________________
- એનો પૂર્વભવ સાંભળો.
“પુરિકા' નામની નગરી હતી. ત્યાં કાયર કોઇ નહીં ને સજ્જનો બધા હતા. ત્યાં ગરીબોપર કૃપાળુ અને દુશ્મનો પર કૃપા વગરનો “કૃપ” નામનો રાજા હતો. એને બૃહસ્પતિનો જાણે મિત્ર ન હોય, એવો ‘ચિત્રમતિ' નામનો મંત્રી હતો. સંપત્તિથી કુબેર જેવો ‘વસુમિત્ર” નામનો શ્રેષ્ઠી એનો ખાસ મિત્ર હતો. વસુમિત્રને માત્ર એક અક્ષરથી જ ઓછો પણ સંપત્તિવગેરેથી તુલ્ય અથવા અધિક એવો ‘સુમિત્ર’ નામનો વણિકપુત્ર ખાસ મિત્ર હતો. આ સુમિત્રને ધન્ય નામનો શ્રેષ્ઠ નોકર હતો, પણ સુમિત્ર તેને પુત્રવત્ ગણતો હતો.
એ ધન્ય એકવાર સ્નાનયોગ્ય સરોવરમાં સ્નાન માટે ગયો. સારા કમળો, સારી શોભા અને સારા પાણીથી શ્રેષ્ઠ એ સરોવરમાં હાથીના બચ્ચાની જેમ જલક્રીડા કરતાં એને જાણે કે દિવ્ય કમળ ન હોય એવું સુગંધવાળું હજાર પાંખડીવાળું કમળ મળ્યું. તેથી તરત જ સરોવરમાંથી નીકળી ચાલવા માંડ્યો. ત્યારે રસ્તામાં કુલ ભેગા કરી જતી માળીની ચાર કન્યાઓ ક્રમશ: મળી. ધન્યનો આ ચારે સાથે પૂર્વ પરિચય હતો. તેથી સમજુ એવી આ ચારે કન્યાએ હજાર પાંખડીવાળા કમળને જોઇ ધન્યને સલાહ આપી - હે ધન્ય! (મેરુ પર્વતની તળેટીમાં આવેલા) ભદ્રશાળ વનના વૃક્ષના ફુલની જેમ આવું કમળ અહીં અત્યંત દુર્લભ છે. તેથી તું જ્યાં ત્યાં એ કમળનો ઉપયોગ કરી નાખતો નહીં. આવું ઉત્તમ કમળ તો ઉત્તમ સ્થળે જ સમર્પિત થવું જોઇએ. ત્યારે ધન્યએ પણ કહ્યું - સુંદર મુગટ જેવું આ કમળ હું ઉત્તમને જ અપર્ણ કરીશ.
પછી ધન્ય વિચાર્યું - મારા માટે તો દેવની જેમ અર્ચનીય –પુજનીય એક સમિત્ર જ છે. તે જ ઉત્તમ પુરુષોમાં અગ્રેસર છે. જેના કારણે જેના જીવનનો નિર્વાહ સરળતાથી થાય, એના માટે એને છોડીને બીજો કોણ શ્રેષ્ઠ હોઇ શકે? ભોળાભાવે આ રીતે વિચારી ધન્ય જાણે કે દેવતાને સમર્પિત કરતો હોય એ રીતે એ કમળ સુમિત્રને વિનયપૂર્વક બધી વાત કરીને ધર્યું. ત્યારે સુમિત્રે કહ્યું - વસુમિત્ર શ્રેષ્ઠી જ સજ્જનોમાં શ્રેષ્ઠ છે. તેથી આ કમળમાટે તે જ યોગ્ય છે. એ એવા ઉપકારી શ્રેષ્ઠી છે કે હું એનું કાયમ આખો દિવસ દાસપણું કરે, તો પણ એનું ઋણ ચુકવી શકું એમ નથી.
આ સાંભળી ધન્ય વસુમિત્રપાસે ગયો. સુમિત્રે કહ્યું ત્યાં સુધીનું બધું અથથી ઇતિ સુધી કહી વિનયપૂર્વક આ કમળ એને ધર્યું. ત્યારે વસુમિત્રે કહ્યું – ધન્ય! જો ઉત્તમને જ તું અર્પણ કરવા ઇચ્છે છે, તો ખરેખર ‘ચિત્રમતિ” મંત્રી જ ઉત્તમ પુરુષ છે. એના જ કારણે મારા તમામ પ્રયોજનો રમતવાતમાં સિદ્ધ થઇ જાય છે.
તેથી ધન્ય એ કમળ લઇ મંત્રી પાસે ગયો. બધી વાત કરી કમળ ધર્યું. ત્યારે મંત્રીએ કહ્યું – ભલા ભાઇ! મારાથી પણ ઉત્તમ આ નગરના રાજા “ક” જ છે. એ જ પૃથ્વી અને પ્રજાના પાલક છે. વિધાતાની જેમ એની દૃષ્ટિમાત્રનો પણ એવો પ્રભાવ છે કે એટલામાત્રથી પણ સૌથી તુચ્છ માણસ સૌને માનનીય બની જાય ને સહુને માન્ય પણ ક્ષણવારમાં બધાથી તુચ્છ બની જાય. આ સાંભળી ધન્ય એ કમળ લઇ રાજા પાસે ગયો. બધી વાત કરી. કમળ ધર્યું. ત્યારે જૈન વ્રતધર સદ્ગુરુ ભગવંતની સેવામાં સદા તત્પર એવા એ રાજાએ કહ્યું – ધન્ય! જેમના ચરણરૂપી કમળની મારા જેવા પણ ભમરા બનીને ઉપાસના કરે છે, તેવા જૈનગુરુ જ ઉત્તમ છે. પણ જેમ સ્વાતિ નક્ષત્રમાં પાણીનો યોગ દુર્લભ છે, એમ
શ્રાદ્ધવિધિ પ્રકરણ
૭૬