________________
સ્થપાયેલી આજે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન તરીકે પ્રસિદ્ધ છે. શ્રી કૃષ્ણ એ પ્રતિમાનો અભિષેક કરી એનું નાનજળ સૈનિકો પર છાંટ્યું. તેથી જરાવિદ્યાનો પ્રભાવ દૂર થયો. સૈનિકો સ્વસ્થ થયા.
બલિવિધાન ભગવાનના દેશના સ્થાને (સમવસરણ સ્થળે) રાજા વગેરે કુર (રાંધેલા ભાત) રૂપ બલિ દશે દિશામાં ઉછાળે છે. એમાંથી પડતું અડધું બલિ દેવો ગ્રહણ કરે છે. એનું અડધું (ચોથો ભાગ) રાજા ગ્રહણ કરે છે. બાકીનું (ચોથો ભાગ) બીજા લોકો ગ્રહણ કરે છે. આ બલિરૂપ સિક્ય મસ્તકપર મુકવાથી રોગ શાંત થાય છે અને બીજા છ મહિના સુધી નવો રોગ થતો નથી. આ વાત આગમમાં પણ આવે છે. આ રીતે સ્નાત્ર કર્યા પછી સદગુરુ વડે પ્રતિષ્ઠિત કરાયેલો રેશમ વગેરે શ્રેષ્ઠ વસ્ત્રથી બનેલો મહાધ્વજ મોટા ઉત્સવપૂર્વક લાવી એને સાથે રાખી ભગવાનને ત્રણ પ્રદક્ષિણા આપવી. ઇત્યાદિ વિધિપૂર્વક એ મહાધ્વજ અર્પણ કરવો.
લવણોત્તર - આરતી - મંગળદીવો બધાએ શક્તિ મુજબ પરિધાપનિકા (પહેરામણીવગેરે) મુકવું. પછી પ્રભુ આગળ આરતી અને મંગળદીવો પ્રગટાવવા. નજીકમાં અગ્નિયુક્ત પાત્ર રાખવું. એમાં મીઠું અને માટીનો પ્રક્ષેપ કરાશે. ઉવણેઉ મંગલ વો નિણાણ મુહરાલીકાલસંવલિયા તિર્થી પવત્તણસમયે, તિઅસવિમુક્કા કુસુમવુટ્ટી
(તીર્થ પ્રવર્તન સમયે તીર્થકરોપર કરેલી ગુંજારવ કરતાં ભમરાઓના સમુદાયથી યુક્ત કુસુમવૃષ્ટિ તમારું મંગળ કરો.) એમ કહી પહેલા પુષ્પવૃષ્ટિ કરવી. પછી
ઉયહ પડિગ્નપસર, પાહિણે મુણિવઇ કરેઉણી પડઈ સલોણજ્વણ લજ્જિએ વલોણું હુઅવલંમિા.
(સંસારના પ્રસારને રોકવાવાળા મુનિપતિ-ભગવાનને પ્રદક્ષિણા દઈ પોતાના લવણપણાથી -ખારાશથી અથવા પ્રભુના લાવણ્યથી લજ્જા પામેલું લવણ અગ્નિમાં પડે છે, તે જુઓ) આ વગેરે પાઠો બોલવાપૂર્વક વિધિથી પ્રભુનું ત્રણ વખત ફલ સહિત લવણ અને જળ (પાણી) ઉત્તારણ વગેરે કરવું.
પછી આરતી ઉતારવી. એ પહેલા આરતીને સૃષ્ટિક્રમથી પૂજવી (તિલક કરવું). આરતી ઉતારતી વખતે ધુપ ચાલુ રાખવો. બંને બાજુ ઉંચેથી કળશમાંથી પાણીની ધારા કરતા રહેવું. રહેલા બીજા શ્રાવકોએ ફુલનો ઢગલો વરસાવતા રહેવું. આરતી ઉતારતી વખતે – મરગયમણિઘડિયવિસાલથાલમાણિક્કમંડિયપદવી હવયરકસ્મિત્ત, ભમી નિણારત્તિએ તુમ્હ ///
(મરકત મણિથી બનેલા વિશાળ થાળમાં માણેકથી સુશોભિત પ્રદીપ સ્નાત્ર કરનારાના હાથમાં રહીને હે જિન! તમારી આરતી રૂપે ભમો.) વગેરે પાઠ બોલવાપૂર્વક શ્રેષ્ઠ થાળમાં રાખેલી આરતી ઉત્સવપૂર્વક ત્રણ વાર ઉતારવી. ત્રિષષ્ટિ વગેરે ચરિત્રોમાં કહ્યું છે- જાણે કે કતકૃત્ય ન થયો હોય, એમ ઇંદ્ર કાંક પાછો ખસી જગદ્દભર્તા (ભગવાન) ની સન્મુખ થઇ આરતી લીધી. પ્રગટેલા દીવાના તેજથી તે વખતે જેમ ચમકતી ઔષધિ (વનસ્પતિઓ)ના સમુદાયથી યુક્ત શિખરથી મેરુ કાંતિમય થાય છે, તેમ ઇંદ્ર પણ કાંતિમય થાય છે. પછી શ્રદ્ધાળુ શ્રેષ્ઠ દેવો પુષ્પોની વૃષ્ટિ કરવા માંડ્યા અને ઇંદ્ર ત્રણ વખત ભગવાનની આરતી ઉતારી.
મંગળદીવાની પણ પહેલા આરતીની જેમ પૂજા કરવી. પછી - શ્રાદ્ધવિધિ પ્રકરણ