________________
સફાઇ, પ્રમાર્જન- શુદ્ધિકરણ કરીશ, ને ભવ્ય રીતે શણગારીશ. (૧૧) દર વર્ષે અથવા વર્ષમાં અમુકવાર અંગલુંછણા, દીવા, દીવા માટેનું ઘી (કે તેલ), ચંદન-સુખડનું લાકડું દેરાસરમાં અર્પણ કરીશ. (૧૨) ઉપાશ્રયમાં અમુક સંખ્યામાં મુહપત્તિ, નવકારવાળી, દંડાસણ, ચરવળા અથવા એમાટે જરૂરી વસ્ત્ર, સૂતર, ઉન વગેરે તથા કાંબળી(શાલ) વગેરે રાખીશ. (૧૩) વર્ષાકાળમાં શ્રાવકવગેરેને બેસવા માટે પાટ, પાટલા વગેરે કરાવીશ. (૧૪) દરવર્ષે ઓછામાં ઓછું સૂતરની માળા વગેરે અર્પણ દ્વારા અમુકવાર સંઘપૂજન કરીશ અને સ્વામીવાત્સલ્ય વગેરે કરીશ. (૧૫) રોજ હું અમુક લોગસ્સનો કાઉસગ્ગ કરીશ કે રોજ ઓછામાં ઓછી ત્રણસો કે તેથી વધુ ગાથાનો સ્વાધ્યાય કરીશ. (૧૬) રોજ ઓછામાં ઓછી નવકારશી વગેરે અને સાંજે ચૌવિહાર કે તિવિહારનું પચ્ચકખાણ કરીશ. (૧૭) સવાર-સાંજ પ્રતિકમણ કરીશ... ઇત્યાદિ ઘણા નિયમો લઇ શકાય.
- સચિત્ત - અચિત્તનો વ્યવહાર આમ સમ્યકત્વ વ્રત લીધા પછી યથાશક્તિ બાર વ્રત લેવાના છે. એમાં સાતમાં ભોગોપભોગ વિરમણ વ્રતમાં સચિત્ત, અચિત્ત અને મિશ્ર અંગે બરાબર જાણકારી મેળવી લેવી. પ્રાય: બધા ધાન્ય, ધાણા, જીરું, અજમો, વરિયાળી, સુવા, રાઇ, ખસખસ વગેરે બધા પ્રકારના દાણાઓ, બધા પ્રકારના ફળ અને પાંદડાઓ, મીઠું, ખારો, લાલ સિંધવ, સંચળ વગેરે કુદરતી ક્ષારો, માટી, ખડી, ચમચી, લીલા દાંતણ વગેરે અંગે સચિત્તનો વ્યવહાર કરવો.
પાણીમાં પલાળેલા ચણા, ઘઉં વગેરે દાણાઓ તથા ચણા, મગ વગેરેની દાળ પણ પાણીમાં પલાળેલી હોય તો પણ કો’કમાં ક્યારેક બીજ અક્ષત રહી જવાથી તે મિશ્ર સમજવા. (તથી જ ઘણી વાર ફણગા ફૂટેલા જોવા મળે છે.) એ જ રીતે પહેલા મીઠું પાયા વિનાના કે બાફ દીધા વિનાના કે રેતીમાં તપાવ્યા વિના શેકેલા ચણા, ઘઉં, જુવાર વગેરે ધાન્યો તથા ખાર આપ્યા વિનાના ફક્ત શેકેલા તલ, ચોળા (લીલા ચણા) પોંક, શેકેલી ફળી, પાપડી વગેરે, ચલે ચઢાવ્યા વિના માત્ર રાઈ-મરી (કે મરચા)નો વઘાર કરવા જેટલો જ સંસ્કાર કરાયેલા ચીભડા વગેરે તથા જેમાં અંદર સચિત્ત બીજો છે તેવા બધા પાકેલા ફળો આ બધામાં મિશ્રનો (સચિત્ત અચિત્ત મિશ્રનો) વ્યવહાર કરવો.
જે દિવસે તલની કટ્ટી (તલ પાપડી) બનાવી હોય. તે દિવસે મિશ્ર છે. જો એમાં અન્ન-લોટ વગેરે નાખ્યા હોય, તો એક મુહુર્ત (૪૮ મીનીટ) પછી અચિત્ત થાય છે. દક્ષિણ માલવ વગેરે ક્ષેત્રોમાં ઘણો ગોળ ભેળવવામાં આવે છે. તેથી તે જ દિવસે પણ અચિત્ત તરીકે વ્યવહાર કરાય છે.
ઝાડપરથી તાજા જ લીધેલા ગુંદર, લાખ, છાલ વગેરે તથા તત્કાળમાં જ કાઢેલો નાળિયેર, લીંબુ, લીંબડો, કેરી, શેરડી વગેરેનો રસ, તાજું જ-હમણાં જ કાઢેલું તલ વગેરેનું તેલ, તત્કાળમાં જ ભાંગી બીજ વિનાના કરાયેલા નારિયેળ, સીંગોડા, સોપારી વગેરે, બીજ વિનાના કરાયેલા પાકા ફળો, દૃઢ પીસીને કણ વિનાના કરાયેલા જીરું - અજમો વગેરે અડતાલીસ મિનીટ સુધી મિશ્ર, તે પછી અચિત્ત ગણાય છે. આ જ રીતે પ્રબળ અગ્નિ સંયોગ વિના જે અચિત્ત કરાય, તે અડતાલીસ મિનીટ સુધી મિશ્ર અને પછી અચિત્ત ગણાય છે.
જેમ કાચું પાણી ત્રણ ઉછાળા આવે એ રીતે અગ્નિમાં બરાબર તપ્યા વિના અચિત્ત નથી ગણાતું, તેમ કાચા ફળો, કાચા ધાન્યો, ગાઢ પીસાયેલું પણ મીઠું પ્રાય: અગ્નિ વગેરે પ્રબળ શસ્ત્ર વિના અચિત્ત ૨૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ
:
-