________________
આકર્ષાયેલી પ્રીતિમતીએ એને પોતાના હાથમાં લીધો. તો પણ નહીં ડરેલા એ હંસબાળે સ્પષ્ટ મનુષ્ય ભાષામાં કહ્યું ↓
હે ભદ્રે! મારી ઇચ્છાથી અહીં આવેલા મને નિપુણ-સમજુ પણ તમે રસથી કેમ પકડો છો? પણ એ જાણી લો કે સ્વેચ્છાથી ફરવાવાળા માટે તો આ રીતે એક ઠેકાણે પકડાયેલા રહેવું એ નિરંતર મરણ સમાન છે. તમે વંધ્યાપણું અનુભવી રહ્યા છો, છતાં કેમ આવું અશુભ કાર્ય કરી રહ્યા છો? શું એ ખબર નથી કે શુભ કાર્યોથી જ ધર્મ થાય છે, ને ધર્મથી જ પોતાના ઇષ્ટની સિદ્ધિ થાય છે.
આ સાંભળી વિસ્મયથી અને ભયથી ભરાયેલી પ્રીતિમતીએ કહ્યું- હે હંસબાળ! તું મને આમ કેમ કહે છે? હે દક્ષોમાં મુખ્ય! હું તને તરત જ મુક્ત કરું છું, પણ એક વાત તને પુછુ છું. ઘણા દેવોની પૂજા, દાન વગેરે ઘણા ઘણા સારા કાર્યો હું કરતી હોવા છતા જાણે કે શાપિત સ્ત્રી ન હોઉં, એમ મને સંસારમાં સારભૂત ગણાતો પુત્ર કેમ પ્રાપ્ત થયો નથી? અને તું મારી પુત્ર અંગેની પીડા કેવી રીતે જાણી ગયો? વળી તું પંખી થઇને મનુષ્યની ભાષા કેવી રીતે બોલી શકે છે?
ત્યારે હંસબાળે કહ્યું - હું કેવી રીતે જાણુ છું? વગેરે ચિંતા કરવાથી સર્યું. પણ હું તને હિતકારી વાત કહું છું. ધન, પુત્ર, સુખ વગેરે સઘળી સંપત્તિઓ પૂર્વે કરેલા કર્મને આધીન છે. વિઘ્નના ઉપશમ માટે (વિઘ્ન દૂર કરવા) તો આ ભવમાં કરેલું સુકૃત પણ કામ આવે છે. જે તે દેવની પૂજા વગેરે મિથ્યાત્વ તો બુદ્ધિ વિનાનાઓ ફોગટના આચરતા હોય છે. માત્ર જૈનધર્મ જ ભવ્ય જીવોને આ ભવમાં પણ અભીષ્ટ ફળ આપનારો બને છે. જો જૈનધર્મથી વિઘ્ન દૂર નહીં થાય, તો બીજા કયા ધર્મથી એ દૂર થશે? જે અંધકાર સૂર્યથી પણ નાશ ન પામે, તે અંધકારનો બીજા ગ્રહો કેવી રીતે નાશ કરી શકે? તેથી અપથ્ય સમાન મિથ્યાત્વનો ત્યાગ કરી સુપથ્ય સમાન આર્હત- જૈનધર્મની આરાધના કર. એનાથી જ તું આ ભવમાં પણ બધા જ ઇષ્ટ અર્થોને પામીશ.
આમ કહી હંસબાળ એકાએક ઉડીને વાદળાની જેમ ક્યાંક જતો રહ્યો. પ્રીતિમતી પણ પુત્રની આશા જાગવાથી પ્રસન્ન થઇને હંસબાળની વાતોથી અને એના એકાએક અલોપ થવાથી વિસ્મિત થઇ. આપત્તિના કાળમાં ધર્મવગેરેપર અત્યંત સ્થિર આસ્થા થાય છે. તેથી પ્રીતિમતીએ પણ શીઘ્ર સદ્ગુરુ પાસે જઇ શ્રાવકધર્મ સ્વીકાર્યો. હવે એ ત્રિકાળ જિનપૂજાવગે૨ે ક૨વા માંડી અને સુલસાની જેમ ક્રમશ: શ્રેષ્ઠ સમ્યક્ત્વવાળી થઇ. ખરેખર હંસની વાણીથી કો'ક અકલ્પ્ય જ ઉપકાર થયો.
એકવાર રાજાને એવી ચિંતા થઇ - પટ્ટરાણી પ્રીતિમતીને તો હજી એક પણ પુત્ર થયો નથી. બાકીની રાણીઓથી મને સેંકડો પુત્રો થયા છે.એમાંથી આ રાજ્ય યોગ્ય કોણ હશે? આ જ ચિંતામાં રાત્રે સૂતેલા રાજાને સ્વપ્નમાં એક દિવ્ય પુરુષ જાણે કે સાક્ષાત આવીને કહેવા લાગ્યો - હે પૃથ્વીપતિ! તમે રાજ્યયોગ્ય પુત્ર અંગેની ખોટી ચિંતા કરવાની છોડી દો. જગતમાં સાક્ષાત કલ્પવૃક્ષ સમાન જૈનધર્મની વિધિપૂર્વક આરાધના કરો. એથી જ તમારા આ ભવની અને પરભવની બધી ઇષ્ટસિદ્ધિઓ
થશે.
આવું સ્વપ્ન પામ્યા પછી રાજા પવિત્રભાવે પ્રયત્નપૂર્વક જિનપૂજાવગે૨ેદ્વારા જૈનધર્મની સહર્ષ આરાધના કરવા માંડ્યો. આવું સ્વપ્ન પામ્યા પછી કોણ આળસ કરે? એ પછી કોઇ ભવ્ય જીવ પ્રીતિમતીના ગર્ભરૂપ સરોવરમાં હંસની જેમ અવતર્યો. એથી રાજા અને રાણી વિશેષ આનંદસભર
શ્રાદ્ધવિધિ પ્રકરણ
૭૪