________________
ઉચિત આચરણ ૧) પિતા ૨) માતા ૩) ભાઇ-બહેન ૪) પત્ની ૫) સંતાન ૬) સ્વજન ૭) ગુરુવર્ગ ૮) લોકો ) તીર્થિકો આ નવઅંગે સમજવું.
પિતાઅંગે ઉચિત આચરણ પિતા સંબંધી ઉચિત આચરણ ૧) કાયા ૨)વચન અને ૩) મન આ ત્રણને અપેક્ષીને ત્રણ પ્રકારે છે. એ ક્રમથી બતાવે છે - પિતાની શારીરિક શુશ્રુષા વિનયપૂર્વક નોકરની જેમ જાતે જ કરે. એમના મુખમાંથી વચન પડ્યું નથી ને પુત્ર એ વચનનો સ્વીકાર કરે. અહીં શરીરશુશ્રુષા પગ ધોવા, પગ દબાવવા, એમને ઊભા કરવા, એમને બેસાડવા વગેરે રૂપ સમજવી. એ જ રીતે દેશ કાળને અપેક્ષીને એમના શરીરને અનુકૂળ પડે એ રીતની ઉચિતતા જાળવીને એમના ભોજન, શયન, વસ્ત્ર, શરીર પર લેપ વગેરે કાર્યો કરી આપવા. આ બધું વિનયપૂર્વક કરવું, નહીં કે અવજ્ઞાથી કે બીજાઓના કહેવાથી. વળી જાતે જ કરવું, નોકરો પાસે નહીં કરાવવું. કેમકે – વડીલોની આગળ (નમ્રભાવે) બેઠેલા પુત્રની જે શોભા થાય છે, તેના સોમાં અંશની પણ શોભા ઊંચા સિંહાસનપર બેસવાથી ક્યાંથી થાય?
“અપડિઅંતિ' મોંમાંથી વચન નીકળ્યું નથી ને કરવું.... એટલે પિતાજી હજી કોઇ આદેશ કરે અને તરત જ “મારે આ પ્રમાણ છે. હું એમ કરું છું” એ રીતે આદરપૂર્વક પિતાના વચનને પ્રમાણભૂત કરે. જેમકે રામનો જ્યારે રાજયાભિષેક થવાનો હતો, ત્યારે જ દશરથે વનવાસનો આદેશ કર્યો ને રામે એનો વિનયપૂર્વક સ્વીકાર કર્યો. પિતાજીની વાત સાંભળવી જ નહીં, અથવા સાંભળીને નિષેધ સૂચવવા માથુ હલાવવું, અથવા એ કામ કરવામાં (વગર કારણે) વિલંબ કરવો, અડધું કરવું (ને અડધું છોડી દેવું) વગેરે દ્વારા પિતાજીની અવજ્ઞા કરવી નહીં.
ગાથાર્થ : એ જ રીતે બધા જ કાર્યોમાં પોતાના પૂરા પ્રયત્નથી પિતાના ચિત્તને અનુકૂળ થઇને વર્તે. બુદ્ધિગુણોનો અભ્યાસ કરે અને પોતાનો ચિત્તઅભિપ્રાય (પિતાવગેરેને) બતાવવો. વ્યાખ્યા :પોતાની બુદ્ધિથી વિચારેલું અને અવશ્ય કરવા યોગ્ય પણ તે જ કાર્ય કરવું જોઇએ, જે પિતાના મનને અનુકૂળ હોય. (જેથી પિતાનું મન સંતપ્ત નહીં થાય.) એ જ રીતે પિતાના બધા જ લૌકિક અને લોકોત્તર વ્યવહારોઅંગે જે શુશ્રષાવગેરે બુદ્ધિગુણો છે, તેનો આશરો લે – તેનો અભ્યાસ કરે. | (અનેકાનેક અનુભવાદિના કારણે) ઘણું જાણવાવાળા પિતા વગેરે સારી રીતે આરાધાય, તો પ્રસન્ન થઇને દરેક કાર્યઅંગે રહસ્યભૂત વાતો પ્રકાશે છે. કહ્યું જ છે કે – પુરાણો - આગમોના (સહારા) વિના વૃદ્ધોની ઉપાસના નહીં કરનારની પ્રજ્ઞા તે - તે ઉ—ક્ષા કલ્પનાઓમાં વિશેષ ચાલતી નથી. (તાત્પર્ય એ છે કે પુરાણ-આગમ નહીં ભણેલો પણ જો વૃદ્ધોની ઉપાસના - સેવા કરે, તો ભવિષ્યવગેરે સંબંધી વિશિષ્ટ ઉન્મેક્ષા - કલ્પના વગેરે કરવામાં અત્યંત કુશળ થાય છે.) એક વૃદ્ધ જે જાણે છે, તે કરોડો યુવકો જાણતા નથી. વૃદ્ધપુરુષના વચનથી જ રાજાને લાત મારનારની પણ પૂજા થાય છે. (રાજાને પ્રિયતમા રાણી કે અતિ લાડકો નાનકડો રાજકુમાર જ લાત મારી શકે છે. તેથી એ લાત મારનાર દંડલાયક નહીં, પણ સત્કારલાયક બની શકે છે. આવો નિર્ણય વૃદ્ધ પુરુષ જ કરી શકે.) વૃદ્ધોના વચન સાંભળવા જોઇએ. બહુશ્રતોને જ (શંકાસ્થળે) પૂછવું જોઇએ. વનમાં (શિકારીની યુક્તિથી) બંધાયેલું હંસોનું ટોળું (એમાં રહેલા) વૃદ્ધ હંસની બુદ્ધિથી જ મુક્તિ પામ્યું.
પિતાની રજા લઇને જ કાર્ય કરવા જોઇએ. તેઓ નિષેધ કરે, તો એ કામથી અટકી જવું
શ્રાદ્ધવિધિ પ્રકરણ
૧૫૫