________________
પૂર્ણ સંતોષ તો સાધુઓને જ પ્રાપ્ત થાય છે. અને આ સર્વ પૂર્ણ સંતોષના કારણે સાધુ અનુત્તરદેવથી ય અધિક સુખ અનુભવે છે. ભગવતી સૂત્રમાં કહ્યું જ છે – સાધુ એક મહિનાના ચારિત્ર - પર્યાયથી વ્યંતરોની, બે મહિનાના પર્યાયથી ભવનપતિદેવોની એમ ત્રણ – ચારવગેરે મહિનાના પર્યાયથી ક્રમશ: અસુરકુમારોની, જ્યોતિષોની, ચંદ્ર-સૂર્યની (ભવનપતિઓમાં બીજા નાગકુમારવગેરે કરતાં અસુરકુમારોની અને જ્યોતિષ દેવોમાં ગ્રહો કરતાં ચંદ્ર-સૂર્યની તેજોવેશ્યા વિશુદ્ધ છે) સૌધર્મ - ઇશાનની, સનકુમાર - માહેન્દ્રદેવોની, બ્રહ્મ-લાંતકની, શુક્ર-સહસ્ત્રારની, આનત-પ્રાણત-આરણ-અય્યત આ ચારની, નવરૈવેયકની, ને બાર મહીનાના પર્યાયના અંતે અનુત્તર દેવોની તેજોવેશ્યાને ઓળંગી જાય છે. અહીં તેજોવેશ્યા એટલે ચિત્તમાં ઉદ્ભવતી સુખપ્રાપ્તિની અનુભૂતિ સમજવી. ચારિત્ર પરિણામ પામતું જાય, એમ એમ આ અનુભૂતિ વધુ સક્ષમ બનતી જાય.
મોટા રાજ્યોથી, ધનના મોટા ઢગલાઓથી કે સમગ્ર ભોગોથી પણ સુખ મળતું નથી. સુભૂમ ચક્રવર્તી (એને બીજા છ ખંડોનો લોભ હતો), કોણિક (એને છ ખંડ જીતવા હતાં) મમ્મણ (એને રત્નના બળદોની જોડી બનાવવી હતી) આ બધા અસંતોષને કારણે દુ:ખી થયા. અભયકુમારની (કે જેને રાજ્યનો મોહ રાખ્યો નહી.) જેમ સંતોષી જીવને જે સુખ ઉપજે છે, તે અસંતોષી એવા ઇંદ્રને કે ચક્રવર્તીને પણ મળતું નથી. જે પોતાના કરતાં અધિક-અધિકને જુએ છે, તેઓ પોતાને દરિદ્ર માની દુ:ખી થાય છે. જેઓ પોતાના કરતા હીન-હીનતરને જુએ છે, સુખી થયેલા તેમનો દુનિયામાં મહિમા વધે છે.
તેથી હે રત્નસાર! તને જો સુખ દેનારો સંતોષ જોઇતો હોય, તો ઇચ્છા મુજબ પરિગ્રહ પરિમાણ વ્રત ગ્રહણ કર. વ્રત-નિયમ તો નાના પણ લીધા હોય, તો અનંત ફળ આપનારા બને છે. નિયમ વિનાનો તો મોટો ધર્મ પણ અલ્પ ફળ દેનારો બને છે. કૂવામાં નાનો પણ પાણીનો પ્રવાહ વહેતો હોય, તો પાણી ક્યારેય ખૂટતું નથી. એવા પ્રવાહ વહેવાના માર્ગ વિનાનું પાણીથી ભરેલું સરોવર છેવટે ખાલી થઇ જાય છે. નિયમ લીધો હોય, તો કષ્ટ વખતે પણ એ ધર્મ છોડવાનું મન થતું નથી. નિયમ ન હોય તો અનુકૂળ પરિસ્થિતિમાં પણ ધર્મ છૂટી જાય છે. વળી નિયમ લેવાથી જ ધર્મમાં દઢતા આવે છે. જેમ ભોજનમાં ઘી પ્રાણ ગણાય છે, તેમ ધર્મમાં દઢતા જ પ્રાણ છે. (દઢ ન હોય એવો ધર્મ ગમે ત્યારે નાશ પામી જાય.) તેથી ધર્મમાં નિયમ અને દૃઢતા અંગે જ દૃઢ પ્રયત્ન કરવો જોઇએ. તો જ ઇચ્છિત સુખ પ્રાપ્ત થાય છે.
રત્નસારે ગુરુની આ વાત સાંભળી સમ્યકત્વપૂર્વક પરિગ્રહ પરિમાણવ્રત લીધું. - એક લાખ રત્ન, દસ લાખ સોનું, મોતી અને પરવાળાના દરેકના આઠ-આઠ મૂઢક, રોકડ નાણું તરીકે આઠ કરોડ સોનામહોર, ચાંદીવગેરે દસ હજાર ભાર, ધાન્યના સો મૂઢક, બીજું કરિયાણું એક લાખ ભાર જેટલું, છા ગોકુળ (એક ગોકુળમાં દસ હજાર ગાયો હોય), ઘર અને દુકાન પાંચસો, વાહન ચારસો, એક હજાર ઘોડા અને સો હાથી આટલાથી વધુ લેવું નહીં વળી, સંઘરવું નહીં. ને ક્યારેય પણ ગમે તેટલું દબાણ આવે તો પણ રાજ્ય લેવું નહીં. (રાજા બનવું નહીં. આ પરિમાણથી તે વખતની સમૃદ્ધિનો અંદાજ આવી શકે છે.) પાંચ પ્રકારના અતિચાર નહીં લાગે એ રીતે અત્યંત શુદ્ધ પાંચમું વ્રત ગ્રહણ કર્યું. હવે તે શ્રદ્ધાપૂર્વક શ્રાવકધર્મ પાળવા લાગ્યો.
એકવાર મિત્રો સાથે તે રોલંબરોલ નામના ઉદ્યાનમાં ગયો. ત્યાં એને ક્રીડા પર્વતપર દિવ્ય ૧૮૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ