________________
વર્ણન - સ્વપ્રશંસા કરવાથી શું? આત્મબહુમાનીની (પોતાને જ મહાન માનનારની) મિત્રો મશ્કરી કરે છે. સ્વજનો નિંદા કરે છે. પૂજ્ય વર્ગ ઉપેક્ષા કરે છે. માતા-પિતા પણ તેને બહુમાન આપતા નથી. વળી બીજાના અપમાન - નિંદાથી અને પોતાના ઉત્કર્ષ-પ્રશંસાથી અનેક કરોડ ભવે પણ દુ:ખેથી છૂટે અને એ દરેક ભવમાં નીચગોત્રમાં લઇ જાય એવું કર્મ બંધાય છે. પરનિંદા મહાપાપ છે, કેમકે પરનિંદા કરનાર બીજાના પાપ પોતે નહીં કર્યા હોય, તો પણ લુંટી લે છે. (નિંદા દ્વારા બીજાના પાપ પોતાના કરી લે છે.) અહીં ડોશીનું દૃષ્ટાંત છે.
નિંદાઅંગે ડોશીનું દષ્ટાંત સુગ્રામ' નામના ગામમાં સુંદર નામના શેઠ રહેતા હતા. એ ખૂબ ધાર્મિક હતા. યાત્રિકોવગેરે પર ભોજન - આવાસ વગેરેની વ્યવસ્થા કરી ઉપકાર કરતા રહેતા હતા. તેમના પડોશમાં રહેતી એક ઘરડી બ્રાહ્મણી સુંદર શેઠની ખૂબ નિંદા કરે અને કહે કે- આ યાત્રિકો પોતાનો દેશ છોડી પરદેશમાં મરે, તો તેમની થાપણ વગેરે મળી જાય ઇત્યાદિ લોભથી જ આ શેઠ તેઓની સેવા-ચાકરી કરે છે.
એકવાર એ શેઠને ત્યાં કોક યાત્રાળુ આવ્યો. એ ભૂખ-તરસથી પીડાતો હતો. ત્યારે પોતાના ઘરે છાશ નહીં હોવાથી શેઠે ભરવાડણપાસેથી છાશ મંગાવી એને પીવા આપી. હવે બન્યું એવું હતું કે એ ભરવાડણના માથે રહેલો છાશનો ઘડો ખુલ્લો હતો, ઉપર સમડી સાપને લઇને જતી હતી. એ સાપના મોંમાંથી ટપકી ઝેર એ ઘડામાં પડ્યું હતું. ભરવાડણ વગેરે કોઇ આ વાત જાણતું ન હતું. એ છાશ શેઠે આપવા પર પેલા યાત્રાળુએ પીધી. પણ છાશ ઝેરવાસિત હોવાથી એ મરી ગયો.
પેલી બ્રાહ્મણી આ જોઈ રાજી થઇને સુંદર શેઠને નિંદાના ભાવથી ટોણો મારતા બોલી – અહો ! આમનું ધાર્મિકપણું ! ત્યારે યાત્રાળુની હત્યા જે આકાશમાં ભમી રહી છે, તેણે વિચાર્યું – છાશ આપનાર શેઠ શુદ્ધ છે (એને કોઇ બીજો ભાવ હતો નહીં.) સાપ અન્ન અને પરવશ છે. સમડીનો તો આહાર જ સાપ છે. ભરવાડણને કશી ખબર નથી. તો હું કોને ચોંટુ? (હા, આ વગર કારણે નિંદા કરનારી બ્રાહ્મણી જ યોગ્ય છે.) એમ વિચારી એ હત્યા બ્રાહ્મણીને વળગી. તેથી આ બ્રાહ્મણી કાળી પડી ગઇ, કુબડી બની ગઇ અને કોઢી થઇ ગઇ. આ બીજાના ખોટા દોષ જોવાઅંગે લૌકિક દૃષ્ટાંત છે.
નિંદકનું મુલ્ય સદુ (= રહેલા) દોષ કહેવાઅંગે :- રાજાની આગળ વિદેશીએ એકસરખી ત્રણ ઢીંગલી રાખી અને મૂલ્ય કરવા કહ્યું. ત્યારે રાજાના પંડિતે સૂતરનો દોરો લઇ પહેલી ઢીંગલીના કાનમાં નાંખ્યો, એ દોરો મોંમાંથી બહાર નીકળ્યો. પંડિતે કહ્યું – આ પોતે સાંભળેલાનું બીજા આગળ પ્રલાપ કરનારી ઢીંગલીનું મૂલ્ય કાણી કોડી છે. બીજી ઢીંગલીના કાનમાં નાખેલો દોરો બીજા કાનેથી બહાર નીકળ્યો. પંડિતે કહ્યું - સાંભળેલું ભૂલી જનારી આ ઢીંગલીનું મૂલ્ય લાખ રૂા. છે. ત્રીજી ઢીંગલીના કાનમાં નાખેલો દોરો ગળામાં ગયો, બહાર નીકળ્યો નહીં. પંડિતે કહ્યું - આ ઢીંગલી અમૂલ્ય છે. આમ લોકવિરુદ્ધમાં પરનિંદા પ્રથમ છે...
બીજી લોકવિરુદ્ધ પ્રવૃત્તિઓ એ ઉપરાંત - સરળ માણસોની મશ્કરી, ગુણવાનો પર દ્વેષ, કૃતધ્વીપણું (બીજાએ કરેલા ઉપકાર ભૂલી જવા), ઘણા લોકો જેની વિરુદ્ધમાં છે એવા (ગુંડાવગેરે)ની સોબત, લોકોમાં માન્ય બનેલા શ્રાદ્ધવિધિ પ્રકરણ
૧૫૩