________________
મૂરખ હોઇ શકે?
જેઓ સેવાને શ્વાનવૃત્તિ (કૂતરા જેવું જીવન) કહે છે, તેઓએ બરાબર કહ્યું નથી. કૂતરો તો પૂંછડીથી ખુશામત કરે છે, જ્યારે સેવક માથાથી (માથુ નમાવી) ખુશામત કરે છે. આમ હોવા છતાં જીવનનિર્વાહનો બીજો ઉપાય ન જ હોય, તો સેવાકાર્ય દ્વારા પણ નિવાહ કરવો જોઇએ. કહ્યું જ છે કે - ધનવાન માણસ વેપારથી અને ઓછા ધનવાળો ખેતીથી નિર્વાહ કરે. પણ બધા વ્યવસાય તૂટી જાય, તો સેવાથી નિર્વાહ કરે.
વિવેક, કૃતજ્ઞતા વગેરે ગુણોવાળી વ્યક્તિની સેવા કરવી જોઇએ. કહ્યું જ છે – કાનનો દુર્બળ - કાચો ન હોય, શુરવીર હોય અને ગુણાનુરાગી હોય એવો માલિક પુણ્યથી જ મળે છે. ક્યારેય પણ કુર, વ્યસની, લોભી, નીચ, નિત્ય રોગી, મુર્ખ અને અન્યાય કરનારો – આટલાને શેઠ નહીં બનાવવા. રાજા અવિવેકી હોવા છતાં જે (નોકર) સમૃદ્ધિની આશા રાખે છે, તે માટીના ઘોડાથી સો યોજન જવા ઇચ્છે છે. કામંદકીય નીતિસારમાં પણ કહ્યું છે – વૃદ્ધ (અનુભવી) ને અનુસરતો રાજા સજ્જનોને સંમત થાય છે. દુરાચારીઓ પ્રેરિત કરે, તો પણ તે અકાર્યોમાં પ્રવૃત્ત થતો નથી.
સ્વામીએ પણ તે-તે સેવકની તેવી-તેવી યોગ્યતાને અનુરૂપ તે-તે સેવકના સન્માનઆદિ કરવા જોઇએ, કેમકે જ્યારે રાજા નોકરોઅંગે સમાનતાથી વર્તે છે, ત્યારે ઉદ્યમ કરવા સમર્થ સેવકોનો એ માટેનો ઉત્સાહ નાશ પામે છે. સેવકે પણ પોતાના માલિકપ્રત્યે) ભક્તિ, ચતુરાઇ વગેરે ગુણોથી યુક્ત થવું જોઇએ, કેમકે રાજા પ્રત્યે અનુરાગવાળો (ભક્તિવાળો) હોય, પણ બુદ્ધિહીન અને કાયર હોય, તો શો લાભ થવાનો? અને પોતે બુદ્ધિમાન અને પરાક્રમી હોય પણ રાજાપ્રત્યે ભક્તિભાવ વિનાનો હોય, તો પણ શો લાભ થવાનો? જે નોકરો પ્રજ્ઞા, પરાક્રમ અને ભક્તિ આ ત્રણે ગુણોથી યુક્ત છે, તે જ નોકરો રાજાની આબાદી માટે થાય છે. બીજાઓ તો સંપત્તિ અને આપત્તિમાં પત્ની જેવા બનીને રહે છે. (સંપત્તિમાં સાથે અને આપત્તિમાં અલગ) રાજા નોકરોથી પ્રસન્ન થાય, તો પણ માન આપે છે, જયારે
નોકરો તો અવસરે પ્રાણ આપીને પણ ઉપકાર કરે છે. (કહેવાનું તાત્પર્ય - રાજાએ તો માત્ર માન આપવાનું છે. એ જો આપતા આવડે, તો નોકરો પ્રાણ આપવા તૈયાર થાય છે.)
સેવકે સ્વામીની સેવા સતત સાવધાન રહીને કરવી જોઇએ. કહ્યું જ છે કે- અપ્રમત્ત બુદ્ધિમાનોએ સાપ, વાઘ, હાથી અને સિંહોને પણ ઉપાયથી વશ કરેલા જોઇને (કહી શકાય કે) એમનામાટે રાજાને વશ કરવો શી મોટી વાત છે? રાજાને વશ કરવાની વિધિ નીતિ શાસ્ત્રવગેરેમાં આ રીતે બતાવી છે.
રાજાની પાસે (પણ બહુ નજીક નહીં) એમના મુખતરફ આંખ રાખી હાથ જોડી બેસવું. રાજાનો સ્વભાવ જાણી એ મુજબ દક્ષતાથી કાર્યો કરવા. સભામાં રાજાની અત્યંત નજીક, અત્યંત દૂર, સમાન આસને, ઊંચા આસને, બરાબર સામે કે તદ્દન પાછળ નહીં બેસવું. તદ્દન નજીક બેસે, તો રાજાને તકલીફ થાય. બહુ દૂર બેસે, તો મૂરખ ગણાય. બરાબર સામે બેસે, તો બીજાપરનો કોપ એના પર ઉતરે. પાછળ બેસે તો રાજા જોઇ શકે નહીં. થાકેલા, ભૂખ્યા થયેલા, ક્રોધિત થયેલા, વ્યાકુળ થયેલા, સુવા તત્પર થયેલા, તૃષાતુર થયેલા અને બીજાદ્વારા વિનંતી કરાયેલા રાજા પાસે કોઇ વિજ્ઞપ્તિ-વિનંતી કરવી નહીં. રાજમાતા, રાણી, રાજપુત્ર, મુખ્યમંત્રી, પુરોહિત અને પ્રતિહારી (રાજદરબારનો ૧૧૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ