________________
તો પણ નિયમભંગ વગેરે દોષ લાગે છે. (તથી સંશયનું અવશ્ય નિરાકરણ કરી પછી એ મુજબ વર્તવું.)
ગાઢ બીમારી, ભૂતપ્રવેશ આદિ દોષોની પરવશતાના કારણે કે સાપ ડસી ગયો વગેરે અસમાધિના અવસરે જાણીને પણ તપ કરી શકે નહીં, તો પણ ‘સર્વસમાધિ’ સંબંધી ચોથો આગાર હોવાથી જ નિયમભંગનો દોષ લાગતો નથી. આ રીતે દરેક નિયમ અંગે વિચારી શકાય. કહ્યું જ છે કેવ્રતના ભંગમાં મોટો દોષ છે. નાના પણ નિયમનું બરાબર પાલન ગુણકારી બને છે. આ રીતે ગુરુલાઘવ (લાભાલાભ)નો વિચાર કરવો જોઇએ. તેથી જ ધર્મમાં આગારો બતાવ્યા છે. તેથી નિયમ તો લેવા જ. કેમકે નિયમો મોટા ફળ આપનારા બને છે.
નિયમ લેવાઅંગે કમળશેઠનું દષ્ટાન્તા કમળશ્રેષ્ઠીએ પિતાના આગ્રહથી અને પરિચિત થયેલા મુનિના કહેવાથી માત્ર કૌતુક ખાતર જ ‘બાજુમાં રહેલા કુંભારની ટાલ જોયા વિના ખાઇશ નહીં' એવો નિયમ લીધો હતો. એક વાર સવારથી જંગલમાં ગયેલા કુંભારની ટાલ જોવા કમળશ્રેષ્ઠી પણ જંગલમાં ગયા. ત્યાં કુંભારને મળેલા સોનાના ચરુમાં કુંભારે આ શેઠને જોઇ ડરીને અડધા ભાગની વાત કરી. શેઠે વાત સ્વીકારી. આમ આવા મજાક માટે લીધેલા નિયમના પણ પાલનથી કમળ શેઠને ઘણા દ્રવ્યનો લાભ થયો. તો પુણ્યમાટે લીધેલા નિયમના ફળઅંગે તો કહેવું જ શું? તેથી જ કહેવાય છે કે – પુણ્યના ઇચ્છુકે જે તે પણ નિયમ અવશ્ય લેવો. લીધેલો નાનો નિયમ પણ કમળ શેઠની જેમ મોટા લાભ માટે થાય છે. આ રીતે પરિગ્રહ પરિમાણના લીધેલા નિયમમાં દ્રઢ રહેલા રત્નસારકુમારની કથા આવે છે, તે આગળ બતાવાશે. આમ લાભ, અભ્યાસ વગેરે ઘણા કારણો હોવાથી નિયમો અવશ્ય લેવા.
સમ્યકત્વ સંબંધી નિયમો એમાં સૌ પ્રથમ મિથ્યાત્વનો ત્યાગ કરી સમ્યક્ત સ્વીકારવું જોઇએ. (આ સમ્યકત્વની શુદ્ધિ, વૃદ્ધિ, સ્થિરતા માટે કેટલાક નિયમો બતાવે છે.) (૧) રોજ યથાશક્તિ ત્રણ વાર , બે વાર કે એક વાર જિનપૂજા, જિનદર્શન, સંપૂર્ણ દેવવંદન અથવા ચૈત્યવંદન કરીશ. (૨) જો ગુરુ ભગવંતને વંદન થઇ શકે એવી પરિસ્થિતિ હોય તો રોજ ગુરુને મોટું કે નાનું વંદન કરીશ. (જેમાં વાંદણા વગેરે આવે એ દ્વાદશાવર્ત વંદન મોટું કહેવાય, ને બે ખમાસમણા, ઇચ્છકાર, અળ્યુટ્ટિયો વગેરેવાળું વંદન નાનું કહેવાય.) ગુરુભગવંતને સાક્ષાત વંદન થઇ શકે એવું શક્ય ન હોય, ત્યારે તેમનું નામ લઇ ભાવથી વંદન કરવું. (૩) રોજ અથવા ચોમાસામાં રોજ અથવા પાંચ તિથિ વગેરે દિવસોએ અષ્ટપ્રકારી પૂજા કરીશ. (૪) નવા અન્ન, પકવાન, ફળ વગેરે ઘરે આવે, તો પહેલા એ દેરાસરમાં ભગવાનને ચઢાવી પછી જ મારા ઉપયોગમાં લઇશ – માવજીવ માટે આ નિયમ. (૫) રોજ દેરાસરમાં નૈવેદ્ય, સોપારી(ફળ), ચઢાવીશ. (૬) રોજ, ત્રણ ચૌમાસીએ, સંવત્સરીએ અથવા ઉત્સવ વગેરે વખતે દેરાસરમાં અષ્ટમંગળ ચઢાવીશ. (૭) રોજ અથવા પર્વ દિવસે અથવા સમગ્ર વર્ષમાં અમુકવાર ફળ વગેરે ખાદ્ય ને મુખવાસ વગેરે સ્વાસ્થઆદિ બધી વસ્તુઓ ભગવાનને ચઢાવીને તથા ગુરુ ભગવંતને વહોરાવીને ભોજન કરીશ. (૮) દર મહિને અથવા દર વર્ષે મહાધ્વજ (મોટી ધજા) દેરાસરને અર્પણ કરવા વગેરે મોટા ઠાઠમાઠથી – વિસ્તારથી સ્નાત્રપૂજા કરાવીશ, મહાપૂજા કરાવીશ. (૯) એ રીતે જ અમુક વાર રાત્રી જાગરણ કરીશ. (૧૦) રોજ અથવા વર્ષાકાળ વગેરેમાં અમુકવાર દેરાસર-ઉપાશ્રય શ્રાદ્ધવિધિ પ્રકરણ
૨૩