________________
જોઇએ. ભૂલ થવા પર પિતા કડક ભાષામાં ઠપકારે, તો પણ વિનયની મર્યાદા ઓળંગે નહીં. વળી પિતાના ધર્મસંબંધી મનોરથો વિશેષથી પૂર્ણ કરે. આ બધું પિતાસંબંધી ઉચિત આચરણ છે. આ જ વાતો માતાઅંગે પણ સમજી લેવી. પિતાના ધર્મ સિવાયના બીજા મનોરથો પણ પૂરા કરવા જોઇએ, જેમકે શ્રેણિક અને ચેલ્લણા વગેરેના મનોરથો અભયકુમાર પૂરા કરતા હતા. માતા-પિતાના પ્રભુપૂજા, ગુરુ ઉપાસના, ધર્મશ્રવણ, (દેશ કે સર્વ) વિરત્તિનો સ્વીકાર, સવ્યય, તીર્થયાત્રા, દીન-અનાથોના ઉદ્ધાર (અનુકંપા) વગેરે ધર્મસંબંધી મનોરથો તો ઘણા આદરપૂર્વક કરવા જોઇએ. સુપુત્રોનું એ કર્તવ્ય છે જ કે લોકમાં ગુરુસ્થાને રહેલા માતા-પિતા સંબંધી ઉપરોક્ત કાર્યો કરવા. (વિશિષ્ટ ઉપકારોથી) દુષ્પતિકાર બનેલા માતા-પિતાને અહંભાષિત (= જૈન) ધર્મમાં જોડવા જોઇએ. એ સિવાય બીજી કોઇ રીતે એમના પર ઉપકાર થઇ શકતો નથી. સ્થાનાંગસૂત્રમાં કહ્યું જ છે – હે આયુષ્યમનું સાધુઓ! ત્રણના ઉપકાર દુપ્રતિકાર્ય છે. તે આ પ્રમાણે ૧) માતા-પિતાના ૨) સ્વામીના અને ૩) ધર્માચાર્યના.
કોઇ પુરુષ જેવી સવાર પડે કે તરત બીજા કોઇ કાર્યમાં લાગ્યા વિના માતા-પિતાને શતપાક - સહસંપાક વગેરે તેલથી માલીશ કરી, સુગંધી ચૂર્ણ દ્રવ્યોથી પીઠવગેરે ચોળી સુગંધી પાણીથી ગરમ પાણીથી અને ઠંડા પાણીથી એમ ત્રણ વખત પાણીથી સ્નાન કરાવી, બધા અલંકારોથી સુશોભિત કરી, મનોજ્ઞ વાસણોમાં સારી રીતે આહાર સંબંધી દોષો ન લાગે એ રીતે રસોઇ કરી અઢાર પ્રકારના વ્યંજનોથી યુક્ત ભોજન કરાવી પોતાના પીઠપર વહન કરે .. આમ જિંદગીભર કરે, તો પણ તે માતાપિતાના ઉપકારનો બદલો ચુકવાતો નથી. હા, તે પુત્ર માતા-પિતાને કેવલિપ્રજ્ઞપ્ત (= જૈન) ધર્મ સંભળાવી, એની પ્રરૂપણા કરી, અવાંતર ભેદો સહિત બરાબર સમજાવી જૈનધર્મમાં સ્થાપે - જૈનધર્મ પમાડે, તો જ માતા-પિતાના ઉપકારનો બદલો ચુકવી શકાય - ઉપકાર સુપ્રતિકાર બને.//ll.
કોઇ મોટો શ્રીમંત શેઠ દરિદ્ર પુરુષને ખુબ ધન આપી ગરીબી દૂર કરી એનો ઉત્કર્ષ કરે. પછી દરિદ્રીમાંથી બહાર નીકળેલો અને વિશિષ્ટ-વિપુલ ભોગસામગ્રી પહેલા ગરીબીમાંથી બહાર આવ્યો ત્યારે અને પછી (લાંબા કાળ માટે) પામેલો એ (ભૂતપૂર્વ) દરિદ્ર સુખમાં વિહરતો હોય (- સુખમગ્ન બન્યો હોય). આ બાજુ એ ગરીબીમાંથી બહાર કાઢનાર શેઠ કદાચિત્ દરિદ્ર થઇ જાય, તો પેલાએ તરત એની પાસે પહોંચી જવું જોઇએ. એ ભૂતપૂર્વ દરિદ્ર હવે દરિદ્ર થયેલા પોતાના ઉપકારીને પોતાનું સર્વસ્વ આપી દે, તો પણ એણે કરેલો ઉપકાર દુષ્પતિકાર (ચુકવી ન શકાય તેવો) રહે છે. હા, જો તે પોતાના આ ઉપકારી શેઠને કેવલિપ્રજ્ઞપ્ત જૈનધર્મ સંભળાવી, સમજાવી જૈનધર્મમાં સ્થાપે, તો જ એ શેઠનો ઉપકાર સુપ્રતિકાર્ય (ચુકવી શકાય તેવો) બને છે. ////
તેવા પ્રકારના શાસ્ત્રસંમત બ્રહ્મચર્યનિષ્ઠ કોઇ સાધુ પાસે એક પણ આર્ય(= પવિત્ર) ધર્મસંબંધી સુવચનને સાંભળી-આરાધી આયુષ્ય પૂર્ણ થયે કાલધર્મ (અવસાન) પામી અન્યતર (કોઇપણ) દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયો. એ પછી એ દેવ પોતાના આ ધર્માચાર્યને દુર્ભિક્ષ (જ્યાં ગોચરી મળવી મુશ્કેલ થઇ હોય, એવા) સ્થાનેથી ઉપાડી સુભિક્ષ સ્થાનોમાં લઇ આવે, અથવા મોટી અટવીમાંથી હેમખેમ ગામ કે શહેરમાં લઇ આવે, અથવા દીર્ઘકાલીન રોગ-આતંકથી પીડાતા એ ધર્માચાર્યને એ રોગ-આતંકથી છોડાવે - તો પણ તે ધર્માચાર્યનો ઉપકાર દુષ્પતિકાર્ય જ છે. હા, જો કેવલિપ્રજ્ઞપ્ત જૈનધર્મથી ભ્રષ્ટ થયેલા એ ધર્માચાર્યને ફરીથી કેવલિપ્રજ્ઞપ્ત જૈનધર્મ સંભળાવી-સમજાવી ૧૫૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ