________________
૬) ભૈષજ આ છએ પ્રાસુક(અચિત્ત) અને એષણીય વહોરાવવું. એક દ્રવ્યથી બનેલું ઔષધ કહેવાય અને અનેક દ્રવ્યના મિશ્રણથી બને તે ભૈષજ કહેવાય. સાધુને નિમંત્રણ, ભિક્ષા ગ્રહણવગેરે વિધિ અમે (ગ્રંથકારે) રચેલા શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર વૃત્તિ માંથી જોઇ લેવી.
સુપાત્રદાનનો મહિમા આ સુપાત્રદાન અતિથિસંવિભાગ કહેવાય છે. આગમમાં કહ્યું જ છે કે – ન્યાય (નીતિ)થી પ્રાપ્ત થયેલા કહ્યું તેવા અન્ન-પાન વગેરે દ્રવ્યોનું દેશ, કાળ, શ્રદ્ધા, સત્કારવગેરે કાર્યસહિત ઉત્કૃષ્ટ ભક્તિથી પોતાના પર અનુગ્રહ થઇ રહ્યો છે એવી બુદ્ધિથી સાધુ ભગવંતોને કરેલું દાન અતિથિ સંવિભાગ છે. આ સુપાત્રદાનથી દેવતાઇ અને માનવીય વગેરે અભુત ભોગો, અભીષ્ટ (= ઇચ્છિત) બધા જ સુખ, સમૃદ્ધિ, સામ્રાજ્ય વગેરે પ્રાપ્ત થાય છે. અને પછી શીધ્ર મોક્ષસુખની પણ પ્રાપ્તિ થાય છે, કહ્યું જ છે – ૧) અભયદાન ૨) સુપાત્રદાન ૩) અનુકંપા ૪) ઔચિત્ય અને ૫) કીર્તિદાન આ પાંચ પ્રકારના દાનમાં પ્રથમ બે દાનથી મોક્ષ બતાવ્યો છે. પછીના ત્રણ દાન ભોગઆદિ ફળ આપનારા બને છે.
પાત્રતા આ રીતે બતાવી છે - સાધુ ઉત્તમ પાત્ર છે, શ્રાવકો મધ્યમ પાત્ર છે અને અવિરતસમ્યત્વી જધન્ય પાત્ર જાણવા. (અહીં જઘન્યનો અર્થ અધમ નહીં પણ ત્રણ પાત્રમાં ઉતરતી યોગ્યતા છે એમ સમજવું.) વળી હજારો મિથ્યાત્વી કરતાં એક શ્રાવક શ્રેષ્ઠ છે હજારો શ્રાવકો કરતા એક સાધુ શ્રેષ્ઠ છે. હજારો સાધુઓ કરતાં એક તત્ત્વજ્ઞ સાધુ વધુ શ્રેષ્ઠ છે. તત્ત્વજ્ઞ (ગીતાર્થ-સંવિગ્ન) સાધુને સમકક્ષ બને એવું બીજું પાત્ર ભૂતકાળમાં હતું નહીં, ભવિષ્યમાં હશે નહીં. ૧) સુપાત્ર (ઉત્તમ મુનિભગવંત) ૨) મોટી વિશિષ્ટ શ્રદ્ધા અને ૩) અવસરોચિત આપવા યોગ્ય વસ્તુ આ ધર્મસાધન સામગ્રી ઘણા પુણ્ય કર્યા હોય, તો જ પ્રાપ્ત થાય છે.
૧) અનાદર ૨) વિલંબ ૩) વિમુખતા ૪) અપ્રિય વચન ૫) દાન પછી પશ્ચાતાપ આ પાંચ વાત સારા દાન માટે દુષણ બને છે. નિષેધ છ પ્રકારે છે. ૧) ભૃકુટી ચઢાવવી ૨)ઉપર જોવું (સન્મુખ જોવું નહીં) ૩) અંદર અવજ્ઞા ૪) પરાક્ષુખ ઊભા રહેવું ૫) મૌન રહેવું અને ૬) વહોરાવવામાં વિલંબ કરવો - આમ નિષેધ-નકાર છ પ્રકારે છે. ૧) આનંદના આંસુ ૨) રોમાંચ ૩) બહુમાન ૪) પ્રિય વચન ૫) પછી અનુમોદના. આ પાંચ સુપાત્રદાનના ભૂષણો છે.
સંતોષ અને સુપાત્રદાન અંગે રત્નસાર કથા (ગ્રંથમાં જાત-જાતના વર્ણનોથી વિસ્તૃત થયેલી આ કથા એવા વર્ણનોને ગૌણ કરી-ટુંકાવી છે.)
રત્નવિશાળા નગરમાં સમરસિંહ રાજા હતો. એ નગરમાં ગરીબ અનાથોના દુ:ખ દુર કરનારો વસુસાર નામનો શ્રીમંત શેઠ રહેતો હતો. વસુંધરા એની પત્નીનું નામ હતું. ગુણરત્નોથી શોભતો રત્નસાર નામનો એમનો પુત્ર એકવાર ફરવામાટે મિત્રોસાથે વનમાં ગયો. ત્યાં વિનયંધર નામના આચાર્ય ભગવંતના દર્શન થયા. એમને વંદન કરી વિનયપૂર્વક બેસી પ્રશ્ન પૂછ્યો – ભગવાન્ ! આ ભવમાં સુખી થવા શું કરવું? આચાર્ય ભગવંતે મધુર ભાષામાં કહ્યું -
હે ભદ્ર ! સંતોષને પુષ્ટ કરવાથી સુખી થવાય. સંતોષ બે પ્રકારે છે – ૧) દેશથી અને ૨) સર્વથી. તુચ્છ-વ્યર્થ ઇચ્છાઓ છોડવાથી દેશથી સંતોષ આવે છે. (દેશથી – આંશિક) પરિગ્રહ પરિમાણથી (પરિગ્રહની નિયમપૂર્વક મર્યાદા કરવાથી) શ્રાવકો આ સંતોષ પામી શકે છે. સર્વ ઇચ્છાના ત્યાગથી શ્રાદ્ધવિધિ પ્રકરણ
૧૭૯