________________
કહ્યું છે. ખોટી છાપવાળા શુદ્ધ ચાંદીના સિક્કા સમાન બીજો ભાંગો પણ સમ્યગું અનુષ્ઠાનનું (પ્રથમ પ્રકારના અનુષ્ઠાનનું) કારણ હોવાથી એકાંતે દુષ્ટ નથી. (અપેક્ષાએ સારું પણ છે.) કેમકે પૂર્વાચાર્યો કહે છે – અશઠ (સરળ સ્વભાવવાળા) ની ક્રિયા શુદ્ધાદિ ક્રિયાનું કારણ હોવાથી પરિશુદ્ધ છે. અંદરથી નિર્મળ રત્નનો બહારનો મેલ સહેલાઇથી દૂર થઇ શકે છે. (અંદર બહુમાનવાળાની અવિધિ સરળતાથી દૂર થઈ શકે છે.) ખોટા-કૃત્રિમ સિક્કાથી વેપાર કરનારને પછી પકડાઇ જવા પર મોટો અનર્થ થાય છે. એમ માયા-મૃષાદિ દોષથી યુક્ત હોવાથી ત્રીજા વિકલ્પવાળી – ખોટા નાણાં પર સાચી છાપ જેવી ક્રિયા પરિણામે મોટો અનર્થ કરનારી બને છે. આ ત્રીજા પ્રકારની) ક્રિયા પ્રાય: અજ્ઞાનથી, અશ્રદ્ધાથી અને કર્મની ગુરુતા (ભારેકર્મીપણા) થી ભવાભિનંદી જીવોને હોય છે. (બહુમાન વિના માત્ર લાભાદિ હેતુથી થતી શુદ્ધ ક્રિયાની અહીં વાત છે.)
વિધિ અને બહુમાન વિનાની ક્રિયા આરાધના-વિરાધના વિનાની છે. માત્ર અનુષ્ઠાનરૂપ વિષયના અભ્યાસરૂપ છે. ક્યારેક આ અભ્યાસ શુભનું કારણ બની શકે છે. જેમ કે એક શ્રાવકનો પુત્ર (ઘરના પ્રવેશ દ્વાર પર રહેલા ) જિનબિંબના વારંવાર (શ્રદ્ધાવગેરે વિના જ) દર્શન કરવાના ગુણથી – કોઇ સુકૃત કર્યા વિના મરીને માછલો થયો. ત્યારે (પ્રતિમાના આકારના માછલાને જોઇને) સમ્યક્ત પામ્યો.
આ રીતે જિનપૂજાવગેરેઅંગે હૃદયમાં એકાંતે બહુમાન હોય અને કહેલી વિધિ મુજબ ક્રિયાવિધાન હોય, તો સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. તેથી એમાટે જ સમ્યગ પ્રયત્ન કરવો જોઇએ. અહીં ધર્મદત્ત રાજાનું દૃષ્ટાંત બતાવાય છે.
શુદ્ધપૂજા અંગે ધર્મદત્ત કથા રજત-ચાંદીના જિનાલયોથી સુશોભિત રાજપુર નામનું નગર હતું. ત્યાં રાજધર નામનો રાજા હતો. જેમ ગ્રહોનો રાજા ચંદ્ર પોતાના શીત કિરણોથી કુમુદોનો વિકાસ કરે છે. તેમ શીતકર -(અલ્પ કર (=ટેક્ષ) વાળા) આ રાજા મનુષ્યોને આનંદ દેનારો હતો. આ રાજાને પ્રીતિમતી વગેરે પાંચસો રાણીઓ હતી. અપ્સરાઓએ જાણે કે પોતાનું રૂપ એ રાણીઓ પાસે થાપણરૂપે મુક્યું હોય, એવું તેઓનું અદ્ભુત રૂપ હતું.
બાકીની ચારસો નવાણુ રાણીઓથી વિશ્વને આનંદ દેનારા સુંદર ચારસો નવાણું રાજકુમારો પ્રાપ્ત થવાથી રાજાને તેઓ પર વિશેષ પ્રેમ હતો. પણ પ્રીતિમતીને એક પણ પુત્ર ન થવાથી રાજા એનાપર પ્રેમરહિત થયો. એક તો પુત્ર ન હોવાનું દુઃખ, એમાં રાજાનો પ્રેમ ગયો; તેથી પ્રીતિમતી વિશેષ દુ:ખી થઇ. ખરેખર પંક્તિભેદ સહન કરવો અઘરો છે, એમાં પણ મુખ્યતા અંગેનો પંક્તિભેદ તો અત્યંત દુસહ્ય છે. અથવા તો જ્યારે આવી બધી વસ્તુઓ ભાગ્યાધીન છે, ત્યારે મુખ્યતા વગેરેની ચિંતા કરવાથી શું વળવાનું? છતાં પણ જીવો એના દુ:ખો લઇને ફરે છે. ખરેખર મૂઢદદયવાળા જીવોની આવી મૂઢતા ધિક્કારપાત્ર છે.
પુત્રપ્રાપ્તિ માટે વિવિધ પ્રકારના મંત્ર-તંત્ર-ઉપાયો કરવા છતાં નિષ્ફળતા મળવા પર દુ:ખમાં વધારો જ થયો. જ્યારે ઉપેય-પ્રાપ્તવ્ય વસ્તુ અંગે કરેલા ઉપાયો નિષ્ફળ જાય છે, ત્યારે આશા પણ રહેતી નથી. એકવાર એના મહેલપર હંસબાળ આવી બાળક જેવી લીલાઓ કરવા માંડ્યો. ત્યારે શ્રાદ્ધવિધિ પ્રકરણ
૭૩