________________
ઉઠીને બીજું શું શું કરવું? (સવારે ઉઠ્યા પછી શું કરવું એ વાત ચાલે છે, એમાં આગળ બતાવે છે) પોતાને ખરજવું થયું હોય, તો સવારે થંક એના પર ઘસવું અને અંગો મજબૂત થાય એ માટે બે હાથેથી વ્રજીકરણ કરવું. (એક પ્રકારે અંગ દબાવવાની ક્રિયા). સવારે પુરુષે પોતાનો જમણો હાથ જોવો અને સ્ત્રીએ પોતાનો ડાબો હાથ (હથેલી) જોવો.હથેલી પોતાના પુણ્ય અંગે પ્રકાશ પાથરે છે. (આનું તાત્પર્ય એ હોઇ શકે કે એ વખતે એ રીતે હથેલી જોવાથી પુણ્ય વધે. અથવા પોતાનું કેટલું પુણ્ય છે એ જાણવાથી એ મુજબ જ પરિશ્રમ કરવાનું મન થાય ને નિષ્ફળતામાં સ્વસ્થતા રહે કે મારો હાથ મારું આટલું જ પુણ્ય બતાવે છે.) માતા, પિતા વગેરે વડીલોને જે નમસ્કાર કરે છે, તેને તીર્થયાત્રાનું ફળ મળે છે. તેથી દરરોજ એ રીતે વંદન કરવા. જેઓ વૃદ્ધ પુરુષોની સેવા કરતા નથી, તેથી ધર્મ અને જે રાજાની સેવા કરતો નથી, તેનાથી અર્થ – સંપત્તિ દૂર રહે છે.
વિરતિ – પચ્ચકખાણના લાભ પ્રતિક્રમણ કરનારે પચ્ચખાણ કર્યા પહેલા ચૌદ નિયમ ધારવા જોઇએ. તેમ જ જે પ્રતિક્રમણ ન કરતો હોય, તેણે પણ સૂર્યોદયથી પહેલા ચૌદ નિયમ ગ્રહણ કરવા. શક્તિપ્રમાણે એકાસણ, બિયાસણ આદિ પચ્ચકખાણ કરતી વખતે ચૌદ નિયમ અંતર્ગત જે પ્રમાણે સચિત્ત, દ્રવ્ય, વિગઇ વગેરે અંગે નિયમ ધાર્યા હોય, તેના ઉચ્ચારપૂર્વક દેશાવગાસિકનું પચ્ચખાણ પણ લેવું. (નવકારશી વગેરે ને ચૌદ નિયમની વાત આવી. એટલે એ વ્રતધારી શ્રાવકને સંભવતું હોવાથી ગ્રંથકાર કહે છે...) વિવેકી પુરુષે પહેલેથી જ સદ્ગુરુ પાસે સમ્યક્ત મૂળ બાર વતમય શ્રાવકધર્મ યથાશક્તિ સ્વીકારવો જોઇએ. શ્રાવકધર્મ સ્વીકારનારને સર્વવિરતિ (સંયમ) ગ્રહણ કરવાનો સંભવ છે. (એટલે કે બાર વ્રત ધારીને પાંચ મહાવ્રતમય ચારિત્ર લેવાની સંભાવના વધી શકે છે.) આમ બાર વ્રત લેવાનો આ વિશેષ લાભ છે.
વળી વ્રત નહીં સ્વીકારનારને – અવિરતિધરને તો નિગોદના જીવોની જેમ તે-તે પાપ અંગે મનવચન-કાયાની પ્રવૃત્તિ ન હોય તો પણ બહુ કર્મબંધ થયા કરે છે. (નિગોદનો જીવ કયું પાપ કરે છે? કે કરી શકે છે? છતાં એને એ બધા પાપના પચ્ચકખાણ ન હોવાથી પાપ લાગ્યા કરે છે. આ જ વાત અવિરતિધર માણસને પણ લાગુ પડે છે.) આમ અવિરતિનો બહુ મોટો દોષ છે અને વિરતિનો ઘણો લાભ છે. તેથી જ કહ્યું છે – જે ભવ્ય ભાવિક જીવે એકદમ અલ્પ પણ વિરતિ કરી હોય, તેની સ્વયં કોઇ વિરતિમાં નહી આવી શકતા દેવો સ્પૃહા (ઇર્ષા) કરે છે. એકેન્દ્રિય જીવો આપણી જેમ કોળિયાં મોંમાં મુકી શકતા નથી. (કવલાહાર કરી શકતા નથી). છતાં પણ તેઓને ઉપવાસનું પુણ્ય જે મળતું નથી, તેમાં તેમની અવિરતિ કારણભૂત છે. જીવો મન-વચન-કાયાથી પાપ કરતાં ન હોવા છતાં એકેન્દ્રિયપણામાં જે અનંતકાળ રહે છે, તે તેઓની અવિરતિના કારણે છે. તિર્યંચો ચાબુક, અંકુશ, આર ઘોંચાવો, વહન, બંધન, મરણ, વગેરે જે સેંકડો કષ્ટ સહન કરે છે, તે જો માનવ ભવમાં નિયમમાં આવ્યા હોત, તો સહન કરવા નહીં પડત. (એટલે કે માનવભવમાં નિયમો વગેરે નહીં કરવાથી પશુ થયેલા તેઓને અનિચ્છાએ પણ આકરું કષ્ટ સહન કરવું પડે છે.)
વિરતિના અભ્યાસ માટે નિયમો અવિરતિનો ઉદય હોય તો ગુરુના ઉપદેશ વગેરેનો સંયોગ થવા છતાં દેવોની જેમ જરા પણ વિરતિનો સ્વીકાર થતો નથી. તેથી જ શ્રેણિક મહારાજને ક્ષાયિક સમ્યકત્વ હતું ને શ્રી વીર પ્રભુના શ્રાદ્ધવિધિ પ્રકરણ