________________
જિનપ્રતિમા તૈયાર કરાવવી. કહ્યું છે કે – જેઓ આ લોકમાં સારી માટીનું, નિર્મળ શિલાનું, હાથીદાંતનું, રૂપાનું, સુવર્ણનું, રત્નનું, માણેકનું અથવા ચંદનનું સુંદર જિનબિંબ શક્તિ મુજબ કરાવે છે, તેઓ મનુષ્યલોકમાં તથા દેવલોકમાં પરમ સુખ પામે છે. જિનબિંબ કરાવનારા કદી પણ દારિદ્રય, દુર્ભાગ્ય, નિંદ્ય જાતિ, નિંદ્ય શરીર, દુર્મતિ, દુર્ગતિ, અપમાન, રોગ અને શોક પામતા નથી. વાસ્તુશાસ્ત્રમાં કહેલી વિધિ પ્રમાણે તૈયાર કરેલી શુભ લક્ષણવાળી પ્રતિમાઓ આ લોકમાં પણ અભ્યદયવગેરે ગુણવાળી બને છે. કહ્યું છે - અન્યાયની ઉપાર્જન કરેલા ધનથી કરાવેલી, બીજાના મકાનની સામગ્રીમાંથી કરાવેલી, તથા ઓછા અથવા અધિક અંગવાળી પ્રતિમા પોતાની તથા પરની ઉન્નતિનો વિનાશ કરે છે.
જે મૂળનાયકજીના મુખ, નાક, નયન, નાભિ અથવા કેડ એટલામાંથી કોઇપણ અવયવનો ભંગ થયો હોય, તે મૂળનાયકજીનો ત્યાગ (વિસર્જન) કરવો. પણ જેના આભૂષણ, વસ્ત્ર, પરિવાર, લાંછન અથવા આયુધનો ભંગ થયો હોય, તે પ્રતિમા પૂજી શકાય છે. જે જિનબિંબ સો વર્ષ કરતાં વધારે જૂનું હોય તથા ઉત્તમપુરુષે પ્રતિષ્ઠિત કરેલું હોય, તે બિંબ કદાચ અંગહીન થાય, તો પણ તેની પૂજા કરવી કારણ કે તે લક્ષણહીન થતું નથી.
પ્રતિમાના પરિવારમાં ભિન્ન-ભિન્ન વર્ણની અનેક જાતની શિલાઓ હોય તે શુભ નથી. તેમજ બે, ચાર, છ આદિ સરખા આંગળ જેટલી ઉંચાઇવાળી પ્રતિમા કોઇ પણ કાળે શુભકારી ન થાય. એક આંગળથી માંડી અગિયાર આંગળ પ્રમાણની પ્રતિમા ઘરમાં પૂજવા યોગ્ય છે. અગિયાર આંગળ કરતાં વધારે પ્રમાણની પ્રતિમા જિનમંદિર પૂજવી એમ પૂવોચાયો કહી ગયા છે. નિરયાવલિકાસ્ત્રમાં કહ્યું છે કે - લેપની, પાષાણની, કાષ્ઠની, દાંતની તથા લોખંડની અને પરિવાર વિનાની અને પ્રમાણ વિનાની પ્રતિમા ઘરમાં પૂજવા યોગ્ય નથી. ઘર દેરાસરમાં પ્રતિમા આગળ બલિનો વિસ્તાર (નૈવેદ્યવિસ્તાર) ન કરવો, પણ દરરોજ ભાવથી અભિષેક-સ્નાત્ર અને ત્રણ ટંક પૂજા તો જરૂર કરવી. મુખ્યમાર્ગે તો બધી પ્રતિમાઓ પરિવારસહિત અને તિલકાદિ આભૂષણસહિત કરવી. એમાં પણ મૂળનાયકજીની પ્રતિમા તો વિશેષથી પરિવાર અને આભૂષણસહિત કરવી. તેમ કરવાથી વિશેષ શોભા દેખાય છે અને પુણ્યાનુબંધી પુણ્યનો બંધ વગેરે થાય છે. કહ્યું છે કે – જિનપ્રાસાદમાં બિરાજતી પ્રતિમા સર્વ લક્ષણ અને સર્વ આભૂષણ સહિત હોય, તો મનને જેમ જેમ આલાદ ઉપજાવે છે, તેમ તેમ કર્મનિર્જરા થાય છે.
જિનમંદિર-જિનબિંબનું નિર્માણ કરાવવામાં બહુ પુણ્ય છે. કારણ કે, તે દેરાસર અથવા પ્રતિમા વગેરે જ્યાં સુધી રહે, તેટલા અસંખ્યાત કાળ સુધી પણ તેનાથી પુણ્ય મળ્યા કરે છે. જેમકે ભરત ચક્રવર્તીએ કરાવેલું શ્રી અષ્ટાપદતીર્થનું દેરાસર, ગિરનારપર શ્રી બ્રહ્મન્ટે કરાવેલું કાંચનબલા દેરાસર..વગેરે. તથા તે દેરાસરમાં રહેલી જિનપ્રતિમાઓ તથા ભરત ચક્રવર્તીની વીંટીમાં રહેલી અને હાલ) શ્રી કુલપાકજી તીર્થમાં રહેલી માણિજ્ય સ્વામી પ્રતિમા તથા સ્તંભનતીર્થની પ્રતિમા વગેરે પ્રતિમાઓ હજી સુધી (અસંખ્ય વર્ષ પછી પણ) પૂજાઇ રહી છે. કહ્યું છે કે – પાણી, ઠંડું અન્ન, (ઉષ્ણ) ભોજન, માસિક આજીવિકા, વસ્ત્ર, એક વર્ષની આજીવિકા, જાવજૂજીવની આજીવિકા, આટલા દાનથી અથવા સામાયિક, પોરસી, એકાસણું, આયંબિલ, ઉપવાસ, અભિગ્રહ અને વ્રતથી અનુક્રમે ક્ષણવાર, એક પહોર, એક દિવસ, એક માસ, છ માસ, એક વર્ષ અને જાવજ્જીવ સુધી વિવિધ પુણ્ય થાય છે; પરંતુ જિનમંદિર, જિનપ્રતિમા વગેરે કરાવવાથી તો એમના દર્શનાદિથી ઉત્પન્ન થતું પુણ્ય અવધિ ૨૬૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ