________________
સ્પર્ધામાં ઉતરી (કોક વેશ્યાદિ સ્ત્રીમાટે) ધન ઉડાઉ થઇ વાપરે ૨૮. યાચકોએ કરેલી સ્તુતિથી મનમાં અહંકાર લાવે ૨૯, પોતાની બુદ્ધિના અહંકારથી બીજાનાં હિતવચન સાંભળે નહીં ૩૦. પોતાના ઉંચા કુલના અહંકારથી નોકરી ન કરે ૩૧. દુર્લભ એવું ધન આપીને કામ-ભોગ સેવે ૩૨. જકાત-કર ભરીને પણ પાછા માર્ગેથી જાય નહીં ૩૩. રાજા લોભી હોવા છતાં તેની પાસેથી લાભ થવાની આશા રાખે ૩૪. દુષ્ટ શાસક પાસેથી ન્યાયની આશા રાખે ૩૫. કાયસ્થ-મુત્સદીઓ પાસેથી સ્નેહની આશા રાખે ૩૬. મંત્રી ક્રૂર છતાં ભય ન રાખે ૩૭. કૃતજ્ઞ પાસે ઉપકારના બદલાની આશા રાખે ૩૮. જેને રસ નથી એવા આગળ પોતાના ગુણ ગાય ૩૯. શરીર નિરોગી છતાં વૈદ પાસે ઉપચાર કરાવી શરીરને સુકવે ૪૦. રોગી છતાં પરેજી ન પાળે ૪૧. લોભથી સ્વજનને છોડી દે ૪૨. મિત્રનો પ્રેમ ઉતરી જાય એવા વચન બોલે ૪૩. લાભના અવસરે જ આળસ કરે ૪૪. મોટી ઋદ્ધિવાળો હોવા છતાં ઝગડાખોર બને ૪૫. જોષીના કહેવા પર રાજ્યની ઇચ્છા કરે ૪૬. મૂરખસાથે મંત્રણા - મસલત કરે ૪૭. નબળાને દબાવવામાં શૂરો થાય ૪૮. જેના દોષો સ્પષ્ટ દેખાય છે, એવી સ્ત્રી પર પ્રેમ રાખે ૪૯. ગુણનો અભ્યાસ કરવામાં ક્ષણમાત્ર રુચિ રાખે (થોડા જ પ્રયાસ પછી થાકી ને છોડી દે.) ૫૦. બીજાએ સંચય કરેલું ધન ઉડાવે ૫૧. મન રાખી રાજાની નકલ કરે પર. લોકોમાં રાજાવગેરેની નિંદા કરે ૫૩. દુ:ખમાં દીનતા ને પીડા બતાવે ૫૪. સુખવખતે (પૂર્વકાલીન દુ:ખ-પીડા) અને ‘દુર્ગતિઓ' છે એ વાત ભૂલી જાય પ૫. થોડું બચાવવા ઘણો વ્યય કરે પ૬. પારખું કરવા ઝેર ખાય પ૭. ધાતુવાદ વગેરે ઉપાયોમાં ધન હોમે ૫૮. ક્ષય રોગ છતાં રસાયણ ખાય ૫૯. પોતાની માની લીધેલી મોટાઇનો અહંકાર રાખે ૬૦. ક્રોધથી આત્મહત્યા કરવા તૈયાર થાય ૬૧. વગર કારણે નિરંતર આમ તેમ ભટકતો રહે ૬૨. બાણ વાગવા છતાં યુદ્ધ જુએ ૬૩. સમર્થનો વિરોધ કરી નુકસાનમાં ઉતરે ૬૪. થોડું ધન છતાં આડંબર મોટો રાખે ૬૫. ‘હું પંડિત છું” એમ સમજી બહુ બકબક કરે ૬૬. પોતાને શૂરવીર સમજી કોઇની બીક ન રાખે ૬૭. સામા માણસને ત્રાસ ઉપજાવે ૬૮. મજાકમાં મર્મઘાતક વચન બોલે ૬૯. ગરીબને પોતાનું ધન સોંપે ૭૦. લાભ નક્કી નહીં છતાં ખરચ કરે ૭૧. પોતાના ખરચનો હિસાબ રાખવામાં પોતે કંટાળો કરે ૭૨. નસીબ ઉપર ભરોસો રાખી ઉદ્યમ ન કરે ૭૩. ગરીબ હોવા છતાં વાતોમાં સમય બગાડે ૭૪. વ્યસનાસક્ત થઇ ભોજન કરવાનું પણ ભૂલી જાય ૭૫. પોતે નિર્ગુણી છતાં પોતાના કુળની ઘણી પ્રશંસા કરે ૭૬. કર્કશ સ્વર હોય, છતાં ગીત ગાય ૭૭. પત્નીના ભયથી યાચકને દાન આપે નહીં ૭૮. કંજુસાઇના કારણે દુર્દશામાં જીવે ૭૯. જેના દોષ બધાને ખબર હોય, તેનાં વખાણ કરે ૮૦. સભા અડધી છોડીને નીકળી જાય ૮૧. દૂત તરીકેનું કામ કરે ને આપવાનો સંદેશ ભૂલી જાય ૮૨. ખાંસીનો રોગ છતાં ચોરી કરવા જાય ૮૩. કીર્તિ માટે મોટો ખર્ચ કરી ભોજન સમારંભ રાખે ૮૪. લોક વખાણ કરે એવી આશાથી ઓછું ખાઇ અડધો ભૂખ્યો રહે ૮૫. ઓછું ભોજન હોય, ત્યારે ઘણું ખાવા ઇચ્છે ૮૬. કપટી અને મીઠા બોલા લોકોમાં સપડાય ૮૭. વેશ્યાના યારસાથે કલહ કરે ૮૮. બે જણ ખાનગી વાત કરતાં હોય, ત્યાં ત્રીજો વચ્ચે ઘુસે ૮૯, આપણા ઉપર રાજાની મહેરબાની રહેશે એવી ખાત્રી રાખે ૯૦. અન્યાયથી સમૃદ્ધ થવાની ઇચ્છા કરે ૯૧. ધન પાસે નહીં છતાં ધનથી થનારાં કામો કરવા જાય ૯૨. લોકમાં ગુપ્ત વાત જાહેર કરે ૯૩. અજાણ્યાનો જામીન થાય ૯૪. હિતનાં વચન કહેનારસાથે વેર કરે ૯૫. બધે ભરોસો રાખે ૯૬. લોક વ્યવહાર ન જાણે ૯૭. ભિક્ષુક થઇને ગરમ ભોજન જમવાની ઇચ્છા રાખે ૯૮. શિથિલ ક્રિયાવાળો પોતે ગુરુ થવા ઇચ્છે ૧૭૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ