________________
થતાં નથી. પાંચમાં અંગ (ભગવતી સૂત્ર) ના ઓગણીસમાં શતકના ત્રીજા ઉદ્દેશામાં કહ્યું છે કે – વજય શિલાપર, વજમય પથ્થરથી થોડું પણ પૃથ્વીકાય (કાચું મીઠું વગેરે) એકવીસ વાર પીસવા છતાં પણ એવા કેટલાક જીવો એમાં રહી જાય છે કે જેઓ પથ્થરનો સ્પર્શ પણ પામ્યા નથી. (તથી સચિત્ત છે.)
સો યોજન ( આજની ભાષામાં લગભગ ૮૦૦ થી ૧000 કી.મી.) દૂરથી આવેલા હરડે, ખારેક, કિસમીસ, દ્રાક્ષ, ખજુર, પીંપર, જાયફળ, બદામ, વાવડીંગ, અખરોટ, જરદાળુ, અંજીર (બહુબીજ હોવાથી અભક્ષ્ય તરીકે પરંપરા માન્ય છે.) કાજુ, પિસ્તા, કબાબ ચીની (?) સ્ફટીક જેવા પારદર્શક સફેદ સેંધવ વગેરે, તથા સાંજીખાર, બીડલવણ (ભઠ્ઠીમાં પકાવેલું મીઠું) કૃત્રિમ ખાર (બનાવેલો ખાર) કુંભાર વગેરેએ પરિકર્મ કરેલી માટી વગેરે તથા એલચી, લવિંગ, જાવંત્રી, સુકાવેલી મોથ, કોંકણ વગેરે સ્થળે થતા કેળા, ઉકાળેલા સીંગોડા, સોપારી વગેરે અંગે અચિત્ત તરીકેનો વ્યવહાર થતો દેખાય છે.
શ્રી કલ્પભાષ્યમાં કહ્યું છે કે - ગાડા વગેરેમાં લઇ જવાતું મીઠું વગેરે પોતાના સ્થાનથી જેમ-જેમ દૂર જતું જાય, તેમ તેમ બહુ-બહુતર ક્રમથી વિધ્વસ્ત થતું થતું સો યોજનથી વધુ દૂર જતા સર્વથા વિધ્વસ્ત થાય છે – અચિત્ત થાય છે.
શંકા: કોઇ શસ્ત્ર લાગ્યા વિના માત્ર સો યોજન જવા માત્રથી કેવી રીતે અચિત્ત થઇ જાય?
સમાધાન : જેનો જે ઉત્પતિ પ્રદેશ હોય, તે એ માટે આધારભૂત હોય છે. તેનાથી એ અલગ થવાથી પોતાના આવશ્યક હવા - આહાર-પાણીનો અભાવ થાય છે. તેથી વિનાશ પામતું જાય છે. વળી આ મીઠું વગેરે એક વાસણમાંથી બીજા વાસણમાં ફેરવવાથી અથવા એક વખારમાંથી બીજી વખારમાં ફેરવવાથી તેઓ વિનાશ પામે છે, તેથી એ અચિત્ત થાય છે.
આ સિવાય વાયુથી, અગ્નિથી કે રસોડાના ધુમાડાથી પણ મીઠું વગેરે અચિત્ત થાય છે. અહીં વગેરે શબ્દથી આ બધા પણ સમજી લેવાના - હરતાલ, મનશિલ, પીપર, ખજુર, દ્રાક્ષ, હરડે ( આ બધા પણ સો યોજન દૂરથી આવવા વગેરે કારણોથી અચિત્ત થાય છે.) પરંતુ એમાંથી કેટલાક અચિત્ત તરીકે આશીર્ણ - ગ્રાહ્ય બને છે, (આશીર્ણ-અચિત્ત તરીકે ઉપયોગમાં લઇ શકાય એવી પૂર્વ પરંપરા હોય, તે આશીર્ણ. એવી પરંપરા ન હોય, તે અનાચીર્ણ) કેટલાક ગ્રાહ્ય બનતા નથી. (અનાચીર્ણ છે.) તેમાં પીંપર, હરડે વગેરે આશીર્ણ હોવાથી ગ્રાહ્ય છે. ખજૂર, દ્રાક્ષ વગેરે અનાચીર્ણ હોવાથી ગ્રહણ થતાં નથી.
મીઠું વગેરે ગાડામાં કે બળદ વગેરેની પીઠ પર લાદીને વહન કરાય છે ત્યારે વારંવાર ચઢાવવાઉતારવાથી, તથા તે ગાડામાં મીઠાની ગુણી વગેરે પર મનુષ્યો બેસે એટલે એમના શરીરની ગરમીથી કે જે બળદ વગેરે પર ચઢાવી હોય, એ બળદ વગેરેના પીઠ વગેરે અંગોની ગરમીથી કેટલાક જીવો પરિણમી જાય છે - ચ્યવી જાય છે. વળી જેના માટે જે જમીન વગેરે આહાર સ્થાન હોય, તેથી અલગ થવાથી આહારનો અભાવ થવાથી પણ તે જીવોને ઉપક્રમ લાગે છે ને પરિણમી જાય છે.
વળી ઉપક્રમ = શસ્ત્ર ત્રણ પ્રકારે છે. (૧) સ્વકાય (૨) પરકાય (૩) ઉભયકાય. આમાં મીઠા પાણી માટે ખારું પાણી શસ્ત્ર બને વગેરે સ્વકાયશસ્ત્ર કહેવાય. (નદી વગેરેના મીઠા પાણીમાં કુવાં વગેરેનું ખારું પાણી ભળે, તો બંને પરસ્પર માટે જે શસ્ત્ર બને, તે સ્વકાયશસ્ત્ર કહેવાય.) એ જ રીતે કાળી માટી માટે
શ્રાદ્ધવિધિ પ્રકરણ