________________
પુરુષની અવજ્ઞા, સદાચારી માણસોને આપત્તિ આવે તો ખુશ થવું ને છતી શક્તિએ એમની આપત્તિ રોકવા પ્રયત્ન કરવો નહીં, દેશવગેરેને અપેક્ષીને ઉચિત ગણાતા આચારનું ઉલ્લંઘન કરવું. પોતાની સ્થિતિને અનુસારે જે વેશવગેરે હોવા જોઇએ એના બદલે ઉદ્બટ વેશ પહે૨વા, મેલા કપડા પહેરવા વગેરે કાર્યો લોકવિરુદ્ધ હોવાથી આ ભવમાં પણ અપયશવગેરેના કારણ બને છે. વાચકમુખ્ય (શ્રી ઉમાસ્વાતીજી મહારાજે) કહ્યું છે - લોકો જ બધા ધર્મચારી (-ધર્મારાધકો) નો આધાર છે. તેથી લોકવિરુદ્ધ અને ધર્મવિરુદ્ધનો ત્યાગ કરવો. આ રીતે લોકવિરુદ્ધનો ત્યાગ કરવાથી લોકોમાં અનુરાગ-સદ્ભાવ ઊભો થાય છે. તેથી પોતાના ધર્મનું પાલન સુખેથી થાય વગેરે ઘણા લાભો થાય છે. કહ્યું જ છે - આ બધાનો (લોકવિરુદ્ધ વગેરેનો) ત્યાગ કરનારો બધાં લોકોને પ્રિય થાય છે. આ લોકપ્રિયતા માણસમાટે સમ્યક્ત્વરૂપી વૃક્ષનું બીજ બની રહે છે.
ધર્મવિરુદ્ધત્યાગ
૧) મિથ્યાત્વના (સમ્યક્ત્વ વિરોધી) કાર્ય કરવા. ૨) બળદ વગેરેને નિર્દય થઇ મારવા, બાંધવા વગેરે કરવું. ૩) ‘જુ’ વગેરેને (વાળ વગેરે) આધાર વિના અને માંકડવગેરેને તડકામાં મુકી દેવા. ) માથામાં મોટી કાંસકી ફેરવવી ૫) લીખ ફોડવી વગેરે કરવું. ૬) ઉનાળામાં ત્રણ વાર અને એ સિવાયના સમયે બે વાર મજબૂત મોટા ગળણાથી સંખારો સાચવવો વગેરે યુક્તિપૂર્વક પાણી ગાળવું જોઇએ - આ સાચી પ્રવૃત્તિ છે, તે ક૨વી નહીં. ૭) એ જ રીતે ધાન્ય, લાકડા વગેરે બળતણ, શાક, પાન, ફળ વગેરે સારી રીતે જોઇ - સાફ કરી ઉપયોગમાં લેવા એ સાચી પ્રવૃત્તિ છે, એમ કર્યા વગર વાપરવા. ૮) ચોખા, સોપારી, ખારેક, વાલોળ ફળી વગેરે મોંમાં નાખવા... ૯) નળથી કે એની ધારાથી સીધું પાણી પીવું. ૧૦) ચાલવું, બેસવું, સૂવું, સ્નાન, વસ્તુ લેવી - મુકવી, રાંધવું, ખાંડવું, પીસવું, ઘસવું, મળ, મૂત્ર, કફ, કોગળો વગે૨ે તથા પાણી, પાન વગેરે તમામ ક્રિયાઓમાં જયણા રાખવી નહીં. ૧૧) ધર્મકાર્યોમાં અનાદર ભાવ રાખવો. ૧૨) દેવ-ગુરુ અને સાધર્મિકો પ્રત્યે દ્વેષ રાખવો. ૧૩) દેવદ્રવ્યઆદિનો ઉપભોગ કરવો. ૧૪) નાસ્તિકોનો સંગ કરવો. ૧૫) ધાર્મિક પુરુષોનો ઉપહાસ ક૨વો. ૧૬) ખૂબ કષાયગ્રસ્ત રહેવું. ૧૭) બહુ દોષવાળી વસ્તુઓ ખરીદવી - વેંચવી (અથવા ખરીદવેંચાણમાં ઘણા દોષો લગાડવા.) ૧૮) ખર (= બહુ હિંસક) કર્મ-ધંધાઓ કરવા અને રાજ્ય સંબંધી પાપમય અધિકારોમાં નિયુક્ત થઇ એમાં પ્રવૃત્ત રહેવું... વગેરે વગેરે કાર્યો ધર્મવિરોધી છે. તેથી એ બધા અત્યંત ત્યાજ્ય છે- ત્યાગ કરવા. પ્રાય: અર્થ દીપિકામાં ઉપરોક્ત પર વિવરણ કરાયું છે.
ધર્મી પુરુષ પણ જો દેશ-કાળઆદિ વિરુદ્ધ કાર્યો કરે, તો તેથી ધર્મની નિંદા થાય છે. તેથી ધર્મી પુરુષ માટે તો દેશ-કાલાદિ વિરુદ્ધ કાર્યો ધર્મવિરુદ્ધ કાર્યો પણ ગણાય. આ રીતે શ્રાવકે પાંચેય પ્રકારે જે વિરુદ્ધ કાર્યો છે, તેઓનો ત્યાગ કરવો જોઇએ. - આ દેશવિરુદ્ધ ત્યાગનું વિવેચન થયું.
ઉચિતનું આચરણ
હવે ઉચિતના આચરણની વાત કરે છે – હિતોપદેશમાળાની ગાથાઓમાં પિતાવગેરે નવ પ્રકારે
ઉચિત આચરણ બતાવ્યું છે. આ આચરણથી પ્રેમભાવ વધે છે, કીર્તિ ફેલાય છે વગેરે લાભો પણ ત્યાં બતાવ્યા છે. એ ગાથાઓના આધારે આ બધી વાત અહીં પણ બતાવે છે. - મનુષ્યપણું સમાનરૂપે હોવા છતાં કેટલાક જે કીર્તિ પામે છે, તે વિકલ્પ વિના માની લેવું કે ઉચિત આચરણનું જ માહાત્મ્ય છે. આ
૧૫૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ