________________
ખ્યાલ રાખવો. વાદિવેતાલ શ્રી શાન્તિસૂરિએ કહ્યું છે - જ્યાં સુધી સ્નાત્ર પૂર્ણ નહીં થાય, ત્યાં સુધી ભગવાનના અશૂન્ય (ફુલથી યુક્ત) મસ્તક પર શ્રેષ્ઠ પુષ્પોથી અન્તર્ધાનવાળી પાણીની ધારા કરવી. (પ્રભુના મસ્તક પર શ્રેષ્ઠ ફુલો રહેવા જોઇએ.)
સ્નાત્ર કરતી વખતે પોતાની પૂરી શક્તિથી સતત ચામર વીંઝવાનું, સંગીત, વાજિંત્રનાદ વગેરે આડંબર કરતા રહેવો. બધાએ પંચામૃતથી સ્નાત્ર (અભિષેક) કરી લીધા પછી હવે એ ફરીથી નહીં કરવા નિર્મળ પાણીની ધારા કરવી. તેનો પાઠ આ છે - અભિષેકતોયધારા ધારેવ ધ્યાનમડેલાગ્રસ્ય | ભવભવનભિત્તિભાગાનું ભૂયોપિ ભિનg ભાગવતી II૧ી.
(ભગવાનના અભિષેક જળની જાણે કે ધ્યાનમણ્ડલની ધારા ન હોય, એવી ધારા સંસારરૂપી મકાનની ભીંતોને ફરી પણ તોડનારી બનો. સંસારનો નાશ કરનારી બનો.)
એ પછી અંગલુંછણાં કરી વિલેપનવગેરે પૂજા પૂર્વની પૂજાથી પણ વધુ શ્રેષ્ઠ થાય એ રીતે કરવી. પછી બધા પ્રકારના ધાન્ય (અન્ન), પકવાન, શાક, વિગઇ, ફળ વગેરેથી પરિપૂર્ણ બલિ-નૈવેદ્ય અર્પણ કરવું. સમ્યગ્દર્શનાદિ રત્નત્રયીથી યુક્ત અને ત્રણ લોકના નાથ એવા પ્રભુ આગળ (અક્ષતના) ત્રણ પંજ (ઢગલી) કરવા. સ્નાત્રપૂજા વગેરે બધું મોટા-નાનાની વ્યવસ્થા સાચવવારૂપ ઔચિત્યથી પહેલા શ્રાવકોએ કરવું ને પછી શ્રાવિકાઓએ કરવું. (મર્યાદાપાલન માટે દૃષ્ટાંત આપે છે –) ભગવાનના જન્મ મહોત્સવ વખતે સૌ પ્રથમ અય્યત ઇંદ્ર (બારમા દેવલોકનો ઇંદ્ર) પોતાના દેવોની સાથે અભિષેક કરે છે. એમ ઉતરતા ક્રમે એ પછી બીજા ઇંદ્રો અભિષેક આદિ કરે છે.
સ્નાત્રજળ મસ્તક પર છાંટી શકાય સ્નાત્ર જળને પ્રભુની શેષ સમજી મસ્તકવગેરે અંગોએ લગાડવામાં દોષની સંભાવના કરવી નહીં. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિએ શ્રી વીરચરિત્રમાં કહ્યું છે- પછી તે અભિષેક જળને દેવો, અસુરો, મનુષ્યો ને નાગકુમારોએ વંદન કર્યું. તથા એ બધાએ પોતાના સર્વ અંગપર છાંટ્યું. શ્રી પદ્મચરિત્રના ઓગણત્રીસમાં ઉદ્દેશમાં શ્રી દશરથ રાજાએ અષાઢ સુદ આઠમથી આરંભેલા અષ્ટાહ્નિકા જિનેન્દ્ર સ્નાત્રમહોત્સવની વાત કરતાં જણાવ્યું છે કે- સ્નાનનું (ભગવાનના અભિષેકનું) તે શાંતિ જળ રાજાએ પોતાની પત્નીઓને મોકલ્યું. એમાં બીજી રાણીઓ પાસે જુવાન નારીઓ દ્વારા મોકલાવેલું એ જળ તે રાણીઓએ પોતાના ઉત્તમ અંગોએ લગાડ્યું. વૃદ્ધ કંકીના હાથે મોકલાવેલું એ પવિત્ર સુગંધી જળ મોટી પટ્ટરાણી (કૌશલ્યા) પાસે પહોચતા વાર લાગી, તેથી એ શોક પામી અને ક્રોધે ભરાઇ. પછી ત્યાં પહોંચેલી એ વૃદ્ધ કંચકી (દાસી)એ એ શાંતિજળ એ રાણીપર છાંટ્યું. તેથી એ રાણીનો ક્રોધાગ્નિ શાંત થયો અને એ પ્રસન્ન હૃદયવાળી થઇ. બ્રહશાંતિસ્તવ (મોટી શાંતિ) માં પણ ‘શાંતિપાનીયે મસ્તકે દાતવ્ય' (શાંતિજળ મસ્તકે લગાડવું) એમ કહ્યું છે.
એમ સંભળાય છે કે જરાસંધ સાથેના યુદ્ધમાં જરાસંધે જરા વિદ્યા મૂકી ત્યારે એ વિદ્યાના પ્રભાવથી શ્રીકૃષ્ણ વાસુદેવની પૂરી સેના મૂચ્છિત થઇ ગઇ. ત્યારે શ્રીકૃષ્ણ શ્રી નેમિનાથ ભગવાનને ઉપાય પૂછ્યો. શ્રી નેમિનાથ ભગવાને પાતાળમાં નાગેન્દ્ર-શ્રી ધરણેન્દ્રની પટ્ટદેવી શ્રી પદ્માવતી દેવીની આરાધના કરી, એને પ્રસન્ન કરી શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા મેળવવા કહ્યું. શ્રીકૃષ્ણ અટ્ટમ કરી પદ્માવતી દેવીને પ્રસન્ન કરી એની પાસેથી શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા મેળવી. શંખેશ્વર ગામમાં એ ૬૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ