________________
કરનારાને માથે દેવાના ડુંગર ખડકાય છે. કામપ્રવૃત્તિને છોડી ધર્મ-અર્થમાં પ્રવૃત્ત થયેલાને ગૃહસ્થપણાનું સુખ મળતું નથી. આમ તાદાત્વિક, મૂળહર અને કદર્ય (કંજૂસ)ને ધર્મ-અર્થ-કામ અંગે પરસ્પર બાધા આવવી સુલભ છે. તે આ રીતે - જે કશો પણ વિચાર કર્યા વિના મેળવેલું ધન વાપરી નાખે તે તાદાત્વિક છે. જે પિતા -દાદા વગેરેની વારસામાં આવેલી સંપત્તિને પણ અયોગ્ય રીતે વાપરી નાખે તે મૂળહર છે. જે નોકરોને ને પોતાને મોટા કષ્ટમાં નાખી ખૂબ કામ કઢાવીને માત્ર ધન જ ભેગું કર્યા કરે, પણ કશે ક્યારેય પણ વાપરે નહીં, તે કદર્ય-કંજૂસ છે.
એમાં જે તાદાત્વિક છે અને જે મૂળહર છે, તે બંનેનો (ધનનો ખૂબ વ્યય થવાથી) અર્થનાશ છેવટે ધર્મ અને કામ બંનેનો પણ નાશ કરાવી દે છે. ને તેથી કલ્યાણ થતું નથી. કંજુસનું ધન તો રાજા, સ્વજન, ભૂમિ અને ચોર વગેરે માટે નિધાનરૂપ બને છે, પણ પોતાના ધર્મ-કામ માટે કારણ બનતું નથી કેમકે – દાયાદો (સ્વજનો) ઇચ્છા રાખે છે, ચોરોનો સમુદાય ચોરી જાય છે, રાજાઓ છલ (= નિમિત્ત) ને શોધી પડાવી લે છે. અગ્નિ ક્ષણવારમાં ભસ્મીભૂત કરે છે. પાણી તાણી જાય છે. ભૂમિમાં દાટેલું યક્ષો હઠપૂર્વક હરી જાય છે. દુરાચારી દીકરાઓ ઉડાવીને ખતમ કરે છે. ખરેખર ઘણાને આધીન બની જતાં (કંજૂસના) ધનને ધિક્કાર છે. જેમ દુરાચારિણી સ્ત્રી પુત્રપર પ્રેમ કરતાં પોતાના પતિ પર હસે છે, એમ શરીરને સાચવનારા પર મોત અને ધનને સાચવનારાપર પૃથ્વી હસે છે. કીડીઓએ ભેગું કરેલું ધાન્ય, (મધ) માખીઓએ ભેગું કરેલું મધ અને કંજુસોએ ભેગું કરેલું ધન બીજાઓ ભોગવે છે.
તેથી ગૃહસ્થ ધર્મ-અર્થ-કામ આ ત્રણેયને બાધ આવે એવું કરવું ઉચિત નથી. જો ભાગ્યવશ એવી પરિસ્થિતિ ઊભી થાય, તો ધર્મ-અર્થ-કામમાં પછીના પછીનાનો ત્યાગ કરીને પણ પૂર્વ-પૂર્વની રક્ષા કરવી, એટલે કે કામપુરુષાર્થનો ત્યાગ કરી ધર્મ અને અર્થની રક્ષા કરવી, કેમકે એ બે હશે, તો ભવિષ્યમાં કામપુરુષાર્થ પોષવો સરળ બની જાય છે. જ્યારે એથી પણ વધુ વિકટ સ્થિતિ આવે, તો કામ અને અર્થ બંનેને છોડીને પણ ધર્મ જ સાચવવો, કેમકે અર્થ અને કામ બંનેનું મૂળ ધર્મ જ છે. કહ્યું જ છે કે – જો ઠીકરાથી જીવતા પણ ધર્મ સીદાતો નહીં હોય - ધર્મ સચવાતો હોય, તો પણ હું સમૃદ્ધ જ છું' એવું સમજવું, કેમકે સત્પરુષો ધર્મરૂપ ધનવાળા જ હોય છે. ત્રિવર્ગ (ધર્માદિ ત્રણ) ને નહીં સાધતા મનુષ્યનું જીવન પશુની જેમ નિષ્ફળ જ છે. આ ત્રણમાં પણ ધર્મ જ પ્રવર (શ્રેષ્ઠ) છે, કેમકે ધર્મ વિના અર્થ-કામ પણ પ્રાપ્ત થતા નથી.
ધર્મપ્રધાન આયઉચિત વ્યય તથા આવકને અનુરૂપ જ વ્યય-ખર્ચ કરવો. નીતિશાસ્ત્રમાં કહ્યું છે - આવકનો ચોથો ભાગ નિધિમાં (ભવિષ્ય માટે સાચવવો) ચોથો ભાગ વિત્તમાટે (વપારાદિમાં) રાખવો. ચોથો ભાગ ધર્મ અને ઉપભોગમાં વાપરવો અને ચોથો ભાગ (માતા-પિતાવગેરે કે બાળક વગેરે) જેઓનું ભરણપોષણ કરવાનું છે, તેમના માટે વાપરવો. બીજા કેટલાક તો એમ કહે છે કે આવકનો અડધો કે તેથી વધુ ભાગ ધર્મખાતે વાપરવો. બચેલામાંથી બાકીના શેષ તુચ્છ, વર્તમાન કાલીન કાર્યો કરવા. અન્યો એમ કહે છે કે – પહેલી વાત અલ્પ ધનવાળા માટે છે અને બીજી વાત ઘણા ધનવાળા માટે છે. (ઓછી સંપત્તિવાળાએ પણ દરરોજ-દર મહીને-દરવર્ષે અમુક રકમ તો ધર્મમાર્ગે વાપરવી જ જોઇએ. એથી જ પૂર્વભવે એવી કોઇ ભૂલ થઇ હોય, તો એનું પ્રાયશ્ચિત્ત થાય છે. તથા તકલીફ ભોગવીને પણ સુકૃત કરતા હોવાથી વિશિષ્ટ પુણ્ય પણ તેથી ઉપાર્જન થાય છે.) શ્રાદ્ધવિધિ પ્રકરણ
૧૪૫