________________
વચનનો યોગ મળ્યો વગેરે વિરતિમાં કારણભૂત ગણાય તેવી ઘણી બાબત હોવા છતાં તીવ્ર અવિરતિના ઉદયના કારણે કાગડાના માંસનો ત્યાગ જેવા પણ નિયમ કરી શક્યા નહીં. વિરતિથી અવિરતિને જીતી શકાય. (નાના મોટા નિયમ લેતા રહેવાથી અવિરતિમાં કારણભૂત કર્મ વગેરેને તોડી શકાય છે.) વિરતિ સહજ નથી આવતી, વારંવારના અભ્યાસથી સિદ્ધ થાય છે. અભ્યાસથી જ દરેક કાર્યમાં કુશળતા આવે છે.' આ વાત લેખન, વાંચન, ગણિત, ગાન, નૃત્ય વગેરે કળા વિજ્ઞાનો અંગે બધાને જ અનુભવ સિદ્ધ છે. કહ્યું જ છે કે – અભ્યાસથી જ બધી ક્રિયાઓ, કળાઓ, ધ્યાન અને મૌન વગેરે આત્મસાત થાય છે. ખરેખર અભ્યાસ માટે શું દુષ્કર છે?
વારંવાર વિરતિના પરિણામનો અભ્યાસ થાય, તો પરલોકમાં પણ એ પરિણામ આવે છે. કહ્યું જ છે કે – જીવ આ ભવમાં જે ગુણ કે દોષનો અભ્યાસ કરે છે, તે અભ્યાસના યોગથી તે ગુણ કે દોષ પરલોકમાં પણ પામે છે. આમ વિરતિના અભ્યાસ માટે પણ વિવેકીએ બાર વ્રતને સંલગ્ન નિયમો ઇચ્છા મુજબ લેવા જોઇએ.
નિયમમાં દોષ - અતિચાર અંગે. અહીં (ગુરુએ) શ્રાવક-શ્રાવિકાને યોગ્ય ઇચ્છાપરિમાણ અંગે વિસ્તારથી સમજાવવું જોઇએ, કે જેથી એ જાણીને પછી નિયમો લેવામાં પાછળથી નિયમભંગ વગેરે દોષો લાગે નહીં. વિવેકીએ નિયમ પણ વિચારપૂર્વક એવી રીતે લેવા કે જેથી તે પાળવા શક્ય બને. (અજાણતા નિયમ ભંગ થઇ જાય તો? એવો ડર રાખવો નહીં, કેમકે) બધા જ નિયમોમાં અનાભોગ(અજાણતા) સહસા (અચાનક) મહત્તર (વડીલોનો આગ્રહ) સર્વ સમાધિ (સમાધિ ટકાવવી) આ ચાર સબંધી ચાર આગાર (કે જેથી નિયમ ભાંગ નહીં) હોય જ છે. તેથી કદાચ અનાભોગ આદિથી નિયમ કરતા વધુ વસ્તુ ગ્રહણ આદિ થઇ પણ જાય, તો પણ નિયમભંગ થતો નથી, માત્ર અતિચાર જ લાગે છે. હા, જો “મને આટલાનો જ નિયમ છે' ઇત્યાદિ જાણવા છતાં અંશમાત્ર પણ વધુ લઇ લેવું ઇત્યાદિરૂપે જાણીને દોષ લગાડે, તો નિયમભંગ થાય છે. સમજું - વિવેકી માણસ પણ દુષ્ટ કર્મોની પરાધીનતાથી આ રીતે નિયમભંગ કરી નાખે તે સંભવે છે. છતાં પણ વિવેકીએ (એ ભંગનું પ્રાયશ્ચિત લઇ લેવું) અને નિયમ તો આગળ પાળવો જ.
જેમકે પાંચમ, ચૌદસ વગેરે તીથિના દિવસોએ તપ કરવાનો નિયમ લીધો હોય અને આજે “એ તિથિ નથી-બીજી તિથિ છે” એવી ભ્રમણા વગેરેથી કાચું પાણી પીવાય જાય કે પાન મોંમાં મુકાઇ જાય વગેરે થાય ને અચાનક યાદ આવે કે “અરે! આજે તો પાંચમ છે... મારે તપનો દિવસ છે? તો જેવો આ
ખ્યાલ આવે કે તરત મોંમાં મુકેલું પણ પેટમાં ન ઉતારતા બહાર કાઢી નાખે, અને ઉકાળેલા પાણીથી મોં ચોખ્ખું કરી જે તપ કરવાનો હોય, તે તપ જ હોય, એ રીતે રહે. કદાચ તે દિવસે ભ્રમથી બીજી તિથિ માની જમી લીધું હોય, તો બીજે જ દિવસે દંડ માટે એ તપ કરે ને તપ આગળ વધારી આપે. આમ કરવાથી એને માત્ર અતિચાર લાગે છે પણ નિયમમાં ભંગ થતો નથી. પણ જો આજે તપ કરવાનો દિવસ છે એ જાણવા છતાં કણમાત્ર પણ વાપરે, તો નિયમ ભંગ થાય, - જાણી જોઇને કરેલો આ ભંગ (મોટી આશાતના - અવહેલનાનો હેતુ બનવાથી) નરક આદિ ગતિમાં કારણ બને છે.
આજે કઇ તિથિ છે એ અંગે કે આ વસ્તુ કથ્ય છે કે અકથ્ય એ અંગે સંશય હોય, છતાં ચોકસાઇ કર્યા વિના તપ ન કરે કે એ વસ્તુ વાપરી જાય, તો ખરેખર તપની તિથિ ન હોય અને વસ્તુ કટ્ય હોય
શ્રાદ્ધવિધિ પ્રકરણ
૨૨.