________________
કઇ જિનપ્રતિમાઓ પૂજનીય?
જિનપ્રતિમાઓ પણ વિવિધ પ્રકારની હોય છે. સમ્યક્ત્વ પ્રકરણમાં પ્રતિમા પૂજાની વિધિમાં બતાવ્યું છે કે – કેટલાક એમ કહે છે કે માતા-પિતા-દાદા વગેરે ગુરુએ (વડીલે) કરાવેલી પ્રતિમાની પૂજા કરવી. બીજા કેટલાક એમ કહે છે કે પોતે ભરાવેલી પ્રતિમાની પૂજા કરવી. કેટલાક એમ કહે છે કે વિધિપૂર્વક નિર્માણ કરાવેલી પ્રતિમાની પૂજા કરવી. જો કે સિદ્ધાંતમાન્ય નિશ્ચિત થયેલો મત કહે છે - પ્રતિમાપૂજા-ભક્તિમાં એ ગુરુએ (વડીલે) કરાવેલી છે કે બીજાએ એ બધી ચર્ચા ઉપયોગી નથી. તેથી ‘આ મારી કે મારા વડીલે કરાવેલી પ્રતિમા છે ’ એ મમત્વ વિના કે એવા આગ્રહ વિના બધી જ જિનપ્રતિમાઓ સમાનતયા પૂજનીય છે, કેમકે એ બધી પ્રતિમાઓમાં તીર્થંકરનો આકાર દેખાતો હોવાથી સમાનતયા ‘આ તીર્થંકર ભગવાન છે’ એવી બુદ્ધિ થાય છે.
આમ નહીં માનીને જો મમત્વાદિના કારણે અમુક જિનપ્રતિમાની પૂજા કરે ને બીજાની નહીં, તો પોતાના આગ્રહના કારણે જિનબિંબોઅંગે પણ અવજ્ઞાનું આચરણ થશે. (બીજી જિનપ્રતિમાઓ અંગે ઉપેક્ષા કે તિરસ્કાર થશે.) આ અવજ્ઞાથી દુરન્ત સંસારમાં ભટકવારૂપ મોટો દંડ આવી પડે. (ભગવાનની આશાતના-અવજ્ઞા અનંત સંસારનું કારણ બની શકે છે.)
શંકા :- જો અવિધિથી તૈયાર થયેલી જિનપ્રતિમાઓની પૂજા કરવામાં આવે, તો એ અવિધિને અનુમતિ આપવામાં ભગવાનની આજ્ઞાના ભંગનો દોષ આવશે. કેમકે ભગવાને અવિધિને અનુમતિ આપવાની ના કહી છે. સમાધાન :- આવી શંકા વાજબી નથી, કેમકે બધી જિનપ્રતિમાઓ પૂજનીય છે એ અંગે આગમનું પ્રમાણ છે. - આગમની અનુમતિ છે. શ્રી કલ્પભાષ્યમાં કહ્યું છે - ગચ્છ પ્રતિબદ્ધ (કો'ક ગચ્છ સાથે સંકળાયેલ) કે અનિશ્રાકૃત (કોઇ ગચ્છ સાથે નહી સંબંધિત) બધા ચૈત્યમાં (દેરાસરમાં) ત્રણ સ્તુતિઓ બોલવી. જો દરેક ચૈત્યમાં ત્રણ-ત્રણ સ્તુતિ બોલવામાં ઘણો સમય લાગી જાય એમ હોય, અથવા ઘણા દેરાસરો ત્યાં હોય, તો સમય અને દેરાસરોની સંખ્યા જાણી દરેક ચૈત્યમાં એક-એક સ્તુતિ બોલવી. (આમ અહીં બધા દેરાસરોમાં સ્તુતિ બોલવાની અનુજ્ઞા આપી, અવિધિકારિતનો નિષેધ ક૨વા અંગે કોઇ નિર્દેશ કર્યો નહીં)
દેરાસરની સાર-સંભાળ
-
દેરાસરમાં કરોળિયાના જાળા વગેરે લાગ્યા હોય, તો વિધિ આ છે- જો દેરાસરની સંભાળ કરનારા (જૈનેતર) અસંવિજ્ઞો હોય, તો જાળા, ભમરાના ઘર કે ધુળ લાગ્યા હોય તો તેઓને સાધુઓ પ્રેરણા કરે કે – ચિત્રકામવાળું પાટિયું લઇને ફરતા મંખો (અમુક યાચકો) એ પાટિયાને સાફ-ઉજ્જવળ રાખે છે, તો લોકો એ મંખને પૂજે છે. એમ જો તમે પણ દેવકુળ-દેરાસરનું સાફ-સફાઇ દ્વારા પરિશીલન ક૨શો- દેરાસ૨ને ઉજ્જવળ રાખશો, તો લોકો તમારા પણ પૂજા-સત્કાર કરશે. જો એ સારસંભાળ કરનારાઓ પગાર લેતા હોય અને દેરાસર સંબંધી ઘર, ખેતર વગેરે વાપરતા હોય (દેરાસરના આધારે જીવતા હોય) તો તેઓને કડક ઠપકો આપે કે - એક તો તમે દેરાસરની આવક પર જીવો છો અને ઉ૫૨થી દેરાસરની સાફ-સફાઇરૂપ સારસંભાળ પણ લેતા નથી. આમ ઠપકો આપવા છતાં જો તેઓ જાળા વગેરે દૂર કરવા તૈયાર થાય નહીં, તો બીજુ કોઇ જુએ નહી એ રીતે સાધુઓ સ્વયં જ એ જાળાવગેરે દૂર કરે. કલ્પભાષ્યની વૃત્તિમાં આ વાત બતાવી છે. આ આગમપાઠથી એ નિશ્ચિત થાય છે શ્રાદ્ધવિધિ પ્રકરણ
૬૫