________________
ચૌલુક્યકુળમાં મદ્યપાન દેશવિરુદ્ધ ગણાય છે. અથવા જે વ્યક્તિ જે દેશનો હોય, એ વ્યક્તિ આગળ એ દેશની નિંદા કરવી વગેરે કરવું એ પણ દેશ વિરુદ્ધ છે.
કાળવિરુદ્ધ કાળવિદ્ધ આ રીતે થાય - તેવા સામર્થ્ય વિના કે તેવી સહાય વિના શિયાળામાં જ્યાં ઘણી ઠંડી પડે છે એવા હિમાલય તરફ જવાથી, ઉનાળામાં જ્યાં લૂ વાય છે ને પાણી નથી એવા મારવાડ - રણપ્રદેશમાં જવાથી, વર્ષાકાળમાં જ્યાં ઘણો વરસાદ પડવાથી કાદવ વગેરે થાય છે, એવા પશ્ચિમદક્ષિણ સમુદ્ર તરફના પ્રદેશમાં જવાથી, તથા અત્યંત દુકાળના સમયે જવાથી, જ્યારે બે રાજાઓ પરસ્પર વિરોધી થયા હોય, ત્યારે તે સ્થાને જવાથી, જ્યારે ધાડ પડવી વગેરે કારણે રસ્તાઓ બંધ થયા હોય ત્યારે જવાથી, અત્યંત દુ:ખે પાર કરી શકાય એવા મોટા જંગલમાં જવાથી, રાત પડી હોય એવા ભયજનક સમયે જવાથી પ્રાણનાશ, ધનનાશ વગેરે ઘણા અનર્થો થાય છે. અથવા ફાગણ મહીના (ફાગણ સુદ ચૌદસ) પછી તલ પીલવા, તલનો વેપાર કરવો કે તલ ખાવા વગેરે કરવું, તથા વર્ષાકાળમાં (હાલ ફાગણ સુદ ચૌદસ પછી) તાંદળજો વગેરે પાંદડા ભાજી – શાક ગ્રહણ કરવા, તથા જમીન ઘણા જીવોથી વ્યાપ્ત હોય ત્યારે ગાડા દોડાવવાવગેરે કાર્યો મોટા દોષના કારણ બને છે. તેથી આ બધુ કાળવિરુદ્ધ છે.
રાજવિરુદ્ધ ત્યાગ કાવગેરેના દોષ જોવા, રાજાને જેઓ માન્ય હોય તેમનું અપમાન કરવું, રાજાને જેઓ અમાન્ય છે તેઓનો સંગ કરવો, રાજાના વૈરીઓના સ્થાને લોભથી જવું, અથવા એવા વૈરીઓના સ્થાનેથી આવેલાઓ સાથે વેપારાદિ કરવા, રાજાના મહેલમાં રાજ્ય સંબંધી કાર્યો હોય, તો પણ પોતાની ઇચ્છા મુજબ વિધાન-નિષેધ વગેરે કરવા, નાગરિકોથી પ્રતિકૂળ આચરણ કરવું, રાજાનો દ્રોહ કરવો વગેરે કાર્યો રાજવિરુદ્ધ ગણાય છે. આ કાર્યો અત્યંત કષ્ટદાયક પરિણામવાળા થાય છે. અહીં ભુવનભાનુકેવળીનો પૂર્વીય રોહિણીનો ભવ વગેરે દૃષ્ટાંતો છે.
આ રોહિણી (શીલવગેરે ધર્મમાં) નિષ્ઠાવાળી હતી. લાખ શ્લોકનો સ્વાધ્યાય ભણી હતી. પણ વિકથાના ખૂબ રસથી વગર કારણે રાણીની દુઃશીલ વગેરે વર્ણવી નિંદા કરી. તેથી રાજા રોષે ભરાયો. પણ રોહિણી પોતાને માન્ય અને ઉત્તમ શેઠની પુત્રી હોવાથી એની જીભના ખંડશ: છેદ વગેરેથી ટુકડા કર્યા નહીં. પણ એને દેશનિકાલની સજા ફરમાવી. દેશનિકાલ પામેલી તે ઘણા દુ:ખ સહન કર્યા પછી ઘણા ભવોમાં જીભચ્છેદ વગેરે કષ્ટો પામી.
લોકવિરુદ્ધ ત્યાગ લોકોની ખાસ કરીને ગુણવાનની નિંદા અને આત્મપ્રશંસા – પોતાની બડાઈ હાંકવી આ બંને લોક - વિરુદ્ધ છે. કહ્યું જ છે – બીજાના સાચા કે ખોટા દોષો કહેવાથી સર્યું... કેમકે એથી એક તો પોતાનું કોઇ પ્રયોજન સરતું નથી ને બીજું, પેલો દુશ્મન બને છે. સારી રીતે ઉદ્યમ કરનાર પણ સાધુને પાંચ બાબતો (સાધુપણાથી) ખાલી કરી નાખે છે. ૧) પોતાની પ્રશંસા ૨) બીજાની નિંદા ૩) જીભ ૪) સ્પર્શેન્દ્રિયની પરવશતા અને ૫) કષાયો. - જો ગુણો છે, તો નહી કહેશો તો પણ તે ગુણો પોતાનો ઉત્કર્ષ કરશે જ. જો ગુણો નથી, તો વ્યર્થ
શ્રાદ્ધવિધિ પ્રકરણ
૧૫ર