________________
અવિધિથી કરવામાં પ્રાયશ્ચિત પણ બતાવ્યું છે. મહાનિશીથસૂત્રના સાતમાં અધ્યયનમાં સૂત્ર છે- જે અવિધિથી ચૈત્ય આદિને વંદે, તેને પ્રાયશ્ચિત આપવું જોઇએ; કેમકે અવિધિથી ચૈત્યવંદનાદિ કરનારો બીજાને અશ્રદ્ધા ઊભી કરાવે છે. દેવતા, વિદ્યા કે મંત્ર વગેરે પણ વિધિપૂર્વક આરાધાય, તો જ સિદ્ધિ આપનારા બને છે. અવિધિ કરનારને તો શીધ્ર અનર્થ કરનારા પણ બની શકે.
વિધિથી યક્ષ આરાધક ચિત્રકાર પુત્ર કથા અહીં વિધિથી યક્ષને આરાધનારા ચિત્રકારની કથા કહે છે.
અયોધ્યાનગરમાં “સરપ્રિય” નામનો યક્ષ હતો. આ યક્ષ દરવર્ષે એની યાત્રાના દિવસે જે ચિત્રકાર ચિત્રકામ કરે, તેને મારી નાખતો હતો. અને જો યક્ષનું ચિત્રકામ થાય નહીં , તો નગરના લોકોને હણતો હતો. તેથી ચિત્રકારો એ નગર છોડી ભાગવા માંડ્યા. ત્યારે રાજાએ તેઓને પરસ્પરના સાક્ષી બનાવી એક સાંકળરૂપે બાંધ્યા. (‘આ ભાગી જાય, તો આની જવાબદારી’ એ રીતે નગરથી ભાગતા અટકાવ્યા.) બધા ચિત્રકારોના નામની જુદી જુદી ચીઠ્ઠી બનાવી. એ બધી ચીઠ્ઠી એક ઘડામાં નાખી. જે વર્ષે જેની ચીટ્ટી નીકળે, એની પાસે યક્ષનું ચિત્રકામ કરાવાતું.
એક વખત વૃદ્ધાના પુત્રનું નામ નીકળ્યું. તેથી પેલી વૃદ્ધા રોવા માંડી. તે વખતે કોસાંબીથી કેટલાક દિવસ પહેલા જ આવેલા અને એના ઘરે રહેલા એક ચિત્રકારપુત્રે વૃદ્ધાને રોવાનું કારણ પૂછ્યું. વૃદ્ધાએ બધી વાત કરી. ત્યારે આ ચિત્રકારપુત્રે વિચાર્યું - ચોક્કસ આ લોકો આનું અવિધિથી ચિત્રકામ કરે છે. આમ વિચારી એણે વૃદ્ધાને દઢતાથી કહ્યું - એ યક્ષને હું જ ચિતરીશ. પછી એણે છઠ્ઠનો તપ કર્યો. શરીર, વસ્ત્રો, રંગ, પીંછી વગેરે પવિત્ર કર્યા. નાકપર આઠ પડવાળો મુખકોશ બાંધ્યો. ઇત્યાદિ બધી વિધિઓ સાચવી એ ચિત્રકાર પુત્રે યક્ષને ચિતર્યો. પછી એ યક્ષના બંને પગે પડી ક્ષમા પણ માંગી.
તેથી એ યક્ષ પ્રસન્ન થયો. વરદાન માંગવા કહ્યું, ત્યારે ચિત્રકાર પુત્રે- હવે કોઇને મારવા નહીં એમ કહ્યું. યક્ષે એ માન્ય રાખી ફરી વરદાન માંગવા કહ્યું. ત્યારે એણે કહ્યું - હું કોઇનો અંશ પણ જોઉં, તો તેનું જેવું હોય તેવું રૂપ ચિતરી શકું એવી શક્તિ આપો. યક્ષે આપી.
આ ચિત્રકારપુત્રે કોશાબીના રાજાની ચિત્રસભામાં પરદા પાછળ રહેલી મૃગાવતી રાણીનો અંગુઠો જોઇ એનું જ આબેહુબ ચિત્ર દોર્યું. એ ચિત્રમાં રાણીની જાંઘપર જે તિલક હતું, તે પણ દોર્યું. આ જોઇ રાજાને એના ચરિત્ર પર શંકા પડી. તેથી એને મારી નાખવાની આજ્ઞા કરી. ત્યારે બીજા બધા ચિત્રકારોએ એને યક્ષ તરફથી મળેલા વરદાનની વાત કરી એની નિર્દોષતા બતાવી. છતાં રાજાની શંકા ગઇ નહીં. તેથી રાજાએ એને મુન્જાનું મોં બતાવ્યું. એણે એ આધારે કુબ્બા જેવી હતી, એવું જ ચિત્ર દોર્યું. છતાં રાજાનો ગુસ્સો પૂરેપૂરો શાંત થયો નહીં, તેથી એનો જમણો હાથ કપાવી નાખ્યો.
એ ચિત્રકારપુત્ર ફરી યક્ષ પાસે ગયો. એણે વરદાન આપ્યું - તું એ જ કાર્ય ડાબા હાથે કરી શકશે. પછી એ ચિત્રકારપુત્રે વેર વાળવા ડાબા હાથે મૃગાવતીનું ચિત્ર દોરી ચંડપ્રદ્યોત રાજાને બતાવ્યું. તેથી મૃગાવતી પર આસક્ત થયેલા ચંડપ્રદ્યોતે કોસાંબી નરેશપર “મૃગાવતીને મોકલો” એવો સંદેશો દૂત દ્વારા મોકલ્યો. કોસાંબી નરેશ શતાનીકે એ દૂતનું અપમાન કરી કાઢી મુક્યો. તેથી ચંડપ્રદ્યોતે કોશાબીને ઘેરી લીધું. તેથી ગભરાયેલા શતાનીકનું મોત થયું. શ્રાદ્ધવિધિ પ્રકરણ