________________
(C) સર્વોપચાર પૂજા પણ થાય. એમાં (૧) સ્નાન (અભિષેક-પ્રક્ષાલ) (૨) અર્ચન (કેસર મિશ્રિત ચંદન વગેરેથી) (૩) વસ્ત્ર (૪) ભૂષણ વગેરે અર્પણ (૫) ફળ (૬) બલિ (નૈવેદ્ય) (૭) દીવો વગેરે તથા (૮) નૃત્ય (૯) ગીત (૧૦) આરતી વગેરે બધું કરવાથી સર્વોપચાર પૂજા થાય. આમ બૃહદ્ભાગ્ય વગેરેમાં આ રીતે પણ ત્રણ પૂજા બતાવી છે.
તથા (૧) સ્વયં-પોતે લાવે (૨) બીજા પાસે લવડાવે અને (૩) મનના સંકલ્પથી જ શ્રેષ્ઠ પુષ્પો વગેરેનું સંપાદન કરે એ રીતે પણ કાયા, વચન, મનના યોગથી પૂજાના ત્રણ ભેદ પડે છે. તથા (૧) પુષ્પ (ર) આમિષ (૩) સ્તુતિ અને (૪) પ્રતિપત્તિ-આ ચાર પ્રકારની પણ પૂજા યથાશક્તિ કરવી જોઇએ. લલિતવિસ્તરા વગેરેમાં આ ચારે પૂજા ઉત્તરોત્તર વધુ પ્રધાન-મુખ્ય-વધુ લાભકારી બતાવી છે. અહીં આમિષ એટલે ભોગવવા યોગ્ય વસ્તુ એવો અર્થ ગૌડકોશમાં કર્યો છે. તેથી આમિષથી અશનાદિ નૈવેદ્ય સમજવું. આપ્ત = જિનેશ્વરના ઉપદેશનું અખંડપણે પાલન એ પ્રતિપત્તિરૂપ છે.આમ આગમમાં પૂજાના ચાર પ્રકાર બતાવ્યાં છે.
તથા (1) દ્રવ્યોથી જે જિનપૂજા કરાય છે, તે દ્રવ્યપૂજા છે. (૨) ભગવાનની આજ્ઞાનું પાલન એ ભાવપૂજા છે. આ રીતે દ્રવ્ય-ભાવ એમ બે પ્રકારે પણ પૂજા બતાવી છે. તથા ફુલ ચઢાવવું, ગંધચૂર્ણ ચઢાવવું...ઇત્યાદિ રૂપે સત્તરભેદી પૂજા પણ બતાવી છે. (૧) જ્ઞાન-વિલેપન (૨) ચક્ષુયુગલ(બે ચક્ષુ ચઢાવવા)અને વાસક્ષેપપૂજા (૩) પુષ્પ ચઢાવવા (૪) માળા આરોપવી (૫) છુટા પાંચ રંગી ફુલ ચઢાવવા. (૬) ચૂર્ણ પૂજા (બરાસ ચૂર્ણ) (૭) પ્રભુજીને આભૂષણ ચઢાવવું (મુગટ પૂજા) (૮) પુષ્પગૃહપૂજા (ફુલના ઘરની રચના કરવી) (૯) ફુલોનો પ્રકર - ઢગલો અર્પણ કરવો (૧૦) આરતી-મંગળદીવો (૧૧) દીપક (૧૨) ધુપ (૧૩) નૈવેદ્ય અને (૧૪) ઉત્તમ ફળ અર્પણ કરવાં (૧૫) ગીત (૧૬) નૃત્ય અને (૧૭) વાજીંત્ર પૂજા. આ રીતે સત્તરભેદી પૂજા થાય છે.
શ્રી સકલચંદ્ર ઉપાધ્યાય અને પૂ. વિજયાનંદસૂરિ (આત્મારામજી મહારાજે) રચેલી સત્તરભેદી પૂજામાં આ ક્રમ છે... (૧) સ્નાન (૨) વિલેપન (૩) વસ્ત્રયુગલ અથવા ચક્ષુયુગલ(૪) વાસ (૫) પુષ્પ (૬) પુષ્પમાળા (૭) ફુલની અંગરચના (૮) ચૂર્ણ-ગંધચૂર્ણ (૯) ધ્વજ (૧૦) અલંકાર (૧૧) પુષ્પ ગૃહ રચના (૧૨) પુષ્પવૃષ્ટિ (૧૩) અષ્ટમંગલ (૧૪) ધૂપ-દીવો (૧૫) ગીત (૧૬) નૃત્ય અને (૧૭) વાજીંત્ર પૂજા. પણ આ બધા પ્રકારો અંગ-અગ્ર-ભાવ રૂપ સર્વવ્યાપક ત્રણ પૂજામાં સમાવેશ પામી જાય છે.
ઉમાસ્વાતિ મહારાજે બતાવેલી પૂજાવિધિ ઉમાસ્વાતિકૃત પૂજાપ્રકરણમાં એકવીસ પ્રકારી પૂજાના ભેદ બતાવતા પહેલા વિધિ બતાવે છે – પૂર્વાભિમુખ થઇ સ્નાન કરવું. પશ્ચિમમાં દાતણ કરવું, ઉત્તરદિશામાં શ્વેત વસ્ત્ર ધારણ કરવા અને પૂજા તો પૂર્વ કે ઉત્તર અભિમુખ રહી કરવી. ઘરમાં પ્રવેશતા ડાબી બાજુએ શલ્ય રહિતના સ્થાને દોઢ હાથ ઊંચી ભૂમિ પર ઘરદેરાસર કરવું. (ઘરની જમીન કરતા ઘરદેરાસર દોઢ હાથ ઊંચુ જોઇએ) જો ઘર કરતા પણ નીચી ભૂમિ પર દેરાસર કરે, તો વંશ અને સંતતિ હંમેશા નીચે નીચે જયા કરે. પૂજા કરનારે પૂર્વ કે ઉત્તર સન્મુખ રહેવું. પશ્ચિમ - દક્ષિણ દિશા અને વિદિશા સન્મુખ રહેવું નહીં. જો દેરાસરમાં પોતે પશ્ચિમ સન્મુખ રહી ભગવાનની પ્રતિમાની પૂજા કરે, તો ચોથી પેઢીથી સંતતિછેદ થાય. (વંશ શ્રાદ્ધવિધિ પ્રકરણ
પટ