________________
કોસંબિસંઠિઅસ્સવ પાહિણે કુણઇ મઉલિઅપઈવા જિણ! સોમદંસણે દિયરુષ્ય તુહ મંગલ પઈવો // ભામિર્જતો સુરસુન્દરિહિં તુહ નાહ! મંગલપડવો કણયાયલસ્સ નજ઼ઇ ભાણવ પાહિણે દિતો રા/
(ભગવાન કૌશાંબી નગરીમાં હતા, ત્યારે સૂર્ય-ચંદ્ર મૂળવિમાને પ્રભુને વંદન કરવા આવ્યા હતા. એ વાતને જોડી કવિ કહે છે- કૌશાંબીમાં બિરાજમાન આપને જે રીતે મૂળ પ્રદીપ - મૂળવિમાન સાથે સૂર્ય પ્રદક્ષિણા આપી હતી, તેમ હે સૌમ્યદર્શનવાળા જિનેશ્વર! આ મંગળ પ્રદીપ આપને પ્રદક્ષિણા આપે છે. દેવાંગનાઓ દ્વારા ભમાડાતો મંગળદીવો જાણે કે મેરુશિખરને પ્રદક્ષિણા દેતો સૂર્ય ન હોય, એવો શોભે છે.) આ પાઠપૂર્વક આરતીની જેમ મંગળદીવો પણ ત્રણ વાર ઉતારી પછી એ દેદીપ્યમાન (પ્રગટેલી અવસ્થામાં જ) પ્રભુના ચરણ આગળ મુકવો. આરતીને બુઝાવી દેવામાં (અથવા એની મેળે બુઝાઇ જાય તો) દોષ નથી. એ મંગળદીવો અને આરતી મુખ્યવૃત્તિથી ઘી, ગોળ, કપૂરવગેરેથી કરવામાં પ્રગટાવવામાં) વિશેષ લાભ થાય છે. લોકમાં પણ કહેવાય છે કે – દેવાધિદેવનો દીવો કપૂરથી પ્રગટાવીને અશ્વમેધ જેવું ફળ મેળવે છે ને કુલનો ઉદ્ધાર કરે છે.
અહીં સ્નાત્રની શરૂઆતથી જ જે મુક્તાલંકાર વગેરે ગાથાઓ બતાવી, તે સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિ મહારાજે રચી હોય, તેમ સંભવે છે, કેમકે એમણે રચેલા શ્રી સમરાદિત્યચરિત્ર ગ્રંથના આરંભે ‘ઉવણેઉ મંગલ વો’ એ રીતે નમસ્કાર કરેલો દેખાય છે. ઉપરોક્ત ગાથાઓ શ્રી તપાગચ્છ વગેરેમાં પ્રસિદ્ધ હોવાથી બધી ગાથાઓ લખી નથી.
સ્નાત્રપૂજા વગેરેમાં સામાચારી વિશેષથી વિવિધ પ્રકારની વિધિઓ દેખાય છે, છતાં એમાં મુંઝાવું નહીં (કે ખરા-ખોટાનો વિવાદ કરવો નહીં) કેમકે પ્રભુની ભક્તિરૂ૫ ફળ જ બધાને સાધ્ય છે. (વિધિભેદ હોઇ શકે છે, પણ પ્રભુની ભક્તિ કરવી છે એ આશય તો બધાનો એક જ છે. તેથી સામાચારી વગેરે કારણે વિધિઓમાં ફરક જોવા માત્રથી અકળાઇ નહીં જવું, ને દરેકે પોત-પોતાને મળેલ સામાચારી મુજબ વિધિ કરવી.) ગણધરો વગેરેની સામાચારીઓમાં પણ ઘણા ભેદ પડતા હોય છે. તેથી જે-જે ધર્મથી વિરુદ્ધ ન હોય અને તીર્થંકર-ભક્તિનું પોષક હોય, તે-તે કોઇને પણ અસંમત ન હોઇ શકે. આ વાત દરેક ધર્મકાર્ય અંગે સમજી લેવી જોઈએ. (સામાચારીભેદને સિદ્ધાંતભેદ તરીકે બતાવી આક્ષેપબાજી કરવામાં કશો સાર નથી.)
અહીં લવણ ઉતારવું, આરતી ઉતારવી વગેરે ક્રિયા બધા ગચ્છોમાં સંપ્રદાયથી (તવી પરંપરાથી) તથા અન્ય દર્શનોમાં પણ સૃષ્ટિક્રમથી જ કરાતી જોવા મળે છે. પણ શ્રી જિનપ્રભસૂરિએ રચેલી પૂજાવિધિમાં આમ કહ્યું છે- પાદલિપ્તસૂરિ વગેરે પૂર્વપુરુષોએ લવણાદિ ઉતારવાની ક્રિયા સૃષ્ટિસંહાર ક્રમથી (સૃષ્ટિક્રમથી વિપરીત ક્રમથી) કરવાની અનુજ્ઞા આપી છે, છતાં વર્તમાનમાં એ સૃષ્ટિક્રમથી કરાય છે.
સ્નાત્ર કરવામાં સર્વ પ્રકારે વિસ્તારપૂર્વક પૂજા થાય છે ને વિશેષ પ્રભાવના સંભવે છે. તેથી પરલોકમાં ઉત્કૃષ્ટ ફળ મળે એ સ્પષ્ટ છે. વળી એમાં ભગવાનનો જન્માભિષેક કરવાવાળા ચોસઠ ઇંદ્રો વગેરેનું અનુકરણ પણ થાય છે. (સજ્જનોનું-સુકૃતોનું અનુકરણ હિતકર બને છે.) સ્નાત્રવિધિની વાત પૂરી થઇ.
૬૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ