________________
થયા. એ ભવ્ય જીવ અવતર્યો એ રાતે રાણીએ સ્વપ્નમાં સાક્ષાત અરિહંતના દર્શન કર્યા. રાણીને ગર્ભના પ્રભાવથી દોહદ-ઇચ્છા પણ મણિના દેરાસર કરાવવાની ને એમાં મણિમય પ્રતિમાઓ સ્થાપવાની તથા એ પ્રતિમાઓની ભવ્ય પૂજાઓ વગેરે અંગે જ થવા માંડી. ખરેખર ફળને અનુરૂપ જ એ પહેલાનું ફલ પણ હોય છે. દેવોને મનથી જ, રાજાઓને વચનથી, શ્રીમંતોને ધનથી અને બીજાઓને શારીરિક પ્રયત્નથી પોતાના સાધ્યની સિદ્ધિ થતી હોય છે. રાજાએ પણ આદેશો આપી રાણીના સઘળાય દોહદ વિશેષથી પૂર્ણ કર્યા. દુ:ખે કરીને પૂરી શકાય એવા પણ દોહદ રાજાએ અત્યંત ઉત્કંઠાના કારણે તત્કાલ પૂરા કરી આપ્યાં.
જેમ સુમેરુ પર્વતની ભૂમિ પારિજાત-કલ્પવૃક્ષને જન્મ આપે છે, એમ પ્રીતિમતી રાણીએ પહેલેથી જ જેના શત્રુઓ નાશ પામ્યા છે, એવા આ પુત્રને જન્મ આપ્યો. ક્રમશ: એ પુત્રનો મોટો મહિમા થયો. પૂર્વે જન્મેલા રાજપુત્રોનો જેવો જન્મ મહોત્સવ ન હોતો થયો, એવો અપૂર્વ જન્મમહોત્સવ કરવા પૂર્વક રાજાએ એ પુત્રનું અર્થસંગત એવું ધર્મદત્ત નામ પાડ્યું.
એકવાર પ્રીતિમતી મોટા મહોત્સવપૂર્વક શ્રેષ્ઠ ભેંટણાની જેમ એને દેરાસરે લઇ ગઇ. ત્યાં એ બાળક પાસે પ્રભુને પ્રણામ કરાવડાવ્યા. પછી ભગવાન આગળ જ એ બાળકને મુકીને એણે અત્યંત આનંદપૂર્વક પોતાની સખીને કહ્યું – તે સજ્જન હંસનો મારાપર અદૂભુત અકથ્ય ઉપકાર થયો. કેમકે એના વચનને સ્વીકારવાથી જેમ નિર્ધન નિધાન પામે, એમ હું જિનેશ્વરકથિત શ્રેષ્ઠ જૈનધર્મરૂપ રત્ન અને આ સુપુત્રરૂપ રત્ન એમ બે રત્નો પામી. આ વચનની સાથે જ બાળક ધર્મદત્ત મૂચ્છ પામ્યો. એ જોઇ પ્રીતિમતી રાણી પણ અત્યંત દુ:ખગ્રસ્ત થઇને મૂચ્છ પામી. અરર! અચાનક જ આ બંને કેમ બેભાન થયા? એમ ત્યાં રહેલા લોકોએ પોકાર કર્યો. તેઓએ કલ્પના કરી કે ચોક્કસ કાં તો કો'કની નજર લાગી છે ને કાં તો કોઇ દિવ્ય ઉપદ્રવ થયો છે.
તરત જ ત્યાં આવેલા રાજા, મંત્રી વગેરેએ ઠંડા ઉપચાર કર્યા. તેથી પહેલા પુત્ર અને તરત પછી માતા એમ બંને ભાનમાં આવ્યા. તેથી વધામણીઓ અપાઇ અને પુત્રને ઉત્સવપૂર્વક રાજમહેલમાં લઇ ગયા. તે દિવસે તો એ સારી રીતે રહ્યો અને પૂર્વવત્ સ્તનપાન આદિ પણ કર્યા. બીજે દિવસે બાળકે સારું હોવા છતાં જાણે કે અરુચિ થઇ ન હોય, એમ સ્તનપાન પણ કર્યું નહીં ને જાણે ચારે આહારના પચ્ચખાણ કર્યા હોય એમ ઔષધ પણ લીધા નહીં. તેથી માતા-પિતા-નગરજનો વગેરે દુ:ખી થયા અને કોઇ ઉપાય નહીં સૂઝવાથી મંત્રીમંડળ મૂઢ થયું. મધ્યાહ્ન એ બાળકના જાણે સુકતથી જ ખેંચાઇને એક જ્ઞાની-લબ્ધિધર મુનિવર આકાશમાંથી નીચે ઉતરી ત્યાં આવ્યાં. તે વખતે એ ધર્મદત્ત બાળકે અપૂર્વ લાગણીથી સાધુ ભગવંતને નમન કર્યું. એ પછી રાજા વગેરે પણ સાધુને નમ્યાં. પછી રાજાએ મુનિરાજને પૂછ્યું “આજે આ બાળક કેમ આહાર વગેરે કશું લેતો નથી?” ત્યારે મુનિએ કહ્યું- અહીં બીજા કોઇ દોષ વગેરેનો વહેમ રાખવાની જરૂરત નથી. તમે એને ભગવાનના દર્શન કરાવો. એ પછી એ તરત સ્તનપાનાદિ બધું સહર્ષ કરશે.
આ સાંભળી રાજાવગેરે એ પુત્રને જિનાલય લઇ ગયા. ત્યાં પ્રભુના દર્શન કર્યા પછી એ પૂર્વવત્ દરેક કાર્ય કરવા લાગ્યો. સ્તનપાન પણ કર્યું અને પ્રસન્ન પણ રહ્યો. તેથી બધાને આશ્ચર્ય થયું. તેથી રાજાએ મુનિરાજને પૂછ્યું- ભગવ! આટલો નાનકડો બાળક આવી ચેષ્ટા કેમ કરે છે? મુનિરાજે કહ્યું શ્રાદ્ધવિધિ પ્રકરણ
૭૫