________________
ફળ આપે છે. નહિંતર (અવિધિ થાય તો) ઓછું ફળ આપે છે.
અવિધિમાં અલ્પલાભ અંગે દષ્ટાંત સંભળાય જ છે કે – બે પુરુષો દ્રવ્યની ઇચ્છાથી દેશાંતર ગયા. ત્યાં એક સિદ્ધપુરુષની ખુબ ઉપાસના કરી. તેથી પ્રસન્ન થયેલા એ સિદ્ધપુરુષે બંનેને તુંબીફળના બીજો આપ્યા. આ બીજો પ્રભાવવાળા હતા. પછી એનો પ્રભાવ મેળવવા સાચો આમ્નાય (આરાધવાની વિધિ) બતાવ્યો, કે સો વાર ખેડાયેલા ખેતરમાં તડકો ન હોય ત્યારે પોતે કહેલા નક્ષત્ર અને વાર (દિવસ) હોય ત્યારે જ એ બીજ વાવવા. એમાંથી વેલડી બને, ત્યારે કેટલાક બીજોનો સંગ્રહ કરી લઇ એ વેલડીને પાંદડા, ફુલ અને ફળ સાથે ત્યાં એ જ ખેતરમાં બાળી નાખવી. એની જે રાખ થાય, એમાંથી એક ગદીઆણ (તોલા જેવું માપ) જેટલી રાખ ચોસઠ ગદીઆણ જેટલા તાંબા પર નાખવાથી એ તાંબુ શ્રેષ્ઠ સોનું બની જશે. આ રીતે એ સિદ્ધપુરુષ પાસેથી આમ્નાય શીખી બંને ઘરે પાછા ફર્યા. એમાંથી એકે બરાબર વિધિ મુજબ કર્યું. તેથી એ શ્રેષ્ઠ સોનું પામ્યો. બીજાએ ઓછી વિધિ કરી. તેથી એ ચાંદી પામ્યો. આમ સર્વત્ર વિધિ શ્રેષ્ઠ છે. તેથી સાચી વિધિ જાણી લેવી જોઇએ અને પોતાની પૂરી શક્તિથી વિધિ મુજબ જ કરવું જોઇએ.
તથા પૂજા વગેરે બધી પવિત્ર ક્રિયાના અંતે હંમેશા અવિધિ-આશાતના અંગે મિચ્છા મિ દુક્કડમ્ દેવું. (વિધિની ચીવટ રાખવા છતાં અનાભોગાદિથી પણ અવિધિ થઇ જાય, તો આથી દોષ ટળી જાય.)
અંગ-અગ્ર-ભાવ આ ત્રણે પૂજાના ફળ આ બતાવ્યાં છે. પહેલી (અંગપૂજા) વિદનોપશામિકા નામની છે. તે વિઘ્નોને શાંત કરે છે. બીજી (અગ્રપૂજા) અભ્યદય પ્રસાધન તરીકે ઓળખાય છે, કેમકે તે અભ્યદય કરનારી છે. ત્રીજી (ભાવપૂજા) નિવૃત્તિકારિણી કહેવાય છે, કેમકે તે (નિવૃત્તિ-નિર્વાણ) ની સાધિકા છે. આમ ત્રણે પૂજા નામ તેવા ગુણવાળી છે.
પ્રસ્તતમાં પૂર્વે કહેવાયેલી અંગપૂજા અને અગ્રપૂજા આ બંને તથા દેરાસર, પ્રતિમા નિર્માણ કરાવવી, યાત્રા કરવી વગેરે બધું દ્રવ્યસ્તવ છે. કહ્યું જ છે – સૂત્રમાં કહેલી વિધિથી દેરાસર નિર્માણ પ્રતિમા સ્થાપન, યાત્રા, પૂજા વગેરે જે કરાય છે, તે દ્રવ્યસ્તવ સમજવું, કારણકે તે ભાવસ્તવનું કારણ છે. જો કે આ દ્રવ્યપૂજા હંમેશા સંપૂર્ણ રીતે કરવી શક્ય ન પણ બને. તો પણ અક્ષત, દીવો વગેરે કરવા દ્વારા પણ એ શક્ય એટલી કરવી. જેમ સમુદ્રમાં નાંખેલું પાણીનું એક ટીપું પણ અક્ષયપણાને પામે છે, એમ વીતરાગોની (જિનેશ્વરની) પૂજા પણ અક્ષયપણાને પામે છે. આ (દ્રવ્યપૂજા) બીજ છે. એના કારણે બધા જીવ સંસારરૂપી વનમાં દુ:ખ પામતા નથી, પણ અત્યંત શ્રેષ્ઠ ભોગો ભોગવી છેલ્લે મોક્ષ પામે છે. પૂજાથી મનને શાંતિ મળે છે. મનની શાંતિથી ઉત્તમ ધ્યાન પ્રાપ્ત થાય છે. શુભ ધ્યાનથી મોક્ષ પ્રાપ્ત થાય છે અને મોક્ષમાં નિરાબાધ સુખ છે.
(૧) ફલ વગેરેથી પૂજા (૨) ભગવાનની આજ્ઞાનું પાલન (૩) દેવદ્રવ્યનું રક્ષણ (૪) જિનેન્દ્ર ભક્તિ મહોત્સવ અને (૫) તીર્થયાત્રા આમ પાંચ પ્રકારે ભગવાનની ભક્તિ થાય છે.
અનાભોગ દ્રવ્યસ્તવ પણ હિતકર દ્રવ્યસ્તવ આભોગ અને અનાભોગ એમ બે રીતે થાય છે. કહ્યું જ છે કે – ભગવાનના ગુણો જાણીને ભગવાનની પૂજા – ભક્તિના ભાવથી યુક્ત થઇ ઉત્તમ વિધિપૂર્વક આદરથી સારભૂત થાય એ ૬૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ