________________
પગપર બેસીને કે ઉત્કટ આસનમાં બેસીને કે ડાબો પગ ઊંચો કરીને પૂજા કરવી નહીં. એ જ રીતે ડાબા હાથે પણ પૂજા કરવી નહીં. એ જ રીતે શુષ્ક, ભૂમિપર પડેલા, ખરી પડેલી પાંખડીવાળા, અસ્વચ્છ માણસે અડેલા, નહીં વિકસેલા, કીડાવગેરેથી વિંધાયેલા, કરમાયેલા, વાસી, કરોળિયાથી વાસ કરાયેલા, અશોભન, ખરાબ ગંધવાળા, ગંધ વિનાના, ખાટી-વિચિત્ર ગંધવાળા ફુલો પૂજા માટે લેવા નહીં. એ જ રીતે મળ-મૂત્ર વગેરેથી સ્પર્શાવેલા, (જે ફુલ હાથમાં હોય ને મળ-મૂત્ર કર્યા હોય, તે પણ અહીં સમજવા) આવા ફલો ઉપયોગમાં લેવા નહીં.
સ્નાત્રવિધિ. રોજ સવિસ્તાર પૂજા વખતે અને વિશેષથી પર્વતીથિએ ત્રણ, પાંચ, કે સાત કુસુમાંજલિ મુકવા વગેરે પૂર્વક ભગવાનનું સ્નાત્ર ભણાવવું જોઇએ. એમાં આ વિધિ છે – સવારે પહેલા નિર્માલ્ય દૂર કરી, પ્રક્ષાલ કરી, સંક્ષેપ પૂજા કરી આરતી મંગળદીવો કરી લેવા. એ પછી સ્નાત્રાદિરૂપે વિસ્તારવાળી બીજી પૂજાના પ્રારંભે ભગવાનની સામે કેસર યુકત પાણીવાળો કળશ સ્થાપવો. (હાલ કળશને કેસરથી અર્ચિત કરવામાં આવે છે.) એ પછીમુક્તાલંકારવિકારસારસૌમ્યત્વકાંતિકમનીયમ્ સહજનિજ રૂપનિર્જિતજગત્રય પાતુ જિનબિમ્બન્ll
(મોતીની માળા વગેરે અલંકારોના વિકારથી સારભૂત સૌમ્ય કાંતિથી કમનીય બનેલું તથા પોતાના સહજ રૂપથી ત્રણે જગતને જીતનારું શ્રી જિનબિંબ રક્ષણ કરો.) આમ કહી અલંકારો ઉતારવા. એ પછીઅવણિય કુસુમાકરણ પયઇપઇટિંઅમણોહરચ્છાય | જિણરૂવું મજ્જણપીઠસંઠિયે વો સિવ દિસજે .
(ફુલ અને અલંકાર દૂર કરાયા પછી કુદરતી પ્રતિષ્ઠિત થયેલી મનોહર છાયાવાળું અને જ્ઞાનપીઠ પર રહેલું જિનબિંબ તમારું કલ્યાણ કરો.) એમ કહી નિર્માલ્ય ઉતારવું. તે પછી પૂર્વે સ્થાપેલા કળશથી અભિષેક કરવો અને પૂજા કરવી. એ પછી ધોઇને સ્વચ્છ કરેલા અને ધૂપ કરેલા કળશો સ્નાત્રોગ્ય સુગંધી પાણી ભરી પંક્તિબદ્ધ ગોઠવવા અને સારા વસ્ત્રથી ઢાંકવા. પછી પોતાના ચંદન અને ધૂપ વગેરેથી તિલક તથા હાથમાં કંકણ વગેરે બનાવી હાથોને ધૂપથી પવિત્ર કરવા. સ્નાત્ર કરનારા શ્રાવકો ક્રમબદ્ધ ઊભા રહી કુસુમાંજલીના પાઠો બોલે. એમાંસયવત્તકુંદમાલઇ, બહુવિહકુસુમાઇ પંચવગ્નાઇ જિણનાહ હવણ કાલે, દિતિ સુરા કુસુમંજલી હિટ્ટ //.
(હર્ષે ભરેલા દેવો ભગવાનના સ્નાનઅવસરે શતપત્ર, કુંદ, માલતી વગેરે પાંચ વર્ણના ઘણા ફુલોની કુસુમાંજલી અર્પણ કરે છે.) એમ બોલી ભગવાનના મસ્તકે ફુલ ચઢાવે. પછી ‘ગંધાયટિંઅમહુઅર મણહર ઝંકાર સદસંગીઆી જિણચલણોવરિ મુક્કા, હરઉ તુમ્હ કુસુમંજલી દુરિઓ
(ભગવાનના ચરણમાં મુકાયેલી તથા ગંધથી આકર્ષાયેલા ભમરાઓના મનોહર ઝંકાર શબ્દથી યુક્ત કુસુમાંજલિ તમારા દુરિતોને હરો) વગેરે પાઠો બોલી દરેક ગાથા પાઠ વખતે એક-એક શ્રાવકે ભગવાનના ચરણમાં કુસુમાંજલિ-પુષ્પો મુકવા. એ જ રીતે દરેક કુસુમાંજલિ પાઠ વખતે ભગવાનને તિલક કરવું, ફુલ ચઢાવવું, ધૂપ કરવો વગેરે વિસ્તાર સમજી લેવો.
પછી મોટા અને મધુર સ્વરથી જે ભગવાન હોય, એ ભગવાન સંબંધી જન્માભિષેકકલશનો પાઠ બોલવો. એ પછી ઘી, શેરડી, દુધ, દહીં, અને સુગંધી પાણી આ પાંચના મિશ્રણરૂપ પંચામૃતથી અભિષેક કરવો. વચ્ચે વચ્ચે ધૂપ કરતા રહેવું. સ્નાત્ર વખતે પણ ભગવાનનું મસ્તક ફલો વિનાનું ન રહે, તેનો શ્રાદ્ધવિધિ પ્રકરણ