________________
રીતે કરેલી જિનપૂજા આભોગ દ્રવ્યસ્તવ છે. આ દ્રવ્યસ્તવથી બધા જ કર્મોના નાશક ચારિત્રનો લાભ થાય છે. તેથી આભોગ દ્રવ્યસ્તવ અંગે જ સમકિતીએ સમ્યગુ પ્રયત્ન કરવો જોઇએ. પૂજા વિધિનો અભાવ હોય, ભગવાનમાં રહેલા ગુણોની જાણકારી ન હોય, તથા તેવો શુભ પરિણામ પણ ન હોય આવી જિનપૂજા અનાભોગ દ્રવ્યસ્તવ છે. ગુણના સ્થાનભૂત (ભગવાન) રૂપ ઉત્તમ સ્થાનઅંગે એ (અનાભોગ) દ્રવ્યસ્તવ હોવાથી એવો દ્રવ્યસ્તવ પણ ગુણકારી બને છે; કેમકે તે ઉત્તરોત્તર શુભ, શુભતર ભાવવિશુદ્ધિનું કારણ બનવાદ્વારા બોધિલાભનું કારણ બને છે. જેઓનું અશુભ કર્મોનો ક્ષય થવાથી ભવિષ્યમાં કલ્યાણ થવાનું છે, તેવા ધન્ય જીવોને જ ભગવાનના ગુણો જાણતા ન હોય, તો પણ તેમના પર અત્યંત પ્રીતિ ઉછળે છે. અહીં પોપટટ્યુગલની જિનબિંબ પ્રત્યેની ભક્તિ દૃષ્ટાંત રૂપ છે.
ગુરુકર્મી (ભારેકર્મી) ભવાભિનંદી જીવોને (પરમાત્મા જેવા વિશુદ્ધ) વિષય પર - પરમાત્મા પ્રત્યે પ્રદ્વેષ થાય છે. જેમકે નિશ્ચિત મરણની સમીપે પહોંચેલા રોગીને પથ્થઆહારપર અરુચિ થાય છે. તેથી જ તત્ત્વજ્ઞ પુરુષો જિનપ્રતિમા પર કે જિનેશ્વરે ભાખેલા ધર્મપર અશુભના અભ્યાસના ભયથી (અનાદિકાળથી જીવે જૈનધર્મઆદિ પર દ્વેષાદિ અશુભ ભાવોનો અભ્યાસ કર્યો છે. સંસ્કાર પાડ્યા છે. જો આ ભવમાં જરા પણ દ્વેષ આવે, તો ફરી એ સંસ્કારો જાગૃત થઇ જાય. આ ભયથી જ) પ્રàષના અંશનો પણ ત્યાગ કરે છે.
અન્યકૃત જિનપૂજા પર દ્વેષભાવપર કુંતલા રાણીનું દષ્ટાંત અવનિપુર નગર હતું. ત્યાં જિતશત્રુ રાજા હતો. એની પટ્ટરાણી કુંતલા હતી. એ જૈનધર્મપ્રત્યે નિષ્ઠાવાળી હતી. બીજાઓને પણ ધર્મમાં જોડનારી હતી. એના જ વચનથી એની શક્ય રાણીઓ (રાજાની બીજી રાણીઓ) પણ બધી ધર્મનિષ્ઠ બની. તેથી એ બધી રાણી કુંતલાને બહુમાનભાવે જોતી હતી.
એકવાર એ બધી રાણીઓના પરિપૂર્ણ નવા જિનાલયો તૈયાર થવાપર અને તેમાં ભવ્ય પ્રતિમાઓ સ્થાપી પૂજાઓ થવાપર કુંતલા રાણી અત્યંત મત્સર - ઈર્ષાભાવથી યુક્ત થઇ. તેથી પોતે જિનપ્રાસાદ પણ ભવ્ય તૈયાર કરાવ્યો. એમાં પ્રતિમાઓ પણ ભવ્યતર સ્થાપી. પછી ત્યાં રોજ-રોજ વિશિષ્ટવિશિષ્ટતર મહાપૂજાઓ કરાવવા માંડી અને બીજી રાણીઓના દેરાસર - પ્રતિમા પર દ્વેષભાવ રાખવા માંડી. અરર! મત્સરભાવ છોડવો ખૂબ મુશ્કેલ છે! તેથી જ ગ્રંથકારે કહ્યું જ છે – તરી જનારા જહાજો (આરાધકો) પણ મત્સરરૂપી સાગરમાં ડુબી જાય છે, તો પથ્થર જેવા બીજાઓ (વિરાધકો, અધર્મીઓ) ડુબી જાય એમાં શી નવાઇ? વિદ્યા, વાણિજ્ય, વિજ્ઞાન, વૃદ્ધિ, ઋદ્ધિ, ગુણ વગેરે તથા જાતિ, ખ્યાતિ, ઉન્નતિ વગેરેમાં આવતો મત્સર ધર્મમાં પણ આવે છે, તે ખરેખર અત્યંત ધિક્કાર યોગ્ય છે. બીજી રાણીઓ સરળ હતી. તેથી કુંતલાના દરેક ધર્મકૃત્યની હંમેશા અનુમોદના કરતી હતી.
આ રીતે મત્સરગ્રસ્ત બનેલી કુંતલા દુર્ભાગ્યથી વિવિધ અસાધ્ય વ્યાધિઓથી પીડાવા માંડી. રાજાએ પણ એની પાસેથી મૂલ્યવાન અલંકારો વગેરે સાર વસ્તુઓ લઇ લીધી. તેથી અત્યંત આર્તધ્યાનપીડામાં મરીને અન્ય રાણીઓના દેરાસર , પ્રતિમા, પૂજા વગેરે પરના દ્વેષના કારણે તે કુતરી બની. પૂર્વના સંસ્કારથી તે કુતરી રોજ પોતાના દેરાસર પાસે બેસી રહેતી.
એક વાર ત્યાં આવેલા કેવળીને બીજી રાણીઓ એ પૂછવું - કુંતલા રાણી મરીને ક્યાં ઉત્પન્ન થઇ? ત્યારે કેવળીએ બધી વાત સ્પષ્ટ બતાવી. આ સાંભળી પરમ સંવેગભાવ પામેલી તે રાણીઓ એ કુતરી
શ્રાદ્ધવિધિ પ્રકરણ
૬૯