________________
કે વિનાશ પામતા દેરાસરની ઉપેક્ષા સાધુએ પણ સર્વથા કરવી જોઇએ નહીં. (તો શ્રાવક તો કેવી રીતે ઉપેક્ષા કરી શકે?) ગરીબ શ્રાવક માટે વિધિ
દેરાસ૨માં જવું, પૂજા કરવી, સ્નાત્ર કરવું, વગેરે આ બધી વિધિ સમૃદ્ધ શ્રાવકને આશ્રયીને કહી, કેમકે તે જ આ બધું કરી શકે. ગરીબ શ્રાવક તો ઘરે સામાયિક લે. પછી દેવાઅંગે જો કોઇ સાથે વિવાદ વગેરે ન હોય, તો ઈર્યાસમિતિનું પાલન કરતો કરતો સાધુની જેમ દેરાસર જઇ નિસીહિત્રિક વગેરે કરવાપૂર્વક ભાવપૂજા (ચૈત્યવંદનવગેરે) કરે. કેમકે એ ફુલવગેરે સામગ્રીનો અભાવ હોવાથી દ્રવ્યપૂજા કરવા શક્તિમાન નથી. જો ત્યાં કાયાથી થઇ શકતું ફુલ ગુંથવા વગેરે કાર્ય કરવા મળતું હોય, તો સામાયિક પારી એ કાર્ય કરે.
શંકા :- શું સામાયિકને છોડી આમ દ્રવ્યસ્તવ કરવામાં ઔચિત્ય છે?
સમાધાન :- સામાયિક પોતાને આધીન છે, તેથી હંમેશા કરી શકે છે. જ્યારે દેરાસરના કાર્યો તો સમુદાય આધીન છે. તેથી ક્યારેક જ કરવા મળે. તેથી અવસરે આ રીતે કરેલો દ્રવ્યસ્તવ વિશેષ પુણ્યની કમાણીનું કારણ બને છે. આગમમાં કહ્યું છે (ભગવાનની કરાયેલી વિશિષ્ટ પૂજા વગેરે જોઇ) જીવોને બોધિનો લાભ થાય છે. સમ્યગ્દષ્ટિ જીવોને પ્રીતિ-પ્રસન્નતા થાય છે. ચૈત્યકૃત્ય કરવાથી ભગવાનની આજ્ઞાનું પાલન થાય છે. ભગવાનપ્રત્યે ભક્તિ વ્યક્ત થાય છે અને તીર્થની (શાસનની) પ્રભાવના થાય છે. આમ ચૈત્યકાર્યરૂપ દ્રવ્યસ્તવમાં અનેક ગુણો છે. તેથી એ અવશ્ય કર્તવ્ય છે. (તેથી નિર્ધન શ્રાવક પણ સામાયિક પા૨ી દેરાસરે ફુલ ગુંથવા વગેરેનો લાભ લે તે ઉચિત છે.)
દિનકૃત્યગ્રંથમાં પણ કહ્યું છે- આવા પ્રકારની પૂરી વિધિ ઋદ્ધિમાન શ્રાવક માટે બતાવી છે. ઋદ્ધિ વિનાનો તો પોતાના ઘરે સામાયિક વ્રત કરીને, પોતે કોઇનો દેવાદાર ન હોય અને વિવાદ ન હોય, તો સુસાધુની જેમ ઈર્યા વગેરેમાં ઉપયુક્ત થઇ જિનાલયમાં જાય, કાયાનો ઉપયોગ લઇ દેરાસરમાં કશું કરી શકાય એમ હોય, તો સામાયિક પારીને જે કરવા યોગ્ય હોય, તે કરે. (જો કે હાલ આ પદ્ધતિ પ્રવર્તતી નથી.)
વિધિનું મહત્ત્વ
જેના પર વિવેચન ચાલે છે એ છઠ્ઠી ગાથામાં જે ‘વિધિના’ પદ હતું. એનાથી દશ ત્રિક, પાંચ અભિગમ વગેરેરૂપ ચોવીશ મૂળદ્વાર અને બે હજાર ચુમોત્તેર (૨૦૭૪) પેટાદ્વાર રૂપ બધી વિધિઓ કે જે ભાષ્ય વગેરેમાં બતાવી છે, તે સમજી લેવી. જેમ કે - (૧) ત્રણ નિસીહી (૨) ત્રણ પ્રદક્ષિણા (૩) ત્રણ પ્રણામ (૪) ત્રણ પ્રકારની પૂજા (૫) ત્રણ અવસ્થાઓનું ભાવન (૬) ત્રણ દિશા નિરીક્ષણ ત્યાગ (૭) ચૈત્યવંદન જ્યાં બેસી ક૨વું છે એ ભૂમિનું પ્રમાર્જન (૮) આલંબનરૂપે વર્ણાદિ ત્રિક (૯) મુદ્રાત્રિક અને (૧૦) ત્રણ પ્રકારનું પ્રણિધાન આ દશ ત્રિક છે. ઇત્યાદિરૂપે બધા વિધિ ભેદો સમજી લઇ એ મુજબ વિધિ સાચવવા પ્રયત્ન કરવો.
પ્રભુપૂજા, વંદન વગેરે બધી ધર્મક્રિયાઓ વિધિને મુખ્ય રાખીને કરવાથી જ મોટા ફળવાળી થાય છે. અવિધિથી કરેલું ધર્માનુષ્ઠાન ઓછા ફળવાળું થાય છે ને અતિચારયુક્ત બનવાથી ઉલ્ટું નુકસાનનું કારણ પણ બની શકે. કહ્યું જ છે કે - ધર્મઅનુષ્ઠાનમાં વૈતથ્ય(વિપરીતતા)થી ખોટી રીતે લીધેલા ઔષધની જેમ ભયંકર દુ:ખસમુદાયજનક મોટું નુકસાન થઇ શકે છે. વળી આગમમાં ચૈત્યવંદનવગેરે
૬૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ