________________
પણ આ વખતે રંક શેઠે સૂર્યમંડળમાંથી આવતા ઘોડાના રક્ષક પુરુષોને ગુપ્ત રીતે ઘણું ધન આપી ફોડી નાખ્યાં. તેથી સુર્યપાસેથી ઘોડો જેવો આવ્યો કે તરત - શિલાદિત્ય રાજા એના પર ચઢે એ પહેલા જ ફુટેલા રક્ષકોએ વાજિંત્રનાદ કર્યો. તેથી ઘોડો આકાશમાં ઉડી ગયો. રાજા નીચે જ રહી ગયા.
હવે શું કરવું?” એ બાબતમાં કિંકર્તવ્યમૂઢ બનેલા શિલાદિત્ય રાજાને એ મોગલોએ મારી નાખ્યો. પછી વલ્લભીપુરનો સરળતાથી ભંગ-નાશ કર્યો. કહ્યું જ છે કે – વિક્રમ સંવત શરુ થયા ને ૩૭૫ વર્ષ પછી વલ્લભીપુરનો ભંગ થયો. પછી રંક શેઠે મોગલોને પણ નિર્જળ (રણપ્રદેશોમાં ભટકાવીને મરાવ્યા. આ રંક શેઠની કથા છે. આ રીતે અન્યાયથી ઉપાર્જલા ધનનો દુશ્મભાવ જાણી ન્યાયથી જ કમાવવાનો પ્રયત્ન કરવો.
શ્રાવકો માટે વ્યવહારશુદ્ધિ મુખ્ય કહ્યું જ છે કે – સાધુના વિહાર, આહાર, વચન અને વ્યવહાર આ ચાર શુદ્ધ જોઇએ. જ્યારે ગૃહસ્થનો તો માત્ર વ્યવહાર જ શુદ્ધ જોવાય છે. ગૃહસ્થને તો માત્ર વ્યવહારશુદ્ધિમાં જ બધો પણ ધર્મ સફળ થઇ જાય છે. શ્રાદ્ધદિનકયમાં કહ્યું છે - સર્વજ્ઞ કહેલા ધર્મનું મૂળ વ્યવહારશુદ્ધિ છે, કેમકે વ્યવહારશુદ્ધિથી જ અર્થશુદ્ધિ થાય છે. આ શુદ્ધ અર્થથી જ આહાર શુદ્ધ થાય છે. શુદ્ધ આહારથી જ દેહ શુદ્ધ થાય છે. શુદ્ધ દેહથી જ જીવ ધર્મયોગ્ય બને છે અને જે-જે કાર્ય કરે છે, તે-તે સફળ થાય છે. નહિતર (આ શુદ્ધિ વિના) તે જે-જે કાર્ય કરે, તે નિષ્ફળ જાય છે. વ્યવહારશુદ્ધિથી રહિત જીવ ધર્મને લોકોમાં નિંદાનું સ્થાન બનાવે છે. ધર્મનિંદા કરાવનાર પોતાના અને બીજાના પરમ અબોધિનું (= જેથી ધર્મની પ્રાપ્તિ ભવાંતરમાં અત્યંત દુર્લભ થાય, એનું) કારણ બને છે. તેથી વિચક્ષણ પુરુષે તે - તે જ કરવું જોઇએ કે જેથી અન્ન જીવો ધર્મની નિંદા કરે નહીં.
લોકોમાં પણ આહારને અનુસાર શરીર-સ્વભાવ રચાતા દેખાય છે, જેમકે જે ઘોડાએ બાલ્ય અવસ્થામાં ભેંસનું દૂધ પીધું હોય, તે ઘોડા પાણીમાં ઝંપલાવે છે, ને જે ઘોડાએ શિશુ અવસ્થામાં ગાયનું દૂધ પીધું હોય, તે પાણીથી દૂર જ રહે છે. આ જ રીતે મનુષ્ય પણ બાળપણ વગેરે અવસ્થામાં કરેલા ભોજનને અનુસરતાં સ્વભાવવાળો થાય છે. તેથી વ્યવહારશુદ્ધિ માટે સમ્યગુ પ્રયત્ન કરવો જોઇએ. - અહીં વ્યવહાર શુદ્ધિના સ્વરૂપનું વર્ણન પૂર્ણ થયું.
દેશવિરુદ્ધનો ત્યાગ. હવે દેશઆદિના વિરુદ્ધના ત્યાગની વાત :- દેશ વિરુદ્ધ, કાળ વિરુદ્ધ અને રાજા વગેરેથી વિરુદ્ધનો ત્યાગ કરવો. હિતોપદેશમાળામાં કહ્યું જ છે- (૧) દેશ (૨) કાળ (૩) રાજા (૪) લોક અને (૫) ધર્મ આ પાંચને પ્રતિકુળ ગણાય એવી પ્રવૃત્તિનો ત્યાગ કરનારો જ સમ્યગુ ધર્મ પામે છે.
દેશવિરુદ્ધ - જેમકે સૌવીર દેશમાં ખેતીકાર્ય અને લાટદેશમાં દારુ બનાવવો દેશવિરુદ્ધ ગણાય છે. એ જ રીતે તે-તે દેશમાં ત્યાંના શિષ્ટ પુરુષોમાં જે-જે અનાચીર્ણ (- આચર્યું નહીં) હોય તે-તે ત્યાં દેશવિરુદ્ધ સમજવું. અથવા પોતાની જાતિ કે પોતાના કુલ વગેરેની અપેક્ષાએ જે-જે અનુચિત ગણાય, તે દેશવિરુદ્ધ છે. જેમકે બ્રાહ્મણ જાતિમાટે મદ્યપાન અને તલ-લવણ (= મીઠું) વગેરેનો ધંધો અનુચિત ગણાય છે. તેમના શાસ્ત્રમાં કહ્યું જ છે – જેઓ તલનો વેપાર કરે છે, તેઓની તલ જેવી લઘુતા થાય છે, તલ જેવી શ્યામલતા (= કાળાશ) પામે છે, અને તેઓ તલની જેમ પીલાય છે. કુલની અપેક્ષાએ જેમકે શ્રાદ્ધવિધિ પ્રકરણ
૧૫૧