર દેવકુમાર અને દેવકુમારીઓ એકી સાથે વગાડે છે અને ગાય છે. બત્રીસ બદ્ધ નાટકોના નામ (1) સ્વસ્તિકને આકારે નાચવું, એમ જ શ્રીવત્સ, નંદાવર્ત, શરાવ સંપુટ (ચત્તા કોડિયા પર ઉંધુ કોડિયું), ભદ્રાસન, કળશ, મત્સ્ય અને દર્પણ આ આકારે નાટક કરવું. એ અષ્ટ માંગલિક પ્રવિભક્તિચિત્ર નામનું નાટક કહે છે. (2) આવર્ત-પ્રત્યાવર્ત-શ્રેણિ-પ્રશ્રેણિ, સ્વસ્તિક, પુષ્યમાણ, વર્ધમાનક, મતસ્યાપ્તક - મકરાણ્ડક - જીરમાર - પુષ્પાવલી - પદ્મપત્ર -સાગરતરંગ, વાસંતી લતા, પદ્મલતાં, પ્રવિભક્તિચિત્ર. (3) ઈહા મૃગ, વૃષભ, તુરગ, નર, મકર, પક્ષી, સર્પ, કિન્નર, રૂરૂ, ચમરી, ચમર, અષ્ટાપદ, કુંજર, વનલતા, પદ્મલતા, પ્રવિભક્તિચિત્ર નામ નાટક. (4) એક તરફ ચક્ર, બીજી તરફ ખડગ, એક તરફ ચક્રવાળા, દ્વિધા ચક્રવાળા, અર્ધચક્રવાળા, પ્રવિભક્તિચિત્રનામ નાટક, (5) ચંદ્ર, સૂર્ય, વલય, તારા, હંસા, એકમુક્તા, હાર, કનકાવતી, રત્નાવલી, અભિનયાત્મક આવલી પ્રવિભક્તિ નામનું નાટક. (6) ચંદ્રોદય તે ચંદ્ર સૂર્યોદય પ્રવિભક્તિ નામ નાટક, (7) ચંદ્રના અને સૂર્ય આગમન પ્રવિભક્તિ નામનું નાટક. (8) ચંદ્ર સૂર્ય અવતરણ પ્રવિભક્તિચિત્ર નામ નાટક, (9) ચંદ્ર અને સૂર્યના અસ્તના આકારના દેખાવરૂપ પ્રવિભક્તિચિત્ર નામ નાટક, (10) ચંદ્ર, સૂર્ય, નાગ, યક્ષ, ભૂત, રાક્ષસ, મહોરગ, ગાંધર્વ, મંડળાકાર પ્રવિભક્તિ નામ નાટક. (11) વૃષભ, સિંહના લલિત, ગજ-અશ્વના વિલસિત, મદોન્મત્ત હાથી-ઘોડાનાં વિલંબિત અભિનય, રૂપ દ્રત વિલંબિત પ્રવિભક્તિચિત્ર. (12) સાગર નાદ પ્રવિભક્તિચિત્ર. (13) નંદા ચંપા પ્રવિભક્તિચિત્ર. (14) મત્સાંડક, મકરાંડક, જારમાર પ્રવિભક્તિચિત્ર. (15) ક ખ ગ ઘ ડ પ્રવિભક્તિચિત્ર (16) ચ છ જ ઝ ન પ્રવિભક્તિચિત્ર. (17) ટ ઠ ડ ઢ ણ, પ્રવિભક્તિચિત્ર. (18) ત થ દ ધ ન પ્રવિભક્તિચિત્ર. (19) પ ફ બ ભ મ પ્રવિભક્તિચિત્ર. (20) અશોક, આંબો, જાંબુ, કોસંબ, પલ્લવ પ્રવિભક્તિચિત્ર. (21) પાનાગ, અશોકવન, ચંપકવન, આમ્રવન, કુંદ, અતિમુક્તલતા, શ્યામલતા પ્રવિભક્તિચિત્ર, (22) કુત, (23) વિલંબિત, (24) વ્રતવિલંબિત પ્રવિભક્તિચિત્ર, (25) અંચિત પ્રવિભક્તિચિત્ર (26) રિભિત પ્રવિભક્તિચિત્ર, (27) અંચિત રિંભિત પ્રવિભક્તિચિત્ર.(૨૮) આરભટ પ્રવિભક્તિચિત્ર, (29) ભસોલ પ્રવિભક્તિચિત્ર, (30) આરભટ ભસોલ પ્રવિભક્તિચિત્ર, (31) ઉત્પાત, નિપાત, પ્રવૃત્ત, સંકુચિત, પ્રસારિત, રેચક, રંચિત, ભ્રાંત, સંભ્રાંત, પ્રવિભક્તિચિત્ર, (32) તીર્થંકરાદિ મહાપુરુષ ચરિતાભિનય નિબદ્ધ પ્રવિભક્તિચિત્ર. એ પ્રકારે બત્રીસબદ્ધ નાટકનાં નામ જાણવાં. આ વાત રાયપરોણીય સુત્રમાં બતાવી છે. શ્રાદ્ધવિધિ પ્રકરણ 283