________________
યાવજ્જીવ ત્રણે કાળે અવ્યાક્ષિપ્તપણે, અચલતાથી, એકાગ્રચિત્તથી ચૈત્યવંદન કરવા જોઇએ. અપવિત્ર, અશાશ્વત અને ક્ષણભંગુર માનવભવનો આ (ચૈત્યવંદન) જ સાર છે. એમાં સવારે જ્યાં સુધી ચૈત્યવંદન અને સાધુવંદન ન થાય, ત્યાં સુધી પાણી પણ પીવું જોઇએ નહીં. તથા બપોરનું ચૈત્યવંદન ન થાય, ત્યાં સુધી જમવું જોઇએ નહીં. તથા સાંજ-રાતે એવું કરવું જોઇએ કે જ્યાં સુધી ચૈત્યવંદન ન થાય, ત્યાં સુધી શવ્યાપર ચઢવું નહીં. (સૂવું નહીં) બીજા ગ્રંથમાં પણ આ જ વાત કરી છે - સુપ્રભાતે શ્રાવકને વિધિપૂર્વક ચૈત્યવંદન અને સાધુવંદન કર્યા વિના પાણી પીવું પણ કહ્યું નહીં. વળી બપોરે પણ વંદન કર્યા પછી જ ભોજન કરવું કહ્યું. સાંજ-રાતના સમયે પણ ચૈત્યવંદન કર્યા પછી જ સૂવું જોઇએ.
ગીત-નૃત્ય મહાફળવાળા છે ગીત નૃત્ય જે અગ્રપૂજામાં બતાવ્યા છે, તે ભાવપૂજામાં પણ આવી શકે. આ ગીત-નૃત્ય મહાફળવાળા હોવાથી ઉદાયન રાજાની રાણી પ્રભાવતીની જેમ સ્વયં જ કરવા જોઇએ. નિશીથચૂર્ણિમાં લખ્યું છે – પ્રભાવતી રાણી સ્નાન કરી કૌતુક-મંગળ વગેરે કરી શ્વેત વસ્ત્ર ધારણ કરી આઠમ-ચૌદસ વગેરે દિવસોએ ભક્તિરાગથી સ્વયં જ નૃત્યોપચાર-(નૃત્ય) કરતી હતી. (ઉદાયન) રાજા પણ રાણીની ઇચ્છાને અનુસરી મૃદંગ વગાડતા હતા.
અવસ્થા ચિંતન પૂજા કરતી વખતે અને અન્યદા પણ અરિહંતની (૧) છદ્મસ્થ (૨) કેવળી અને (૩) સિદ્ધ આ ત્રણ અવસ્થાઓનું ચિંતન કરવું જોઇએ. ભાષ્યમાં કહ્યું છે. ભગવાનના પરિકરમાં ઉપર બાજુ હાથીપર બેઠેલા અને હાથમાં કળશ ધારણ કરેલા દેવો અને પૂજકો - સ્નાપકોની તથા હાથમાં માળા લઇને ઊભેલા દેવો વગેરેની જે રચના કરી હોય છે, એ જોઇ પ્રભુની છદ્મસ્થ અવસ્થા ચિંતવવી. આ છદ્મસ્થ અવસ્થાના ત્રણ ભાગ પડે (૧) જન્મ અવસ્થા (૨) રાજ્ય અવસ્થા (૩) છાસ્થ સાધુ અવસ્થા. સ્નાન કરાવનારાઓની રચનાથી જન્મ અવસ્થા તથા માળા લઇને ઊભેલાઓની રચનાથી રાજ્ય અવસ્થા ચિંતવવી. શ્રામપ્ય અવસ્થા તો પ્રભુના કેશ (વાળ) રહિતના મસ્તક, મુખ જોવાથી સારી રીતે જ જણાઇ આવે છે.
પ્રાતિહાર્યોમાં પરિકરની ઉપર કળશોની બંને બાજુ જે પાંદડાઓની રચના છે, તેનાથી અશોકવૃક્ષ, માળા લઇને ઉભેલાઓની રચનાથી પુષ્પવૃષ્ટિ, વીણા, વાંસળી વગેરે લઇ પ્રતિમાની બંને બાજુ જે દેવોની રચના દેખાય છે, તેનાથી દિવ્ય ધ્વનિ સમજવા. એ સિવાયના પ્રાતિહાર્યો પ્રાયઃ સ્પષ્ટ ઉપસાવેલા હોય છે. એનાથી કેવલી અવસ્થા ચિંતવવી. ઇત્યાદિરૂપે અવસ્થાઓ ચિંતવવી. (અને ચૈત્યવંદનવગેરે વખતે પદ્માસન કે કાયોત્સર્ગ અવસ્થામાં રહેલી પ્રતિમાને જોઇ “પ્રભુ ચિદાનંદમય સિદ્ધિપદને વર્યા છે” ઇત્યાદિરૂપે ત્રીજી સિદ્ધ અવસ્થા ચિંતવવી. ઉપદેશ પ્રાસાદમાં પૂજા વખતે પાંચ કલ્યાણક કેવી રીતે ચિંતવવા એ બતાવ્યું છે. એમાં નિર્વાણ કલ્યાણક - સિદ્ધ અવસ્થા ઉપરોક્ત રીતે બતાવી છે) આ ભાવપૂજાની વાત થઇ.
પૂજાના વિવિધ ભેદો. પૂજા (૧) ફુલ (૨) અક્ષત (૩) ગંધ (૪) ધૂપ અને (૫) દીપક આ રીતે (A) પંચોપચાર પૂજા થાય છે. (૧) ફુલ (૨) અક્ષત (૩) ગંધ (૪) દીવો (૫) ધૂપ (૬) નૈવેદ્ય (૭) ફળ અને (૮) જળ (પાણી) આનાથી (B) આઠ કર્મોને હણનારી અષ્ટપ્રકારી પૂજા થાય છે. ઋદ્ધિ વિશેષથી પ૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ