________________
કંજુસાઇ નહીં, કરકસર અવશ્ય જોઇએ
જીવન કોને ઇષ્ટ નથી? લક્ષ્મી કોને વલ્લભ નથી? પણ જ્યારે અવસર આવે છે, ત્યારે (સત્પુરુષો) બંનેને (જીવન અને લક્ષ્મી-ધનને) તણખલાથી ય તુચ્છ ગણે છે. (એમ માની જવા દે છે.) યશ આપતા કાર્યોમાટે, મિત્ર સાચવવા, પ્રિય પત્ની માટે, ગરીબ સ્વજનો માટે, ધર્મમાટે, વિવાહ માટે, આપત્તિ વખતે અને શત્રુના નાશ માટે, આ આઠ માટે થતા ધનવ્યયને ડાહ્યા માણસો ગણકારતા નથી. જે ખોટા માર્ગે જતા એક પૈસાને પણ હજાર રૂા. સમાન ગણી જતા રોકવા પ્રયત્ન કરે છે. પણ અવસર આવ્યે કરોડો રૂા. પણ છુટા હાથે વાપરે છે, લક્ષ્મી તેની સાથેનો સંબંધ છોડતી નથી. અહીં દૃષ્ટાંત છે.
કોક એક શેઠની તાજી પરણીને આવેલી પુત્રવધુએ એકવાર જોયું- શેઠ દીવામાંથી ઢોળાયેલું તેલનું એક ટીપું આંગળીએ લઇ જોડાને ઘસી રહ્યા છે. તેથી એણે વિચાર્યું- શું આ અતિ કંજુસાઇ છે? આવો સંદેહ થવાથી પરીક્ષા કરવાના આશયથી ‘મારું માથું સખત દુ:ખે છે’ એવું કહી સુઇ ગઇ ને ખૂબ રોવા માંડી. સસરા વગેરેએ ઘણા ઉપાયો કરવા છતાં સારું નહીં થવા૫૨ એ પુત્રવધુએ જ કહ્યું - મને પહેલા પણ ક્યારેક ક્યારેક આ રીતે પીડા થતી હતી. પણ મારા પિયરમાં તો એના ઉપાય તરીકે ઉત્તમ મોતીના ચૂર્ણનો લેપ લગાડાતો હતો. આ સાંભળી ઉપાય મળવા પર ખુશ થયેલા સસરાએ તરત જ ઉત્તમ મોતીઓ મંગાવ્યા. હવે એનો ચુરો કરવા જ્યાં જાય છે, ત્યાં જ પુત્રવધુએ એ રોકી સાચી વાત કહી દીધીને સસરાને ધન્યવાદ આપ્યા.
સુકૃતથી લક્ષ્મી સ્થિર – વિદ્યાપતિનું દૃષ્ટાંત
-
વળી ધર્મમાં કરેલો વ્યય એ લક્ષ્મીને વશ કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે, કેમકે ધર્મથી જ લક્ષ્મી સ્થિર થાય છે. કહેવાય પણ છે કે – એવું ક્યારેય માનીશ નહીં કે દાન આપવાથી ધન ક્ષય પામે છે, કેમકે કુવો, બગીચો અને ગાય વગેરેને તો આપવાથી જ સંપત્તિ થાય છે. અહીં દ્દષ્ટાંત છે.
-
વિદ્યાપતિ નામના શેઠ ખૂબ સમૃદ્ધ હતા. એકવાર એમને સપનામાં આવી લક્ષ્મીએ કહ્યું - હું આજથી દસમા દિવસે જતી રહીશ. સવારે શેઠે પત્નીને આ વાત કરી. ત્યારે પત્નીએ કહ્યું - એ જાય એના કરતાં તમે જ સુકૃતમાં વાપરી કાઢો. પત્નીની વાત માની શેઠે એ જ દિવસે પૂરી સંપત્તિ સાત ક્ષેત્રમાં વાપરી પોતે પરિગ્રહ પરિમાણ વ્રત લઇ લીધું. પછી શાંતિથી સુઇ ગયા. સવારે ઘરને પૂર્વવત્ ધનથી ભરેલું જોઇ ફરીથી બધું ધન એ રીતે સુકૃતમાં વાપરી કાઢ્યું. આમ નવ દિવસ ગયા. દસમાં દિવસે સપનામાં લક્ષ્મીએ ‘તમારા આ પુણ્યથી હવે હું સારી રીતે સ્થિર થઇ ગઇ છું’ એમ કહ્યું. આથી ‘હવે મારું વ્રત ભાંગી જશે' એવા ભયથી શેઠ નગર છોડી બહાર ચાલ્યા ગયા. જોગ સંજોગથી એ જ દિવસે રાજા મોત પામ્યા. રાજાને પુત્ર ન હોવાથી મંત્રીઓએ દેવાધિવાસિત હાથીને નગ૨માં ફેરવ્યો. હાથી નગર છોડી બહાર નીકળ્યો. શેઠના માથે અભિષેક કર્યો. ત્યારે વ્રતભંગના ભયથી મુંઝાયેલા શેઠે દેવની વાણીથી જિનપ્રતિમાને (જિનને) રાજા તરીકે સ્થાપી એમના સેવક તરીકે રાજ્યનું પાલન કર્યું. પછી પાંચમા ભવના અંતે મોક્ષે ગયા.
ન્યાયસંપન્ન વૈભવના લાભ
આ રીતે (પૂર્વે બતાવેલી નીતિને ધ્યાનમાં લઇ) કરેલી ધન કમાણી ૧) પોતે કોઇની શંકાનું સ્થાન નહીં બનવું ૨) પ્રશંસાપાત્ર બનવું ૩) કોઇ પણ પ્રકારે ધર્મવગેરેની હાનિ નહીં થવી ૪) સુખ
૧૪૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ