________________
યથાશક્તિ દેવવંદન કરવું.
નિશીથમાં પણ કહ્યું જ છે કે – તે ગંધાર શ્રાવક સ્તવ-સ્તુતિઓ દ્વારા ભગવાનની સ્તવના કરતો તે ગિરિગુફામાં એક દિવસ-રાત રહ્યો હતો. તથા વસુદેવહિંડીમાં પણ કહ્યું છે – વસુદેવ રોજ સવારે શ્રાવકને યોગ્ય સામાયિક વગેરે બધા નિયમો પાળતો હતો. રોજ પચ્ચખ્ખાણ લેતો હતો. રોજ કાઉસગ્ગ સ્તુતિ (દેવ) વંદન કરતો હતો. આ રીતે ઘણા શાસ્ત્રોમાં શ્રાવિકાવગેરેએ પણ કાઉસગ્ગ, સ્તુતિ વગેરે દ્વારા ચૈત્યવંદન કર્યાની વાત આવે છે.
ચૈત્યવંદનના પ્રકારો. ચૈત્યવંદનના જઘન્યવગેરે ઘણા ભેદ છે. ભાષ્યમાં કહ્યું છે - અંજલિ જોડી, માથું નમાવવારૂપ નમસ્કારાદિથી જઘન્ય ચૈત્યવંદન થાય છે. અથવા “નમો અરિહંતાણં' બોલવાથી જઘન્ય થાય. અથવા એક શ્લોક બોલવા ઇત્યાદિ રૂપ નમસ્કારથી પણ જઘન્ય થાય. અહીં નમસ્કાર જાતિનિર્દેશરૂપ લઇએ, તો ઉપરોક્ત રીતે ઘણા નમસ્કારથી પણ જઘન્ય નમસ્કાર થાય. અથવા એક પ્રણિપાત એટલે કે પ્રણિપાત દણ્ડક એટલે કે શસ્તવ (નમુત્થણ) થી જઘન્ય ચૈત્યવંદન થાય.
(૨) જેમાં ચૈત્યસ્તવદણ્ડક = “અરિહંત ચેઇયાણં' અને સ્તુતિ આ બે યુગલ હોય તે મધ્યમ. (૩) પાંચ દંડકનું ઉત્કૃષ્ટ ચૈત્યવંદન. આમાં (૧) નમસ્થણે (શક્રસ્તવ) (૨) અરિહંત ચેઇ (ચૈત્યસ્તવ) (૩) નામસ્તવ (લોગ્ગસ) (૪) શ્રુતસ્તવ (પુષ્પરવરદીવઢ) અને (૫) સિદ્ધસ્તવ (સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર આ પાંચ દંડક, ચાર થાય અને પ્રણિધાન – જયવીયરાય સૂત્ર બોલાય છે.
અહીં બીજાનો મત બતાવે છે - એક શક્રસ્તવ (નમુત્થણે) થી જઘન્ય ચૈત્યવંદન થાય. બે કે ત્રણ શક્રસ્તવથી મધ્યમ અને ચાર કે પાંચ શક્રસ્તવથી ઉત્કૃષ્ટ ચૈત્યવંદન થાય છે. અહીં પ્રતમાં બીજી ત્રણ ગાથા આપી છે. પણ તેનો અર્થ સ્પષ્ટ ન હોવાથી લીધો નથી.
રોજ સાત વાર ચૈત્યવંદન કરવા જોઇએ મહાનિશીથ સૂત્રમાં સાધુને રોજ સાત વાર ચૈત્યવંદન કરવાના કહ્યા છે. શ્રાવકે પણ ઉત્કૃષ્ટથી સાત ચૈત્યવંદન કરવા જોઇએ. ભાષ્યમાં કહ્યું જ છે કે (૧) પ્રતિક્રમણમાં (૨) ચૈત્યવંદન વખતે (૩) વાપરતા પહેલા (૪) વાપર્યા પછી પચ્ચખાણ કરતાં (૫) પ્રતિક્રમણમાં (૬) સુતાસંથારાપોરિસી ભણાવતા અને (૭) સવારે ઉઠીને (જે રાઇ પ્રતિક્રમણમાં શરૂઆતમાં કરવામાં આવે છે.) આમ એક દિવસ-રાતમાં સાધુએ સાત ચૈત્યવંદન કરવાના છે.
ઉભયકાળ પ્રતિક્રમણ કરનાર શ્રાવકને પણ સાત વાર ચૈત્યવંદન થાય છે. બીજાને પાંચવાર થાય છે. જઘન્યથી તો ત્રણ વખતની પૂજા વખતે ત્રણવાર ચૈત્યવંદન થાય છે. એમાં બે આવશ્યકના બે, રાતે સૂતા પહેલા ને સવારે ઉઠ્યા પછીના, (આ ચાર બે પ્રતિક્રમણમાં થાય છે.) અને ત્રણ ત્રિકાળ પૂજા વખતે. આમ સાત વાર થાય. એક વાર પ્રતિક્રમણ કરે, તો એક આવશ્યક ઓછું થવાથી છ વાર થાય. સૂતા પહેલા કે ઉઠ્યા પછીનું ન કરે, તો પાંચ ઇત્યાદિ સમજવું. ઘણા દેરાસરો હોય, તો સાતથી પણ અધિક થાય. વળી શ્રાવકે જ્યારે પૂજા ન થાય, ત્યારે પણ ત્રણે સંધ્યા વખતે (સવાર, બપોર, સાંજ) દેવ વાંદવા, ચૈત્યવંદન કરવા જોઇએ. આગમમાં બતાવ્યું છે કે- હે! હે! દેવાનુપ્રિય... આજથી માંડી
શ્રાદ્ધવિધિ પ્રકરણ
૫૭