________________
પૂર્વભવમાં કરેલા ખોટા કાર્યોના કારણે આ ભવમાં તમે અત્યંત ગરીબ અવસ્થાનો અને દુ:ખનો અનુભવ કરો છો. જે કર્મ જે રીતે કરાય છે, તે જ કર્મ હજારગણું થઇને પણ તે જ રીતે ભોગવવું પડે છે એમ જાણીને જે ઉચિત હોય, તે જ કરવું. કેવળજ્ઞાની પાસેથી આ રીતે પૂર્વભવનો વૃત્તાંત સાંભળી બોધ
પામેલા ધનમિત્રે એમની પાસે શ્રાવક ધર્મ સ્વીકાર્યો અને અભિગ્રહ કર્યો કે દિવસના અને રાતના પ્રથમ પ્રહર ( પ્રાય: ત્રણ કલાક)માં માત્ર ધર્મ જ કરવો.
પછી કોક શ્રાવકને ત્યાં રહ્યો. સવારે માળી સાથે ફુલો એકઠા કરે. એમાંથી પોતાને ભાગે જેટલા ફુલ આવે, એનાથી ઘરદેરાસ૨માં અને સંઘ દેરાસરમાં ભક્તિભાવે પ્રભુની પૂજા કરે. દિવસના બીજાવગેરે પ્રહરમાં તે ધનમિત્ર ૧) વ્યવહારશુદ્ધિ ૨) દેશાદિ વિરુદ્ધનો ત્યાગ અને ૩) ઔચિત્યનું આચરણ આ ત્રણે બાબતને જાળવીને વેપાર કરે. તેથી સરળતાથી ભોજનવગેરે આજીવિકા ચાલવા માંડી. આમ જેમ-જેમ એ ધર્મમાં સ્થિર થતો ગયો, તેમ-તેમ એ વધુ ને વધુ ધન કમાવા માંડ્યો.
પછી તો એણે પોતાનું અલગ ઘર વસાવ્યું. એને ધર્મિષ્ઠ જોઇ કોક મોટા શેઠે પોતાની કન્યા પણ પરણાવી. એકવાર એક ગોકુળ (ઘણી ગાયો રાખી જ્યાં ગોવાળો રહેતા હોય, તે ગોકુળ કહેવાય.) સ્થાન છોડી અન્ય સ્થાને જવા માંડ્યું, ત્યારે એ તેઓને ગોળ-તેલવગેરે વેંચવા ગયો. ગોકુળનો માલિક ‘આ તો અંગાર છે’ એમ માનીને સોનાના ભંડારને છોડી જઇ રહ્યો હતો, તેથી ધનમિત્રે કહ્યું - અરે ! તમે આટલું બધું સોનું કેમ છોડી દો છો? ત્યારે ગોકુળના માલિકે કહ્યું - પૂર્વે મારા પિતાએ ‘આ સોનાનો ભંડાર છે’ એમ કહી મને ઠગેલા. હવે તમે મને ઠગી રહ્યા છો. ધનમિત્રે કહ્યું - હું ખોટું નથી બોલતો. ત્યારે ગોકુળના માલિકે કહ્યું - એમ! તમને આ અંગારા સોનું લાગે છે ને, તો તમારી પાસે જે ગોળ-તેલ વગે૨ે છે, તે મને આપીને આ તમે જ લઇ લો. તેથી ધનમિત્રે તેલ-ગોળવગેરે આપી એ લઇ લીધું. આનાથી એને ત્રીસ હજાર સોનામહોરનો લાભ થયો. એ ઉપરાંત બીજી પણ કમાણીથી એ મોટો શેઠ થઇ ગયો. અહો ! આ જ ભવમાં પણ ધર્મનો કેવો મહિમા !
એકવાર ધનમિત્ર સુમિત્ર નામના શેઠને ત્યાં કર્મવશ એકલો ગયો. ત્યાં કરોડ સોનામહોરના મૂલ્યવાળા રત્નોથી બનેલો હાર બહાર મુકીને સુમિત્ર શેઠ કોક કામમાટે અંદરના ઓરડામાં જઇ થોડીવારે પાછા આવ્યા. જુએ તો એ હાર ગુમ. શોધવા૫૨ બીજેથી પણ મળ્યો નહીં. તેથી ધનમિત્ર૫૨ આરોપ મુક્યો કે એ હાર તમે જ લીધો છે. આ અંગે વિવાદ થવાપર સુમિત્ર ધનમિત્રને રાજન્યાયાલયમાં લઇ ગયો. ધનમિત્રે પણ ભગવાનની પૂજા કરી સમકીતિ દેવોને ઉદ્દેશીને કાયોત્સર્ગ કરી દિવ્યપરીક્ષા (અગ્નિમાંથી પસાર થવું વગેરે પરીક્ષાઓ દિવ્યપરીક્ષા કહેવાતી હતી.) માટે તૈયારી કરી. ત્યાં જ એ રત્નહાર સુમિત્રના જ ખોળામાંથી બહાર પડ્યો. આ જોઇ બધાને આશ્ચર્ય થયું. ત્યારે જ ત્યાં પધારેલા જ્ઞાનીને આનું રહસ્ય પૂછ્યું. જ્ઞાનીએ કહ્યું -
ગંગદત્ત ગૃહસ્થની પત્ની ‘મગધા’ હતી. આ મગધાએ એક શેઠની પત્નીનું લાખ સોનામહોરના મૂલ્યવાળું રત્ન ગુપ્તરીતે ચોરી લીધું. તેથી પેલી શેઠાણીએ મગધા પાસે એ રત્નની વારંવાર માંગણી કરી. ત્યારે પત્ની પ્રત્યેના મોહથી ગંગદત્તે એ શેઠાણીને ‘તમારા સગાઓએ જ એ રત્ન ચોરી લીધું છે.’ એવું આળ આપી દીધું. તેથી શેઠાણી ખિન્ન થઇ. પછી એ તાપસી બની વ્યંતર થઇ. મગધા મરીને આ સુમિત્ર શેઠ થયાં. ગંગદત્ત આ ધનમિત્ર બન્યો. એ વ્યંતરે પૂર્વભવના વેરને યાદ રાખી સુમિત્રના આઠ
શ્રાદ્ધવિધિ પ્રકરણ
૧૭૬