________________
અટકી જાય.) દક્ષિણ સન્મુખ રહી પૂજા કરે, તો સંતતિ જ ન થાય. જો અગ્નિદિશામાં (પૂર્વ-દક્ષિણની વચ્ચેની દિશા) મોં રાખી પૂજા કરે, તો રોજ-રોજ ધનહાનિ થાય. વાયવ્યમાં (પશ્ચિમ અને ઉત્તરની વચલી દિશામાં) મોં રાખી પૂજા કરે, તો પણ સંતતિ થાય નહીં. નૈઋત્ય દિશામાં (દક્ષિણ અને પશ્ચિમની વચલી દિશા) માં રાખી પૂજા કરે, તો કુલનો ક્ષય થાય. અને ઈશાન (ઉત્તર અને પૂર્વની વચલી દિશા)માં મોં રાખે, તો સંસ્થિતિ સ્થિતિ સારી ન રહે. (ઉપદેશ પ્રાસાદમાં દિશાઓના લાભનુકસાન અંગે મતાંતર છે, એ મતે ઈશાનદિશામાં મોં રાખી પૂજા કરવાથી ધર્મ-ભાવના વધે છે.) બે ચરણ , બે ઘુંટણ, બે હાથ, બે ખભા અને મસ્તક આ નવ અંગની ક્રમાનુસાર પૂજા કરવી. ચંદન વિના પૂજા ક્યારેય કરવી નહીં. પોતાના ભાલે (કપાળ) કઠે, હૃદયે અને નાભિએ તિલક કરવું. નવ તિલકો દ્વારા રોજ પૂજા કરવી જોઇએ. પ્રભાતે પહેલા વાસક્ષેપ પૂજા કરવી. મધ્યાહ્ન ફુલપૂજા કરવી. સાંજે ધૂપ-દીપકથી પૂજા કરવી. ભગવાનની ડાબી બાજુ ધૂપ કરવો. પાણીનું વાસણ સન્મુખ રાખવું અને દીવો જમણી બાજુ રાખવો. એ જ રીતે જમણી બાજુ જ ધ્યાન અને ચૈત્યવંદન કરવા.
હાથથી છટકેલું, જમીન પર પડેલું, પગ અડ્યો હોય તેવું, મસ્તકથી ઉપર કે નાભિથી નીચે રાખેલું, મેલા-ખરાબ વસ્ત્રોમાં રાખેલું, દુષ્ટ (મલીન) લોકોથી સ્પર્શાયેલું, વરસાદથી ભિંજાયેલું, કીડાઓ વડે દુષિત કરાયેલું - આવા પ્રકારનું ફુલ હોય, ફળ હોય કે પાંખડી હોય, તો ભક્તજને પ્રભુ આરાધનામાટે એવા ફળ, ફુલ વગેરેનો ત્યાગ કરવો. (એ પૂજા માટે વાપરવું નહીં)
એક ફુલના બે ટુકડા કરવા નહીં. ફુલને છેદવું પણ નહીં. એની કળી પણ તોડવી નહીં. ચંપક કે કમળ વગેરેને ભેદવાથી વિશેષથી દોષ લાગે છે. ગંધથી (બરાસથી) ધૂપથી. અક્ષતથી. (ફૂલ) માળાઓથી, દીવાથી, બલિ (નૈવેદ્ય) થી, જલથી અને શ્રેષ્ઠ ફળોથી શ્રી જિનેશ્વરદેવની પૂજા કરવી જોઇએ. (આ અષ્ટપ્રકારી પૂજા થઈ.) શાંતિ માટે સફેદ, લાભ માટે પીળું, બીજાના પરાજય માટે શ્યામ, મંગલ માટે લાલ, અને સિદ્ધિ માટે પાંચેય વર્ણના ફલ ચઢાવવા. (શાંતિ માટે સફેદ, વિજય માટે શ્યામ, કલ્યાણ માટે લાલ, ભયવખતે લીલું, ધ્યાન વગેરેના લાભ માટે પીળું અને સિદ્ધિ માટે પાંચ વર્ણના ફુલ ચઢાવવા -મતાંતર ગાથાર્થ) શાંતિ માટે પંચામૃત (નો અભિષેક) તથા ઘી-ગોળ સહિતનો દીવો કરવો. અગ્નિમાં લવણ (મીઠું) પધરાવવાથી શાંતિ અને તુષ્ટિ થાય છે. (આ ગાથા મતાંતર કે પ્રક્ષેપરૂપ છે.)
ખંડિત (ફાટેલા), સાંધેલા, છેદાયેલા, લાલ અને રૌદ્ર (અત્યંત ભડક રંગના) વસ્ત્ર પહેરી દાન, પુજા, તપ, હોમ, કે સંધ્યા પૂજા વગેરે કરવાથી તે દાન વગેરે નિષ્ફળ થાય છે. પદ્માસનમાં બેસીને. નાકના અગ્રભાગે આંખને સ્થિર કરીને, વસ્ત્રથી સારી રીતે ઢંકાઇને મૌનભાવે પ્રભુની પૂજા કરવી જોઇએ. (૧) સ્નાત્ર (૨) વિલેપન (૩) વિભૂષણ-અલંકાર (૪) ફલ (૫) વાસક્ષેપ (૬) ધૂપ (૭) દીપ (૮) ફળ (૯) ચોખા (૧૦) નાગરવેલના પાન (૧૧) સોપારી (૧૨) નૈવેદ્ય (૧૩) જળ (૧૪) વસ્ત્ર (૧૫) ચામર (૧૬) છત્ર (૧૭) વાજિંત્ર (૧૮) ગીત (૧૯) નૃત્ય (૨૦) સ્તુતિ અને (૨૧) ભંડારની વૃદ્ધિ - આ રીતે એકવીસ પ્રકારે શ્રી પરમાત્માની પૂજા પ્રસિદ્ધ છે. દેવો અને અસુરો હંમેશા આ રીતે પુજા કરે છે. આ પુજાનું ખંડન કલિકાળના પ્રભાવથી દુષ્ટ બુદ્ધિવાળા જીવો કરે છે. જે જે પ્રિય વિસ્ત) હોય તે તે (વસ્તુ) ભાવના આધારે પૂજામાં અર્પણ કરવી જોઇએ.
વિવેકવિલાસમાં જિનાલય ઈશાન દિશામાં કરવાનું કહ્યું છે. તથા-વિષમ આસનમાં બેસીને કે
શ્રાદ્ધવિધિ પ્રકરણ