________________
ઉચિત વચનઅંગે આંબડનું દૃષ્ટાંત અવસરે કહેવાયેલું ઉચિત વચન પણ મોટા ગુણ માટે થાય છે. આંબડમંત્રી મલ્લિકાર્જુનને જીતીને એનો ૧૪ કરોડ સોનામહોર જેટલા મૂલ્યવાળા છ મુઢક (એક પ્રમાણ) મોતીઓ, ૧૪ ભાર (વજન વિશેષ) સોનામહોર ભરેલા બત્રીશ ઘડાઓ, શૃંગારમાટેની માણેકમય કરોડ સાડીઓ, ઝેર ઉતારનારા છીપલાઓ વગેરે ભરેલો આખો ભંડાર લઇ આવ્યો. તેથી કુમારપાળે આંબડમંત્રીને રાજપિતામહનું બિરુદ આપ્યું. એક કરોડ સોનામહોર અને ચોવીશ શ્રેષ્ઠ ઘોડાઓ આપ્યા. આંબડે તો ઘર સુધી પહોંચતા સુધીમાં જ એ બધું યાચકોને આપી દીધું. તેથી કોકે આવી રાજા આગળ ચાડી ખાધી. તેથી શ્રી કુમારપાળ રાજાએ ગુસ્સાથી પૂછ્યું – તું કેમ મારા કરતા વધુ દાન આપે છે? ત્યારે આંબડે કહ્યું- આપું જ ને ! તમારા પિતા તો બાર ગામના સ્વામી હતા, મારા તો અઢાર દેશના સ્વામી છે. આમ ઉચિત વચન કહેવાથી કુમારપાળ રાજા પ્રસન્ન થયા. આંબડને પુત્ર તરીકે સ્વીકાર્યો અને પ્રસાદરૂપે બમણું આપી ઘરે મોકલ્યો.
તેથી જ અમે (ગ્રંથકારે) કહ્યું છે – દાન, યાન(પ્રવાસ), માન, શયન, આસન, પાન, ભોજન, વચન આ બધે જ અને બીજે પણ સમયોચિત જ મહારસ (= લાભ) મય બને છે. તેથી જ સમયસૂચકતા બધે જ ઔચિત્યનું કારણ બને છે. કહ્યું જ છે – એક બાજુ ઔચિત્ય રાખો અને બીજી બાજુ કરોડો ગુણ રાખો, તો ઔચિત્ય વિનાનો ગુણસમુદાય અમૃતને બદલે ઝેરરૂપ બની જાય છે. તેથી જ બધે અનુચિતતાનો ત્યાગ કરવો. જે કરવાથી લોકોમાં મૂર્ખામાં ખપીએ, તે બધું પણ અનુચિત જ છે. તેથી તેનો પણ ત્યાગ કરવો. લૌકિકશાસ્ત્રમાં મુર્ખતા અંગે જે કહ્યું છે, તે આ બાબતમાં ઘણું ઉપકારી થઇ શકે એમ છે, તેથી અમે જણાવીએ છીએ.
મૂર્ખના સો લક્ષણ રાજન્ ! સો મૂર્ખ કયા? તે સાંભળ, અને તેવી તેવી મૂર્ખતા છોડ, કે જેથી તું આ જગતમાં નિર્દોષ રત્નની જેમ શોભા પામીશ.”
૧. છતી શક્તિએ ઉદ્યમ ન કરે ૨. પંડિતોની સભામાં પોતાના વખાણ કરે ૩. વેશ્યાના વચન ઉપર વિશ્વાસ રાખે ૪. દંભ તથા આડંબર ઉપર ભરોસો રાખે ૫. જુગાર, કિમિયા વગેરેથી ધન મેળવવાની આશા રાખે ૬. ખેતી આદિ લાભનાં સાધનોથી લાભ થશે કે નહીં? એવી શંકા રાખે. ૭. બુદ્ધિ નહીં છતાં મોટું કામ કરવા ધારે. ૮. વણિક થઇ એકાંતમાં રહેવા ઇચ્છે. ૯. માથે દેવું કરી ઘરબાર વગેરે ખરીદે. ૧૦. પોતે વૃદ્ધ થવા છતાં કન્યા પરણે. ૧૧. નહીં ભણેલા ગ્રંથ પર વ્યાખ્યાન કરે ૧૨. પ્રત્યક્ષ દેખાતી વાતને છુપાવવા જાય. ૧૩. ચંચળ સ્ત્રીનો પતિ થઇ ઈર્ષા રાખે ૧૪. શત્રુ બળવાન હોવા છતાં નિ:શંક થઇ ફરે. ૧૫. પ્રથમ ધન આપીને પાછળથી પશ્ચાત્તાપ કરે ૧૬. પંડિતને ભણાવવા જાય ૧૭. અવસર ન હોય ત્યારે બોલવામાં કુશળ ૧૮. બોલવાનો અવસર આવે ત્યારે મૌન રાખે ૧૯. લાભની વાત આવે ત્યારે જ લડવા જાય ૨૦. જમતી વખતે ક્રોધ કરે, ૨૧. થોડા લાભ માટે ઘણું ધન વાપરી નાખે ૨૨. લોકો સાથેની વાતમાં ક્લિષ્ટ સંસ્કૃત શબ્દોનો પ્રયોગ કરે. ૨૩. બધી સંપત્તિ પુત્રાધીન કરી પોતે દીન બને ૨૪. પત્નીના પિયરિયાઓ પાસે ધન માંગે ૨૫. પત્ની સાથે ટંટો થવાથી બીજી સ્ત્રી પરણે ર૬. પુત્ર ઉપર ક્રોધ કરી તેનો નાશ કરે ૨૭. પોતે કામી બની બીજા કામી સાથે શ્રાદ્ધવિધિ પ્રકરણ
૧૬૯