________________
અહીં એવા ગુરુ ભગવંતનો યોગ દુર્લભ છે, ક્યારેક જ થાય છે.
હજી તો રાજા આમ કહે છે, ત્યાં જ એક ચારણ લબ્ધિવાળા મુનિ આકાશમાર્ગેથી ઉતર્યા, જાણે કે સ્વર્ગમાંથી દેવ આવ્યા હોય, એમ મુનિના આવવા પર બધાને વિસ્મય થયું. હજી તો ગુરુની ઇચ્છા જ વ્યક્ત કરી ને ગુરુમહારાજ પધાર્યા, જાણે કે “સ્પૃહા”નામની લતા તરત જ ફળવાળી બની. રાજાએ મુનિને બિરાજવા માટે બહુમાનપૂર્વક આસન ધર્યું. વંદનવગેરે કર્યા. એ પછી ધન્ય બધી વાત કહેવા પૂર્વક મુનિરાજને કમળ ધર્યું.
ત્યારે મુનિરાજે કહ્યું - જો ઉત્તમતા બીજાઓમાં તર-તમભાવે હોય (એક કરતાં બીજામાં વધારે, એનાથી અન્યમાં વધારે એ તર-તમભાવ કહેવાય.) તો એની ચરમસીમા અરિહંત પરમાત્મામાં જ સંભવે છે. એટલે કે એમનાથી ચઢિયાતું કે સમકક્ષ ઉત્તમપણે બીજા કોઇમાં હોતું નથી. તેથી ત્રણ જગતમાં સૌથી ઉત્તમ એવા અરિહંત પ્રભુને જ આ કમળ સમર્પિત કરવું ઉચિત છે. નવીન કામધેનુ જેવી જિનપૂજા અર્થીજનને ઇચ્છિત બધું જ આપે છે.
મુનિરાજના આ વાક્યથી પ્રસન્ન થયેલો સરળ પરિણામી ધન્ય શરીર સ્વચ્છ કરી ભાવપૂર્વક દેરાસરે જઇ અરિહંતના મસ્તકપર જાણે કે છત્ર રાખતો હોય, એ રીતે કમળ રાખ્યું. આ રીતે મસ્તકપર કમળવાળા જિનેશ્વર દેવના મસ્તકની અદૂભુત શોભા જોતો ને તેથી શુભભાવનાથી યુક્ત થયેલો ધન્ય ત્યાં ક્ષણવાર સ્થિર ઊભો રહી ગયો. તે જ વખતે માળીની પેલી ચાર કન્યા પણ ફુલ વેંચવા ત્યાં આવી. એ ચારેએ ધન્ય પ્રભુના મસ્તકે મુકેલું કમળ જોયું. તેથી અનુમોદનાના ભાવથી યુક્ત થયેલી તે ચારેએ પણ જાણે કે સંપત્તિનું બીજ વાવતા ન હોય, એવા ભાવોલ્લાસ સાથે એક-એક શ્રેષ્ઠ ફલ પરમાત્માના અંગે ચઢાવ્યું. ખરેખર, પુણ્યકાર્યમાં, પાપકાર્યમાં, ભણવામાં, દાનમાં, ગ્રહણમાં, ભોજનમાં, બીજાને માન આપવામાં, દેરાસર સંબધી કાર્યો વગેરેમાં પ્રવૃત્તિ મોટે ભાગે બીજાનું જોઇને થાય છે.
એ પછી પોતાને ધન્ય માનતો ધન્ય અને એ ચારેય કન્યાઓ પોત-પોતાના સ્થાને ગયા. એ દિવસથી ધન્ય શક્ય હોય તો રોજ પ્રભુને નમન કરવા દેરાસરે જવા માંડ્યો. એ મનમાં ખેદપૂર્વક વિચારતો પણ ખરો કે પશુની જેમ પરવશ થયેલો હું રોજ ભગવાનના નમનનો નિયમ લેવા પણ સમર્થ નથી બની શકતો. હું તો સાવ રાંકડો છું. ધિક્કાર છે મને!
રાજા કૃપ, મંત્રી ચિત્રમતિ, વસુમિત્ર અને સુમિત્રે એ ચારણ મુનિના ઉપદેશથી શ્રાવકધર્મ સ્વીકાર્યો. અંતે સમાધિથી કાળધર્મ પામી એ ચારે જણા દેવલોકમાં દેવ બન્યા. જિનભક્તિના પ્રભાવથી ધન્ય પણ સૌધર્મ દેવલોકમાં મોટી ઋદ્ધિવાળો દેવ બન્યો. પેલી ચાર કન્યાઓ પણ પહેલા દેવલોકમાં એ દેવના મિત્ર દેવ બન્યા.
રાજા જે દેવ બન્યો હતો, તે દેવલોકનું આયુષ્ય પૂર્ણ થયે ચ્યવને વૈતાદ્ય પર્વતપર ગગનવલ્લભ નામના શ્રેષ્ઠનગરમાં ચિત્રગતિ નામનો ઇંદ્રતુલ્ય વિદ્યાધર રાજા થયો. મંત્રી પણ દેવલોકમાંથી ચ્યવી એમના પુત્ર તરીકે ઉત્પન્ન થયો. માતા-પિતાને અત્યંત વલ્લભ બનેલા એમનું નામ વિચિત્રગતિ રાખવામાં આવ્યું. તેજથી પણ પિતાથી અધિક એવો આ પુત્ર એકવાર પિતાના વિશાલ રાજ્ય પ્રત્યેના લોભથી વાસિત થઇ પિતા રાજાની હત્યામાટે ગુપ્ત મંત્રણાઓ કરવા માંડ્યો. લોભાંધતાને ખરેખર શ્રાદ્ધવિધિ પ્રકરણ