________________
ચાંદીનો સિક્કો અને શુદ્ધ મુદ્રા-છાપ (૨) ચાંદીનો સિક્કો શુદ્ધ પણ મુદ્રા અશુદ્ધ (૩) ચાંદીનો સિક્કો અશુદ્ધ (ખોટો) પણ મુદ્રા શુદ્ધ (૪) બંને અશુદ્ધ. આ જ રીતે જિનપૂજાવગેરે અંગે પણ ચાર વિકલ્પો છે.
(૧) સમ્યગું બહુમાન અને સમ્યવિધિ (૨) સમ્યગું બહુમાન પણ વિધિ અશુદ્ધ - અસમ્યમ્ (૩) વિધિ સમ્યગુ પણ સમ્યગું બહુમાન નહીં (૪) વિધિ અને બહુમાન બંને સમ્યગૂ નહીં. - સમ્યવિધિ-બહુમાન બંનેનો અભાવ.
બૃહદ્ભાષ્યમાં કહ્યું જ છે કે – અહીં વંદનામાં રૂપું (ચાંદીનો સિક્કો) સમાન છે ચિત્ત બહુમાન, અને મુદ્રાસમાન છે વિધિ-પૂર્ણ બાહ્ય ક્રિયા. બંનેના સમ્યગુ યોગમાં યોગ્ય મુદ્રાવાળા રૂપા નાણાં જેવું થાય છે. બીજા વિકલ્પવાળા નાણાં જેવું ત્યારે થાય છે, જ્યારે ભક્તિયુક્ત વ્યક્તિ પ્રમાદથી યુક્ત હોય. (તથી અવિધિ કરી નાખે). જ્યારે લાભવગેરે માટે શુદ્ધ વિધિથી અખંડ ક્રિયા કરે, ત્યારે ત્રીજો વિકલ્પ થાય છે. જ્યારે વિધિ-બહુમાન બંને નથી હોતા, ત્યારે ચોથો વિકલ્પ થાય છે કે જે ખરેખર અવંદનારૂપ જ છે. અહીં આ ભાવાર્થ છે કે દેશ-કાળને અપેક્ષીને અલ્પ કે બહુ ક્રિયા બહુમાનપૂર્વક અને વિધિપૂર્વક જ કરવી.
પ્રીતિ વગેરે ચાર અનુષ્ઠાન જૈનશાસનમાં બીજી રીતે પણ ચાર પ્રકારનાં અનુષ્ઠાન બતાવ્યા છે. (૧) પ્રતિયુક્ત (૨) ભક્તિયુક્ત (૩) વચન પ્રધાન અને (૪) અસંગ. જે ક્રિયા કરતાં ઋજુ-સરળ સ્વભાવવાળાં જીવનો અતિરુચિરૂપ પ્રીતિરસ વધે છે, જેમકે નવા રત્નને જોઇ બાળક વગેરેનો; તે પ્રીતિ અનુષ્ઠાન છે. પ્રીતિઅનુષ્ઠાન જેવી જ ક્રિયા શુદ્ધ વિવેકવાળો ભવ્ય જીવ પૂજ્યભાવે બહુમાનપૂર્વક કરે, ત્યારે એ ભક્તિ અનુષ્ઠાન કહેવાય છે. અહીં પ્રીતિ અનુષ્ઠાન કરતાં શુદ્ધ વિવેકના કારણે બહુમાનવિશેષનો ફરક છે.) જેમ પુરુષ માતા અને પત્ની બંનેનો પાલક છે, છતાં માતાના પાલનમાં ભક્તિ-બહુમાન છે, પત્નીના પાલનમાં પ્રીતિ છે ને તેથી અમુક અંશે ફરક પડે છે.) તેમ પ્રીતિથી થતાં અને ભક્તિથી થતાં અનુષ્ઠાનમાં ભેદ જાણવો.
ભગવાનનાં ગુણોનો જે જાણકાર માણસ સૂત્રમાં બતાવેલી વિધિ (= આગમ) અનુસાર જ વંદન કરે છે, તેનું અનુષ્ઠાન વચન અનુષ્ઠાન બને છે. આ ચારિત્રીને જ અવશ્ય-નિયમો હોય છે. પાસસ્થા વગેરે બીજાને નહીં. સૂત્રના આધાર વિના જ (વારંવાર વચન-અનુષ્ઠાનથી ઉદ્ભવેલા) અભ્યાસરસથી (અભ્યાસથી) ઉદ્ભવેલા શુભ ક્ષયોપશમ વિશેષના પ્રકર્ષથી કોઇપણ ફળની આકાંક્ષા વિનાનો જે વંદન કરે, તે અસંગ અનુષ્ઠાન છે એમ નિપુણ દૃષ્ટિવાળા એ જાણવું. આ અનુષ્ઠાન જિનકલ્પી વગેરેને હોય છે. વચન અનુષ્ઠાન અને અસંગ અનુષ્ઠાનમાં શું ભેદ છે? તે બતાવવા આ દૃષ્ટાંત છે- કુંભાર પહેલા દાંડાથી ચક્રને ભમાવે છે. પછી એ ભ્રમણ દાંડાની સહાય વિના પણ ચાલુ રહે છે. (દાંડાથી ચક્રભ્રમણ સમાન વચનઅનુષ્ઠાન છે, ને પછી ઊભા થયેલા સંસ્કારના પરિક્ષયથી થતાં સહજ ભ્રમણ સમાન અસંગ અનુષ્ઠાન છે.) એમાં આગમનો સહારો નથી, માત્ર સંસ્કાર છે.
શુદ્ધ-અશુદ્ધ અનુષ્ઠાન ફળ તેથી પ્રીતિવગેરે આ ચારે અનુષ્ઠાનો પ્રથમ રૂપક સમાન છે. (સાચી મહોર છાપવાળા શુદ્ધ ચાંદીના સિક્કા જેવા છે, કેમકે મુનિઓએ પ્રીતિ આદિ ચારેય અનુષ્ઠાનોને પરમપદ - મોક્ષનું કારણ ૭૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ